________________
કર્યું
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મારી સર્વ પુત્ર પ્રત્યેની સમાનતામાં લાગેલી કાળાશને ધોઈ નાખું. મારા અપરાધને ક્ષમા કરે.
મહારાજા દશરથ : રાણી! તમે કાંઈ અપરાધ કર્યો નથી. તમે તમારું લેણું હતું તે માંગ્યું છે. મારે વર આપવાનું આપેલું વચન પાળવું જ જોઈએ, તેમાં કાંઈ વધારે
1. કુમારોએ ભાઈભાઈ પ્રત્યે, આત્મીયતા બતાવવી જોઈએ, અને તે બતાવી છે. તેમાં ઈક્વાકુકુળના પૂર્વજોના માર્ગને યોગ્ય થવું જોઈએ, તેથી કાંઈ વધારે નથી. “આપી દેવું તે મેટાઈ છે. લઈ લેવું તે હલકાઈ છે.” “બક્ષીસ આપનારા થડા હોય છે. પચાવી પાડનારા હજારે હોય છે.” માટે જ “સંત શેડા અને દુર્જન ઘણુ” કહેવાય છે.
રામ માટે ભાઈ છે, તેણે પિતાનું ઋણ ચૂકવવા, અપરમાતાનું ચિત્ત પ્રસન્ન બનાવવા, પિતાના હકનું રાજ્ય લઘુ બંધુને આપી દીધું, તે તેણે પોતાની મહાનુભાવતાને શોભે તેવું કર્યું છે. ભરત નાનો છે, મોટાભાઈને વફાદાર છે, વિનયમૂર્તિ છે, રાજ્યના લેભને વશ થતું નથી, તે વડીલ પ્રત્યેની ફરજને સાક્ષાત્કાર છે. તેથી કૈકેયી ! તારું કૃત્ય મારે માટે ત્રણમુક્તિનું કારણ હેવાથી દુઃખને નહીં પણ આનંદને વિષય છે.
મહારાણું કૈકેયી આપે અને આપના પુત્રેએ જે કર્યું તે બરાબર છે. પરંતુ મારું કૃત્ય-મને શલ્યની પેઠે શાલ્યા કરે છે. માટે મને રામચંદ્ર પાસે જવાની આજ્ઞા આપે અને સાથે થોડા પ્રધાને, અલ્પસંખ્યક મહાજન વર્ગ અને કુમાર ભરતને પણ મેકલો.
મહારાજા દશરથની આજ્ઞા મેળવી, કુમારને, પ્રધાનને, તથા કેટલાક માનવંતા નાગરિકેને સાથે લઈને, દેવી કૈકેયી અયોધ્યાથી નીકળી, ઘણું શીધ્ર પ્રયાણ, રામ-લક્ષ્મણસીતાજીના પ્રસ્થાનમાં ભેગાં થઈ ગયાં. કૈકેયી રથમાંથી નીચે ઊતરીને, વત્સ ! વત્સ ! રામ ! રામ ! સીતા ! સીતા ! લક્ષ્મણ ! લક્ષ્મણ ! બોલતાં જેટલામાં–રામચંદ્ર વગેરેની સમીપમાં પહોંચ્યાં, તેટલામાં તેઓ પણ ત્રણે (રામ-લક્ષ્મણ-સીતા) સામાં આવીને કૈકેયી માતાના પગમાં પડ્યાં.
કૈકયીદેવી અને કુમાર ભરત બને માતા-પુત્ર, રડતા અને ગળગળા થઈને, રામ-લક્ષમણ-સીતાજીને ભેટી પડયા. પરસ્પર લાગણીવશ થઈ ગયાં. કુમાર ભરત-ત્રણેના પગમાં પડીને, રડવા લાગ્યો. કહેવા લાગ્યો, ભાઈ, મને સાથે લઈ જાઓ. અથવા આપ પાછા ચાલો. હવે અમે અને આપ જુદા પડવાના નથી. અમે આપને બધાને લેવા આવ્યા છીએ.
આપ પાછા અયોધ્યા પધારે, અને અયોધ્યાના રાજ્યસનને ભાવે. જગત મિત્ર સૌમિત્રિ આપના અમાત્ય બનશે. હું આપને છડીદાર બનીશ. અને શત્રુઘ આપને છત્રધર બનશે. મોટાભાઈ ! મારા ઉપર ચડેલું (માતૃમુખો, અને રાજ્યલેલપી) કલંક
દૂર કરો.