________________
રામ લક્ષ્મણ સીતાનો વનવાસ વળી તે પણ પિતાને જ પુત્ર છે. તે રાજ્યસન ઉપર બેસે તે, અગ્ય શું છે? સેવકને સાચે ધર્મ વડીલેના કાર્યમાં વિન ન નાખવું તે છે. પુત્રને સાચો ધર્મ માતાપિતાનાં વગનેને અનુસરવાને છે.
મોટાભાઈ મહા પુણ્યશાળી છે, તેમના પગલે પગલે નિધાન છે. તેઓ જ્યાં પધારશે ત્યાં અયોધ્યા જ છે. “યત્ર રામ તન્નાથપ્પા” પણ પદાતિ સમાન તેમને અનુગામી બનું. મારો સાચો ધર્મ, જ્યાં આર્ય મોટાભાઈ ત્યાં હું, એ છે. આ પ્રમાણે નિર્ધાર કરીને, હાથમાં ખડ્ઝને લઈને, પિતાજીને પ્રણામ કરીને, આજ્ઞા મેળવીને, પોતાની જન્મદાત્રી સુમિત્રાદેવી પાસે ગયા.
માતાજી ! પિતાની આજ્ઞા મેળવી, મોટાભાઈ અને આર્યા સીતાદેવી વનવાસ જાય છે. જેમ સૂર્યના વિરહમાં, દિવસ ક્ષણવાર પણ રહી શકતો નથી, તેમ આર્ય રામના વિરહમાં લક્ષ્મણ, ક્ષણવાર પણ રહી શકે નહીં. તેથી આશીર્વાદપૂર્વક શીધ્ર આજ્ઞા આપોજેથી હું મોટાભાઈને જલ્દી ભેગો થઈ જાઉં.
મહા સતી માતા સુમિત્રાદેવી, પુત્રનો અથવા પુત્રને ક્ષણવાર પણ વિરહ સહન કરવા સમર્થ હતાં નહીં તે પણ, પુત્રોના વિરહનું દુઃખ છુપાવીને, કહેવા લાગ્યાં, દીકરા ! તને ધન્યવાદ આપું છું. કારણ કે તારે મોટાભાઈ પ્રત્યે આટલે સ્નેહ છે, આવી ભક્તિ છે. વિવેકી કુમાર રામચંદ્ર અને વિવેકવતી પુત્રવધૂ સીતા, અનુકમે હમણાં જ પ્રણામ કરી, આજ્ઞા લઈ પ્રસ્થાન કરી ગયા છે. તમે પણ મારા તેવા જ આશીર્વાદ છે. ભાઈને અને આર્યાને બરાબર અનુસરજે. અને વિદ્યાસાધકની પેઠે અપ્રમત્ત સેવા બજાવજે. માતાજીના આશીર્વાદ પામી અને કૌશલ્યાદેવીના પણ આશીર્વાદ લઈને, લક્ષ્મણજી શીઘ્રતાથી સીતા-રામની પાસે પહોંચી પ્રણામ કરી ઊભા રહ્યા.
આ વખતે રામ-લક્ષ્મણ-સીતાના વનવાસ પ્રયાણને જોઈને, નગરમાં વસનારા મોટા ભાગના મનુષ્યના ચક્ષુઓમાંથી આંસુડાની ધારાઓ ચાલવા લાગી. કેટલાક તો,
અમે પણ તેમના સેવક હોવાથી સાથે જઈશું”, એમ બોલતા, વિચારતા, જલદી જલદી પિતાનાં ઘર-દુકાને બંધ કરીને, રામ લક્ષમણ-સીતાજીની પાછળ ગામબહાર નીકળી ગયા.
તેથી અયોધ્યા નગરી પણ જાણે જીવ વગરના કલેવર જેવી નિસ્તેજ ભાસતી હતી, તથા મહારાજા દશરથ–અને કુમાર રામની ઉદારતાને ગૌણ બનાવીને પ્રચ્છન્ન અથવા પ્રસિદ્ધ રીતે, લેકે દેવી કૈકેયીના નામ ઉપર ધિક્કાર વર્ષાવતા હતા. રાજ્યના લોભને ધિક્કાર થાઓ ! અપરમાતાની ઈર્ષ્યાને ધિક્કાર થાઓ ! ક્યાં કૈકેયીની સ્વાર્થવૃત્તિ ? અને
ક્યાં કુમાર રામચંદ્રની અસીમ ઉદારતા ? ક્યાં મહાસતી સીતાનું પતિવ્રત? અને ક્યાં આર્ય લક્ષમણની મોટાભાઈ પ્રત્યેની જાગતી લાગણી?
આ બાજુ મહારાજા દશરથે પણ, રામલક્ષ્મણ સીતાદેવીના સ્નેહરજુથી ખેંચાઈને, ચારે મહાદેવીઓ અને દાસદાસીના પરિવાર સહિત; આંખે માંથી આંસુ વરસાવતા નગરની બહાર-ઉદ્યાનમાં, જ્યાં ત્રણે (બે પુત્ર અને એક પુત્રવધૂ) ઊભાં છે ત્યાં, આવી ગયા.