________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પ્રમાણે દેવી કૌશલ્યા તથા સુમિત્રા, સુપ્રભા અને કેકેયી ત્રણે અપરમાતાઓને પણ મળી, યથાયોગ્ય મધુરવાણીએ સમજાવી, તેમના આશીર્વાદ મેળવી, એક મહાપુરુષની ઢબથી હાથમાં ખડ્ઝ લઈ કુમાર રામચંદ્ર વનવાસ ચાલ્યા.
કુમાર રામચંદ્રના પ્રયાણને જોઈ, મહાસતી સીતાજી પણ લજજાવતી, દૂરથી સસરાજીને પ્રણામ કરીને, તુરત કૌશલ્યાદેવી પાસે ગયાં, પગમાં પડી સાસુજીને પ્રણામ કરી, પિતાના સ્વામીનાથે સાથે વનવાસ જવાની આજ્ઞા માગી. સીતાજીનાં વચન સાંભળીને પણ દેવી અપરાજિતા (કૌશલ્યા) ગળગળા થઈ ગયાં. તેને પિતાની ગોદમાં બેસાડી કહેવા લાગ્યાં.
પુત્રી ! રામ, પિતાના વરદાનના કરજને ચુકાવવા માટે, વનમાં જાય છે. સિંહના પુત્રને આ કાર્ય મુકેલ ગણાય નહીં. પરંતુ તે સુકેમળ બાળા છે, દેવી જેવી છે, સૂર્યનાં કિરણો પણ હજીસુધી તારા શરીરને અડી શકતા નથી. તાપ, ટાઢ, વરસાદ અને જમીન ઉપર પગે ચાલવું આ બધું તારા શરીરથી ખમાય નહીં. માટે હું તને વનવાસ જવાની આજ્ઞા કેમ આપી શકે? તું સાથે જવાથી, મારા પુત્ર રામન પણુ, પગબંધણું થશે, માટે તું ઘેર રહી જા.
સીતાજી બે હાથ જોડી નમ્રતાથી કહે છેઃ સાસુજી! આપ પૂજ્ય આત્માઓના આશીર્વાદે જ, મને ખૂબ સહાયક બનવાના છે, એવી મારી શ્રદ્ધા અને મારા સ્વામી સાથે જવા પ્રેરણું કરે છે. આવી નમ્ર પ્રાર્થના વડે કૌશલ્યા દેવીના આશીર્વાદ પામીને, બીજી ત્રણે સાસુઓને પ્રણામ કરીને, મહાસતી સીતાદેવી, પિતાના સ્વામીની છાયાની માફક અનુગામિની થયાં. સીતા દેવીની આવી પતિભક્તિની નગરવાસી નરનારીઓમાં, ઘણી જ. પ્રશંસા ગવાવા લાગી.
સીતાજી સતીઓમાં રેખા સમાન છે. વનના પહાડો જેવાં દુઃખોની દરકાર કર્યા વગર, મહાસતી સીતાજી પતિની સેવા કરવા સાથે જઈ રહ્યાં છે. સ્વર્ગો જેવા રાજ્યમહેલનાં સુખ કયાં? અને પશુઓને ભેગવવા યોગ્ય વનવાસનાં દુઃખો ક્યાં? સીતાદેવીને શીલને, અને પતિસ્નેહને હજારો વાર ધન્યવાદ.
રામ-સીતાનું વનવાસ–પ્રયાણ જોઈ, મોટા ભાઈ રામચંદ્ર પ્રત્યેના અસમાન રાગને વશ બનેલા કુમાર લક્ષ્મણને, કૈકયી માતા અને અનુજબંધુ ભરત ઉપર ઘણો જ ક્રોધ આવી ગ. વિચારવા લાગ્યા, પિતાજીએ સરળતાથી આપેલા વરદાનને દેવી કૈકેયી ઘણે દુરુપયોગ કરે છે. રાજ્યને હક મોટા ભાઈને જ છે. દરેકે દરેક રાજ્યભત, મોટા ભાઈને જ રાજ્ય આપવા ખુશી હોય. ખેર! પિતાજીનું દેવું અપાઈ ગયું. હવે ભરતને પરેક પ્રસ્થાન કરાવીને, રામચંદ્રને જ રાજ્યસન ઉપર બેસાડું.
આવા વિચારોની પછી તરત જ વિચાર બદલાયે. અરે હું આ શું વિચારું છું ? મારું આવું કૃત્ય પિતાજીને અને મોટાભાઈને કેટલું ગોઝારું લાગશે ? વળી મહાસત્વ મોટા ભાઈ, તૃણ સમાન ત્યાગેલું રાજ્ય કેમ લેશે ? નિર્લોભ, કુમારભરતને આ પ્રકરણમાં દોષ જ ક્યાં છે ? તે તો અત્યાર સુધી પણ રાજ્ય લેવા હા પાડતા જ નથી,