________________
૯૦
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ રામચંદ્રની પિતા પ્રત્યે નમ્ર પ્રાર્થના
પિતાજી! મારી જ્યાં સુધી અહીં હાજરી રહેશે. ત્યાં સુધી, મારા પ્રત્યેના ભક્તિરાગથી, કુમાર ભરત રાજ્યને સ્વીકાર કરશે નહીં. માટે આપની આજ્ઞા થાય તે હું વનવાસ જાઉં? પિતાની પાસે નમ્ર પ્રાર્થના થવાથી અને દશરથ રાજાએ આજ્ઞા આપવાથી ભવિતવ્યતા પણ એવી જ હોવાથી, ભરતકુમારને રડતો મુકીને, કુમાર રામચંદ્ર પિતાને પ્રણામ કરીને, તે જ ક્ષણે પોતાની કમસર બધી માતાઓને પ્રણામ કરવા અને રજા લેવા વિદાય લીધી.
રામના આવા સાહસ અને અતિ ઉદાર ભાવથી પ્રભાવિત થવા છતાં, ગુણાનુરાગી પિતા પણ રડી પડ્યા. મૂર્છા આવી ગઈ. વારંવાર સાવધાન અને મૂચ્છત થતા રહ્યા.
રામ કૌશલ્યાદેવીની પાસે જઈ પગમાં પડી, ઉપર બનેલે બધે વૃત્તાન્ત સંભળાવીને કહેવા લાગ્યા. મારા પ્રત્યેના રાગથી ભરતને પારકો ગણશે નહીં. રાજ્ય ભરત લેતા નથી પણ અમે આગ્રહથી આપ્યું છે. માટે મારી પેઠે જ ભરત પ્રત્યે વાત્સલ્ય રાખજે મારા મસ્તક ઉપર હાથ મૂકી આશીર્વાદ આપે જેથી મારા માર્ગો કલ્યાણકારી બને. હું થોડા વર્ષો માટે વનવાસને સ્વીકાર કરું છું.
વળી મારા પિતાજીએ, પિતાનું વચન પાળવા, મારા લઘુ બાંધવ ભરતને રાજ્ય આપવું જ જોઈએ. અને મારી હાજરી હોય તે, ભરતકુમાર રાજ્ય લે નહી. માટે જ મેં સ્વયં પિતાની પાસે, વનવાસ જવા માટે રજા આપવા પ્રાર્થના કરી છે. અને પિતાજીએ પણુ, આજુબાજુના વિચારે ધ્યાનમાં રાખીને, ઈચ્છા ન હોવા છતાં આજ્ઞા ફરમાવી છે.
કુમાર રામચંદ્રનું આવું, વજાના ઘાત જેવું, અશ્રાવ્ય ભાષણ સાંભળીને, દેવી અપરાજિતા (કૌશલ્યા) પિતાની બેઠક ઉપર ઢળી પડ્યાં, મૂર્છા આવી ગઈ. દાસીઓના શીતોપચારથી સાવધાન થઈ રડવા લાગ્યાં. પુત્ર ! વહાલા પુત્ર! રામ ! હું કેટલી વજ જેવી કઠોર છું. એક બાજુ સ્વામી દીક્ષા લેવા તૈયારી કરે છે. બીજી બાજુ પુત્ર, વનવાસ જવાની વાતો સંભળાવે છે. તે પણ કૌશલ્યના હૃદયને ભેદ થતા નથી. આવું બોલી પાછાં ઢળી પડ્યા. મૂર્છા આવી ગઈ
માતાની આવી વિઠ્ઠલ દશા જોઈ, કુમાર રામચંદ્ર માતાને કહેવા લાગ્યા : માતા ! તમે એક મોટા વીર ક્ષત્રિય રાજાનાં પુત્રી છે. મહારાજા દશરથ જેવા વીર પુરુષનાં પત્ની છો. અને વીરનર રામ જેવા દીકરાની જન્મદાત્રી માતા છે. તેવી વીરનારીને આવે પામર નારીઓના જેવો વર્તાવ કેમ શોભે? સિંહણને પુત્ર દેશાટન ખેડે, તે યશ તે, સિંહણ જેવી માતાને જ મળે છે.
દશરથ રાજાની પટ્ટરાણું અને રામની માતા તદ્દન કાયર હૃદયવાળાં છે. આવું વાક્ય રામ જેવા શૂરવીર પુત્રથી સાંભળી પણ કેમ શકાય? માતાજી! આપણા પૂર્વજોને જરા ધ્યાન આપીને વિચારે.