________________
દશરથ રાજાના પુત્રેની ઉદારતા
૮૯
દુઃખ આપનારા અત્યંતર શત્રુઓને હરાવીને, આત્માની ખેવાઈ ગયેલી શક્તિના માલિક થવું છે. આપ મહાપુરુષ છે. અન્તર્મુખ બનેલા છે. તે પછી મારું આપતિરમ્ય, પરિણામ દારૂણ, પાપ વધારનારું સુખ કેમ ઈચ્છે છે ?
મહારાજા દશરથને કુમાર ભરતને વાત્સલ્યપૂર્ણ ઉત્તર :
ભાઈ! મેં તારી માતાને એક વર આપેલ હતો. તેણી આજે તને રાજ્ય અપાવી, વરદાનની વસુલાત કરવા ઈચ્છે છે. જે કુટુંબમાં, કાયમને માટે સંપ છે, વાત્સલ્ય છે, ત્યાં આવા પ્રસંગે નિન્દનીય ગણાયા નથી. હવે તું રાજ્ય નહીં લે તે, તારી જન્મદાત્રી માતાને અનાદર થાય છે. અને મારા વચનને વિઘાત થવાથી કૈકેયીનું દેવું રહી જવાનું કલંક ઊભું રહે છે, હવે તો તારે મારી પ્રતિજ્ઞા, પોતાની માતા પ્રત્યેની ભક્તિ, અને તારા મોટા ભાઈ રામભદ્રની ઉદારતાને, આદર આપે તે જ ઉચિત છે.
ભાઈ ! જે તે હઠીલે બનીશ તો મારી ઉપર પ્રતિજ્ઞા ભ્રષ્ટતાનું કલંક ઇતિહાસમાં લખાઈ જશે. માટે દીકરા ! સમજી જા. સુપુત્રએ, પોતાના માતા-પિતા અને વડીલ બંધુની આજ્ઞા માન્ય રાખવી જ જોઈએ. તારી ઉદારતા કરતાં પણ વડીલોનાં વચનની કીમત ઘણું મેટી છે.
કુમાર રામચંદ્રનું લઘુ બાધવ ભરત પ્રત્યે શિક્ષાવચન :
ભાઈ! તું ખૂબ નિસ્પૃહ છે, વૈરાગી છે, પિતાની સેવાને અથી છે; તને જરા પણ ગર્વ નથી. રાજ્યને, લક્ષ્મીને કે બીજી કઈ વસ્તુઓને મેહ નથી, લેભ પણ નથી. તે પણ પિતાજીના વચનની ખાતર અને માતાજીના વાત્સલ્યની ખાતર રાજ્યને સ્વીકાર કર.
અહીં ભરતકુમાર, પિતાજી અને મોટાભાઈને પગે પડીને બોલવા લાગ્યા. પિતાજીને અને મોટાભાઈને ભલે આ કાર્ય વ્યાજબી જણાતું હોય, પરંતુ મારા વિનીત ભાવને, નિસ્પૃહભાવને અને વૈરાગ્યભાવને તિલાંજલિ આપવા સાથે મને લાલચુ અને માતૃ, મુખ બનાવી મૂકે છે. શું હું મહારાજા દશરથને વહાલે પુત્ર નથી ? આર્યબંધુ રામચંદ્રને વિનયશીલ ના ભાઈ નથી? શું મારા બધા જ વિચારેની એકપાક્ષિક અવગણના જ થઈ રહી છે, તે વ્યાજબી છે? મોટાભાઈને અધિકાર રદ કરીને, મને વગર હકદારને, પિતાના રાજ્યને માલિક બનાવીને, જગતના ઇતિહાસમાં કાળો ચિતર છે? બેશ મારી ભવિતવ્યતા આવી હશે ?'
કુમાર ભરતના વક્તવ્ય સાથે ચક્ષુઓમાંથી આંસુઓનો વરસાદ પણ ચાલુ જ હતો. આવું ભરતકુમારનું વાતાવરણ અને પિતાના વચનની પરસ્પર સ્પર્ધા, સર્જાતી જોઈને, કુમાર રામચંદ્ર પિતાને પ્રાર્થના કરી.
૧૨