________________
ww
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ “ રાજ્ય-રમા ને રાણીઓ, દાસ તો પરિવાર પુણ્ય વશે આવી મળ્યો, પાપ કરાવણ હાર ” ૧ “મહા પુણ્યોદય જીવને, નરભવ સુરભવ થાય છે --
પુણ્ય સઘળાં ખાઈને, વળી કુગતિએ જાય. ” ૨ પ્રશ્ન : સંસારના બધા જ લોકો સ્વાથી છે. કઈ પરમાર્થ છે જ નહીં એમ કેમ કહેવાય ?
ઉત્તર : કહેવાની જરૂર જ નથી, નજરે દેખાય છે. આપણા જેવા અનાજના કીડાઓ અથવા વિષયના કીડાઓ સમજીએ નહીં એ જુદી વાત છે. સમજવાની પડી હોય તે દીવા જેવું દેખાય છે. પ્રશ્નકાને કોઈ પૂછે કે, તમે પિતે તો સ્વાર્થી નથી જ ને? એમ માનીએ તે બરાબર છે ને? તો પછી આપને એટલું જ પૂછવાનું કે આપ લગભગ પાંચ વર્ષના થયા ત્યાં સુધી આપને માતાપિતા કેટલાં સારાં લાગતાં હતાં, ભલા? આજે તેઓ એ જ છે કે બીજાં છે?
પ્રશ્ન : આ૫ મહાનુભવને કોઈ પૂછે કે ભાઈશ્રી ! આપને માતા અને પિતા બહુ ગમે છે ? વધારે વહાલાં છે? કે બાળકો અને પત્ની વધારે ગમે છે? કઈ વાર તમારા માજીને, અને શ્રીમતીજીને, અણબનાવ થાય તે, જુદા કોને રાખે? માતા પિતાને? કે પત્ની-પરિવારને? આપને અનુભવ પોતે જ આપના સ્વાર્થીપણાને સિદ્ધ કરી બતાવશે.
પ્રશ્ન : આ તો આપણું જેવા કલિયુગમાં જન્મેલાની વાત છે. શું સત્યુગ ચોથા આરામાં પણ બધા સ્વાર્થી જ હશે?
ઉત્તર : ઉપરની કીતિધર રાજા અને સહદેવી રાણીની વાત સત્ યુગ ચેથા આરાની જે છે. એટલું જ નહીં, પરંતુ ઋષભદેવ સ્વામીના વંશજો અને રામચંદ્ર મહારાજના પૂર્વની વાત છે.
આ સિવાય પણ-ભરત અને બાહુબલ જેવા, પ્રભુજીના પુત્ર, તે જ ભવે મોક્ષગામી સ્વાર્થ માટે બાર વર્ષ ઝગડ્યા હતા. શ્રીષેણ રાજાના બે પુત્ર, તદ્દન સગા ભાઈ, છતાં એક જ કન્યા સારુ, ખૂબ ઝગડ્યા. તેમના આવા ઝગડાના જ કારણે માતાપિતાએ વિષપાન કરી મરણ સાધ્યું. તથાળી ચૂલનીરાણુઓ, ચકવત થનાર બ્રહ્મદત્તપુત્રને, મારી નાખવા લાક્ષાગૃહ બનાવ્યું હતું. પુણ્યોદય જાગતો હોવાથી બ્રહ્મદત્ત બચી ગયા હતા.
સૂરીકાન્તા રાણીએ પરદેશી રાજાને, અને નયનાવલી રાણીએ યશોધર રાજાને,ઝેર આપ્યું. હતું. સુકુમાલિકા રાણીએ, પતિને નદીમાં ધકકો મારી, પાડી નાખે. કણિકાદિ દશ ભાઈઓએ ભેગા મળીને, શ્રેણિક જેવા પૂજ્ય પિતાને કેદમાં પૂર્યા; મહા દુખ આપ્યું. આ બધાં સ્વાર્થપૂર્ણ ઉદાહરણો જાણવાં.