________________
<<
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ કુટુંબના કારણે વૈરાગીને માર્ગ બગડતો નથી. કીર્તિધર અને સુકેશલ (પિતા-પુત્ર) રાજપી, ગુરુનિશ્રાએ ગીતાર્થ થઈ માસમાસના ઉપવાસે પારણું કરતા કરતા, એકવાર ચિત્રકૂટ પર્વતની નજીકમાં, પારણા માટે વહરવા વસતિ તરફ પધારતા હતા.
આ પર્વતમાળાના અરણ્યમાં જ સહદેવીને આત્મા વાઘણે થયો હતો. અને સહદેવીએ રાણી દશામાં બંધાયેલા વૈરાનુબંધથી, એ મુનિ જેને જોયા. અને મહાભયંકર દ્વેષથી વિકરાળ બનેલી વાઘણુ, આગળ ચાલતા મુકેશલ મુનિરાજ ઉપર કૂદી પડી.
અને તપશ્ચર્યાથી અતિ દુર્બળ શરીરવાળા મહામુનિરાજને નીચે પાડી નાખ્યા, અને તીર્ણ દાંત વડે મુનિના શરીરની ચામડી તેડીને માંસ ખાવા લાગી. મહામુનિરાજ સમભાવે ઉપસર્ગ સહન કરતા, વાઘણ પ્રત્યે પણ મૈત્રીભાવના, ભાવતા અન્નકૃત કેવલી થઈમેક્ષે ગયા. અને ત્યાર પછી થોડા જ સમયમાં કીર્તિધરરાજષ પણ કેવલજ્ઞાન પામીને. મોક્ષગામી થયા.
મુકેશલ રાજાની દીક્ષા પછી તરત જ રાણી ચિત્રમાલાએ રાજકુમારને જન્મ આપે. હિરણ્યગર્ભ નામ રાખ્યું. તે મહા પ્રભાવશાળી થયે. રાજકુમારી મૃગાવતી સાથે લગ્ન થયાં. તેને પુત્ર નઘુષ રાજા થયે. તેને પણ સતી શિરોમણિ સિંહિકા નામની પટ્ટરાણી થઈ. તેને પુત્ર સેદ્દાસ રાજા થયા.
દાસની પરંપરામાં પચીસમા નંબરે અનરણ્યનામા મહાપ્રતાપી રાજા થયે. તેનું અપરનામ, અજયપાલ અને આજ પણ કહેવાયું છે. કિવદંતી એવી છે કે હાલમાં દીવ બંદરની પાસેના અજાહર ગામમાં, અજાહરા પાર્શ્વનાથ સ્વામીની પ્રતિમા છે તે, આ અજયપાલ રાજાએ ભરાવી છે. આ અનરણ્ય અથવા અજયપાલને મહારોગ થયો હતો. જ્ઞાનીના વચનથી, જિનેશ્વર પ્રભુની પ્રતિમા ભરાવી હતી. મહા પ્રભાવક ગીતાર્થોભાવાચાર્યના હાથે, અંજન શલાકા કરાવી હતી. પ્રભુના સ્નાત્ર જલથી રાજાને રેગ મટી ગયા હતા.
અનરણ્ય રાજાએ પિતાના પ્રથમ પુત્ર અનંતરથ સાથે દીક્ષા લીધી હતી. ત્યારે તેમની રાણે પૃથ્વી દેવીને બીજો પુત્ર દશરથ તદ્દન બાળક હતે. સૂર્ય બાળક હોય તો પણ તેનું તેજ ઢંકાતું નથી, તેમ કુમાર દશરથ પણ મહા તેજસ્વી હતો, અને પિતાના જ પુણ્ય દયથી, મહા પ્રભાવશાળી રાજા થયે, અને ચાર પત્નીઓ (રાણીઓ)એના સ્વામી તથા રામચંદ્રાદિ પ્રતાપશાળી અને પ્રભાવક પુત્રના પિતા પણ થયા.
દશરથ રાજાને, અંતઃપુરના કંચુકીની વૃદ્ધાવસ્થા જોઈને વૈરાગ્ય થયા હતા. અને તેથી પુત્ર રામચંદ્રને રાજગાદી ઉપર બેસાડી તુરત દીક્ષા લેવાની ભાવના અંતઃપુરમાં સૌ પ્રથમ રાણીઓ અને પુત્ર રામચંદ્રને બોલાવીને પિતાના વિચારો જણાવ્યા. આ વખતે કુમાર ભરત પણ હાજર હતા.
દશરથ રાજા : મારા વડીલેએ પ્રાયઃ વૃદ્ધાવસ્થા આવ્યા પહેલાં સંસારનો ત્યાગ કરીને આત્મકલ્યાણની એકાન્ત હિતકારિણી શ્રીવીતરાગદેએ આચરેલી અને