________________
८४
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ભેદવા સમર્થ થયા નહીં. ચિત્રમાલાના વિયેગ સૂચક વિલાપથી, આખી સભા ગગદિત બની ગઈ. ભલભલાની આંખે ભીંજાઈ ગઈ
પરંતુ પિતાની માતા સહદેવીના (સ્વપિતા કીતિધર રાજર્ષ પ્રત્યે) સંસારની સ્વાર્થપરાયણતામય આચરણથી પ્રકટેલા જ્ઞાનગર્ભિત વામય વૈરાગ્યવાળા, મુકેશલ રાજવીને જરા પણ અસર થઈ નહીં, પણ આ બધું મોહ રાજાનું નાટક છે એમ ચોક્કસ થયું.
પ્રશ્ન: રાણી ચિત્રમાલો અને આખી સભા તેમ જ સમગ્ર પ્રજાને રેતા મૂકીને દિક્ષા લેવી તેજું બરાબર છે ?
ઉત્તર : જ્યારે જ્યારે જગતના માનવંતા પુરુષે મરણ પામ્યા ત્યારે લાખો આત્માઓ પિકેક રોયા હતા. તે જ પ્રમાણે દીક્ષા લીધી ત્યારે પણ એવા મહાપુરુષોના વિરહ વખતે જગત યું હોય, તે બનવા યોગ્ય છે જ. "
પ્રશ્ન: મરણ તો અટકાવી શકાતું નથી, એમાં ઉપાય જ નથી.
ઉત્તરઃ તે જ પ્રમાણે સાચા વૈરાગ્યને પણ કોઈ અટકાવી શકતું નથી. અહીં ધન્નાકાકંદી, ધન્ના-શાલિભદ્ર, સુબાહુકુમાર, જંબુકમાર, મેઘકુમાર, વયરકુમાર, મિરાજા, પ્રસન્નચંદ્ર સનકુમાર ચક્રવતી આવા બધા મહાપુરુષની દીક્ષાઓ વખતે, કુટુંબીજ નહીં, પરંતુ દુનિયા રઈ હશે. જેની જગતને જરૂર હોય તેને જતા જોઈને, જગત પિતાના સ્વાર્થ માટે રડે છે. તેથી મુમુક્ષુ પિતાનું આત્મકલ્યાણ કેમ બગાડે ?
પરિવાર તથા પ્રજાને સુકેશલ રાજવીને છેલ્લે ઉત્તર : किं कस्यापिकृते किंचिद् भुवने वस्तु विद्यते ? । स्वयमेवोत्पद्यते काले, स्वयमेव विपद्यते ॥१॥ तदेवं सति कोमोहो, देहिनां यदिदं मम । गतेच तत्र कः खेदः यदिदं मे गतं मृतं ॥ २॥
અર્થ : પ્રાણીમાત્ર પદાર્થ સામે દૃષ્ટિ રાખીને વિચાર કરે તે, કઈ વસ્તુ ચાલી જાય કે નાશ પામે ત્યારે, શેડો પણ ખેદ થાય જ નહીં. જેમ કેઈ બાળક અમુક જગ્યાએ જન્મે છે, તથા કોઈ બાળા અમુક જગ્યાએ જન્મે છે. કેઈકેઈના માટે જન્મેલ નથી, છતાં છેડા વખત માટે, વૃક્ષના પક્ષીઓની જેમ, ટ્રેઈનના પેસેંજરની જેમ, ધર્મશાળાના મુસાફરોની જેમ, સંયોગ થાય છે. સૌ સૌને વખત પૂર્ણ થાય કે પિતપોતાના નિર્ણિત સ્થાન તરફ રવાના થાય છે, અને સૌ સૌની કરણ અનુસાર બીજે જન્મ મેળવે છે.
આવા સનાતન સત્યને વિચારમાં લવાય તે, આ મારું છે એવો મેહ કેમ થાય? અને જાય ત્યારે આ મારું જતું રહ્યું, મરણ પામ્યું, એ ખેદ પણ શા માટે ? જગતના સ્વભાવ મુજબ થયું છે. “જગની સઘળી વસ્તુઓ, પ્રકટે આપોઆપ
કાળબળે ક્ષય પામતી, તેમાં યે સંતાપ?' ૧