________________
જિનેશ્વરદેવની આજ્ઞા અને સાચી માણસાઈ. પણ ખરા, અને તેવી માતાઓને, ઉત્તમ પ્રકારના અભિલાષ થાય પણ ખરા. સિવાય મધ્યમ કાટની માતાઓને માટી, કેલસા, રાખ વગેરે તુચ્છ નિસ્સાર પદાર્થો ખાવાના વિચારે થાય છે, અને તેવી વસ્તુઓ ખાય છે. જેનાં બાળકે કુગતિગામી જન્મવાના હોય, તેવી માતાઓને શિકાર કરવાના, માંસ ખાવાના, અનાચાર સેવવાના વિચારે આવ્યા કરે છે. ' ' રાણી સહદેવીની કુક્ષિમાં કૌસ્તુભ રત્ન જે ગર્ભ હોવાથી, ગર્ભકાળ સુખમય પસાર થતો હતો. ગર્ભ ઉત્તમ હોવાથી ઉદરવૃદ્ધિ પણ ખાસ દેખાતી નહોતી. બધું સારું હોવા છતાં સહદેવીને જરા પણ હર્ષ = આનંદ હતું નહીં. તેણી સખીઓ = દાસીઓ સામે પણ કયારેય હસતી નહીં.” - દાસી–સ્વામિની! આપ ઉદાસ કેમ રહો છો? હર્ષની જગ્યાએ શેક શા માટે? આપણું આખું રાજમંડલ અને ખુદ મહારાજા પિતે આનંદમય છે, ત્યારે આપને શેક શા માટે ? ' ' રાણી સહદેવી-દાસી ! તારી વાત સાચી છે. મને હર્ષ જ હવે જોઈએ. પુત્રની પ્રાપ્તિના દિવસમાં આનંદ કેમ ન હોય? પરંતુ તું નથી જાણતી કે મહારાજા દીક્ષા લેવાના છે?
એક બાજુ પુત્રના જન્મને આનંદ ત્યારે બીજી બાજુ નાના પુત્રને મૂકીને સ્વામી દીક્ષા લેશે? નારી જીવનનાં બધાં જ સુખ ઝુંટવાઈ જશે?' આ જગતમાં સંસારમાં રચ્યાપચ્યા જીવોને પતિ-પત્નીને સંપમય સહગ તે જ સુખ છે. એ સુખ આ બાળકના જન્મની જ વાટ જુએ છે. બાળક જન્મની વધામણી સાંભળીને, રાજા દીક્ષાનું મુહૂર્ત કઢાવવાના છે. બોલ ? હવે મને આનંદ કેમ થાય ?
દાસી–સ્વામિની ! મને એક યુક્તિ સૂઝી આવી છે અને તે એ જ કે કુમાર જન્મ કે આપણે કુમારને ગુપ્ત ભેંયરામાં છુપાવી રાખવા. કેમ આ બરાબર નથી? દાસીઓની આ યુક્તિ રાણીને ગમી પણ ગઈ. કુમારને જન્મ પણ થયો અને ગુપ્ત ભોંયરામાં છુપાવી દીધે. મરેલ બાળક જન્મ્યાની વાત જાહેર કરી દીધી.
. છે પરંતુ સૂર્ય ઢાંક કેમ રહે? રાજાને ખબર પડી ગઈ કુમારને ગુપ્ત સ્થાનમાંથી મેળવી લીધું અને જાતમાત્ર તદ્દન નાના બાળકને રાજ્યાભિષેક કરીને કીર્તિધર રાજાએ શ્રી વિજયસેનસૂરિજૈનાચાર્ય પાસે દીક્ષા લીધી, અને રાણી સહદેવી કશી રુકાવટ કરી શકી નહીં. પરંતુ અત્યાર સુધીના પ્રાણપ્યારા = પ્રાણવલ્લભ પતિની પણ મહારધારિણી બની ગઈ
સઘળાં સગપણ જગતનાં, કેવળ સ્વાર્થનિદાન સ્વાર્થનાશ જે થાય તે, ક્ષણમાં શત્રુ સમાન.”
નાથ કહે સ્વામી કહે, વહાલા પણ કહેવાય પણ સ્વારથ જે નયત, મહારી લેખાય.”."