________________
૭૫
પિતાની વહાલી પત્ની અને બાળકને ભુલી જનારા રાજાએ પ્ર. ૧લું
રાજાને મારે કોઈ અપરાધ લક્ષમાં રહી ગયો હોવો જોઈએ. માટે જ તેઓએ આજ દિવસ સુધી મારી અથવા પોતાના ન્યાસ (પુત્રની)ની ખબર લીધી નથી.
પરંતુ હું સતી છું. મેં અપરાધ કર્યો નથી. મને મારા નાથ નજરે જોશે અને મારે ચોક્કસ આદરસત્કાર કરશે. વળી મારી પાસે તેના રાજ્યના સ્તંભ જે તેને પિતાને પુત્ર છે, તેને જોઈને પણ મારા સ્વામી મારે અને પુત્રને સત્કાર કરશે.
હવે બીજો કોઈ માગ રહ્યો ન હોવાથી, તાપસીએ રાજા તરફથી સંપૂર્ણ અનાદર સાંભળવા છતાં પણ, શકુંતલા સહિત તાપસેનું ટોળું, રાજદરબારમાં દાખલ થયું. શકુંતલા અને કુમાર ભરતને જોઈને રાજકીય મનુષ્ય અને નાગરિક લોકોનાં ચક્ષુઓમાં અમૃતનું વર્ષણ થઈ રહ્યું હતું. ઈન્દ્રાણી જેવી શકુંતલા, જયંત (ઈન્દ્રને પુત્ર) જેવા કુમારને જોઈને, ભલભલાઓનાં ચિત્ત આકર્ષાયાં હતાં. ફક્ત રાજા દુષ્યતને દુર્ભાવ (કાધ) દોડાદોડ કરી રહ્યો હતો.
રાજા (આવેશ પૂર્ણ) કોણ છે? કેમ આવ્યા છે?
તાપસ મહારાજઅમે મહર્ષિ કવના શિષ્ય છીએ. ઋષિની આજ્ઞાથી, આપની રાણી અને કુમારને આપને સાંપવા આવ્યા છીએ.
સજા : મેં તમને જણાવી દીધું છે જ છતાં ગળપડુ કેમ બને છે? હું જાણતો નથી. તમને ઓળખતા નથી. શા માટે મારા ન્યાયને દૂષિત બનાવો છે?
રાજાનાં આવાં આવેશપૂર્ણ વચને સાંભળી, તાપ મૌન થયા અને શકુંતલા મુખને ઢાંકીને, ન વારી શકાય તેમ પ્રશકે પ્રશકે રડવા લાગી. જે જોઈને, બાળક ભરત રડવા લાગ્યું. તાપસ અને તાપસીએની આંખે પણ ગળગળી થઈ ગઈ. એકદમ કારુણ્યરસનું વાતાવરણ બની ગયું. આખી સભા પણ સ્તબ્ધવત્ શૂન્ય જેવી દેખાવા લાગી.
આ બનાવની પ્રધાનમંડળ ઉપર મોટી છાપ પડી ગઈ. આવા સંતપુરુષે આવું અસત્ય કેમ બેલે? જેને સ્વયંવર મંડપ થાય ત્યારે હજાર રાજાઓ પરણવા આવે છે, ઝગડી મરે છે. લોહીની નદીઓ વહે છે. એવી દેવકુમારી જેવી બાળા રાજાની બનાવટી રાણી થવા કેમ આવે? જેને જોઈને ભલભલાઓનું શિર ઝુકી જાય તેવો દેવકુમાર કેઈને બનાવટી પુત્ર થવા કેમ આવે? “૩ાતિ ગુંજન ૩થાતિ” આવી દૈવી આકૃતિ-જગતને લભ્ય કેમ બની શકે? પુણ્યવાન કેઈકને જ મળી શકે.
મહાપુદયવાળા મનુષ્યને જ આવા મહેમાન–પરોણ પણ મળે છે. બધાને તો નહિ જ. તો પછી આવી પત્ની અને પુત્ર મળ્યાં હોય તેવા નરનું ભાગ્ય તો અસામાન્ય જ ગણાય રાજાઓ હંમેશ ભૂલકણા જ હોય છે. આપણા મહારાજા જરૂર ભૂલી ગયા હોવા જોઈએ ! બાળા-પુત્રને તપાસવા જરૂરી છે.
પ્રધાને (રાજા પ્રત્યે) મહારાજ ! આપની આજ્ઞા હોય તે અમે થોડી તપાસ કરીએ? રાજાએ પ્રધાનની વાત સાંભળી, અનિચ્છાએ પણ હા કહી. પ્રધાનેએ, શકુંતલા તથા કુમારને એક ઊંચા આસન ઉપર બેસાડી, ઘણા માનપૂર્વક તેમને કેટલાક પ્રશ્નો