________________
૭૮
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ શું જાણે? જેમ ગધેડું સાકરના સ્વાદને જાણતું નથી, જેમ ભુંડ ઘેબરના (કેવળ કાદવ અને વિષ્ણા જ ખાય છે) સ્વાદને જાણતા નથી, જેમ ઊંટ દ્રાક્ષાના સ્વાદને (લીંબડાખેજડા બાવળિયા ભાવે છે) જાણતો નથી, તેમ આપણે જેવા સંસારના જ સુખમાં ખુંચેલા પામર ત્યાગીઓના સુખને કેમ ઓળખી શકીએ ? કારણ કે :
મોતીક્ષ્ય નસ્થ થતુ પુર્ણ, તત્ત્વહિં રાવ-ફાવી !
कृतांगरागस्य हि शल्यभाजिनो, न तत्सुखं यद्गतशल्यके जने ॥ १॥
અર્થ સંસારના કીડા જેવા આપણે બધા જેને સુખ માનીએ છીએ, તે જ્ઞાનીઓની દષ્ટિએ સુખ જ નથી. આ સુખ મેહજન્ય સુખ છે, સુખાભાસ છે, કલ્પનાજાળ સુખ છે. વાસ્તવિક તેને સુખ કેમ કહેવાય ? એટલે જ મહાપુરુષે કહે છે કે, મેહના નાશ થયા પછી આત્માને જે સુખને સ્વાદ મળે છે, તે સુખ વાસુદેવ-ચકવતી કે ઈન્દ્રને પણ હોઈ શકે નહીં. જેમ કેઈની છાતીમાં લેહને ખીલ લાગેલ હોય, તેને ચંદનને લેપ સુખ કેમ આપી શકે ?
જેને -શેકવિગ-જરા-ભય ને મરણ આ છ શત્રુઓ પાછળ પડેલા છે, એવા સંસારમાં વસનાર જીવને સુખી કેમ કહેવાય ? જેની કલ્પના પણ ન હોય તેવા, ક્ષય, (ટી.બી.) કેન્સર, પક્ષઘાત વગેરે રોગો કયારે આવશે તેને નિર્ણય નથી. આપણી વહાલી વસ્તુ, (પુત્ર, પત્ની, લક્ષ્મી ને કયારે નાશ થઈ જશે? તેની ખબર નથી. ઘડપણ પણ અણગમતું હોવા છતાં ચોક્કસ આવવાનું છે. આજીવિકાને, અકસ્માતને, આબરુને, મરણને, ચોરને, અગ્નિને, સરકારને, નાલાયક પરિવારને, આવા બધા ભયે પણ છે. અને છેલ્લે મરણ આવવા માટે, વર્ષ, માસ, પક્ષ, તિથિ, વાર, ચોઘડીયું નક્કી થઈ ગયાં છે જ, એવા સંસારી જીવને સુખ કેવું ?
કસાઈને વાડે પુરાએલાં પશુઓને ખાણ અને ઘાસ અપાય છે, પરંતુ આ તો શત્રુના ઘરને સત્કાર છે.
ચેર લેકેના સુખની કથાઃ કેઈકે ચાર લોકો રાજાની તીજોરી ચોરીને નાસેલા એક નગરમાં ગયા છે. તેમને, પાસેના ધનના બળથી એક વેશ્યાએ ઉતારે આપે છે. તેના ઘેર ઘણી ખૂબસૂરત-છોકરીઓ છે. સુન્દર પકવાને થાય છે. કેરી વગેરે અત્યુત્તમ ફળે પણ ખાવા મળે છે. નાચ, ગાયન, વાજિંત્ર સાંભળવા મળે છે. સાક્ષાત સ્વર્ગના સુખ ભોગવાય છે. એટલામાં રાજાના ચાક્યાતાનું સન્ય આવ્યું. બધાને પકડીને લઈ ગયા. ફાંસીને લાકડે લટકીને મરી ગયા.
પ્રશ્ન: આપણને આવું કયાં થવાનું છે ? ઉત્તરઃ આપણે મરીને કયાં જવાના છીએ એની ખબર નથી. પ્રશ્ન: હા, પણ આપણે ખરાબ ગતિમાં તે જવાના નથી ને?
ઉત્તરઃ આપણે સારું પણ શું કર્યું છે? અથવા શું સારું કરીએ છીએ ? માટે મેક્ષમાં જઈશું ? અથવા સારી પાપ વગરની ગતિમાં જઈશું ? આવા બધા વિચારો