________________
૭૯
કીર્તિધરમુનિનો તિરસ્કાર : પ્ર. ૧ લું કરનાર, વિચારકને ચોક્કસ સમજાશે કે સંસારનાં સુખ ઈન્દ્રજાળના સુખ જેવાં, સ્વપ્નના સુખ જેવાં, મૃગતૃષ્ણાના સુખ જેવાં છે, અને ચોરીના પૈસે ખરીદેલા પકવાનના સ્વાદ જેવાં છે. કેઈ કવિ કહે છે કે
હરિણ દૂરથી દેખી, ઝાંઝવા કેરું પાણી, અમિત શ્રમિત થાઓ, દેડી છેટું પ્રમાણ પણ ન તરસ ભાંગે, પીડ પામે પછીથી, પ્રથમ કરી પરીક્ષા, તે પછી બાંધ પ્રીતિ . ૧૫
આ કવિતાને સાર એ છે કે, વસ્તુને જોઈને ઓળખવા ઉદ્યમ કર. સારા ખોટાના પરિણામને વિચાર કરી લે તે, પાછળ પસ્તાવું પડશે નહીં.
હવે સહદેવી રાણી અને કીર્તિધર રાજર્ષિની વાત શરૂ થાય છે. સહદેવીએ પિતાના નોકરો દ્વારા (આ સમગ્ર દેશ અને રાજ્યના માલિક અને પિતાના સ્વામી ) રાજ કઈ ધર્મ દ્વેષી પ્લેચ્છ-હાંકી કાઢે તેમ અપમાનપૂર્વક નગર બહાર કઢાવ્યા. મહામુનિરાજ જરા પણ આનાકાની કર્યા વિના જ નગર બહાર ચાલ્યા ગયા.
પ્રશ્નઃ નગરના અધિકારીઓ રાજાને (રાજષિને) કેમ ન ઓળખી શક્યા ?
ઉત્તર : સ્વાર્થ અને સ્વાર્થ ટકાવવા મળેલું=આવેલું પરવશપણું, ઓળખાણ હોય તે પણ ન વર્ણવી શકાય તેવાં બધાં જ ખરાબ કામ કરાવે છે. વાંચો નીચે– “સ્વારથ કારણ માનવી, હણે માય ને તાય, સ્વામી-પત્ની-પુત્રને, સ્વારથ કાજ ભૂલાય.'
સ્વારથ પરવશ જીવડે, ભાઈ-મિત્ર-ગુરુ-દેવ, જાણે દેખે તેય પણ, અ૯૫ કરે નહીં સેવ.” નબળું પણ વહાલું બને, જેમાં સ્વારથ હોય, ભાસે છે શત્રુ સમા, જેમાં સ્વારથ નય.”
રાણી સહદેવીની આવી અધર્મ અને અન્યાયથી ભરેલી જના, કુમાર સુકોશલની ધાવમાતાના જાણવામાં આવી ગઈ અને કશે બચાવ કરવાની, પિતાની શક્તિ ન હોવાથી અશકતોની નીતિને આચાર અમલમાં મુકાઈ ગયે. અર્થાત્ રાજર્ષિનું આવું હડહડતું અપમાન જઈ રવા લાગી અને આંખમાંથી આંસુઓને પ્રવાહ છૂટવા લાગ્યો.
આ બનાવ વર્તમાનકાળના સજવી, પરંતુ વયથી કુમાર, સુકેશલની આંખે જોવાઈ ગયે અને એકદમ માતાના પગમાં પડી, પૂછવા લાગ્યો. આપ મારાં પાલક માતા છે. આપને એવું શું દુઃખ પડ્યું છે કે આમ અસહાય અથવા નિરાધારની પેઠે રડો છો ?
ધાવને ઉત્તર : ભાઈ! મને કશો રોગ નથી થયો. મારું કેઈએ અપમાન પણ નથી કર્યું અને એવું કશું થાય તે પણ આવું દુઃખ તો થાય નહિ જ. પરંતુ મારા પિતા જેવા, અથવા સમગ્ર પ્રજાના પિતા સમાન, તારા પૂજ્ય પિતાજીએ રાજ્યરિદ્ધિ-સુખ-સૌભાગ્યને ત્યાગ કરી દીક્ષા લીધી છે, ગીતાર્થ થયા છે, મહા તપસ્વી છે. તેઓ આજે વિહાર કરતા અયોધ્યાનગરીના મનુષ્યને લાભ આપવા, અયોધ્યાનગરીમાં પધાર્યા હતા. પરંતુ તેમનો રત્નચિંતામણિની પ્રાપ્તિ જે લાભ લુંટાઈ ગયે, અને ઉપરથી અનેક આપત્તિઓના વરસાદ સમાન વિયોગ પ્રગટ થયા. હમણાં જ નજરે જોઈ રહી છું. વહાલા પુત્ર ! માટે જ હું રડી રહી છું. આટલું બોલતાં બોલતાં, કુમાર સુકોશલની ધાવમાતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યાં. આવું ધાવમાતાનું રુદન કુમારને પણ ખૂબ જ ગભરાવી નાખનારું થયું.