________________
૭૩
શકુંતલા અને ભરતકુમારનું અયોધ્યામાં આગમન : પ્રકરણ ૧લું
રાજાને વિચાર આવ્યા કે સગર્ભા દેવીને અશ્વ ઉપર લઈ જવાય તે, ગર્ભ માટે જોખમ ગણાય. માટે રાજધાનીમાં જઈને, રાણીને યોગ્ય પાલખી અને મ્યાન, તથા કેટલીક પરિચારિકા દાસીઓ, અને મહત્તરાઓને, તથા થોડા વિશ્વાસુ સુભટોને, બેચાર મંત્રીઓને મેકલી રાણુને બોલાવીશ. આમ કરવું તે, મારી માનવતી રાણી માટે સુગ્ય ગણાય.
આ વાત રાજાએ ઋષિને જણાવી. ઋષિની અને શકુંતલાની તથા વૃદ્ધ તાપસતાપસીઓની રજા લઈને રાજ રવાના થયે અને અ૫ દિવસે અયોધ્યા પહોંચી ગયે. આશ્રમમાં ગોઠવેલા વિચારે રાજધાનીમાં પહોંચ્યા પછી તદ્દન ભુલાઈ ગયા અને પછી તે દિવસે ગયા, માસ પણ ગયા, વર્ષો પણ જવા લાગ્યાં.
રાજા દુષ્યન્તના ગયા પછી તરત જ રાણી શકુંતલાએ સુતિથિ-વાર-નક્ષત્ર-યુગમાં ઘણા ઉચ્ચના ગ્રહો હોયે છતે એક મહાપ્રભાવશાળી પુત્રને જન્મ આપ્યું. કપાળ ભવ્ય તેજસ્વી હતું. શરીરના બધા અવયવ ઘણું રમ્ય હતા. બાળકને જોઈને વૃદ્ધ તાપસીઓ ઘણી આનંદ પામી અને બાળકના જન્મની વધામણી કુલપતિ કણ્વઋષિને આપી.
ગ્ય દિવસે બાળકનું “ભરત” એવું નામ રાખવામાં આવ્યું. બીજના ચંદ્રની પેઠે કુમાર તાપસના આશ્રમમાં મેટ થાય છે. તાપસ, સ્ત્રી, પુરુષે આવા દેવકુમાર જેવા બાળકના જન્મથી, તથા તેને વૃદ્ધિ પામતે જોઈને, આનંદ પામવા છતાં પણ, રાજા દુષ્યત તરફથી રાણી તથા કુમારને કોઈ લેવા આવતું નથી. કાંઈ સુખસમાચાર પણ નથી. તેથી બધા તાપસ તાપસીઓ અને કણ્વઋષિને ઘણું દુખ પણ આવી જતું હતું.
બાળક પાંચ વર્ષને થયે. તેનાં બળ-રૂપ–પરાક્રમ અજોડ હતાં. તે સિંહના બચ્ચાંએને કાને પકડીને ઘસડી લાવત જોઈ, આશ્રમનાં મૃગલાં, ગભરાઈ ભાગી જતાં હતાં. આવું બધું જોનારાં આશ્રમવાસીઓ ચમત્કાર પામતાં હતાં. હવે તો કંઈપણ ઉપાયથી શકુંતલા તથા બાલકુમારને તેના પિતા પાસે વેળાસર પહોંચાડવાં જોઈએ.
આ પ્રમાણે કણ્વઋષિએ કેટલાક વૃદ્ધ તાપસ સાથે વિચારની આપ લે કરીને સારા મુહૂર્ત પુત્ર સહિત પુત્રી શંકુતલાને અયોધ્યા તરફ પ્રયાણ કરાવ્યું. સાથે કેટલાક વૃદ્ધ અને અનુભવી તાપસ અને તાપસીઓને પણ માતાપુત્ર (શકુંતલા–ભરતકુમારનું)નું રક્ષણ-સાચવણુ કરવા ભેગાં મોકલ્યાં.
રસ્તામાં ફળાહાર અને પગે પ્રયાણ કરતાં, કેટલાક દિવસે, અયોધ્યા નગરીના પરિસરે પહોંચ્યા. બધા તાપ અને તાપસીઓ સહિત, રાણી અને કુમારને, નગરની બહાર ઉત્તમ વૃક્ષની છાયા નીચે રાખીને, વૃદ્ધ અને અનુભવી બે તોપ નગરમાં રાજાને વધામણી આપવા અને રાણી તથા કુમારનું સન્માન સત્કાર કરાવવા રાજાની પાસે ગયા.
જટાધારી અને ઝાડની છાલનાં વ પહેરનારા તાપ રાજસભામાં ગયા. અને રાજાએ (આય રાજવી હોવાથી) તાપને પ્રણામ કર્યા, સ્વાગત પૂછ્યું. સુખશાતા પૂછી.
રાજાને પ્રશ્ન મહારાજ આપ કેમ પધાર્યા છો ?
તાપને ઉત્તર અમે કઋષિના આશ્રમમાંથી આવ્યા છીએ અને અમે તેમના શિષ્યો છીએ.
૧૦