________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
રાજા કહે છે, મારે પુત્રા બાવીસ જ છે. મન્ત્રી કહે છે, સ્વામિન આપનો મારી પુત્રીનો પુત્ર ને ? રાજા કહે છે, તારી પુત્રીને હું કયારે પરણ્યા છું ? મંત્રીશ્વરે પુત્રી સાથેના, ખાનગી પ્રસ’ગાના વનની, પુત્રીની લખેલી પુસ્તિકા રાજાને સોંપી. વળી રાજાની આપેલી મહા કિંમતી વસ્તુ હાજર કરી. ત્યારે મહામુસીખતે રાજાએ પુત્ર અને પત્નીનો સ્વીકાર કર્યાં. સુરેન્દ્રદત્ત રાધાવેધ સાધ્યા. અને નિવૃત્તિ નામની કન્યાને પરણ્યા. અને રાજાએ પોતાનું રાજ્ય પણ તેને આપ્યું.
७२
પત્ની-પુત્રને ભૂલી જનારાનું ઉદાહરણ બીજુ રાજા દુષ્યંત અને શકુંતલા :
વ
અયેાધ્યા નામા મહાનગરીમાં મહાપ્રતાપી, દુષ્યંત નામા રાજા રાજ્ય કરતા હતા. તેને મોટાં રાજ્યકુલામાં જન્મેલી, કુલવતી, ગુણવતી, શીલવતી, રૂપવતી અનેક રાણીએ હતી. રાજા દુષ્યંત એકવાર ફરતા ફરતા પોતાના રાજ્યની અન્તત એક તાપસાના આશ્રમમાં ગયા. ત્યાં તાપીના સમુદાયમાં ( મેનકા નામની અપ્સરાથી જન્મેલી ) શકુંતલા નામની તાપસ બાળાને રાજાએ જોઈ. બાળા ઘણી જ સર્વાંગ સુંદર રૂપાળી હાવાથી રાજા દુષ્યંતનું મન આકર્ષાયું. પરણવાની ઇચ્છા થઈ. બાળા પણ રાજાને અનિમેષ નયને જોતી હતી. આ હકીકત આશ્રમના સ્વામી અને બાલકાના પાલક પિતા કણ્વનામા ઋષિને પણ જાણવા મળી. ઋષિ પોતે પણ માલાને સારુ સુયોગ્ય વરની શોધમાં જ હતા. સુવર્ણ ની મુદ્રિકાને કીમતી હીરા મળવાથી જ શોભે છે.
પ્રશ્ન : ઘણી સ્ત્રીએ હાવા છતાં, ધનવાના અને રાજાએ તૃપ્ત થતા નથી તેનું શું કારણ ?
ઉત્તર : અનંતાકાળની વાસનાએ આત્માને તૃપ્ત થવા દેતી નથી. જ્ઞાનીએ ફરમાવે છે કે,
धनेषु जीवितव्येषु स्त्रीषु चान्नेषु सर्वदा । अतृप्ताः प्राणिनः सर्वे, याता यास्यन्ति यान्ति च
અર્થ : આખા સંસાર ચક્રમાં, સમગ્ર જીવલેાકવાસી સ જીવાએ, અનંતાકાલથી, પાંચે ઇન્દ્રિયના સર્વ ભાગે! અનેકવાર ભાગવ્યા છતાં, વમન અને વિષ્ટાની માફક ભાગવી ભાગવીને છેડેલા હોવા છતાં. જીવમાત્રને, ધનમાં, જીવતરમાં, સ્ત્રીઓમાં અને ખારાકમાં, તૃપ્તિ થઈ નથી, થતી નથી, થવાની નથી.
પુણ્ય વધે એટલે સામગ્રી ખૂબ મળે, એટલે લાલસા પણ ખૂબ વધે. પછી પાપોના ગંજ ખડકાય છે. અને તેથી જીવ બિચારા પશુ અને નરકગતિની મુસાફરી કરવા ચાલ્યા જાય છે.
કણ્વ ઋષિએ, ખાળા શકુંતલાને, દુષ્યંત રાજા સાથે વરાવી: તાપસ–તાપસીએએ મળીને, વર-કન્યાનો હસ્તમેલાપ = લગ્નવિધિ = શાસ્ત્રના મત્રાચ્ચારોર્વક કરાવ્યા. દુષ્યંત રાજાએ કેટલાક દિવસા, કણ્વ ઋષિના આશ્રમમાં રહીને, શકુંતલાદેવી સાથે પાંચે ઇન્દ્રિયના સુખા અનુભવ્યાં. ભાવિભાવયેાગે શકુંતલાદેવી સગર્ભા થઈ. અને રાજાને સ્વનગરી જવાની ભાવના થઈ.