________________
૩૭
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
કે મુસલમાન રાજવીઓએ, મળી તેટલી રાણીઓ મેળવી છે. ભતૃહરિને ત્રણસો રાણીએ હતી. માનસિંહને પન્નસા રાણીઓ હતી. અકબરને, જહાંગીરને, શાહજહાંને, આલમગીરને, અલાઉદ્દીનને, આ બધાને કેટલી રાણીઓ હતી જાણેા છે ?
વર્તમાન નિઝામ સરકાર ને તેના બાપને કેટલી બેગમા હતી ખબર છે ? અરે ભાઈ ! રાજા અને પૈસાદારને એત્રણ-ચારપાંચ પત્નીએ પરણવી એ તા સામાન્ય બાબત બની ગણાય છે. અને એમાં સેંકડા રાણીએ અને રખાતાના માલકોની, તેવુ પંચાણુ ટકા રાણીએ તા, પોતાના સ્વામીનું મુખ પણ જોવા પામતી નથી. અરે કેટલાક રાજાએ તા પોતાની પરણેલી રાણીઓને ભૂલી ગયા છે. અને પાછળથી આ વાત સાચી માનવા જેટલી ( પુત્રવતી રાણીઓને ) તૈયારી બતાવવાના અખાડા કર્યાના દાખલાએ શાસ્ત્રો તથા ઇતિ હાસમાં ઘણા બન્યા છે. અહીં ઉત્તરાધ્યયનસૂત્ર વિષ્ણુત બાવીશ પુત્રા અને ઘણી રાણીવાળા રાજા ઈન્દ્રદત્ત તથા ઇતિહાસપ્રસિદ્ધ રાજા દુષ્યંતનાં ઉદાહરણા જાણવા યોગ્ય હેાવાથી લખાય છે. પેાતાની પરણેલી પત્નીને ભૂલી જનાર એક રાજા ઈન્દ્રદત્ત ઃ
આ ભરતક્ષેત્રમાં ઈન્દ્રપુર નામના નગરમાં ઈન્દ્રના જેવા પરાક્રમી ઈન્દ્રદત્ત નામા રાજા હતા. તેને ઘણી રાણીઓ હતી. બધી રાણીઓ પ્રત્યે તેના એક સરખા રાગ હતા. તે રાણીએ પૈકીની કેટલીક રાણીઓથી, રાજાને બાવીસ પુત્રા થયા હતા. રાજાએ પોતાના પુત્રાને ભણાવવા સારા સારા અધ્યાપકો રાખ્યા હતા. પરંતુ રાજકુમારા, કેવલ ક્રીડાઓમાં, રમતગમતમાં, અધ્યાપકેાને, બિલકુલ માનતા નહીં. અધ્યાપક ડપકા આપે. તાડનતન કરે તેા, પેાતાની માતાએને કહે. રાણીએ પુત્રાના પક્ષ લઈ અધ્યાપકાનું અપમાન કરે. આમ થવાથી બધા જ રાજકુમારી બરાબર ભણ્યા નહીં.
એક વાર રાજા, નગર બહાર ફરવા ગયા હતા. ત્યાં બગીચાઓથી ભરચક પોતાના મંત્રીનું રહેઠાણ હતું. રાજાએ બગીચા અને વૃક્ષાની મનેાહરતા જોતાં, એક રૂપ લાવણ્યવતી, બાળાને પણ જોઈ. તેણી તેજ મંત્રીશ્વરની પુત્રી હતી. રાજા, બાળાનું રૂપ જોઈ આકર્ષાયા. એટલામાં મત્રીશ્વર પણ રાજાનું આગમન જાણી દોડતા રાજાજીની પાસે આવ્યા; અને રાજાની ઇચ્છાને માન આપી, મનોરમા નામની આ પેાતાની પુત્રીને, રાજવી સાથે પરણાવી.
રાજાને ત્યાં જ રહેવાની ઇચ્છા જણાવાથી મંત્રીશ્વરે, સામગ્રીથી ભરેલ મહેલ રાજાને રહેવા આપ્યા. મત્રીપુત્રી સાથે કેટલાક દિવસા સુધી રાજા ત્યાં રહ્યો. પિતાની શિખવણીથી મંત્રીપુત્રી મનારમાએ, સ્વામી સાથેની, બધી વાતાની, નોંધ કરી લીધી હતી. રાજા પાસેથી કેટલીક નિશાની સૂચક અને ન ભુલાય તેવી ક્ષિસો પણ મેળવી લીધી. ભાવિભાવથી– રાજાના ઘેાડા સમાગમથી પણ ખાળા ગભવતી થઈ. રાજા પત્નીની અને સસરા એવાપ્રધાનની રજા લઈ નગરમાં રાજભવનમાં પહેોંચી ગયા.
મંત્રીપુત્રી રાણી મનોરમાને પુત્રના જન્મ થયો અને મહાત્સવપૂર્વક પ્રધાને સુરેન્દ્રદત્ત નામ આપ્યું. માતામહની દેખરેખ નીચે કુમાર માટેા થયા. વિદ્યાગ્રહણ કરવા યેાગ્ય થયા. ત્યારે પ્રધાનજીએ તે જ પડિતા પાસે સુરેન્દ્રન્દ્રત્તને ભણાવવા ગેાઠવણ કરી. કુમાર બુદ્ધિશાળી હતા. વિનયવાન હતા. માતામહની સંપૂર્ણ કાળજી હતી. તેથી રમત-ગમતના ત્યાગ કરીને–