________________
૬૭
.
. .
. -વામિન
!
રામચંદ્ર મહારાજના પૂર્વજો : પ્રકરણ ૧લું
આ બનાવ વિજય રાજાએ સાંભળ્યો. ખેદ ન થયે પરંતુ આનંદ પામ્યા. અને પિોતે પણ નાના પુત્ર પુરંદરને રાજ્ય આપી દીક્ષા લીધી. પુરંદર રાજાએ પણ ધર્મ અને
ન્યાયપૂર્ણ રાજ્ય ભોગવી, યુવાન વયમાં જ પિતાની પૃથ્વીદેવી રાણીના પુત્ર, કીર્તિધરને રાજ્ય આપી દીક્ષા લીધી.
કીર્તિધરની કથા : કીતિધર રાજા થયે. પરંતુ એના ચિત્તમાં પૂર્વજોના વૈરાગી વિચારે ગુંજારવ કર્યા જ કરતા હોવાથી, જ્યારે કઈ જૈનાચાર્ય નગરના ઉદ્યાનમાં પધારે ત્યારે તેને દીક્ષા લેવાની ઈચ્છા થઈ જતી હતી. પ્રધાને સમજાવતા હતા.
જ્યાં સુધી આપણે આ વિશાળ રાજ્યને સાચવી, સંભાળી, ટકાવી શકે તેવા, પુત્રને જન્મ ન થાય, તેઓ રાજ્ય સંભાળવા જેટલી વય ન પામે, ત્યાં સુધી આપ દીક્ષા કેમ લઈ શકો? આપના પૂર્વજોએ દીક્ષા જરૂર લીધી છે. પરંતુ રાજ્યને નિરાધાર મૂકીને નહીં.
દીક્ષા એ આત્માને અપૂર્વ અભ્યદય છે. મોક્ષના અથી જીવોને એ જ ગમે છે. પરંતુ રાજ્યને નિરાધાર મૂકવાથી, એગ્ય રાજાના અભાવે મચ્છગળાગળન્યાય પ્રવર્તે. માટે શેડો વખત ભી જાવ, અને પુત્ર થયા પછી દીક્ષા લેજે. કીતિધર રાજાની રાણી સહદેવી હતી. તેણી સતી હતી, ખૂબસુરત હતી. પરંતુ તેણે ઘણી વિલાસપ્રિય હતી. તેથી કીર્તિધર રાજાની દીક્ષાની વાતથી પણ, તેણીને ફૂગ થતી હતી, ગુસ્સો આવતે હતે.
કીર્તિધર રાજાએ પ્રધાનમંડળનું માન સાચવ્યું. પુત્ર થયા પછી દીક્ષા લેવા નિર્ધાર કર્યો. થોડા સમય પછી સહદેવી રાણીને ગર્ભ રહ્યો. અતિ ઉત્તમ દેહલાઓ આવ્યા અને સન્માનપૂર્વક પૂર્ણ થયા.
પ્રશ્ન : દેહલા એટલે શું?
ઉત્તર : ઘણી ગર્ભવતી સ્ત્રીઓને ગર્ભાધાન થયા પછી અતિ ઉત્તમ, મધ્યમ, અધમ વિચારે-મર થાય છે. તેને દેહલા કહેવાય છે.
જેમ માતા ત્રિશલાદેવીને હાથી ઉપર બેસું? છત્ર ધરાવું? ચામર વિંજાવું? આખા જગત ઉપર આજ્ઞા પ્રવર્તાવું, પ્રાણીમાત્રને અભયદાન અપાવું, સર્વ દુઃખી પ્રાણીઓના દુઃખને નાશ કરાવું. સમગ્ર જગતને ધર્મમય બનાવું, આવા ઉત્તમ વિચાર આવે છે.
- જિનેશ્વર દેવેની માતાએ કે, ચરમશરીરી આત્માઓની માતાઓને ઉપર બતાવ્યા છે તેવા દેહલા=વિચારે અભિલા થાય છે. તથા જૈનાચાર્યો જેવા મહાપ્રભાવકેની જન્મદાત્રી માતાઓને મધ્યમ કેટિના પણ ઉત્તમ મનેરો થાય છે. તથા જ્યારે કેણિકકુમાર ગર્ભમાં આવ્યા, ત્યારે ચેલણ મહાસતીને પતિના માંસ ભક્ષણને અને કંસકુમાર ગર્ભમાં આવ્યા ત્યારે ઉગ્રસેન રાજાની ધારિણી રાણીને પણ પતિના માંસ ભક્ષણના મનેરો થયા હતા. આ બધા અધમ દેહલા કહેવાય છે.
પ્રશ્ન : આ કાળની માતાઓને આવા દેહલા આવે ખરા?
ઉત્તર : આ કાળમાં પણ વખતે કઈ ઉત્તમ આત્માઓ આ ભરત ક્ષેત્રમાં જન્મ પામી, શ્રી વીતરાગ શાસનની આરાધના પામી, સંસારને ટૂંકે કરવા જન્મવાના હોય