________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ થયા છે, અને અનંતાનંત તીર્થકર દેવ થવાના છે. શ્રી જૈનશાસન અંગેની સાચી અડાબંધ અને દલીલથી પણ સમજાય તેવી, તમામ બાબતે અમે ત્રીજા દ્વારમાં સવિસ્તર જણાવવાના છીએ.
પ્રશ્ન: જૈન માન્યતા અનુસાર મહારાજા રામચંદ્રની પરંપરા બતાવી શકશો?
ઉત્તરઃ આ સંસાર અનતે વહી ગયો છે. અનંતા કાલચક્ર વડે એક પુદ્ગલ પરાવર્ત થાય છે. આવાં અનંતાં પુદ્ગલપરાવર્તે વહી ગયાં છે. એક કાલચક્રમાં, એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી બે પ્રકાર કાળમાને બતાવ્યાં છે. આ કાળમાન ભરતક્ષેત્ર ઐરાવતક્ષેત્ર બેમાં જ પ્રવર્તે છે.
અને ઉત્સર્પિણી-અવસર્પિણી બંનેના મળી ર૪ કોટાકોટિ સાગરોપમ જેટલા કાલમાં ૧૮ કટાકેટિ સાગરેપમ કાળમાં, ફક્ત યુગલક મનુષ્યો જ હોય છે. જ્યાં કલ્પવૃક્ષદ્વારાજ, સર્વને દેવ જેવાં, નિરોગ અને નિર્ભય સુખો હોવા છતાં, શ્રી વીતરાગ પ્રણીત ધર્મની સમજણ કે આરાધના હોય નહીં.
અઢાર કોટાકોટિ સાગરેપમ કાળ પૂર્ણ થયા પછી, વર્તમાન ચોવીસીના પહેલા જિનેશ્વર દેવ શ્રી ઋષભદેવસ્વામી (નાભિકુલકરની ભાર્યા મરુદેવા સ્વામીનીની કુક્ષિથી) નો જન્મ થયો હતે. અને તેમના પ્રથમ પુત્ર ભરત નામના ચક્રવર્તી થયા. તેમના પાટવીકુમાર સૂર્યયશા રાજા થયા. તેમની પરંપરામાં થયેલા રાજાઓ સૂર્યવંશી રાજા તરીકે ઓળખાયા છે.
તથા ભગવાન શ્રી ઋષભદેવસ્વામીના બીજા પુત્ર બાહુબલ મહારાજ થયા. તેમના પહેલા પુત્ર ચંદ્રયશા રાજા થયા. તેમના વંશજો ચંદ્રવંશી રાજાઓ કહેવાયા. પાંડવ ચંદ્રવંશી રાજાઓ હતા. સૂર્યયશા રાજાના વંશમાં જ અજિતનાથ સ્વામી થયા. સૂર્યવંશમાં જ આ પ્રમાણે અસંખ્યાતા રાજાઓ થયા. જેમાં ચોથા અભિનંદન સ્વામી, પાંચમા સુમતિનાથ સ્વામી, ચૌદમા અનંતનાથ સ્વામી, તીર્થકરે થયા હતા. તેજ સૂર્યવંશમાં સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર થયા હતા. જેમાં શ્રી શાન્તિનાથ સ્વામીની દેશના સાંભળી પ્રતિબંધ પામી, દીક્ષા લઈ, મેક્ષગામી થયા.
તેજ આ સૂર્યવંશમાં વળી અસંખ્યાતા રાજવી થઈ ગયે છતે, વસમા મુનિસુવ્રત સ્વામીના તીર્થકાળનાં લગભગ ત્રણ લાખ વર્ષો ગયા પછી, અયોધ્યા નગરીમાં વિજય નામના રાજવી થયા. તેમની હેમચૂલા પટ્ટરાણીની કુક્ષિથી બે પુત્રો થયા. પહેલા વજબાહ અને બીજા પુરંદરકુમાર હતા. વાજબાહુ હસ્તિનાપુરના રાજા ઈભવાહનની પુત્રી મને રમાને પરણીને આવતા હતા. રસ્તામાં વસંત પર્વત નજીકમાં આવ્યા. વીતરાગના મુનિરાજને જોયા. વૈરાગી તે હતા જ.
મુનિરાજના દર્શન કરવા જાન ઊભી રાખી. મુનિરાજનાં વચને સાંભળી વૈરાગ્ય પ્રગટ થયું અને તુરત પરણેલી પત્ની મને રમા તથા ઉદયસુંદર સહિત ૨૫ સાળાઓ વગેરે સાથે દીક્ષા લીધી. નિરતિચાર આરાધી મેક્ષે ગયા.