________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ૩ હિરણ્યકશિપુને નાશ કરવા વિષ્ણુ ભગવાને નરસિંહને અવતાર લીધો. ૪ ઘણા દાનવને નાશ કરવા , ભુંડ = વરાહ અવતાર લીધો. ૫ બલરાજાને નાશ કરવા (પાતાળમાં ચાં) ભગવાને વામનને અવતાર લીધે. ૬ સહસ્ત્રાર્જુનને નાશ કરવા ભગવાન પરશુરામને અવતાર લીધે. ૭ રાવણ રાજાને નાશ કરવા ભગવાન રામાવતાર ધારણ કર્યો. ૮ જરાસંઘ રાજાને , , કૃષ્ણાવતાર ધારણ કર્યો. ૯ સ્વેચ્છકુલમાં બુદ્ધને અવતાર. ૧૦ કલકીને અવતાર. પિતા બ્રાહ્મણ. માતા ચાંડાલણી. કલ્કી જન્મીને સર્વને એકાકાર બનાવી, ઘણા અાચાર ફેલાવશે.
અહીં વાંચનારને ઘણા ઘણા વિચારે ઉત્પન્ન થાય એવું છે. આ સમગ્ર વિષયને અમે બીજા પ્રકરણમાં વિસ્તારથી ચર્ચવાના છીએ. એટલે પ્રત્યેક મુદ્દાઓને જતા કરીને, માત્ર આ સ્થાને કાળને વિચાર કરીને ઉપરની શંકાનું સમાધાન કરીશું.
વાચક ઉપરના દશ અવતારમાં રામાવતાર સાતમે જોઈ શકે છે. અને આની પહેલાં પરશુરામ વિગેરે છ અવતાર પણ વિષ્ણુ ભગવાને લીધાનું વર્ણન આવે છે. બુદ્ધ ભગવાન સુધીના નવ અવતાર થઈ ગયા છે. અને દશમે કલ્કીનો અવતાર બાકી છે. આ બધા અવતારે જોતાં સંસારને પ્રારંભ અને સમાપ્તિ કાળ તદ્દન નાને જ લાગે છે.
તથા મહારાજા રામચંદ્રની, બ્રહ્માથી પરંપરા ગણતાં આઠ જ નામ આવે છે. એટલે રામચંદ્રથી બ્રહ્મા સુધી આઠ નામે પહોંચતાં, સંસારનું આદિ બીજ બ્રહ્માનું નામ આવે છે. તે પછી તેની પહેલાં જ અવતારે ચાલુ સૃષ્ટિના કયા ભાગમાં, ગણી શકાય? વળી બ્રહ્માને પૂર્વ જેમાં પહેલા લીધા છે. તેની પહેલાં મહારાજા રામચંદ્રના પૂર્વજો કોઈ હોય જ નહીં તે બ્રહ્માને અવતાર કોના ઘેર થય? પિતા કોણ? માતા કોણ? આ શંકા ઊભી થયા વિના કેમ રહે? એટલે પરસ્પર અસંબદ્ધ પૌરાણિક મહાશયેની માનેલી મહારાજા રામચંદ્રની પરંપરા બરાબર લાગતી નથી.
પ્રશ્ન : તે પછી જૈન પરંપરા કેવી રીતે છે તે બતાવશો?
ઉત્તરઃ જૈનશાસનમાં સર્વથા જગતને નાશ માનવામાં આવ્યું નથી. જૈનશાસનમાં જગતને કઈ કર્તા માનવામાં આવ્યા જ નથી.
પ્રશ્ન : જો જગતને ઈશ્વરે બનાવ્યું જ નથી તે એમને એમ કેવી રીતે બની શકે?
ઉત્તરઃ આ જગકર્તુત્વવિષયક વિસ્તાર, અમે આગળ દેવ ગુરુ-ધર્મના સ્વરૂપ વર્ણનમાં બરાબર લખવાના હોવાથી, અહીં વિસ્તાર કરતા નથી. પરંતુ સમજવાનું એટલું જ કે જગત હતું જ નહીં તે પછી ઈશ્વર પિતે ક્યાં રહેતા હતા? ઈશ્વરને જગત બનાવવાનું શું કારણ? કૃત્યકૃત્ય બનેલા ઈશ્વરને આ જગત બનાવવાની ઉપાધમાં પડવાનું પ્રયોજન શું?