________________
દશરથ રાજાને વૈરાગ્ય : પ્રકરણ ૧ સ્નાત્ર જલ મહારાણુઓના હાથમાં મૂક્યું. ચારે રાણુઓના મહેલે તદ્દન લગોલગ હતા. સ્નાત્ર જલ આવ્યું અને મસ્તકે ચડાવ્યું, તેના હર્ષાતિરેકના જયજયકાર શબ્દોના અવાજે થયા.
અપરાજિતા (કૌશલ્યાદેવી) પોતાની ત્રણ બહેનના ઘેર સ્નાત્ર જલ આવ્યું, અને પિતાને ઘેર ન આવ્યાથી, પિતાને સ્વામીના અપમાનની કલ્પના આવી અને તે કારણે તત્કાલ–આત્મઘાત કરવાનું દુર્ગાન શરૂ થયું, અને ગળે ફાંસો ખાવાની તૈયારી પણ થઈ ગઈ.
તેટલામાં મહારાજા દશરથ, મહાદેવી કૌશલ્યાના મહેલે આવ્યા. દેવીની આવી આત્મઘાતની તૈયારી જોઈ રાજાને આશ્ચર્ય થયું. દેવીને કારણ પૂછ્યું. સ્નાત્ર જલ ન આવવાથી પિતાને મળેલા અપમાનના કારણે થયેલા દુર્ગાનને ખુલાસો કર્યો.
તેટલામાં ઘર કંચુકી, સેનાનું મોટું ભાજન હાથમાં લઈને આવ્યું. મહાદેવીને સ્નાત્ર જળની ભેટ ધરીને, હાથ જોડી ઉભો રહ્યો. મહારાજા દશરથે, મોડા આવવાનું કારણ પૂછ્યું.
દશરાજાને પ્રશ્ન : બધી દાસીઓ પહેલાં, તને સ્નાત્ર જલ ભરેલું ભાજન આપીને રવાના કર્યો હતો. છતાં પાછળ કેમ રહ્યો? આટલું મોડું કેમ થયું?
કંચુકીને ઉત્તર ઃ મહારાજા માફ કરજે. હું હવે ખૂબ વૃદ્ધ થયે છું. હવે ત્વરાથી ચાલી શકતો નથી. કોઈ કામ જલદી થઈ શકતું નથી. માટે આવી ઢીલાશ થઈ છે.
મહારાજા દશરથે, તેને જીવે ત્યાં સુધી ગ્રાસ બાંધી આપ્યો, અને હવે કામ ઉપર આવવાની મનાઈ ફરમાવી. પરંતુ પિતાને બોધપાઠ લેવાની તક મળી. અહ ધિક્કાર છે આ સંસારને! બિચારા ગરીબ, કેવળ આજીવિકા માટે, મરવાની છેલ્લી ઘડી સુધી, નોકરી મજૂરી કરે છે અને નિર્દય એવા અમારા જેવા રાજા મહારાજાઓ અને લક્ષ્મીધરે આવા વૃદ્ધા પાસે પણ કામ કરાવે છે. કહ્યું છે કે—કેશવ કવિ–
ચાકરી કેવી આકરી છે તે જાણી શકે શું શેઠ? દુઃખ દબાણુ સમજે છે ત્યારે, હય દબાણ હેઠ, આવે જબ હેઠળ જ્યારે, સાચું સમજાય છે ત્યારે.... ૧ “દુઃખીઆ નરનું દુઃખ કોને છે, કઈ સુણે નહીં વાત, એક સાંધે ત્યાં તેર તૂટે છે, દોડી મરે દિન રાત,
ધનિકને થાય ન પીડા, કરે કલ્લોલમાં ક્રીડા.” ૨ તથા વળી “દુખિયાનું દુઃખ દુઃખિયા જાણે, સુખિયા કાને બહેરા, કઈક આવી દુઃખ પુકારે, વિકરાળ બનાવે ચહેરા.” ૧
વળી દશરથ રાજા વિચાર કરે છે, અહો! આ સંસારની વિચિત્રતા કેવી છે? બાળક જન્મે છે, અને રમતગમતમાં સમય બરબાદ કરે છે. પછી યુવાન થાય છે. તેને પ્રથમ ધન