________________
૩૦
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
મરતાં છ તરફડે, અતિવેદના થાય,
ચીસે પાડે બાપડા, જોતા ત્રાસજ થાય. ૧૩ બચવા બહુ બહુ કરગરે, કરેઘણું પકાર,.
છતાં પાપિયા જીવને, દયા ન થાય લગાર. ૧૪ મારી નાખું ચિન્તવે, નરભવ પુણ્ય ખવાય,
કર ઘરતાં હથિયારને, ત્રણ ભવ પુણ્ય ખવાય. ૧૫ એક મનુષ્યના ખૂનથી, ફાંસી દે સરકાર,
લાઇવ વિનાશતાં, નહીં છોડે કિરતાર, ૧૬ માંસ તણા વિક્રય કરે, આમિસ (માંસ) પોતે ખાય,
માંસાહાર વખાણતા, ત્રણે. નરકમાં જાય. ૧૭ પિપાંબાઈના રાજ્યમાં, છૂટી ગયાં સહુ લેક,
પણ ઈશ્વર (કર્મ) દરબારમાં અલ્પ ન થાશે ફેક ૧૮ પિપા બાઈ નામની રાજાની પુત્રી હતી. તેને બાપનું રાજ્ય મળ્યું હતું તેની મૂર્ખાઈથી દલિલ બાજે ફાવી જતા હતા.
ઉપરના છ દુહાઓ લખ્યા છે. તેમાં જીની દયાનું સ્વરૂપ બતાવ્યું છે. અને પછીના બાર દુહાઓમાં, હિંસાની દુષ્ટતા સમજાવી છે. આપણને મરણ, રોગ, દુઃખ, આપત્તિ ગમતાં નથી, તેમ જગતના ઝીણું કે મોટા જીવોને પણ મરવું પસંદ નથી જ. આપણને દુઃખ વગરનું સુખ જોઈતું હોય તે, બીજા જીવ માત્રને, ગાય, ભેંસ, બળદ, પાડા, બકરા, બકરી, ઘેટી, ઘેટા, શકર, કૂકડાં, મરઘાં, માછલાં, કાચબા, ઇંડાં, કેઈને મારશે નહીં, નાશ કરશો નહીં, ખાશે નહીં. તમને ક્ષણ વાર જીભને સ્વાદ પડશે, પરંતુ તે તે બિચારા જીવોની જિંદગી નાશ પામશે. તેને છેદતા-કપાતાં ઘણી ઘણી વેદનાઓ થશે.
પ્રશ્ન : હાલતા-ચાલતા-બોલતા-દેડતા–ત્રાસ પામતા જીવોને, મારી નાંખતાં જીવ કેમ ચાલતો હશે? તેના પિોકારે-ટળવળાટ,–તરફડાટ જોવા છતાં આવા જીવોની ગરદન ઉપર છૂરી કેમ ચાલતી હશે ?
ઉત્તર : ભાઈ, આપણે અહીં અજ્ઞાન નામના દશમા કાઠિયા (પ્રમાદ)નું વર્ણન ચાલુ છે. અજ્ઞાન એવી ભયંકર વસ્તુ છે કે, તેને બીજાનું દુઃખ જોવા જેટલી કુરસદ હોતી નથી.
પ્રશ્ન : જીવ તો નિત્ય છે. અનંતકાળથી સંસારમાં છે. શું તેને અત્યાર સુધી કઈ સાચા ગુરુ મળ્યા નહીં હોય? પિતે પણ કઈ ભામાં બીજાના હાથે મરવાના કડવા અનુભવ નહી જોયા હોય ?
ઉત્તર : અજ્ઞાનતાની અધમતા એવી છે કે, એને ચાલુ જન્મના અનુભવો પણ યાદ રહેતા નથી. ચાલુ ભવના ઉપકારે પણ ભુલાઈ જાય છે. સ્વાર્થ પરવશ બનેલા છે,