________________
ધર્મના દ્વેષની કસોટીમાં પસાર થયેલી સુભદ્રા મહાસતીની કથા અવારનવાર, ત્યાંથી ચાલીને જિનાલય-ઉપાશ્રય જતી આવતી, સુભદ્રા. શાળાનું વય–રૂપ લાવણ્ય આદિ જોયું અને તેને પરણવાની ભાવના જાગી. . . . . . . કંચન ને વળી કામિની, મેહરાય હથિયાર લાગ્યાં સઘળા વિશ્વને, છોડી જિન અણગાર. નારી રૂપ નિહાળીને, ચિત્ત-ચક્ષુ હે સ્થિર, વિકાર ના સ્વાન્તમાં, તે સાચા થરવીર: જેના મનમંદિર વિશે, કામચોર નહીં વાસ, નર-નારી ગણ સર્વને, દેવવંદ પણ દાસ
પરંતુ આજુબાજુના મિત્રેથી જાણવા મળ્યું કે, આ બાળા જેનની પુત્રી છે. પિતાના ધમ
ધર્મમાં ખૂબ આગળ વધેલી છે. તેથી તેના માતાપિતા અજૈનને પરણાવવા ઈચ્છતા નથી. આ પ્રમાણે મિત્રો અને નાગરિકે પાસેથી, સાચી ખબર મળવાથી બુદ્ધદાસ બૌદ્ધધમી હોવા છતાં પણ, બાળાને પરણવાની લાલસાથી, કપટી જૈન બનીને, શ્રાવકના ઉપાશ્રયે જવા લાગ્યો. અને જેન મુનિઓ પાસેથી, જૈનતત્વો અને જૈનધર્મની ક્રિયાઓ સમજી લીધી.
અને પછી તે દરરોજ કન્યા મેળવવાના ધ્યેયથી, વ્યાખ્યાન-સામાયિક-જિનપૂજા વગેરે આરાધના પણ કરવા લાગ્યું. સંસારના રસિયા છો, મેક્ષ આપનારી અમૃત જેવી આરાધનાઓને પણ કેવળ સંસાર વધારવા સારુ જ કરે છે. ચક્રવતીઓ, વાસુદેવ વગેરે અઠ્ઠમાદિ મેટા તપ પણ, રાજ્ય વધારવા માટે જ કરે છે. ભવાભિનંદી જીવોના, દાનાદિ બધા ધર્મ સંસાર વધારવા માટે હોય છે.. “જીવે આ સંસારમાં, ઘણે આચર્યો ઘર્મ, કંચન-કામિની કારણે, મળ્યું નહી શિવશર્મ. 2
બુદ્ધદાસની કપટક્રિયા જિનદાસ શેઠ જાણી શક્યા નહીં. પરંતુ હંમેશનું ધર્મ સ્થાનમાં, આગમન અને ધર્મક્રિયાઓનું આચરણ, સાથે સાત ક્ષેત્રમાં ધનને વ્યય જોઈને તથા વારંવાર જિનાલય અને ઉપાશ્રયમાં, બુદ્ધદાસનો સમાગમ થવાથી, પુત્રી આપવા જિનદાસ શેઠનું મન લલચાયું. બધી માયા કરતા ધર્મની માયા ભલભલાને ફસાવે છે.
- સગાઈ કરી. અને તરતમાં સારા તિથિ-વાર-નક્ષત્ર-ચોગ-ચંદ્રને યોગ મેળવી, સુભદ્રાપુત્રીને, બુદ્ધદાસ (શ્રેષ્ઠિપુત્ર) સાથે પરણાવી. અને કેટલાંક વર્ષો બુદ્ધદાસ વસંતપુરમાં જ રહ્યો. સાસુ-સસરા અને બીજા પણ અનેકની ચાહના મેળવી. તોપણ પાછળથી બુદ્ધદાસ જન્મે બૌદ્ધ છે, એવી જિનદાસ શેઠને ખબર પડી ગઈ. પરંતુ જમાઈ ચુસ્ત જેન છે, માટે મારી પુત્રીને દુઃખ નહીં આપે, એમ વિચારી મન વાળ્યું.
કેટલાક દિવસો પછી, બુદ્ધદાસ ચંપાપુરી જવા માટે તૈયાર થયો. અને સસરાની રજા લેવા ગયે. ત્યારે જિનદાસ શેઠે કહ્યું, શેઠજી! તમારા માતાપિતા બૌધ્ધ છે. મારી પુત્રીને દુઃખ આપી ધર્મ છોડાવશે ! માટે મારે હવે શું કરવું? બુદ્ધદાસનો ઉત્તર : સસરાજી? આપ ચિન્તા કરશો નહીં. હું જૂદું મકાન લઈને તમારી પુત્રીને જૂદી રાખીશ. તેણીના ધર્મ આરાધનમાં, થોડી પણ અડચણ આવશે નહીં. સત્ય ધર્મને કોઈ પણ જગ્યાએ વિદન આવતું નથી. આ પ્રમાણે સાસુસસરાને વિશ્વાસ આપીને, બુદ્ધદાસ પત્નિ સુભદ્રાને લઈને, પોતાની નગરી ચંપાપુરી પહોંચી ગયે.
પ્રત્યેના રાગથી અને સસરાએ કરેલી ભલામણથી, બુધદાસે પહેલે જ દિવસે પોતાની પત્ની સુભદ્રાને, જૂદા મકાનમાં રહેવાની વ્યવસ્થા કરી આપી. અને સુભદ્રા