________________
પરમાર્થીને વિચાર્યા વિના ચાલનારૂં જગત
૫૩
થયા. ત્યાંના ન્યાયી રાજાએ. નવા આવનારા લેાકેામાં ઉદ્ઘાષણા કરી જણાવ્યુ કે, મારા દેશમાં નવા રહેવા આવેલા માણસેા પાસેથી, જમીન-વેપાર–કળા–મજુરી, કાઈપણ વસ્તુને પાંચ વર્ષ સુધી કર માફ કરવામાં આવે છે.
આમ થવાથી ત્રણ લાખ મનુષ્યેામાંના મોટા ભાગ ખેતી અને મજુરી કરનાર થયા. કેટલાક માણસા અન્ય અન્ય કળા-શિલ્પના કારીગરા થયા. ખેતી કરનારમાં પણ કેટલાંક જુવાર, બાજરી, કાંગ, ખરટી, ગવાર, સામે, ચાળા વગેરે તુચ્છ ધાન્યવાળી તત્કાળની આવકને મુખ્ય બનાવનારા થયા.
કેટલાક ખેતી પ્રધાન માણસે પણ આંખા, દાડમ, દ્રાક્ષ વગેરે, ફળેાત્પાદન કરનારા થયા. આ બધાએ પેાતપાતાના આપદાદ્દાની પરંપરા અનુસાર કમાણી કરનારા થયા. આ જગ્યાએ કાઈ પ્રશ્ન કરે કે, બધા ઝવેરી કેમ ન થયા ? બધા કૃષિકારાએ આંબા અને દ્રાક્ષ જ કેમ વાવી ?
આ જગ્યાએ ઉત્તર એ જ છે કે, બધાને પ્રાયઃ પાતપાતાની પરંપરા અનુસાર વ્યાપાર ગમે છે. તેથી જ બધાએ પેાતાની પરંપરાનેા ઉદ્યમ ચાલુ રાખ્યા. ઝવેરાત વગેરેના વ્યાપારી અને આંખા-દ્રાક્ષના ખેતીકારા અલ્પકાળમાં મેાટા ધનવાન થઇ ગયા.
જેમ રાજાની ઉદ્ઘાષણા અને ઉદારતા હેાવા છતાં, પેાતાની પરપરાને વળગી રહેનારા પામર મજુરીના ત્યાગ કરી ઝવેરી થયા નહીં. અને ધનવાન પણ ન જ થયા. તેમ જગતના ગતાનુગતિક જીવાને પણ, પાપ વગરના અને લવાભવ સુગતિ અને પ્રાન્ત મેાક્ષ આપનારા જૈન ધર્મ ગમતા નથી. માટે જ લોકો તેની ઉપર ઈર્ષા કરે છે. અને નિંદા, ઠેડી, ચાળા, મશ્કરી ઉડાવે છે.
સતી સુભદ્રાના સાસરિયા, અને લગભગ આખું ગામ, અને બધી નાત, બૌદ્ધધને માનનારી હેાવાથી, સુભદ્રા એકલી પડી ગઈ. તેાપણુ પાતાની આરાધનાએમાં જરા પણ છૂટછાટ આવી નથી. આ બધું જોઈ સુભદ્રાની નણંદ અને સાસુને ઇર્ષ્યા આવ્યા જ કરતી હતી. તેથી પ્રસંગે પ્રસંગે ખુદાસ પાસે, તેની નિંદાની પુષ્ટિમાં, તેના સતીત્વમાં પણ શકા બતાવતાં હતાં.
પરંતુ બુદ્ધદાસ તેમનું બિલકુલ સાંભળતા નહી, પરંતુ પત્નીને નિર્દોષ મચાવ કરતા હેાવાથી, સુભદ્રાસતીને કશું દુ:ખ કે મુશ્કેલી નડતી નથી. કાઈ કેાઈવાર સુભદ્રાદેવીના ઘેર, જૈનમહામુનિરાજો વહેારવા આવતા હતા. તે બધું સાસુ-નણ દાથી, જોઈ શકાતું નહીં. ખીલેલી વનરાજિને જોઇને, જવાસા બન્યા કરે છે, તેમ સુભદ્રાની ખીલેલી ધર્મ લાગણીઓ સાસુ-નણુ દોના દ્વેષનુ કારણ થતી હતી.
એકવાર કાઇ જિનકલ્પી મહામુનિરાજના ચક્ષુમાં મેટું તણખલું પડેલું, તેજ દશામાં સુભદ્રાસતીના ઘેર વહેારવા પધાર્યા. સુભદ્રાદેવીએ, મુનિરાજની આંખમાંથી, આંસુ નીકળતાં જોઈ, આંખમાં પડેલું તણખલું પણ જોયું. અને પેાતાની છઠ્ઠા બહાર કાઢીને, આંખનું તૃણુ લઈ લીધું. પરંતુ સુભદ્રાનું કપાળ, મુનિશ્રીના કપાળ સાથે અડકવાથી, સુભદ્રાના કપાળના ચાંદલામુનિના કપાળને અડી ગયા.
મુનિશ્રી વહોરીને બહાર નીકળ્યા, અને ચાલ્યા ગયા. પરંતુ મુનિશ્રીના આંખના તૃણને કાઢવાના બનાવ, સુભદ્રાની સાસુએ સાક્ષાત્ જોયા. અને સુભદ્રાના ચાંદલાના ડાઘ