________________
૫૪
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પણ મુનિના કપાળમાં જોયેા,તેથી તેજ વખતે યુદ્ધદાસને મેલાવીને, ચાંદલાના ડાઘ મતાન્યેા. અને અત્યાર સુધીનું સુભદ્રા પ્રત્યેનું અસતીત્વનુ` કલ`ક, સાખિત કરવાની તક મળી ગઈ.
યુદ્ધદાસ પણ આ વખતનું સાધુના કપાળમાં પડેલું ચાંદુ' જોઇ, પેાતાની પત્ની પ્રત્યે ચાક્કસ અસતીત્વની શકાવાળા બનીને, સુભદ્રા પ્રત્યે તદ્દન મ' આદરવાળા થયા. અને પછી તેા, સાસુ અને નણંદના પાબાર પડ્યા, એટલે આખા શહેરમાં સુભદ્રાની, જોરશેારથી કુશીલા તરીકેની જાહેરાત થઇ ગઇ.
પ્રશ્ન : જૈનમુનિરાજે. પાતાની આંખમાં પડેલું તણખલું પડયું એવું તુરત જ પેાતાના હાથે કેમ ન કાઢી નાંખ્યું ? કે જેના કારણે તેમને આંખ જેવી મહા કીમતી ઇન્દ્રિયમાં પીડા ભોગવવી પડી? અને ખીજી વાત એ કે, જૈનસાધુને નારી જાતિ અડકે તા પણ આલેાચના આવે છે તે પછી આ મુનિરાજે સુભદ્રાને છઠ્ઠાથી, તણખલું કાઢતાં કેમ ન અટકાવી? જો પોતે જાતે તણખલું કાઢી નાખ્યું હાત તેા, ત્રણ નુકસાનોનો ઉદ્ભવજ થાત નહીં, કેમ ખરું ને?
આંખમાં તણખલું રહ્યું ત્યાં સુધીની અસહ્ય પીડા, તથા જૈન સાધુને નહી` કરવા ચેાગ્ય નારીજાતિના સ્પ, તે કારણે લેવુ પડતું પાયશ્ચિત, અને ત્રીજું સુભદ્રાએ છઠ્ઠાના સ્પર્શીથી તણખલું કાઢવા જતાં, મુનિના કપાળને પાતાનું કપાળ અડી જવાથી, કપાળમાં ચાંદલાના ડાઘ પડવાથી, સતીસુભદ્રા ઉપર કલંક આવ્યું. તેથી જૈન મુનિ-જૈન સતી અને જૈનધમની નિન્દા થઇ. આમ કરવાથી શુ ફાયદા? નુકસાન તેા ચાક્કસ દેખાયાં છે જ ઉત્તર : આવા જૈનસાધુએ કેવલજ્ઞાનીઓના કાળમાં જ હેાય છે. કેવલજ્ઞાની ભગવતેા પાસે આવા કલ્પા ઉચ્ચરવામાં આવે છે. સામાન્ય રીતે જૈનશાસનમાં, એ પ્રકારના કલ્પની મુખ્યતા કહી છે. એક જિનકલ્પ, બીજો સ્થવિરકલ્પ. સ્થવિરકલ્પ ધારી માગ જેવા ગણાય છે. સ્થવિરકલ્પી મુનિરાજોમાં અધા વ્યવહારો ચાક્કસ હોય છે.
અને જિનકલ્પી સાધુ, કારણ વિના, ગેાચરી વાપરે નહી...–પ્રાયઃમૌન જ રહે, ચામાસા સિવાય એક જગ્યાએ, એક બે દિવસથી વધારે રહે નહીં, ઊભા જ કાઉસગ્ગ ધ્યાનમાં રહે, બેસે નહીં. પ્રાયઃનિદ્રા વગેરે બધા પ્રમાદ ચાલ્યા ગયા હાય. નવમા પૂર્વથી વધારે અને દેશમાં પૂમાં ઘેાડું આછું શ્રુતજ્ઞાન પામેલા હોય. ધૃતિ-સંઘયણુ મજબૂત હોય, ઉપસર્ગ –પરિષદ્ધોથી નિય હોય, શરીરની કશી પીડાને દૂર કરવા વિચાર પણ કરે નહીં. કોઈ એ બાણ માર્યુ હોય, તેપણ પોતે કાઢે નહીં, આંખમાં કાંકરા-તણખલું પડે તા કાઢે નહીં, કોઈ કાઢે તેા સારું. આવા વિચાર પણ કરે નહીં”.
સતી સુભદ્રાના ઘેર આવેલા મુનિ જિનકલ્પી હતા. માટે તેમણે પોતાની આંખમાં પડેલા તણખલાને કાઢ્યું નહી..
પ્રશ્ન : સુભદ્રા નારી હતી તેને અડકવાનો નિષેષ કેમ ન કર્યાં? શાસનની નિંદાને ખ્યાલ કેમ ન રખાયા ?
ઉત્તર : જિનકલ્પી મુનિઓના અતિશય એવા હોય છે કે, તેમના કારણે થયેલી નિંદાએ કે શાસનનેા ઉડ્ડાહ પણ, ઘેાડા વખતમાં સાસનની પ્રભાવના પ્રશસામાં ફેરવાઈ જવાના જ હેાવાથી, પ્રતિકાર કરવાની જરૂર જોતા નથી.