________________
શાસનદેવીઓના નિવાસસ્થાનોને વિચાર :
. અહીં અંબિકા આમ્રવૃક્ષની છાયામાં બેઠેલી હતી. પરંતુ તેણીનું ધ્યાન, પિતાના ગામ તરફ હતું. તેથી તેણીએ પોતાના પતિને આવતો જોયે. સારાની કલ્પના હતી જ નહીં. પછી સન્માન સત્કાર આદર મળવાની આશા કેમ થાય? એથી અંબિકાને પતિને ભય લાગે. મારઝૂડ થવાની કલ્પનાથી ગભરાઈ ગઈ. હવે વિચાર કરવાનો વખત હતો નહીં.
આ બાજુ નજીકમાં કૂ હતું. આવેશ ખરાબમાં ખરાબ વસ્તુ છે. તેથી શ્રીનેમનાથ સ્વામીનું મને શરણું-થો, મને શ્રીવીતરાગ શાસન પ્રત્યેનો રાગ મજબૂત થજો.' ઇત્યાદિ ભાવના ભાવતી, અંબિકા શ્રાવિકા કૂવામાં પડી. વળી આંબાની લુંગયુક્ત, પિતાના બે પુત્રોને પણ સાથે લઈને પડી. અંબિકા બ્રાહ્મણ ઉત્તમ ભાવનાએ, આત્મઘાત કરીને મરીને, શ્રીનેમનાથ સ્વામીની શાસનરક્ષિકા, દેવી થઈ
પ્રશ્ન : અંબિકાદેવી ચાર પૈકી કયા નિકાયમાં ઉત્પન્ન થયેલ છે?
ઉત્તરઃ સૌધર્મ દેવકથી ચાર જન નીચે. કેહંડ નામનું વિમાન છે. તે વિમાનમાં મહદ્ધિદેવી થઈ છે.
તથા સાગરસમાધાન પ્રશ્ન ૧૭૩, પૃ.૮૧ માં તીર્થંકરભગવાનના શાસનના યક્ષ-યક્ષિણી મુખ્યતાએ વ્યંતર નિકાયના બતાવ્યાં છે.
પ્રશ્ન : તે પછી–અંબિકાદેવી વૈમાનિક છે અને બીજી દેવીઓ વ્યંતર નિકાયની છે. એ બરાબર છે?
ઉત્તરઃ આ જગ્યાએ સેનપ્રશ્નનાં પ્રમાણે જણાવું છું. પદ્માવતી દેવી માટે પ્રશ્ન છેકે, પદ્માવતીદેવી પરિગ્રહીતા છે કે અપરિગ્રહીતા છે? ઉત્તર : પદ્માવતી ધરણેન્દ્રની અગ્રમહિષી દેવી છે. પરંતુ અપરિગ્રહીતા નથી. ઇતિસેન પ્રશ્ન : ૨૪૮, પૃ. ૬. તથા વળી.
પ્રશ્ન : ચોવીસ જિનની યક્ષિણીઓ કયા નિકાયની છે? ઉત્તરઃ સંગ્રહણીના અભિપ્રાય મુજબ વ્યંતરનિકની છે. ઈતિસેન પ્રશ્ન ૪૩૭ પૃ. ૧૭૪. પ્રશ્ન : છપ્પન દિકકુમારી કયા નિકાયની હોય છે ?
ઉત્તર : વ્યંતર નિકાયની જાણવી. જુઓ આવશ્યક ચૂર્ણને પાઠ િવાળમન્સર્દિ देवेहिं देवीहिं य सद्धिं संपरिबुडा ।
અર્થ : ઘણા વાણવ્યંતરદેવ અને દેવીઓ સાથે પરિવરેલી. આ પાઠથી દિકુમારિકાઓ વાણુવ્યંતર નિકાયની સમજાય છે. ઇતિસેનપ્રશ્ન ૪૩૭ પૃ. ૧૭૪, ઉપર પ્રમાણે.
પ્રશ્ન : સરસ્વતી દેવીને કેટલાક બાલબ્રઢચારિણી માને છે તેને ઉત્તર શું??
ઉત્તર ઃ ક્ષેત્રસમાસની ટીકા અને ભગવતી સૂત્રના આધારે સરસ્વતી. ગીતરતિ નામના વ્યન્તરેન્દ્રની. મુખ્ય પટ્ટરાણી છે. ઇતિસેનપ્રશ્ન ૨૩૬, પૃ. ૯૨.'