________________
ઘર્મના દ્વેષને સૂચવનારી મહાસતી મુગસુન્દરીની કથા
૪૩ આ બાજુ આ જ નગરમાં, યશેદત્ત નામના શેઠને શીલાદિ ગુણોની ખાણ, શીલવતી નામની પુત્રી હતી. તેણી શ્રીવીતરાગ શાસનમાં ઘણી જ શ્રદ્ધાવાળી હોવા સાથે ત્રિવિધત્રિવિધ બ્રહ્મચર્ય ધારિણું હોવાથી, કોઈ પુરુષને જોતી પણ નહીં. પરિચય પણ કરતી નહીં. તેણું હજી કુમારિકા હતી. સુયોગ્ય પતિ મળે તો જ પરણવું, અન્યથા નહીં. આ-મનમાં નિશ્ચય હતો.
એકદા જિનાલય જુહારીને આવતાં શીલવતીએ. રાજ પુરૂષને પડહ વગાડતા સાંભળ્યા. તેથી પડહ નિવારીને, પિતે રાજકુમાર પાસે ગઈ. અને વિશલ્યાકુમારીની પેઠે, શીલવતીએ પણ, માત્ર પિતાના હાથથી કુમારને સ્પર્શ કર્યો, તે જ ક્ષણે. રાજકુમારના શરીરમાંથી રેગ રવાના થઈ ગયા. અને પહેલા થકી પણ અધિક સુંદરતા અને સુરૂપતા પ્રકટ થઈ.
ગયા જન્મના સંસ્કારથી, રાજકુમાર દેવરાજ તથા વણિકપુત્રી શીલવતીનાં પરસ્પર લગ્ન થયાં અતિ સ્નેહાળું દંપતી જીવન શરૂ થયું. રાજાએ પણ દેવકુમારને રાજ્ય આપી સુગુરુ પાસે દીક્ષા લીધી. એકદા રાજા-રાણી (દેવરાજ-શીલવતી) નગરના ઉદ્યાનમાં પધારેલા પિટિલાચાર્ય ભગવાનને વંદના કરવા ગયાં.
દેશના સાંભળી, રાજાએ પૂછયું કે, હે ભગવન ? મને કઢનો રોગ કેમ થયો? અને શીલવતીના હસ્તસ્પર્શમાત્રથી તુરત મટી ગયો તેનું શું કારણ? અને અમારે પરસ્પર સ્નેહ કેમ થયા?
ગુરુમહારાજ પૂર્વભવ કહે છે, ગયા જન્મમાં, મૃગપુર નામનું એક શહેર હતું. ત્યાં વીતરાગ શાસનમાં, મજીઠના રાગ જેવા રાગવાળે, જિનદત્ત નામે શ્રેષ્ટી રહેતું હતું. તેને મૃગાવતી (મૃગસુંદરી) નામની પુત્રી હતી. માતાપિતાના સંસ્કાર પામીને, તેણમાં વ્રત પચ્ચખાણો કરવાં, સાચવવાં આરાધવા, વિગેરે ધર્મરાગથી સાત ધાતુઓ રંગાઈ હતી. એકવાર તેણીએ ગુરુમહારાજ પાસે ત્રણ પ્રકારના અભિગ્રહ લીધા હતા. , , , ' મૃગાવતી કુમારિકાના ત્રણ અભિગ્રહ :જિનેશ્વરદેવની અહર્નિશ પૂજા કરવી તથા શ્રીવીતરાગના મુનિરાજેને દાન પણ હંમેશ આપવું. આ બે વસ્તુ કર્યા પહેલાં જમવું નહીં. તથા બારે માસ, આખી જિંદગી, રાત્રિએજન કરવું નહીં. પુત્રીના આવા ત્રણ અભિગ્રહ સાંભળીને પિતાને ઘણે આનંદ થવા સાથે, ઘેડો ખેદ પણ થયે.
પ્રશ્ન : દીકરી ધર્મની આરાધના કરવા કોઈપણ પ્રકારની પ્રતિજ્ઞા લે, તેમાં રાજ થવાનું હોય કે ઉદાસ થવાનું હોય? .
ઉત્તર : કઈ પણ ધમ જીવ આરાધના પામે, તેમાં રાજી થવાનું જ હોય, પરંતુ અભિગ્રહ-બાધા-પ્રતિજ્ઞા લેવી સહેલ છે. પરંતુ મુદત પૂર્ણ થાય ત્યાંસુધી, દેષો લગાડયા સિવાય, સાચવી રાખવી એ ઘણું મુશ્કેલ છે. કારણ કે પામરે પ્રતિજ્ઞા લેતા જ નથી, સવિનાના છ લઈને મૂકી હૈં છે. તથા મહાપુરુષજ સિંહની પેઠે લઈને, સિંહની માફક આરાધે છે.
આતો પુત્રી છે. પરવશજીવન છે. વર કે મળશે? ઘર કેવું મળશે ? જર કેવું હશે કે નહીં હોય ?
વર-ઘર-જર સારા મળે, તન-મન-ને પરિવાર, તે પુત્રીના ઘર્મને, નાવે વિન લગાર.”