________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ - વિક્રમ સં. ઇકત્તેર હોય, અથવા બહોંત્તર-તહર હોય, તે સાલમાં વડોદરા શહેરમાં એક દિવસ, સવારની નિશાળ હોવાથી, ૧૮ કેલેજીયન વિદ્યાર્થીઓ, એક હોટેલમાં ચા પીવા સાથે ગયા. બધાને હોટેલવાળાએ એક સાથે ચાના કપ (પ્યાલા) હાથમાં આપ્યા, તેઓ જલ્દી પી ગયા. તુરત બેભાન અને મૂછવશ થયા. બધા જમીન ઉપર એક પછી એક ઢળી પડ્યા અને મરણ પામ્યા.
આ સાક્ષાત્ ઘટના જોઈ હોટેલને માલિક પણ ગભરાયે. તેણે પણ સરકારના ભયથી (સરકાર ખરાબ તે મારે એના કરતાં ચા પીને મરવું શું ખોટું? આવું કાંઈક વિચારીને) ચા પી લીધી અને તે પણ મરણ પામ્યા. પોલીસને ખબર પડી. ત્યાં આવી, તપાસ કરતાં, ચાના ભાજનમાં મોટો સર્પ ઉકળી ગયેલ. એવું માલૂમ પડયું.
પ્રશ્નઃ સર્પ. ચાના ઉકળતા વાસણમાં નજીક પણ આવી શકે નહીં તે પછી પડે કેવી રીતે?
ઉત્તરઃ હોટેલમાં રાત્રિના અગિયાર-આર–એક વાગ્યા સુધી લોકો ચા પીવા આવતા હોય છે. અને વેચતાં વધેલી ચા, થોડી ઘણી બચત પણ રહે છે. કેઈવાર ઘણી પણ વધી પડે છે. કલાક, બે કલાક, ત્રણ-ચાર કલાક, વિસામે લાગતાં ચાનું ભાજન અને ચૂલે પણ ઠરી જાય છે. આવા પ્રસંગે તરસ્યા કે ભૂખ્યા, ઊંદર કે સર્ષ ત્યાં આવે. ઢાંકણું ખેસવી પાણી પીએ છે, ખાદ્ય વસ્તુ ખાય છે, અને વખતે બીચારા અંદર પડી જતાં, ન નીકળી શકવાથી, બફાઈ–ગુંગળાઈ મરણ પામે છે.
પ્રશ્ન: ત્યારે અહીં રાત્રે રાંધેલું ખાનારને હિંસા અને આત્મઘાત બે પ્રકારના ભય ગણાય? -
ઉત્તરઃ માટે જ જ્ઞાની પુરૂષોએ રાત્રિભોજનની ચઉભંગી ગણાવી છે. રાત્રિમાં રાંધેલું 'રાત્રિમાં ખાવું. દિવસે રાંધેલું રાત્રિમાં ખાવું. રાત્રિમાં રાંધેલું દિવસે ખાવું. ત્રણે ભાંગાઓ રાત્રિભેજનના ત્યાગવા લાયક છે. ફકત દિવસે રાંધેલ જ દિવસે ખાવું, ચોથે ભંગ શુદ્ધ જાણ. .
વળી એક રાત્રિભોજનથી બનેલો બનાવ વિ. સં. ૨૦૧૧માં, રાજકેટ પાસેના ગુંદાસરા ગામની જોડે, વાવડી ગામમાં. રાત્રિના સમયમાં, દહિંના ભાજનમાં, નાને સર્પનકણે પડી ગયેલો, સવારમાં ઉઘાડા પડી રહેલા, તે ભાજનમાંથી દહીં અને જેટલા સીરારાવીને, સાત માણસો ખેતરે ગયા, ત્યાં ઝેર ફેલાતાં બધા જ મરણ પામ્યાં હતાં.
વળી એક ત્રીજી ઘટના. પ્રાયઃ ૨૦૧૮-૧૯માં બનેલી છે. બિહારના એક ગામડામાં જાન આવી હતી. દૂધપાકનું ભોજન હતું, સાઠ માણસ જેમ્યા હતા. સુડતાલી ઝેર ચડવાથી મરી ગયા હતા. આવા રાત્રિમાં રસોઈ કરવાના, અને રાત્રિમાં જમવાથી બનેલા આત્મઘાતી સુધીના હજારે, બન થયા હોય છે. સાંભળ્યા હોય છે. જોયા હોય છે. સમજીને રાત્રિભેજન ત્યાગ કરે તે ભાગ્યશાળી, સમજવા.
" વળી એક ધર્મષ અને ધર્મના ફલ-સૂચક ઘટના લખું છું.
ગિરિનાર પર્વતની નજીક, કેડિનાર નામના ગામમાં, વેદપુરાણાદિ શાસ્ત્રોમાં પ્રવીણ દેવભદ્ર નામને બ્રાહ્મણ રહેતા હતા. તેને દેવિલા નામની પત્નીથી, સોમભટ્ટ નામે પુત્ર હતો. તેને પણ જૈન ધર્મ પામેલા માતાપિતાની પુત્રી, અંબિકા નામની બાળા સાથે પરણાવ્યો