________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અર્થ : દીકરી માટે જમાઈ ધર્મ મળે, સાસરિયાં ધમી હોય, દ્રવ્યની નિર્વિધ્ર આવક હોય, શરીર પણ નીગ રહે, મનની મક્કમતા રહે, તેવી દીકરીના ધર્મને સ્કૂલના આવે નહીં.
પુત્રીના ત્રણ અભિગ્રહ જાણી પિતાએ પણ નિર્ણય કર્યો કે, પુત્રીને માટે વર, અસ્થિમજજામાં (સાતે ધાતુઓ ધર્મથી રંગાએલી હોય) ધર્મવાળો હોય, તેવો જ કરે. પુત્રી મૃગસુંદરીના અભિગ્રહો અને જિનદત્ત શેઠના વિચારો, દેશપ્રદેશમાં ફેલાઈ ગયા. મૃગવતીમાં ધર્મ હતો, સાથે સાથે શીલ વિગેરે બીજા ગુણો પણ પરસ્પર મિત્ર ભાવે ભેગા વસેલા હતા.
એકદા વસંતપુરથી, ઘણું કરિયાણું લઈને, દેવદત્ત નામના એક મહા ધનવાનને ઘનેશ્વર નામનો યુવાન પુત્ર, વેપાર કરવા, મૃગપુરમાં આવી, વખાર લઈ વેપાર કરવા રહ્યો હતો. તેણે જિનાલય-ઉપાશ્રય તરફ જતી આવતી, મૃગસુંદરીને અનેકવાર જેવાથી, તેણીની સાથે પરણવાના વિચાર થયા. તે વિચારે પિતાના મિત્રોને જણાવ્યા. અને સાથે સાથે મિત્રો પાસેથી, તેણીના ત્રણ અભિગ્રહો પણ જાણી લીધા.
મૃગવતી. અજેનને પરણે નહિ. અને જિનદત્તશેઠ પણ દીકરીને અજેન સાથે પરણાવે પણ નહીં. આવું બધું જાણીને, મૃગવતીને પરણવાની, તાલાવેલી લાગી હોવાથી, ધનેશ્વર બનાવટી શ્રાવક બનીને, જિનાલય જવા લાગ્યા. ઉપાશ્રયમાં જઈને વ્યાખ્યાન સાંભળવું, સાથે જૈનધર્મની ક્રિયા તથા નવતત્ત્વાદિને અભ્યાસ પણ શરૂ કર્યો. બુદ્ધિશાળી હોવાથી બરાબર જાણકાર થયે.
આ વાત જિનદત્ત શેઠના જાણવામાં આવી. ધનેશ્વર યુવાન અને ધનવાન હોવાની જાહેરાતતો હતી જ. અને વિશેષમાં આવી ધર્મની આરાધના જોઈને, ઘણા ખુશ થઈને જિનદત્તશેઠે પુત્રીનું સગપણ કર્યું. અને ઘણા મહોત્સવ પૂર્વક પાણિગ્રહણ પણ કરાવ્યું. ધનેશ્વર. કાગ અને શિયાળની પેઠે પોતાનું કાર્ય સાધીને, મૃગાવતીને લઈને, પિતાના નગરમાં આવી, કુટુંબને મળે. મૃગાવતીનાં શીલ-રૂપ-વિનય-વિવેકાદિ ગુણો જોઈ સાસરા પક્ષવાળા ઘણા જ ખુશી થયા.
- મૃગાવતી ઉપરની પતિ અને સાસરિયાઓની પ્રસન્નતા, વિજળીના પ્રકાશની માફક, થોડો વખત ટકયા પછી, અંધકારના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ. કારણકે ધનેશ્વરનાં માતાપિતા, ભાઈઓ, બહેને અને સગાં કે નાતીલાઓ. બધા જ અજૈન હોવાથી, જૈનધર્મનું નામ પણ સાંભળીને ગુસ્સે થતા હતા. તો પછી મૃગાવતીની ત્રણ પ્રતિજ્ઞાઓ, જિનપૂજા, મુનિદાન, રાત્રિભોજન ત્યાગ, આ ત્રણ વસ્તુઓને તેઓ કેમ જઈ શકે ?
સર્વજ્ઞ-વીતરાગને, યથાર્થ ભાષણકાર તીર્થકર જિનાજ, દેખે નહીં ગમાર.૧ “રાત્રી ભજન ત્યાગને જીવદયાની વાત, મિથાદષ્ટિ સાંભળે, પ્રકટે ઉકાપત.” ૨ “ત્રી-ભજન ત્યાગને, જિનપૂજા-મુનિદાન,સંવર-નિર્જશ-પુણ્યનાં, ચક્કસ એહનિદાન. ૩ મૃગાવતી બાલાતણું, આરાધન આ ત્રિક, સાસરપક્ષી સર્વમાં, પ્રણમ્યું ષ પ્રતીક.” ૪
બીજું બધું ભલે સારું હોય, પરંતુ ઘર્મભેદ જગતને ગાંડું બનાવી, ગુણોને દ્વેષનું કારણ બતાવે છે. તેથી મૃગાવતીની જિનપૂજા અને મુનિદાન, અતિ ઉત્તમ હોવા છતાં કુટુંબીઓ જોઈ શક્યા નહીં, અને છેવટે સાસુ-સસરાએ સંભળાવી દીધું. તું તારા પિતાને “ઘેર ચાલી જા.”