________________
ઘર્મષ સંસારને દાવાનળ જેવું બનાવે છે અને સુખ દુઃખમાં પલટાઈ જાય છે ૩૯
તું ભલે બાયડીને વશ થઈ ગયું હોય, પરંતુ અમારે તું એકજ છોકરો છે. અમે તને
સ ક્ષણવાર મુખ્ય રાખ્યું નથી. આપણા ઘરમાં કોઈ વસ્તુની કમીના નથી, લાખની મિલકત છે. તે પણ તારા ભગવટા માટે છે. વળી આપણું વડીલોની ઈજજત-આબરુ જેવી તેવી નથી. મોટા મોટા ધનવાનો અને દીવાને દીકરીઓ આપવા ઉંબરા ઘસી રહ્યા છે.
અમને ઘણા વખતથી, આ વહુની ઉદ્ધતાઈ જરા પણ ગમતી નથી. કયારનું થયા કરે છે કે, તને બીજી બે, ત્રણ, છેવટ એક કન્યા પણ આપણું ધર્મને અનુકૂળ પરણાવીએ. પણ તારી બુદ્ધિ સાવ બહેર મારી ગઈ છે. તું વહુને વશ થઈ ગયો છે. કોણ જાણે, તે શ્રાવકની છોકરીએ કાંઈ કામણ કરાવ્યું હશે? અમારાથી આવું તારી વહુનું વર્તન જોયું જતું નથી.'
આપણી ન્યાત-જાતમાં પણ, આપણી આબરૂના કાંકરા થયા છે. આ અમારા દીકરાની વહુ ક્યાંય ન્યાત-જાતમાં, વિવાહ-મરણમાં, ધર્મસ્થાનમાં, કથા પુરાણમાં, ક્યારે પણ કઈ સ્થાનમાં, આવતી નથી. આપણાં ધર્મસ્થાનમાં, અમે દીકરા અને વધુ (વહ) વગરનાં, ઝાડના ઠંઠાની પેઠે, એકલાં બેઠાં શરમાઈએ છીએ. લોકે પૂછે છે, જવાબ આપી શકાતો નથી. છતાં અમે દીકરાના સુખને ખાતર બધું જ ચલાવી લીધું. અને તે ઘણી છૂટ આપી માટે, તારું પણ અપમાન થયું. એ હવે અમારાથી કેમ ચલાવી શકાય? માટે હવે તું હા પાડે કે ના પાડે. અમે આજેજ તારે માટે બીજી કન્યા નક્કી કરી લીધી છે. બોલ શું જવાબ આપે છે?
બુદ્ધિધનને ઉત્તર: પૂજ્યવડીલોને મારે શું ઉત્તર આપો. તે વિચારું છું. આપ માને છે તે. આપની પુત્રવધૂને મને કઈ પણ દેષ જણાયે નથી. વિનય, વિવેક, લજજા, શીલ, સંસકારનાં, તમે પોતે પણ ઘણીવાર વખાણ કર્યા છે. આપણે પોતાની દીકરીમાં પણ, આવા ગુણ નથી. આવું તમે ઘણીવાર હર્ષાતિરેકથી બોલ્યાં છો. આપણું કુટુંબના પ્રત્યેક વડીલેને, વિવેક, સેવા, નમ્રતામાં, તેણીએ ઓછાશ આવવા દીધી નથી. પછી તેણીની ભૂલ ન હોવા છતાં, વડીલેએ ઈર્ષ્યા કરવી. તે સુખને કાઢીને દુઃખને નોતરવા સમાન છે.
માતા-પિતા કહે છે, વિનય, વિવેક, લજજાદિ ગુણ હોવા છતાં, તેણીને આપણા ધર્મ પ્રત્યેને અનાદર, અને પોતાના ધર્મનો પક્ષપાત, અમને જરા પણ ગમતો નથી. સ્ત્રી જાતિની ફરજ છે કે, પોતાના પતિને ધર્મ, તેજ પિતાને ધર્મ હવે જોઈએ. દીકરી જ્યાં જાય ત્યાં બાપને ધર્મ છોડીને, પતિનો ધર્મ સ્વીકારવું જોઈએ, તે નારી સાચી પતિવ્રતા ગણાય છે.
બુદ્ધિધન: આ૫ (મારા ઉપકારી માતા-પિતા)નો અવિનય ન થાય, અને આપણું કુટુંબનો સંપ ઘવાય નહીં, તે પણ આપણા સર્વને મહાન અભ્યદય ગણાય. માણસમાત્ર
નાં પુણ્ય લઈને જમે છે. બધી જગ્યાએ પુણ્ય સાથે લઈને જાય છે. આપણું દીકરી સાસરામાં સુખી હોય, એવું સૌ ઈચ્છે છે. આપણે તેણીનું સુખ સાંભળી ખુશી થવાનું હોય છે. તેમ બીજા ગૃહસ્થો પણ પોતાની પુત્રી માટે, ઘરને અને વરને જોઈને. દીકરી આપે છે. કોઈના વિશ્વાસને નાશ કરવો તે શું જેવું તેવું પાપ છે? નિજપુત્રી સુખ સાંભળી, આપણને સુખ થાય, પરણી બેટી પારકી, દુઃખ શાથી દેવાય?
મારાં માતાપિતા પાસે હું બાળક, પિતાની પત્નીનાં વખાણ કેમ કરી શકું ? તો પણ