________________
૩૮
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ જરૂર ગયા જન્મની આરાધના હશે કે જેથી, આ બુદ્ધિધન જે મહાભાગ્યશાળી પતિ મળે છે.
ના પ્રશ્નઃ જેનશાસ્ત્રોમાં તે અનંતી પા૫ રાશિઓ ઉદય આવે તોજ સ્વીપણું ઉદય આવે છે. તો પછી જિનમતીની ગયા જન્મની આરાધના હશે એવું કેમ કહેવાય ? ઉત્તર : સ્ત્રીપણું એટલે પરવશ દશા-પરવશપણું, તે પાપને ઉદય છે. કહ્યું છે કે,
બેટી ને વળી ગાય. દેરે ત્યાં જાય. કશું નવ ચાલે.” નારી હરે હોય, પતિ મળે પત્થર સમો, રેઈ મરે દિન રાત, જન્મ અને નારક સામે
પરંતુ સુલસા-રેવતી-દેવકી-રોહિણીદમયંતી-મયણાસુંદરી, જેવા ભ વખાણવા ગ્ય પણ મનાય છે ને ? આવી મહાસતીઓ દેશને, સમાજને, ધર્મને, અને પોતાના આત્માને નિર્મલ બનાવી ગયા છે.
સતી જિનમતી અને બુધ્ધિધન શેઠની નિદ્રામય રાત્રી પસાર થઈ ગઈ. પતિપત્નીના ચિત્તમાં પ્રસન્નતા સિવાય કાંઈ હતું જ નહીં. પરંતુ કેટલાય વખતથી, બુદ્ધિધનનાં માતાપિતાને, ધર્મદ્રેષ હેરાન કર્યા કરતો હતો. જિનમતીની જૈનશ્રાવિકાને છાજે તેવી રાત-દિવસની રહેણીકરણી, અને બુદ્ધિધનની તેમાં અનુમતી, અને ઉપરથી સહકાર, અજેન માતાપિતાને કેમ ગમે ?
ઘણા વખતથી શોધતા હતા, તે છીદ્ર માતાપિતાને જડી ગયું. બુદ્ધિધન રાતના મોડો ઓવેલો, તે માતાપિતાને ખબર હતી. જમ્યા વિના જ બહાર ફરવા ગયેલે, તે પણ તેમને ખ્યાલમાં જ હતું. ઘેર આવી પત્ની પાસે ગરમ રસોઈ બનાવવા, કરેલી માગણી પણ તેમણે બરાબર ધ્યાનમાં રાખી હતી. અને જિનમતીએ ક્ષુધા મટાડવા કરેલું સમાધાન તેમજ જમ્યા વિના બુદ્ધિધન સૂઈ ગયાનું પણ, માતાપિતાએ લક્ષ્યમાં રાખી લીધું હતું.
મુનિ સુવ્રતસ્વામિના ગયા જન્મના મિત્રને અનેક ભવો પશુગતિમાં રખડવું પડયું હતું. મહાસતી અંજનાદેવીને બાવીસ વર્ષ પતિ વિયેગ થયો ઉપરથી કુલટાનું આળ આવ્યું હતું મહાસતી સીતાજીને રાવણના ઘરમાં વસ્યાના કારણે ગર્ભવતી દશામાં વનવાસ મન્ય, મહાસતી રતિસુન્દરીને વેશ્યાને પેટ અવતાર–મહાસતી વિજયસુન્દરીને ભિલ્લ સાથે લગ્ન અને અંધત્વ-શ્રીપાળકુમારને કઢને મહા રેગ-આ બધાં કારણોમાં ધર્મષને માટે ફાળો હતો.
દિવસ ઊગતાંજ બુદ્ધિધન અને જિનમતી હંમેશના નિયમાનુસાર માતાપિતાને (પત્નીને સાસુ સસરા) પગે લાગવા ગયાં. આ બંને તે ક્રોધથી ધમધમેલાં હતાં જ. તુરત પિતાએ બુદ્ધિધનને હાથ પકડો. ઊભરે', બોલ? રાત્રે કેમ ન જન્મે ? શું આપણા ઘરમાં અનાજ ખૂટી ગયું છે? લેટ નોતો? ઘી નો'તું? સાકર નો'તી? શાક નો'તું ? બળતણ ને'તું ?