________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આપના આગ્રહને વશ બની, મારે નાઈલાજ કહેવું પડે છે કે, આવી પત્ની, અથવા આવી પુત્રવધૂ, કોઈ પુણ્યવાન મનુષ્યના ઘેર જ હોય છે. માટે કૃપા કરી, ધર્મદ્રેષના બહાને, બિચારી બાળાના સંસારને, અને આપણું સુખી જીવનને, દુઃખવાળા બનાવવાના વિચારોને તિલાંજલિ આપે.
બુદ્ધિધનના પત્નીના પક્ષપાતવાળા વલણને સાંભળી, માતાપિતાના ફોધે મર્યાદા વટાવી અને પુત્રવધૂ પ્રત્યે દ્વેષ, પુત્ર ઉપર ઊતર્યો. પિતા ગુસ્સાના આવેશમાં બોલ્યા, છોકરા ! તારી કઈ પણ દલીલ અમારે સાંભળવી નથી, આ બીજા ધર્મને પાળનારી, પુત્રવધૂ સર્વગુણ સંપન્ન હોય તોપણ, અમારા ઘરમાં જોઈએ નહીં. હજાર વાતની એક વાત :
આ છોકરીને તેના પિયર મોકલી દેવાની શરતે, આજને આજ, બીજી કન્યા પરણવાની કબૂલાત હેય તે, અમારા ઘરમાં અમારા પુત્ર તરીકે, તું રહી શકે છે. આ અમારી વાત કબૂલ ન હોય તે, અત્યારે જ પહેરેલા લગડે તમે બને જણું નીકળી જાઓ.
બુદ્ધિધનને નમ્રતાપૂર્ણ ઉત્તર : પિતાજી! મારે આપની બધી આજ્ઞા માન્ય રાખવી જોઈએ. પરંતુ ઘણાં વર્ષો પહેલાં એક મહામુનિરાજ પાસે મેં પ્રતિજ્ઞા લીધી છે કે, હવે મારે આખી જિંદગી, બીજી પત્ની પરણવી નહીં. તેથી આપના આવા આગ્રહને હું સ્વીકાર કરી શકતા નથી. માટે મારી આ પ્રતિજ્ઞા ભાંગે એવો આપ આગ્રહ કરે છેડી દેશે? ( પિતા આપણા ધર્મમાં આવી પ્રતિજ્ઞા લેવાય નહીં. વધારે પડતી દલીલે અને ઉત્તરપ્રત્યુત્તર એટલે હવે વખત નથી. પિતામાતાની આજ્ઞા માન્ય રાખવી. અથવા તારે કદાગ્રહ (હઠાગ્રહ) પકડી રાખવે. બેમાં તારું ભવિષ્ય વિચારી ઠીક લાગે છે, જવાબ હમણાંજ આપી દે.
બુદ્ધિઘન-પિતાજી, સંતપુરુષેએ પ્રાણના ભેગે પિતાની પ્રતિજ્ઞા સાચવી છે. તો હું તમારા જેવા ઉત્તમ માતાપિતાને સંતાન, પ્રતિજ્ઞા ભંગ કેમ કરી શકું? માટે આપની બીજા નંબરની આજ્ઞાને સ્વીકાર કરી, અત્યારે જ ઘરમાંથી રવાના થાઉં છું. પત્ની જિનમતી અત્યારસુધી પાસેજ મૌન ઊભી હતી, તે કહેવા લાગી : - જિનમતી = સ્વામીનાથ! એક મારા જેવી હઠીલી પત્નીને માટે, આપ આવું સ્વર્ગ જેવું, લક્ષ્મીના નિવાસસ્થાન સમાન, ઘરબાર શું કામ છેડે છે? માતાપિતાની આજ્ઞા શિરોવંદ્ય, કરીને બીજી પત્ની સુખેથી પરણે. હું આપની અને આવનારી મારી લઘુભગિનીની, સેવા બજાવવા સાથે, મારાં પરમ પૂજ્ય સાસુ–સસરાની, સેવા-પગચંપી કરીશ. આપના સમગ્ર કુટુંબની દાસી થઈને રહીશ, અને મારે વધારાને વખત ધર્મધ્યાનમાં વિતાવીશ. આપ માતા-પિતાની આજ્ઞા માન્ય રાખો. મારા રાગની ખાતર, આપના ભવિષ્યના સુખદુઃખનું માપ વિચારો. મને શ્રીવીતરાગ અરિહંતદેવના શાસનની આરાધના મળેલી હોવાથી, જરાપણ દુઃખને કે વિયોગને, અથવા સંસારના કારમા ભેગેને ભય કે અસંતોષ નથી.
બુદ્ધિધન = વહાલી પત્ની! મને તમારાજ કેવળ ત્યાગની ચિંતા નથી. પરંતુ મને મારી પ્રતિજ્ઞાને સંપૂર્ણ ખ્યાલ છે. પત્ની અને પ્રતિજ્ઞા બેમાં એકને પણ હું પ્રાણના નાશ સુધી છડી