________________
૩૪.
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અને પર સ્ત્રી ત્યાગ-ચતુર્થ અણુવ્રત પચ્ચખાણ આપવા પ્રાર્થના કરવા સાથે, હજારો સભાસદોને હર્ષ તરબોળ બનાવે તેવી, પ્રતિજ્ઞાની પ્રાર્થના કરી.
આજથી જીવું ત્યાં સુધી, મારી પત્ની જિનમતી સિવાય, મારે બીજી પત્ની પરણવી નહીં. એવું પણ પચ્ચખાણ ઉચ્ચરાઇ.”
સભામાંથી સાસરા અને સાળાઓ વગેરેને, અવાજ આવ્યું. બુદ્ધિધનશેઠ! ઉતાવળ ન કરો. કેઈપણ સારું યા ખરાબ કાર્ય કર્યા પહેલા, ખૂબ વિચાર કરવો જોઈએ. આ તે પચ્ચખાણ ( પ્રતિજ્ઞા) છે. લીધા પછી પ્રાણના ભાગે સાચવવું જ પડે છે. નારી જાતિને પચ્ચખાણ હોય કે ન હોય, તે પણ મોટા કુલની ખાનદાન માબાપની બેટીને બીજે પુરુષ ખપે નહીં. પરંતુ પુરુષ આવું પચ્ચખાણ કેમ લઈ શકે? પુરુષને કેઈ આપવા આગ્રહ કરે તે, એકની જગ્યાએ બે-ત્રણ-ચાર–આઠ–બત્રીસ વગેરે સ્ત્રીઓ પરણે તો, તેની નાનપ નથી પણ મોટાઈ છે.
જુઓ? ઘનાજી-શાલિભદ્રજી – મેઘકુમાર – સુબાહુકુમાર વગેરેના શાસ્ત્રોમાં અને ઇતિહાસમાં, સેંકડો હજારો દાખલા છે. તે તે મહાપુરુષે. ઘણી પત્નીઓ પરણ્યા છે. શ્રીમંત અને રાજા મહારાજાઓના આ બધા પુણ્યપ્રક ગણાયા છે, અમારી સલાહ છે કે, ઉતાવળ ન કરો. આવું પચ્ચખાણ ન લેવાય.
શ્રીમાન બુદ્ધિધન શેઠને ઉત્તર મેં આચાર્ય ભગવાનની વાણી સાંભળી, મારા મનમાં જેટલું સમજાયું તેટલું સચોટ થયું છે. હું જે કાંઈ બોલ્યો છું. તે વિચાર કરીને સાચવી શકવાની મારી શક્તિ-તાકાત વિચારીને બે છું. ગુરુ મહારાજ પાસે પ્રાર્થના કરી છે. મારી લાયકાત ન સમજાય, હું જન્મ જેન નથી. તેવું લાગે. અને પચ્ચખાણ ન આપે તે પણ મારાં વચનોથી હું બોલ્યો છું. તે મારી પ્રતિજ્ઞા, આરસમાં કતરેલા અક્ષરો સમાન રહેશે. જ્ઞાની ભગવતે ફરમાવે છે કે, अलसंतेण सज्जणेण, जे अक्खरा समुल्लविआ। ते पत्थरटक्कुकिरियव्व, न अन्नहा हुंति ॥१॥
અર્થ : આલસ્ય, બેભાન કે ઉતાવળથી, સજજન આત્મા. વખતે કાંઈ પણ બોલી જાય, તે પિતાના બેલાએલા શબ્દો, આરસની શિલામાં ટાંકણ વડે કોતરેલા અક્ષરોની પેઠે, બદલાઈ કે ભૂંસાઈ જતા નથી.
બુદ્ધિધનકુમારની, અને શ્રીમતી જિનમતીની, જ્ઞાનથી સંપૂર્ણ ગ્યતા સમજીને, ગુરુમહારાજે પચ્ચખાણ આપ્યાં. વ્યાખ્યાન સંપૂર્ણ થયું. સભા વિખરાઈ સૌ સૌના સ્થાને ગયાં. આજની આ બે પતિ-પત્નીના પચ્ચખાણની વાતો પણ, ગામમાં ફેલાઈ ગઈ. સૌ કઈ તિપિતાની બુદ્ધિ અને શ્રદ્ધા અનુસાર વાતો કરી જંપી ગયાં.
બુદ્ધિધનનાં માતાપિતા-ભગિની અને સમાનધમી સગકુટુંબીઓમાં, જિનમતીની પ્રતિજ્ઞાની નિન્દા-અનુમેહના કશું ન થયું. કારણ નિંદા કરવા જેવું કશું હતું નહીં. પરંતુ