________________
(૩૨)
“नारीस्तनभरनाभिनिवेशं मिथ्यामायामोहावेशम् । एतन्मांसवसादिविकारं मनसि विचारय वारंवारम्" ॥
આમ, ‘દમ' પ્રાપ્ત કરવા ભગવાન દોષનું અનુસંધાન કરવાનું સૂચન કરે છે, જ્યારે શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે:
ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते
આદ્યન્તવન્ત: જોન્તેય ન તેવુ મતે દુધઃ ।।(ભ.ગી. ૫-૨૨)
જે સુખ કે ભોગ ઈન્દ્રિય અને વિષયના સંસ્પર્શથી-સંબંધથી જન્મે છે-આવે છે તે આદિ અને અંતવાળાં છે, માટે હે કૌન્તેય !જ્ઞાની તેમાં રમણ કરતા નથી. જ્ઞાની અને શમદમયુકત યોગી તો શાશ્વત અને અનંત આત્મસુખમાં જ રમણ કરે છે. ઇન્દ્રિયસુખ ક્ષણભંગુર છે. તે વિષય સાથે આવે છે અને જાય છે. તેવા સુખના ભોગે વ્યક્તિ અનંત સુખ ગુમાવે છે માટે વિવેકીએ દમ ગ્રહણ કરી આત્માનંદ માટે જ પ્રયત્ન કરવો. ‘વિવેક ચૂડામણિ’માં’ સુદંર દૃષ્ટાંત છે:
शब्दादिभिः पञ्चभिरेव पञ्चः पञ्चत्वमापुः स्वगुणेन बध्धाः । कुरङ्गमातङ्गपतंत्रमीनभृङ्गा नरः पञ्चभिरञ्चितः किम् ॥७८ ।।
હરણ, હાથી, પતંગિયું, માછલી અને ભ્રમર જે માત્ર એક એક ઇન્દ્રિયથી આકર્ષાઈ ઈન્દ્રિયદોડમાં મરણ પામે છે, તો મનુષ્ય તો પાંચ વિષયોથી ઘેરાયેલ છે; તે મરે તેમાં કયાં નવાઈ? (૧)હરણ વાંસળીના સૂરમાં-શબ્દમાં મોહ પામી ઊભું રહે છે, કાન સરવા કરી તે દિશામાં સંગીતમુગ્ધ બને છે અને શિકારી શિકાર કરે છે. (૨)હાથી ઋતુગમન કાળે હાથણી સાથે સ્પર્શ કરતો સ્પર્ધાનુભૂતિમાં મગ્ન હોય છે; રસ્તામાં ખાડો કરીને, ઉપર મૂકેલાં ડાળાં-પાંદડાં જોતો નથી અને અંદર પડી કેદી બને છે. (૩)પતંગિયું દીપકના રૂપને આલિંગન કરવા જતાં ભસ્મીભૂત થાય છે. (૪) માછલી રસાસ્વાદ લેવા જતાં કાંટામાં ફસાય છે, તેનું તાળવું ફાટે છે, તે મોતને ભેટે છે. (૫) ભ્રમર સુગંધથી આકર્ષાઈ કમળમાં ભરાય છે અને સંધ્યાટાણે પણ ઊડતો નથી. સૂર્યાસ્ત થતાં કમળ બિડાય છે અને તે અંદર ગૂંગળાઈ મરે છે. આમ તો ભ્રમર લાકડાના મોટા પાટડાને પણ કોરી પેલે પાર નીકળવાની તાકાત રાખે છે પણ કોમળ કમળપત્રમાં કેદ થાય છે. કારણ કે વિષયની આસક્તિ છે, માનવીને જ્યારે પાંચે ઇન્દ્રિય પાંચે દિશામાં ખેંચે તો કઈ રીતે વિનાશથી બચી શકે?