________________
(૩૦)
દિશા બદલાઈ ગઈ છે. તે દોડે છે દોલત અને દેહ પ્રતિ; તે માગે છે પ્રતિષ્ઠા, સત્તા અને મહત્તા; તેની ચાહ છે મદ, મોહ, મરતબો....આમ મન પોતાની ચાહ - માગ પૂરી કરવા સહારો લે છે ઈન્દ્રિયોનો. ઇન્દ્રિયો વિના તે પોતાની દિશામાં આગેકૂચ કરી શકે તેમ નથી. તેથી મન બન્યું લાલચથી લાચાર અને ગુલામી સ્વીકારી ઈન્દ્રિયોની, કારણ કે પોતાનો કમાન્ડ ખોયો “ડિમાન્ડ ને ચાલુ રાખવા. અને અંતે મન બન્યું ભિખારી સુખના સામ્રાજ્યની ખોજમાં. વાસનાથી વિહવળ બનેલું મન ભૂલ્યું કે આનંદની અમરતખાણ તો પોતાની અંદર છે; સુખનો ચૈતન્યસાગર તો હદયમાં ઘૂઘવી રહ્યો છે. છતાં બહિર્મુખી મન નિજાનંદ માટે શરણું શોધે છે વિષયનું, વ્યક્તિનું, સંસારનું, નશ્વર mતનું અનેક વાસનાથી ઘેરાયેલું, માગણીઓથી મૂંઝાયેલ મન માને છે કે મારામાં કંઈક કમી છે, કોઈ ઊણપ છે, હું અપૂર્ણ છું. હું અધૂરો છું – “આઈ એમ સફરિંગ ફોમ. ફિલિંગ ઓફ ઈનકમ્પ્લિટનેસ”. આવી માન્યતા જ્યારે દઢ થાય છે, મનમાં ઘર કરે છે ત્યારે મન આવેશમાં, અવિવેકમાં, આવેગમાં વેગથી પ્રયત્ન કરે છે પૂર્ણ થવાનો – ઊણપ મિટાવવાનો – સમૃદ્ધ થવાનો. અને તેવા પ્રયત્નમાં આપણે સૌએ વિષયોને લીધા બાથમાં, વ્યક્તિને સાથમાં અને વસ્તુને સંગાથમાં. ખ્યાતિનાં શિખરો સર કર્યો પણ સરવાળે સમજાયું કે સમૃદ્ધ દેખાતી આપણી જીવનઈમારતને અધૂરાઈ, અપૂર્ણતા અને ઊણપની ઊધઈ કોરી રહી છે; ઊંચી દેખાતી ઈમારત અંદરથી ખોખલી છે; જીવન બોદું થઈ ગયું છે.
વાસનાયુક્ત અને શમરહિત જે અસંયમી મન છે તેને વિષયોના સાથમાં વિષમાત્ર હાથમાં આવે છે. વિષ અને વિષય સ્વભાવે સમાન છે. છતાં ‘વિષ” તો એક જ વાર મારે છે; જ્યારે વિષય તો વારંવાર મારે છે. વિષય તો ચારે તરફ વાસનાનો અગ્નિ પેટાવી સતત તપાવ્યા કરે છે. આપણે વિષયનો ભોગ કરતા નથી પણ તે જ આપણને ખાય છે, ખાઈ ખાઈને ખતમ કરી નાખે છે. વિષયો ઈન્દ્રિયોને જીર્ણ કરે છે અને ધીમી ગતિએ વ્યક્તિને મૃત્યુ સન્મુખ લાવવાનો પ્રયત્ન કરે છે. વિષયના ભોગમાં, વાસનાના વિહારમાં, જીવન તો અપરિચિત જણાય છે; પણ મોતનો પરિચય થતો દેખાય છે. સતત મરવાની પ્રક્રિયા ચાલે છે અને ધીમે ધીમે જીવાય છે. સદ્ભાગ્યે કોઈકને સાનમાં સમજાય છે કે સંપત્તિ એ વિપત્તિ જ છે. રંગરાગ અને રાખ છે. સ્વરૂપને છોડી જે સંસારને પકડે છે તે અંતરાત્માનો તિરસ્કાર કરે છે. ભૌતિક પદાર્થોને આદર એ પરમાત્માનો
'