Book Title: Kevali Prabhuno Sath Volume 02
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha
Catalog link: https://jainqq.org/explore/034410/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ ભાગ-૨ સરયુ રજની મહેતા Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ ભાગ-૨ Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવી૨ વર્ધમાન સ્વામી Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ ભાગ-૨ સરયુ રજની મહેતા પ્રકાશક શ્રેયસ પ્રચારક સભા મોરબી હાઉસ, ડો. સુંદરલાલ બહલ પથ, મુંબઈ ૪૦૦૦૩૮. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક मुद्रड ISBN No. યસ પ્રચારક સભા વતી શ્રી જે. બી. મોદી મોરબી હાઉસ, ડો. સુંદરલાલ બહલ પથ, મુંબઈ 400038. અને : વીલ્સ, ફેફર એન્ડ સાયમન્સ પ્રા. લી. વતી શ્રી અરુણ કે. મહેતા ઇન્ડસ્ટ્રી મેનોર, અપ્પાસાહેબ મરાઠે માર્ગ, પ્રભાદેવી, મુંબઈ 400 025. : વકીલ એન્ડ સન્સ પ્રા. લી. વતી શ્રી અરુણ કે. મહેતા ઇન્ડસ્ટ્રી મેનોર, અપ્પાસાહેબ મરાઠે માર્ગ, પ્રભાદેવી, મુંબઈ 400 025. 978-81-8462-002-3 પ્રથમ આવૃત્તિ : ઈ. સ. 2008 મિત : રૂા. ૫૦/ પ્રાપ્તિસ્થાન : શ્રેયસ પ્રચારક સભા મોરબી પાસ, ડો. સુંદરલાલ બહલ પય, મુંબઈ 400 038 ફોન : 91-22-22615587 ડો. નિમુબેન ઝવેરી સનફ્લાવર, 4th ફ્લોર, રાજાવાડી પાસે, ઘાટકોપર, મુંબઈ 400 077. ફોન : 91-22-25163461 Shree Chandubhai S. Parekh (50.51) Cider Bldg., 13th FlooT, L D, Ruparel Marg, Off. Nepean Sea Road, Mumbai 400006 Ph: 91-22-23697288/23625806 પ્રત : 3000 Hareshbhai C. Sheth 27 Woodfield Court, Princeton, N. J. 08540. USA (H): 732-422-8385 (C): 609-510-8760 શ્રી યોગેશ જૈન સત્યોગ, સ્વામી વિવેકાનન્દ રોડ, રામકૃષ્ણ નગર, રાજકોટ 360001 ફોન : 91-281-2466320 મોબાઈલ : 9825210210 શ્રી દિલિપભાઈ જે. સંધવી પર-બી સ્થાનકવાસી જૈન સોસાયટી, નારણપુરા રોડ, અમદાવાદ - 380013 91-079-27552957; 079-27552256 $ Shri Jayesh J. Doshi 3-4, Mihir Park Society, Old Padra Road, Vadodara 390020 Ph: 91-265-2340850 Anurag H. Thakor 6885 Baird Dr. Plano, TX 75024. USA (H): 972-491-7551 (C): 469-644-8965 E-mail: inquiry@shrikevaliprabhunosaath.org Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પાન ક્રમાંક પ્રાકથન પ્રકરણ ૫ : પ્રાર્થના મનુષ્ય જીવનની મહત્તા ૧; પ્રાર્થના એટલે શું ? - ૩; સંસારી સુખનું ક્ષણિકપણું - ૪; શાશ્વત સુખ પામવાની ઝંખનાથી જીવને ઉદ્ભવતા વિચારો – ૫. પ્રાર્થનાના લાભો : દુઃખમુક્તિ ૬; અંતરાય તૂટે - ૭; દોષદૃષ્ટિ જાય - ૭; માનાદિ કષાયોનું અલ્પત્વ - ૮; જ્ઞાનદર્શનનાં આવરણો ઘટે – ૯; કર્માશ્રવની અલ્પતા – ૧૦; થતો કર્માશ્રવ શુભ - ૧૦. પ્રાર્થનાનું સ્વરૂપ ૧૦; પ્રાર્થનાનું ધ્યેય - ૧૧; તેનો હેતુ - ૧૧; પ્રાથ્યદેવની ઉત્તમતા જાણવી - ૧૨; પ્રાર્થના વ્યવહાર તથા પરમાર્થે - ૧૩; ઉત્તમ પ્રાર્થ્યદેવની દુર્લભતા – ૧૪; સંકલ્પ વિકલ્પનું સંકોચન જરૂરી – ૧૪; એક જ આરાધ્યદેવ રાખવા - ૧૬; કોઈનું બૂરું ઇચ્છવું નહિ - ૧૭; પ્રાર્થના કરવાની રીત - ૧૭; ઈષ્ટદેવની સ્મૃતિ રાખવી - ૧૭; તેમની સ્તુતિ કરવી - ૧૭; ભાવના ઊંડાણથી ઇચ્છાની માગણી – ૧૭; ફળ માટે નિઃશંકતા જરૂરી - ૧૮; વીતરાગને પ્રાર્થવું – ૨૧. Page #7 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પાન ક્રમાંક પ્રાર્થનાના નમૂનાઓ (પરમાર્થિક): સદ્ગુરુની પ્રાપ્તિ અર્થે ૨૧; અંતરાય કર્મના ક્ષય માટે - ૨૩; જ્ઞાનાવરણ તોડવા - ૨૪; અજ્ઞાનપરિષહ જીતવા - ૨૬; દર્શનાવરણનું અલ્પત્વ કરવા – ૨૮; સતત સત્સંગ મેળવવા - ૨૯; ક્ષાયિક સમકિત માટે - ૩૦; છઠ્ઠા ગુણસ્થાને જવા - ૩૧; સાતમા ગુણસ્થાન માટે - ૩૩; શ્રેણિની તૈયારી કરવા - ૩૫; પૂર્ણશુદ્ધિના પુરુષાર્થમાં નિવિનતા માટે - ૩૬; સંસારી અશાતા પરમાર્થમાં વિઘ્નરૂપ ન થાય તે માટે – ૩૮. પ્રાર્થનાના નમૂનાઓ (વ્યવહારિક) : કુટુંબ ક્લેશ ટાળવા માટે ૪૧; દ્રવ્યતંગી નિવારવા - ૪૫; દેહની અશાતાથી છૂટવા - ૪૬; વેર તથા અપયશ ક્ષીણ કરવા - ૪૮; લૌકિક પુણ્ય પરમાર્થ પુણ્યમાં ફેરવવા માટે - પર; બાળકના ગર્ભકાળમાં માતાએ કરવા યોગ્ય પ્રાર્થના - ૫૪; બાળકના કલ્યાણાર્થે પ્રાર્થના - ૫૫; બાળકને પ્રભુભક્ત કરવા - પ૭; બાળકની વ્યાપારાદિમાં ન્યાયનીતિ જાળવવા - ૬૦; ડોક્ટર તરીકે ૬૧; ઔષધના વ્યવસાયી માટે - ૬૨; ઇજનેર માટે - ૬૨; વકીલ માટે - ૬૩; શિક્ષક માટે - ૬૪; કૃષિકર માટે - ૬૪; ગૃહિણી માટે - ૬૫; વિવિધ ઉત્પાદકો માટે – ૬૬; નિવૃત્ત જીવનની સફળતા અર્થે - ૬૭; ભાવિનાં કષ્ટો ટાળવા - ૬૯; ભયસંજ્ઞાના નિવારણ અર્થે - ૭૦; કાલ્પનિક ભય ટાળવા - ૭૨; અન્યના દુ:ખથી થતી પીડા ત્યાગવા - ૭૩; જીવને ધર્મારાધનમાં સ્થિર કરવા - ૭૫. પ્રકરણ ૬: ક્ષમાપના . ઝડપી કર્મનિર્જરા કરવા પશ્ચાત્તાપ ૭૭; ક્ષમાપનાના લાભ - ૭૮; ભાવિનાં કર્મ વર્તમાનમાં ખેરવવાં - ૭૯; કર્મનું રૂપાંતર - ૭૯; કર્મ પર ચડતું ચક્રવૃદ્ધિ વ્યાજ અટકે - ૭૯; ઉદિત કર્મો સાથે સત્તાગત કર્મોની નિર્જરા - ૭૯; કર્માશ્રવ ઘટે - ૭૯; માન તૂટે - ૭૯; સ્વદોષદર્શન આવડે - ૮૦; મોક્ષ મેળવવા ક્ષમાપના કરવી જરૂરી - ૮૦; ક્ષમાપના એ પ્રતિક્રમણનું બીજું રૂપ – ૮૧; “મોક્ષમાળા' માં લખાયેલી ક્ષમાપના - ૮૪. Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પાન ક્રમાંક ક્ષમાપનામાં આત્માનાં છ પદ ૮૫; પહેલું પદ ‘આત્મા છે' - ૮૬; બીજું પદ ‘આત્મા નિત્ય છે' - ૮૬; ત્રીજું પદ ‘આત્મા કર્તા છે’ - ૮૭; ચોથું પદ ‘આત્મા ભોક્તા છે' - ૮૭; પાંચમું પદ “મોક્ષ છે' - ૮૮; છઠ્ઠ પદ “મોક્ષનો ઉપાય છે' - ૮૮. ક્ષમાપનામાં નવ તત્ત્વ ૧૧૨; જીવ - ૧૧૨; અજીવ - ૧૧૩; પાપ - ૧૧૩; પુણ્ય – ૧૧૪; આશ્રવ – ૧૧૫; સંવર – ૧૧૫; નિર્જરા – ૧૧૫; બંધ - ૧૧૬; મોક્ષ - ૧૧૭. ક્ષમાપનામાં ચૌદ ગુણસ્થાન ૧૧૭; પહેલું મિથ્યાત્વ ૧૧૮; બીજું સાસ્વાદન - ૧૨૦; ત્રીજું મિશ્ર – ૧૨૧; ચોથું અવિરતિ સમ્યક્દષ્ટિ - ૧૨૨; પાંચમું દેશવિરતિ સમ્યદૃષ્ટિ - ૧૨૫; છઠું સર્વવિરતિ સમ્યક્રષ્ટિ - ૧૨૬; સાતમું અપ્રમત્તસંયત – ૧૨૯; આઠમું અપૂર્વકરણ – ૧૩૧; નવમું અનિવૃત્તિ બાદર – ૧૩૩; દશમું સૂક્ષ્મ સંપરાય - ૧૩૪; અગ્યારમું ઉપશાંતમોહ - ૧૩૪; બારમું ક્ષીણમોહ - ૧૩૫; તેરમું સયોગી કેવળી – ૧૩૬; ચૌદમું અયોગી કેવળી – ૧૩૬; ક્ષમાપનામાં આ ગુણસ્થાનોનો આવિર્ભાવ - ૧૩૭. ક્ષમાપનામાં જ આવશ્યક ૧૪૧; પ્રતિક્રમણ - ૧૪૧; સામાયિક - ૧૪૨; વંદન - ૧૪૩; લોગસ્સ – ૧૪૩; કાયોત્સર્ગ - ૧૪૪; ચૌવિહાર - ૧૪૪. ક્ષમાપના કરવા માટે પ્રાર્થના ૧૪૬. ૧૪૯ પ્રકરણ ૭: મંત્રસ્મરણ થતી ભૂલના કારણે આત્મશુદ્ધિમાં વિઘ્ન ૧૪૯; આત્મશુદ્ધિ કરવા સગુરુનું શરણ અનિવાર્ય - ૧૫૦; પ્રાર્થનાથી સંવર - ૧૫૧; ક્ષમાપનાથી સકામ નિર્જરા - ૧૫ર; મંત્રસ્મરણ એટલે શું ? – ૧૫૩; vii Page #9 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ મંત્રમાં આત્મગુણોનો સમાવેશ - ૧૫૩; મંત્ર કરવાથી ફાયદા - ૧૫૪; વિચારની હારમાળા અટકે - ૧૫૪; આત્મલીનતાની વૃદ્ધિ ૧૫૪; કર્મક્ષયમાં વૃદ્ધિ ૧૫૫; આશ્રવની અલ્પતા તથા સંવરની વૃદ્ધિ ૧૫૫; સહજાનંદ પ્રગટે ૧૫૬; સહજ આત્મવિકાસ - ૧૫૭. મંત્રદાન તથા મંત્રગ્રહણ માટેની પાત્રતા ૧૫૮; સદ્ગુરુની અનિવાર્યતા ૧૫૮; સદ્ગુરુનાં લક્ષણો - ૧૫૯; આત્મજ્ઞાન, જ્ઞાયકતા આદિ ૧૬૦; મંત્રોનું વૈવિધ્ય તથા સફળતા - ૧૬૨; કૃપાળુદેવને સિદ્ધ થયેલ મંત્ર ૧૬૪; મંત્રસિદ્ધિનું મહાત્મ્ય ૧૬૫; જુદા જુદા આરાધકને થતી જુદા જુદા મંત્રોની સિદ્ધિ ૧૬૭. - નમસ્કાર મહામંત્ર ૧૬૮; તેનો મહિમા ૧૬૯; પહેલું અરિહંત પદ - ૧૭૦; શ્રી અરિહંતના બાર ગુણો ૧૭૧; બીજું સિદ્ધ પદ - ૧૭૮; સિદ્ધના આઠ ગુણો ૧૭૮; ત્રીજું આચાર્ય પદ - ૧૮૦; આચાર્યના છત્રીસ ગુણો ૧૮૧; ચોથું ઉપાધ્યાય પદ - ૧૮૨; તેમના પચ્ચીશ ગુણો - ૧૮૨; પાંચમું સાધુસાધ્વીજીનું પદ ૧૮૩; તેમના સત્તાવીશ ગુણો ૧૮૩; મહામંત્રની ફ્લશ્રુતિ - ૧૮૫. - - – - પાન ક્રમાંક viii - મંત્રસ્મરણ કરવાની વિધિ ૧૮૭; સફ્ળતા માટે શ્રદ્ધા રાખવી ૧૮૭; મંત્ર કરવા સ્થળ કાળ નિયત રાખવા ૧૮૭; પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણથી થતી આત્મશુદ્ધિ - ૧૮૮; નિશ્ચયથી જ્ઞાન, દર્શન તથા ચારિત્રનું આરાધન તે જ મોક્ષમાર્ગ ૧૮૯; પ્રાર્થનાથી દર્શનવિશુદ્ધિ ક્ષમાપનાથી જ્ઞાનવિશુદ્ધિ - ૧૯૨; મંત્રસ્મરણથી ચારિત્રની ખીલવણી સમ્યક્દર્શન અને સમ્યક્શાનમાં પ્રથમ સ્થાન કોનું ? - ૧૯૪. - ૧૯૧; ૧૯૩; Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮: આત્માનો અપૂર્વ સ્વભાવ ચરમાવર્તમાં સદ્ગુરુનો યોગ ૧૯૮; અપૂર્વ સ્વભાવ પ્રગટ કરવામાં સત્પુરુષનો સાથ - ૨૦૦; એ સાથ સમજવા માટે શ્રી. રા. વચનામૃત આંક ૮૭૫ ઉપયોગી ૨૦૧; સત્પુરુષનો જીવ ૫૨ પડતો પ્રભાવ - ૨૦૧. - સત્પુરુષનાં વચનામૃત ૨૦૩; સત્પુરુષની મુદ્રાનો પ્રભાવ - ૨૦૪; સત્પુરુષના સમાગમની અસ૨ - ૨૦૫. સત્પુરુષ જીવનાં સુષુપ્ત ચેતનને જાગૃત કરે છે ૨૦૭; અસંશી અવસ્થામાં જીવ પર થતી સત્પુરુષની અસ૨ - ૨૦૮; સંશીપણામાં સત્પુરુષથી જાગૃત થતું ચેતન ૨૧૦; તે જાગૃતિ માણવા અનિત્યભાવના (૨૧૨), અશરણભાવના (૨૧૪), અને અશુચિભાવના (૨૧૭) નો આશ્રય કરવો. - પાન ક્રમાંક સત્પુરુષ જીવની પડતી વૃત્તિને સ્થિર કરે છે ૨૨૧; તે માટે સંસારભાવના (૨૨૩) તથા અનત્યભાવના (૨૨૩) નો ઉપકાર. સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સમાગમની નિર્દોષતા ૨૨૯. સત્પુરુષ જીવના અપૂર્વ સ્વભાવને પ્રેરે છે ૨૩૩; જીવના દશ પ્રાણ - ૨૩૫; જીવનાં લક્ષણો ૨૩૫; સમતા - ૨૩૬; રમતા - ૨૩૭; ઉર્ધ્વતા ૨૩૮; જ્ઞાયકતા - ૨૩૮; સુખભાસ - ૨૩૯; વેદકતા - ૨૪૦; ચૈતન્યપણું - ૨૪૧; જગતનાં સુખોની ક્ષણિકતા - ૨૪૩; જીવની દેહાત્મબુદ્ધિ છોડાવવા બોધિદુર્લભ ૨૪૪; ધર્મદુર્લભ ભાવના - ૨૪૪; અપૂર્વ સ્વભાવ ખીલવવામાં પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણનો ફાળો - ૨૪૮. ભાવના - સત્પુરુષથી આવતી સ્વરૂપની પ્રતીતિ ૨૫૦; આશ્રવભાવના ૨૫૧; ચોથું ગુણસ્થાન એટલે સ્વરૂપ પ્રતીતિનું પહેલું પગથિયું - ૨૫૫; છઠ્ઠા ગુણસ્થાનની સ્વરૂપ પ્રતીતિ - ૨૫૭. ix - અનુક્રમણિકા ૧૯૭ Page #11 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અપ્રમત્ત સંયમ ૨૬૦; સંવરભાવના ૨૬૧; નિર્જરાભાવના - ૨૬૩; પ્રત્યેક ગુણસ્થાને જીવને ધ્યાનમાં થતી નિર્જરા - ૨૬૫; સંવર તથા નિર્જરા ભાવનાના આરાધનથી ધ્યાનમાં થતી નિર્જરા - ૨૬૫; સંવર તથા નિર્જરા ભાવનાના આરાધનથી ધ્યાનની ઉત્કૃષ્ટતા ૨૬૬; સાતમા ગુણસ્થાનની પ્રમાદરહિત સ્થિતિ - ૨૬૭. - સત્પુરુષ પૂર્ણ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત ૨૭૦; નિર્વિકલ્પતા માટે એકત્વભાવના (૨૭૧) તથા લોકસ્વરૂપ ભાવના (૨૭૩) ની સહાય; કર્મક્ષયના ધ્યેયથી અને સ્વરૂપસિદ્ધિના ધ્યેયથી વિકસતા જીવનો તફાવત - ૨૭૮; શ્રેણિના અંતે પ્રગટતા ગુણો - ૨૮૦. સત્પુરુષ અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવે છે ૨૮૫; કેવળી સમુદ્દાત ૨૮૬; કેવળી સમુદ્દાત વખતે તેમના થકી થતો ઉપકાર ૨૮૭; એકેંદ્રિય જીવોનું પરોપકારીપણું - ૨૮૯; અસંજ્ઞી જીવથી થતા ઉપકાર - ૨૯૦; અઘાતી કર્મના ક્ષયથી પ્રગટતા ગુણો - ૨૯૨; આયુકર્મના ક્ષયથી મળતી અક્ષયસ્થિતિ ૨૯૨; નામકર્મના નાશથી આવતું અરૂપીપણું ૨૯૩; ગોત્રકર્મના ક્ષયથી જાગતું અગુરુલઘુપણું ૨૯૪; વેદનીય જવાથી અવ્યાબાધ સુખની પ્રાપ્તિ - ૨૯૫. - - પાન ક્રમાંક - પરમ ઉપકારી સત્પુરુષ ત્રિકાળ વર્તો ૨૯૬; સાગરમાં બિંદુ અને બિંદુમાં સાગર - ૨૯૭. - પ્રકરણ ૯: આત્માનો અપૂર્વ સ્વભાવ પ્રગટ કરવામાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ .... X સત્પુરુષનું કર્તવ્ય ૩૦૨; રુચકપ્રદેશ મેળવવાની પાત્રતા નિત્યનિગોદમાં જીવને કેવી રીતે આવે છે - ૩૦૫; ઇતર નિગોદમાં જીવનો વિકાસ - ૩૦૬; સંસારી જીવોની સંખ્યા ૩૧૩; સંજ્ઞીપંચેન્દ્રિયની ચાર ગતિ ૩૧૩; ચારે ગતિમાં - ૩૦૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ આત્મકલ્યાણની સુવિધાની માત્રા ૩૨૦; મનુષ્યત્વ, શ્રવણ, શ્રદ્ધા અને શ્રમની દુર્લભતા - ૩૨૧. - - ૩૧૫; સંજ્ઞાથી જીવને મળતી સ્વતંત્રતા - પંચપરમેષ્ટિ ભગવંતનું કાર્ય ૩૨૪; અરિહંતના બા૨ ગુણ - ૩૨૬; સિદ્ધપ્રભુના આઠ ગુણ ૩૩૨; આચાર્યના ૩૬ ગુણ ૩૩૩; ઉપાધ્યાયના ૨૫ ગુણ - ૩૩૫; સાધુસાધ્વીના ૨૭ ગુણો - ૩૩૫. પરમેષ્ટિની સહાયથી થતો આત્મવિકાસ ૩૩૬; એકથી ચાર ગુણસ્થાન સુધીનો જીવનો વિકાસ ૩૪૩; ગુરુની સમર્થતા દર્શાવતા ગુણો ૩૪૭; પરમેષ્ટિ જીવોને કલ્યાણ સન્મુખ કરે છે - ૩૫૨; ક્ષયોપશમ સમિકતથી શરૂ થતો જીવનો સ્વતંત્ર પુરુષાર્થ ૩૫૬; સમિત થવાથી જીવના આત્મપ્રદેશોનું દેહ સાથેનું અનુસંધાન ઘટે છે - ૩૫૯; ગુરુની સમર્થતા તથા શિષ્યના પુરુષાર્થના સુમેળનું ફળ - ૩૬૪; પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાને આંતરબાહ્ય શૈલી વચ્ચે જાગતો સંઘર્ષ - ૩૬૬; સાતમા ગુણસ્થાનનું આત્મવેદન - ૩૬૮; શ્રેણિમાં સત્પુરુષનો આશ્રય - ૩૬૯; આઠમાથી બારમા ગુણસ્થાન સુધીનો વિકાસ - ૩૭૨. પરિશિષ્ટ ૧: પારિભાષિક શબ્દોનો કોષ પરિશિષ્ટ ૨: આરાધક માટે વિષયવાર સૂચિ xi E પાન ક્રમાંક - અનુક્રમણિકા ૩૮૧ ૪૦૫ Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર અર્પણ અનંત અનંત દુ:ખથી ભરેલા તથા ભાવિના અનંતકાળ સુધી ચાલનારા આ સંસારનો પાર પામી, શાશ્વત સિદ્ધભૂમિમાં સ્થિર થવા માટેનો મહામાર્ગ પ્રકાશિત કરનાર શ્રી રાજપ્રભુને કોટિ કોટિ વંદન હો. આ ગ્રંથનાં લખાણમાં અનેકવિધ સહાય કરી માર્ગનાં રહસ્યો સમજાવવામાં મદદ કરી, ગ્રંથને સમૃધ્ધ તથા રોચક બનાવવાનો માર્ગ સમજાવી મહા ઉપકાર કરનાર શ્રી રાજપ્રભુને સરળતા, વિનય, ભક્તિ તથા આજ્ઞાધીનપણું વધારવા અર્થે આ ગ્રંથ ખૂબ આભારી બની અર્પણ કરું છું. Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રાકથન ઇ. સ. ૧૯૬૪-૬૫ માં મેં ‘શ્રીમદ્ રાજચંદ્ર - એક અભ્યાસ' એ નામે પી.એચ.ડી.ની ઉપાધિ મેળવવા મહાનિબંધ લખ્યો. તે લખવા પાછળનો મારો મૂળ હેતુ તેમનાં જીવન અને કવનનો યથાર્થ અભ્યાસ કરી મારું જીવન સુધારી સમૃદ્ધ કરવાનો હતો. આથી એ વર્ષો દરમ્યાન તેમનાં જીવન તથા સાહિત્યનો ઊંડો અભ્યાસ કરવાનું મેં આદર્યું. આ મહાનિબંધ લખવા માટે અભ્યાસ કરતાં કરતાં કેટલીએ મુશ્કેલીઓનો સામનો કરવાનું આવતું હતું; વળી કરેલા અભ્યાસનું તારણ કાઢી તેના નીચોડરૂપ વ્યવસ્થિત લખાણ કરવું ઘણીવાર અતિ કઠિન પણ થઈ જતું હતું. આ કઠણાઈ તોડવા હું રાજપ્રભુ પાસે પુત્રીભાવે સહજપણે પ્રાર્થના કરતી. અને તેનાં ફળરૂપે લગભગ દરેક વખતે ન સમજાતાં વચનો સહજતાએ તેનાં ગૂઢાર્થ સાથે સમજાઈ જતાં, જે લખવું ફાવતું ન હોય તે તેમની કૃપાથી સહેજે વ્યવસ્થિત લખાઈ જતું અને તેથી મહાનિબંધ લખવામાં ઘણી સરળતા થઈ જતી અનુભવાતી. આવા અનુભવો વારંવાર થતા રહેતા હોવાથી મારા મનમાં પ્રભુ પાસે પ્રાર્થના અને ક્ષમાપના કરતા રહેવાનું મહત્ત્વ દૃઢ થતું ગયું; તે કરવાની રીત પણ મારા મનમાં ઘડાતી ગઈ, તેમજ તેનો અનેકવિધ લાભ પણ પ્રત્યક્ષ જોવા મળતો ગયો. થયેલા સર્વ અનુભવોમાં નીચે જણાવેલો અનુભવ ચોક્કસ વિશિષ્ટ પ્રકારનો હતો. મારે સપ્ટેમ્બર ૧૯૬૫માં યુનિવરસીટીને થીસીસ સોંપવાની હતી. એ વર્ષના માર્ચ મહિનામાં મેં જે સીનોસીસ આપી હતી તેમાં મેં યુનિવરસીટીને લખી જણાવ્યું હતું કે મારી થીસીસમાં “કૃપાળુદેવનો આત્મિક વિકાસ' એ મારી અંગત શોધ છે, અને તે નોંધનીય છે. વાસ્તવિકતામાં આ પ્રકરણ વિશે મારી પાસે કોઈ નક્કર જાણકારી હતી નહિ. પરંતુ તેમણે તેમનાં જીવ દરમ્યાન જે વેગથી આત્માની શુદ્ધિ કરી હતી તેની જાણકારી લઈ, તેને માણી, મારા જીવનને એ પ્રકારનું ઘડવાની અદમ્ય ઇચ્છા પણ હતી. આ તાલાવેલીના કારણે મેં આ પ્રકરણની યોજના કરવા વિચાર્યું હતું. પણ તેનું xiii Page #15 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ લખાણ કરવા જેમ જેમ વિચારતી ગઈ તેમ તેમ તેની ગંભીરતા, તેની ગહનતા અને કઠિનાઈ મને સમજાતાં ગયાં. આથી આનો ઉકેલ મેળવવા એ સમયના ઘણા વિદ્વાનોને મળી ચર્ચા કરી જોઈ, પણ મને એમના આત્મવિકાસની જાણકારી બાબત સંતોષ થતો નહોતો. પરિણામે પ્રાર્થના અને ક્ષમાપના પ્રભુ સમક્ષ થવાં લાગ્યાં, અને એવી સ્થિતિમાં દિવસો અને મહિનાઓ પસાર થવા લાગ્યા, પણ આ પ્રકરણ બાબત મારી કોઈ પ્રગતિ થતી મને અનુભવાતી ન હતી. અન્ય લખાણ થયા કરતું હતું, પણ મૂળ મુંઝવણનો કોઈ ઉકેલ મળતો ન હતો. આથી એક બાજુથી ચિંતા વધતી જતી હતી કે આ પ્રકરણ લખતાં નહિ આવડે તો શું થશે? એના વિના તો થીસીસ અધૂરી રહી જશે, તેને કેવી રીતે હું યુનિવરસીટીમાં સોંપી શકીશ? અને બીજી બાજુ પૂર્વકાળના અનુભવથી પ્રભુ જ સંભાળી લેશે એ શ્રદ્ધાનનું જોર વધતું જતું હોવાથી પ્રાર્થના અને ક્ષમાપના કરવાની માત્રા પણ વધતી જતી હતી. તેમ છતાં કોઈ ઉકેલ હાથવેંતમાં જણાતો ન હતો. આમ કરતાં કરતાં થીસીસ સોંપવા માટે એક મહિનો અને વીસેક દિવસ બાકી રહ્યા હતા. તેમાંથી મારે એક મહિનો થીસીસ ટાઈપ કરવા માટે અને પંદર દિવસ બાઈન્ડીંગ તથા ગોલ્ડ એમ્બોસીંગ કરવા માટે ફાળવવાના હતા. એટલે કે આ પ્રકરણ લખવા માટે મારી પાસે માત્ર ચાર પાંચ દિવસ જ બચ્યા હતા, જેમાં સમજણને નામે તો મોટું મીંડુ જ અનુભવાતું હતું. આ પરથી મારી માનસિક દુ:ખદ સ્થિતિનો ખ્યાલ વાચકને આવ્યો હશે. આવા સંજોગોમાં પ્રભુ પ્રતિની મારી પ્રાર્થના અને એકાગ્રતા વધી ગયાં. તેના લીધે મારા દિલમાંથી શ્રી રાજપ્રભુને વારંવાર લગભગ સતત પ્રાર્થના થવા લાગી કે, હે પ્રભુ! મારા માટે આત્મવિકાસનું પ્રકરણ લખવું અત્યંત જરૂરી છે, તે વિના આ મહાનિબંધ અપૂર્ણ જણાશે અને ગણાશે, એટલું જ નહિ પણ તમારો આત્મવિકાસ જાણી મારી સુધરવાની તમન્ના પણ એમની એમ મુરઝાઈ જશે. માટે તમારે શરણે આવેલી દીકરીને કૃપા કરી સહાય કરો. અહીં તો મને કોઈ યથાર્થ સહાય કરી શકતું નથી. હું મારી બધી ભૂલોની ક્ષમા માગું છું. અને આ પ્રકરણ લખાવવા આપને હૃદયપૂર્વક વિનંતિ કરું છું. કૃપા કરી મારાં સર્વ વિઘ્નો દૂર કરો” ઇત્યાદિ. આ અને આવા શબ્દો દ્વારા મારાં મનમાં સતત પ્રાર્થના ચાલતી રહી, ક્યાંય જીવ લાગતો ન હતો, ખાવાપીવાનો પણ રસ xiv Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રાક્કથન ઊડી ગયો હતો. એક માત્ર સતત પ્રાર્થના જ જુદા જુદા શબ્દો દ્વારા થયા કરતી હતી. આ દશામાં લગભગ ત્રણ દિવસ પસાર થઈ ગયા, અને તે રાતના નવેક વાગે પ્રાર્થના કરતાં કરતાં હું સૂઈ ગઈ, મન શાંત થઈ ગયું હતું. લગભગ અડધી રાતે મારી સામે મોટા લંબગોળ આકારનો તેજસ્વી પ્રકાશ આવ્યો, અને તેમાં મેં જીવંત કૃપાળુદેવનાં દર્શન કર્યાં. હું તેમને પગે લાગી. તેમણે મને પૂછ્યું કે, “શું મુશ્કેલી છે ?” આત્મવિકાસનું પ્રકરણ લખવા બાબત મેં મારી કથા અને વ્યથા જણાવ્યાં. તેમણે મને કહ્યું, “મૂરખ છે! આટલું પણ સમજાતું નથી?” મેં મારી અજ્ઞાનતા કબૂલ કરી અને રહસ્ય સ્ફોટ કરવા વિનંતિ કરી. તેમણે મારી પાસે વચનામૃત માગ્યું અને મેં આપ્યું. એ વચનામૃત ખોલી તેઓ વર્ષવાર અમુક અમુક વચનો સંભળાવી તેમાં સમાયેલા આત્મવિકાસના ભેદ ખોલતા ગયા. એ વચનો દ્વારા તેમનાં ભાવ, વાણી તથા વર્તનમાં વર્તતો ફેરફાર મને બતાવતા ગયા. અને તેમાં ક્યો વિકાસ રહેલો છે તે સમજાવતા ગયા. આમ આખા વચનામૃતના સહારે તેમનાં જીવનના ચારે તબક્કા મને સમજાવ્યા. છેવટે પૂરું થતા આશીર્વાદ આપી અંતર્ધ્યાન થઈ ગયા. મને ખૂબ આનંદ તથા સંતોષ થયો. લગભગ ત્રણેક કલાક આ વાર્તાલાપ ચાલ્યો હોય તેમ જણાયું. બધું સમજાયું હોય તેવી લાગણી થઈ. તે પછી હું પાછી સૂઈ ગઈ. સવારે સાત વાગે ઊઠી, દૂધ પી, નાહીને લખવા બેઠી. જે જે જરૂરી પુસ્તકો લાગ્યા તે તે લઈ, પ્રભુને પ્રાર્થના કરી, તેમના ચિત્રપટ નીચે બેસીને લખવાનું શરૂ કર્યું. એકધારા વચનો લખાવાં લાગ્યાં. જાણે કોઈ લખાવતું ન હોય! એ ઉપરાંત જે જે અવતરણો જે જે ગ્રંથમાંથી લેવાનાં હતાં, તે તે સહજતાએ ક્રમવાર મળતાં ગયાં. લખવાનો વેગ એવો અદ્ભુત હતો કે મને ખૂબ જ આશ્ચર્ય થતું હતું. જમવા પણ ઊઠી નહિ અને બપોરે ચાર વાગે એક જ બેઠકે લખાણ પૂરું કર્યું. શ્રી પ્રભુનો ખૂબ ઉપકાર માની જમવા બેઠી. હું જમતી હતી ત્યાં મારા સ૨ ડો. રમણભાઈ તપાસ ક૨વા આવ્યા કે મારી હાલત શી છે, મેં તેમને ખબર આપ્યા કે પ્રસ્તુત પ્રકરણ લખાઈ ગયું છે. તેઓ ખુશ થયા. અને એક અઠવાડિયામાં એ પ્રકરણ તપાસીને પાછું આપવાનો વાયદો કરી પોતાનાં ઘરે ગયા, દરમ્યાન મને થીસીસ ટાઈપ કરવાનું શરૂ કરવા જણાવ્યું. XV Page #17 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ બીજા દિવસથી થીસીસ ટાઈપ કરવાની શરૂઆત કરી. થીસીસ ટાઈપ કરતી હતી ત્યાં બપોરના સમયે તેઓ આવ્યા, ત્યારે મારી નવાઈનો પાર ન રહ્યો. કેમકે એક તો તેઓ કામમાં બહુ વ્યસ્ત હતા, અને બીજું દર વખતે થીસીસના કામ માટે હું તેમને મળવા અને માર્ગદર્શન લેવા કોલેજ પર જતી. આથી મેં તેમને આટલા જલદી આવવાનું પ્રયોજન પૂછયું. તેમણે મને જણાવ્યું કે તમે એક બેઠકે આ પ્રકરણ લખ્યું અને મેં એક જ બેઠકે આ પ્રકરણ તપાસ્યું. મેં રાત્રે આ પ્રકરણ ઉપર ઉપરથી જોઈ જવા વિચાર્યું હતું, પણ આખું પ્રકરણ રાત્રે એક વાગે પૂરું થયું તે પછી જ હું ઊઠી શક્યો. તે પછી હું સૂવા ગયો, અને મારે સવારે ચાર વાગે ઊઠી, એન. સી.સી ની પરેડ માટે જવાનું હતું, તેને બદલે સવારે સાડાત્રણે પૂરી સ્કૂર્તા સાથે ઊઠી ગયો, અને અત્યાર સુધીનું બધું જ કામ વિના વિઘ્ન સરળતાથી પૂરું થયું. આથી હું ખૂબ આશ્ચર્ય અનુભવું છું. તે જણાવવા આવ્યો છું. મે વળતું પૂછયું, “પણ સર, આ પ્રકરણમાં મારે ફેરફાર કેટલા કરવાના છે?” તેમણે જવાબ આપ્યો, “એક પણ શબ્દનો નહિ.” મને પ્રભુને કરેલી હૃદયપૂર્વકની પ્રાર્થનાનો બરાબર લાભ મળ્યો. મેં મનોમન પ્રભુનો ખૂબ ખૂબ ઉપકાર માન્યો અને વંદન કર્યા. થીસીસ પૂરી કરી સમયસર યુનિવસીટીને સોંપી દીધી. થોડા સમય પછી મારી વાઈ વાઇ લેવાઈ. મારા રેફરી-પરીક્ષક હતા શ્રી દલસુખભાઈ માલવણિયા જેઓ જૈનશાસ્ત્રોના નિષ્ણાત ગણાતા હતા. તેમણે આખી થીસીસ માટે સારો રીપોર્ટ લખ્યો હતો, અને તેમાં આત્મવિકાસનાં પ્રકરણ માટે લખ્યું હતું કે “...પણ આ બધાને ટપી જાય તેવું કાર્ય તો લેખિકાએ સમગ્ર વાંગ્મયનો સૂક્ષ્મ અભ્યાસ કરીને શ્રીમદ્ગો જે આધ્યાત્મિક જીવનવિકાસ આલેખ્યો છે, અને ભારતીય સંતોની પરંપરામાં શ્રીમનાં જીવનની જે ઉચ્ચ ભૂમિકા હતી, તેને જે રીતે વ્યક્ત કરી છે તે છે. આખો નિબંધ ન હોત અને માત્ર શ્રીમન્ના આ આધ્યાત્મિક જીવનનું તારણ લેખિકાએ જે રીતે સુસંવાદ રીતે, લખાણોમાંથી આધાર ટાંકીને કરી બતાવ્યું છે, તે જ માત્ર હોત તો તે પણ લેખિકાની સંશોધન શક્તિના પૂરાવા રૂપે બનત અને એટલા માત્રથી પણ તેમને પી.એચ.ડી. ની ઉપાધિને યોગ્ય ઠરાવત - એ પ્રકારનું સમર્થ રીતે આ પ્રકરણ લખાયું છે.” મારી હૃદયપૂર્વકની પ્રાર્થનાનું ફળ અનુભવાતાં પ્રાર્થનાની મહત્તા હૃદયસ્થ બની. xvi Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રાકથન આમ જ્યાં અને જ્યારે મુશ્કેલી લાગે ત્યાં અને ત્યારે હું પ્રાર્થના કરતી રહેતી હતી, અને તેનાં ફળ પણ માણતી હતી. એ વખતે રસોઈ બનાવતી વખતે જે એકેંદ્રિય જીવોની મારાથી હિંસા થતી હતી, તેનું મને ખૂબ દુ:ખ અનુભવાતું હતું. તેનાથી બચવા તે બધા જીવોની હું ક્ષમા માંગતી, અને તેઓનું ખૂબ કલ્યાણ થાય તે માટે પ્રભુને પ્રાર્થના કરતી હતી. સાથે સાથે મારી બનાવેલી રસોઈ જે જીવો જમે તેમને ખૂબ શાંતિ મળે, સન્માર્ગ મળે, સ્થૂળતા ન આવે, તંદુરસ્તી વધે, સહુના શુભ ભાવ વધતા જાય એવા એવા વિવિધ પ્રકારના ભાવો સહજતાએ કરતી હતી. આમ કરતાં કરતાં થોડા વખત પછી મને ખ્યાલ આવ્યો કે આ પ્રકારની પ્રાર્થના કરવાથી મારા જીવનસાથી શ્રી રજની મહેતાની કેટલીક એલર્જી નીકળી ગઈ હતી. ઉદા. વાટેલી રાઈ કે રાઈના કુરિયા ખાવાથી તેમની આંખ લાલ થઇ જતી, મગ કે મગની દાળની વસ્તુ સાંજે ભોજનમાં લેવાથી ખૂબ પિત્ત થતું, આંબલીની ચટણી ખાવાથી એસીડીટી થતી વગેરે તકલીફો દૂર થઈ ગઈ હતી. વળી, મારે ત્યાં આવી જમનારને રસોઈનો સ્વાદ અનુકૂળ લાગતો, એ ખાવાથી એમને ખોરાક નડતો નહિ એવું પણ અનુભવાયું. આવા આવા અનુભવોને લીધે પ્રાર્થનાનું બળવાનપણું અને મહત્તા મને ઊંડાણથી સમજાયાં. પરિણામે બધા આ વિશે જાણે તો સારું એવી ભાવના થઈ, અને પ્રભુ તરફથી લખવા માટે પ્રેરણા મળી. સાથે સાથે જીવનમાં કરેલી અને કરાતી ભૂલોની ક્ષમા માંગતા રહેવાથી જે રીતે કર્મક્ષય થતો અનુભવાયો તે પરથી ક્ષમાપના કરવાનાં રહસ્યો પણ ઉકેલાયાં. તે ઉપરાંત સામાન્ય પ્રસંગોમાં પણ જીવ સહેલાઈથી વિભાવમાં ચાલ્યો જાય છે, તેનાથી બચવા મંત્રસ્મરણ કેટલું ઉપકારી થાય છે તેનો અંદાજ જેમ જેમ આવતો ગયો તેમ તેમ આ ત્રણેના સુમેળથી વર્તતો ઉપકાર પ્રત્યક્ષ થયો. અને તે સુમેળથી આત્માનો અપૂર્વ સ્વભાવ કેવી રીતે પ્રગટ થતો જાય છે તેની સમજાણ પણ ક્રમે ક્રમે મળતી ગઈ. તેના અનુસંધાનમાં આત્માનો મૂળ સ્વભાવ પ્રગટ કરવા માટે શ્રી સપુરુષ કેવી ઉત્તમ સહાય કરે છે. તેની જાણકારી પણ વધતી ગઈ. પરિણામે શ્રી સપુરુષ માટે મારા હૃદયમાં ખૂબ ઊંડાણપૂર્વકનો અહોભાવ જમા થતો ગયો. અને આ અહોભાવને શ્રીમદ્ રાજચંદ્રના પત્રાંક ૮૭૫નો સથવારો મળવાથી, તેનો આધાર લઈ સપુરુષના ઉપકારથી આત્માના અપૂર્વ સ્વભાવનાં લક્ષણો કેવી રીતે પ્રગટ થાય છે xvii Page #19 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તેનું ચિત્રણ “આત્માનો અપૂર્વ સ્વભાવ’ એ પ્રકરણમાં કરવા મેં શ્રી પ્રભુના સાથથી પ્રયત્ન કર્યો છે. આવો મહાન ઉપકાર કરનાર સત્પરુષો મોટાભાગે પંચપરમેષ્ટિ પદમાં સ્થાન પામ્યા હોય છે, અને તેમનો જીવનો વિકાસ કરાવવામાં જે અવર્ણનીય ફાળો છે, તેની નોંધ લેવાનો પુરુષાર્થ ‘આત્માનો અપૂર્વ સ્વભાવ પ્રગટ કરવામાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ’ નામના નવમા પ્રકરણમાં કર્યો છે. અહીં એ નોંધનીય બાબત છે કે પહેલાં ત્રણ પ્રકરણો “અપૂર્વ આરાધન' નામના લઘુગ્રંથમાં ઇ.સ.૧૯૮૮માં પ્રકાશિત થયેલાં છે, જેને વાચકગણ તરફથી ખૂબ સુંદર આવકાર મળ્યો હતો. એ ત્રણ પ્રકરણને અમુક ફેરફાર સાથે ‘શ્રી કેવળી પ્રભુનો સાથભાગ ૨' માં સમાવ્યા છે. આ ત્રણે પ્રકરણની રચના પછી જે વિશેષતા પ્રભુની કૃપાથી સમજાઈ તેને આઠમા અને નવમા પ્રકરણમાં પ્રગટ કરી આ બીજા વિભાગની રચના પૂરી કરી છે. આ પ્રકારે શ્રી પ્રભુકૃપાથી અને તેમનાં માર્ગદર્શનથી આ ગ્રંથની ગૂંથણી થતી આવે છે. આશા છે કે આત્માની સિદ્ધિ કરવા માટે તે વાચકને ઉપયોગી જણાશે. આ પછીના એટલે કે “શ્રી કેવળ પ્રભુનો સાથ-ભાગ ૩’ માં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતોમાં સર્વોચ્ચ કે ઉત્કૃષ્ટ સ્થાને બિરાજતા શ્રી અરિહંત ભગવાનનો મહિમા ગાવા ઇચ્છયું છે. તેના જ અનુસંધાનમાં શ્રી અરિહંત પ્રભુએ પ્રરૂપેલો અને અન્ય પરમેષ્ટિએ પોષેલો ધર્મ કેવો સનાતન અને મંગલમય છે, તેની આછી રૂપરેખા વર્ણવી, શ્રીમદ્ રાજચંદ્રના જીવનમાં આ ધર્મનું મંગલપણું કેવી ઉત્કૃષ્ટતાથી વણાયેલું હતું, તેનો પરિચય કરવા અને કરાવવાની અભિલાષા રાખી છે. અને ત્રીજા વિભાગના અંતિમ પ્રકરણમાં, ધર્મનો મૂળ પાયો ગુરુની આજ્ઞાએ ચાલવું એ છે, માટે ગુરુ પ્રતિ પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતા કેળવવાં, એટલું જ નહિ પણ તેમની આજ્ઞાનુસાર જીવન જીવવાથી આત્માની શુદ્ધિ ઘણી ત્વરાથી થાય છે તેની સમજણ લેવા પુરુષાર્થ કર્યો છે. આત્મશુદ્ધિની સિદ્ધિ કરનાર જ માર્ગદર્શક હોય તો અન્ય જીવની કાર્યસિદ્ધિ ત્વરાથી થાય એ સ્વાભાવિક છે. આમ “આણાએ ધમ્મો, આણાએ તવો' એ સૂત્રની સાર્થકતા આ ત્રીજા વિભાગના અંતિમ પ્રકરણમાં સ્પષ્ટ કરવા વિચાર્યું છે, આ xviii Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રાકથન રીતે પ્રત્યેક વિભાગના પ્રકરણોની સુસંગતતા જળવાઈ રહે એ પ્રભુકૃપાથી લક્ષિત રાખ્યું છે. - અત્યાર સુધીના સર્વ લખાણમાં શ્રી કૃપાળુદેવનો સાથ તો અનન્ય અને અવર્ણનીય જ છે. અને હજુ પણ ભાવિના લખાણ માટે તેઓ એવો જ સાથ આપતા રહે તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના તેમને કરું છે. તે ઉપરાંત આ સર્વ લખાણમાં મને મારા પૂ. માતાપિતા, તથા જીવનસાથીનો પરોક્ષ સાથ મળતો રહ્યો છે, એટલું નહિ પણ વિવિધ પ્રકારે મને પુત્રસમ નેહલ વોરા, પુત્ર પ્રકાશ તથા પુત્રીતુલ્ય અમીના સથવારા સાથે ભા. અજીતભાઈ, નલીનીબેન, કિશોરભાઈ તથા રેણુબેન અને અન્ય અંગત વ્યક્તિઓ તરફથી ઘણો સાથ મળતો રહ્યો છે. સાથે સાથે આ ગ્રંથના કંપોઝીંગ આદિમાં મારી ભાણેજ અમી ઠાકોર અને અનુરાગ ઠાકોરનો ફાળો પણ અમૂલ્ય જાણું છું. વળી, આ ગ્રંથના સુંદર છપાઈકામ તથા બાઈન્ડીંગનું ખાસ ધ્યાન રાખનાર મારા સ્વજન શ્રી અરુણભાઈ મહેતા તથા સુધાબહેન મહેતાનો પણ એવો જ ઉપકારી ફાળો અનુભવું છું. આ ઉપરાંત આર્થિક યોગદાન આપનાર સહુ આત્મીય જનો કેમ ભૂલાય? આ ગ્રંથનાં પ્રકાશન માટે વિવિધ પ્રકારે સહાય કરનાર સહુ આપ્ત જનોને શ્રી પ્રભુ પરમ કૃપા કરી આત્માની શુદ્ધિ કરાવે એ જ પ્રાર્થના છે. આ ભાગમાં પણ વાચકને પુનરુક્તિદોષ જણાયા વિના રહેશે નહિ. પરંતુ સિધ્ધાંતોની ઉચિતતા સમજાવવા તથા જાળવવા પુનરુક્તિદોષ વહોરીને પણ માર્ગની સ્પષ્ટતા કરવા પુરુષાર્થ કર્યો છે, તો વાચક ગણ તેની ઉદાર દિલે ક્ષમા આપશે એવી આશા રાખું છું. અને આ ગ્રંથનો યથાર્થ ઉપયોગ કરવા વિનંતિ કરું છું. 3ૐ શાંતિ. મુંબઈ તા. ૧૩.૩.૨૦૦૮, ગુરુવાર ફાગણ સુદ ૬, ૨૦૬૪. એજ મોક્ષાભિલાષી સરયુ રજની મહેતા. xix Page #21 -------------------------------------------------------------------------- ________________ કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તોપણ એકાંતથી જેટલો સંસારક્ષય થવાનો છે, તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું તે નિમિત્ત છે; મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. પ્રત્યેક અંતરગુફામાં તે જાજ્વલ્યમાન છે. સુધારણા કરતાં વખતે શ્રાદ્ધોત્પત્તિ (શ્રદ્ધાની ઉત્પત્તિ) થવી સંભવે, માટે ત્યાં અલ્પભાષી થવું, અલ્પહાસી થવું, અલ્પપરિચયી થવું, અલ્પઆવકારી થવું, અલ્પભાવના દર્શાવવી, અલ્પસહચારી થવું, અલ્પગુ થવું, પરિણામ વિચારવું, એ જ શ્રેયસ્કર છે. – શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત (આંક ૧૦૩) Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ પ્રાર્થના નાનામાં નાનાં જંતુથી માંડીને મદોન્મત્ત હાથી સુધીનાં સર્વ તિર્યંચો, માનવીઓ, દેવદાનવો, એ બધાંની સ્વાભાવિક ઇચ્છા સુખ અને આનંદ મેળવવાની જોવામાં આવે છે. એથી તેઓ બધાં સુખ મેળવવા માટે સતત પ્રયત્નશીલ દેખાય છે. પરંતુ વિવેકબુદ્ધિના ઉદય વિના, તથા યથાર્થ માર્ગદર્શન વિના તેમની બુદ્ધિ ભ્રમિત થઈ ક્ષણિક સુખની માયાજાળમાં ફસાયેલી રહે છે. પરિણામે ચતુર્ગતિના પરિભ્રમણનું ચક્ર સતત ચાલ્યા કરે છે. તિર્યંચ, મનુષ્ય, દેવ અને નરક એ ચાર ગતિઓમાં પરિભ્રમણ કરતાં કરતાં અમુક વિશિષ્ટ પ્રકારની કર્મસ્થિતિ સર્જાય છે ત્યારે જ જીવને મનુષ્ય ગતિ મળી શકે છે. આયુષ્ય કાળમાં જે વખતે બીજા ભવના આયુષ્યનો બંધ જીવને પડે છે તે સમયે જીવનાં સત્તામાં રહેલાં પાપકર્મ અને પુણ્યકર્મનાં પલ્લાં લગભગ સમાન હોય તો જ તે જીવને મનુષ્ય ગતિનો ઉદય તે પછીનાં જીવનમાં પ્રાપ્ત થાય છે. નવા આયુષ્યનો બંધ પડે તે વખતે જો પાપકર્મનું પલ્લું નમતું રહે તો જીવને તિર્યંચ કે નરક ગતિનો ઉદય આવે છે; અને જો પુણ્યકર્મનું પલ્લું નમતું રહે તો તેને દેવગતિનો ઉદય મળે છે. વળી, આયુષ્યના બંધ સમયનું જ્ઞાન જીવને રહેતું ન હોવાને લીધે પાપપુણ્યનાં પલ્લાંને સમાન કરવાં અત્યંત કઠણ થઈ જાય છે. જો જીવની શુભ પરિણતિ વિશેષતાએ ચાલે તો પુણ્યનું પલ્લું નમી જાય, અને જો અશુભ પરિણતિ વિશેષતાએ ચાલે તો પાપનું પલ્લું નમી જાય. પરિણામે મનુષ્ય ગતિ આવે નહિ. આ તત્ત્વનો વિચાર કરતાં સમજી શકાય છે કે જીવને મનુષ્ય ગતિ મળવી ઘણી દુર્લભ છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ દુર્લભતાએ મળેલાં મનુષ્ય જીવનમાં આત્મકલ્યાણ કરવા માટે અનેક અંતરાયો વર્તે છે. જીવ ગર્ભમાંથી જ હણાયો હોય, જન્મતાં કે બાળવયમાં જ આયુષ્ય પૂરું થયું હોય, પાંચ ઇન્દ્રિયમાંથી એકાદ ઇન્દ્રિયની પૂરી ખોટ હોય, સંજ્ઞા પૂરી ખીલેલી ન હોય, વગેરે આત્મકલ્યાણ કરવામાં નડતરરૂપ થતાં બાહ્ય વિપ્નો છે. સાથે સાથે જીવન જીવવાની સુવિધા ન હોય, પ્રતિકૂળ ક્ષેત્ર હોય વગેરે પણ ઉપર જણાવ્યાં તે વિનોને સહકાર આપે છે. ત્યારે કલ્યાણ કરવાની રુચિ જ ન હોય, સવિવેક આત્મકલ્યાણનો માર્ગ નક્કી ન કરી શકે, સમજણ ઘટતા પ્રમાણમાં વધારી ન શકે વગેરે આત્મકલ્યાણ કરવામાં વિઘ્નરૂપ થતાં આંતર તત્ત્વો ગણી શકાય. આવી આવી અસુવિધાઓ સાથેના મનુષ્ય જન્મ કલ્યાણ કરવા માટે બળવાન સાથરૂપ થઈ શકતા નથી. તેમ છતાં મનુષ્ય જન્મ જ કલ્યાણ કરવા માટે ખૂબ ઉપકારી છે. ચારે ગતિઓમાં મનુષ્ય ગતિ એ જ ગતિ એવી છે કે જેમાં સૌથી વિશેષ વીર્ય ખીલી શકે છે. અને ખીલેલી શક્તિનો ઉપયોગ કરી તે જીવ કર્મના ઉદયની સામે પડીને કર્મોનો ક્ષય પોતાની ઇચ્છા અનુસાર કરી શકે છે. સર્વ પ્રકારનાં સર્વ કર્મોનો સંપૂર્ણ ક્ષય કરવો હોય તો તે સુભાગ્ય માત્ર એક મનુષ્ય ગતિમાં જ મેળવી શકે છે. અન્ય ત્રણ ગતિઓમાં આ શ્રેષ્ઠ ફળ મેળવવું જીવન માટે શક્ય નથી. તે અવસ્થામાં – તે ગતિઓમાં જીવ કર્મને વશ વર્તી કર્મથી અમુક જ પ્રમાણમાં નિવૃત્ત થઈ શકે છે, સંપૂર્ણતયા કર્મક્ષય એક માત્ર મનુષ્ય ગતિમાં જ સંભવિત છે, એ હકીકત મનુષ્ય જન્મની અનિવાર્યતા સાબિત કરવા પૂરતી ગણી શકાય. મનુષ્ય પોતે પોતાને કલ્યાણરૂપ તથા અકલ્યાણરૂપ તત્ત્વની સમજ લઈ, પોતાને મળેલી શક્તિને ખીલવી કલ્યાણરૂપ તત્ત્વને સ્વેચ્છાએ સ્વીકારી શકે છે, અકલ્યાણરૂપ તત્ત્વને સ્વ ઇચ્છાથી ત્યાગી શકે છે અને એ દ્વારા પોતાની પવિત્રતાને પામી શકે છે. જે મનુષ્ય હેય, ઉપાદેયના આ વિવેકને વેગળો કરી જીવન વીતાવે છે તેનો મનુષ્ય જન્મ નિષ્ફળ ગણાય છે. અને કલ્યાણ કરવા માટે ફરીથી મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય ત્યાં સુધી તેને થોભવું પડે છે. આ પરથી સમજી શકાય છે કે પાંચ ઇન્દ્રિયની પૂરી ખીલવણી તથા અન્ય સુવિધાઓ સાથે મળેલા મનુષ્ય જન્મનો સદુપયોગ કરવો કેટલો આવશ્યક છે. પરંતુ દુર્ભાગ્યની વાત તો એ છે કે મોટા ભાગના મનુષ્યોને, મળેલી શક્તિનો, Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના મળેલા અમૂલ્ય મનુષ્ય જન્મનો સદુપયોગ કરી લેવો ઘટે એવી સમજણ હોતી નથી, અથવા એવી આવડત હોતી નથી. તેથી મનુષ્યોનો મોટો હિસ્સો ઉદિત કર્મોને વશ વર્તી, સ્વચ્છેદે નિર્ણયો કરી, હેય ઉપાદેયની યોગ્ય સમજણને વેગળી રાખી વર્તતો હોય છે. પરિણામે પૂર્વની ભૂલોનો ભોગવટો કરતાં કરતાં અયોગ્ય ભાવો તથા આચરણ કરી, નવાં કર્મોની વણઝાર બાંધી ભવિષ્યની માઠી ગતિ અને દુ:ખની પરંપરાને આમંત્રી બેસે છે. આમ અમૂલ્ય જન્મને વેડફી નાખી, જે દેહમાં વસીને સંસારક્ષયનું ઉત્તમ ફળ મેળવી શકાય, તે જ દેહમાં રહ્યા રહ્યા સંસારવૃદ્ધિનું અનિચ્છનીય ફળ મેળવે છે. આ પ્રકારની દુ:ખદ સ્થિતિમાં, દુ:ખ દૂર કરવાની ભાવના કંઇક જીવોને ઉત્પન્ન થાય છે. તે જીવો પોતાની ભાવના સાકાર કરવા પોતપોતાની મતિ અનુસાર મચી રહે છે. તેમાંના કોઇક વિરલા જીવને જ આ દુઃખદ સ્થિતિમાંથી બહાર નીકળવાનો મહામાર્ગ અર્થાત્ પરમાર્થ મૌક્તિક લાવે છે. અનંત પ્રકારનાં દુઃખથી ભરેલા આ સંસારથી મુક્ત થવાના ભાવ જ્યારે જીવને જાગૃત થાય છે ત્યારે તેની દૃષ્ટિ, સુખી કોણ છે તથા તે સુખ કેવી રીતે મળે તે જાણવા તરફ વળે છે. પોતાની દૃષ્ટિએ જે જીવ સુખી જણાય તેનો અનુનય કરી, તેની પાસેથી સુખની ચાવી મેળવી લેવા તે ઉત્સુક થાય છે. પોતાને જે જોઈએ છે તે આપનાર જે છે, તેના સમક્ષ તે લેવા માટે યાચના કરવામાં “પ્રાર્થના' સમાય છે. સાદા શબ્દોમાં કહીએ તો “પ્રાર્થના એટલે “પોતાને જે જોઈએ છે તે મેળવવા માટે તેના ધારક સમક્ષ તેનું દાન કરવા વિનંતિ કરવી.” સામાન્યપણે જીવને બાહ્યદૃષ્ટિ પ્રવર્તે છે, તેથી જીવ બાહ્યસમૃદ્ધિમાં સુખ સમાયેલું છે તેવી માન્યતામાં રાચે છે. તેથી જે જીવ નિધન હોય તે ધનપ્રાપ્તિમાં સુખ માને છે, સત્તા ન હોય તેવો જીવ સત્તાપ્રાપ્તિ માટે તડપે છે, કુટુંબ ન હોય અથવા તો એકાકી હોય તે કુટુંબ વૃદ્ધિમાં પોતાનાં સુખની સીમા ગણે છે વગેરે. તેથી જીવ જેની પ્રાપ્તિ કરવા માગતો હોય, તેની પ્રાપ્તિ અર્થે તેના ધારકની સેવા કરી, તેની પ્રાપ્તિ કરી સુખી થવાની કલ્પનામાં પોતાનું જીવન વ્યતીત કરતો હોય છે. આ જાતની સાંસારિક પ્રાર્થના કરતાં રહેવાનો મહાવરો જીવને સંસારના પરિભ્રમણ દરમ્યાન સતત મળતો રહે છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ બાળક, બાળપણમાં માતાપિતાને આધીન વર્તી, તેની જરૂરિયાત સંતોષતું રહે છે, અભ્યાસકાળ દરમ્યાન શિક્ષક આદિને વશ રહી ઇચ્છિત પ્રાપ્ત થાય તે માટે મથતું રહે છે, યુવાનીમાં વ્યવહારિક ડાહ્યાઓના માર્ગદર્શન નીચે જીવ પોતાનું ઘડતર કરતો રહે છે, ત્યારે વૃદ્ધાવસ્થામાં પોતાની જરૂરિયાતની પૂર્તિ અર્થે તે સંતાનોને વશ રહેતાં શીખી જાય છે. આ પ્રકારની પરાધીન હાલત અન્ય ગતિઓમાં પણ જોવા મળે છે. આ રીતે જીવે જેમાં સુખ માન્યું છે, તે સુખ મેળવવા માટે તે જીવ કોઈ તથા કોઈને વશ જીવનભર વર્યા કરે છે, અર્થાત્ મનમાન્યા સુખના ધારકની પ્રાર્થના કરતો રહે છે. કેટલીક વખત જીવ મનુષ્યને થતી પ્રાર્થનાથી અસફળપણું અનુભવીને, જેમના બાહ્ય સામર્થ્યની સમજણ આવી છે એવા દેવદેવીઓની પ્રાર્થના તથા સેવા કરી, તેમની પાસેથી સહાય અને સમૃદ્ધિ મેળવવાની ભાવના કરતાં દેખાય છે. પરંતુ આ બધી સાંસારિક પ્રાર્થનાઓમાં એક જાતનું ક્ષણિકપણું રહેલું છે. આ પ્રાર્થના દ્વારા કેટલીક વાર ઇચ્છિતની પ્રાપ્તિ થતી નથી, કેટલીક વાર તે પ્રાપ્ત થાય છે પણ ઈચ્છિત ટકતું નથી, તો ક્યારેક ઇચ્છાનુસાર મળ્યા પછી, અને ટકે છતાં તેમાંથી સુખની અનુભૂતિ જાગતી નથી. આમ જીવને વારંવાર અનિત્યતા અને ક્ષણિકતાના અનુભવમાંથી પસાર થવું પડે છે. આવા પ્રકારની સ્થિતિ લાંબા ગાળા સુધી ચાલુ રહે ત્યારે કોઇક વિરલા જીવને, ટકે એવું સુખ કેવી રીતે મળે, સંસારના અનંત પ્રકારનાં દુ:ખમાંથી કેવી રીતે છૂટાય, છૂટવા માટે ક્યો માર્ગ સહાયકારી થાય, એ પ્રકારની ભાવના મનુષ્યના હૃદયમાં મંથન કરતી જાય છે. પારમાર્થિક પ્રગતિ માટે આ આરંભની અવસ્થા છે. કેટલીક વખત, કોઈ પુરુષના અનુભવવચનો જીવને સપ્રમાણ જણાતાં દુ:ખાર્ત અને શોકાર્ત સંસારથી છૂટવાના ભાવો માનવ મનમાં સ્પષ્ટ થાય છે. આમ દુઃખરંગ અથવા સત્સંગને કારણે જીવને વૈરાગ્ય અથવા સંસારથી છૂટવાના ભાવો જાગૃત થાય છે. વૈરાગ્યની ઉત્પત્તિનાં કારણો જણાવતાં શ્રીમદ્ રાજચંદ્ર “લોકપુરુષ” કાવ્યમાં લખ્યું છે કે – ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય, તેમ નહિ તો કંઈ સત્સંગ, તેમ નહિ તો કંઈ દુ:ખરંગ. Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના સંસારમાં સર્વ પ્રકારનાં દુ:ખથી છૂટી શાશ્વત સુખ મેળવવાની સાચી ભાવના જેમ જેમ જીવમાં જાગતી જાય છે, તેમ તેમ નીચે જણાવેલા વિચારો તેના અંતરંગમાં આકાર ધારણ કરતા જાય છે - — ૧. આ સંસાર દુઃખથી ભરેલો છે. તેમાં જણાતું સુખ પણ દુ:ખથી ગ્રહાયેલું છે. ૨. આવા દુ:ખોથી પર એવી સુખમય સ્થિતિ સંભવિત છે. ૩. સુખદુઃખનો અનુભવ કરનાર, દેહથી ભિન્ન આત્મા છે. ૪. ક્ષણિક સુખદુઃખથી પર રહી, અનંત સુખને માણનાર આત્માઓ છે. ૫. સર્વ દુ:ખથી છોડાવી, પરમ સુખમાં લઈ જનાર માર્ગ હોવો જોઈએ. ૬. સુખના તે માર્ગનું આરાધન કરી, જીવોને સન્માર્ગ બોધી, તે સુખ પ્રાપ્ત કરવામાં માર્ગદર્શક બની શકે તેવા સમર્થ જીવો આ સંસારમાં પ્રવર્તતા હોવા જોઈએ. ૭. સ્વપર ઉપકારક આવા સમર્થ આત્માનાં સાનિધ્યની મને આવશ્યકતા છે. ૮. આવા સમર્થ આત્માનાં સાનિધ્યમાં રહીને, તે સન્માર્ગનું જાણપણું કેળવીને, સ્વકલ્યાણાર્થે એ માર્ગનું આરાધન મારે કરવું છે. સંસારથી છૂટવાના ભાવ જ્યારે જીવમાં ઉદ્ભવે છે, ત્યારે આ વિચારોના અંશો તેનામાં પ્રગટ થાય છે. તેના સ્વીકાર વિના સંસારથી છૂટવાના ભાવ સ્પષ્ટ થતાં નથી. એમ બની શકે ખરું કે પોતે એનો સ્વીકાર કરે છે તેવું સ્પષ્ટ ભાન તેને ન હોય. જેમ જેમ સંસારથી છૂટવાની ભાવના જીવમાં સ્પષ્ટ તથા બળવાન થતી જાય છે તેમ તેમ આ વિચારો પ્રગટપણું ધારણ કરે છે, અને તેનું યથાર્થપણું જીવને ખુલાસાથી સમજાતું જાય છે. વળી આ સંસારમાં જે પ્રવૃત્તિ તેણે ભવોભવ દરમ્યાન કરી છે – જે વસ્તુ મેળવવાની ઇચ્છા હોય તે જેની પાસે હોય તેની સેવના કરી તેનું દાન લેવાની યાચના કરવી – તે અભ્યાસ આ વળાંકકાળે તેને ઉપયોગી થાય છે. પોતાને જે જાતનું સુખ Page #27 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ મેળવવું છે તે આત્મસુખ જેમની પાસે છે તેમની સેવના કરી. તે મેળવવાની રીત તેને સહેલાઈથી આવડી શકે છે. આ ભક્તિમાર્ગ છે. પ્રાર્થના કરવાથી થતા લાભો સંસારથી પર થવાના ભાવો જ્યારે જીવનાં મનમાં ઘૂંટાય છે ત્યારે તેનાં મનમાં શ્રદ્ધા હોય છે કે આ પ્રકારે છૂટેલા આત્માઓ છે ખરા. જે માર્ગનું આરાધન કરી તેઓ છૂટયા છે, તેની જાણકારી પોતાને મળે તો પોતાનું કાર્ય ઘણું સહેલું થઈ જાય અને સફળતા સહેલાઇથી આવે. માર્ગની જાણકારી તથા માર્ગદર્શકની ખોટ પૂરવામાં પ્રાર્થના ખૂબ મદદરૂપ થાય છે. સંસારમાં પરિભ્રમણ દરમ્યાન દુઃખથી નિવૃત્ત થવાના પોતાના અનેક પ્રયત્નો હોવા છતાં, અનંતકાળ વ્યતીત થયે પણ દુઃખનિવૃત્તિ થઈ નથી તે જ દુઃખમુક્તિનો માર્ગ મેળવવા માટેનું દુર્ધટપણું પુરવાર કરે છે. કેટલીયે વખત સ્વચ્છંદે માર્ગપ્રાપ્તિ કરવા જતાં વિઘ્નોની માત્રા અજાણપણાને કારણે વધી જવાના પ્રસંગો પણ બનતા રહે છે. આને બદલે જીવ જ્યારે સત્પરુષના આશ્રયે રહી દુ:ખથી નિવૃત્તિ માગે છે ત્યારે તેના પ્રયત્નના પ્રમાણમાં બે, ચાર કે છ ભવમાં દુ:ખથી પૂર્ણ નિવૃત્તિ પામી શકે છે. આ હકીકત પ્રાર્થનાનાં બળને તથા તેનાથી થતા લાભને પ્રત્યક્ષ કરી બતાવે છે. શ્રી પ્રભુની સહાય વિના, નિજ છંદે ચાલી, કાર્ય સફળ કરવા જીવ મથ્યા કરે તો અનેક લબ્ધિ સિદ્ધિ કે સમૃદ્ધિરૂપ લાલચો વિઘ્નરૂપ બની, જીવને આર્ત તથા રૌદ્રધ્યાનમાં ગૂંચવી મારી અનંતકાળ સુધી મુક્તિથી વિમુખ રાખી શકે છે. આ કારણે ભવાટવી પાર કરવા માટે સત્પરુષરૂપ ભોમિયાની અને મોક્ષમાર્ગરૂપ કેડીની પ્રાપ્તિ આવશ્યક છે. ભોમિયાના સાથથી ગમે તેવી ભયંકર અટવી ભૂલા પડ્યા વિના સહેલાઇથી પાર કરી શકાય છે, તે પ્રમાણે પુરુષના સાથથી અને કૃપાથી અતિ ભયાનક ભવાટવી સહેલાઇથી પાર કરી શકાય છે. શ્રી પુરુષનાં હૃદયમાં “સહુનું કલ્યાણ થાઓ” એ ભાવ મૂર્તરૂપે વસતા હોવાથી જે કોઇ તેમની સહાય માગે તેને તેઓ સાથ આપે છે. આમ છતાં ‘અપાત્રે દાન ના દોષથી બચવા તેઓ વણમાગ્યો સાથ આપતા નથી. ઉત્તમ આત્માઓનો છૂટવા માટે હૃદયથી સાથ માગવો એ સાચી પ્રાર્થના છે અને “મુક્તિ' એ પ્રાર્થનાનું ફળ છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના આ સંસારમાં સમર્થની પ્રાર્થના કરતા રહેવાનો અભ્યાસ જીવે વારંવાર કરતા રહેવો પડે છે. પ્રજા રાજાની સેવા તથા પ્રાર્થના કરે છે, સેવક શેઠની સેવા અને પ્રાર્થના કરતો રહે છે, નબળો સબળાની સેવા તેમજ પ્રાર્થના કરવામાં પોતાનું સફળપણું માને છે. આમ સેવ્ય સેવકના પાઠ ભજવાયા જ કરે છે. બધાં જ જીવોને સેવ્ય કરતાં સેવક થવાના પ્રસંગો વધારે આવ્યા હોય છે – પરિભ્રમણ કાળ દરમ્યાન. આ હકીકતના આધારે સમજી શકાય કે જીવે અનાદિકાળથી જે રીતિનો અભ્યાસ કર્યો છે તેનો સવળો ઉપયોગ જ તેણે કરવાનો છે. બીજી રીતે સફળતા મેળવવા કરતાં ભક્તિમાર્ગે પ્રાર્થનાના આશ્રયથી ભવકટિ કરવાનું આથી સહેલું બને છે. શ્રી સર્વજ્ઞપ્રભુને, શ્રી પુરુષને કે જ્ઞાની પુરુષને પ્રાર્થતાં જીવ તે આત્માનું પોતા કરતાં ઉચ્ચપણું માન્ય કરે છે, સાથે સાથે તેમનું શરણ પણ માન્ય કરે છે, એ સત્કાર્યની સફળતા પૂરતું અને કાર્ય પૂરતું શરણ સ્વીકાર્ય બને છે. આ શરણાને લીધે, પૂર્વકાળમાં આવા ઉત્તમ આત્માઓ માટે જે કંઈ દોષદૃષ્ટિ જીવથી સેવાઈ હોય, અંતરાય બંધાઈ હોય, તે તોડવાનો ઉત્તમ અવકાશ મળે છે. વ્યવહારમાં જો કોઈનો અપરાધ થયો હોય તો તેનું ચૂકવણું તેમના તરફથી દુઃખ ભોગવીને થતું હોય છે, તેવે વખતે જો એ જીવ સમક્ષ પશ્ચાત્તાપપૂર્વક પ્રાર્થના કરી ક્ષમા માગવામાં આવે છે તો ઘણીવાર માફી પામી, દુઃખના ભોગવટાથી બચી જવાય છે. આ જ પ્રમાણે, અણસમજમાં અજ્ઞાનવશ, ઉત્તમ આત્માઓની અશાતના કરી જીવ બળવાન અંતરાય બાંધી બેઠો હોય છે. વળી તે અશાતનાના ફળ રૂપે તે જીવ સન્માર્ગ અને શાશ્વત સુખથી વંચિત બની સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે, તેને પ્રસંગે તે જીવ ઉત્તમ આત્માનાં શરણે આવી, પોતાનાં પૂર્વકર્મોની ક્ષમા મેળવવા જ્યારે તેમને પ્રાર્થે છે ત્યારે તેમના સહજ ઉત્તમ શુભ ભાવોના પ્રભાવથી જીવે બાંધેલી અંતરાયો ઓગળી જાય છે. પરિણામે તે જીવને બાકીનાં ઘાતકર્મોનો નાશ કરવાની પ્રેરણા તથા શક્તિ સહજપણે પ્રાપ્ત થાય છે. પૂર્વે બાંધેલી સર્વ અંતરાયો તોડવા માટે, સદેવને યથાર્થ પ્રાર્થના કરવા સિવાય બીજો કોઈ સહેલો, સરળ અને ટૂંકી માર્ગ નથી. જેટલા પ્રમાણમાં અંતરાય કર્મ ક્ષય થાય, તેટલા પ્રમાણમાં ઘાતકર્મોનો ક્ષય કરવાની સમજણ તથા શક્તિ જીવને મળતાં જાય છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આ પ્રસંગે કોઈને વિચાર આવે કે સગુરુ મળ્યા પછી તેમના જ સહારે કર્મકટિ કરીએ તો ? સર્વજ્ઞ પ્રભુને પ્રાર્થવાની શી જરૂર? જરા ઊંડાણમાં સરકતાં સમજાય છે કે સદ્ગુરુ આપણને સાથ તો જ આપી શકે, જો કેવળીપ્રભુ – સર્વજ્ઞપ્રભુ એમને એ પ્રકારે પ્રેરણા કરે; કારણ કે સગુરુનાં મન, વચન અને કાયાની સોંપણી તો શ્રી સર્વજ્ઞપ્રભુને થઈ હોય છે. શ્રી સર્વજ્ઞપ્રભુ છે પરમાર્થ માર્ગના પ્રણેતા; તે માર્ગના પ્રચારક અને પ્રસારક છે શ્રી સદ્ગુરુ. જે મહામાર્ગ શ્રી પ્રભુએ તેમના શિષ્યો સમક્ષ પ્રગટ કર્યો છે તે મહામાર્ગને તે શિષ્યો સદ્ગુરુ સ્વરૂપે લોકો સમક્ષ પ્રકાશે છે. શ્રી સદ્ગુરુ તેમના પ્રત્યક્ષપણાને લીધે લોકોને ઉપકારનું બળવાન નિમિત્ત છે, અને તેમના પ્રેરણાદાતા છે શ્રી સર્વજ્ઞદેવ. શ્રી સર્વજ્ઞદેવ તરફથી આવતો કલ્યાણસ્ત્રોત અટકી જાય તો શ્રી સદ્ગુરુ નિષ્ક્રિય થઈ જાય. આમ સદ્ગુરુનો સાથ એ કેવળીપ્રભુનો જ સાથ કહી શકાય. વળી શ્રી સદ્ગુરુ ભાવિમાં કેવળી સ્વરૂપ પ્રાપ્ત કરવાના જ છે; તેથી ભાવિનયગમનયથી કહી શકીએ કે શ્રી સદ્ગુરુની સ્તુતિ તે શ્રી કેવળીપ્રભુની જ સ્તુતિ છે. શાશ્વત સુખની પ્રાપ્તિ અર્થે જ્યારે જીવ શ્રી પ્રભુને પ્રાર્થે છે ત્યારે તે પોતાની અપૂર્ણતા અને પ્રભુની પૂર્ણતાનો હૃદયથી સ્વીકાર કરે છે. પોતા કરતાં વિશેષ સામર્થ્યવાળા શ્રી પ્રભુ પ્રતિ લક્ષ કેંદ્રિત થતાં જીવનો માનકષાય હણાય છે. શ્રી પ્રભુનાં અગણિત ગુણોનો વિચાર થતાં તેનામાં નમતા તથા વિનયગુણનો વિકાસ થાય છે. તેનો લાભ લઈ જીવ અતિ બળવાન ગણાતાં મોહનીય કર્મને હણવા શક્તિમાન થાય છે. વળી, વિનમ્રતા તથા વિનયથી થતા લાભોની જાણકારી માર્ગદર્શકના આશ્રયે આવતાં, જીવનાં નમ્રતા અને વિનયની અભિવ્યક્તિ અમુક જ વ્યક્તિ પૂરતાં મર્યાદિત ન રહેતાં, અન્ય અનેક વ્યક્તિઓ સુધી વિસ્તરે છે. જેના પરિણામે ક્રોધ, માયા અને લોભ કષાય સંકોચાય છે. આમ વારંવાર ઉત્તમ ભાવનાથી પ્રાર્થના કરતા રહેવાથી મહાબળવાન મોહનીય કર્મને નબળું પાડવાનું અને ક્ષય કરવાનું ઉત્તમ કાર્ય જીવ સહેલાઈથી કરી શકે છે. જે અન્ય ઘાતી કર્મો હળવા કરવામાં મદદરૂપ થાય છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના જીવે બાંધેલાં અંતરાય તથા મોહનીય કર્મ નબળાં થવાથી, તેનાં જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મનાં પાયા ઢીલા પડી જાય છે. જીવની મોહબુદ્ધિ ઘટતાં તેની ૫૨પદાર્થોમાંની સુખબુદ્ધિ ઓછી થાય છે એટલું જ નહિ પણ અન્ય જીવોનો ઘાત ન થાય તેની સાવચેતી રાખવાની વૃત્તિ વધતી જાય છે. જો કોઈ પદાર્થનો તીવ્ર મોહ જીવને હોય તો તેમાંથી જન્મતી સુખબુદ્ધિ પણ તીવ્ર બને. પરિણામે જોરદાર જ્ઞાનાવરણ બંધાય, એથી ઉલટું મોહ તૂટતાં, સુખબુદ્ધિ મંદ થાય, પરિણામે જ્ઞાનાવરણ નબળું બંધાય. વળી, તીવ્ર સુખબુદ્ધિ હોય ત્યારે તે બુદ્ધિને પોષવા જીવ પોતાના સમગ્ર વીર્યનો ઉપયોગ કરી, એક થી ચાર ઇન્દ્રિયોવાળા જીવોનો ઘાત કરતાં પણ અચકાતો નથી. અને આ હિંસાના તીવ્રપણાને કારણે બળવાન દર્શનાવરણ કર્મ બાંધે છે. ૫૨૫દાર્થના ભોગવટાની સુખબુદ્ધિ જેમ જેમ અલ્પ થતી જાય છે તેમ તેમ તેની હિંસાપ્રવૃત્તિ સંક્ષેપ પામે છે અને બંધાતું દર્શનાવરણ કર્મ મંદ હોય છે. આમ જ્યારે શ્રી સર્વજ્ઞપ્રભુને અથવા તો શ્રી સત્પુરુષને અંતરંગથી પ્રાર્થના થાય છે ત્યારે જીવનાં અંતરાય તથા મોહનીય તૂટવા સાથે જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મનાં બંધનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. સાથે સાથે પૂર્વ નિબંધિત કર્યો પણ ક્ષય થતાં જાય છે. જીવ જ્યારે ઉત્તમ આત્માને પ્રાર્થના કરે છે ત્યારે તેનાં હ્રદયમાં નમતાવાળા શુભભાવો ચાલતા રહે છે. આ પ્રસંગે ચારે પ્રકારનાં ઘાતીકર્મો નબળાં પાડી જીવ સર્વાંગી લાભ કેવી રીતે મેળવે છે તે આપણે જોયું. આ પ્રકારની પ્રાર્થનામાં રત, જ્યારે જીવ હોતો નથી ત્યારે તે જીવ પૂર્વકર્મને વશ વર્તી, સ્વચ્છંદે ચાલી, અનેક પ્રકારના વિનાશક ભાવો કરી બેસે છે. અમુક પ્રમાણની આત્મશુદ્ધિ થઈ ન હોય ત્યાં સુધી જીવ ભાવ કર્યા વિના રહી શકતો નથી; તેથી શુભભાવની પરિણિત ચાલતી ન હોય ત્યારે જીવ અશુભ પરિણતિના સકંજામાં સહેલાઇથી સપડાઈ જાય છે. પરિણામે અનેક પ્રકારે દુ:ખદાયી, એવા આયુષ્ય વર્જિત સાતે કર્મના પાશમાં તે જીવ બંધાય છે. પરંતુ તે જીવ જો પ્રાર્થના કરતો રહે તો આવા અનેક અનિચ્છનીય બંધનથી બચી જાય છે. પ્રાર્થના કરતી વખતે નમ્રતાવાળા શુભભાવોનું ઘુંટણ જીવને રહેતું હોવાથી, જે ઘાતીકર્મો બંધાય છે તે સર્વ હળવાં પ્રકા૨નાં હોય છે અને જે અઘાતી કર્મો બંધાય છે તે સર્વ શુભ પ્રકારનાં Page #31 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ હોય છે. આવા હળવાં તથા શુભ કર્મબંધ ભોગવવા જીવને કષ્ટરૂપ થતાં નથી, એટલું જ નહિ એના ઉદયનો ઉપયોગ તે વિશેષ કર્મક્ષય કરવા માટે પણ કરી શકે છે. પ્રાર્થના કરવાથી એક વિશેષ લાભ પણ જીવને મળે છે. પ્રાર્થના વારંવાર કરતા રહેવાથી, તે ભાવનાનું ઘુંટણ વારંવાર થતું હોવાથી એ કર્મબંધ બળવાન થાય છે, અને જલદીથી ફળ આપે છે. ઉ.દા. સંસારથી છૂટવાની તાલાવેલીવાળો જીવ પ્રાર્થના કરે ત્યારે તેની પ્રાર્થનામાં છૂટવાના શુભભાવોનું ઘુંટણ વારંવાર થાય, અને તેના તે ભાવો વિશેષતાએ બળવાન થતા જાય, એટલે એ કાળ દરમ્યાન તેના સંસારીભાવ ઘટતા જાય, પરિણામે અંતરંગ સ્થિતિને અનુરૂપ કર્મબંધ થતાં હોવાથી છૂટવા માટેનું તેનું કર્મ બળવાન થાય છે. આ નિબંધન કરેલાં કર્મનો જ્યારે ઉદય થાય છે ત્યારે તે જીવ આત્મા પર છવાયેલાં કર્મનાં દળને, પ્રાર્થના કરતી વખતે માગેલા પ્રભુના સાથની સહાયતાથી સહેલાઈથી તોડી શકે છે, અને ત્વરાથી પોતાની શુદ્ધિ વધારી શકે છે. પોતાની રીતે વર્તવાથી અતિ કષ્ટરૂપ લાગતું કર્મ તોડવાનું કાર્ય શ્રી પ્રભુના સાથથી જીવ સરળતાથી, સહેલાઈથી અને સહજતાથી કરી શકે છે. આ મુદ્દાઓ વિચારતા પ્રાર્થનાનું મહાત્મ્ય તથા મહત્ત્વ સમજી શકાય છે. તેથી પ્રાર્થનાને ફળીભૂત કરવા માટે તેનું સ્વરૂપ સમજવું પણ એટલું જ આવકાર્ય ગણી શકાય. પ્રાર્થનાનું સ્વરૂપ જે પ્રાર્થનાનું આટલું મહાત્મ્ય છે અને આટલું મિષ્ટ ફળ છે; તે પ્રાર્થના યથાવિધિ અને યોગ્ય રીતે થાય તો તેનો ઉત્તમોત્તમ લાભ જીવને મળે. જો પ્રાર્થનામાં એકાદ અંગ નબળું રહી ગયું હોય તો તેનો શ્રેષ્ઠ લાભ મળી શકે નહિ તે દેખીતું છે. તેથી પ્રાર્થના કરવાને અધિકારી કોણ, આરાધ્યદેવ કોણ જોઈએ, પ્રાર્થના ક્યારે કરવી, કેવી રીતે કરવી, શું કરવી એ વગેરે તત્ત્વ વિશેની જાણકારી મેળવવી જરૂરી બને છે. ૧૦ Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના જીવ પાસે કોઈ પદાર્થ કે તત્ત્વ ન હોય અને તેને તે મેળવવાની બળવાન ઇચ્છા હોય તો તે જીવ હૃદયપૂર્વકની ઊંડાણભરેલી પ્રાર્થના કરી શકે છે. સાથે સાથે જેને પ્રાર્થનામાં આવે તેના પ્રતિ પૂજ્યભાવ તથા શ્રદ્ધા પણ જરૂરી છે, તે વિના જીવનું કાર્ય આગળ વધી શકતું નથી. તત્ત્વપ્રાપ્તિની બળવાન તાલાવેલી એ પ્રાર્થના કરવાનો અધિકાર આપે છે, કારણ કે તત્ત્વની અપ્રાપ્તિ એ તત્ત્વપ્રાપ્તિમાં અંતરાય સૂચવે છે. જ્યાં સુધી અંતરાય તૂટે નહિ ત્યાં સુધી તેની પ્રાપ્તિ સંભવે નહિ. આ અંતરાય તોડવા માટે તીવ્ર તાલાવેલી, ઝૂરણા તથા સપુરુષનું શરણું એ બળવાન નિમિત્તો છે. જો તાલાવેલી તીવ્ર ન હોય તો જીવ, તત્ત્વની અપ્રાપ્તિ વિશે અમુક અંશે તટસ્થ રહે છે અને ઝૂરણા વેદતો નથી. પરિણામે અંતરાય તૂટતી નથી. અને ઇચ્છિતની પ્રાપ્તિ દૂર ઠેલાય છે. આમ અપ્રાપ્ત તત્ત્વને મેળવવાની બળવાન ભાવના તથા તેના અનુસંધાનમાં આવતી ધગશ એ પ્રાર્થના કરવા માટે પહેલું અને અગત્યનું તત્ત્વ છે. તત્ત્વ મેળવવાની પોતાની ભાવના બળવાન કરવા માટે, પ્રાર્થને પ્રાર્થના કરવાનો હેતુ પહેલાં નિશ્ચિત કરવાની જરૂર છે. પોતે જે મેળવવા ઇચ્છે છે તેની શી અગત્ય છે, તેનાથી પોતાને શા શા લાભ છે, તે ન મળે તો શા શા નુકશાન છે, વગેરેની જાણકારી તેને હોવી જરૂરી છે. એ ન હોય તો પ્રાર્થના કરનારમાં ઇચ્છાનું બળવાનપણું કે જોઈતાં ધગશ તથા ઉત્સાહ આવી શકતાં નથી. જેમકે કોઈ જીવનું પ્રાર્થના કરવાનું ધ્યેય સંસારથી મુક્ત થવાનું છે, તો તે મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરે છે. પ્રાર્થનામાં સજીવનપણું લાવવા માટે મોક્ષપ્રાપ્તિથી થતા લાભ, સંસારભ્રમણથી થતા ગેરલાભો, સંસારી પદાર્થોનું તુચ્છપણું, આત્મસુખનું ઉત્તમપણું વગેરે તેને સમજાવાં જોઈએ. તે વિના સંસારના ક્ષણિક સુખો તેને એવાં આકર્ષી જાય કે સંસારથી છૂટવા માટેની યોગ્ય ભાવવાહી પ્રાર્થના કરી શકે નહિ, તેના ભાવો પ્રાર્થના કરતાં કરતાં પણ સંસારી પદાર્થોના ભોગવટામાં જ રમતા રહે. તેથી પ્રાર્થનાનું ઉત્તમ સુંદર ફળ અનુભવવા મળે નહિ. આટલું તો સ્પષ્ટ જ છે કે બળવાન ઇચ્છા જીવને અન્ય પદાર્થો પ્રતિ આકર્ષાતા રોકી મૂળભાવનું દઢત્વ કરાવે છે. - ૧૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આ પ્રમાણે પ્રાર્થના કરનારે સૌ પ્રથમ પોતાની યોગ્યતા વધારવી રહે છે. તે પછી જેમના શરણે રહી પ્રાર્થના કરવાની છે તે આરાધ્યદેવની પાત્રતા સમજવી ઘટે છે. જો કોઈ એક તત્ત્વની માંગણી દાતા પાસે કરીએ તો તે તત્ત્વ દાતા પાસે હોવું જરૂરી છે. જેમ કે ધનની યાચના ધનિક પાસે કરવાથી સફળ થાય, નિર્ધન પાસે કરવાથી નિષ્ફળતા જ સાંપડે. વિદ્યાની પ્રાપ્તિ વિદ્વાન પાસેથી જ થઈ શકે, અન્નની પ્રાપ્તિ અન્નદાતા પાસેથી જ થઈ શકે વગેરે. એ જ પ્રમાણે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની સિવાય ન થઈ શકે, આત્મશાંતિ કે આત્મશુદ્ધિ તેની અનુભૂતિવાળા પાસેથી જ મળી શકે, જન્મ જરા અને મૃત્યુનાં કષ્ટથી છૂટવા આપ્તપુરુષના આશ્રયે જ જવું પડે, તે સિવાયનો સર્વ પુરુષાર્થ રેતીમાં ખેતી કરવાની જેમ નિષ્ફળ નીવડે. આમ ઇચ્છુકની જે જરૂરિયાત છે તે તેના દાતા પાસે હોવી અનિવાર્ય છે. સાથે સાથે પોતાની પાસે જે સંપત્તિ છે તેનું દાન કરવાની ભાવના દાતામાં હોવી અગત્યની છે. જો સંપત્તિવાનને સંપત્તિનું દાન કરવાની ભાવના જ ન હોય તો તેને કરવામાં આવેલી પ્રાર્થના ફળવાન થતી નથી. ઉદા. ત. ધન મેળવવા માટે ધનિકને પ્રાર્થવા જોઈએ એટલું જ નહિ એ ધનિકને ધનદાન કરવાની ભાવના પણ હોવી ઘટે. જ્ઞાન જ્ઞાની પાસેથી જ મળી શકે જો જ્ઞાનીની જ્ઞાનદાનની ભાવના વર્તતી હોય તો. આવું જ શાંતિ, દયા, ક્ષમા, શુદ્ધિ, સમતા, વિદ્યા વગેરે ગુણોની પ્રાપ્તિમાં પણ સમજવું ઘટે છે. તેથી પ્રાર્થના કરનારે પોતાની યોગ્યતાની ચકાસણી કર્યા પછી એ નિર્ણિત કરવાનું રહે છે કે જેને તે આરાધવા માગે છે તેની પાસે સંપત્તિ તથા સંપત્તિદાનની ભાવના છે. આમાનાં કોઈ એક તત્ત્વનો અભાવ યોગ્ય દાનકાર્ય થવા દેતાં નથી. ટૂંકમાં કહીએ તો અયોગ્યતારહિત વ્યક્તિ સમક્ષ યોગ્ય વ્યક્તિએ કરેલી પ્રાર્થના સફળ થાય છે. સંસારમાં મોટાભાગની વ્યક્તિઓ સંપત્તિના અભાવથી અથવા સંપત્તિદાનની ભાવનાના અભાવથી પીડાતી હોય છે. વળી તેમાં પ્રાર્થકની અયોગ્યતા સંસારાર્થે થયેલી પ્રાર્થનાને સહેલાઇથી નિષ્ફળ બનાવે છે. બંને પક્ષની યોગ્યતાને આધારે જ પ્રાર્થનાનું સફળપણું સંભવે છે. સંસારાર્થે આ રીતે સફળ થયેલી પ્રાર્થનાથી ક્ષણિક સુખની જ પ્રાપ્તિ થાય છે, શાશ્વત સુખની પ્રાપ્તિ અસંભવિત જ છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના કારણ કે સર્વ સંસારી પદાર્થો નાશવંત છે, ક્ષણિક છે. સંસારીભાવો સદાય પરિવર્તનશીલ છે. ૫રમાર્થે થતી પ્રાર્થનામાં આ પ્રકારથી થોડુંક જુદાપણું જોવા મળે છે. યોગ્ય પ્રાર્થુક યોગ્ય દાતા પાસે શાશ્વત સુખ મેળવવા માટે પ્રાર્થના કરે તો તે પરિપૂર્ણ થાય જ છે. પરમાર્થદાન ન કરવાની ભાવના કોઈપણ સત્પુરુષ કે જ્ઞાનીપુરુષમાં સંભવી શકતી નથી. તેથી માત્ર પ્રાર્થુકની યોગ્યતા પર સફળતાનો આધાર રહે છે. શ્રી સર્વજ્ઞપ્રભુ – કેવળીપ્રભુ સમક્ષ અથવા તેમની ગેરહાજરીમાં તેમના આશ્રયે આગળ વધતા સત્પુરુષ કે જ્ઞાનીપુરુષ સમક્ષ પૂર્ણ આત્મશુદ્ધિ મેળવવાની અભિલાષાથી પ્રાર્થના કરવામાં આવે તો તે અવશ્ય ફળવાન થાય છે; કારણ કે શ્રી પ્રભુમાં સર્વ પ્રકારની સમર્થતા ખીલેલી હોય છે, તે ઉપરાંત એ સમર્થતા સહુ જીવોમાં આવે તે પ્રકારના ભાવ તેમણે સર્વજ્ઞપણું પ્રગટાવતાં પહેલાં બળવાનપણે સેવ્યા હોય છે. તે ભાવની પૂર્ણતા અર્થે તેઓ પોતાની ‘કેવળલક્ષ્મી’નું દાન નિઃસંકોચતાથી કરતા રહે છે. તેમના આ પરોપકારને સત્પુરુષો તથા જ્ઞાનીપુરુષો સતત ગ્રહણ કરતા રહે છે. શ્રી સર્વજ્ઞ પ્રભુના કૃપાધોધમાં સદૈવ તરબોળ રહેવા તેઓ ઉત્સુક હોય છે, તેથી તેઓ પણ પોતાના પુરોગામીના શિક્ષણ અનુસાર પોતાને પ્રાપ્ત થયેલી અધ્યાત્મ સંપત્તિનું દાન, શ્રી પ્રભુ પ્રતિ અહોભાવ સેવતાં સેવતાં પૂરી ઉદારતાથી કરતા રહે છે. શ્રી સત્પુરુષ પૂરેપૂરા સભાન હોય છે કે પોતાની પાસે જે કંઈ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી સંપત્તિ છે તેનું મૂળ શ્રી વીતરાગભગવંતની કૃપાદૃષ્ટિના ધોધમાં સમાયેલું છે. કૃપાના સતત વહેતા ધોધને ચાલુ રાખવામાં પોતે એક નિમિત્ત છે. ઉપરથી વરસેલા જ્ઞાનધોધમાં તરબોળ બની એ જ્ઞાન બીજાને પસાર કરતા રહેવાથી કૃપાનું વહેણ ચાલુ રહે છે. જો એ જ્ઞાન તથા કૃપા બીજાને આપવામાં ન આવે તો પોતાનાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ખીલવણી કરતો શ્રી પ્રભુનો કૃપાધોધ પણ સ્થગિત થઈ જાય છે. તેથી શ્રી પ્રભુની કૃપાને પાત્ર અવિરતપણે રહેવું હોય તો શ્રી પ્રભુ જેવીજ નિષ્કારણ કરુણાબુદ્ધિ પોતે સેવવી ઘટે. આમ પોતાની પૂર્ણતા કેળવવાના હેતુથી પણ શ્રી સત્પુરુષ શ્રી પ્રભુ જેવી નિષ્કારણ કરુણાબુદ્ધિથી વર્તે છે. આ બુદ્ધિમાં જો સત્પુરુષ વિક્ષેપ આણે તો તેમની ૧૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ કેવળલક્ષ્મી પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિમાં અવશ્ય વિઘ્ન આવે છે. તેથી કોઈ પણ આત્માર્થી પુરુષ તેમની સંપત્તિનું દાન કરવાની ભાવનામાં ક્યારેય ઓટ આવવા દેતા નથી. જો પરમાર્થદાનમાં કોઈ જીવ ખચકાટ અનુભવે તો તે જીવ પરમાર્થ માર્ગમાં નથી એવું કડક વચન શ્રી પ્રભુએ પ્રકાશ્ય છે. તેથી સંપત્તિ હોવા છતાં સંપત્તિદાનની ભાવના ન હોય તેવું પરમાર્થે ત્રિકાળમાં પણ બનનાર નથી. શ્રી સત્પરુષોની આ પરમાર્થ પ્રવૃત્તિથી આકર્ષાઈને તેમનાં શરણમાં જવાના ભાવથી જ્યારે તેમની ખોજ કરવામાં આવે છે ત્યારે તેમના યોગનું દુર્લભપણું અત્યંત અનુભવાય છે. સમગ્ર સંસારમાં આવા ઉત્તમ આત્માઓની સંખ્યા અતિ અલ્પ છે. અને તેમાં પણ તેઓ પોતાની પાત્રતા સ્વમુખે જણાવે નહિ, અર્થાત્ તેઓ કોઇને કહે નહિ કે સન્દુરુષ અથવા તો હું જ્ઞાનીપુરુષ છું. તેથી ગ્રાહક જીવોએ તેમનાં વાણી, વર્તન તથા ભાવનું અવલોકન કરીને નક્કી કરવું પડે છે કે આ જીવાત્મા સપુરુષ છે કે નહિ. પરિણામે તેમના વિવિધ કર્મોદયના ફાંસલામાં પુરુષની ઓળખાણ મેળવવી ખૂબ કઠણ થઈ જાય છે. વળી કેટલાક બાહ્ય ચમત્કારો હાંસલ કરનાર જીવો, મોહવશ, માનપૂજાના ભાવથી પોતાને સન્દુરુષ તરીકે ઓળખાવતા હોય છે. આવા જીવોની આ પ્રકારની પ્રવૃત્તિ સન્દુરુષની ઓળખ કરવામાં વિશેષ કઠણાઈ ભેળવે છે તે સમજાય તેવું છે. કેટલીકવાર તેવા જીવોની બાહ્યસમૃદ્ધિ તથા ક્ષુલ્લક ચમત્કારોથી આકર્ષાઈ સામાન્ય જીવ તેને સપુરુષ સમજી, તેમની આજ્ઞાએ પ્રવર્તી, ભેખડે ભરાઈ પોતાનું અકલ્યાણ નોતરે છે. આવું મોટું ભયસ્થાનક પ્રત્યેક જીવને સદ્ગુરુની શોધ કરતી વખતે પાર કરવું પડે છે. તે ભયસ્થાનને ઓળંગવાનો ઉપાય આગળ ઉપર સમજાશે. વિશેષમાં પ્રાર્થના કરતી વખતે જીવે મનમાં ચાલતા સંકલ્પ તથા વિકલ્પરૂપ વિભાવભાવનો ત્યાગ કરી એ પ્રકારની શ્રદ્ધા કેળવવાની રહે છે કે પોતાના આરાધ્યદેવ પ્રાર્થના સાંભળીને ઈષ્ટની પ્રાપ્તિ કરવામાં જરૂર સહાયભૂત થવાના છે. જ્યાં સુધી જીવ આ શ્રદ્ધાન કેળવતો નથી ત્યાં સુધી તે પ્રાર્થનાની સફળતાની બાબતમાં આશંકિત રહ્યા કરે છે. વિકલ્પોના આ વમળ પ્રાર્થનાથી થતા સંકલિત બળને છિન્નભિન્ન કરી નાખે છે. જો એ સંકલિત થતા બળને તૂટવા દેવું ન હોય તો આરાધ્યદેવ પ્રતિ ૧૪ Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણભાવનું સિંચન કરવું ઘટે. આરાધ્યદેવ પાસે ઈષ્ટ સંપત્તિ તથા સંપત્તિદાન કરવાની ભાવના હોય છતાં જો પ્રાર્થકમાં પૂરતાં પ્રેમ અને શ્રદ્ધાનો અભાવ હોય તો કાર્યકારી ઈષ્ટફળ સંભવી શકતું નથી. પ્રેમ તથા શ્રદ્ધાનો અભાવ પ્રાર્થનામાં આવતાં ભાવનાં ઊંડાણને રોકે છે, અને પ્રાર્થના શુદ્ધ રીતે થઈ શકતી નથી, તેથી ઈષ્ટદેવ પ્રતિથી આવતું દાન તે સરળતાથી સ્વીકારી શકતો નથી. તે અંતરંગ ખચકાટ સાથે તેને સ્વીકારતો હોવાથી અનેક ખામીઓ ઊભી થાય છે. ભાવનાનાં ઊંડાણના અભાવવાળી સ્થિતિમાં તે જીવનું ચિત્ત, પ્રાર્થનાકાળે અન્ય ભૌતિક સ્થળોએ સહજતાએ ખેંચાઈ જાય છે, તેના ફળ રૂપે આવતાં દાનમાં સ્વમતિકલ્પનારૂપ સ્વચ્છેદ ભળી જાય છે. પરિણામે જીવ વિપરિતાચરણથી મુક્ત થઈ શકતો નથી. વળી યથાર્થ શ્રદ્ધાનનો અભાવ હોવાને કારણે તે સ્પષ્ટપણે અથવા અસ્પષ્ટપણે આશંકા સેવે છે કે મારી પ્રાર્થના સફળ થશે?', ‘તત્ત્વની માંગણી યથાર્થ પ્રમાણમાં પૂરી નહિ થાય તો?' વગેરે. આ અને આવી આશંકાઓમાં રમતો રહી પોતાના સ્વચ્છંદને જીવ મજબૂત કરે છે. તે સ્વચ્છંદના પ્રભાવથી તે જીવ એક જ પ્રાર્થ્યદેવને ન આરાધતાં અન્ય અન્ય સમક્ષ શ્રદ્ધાનના ઊંડાણ રહિત પ્રાર્થના કરતા રહી, બાવાના બેય બગડે એ ન્યાયે ક્યાંયથી પણ સત્ની પ્રાપ્તિ કરી શકતો નથી. તે બાહ્યથી ધર્મારાધન કરતો દેખાતો હોવા છતાં ધર્મવિમુખ જ રહ્યા કરે છે. આ વાત ઉદાહરણથી સમજીએ. એક જીવ પોતાની ઇચ્છાપૂર્તિ માટે શ્રી કૃષ્ણની પ્રાર્થના કરે છે. તેમાં તાત્કાલિક સફળપણું ન અનુભવાતાં, શ્રી કૃષ્ણ માટે અધુરપ વેદી, તેમનાં સામર્થ્ય વિશે આશંકિત થઈ સફળતા આવતાં પહેલાં જ શ્રી કૃષ્ણને છોડી તે શ્રી ગણપતિને પ્રાર્થવા લાગે છે. તેમાં પણ એ જ અધીરજ અને અધુરપ વેદી સ્થિર થતો નથી, અને થોડા જ કાળમાં શ્રી વીતરાગ દેવને એ જ રીતે ભજતો દેખાય છે. વીતરાગદેવ પાસે પણ અંતરંગના સાશંકપણાને કારણે ન ટકતાં તે બહ્મા, વિષ્ણુ, શંકર, અંબામા, દુર્ગા આદિ અનેક દેવદેવીઓ સમક્ષ પ્રાર્થના કરતો ફરી વળે છે. આમ અનેક સમર્થ દેવદેવીઓનું આરાધન તે બાહ્યથી કરી ચૂકે છે, પણ ક્યાંય ઠરીઠામ થતો નથી. પરિણામે ક્યાંય પણ સાચું શ્રદ્ધાન કર્યું ન હોવાને કારણે કોઈ પણ દેવ કે દેવીને ઇચ્છાપૂર્તિનું દાન કરવાની જવાબદારી રહેતી ૧ પ Page #37 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ નથી, તેથી તે બધેથી નિષ્ફળતા પામે છે. વ્યવહારનાં ઉદાહરણથી આ વાત વિશેષ સ્પષ્ટ થશે. એક સેવક દાનની વાંછાથી જુદા જુદા અનેક ધનિકની વારાફરતી સેવા કરે છે. થોડા દિવસ એક જગ્યાએ કામ કરી, લાલચમાં બીજી જગ્યાએ જાય છે. વળી થોડા દિવસમાં ત્રીજી જગ્યાએ જાય છે. તેથી કોઈ પણ ધનિક તેની જવાબદારી લેતા નથી. જેટલા દિવસ કામ કરે તેટલા દિવસના ગણતરીના પૈસા આપી તેઓ છૂટી જાય છે. પરિણામે તેની ધનની જરૂરિયાત પૂરી થતી નથી. પરંતુ જો એ જ સેવક કોઇ પણ એક વ્યક્તિ – ધનિકને પકડી તેની તનમનથી સેવા કરતો રહે છે તો જરૂર પડયે તે ધનિક તેની બધી જવાબદારી ઊઠાવે છે. જેમકે માંદગી વખતે દવા વગેરેના વધારાના પૈસા ખર્ચવા, તેની શારીરિક સુવિધા જળવાય તે જોવું, તેના કુટુંબમાં કોઈ પ્રસંગ આવે તો પ્રસંગ ઉકેલવા પૂરતા પૈસા આપવા, વસ્ત્રાદિની જરૂરિયાત પૂરી પાડવી વગેરે. આ પરથી સમજાય છે કે કોઈ એક જીવ એક પછી એક એમ અનેક દેવદેવીઓની આરાધના કરતો રહે તો ક્ષણિક અને તુચ્છ સંસારસુખ સિવાય તે કંઈ જ પામી શકતો નથી. તેના પૂર્ણ કલ્યાણની જવાબદારી કોઈ લેતું નથી. પરંતુ જો એક સાચા વીતરાગદેવને શ્રદ્ધી, તેની તનમનથી સેવના કરે તો શ્રી વીતરાગદેવ તે જીવને જન્મ, જરા અને મૃત્યુનાં દુ:ખથી પર એવા શાશ્વત મોક્ષસ્થાન સુધી લઈ જવા પોતાનાં અમૂલ્ય એવા કેવળધનનો વારસો તેને આપે છે. આ પરથી ઉત્તમ પાત્રતા મેળવવાની અગત્ય સ્પષ્ટ થશે. પ્રાર્થના કરતી વખતે પ્રાર્થુકે એ લક્ષ રાખવો ઘટે છે કે પ્રાર્થનામાં કોઈનું પણ અકલ્યાણ સંભવે એવા ભાવનું ગૂંથન થવું ન ઘટે. પ્રાર્થનામાં તો સ્વપર કલ્યાણની ભાવનાજ ગૂંથાવી જોઈએ. કોઈને પણ અશાંતિ થાય, અકલ્યાણ થાય એવા ભાવનું સિંચન અજાણપણે પણ પ્રાર્થનામાં આવી જાય તો તેનું સફળપણું રુંધાઈ જાય છે, કારણ કે શ્રી વીતરાગદેવને કોઈનું પણ અકલ્યાણ અભિપ્રેત નથી. તેઓ સહુનું કલ્યાણ ઇચ્છે છે અને કલ્યાણ કરે છે. તેમના આ ગુણને આધારે તો તેમને સર્વજ્ઞપણું પ્રગટયું છે. બળવાન કલ્યાણરૂપ આત્મા પાસે જો કોઈના પણ અકલ્યાણની ભાવના કરવામાં આવે તો તે સફળ ન જ થાય, એટલું જ નહિ પણ આ પ્રકારનું ચિંતવન કરનારની અશાંતિ ૧૬ Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના અને અશુભના ઉદયો વધી જાય છે. કારણ સમજાય તેમ છે. જીવ જ્યારે કોઈનું પણ અશુભ ચિંતવે છે ત્યારે તે જીવ એને અનુરૂપ કર્મના પરમાણુઓ પોતાના આત્માના પ્રદેશો પર ગ્રહણ કરે છે. અને તે કર્મનો ઉદય થાય છે ત્યારે તેનાં પરિપાકરૂપ બેવડું કષ્ટ અશુભ ચિંતવનાર પામે છે. જે જીવ પ્રાર્થનામાં શુભ ચિંતવે છે, સ્વપર કલ્યાણના ભાવ કરે છે તે જીવ શુભ પરમાણુ કર્મરૂપે ગ્રહણ કરે છે તેથી તે વખતે તો શાતા વેદે છે; ઉપરાંત તેના પરિપાકકાળે બેવડી શાતા પામે છે. આ પરથી એ તારણ કાઢી શકાય કે પ્રાર્થનામાં પોતાનાં સુખની વૃદ્ધિની માંગણી સાથે કોઈની પણ કષ્ટવૃદ્ધિ થાય તેવી માંગણી થવી ન જોઈએ. જો એમ થાય તો જીવને સુખને બદલે દુ:ખ મળે છે. આ ચેતવણી ન સમજનારા જીવો અશુભ તત્ત્વોનું આરાધન કરી, બીજાને કષ્ટ પહોંચાડવાની પ્રવૃત્તિ આદરી, પોતા માટે ભાવિનું અપરંપાર દુ:ખ ઊભું કરે છે. મુક્તિ ઇચ્છનાર જીવે આ પ્રકારના દોષથી બચવા સતત જાગૃત રહેવું જોઈએ. આટલી જાણકારી મેળવ્યા પછી, પ્રાર્થના કઈ રીતે કરવી જોઈએ તેની સમજણ લેવી પણ જરૂરી છે. પ્રાર્થના કરતાં પહેલાં જીવે મનમાં ઈષ્ટદેવની સ્મૃતિ લઈ વિનમ્રભાવ આણવો જોઈએ. તે દ્વારા જીવનો માનભાવ દબાય છે, અને સફળતાને આંબવા પાત્રતા તૈયાર થાય છે. જો અહમ્નો ઉદય વેદાતો હોય તો તેનાં કારણે અન્ય શુભ વસ્તુનો લાભ તે ગ્રહી શકાતો નથી. વિનમ્રભાવ આણ્યા પછી ઇષ્ટદેવના ગુણોની સ્તુતિ થોડીવાર કરવી જરૂરી છે. જે ગુણોનો અભાવ પોતામાં છે તેનો સદ્ભાવ શ્રી વીતરાગદેવમાં છે તેવી સ્મૃતિ બળવાન થતાં, તે ગુણો પ્રાપ્ત કરવાની, વિકસાવવાની તાલાવેલી જીવને જાગે છે, અને જીવનું ભાવનું ચળવિચળપણું ઘટે છે. વળી જે ગુણોની સ્તુતિ થાય છે તે ગુણોથી મળતા લાભનું જાણપણું પણ જીવમાં આવે છે. અને તેના પુનરાવર્તનથી તે સર્વ પ્રાપ્ત કરવા માટેનું દઢત્વ બળવાન થાય છે. પરિણામે ઇચ્છિતની પ્રાપ્તિ સહેલી થાય છે. જેમ ભાવનું ઊંડાણ તથા બળવાનપણું વિશેષ તેમ તેનો પરિપાક ત્વરાથી મળે છે એવો કર્મસિદ્ધાંત છે. શ્રી પ્રભુના ગુણની સ્તુતિના અનુસંધાનમાં પોતાના દોષો અને ભૂલોને કારણે આવા ગુણોથી પોતે વંચિત રહ્યો છે તેનું ભાન જીવને ભૂલોનો પશ્ચાત્તાપ કરવા પ્રતિ દોરી જાય છે. એટલે કે એક જીવ કોઈ ઇચ્છિત પ્રાપ્ત કરવા ૧૭ Page #39 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પ્રવૃત્ત થાય ત્યારે પોતાના પૂર્વના દોષને કારણે વર્તમાનમાં તેનાથી વંચિત રહ્યો છે તે સમજી પૂર્વના પાપદોષથી નિવૃત્ત થવા પશ્ચાત્તાપ પૂર્વક શ્રી પ્રભુની સાક્ષીએ ક્ષમા માગે છે. આ પશ્ચાત્તાપમાં પૂર્વનાં પાપો અમુક અંશે ધોવાઈ જાય છે, આત્મા એટલા પ્રમાણમાં હળવાશ અનુભવે છે. હળવાશવાળી આ પળોમાં જે ભાવ ક૨વામાં આવે છે તે સહેલાઇથી ફળવાન થાય છે. આ પળોમાં પૂર્વકૃત દોષોનું પુનરાવર્તન પોતાનો આત્મા કરે નહિ તેવી ભાવના પણ ભાવવી ઘટે છે, કારણ કે દોષના પુનરાવર્તનના કારણે પ્રાપ્તિ દૂર ઠેલાઈ જાય છે. વિવેકપૂર્વક આ કાર્ય કર્યા પછી પોતાની માગણીઓનું અનુસંધાન કરવાથી પ્રાર્થનાની સફ્ળતા સુલભ બને છે. આટલી પૂર્વભૂમિકા તૈયાર કર્યા પછી ઈષ્ટદેવ સમક્ષ પોતાનું અંતિમ ધ્યેય પ્રગટ કરવું જોઈએ, અને તેની સફળતાના પ્રથમ સોપાન તરીકે પોતાની વર્તમાન અવસ્થામાં વિકાસક્રમનું એક ડગ આગળ વધારવા વિનંતિ કરવી ઘટે છે. પછીથી જેમ જેમ સફળતા મળતી જાય તેમ તેમ સફળતા આપવા માટે ઈષ્ટદેવનો યોગ્ય શબ્દો અને ભાવથી ઉપકાર માની, તે પછીનો વિકાસ કરાવવા માટે વિનંતિ કરતા જવી જોઈએ. મળેલી સિદ્ધિ બદલ જો ઉપકાર માનવામાં આવે નહિ તો પ્રાર્થક નગુણો ગણાય. ઉપકારીનો ઉપકાર તેના મનમાં વસતો નથી એવો આભાસ થાય. વળી, ઉપકાર માનતા રહેવાથી જીવની કૃતજ્ઞતા પ્રગટ થાય છે અને શાતાનું દાન કરનારને વિશેષ સહાયરૂપ થવા નિમિત્ત મળે છે. અમુક અંશે પ્રાપ્તિ થવા છતાં ઉપકાર માન્યા વિના તે પછીના વિકાસની માગણી કરવાથી ઉપકારીનો ઉપકાર ઓળવવા જેવું થાય છે, વિનય ચૂકાઈ જાય છે. જો આવું અયોગ્ય વર્તન હોય તો દાતાએ અપાત્રે દાન કર્યું છે તેવું ચિત્ર ઉપસી આવે છે. આ અપાત્રદાનના પ્રસંગથી બચવા, પ્રાર્થુકે ભાવપૂર્વક ઉપકાર માનવો હિતાવહ છે. આમ ઉપકાર માની ઋણ સ્વીકારવાથી જીવને ગુણવૃદ્ધિ કરવાનો અવકાશ ઘણો વધી જાય છે. જીવને કષાયો – માન, માયા, લોભ આદિ તોડવા નિમિત્ત મળે છે. અહીં જણાવેલી રીત પ્રમાણે નિયમિતપણે પ્રાર્થના કરવાનું ચાલુ કર્યા પછી પણ કેટલીકવાર પૂર્વકર્મના પ્રાબલ્યને કારણે એવું બને છે કે થોડા કાળમાં પ્રાર્થનાનું ૧૮ Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના સફળપણું અનુભવવા મળતું નથી. એવા સંજોગોમાં જીવ વિવિધ પ્રકારના વિકલ્પમાં સપડાઈ જાય છે. ‘પ્રાર્થના હજુ સુધી ફળી નહિ, હવે ક્યારે ફળશે?’ ‘આ પ્રાર્થના સફળ થશે કે નહિ?’ વગેરે. આ જાતના આર્તધ્યાનાત્મક વિચારમાં જવું યોગ્ય નથી, કારણ કે આ વિચારોથી નવી અંતરાયો બંધાઈ જાય છે. આ પ્રકારના વિચારોમાં પ્રભુ પ્રતિની અશ્રદ્ધા પ્રગટ થાય છે. ‘પ્રભુએ હજુ પ્રાર્થનાનું ફળ આપ્યું નહિ' એવા ભાવ જાગે ત્યારે પોતાનો પુરુષાર્થ ફળ પ્રાપ્તિ માટે પૂરતો છે એવી અપ્રગટ સમજણ જીવમાં હોય છે, વળી પ્રભુનું ન્યાયતંત્ર ખામીવાળું છે જેથી ફળ મળ્યું નથી એવો ધ્વનિ આવા ભાવમાં સાંભળી શકાય છે. અને એ દ્વારા શ્રી સર્વજ્ઞપ્રભુનો દોષ જીવ આડકતરી રીતે જુએ છે તે પ્રભુની અશાતના કરવા બરોબર હોવાથી નવા કર્મબંધમાં તે જીવ ફસાઈ જાય છે. આવો દોષ પ્રાર્થના કરવા જતાં પોતામાં આવી ન જાય તેની સાવચેતી રાખવા યોગ્ય છે. જીવે તો જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી પ્રાર્થનાની એકાગ્રતા અને શ્રદ્ધાનું ઊંડાણ વધારતાં જવાનાં છે. કર્મનું જેટલું બળવાનપણું હોય તેનાથી વિશેષ પ્રાર્થનાનું બળવાનપણું કરવામાં આવે ત્યારે જ તે કર્મ પરાભવ પામે છે. તેથી જો સફળતા જોઈતી હોય તો કર્મનું સ્વરૂપ સમજી તેના માપે પોતાની પ્રાર્થનામાં ભાવનું ઊંડાણ અને સમયમર્યાદા વધારવાથી લાભ થાય છે. શ્રી પ્રભુનો સાથ હોવાથી ગમે તેવાં બળવાન કર્મને પણ પરાસ્ત કરી શકાય છે એ શ્રદ્ધાન ક્યારેય છોડવા યોગ્ય નથી. વળી, જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી પ્રભુદત્ત ધીરજગુણ વધારતા રહી આત્માને બળવાન કરતા જવાનો છે. આ રીતિ અપનાવવાથી કાં ઇચ્છિતની પ્રાપ્તિ થાય છે અને કાં પ્રભુમાં રહેલા અપાર ધીરજગુણની પ્રાપ્તિ પ્રાર્થુકને થતી જાય છે. આમ કોઈ પણ સ્થિતિમાં પ્રાર્થુકને લાભ જ છે. પ્રાર્થનાને લગતા વિવિધ અંગોની જુદી જુદી અપેક્ષાએ વિચારણા કર્યા પછી આત્માર્થે ક્રમથી આગળ વધતા જીવો કેવા કેવા ભાવ તથા કેવી કેવી પ્રાર્થના વિવધતાએ કરી શકે છે તેની વિચારણા આનંદદાયક તથા ઉપયોગી થશે. જીવને સંસારમાં અનુભવવા પડતા અનિત્યતા અને ક્ષણિકતાના પ્રસંગોમાંથી સતત પસાર થતા રહેવું પડે છે. તેમાંથી કોઇક વિરલા જીવને આ ક્ષણભંગુર સંસા૨થી ૧૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ મુક્ત થઈ શાશ્વત સુખ લેવાની મહેચ્છા જાગે છે. અન્ય જીવો વગર વિચાર્યું આ ઘટમાળમાંથી પસાર થયા કરે છે. તેઓ માને છે કે “આમ જ હોય. વિશેષતાએ કષ્ટ લાગે ત્યારે અંતરંગ કષાયભાવને વશ થઈ તે કષ્ટના નિમિત્ત બનનાર પર દોષનો ટોપલો ઓઢાડી, તેની સાથે વેર બાંધે છે, અને ભાવિની અશાંતિ નિશ્ચિત કરે છે. આ સુખદુ:ખની ઘાટમાળમાંથી જીવો ચક્રવત્ પસાર થયા જ કરે છે, સંસાર ચાલ્યા કરે છે. તેથી જ અનાદિ કાળથી ચાલતો સંસાર અનંતકાળ સુધી રહેવાનો છે એમ શ્રી પ્રભુએ જણાવ્યું છે. જે જીવ વિચારક છે, શાશ્વત સુખ મેળવવાની ઝંખનાથી ભૂષિત છે તે સંસારની જંજાળથી મુક્ત થવા પુરુષાર્થ ઉપાડે છે. તે જીવને આ ઝંખના પૂર્ણ કરવામાં સહાયરૂપ થાય તેવા માર્ગદર્શકની જરૂર લાગે છે. માર્ગદર્શકની અપ્રાપ્તિ તેને મુંઝવે છે. વળી સાચા માર્ગદર્શકની ખોજ પોતાની રીતે કરવી તેને ખૂબ કઠિન લાગે છે. તેને પોતાની પાત્રતા એટલી બળવાન નથી લાગતી કે બીજા અનેકની પરીક્ષા કરી, યોગ્ય માર્ગદર્શકની પરખ કરી, તેની સાથે પોતાનું અનુસંધાન કરી શકે. બીજી બાજુ જો કોઈ અયોગ્ય માર્ગદર્શક ભેટી જાય, ત્યાં શ્રદ્ધાન થઈ જાય તો લાભને સ્થાને મહા નુકશાન થઈ જાય; કારણ કે મહામૂલ્યવાન મનુષ્યભવ વેડફાઈ જાય, કલ્યાણ કરવાનો અમૂલ્ય અવસર ચૂકાઈ જાય. ફરીથી મનુષ્યભવ તથા સાનુકૂળ સંજોગો આવે ત્યાં સુધી કલ્યાણ લંબાઈ જાય. તેથી કોઈ પણ અયોગ્ય વ્યક્તિના શરણે પોતાનો આત્મા જાય નહિ તેની કાળજી કરવી તે છૂટવા ઇચ્છતા જીવ માટે અત્યંત આવશ્યક છે. અયોગ્ય દોરવણીને કારણે લાભને બદલે નુકશાન થાય તેવું આ સંસારમાં ઘણીવાર બને છે, તેથી તેવું ન થાય તે માટેની કાળજી સેવવામાં આવે છે. બાળકને સારું શિક્ષણ મળે તે માટે ઉત્તમ ગણાતી શાળામાં તેને મૂકવાની તજવીજ માતાપિતા કરતા હોય છે, સારી રીતે સંતાન દ્રવ્યોપાર્જન કરી શકે એવી ભાવનાથી તેને લગતી પ્રસિદ્ધ સંસ્થાઓમાં શિક્ષણ મળે તે માટે ભરપૂર પ્રયત્નો કરનાર માતાપિતા તથા વડીલોનો આ જગતમાં તોટો નથી. સારાંશ કે પચાસ થી સો વર્ષના આયુષ્ય દરમ્યાન કષ્ટો ન આવે તે માટેની જાતજાતની કાળજી આ સંસારમાં લેવામાં આવે છે; તો પછી જ્યાં અનંતકાળનું દુઃખ ટાળવાનું છે, જન્મમરણના ફેરામાંથી મુક્ત થવાનું છે, Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના શાશ્વત સુખ ઉપાર્જન કરવાનું છે, તે મહાન કાર્યની સફળતા માટે યોગ્ય માર્ગદર્શક મેળવવા માટે વિશિષ્ટ તકેદારી રાખવી જોઈએ એ સહજ છે. ટૂંકી જિંદગી, લાંબી જંજાળ, વિપરીત સંજોગો, કર્મોદયની વિચિત્ર વણઝાર, ઉત્તમ માર્ગદર્શકોનું અત્યંત અલ્પપણું વગેરે પરિસ્થિતિમાં સહજતાએ કેવી રીતે માર્ગદર્શક મેળવવા તે વિશે સર્વ જિજ્ઞાસુઓ અત્યંત મુંઝવણ વેદે છે. એ દશામાં પુરોગામી સપુરુષોએ પ્રકાશેલો બોધ જિજ્ઞાસુની મદદે આવે છે. તેમના જણાવ્યા પ્રમાણે જે આત્માએ વિશુદ્ધપણું પ્રગટાવ્યું છે, જેમનું વીતરાગપણું નિર્વિવાદપણે પ્રસિદ્ધ છે એવા શુદ્ધાત્મામાં શ્રદ્ધા રાખી, તેમને વિનમ્રતાથી નિયમિતપણે પ્રાર્થના કરવાથી યોગ્ય માર્ગદર્શક આત્મશુદ્ધિ અર્થે મેળવવામાં સફળતા પ્રાપ્ત થાય છે. તેવો જિજ્ઞાસુ જીવ શ્રી વીતરાગ પ્રભુને આ પ્રમાણે પ્રાથ શકે – “શ્રી સર્વજ્ઞ વીતરાગ ભગવંત! આપ સંસારના સર્વ પ્રકારનાં દુઃખથી મુક્ત બની, અનંત સુખસ્વરૂપ એવા મોક્ષમાં બિરાજમાન છો. આપ આત્માના અનંત ગુણોનું સમીપપણું અને સુખ માણી રહ્યા છો, અને એ દ્વારા પ્રગટ થતી અપાર શાંતિને ચોમેર ફેલાવી રહ્યા છો. આ શાંતિ, આ સહજાનંદ, આ શાશ્વત સુખ જાણવાના અને માણવાના મને ખૂબ જ અભિલાષ છે. વળી, આપે પ્રકાશિત કરેલા માર્ગદર્શનથી મને સમજાયું છે કે સત્પરુષ - સદ્ગુરુરૂપી પ્રત્યક્ષ ભોમિયા વિના આ ધ્યેય સિદ્ધ કરી શકાતું નથી. તો મારા પર બળવાન કૃપા કરી, આ સંસારસમુદ્રને તરી પાર કરવામાં ઉપકારક થાય તેવા પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ મને ત્વરાથી આપો. પ્રભુ! મને અનુભવમાં આવે છે કે અહીં વસતા અનેક મનુષ્યોમાં સ્વજાતે સદ્ગુરુની શોધ કરવામાં સફળ થવું તે અશક્ય નહિ તો પણ અત્યંત કઠણ તો છે જ. મારામાં ગુણો અલ્પ છે, તેથી બાકીના અનંત દોષો સદ્ગુરુપ્રાપ્તિનું સુખ મેળવવામાં અંતરાયરૂપ નીવડે છે. હું આ બધા દોષોની તથા બાંધેલી અંતરાયોની આપની સાક્ષીએ પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માંગું છું. મારા પર અત્યંત કૃપા કરી, ઉદિત અંતરાયોથી મને છોડાવી, મારા ઉપકારક પ્રત્યક્ષ ૨૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સદ્ગુરુના યોગમાં મને લઈ જાઓ. શ્રી ગુરુરાજની સહાયથી મારા દોષોથી મુક્ત થવાનો બળવાન પુરુષાર્થ મારે જગાડવો છે, જેથી આપની અને ગુરુદેવની કૃપા માણવાનો હું અધિકારી બની શકું. પ્રભુ! મારા આ અંતરંગ અભિલાષને લક્ષમાં લઈ, સગુરુપ્રાપ્તિનો યોગ મને ત્વરાથી આપો. જે કાળ એ પ્રાપ્તિ પહેલાં મારે વીતાવવાનો હોય તે કાળ આપના પ્રણીતેલા ઉત્તમ વચનોના આરાધનમાં વ્યતીત કરું એવી સદ્ગદ્ધિ મને આપશો. આપની કૃપાથી સંસારથી મુક્ત થવાની જે ઉત્તમ અભિલાષા મારામાં જાગૃત થઈ છે તે માટે આપનો ખૂબ ખૂબ ઉપકાર માની આપના નિષ્પાપી ચરણારવિંદમાં સવિનય વંદન કરું છું”. ૐ શાંતિ. આ પ્રકારની ભાવવાહી પ્રાર્થના નિયમિતપણે ધીરજથી કરવાથી સદ્ગુરુ પ્રાપ્તિનો યોગ સુલભ થાય છે. શ્રી સર્વજ્ઞ ભગવાન “સર્વ જીવનું કલ્યાણ થાઓ' એવા ભાવ બળવાનપણે કર્યા પછી જ સર્વશપણું પામ્યા હતા. તેથી સર્વ જીવો જ્યાં સુધી સન્માર્ગે ન વળે ત્યાં સુધી આ ભાવ અધૂરા રહ્યા ગણાય. તેથી સર્વ જીવની કલ્યાણવાંછતી શુભ ભાવનાના પરમાણુઓ આ જગતમાં ફરતા રહે છે. જ્યારે ભક્તજન પ્રાર્થના કરે છે ત્યારે તે કલ્યાણભાવના પરમાણુઓ આ પ્રાર્થનામાં ભળી જાય છે, અને તેથી જીવની અંતરાયો તૂટે છે. અંતરાય તૂટવાથી તથા શુભબંધ દ્વારા જીવની પાત્રતા તૈયાર થવાથી તે જીવને શ્રી સગુનો યોગ થાય છે. અને અતિ કઠિન જણાતું સદ્ગુરુ-પ્રાપ્તિનું કાર્ય સાવ સુલભતાએ પાર પડે છે. કદાચિત્ બળવાન કર્મોદયના કારણે પ્રાપ્તિમાં વિલંબ થાય તો ધીરજ, વિવેક, સમતા આદિ ગુણો વધારતા રહી પ્રાર્થના ચાલુ રાખવાથી કેવું સુંદર ફળ મળે છે તે ઉદાહરણ સાથે સમજીએ. એક બાળક પોતાની માતા પાસે સવિનય માગણી કોઈ વસ્તુ માટે કરે છે. માતા તે બાબત પર ધ્યાન આપ્યા વિના પોતાનાં કાર્યમાં રત રહે છે. થોડા સમય પછી બાળક એ જ શ્રદ્ધા તથા શાંતિ અને ધીરજથી પોતાની માગણી ફરીથી કરે છે. માતા દાદ આપતી નથી, છતાં બાળક ધીરજ ગુમાવ્યા વિના શાંતિ અને શ્રદ્ધાપૂર્વક વારંવાર વિનંતિ કરતું રહે છે. પરિણામે માતા બાળકના ગુણોથી પ્રભાવિત થઈને ૨૨ Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના બેત્રણ દિવસમાંજ બાળકની ઇચ્છા પૂરી કરે છે. આ દરમ્યાન માતાને બાળક પ્રતિ ઘણો પ્રેમભાવ વધ્યો હોય છે, કારણ કે બાળકના સગુણો તેને રસતરબોળ બનાવે છે.જો એ જ બાળક, એ જ ચીજની માગણી તેની માતા સમક્ષ અયોગ્ય રીતે મૂકતું હોય, એટલે કે તે બાળક રડીને, જીદ કરીને, કજીયા કરીને, જમીન પર આળોટીને વસ્તુની માગણી કરતું હોય તો માતા તેના પર અકળાઈ જાય છે. માતા તેને શિક્ષા કરે છે, વઢે છે, અને જીદ પૂરી ન કરવાના હેતુથી તે વસ્તુથી બાળકને વંચિત રાખે છે. અયોગ્ય માર્ગ ગ્રહણ કરવાને લીધે બાળક ઇચ્છિત વસ્તુ પામી શકતું નથી. અને માતાના પ્રેમની ઓટ વધારામાં અનુભવવી પડે છે. તેની સામે બાળક યોગ્ય અને વિવેકી માર્ગ અપનાવે તો ઇચ્છિત વસ્તુ અને માતાના પ્રેમની વૃદ્ધિ એમ બંને પામે છે. સારાંશ કે સાધન અને સાથે બંનેની શુદ્ધિ અવશ્ય જોઈએ. આ જ પ્રાર્થકને પણ લાગુ પડે છે. પ્રાર્થક સર્વજ્ઞ પ્રભુનું સંતાન છે. તે સંતાન પ્રેમ, શ્રદ્ધા, ધીરજ, વિનય, વિવેક સાથે શ્રી સર્વજ્ઞ વિભુને પ્રાર્થે તો પ્રત્યેક પ્રાર્થના વખતે કોઈ ને કોઈ ગુણની વર્ધમાનતા અમુક અંશે તો મેળવે જ છે. જિજ્ઞાસુ આત્મા વિવેકી બની, ધીરજ કેળવી, શાંતભાવથી શ્રી પ્રભુને પ્રાર્થના કરે છે ત્યારે તેને શ્રી પુરુષનો યોગ થાય છે. તેમની પાસેથી તે જિજ્ઞાસુને આત્મશુદ્ધિ કરવા માટે માર્ગદર્શન મળતું જાય છે. તે અનુસાર તે જીવ આરાધન કરતો રહે છે. આ પ્રવૃત્તિ કરતાં કરતાં, સમકિત પ્રાપ્તિમાં વિદનરૂપ અંતરાય કર્મનાં ક્ષય અર્થે તથા સગુણોની ખીલવણી અર્થે, તે શ્રી સદ્ગુરુના સૂચન અનુસાર આ જાતની પ્રાર્થના શ્રી પ્રભુને કરી શકે છે – હે સર્વજ્ઞ ભગવાન! આપને આ બાળકના સવિનય કોટિ કોટિ વંદન હોજો. આપ પ્રભુ સર્વ જીવોનું કલ્યાણ ઇચ્છી, અનેક જીવોનું કલ્યાણ કરી, સિદ્ધભૂમિમાં બિરાજમાન થયા છો. સહુ જીવોના કલ્યાણની આપની ભાવનામાં મારો પણ સમાવેશ થયો, તે માટે હું આપનો આભાર માનું છું. આપે કરેલી આ કૃપાના કારણે જ મારામાં કલ્યાણ મેળવવાના ભાવ જાગ્યા છે. અને આપની કૃપાથી સગુરુનો પ્રત્યક્ષ યોગ મને સાંપડયો છે, Page #45 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તે માટે આપનો જેટલો ઉપકાર માનું તેટલો ઓછો છે. હે પ્રભુ! મારા પર એવી વિશેષ કૃપા કરો કે મળેલા યોગનો હું યથાર્થ લાભ લઈ શકું. પ્રત્યક્ષ યોગને પ્રમાણિત કરી, ગુરુજીના દાખવેલા માર્ગે ચાલી, ભવકટિ કરવા કટિબદ્ધ થઈ શકું. આપની કૃપાથી જે સુંદર યોગ મને મળ્યો છે. તેનો વિશેષ વિશેષ લાભ લઈ મારા દોષો ટાળી શકું અને તેનાથી ઉત્પન્ન થતાં વિઘ્નો ક્ષય કરી શકું. પ્રભુજી ! મારા પૂર્વકાલીન દોષો તથાં અંતરાયોની આપની સાક્ષીએ ક્ષમા ચાહું છું. એ સર્વ અશુભનો નાશ કરવા માટે મને સતત સાથ આપશો. આપશ્રી મને સપુરુષની કૃપાને પાત્ર તથા તેમના અંતરંગ સ્વરૂપને પામી શકું એવો બનાવશો, એ વિનંતિ સાથે આપને ખૂબ ભાવપૂર્વક સવિનય વંદન કરું છું.” ૐ શાંતિ. અહીં દર્શાવ્યા પ્રમાણે સમાન ભાવથી ભરેલી પ્રાર્થના જો સુજ્ઞ જીવ નિયમિત રીતે કરે તો તેનામાં શાંતિ, દયા, ધીરજ, ક્ષમા આદિ ગુણો ક્રમે ક્રમે ખીલતા જાય છે; તે સત્પષના આશ્રયે અને માર્ગદર્શન સાથે સમકિત પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય છે. જેમ જેમ મોહ તૂટતો જાય છે તેમ તેમ ગુણો વિશેષતાએ ખીલતા જાય છે. તેથી વિશેષ ભાવના ઊંડાણવાળી પ્રાર્થના કરવાની શક્તિ તથા ભક્તિ જાગે છે. મોહનીય કર્મ હળવું બનતાં પ્રભુનાં દર્શન કરવાની, મોક્ષમાર્ગ વિશે યોગ્ય સમજણ મેળવવાની ઝંખના તેને થાય છે. પરંતુ તે કેમ કરવું તેની સ્પષ્ટતા તેને લાગતી નથી. સમજણનો અભાવ તેને મહેસુસ થાય છે. ત્યારે તેને ખ્યાલ આવે છે કે જ્ઞાનાવરણ કર્મ તેને પીડા પહોંચાડી રહ્યું છે. આ કર્મ તોડવા જીવ શ્રી સગુરુના આશ્રયે શ્રી સર્વજ્ઞ પ્રભુને પ્રાર્થના કરી સુવિધા પામી શકે. તે વિનવી શકે કે – “શ્રી સર્વજ્ઞ વીતરાગ ભગવંત! આપે મારા પર કરેલા અનંતાનંત ઉપકારને અભિનંદુ છું. આપની કૃપા મને સતત અનુભવવા મળે તેવી વિનંતિ કરું છું. આપ પ્રભુ સર્વ પદાર્થને યથાર્થપણે જાણો છો; સર્વ ઇચ્છુક જીવોમાં એ શક્તિ પ્રગટ થાય તેવા શુભાશયથી આપે ઝળહળતો મોક્ષમાર્ગ કોઈ પણ પ્રકારના બદલાની આશા વિના પ્રકાશ્યો છે. તે મોક્ષમાર્ગને સમુચિતપણે ૨૪ Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના હું જાણી શકું, તેનો ઉપયોગ કરી આત્માની પવિત્રતાને પૂર્ણતા સુધી પહોંચાડી શકું એવી ભાવના સિદ્ધ કરવા હું ઇચ્છું છું. આ સિદ્ધિમાં, પૂર્વ કાલે અણસમજમાં બાંધેલા આવરણો મને વિહ્નરૂપ થાય છે. તે કરેલાં સર્વ દોષો તથા આવરણો માટે આપની સાક્ષીએ પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માંગું છું. આપ સમર્થ પ્રભુ મારાં આવરણો તોડવામાં તથા પર પદાર્થોના ભોગવટામાં રહેલી સુખબુદ્ધિ ઘટાડવામાં કરુણા કરી મને સાથ આપો. આપની એ અસીમ કૃપાથી મારાં જ્ઞાન તથા સમજણ દિન પ્રતિદિન વધતાં જશે અને હું યથાર્થ રીતે મોક્ષમાર્ગનું આરાધન કરવા ભાગ્યશાળી થઈ શકીશ. જેનાં ફળ રૂપે આપની જેમ અતૂટ અને અપાર સહજાનંદ તથા સુખસ્વામી થવા હું સમર્થ બની શકીશ. આપે કરેલા અને ભાવિમાં કરવાના ઋણનો સ્વીકાર કરી, ખૂબ ભાવથી વંદન કરું છું.” ૐ શાંતિ. કેટલીકવાર એવું બને છે કે જીવ શ્રી સદ્ગુરુ આશ્રયે આરાધના કરે છે ત્યારે ગુરુજી શિષ્યને સમજણ અર્થે શાસ્ત્રાધ્યયન, અમુક પદો કે વચનો મુખપાઠ કરવા જણાવે છે. તે પાછળ ગુરુનો આશય એવો હોય છે કે માર્ગની સમજણ વધારવા માટે શ્રી સત્પરુષોનાં વચનો, પદોનું અધ્યયન ઉપકારી થાય છે. ઉપરાંત વિશેષ ઉપકારી થાય તેવાં ગદ્યખંડો કે પદ્યપંક્તિઓ કંઠસ્થ કરવાથી તકના સમયે તે સ્મૃતિમાં આવી યોગ્ય વર્તન કરવા માટે મદદરૂપ થઈ પડે છે. આ આશયને લક્ષમાં લઈ શિષ્ય જ્યારે અધ્યયન કરે છે ત્યારે ઘણીવાર તેને એવો અનુભવ થાય છે કે એ વચનોનો લક્ષ્યાર્થ કે ગૂઢાર્થ સમજાવવા છતાંય યથાર્થ સમજાય નહિ, કદાચ એ વખતે સમજાય પણ ફરીથી વાંચે ત્યારે ભૂલાઈ ગયું હોય, પ્રિય પદ્યપંક્તિઓ કે સુવચનો કંઠસ્થ કરવા પ્રયત્ન કરે છતાં તે સર્વ વારંવાર સ્મૃતિમાંથી સરી જાય, ગુરુજીનો બોધ સાંભળે ત્યારે ખૂબ અસર થાય અને તેને સ્મૃતિમાં ગ્રહી રાખવા પ્રયત્નશીલ થવા છતાં થોડા જ કલાકોમાં વિસ્મૃતિનું વાદળું ફરી વળે, એટલું જ સ્મૃતિમાં રહે કે જે સત્સંગમાં મેં સાંભળ્યું હતું તે ખૂબ ઉપયોગી હતું, ... આવું આવું અનેકવાર બને ત્યારે એ જીવને ખૂબ ખિન્નતા અને ગ્લાનિ અનુભવવાં પડે છે, કારણકે ઇચ્છિત અને ઉપયોગીનો વિયોગ વેદવો ૨૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પડે છે. કેટલીકવાર જિજ્ઞાસુને એવો અનુભવ પણ થાય છે કે સુંદર બોધ સાંભળે ત્યારે તે ખૂબ આનંદ વેઠે, તેને લાગે કે મને બધું સમજાય છે, સ્મૃતિમાં પણ ગ્રહાયું છે; તેની શાતા પણ વેદે આમ છતાં અન્ય પાત્ર જીવ પાસે તેની અભિવ્યક્તિ કરવા જાય ત્યારે અનુભવાય કે પોતે લીધેલી સમજણ એ પાત્ર જીવ સમક્ષ યોગ્ય રીતે રજૂ થતી નથી. પરિણામે પાત્ર જીવને આત્માર્થે આનંદ આપી પોતાનો આનંદ બેવડાવવાની તેની તમન્ના છિન્નભિન્ન થઈ જાય છે અને તે ગ્લાનિની અનુભૂતિમાં સરી પડે છે. આવી વિવધ રીતે વેદવી પડતી જ્ઞાન સંબંધી અનેક મર્યાદાઓ (જેમકે સત્પુરુષોનાં વચનોના ગૂઢાર્થ સમજવાની ઈચ્છા હોવા છતાં કયારેક વાચ્યાર્થ પણ ન પકડાય; વાચ્યાર્થ મળે તો ગૂઢાર્થ ન સમજાય; કોઈ ગૂઢાર્થ સમજાવે ત્યારે લાગે કે સમજાયું છે, પણ તેની સ્મૃતિ ન રહે; કદાચિત સ્મૃતિ રહે અને બીજા સમક્ષ પ્રગટ કરવા જાય ત્યારે નિષ્ફળતા સાંપડે; યોગ્ય પદ્યપંક્તિઓ કે સુવચનો કંઠસ્થ કરવાની ઇચ્છા હોવા છતાં, વારંવાર પ્રયત્ન કર્યા પછી પણ સ્મૃતિગ્રાહ્ય ન થાય; અતિ પ્રયત્ને કંઠસ્થ થાય તો થોડા જ કાળમાં ફરીથી વિસ્તૃત થઈ જાય વગેરે વગેરે). આરાધક જીવને આ સ્થિતિ મોટા પ્રમાણમાં આંતરવેદના આપે છે, મુંઝવણમાં ડૂબાડે છે અને તેના ઉત્સાહને તોડવામાં સાથ આપે છે. જ્યારે આ પરિસ્થિતિ માટે વિચારણા કરીએ છીએ ત્યારે સમજાય છે કે આ બધો ઉત્પાત જીવે બાંધેલા જ્ઞાનાવરણીય કર્મને આભારી છે. ૫૨૫દાર્થમાં સુખબુદ્ધિ કેળવી જીવજ્ઞાનની અશાતના કરે છે ત્યારે આ કર્મની જાળમાં ફસાઈ ઉપ૨ વર્ણવેલી કોઈ ને કોઈ સ્થિતિમાં ઝડપાઈ જાય છે. પ્રત્યેક જીવને એક યા બીજી અવસ્થાએ આ અજ્ઞાન પરિષહ સમભાવથી વેદવાનો તથા તેનો જય ક૨વાનો પુરુષાર્થ કરવો પડે છે. વાંચન, મનન, ચિંતન, નિદિધ્યાસન વગેરે પરિષહ જયના સાધનો સાથે શ્રી પ્રભુને કરેલી પ્રાર્થના એ પણ બળવાન સાધન છે. આવી ભીડ સર્જાય ત્યારે જિજ્ઞાસુ શ્રી પ્રભુને આ પ્રમાણે પ્રાર્થી શકે - “શ્રી સર્વજ્ઞ વીતરાગ! આપ પ્રભુ સર્વ તત્ત્વની સમય સમયની ત્રિકાલિક વાત જાણી રહ્યા છો. આપનું એ નિરાવરણ જ્ઞાન મારામાં આપના પ્રતિ ખૂબ અહોભાવ પ્રગટાવે છે. તેના અનુસંધાનમાં મને વિચાર આવે છે ૨૬ Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના કે આપનાં કંઇક બોધવચનો મને સમજાતાં નથી, સમજાય છે તો ઉત્તમ રહસ્યાર્થ પકડાતો નથી, કદાચિત કોઈ વાચ્યાર્થ સહ રહસ્યાર્થ સમજાવે તો તેની સ્મૃતિ રહેતી નથી, સ્મૃતિ રહે તો ઝાંખી હોય છે, વળી એ રહસ્ય ખોલી અન્ય સાથે આનંદ માણી શકાતો નથી; આમ અનેક પ્રકારની મારી જ્ઞાનની અપૂર્ણતા મને, આપના જ્ઞાનના સંપૂર્ણપણા પ્રતિ સાશ્ચર્ય મીટ મંડાવે છે. આપના જેવી નિરાવરણ સ્થિતિ મેળવવાની મારી ઉત્સુકતા વધતી જાય છે. પરિણામે ભૂતકાળમાં જે જે અશુભ ભાવ તથા વર્તન કરી આવરણભરી સ્થિતિ મેં ઊભી કરી છે તેના માટે પશ્ચાત્તાપનો દરિયો ઘૂઘવવા લાગ્યો છે. પશ્ચાત્તાપનાં પુનિત વહેણમાં સ્નાન કરી, વિશુદ્ધ બની હું આપનાં બોધવચનોનો રહસ્યાર્થ સહિત વિશાળતાથી અર્થ સમજવા તથા સમજાવવા ભાગ્યશાળી બની, મારી જ્ઞાનપિપાસા છીપાવી શકું એવી કૃપા મારા પર વરસાવો. મારી સ્મૃતિ એટલી બળવાન કરો કે કોઈ અયોગ્ય ભાવ કે પ્રવૃત્તિ પ્રતિ મારો જીવ ખેંચાય ત્યારે આપના અનુપમ બોધવચનો મને સાચો આધાર આપી વિપરિણામથી બચાવી લે. આપની કૃપાના અવિરત ધોધમાં મહાલવાના અભિલાષ સાથે, નિર્મળ જ્ઞાનભરિત આપને સવિનય વંદન કરી કૃતાર્થતા અનુભવું છું.” ૐ શાંતિ. અહીં વ્યક્ત કરેલા ભાવાનુસાર શ્રી જિનેશ્વર પ્રભુને જો નિયમિત પ્રાર્થનામાં આવે તો કાલાનુક્રમે તે જીવનાં આવરણો તૂટે અને તેને બોધ પ્રાપ્તિ, બોધની અર્થપ્રાપ્તિ, તેની સ્મૃતિ વગેરે વધતાં જાય. મળેલા બોધનું દઢત્વ થાય, આરાધન વધારવા માટે પ્રેરણારૂપ થાય, વિશુદ્ધિ પામવા માટે ઉત્સાહિત થવાય તે પ્રકારનાં દર્શનનો લાભ મળતો હોય તો સોનામાં સુગંધ ભળવા જેવું થાય. શ્રી જિનેશ્વર પ્રભુનાં, સિદ્ધ ભગવાનનાં, જિન મંદિરનાં, સદ્ગુરુનાં, આત્માનાં પ્રતીકરૂપ પ્રકાશનાં, ઉજ્જવળ રત્નોનાં, વગેરે શુભ તત્ત્વોનાં ભાસમાં દર્શન થાય તો આત્મામાં શાંતિ તથા શીતળતા રેલાય છે, એટલું જ નહિ પણ પોતે આદરેલા પુરુષાર્થને શ્રી ગુરુએ તથા શ્રી જિનપ્રભુએ સ્વીકાર્યો છે તેવી પ્રતીતિ પણ આવે છે; તે પ્રતીતિ તેના પુરુષાર્થને વેગવાન કરવામાં સાથ ૨ ૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આપે છે. દર્શનાવરણ કર્મ જ્યારે ઉદયમાં હોય છે ત્યારે આરાધક આ પ્રકારના દર્શનલાભથી વંચિત બને છે. કદાપિ દર્શન થાય તો તે અત્યંત ઝાંખા હોય છે, જેની સ્મૃતિ રહેવી કઠણ પડે છે. આવા શુભ દર્શનોથી વંચિત કરનાર પીડાકારી દર્શનાવરણ કર્મને હળવું કરવા જીવે પ્રયત્નવાન થવું જોઈએ. તે કર્મથી અડચણ પામતો જીવ શ્રી સદગુરુ આશ્રયે શ્રી પ્રભુને વિનવી શકે કે – “હે નીરાગી ભગવંત! આપના સહજ શુદ્ધ નીરાગીપણાને મારા કોટિ કોટિ વંદન હો. પૂર્ણ વીતરાગપણે કેળવીને આપ પ્રભુ સમસ્ત લોકાલોકનું પ્રત્યક્ષ દર્શન સમયે સમયે કરી રહ્યા છો. આપનાં અનંત દર્શનને ધન્ય છે. આપની સરખામણીમાં મારી દૃષ્ટિ અત્યંત મર્યાદિત છે, તેનું કારણ મારું સરાગપણું છે. મારી રાગવૃત્તિ જગતના પદાર્થોમાં રમ્યા કરે છે, અને તે વૃત્તિને પોષવા મારાથી જે કોઈ પ્રવૃત્તિ થાય છે તેમાં એક થી પાંચ ઇન્દ્રિય સુધીનાં જીવો મારાથી દુભાય છે, કંઇકની મારાથી હિંસા થઈ જાય છે, અને મારો આત્મા દર્શનાવરણ કર્મના પંજામાં ભીડાય છે. આ પ્રકારની પ્રવૃત્તિથી થતાં બંધન મને આપના પવિત્ર દર્શનથી વિમુખ રાખે છે; એનું ભાન મને પશ્ચાત્તાપની જ્વાળામાં ખેંચી જાય છે. મારામાં ઉત્પન્ન થયેલી આ જ્વાળા મારી રાગવૃત્તિને, તેનાથી જન્મતી અશુભ પ્રવૃત્તિઓને બાળી નાખે એવી આપ સમર્થ પ્રભુ કૃપા કરો. હવેથી જગત પ્રતિની મારી લાલસા તૂટતી જાય, મારાથી કોઈને કષ્ટ પહોંચે નહિ એવું નિર્દોષ વર્તન મને પ્રાપ્ત થાય, અને શ્રી પુરુષના આશ્રયે પરમાર્થ માર્ગમાં સતત આગળ વધતો રહું એવી અંતકરણથી પ્રાર્થના કરી, અત્યંત વિનમ્રતાથી આપને વંદન કરું છું.” ૐ શાંતિ. કેટલીક વખત એવું બને છે કે સત્સંગના યોગથી અથવા સપુરુષનાં સાનિધ્યમાં રહીને જીવની સન્માર્ગમાં સમજણ વધે છે, તેના પરમાર્થ ભણીના નિર્ણયો બળવાન થાય છે, એ રસમાં તરબોળ રહેવાના ભાવ દૃઢ થાય છે, અને કર્મનો એવો જોરદાર ઝપાટો લાગે છે કે તે જીવ આ સુયોગથી ફેંકાઈ જાય છે. તેવે વખતે સત્સંગ અને ૨૮ Page #50 -------------------------------------------------------------------------- ________________ સત્પુરુષનો વિયોગ તેને અકળાવે છે, બેચેન બનાવે છે; આ સ્થિતિમાં આર્તધ્યાનમાં સરી ન પડાય તથા ઉદિત થયેલા વિપરીત સંજોગોથી જલદીથી છૂટી જવાય તેવા હેતુથી જીવ પ્રાર્થનાનો આશ્રય લઈ સ્થિરતા મેળવી શકે છે. ઘણી વખત પ્રત્યક્ષ સત્સંગના યોગનો આનંદ જીવને એવો અવર્ણનીય લાગે છે કે તેનાથી કદાપિ વિમુખ ન થવું પડે તો સારું એવા ભાવનું ઘુંટણ તેને ચાલે છે. તે હેતુ પૂર્ણ કરવા શ્રી પ્રભુને પ્રાર્થી શકાય કે “હે ભગવંત! અત્યાર સુધીમાં આપે મારા પર અનેક ઉપકાર કર્યા છે તે માટે હું આપનો ખૂબ આભાર માનું છું. આપની જ કૃપાથી સંસાર પાર કરવાની મહેચ્છા મારામાં ઉદ્ભવી છે, સત્પુરુષ તથા સત્સંગનાં મહાત્મ્ય મને સમજાયાં છે, મળેલો મનુષ્ય જન્મ સફળ કરવાનો નિર્ણય થયો છે અને તે અર્થે આરાધન કરવાની તત્પરતા મારામાં જાગી છે. તે સર્વ ઉપકારાર્થે આપને વંદન કરું છું અને આપને વિનંતિ કરું છું કે મને સત્પુરુષ તથા તેમના સત્સંગનો લાભ નિરંતર મળ્યા કરજો, તેમના થકી થતા અગમ્ય લાભનો અહોભાવ મને સદાય વર્તજો. એ સત્સંગમાં વસી મારા સર્વ દોષો હું ટાળતો રહું, મોક્ષમાર્ગની ઝીણવટભરી ખૂબીઓ હું અવલોકતો રહું એ ભાવના પૂર્ણ કરજો. આ અભિલાષા સાકાર થવામાં મારાં પૂર્વનાં જે જે કર્મો, અંતરાયો, મોહ, વિપરીતાચરણો વિઘ્નરૂપ થતાં હોય તે સર્વની આપની સાક્ષીએ પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માગું છું. મારાં તે પાપ નિષ્ફળ થાઓ. તે સર્વ વિઘ્નકર્તા દોષોથી મને બચાવો, સત્સંગરૂપી પરમ સૌભાગ્ય મને તથા સહુ આત્માર્થી જીવોને મળતું રહો એવી સબુદ્ધિ સાથે આપને પરમ શ્રદ્ધાથી વંદન કરું છું. મારા વંદન સ્વીકારશો.” ૐ શાંતિ. પ્રાર્થના આમ જરૂરિયાત પ્રમાણે વિવિધ કર્મોને ટાળવામાં સહાયરૂપ થાય તેવી પ્રાર્થના કરતા રહેવાથી અનેકવિધ લાભ થાય છે. પ્રાર્થના દરમ્યાન મન શુભભાવમાં રોકાતું હોવાથી અશુભ કર્મોનો આશ્રવ રોકાય છે. ક્ષમાપના કરવાથી એકત્રિત થયેલો કર્મનો જથ્થો હણાય છે અને ક્રમે કરી તે જીવ સમ્યક્દર્શન પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય છે. ૨૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તેને લગતી સમજણ તથા પ્રતીતિ શ્રી ગુરુ પાસેથી મળતાં વધારે આગળ વધવા તે જીવ ઉત્સાહિત થાય છે. શ્રી ગુરુનાં માર્ગદર્શન નીચે તે પોતાનો ક્ષાયિક સમકિત મેળવવાનો પુરુષાર્થ આદરે છે. અને ગુરુની દોરવણી અનુસાર લગભગ આ પ્રકારની પ્રાર્થના, અન્ય ઉપાયો કરવા સાથે, તે આડાં આવતાં કર્મોને હઠાવવા કરતો રહે છે — “અહો! શ્રી વીતરાગ પ્રભુ! મોહસ્વયંભૂરમણ સમુદ્ર તરીને પાર કરતાં સિદ્ધ થયેલી પરમ વીતરાગતાને મારા સવિનય વંદન હોજો. આપ આ વીતરાગતા સહિત મારા હ્રદયમાં બિરાજમાન હો. મારાં હૈયામાં વસી, આપની વીતરાગતાને ફેલાવી મારાં કર્મોનો નાશ કરવામાં મને સાથ આપો. કર્મનો ક્ષય કરવાનો પુરુષાર્થ કરતાં મને સમજાય છે કે એક બાજુ બળ કરી એક કર્મને કાઢવા જાઉં છું ત્યાં બીજી બાજુથી બીજું કર્મ ચુપકીદીથી પ્રવેશી જાય છે. અને જ્યાં નવાં આવતાં કર્મોને રોકવા જાઉં છું ત્યાં પૂર્વે સંચિત કરેલાં કર્મો મને પીડા આપતાં જરા પણ અચકાતાં નથી. આવી કર્મોથી ઘેરાયેલી અવસ્થામાં મને આપનો એકનો જ આધાર છે. સર્વ કર્મોનો ક્ષય કરવામાં આપે કેવું બળવાન પરાક્રમ દાખવ્યું છે તેનું ભાન મારી પામરતા ટાળવા માટે મને ખૂબ ઉત્સાહિત કરે છે. એથી જ આપની પાસે વીતરાગતાનું દાન માગું છું. એ વીતરાગતાના અંશો મેળવી હું મારા અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ તથા દર્શનમોહની ત્રણે પ્રકૃતિ ક્ષય કરવા ઇચ્છું છું. આપ સુદેવ મારા હ્રદયપ્રદેશમાં સદાકાળ બિરાજી, મને પ્રેરણા આપી, આપની નિસ્પૃહતા ગ્રહણ કરી શકવા ભાગ્યશાળી બનાવો, જેનાં ફળરૂપે મારાં અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વ નાશ પામી જાય. વિઘ્નરૂપ બનતાં મારા સર્વ દોષોની આપની સાક્ષીએ ક્ષમા ચાહું છું. આ પ્રકારના દોષો મારાથી બીજીવાર ન થાય તે માટે પ્રેરણા તથા શક્તિ માગી આપને ખૂબ ભાવથી વંદન કરું છું.” ૐ શાંતિ. પ્રાર્થના, સત્સંગ, ધ્યાન, મનન, ચિંતન વગેરે સદુપાયો કરતાં કરતાં જીવથી ક્ષાયિક સમકિત લેવાનું પરાક્રમ થઈ જાય છે. તેમાં શ્રી સદ્ગુરુનો સાથ અને પ્રેરણા ૩૦ Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના અવિસ્મરણીય છે. એ સાથ અને પ્રેરણા ઝીલવાની ભાવના તથા બોધાનુસાર વર્તવાનું નિશ્ચયબળ એ જીવનમાં પોતાનાં છે. તે પાત્રતા વિના સદ્ગુરુના સાથ અને સહકાર કાર્યકારી થતા નથી. તેથી પોતાની વિશુદ્ધિ કરવાની ભાવના અને પાત્રતા દિન પ્રતિદિન વધતાં રહે તેવી ભાવના જીવે વારંવાર કરવી ઘટે છે. ખીલતી પાત્રતાને આધારે પ્રાર્થનામાં વૈવિધ્ય પ્રસરે છે. એ વખતે જીવને સમજાય છે કે પોતાનું આત્યંતિક બૂરું કરવામાં મુખ્ય ફાળો સ્વછંદનો છે, જેને વશ તે અનાદિકાળથી રહેતો આવ્યો છે. પોતે પોતાની મેળે જે સારાનરસાપણા વિશે નિર્ણયો કર્યા છે અને તેને જ અનુસરીને જે બેફામ વર્તન ચલાવ્યું છે તે સ્વછંદ છે. આ સ્વચ્છંદને કારણે જીવને અનંતાનંત કર્મો બંધાયાં છે, તાત્પર્ય કે સંસાર સંચાલનનો મુખ્ય પાયો જ સ્વચ્છંદ છે. તેથી સંસારક્ષયની ઇચ્છા સેવનારે સ્વછંદને ત્વરાથી દબાવવો જોઈએ, તોડવો જોઈએ. વિચારકને શ્રી સદ્ગુરુના પ્રસાદથી સમજાય છે કે સ્વછંદ એ મનના વિભાવભાવોનું પરિણામ છે, તેથી મનને અંકુશમાં લેવાથી સ્વચ્છંદ સહજતાએ દબાય છે. આ સમજણને આધારે તે ઇચ્છે છે કે નિરંકુશ એવા મારા મનનો શ્રી સદ્ગુરુ અંકુશ લે તો સારું. સ્વચ્છંદથી છૂટી હળવાશનો સુંદર અનુભવ લેવા તે શ્રી પ્રભુને પ્રાર્થે છે કે – “પરમ શાંતરસમાં નિમગ્ન રહેનાર શ્રી પ્રભુ! આપને પ્રાપ્ત થયેલી અપાર શાંતિને અહોભાવથી વંદન કરું છું. મન, વચન તથા કાયામાં મારાપણાનો સંપૂર્ણ અભાવ થવાથી આપને સર્વકાલીન અપાર શાંતિનો પ્રસાદ પ્રાપ્ત થયો છે, તેવી સમજણ અને શ્રી સદગુરુની કૃપાથી લાધી છે. તેવી શાંતિ માણવાની અભિલાષા મને પણ જાગી છે. મારા મનમાં ચાલતા વિવિધ તોફાનોનાં કારણે ડહોળાયેલી શાંતિનો અનુભવ મને નિશદિન થયા કરે છે. મારા આ અશાંત મનને શાંત કરવા, તેમાંથી મારાપણાંનો ભાવ મૂકવા હું આપના શરણે આવ્યો છું. મન, વચન અને કાયામાંથી મારાપણું છોડવા બળ આપો. મન, વચન તથા કાયાનાં સ્વચ્છંદી પ્રવર્તન કરવાથી હું મુક્ત થાઉં અને શ્રી ગુરુજીના બતાવેલા માર્ગે યથાર્થ ચાલી શકું એવી કૃપા મને પ્રાપ્ત થાઓ. આપની સતત વરસતી કૃપાને ઝીલી તેનો સદુપયોગ કરી શકું Page #53 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ એવી પાત્રતા મને આપો. પ્રગટાવેલી અપાત્રતા દૂર કરવામાં જે જે નિમિત્ત સહાયક છે તેનાં આશ્રિત રહી, અપાત્રતાને સાથ આપનાર સર્વ પાપકર્મની આપની સાક્ષીએ પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માગું છું. મારાં તે પાપકર્મ નિવૃત્ત થાઓ અને આપની કૃપાથી મારી યોગ્યતા સદાય વધતી રહો એ ભાવ સાથે આપને સવિનય વંદન કરું છું.” ૐ શાંતિ. સ્વચ્છંદ નિરોધ થવાથી મન, વચન તથા કાયા સાથેનું અલિપ્તપણું પ્રગટતું જાય છે. અને એક ક્ષણે જીવ મન, વચન, કાયા સાથેનું એકત્વ મમત્વ ત્યાગી શ્રી સદ્ગુરુનાં શરણમાં પૂર્ણતયા ચાલ્યો જાય છે. એ ક્ષણ પછીથી તેનામાં વિશેષતાએ ગુરુની આજ્ઞાનું આધીનપણું આવે છે. શ્રદ્ધાનાં મૂળ વિશેષ ઊંડા જાય છે. પરિણામે તેનું વર્તન શુદ્ધ ચારિત્રવાળું તથા ઘટતી મતિકલ્પનાવાળું થતું જતું હોવાથી નવાં કર્મોનો આશ્રવ ઓછો થતો જાય છે. પછી પણ જ્યારે જ્યારે મતિકલ્પના સહિત કે સ્વચ્છંદ સહિતનું વર્તન હોય ત્યારે ત્યારે તેટલા પ્રમાણમાં કર્માશ્રવ થાય છે, બાકીના સમયમાં કર્મનાં સંવર તથા નિર્જરા તેને વર્તતાં હોય છે. તેથી આત્મા આ અવસ્થાએ વિશેષ હળવાશ તથા ઉલ્લાસનું વેદન કરે છે. આ પ્રમાણે પ્રક્રિયા થતી હોવાથી, ચોથા ગુણસ્થાન કરતાં પાંચમા ગુણસ્થાને કર્મબંધ ઓછા તથા કર્મનિર્જરા વિશેષ થાય છે, એ જ પ્રમાણે પાંચમા ગુણસ્થાન કરતાં છઠ્ઠા ગુણસ્થાને કર્મબંધ ઓછા તથા કર્મનિર્જરા વધારે થાય છે. કર્મનાં આવા હળવાપણાને કારણે તથા ગુરુને આધીનપણું કર્યું હોવાનાં કારણે જીવને સદ્ગુરુકૃપાથી મોક્ષમાર્ગ અને તેનાં રહસ્યોનું ઊંડાણ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં સમાયેલા ભેદરહસ્યો તેની પાસે ખુલતાં જાય છે, અને તેમાંથી પ્રગટે છે પોતાને નડતાં કર્મોને તોડવાની ચાવી. એ ચાવીનો ઉપયોગ કરી તે પોતાનું જીવન તથા વર્તન સુધારતો જાય છે, અને વિશેષ વિશેષ ઊંડાણભર્યા રહસ્યો મેળવતો જાય છે. તે દ્વારા પ્રભુની આજ્ઞામાં વિશેષતાએ રહેતાં તે શીખી જાય છે. તેથી શુદ્ધાત્મા પ્રગટાવવાનું તથા તેની સાથે એકરૂપ થવાનું તેનું લક્ષ બળવાન થતું જાય છે. વારંવાર શ્રી ગુરુ તથા શ્રી પ્રભુના શુદ્ધાત્મા સાથે એકાકાર થવાના ભાવ ઘૂંટાય છે. જ્યાં સુધી આ ભાવનાની સિદ્ધિ થતી નથી, ત્યાં સુધી તે સિદ્ધિ મેળવવા ૩૨ Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના માટે તેના હ્રદયમાં પ્રાર્થના થયા કરે છે. કર્મસંહારમાં સાથ મળે તેવી પ્રવૃત્તિ કરતાં તે પ્રાર્થ છે કે – “અનન્ય શરણના આપનાર શ્રી વીતરાગ દેવ ! આપનામાં લોકાલોક પ્રકાશક જ્ઞાન સાથે રહેલી પૂર્ણ વીતરાગતાને ધન્ય છે. તે સાથે આપે પ્રગટાવેલ અનંતવીર્યનો વિચાર કરતાં સાનંદ અહોભાવથી આપના ચરણમાં મારું મસ્તક નમી પડે છે. આપનાં એ જ્ઞાન, એ વીતરાગતા અને એ વીર્યને અનુભવવા માટે મારો આત્મા આતુર થઈ રહ્યો છે. આપની અવર્ણનીય કૃપાના અનુભવથી મારી માર્ગ સંબંધી સમજણ વધી છે, અને તેનો આનંદ વેદતાં વેદતાં એવા ભાવ વર્ત્યા કરે છે કે આપનાં અનંત જ્ઞાનાદિને વેદવા માટે આપની સાથે ત્વરાથી એકરૂપ થઈ જાઉં. મારા તારાના ભેદથી પર બની હું આપમાં સમાઈ જાઉં. મારા આ અભિલાષ પૂર્ણ થવાના જ છે એ શ્રદ્ધા આપના પ્રતિના મારા અહોભાવમાં અત્યંત વધારો કરે છે. આપની સાથે એકરૂપ થવાના ભાવનું ઘુંટણ કરતાં કરતાં આનંદમાં વૃદ્ધિ થયા જ કરે છે. એ આનંદને મૂર્તરૂપ કરવા આપ જલદીથી એકતા આપો, મારું નિર્વિકલ્પપણું પ્રગટાવવામાં સહાય કરો. અનંતકાળથી જેની પ્રાપ્તિ થઈ નથી, તેની પ્રાપ્તિમાં કેવી અદ્ભુતતા સમાયેલી છે તે સમજણને સાક્ષાત્ અનુભવમાં લઈ જવાની સમર્થતા આપો. સર્વ પરભાવથી દૂર થઈ, સ્વમાં એકરૂપ બની – શુદ્ધસ્વરૂપમાં લીન થઈ, જગત સાથેનું સર્વ પ્રકારે અલિપ્તપણું પ્રગટાવવામાં જે જે કર્મો તથા દોષો અંતરાયરૂપ તથા વિઘ્નરૂપ નીવડે તેમ છે તે સર્વની હ્રદયના આરાધન સાથે ક્ષમા ઇચ્છી શુદ્ધ થવાના ભાવ કરું છું. આ શુભ કાર્યમાં અવશ્ય આપનો સાથ મળવાનો જ છે. આપ સાથેની એકતા પ્રગટવાની જ છે એ શ્રદ્ધા તથા અહોભાવથી આપને સવિનય વંદન કરું છું.” ૐ શાંતિ. અનાદિકાળથી જે જે નહોતું મળ્યું તેવું આત્મતત્ત્વ આ ભવમાં મળતું ગયું તેનો આનંદ માણતાં માણતાં, જે જે મેળવવાનું બાકી છે તેની માગણી પ્રાર્થના ૩૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ દ્વારા કરતા રહી, જીવ શુદ્ધિના માર્ગમાં વિકાસ કરતો રહે છે. જે જે શુભ તત્ત્વો મળ્યાં છે તે માટેનો ઉપકાર માનવાનું તે ચૂકતો નથી. સાથે સાથે પોતાને પ્રાપ્ત થયેલી વિશુદ્ધિને કારણે ભાવિનું સ્પષ્ટ ચિત્ર તાદશ કરી, તે દૃશ્યનો આનંદ માણતાં માણતાં, તે ચિત્રનું વાસ્તવિકરણ કરવા તે પ્રભુને આરજૂ કરતો રહે છે. આમ હસતાં રમતાં કર્મટિ કરવાની આવડત જીવમાં આવતી જાય છે. સાથે સાથે પ્રભુમાં એકરૂપ થવાનો મુખ્ય અનુભવ મળ્યા પછી એ આવડત વૃદ્ધિ પામતાં, તેનાં વર્તમાન જીવનમાં તથા ભાવિ જીવનમાં આનંદ છવાયેલો રહે છે. આ રીતે જીવ ગુણસ્થાન ક્રમમાં આગળ વધતો રહે છે. પ્રભુ સાથે એકાકાર થવાનો – નિર્વિકલ્પ થવાનો અનુભવ વારંવા૨ કરતા રહેવાથી તેનો સંસા૨૨સ તૂટતો જાય છે, સંસારી ભાવોથી તેનું અલિપ્તપણું વધતુંજાય છે, ચારિત્રની ખીલવણી થતી જાય છે અને તેના દ્વારા શ્રેણિ માંડવાની તેની આંતરિક તૈયારીઓ વધતી જાય છે. શ્રી ગુરુના માર્ગદર્શનને કારણે તેને જાણપણું હોય છે કે બારમા ગુણસ્થાનના અંત સુધી શ્રી પ્રભુનું અવલંબન અનિવાર્ય છે. આ અવલંબનને ત્યાગી પોતાની રીતે વિશુદ્ધિ માટે જીવ પ્રયત્ન કરે તો પ્રવેશેલા સ્વચ્છંદને કારણે તે ક્ષપક શ્રેણિના સ્થાને ઉપશમ શ્રેણિનાં પગથિયાં ચઢતો જાય છે, તેના અનિવાર્ય અંગરૂપે તે અગ્યારમા ગુણસ્થાન સુધી વિકાસ કરી અવશ્ય પતન પામે છે. છઠ્ઠા, ચોથા કે પહેલા ગુણસ્થાન સુધી તે નીચે ઊતરી આવે છે. નવાં કર્મબંધન વધવાને કારણે તેની સંસારવૃદ્ધિ થાય છે અને તેનાથી છૂટવા માટે ફરીથી બધો પરિશ્રમ ઉઠાવવો પડે છે. આવી બધી પુનરાવર્તનની જંજાળમાંથી પસાર થવું ન પડે તથા તેને સંસારનો સંગ લાંબા કાળ માટે વેઠવો ન પડે તે માટે, શ્રેણિ માંડયા પૂર્વની અવસ્થામાં તે વિશિષ્ટ ભાવો કરતો રહે છે કે જેના ફળરૂપે, શ્રેણિમાં બારમા ગુણસ્થાનના અંત સુધી શ્રી પ્રભુનું અવલંબન એક સમય માટે પણ છોડવા જેટલું દુષ્કૃત્ય તેનાથી સંભવે નહિ, સતત આજ્ઞાધીન રહી સમગ્ર ઘાતીકર્મોનો ક્ષય કરી તેરમા ગુણસ્થાનને પ્રાપ્ત કરે. પોતે સેવેલા આ ધ્યેયને સિદ્ધ કરવા વિશુદ્ધિ પ્રતિ ડગ ભરતો ભરતો તે આત્મા લગભગ આ પ્રકારના ભાવોમાં રમતો રહે છે – ૩૪ Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના “જ્ઞાન, દર્શન, તથા ચારિત્ર સંયુક્ત શ્રી વીતરાગ દેવ! આપની અવર્ણનીય અવ્યાબાધ સ્થિતિને મારાં સમય સમયના વંદન હો. આપની અનુપમેય વિશુદ્ધિ મારા હૃદયના અદ્ભુત આકર્ષણનો વિષય બની ચૂકેલ છે. એ વિશુદ્ધિને પાત્ર થવા તથા સંપૂર્ણતાએ પ્રાપ્ત કરવા હું સાનંદ પુરુષાર્થી બન્યો છું. વર્તમાનની વિશુદ્ધિ સુધી આપે પ્રગતિ કરાવી તે કૃપા ઋણ સંબંધે સ્વીકારી આનંદથી ઉપકાર માનું છું, અને ઉલ્લાસ સાથે કહું છું કે આપે કરાવેલા વિશુદ્ધિના પાનને કારણે જ હું આપની અલૌકિક સ્થિતિને જાણવા અને અંશે માણવા ભાગ્યશાળી બન્યો છું. આ આંશિક સાહજિક એકતા સર્વકાલીન એકતામાં પરિવર્તિત થશે જ એવી ભૂતકાળના અનુભવથી દેઢ થયેલી શ્રદ્ધા મારામાં પુરુષાર્થી થવા માટે પ્રબળ ઉત્સાહ પ્રેરી રહેલ છે. મારા આત્માને યથાયોગ્ય દોરવણી આપી, ક્ષપક શ્રેણિ તરફ વાળી આપ મને તમારી સાથેની પૂર્ણ એકતા સુધી લઈ જશો જ એ નિશ્ચય ભાવ આપ પ્રતિ અહોભાવથી મને ઝુકાવે છે. તે નિશ્ચય મારા વિચારને એ પ્રમાણે સ્થિર કરે છે કે આપની આ અપૂર્વ સહાયને કારણે પૂર્ણતા પામવાનો મારો અંતિમ પુરુષાર્થ એટલો ભવ્ય બનશે કે શ્રેણિ દરમ્યાન એક સમય માટે પણ મારો આત્મા પ્રમાદ કરી શકશે નહિ. પ્રત્યેક સમયે આત્મા વિશુદ્ધિ વધારતો વધારતો અંતસમયે આપ સાથે એકરૂપ બની જશે. પૂર્ણ વીતરાગતાની આ દશાએ પહોંચવામાં પૂર્વનાં જે જે દોષો, વિચારો, કાર્યો વગેરે અંતરાય રૂપ – વિઘ્નરૂપ બની શકે તેમ હોય તે તે સર્વની આપની, શ્રી અરિહંત ભગવંતની, શ્રી કેવળી પ્રભુની તથા શ્રી સર્વજ્ઞ સિદ્ધ પરમાત્માની સાક્ષીએ, અંતઃસ્થલના ઊંડાણ સુધી પશ્ચાત્તાપ કરીને ક્ષમા માગું છું. તે સર્વનો ક્ષય કરવામાં મને સહાયરૂપ થઈ, મારા પુરુષાર્થને કાર્યાન્વિત કરો. એ સર્વ પૂર્વકર્મોનો, ઉદ્દીરણા કરાવી, એ પ્રકારે ભોગવટો કરાવો કે તેમાંના કોઈ અંતિમ પુરુષાર્થ કરતી વખતે વિઘ્નરૂપ બની શકે નહિ. વળી, હવેનું મારું વર્તન આપની સહાયથી એવું નિર્મળ થજો કે શ્રેણિના કાળમાં વિનરૂપ ૩૫ Page #57 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ થાય તેવું એક પણ નવું કર્મ બંધાય નહિ. અત્યાર સુધી આપની સાથે અનુભવેલી આંશિક એકતાની સ્મૃતિ એક ક્ષણ માટે પણ અવરાય નહિ, એ અનુભવ પૂર્ણતા પામતા સુધી વધતો રહે અને તેમાં વિઘ્નકર્તા કોઈ પણ ભાવ કે પ્રવૃત્તિ મારાથી થાય નહિ તેનો લક્ષ મને સતત આપશો. સકળ મંગલતા પ્રાપ્ત કરવા માટેના આશીર્વાદ માગું છું. સકળ પરિભ્રમણ દરમ્યાન સહુ સન્દુરુષોએ જે જે સાથ આપ્યો છે તેનો પરમ વિનયભાવથી ઉપકાર માનું છું. અને ગ્રહણ કરેલા એ અનન્ય ઋણની ચૂકવણી, પરમ નિઃસ્વાર્થ બુદ્ધિથી પાત્ર જીવોને કલ્યાણ માર્ગે વાળતાં કરી શકું એવી ભાવના અંતરંગમાં સાકાર કરતાં કરતાં, આપનાં, સર્વને અભય આપનાર નિર્દોષ અને નિષ્પાપી ચરણકમળમાં સર્વસ્વ ન્યોછાવર કરી સવિનય વંદન કરું છું.” ૐ શાંતિ. આત્મશુદ્ધિના માર્ગમાં આગળ વધ્યા પછી કેટલીક વાર પૂર્વે જે અગણિત ભૂલો સ્વચ્છંદથી કરી છે તેનું ભાન જીવને ખૂબ અકળાવે છે અને તે ભૂલો માટે પશ્ચાત્તાપનો ધોધ તેનામાં વહેવા લાગે છે, અને તે વખતે થોડા જુદા પ્રકારનાં ભાવ વ્યક્ત કરતી પ્રાર્થના તેનામાં સંસ્કરણ પામે છે. પૂર્વે જગત સાથે જે એકતા અનુભવી છે તેના પશ્ચાત્તાપ રૂપે પ્રભુ સાથેનું એકપણું અને જગત સાથેનું અલિપ્તપણે તેની ઝંખનાનો વિષય બને છે. તેથી જગતમાં લિપ્ત કરતા સર્વ પ્રકારના સંગને ત્યાગવાની તેની ભાવના ઉત્કટતાએ પહોંચે છે. તેને ચોતરફ પ્રભુનાં વીતરાગતા, સર્વજ્ઞપણું તથા સર્વદર્શીપણું કેવું ભવ્ય છે તેની સ્મૃતિ ફેલાયેલી લાગે છે. તેના અનુસંધાનમાં શ્રી પ્રભુને તે પ્રાર્થી ઊઠે છે કે – “હે રત્નત્રયના ધારક વીતરાગ પ્રભુ! તમારા ત્રિકાલિક જ્ઞાનને મારા સમય સમયના વંદન હો. તમારું સમયે સમયનું નિર્વિઘ્ન અખંડ આત્મરમણ સમજવાનો અને માણવાનો મને યોગ આપો. એ યોગ મેળવવા માટે જગતના સર્વ પદાર્થોથી નિરાભિલાષતા તથા અલિપ્તપણું માગું છું. પૂર્વનાં ભાવો તથા કૃત્યોના ફળરૂપે જે જે પુગલ પદાર્થોનો સંયોગ થયો છે, તે ૩૬ Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના સર્વનું ચૂકવણું કરી ત્વરાથી નિજઉપયોગમય દશામાં હું વર્તુ એ જ ભાવના છે. કેવળજ્ઞાન, કેવળદર્શનને જે કર્મ આવરણ કરી રહ્યાં છે તેને નિઃશેષ કરવા માટે મારું વીર્ય પ્રગટાવવામાં મને સહાય કરો. એ માટે આપની અપાર શક્તિનું મને દાન આપો. તે દાન મારા આ રુચક પ્રદેશો સ્વીકારી બાકીના સમસ્ત પ્રદેશો પર ફેલાવી, વિજયી બની સર્વ ઘાતકર્મોથી મુક્ત કરવા મને ભાગ્યશાળી બનાવે એ જ વિનંતિ છે.” “મારો આત્મા પૂર્ણતા મેળવી, જે કોઈને પૂર્ણતા પામવાની ઇચ્છા હોય તેને સહાયરૂપ બની શકે એવું અભયવચન હે વીતરાગ ભગવંત! આપની પાસે માગું છું. અત્યાર સુધીમાં આવા શુભ ભાવોથી મારો આત્મા જે જે કાળે વંચિત રહ્યો છે તે તે સર્વ કાળ માટે હું ખૂબ પશ્ચાત્તાપી છું. એ પશ્ચાત્તાપ ઉગ્રતાએ મારાથી વેદાય છે, પણ કહી શકાતો નથી. તેથી હે સર્વજ્ઞ વિભુ, એ વેદનને સમજીને, બીજા જીવોનું ભલું ઈચ્છયા વગરની છે જે ક્ષણો ગઈ છે તે નિષ્ફળતાને ધોવા માટે પશ્ચાત્તાપનાં પુનિત ઝરણાંને ફળવાન કરો. મને એવી શક્તિ આપો કે જેથી એવી એક પણ ક્ષણ હવેથી ન જાય કે જે ક્ષણે સ્વાર કલ્યાણની ભાવના આત્મામાં રમતી ન હોય. કદી પણ મારાથી બીજાને અશાતા પહોંચે નહિ, સહુને શાતા આપવાના ધ્યેય સાથે જ મારું શેષ આયુષ્ય વ્યતીત થાઓ. સાચી વીતરાગતા વિનાનો મનુષ્ય દેહ નિષ્ફળ લાગે છે, તો શુદ્ધ વીતરાગતા મારામાં ત્વરાથી પ્રગટ થાઓ, કોઈ દેહ નિષ્ફળ જવા દેવો નથી. હવે તો સહુને શાતાના નિમિત્ત આપી, આત્મમાર્ગે સહાયરૂપ થઈ, પવિત્રતાની શ્રેણિએ આગળ વધારી સિદ્ધભૂમિના હકદાર બનાવવા ભાવના છે. તે ભાવના ભાવી અત્યાર સુધી સેવેલા સર્વ અશુભ ભાવોને ધોઈ નાખવા છે. જે કોઈ જીવ માટે મારા આત્માએ ભૂતકાળમાં અશુભ ભાવો સેવ્યા હોય તે સહુને બદલા રૂપે એવી શાતા પ્રદાન કરો કે તેઓને સન્માર્ગ મળે, આત્માનંદ મળે અને ભાવિમાં સ્વપરનું કલ્યાણ કરવા તેઓ ભાગ્યશાળી બને.” ૩૭ Page #59 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ “હે વીતરાગ! હવે તારા ચરણમાં વસુ છું. તારી સાથે મને કોઈ ભેદભાવ ન હો. જે સ્વભાવમાં રહેવાની ઉત્તમ દશા તને મળી છે તેનું વેદના હું પ્રત્યેક સમયે કરી શકું એ જ મહેચ્છાથી મારા મન, વચન, કાયા તથા ભાવની એકતા કરી તને સોંપી દઉં છું. મને નિજઉપયોગ-મય કરી ઉત્કૃષ્ટ શુદ્ધિ તથા સિદ્ધિ સુધી લઈ જા.” ૐ શાંતિઃ આ પ્રકારે વિવિધતા સભર પ્રાર્થના કરતા રહેવાથી, ઉત્તમતાએ શ્રેણિ પૂર્ણ કરવા માટે જે આરાધના કરવાનું હોય છે, તેને ખૂબ વેગ મળે છે. મોક્ષમાર્ગમાં ચાલવાના આરંભકાળથી તે જીવ શ્રી પુરુષ તથા શ્રી સર્વજ્ઞ પ્રભુનાં અવલંબનનો સ્વીકાર કરી સફળતાપૂર્વક આગળ વધતો રહે છે. આ પ્રગતિ કરતાં કરતાં બારમા ગુણસ્થાનના અંત સુધી શ્રી પ્રભુનું અવલંબન ત્યાગવાનું નથી, તેમ છતાં સ્વચ્છંદને કારણે જો કોઈ જીવ સપુરુષનું અવલંબન છોડે તો તેની પ્રગતિ રૂંધાય જ છે; અને જો સ્વચ્છંદનું પ્રાબલ્ય હોય તો તેની પીછેહઠ પણ થાય છે. એ જ રીતે શ્રેણિમાં જો સપુરુષનાં અવલંબનનો ત્યાગ કરવામાં આવે તો તે જીવ શ્રેણિથી ટ્યુત થઈ અવશ્ય નીચેના ગુણસ્થાને આવી જાય છે. તેથી લીધેલું સપુરુષનું શરણું કદી પણ છૂટે નહિ તેની સવિશેષ કાળજી રાખવી યોગ્ય છે. જીવ સંસારસુખ મેળવવાની ભાવનાને બદલે આત્મસુખ મેળવવાની ભાવના કરે, તે કાળથી શરૂ કરી પૂર્ણ વિશુદ્ધિ મેળવવાનો ભાવ કરે ત્યાં સુધીની જુદી જુદી અવસ્થાએ પોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર કેવા કેવા પ્રકારની ભાવના સેવે છે અને તે માટે શ્રી પ્રભુને કેવી રીતે પ્રાર્થના કરે છે તે આપણે સંક્ષેપમાં જોયું. તેનો સારાંશ લઈએ તો કહી શકાય કે પૂર્ણ વીતરાગ પ્રભુનો સાથ લઈ, જે કંઈ શુભ પ્રાપ્ત થયું છે તે માટે પ્રભુનો ઉપકાર માની, જે કંઈ પ્રાપ્ત કરવું છે તેની ક્રમિક વિનંતિ કરી, તે પ્રાપ્તિના યોગમાં જે કંઈ વિઘ્નકર્તા થાય તેમ છે તે સર્વ પૂર્વનાં પાપદોષોની ક્ષમાપના લેતા જવાથી અને આવા દોષો ફરીથી ન કરવાનો નિર્ણય કરતા જવાથી, આત્મશુદ્ધિનાં સોપાનો એક પછી એક ક્રમથી ચડાય છે. અલબત્ત, ૩૮ Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના પ્રાર્થના સાથે ક્ષમાપના, મંત્રસ્મરણ, શાસ્ત્રવાંચન, ધ્યાન, તપ વગેરે અનેક સાધનો આત્મશુદ્ધિનાં કાર્યમાં બળવાન સાથીદાર બની રહે છે તે ભૂલવા યોગ્ય નથી. અહીં સુધી પરમાર્થ માર્ગે થતી પ્રાર્થના, તેની જરૂર, તેની સફળતા આદિનો આપણે વિચાર કર્યો. તેના પરથી કોઈ એવું તારણ કાઢે કે માત્ર આત્માર્થે જ પ્રાર્થનાઓ ઉપકારી છે. તો તે તેમ નથી. સંસારમાં ઘણી વખત જોવા તથા અનુભવવા મળે છે કે સંસારના બળવાન વિક્ષેપો જીવને પરમાર્થમાર્ગમાં ખૂબ વિન્ન કરે છે, એવી સ્થિતિમાં એ જ પધ્ધતિ અનુસાર પણ થોડા જુદા સ્વરૂપની પ્રાર્થના કરતા રહેવાથી સંસારકષ્ટમાં ઘણી રાહત થાય છે, તેવા પરચા વારંવાર અનુભવવા તથા જોવા મળે છે. સંસારની કેટલીક કષ્ટકારી સ્થિતિમાં કઈ રીતે પ્રાર્થના કરી શકાય તે વિચારીએ. સંસારી જીવ પરમાર્થબાજુ વળે છે તે પહેલાં પૂરેપૂરો સંસારીભાવમાં રત હોય છે, અને અનેક ભૂલો રોજિંદા જીવનમાં કરતો જ હોય છે, તેમાંની કેટલીક ભૂલો ભોગવાઈ ગઈ હોય છે, અને ઘણી ભૂલો બાકી રહી હોય છે, ઉપરાંત જૂની ભૂલો ભોગવતાં નવાં આર્ત પરિણામ કરી અનેક નવાં કર્મ બાંધતો હોય છે, તે બધું જ તેને ભોગવવાનું બાકી રહ્યું હોય છે. સંસારરત જીવોને તો જૂનાં કર્મનાં શાતાઅશાતા વેદના અને નવાં કર્મ ઉપાર્જવા એવો ક્રમ ચાલ્યા કરતો હોય છે. તેનાથી તો સંસાર અવિરતપણે ચાલ્યા કરે છે. પરંતુ જીવ સંસારીભાવથી છૂટી પરમાર્થ તરફ વળવાનો પ્રયત્ન શરૂ કરે છે ત્યારે પૂર્વની બધી સંસારી ભૂલો પણ પરમાર્થ વિકાસમાં આડી દિવાલ બનીને ઊભી રહે છે, કારણ કે સંસારીભાવથી બંધાયેલી અને બંધાતી અંતરાય તથા અશાતાવેદનીય ભોગવ્યા વિના જીવનો છૂટકો થતો નથી. આથી આ સંસારીભાવના જાણે તેને કહેતી હોય છે કે, “હે જીવ! અત્યાર સુધી મારામાં પ્રીતિ કરી, હવે તું મને કેમ છોડી જાય છે! જો ! તારા માટે મેં કેટકેટલા શાતાકારી ભોગ ઉપભોગના સાધનો તૈયાર કર્યા છે! છતાંય તું માનતો નથી? તો લે લેતો જા. તેં બાંધેલી આસક્તિના ફળરૂપે તને એક પછી એક વિટંબણામાં ફસાવું છું; અને જોઉં છું કે તું મારા પાશમાંથી કેવી રીતે છટકી શકે છે! તારી કરેલી ભૂલોની પહેલાં તું ચૂકવણી કર, પછી જ તને જવા દઈશ. ત્યાં સુધી તારી ખેર નથી.” અને તેણે કરેલી સંસારની આસક્તિના ફળરૂપે ૩૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અશાતાના ઉદયો તેને આવતા જ જાય છે; અને તે શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક, રાજકીય કે અન્ય સ્વરૂપે એ મુશ્કેલીઓ ભોગવવા માંડે છે. એવે વખતે તે પ્રભુનાં શરણે જઈ તેમને સાથ આપવા વિનવે છે તો તેને પ્રભુ તરફથી આશ્વાસન અને સહાય મળે છે, તેથી તે નવાં બંધનથી ઘણો બચી જાય છે. નહિતર પાછો તે ભૂલોની પરંપરામાં અટવાઈ પોતાનું અહિત કરતો થઈ જાય છે. જે જીવ પ્રભુનાં શરણમાં જાય છે તે વખતે તે પ્રાર્થનાના માધ્યમથી પ્રભુની કૃપાનું કવચ પહેરી નવી ભૂલોમાં વધુ જકડાતો અટકી જાય છે. પ્રભુ તેને સમજાવે છે કે “આ સંસાર તો આવો દુ:ખમય જ છે, તેને છોડી સ્વરૂપની પ્રાપ્તિ માટે જા, તેમાંથી તને અનંત, અપાર આનંદનો અનુભવ મળશે. અને એ અનુભવ કરવાની તાલાવેલીમાં તારું દુઃખ ક્યાં પૂરું થઈ ગયું તેનું પણ લક્ષ નહિ આવે. પ્રભુનો ભક્ત દુ:ખી હોતો નથી, અને દુ:ખ હોય તો તે વેદતો નથી.” આ વચન અનુસાર સ્વસુખની અનુભૂતિ મેળવવા સંસારી અશાતા પ્રતિ દુર્લક્ષ કરી પ્રભુની કૃપાનાં સુખમાં એકરૂપ થતો જાય છે. પરિણામે તેને સંસારી અશાતા સંસારસમુદ્ર તરવા માટે નૌકા બની જાય છે. પરમાર્થ તરફ વિકાસ કરવામાં જીવને જ્યારે સંસારની મુશ્કેલીઓ પડે છે અને સ્વરૂપની ભક્તિ કરવામાં બાધા કરે છે ત્યારે તે વિવિધ પ્રકારની મુશ્કેલીઓમાં કેવી કેવી પ્રાર્થના કરી સંસારી પાશથી બહાર નીકળતો જાય છે તે આપણે વિચારીએ. કોઈક જીવને પરમાર્થ પ્રવૃત્તિ કરવાના ભાવ છે, પરંતુ કુટુંબમાં એટલો ક્લેશ અને ધર્મની અરુચિ પ્રવર્તે છે કે ધર્મપ્રવૃત્તિ કરવી તેના માટે અસંભવ જેવી થઈ જાય છે. વળી, એ જીવ પરમાર્થ પ્રવૃત્તિ ત્યાગી સંસારમાં રત રહે તો આ વિષમ સંજોગોથી મુક્ત થવું સહેલાઈથી બને નહિ. કારણ કે અશુભ કર્મોના ઉદય ભોગવતી વખતે શ્રી પ્રભુનાં શરણ અને સાથ વિના જીવ અનેક વખત આર્ત તથા રૌદ્રધ્યાનમાં ચાલ્યો જાય છે, પરિણામે અઢળક નવાં અશુભ કર્મો બંધાય છે અને તેનું અશાંતિમય ભાવિ જીવન નિર્માઈ જાય છે. તે જીવ બીજી રીતે, વિપરીત સંજોગોમાં રહીને શાંત પરિણામ જાળવી શકતો નથી અને પરમાર્થ પ્રવૃત્તિ કરી શકવા જેટલી સાનુકૂળતા પણ તેને મળતી નથી. આવા સંજોગોમાં તે જીવ શ્રી પ્રભુનું શરણ સ્વીકારી, ૪૦ Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના શ્રદ્ધા કેળવી, પોતાનાં અવળાં કર્મો સવળાં કરવા પ્રાર્થના કરે તો તેને લાલરૂપ થાય. જેમકે – “હે ભગવાન! હું આપનું બાળક છું. આપ મારા પર કૃપા કરો. આપ તો કરુણાના સાગર છો. સહુને સાંત્વન આપવા આપ સદાય તત્પર રહો છો. મારા સ્વચ્છંદને કારણે તથા મારી ઉન્મત્તતાને કારણે આપની આ નિષ્કારણ કરુણાની કદર મેં કરી ન હતી, અને તેથી સહુ જીવોને દુઃખ આપવાની પ્રવૃત્તિ અવિચારીપણાથી મેં જારી રાખી હતી. સહુની શાંતિનો ભંગ થાય એવાં ક્રૂર વર્તનો મેં અનેક વખત કર્યા હશે, જેના પરિણામે તે સહુ પીડિતજનો મારી આસપાસમાં આવી, મારાં ગેરવર્તનનો બદલો લેતાં હોય તે રીતે મને કષ્ટ તથા પીડા પહોંચાડી રહ્યા છે. મને થતી અશાંતિમાં તેમને આનંદ મળતો હોય તેવું દેખાય છે. હે દયાનિધિ! આવી કષ્ટકારી સ્થિતિ મારાથી સહન થતી નથી. પરવશપણે તે સ્થિતિ સહન કરતાં કરતાં ભૂતકાળમાં મેં ચલાવેલા ગેરવર્તનનો, કરેલા સદોષ અહંભાવનો મને ખૂબ જ પશ્ચાત્તાપ થાય છે. મને થાય છે કે પીડા પહોંચાડતી વખતે તે જીવોને કેવું કષ્ટ થતું હશે તેનો લક્ષ મેં શા માટે રાખ્યો નહિ? શા માટે મેં વિચાર્યું નહિ કે આ પ્રકારની પીડા મારે ભોગવવાની હોય તો મારું શું થાય? કરુણાનિધિ! શબ્દોથી વર્ણવી ન શકાય એવા પશ્ચાત્તાપ સાથે હું આપના શરણમાં આવું છું. મને ખૂબ સાથ આપો. અશુભથી મારું રક્ષણ કરો. જે જે પાપો પૂર્વકાળે મેં કર્યા છે, અવિચારીપણે જે જે જીવોને અત્યંત પીડા મેં પહોંચાડી છે તેનાં ફળરૂપે આજની કષ્ટદાયી સ્થિતિ ઉદયમાં આવી છે; તે સર્વ પાપો અને અવિચારી વર્તનથી થયેલા દોષોની આપની સાક્ષીએ ક્ષમા ચાહું છું. તે સર્વ અસત્કૃત્યો આપનાં શરણમાં રહી, બહુલતાએ નવાં કર્મો બાંધ્યા વિના નિવૃત્ત કરી શકું એવાં શક્તિ, બળ અને માર્ગદર્શન અને આપો. અસદ્વર્તનની માયાજાળથી મને છોડાવી, સદ્વર્તનની છાયામાં મને લઈ જાઓ કે જેથી આવા ઉન્માર્ગે ભાવિમાં હું કદી પણ જાઉં નહિ. મારા ૪૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આ શુભ નિર્ણયમાં ટકી રહેવા માટે મને સાથ આપો તથા આપનાં જ શરણમાં રહી આત્મશાંતિ મેળવવા માટે આરાધના કરી શકું એવી સુવિધા આપો.” “હે દીનાનાથ! જે જે જીવોને મેં અત્યંત પીડા પહોંચાડી છે તે સહુને મારી વિનંતિથી એટલાં શાંતિ તથા સુખ આપો કે તે જીવો તેના ફળરૂપે મારા પાપદોષોની ક્ષમા આપવા ઉત્સાહીત બને અને મારી સાથેની વેરબદલાની વૃત્તિથી નિવૃત્ત થઈ જાય. હે વિભુ! મારાં અશુભ કૃત્યોને શુભમાં પરિણમાવવા માટે મને યોગ આપો. મારા પર એવી કરુણા વરસાવો કે મારા હૃદયમાં દયાનો ઝરો વહેવા માંડે, તે સતત વહેતો રહે, જેથી ભાવિમાં અન્ય કોઈ પણ જીવને સકારણ કે અકારણ ત્રાસ આપવારૂપ દુષ્કૃત્ય મારાથી થાય નહિ. હું સહુને શાંતિ તથા શાતાનું નિમિત્ત બની શકું. જેથી આપનું બાળક થવું મને શોભારૂપ થાય. દુ:ખી જનના બેલી! આપની કરુણાની અમૃતપ્રસાદી પામવા માટે અંતરની આસ્થા સાથે આપને ખૂબ ખૂબ ભાવથી ભક્તિસહિત વંદન કરું છું. સન્માર્ગમાં મને ઉત્સાહિત રાખશો એ જ વિનંતિ.” ૐ શાંતિ. અશુભ કર્મના બળવાન ઉદયો ચાલતા હોય ત્યારે આ પ્રકારે સહૃદયતાથી શ્રી પ્રભુને પ્રાર્થના કરવામાં આવે તો જીવને ઘણા ફાયદા થાય છે. અશુભ કર્મના ઉદય વખતે થતા આર્ત તથા રૌદ્ર પરિણામોથી પ્રાર્થનાને કારણે જીવ બચી જાય છે. પ્રાર્થનામાં વેગ પકડાતાં, પશ્ચાત્તાપને કારણે ઉદયગત કર્મોની સાથે સત્તાગત રહેલાં અનેક કર્મો પણ ઓગળીને ખરી જાય છે, તેથી દુ:ખનો ગાળો સંકોચાઈને નાનો થઈ જાય છે. સાથે સાથે જે જીવોને પીડા પહોંચાડી હોય તેમના માટે શુભ કલ્યાણના ભાવો થતા હોવાથી, તેમની સાથે શુભ બંધ બંધાય છે. અને તે બંધ ઉદયમાં આવે ત્યારે સુખ તથા શાતાનું વેદન પશ્ચાત્તાપી જીવને અનુભવવા મળે છે. વળી, સ્થપાયેલા શુભ સંબંધને કારણે વિસ્તૃત થતું વેર નિર્મૂળ થાય છે. પ્રાર્થક આત્મા કર્મ નિવૃત્તિ થતાં આત્મશુદ્ધિના માર્ગે આગળ વધે છે, અને તેના શુભ ઋણાનુબંધીઓ તેનાથી ૪૨ Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના દોરવાઈ કલ્યાણમાર્ગ સ્વીકારવા તથા સંસારમુક્ત થવા ભાગ્યશાળી બની શકે છે. આવી શુભની પરંપરા સર્જાતાં જે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે તેનાં ફળરૂપે પ્રાર્થક જીવ આત્મવિશુદ્ધિ પામવામાં બમણો વેગ કેળવી શકે છે. જીવનનિર્વાહ માટે પ્રત્યેક મનુષ્યને ધનની આવશ્યકતા છે. જ્યારે નિર્વાહ પૂરતા ધનનો અભાવ હોય, પ્રયત્ન કરવા છતાં ધનપ્રાપ્તિ ને બદલે ધનવ્યય તરફ તે જીવ ઘસડાતો હોય તેવા સંજોગોમાં તેને નિર્ધનાવસ્થા ખૂબ અકળાવી મૂકે છે. તેને સતત ધન મેળવવા માટેના વિચારો ચાલ્યા કરે છે. તેમાં કોઈ સહાયરૂપ ન થયું હોય તેનો દોષ, કોઈએ કંઈ વિઘ્નરૂપ વર્તન કર્યું હોય તો તેનો દોષ તે મનમાં મનમાં વાગોળ્યા કરે છે અને સમય આવ્યે બદલો લેવાના, તેને બતાવી દેવાના ભાવોમાં ખોવાઈ જાય છે. આવા અનેક મંદ તથા તીવ્ર વિકલ્પોરૂપ આર્ત તથા રૌદ્ર સ્થાન સેવી તે વર્તમાન ધનના દુ:ખની સાથે માનસિક પીડામાં પણ ઘણો વધારો કરે છે. વળી આર્ત તથા રૌદ્ર સ્થાનવાળા કાળમાં અનેક નવાં અશુભ કર્મો બંધાય છે કે જે ભાવિમાં વેરવૃત્તિ, ઈષ્ટ અપ્રાપ્તિ અને અનિષ્ટ પ્રાપ્તિવાળું ફળ આપે છે. આમ વર્તમાન દુ:ખમાં અશુભ ભાવસહિત પ્રવર્તવાથી ભાવિના દુ:ખની પરંપરા સર્જાઈ જાય છે. આવી દુ:ખદ સ્થિતિમાં જો તે જીવને સમજાવવામાં આવે કે શાંતભાવે ભોગવીને આ કર્મ નિવૃત્ત કરો, તો તેનાથી તે પ્રમાણે વર્તી શકાતું નથી, એટલું જ નહિ પણ આ જાતની સલાહ આપનાર પ્રતિ તેને અણગમો ઉત્પન્ન થાય છે. તેને લાગે છે કે, “મારા જેવી કઠણાઈમાંથી પસાર થાઓ તો ખબર પડે કે એ કેવું દુષ્કર કાર્ય છે. સલાહ તો બધાં આપી શકે, પાલન કરો તો ખરા!' વગેરે. આથી આ સલાહ યોગ્ય હોવા છતાં સામા જીવને અશુભ બંધનમાં જકડવાનું સાધન બની જાય છે. વળી, એ પણ સત્ય છે કે અનુભવમાંથી પસાર થતી વખતે જે સમજાય છે તે સાંભળવાથી સમજાતું નથી. એક પ્રસિદ્ધ સર્જન રોજના નાનાં મોટાં કેટલાંયે સફળ ઓપરેશનો કરતા હતા. સાચવણી માટે એ સર્જન રોજ દરદીનાં ખબર અંતર પૂછવા જતા. દરદી પોતાને થતી અત્યંત પીડાની વાત તેને કરવા આતુર રહેતા – આશ્વાસન મેળવવાની અભિલાષાથી. ૪૩ Page #65 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પરંતુ સઘળાં દરદીઓનાં મુખથી આ જ પ્રકારની વાતો સાંભળીને તે સર્જન માનસિક રીતે અકળાઈ જતા અને દર્દીને તોછડાઈથી જણાવતાં કે, “શરીરમાં આટલી કાપકૂપ કર્યા પછી પીડાને બદલે શેની અપેક્ષા રાખો છો? થોડા દિવસમાં ઠીક થઈ જશે. તમારી તબિયત સારી છે. શાંતિથી પડયા રહો.” સર્જનની વાઢકાપની હોંશિયારીને કારણે દરદીઓ હમદર્દીને સ્થાને મળતી તોછડાઈ ચલાવી લેતા, પરંતુ તેમનું મન અત્યંત આળું બની જતું. બનવા કાળ તે એ જ સર્જનને મોટા વાઢકાપમાંથી પસાર થવાનો પ્રસંગ આવ્યો. ઓપરેશન પછીની વેદના તેમનાથી સભાન અવસ્થામાં સહન થઈ શકી નહિ, તેઓ વેદનાથી ચિત્કારી ઊઠયા. એ વેદનામાં શાતા મળે તે માટે તડપતા રહ્યા. બેએક દિવસ પછી તેમને દર્દમાં ઘણી રાહત થઈ, તેમનાં વિચારશક્તિ અને સમજશક્તિ કામે લાગી ગયાં. પોતે સર્જન તરીકે દરદીઓનાં દર્દની પીડા સમજી શક્યા ન હતા, પરંતુ પોતે દરદી બન્યા ત્યારે જ એ વેદના સમજી શક્યા. પોતે કરેલાં ગેરવર્તન બાબત તેમને ઘણો પસ્તાવો થયો. દર્દમય દશામાં કેવાં હુંફ અને સાંત્વનની જરૂર રહે છે તે તેઓ સ્વાનુભવે શીખ્યા. જ્યારથી તેઓ પૂર્ણ તંદુરસ્ત થઈ કામે લાગ્યા, ત્યારથી ક્યારેય કોઈ દરદીને તેમની પૂર્વકાલીન તોછડાઈનો અંશ પણ અનુભવવો પડયો ન હતો. બલ્કે બધાંને તેમના તરફથી મીઠી સહાનુભૂતિ મળતી હતી. પરિણામે તેઓ અતિ નામાંકિત સર્જન બન્યા. શ્રી પ્રભુ આવા સર્જન કરતાં અનેકગણા ગુણોથી ભરેલા અને સમર્થ છે. સર્જનનાં હોંશિયારી અને સહાનુભૂતિ અનેકગણાં બનીને શ્રી પ્રભુમાં સમાય છે. તેથી શ્રી પ્રભુ વિપરીત સંજોગોને સહી લેવા માટે પ્રાર્થનાનો આશ્રય કરવાનો ઉત્તમ ઉપાય બતાવે છે. અશાતાના કાળમાં જીવને યોગ્ય પ્રાર્થના કરવાનું સૂચવવામાં આવે તો તે જીવ સહેલાઈથી તેમાં ચિત્ત જોડી શકે છે, અને આર્ત તથા રૌદ્રધ્યાન રૂપ ક્લેશથી બચી જાય છે. સાથે સાથે દુ:ખના દોષનો ટોપલો બીજા પર ઓઢાડીને, નિમિત્તને દોષ આપીને જે વેરસંબંધ વધારે છે તેનાથી પણ બચી જાય છે. પરિણામે ઉદિત અશુભ કર્મ પ્રાર્થનાકાળ દરમ્યાન પૂર્ણતાએ વેદના આપી શકતું નથી એટલું જ નહિ પણ નવાં અશુભબંધન માટે યથાર્થ નિમિત્ત થઈ શકતું નથી એટલે કે ઉદિત અશુભ ૪૪ Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના કર્મના ભોગવટા વખતે પશ્ચાત્તાપ સહિતની પ્રાર્થના સકામ નિર્જરાને બળવાન કરે છે અને દુ:ખકાળ ઘટતો જાય છે. આ પ્રકારે પ્રાર્થનાથી થતા ફાયદા જાણનાર શ્રી પ્રભુને શરણે જઈ વિનવે છે કે – “હે દીનબંધુ! દીનદયાળ! આપને મારા કોટિ કોટિ વંદન હોજો. આંતરબાહ્ય સમૃદ્ધિની મધ્યમાં વસવા છતાં જળવાતી આપની વીતરાગતાને ધન્ય છે. એ વીતરાગતાના અનુસંધાનમાં આવતી અદ્ભુત શાતા મારા આપના માટેના આકર્ષણનો મુખ્ય વિષય છે; કારણ કે વર્તમાનમાં મને અત્યંત અશાંતિ પ્રવર્તી રહી છે. હું હાલમાં ધનના અભાવરૂપ અતિ કષ્ટભરી અવસ્થામાંથી પસાર થાઉં છું, તે આપથી અજાણ્યું નથી. તે સંબંધી વિચારણા તથા વિટંબણા મારા દુઃખમાં સતત વધારો કરતાં રહે છે. હે જગસ્વામી! આ સ્થિતિમાં મારું રક્ષણ કરો. આવેલી અનિચ્છિત દશાથી મુક્ત થવામાં મને સહાય કરો, કારણ કે અશુભ ઉદય તથા ભાવોની વચ્ચે પીસાતો મારો આત્મા આ ભવ તથા ભાવિ ભવ બંને માટે દુ:ખની પરંપરા ખડી કરે છે. મને સમજાય છે કે પૂર્વકાળમાં અજ્ઞાનવશ ઉન્મત્ત બની, સ્વચ્છેદથી વર્તી મેં કેટલાય જીવોના ધનભાગ્યનો ક્ષય કરવા પ્રવૃત્તિ કરી હશે, અંતરાયો નાખ્યાં હશે, જેનાં ફળરૂપે આ ભવે નિર્ધનાવસ્થાની દારુણ વેદના મારે ભોગવવી પડે છે. તે સર્વ પીડિત આત્માઓની આપની સાક્ષીએ પ્રબળ પશ્ચાત્તાપ સાથે ક્ષમા માગું છું. તથા તે સહુ પીડિત આત્માઓ આપની કૃપાથી શાંતિ તથા શાતા વેદે એવી પ્રાર્થના કરું છું. મારા આ દુઃખદાયક કર્મથી નિવૃત્ત થવાના પુરુષાર્થને સાથ આપો. વર્તમાન ભવે જે જે જીવો મારી પીડા જોઈ ખુશ થાય છે તે જોઈ મારી આવી પૂર્વ વર્તનાનો મને લક્ષ થાય છે, તેના પશ્ચાત્તાપથી મારું મસ્તક ઝૂકી પડે છે. હવેથી આવા પ્રકારનું અણછાજતું વર્તન હું કરું નહિ તેવી સબુદ્ધિ મને આપશો. સહુને પાપ પ્રવૃત્તિથી નિવૃત્ત થવા નિમિત્ત આપી સન્માર્ગે વાળજો એ જ વિનંતિ કરું છું. જે જે જીવો પર મેં વેરવૃત્તિ કરી હોય તેમને એટલાં સુખ અને શાંતિ આપજો કે ૪૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તેઓ વેરવૃત્તિમાં રાચતાં અટકી જાય. તેમની સાથે હું શુભ સંબંધો સ્થાપી શકું અને આપની કૃપાથી હું નિર્વેરી બની, સદાચાર સેવી, આત્મારાધનમાં નિમગ્ન થવાનો સુયોગ મેળવી શકું. સંસારી કષ્ટોને સમતાએ પાર કરવા માટેની શક્તિ મેળવવા, અર્પણભાવથી આપના શુદ્ધાત્માને વંદન કરું છું.” ૐ શાંતિ. કુટુંબ તથા ધનાદિની સુવિધા ભોગવનારને કેટલીક વખતે દેહ અત્યંત પીડાકારી નીવડતો હોય છે. જુદા જુદા રોગો શરીરમાં વેદનાનો એવો જમાવ કરે છે કે તે જીવથી સહન થવું અતિ દુષ્કર બની જાય છે. વળી વેદનાના બળવાન ઉદયને લીધે જે શારીરિક અશક્તિ ઉત્પન્ન થાય છે તેને લીધે પોતે ઇચ્છેલી બીજી અનેક પ્રવૃત્તિઓ પણ તે કરી શકતો નથી. તેમાંથી જન્મતી અશાંતિ તેની માનસિક પીડામાં વધારો કરે છે. પરિણામે તેના સાથીદારોને તથા કુટુંબીજનોને તે કષ્ટકારી લાગે છે. ઉપરાંત પરિસ્થિતિ જન્ય અશુભભાવો ક્લેશ તથા અશાંતિમાં વધારો કરે છે. તેવા સંજોગોમાં રોગી પોતાને વર્તતી અશાંતિના દોષનો ટોપલો ડોકટર, સેવા કરનાર, કુટુંબીઓ, સ્નેહીજનોમાંના કોઈક પર ઢોળી તેનાં કષાયોને પોષણ તથા ઉત્તેજન આપે છે. એ દ્વારા અશુભને ઉત્તેજન મળે છે, અને તેની વેદના તથા અશાંતિનો ગાળો લંબાય છે. આ પ્રકારના વિપરીતાચરણથી બચાવનાર તથા શાતા પ્રતિ દોરનાર પ્રાર્થના છે. રોગી જો શ્રદ્ધાળુ હોય તો તેને સમજાય છે કે આવી રોગોત્પત્તિનું કારણ પોતાની પૂર્વકાળની ભૂલો જ છે. આવી ભૂલો ફરીથી કરવી ન હોય તો, તેમજ વિષય સંજોગોમાં થતાં આર્તધ્યાનથી બચવું હોય તો, અને અશુભ ઉદયકાળને નબળો પાડવો હોય તો શ્રી પ્રભુને શુદ્ધ હૃદયથી પ્રાર્થના કરવા જેવો ઉત્તમ ઉપાય બીજો નથી. પૂર્વકાળમાં અજ્ઞાનવશ, અણસમજમાં સ્વચ્છેદે કરેલી ભૂલોનો આ રીતે પશ્ચાત્તાપ કરી શકાય – દેહરહિત શુદ્ધાવસ્થાને પ્રાપ્ત થયેલા વિભુ! આપનાં શરણમાં આવેલા અનેક જીવો, આપની કરુણા પામીને, આરાધન કરી પરમ શાંતિપદને માણવા ભાગ્યશાળી બન્યા છે. અનેકવિધ અશાંતિથી ભરપૂર એવા મને શાંતિ ४६ Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના પામવાના ભાવ થયા છે. તો આપ પ્રભુ મને શરણમાં લઈ મુક્તિમાર્ગે જવા સહાય કરો. વર્તમાને આ દેહમાં વર્તતા રોગોથી જે અસહ્ય પીડા મને થાય છે તેમાં સમભાવ કેળવવા માટે મને સાથ આપો. પરમાત્મા! ભૂતકાળમાં અણસમજથી કષાયવશ બની અગણિત એકેંદ્રિયાદિ જીવોની હિંસા કરી તેને દૂભવ્યાં છે. વળી માનને વશ બની કરેલી ભૂલોનો એકરાર તથા પશ્ચાત્તાપ કર્યા વિના અત્યાર સુધીનો કાળ મેં વ્યતીત કર્યો છે. મારા એ અસ વર્તનના પરિણામે તે જીવો એકત્રિત બની, રોગના જીવાણુંઓ રૂપે મારા દેહમાં દાખલ થઈ, વેરનો બદલો લેવા મને અત્યંત પીડા પહોંચાડી રહ્યા છે. આ ભૂલ મારા હૃદયને કોરી ખાય છે. જે જે જીવોને મેં ભૂતકાળમાં દૂભવ્યાં છે તે તે સહુની આપની સાક્ષીએ પશ્ચાત્તાપ સહિત ક્ષમા માગું છું. મારાં તે પાપ નિવૃત્ત કરાવો. બદલામાં તે જીવોને એવાં શાંતિ અને સુવિધા આપો કે તેઓ વિકાસ પામી વેરવૃત્તિથી વિરમી જાય. હું મારાં કર્મો સમભાવથી ભોગવી, નવીન બંધો વધાર્યા સિવાય નિવૃત્ત કરી શકું એ માટે આપની કૃપા માગું છું. મારી રોગીષ્ટ અવસ્થામાં મારી અશાતા હળવી બનાવવામાં સહાયરૂપ થનાર સહુ જીવો આત્મકલ્યાણના માર્ગે વિકાસ કરે એવી મારી ભાવના સફળ કરો. પ્રભુ! આ દેહપીડા જેમ મને અપ્રિય લાગે છે તેમ સહુને અપ્રિય લાગે તે મને હવે સમજાય છે. તો સહુ જીવો આપનાં અભુત માર્ગદર્શનને પામી પીડારહિત અને સુખસહિત જીવન માણવા ભાગ્યશાળી બનો એવી ભાવના ભાવું છું. હવે પછી આવી પીડાના ભોગ થવું ન પડે તે માટે સહુ જીવોને નિર્ભયતા તથા અભયદાન આપી શકું એવી સમર્થતા આપની કૃપાથી ઈચ્છી આપને સવિનય વંદના કરું છું.” ૐ શાંતિ. જે પ્રકારનાં કષ્ટમાંથી જીવ પસાર થાય છે તે કષ્ટ આવવા માટે તે જીવનાં પૂર્વકર્મો જવાબદાર છે. તે કર્મો ભોગવાઈને નિવૃત્ત થતાં તે કષ્ટનો અંત આવે છે. ઉદયમાં આવેલું કર્મ જીવને ભોગવવું તો પડે જ છે, પરંતુ પ્રાર્થના દ્વારા તેનાં કાળ Page #69 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અને તીવ્રતામાં મંદપણું લાવી શકાય છે. જે પ્રકારનું કષ્ટ હોય તેને અનુરૂપ પ્રાર્થના કરવાથી મિષ્ટ ફળ મેળવી શકાય છે. કંઈક જીવોને કૌટુંબિક અશાંતિમાંથી પસાર થવું પડે છે. જીવ કુટુંબના સભ્યોની સેવા માટે, તેમને સુખ મળે તેવા હેતુથી પોતાના સુખસાધનોનો ત્યાગ કરી અનેક રીતે પ્રયત્નશીલ રહે છે, છતાં કુટુંબના સભ્યોને તેની કદર થતી નથી, એટલું જ નહિ પણ આ તો કરવું જ જોઈએ ને! એમ વિચારી વધારે અને વધારે અપેક્ષાઓ તેની પાસે રાખતા જાય છે. પરિણામે કુટુંબના સભ્યો તરફથી અન્યાય તથા બેદરકારીનો અનુભવ તેને વારંવાર કરતા રહેવો પડે છે. આવી દશામાં તેને મનમાં વેદના થયા કરે છે, કુટુંબીજનોને અન્યાયી વર્તન તેને ખેદમાં ખેંચી જાય છે, અને અનેકવાર તે સહુને શિક્ષા કરવાના ભાવ પણ તે કરી લે છે. તેની બાહ્ય સ્થિતિ ખુલ્લો વિરોધ કરી શકવા જેવી ન હોવાને કારણે તે મનમાં ને મનમાં બળ્યા કરે છે, અયોગ્ય વર્તાવ કરનાર ખૂબ દુઃખિત થાય તેવા ભાવ વારંવાર સેવે છે, અને સંસારમાં પોતે અત્યંત દુઃખી છે તેવી લાગણીને અંતરમાં રમાયા કરે છે. આમ તે જીવ સતત આર્તધ્યાનમાં કાળ ગાળે છે. પરિણામે તેની સ્થિતિમાં સુધારાને બદલે બગાડો નોંધાય છે. કદાચિતુ લાંબા ગાળે તે કર્મ નિવૃત્તિ પામે તો પણ તેની દશા એનો આનંદ માણી શકે તેવી રહેતી નથી. આ ઉપરાંત સતત આર્તધ્યાનવાળી દશાના ફળરૂપે ભાવિની અશાંતિ નિશ્ચિત થઈ જાય છે, પરિણામે તેને વેરવિરોધવાળી સ્થિતિમાંથી ફરીથી પસાર થવું પડે છે. આ રીતે સર્જાયેલી વેરની પરંપરા ચાલુ રહી, જીવને શાંતિ આકાશકુસુમવત્ કરી મૂકે છે. આ વિષચક્રથી છૂટવા માટે પ્રાર્થનાનો આશ્રય કરી શુભનો સંચય કરતા જવો યોગ્ય છે. પ્રાર્થી શકાય કે – “સંસારસમુદ્રને પાર પામવામાં મહાપરાક્રમ દાખવનાર શ્રી વીરસ્વામી! આપને અત્યંત ભક્તિથી કોટિ કોટિ વંદન હો. પ્રભુ! પૂર્વકાળમાં મેં સાચા ભાવથી આપની ભક્તિ કરી નહિ હોય, આપનાં નિષ્પાપી ચરણનું સેવન સભાવનાથી કર્યું નહિ હોય, કારણ કે શુદ્ધભાવથી આપનાં નામનું સ્મરણ કર્યું હોય તો આપત્તિરૂપી સર્પિણી મને આ રીતે હેરાન કરી શકે નહિ. ४८ Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના મારાં વર્તમાન જીવન પર દૃષ્ટિપાત કરતાં જણાય છે કે જીવનમાં ચોતરફથી અશાંતિ વરસી રહી છે. કુટુંબના સભ્યો સાથે વેરનાં ઉદયો ભોગવતાં ખૂબ બેચેની ભોગવવી પડે છે. તેમના પ્રત્યે હિતબુદ્ધિથી કરેલાં કાર્યો પણ અશાંતિ ઉત્પન્ન કરનારા નીવડે છે. પ્રભુ! આ સર્વથી મારું રક્ષણ કરો. હું તમારા જ શરણે છું. તે સહુ જીવોને મારા આત્માએ જે કંઈ પીડા પહોંચાડી હોય તેની પશ્ચાત્તાપપૂર્વક આપની સાક્ષીએ ક્ષમા ચાહું છું. મારાં તે સર્વ પાપકર્મોનો ક્ષય કરાવવામાં ઉપકારી થાઓ. તેઓ સાથેના અશુભ બંધને શુભમાં પલટાવવા માટે યોગ્ય પુરુષાર્થ કરવા મને ઉત્સાહ આપો. મારી સહનશક્તિ વધારવા મને મદદ કરો. મારા શુભ ભાવને એટલા પ્રબળ બનાવો કે ઉદિત અશુભકર્મો મારા આત્માની સ્થિરતાને ચલિત કરવામાં સફળ થાય નહિ. તે સહુ જીવોના કલ્યાણના ભાવ હું આત્માથી સેવી શકું એવી હિતબુદ્ધિ મને આપો. મારે હવે જગતના કોઈ પણ જીવ સાથે અશુભ સંબંધ જોઈતા નથી, તેથી મને હૃદયમાં એવો પશ્ચાત્તાપ આપો કે તેની જ્વાળામાં સર્વ અશુભ કર્મો જલી જાય, શેષ રહ્યાં જે કંઈ ઉદયમાં આવે તે સહુને સમભાવે નિવૃત્ત કરવા હું ભાગ્યશાળી બનું. અત્યાર સુધી આપે કરેલી સર્વ પ્રકારની સહાય માટે આપનો ખૂબ ખૂબ ઉપકાર માની આપને ભક્તિ સમેત વંદન કરું છું.” ૐ શાંતિ. જે પાપકર્મના કારણે કષ્ટ આવ્યું છે તે પાપકર્મની ક્ષમા માગવાથી જીવને હળવાશનો અનુભવ થાય છે. અને એ પ્રકારના દોષ ફરીથી ન થાય તે માટેની સાવચેતી રાખવા તે તત્પર થાય છે. પ્રાર્થનાના સમય દરમ્યાન જીવ આર્તધ્યાનથી છૂટી સમભાવ વેદે છે તેથી નવા બંધાતા કર્મનું મંદપણું થાય છે. આ પ્રમાણે પોતાની કે સ્વજનની માંદગી, ધનની તકલીફ, સામાજિક કે રાજકીય મુશ્કેલી, કૌટુંબિક અશાંતિ, ભાગીદારો સાથે અણબનાવ, મિત્રો સાથેના સંઘર્ષ, વગેરે વેરના વિષચક્રમાંથી જાગતી કષ્ટમય દશામાંથી પસાર થવાનો પ્રસંગ આવે ત્યારે તેની નિવૃત્તિ માટે સહૃદય પ્રાર્થના, કરેલા પાપકૃત્યોની ક્ષમાપના અને આત્મરમણતામાં લઈ જતું સ્મરણ એ ૪૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ બળવાન સાધનો છે. તે ત્રણેના આરાધનથી જેમ જેમ અશાંતિ તૂટતી જાય, શાંતિ તથા શાતા વધતાં જાય તેમ તેમ જીવે સંસારમાં લુબ્ધ થવાનો અભ્યાસ છોડતા જવાનો છે. વધતી સુવિધાઓનો લાભ લઈ જીવે પરમાર્થ પ્રવૃત્તિ વધારવાની છે, તે દ્વારા આત્મશુદ્ધિ વધારી, મોક્ષપ્રાપ્તિની તેયારી આ મનુષ્ય જન્મમાં કરી લેવાની છે. તે તૈયારીની નિષ્ફળતા ચક્રવતીપણા સાથેના માનવદેહને પણ નિષ્ફળ કરે છે, તે લક્ષમાં રાખવા યોગ્ય છે. સામાન્ય રીતે જે જે પ્રવૃત્તિ જીવ સંસારમાં રહીને કરે છે, તે સર્વનું કર્તાપણું તે અનુભવે છે. એ દ્વારા અહમને પોષી તે કષાયયુક્ત રહ્યા કરે છે. પોતાના વ્યવસાયમાં રાગદ્વેષ સહિત પ્રવર્તી, કષાયયુક્ત બની કર્મબંધ કર્યા કરે છે. આ પ્રવૃત્તિઓ શુભ તથા અશુભ એમ બંને પ્રકારની હોય છે. શુભનું ફળ શાતા તથા અશુભનું ફળ અશાતા રૂપે જીવ વેદે છે. તે બંનેથી પર થાય ત્યારે જ જીવ શુદ્ધ થાય છે. અશુભ પ્રવૃત્તિનાં ફળરૂપે વિવિધ દુ:ખો જીવે ભોગવવાં પડે છે. તેનાથી બચવા માટે પ્રાર્થના તથા ક્ષમાપના એ ઉત્તમ સાધનો છે. તેથી જીવને અશુભ પ્રવૃત્તિમાંથી બળપૂર્વક પાછો વાળી પ્રાર્થના આદિમાં જોડવો જોઈએ. શુભ પ્રવૃત્તિના ફળરૂપે શાતા વેદનીયનો ઉદય જીવને મળે છે. અન્યનું કલ્યાણ થાય તેવા ભાવો, બીજાને શાતા મળે તેવા ભાવો અને તે માટેની પ્રવૃત્તિ, જેવી કે ધનદાન, અન્નદાન, વસ્ત્રદાન, વિદ્યાદાન, સેવાદાન, વગેરે શુભ પ્રવૃત્તિ છે. એ જ પ્રમાણે વ્રત નિયમ ધારણ કરવા, ધર્મક્રિયાઓ કરવી, સગ્રંથો વાંચવા વગેરે શુભપ્રવૃત્તિ છે. તેનાથી પુણ્યોપાર્જન થાય છે. તે પુણ્યનો ભોગવટો મનુષ્ય લોકનાં રાજરાજેશ્વર જેવાં સુખો કે ચક્રવર્તીનાં સુખો માણવાથી, શ્રેષ્ઠિ સુખ કે દેવલોકનાં દિવ્ય સુખો માણવાથી, નવ ગ્રેવયેક સુધીનાં અનુપમ સુખો માણવાથી થાય છે. જેટલું પુણ્યોપાર્જન વધારે તેટલી ઉત્કૃષ્ટતાએ અને તેટલા લાંબા ગાળા માટે શાતાનો ભોગવટો જીવને મળે છે. એ પુણ્ય પરવારતાં ફરીથી દુ:ખનાં ચક્રો ગતિમાન થાય છે. જીવ જ્યારે શુભ પ્રવૃત્તિ કરવા નીકળે છે ત્યારે સામાન્ય રીતે તેનાં હૃદયમાં કીર્તિ મેળવવાના, ધન મેળવવાના, સત્તા મેળવવાના, પ0 Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના નામાંકિત કુટુંબ મેળવવાના, દેવલોકનાં સુખ મેળવવાના વગેરેમાંના કોઈક અભિલાષ વર્તતા હોય છે. જીવ આ ભાવોને પંપાળતો રહે છે, કેમકે ભૌતિક સુખોથી પર એવા અલોકિક આત્મિક સુખનો અને પરિચય નથી. કેટલીકવાર આત્મસુખની સામાન્ય સમજણ હોય તો પણ ભૌતિક અને લૌકિક સુખોનું આકર્ષણ એટલું બળવાન હોય છે કે તેના સાણસામાંથી તે જીવ છૂટી શકતો નથી. પરિણામે જેટલા પ્રમાણમાં તેણે પુણ્ય ઉપાર્જન કર્યું હોય તેના પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકે તેટલું સંસારસુખ તે પામે છે. પુણ્ય ક્ષય થાય છે, અને નવું પુણ્ય થાય નહિ ત્યાં સુધી દુ:ખની ઘટમાળ ચાલુ રહે છે. આમ હોવાથી જીવ સદેવ ચાલતી સુખદુઃખની ઘટમાળમાંથી છૂટી શકતો નથી. આમાંથી છૂટવાનું તો જ બને જો જીવ સંસારસુખના આકર્ષણના સ્થાને મોક્ષ માટે આકર્ષણ વેદતો થાય અને તેની પ્રાપ્તિ માટે પુણ્યસંચય કરે. વ્યવહારિક ઘટનાથી પણ આ વાત સમજી શકાય. એક જીવને રૂપિયા પચીશ હજારમાં મળતું ટી.વી. લેવાના ભાવ છે, તેનાથી મળતો આનંદ તે તેનું ધ્યેય છે. આટલું દ્રવ્ય એકઠું કરવા તે જીવ પ્રયત્નશીલ થાય છે. દ્રવ્યોપાર્જન માટે કઠિન પરિશ્રમ કરે છે ત્યારે અનિવાર્ય ખર્ચ કર્યા પછી મહિના દિવસે હજાર રૂપિયા બચાવે છે. બે ચાર હજાર રૂપિયા એકઠા થાય ત્યાં બીજી કોઈ વસ્તુમાં મોહી તે દ્રવ્ય વાપરી નાખે છે, અને ફરીથી રૂપિયા એકઠા કરવા લાગે છે. આ પ્રમાણે વારંવાર બનતું રહે તો પંદર વર્ષે પણ તે ટી.વી. ભેળો થાય નહિ. પરિણામે તેણે ઇચ્છલો આનંદ તેનાથી દૂર જ રહે. પરંતુ જો એ જીવ સમજણપૂર્વક અન્ય ચીજોમાં મોહાયા વિના દ્રવ્ય સંકલન કરતો રહે તો અઢી ત્રણ વર્ષમાં પોતાની ભાવના પૂરી શકે. આ જ પ્રમાણે જીવ જો પોતે કરેલી પુણ્ય કમાણીને સંસારના ભૌતિક સુખો મેળવવામાં ખર્ચ ન નાખે તો, સંકલિત પુણ્યના પ્રભાવથી મોક્ષનાં પહેલાં પગથિયા રૂપ સમ્યક્દર્શનને મેળવવા ભાગ્યવાનું થઈ શકે. અલબત્ત, એમ થવા માટે સમકિત પ્રાપ્તિની તાલાવેલી જોઈએ, પોતે ઉપાર્જન કરેલું પુણ્ય સન્માર્ગે વપરાય તેવી ભાવના જોઈએ તથા પુણ્ય ઉપાર્જન થાય તેવાં સદાચાર તથા પ્રવૃત્તિઓ જોઈએ. મોક્ષપ્રાપ્તિના અભિલાષથી જેમ જેમ જીવ પુણ્યોપાર્જન વધારતો જાય છે તેમ તેમ વિશુદ્ધિના એક પછી એક પગથિયાં ચડતો જાય છે અને છેવટમાં મોક્ષનાં અવ્યાબાધ સુખને મેળવે છે. ૫૧ Page #73 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ભવોભવથી લૌકિક લાભોમાં વપરાતા પુણ્યને પરમાર્થે વાપરવાની આવડત કેળવવા માટે જીવ શ્રી પ્રભુને આ પ્રમાણે પ્રાર્થના કરી શકે છે – “શ્રી સર્વજ્ઞ વીતરાગ ભગવંત! આપ અનંત સુખ સ્વરૂપ એવાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રને માણી રહ્યા છો. તેમાંથી નિષ્પન્ન થતા સહજાનંદને મારા સમયાત્મક વંદન હો. જે ઉત્તમોત્તમ નિમિત્ત પામીને આપે આ સુખ મેળવ્યું છે તે જ નિમિત્ત લેવાની મારી અભિલાષા છે. નીરાગી પરમાત્મા ! આપની કૃપાથી તેમ કરવા માટેની સમજણ મારામાં જાગતી જાય છે, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ સમજણને આધારે અન્ય જીવોને શાંતિ તથા શાતા મારા નિમિત્તે પ્રાપ્ત થાય તે માટેના મારા પ્રયત્નો ચાલુ છે. એ પ્રયત્નમાં જતાં મારામાં કર્તાપણાના ભાવ તથા તેના અનુસંધાનમાં યશકીર્તિ, ધનસમૃદ્ધિ, સત્તા, વૈભવ આદિ લૌકિક સુખ મેળવવાની વૃત્તિ જો૨ કરી જાય છે. આ દશામાં મને ભય વેદાય છે કે આ સરાગ અવસ્થા મારાં બધાં પુણ્યને ખાઈ જશે અને લૌકિક સુખમાં ડુબાડી ઉત્તમ આત્મશાંતિથી મને વંચિત કરી દેશે. પ્રભુ! આવી દયાજનક સ્થિતિથી મારું ખૂબ ખૂબ રક્ષણ કરો. મારી સરાગ અવસ્થાથી મને છોડાવી, નીરાગ શ્રેણિ પ્રતિ મને દોરતા રહો. હું આપને આધીન જ છું. તમારી સહાય વિના મને સફળતા દેખાતી નથી. જગતના પદાર્થોની લાલચ ભલભલા મુનીશ્વરોને ચળાવવા સમર્થ છે, તો મારું શું ગજુ? લોકોત્તર પુરુષ! આપની કૃપાદૃષ્ટિમાં શું અલભ્ય છે? તેથી પરમ વિનયભાવથી વિનંતિ કરું છું કે અન્ય જીવોને શાતા આપવાના કાર્યમાં વૃદ્ધિ કરવા છતાં, મને ભૌતિક સુખોનું આકર્ષણ નડે નહિ તેવી મારા પર કૃપા કરો. મારે તો આપની નીરાગ શ્રેણિ સાચવી, તેનાથી મળતાં પુણ્યાનુબંધી પુણ્યનો લાભ લઈ મોક્ષનાં સુખને માણવા છે. ચોસઠ ઈંદ્રના પૂજનિક દેવ! આપની જે કંઈ મેં સહ્રદયતાથી ભક્તિ કરી હોય, અન્ય જે કંઈ શુભ પ્રવૃત્તિ કરી હોય તેનું પરિણામ મને આત્મશુદ્ધિ તથા આત્મશાંતિની વૃદ્ધિથી પ્રાપ્ત હોજો. સંસારી શાતા વધારવાની જો કંઈ ૫૨ Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના ભાવના મારામાં ઊંડે ઊંડે પણ રહી ગઈ હોય તો તેનાથી મને નિવૃત્તિ અપાવજો. આપે કરેલા સર્વ ઉપકારનો ઋણી બની, પરમપ્રેમથી આ ઋણની ચૂકવણી કરવા અન્ય પાત્ર જીવોને સહાય કરતા રહેવા હું તત્પર રહીશ. આવા નિર્ણય સાથે આપને સવિનય વંદન કરું છું.” ૐ શાંતિ. જીવનમાં પૂર્વે કરેલા અશુભ કર્મબંધના ઉદય આવે ત્યારે તેની નિવૃત્તિ માટે કેવા કેવા પ્રકારની પ્રાર્થના યોજી શકાય છે તે આપણે જોયું. અગમચેતી વાપરી, શ્રી પ્રભુમાં શ્રદ્ધા રાખી, શાતાના ઉદયો ટળી ન જાય તથા સત્તામાં રહેલા અશાતાના કર્મો ઉદિત ન થઈ શકે તે માટે પણ જો પ્રાર્થના કરતા રહેવામાં આવે તો મોટેભાગે અશુભ કર્મો ઉદય થતાં નથી, અથવા થાય છે તો ઘણા નાના સ્વરૂપે દેખા દે છે. આથી કષ્ટ હોય વા ન હોય તો પણ પ્રભુને હૃદયથી પ્રાર્થના કરવામાં આવે તો રોજિંદા જીવનમાં આત્માર્થે તથા સંસારાર્થે મોટો લાભ થાય છે. જીવનની શાંતિ તથા સુવિધા વધારી આત્માર્થે જીવન જીવી જન્મ મરણનાં દુઃખથી છૂટવા માટે જીવને ગર્ભકાળથી મળેલા સુસંસ્કારો ખૂબ ઉપકારી થાય છે. દુ:ખ આવ્યા પછી તેને દૂર કરવાના પ્રયત્નો કરવામાં ઘણી તકલીફ થાય છે, ઉદિત અઘાતી કર્મોમાં ધાર્યો ફેરફાર થઈ શકતો નથી, વેદાતા દુઃખમાં આર્તપરિણામ ન થવા દેવા માટે જીવને ઘણો પરિશ્રમ વેદવો પડે છે આદિ કારણો જીવને પૂરતી શાંતિ વેદવા દેતા નથી. પરંતુ એવા અશુભ કર્મોના ઉદય પહેલાં જ જો તેનો ક્ષય કરવા માટે પ્રાર્થનાનો આશ્રય લેવામાં આવે તો પૂર્વ સંચિત કર્મોમાં ઘણા ફેરફાર થઈ શકે છે. વર્તમાન વર્તનાને આધારે જીવનાં સત્તાગત કર્મોમાં સતત સંક્રમણ (ફેરફાર), ઉદ્વર્તન (વધારો) તથા અપવર્તન (ઘટાડો) થતો જ રહે છે, તો પછી ઇરાદાપૂર્વક પ્રાર્થના દ્વારા સંક્રમણ, શુભમાં ઉદ્વર્તન કે અશુભમાં અપવર્તન કરવું તે સત્તાગત કર્મો માટે ખૂબ સહજ થઈ જાય છે. અને જીવને ઘણી ઘણી સુવિધાઓ સહજતાએ વધતી જણાય છે. આ માટે જીવને સહુથી પહેલું સંસ્કરણ ગર્ભાવાસ દરમ્યાન થાય છે. બાળક ગર્ભમાં પ્રવેશે તે સમયથી આહાર આદિ પાંચ પર્યાપ્તિ પૂરી કરી નવ માસે પૂર્ણ મનુષ્ય દેહ ધારણ કરી જગતનું મનુષ્ય જીવન શરૂ કરે છે. સામાન્ય રીતે આ નવે ૫૩ Page #75 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ માસ દરમ્યાન ગર્ભકાળનાં દુઃખ એટલા ભયંકર હોય છે કે તે જીવ મૂચ્છિત અવસ્થામાં હોય છે. અને માતાના ઉદરના લોહી આદિ અશુચિય અંધકારમાં તેને પરવશપણે રહેવું પડે છે. ત્યાં તેની સંજ્ઞા યથાર્થ પણે કામ કરતી નથી. તેના ગર્ભકાળમાં તેની માતા જે પ્રકારના ભાવ સેવે તેવા ભાવ તેણે અવ્યક્તપણે કરવા પડે છે, માતાના શુભ ભાવ તેને શુભભાવી બનાવે છે અને માતાના અશુભભાવ તેને અશુભભાવી બનાવે છે. ગર્ભસ્થિત બાળકને વર્તતા શુભાશુભ ભાવના ફળરૂપે નવાં કર્મો બંધાતા જાય છે અને તેનાં ભાવિનું ઘડતર થતું જાય છે. આ સ્થિતિને જાણ્યા પછી, ભાવિ માતા જો. બાળકના અને પોતાના કલ્યાણ માટે શ્રી પ્રભુને પ્રાર્થે તો કાળે કરીને તેનાં અશુભ કર્મો શુભમાં પલટાઈને ઉદિત થાય છે. શુભની ઇછુક ભાવિ માતા એ માટે ભાવ કરે, પ્રાર્થના કરે તો તેને ઘણી શાંતિ તથા શાતા ભાવિમાં પ્રાપ્ત થાય છે – જીવ સમસ્તનું કલ્યાણ ઇચ્છનાર પ્રભુ! આપને ખૂબ ભાવથી વંદન કરું છું. આપની કૃપાથી અને પૂર્વ કર્મના ઉદયથી મારે માતા થવાનો યોગ આવ્યો છે તે માટે તમારો ખૂબ ઉપકાર માનું છું. અને આપના વિશેષ વિશેષ ઉપકાર ગ્રહણ કરવા માટે મારી પાત્રતા દિનપ્રતિદિન વધતી રહે તે માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું.' “પ્રેમાળ પ્રભુજી! ગર્ભકાળ દરમ્યાન મને કે બાળકને કોઈ અશાતા ન આવે, તેના જન્મ સમયે પણ કોઈ કષ્ટકારી તીવ્ર ઉદય ન આવે એવી કૃપા કરજો. અને પૂર્વની ભૂલને કારણે અશાતા ભોગવવી પડે એવા જે કોઈ કર્મ અમે બાંધ્યા હોય તેની આપની સાક્ષીએ પશ્ચાત્તાપ કરી ક્ષમા માગું છું, અને સાથે સાથે આ સર્વ કર્મ ક્ષીણ થાય તેવો ઉગ્ર અને ઉત્તમ પુરુષાર્થ તમે મારી પાસે કરાવજો.' “હે જગતવંદ્ય વિભુ! તમારી અસીમ કૃપાથી મારું બાળક તંદુરસ્ત થાય, ભણવામાં હોંશિયાર થાય, જીવનમાં સુવિધા મેળવનાર થાય, સર્વ કુટુંબીજનો, મિત્રો આદિના પ્રેમને મેળવનાર તથા તેમની સાથે પ્રેમથી વર્તનાર થાય એવી મારી ભાવના પૂરી કરજો. અને સહુથી વિશેષ તો મારા એ ભાવ છે ૫૪ Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના કે તે આપનું સાચું ભક્ત બની, જન્મ, મૃત્યુના દુ:ખથી મુક્ત થઈ અનંત શાંતિને આપનાર આત્મિક પુરુષાર્થ કરનાર થાય. તે માટે મને સતત સારા ભાવ આપજો, અમે ઉત્તમ માતાપિતા થઈ શકીએ એવો પુરુષાર્થ આપજો . અને અમે ઉત્તમ શુભ સંબંધે વસી, જગતનાં સર્વ દુઃખથી આત્યંતિક મુક્ત થવાનો પુરુષાર્થ સાથે મળી સફળતાથી કરવાની શક્તિ તથા સુવિધા આપજો.” “અહો! દેવોના પણ પૂજનીય દેવ! આપની કૃપાથી મનુષ્ય જન્મની ઉત્તમતા મને સમજાઈ છે, તેથી મારા ઉદરમાં આકાર લઈ રહેલ મનુષ્યબાળ તેનાં જીવનની ધન્યતા પામે તે જ મારી પ્રાર્થના છે. આ પ્રાર્થના સફળ થવામાં વિનરૂપ થાય તેવા સર્વ ભાવ તથા કૃત્ય માટે ખૂબ પશ્ચાત્તાપી થઈ ક્ષમા માગું છું. અને જીવનભર તમારા સાથથી છૂટી ન જાઉં તે માટે ખૂબ ભાવથી પ્રાર્થના કરી વંદન કરું છું.” શાંતિ. આ પ્રકારે વારંવાર વિનંતિ કરતા રહેવાથી માતા તથા બાળકના અશુભ ઉદયો ઘટતા જાય છે, અને પ્રભુકૃપાથી માતા જેટલા શાંતભાવમાં રહે છે તેટલી શાતાનું વેદન ગર્ભમાંના બાળકને થાય છે. પરિણામે માતા તથા બાળકનાં હોય તેનાથી વિશેષ શુભસંબંધ બંને વચ્ચે બંધાય છે. બાળકનાં નિમિત્તે થતો માતાનો ત્રાસ ઘટતો જાય છે, અને સંસારી સુખમાં પણ શાશ્વત સુખ મેળવવાનું બીજ બાળકમાં અવ્યક્તરૂપે રોપાય છે. તેથી બાળકના જન્મ પછી, વિશેષ લાભ મેળવવા માતા શ્રી પ્રભુને પ્રાર્થતી થાય છે – “અહો પરમકૃપાળુ ભગવંત! તમારી કૃપાથી મને સુંદર બાળકની પ્રાપ્તિ થઈ છે; અને મારી ઘણી ઘણી પ્રવૃત્તિઓ નિર્વિદને પાર પડી છે. બાળકના ગર્ભકાળ દરમ્યાન તથા જન્મ સમયે તમે ઉપકાર કરી, અનેક અનિષ્ટોથી મારું તથા બાળકનું રક્ષણ કર્યું છે. તે માટે તમારો ખૂબ ખૂબ આભાર માની હૃદયપૂર્વક વંદન કરું છું.' પપ Page #77 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ “અહો શાંતિદાતા પ્રભુ ! આપની કૃપાથી અમને તમારા તરફથી શાંતિ પ્રાપ્ત થતી રહે એવી કૃપા કરશો, જેથી આ બાળક સુંદર નાગરિક બને તેવા ઉત્તમ સંસ્કાર અમે તેને પ્રેમથી આપી શકીએ, તથા બાળકને પ્રેમપૂર્વક ઉછેરવાનો ઉત્તમ લાભ અમે લઈ શકીએ. અહો કલ્યાણમૂર્તિ પ્રભુ! આપની કૃપાથી આ બાળક સુંદર, સંસ્કારી, તંદુરસ્ત, ભણવામાં હોંશિયાર તથા જીવનમાં સફ્ળતા પામી સહુનું પ્રિયપાત્ર રહે એ જ માગું છું. તે સહુ સાથે શુભ સંબંધમાં રહી પોતાને તથા અન્યને મોક્ષમાર્ગમાં પ્રેરવા સદ્ભાગી બને એવી કૃપા અમારા પર કરતા રહેશો.' “પ્રભુ ! તેના અભ્યાસકાળમાં તે ખૂબ સારી રીતે અભ્યાસ કરે, એ અભ્યાસ દ્વારા પોતાનાં જ્ઞાનના આવરણો ક્ષીણ કરતું જાય, અને સંસા૨ે તથા ૫રમાર્થે લાભકારી સમજણ સારી રીતે મેળવી શકે એવી કૃપા કરજો. તેને અભ્યાસ ક૨વાનો કંટાળો ન આવે, જલદીથી બધું જ્ઞાન ગ્રાહ્ય બને, તેની સ્મૃતિમાં તે જ્ઞાન ત્વરાથી રહી જાય, અને જરૂર પડયે તે યથાયોગ્ય રીતે વ્યક્ત કરી શકે તેવી કૃપા તેના પર કરજો. વળી મોટા થયા પછી તેનો સદુપયોગ તે કરતું રહે એ જ મારી પ્રાર્થના છે.' “એના અભ્યાસકાળ દરમ્યાન તેને શિક્ષકો સાથે, સહાધ્યાયીઓ સાથે અને સર્વ કુટુંબીજનો સાથે શુભ સંબંધ વધતા રહે, રમતગમત આદિ પ્રવૃત્તિઓનો યોગ્ય નિર્દોષ આનંદ લઈ તેના શૈશવકાળને ધન્ય કરે એ જ વિનવું છું.' “હે દયાનિધિ ! અમારી આ સર્વ ભાવનાઓ પૂર્ણ થવામાં જે કોઈ દોષ વિઘ્નરૂપ થાય તેમ હોય તે સર્વની અંતરના ઊંડાણથી પશ્ચાત્તાપ કરી ક્ષમા માગીએ છીએ. અને આપની કૃપાથી સર્વ અશુભનો ત્યાગ કરી, શુભના સાનિધ્યને વધારતા જઇએ, એવી ભાવના વ્યક્ત કરી આપના ચરણકમળમાં ખૂબ ભક્તિભાવથી વંદન કરીએ છીએ.” ૐ શાંતિ. ૫૬ Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના આ રીતે બાળકના શૈશવકાળની ઉત્તમતા માટે માતા તથા પિતા પ્રાર્થના કરતા રહી, સહુ સાથેનો શુભ સંબંધ વધારી શકે છે. સાથે સાથે બાળકને ખવડાવતાં, પીવડાવતાં, દૂધ પાતાં, સૂવડાવતાં, નવડાવતાં વગેરે પ્રવૃત્તિ કરતાં કરતાં તેને નવકાર મંત્ર સંભળાવવો, તેની પાસે મોટેથી ક્ષમાપના કરવી, ભક્તિ પદો ભાવપૂર્વક ગાવા, આદિ કરવાથી ધર્મ આરાધનનો લાભ માતા બાળક બંનેને સારી રીતે મળે છે. તે ઉપરાંત બાળક બેત્રણ વર્ષનું થાય, થોડું થોડું બોલતા શીખે ત્યારથી તેની પાસે નાનાં નાનાં નિર્દોષ વચનો બોલાવી પ્રાર્થના કરાવવાથી બાળકમાં પ્રભુભક્તિના સંસ્કારનું સિંચન થાય છે, અને તેના ઉત્તમ ભાવિની રચનાના બીજ તેનામાં રોપાય છે. જેમકે – “હે ભગવાન! મને ડાહ્યો કરો. મને તમારા જેવો સુખી કરો. પ્રભુ, બધાંને સુખી કરો. મને ભણવામાં હોંશિયાર કરજો. મને સાચી ભક્તિ આપજો . બધાંને સાચી ભક્તિ આપજો. મને જલદીથી મોક્ષમાં લઈ જજો. બધાંને મોક્ષ અપાવજો. મને બધાં સાથે સારા સંબંધ આપજો. હું મારા બધા દોષની માફી માગું છું. મને માફી આપજો. ભાવથી વંદન કરું છું. મારા વંદન સ્વીકારજો.” ઇત્યાદિ. આ પ્રકારે બાળવયથી સાચા સંસ્કાર રેડવાથી, બાળક સુસંસ્કારી અને હોંશિયાર થતું જાય છે. સહુ સાથે શુભ સંબંધ વધારતું જાય છે. અને તેને ભાવિની ઉત્તમ સ્થિતિ મેળવવાના ભાવ જાગે છે. તે યુવાન થયેલ બાળક પોતાની ભાવિની કારકિર્દી સુંદર બને તે માટે પ્રભુને પ્રાર્થતાં શીખે છે – “હે પ્રભુ! પરમભક્તિથી આપને વંદન કરી, અત્યાર સુધી જીવનની સુવિધા જાળવવા આપે જે સહાય કરી છે, તે માટે તમારો ખૂબ ખૂબ ઉપકાર માનું છું. અને મારા ભાવિ માટે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતિ કરું છું.' “પ્રભુજી! મારા ભાવ તથા વિચારના તો આપ જાણકાર છો, મારા જીવનને સુખી કરવા તથા સમૃધ્ધ કરવા સાથે મારી આત્મવૃત્તિ સતત જળવાઈ રહે ૫૭ Page #79 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ એવા વ્યવસાય પ્રતિ દોરવા હું આપને વિનંતિ કરું છું. જેમાં મારો રસ જળવાય જેમાં મારાં પૂર્વસંચિત કર્મો જલદીથી નિર્ભરતા જાય અને મારાં જીવનને ઉત્તમતા પ્રતિ દોરતા જવાનો અવકાશ રહે એવા વ્યવસાયમાં મને મોકલજો.' “વળી, હું જે વ્યવસાયમાં જાઉં, તે વ્યવસાયમાં પ્રમાણિકપણે વર્તી, નિર્દોષભાવથી, કોઈને નુકસાન કર્યા વિના યોગ્ય માત્રામાં લક્ષ્મી ઉપાર્જન કરું, એટલું જ નહિ પણ, સર્વ વ્યવસાયિકો સાથે પણ શુભ સંબંધ વધારતાં વધારતાં, મારાં પૂર્વકર્મની નિર્જરા ઉત્તમ રીતે કરી શકું, એ માટે મને ખૂબ સહાય કરજો.' “મારા આ બધા ભાવો પૂર્ણ કરવામાં આડા આવે એવાં જે જે કર્મો છે, વર્તમાન દોષ છે, તે સર્વની પશ્ચાત્તાપ સાથે ક્ષમા માગું છું. મને ક્ષમા આપી, યોગ્યમાર્ગદર્શન આપી કૃતાર્થ કરો એ ભાવથી સવિનય વંદન કરું છું.” ૐ શાંતિ. વિવેકપૂર્વક વ્યવસાયની બાબતમાં વિચાર કરતાં કરતાં, જો પ્રભુને પ્રાર્થના કરતાં કરતાં તેમનું માર્ગદર્શન માગવામાં આવે તો જીવને સામાન્યપણે નાસીપાસ થવાનો, અણગમતા વ્યવસાયમાં ધકેલાઈ જવાનો ઉદય આવતો નથી. શ્રી પ્રભુની આવી કૃપા સહુ કોઈ શ્રદ્ધાળુ જીવ માણી શકે છે. જેમ વ્યવસાયમાં જીવને પ્રભુના સહૃદય સાથની જરૂર છે, તેમ સહુને યોગ્ય જીવનસાથીની, સારા શુભભાવી કુટુંબની પ્રાપ્તિ માટે પણ પ્રભુના એવા જ ઉત્તમ સાથની જરૂરત છે, તેમ ન થાય તો પૂર્વની ભૂલના પ્રભાવથી સંસારી જીવો કુટુંબની અનેકવિધ કંકાસની જાળમાં સપડાઈ ઘણી ઘણી મુશ્કેલીનાં વેદનમાં ખેંચાઈ જાય છે. આવા વિપરીત સંજોગોમાં ન જવા માટે શ્રી પ્રભુને પ્રાર્થનું યોગ્ય છે કે – અહો! સર્વ પ્રકારનાં દુઃખ તથા ક્લેશથી સર્વથા છૂટવાનો મહામાર્ગ આપી જગત જીવો પર પરમ ઉપકાર કરનાર પ્રભુ! આપને ખૂબ ભક્તિભાવથી ૫૮ Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના વંદન કરું છું. પ્રભુ! મારી ભાવના તો તમારા જેવા સર્વોત્તમ સુખની અનુભૂતિ કરવાની છે. પરંતુ તે સ્થિતિએ પહોંચતા પહેલાં પૂર્વ સંચિત સર્વ સંસારી કર્મોની નિવૃત્તિ કરવી અનિવાર્ય છે, તેમ કરવા માટે જો કુટુંબીઓ તરફથી સાનુકૂળતા મળે તો આ કાર્ય સરળ થાય છે, અને પ્રતિકૂળતા રહ્યા જ કરે તો આવતા વિદનોની પરંપરા આત્માર્થ ચૂકાવી દે એવી સ્થિતિ નિષ્પન્ન થાય. આથી હે શાસનપતિ! મને મારા કુટુંબીજનો તરફથી આત્માર્થ માટે ખૂબ સાનુકૂળતા મળે તેવી કૃપા કરજો .' “પ્રભુજી! મારે જે જીવ સાથે સંસાર સંબંધે જોડાવાનું છે, તેના તરફથી મને સાનુકૂળતા મળે અને તેમને મારા તરફથી પૂરો સંતોષ થાય એવી કૃપા માગું છું. મેં પૂર્વકાળમાં જે જીવ સાથે રાગબંધન કર્યા છે, તેનો યોગ્ય સમયે ઉદય આવે ત્યારે તેનો વિના વિઘ્ન મેળાપ મને કરાવજો. કોઈ ઝાઝી વ્યક્તિ સાથેની મુલાકાત આદિ વિષમ પ્રસંગોથી મને બચાવજો. સાથે સાથે મારે જેની સાથે જોડાવાનું હોય, તેની સાથે જીવનભર શુભ સંબંધ વધતા જાય, અમે એકબીજાને પરમાર્થ અને સંસારે યોગ્ય સાથ આપી શકીએ, એકબીજાને સાચા અર્થમાં સમજીએ, એકબીજાની ગુણવૃદ્ધિ કરવામાં મદદરૂપ બની, પરમાર્થની સાધના સાથે મળી કરી શકીએ એવી કૃપા કરજો. અમારે કુટુંબીજનો સાથે, મિત્રવર્તુળ સાથે કે અન્ય સંબંધીઓ સાથે ક્યારેય અશુભના ઉદય આવે નહિ તે જ માગું છું. હવે મારે કોઈ સાથે અશુભના ઉદય જોતા જ નથી. અને સંસારી ભાવનો ક્ષય કરતાં કરતાં પૂર્ણ આત્મશુદ્ધિ કરવાના મારા પુરુષાર્થને સર્વ ઉદિત પ્રવૃત્તિમાં ફેલાવવો છે. તે માટે હે પ્રભુ! ખૂબ કૃપા કરી સાથ આપજો. આ સર્વ ભાવની પૂર્ણ સફળતા મેળવવામાં જે કોઈ પૂર્વ કર્મ કે ભાવ અંતરાય કરે તેમ હોય તે સર્વની ક્ષમા માગું છું, પશ્ચાત્તાપ કરી વિનંતિ કરું છું કે સર્વાગી કલ્યાણ કરવામાં અને મળેલા મનુષ્ય જન્મને સફળ કરવા માટે મારા પર ખૂબ આશીર્વાદ વરસાવજો. એ માટે ખૂબ ખૂબ આભાર માની ભાવથી વંદન કરું છું.” ૐ શાંતિ. ૫૯ Page #81 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આ સર્વ પરથી આપણે તારણ કાઢી શકીએ કે કર્મભૂમિના પ્રત્યેક મનુષ્ય જીવનકાળ દરમ્યાન વિવિધ પ્રવૃત્તિ કરતા રહી જીવન વ્યતીત કરવાનું હોય છે. ભૂતકાળમાં કરેલી ભૂલો તોડવામાં જેમ પ્રાર્થના સહાયરૂપ થાય છે તેમ ભવિષ્યમાં થવા યોગ્ય ભૂલોને એ જ પ્રાર્થના દ્વારા અટકાવી શકાય છે. વ્યવહારમાં વર્તતી વખતે જે જે સંભવિત ભૂલોનો લક્ષ આવે તે ભૂલોથી બચાવવા જો શ્રી પ્રભુને વિનવવામાં આવે તો શ્રી પ્રભુ કૃપા કરી એ દોષમાં પડતાં અટકાવે છે. તે દ્વારા આરાધકને બહુ મોટો લાભ થાય છે. કર્મભૂમિમાં જીવનના નિર્વાહ માટે વિવિધ વ્યવસાયો કરવામાં આવે છે જેમકે કોઈ વ્યાપારી થાય છે, કોઈ શિક્ષક થાય છે, કોઈ ડોકટર થાય છે, કોઈ ઇજનેર બને છે, કોઈ બાંધકામનું કાર્ય કરે છે, કોઈ દવા બનાવે છે, કોઈ ખેતીનું કાર્ય કરે છે, કોઈ વિવિધ માલસામાન બનાવે છે, કોઈ સોની, લુહાર, દરજી, કુંભાર વગેરેમાંનો કારીગર બને છે, કોઈ ગૃહકાર્ય કરે છે વગેરે. પોતે સ્વીકારેલા વ્યવસાયમાં સુવિધા રહે, વિપ્નો ન આવે તથા છેવટે ઇચ્છવા યોગ્ય એવા મોક્ષસુખને મેળવવાનો પુરુષાર્થ ચાલુ રહે તેવી ભાવનાથી પોતાના વ્યવસાયને અનુરૂપ એવી પ્રાર્થના વારંવાર કરતા રહી જીવ મોટા લાભને મેળવી શકે છે. સ્વીકારેલો વ્યવસાય કરતાં કરતાં આશ્રવ કરતાં સંવર નિર્જરા વધે એ માટે પ્રાર્થના સાથ આપી જીવને ઉત્સાહી કરે છે. આ પ્રકારે ગર્ભકાળથી આત્માર્થ માટે પોષણ પામતાં પામતાં જ્યારે જીવ નિશ્ચિત વ્યવસાયમાં ઝૂકાવે છે ત્યારે તત્ સંબંધી પાપદોષોથી બચવા પોતે ગ્રહણ કરેલા વિશિષ્ટ વ્યવસાયમાં શુધ્ધભાવ રાખી ઉત્તમ પુરુષાર્થ કરવા શ્રી પ્રભુને તે પ્રાર્થ છે. અનેક લોકો જીવનનિર્વાહના સાધન રૂપે વ્યાપારને પસંદ કરે છે. છૂટવાની કામનાવાળા પોતાના વ્યાપાર પ્રસંગમાં ન્યાય અને નીતિયુક્ત રહેવા ઇચ્છે છે. પ્રવૃત્તિ કરતાં અલ્પાતિઅલ્પ બંધ થાય તેવી પોતાની વર્તના રખાવવા તેઓ પ્રભુને પ્રાર્થે છે – “સર્વ કળાઓમાં શ્રેષ્ઠ પ્રભુ! આપને મારા વિનય સહિત વંદન હોજો. આ કર્મભૂમિમાં મારે વેપારનો ઉદય વર્તે છે. મારી વૃત્તિ મુક્ત થવા ભણીની છે, Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના પરંતુ ગૃહસ્થાશ્રમના કર્તવ્યરૂપે વેપારાદિ પ્રવૃત્તિ અનિવાર્ય છે, તેથી તે પ્રવૃત્તિ કરતાં મારો જીવ કોઈ તીવ્ર બંધનમાં સપડાય નહિ એવી નિર્દોષ વર્તના મને આપો. દયાળુ દેવ! મને એવી સન્મતિ આપો કે મારું કાર્ય હું નીતિ તથા પ્રમાણિકતાથી કરું, અન્ય કોઈ સાથે વેરસંબંધમાં આવું તેવી પ્રવૃત્તિ મારાથી થાય નહિ, દ્રવ્યનું અયોગ્ય આકર્ષણ અને સંભવે નહિ, અને જે દ્રવ્યોપાર્જન થાય તેનો અમુક ભાગ બીજાની શાતા તથા સુખાકારી માટે હું વાપરી શકું. જે જે ગ્રાહકોના સંપર્કમાં મારે રહેવાનું થાય તેમની સાથે સદેવ શુભ ઉદયો રહે એ જ ઇચ્છું છું. તેમની સાથે અશુભના ઉદયો આવે તેવા જે કોઈ પાપકર્મ મેં ભૂતકાળમાં કર્યા હોય તેની આપની સાક્ષીએ ક્ષમા ચાહું છું. તે દુષ્કૃત્યો નિષ્ફળ કરવામાં મને સાથ આપો, જેથી ઉદિત થતાં પહેલાં જ તેનો ક્ષય કરી શકું. આપે અત્યાર સુધી અનેરો સાથ આપી મારું રક્ષણ કર્યું છે, તેવી રક્ષા ભાવિમાં પણ કરશો એ જ ભાવના સાથે, ઉપકાર માની વિનમ્રભાવે વંદન કરું છું.” ૐ શાંતિ. વ્યવસાયે ડોક્ટર હોય તે મનુષ્ય જન્મને સફળ કરવાના અભિલાષ સાથે શ્રી પ્રભુને પ્રાર્થના કરી શકે કે – “કર્મનાં સમસ્ત દળને પરાસ્ત કરવામાં અતિ ઉઝ પરાક્રમ દાખવી, આત્માની શ્રેષ્ઠતા પૂરવાર કરનાર હે પ્રભુ! આપ કર્મરૂપી મહારોગને મટાડનાર મહાન વૈદ્ય છો. સહુને કર્મરોગ ક્ષય કરવા માટે આપની સહાય નિરંતર મળતી રહો. દેવેશ્વર! મારાં ભાગ્યે દેહનાં દર્દમાં શાતા આપવાનો પ્રયત્ન કરનાર વેદ્ય થવાનું લખાયું છે. તો આપશ્રી મારા પર એવી કૃપા કરો કે હું શુભભાવ વધારતો રહી, દર્દીઓને રોગમુક્ત થવામાં મદદરૂપ થઈ શકું. જે જે રોગીઓ મારી પાસે શાતા મેળવવાના હેતુથી આવે તેઓ સંબંધી આપની કૃપાથી મને એવા ઉપાયો સૂઝતા રહો જેથી તેમને રોગમુક્ત થવાનો લાભ મળે. એમની સેવા હું નિઃસ્પૃહભાવથી કરી શકું એ જ માગું છું. એ સર્વ દર્દીઓ સંબંધી મારા આત્માએ જે કોઈ અશુભભાવો પૂર્વકાળમાં Page #83 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સેવ્યા હોય તેની આપની સાક્ષીએ ક્ષમા ચાહું છું. મારા પૂર્વના અશુભભાવો એ જીવને રોગમુક્ત થવામાં અંતરાયરૂપ ન નીવડે એ જ ભાવના છે. તે સહુ જીવો રોગમુક્તિ સાથે ભવમુક્તિ પણ પામી શકે એવી આદર્શ વર્તના મને આપશો. આપની અનંત કરુણામય કૃપા ઇચ્છી, ઉપકાર માની, ખૂબ ભાવથી વંદન કરું છું.” ૐ શાંતિ. દવાઓ બનાવનાર તથા વેચનાર આ પ્રકારના ભાવો કરી શકે – “શ્રી કુપાળુ ભગવંત! ભવરોગ ટાળવાની ઉત્તમ દવા આપનાર વિભુ! મને સદાય આપનું શરણું હોજો. જે જે નીતિ, નિયમો અને સિદ્ધાંતને આધારે આપ ભવરોગ ટાળવા માટે ઔષધિ આપો છો, તે તે નીતિ, નિયમો અને સિદ્ધાંતો હું સમજી શકું. એટલું જ નહિ, પણ એ અનુસાર દેહરોગ ટાળવા માટેની ઔષધિ હું બનાવી શકું એવો સેવાભાવ અને સદ્બુદ્ધિ અને આપજો. મારા થકી એવા પ્રકારની ઔષધિ નિર્માણ કરાવજો કે તે ગ્રહણ કરનાર વિપરીત અસર વેદ્યા વિના રોગમુક્ત થાય. જે જે રોગીઓ એ દવા લેવાના હોય તેમના સંબંધી મેં જો કોઈ પણ પ્રકારે પૂર્વે અપરાધ કર્યા હોય તો તેની આપની સાક્ષીએ પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા ચાહું છું. મારા તે અપરાધ ક્ષય થાઓ. હે વિશ્વસ્વામી! જે જે જીવોની મારાથી દુભવણી થઈ છે તે સહુને સંસારે શાતા તથા આત્માર્થે વિકાસ, મારા પાપનાં પ્રાયશ્ચિતરૂપે આપશો એ જ મારી વિનંતિ છે. આપને ખૂબ પ્રેમભાવથી વંદન કરું છું.” 3ૐ શાંતિ. ઇમારતોનું બાંધકામ કરનાર ઇજનેર આ જાતના ભાવો કરી શકે – “મહા વીર્યવાન પ્રભુ! સર્વ ભવ્ય જીવોને શાશ્વત ઘરની પ્રાપ્તિ કરવા માટે મહા કલ્યાણકારી માર્ગ આપે આપ્યો છે. સાથે સાથે શાશ્વત ઘરની પ્રાપ્તિ કરવા જતાં કોઈ નવીન બંધ વધે નહિ એવો નિર્દોષ પુરુષાર્થ પણ ચીંધ્યો છે. એ સામે મારા વ્યવસાયની તપાસણી કરતાં મારી પામરતા Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના અનુભવાય છે. વ્યવહારે વસવાટયોગ્ય બાંધકામ કરવાનો મારો ઉદ્યોગ છે. તે કાર્ય કરવા જતાં મારો આત્મા પાંચ પ્રકારના એક ઇન્દ્રિય તથા અમુક ત્રસ જીવોના ઘાત કરવાના પાપમાં પડે છે. તે વિભુ! આ દોષો માટે હું ખૂબ પશ્ચાત્તાપી રહું છું. વિશ્વવિધાતા! મારા નિમિત્તે હણાયેલાં સહુ જીવોની આપની સાક્ષીએ ક્ષમા ચાહું છું, અને આપને વિનવું છું કે કૃપા કરી તેઓનું પરિભ્રમણ મર્યાદિત થાય તેવી સ્થિતિમાં તેમને લઈ જાઓ. વળી, જે જે જીવોને આ જગ્યામાં વસવાનો યોગ હોય તેમને આપની કૃપાથી વ્યવહારની તથા પરમાર્થની સુવિધા મળો અને નાશવંત ગૃહમાં વસી શાશ્વત ગૃહે જવાનો પુરુષાર્થ સાંપડો. મારી દોષમય દૃષ્ટિને વિશુદ્ધ કરવાના ભાવથી આપને અર્પણભાવથી વંદન કરું છું. મારા થકી કોઈ જીવ અશાંતિ પામે નહિ તેવા નિર્મળ ભાવ અને વર્તન કેળવવાની જિજ્ઞાસાથી વાંદુ છું.” ૐ શાંતિ. વકીલ હોય અથવા ન્યાયાલયને લગતા વ્યવસાયમાં ગૂંથાયેલા હોય તે શ્રી પ્રભુને આ રીતે પ્રાર્થના કરી શકે – “ઉત્તમોત્તમ ન્યાયમાર્ગનું ઉદ્દબોધન કરનાર પ્રભુ! સદાકાળ ન્યાયસંપન્ન પ્રવૃત્તિ કરવાનો બોધ આપે આપ્યો છે. કોઈને લેશમાત્ર અન્યાય કે દુઃખ પહોંચે નહિ તેની કાળજીવાળો બોધ આપે આપ્યો છે અને પાળ્યો પણ છે. આપના આ ગુણને તથા વર્તનને ખૂબ ભક્તિથી વંદન કરું છું. અને ઈચ્છે છું કે આપની કૃપાથી મારામાં પણ આ ગુણ તથા વર્તન સમાવેશ પામો. તેના આધારે મારા વ્યવસાયનો દુરુપયોગ કરતાં હું અટકી જાઉં. ભૌતિક સંપત્તિની લાલસાને કારણે જેમના જીવનમાં ક્લેશ વર્તે છે તેઓ સાંત્વાનાર્થે મારી પાસે આવે છે અને ન્યાયાલય સુધી લડવા વિચારે છે. પ્રભુ ! મારા પર એવી કૃપા કરો કે જેથી અસીલોએ મૂકેલા વિશ્વાસને અપાત્ર નીવડું નહિ. ન્યાયયુક્ત વર્તન કરી તેમના કષાયોને શાંત કરવા ભાગ્યશાળી બનું. આ પ્રકારનાં શુભ કાર્યો દ્વારા વિશ્વશાંતિ સ્થાપવાના શ્રી સત્પરુષોના પ્રયત્નોને Page #85 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ હું અનુમોદી શકું એ જ મારી ભાવના છે. અસીલો તથા સહ વ્યવસાયીઓ સંબંધી મારા થકી જે જે પાપદોષ થયા હોય તે સર્વની આપની સાક્ષીએ હૃદયના ઊંડાણથી ક્ષમા માગું છું. તે સહુ સાથે એવા શુભ સંબંધો આપો કે ન્યાયમાર્ગના અટલ સિદ્ધાંતોને અનુસરી આપની કૃપાના સાથથી મુક્તિદ્વાર સુધી અમે જઈ શકીએ. સહુ જીવના કલ્યાણની ઉત્તમ ભાવનામાં રહેવાના આશયથી આપને પંચાગી નમસ્કાર કરું છું.” ૐ શાંતિ. શિક્ષણકાર્યમાં વ્યસ્ત રહેતા જીવાત્માઓ શ્રી પ્રભુને આમ પ્રાર્થે – “જ્ઞાનસમ્રાટ પ્રભુ! આપના અગાધ ગંભીર જ્ઞાનને વંદન હો. આપમાં ત્રણે લોકનું, ત્રણે કાળનું, સમય સમયનું જ્ઞાન પ્રકાશે છે, તે અદ્ભુત જ્ઞાનને સમય સમયના વંદન હો. કરુણાનિધિ! આપ અત્યંત કરુણા કરી સતત જ્ઞાનધારા વહાવી રહ્યા છો, તે ઝીલવાની મને પાત્રતા આપો. આપની જ્ઞાનધારા ઝીલી, જગતનાં કલાકૌશલ્યનું જ્ઞાન મેળવતાં મેળવતાં આત્મશુદ્ધિ વધારવાની મારી મહેચ્છા છે. આપનાં પ્રસાદથી એની પ્રાપ્તિ કરી, આપનાં શરણે રહી, એ જ્ઞાનની લહાણી સહુ જિજ્ઞાસુ જીવોમાં, કરવાની મારી નેમ છે. જે જે વિદ્યાર્થીઓ જ્ઞાનપિપાસા સાથે મારી પાસે આવે તેમને શુદ્ધ કલ્યાણબુદ્ધિથી વિશદ માર્ગદર્શન આપી શકું એવી કૃપા મારા પર કરશો. એ જ્ઞાન અવધારી તેઓ ઉત્તમ નાગરિક બની, જગતને આત્મકલ્યાણના માર્ગે આગળ વધારવામાં નોંધપાત્ર ફાળો આપી શકે, એવા ઉત્તમ કાર્ય બજાવવાની તક મને દેતા રહી, મારા જીવનની ઉજ્જવળતામાં વધારો કરવા વિનંતિ કરી, સવિનય દંડવત્ પ્રણામ કરું છું.” ૐ શાંતિ. કૃષિક્ષેત્રમાં જીવન વીતાવનાર પ્રભુને વિનવી શકે કે – જગતઆધાર જગસ્વામી! સવિનય પ્રણામ હો. આપ પ્રભુ આત્માને સબળ અને વીર્યવાન બનાવવા માર્ગદર્શન આપી રહ્યા છો તે ધન્ય છે. મારા જીવનમાં જીવના દેહને આધાર રૂપ થાય તેવું અન્ન ઉત્પાદન કરવાનું ૬૪ Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના કાર્ય મહત્ત્વનું થયું છે. આ અન્ન ઉત્પાદન કરવામાં કેટલાંયે કુદરતી તત્ત્વો પર આધાર રાખવો પડે છે. તે સહુ વેળા વેળાની છાયા આપ્યા કરે અને સાનુકૂળ સંજોગો મને મળતા રહે તો ધાન્યની ઉત્પત્તિ સુંદર રીતે કરી શકું. મારાં ભાવ તથા વર્તન આપની કૃપાથી એવાં રહેજો કે બાહ્યાંતર તત્ત્વોની સાનુકૂળતા મને મળતી રહે. વળી, જે ધાન્ય ઉત્પન્ન થાય તેને ખાનાર જીવાત્માઓની વૃત્તિ સદાચાર ભણી વળી, આત્મકલ્યાણને ભજતી થઈ જાય. ઉત્પન્ન થયેલું ધાન્ય જેના ઉદરમાં જાય તે દુષ્કૃત્ય તથા કુમતિ કરતાં અટકી જાય તેવી કૃપા હે પ્રભુ! આપ કરતા રહેશો. ધાજોત્પત્તિ માટે જે જે પ્રક્રિયા માટે કરવાની રહે છે તેમાં અઢળક એકેંદ્રિય જીવોની તથા સંખ્યાત ત્રસ જીવોની હિંસા થાય છે. તે સર્વ પાપકર્મ માટે ખૂબ જ પસ્તાવો મને થાય છે. પંચેન્દ્રિયની સેવા કરવા જતાં અન્યનો થતો ઘાત મને ખૂબ પીડા પહોંચાડે છે. તે વિધાતા! તે સહુ જીવોને શુભ ભાવોમાં લપેટી વિકાસ ક્રમમાં આગળ વધારશો, જેથી મારાથી પહોંચેલી પીડામાં તેમને રાહત મળે. સહુ જીવોનું કલ્યાણ માગવા આપના ચરણમાં નમું છું, નમું છું, નમું છું.” ૐ શાંતિ. ગૃહિણી અથવા ગૃહકાર્યમાં ગૂંથાયેલ જીવાત્મા ભાવી શકે કે – “હે નીરાગી મહાત્મા! સરાગી અવસ્થામાં પૂર્વકાળે સેવેલા ભાવોને લીધે વર્તમાનમાં ગૃહકાર્યની બજાવણી મને મળી છે. મારા આ કાર્યને હું ખૂબ ન્યાયપૂર્વક, પૂર્વકર્મની નિવૃત્તિ અર્થે તથા નવીન કર્મબંધ અતિ અલ્પતાએ થાય એ રીતે કરતી રહું એવી મારી ભાવના છે. રસોઈ બનાવી કુટુંબીજનોના ઉદરને પોષણ આપવું એ મારું કર્તવ્ય છે. તો એ કાર્યને વ્યવસ્થિત રીતે, ઓછામાં ઓછી હિંસા કરીને, બગાડ કર્યા વિના, કરવાની ભાવનાને પૂરી કરવા મને સાથરૂપ બનજો. મારી આ પ્રવૃત્તિ કોઈને પણ વિઘ્નરૂપ ન થાય તેવી કૃપા કરજો. મારાથી બનેલી રસોઈ સહુને સ્વાદિષ્ટ લાગે, જે જીવો તે રસોઈને ગ્રહણ કરે તેમને તે પ્રમાદરૂપ ન થાય, ભક્ત અન્ન સ્થૂળતા ૬૫. Page #87 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પરિણમાવે નહિ, ગ્રહણ કરેલા ખોરાકથી તેમને શાતા ઉપજે અને તેમાંથી લોહી તથા શક્તિ ઉત્પન્ન થાય તેવી અસર કૃપા કરી આપજો. જેથી રસોઈ ખાનાર સંબંધી અશુભ બંધ મને પડે નહિ. વળી, આ રસોઈ કરતાં પાંચે પ્રકારના એકેંદ્રિય જીવો તથા ક્યારેક અસંજ્ઞી ત્રસ જીવોની હિંસા મારાથી થઈ જાય છે તેનો મને ખૂબ જ પશ્ચાત્તાપ થાય છે. આપની સાક્ષીએ તે સહુ હણાયેલા જીવોની ક્ષમા માંગી આપને વિનંતિ કરું છું કે મારા તે દોષોને સર્વથા નિષ્ફળ કરવા તે જીવોનો વિકાસ કરો અને મારા પ્રતિની તેઓની વેરવૃત્તિનો તેમના વિકાસાર્થે ત્યાગ કરાવો. આ ભાવનાથી સર્વ કાર્યોનું કર્તુત્વ છોડી મારે અલિપ્તપણું સેવવું છે. જેથી મારા સંપર્કમાં આવનાર સહુ જીવો સન્માર્ગ સન્મુખ થવા ઉત્સુક થાય. ઘરની સાફસફાઈ કરતી વખતે મને ઉપયોગની એવી તીક્ષ્ણતા આપો કે મારા થકી ત્રસ કે સ્થાવર જીવો હણાય નહિ, તેમને મારા થકી અભયદાન મળતું રહે. કદાચિત કોઈ સૂક્ષ્મ જીવા હણાય તો તેમનો વિકાસ ઈચ્છી, તેમની ક્ષમા માગી, આપની આજ્ઞાએ વર્તવાના ભાવ કરી, આપને સવિનય વંદન કરું છું.” ૐ શાંતિ. નાના મોટા ઉદ્યોગોમાં વ્યસ્ત રહેતા જીવાત્મા પ્રાર્થી શકે કે – “હે દયાનિધિ ! આપની દયાનો અમને નિરંતર પરિચય મળતો રહો. લોકોને રોજિંદા જીવનમાં ઉપયોગી થાય તેવી વસ્તુઓનું ઉત્પાદન કરવાની પ્રવૃત્તિ મને મળી છે. પ્રભુ! મને એવી કૃપામાં રાખો કે એમાંથી જન્મતી આવડતનું મને અભિમાન આવે નહિ તથા તેનો દુરુપયોગ કરી દ્રવ્યોપાર્જન કરવાનું સ્વપ્નામાં પણ વિચારું નહિ. ઉત્પન્ન કરેલી વસ્તુઓ લોકોને શાતાનું નિમિત્ત થાય તેવી ભાવના મને સતત વર્તતી રહો. મારી જીવન જરૂરિયાત જેટલું જ ગ્રહણ કરી, વધારાની કમાણી હું સન્માર્ગે વાપરતો રહું એ ભાવના દઢ કરાવશો. મારામાં એવી કુમતિ ક્યારેય ન થવા દેશો કે લોકોની લાચારીનો લાભ લઈ, મારા સ્વાર્થે તેમને પરેશાની તથા અશાંતિમાં ધકેલી દઉં. તેમની સાથેની એવી વેરવૃત્તિમાં હું ક્યારેય ન જાઉં તેવી સન્મતિ આપશો. ૬૬ Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના લોકોપયોગી પદાર્થ ઘડતાં ઘડતાં આત્માનું ઉકરણ થાય તેવા મંગલકારી ભાવ અને વર્તન આપશો એ જ વિનંતિ સાથે આત્મભાવથી વંદન કરું છું.” ૐ શાંતિ. આ પ્રમાણે પોતાના વ્યવસાય અનુસાર જે જે જીવોના સંપર્કમાં આવી તેમને દૂભવવાનું બનતું હોય તે તે જીવોની શ્રી પ્રભુની સાક્ષીએ ક્ષમા માગવાથી, તથા દૂભાએલા આત્માઓનું કલ્યાણ થાય તેવી ભાવના બળવાન કરવાથી જીવનાં પાપકર્મમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. વારંવાર આ પ્રાર્થના કરવાથી શુભભાવ તથા શુભપ્રવૃત્તિ કરવા માટેના યોગ અને નિમિત્ત મળતાં રહે છે તેનો ઉપયોગ કરી જીવ બળવાન પુણ્ય ઉપાર્જન કરે છે અને તેને આત્મશાંતિ તથા આત્મશુદ્ધિ અર્થે વાપરી શકે છે. વ્યવહારમાં વસીને કર્મનાશ કરવા માટે તથા આત્મશુદ્ધિ વધારવા માટે કેવી કેવી પ્રાર્થનાઓ થઈ શકે તે આપણે જોયું. આ સાથે વ્યવહારથી નિવૃત્ત થઈ આત્મપ્રવૃત્તિ વધારી શકીએ તે માટે પણ પ્રાર્થના કરવી જરૂરી છે. જો નિવૃત્તિ ન આવે તો વ્યવહાર સાચવવામાં જ આયુષ્ય વ્યતીત થઈ જાય અને જ્યાં સુધી વ્યવહાર છે ત્યાં સુધી કષાયના નિમિત્તો છે, અને જ્યાં સુધી તીવ્ર કે મંદ કષાય વર્તે છે ત્યાં સુધી કર્મબંધન સંભવે છે. તે કર્મનિવૃત્તિ કરવા સંસાર સેવવો પડે છે. આમ આત્માર્થે વ્યવહાર નિવૃત્તિ અગત્યની છે. સાથે સાથે એ પણ જરૂરી છે કે મળેલી નિવૃત્તિ પચાવવાની અને આત્માર્થે વાપરવાની શક્તિ પણ જીવમાં પ્રગટવી જોઈએ. શક્તિ વિના આવેલી નિવૃત્તિ જીવનાં શાંતિ અને સમતા ભરખી જાય છે. એ નિવૃત્તિ જીવને બેબાકળો બનાવી આક્રોશ પરિણામમાં લઈ જઈ તીવ્ર બંધનમાં બાંધે છે. આવી સંભવિત સ્થિતિમાં મૂકાવું ન પડે તે માટે પાણી પહેલાં જ પાળ બાંધી લેવી – “પરમ શાંતરસમાં સદાય નિમગ્ન રહેનાર જિનદેવ! આપને ખૂબ જ શાંત પરિણામને અર્થે વંદન કરું છું. આ સંસારની પ્રવૃત્તિ કરતાં કરતાં અનંતકાળ વ્યતીત થયો છતાં તેનાથી નિવૃત્તિ થઈ નથી, તેની તે જ બંધન પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. આપની કૃપાથી ઉપાધિરૂપ આ જવાબદારીઓમાંથી Page #89 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ નિવૃત્તિ જોઇએ છે. અને એ નિવૃત્તિ તમે એ પ્રકારે આપશો કે ત્યારે સંસારમોહ પણ અતિ ક્ષીણ થઈ ગયો હોય, જેથી મારા અંતરમાં કોઈ સંઘર્ષ સંભવે નહિ. નિવૃત્ત જીવનમાં કોઈ પણ પ્રકારનો શૂન્યાવકાશ સર્જાય નહિ. ઘણાં જીવો સંબંધી એવું બને છે કે નિવૃત્તિ લીધા પછી તેઓ પોતાને સાનુકૂળ પ્રવૃત્તિમાં ગૂંથાઈ શકતા નથી અને આર્તધ્યાન સેવી, કુટુંબીજનો તથા સ્નેહીજનો સાથે સંઘર્ષમાં તથા દ્વેષભાવમાં સરી પડે છે. હે કરુણાસાગર! આવી સ્થિતિથી મારું રક્ષણ કરજો. મારે તો એ પ્રકારે નિવૃત્તિ જોઈએ છે કે તે સમયનો હું સ્વપર કલ્યાણાર્થે સદુપયોગ કરી શકું. આ શુભ પ્રવૃત્તિમાં મને શુભ ઋણાનુબંધીઓનો સહકાર પ્રાપ્ત થાઓ કે જેથી તેમના પ્રતિનું ઋણ ચૂકવવા માટે તેમને વિકાસ કરવામાં મદદરૂપ થઈ શકું. ભાવિમાં પ્રાપ્ત થનારી વ્યવહારની નિવૃત્તિ મારી તથા અન્યની આત્મશાંતિ તથા આત્મશુદ્ધિ વધારવાના પુરુષાર્થથી ભરપૂર થજો. આ શુભ ભાવના સાકાર કરવામાં મારા પૂર્વના જે જે દોષો અંતરાયરૂપ નીવડે તેમ હોય તે સર્વની પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માગી, આપના ચરણારવિંદમાં નમસ્કાર કરી કૃતાર્થ થાઉં છું.” ૐ શાંતિ. આ સંસારમાં વારંવાર એવું જોવા મળે છે કે જ્યારે જીવનમાં કોઈ તકલીફ ઊભી થાય ત્યારે તેનું શમન કરવા માટે બીજો કોઈ માર્ગ મળે નહિ ત્યારે પ્રભુના શરણે જઈ, જીવ તે કષ્ટથી છોડાવવા પ્રભુને વિનવે છે. પ્રભુનું શરણું લઈ, તેમના દાખવેલા માર્ગે ચાલે છે, અને શ્રદ્ધાથી વિચારે છે કે હવે પછી હું આ માર્ગ ત્યાગીશ નહિ. પરંતુ જ્યાં એ મુશ્કેલી શમે છે, જીવનની ઉપાધિઓ ઘટે છે ત્યારે જગતનાં અન્ય પદાર્થો, બંધાયેલા પુણ્યને કારણે પોતાની માયા વિસ્તારી તે જીવને લલચાવે છે. તે જીવનું સંસાર પ્રતિનું આકર્ષણ વધારવા વિવિધ સુખ સ્વરૂપે દેખા દઈ જીવને નિમંત્રે છે.. છેવટે તે પદાર્થો જીવ પર આકર્ષણ જમાવી મૂળ માર્ગ છોડાવી લાલચમાં પછાડે છે. આવી સ્થિતિમાં જીવ સ્વછંદી બની અનેક નવાં કર્મોની જાળમાં સપડાય છે. આ ભયસ્થાનને પાર કરવું સન્માર્ગી માટે અત્યંત આવશ્યક છે. કબીરજી કહે છે કે – ૬૮ Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના દુ:ખમેં સુમિરન સહુ કરે, સુખમેં કરે ન કોઈ, સુ:ખમેં સુમિરન જો કરે, દુઃખ કાટેકો હોય. આ દુહામાં જીવની વૃત્તિ સમજાય છે. જીવને દુઃખ નથી જોતું, પરંતુ દુ:ખ ઉપાર્જન થાય તેવા ભાવ છોડવા પણ નથી. આવી હાલત મોટા ભાગના સંજ્ઞી પંચેન્દ્રિય જીવોની છે. અપવાદરૂપ જીવો જ દુ:ખમાંથી પાર ઉતર્યા પછી, સુખાનુભવમાં આવ્યા પછી, ફરીથી દુઃખદાયક સ્થિતિમાં જવું ન પડે તેવો પ્રભુના શરણમાં રહી પ્રાર્થના, ક્ષમાપનાનો માર્ગ જાળવી રાખે છે. તેવા જીવો માર્ગના દઢત્વ અર્થે, આપત્તિ હળવી બનતાં શ્રી પ્રભુને પ્રાર્થતાં કહે છે કે – “કરુણાના ભંડાર! આપની કરૂણાનો કોઈ પાર નથી. ભયંકર દુ:ખ આપનાર કર્મો મેં અણસમજમાં બાંધ્યા હતા. તે કર્મો સક્રિય બનતાં અસહ્ય પીડામાંથી મારે પસાર થવું પડ્યું. તેનાથી છૂટવા બીજો કોઈ ઉપાય જણાયો નહિ ત્યારે ડૂબતો માણસ તરણું ઝાલે એવી બુદ્ધિથી હું આપના શરણમાં આવ્યો. એવા સમયે પણ મારો તિરસ્કાર ન કરતાં મને રહ્યો, માર્ગદર્શન આપ્યું અને કર્મને પરાજિત કરવા ખૂબ જ પ્રેરણા તથા બળ આપી ઉત્સાહીત કર્યો. કર્મને નાસવું પડ્યું. આપે કરેલા આ ઉપકાર માટે હું આપનો ખૂબ જ ઋણી છું. આપને હૃદયથી વિનંતિ કરું છું કે વ્યવહારની કષ્ટદાયક સ્થિતિ ક્ષય થયા પછી પણ, અને જીવનની અનેકાનેક સુવિધાઓ વધ્યા પછી પણ હું આપનું શરણું ત્યાગું નહિ, તે સંભાળજો . સંસારી પદાર્થો મોહજાળમાં મને લપેટી ન લે તે માટે યોગ્ય પુરુષાર્થ કરાવી મારું રક્ષણ કરજો. વધતી સુવિધાઓમાં આત્મપ્રવૃત્તિ વધારતો રહું એ જ મારી અભિલાષા છે. અત્યાર સુધીનું જે કંઈ મારું ગણાયું છે તે તમને સોંપી, કર્તૃત્વના ભારથી મુક્ત થઈ, આપની આજ્ઞાએ સતત ચાલી, સર્વ દુ:ખનાં નિમિત્તો તોડવાની અભિલાષાથી આપને આત્માનંદની અનુભૂતિ સહિત વંદન કરું છું. જગતનું આ ભયાનક સ્વરૂપ જોયા અને અનુભવ્યા પછી એ ભણી જોવા અને જવા ઈચ્છા નથી. હવે તો સતત તમારા ૬૯ Page #91 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ચરણનું સેવન કરી, સ્વાર કલ્યાણના માર્ગમાં વસી, મોક્ષભૂમિમાં ત્વરાથી પહોંચવું છે. તે માટે યોગ્ય અવસર આપશો એ વિનંતિ સહ મારા વંદન સ્વીકારશો.” ૐ શાંતિ. જીવ જન્મથી મૃત્યુ સુધીની સફર કરે છે ત્યારે યથાર્થ શ્રદ્ધાન અને આરાધનાના અભાવને લીધે જાતજાતના ભયના વેદનમાંથી પસાર થાય છે. જીવને સંસારની અનેક જાતની સુવિધાઓ જોઈએ છે, તેમાં અનિત્યપણું રહેલું હોવાથી તે સુવિધાઓ નહિ મળે તો, અથવા મળેલી સુવિધાઓ ચાલી જશે તો? આવા શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, રાજકીય ઈત્યાદિ અસુવિધાના ભય જીવને વેદવા પડે છે. તે ઉપરાંત જીવ સૌથી મોટો ભય વેદે છે તે મૃત્યુનો. જીવની પોતાની દુઃખ કે અશાંતિ સહન કરવાની તૈયારી હોતી નથી, અને પૂર્વનાં અશુભ કર્મો ઉદયમાં આવે તો સફળતાથી તેને પાર કરવા જેટલો પુરુષાર્થ નથી હોતો. આવી વંધમય સ્થિતિમાં જીવ બળવાનપણે ભયનું વેદન કરે છે. તે ભયથી છૂટવા તેણે પોતાની વિચારણામાં થોડો ફેરફાર કરવો જરૂરી છે. પૂર્વની ભૂલ હોય તો જ કષ્ટ આવે છે, દોષ વિના કષ્ટ સંભવતું નથી. આ સિદ્ધાંતનું દૃઢપણું સેવી, ભૂલો માટે પશ્ચાત્તાપી બનવાથી ભયની માત્રા ઘટતી જાય છે. આવા પ્રસંગે પ્રાર્થના વિશેષ મદદરૂપ થાય છે. વ્યવહારમાં જેમ પોતાની વેદના સ્વજન સમક્ષ વ્યક્ત કરતાં, તેને જવાબદારી સોંપતા હળવાશ અનુભવાય છે તેમ પ્રભુ આપણો સૌથી મોટો રક્ષણહાર હોવાથી તેને સ્વજન સમજી જવાબદારી સોંપતા આપણું લગભગ કાર્ય થઈ જાય છે. મોટાભાગનું બીકણપણું નાસી જાય છે તે માટે શ્રી પ્રભુને પ્રાર્થી શકાય છે કે – “શ્રી વીતરાગ ભગવંત! આપ સર્વ પ્રકારે અભય બની, જગતના તમામ જીવોને અભયદાન આપવામાં સર્વોત્તમ રહ્યા છો. ભયસંજ્ઞા વધવાના નિમિત્તરૂપ જે જે ભાવો છે તેનો ક્ષય કરી, બીજાને તે પ્રકારના ભાવોનો નાશ કરવા માટે સતત પ્રેરણા આપી મદદ કરી રહ્યા છો. આપના એ ગુણને અહોભાવથી વંદન કરું છું. એ તરફ લક્ષ આપ્યા વિના અત્યાર સુધી મેં મતિકલ્પનાથી બેફામ ભાવો કરી અમાપ ભયસંજ્ઞા ઊભી કરી છે. તે ૭૦ Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના ભયસંજ્ઞાનો ઉદય થતાં મારો આત્મા જાતજાતના ભયની ભયંકર વેદનાની વચ્ચે સતત ફફડાટ અનુભવે છે. અને જે કષ્ટો હજુ આવ્યાં નથી તેની કલ્પના કરી, તેનું આગમન વિચારી મારો આત્મા સતત ચિંતિત રહે છે, અને કર્મના આશ્રવને નિમિત્ત આપે છે. વાસ્તવિક કષ્ટની ગેરહાજરીમાં પણ આત્મા કષ્ટમાંથી પસાર થતો હોય તેવી વેદના ભોગવે છે. આ અસહ્ય સ્થિતિમાંથી હે જીવનાધાર પ્રભુ! મને મુક્ત કરો. સર્વ પ્રકારનાં દુ:ખથી છૂટવાના ભાવ જ્યારથી બળ કરી રહ્યા છે ત્યારથી આ સ્થિતિ અત્યંત ત્રાસરૂપ થઈ ગઈ છે. મારે તો આપની કૃપાથી સર્વથા નિર્ભય થવું છે. જિનદેવ! મને એવી સન્મતિ આપો કે કોઈ ખોટી વિચારણામાં અટવાઈને મારો આત્મા ભયસંજ્ઞા વધારે નહિ, પૂર્વની ભૂલોનો સતત પશ્ચાત્તાપી રહે, ભૂલોનો ભોગવટો સમર્થતાથી કરવા બળવાન બને અને આપના આશ્રયે સાચું નિર્ભયપણું પ્રગટાવી અન્યને અભયદાન આપવા જેટલો સદ્ભાગી બને. દીનાનાથ! પૂર્વ નિબંધિત કર્મોને સમભાવથી ખપાવવા જેટલું આત્મબળ આપો, સુખ દુઃખની કપોલકલ્પિત માન્યતાથી અલિપ્તપણે આપી સેવ્ય નિર્ભયપણા સુધી પહોંચવા માટે સાનિધ્ય આપી વીર્ય પ્રગટાવવામાં સહાય કરો. પૂર્વ સંચિત સર્વ દોષોની ક્ષમા માગી આપના એ અભયદાનને સાચી શરણાગતિથી સવિનય વંદન કરું છું.” ૐ શાંતિ. અશુભ કર્મો હોય તો જ કષ્ટ આવી શકે, તે સિવાય કષ્ટો આવી શકતાં નથી, અને સન્માર્ગે પ્રભુ આજ્ઞાએ વર્તતા રહેવાથી અશુભ કર્મો બંધાતા નથી. આ સમજણને દઢ કરતા જવાથી જીવની ભયસંજ્ઞા તૂટતી જાય છે. બીજી બાજુ અન્ય જીવોને અભયદાન આપવાની ટેવ પાડતાં જવાથી પોતાનું નિર્ભયપણું વધતું જાય છે. શ્રી મહાવીર પ્રભુના વિદ્યમાનકાળે શ્રેણિક રાજા થઈ ગયા, અવળી મતિએ કૃત્યો કરતાં સાતમી તમતમપ્રભા નામક નરકમાં તેંત્રીસ સાગરોપમ સુધીના લાંબા કાળ માટે એકધારા ભયંકર દુઃખો વેદવા પડે તેવું બળવાન કર્મ તેમનાથી બંધાયું. કરેલાં કૃત્યના ભયંકર ફળનો પણ તેમને ખ્યાલ આવ્યો. તેવી સ્થિતિમાં Page #93 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ફળના અસહ્ય ભયંકરપણાથી ભયભીત થયા વિના કે ચિંતિત થયા વિના તેઓ સન્માર્ગે બળવાન પુરુષાથ બન્યા. શ્રી મહાવીર પ્રભુ જેવા ઉત્તમ સપુરુષના શરણે જઈ આત્મશોધનાર્થે બળવાન પુરુષાર્થ તેમણે ઉપાડયો. કર્મબંધનના વિચારો કોરે કરી, તેના વિકલ્પમાં રમ્યા વિના સત્ય પુરુષાર્થ કરવામાં જ તેઓ લાગી ગયા. પરિણામે તે જ જન્મમાં તેંત્રીસ સાગરોપમ ચાલે એવડા મોટા કર્મને માત્ર ચોરાશી હજાર વર્ષમાં પૂરું થઈ જાય તેટલું ટૂંકાવી શક્યા. સાથે સાથે સાતમી નરકની અતિ અતિ તીવ્ર વેદનાનું રૂપાંતર પહેલી નરકની નમ વેદનામાં કરી શક્યા. એટલેથી ન અટકતાં તેઓ સન્માર્ગે ભવ્ય પુરુષાર્થ કરી, આત્મદશામાં આગળ વધી તીર્થકર નામકર્મ ઉપાર્જન કરવા જેવું અદ્ભુત ફળ પણ મેળવી શક્યા. ધન્ય છે તેમના એકાવતારીપણા સુધી લઈ જતા અતિઉગ્ર અને ભવ્ય આત્મશુદ્ધિના પુરુષાર્થને. શ્રી પ્રભુના સાથથી કેવા ભયંકર કર્મને શ્રેણિક મહારાજા કેટલું હળવું કરી શક્યા! જે જીવ પ્રભુશરણે રહી આવો ઉગ્ર પુરુષાર્થ કરે તે આવું મિષ્ટ ફળ મેળવે જ. એ સમજણના આધારે પ્રભુના સાથથી ઉઝ પુરુષાર્થ કરી ભયને જ ભયભીત કરવો તેમાં સહુ મુમુક્ષુ જનની શોભા છે. કેટલીક વખત પરિચિત વ્યક્તિનાં જીવનમાં વર્તતા દુ:ખ તથા કષ્ટો જોતાં જોતાં જીવ એવી કલ્પનામાં ચાલ્યો જાય છે કે મને આ પ્રકારની મુશ્કેલી આવે તો મારા શા હાલ થાય? મનમાં વર્તતી આ ભયભીત દશા કે મનની નબળાઈથી મુક્ત થવા શ્રી પ્રભુને વિનવી શકાય કે – “હે સુખના સિધુ! સુખસ્વામી! આ પ્રકારનું કષ્ટ મારે જોઈતું નથી. કદાચિતુ આ પ્રકારનું કષ્ટ આવે એવાં મારાં પૂર્વ પાપકર્મો હોય તો તેની હૃદયના પશ્ચાત્તાપપૂર્વક આપની સાક્ષીએ ક્ષમા ચાહું છું. મારાં તે પાપ તથા પાપજનિત ભયનો નાશ કરાવો. કદાચિત્ આપના જ્ઞાનમાં એમ જણાતું હોય કે મારે આ પ્રકારનાં દુ:ખની વેદનામાંથી પસાર થવાનું જ છે, તો કૃપા કરી મારા આત્માને એવો વીર્યવાન બનાવો કે તે નિમિત્તે મને કોઈ પ્રકારનું આર્તધ્યાન થાય નહિ, નવીન બંધન થાય તેવો કોઈ Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાઘાત મારા આત્મામાં આવે નહિ. સમભાવ પૂર્વક એ કર્મ નિવૃત્ત કરી શકું તેવી કૃપા રાખશો. આપના આ સાથ તથા સહકારને ખૂબ ખૂબ અહોભાવથી સ્તવીને આપને શુદ્ધ ભક્તિભાવથી સવિનય વંદન કરું છું.” ૐ શાંતિ. વર્તમાનમાં કોઈ કષ્ટદાયક સ્થિતિ ઉપસ્થિત ન હોય, આત્મા સુવિધાઓમાંથી પ્રવહતો હોય, એવી દશામાં પણ જીવને કોઈ નિશ્ચિતતા નથી હોતી કે ભાવિમાં દુ:ખ આવશે જ નહિ. દુ:ખ તથા મૃત્યુની તલવાર જીવ પર સતત તોળાયેલી જ રહે છે. આવા સંજોગોમાં જીવને અણગમતા પ્રસંગો કે દુ:ખો બીજાનાં જીવનમાં જોવા મળે છે. ત્યારે તે સન્માર્ગી હોવાથી સહજતાએ પ્રાર્થનામાં સરી જાય છે. તે ઈચ્છે છે કે – “હે પ્રભુ! આ જીવ આવી મુશ્કેલીભરી તથા અકાળવનારી વેદનામાંથી પસાર થાય છે, તો તે જીવને વેદનાથી નિવૃત્તિ આપી શાતા કરશો. હું પણ મારા શુભ ભાવોને આધારે તેને મદદરૂપ થઈ શકું તો તેમ કરવા મારી ભાવના છે. વિભુ! આ પ્રકારની વેદના જન્માવે એવાં દુષ્ટ કર્મપરમાણુઓ જો મારા આત્માએ ગ્રહણ કર્યા હોય તો તે સર્વ પાપદોષની આપની સાક્ષીએ પશ્ચાત્તાપ સહિત ક્ષમા માગું છું. મારાં તે કૃત્યો પશ્ચાત્તાપની બળવાન આગમાં આપના પ્રસાદથી ભસ્મીભૂત થાઓ, એ જ માગું છું. આપની કૃપાથી સહુ સાથે બળવાન શુભ ઉદય આવે એવી પ્રવૃત્તિ સન્માર્ગે કરતો રહું એવા શુદ્ધ ચારિત્રની પ્રાપ્તિ અર્થે લઘુત્વભાવથી વંદન કરું છું.” ૐ શાંતિ. પ્રાર્થના આ પ્રકારે વિવિધ સંજોગોમાં આધારરૂપ થાય એ જાતની ક્ષમાપના મિશ્રિત પ્રાર્થના શ્રી પ્રભુને કરવાથી ઘણાં ઘણાં પ્રકારથી હળવાશ મેળવી શકાય છે. કારણ કે તેમ કરવાથી જૂનાં કર્મો વિશેષ ઝડપથી ખરે છે, નવાં અશુભ કર્મો એ કાળ દરમ્યાન બંધાતા નથી, તથા સ્વજન સાથે દિલ ખોલીને વાત કરતા હોઈએ એ રીતની ૭૩ Page #95 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ વાતચીત પ્રભુ સાથે પ્રાર્થનામાં ચાલતી હોવાથી જીવને એકલતા, બીજાથી પરપણું, વગેરે ભોગવવાં પડતાં નથી. આ હળવાશનો યોગ્ય માર્ગે ઉપયોગ કરવાથી અનેક પ્રકારની શક્તિઓ તથા શુદ્ધિનો આત્મા સ્વામી બને છે. આ જાણવા છતાં કેટલાંકને મોહબુદ્ધિના પ્રભાવથી એવા ભાવ થાય કે અમારે શું આખો દિવસ પ્રાર્થના જ કરવાની ? એક પછી એક પ્રાર્થના જ કરતા રહીએ તો બીજી પ્રવૃત્તિઓ તથા આનંદવિનોદનું શું?... આ પ્રશ્નાવલિના અનુસંધાનમાં જીવ આર્તધ્યાનમાં ગરકી જાય. પરંતુ જો ધીરજથી તેના પર વિચારણા કરવામાં આવે તો આવો કોયડો થાય જ નહિ. મૂળભૂત તત્વ તરીકે સંસારચક્રથી છૂટવાના ભાવ જીવે શ્રી પ્રભુના આશ્રયે બળવાનપણે કરવાના છે. તેમ કરતાં કરતાં જીવ જ્યારે વિભાવ બાજુ ખેંચાય ત્યારે જે પ્રકારના વિભાવો હોય તેને તોડનાર પ્રાર્થના કરતાં શીખવાનું છે. અહીં દર્શાવેલી પ્રાર્થનાઓ નમૂનારૂપ છે. પ્રત્યેકને રોજેરોજ કરવાનો ઉદ્દેશ તેમાંથી ફલિત કરવાનો નથી. વળી એ પણ લક્ષ રાખવું ઘટે છે કે જેટલું વિઘ્ન બળવાન હોય તેટલું જ બળ તેને તોડવા માટેની પ્રાર્થનાનું હોવું જોઈએ, નહિતર પ્રાર્થનાની અસર ધાર્યા પ્રમાણમાં થતી નથી. જેમ દર્દ જેટલું બળવાન હોય તેટલી તીવ્ર દવા આપવામાં આવે છે – દઈને નાબુદ કરવા માટે, તે જ પ્રમાણે કર્મરોગ જેટલો તીવ્ર હોય, તેના પ્રમાણમાં એટલી જ તીવ્ર તેની ઔષધિ જોઈએ અર્થાત્ પ્રાર્થનારૂપ તીવ્ર પુરુષાર્થ જોઈએ. આ પ્રમાણભાન જળવાય નહિ તો ઈષ્ટફળ મેળવી શકાતું નથી. જેમ સંસારમાં ધનપ્રાપ્તિ કે અન્ય ઈચ્છિત સફળતા મેળવવા માટે જીવ અવિરત પુરુષાર્થ આદરે છે તેમ જ જન્મમરણના ફેરાથી છૂટવારૂપ અત્યંત મહત્ત્વનું ફળ મેળવવા માટે વિકલ્પરૂપ વિભાવભાવ વેદ્યા વિના અવિરત પુરુષાર્થ આદરવો યોગ્ય છે તે સહેજે સમજાય તેવું સમાધાન છે. વળી જ્યાં સુધી આત્મા સ્થિરભાવમાં હોય છે ત્યાં સુધી પ્રાર્થના કરવી અનિવાર્ય નથી. જ્યારે આત્મા સ્થિરભાવમાંથી વિભાવભાવમાં ગમન કરે ત્યારે તેને તેમાંથી પાછો વાળવા માટે પ્રાર્થના કરવી જરૂરી બને છે. પ્રાર્થના દ્વારા જીવનાં આર્તપરિણામને ७४ Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના અટકાવી, પાછો તેને ધર્મધ્યાનમાં સ્થાપી શકાય છે. આ જ ભાવથી શ્રી પ્રભુને પ્રાર્થ છું કે – “હે વિશ્વસ્વામી ! હે સકલ વિશ્વવંદ્ય! આપનાં વીતરાગતા તથા સહૃદયપણાના બળવાન મિશ્રણને ખૂબ જ ભાવથી વંદન કરું છું. આપની અસીમ કૃપાથી સહુ ભવ્ય જીવો પ્રાર્થના, ક્ષમાપના તથા સ્મરણને ઊંડા હાર્દ સાથે સમજી, તેનું ભાવપૂર્વક આરાધન કરી જન્મ, જરા તથા મૃત્યુના પંજામાંથી છૂટકારો પામો. એ સહુના સાથમાં મારો આત્મા આપમાં એકરૂપ બની જઈ ઉત્તમ ક્ષેત્રે સ્થિર થવા મહા ભાગ્યશાળી થાય, એ વિનંતિ કરતાં કરતાં પૂર્વકૃત સર્વ અયોગ્ય કૃતની ક્ષમા યાચવા માટે ભક્તિભરેલા હૈયાથી પશ્ચાત્તાપના પાવનકારી વેદન સાથે વંદન કરું છું.” ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૫ Page #97 -------------------------------------------------------------------------- ________________ જગતમાં સત્તરમાત્માની ભક્તિ-સદ્ગુરુ-સત્સંગ સત્શાસ્ત્રાધ્યયન સભ્યષ્ટિપણું અને સત્યોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયાં નથી. થયાં હોત તો આવી દશા હોત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંતભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. સદ્ગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટકયું છે. તેની પ્રાપ્તિ કરીને સંસાર તાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરવો એ જ કૃતકૃત્યતા છે. – શ્રીમદ્ રાજચંદ્ર (આંક ૪૭) Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ક્ષમાપના જીવ જ્યારે સંસારના પરિભ્રમણથી છૂટવાના ભાવ કરે છે ત્યારે તેના અનુસંધાનમાં તે પરિભ્રમણ શાથી થાય છે તેની વિચારણા તેને જાગે છે. વિચારણા કરતાં કરતાં તેને અત્યાર સુધીની પરિભ્રમણ વધારનારી જે જે ભૂલો પોતે કરી છે તેની સમજ મળતી જાય છે. તેથી તેવી ભૂલો કરતાં અટકવાનું તે નક્કી કરે છે. સંસારની વૃદ્ધિ થાય તેવાં કાર્યો કરતાં અટકવાથી કર્મનો સંવર થાય છે, પરંતુ તેનાથી પૂર્વમાં બાંધેલા કર્મોની નિર્જરા થતી નથી. જો એક પછી એક ઉદયમાં આવતાં કર્મને ભોગવીને ખપાવતાં જવાનો માર્ગ ગ્રહણ કરવામાં આવે તો બાંધેલા સર્વ કર્મની નિવૃત્તિ કરતાં ઘણો કાળ પસાર થઈ જાય. એ સમય દરમ્યાન જીવ જો અવળું વર્તન કરી બેસે તો ઘણાં નવાં કર્મો બંધાઈ જાય. સામાન્ય રીતે બધા જીવોના સંબંધમાં આવું જ બનતું હોય છે. ઉદિત થતાં જૂનાં કર્મો ભોગવતાં જાય અને નવાં અનેક કર્મો વધારતાં જાય, આ પ્રમાણે સંસારની ઘટમાળ ચાલ્યા જ કરે. પરિણામે સંસાર પરિક્ષીણપણાને પ્રાપ્ત થાય નહિ. આ રીતે વધતા જતા સંસારને ક્ષીણ કરવા માટે શ્રી વીતરાગ પ્રભુએ સુંદર રાહ દર્શાવ્યો છે. ઉદયમાં આવતાં કર્મોને ભોગવીને ખેરવતાં જવાં, નવાં કર્મો વિશેષતાએ ન બંધાય તે માટેની કાળજી વધારતા જવી, સાથે સાથે જૂના સત્તાગત કર્મો વિશેષ ઝડપથી ખરે તે માટે કર્મ વધારનારી ભૂલોનો એકરાર કરી, પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માંગતાં જવી. આ પ્રકારે પશ્ચાત્તાપ કરવાથી જે ભૂલો ભૂતકાળમાં થઈ છે તે બાબતનું દુ:ખ જીવ અંતરંગમાં વેદે છે. આ વેદના ભોગવતી વખતે જે કર્મપરમાણુઓ અન્ય રીતે અશાતા આપવાના હતા તે રૂપાંતરિત થઈ પશ્ચાત્તાપરૂપ અશાતા આપી ખરી જાય છે. એટલે કે કર્મનાં જે પરમાણુઓ ભાવિમાં ઉદિત થઈ અશાતા આપવાના હતા, તેને પોતાના ૭૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ભાવથી અને પોતાની શક્તિથી જીવ વર્તમાનકાળમાં તીવ્ર પશ્ચાત્તાપરૂપે વેદી લે છે. આમાં વિશેષ ફાયદો એ છે કે જીવ પૂર્વે બાંધેલા અશુભ કર્મને પોતાની સગવડતાએ, પોતાની શક્તિના પ્રમાણમાં સહેલાઈથી ભોગવી શકે છે. ભાવિકાળે જ્યારે એ કર્મ ઉદયમાં આવે ત્યારે એનું સ્વરૂપ અને સામર્થ્ય કેવાં હશે, જીવની પરિસ્થિતિ એ પ્રસંગે કેવી હશે તેની અટકળ થઈ શકતી નથી. જો જીવનું સામર્થ્ય એ વખતે યથાયોગ્ય ન હોય અને કર્મનું પ્રાબલ્ય સવિશેષ હોય તો એ વખતે જીવ પરવશપણે વર્તી, અઢળક કર્મની વૃદ્ધિ કરી નાંખે છે. સમજીને પશ્ચાત્તાપથી ક્ષમાપના કરતા રહેવાથી આ પ્રકારની કર્મવૃદ્ધિના ભયથી જીવ બચી જાય છે. પોતાની શક્તિ ખીલી હોય ત્યારે જ જીવ પોતાના દોષ જોઈ શકે છે અને સાચો પશ્ચાત્તાપ કરી શકે છે, જેથી કર્મ નબળું અથવા તો હળવું થાય છે. વળી જો આ રીતે કર્મને નબળું પાડયું ન હોય અને લાંબા ગાળા પછીથી એ કર્મ ભાવિમાં ઉદયમાં આવે તો તેટલા કાળ સુધીનું ચક્રવૃદ્ધિ વ્યાજ ચડે છે અર્થાત્ એ કર્મનું સ્વરૂપ અમુક પ્રમાણમાં મોટું થાય છે. પશ્ચાત્તાપ કરી કર્મને હળવાં કરતાં રહેવાથી કર્મની વૃદ્ધિ કરનાર વ્યાજથી બચી જવાય છે, અને જો પશ્ચાત્તાપ અતિ ઉગ્ર હોય છે તો મુદ્લરૂપ કર્મની ચૂકવણી પણ થતી જાય છે. આ સાથે વિશેષ અગત્યની વાત તો તે છે કે જીવ જેટલા સમય માટે ક્ષમાપના કરતો રહે છે, પશ્ચાત્તાપ વેદતો રહે છે તેટલા સમય માટે તે બીજા શુભાશુભ ભાવોથી પર રહી શકે છે. એટલે કે એ સમય દરમ્યાન નવીન કર્મબંધ અતિ અલ્પ પ્રમાણમાં થાય છે અને જે થાય છે તે શુભ પ્રકારનાં હોય છે. આમ સહ્રદય પશ્ચાત્તાપથી એક બાજુ નિર્જરા અને બીજી બાજુ અબંધ દશા, એવો દ્વિવિધ લાભ જીવને થાય છે. પરિણામે આત્માને કર્મના બોજાના અનુભવમાં હળવાશ વર્તાય છે. પશ્ચાત્તાપની વેદી પરથી પસાર થવાથી આત્માને શાંતિ તથા હળવાશનું વેદન થાય છે તેનાં કારણો અહીં સમજમાં આવી શકશે. ક્ષમાપના કરવાથી થતા લાભ યોગ્ય પશ્ચાત્તાપપૂર્વક ક્ષમાપના કરવાથી જીવને ઘણા ફાયદા થાય છે. યથાર્થ વિચારણા ક૨વાથી નીચે જણાવેલા મુદ્દાની સમજણ સ્પષ્ટ થશે. ૭૮ Page #100 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના લાંબા ગાળા પછી ઉદયમાં આવવાનું હોય તેવું કર્મ, જીવ પશ્ચાત્તાપ કરીને વર્તમાનમાં ખેરવી શકે છે, એ પ્રકારના વારંવારના પ્રયોગ દ્વારા જીવ પોતાનું સંસાર પરિભ્રમણ ટૂંકાવી શકે છે. પશ્ચાત્તાપપૂર્વક હૃદયથી ક્ષમાપના કરવાથી કર્મનાં સ્વરૂપને રૂપાંતરિત કરી શકાય છે. લાંબા સમય સુધી ભોગવવું પડે તેવું કર્મ પશ્ચાત્તાપ અને ક્ષમાપના દ્વારા ટૂંકા ગાળામાં ખપાવી શકાય છે. અતિ તીવ્રતાએ ભોગવવું પડે તેવું કર્મ, મંદસ્વરૂપે ભોગવાય તેટલું હળવું કરી શકાય છે. શારીરિક, સામાજિક, આર્થિક, રાજકીય અશાતારૂપે ભોગવવું પડે તેવું કર્મ પશ્ચાત્તાપ રૂપી માનસિક વેદન દ્વારા નિવૃત્ત કરી શકાય છે, અથવા બાહ્યરૂપને લઘુ કરી શકાય છે. એટલે કે મહતુ કર્મને અંદરમાં મુખ્યતાએ વેદી બાહ્યમાં નાના સ્વરૂપનું કરી શકાય છે. જે કર્મ ભાવિકાળમાં ભોગવવાનું છે તેને ક્ષમાપના દ્વારા વર્તમાનમાં ખેંચીને ભોગવી લેવાથી, તેના પર ચડતા ચક્રવૃદ્ધિ વ્યાજની ચૂકવણીથી બચી જવાય છે. એ રીતે ભાવિમાં થનાર મોટા રૂપને અટકાવી દઈ શકાય છે. ક્ષમાપના કરવાથી વર્તમાનમાં ઉદિત કર્મો સાથે સત્તાગત કર્મો પણ ખરતાં જતાં હોવાથી આત્મા વધારે ઝડપથી હળવો બને છે. પરિણામે ટૂંકા ગાળામાં વધારે કર્મો નિર્જરી જાય છે. ક્ષમાપના કરતી વખતે પશ્ચાત્તાપની વેદી પર જીવ તપે છે, એ વખતે જીવને એ કાળ માટે પર પરિણતિનો ત્યાગ રહેતો હોવાથી નવાં કર્મબંધન અતિ અલ્પ પ્રમાણમાં થાય છે. પૂર્વકમ ભોગવતી વખતે જો પશ્ચાત્તાપ જીવને વર્તતો ન હોય તો, તેને અનેક પ્રકારની કર્મબંધક વિચારણા ચાલતી હોય છે અને તેથી જૂનાં કર્મો ખરવાની સાથે કેટલાંય નવાં કર્મો બંધાતા હોય છે. આ નુકસાન ક્ષમાપનાના માર્ગે ચાલી નિવારી શકાય છે. જીવ જ્યારે ક્ષમાપના કરે છે ત્યારે સહજપણે પોતાની ભૂલનો સ્વીકાર કરે છે; આ સ્વદોષદર્શન કરવાની વૃત્તિ આવતાં તેનો માનકષાય સ્વયં દબાવા લાગે છે, અને પરમાર્થ પ્રવૃત્તિ કરવાની યોગ્યતા તેનામાં વધતી જાય છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જીવ જ્યારે સ્વદોષદર્શન કરતાં શીખે છે ત્યારે બીજા પર પોતાની આફતના દોષનો ટોપલો ઓઢાડતાં પહેલાં ખૂબ વિચાર કરતો થાય છે. અને પરનાં ગુણોનું દર્શન કરવાની વૃત્તિ પણ તેનામાં ક્રમે ક્રમે જાગૃત થતી જાય છે. પોતાને જે કંઈ મુશ્કેલી આવી છે તેનું કારણ નિમિત્ત કરતાં પૂર્વમાં પોતે કરેલી ભૂલો જ (ઉપાદાન) વિશેષ જવાબદાર છે એમ તેને સમજાય છે તેથી તે કરેલી ભૂલોની ક્ષમાપના કરવા તૈયાર થાય છે. અને પોતાનું માન મોડી, વિનમ્ર બની, ક્ષમાપના કરી તે ભૂલના અશુભ પરિણામને ખૂબ મંદ કરી શકે છે. ટૂંકમાં કહીએ તો બીજા લાભો મેળવવા સાથે જીવ નિર્માનીપણું અને વિનમ્રતાના ગુણો ક્ષમાપના કરતાં કરતાં વિશેષતાએ ખીલવી શકે છે. ઉપર જણાવ્યાં અનેક કારણોને લીધે કરેલી ભૂલોની “પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માગવાને શ્રી તીર્થકર પ્રભુએ મોક્ષમાર્ગના એક આવશ્યક અંગ તરીકે ઓળખાવ્યું છે. જે જીવના નિમિત્તે દોષ કરી જીવ અપરાધી થયો હોય, માર્ગપ્રાપ્તિ માટે અંતરાય બાંધી હોય, તે અંતરાય ક્ષમા મેળવ્યા વિના બીજી રીતે તૂટી શકતી નથી. જેનો અપરાધ કર્યો હોય તેની સાચા દિલથી પ્રભુની સાક્ષીએ ક્ષમા યાચના કરવાથી બાંધેલી અંતરાય તૂટે છે. પ્રત્યેક જીવે પોતાની સ્વરૂપપ્રાપ્તિને લગતી અંતરાય, શ્રી વીતરાગ સર્વજ્ઞ ભગવાન, શ્રી સત્પરુષ અથવા શ્રી જ્ઞાનીપુરુષની અશાતના કરવાને લીધે બાંધી હોય છે. આ અંતરાય જ્યાં સુધી શ્રી સર્વજ્ઞપ્રભુની સાક્ષીએ, સર્વ સિદ્ધ પરમાત્મા, અરિહંત ભગવાન, કેવળી ભગવાન, સપુરુષ તથા જ્ઞાનીપુરુષની સપશ્ચાત્તાપ ક્ષમા માંગવામાં ન આવે ત્યાં સુધી તૂટતી નથી. વળી, જ્યાં સુધી અંતરાય કર્મ નાશ પામે નહિ ત્યાં સુધી જીવ મોહનીય, કે જ્ઞાનાવરણ કે દર્શનાવરણ કર્મનો નાશ કરવા સમર્થ થઈ શકતો નથી. આમ માર્ગપ્રાપ્તિ માટે અંતરાય કર્મ તોડવું અનિવાર્ય છે. તે કર્મ સદ્ગુરુનાં શરણમાં રહી, શ્રી સર્વજ્ઞ પ્રભુની સાક્ષીએ સર્વ આત્માર્થી બંધુઓની કરેલી ભૂલો માટે હૃદયથી પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માંગવાથી તૂટે છે તે આપણે જોયું. આથી જીવ માટે ક્ષમાપના કરવી તે મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે અત્યંત જરૂરી અંગ છે તેમ કહી શકાય. Page #102 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના અહીં જણાવેલા હેતુઓને કારણે શ્રી તીર્થંકર પ્રભુએ દરેક શ્રાવક તથા મુનિજનોને દિવસમાં ઓછામાં ઓછું બે વખત ક્ષમા માંગવાનું કર્તવ્ય બતાવ્યું છે. જે જે સંભવિત દોષો જીવ દિવસ તથા રાત્રિ દરમ્યાન કરે છે તેની યાદી કરી, તે તે દોષોની ક્ષમાપના શ્રી સિદ્ધ પરમાત્મા તથા તીર્થકર ભગવાનની સાક્ષીએ લેવાની વાત તેમાં કહી છે. સર્વ સંભવિત દોષોની યાદી સાથેની ક્ષમાપના એ જ “પ્રતિક્રમણ”. પ્રતિક્રમણ એટલે સામે પૂરે તરવું. આખો જનપ્રવાહ કર્મ બંધનના રસ્તે જતો દેખાય છે. મોક્ષમાર્ગી તેનાથી વિરુદ્ધ દિશામાં એટલે કે કર્મકટિના રસ્તે જાય છે. જનપૂરથી વિપરીત માર્ગે કલ્યાણાર્થે જવું એટલે પ્રતિક્રમણ. મોક્ષમાર્ગમાં પ્રતિક્રમણ એ અત્યંત આવશ્યક અંગ ગણાયું છે. તે અંગનું આરાધન જેટલા વિશેષ પ્રમાણમાં થાય તેટલા વિશેષ પ્રમાણમાં મોક્ષ નજીક આવે છે. સમર્થ શ્રી મહાવીર પ્રભુએ લોકોને પ્રતિક્રમણ તેમના સમયની લોકભાષા અર્ધમાગધીમાં કરવા સૂચવ્યું હતું. બોલચાલની લોકભાષામાં ક્ષમાપના કરવાનું એટલા માટે જણાવ્યું જણાય છે કે રોજિંદા જીવનની ભાષામાં જીવના મનોભાવ વિશેષ જોડાય છે, અને ભાવનું વદન તથા ઊંડાણ વધારે આવી શકે છે; તે કાર્યને સફળતા આપવામાં અત્યંત જરૂરી તત્ત્વ છે. આ પ્રતિક્રમણમાં જીવથી થતા લગભગ બધાં જ સંભવિત પાપકર્મોની ક્ષમા યાચી છે, એટલું જ નહિ પણ સર્વ ક્ષેત્રના એકેંદ્રિયથી પંચેન્દ્રિય સુધીના તમામ જીવોની ત્રિકાળમાં કરેલી અશાતનાની ક્ષમા માંગી છે તેથી તે પ્રતિક્રમણ વિસ્તૃત બને તે સહજ અને સ્વાભાવિક છે. વળી, રાત્રિ સંબંધી કરેલા દોષોની ક્ષમાયાચના રાઈય પ્રતિક્રમણથી કરવાની, દિવસ સંબંધી કરેલા દોષોની ક્ષમાયાચના દેવસીય પ્રતિક્રમણથી કરવાની, તેમાંથી બચીને એકઠા થતા દોષોની ક્ષમાયાચના પાક્ષિક પ્રતિક્રમણથી કરવાની, તેમાંથી શેષ રહેતા દોષોની ક્ષમાયાચના એક માસને અંતે માસિક પ્રતિક્રમણથી કરવાની, તેમાંથી પણ ગળાઈને રહી ગયેલા દોષોની ક્ષમાયાચના છ માસિક પ્રતિક્રમણથી કરવાની, અને તેમ કરતાં પણ જે કંઈ દોષો બચી ગયા હોય તેની ક્ષમાપના વિસ્તૃત સાંવત્સરિક પ્રતિક્રમણથી કરવાની ભલામણ શ્રી પ્રભુએ કરી છે. જીવને વર્તતા દોષો ટાળવા માટે પ્રતિક્રમણમાં Page #103 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ભાવોનો વિસ્તાર તથા ઊંડાણ વધારતા રહેવા શ્રી પ્રભુએ સૂચવ્યું છે. આમ જીવે સેવેલા પાપકર્મથી નિવૃત્તિ પામવા રાઇય, દેવસીય, પાક્ષિક, માસિક, છમાસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ કરતી વખતે ઊંડાણ તથા વિસ્તાર વધારતા જવાનો છે કે જેથી વિશેષ વિશેષ સૂક્ષ્મ દોષો પણ ટાળતા જવાનો અવકાશ જીવને મળે. આ બધા ઉપરાંત આયુષ્યના અંતકાળે સૌથી ઉત્તમ પ્રતિક્રમણ જીવે કરવાનું જરૂરી છે એમ શ્રી પ્રભુએ બતાવ્યું છે. આ ક્ષમાપના લેતી વખતે જીવે, સમસ્ત જીવો સાથેના વેરભાવને ત્યાગી મૈત્રીભાવ સ્વીકારવાનો રહે છે. એટલું જ નહિ પણ આખા જીવન દરમ્યાન જે જે શુભ કે અશુભ પ્રવૃત્તિઓ કરી હોય તે સર્વનું કર્તાપણું ત્યાગી દેવાનું હોય છે. એટલે કે કરેલી પ્રવૃત્તિમાં રહેલો પોતાપણાનો ભાવ સર્વથા છોડી દેવો જોઇએ. પ્રભુએ આ ભલામણ ખૂબ જ વિચારપૂર્વક અને ઉપકારબુદ્ધિથી કરેલી જણાય છે. સમજવા અર્થે એક ઉદાહરણ વિચારીએ. કોઈ જીવ બિમાર જીવોને શાતારૂપ થાય તેવી ઔષધિઓ ઉત્પાદન કરવા માટે મોટું કારખાનું શરૂ કરે છે. એમાં બનતી ઘણી ઔષધિઓ દર્દીઓને ખૂબ રાહતનું નિમિત્ત થાય છે. બીજી બાજુ આ ઔષધિઓને બનાવવામાં કેટલીક હિંસા પણ સમાયેલી હોય છે. આથી જે શુભ કાર્ય છે તેનું ફળ અને હિંસાદિનું અશુભ કાર્ય છે તેનું ફળ પણ સ્થાપકને મળે છે, એટલે કે પુણ્ય અને પાપ બંનેના બંધ તે કાર્ય શરૂ કરનારને પડયા કરે છે. એ માલિક કારખાનામાંથી નિવૃત્ત થઈ જાય પરંતુ તેનાં કાર્યના કર્તાપણાના ભાવ જો તેને છૂટી ન ગયા હોય તો તેને નિવૃત્તિ લીધા પછી પણ તે કારખાનામાં ચાલતી શુભાશુભ પ્રવૃત્તિ અનુસાર પુણ્યપાપના બંધ પડયા કરે છે. કદાચિત્ તે કર્તાપણું છોડયા વિના દેહ ત્યાગી જાય તો પરલોકમાં ગયા પછી પણ તે પુણ્યપાપના બંધ ચાલુ રહે છે. એટલે કે કર્તાપણાના ભાવથી જે કોઈ પ્રવૃત્તિ ચાલુ કરી હોય તેનાં પુણ્યપાપનાં ફળ જીવને એ કર્તાપણું છૂટે નહિ ત્યાં સુધી લાગ્યાં જ કરે છે. આ પ્રકારે જીવ જો ક્ષમાપના કરતો ન રહે તો જૂનાં કાર્યોનાં નવાં નવાં બંધ અને નવી પ્રવૃત્તિનાં બંધ એમ બેવડા દોરે બંધ પડ્યા કરે છે. આવી સ્થિતિથી બચવા માટે પ્રભુએ આત્માથી કર્તાપણાનો ભાવ છોડી દેવાથી, કર્મબંધથી બચી જવાય છે એવો સુંદર માર્ગ બતાવ્યો છે. તેથી જ વર્તમાન દેહત્યાગ Page #104 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના કરતાં પહેલાં સહુ જીવોની સાચા અંતરથી ક્ષમા માગવાની અને જે કંઈ શુભાશુભ પ્રવૃત્તિ સમગ્ર જીવન દરમ્યાન જીવથી થઈ હોય તેના કર્તાપણાના ભાવ આત્માથી ત્યાગી દેવાની પધ્ધતિને શ્રી પ્રભુએ કલ્યાણાર્થે વખાણી છે. આમ કરવાથી આ ભવનાં કૃત્યોનાં વ્યાજરૂપ બંધ પરભવમાં પડતાં અટકી જાય છે. આવું ઉત્તમોત્તમ મહાભ્ય શ્રી પ્રભુએ ક્ષમાપના માટે આપણને દર્શાવ્યું છે. વર્તમાન પંચમ આરાથી ગ્રસિત કાળમાં ક્ષમાપનાનું આ મહાભ્ય લોકોથી વિસરાઈ ગયું છે. દીર્ઘદૃષ્ટિથી વર્તવાને બદલે ટૂંકી દૃષ્ટિથી વર્તતા જીવો એ સૂક્ષ્મતાથી અને હૃદયના ઊંડાણથી ક્ષમાપના કરી શકતા નથી. પ્રભુએ વખાણેલું ભાવનું ઉત્કટપણું, સુષુપ્ત બનેલી અર્ધમાગધી ભાષામાં લોકો અનુભવી શકતા નથી, તેને બદલે એમના કિસ્સામાં એવું બને છે કે હોઠથી એ અર્ધમાગધી શબ્દો ઉચ્ચારાય અને અંતરંગમાં વિવિધ વિપરિણામો ચાલ્યા કરે. આથી કરેલું પ્રતિક્રમણ યાંત્રિક બની જાય છે. પરિણામે યથાર્થ ભાવવાહી તથા ફળદાયક ક્ષમાપના તેમનાથી થઈ શકતી નથી. માત્ર ઓઘસંજ્ઞાએ પ્રતિક્રમણરૂપ ક્ષમાપના તેમનાથી થયા કરે છે. આવી પરિસ્થિતિમાં લોકો પ્રતિક્રમણ કરવાનું જ કેટલીકવાર માંડી વાળે છે અને પોતાને ભયંકર અન્યાય કરી બેસે છે. આ કૃત્યથી પ્રાપ્ત થતા દુર્ભાગ્યથી બચાવવા શ્રીમદ્ રાજચંદ્ર નમૂનારૂપ એક ક્ષમાપના લોકભોગ્ય ગુજરાતી ભાષામાં તેમના “મોક્ષમાળા” નામના ગ્રંથમાં આપી છે. શ્રીમદ્ રાજચંદ્ર “મોક્ષમાળામાં જૈનધર્મનું તત્ત્વજ્ઞાન સમજાવતાં ૧૦૮ પાઠની રચના કરી છે. શ્રી અરિહંત ભગવાન, શ્રી સિદ્ધ પરમાત્મા, શ્રી આચાર્યજી, શ્રી ઉપાધ્યાયજી તથા શ્રી સાધુસાધ્વીજીના ગુણોનો સરવાળો ૧૦૮ થાય છે. તેને લક્ષમાં રાખીને કૃપાળુદેવે આ સંખ્યા રાખી જણાય છે. તેમાં છપ્પનમો પાઠ “ક્ષમાપના” વિશે છે. આ પાઠમાં સાધક જીવ પ્રભુને ઉદ્દેશી પોતાના દોષોની કબુલાત કરે છે; તેનો પશ્ચાત્તાપ કરે છે અને તે દ્વારા શુદ્ધ થવાનો પુરુષાર્થ ઉપાડે છે. આમ ક્ષમાપનાનું મહાભ્ય સ્થાપન કરનાર આ પાઠની રચના એવી સુંદરતાથી અને સહજતાથી થયેલ છે કે તેમાં ૧) મોક્ષમાર્ગનું દઢત્વ કરાવનાર આત્માનાં છ પદ; ૨) મોક્ષનાં હેતુભૂત નવ તત્ત્વ; ૩) આત્મવિકાસનાં સોપાન સૂચવતાં ચૌદ ગુણસ્થાન અને Page #105 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ૪) મોક્ષમાર્ગનાં આરાધન રૂપ છ આવશ્યકનું ગૂંથન થયેલું જોવા મળે છે. માત્ર સોળ વર્ષની લઘુવયે કરેલી આ રચના તેની ઉત્તમતાને કારણે આપણને શ્રીમદ્ રાજચંદ્રના શુદ્ધ અંતઃકરણની, ઉઝ પુરુષાર્થની તથા તેમણે સેવેલા બળવાન કલ્યાણભાવની પ્રતીતિ આપે છે. ક્ષમાપના. હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવન્! હું ભૂલ્યો, આથયો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબણામાં પડયો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડયો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છે, તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને રૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ! હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું . ૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (મોક્ષમાળા પાઠ પ૬). ८४ Page #106 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના આ ક્ષમાપના દિવસમાં ઓછામાં ઓછી બે વખત કરવાનું, જે કોઈ માર્ગદર્શન માગે તેને શ્રી કૃપાળુદેવ કરવા સૂચવતા હતા. તેમને અનુસરીને, તેનું મહાભ્ય જાણ્યા અને માણ્યા પછી પ્રભુશ્રી (શ્રી લઘુરાજસ્વામી) તથા અન્ય મુમુક્ષુઓએ પણ આ ક્ષમાપના વારંવાર કરવા સતત ભલામણ કરી છે. જે જીવો સમજીને, ભાવથી આ સુંદર ક્ષમાપના કરે છે તેઓ તેનાં મહતું ફળને મેળવે છે. ક્ષમાપનામાં આત્માનાં છ પદનો સમાવેશ જીવને સમકિત અને તે પછીની અવસ્થાઓની પ્રાપ્તિ થવા માટે આત્માનાં છ પદનું યથાર્થ શ્રદ્ધાન થવું જોઈએ એમ શ્રી તીર્થકર ભગવાને બોધ્યું છે. એક વખત આ છયે પદનું સમ્યક શ્રદ્ધાન થાય ત્યારે જીવ સમકિત ગ્રહણ કરીને ચોથા ગુણસ્થાને આવે છે; અને જેમ જેમ તે શ્રદ્ધાન ઊંડું અને શુદ્ધ થતું જાય છે તેમ તેમ તે પછીની ઉચ્ચ અવસ્થાઓ તેને પ્રાપ્ત થતી જાય છે. શ્રી પ્રભુએ દર્શાવેલા આત્માનાં છ પદ આ પ્રમાણે છે (૧) આત્મા છે. (૨) આત્મા નિત્ય છે. (૩) આત્મા કર્તા છે. (૪) આત્મા ભોક્તા છે. (૫) મોક્ષ છે. (૬) મોક્ષનો ઉપાય છે. શ્રી કુપાળુદેવ રચિત આ ક્ષમાપનાનો જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે સમજાય છે કે આ છયે પદના શ્રદ્ધાનનો સમાવેશ તેમાં થઈ ગયો છે. એ પરથી નક્કી કરી શકાય કે જે જીવ શ્રદ્ધાનપૂર્વક અને ભાવપૂર્વક આ ક્ષમાપના નિયમિત રીતે કરે તે જીવ સમકિત પ્રાપ્ત કરવાની યોગ્યતા તથા સમકિતને પ્રાપ્ત કરી શકે. ૮૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પહેલું પદ : “આત્મા છે” પુદ્ગલ પદાર્થો જે રીતે જોઈ શકાય છે તે રીતે આત્મા જોઈ શકાતો ન હોવાથી ઘણા જીવોને આત્માનાં અસ્તિત્ત્વ વિશે શંકા રહયા કરે છે. પરંતુ તે પદાર્થોનો જોનાર અને જાણનાર કોણ છે, તેની વિચારણા કરનારને આત્માનાં અસ્તિત્ત્વને સમજવાનો અવકાશ ઊભો થાય છે. ક્ષમાપનાનું પહેલું જ વચન છે કે “હું બહુ ભૂલી ગયો.” આ વચન વિચારતાં સમજાય છે કે “હું” એટલે કોણ? અને “શું” ભૂલી ગયો? “હું” નો વિચાર કરતાં, “હું” એટલે દેહાદિ પુદ્ગલ પદાર્થોથી ભિન્ન એવો આત્મા જણાય છે. તે આત્મા પોતાનાં સ્વરૂપને ભૂલીને દેહ તથા અન્ય પુદ્ગલ પદાર્થોમાં મારાપણું કરવા લાગ્યો છે તે “બહુ ભૂલી ગયો” શબ્દોથી સમજાય છે. આ વિચારણા સુધી પહોંચતા જીવથી “આત્માનાં અસ્તિત્ત્વનો” સ્વીકાર થઈ જાય છે. બીજું પદ : “આત્મા નિત્ય છે” આત્માનાં અસ્તિત્ત્વને સ્વીકાર્યા છતાં, પદાર્થોની ક્ષણે ક્ષણે પલટાતી અવસ્થાના પડઘામાં જીવને આત્માનું નિત્યપણું જણાતું નથી કે અનુભવાતું નથી. તેથી ઘણાં જીવો આત્માને ક્ષણિક માને છે. આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે અને પર્યાયથી ક્ષણિક છે તે સમજણ જીવને “હું ભૂલ્યો, આથડયો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબણામાં પડયો છું” એ વચનથી મળે છે. જીવ જ્યારે પશ્ચાત્તાપ કરતાં શ્રી પ્રભુને કહે છે કે “હું ભૂલ્યો, આથડયો, રઝળ્યો...” ત્યારે તે પોતાનું-આત્માનું અસ્તિત્ત્વ ભૂતકાળમાં હતું તેમ સ્વીકારે છે. કારણ કે ભૂલ તો ભૂતકાળમાં થઈ હતી. તે ભૂલોની ક્ષમાપના વર્તમાનમાં જીવ માગે છે એટલે વર્તમાનમાં તે અસ્તિત્ત્વ સ્વીકારાયેલું જ છે. આથી જે આત્મા ભૂતકાળમાં હતો અને વર્તમાનમાં છે તે ભવિષ્યમાં હશે જ એમ કહી શકાય. આ વચનનો અર્થ એ થયો કે આત્મા ત્રણેકાળ રહેવાવાળો છે અર્થાત્ નિત્ય છે. વળી એ જ ક્ષમાપનામાં જીવ આગળ ઉપર કહે છે કે “અનંત સંસારની વિટંબણામાં પડયો છું.” આ વચનથી સૂચવાય છે કે જે ભૂલ કરવાને કારણે ભૂતકાળમાં ભમવું પડયું, વર્તમાનમાં વેદવું પડે છે, તે ભૂલ ચાલુ રહે તો, તે ભૂલના અનુસંધાનમાં અનંતકાળ ૮૬ Page #108 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના સુધી ભવિષ્યમાં સંસારમાં રહેવું પડે તે પણ આત્માનાં ત્રણેકાળ રહેવાપણાની અર્થાત્ આત્માનાં નિત્યપણાની સાક્ષી પૂરે છે. ત્રીજું પદ : “આત્મા કર્યા છે” કર્તા એટલે કરનાર. આત્મા જ્યારે સ્વભાવમાં સ્થિર થાય છે ત્યારે સ્વભાવનો કર્તા બને છે, અને પરભાવમાં વસે છે ત્યારે તે પરભાવનો કર્તા ઠરે છે. આ કરવાપણું – કર્તાપણું આ ક્ષમાપનામાં ગૂંથાયેલું જોવા મળે છે. “મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહિ. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહિ.” વગેરે વચનો સિદ્ધ કરે છે કે જીવે મોક્ષમાર્ગમાં પ્રવર્તવાનો લક્ષ રાખ્યો નહિ, અને બીજી પર પરિણતિમાં રાચતો રહ્યો. આ સ્થિતિ જીવનું પરભાવનું કર્તાપણું સિદ્ધ કરે છે. એ જ રીતે “એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું...” એ વચન સ્વભાવમાં સ્થિર રહેવાની ભાવના રજૂ કરી સ્વભાવનું કર્તાપણું દેખાડે છે. આ પ્રકારે ત્રીજા પદની યથાર્થતા જોવા મળે છે. ચોથું પદ : “આત્મા ભોક્તા છે” જીવે જાણતાં કે અજાણતાં જ કંઈ ભાવ અથવા કાર્યો કર્યા છે તેનાં પરિણામ તેણે ભોગવવાં જ પડે છે. કરેલાં કર્મનાં ફળનું ભોગવવાપણું તે જ આત્માનું ભોક્તાપણું અથવા ચોથું પદ. “હું ભૂલ્યો, આથડયો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબણામાં પડયો છું.” આ વચન સૂચવે છે કે જે પ્રકારે કર્મો બાંધ્યા હતાં તે પ્રકારે, કર્મના ધક્કાનુસાર જીવ ચારે ગતિમાં ધકેલાયો, ભમ્યો, રખડ્યો, ભટકયો વગેરે...એટલે કે તેણે બાંધેલાં કર્મનાં ફળને ભોગવ્યાં. વળી જો આ ભૂલની પરંપરાનો અંત ન આવે તો, ભૂલના ભોગવટા રૂપે અનંતકાળ સુધી સંસારમાં રહેવું પડે છે તે ભાવની સિદ્ધિ “અનંત સંસારની વિટંબણામાં પડ્યો છું” એ વચનમાં જોઈ શકાય છે. આ સમજ સમગ્રપણે લેતાં આત્માનું ત્રિકાલિક ભોક્તાપણું કેવી રીતે છે તે જણાય છે. અનાદિકાળથી ચાલ્યા આવતા પરભાવને ત્યાગી જ્યારે જીવ સ્વભાવનો કર્તા થાય છે ત્યારે તેને Page #109 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સ્વભાવનું ભોક્તાપણું પ્રાપ્ત થાય છે. આ ભોક્તાપણું “તમે નીરાગી, નિર્વિકારી. સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્યપ્રકાશક છો” એ વચનમાં વ્યક્ત થાય છે. પાંચમું પદ : “મોક્ષ છે” પરપરિણતિના કર્તા તથા ભોક્તાપણે આત્મા સતત પ્રવર્યા કરે તો તેના સંસારનો કદાપિ અંત આવે જ નહિ. પરંતુ પરપરિણતિથી અલગ સ્થિતિરૂપ સ્વપરિણતિમાં આત્મા વસે તો સંસારનાં કર્તા તથા ભોક્તાપણાથી આત્મા છૂટી જઈ શકે. અનંત કાળ માટે આવી સ્થિતિમાં વસવું એ “મોક્ષ છે.” તે સ્થિતિમાં જન્મ નથી, મૃત્યુ નથી, ખેદ નથી, શોક નથી, પરિભ્રમણ નથી; છે એક અનંત અવ્યાબાધ આત્મિક સુખ, અનંતજ્ઞાન તથા અનંતદર્શનનું ભોક્તાપણું. આ મોક્ષપદનાં અસ્તિત્ત્વનો લક્ષ ક્ષમાપનાના આ વચન દ્વારા મળી રહે છે: “તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્યપ્રકાશક છો.” આ મોક્ષમાં બિરાજીત શુદ્ધાત્માની સ્થિતિનું વર્ણન છે. શુદ્ધ થયેલો આત્મા મોક્ષભૂમિમાં અનંતકાળ માટે એક સમયના પણ ખેદ વગરના આત્મસુખને માણે છે, તે આનંદમાં મગ્ન રહે છે. આ અવસ્થાનું અસ્તિત્ત્વ જ મોક્ષપદનું અસ્તિત્ત્વ પ્રગટ કરે છે. છઠું પદ : “મોક્ષનો ઉપાય છે” આત્માનાં અસ્તિત્ત્વ, નિત્યક્ત, કર્તૃત્ત્વ તથા ભોક્નત્ત્વ સમજયા પછી જીવને જ્યારે સ્વપદની જાણકારી રૂપ “મોક્ષપદની સમજણ મળે છે ત્યારે તે પદ મેળવવા માટેનો ઉપાય જાણવા તલપાપડ થઈ જાય છે. એ જ આત્માનું છઠ્ઠું પદ. જ્યાં સુધી આ ઉપાય જાણવા મળતો નથી ત્યાં સુધી પહેલાં પાંચ પદ જાણ્યાનું ઈષ્ટફળ મળી શકતું નથી, આથી એ અપેક્ષાએ આ પદ ખૂબ જ અગત્યનું ગણી શકાય. આત્માનાં છઠ્ઠા પદનાં અસ્તિત્ત્વનો વિચાર કરતાં સમજાય છે કે ક્ષમાપનાનો આ આખો પાઠ “મોક્ષપદના ઉપાય” રૂપે વિચારી શકાય તેમ છે. બીજી રીતે કહીએ Page #110 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના તો આ આખી ક્ષમાપનામાં મોક્ષનો ઉપાય વણાયેલો જોઈ શકાય છે. તેથી આ પદની વિચારણા કરતી વખતે ધીરજથી આખી ક્ષમાપના સમજવી ઘટે છે. “હે ભગવાન! હું બહુ ભૂલી ગયો. મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહિ. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહિ. તમારાં પ્રણિત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહિ. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહિ.” જીવ જ્યારે સંસારનાં પરિતાપોથી તથા પરિભ્રમણથી છૂટવાના ભાવ કરે છે ત્યારે તેને સંસારમુક્ત શ્રી પ્રભુનો લક્ષ થાય છે. તેમનું ઐશ્વર્ય જોઈ પોતાને પણ એવા ઐશ્વર્ય મેળવવાના ભાવ જાગે છે. તેથી તે પૂર્ણસ્વરૂપ પ્રભુ સમક્ષ પ્રાર્થના કરે છે. પ્રભુનાં અઢળક ઐશ્વર્ય સામે પોતાની પામરતાનો ખ્યાલ તેને આવે છે. વળી, આ પામરતા સુધી ઘસડી જનાર ભૂલો તેનાં લક્ષમાં આવે છે અને તે પ્રભુની સમક્ષ આર્દ્ર હ્રદયે નિવેદન કરતાં કરતાં પોતે કરેલી ભૂલોની પરંપરા બાબત પશ્ચાત્તાપ કરતો જાય છે. પહેલાં જ વચનમાં તે શ્રી પ્રભુને કહે છે કે, “હું બહુ ભૂલી ગયો.” આ મોટી ભૂલ કઈ? પોતે પોતાનાં સ્વરૂપને ભૂલીને દેહાદિ પરપદાર્થોમાં મારાપણું કરતાં કરતાં કાળ વીતાવ્યો તે જીવની મોટામાં મોટી ભૂલ ગણી શકાય. ઘણા લાંબા કાળ સુધી એકધારી સેવેલી આ ભૂલનું ભાન જીવને ખૂબ અકળાવે છે. તેથી તે વિચારણા કરતો જાય છે કે પોતાને કોઇએ ભૂલથી બચાવવા અટકાવ્યો પણ નહિ હોય? ત્યાં ખ્યાલ આવે છે કે સતત વર્તતી આ ભૂલનો ત્યાગ કરાવવા પ્રભુએ સુંદ૨ બોધ અનેક વખત આપ્યો હતો, પરંતુ પોતે પુદ્ગલ પદાર્થો પ્રતિની મારાપણાની મોહજાળમાં એવો ગૂંચાયેલો હતો કે પ્રભુનાં એ અમૂલ્ય બોધવચનો સાંભળવા પ્રતિ જરા પણ લક્ષ આપ્યું ન હતું. જો લક્ષ આપ્યું હોત તો તેમાં રહેલી કરુણા જીવને સ્પર્શી જાત અને સંસારભ્રમણ તોડવા યોગ્ય છે એવી સમજણ જીવને મળી હોત. આ રીતે અલક્ષિત રહેવાનો અફસોસ જીવના પશ્ચાત્તાપમાં વધારો કરે છે અને તેની અભિવ્યક્તિ “મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહિ” એ વચનમાં થાય છે. શ્રી પ્રભુનાં વચનોને અમૂલ્ય ગણાવ્યાં છે કારણ કે તેના પ્રતિ લક્ષ કર્યો હોત તો સંસારમુક્તિનો ક્રમ તેમાંથી સુલભ થયો હોત. ૮૯ Page #111 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ વળી, આ પ્રકારનું માર્ગદર્શન શ્રી પ્રભુ સિવાય બીજા કોઈ તરફથી મળી શકતું નથી, એ અપેક્ષાએ પણ એ વચનોનું અમૂલ્યપણું કહી શકાય. પ્રભુબોધ્યા વચનો સાંભળવા પ્રતિ પણ જેણે લક્ષ આપ્યું ન હોય તેણે તેમાં નિરૂપાયેલાં અનુપમ - ઉપમા રહિત તત્ત્વ વિશે વિચાર તો ક્યાંથી કર્યો હોય ? જો એ વચનો સાંભળ્યાં હોત તો તેમાં નિરુપાયેલ વિષય કેટલો ઉપયોગી અને લાભકારી છે તેનો વિચાર જરૂર જીવને આવ્યો હોત. પણ મૂર્ત નાસ્તિ કુડતો શાર | મૂળ જ ન હોય તો થડ કે ડાળીનું અસ્તિત્ત્વ જ ક્યાંથી હોય? એ જ પ્રમાણે પ્રભુ નિર્મિત વચનો સાંભળ્યા જ ન હોય તો તેના પર જીવ વિચારણા ક્યાંથી કરી શકે? તેથી ત્રીજા વચનમાં જીવનો અફસોસ વધારે ઊંડો બને છે. “તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહિ.” વિચાર્યું હોત તો કંઈક સમજણ પામત. જ્યાં જીવ વધારે વિચારે છે ત્યાં એને પોતાની ભૂલ વિશેષતાએ સમજાય છે અને અફસોસ ઘેરો તથા ગહન થતો જાય છે. મૂળમાં જ પ્રભુનાં વચનો સાંભળ્યા નહિ, તેથી તેના પર કોઈ જાતની વિચારણા થઈ શકી નહિ અને સમજણ ન લેવાને કારણે તેની ઉપયોગીતા ન સમજાઇ તે સહજ હતું. આવી સ્થિતિમાં એ વચનોનો ઉપયોગ કરી શુદ્ધતા તરફ જવું અશક્ય હતું. તેની વ્યથા વ્યક્ત કરતાં કહે છે કે “તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને મેં સેવ્યું નહિ.” પ્રભુનાં બોધેલાં બધાં વચનોને સમજીને જો આચારમાં ઉતારે તો જીવ કલ્પી ન શકે તેટલો મોટો ફાયદો થાય એવી સમજ જીવને આવવા લાગી છે તેથી તેને એ લાભથી વંચિત રાખનાર પોતાની ભૂલોનો પશ્ચાત્તાપ ઉગ્રતાથી થાય છે. અને તેનો એકરાર પ્રભુ સમક્ષ કરી હળવો બને છે. સંસારનું પરિભ્રમણ તૂટે એવી વર્તના પોતાનાં અતિ દુર્લક્ષને કારણે થઈ શકી નહિ તેના પશ્ચાત્તાપના અનુસંધાનમાં, તેવી વર્તન ન કરવાથી મળેલા ફળને વર્ણવતાં જીવ કહે છે કે, “તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં.” પ્રભુએ તેમનાં વચનો દ્વારા ચારિત્રપાલન કરવાનો જે અમૂલ્ય બોધ આપ્યો છે, તેનાં પાલનનાં ફળરૂપે જીવમાં દયા, શાંતિ, ક્ષમા તથા પવિત્રતાના ગુણો ખીલે છે અને સરવાળે તે જીવ મુક્તિનાં અનંત સુખને પ્રાપ્ત કરે છે. પોતે શીલ પાળ્યું નહિ, તેથી Page #112 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના આ ઉત્તમ ગુણોની ખીલવણી કરી શક્યો નહિ તેનો તેને પસ્તાવો થાય છે, અને તેની સ્થિતિ હૃદયદ્રાવક બને છે. દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા એ ચાર ગુણોને વિસ્તારથી તથા ઊંડાણથી વિચારીએ તો સમજાય છે કે આ ચારે ગુણો ખીલવવાથી ચારે પ્રકારનાં ઘાતી કર્મોનો ક્ષય કરવાની ચાવી જીવને હાથ લાગી જાય છે. દયાનો ગુણ ખીલવવાથી અંતરાય કર્મ તૂટે છે. શાંતિના ગુણને ખીલવતાં જ્ઞાનાવરણ કર્મ દૂર ભાગે છે, ક્ષમાના ગુણને વધારવાથી દર્શનાવરણ કર્મ ઓગળતું જાય છે, અને પવિત્રતા સાથે એકરૂપ થવાથી મોહ લુપ્ત થતો જાય છે. ‘દયા’ એટલે અનુકંપા, દુઃખથી છૂટે એવી લાગણી. સંસારનાં પરિભ્રમણથી પોતાના જીવને છોડાવવાની ભાવના એટલે સ્વદયા. બીજાનું ભલું થાય, બીજાઓ દુ:ખથી મુક્ત થાય એવી ભાવના તે પરદયા. ‘દયા’નો ગુણ સમજાતાં જીવ છૂટવાના ભાવથી શ્રી પ્રભુના શરણે જાય છે. સંસારથી છૂટવાની ભાવનાથી ઇચ્છાપૂર્વક પ્રભુનાં શરણે જવાથી પૂર્વે બાંધેલી અંતરાયો ક્રમે ક્રમે તૂટતી જાય છે. આમ દયા એ સૌથી મોટો સર્વમાન્ય ધર્મગુણ છે, જેની ખીલવણીથી “અંતરાય’ કર્મ નાશ પામતું જાય છે. કોઈ પણ ઇચ્છિતની પ્રાપ્તિમાં આવતો અવરોધ એ “અંતરાય’ કર્મનું ફળ છે. પરમાર્થ માર્ગ પ્રાપ્ત કરવાની અંતરાય જીવે સપુરુષ કે જ્ઞાનીપુરુષની અશાતના કરીને બાંધી હોય છે. તે અંતરાય પ્રભુનાં શરણે જઈ ક્ષમા માગવાથી તૂટે છે. જેમ જેમ સ્વપર દયાના ભાવ વિકસિત થાય છે તેમ તેમ પ્રભુનું શરણું દઢ થાય છે અને અંતરાય વિશેષતાએ તૂટે છે; એ જ રીતે જેમ જેમ અંતરાય તૂટતી જાય છે તેમ તેમ સ્વપર કલ્યાણના ભાવ વધતા જતા હોવાથી દયાનો ગુણ વિકસતો જાય છે. અહીં વર્ણવાયેલો બીજો ગુણ છે “શાંતિ.' શાંતિ એટલે શાંત થવું, શાંત રહેવું. શાંતિ આત્માનો મૂળભૂત ગુણ છે. જીવ આત્મા સિવાયની ઘણી બધી વસ્તુઓમાં સુખબુદ્ધિ સેવે છે અને તે સર્વની પ્રાપ્તિ અપ્રાપ્તિ માટે મથ્યા કરે છે. તે કારણથી, ઇષ્ટની અપ્રાપ્તિ થતાં કે અનિષ્ટની પ્રાપ્તિ થતાં તેની શાંતિ હણાઈ જાય છે. જે પદાર્થ પોતાનાં નથી તેની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં સુખદુઃખ કલ્પી જીવ શાંતિથી વંચિત ૯૧ Page #113 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ થાય છે. જેમ જેમ કલ્પિત સુખબુદ્ધિ ટળતી જાય છે તેમ તેમ સ્વમાં એકાકારતા પ્રગટતી જાય છે. એ એકાકારતાના પ્રમાણમાં જીવની શાંતિ વધતી જાય છે, તેનું શાંતસ્વરૂપ પ્રગટ થતું જાય છે. શ્રી પ્રભુના આશ્રયે તેમનાં વચનોનું આરાધન કરવાથી જીવને પરભાવ ઘટે છે; તેમાંનું મારાપણું ઘટે છે, તેથી તેનાથી નિપજતી સુખબુદ્ધિ ઘટે છે; આ સુખબુદ્ધિ ઘટતાં આત્માનું ચળવિચળપણું ટળી સ્થિરતા આવે છે, તે સ્થિરતા શાંતિના અનુભવને વર્ધમાન કરે છે. આ બધી યથાર્થ સમજણ વધતાં જીવનાં જ્ઞાનને આવરણ કરનાર ‘જ્ઞાનાવરણ’ કર્મનો નાશ થતો જાય છે. પોતા સિવાયના પદાર્થમાં સુખબુદ્ધિ ક૨વાથી જીવ વિપરીત જ્ઞાન ધરાવે છે, એટલે કે પોતાનું નથી તેને પોતાનું માની, પોતા તરફ દુર્લક્ષ કરે છે. આ વિપરીત જ્ઞાન એટલે યથાર્થ જ્ઞાનને આવેલું આવરણ. તેથી સમજાય છે કે વિપરીત જ્ઞાન દૂર કરવા ૫૨૫દાર્થ વિશેની સુખબુદ્ધિ ત્યાગવી જરૂરી છે. તે સુખબુદ્ધિ જતાં જ્ઞાન નિરાવરણ થતું જાય અને એ દ્વારા યથાર્થ ‘શાંતિ’ ગુણ વિકસતો જાય છે. આ વચનમાં ત્રીજો ગુણ વર્ણવ્યો છે તે છે ‘ક્ષમા.’ ક્ષમા કરવી એટલે જતું કરવું. પોતે બીજા કોઈનો અપરાધ કર્યો હોય તો પશ્ચાત્તાપ સહિત ક્ષમા માગવી એ એક; અને બીજા જીવે પોતાનો અપરાધ કર્યો હોય તેવા પ્રસંગે તે જીવ પ્રતિ બદલો લેવાની વૃત્તિ ન કરવી, તેના પ્રતિ કષાય ન કરવા, હિંસાદિ પ્રવૃત્તિ ન કરવી તે ક્ષમા આપવી આ બીજી; એમ બંને અપેક્ષાએ ‘ક્ષમા’નો ગુણ જીવે સમજવાનો રહે છે. ક્ષમા માગવાથી જીવનો માનભાવ તૂટે છે, સાથે સાથે પૂર્વે જે અયોગ્ય પ્રવૃત્તિ થઈ હતી તેવી પ્રવૃત્તિ ફરીથી ન કરવાનો ભાવ પણ તેમાં જોડાય છે. આમ પૂર્વે કરેલી દૂભવણીના એક૨ા૨ સાથે પશ્ચાત્તાપ ક્ષમા માગવામાં ગૂંથાય છે, એ દ્વારા પૂર્વે કરેલી હિંસાની નિવૃત્તિ ઇચ્છાય છે અર્થાત્ આડકતરી રીતે હિંસાની પ્રવૃત્તિ ત્યજાય છે. ક્ષમા આપવાથી, અન્ય અપરાધી જીવને શિક્ષા ન કરવા દ્વારા હિંસાથી નિવર્તવું થાય છે. હિંસા એટલે અન્ય જીવને દૂભવવા નાનામાં નાની દૂભવણીથી પ્રાણઘાતક દૂભવણી સુધીનો વિશાળ અર્થ ‘હિંસા’માં સમાવી શકાય. ટૂંકામાં કહીએ તો ક્ષમા માગવાથી પૂર્વે કરેલી દૂભવણી (હિંસા)ની નિવૃત્તિ મગાય છે અને ક્ષમા આપવાથી પોતા દ્વારા થતી નવી - ૯૨ Page #114 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના દૂભવણી અટકે છે. – આમ ‘ક્ષમા'નો ગુણ ખીલવવાથી દ્વિવિધ અહિંસાપાલન થાય છે. હિંસાથી અટકતાં દર્શનાવરણ કર્મ બંધાતું અટકે છે. એકેંદ્રિયાદિની હિંસા દ્વારા જીવ દર્શનાવરણ કર્મ બાંધે છે. દર્શન એટલે જોવું. જોવા માટે સાચી દષ્ટિ મળે તો દર્શનાવરણ કર્મ જાય. અન્ય જીવોની હિંસા કરતાં પોતાને સુખ મળે તે દૃષ્ટિ અસમ્યક છે, કોઇને પણ લેશ દૂભવવાથી પોતાનું સુખ હણાય છે એ દષ્ટિ સમ્યક્ છે. આથી પોતે માનેલા સુખને મેળવવા આ સંસારમાં બીજા જીવોની દૂભવણી તથા હિંસા કરે છે તેમાં દર્શનાવરણ કર્મ બંધાય છે. આ હિંસાદિ પ્રવૃત્તિથી છૂટતાં તે કર્મ બંધાતું અટકે છે. ક્ષમાનો ગુણ અપનાવવાથી ધૂળ કે સૂક્ષ્મ હિંસામાં નિયંત્રણ આવે છે તથા તે વિશેષતાએ ખીલે ત્યારે દર્શનાવરણ કર્મનું બંધન અત્યંત અલ્પ થઈ જાય છે. જીવમાં જેમ જેમ ક્ષમાનો ગુણ ખીલતો જાય છે તેમ તેમ તેની દર્શન શક્તિ વધતી જાય છે અને છેવટે જગનું સ્વરૂપ જેમ છે તેમ યથાર્થ જોવા મળે છે. ચોથો અને મહત્ત્વનો ગુણ તે પવિત્રતા.” પવિત્રતા એટલે શુદ્ધપણું. કોઈ પણ પદાર્થ બીજા પદાર્થ સાથે ભેળસેળ થયો હોય તો તે પદાર્થ અપવિત્ર ગણાય છે, અને તે પદાર્થ બીજા પદાર્થ સાથેની ભેળસેળ પામ્યા વગરનો હોય તો તે શુદ્ધ અથવા પવિત્ર ગણાય છે. આત્મા એ એક દ્રવ્ય છે. તે મોહબુદ્ધિને કારણે કર્મનાં અનેક પુદ્ગલ પરમાણુઓ સાથે ભેળસેળ થઈ અપવિત્ર થયો છે. કર્મનાં પરમાણુઓ આત્માનાં તેજને તથા ગુણોને ઢાંકી દે છે અને આત્માનું જેવું મૂળ રૂપ છે તેનાથી જુદા રૂપવાળો તેનો દેખાવ બતાવે છે. આત્માના પ્રદેશો પર જેટલાં કર્મનાં પરમાણુઓનો જમાવ વધારે તેટલી તેની અપવિત્રતા વધારે, અને જેટલા પ્રમાણમાં કર્મનાં પરમાણુઓ ઓછા તેટલા પ્રમાણમાં તેની પવિત્રતા વધારે ગણાય. શાંતિ તથા ક્ષમાના ગુણો જેમ જેમ ખીલતા જાય છે તેમ તેમ આત્માને સાચી સમજણ વધતી જાય છે, અન્ય પદાર્થો તથા જીવોનું પરપણું સ્પષ્ટ રીતે સમજાય છે, અનુભવાય છે. તે સ્પષ્ટ સમજણના આધારે તે તે પદાર્થો માટેનાં મોહ અને મારાપણાનાં ભાવમાં ઘટાડો થતો જાય છે. જેમ જેમ મોહબુદ્ધિ ઘટે છે તેમ તેમ કર્મનાં નવાં પરમાણુઓ એકત્રિત કરવાનું કાર્ય રોકાય છે એટલું જ નહિ, પણ જૂનાં એકત્રિત કરેલાં પરમાણુઓ આત્મપ્રદેશ પરથી ત્વરાથી ખરતાં જાય છે. જેટલાં ૯૩ Page #115 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જેટલાં પરમાણુઓ ખરે તેટલા પ્રમાણમાં આત્માની પવિત્રતા વધે છે. મોહ અથવા તો રાગને કારણે જીવ અસત્ય આચરણ કરે છે. મોહ કે રાગ છૂટતાં જીવને વૈરાગ્ય પ્રગટે છે તથા મોક્ષાભિલાષ જાગે છે. સંસારનાં ક્ષણિક સુખો ભોગવવાની વૃત્તિ મંદ અને મંદતર થતી જાય છે. મંદતાને કારણે આત્મપ્રદેશો પર છવાયેલાં મોહનીય કર્મનાં પરમાણુઓ ખરતાં જાય છે અને આત્માની પવિત્રતા વધતી જાય છે. મોહનીય કર્મ એવું છે કે તેના પ્રભાવથી જ્ઞાન દર્શનનાં આવરણો સહેલાઈથી વધે છે. જો મોહ પર સંયમ લેવામાં આવે તો જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મ પર સહેલાઈથી સંયમ વધે છે. જ્ઞાનાવરણ કે દર્શનાવરણ કર્મ તૂટે તો મોહનીય કર્મ તૂટે વા ન તૂટે, પરંતુ મોહનીય કર્મ તૂટે તો ક્રમે કરીને જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મ તૂટે જ. આમ હોવાથી મોહનીય કર્મ તોડવાથી આત્માની પવિત્રતા સૌથી વિશેષ વધે છે. આ રીતે વિચારતાં સમજાય છે કે દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા એ ચાર ગુણો ખીલવવાથી ચારે ઘાતકર્મોનો નાશ કરવાની ચાવી મળે છે. જ્યાં સુધી પ્રભુ પ્રેરિત બોધ પ્રતિ લક્ષ ન અપાય, તેમાં જણાવેલાં તત્ત્વનો વિચાર કરવામાં આવે નહિ, ઉત્તમ શીલનું સેવન થાય નહિ, ત્યાં સુધી ચારે પ્રકારનાં ઘાતકર્મોથી જીવ બંધાતો રહે છે. આ પરથી સમજાય છે કે સન્માર્ગ મેળવવા માટે સૌ પ્રથમ સંસારથી છૂટવાની ભાવના જીવને થવી જરૂરી છે. તે ભાવનાના અનુસંધાનમાં પૂર્વકૃત ભૂલોનો પશ્ચાત્તાપ જીવને થવો જોઈએ. ભૂલોનો પશ્ચાત્તાપ થતાં ભૂતકાળની ઘણી ભૂલો નાશ પામે છે અથવા પીગળીને નાની થાય છે, અને તે પશ્ચાત્તાપને પાયો બનાવી તેનાં સદ્વર્તનનું ચણતર જીવ કરી શકે છે. જો યોગ્ય પશ્ચાત્તાપ કરવામાં ન આવે તો ભૂતકાળમાં જે જે ભૂલો કરી છે તેનાં ફળરૂપે જીવને કેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું છે, તેનો ચિતાર તે પછીનાં વચનોમાં જોવા મળે છે – “હે ભગવન્! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબણામાં પડયો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું.” ८४ Page #116 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના “ભગ” એટલે ઐશ્વર્ય કે સમૃદ્ધિ. ભગવદ્ એટલે જેઓ ઐશ્વર્ય કે સમૃદ્ધિ સહિત છે તે. જીવને પ્રભુની અનેક અતિશયોથી સભર સ્થિતિ અને પોતાની પામર સ્થિતિ વચ્ચેનું અંતર સમજાયા પછી, તે જીવ પોતાનો પશ્ચાત્તાપ વિશેષ ઘેરો તથા વિશેષ ઊંડો કરી પ્રભુ પાસે પ્રગટ કરે છે. છત્રો, ધર્મધજા, સુવર્ણકમળ, સિંહાસન, સમવસરણ, અશોકવૃક્ષ, દેવદુંદુભિ, ચામર, પુષ્પવૃષ્ટિ, ૐ નાદ આદિ ચોત્રીશ અતિશયોના ધારક શ્રી પ્રભુની બાહ્ય સમૃદ્ધિ જોઈ જીવ અંજાઈ જાય છે, અને એવી સમૃદ્ધિ મેળવવાની ઇચ્છા તેનામાં જાગૃત થાય છે. પ્રભુની ભવ્યતા સામે પોતાની વર્તમાનની ભિખારી સદશ અવસ્થા જોઈ, તેનાં કારણો સમજાતાં તે પોતા માટેનો ખેદ અહીં સચોટ શબ્દોથી વ્યક્ત કરે છે. સર્વ પ્રકારની ઋદ્ધિથી વિભૂષિત થયેલા શ્રી પ્રભુને તે કહે છે કે “હું ભૂલ્યો છું.” ભૂલ કઈ કરી? જ્યાં મેં મારાપણું કરવાનું હતું ત્યાં કર્યું નહિ, અને જ્યાં મારું કંઇ પણ નથી, મારાપણું કરવા યોગ્ય નહોતું ત્યાં – તે પદાર્થોમાં મેં ખૂબ મારાપણું કર્યું છે. આ પ્રકારની ભૂલની પરંપરા મેં અનાદિકાળથી ચલાવી છે. અને તે ભૂલની પરંપરાના ફળ રૂપે આ સંસારમાં હું “આથયો અને હું “રઝળ્યો” છું. આથડ્યો એટલે અથડાયો, ભટકયો. અનેક પ્રકારે મેં કર્મ બાંધ્યા, તેના દબાણને કારણે તથા તેના ધક્કાને કારણે જે ગતિમાં જવું પડે તે ગતિમાં જઇને પરવશપણે તે દુઃખસુખરૂપે કર્મોને ભોગવ્યાં છે, તે ભોગવવામાં કોઈ પણ જાતની સ્વતંત્રતા મને મળી નહોતી તેનું સચોટ આલેખન “આથડયો” એ એક જ શબ્દથી થયું છે. આ જ પ્રમાણે “રઝળ્યો” શબ્દ પણ લક્ષ વગરના બાણ જેવા પરિભ્રમણને સૂચવે છે. કોઈ જ પ્રકારના ઉદ્દેશ વિના જીવ જ્યારે જુદાં જુદાં સ્થળોની મુલાકાત લે છે ત્યારે તે જીવ માટે “રઝળવા ગયો હતો” એવો શબ્દપ્રયોગ થાય છે. એ જ રીતે ચારે ગતિમાં જીવ ફરે છે ખરો, પણ તે ફરવા માટે તેને કોઈ નિશ્ચિત હેતુ કે લક્ષ મળ્યાં નહોતાં તે જીવને એકે ગતિમાં ખબર જ નહોતી કે તે જીવે છે શા માટે? તેનાં જીવનનો ઉદ્દેશ શો છે! તેણે કોઈ પણ પ્રકારના ઉદ્દેશ વિના અનાદિકાળથી ચતુર્ગતિમાં પરિભ્રમણ કર્યું છે તેનું સૂચવન એક “રઝળ્યો” શબ્દથી થઈ જાય છે. ૯૫ Page #117 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આ રીતે નિરાશ આથડવાનું અને રઝળવાનું પરિણામ આવ્યા વગર રહે નહીં. એ પરિણામ છે; “અનંત સંસારની વિટંબણામાં પડ્યો છું.” વિટંબણા એટલે હવે શું થશે એવી ચિંતા, અણગમતી વસ્તુને ટાળવા માટે સેવવી પડતી ઉપાધિ અથવા ગમતી વસ્તુને પ્રાપ્ત કરવા કરવી પડતી જહેમત, અને એ બધી પ્રવૃત્તિ કરવા ન કરવારૂપ સ્થિતિમાંથી જન્મતી અશાંતિ, આ બધું જ વિટંબણાના અર્થવર્તુળમાં સમાય છે. આ રઝળપાટથી જો સમજપૂર્વક પાછા ફરવામાં ન આવે તો આ ચિંતા, ઉપાધિ, અશાંતિરૂપ વિટંબણા અનંતકાળ સુધી ચાલી શકે તેવી બની જાય છે, એટલે કે લંબાતો લંબાતો સંસાર અનંતકાળ પછી પણ અટકતો નથી. આ વાસ્તવિક ચિત્ર રજુ કરતાં જીવ કહે છે કે “અનંત સંસારની વિટંબણામાં પડયો છું.” વાસ્તવિક સ્થિતિના સભાનપણાથી જીવ શરમિંદો થઈ જાય છે અને કબૂલ કરે છે કે “હું પાપી છું, હું બહુ મદોન્મત્ત અને કમરજથી કરીને મલિન છું.” સંસારના આરંભકાળથી અત્યાર સુધી આત્માના પ્રદેશો પર કર્મનાં પરમાણુઓને મેં સતત આવકાર્યા છે તથા તેને ચીટકવા દીધાં છે તે જ મારું મોટામાં મોટું પાપકૃત્ય છે. આ પાપકૃત્યનો સ્વીકાર “હું પાપી છું” એ વચનથી થાય છે. થતી પાપક્રિયાનું મૂળ “મદ” – અભિમાન, સ્વચ્છેદ તથા મારાપણામાં જોવા મળે છે. મનુષ્યગતિમાં જીવને મહાઅનર્થ તરફ ઘસડી જતો કષાય માનભાવ-મદ છે. હું કંઈક છું, ‘મને જ ખબર છે', “મારું જ સાચુ છે આવા આવા ભાવો જીવમાં માનકષાયને લીધે આવે છે. અને તે બધું પોતાની મેળે જ, પોતાની રીતે નક્કી કર્યું હોય તો તેને સ્વચ્છંદનો બળવાન સાથ મળ્યો છે તેમ કહી શકાય. જીવમાં માન અને સ્વચ્છંદ એકઠા થાય છે ત્યારે તેની અસત્ પ્રવૃત્તિઓ માઝા મૂકી દે છે. અમર્યાદ સ્થિતિ વર્ણવવા “હું બહુ મદોન્મત્ત છું” એવું વચન મૂકાયું છે. મદથી ઉન્મત્ત થયેલો એટલે અભિમાનને કારણે અવિચારીપણે વર્તનારો પોતે બન્યો છે, અને તે પણ વિશેષતા એ છે એમ જણાવવા ‘બહુ મદોન્મત્ત' કહ્યું છે. માનકષાય જ્યારે આવી રીતે માઝા મૂકે છે ત્યારે કર્મનાં પરમાણુઓ આત્માને અનંતગમે વળગે છે. આ વળગાડ આત્માનાં તેજને આવરીને તેને તેજહીન – મલિન કરી નાખે છે. કર્મના બળવાન આશ્રવને કારણે પોતાની દયાજનક સ્થિતિ થઈ છે તે Page #118 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના જણાવતું વચન આવે છે કે “અને કમરજથી કરીને મલિન છું.” અહીં એ જોવા મળે છે કે જ્યારે જીવને છૂટવાની ભાવના જાગે છે ત્યારે તેનામાં સ્વદોષદર્શન કરવાની વૃત્તિ જાગે છે એટલું જ નહિ સ્વદોષદર્શન કરે પણ છે. અહીં સુધી લખાયેલાં ક્ષમાપનાનાં વચનો સમજતાં એ સ્પષ્ટ થાય છે કે સન્માર્ગની પ્રાપ્તિ ઇચ્છતા જીવને “સંસારથી છૂટવાની ભાવના જાગવી તે પહેલું પગથિયું છે.' તે ભાવના અત્યાર સુધી થઈ નહોતી તે ભૂલનો પશ્ચાત્તાપ થવો જોઈએ, તથા તેના અનુસંધાનમાં નિષ્પક્ષપાત બુદ્ધિથી સ્વદોષદર્શન કરવું યોગ્ય છે. આટલે સુધી પહોંચ્યા પછી જીવ વિશેષ વિકાસ કરી મોક્ષમાર્ગમાં એક પગથિયું આગળ વધે છે – “હે પરમાત્મા! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેકશક્તિ નથી, અને હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું.” કરેલા દોષોની ક્ષમાપના કરવાથી અને કર્મરૂપી જંજીરોથી છૂટવાની તાલાવેલી વધવાથી જે સત્ય પ્રયત્નો કરવામાં આવે છે, તેનાં ફળરૂપે કર્મનાં આવરણો ઘટતાં જાય છે. તે આવરણો તૂટતાં અમુક અંશે આત્માનુભવ પ્રગટ થાય છે. પોતાને મળેલી આંશિક વિશુદ્ધિના આધારે તેને પ્રભુનાં ઉત્તમ આંતરસ્વરૂપનો અમુક અંશે ખ્યાલ આવે છે. પોતાનાં કરતાં અનેકગણાં આત્મશુદ્ધિ અને આત્મવૈભવ પ્રભુને હોવા જોઈએ એવી ગણતરી તેને થાય છે, કારણ કે પોતાનાં અંતરંગમાં જે ફેરફાર તેને થયો છે તે ફેરફાર તેને પ્રભુના આંતરવૈભવ તરફ દોરી જાય છે. આ સમજણના આધારે તે પ્રભુને “ભગવાન”ને બદલે “પરમાત્મા” શબ્દથી સંબોધે છે. પરમાત્મા એટલે પરમ આત્મા. જેમનું આંતરરૂપ જ્યોતિર્મય છે અને વિશુદ્ધિથી પૂર્ણ ભરેલું છે તે પરમાત્મા. પોતાના કષાયો થોડા નબળા થતાં જીવને ખ્યાલ આવે છે કે પ્રભુજી તો પૂર્ણતાએ કષાયરહિત બન્યા છે. આમ સન્માર્ગ મળતાં જીવનું દૃષ્ટિબિંદુ પ્રભુની બાહ્યવિભૂતિ પરથી ખસી અંતરંગ વિભૂતિ તરફ કેંદ્રિત થતું જાય છે. તેને લીધે આંતર વૈભવની ઝાંખી કરાવનાર “પરમાત્મા” સંબોધન આવે છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જીવને જેમ જેમ શુદ્ધિનો અને શાંતિનો પરિચય થતો જાય છે અને વધતો જાય છે, તેમ તેમ તેને અંતરમાં નિર્ણય થતો જાય છે કે શુદ્ધ થવા માટે જે માર્ગ પ્રભુએ બતાવ્યો છે તે જ સાચો છે. તે માર્ગના આરાધન વિના બીજા કોઈ પણ માર્ગ મોક્ષ સંભવી શકતો નથી. તે દઢત્વ દર્શાવવા કહે છે કે “તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી.” આ સમજણ મળી નહોતી તથા દૃઢ થઈ નહોતી, ત્યાં સુધી એ માર્ગે જવાયું નહિ, મુક્ત થવાયું નહિ. જ્યાં મુક્તિનાં સુખ મેળવવા માટે આ જ માર્ગ છે એવો નિર્ણય હૃદયમાં વર્તે છે, ત્યાં જીવને એ નિશ્ચય થઈ જાય છે કે પ્રભુએ દર્શાવેલાં તત્ત્વનાં પાલન વિના જીવનો મોક્ષ થવો સંભવતો નથી. આ નિશ્ચય થતાં, પૂર્વકાળમાં જે જે કારણે પરિભ્રમણ થયું અને તેનાં કેવાં માઠાં પરિણામ આવ્યા તેની જાણકારી તેને સજાગ કરી દે છે. અત્યાર સુધીની સર્વ પ્રવૃત્તિ જીવે પાંચ ઇન્દ્રિયોના પાંચ પ્રકારના વિષયો ભોગવવા માટે જ કરી હતી, તે પ્રવૃત્તિથી અળગા થઈ આત્મશાંતિ માટે કોઈ જાતની પ્રવૃત્તિ કરી નહોતી તેનો પશ્ચાત્તાપ “હું નિરંતર પ્રપંચમાં (પાંચ ઇન્દ્રિયોના પાંચ પ્રકારના વિષયોના ભોગવટામાં) પડયો છું અજ્ઞાનથી અંધ થયો છું....” એ વચનોમાં જોવા મળે છે. ઇન્દ્રિયના વિષયોની જાળમાં ફસાવાનું કારણ અનાદિકાળથી આત્માને ચડેલાં અજ્ઞાનનાં પડળો છે. જીવને થાય છે કે અજ્ઞાનરૂપી અંધકાર આંતરચક્ષુઓ પર અનાદિકાળથી છવાયેલો હોવાથી, મોક્ષમાર્ગની ઝાંખી પણ જોવા મળી ન હતી. હવે અજ્ઞાનનાં પડળો ઘટવાં લાગ્યાં છે પણ ગયાં નથી, જો અજ્ઞાનનાં પડળો પૂર્ણતાએ જાય તો સંસાર હોય જ નહિ. વળી, સંસારની અમુક અમુક વૃત્તિઓ વર્તમાનમાં પણ ચાલુ છે. તેથી અજ્ઞાનરૂપી અંધાપો ચાલુ છે તેની વ્યથા “અજ્ઞાનથી અંધ થયો છું.” એ વચનથી વ્યક્ત કરી છે. અમુક અંશે અજ્ઞાન ટળવાથી તેને અજ્ઞાનરૂપી અંધત્વ આવવાનું કારણ સમજાય છે કે “મારામાં વિવેકશક્તિ નથી.” સંજ્ઞી પંચેન્દ્રિયપણું મેળવ્યા પછી જીવમાં શ્રેય તથા પ્રેયની જાણકારી આવે છે એટલું જ નહિ પણ તેમાં શ્રેય શું અને પ્રેય શું તેનું તોલન કરવાની શક્તિ આવે છે. તે તોલનશક્તિનો – વિવેકશક્તિનો ઉપયોગ કરી પોતાના ( ૮ Page #120 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના આત્મા માટે જે શ્રેયરૂપ છે તેનું આરાધન સ્વચ્છંદ છોડીને કરવાનું હોય છે. એ આરાધન કરવાથી જીવ શ્રેષ્ઠતમ તત્ત્વ પામી શકે છે. પરંતુ ઘણીયે વાર જીવ ક્ષણિક સુખના મોહથી મહાત્ થઈ, સ્વચ્છંદે ચાલી શ્રેયથી દૂર જવાય તેવી પ્રવૃત્તિ કરી અશ્નેય કરે છે. ભૂતકાળમાં ક્ષણિક સુખની લાલચમાં સતત રડવડતો રહ્યો, અને એથી આત્માનાં અનંત અવ્યાબાધ સુખથી વિભક્ત રહ્યો, એ હકીકત સૂચવે છે કે સંક્ષીપંચેન્દ્રિયપણામાં વિવેકશક્તિ પ્રાપ્ત થઈ હોવા છતાં જીવે તેનો ક્યારેય યથાર્થ ઉપયોગ કર્યો ન હતો. આવી અવળી વર્તના જીવનું મૂઢપણું ફલિત કરે છે. સાચું સમજવાની પાત્રતા હોય, સાચું સમજવા માટેનો યોગ હોય, તેમ છતાં તેની રુચિ કરવાને બદલે વિરુદ્ધ બાજુ ખેંચાવું તે જીવનું મૂઢપણું જ કહેવાય. આવી મૂઢદશામાંથી જીવ કેટલીયે વખત પસાર થયો હતો. કારણ કે પ્રભુએ તો કહેવામાં કંઈ જ બાકી રાખ્યું ન હતું, જીવે કરવું જ બાકી રાખ્યું હતું, કારણ કે ક્ષણિક સુખની લાહયમાં જીવે તે પ્રતિ સતત દુર્લક્ષ સેવ્યા કર્યું હતું. આ સત્યનું ભાન થતાં જીવ શ્રી પ્રભુ સમક્ષ એકરાર કરે છે કે, “હું મૂઢ છું”. - ભૂતકાળમાં, પોતે આચરેલી મૂઢતાના ફળ રૂપે જીવને સતત આશ્રય રહિત, કર્મે દીધેલા ધક્કા અનુસાર કેટલીયે અણગમતી જગ્યાએ અનેક પ્રકારનાં દુ:ખો ભોગવતાં ભોગવતાં ૫૨વશપણે રહેવું પડયું હતું. આ સર્વ દુઃખો દૂર ક૨વા માટે વિવિધ પ્રયત્નો કરવા છતાં, અનેક પ્રકારે ઝાંવા નાખવાં છતાં, તેમાંથી – તે દુ:ખથી કોઈએ બચાવ્યા નહોતા; કેટલીક વખત બચાવવા માટે કોઈએ શક્ય તેવા બાહ્ય પ્રયત્નો કર્યા હતા ત્યારે સાધારણ શાતા મળી હતી, તે સિવાય તેઓ અસફળ જ રહ્યા હતા. આ અનુભવ સ્મૃતિમાં આવતાં જીવ પ્રભુને જણાવે છે કે, “હું નિરાશ્રિત છું, અનાથ છું.” તેને પોતાનું આશ્રયરહિતપણું અને અનાથપણું પળે પળે અનુભવમાં આવતું રહે છે. જે પ્રકારની પરિસ્થિતિથી બચવું હોય તે પ્રકારમાં સમર્થ હોય તે જ તેમાંથી બચાવી શકે. અસમર્થ પાસે એ માટે સહાય માગવામાં આવે અથવા આશ્રય લેવામાં આવે તો તેઓ ઈચ્છા હોવા છતાં પણ મદદરૂપ થઈ શકતા નથી. અર્થાત્ યથાયોગ્ય રીતે બચાવી શકતાં નથી. એ જ રીતે જ્યાં સુધી જીવ આશ્રય માગતો નથી ત્યાં સુધી બીજા કોઈ તેની જવાબદારી લેતા નથી. જેમકે એક બાળકનું તેના માતાપિતા રક્ષણ ૯૯ Page #121 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તે કરે છે, તથા તેની જવાબદારી લઈ જરૂરિયાત પોષતા રહે છે. પરંતુ તે જ માતાપિતા જે તેના આશ્રયે નથી તેવા બાળકની જવાબદારી લેતા નથી. ઉદા. ત. પાડોશીનાં કે અન્ય બાળકો. આમ હોવાથી જો સંસારના પરિતાપોથી બચવું હોય તો એ તાપથી બચાવી શકે એવા સમર્થ હોય તેના આશ્રયે જવું જ પડે. સમસ્ત સંસારમાં યથાર્થ રક્ષણ કરી આત્માની જરૂરિયાત પોષી શકે એવી એક પણ સંસારી વ્યક્તિ નથી, તેથી જીવને અનુભવવું પડે છે કે પોતે નિરાશ્રિત છે, અનાથ છે. આ નિરાશ્રિતપણાથી અને અનાથપણાથી છૂટવા માટે, તે બાબતમાં સમર્થ એવા સર્વ આત્મગુણોના અનુભવી શ્રી સર્વજ્ઞ દેવ તથા તેમના આશ્રયે મોક્ષમાર્ગમાં ચાલતા શ્રી સદ્ગુરુ દેવનાં શરણે જવાથી જીવનું નિરાશ્રિતપણું તથા અનાથપણું ટળી શકે છે. એ સમજણનું દઢપણું ક્રમે ક્રમે જીવમાં આવતું જાય છે. આ વચનોથી સ્પષ્ટ સમજાય છે કે સ્વદોષદર્શન કર્યા પછી આગળ ધપવું હોય તો, તે દોષથી નિવર્તવાનો ઉપાય શોધવો તે મુખ્ય કાર્ય બની જાય છે. સ્વદોષદર્શન કરવા તરફ વળેલા જીવને પોતાનું મૂઢપણું, નિરાશ્રિતપણું તથા અનાથપણું બરાબર સમજાય તો જ તેનાથી છૂટવા માટેનો પુરુષાર્થ આદરી શકે. એટલે કે મૂઢતાદિથી છૂટવા માટે તે સાચી વસ્તુ હ્રદયથી સ્વીકારવા અને ગ્રહણ કરવા તૈયાર થાય. બીજી રીતે કહીએ તો હ્રદયની પાટી ચોખ્ખી થતાં જે સત્ય લખાણ તેમાં કરવામાં આવે તેનું યથાર્થ ગ્રહણ તેનાથી થઈ શકે. પાટી ચોખ્ખી કરવા માટે જીવે “પોતાપણું”, “હું પણું”, “મારા પણું”, “હું જાણું છું” વગેરે અહમ્ તથા મમસૂચક ભાવો અને સ્વચ્છંદ છોડવાના રહે છે. તો જ સદ્ગુરુ તથા સત્પુરુષ જે સદ્બોધ અથવા તો માર્ગદર્શન આપે છે તેનો સ્વીકાર એ જીવથી થઈ શકે છે. તેથી સંસારના પરિતાપો સહન કરતી વખતે જીવને જે અશરણતા તથા અનાથતાનો અનુભવ કરવો પડે છે. તેનાથી પર થવા તે જીવ ઉત્તમ પુરુષના શરણમાં જવાનો નિર્ણય કરી શ્રી પ્રભુને કહે છે કે – “નીરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ચહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થાઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું.” ૧૦૦ Page #122 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના સંસારમાં પોતાને વર્તતો નિરાશ્રિતપણાનો તથા અનાથપણાનો બળવાન અનુભવ જીવને થાય છે ત્યારે તે સાચા આશ્રય અને શરણાની શોધમાં નીકળે છે. યથાર્થતાએ પ્રભુનું સ્વરૂપ પામવાના ભાવ થતાં જીવને પ્રભુનાં આંતરિક સ્વરૂપનો વિશેષ પરિચય થાય છે. પ્રારંભિક બાહ્યદષ્ટિ જે અંતર્મુખ થવા લાગી હતી તે દૃષ્ટિ હવે ઊંડાણ ધારણ કરે છે. ઊંડાણમાં જતી એ દૃષ્ટિ પ્રભુને અવિરત વર્તતાં “નીરાગીપણા” વિશે સ્થિર થાય છે. સ્વાનુભવ પ્રમાણે જ્યાં જ્યાં તેની દૃષ્ટિ જાય ત્યાં ત્યાં રાગ અથવા તો દ્વેષની વૃત્તિ જીવને થયા કરે છે, તેની સામે આખા જગતનું દર્શન હોવા છતાં તે પ્રતિ નીરાગી પણું સેવતા પ્રભુને જોઈ તે આશ્ચર્યચકિત થઈ જાય છે. પ્રભુના આંતરસ્વરૂપમાં રહેલી આ મહાનતા તેને સમજાવા લાગે છે, તેથી તે શ્રી પ્રભુને “નીરાગી પરમાત્મા” તરીકે સંબોધી ઊઠે છે. શ્રી પ્રભુનું નીરાગીપણું સમજાયા પછી તેને લક્ષ થાય છે કે તેમના રાગરહિતપણાને કારણે જ તેમનું આત્મિક સુખ ટકેલું છે. આ રાગરહિતપણાની અવસ્થા મેળવવા જીવ નીરાગી પરમાત્માને શરણે જાય છે. જીવ પોતાની આંતરવૃત્તિથી નીરાગી પરમાત્માનું, તેમણે બોધેલા ધર્મનું, તેમના બોધને આચરણમાં ઉતારતા મુનિજનોનું શરણું સ્વીકારે છે. જીવને મનુષ્ય જીવનમાં પામવા યોગ્ય ધ્યેય છે તે નીરાગી પરમાત્મપણું છે, તેથી તે અવસ્થાએ પહોંચેલા શ્રી પ્રભુનું શરણું લેવું આવશ્યક હોવાથી, સૌ પ્રથમ તે નીરાગી પરમાત્માને શરણે જાય છે. જે માર્ગનું આચરણ કરીને પ્રભુએ નીરાગી અવસ્થા પ્રાપ્ત કરી, તે જ માર્ગનાં આચરણ દ્વારા પોતાને પણ નીરાગી અવસ્થા પ્રાપ્ત થાય તે નિર્વિવાદ સાચી સમજણ છે. તે સમજણને આધારે, પોતે તે માર્ગે રહેવા તથા તે માર્ગ આચરવા કૃતનિશ્ચયી બન્યો છે તે દર્શાવવા “તમારા ધર્મનું” શરણ રહું છું એમ તે કહે છે. કર્મભૂમિમાં બેઠેલો જીવ આ નિર્ણય કરે છે તે સમયે પ્રભુ તો સિદ્ધભૂમિમાં બિરાજી ગયા છે, એટલે જે સમયે પ્રભુ આ માર્ગ આચરતા હતા ત્યારે તેઓ કેવી રીતે વર્તતા હતા, કેવા સ્થિતિ તથા સંજોગોમાંથી પસાર થતા હતા તેનું પ્રત્યક્ષપણું આવી શકે નહિ, અર્થાત્ તેનો યથાયોગ્ય અનુભવ થઈ શકે નહિ. તે સ્થિતિનું તાદશપણું કરવું હોય તો ૧૦૧ Page #123 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ એ માર્ગનું યથાર્થ પાલન કરનાર જે કોઈ હોય તેના પ્રત્યક્ષ પરિચયમાં રહેવું જોઈએ. વર્તમાનમાં શ્રી પ્રભુ પ્રણીત મોક્ષમાર્ગમાં ચાલનાર જે છે તે મુનિજનો છે. તેઓ સર્વસંગ પરિત્યાગી આત્મનોન્નતિ કરવા મોક્ષમાર્ગ આરાધે છે. તે મુનિજનનો પ્રત્યક્ષ પરિચય પામી, માર્ગનું તાદશપણું કરવાના હેતુથી જીવ પ્રભુને કહે છે કે “તમારા મુનિનું શરણ રહું છું.” આમ જીવ પ્રભુનું, પ્રભુ બોધિત ધર્મનું અને તે ધર્મમાર્ગે ચાલતા મુનિનું શરણું લઈ કર્મની સામે લડવા ત્રિવિધ કિલ્લો તૈયાર કરે છે. આ ત્રિવિધ શરણું લેવાનો હેતુ કોઈ સાંસારિક સુખ કે વૈભવની પ્રાપ્તિનો નથી, તે વિષે જીવ અત્યંત સ્પષ્ટ છે. હાલ સુધીમાં જીવે અનેક વખત ધર્મારાધન તો કર્યું હતું, પરંતુ તેમ કરવાનો જીવનો હેતુ સાંસારિક લાભ મેળવવાનો હતો, તેથી સંસારસુખ મેળવવામાં જ સંચિત પુણ્ય વપરાઈ જતું હતું, પરિણામે ભવભ્રમણનો એક પણ આંટો ઘટયો ન હતો. આ સ્થિતિની સમજણ આવી હોવાને કારણે જીવ મક્કમપણે નક્કી કરે છે કે હવેથી જે કંઈ ધર્મ આરાધન થાય તેનાં ફળરૂપે સંસારસુખ નહિ પણ આત્મિક સુખ જોઈએ છે. પ્રથમનું સુખ ક્ષણિક છે અને દુ:ખથી પ્રહાયેલું છે, ત્યારે દ્વિતીય સુખ શાશ્વત છે સાથે સાથે દુ:ખના પડછાયાથી પણ પર છે. તેથી જીવ અભિલાષા કરે છે કે “મારા અપરાધ ક્ષય થાય, હું તે સર્વ પાપથી મુક્ત થઉં, એ મારી અભિલાષા છે.” આ વચન દ્વારા સ્પષ્ટ થાય છે કે શરણ ગ્રહણ કરવાનો જીવનો હેતુ સાંસારિક વૃત્તિઓને પોષવાનો નહિ, પણ પોતાના સ્વરૂપને ભૂલી જવા રૂપ અપરાધનો ક્ષય કરવાનો છે. તે અપરાધ ક્ષય કરી, તેનાં (અપરાધના) અનુસંધાનમાં કરેલાં સર્વ પ્રકારનાં પાપથી મુક્ત થવાની મહેચ્છાથી આ શરણું લીધું છે તેવી સ્પષ્ટતા ઉપરના વચનમાં અનુભવાય છે. લાધેલાં સાચા શરણાંથી જીવને માર્ગની જાણકારી તથા તેનાં ઊંડાણભર્યા રહસ્યોની જાણકારી વધુ ને વધુ આવતી જાય છે. આ ભેદ તથા રહસ્યોની જાણકારીના આધારે જીવ યથાર્થ ધર્મારાધન કરી શકે છે. તે અનુભવજ્ઞાન પ્રકાશતા જીવ કહે છે, “જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું, તેમ તેમ તમારાં તત્ત્વના ચમત્કારો મારાં સ્વરૂપનો પ્રકાશ કરે છે.” ૧૦૨ Page #124 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના શ્રી પ્રભુનું, પ્રભુના ધર્મનું તથા તે ધર્મમાર્ગે ચાલતા મુનિનું શરણ રહ્યા પછી, જીવ શરણ રહ્યા પહેલાં જે જે પાપકર્મ કર્યા હતાં તેનાથી છૂટવાની અભિલાષા સેવે છે. અને એ જ અભિલાષાથી “આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું.” એમ કહે છે. પશ્ચાત્તાપ કરવાથી, તેના વેદન દ્વારા સત્તાગત પાપો ઉદયગત પાપોની સાથે સાથે ખરી જાય છે એ સમજણનો લાભ લઈ જીવ બેવડા દોરે પાપ ખપાવે છે. આમ હળવાશ પકડતો આત્મા પરભાવથી છૂટી સ્વભાવમાં લીન થતાં શીખી જાય છે. કર્મ અપેક્ષાએ હળવાશ આવવાથી, જીવનાં આવરણો તૂટવાથી જીવનમાં વિચારો સ્થૂળતા ત્યાગી સૂક્ષ્મતા પ્રતિ ગમન કરે છે, અને આ સૂક્ષ્મતા તેને અંતરનાં ઊંડાણ સુધી લઈ જાય છે. આત્મા પોતાના સૂક્ષ્મ વિચારોનો દોર પકડી તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફા સુધી, હૃદયનાં અંત:સ્થળ સુધી પહોંચી જાય છે. પૂર્વ ભૂલોના યથાર્થ પશ્ચાત્તાપ સાથેનું સમ્યકુ ધર્મારાધન થતાં જીવ તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફામાં પહોંચી શુદ્ધ આત્માનુભવ થોડીક ક્ષણો માટે પામી શકે છે તેનું આલેખન ઉપરનાં વચનમાં થયેલું જોઈ શકાય છે. ધર્મોચિત વર્તન દ્વારા જીવ તત્ત્વચિંતનની ગુફા સુધી જાય છે એ બતાવવા જીવ ઉચ્ચારે છે કે, “જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું...” આ ચિંતનમાં તેને પોતાનાં શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ આવે છે. ચિંતનમાં પ્રભુનાં અભુત સ્વરૂપનો લક્ષ થવાથી, પોતાનાં શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ આવે છે; આ આશ્ચર્યચકિત કરતો અનુભવ જીવ આ રીતે વ્યક્ત કરે છે: “... તેમ તેમ તમારાં તત્ત્વનાં ચમત્કારો મારાં સ્વરૂપનો પ્રકાશ કરે છે.” જેમ જેમ ચિંતનનું તેનું ઊંડાણ વધતું જાય છે તેમ તેમ પ્રભુનાં શુદ્ધ આંતરસ્વરૂપનો પરિચય તેને વધતો જાય છે. શુદ્ધ સ્વરૂપમાં સમાયેલા કેટલાય ગુણો જીવને ચમત્કારિક લાગે છે, કારણ કે તેમાના મોટાભાગના ગુણોનો યથાર્થ પરિચય તેને ક્યારેય થયો નહોતો. હવે તે પરિચય થતાં આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. વળી પોતાનાં શુદ્ધાત્માનું સ્વરૂપ શ્રી પ્રભુના શુદ્ધાત્મા જેવું જ છે એ જાણકારી તેને વધારે નિમગ્નતામાં લઈ જાય છે. એ ઊંડાણભરી નિમગ્નતામાં આત્મસ્વરૂપનો જે પરિચય તેને થાય છે તેને આ રીતે વ્યક્ત કર્યો છે – તમે નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ૧૦૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ.” જીવ જ્યારે ઊંડા ધ્યાનમાં લીન બને છે ત્યારે તેને શુદ્ધ આત્માના ગુણોનો પરિચય થાય છે. એ પરિચયમાં અનુભવાયેલા ગુણોનું વર્ણન અહીં કર્યું છે. પ્રભુનો શુદ્ધ આત્મા “નીરાગી” છે. નીરાગી એટલે રાગરહિત. જગતમાં પ્રવર્તતા સર્વ જીવોને જે જે પદાર્થો તથા પરિસ્થિતિ પ્રાપ્ત થયાં હોય છે, તે સર્વ વિશે ગમા કે અણગમાના ભાવ તેને પ્રવર્તે છે; એટલે કે રાગનો અથવા દ્વેષનો અનુભવ તેને તરતમપણે થયા કરતો હોય છે. આ ભાવોને કા૨ણે તેને સતત અશાતા ઉદિત રહે છે. જો આ અશાતાથી છૂટવું હોય તો જીવે રાગદ્વેષથી છૂટવું જોઈએ. એ પણ સમજવા યોગ્ય છે કે રાગના આધારે દ્વેષ અનુભવાય છે, જે રાગ થાય છે તેને પોષણ ન મળે તો તેમાંથી દ્વેષ જન્મે છે. તેથી જો રાગ તૂટે તો દ્વેષ આપોઆપ તૂટી જાય છે. રાગના અસ્તિત્વ વિના જીવ દ્વેષ ધરાવી શકતો નથી. તેથી જેઓ રાગભાવથી મુક્ત થાય છે તે દ્વેષથી પણ મુક્ત થઈ જાય છે. અને રાગદ્વેષથી પર રહેનાર પરમ શાતા વેદે છે. પ્રભુને પ્રાપ્ત થયેલી પરમ શાતાના મૂળમાં તેમનું રાગરહિતપણું છે તે સમજાવાથી જીવ તેનું આકર્ષણ વેદે છે. આગળ વધતાં “નીરાગી”પણાના અનુસંધાનમાં જે ગુણ પ્રભુમાં જોવા મળે છે તે તેમનું “નિર્વિકારી”પણું છે. વિકાર એટલે ફેરફાર. નિર્વિકાર એટલે ફેરફાર રહિત. સામાન્ય રીતે જીવ જે કોઈ સ્થિતિના યોગ કે વિયોગમાં મૂકાય છે તે વિશે તે અંતરંગમાં રાગ અથવા દ્વેષના ભાવ અનુભવે છે. અને તે ભાવ બળવાન હોય ત્યારે તેની અભિવ્યક્તિ અંગઉપાંગના હાવભાવથી કરે છે. આ બંને જાતના ફેરફાર તે તેનું વિકારીપણું છે. સંસારમાં પરિભ્રમણ કરતો કોઈ પણ જીવ વિકાર રહિત દેખાતો નથી, તેની સામે પ્રભુમાં જોવા મળતું નિર્વિકા૨પણું – અડોલપણું જીવને આકર્ષી જાય છે. પ્રભુ ગમે તેવી પરિસ્થિતિમાં હોય છતાં નિર્વિકારી જ હોય છે, તેમના ભાવનો કોઈ પણ પ્રકારનો ફેરફાર સંભવતો નથી, તેમની સ્થિરતા અવ્યાબાધ રહે છે. જ્યાં ભાવથી પણ વિકાર છે ત્યાં કર્મબંધન છે તેથી કર્મથી મુક્ત રહેવા માટે નિર્વિકારીપણું અત્યંત આવશ્યક ગુણ છે. ૧૦૪ Page #126 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના પ્રભુનાં નીરાગીપણા તથા નિર્વિકારીપણાના સાથમાં તેમની “સચ્ચિદાનંદસ્વરૂપ” સ્થિતિની જાણકારી આવે છે. સત્ એટલે સત્યસ્વરૂપ. જે ત્રણેકાળ ટકી શકે તે સસ્વરૂપ કહી શકાય. ચિત્ એટલે ચૈતન્યમય. ચિસ્વરૂપ એટલે ચેતનગુણથી ભરપૂર સ્વરૂપ. ચેતન જે અનુભવ કરે છે તેનો તેને લક્ષ હોય છે ત્યારે અચેતને અર્થાત્ જડને અનુભવનો લક્ષ થતો નથી. થતા અનુભવની સમજણ લેવા માટે ચેતનગુણ સદાકાળ મદદરૂપ થાય છે. ચેતન સિવાયના કોઈ પણ તત્ત્વને અનુભવનું વેદન નથી, તથા સ્મૃતિ નથી. એટલે આ “ચૈતન્યપણું” આત્માનું આગવું વિશિષ્ટ અંગ છે. શુદ્ધસ્વરૂપ પામ્યા પછી, ચેતનસ્વરૂપ આત્મા સદાકાળ માટે “આનંદ અનુભવે છે. આનંદ એટલે સુખ, ઉત્સાહ તથા કલ્યાણની મિશ્ર લાગણી. શુદ્ધાત્મા આ આનંદસ્વરૂપને ચેતનગુણની સહાયથી સદાકાળ માટે અનુભવે છે, તેથી શુદ્ધાત્માને “સચ્ચિદાનંદસ્વરૂપ” તરીકે ઓળખાવવામાં આવે છે. સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માને કેવી શાતા પ્રવર્તે છે તેની ઝાંખી જીવને ઊંડાણભરેલાં ધ્યાનમાં આવે છે. અહીં વર્ણવાયેલો શ્રી પ્રભુનો આનંદ ક્યાંયથી ઉત્પન્ન કરેલો નથી, કોઈના આધારે રહેલો નથી, તે આનંદ સ્વયંસ્ફરિત છે એ જણાવવા આત્માને “સહજાનંદી” ગણાવ્યો છે. આ આનંદ એ આત્માનો સહજ સ્વાભાવિક ગુણ છે, આત્મા સાથે તે એવા અવિનાભાવી સંબંધે જોડાયેલો છે કે એક વિના બીજાનું અસ્તિત્વ સંભવી શકે નહિ. જો આ આનંદ બીજાને આધારે રહેલો કે ટકેલો હોય તો તેની હાનિ વૃદ્ધિ સાથે આનંદની પણ હાનિવૃદ્ધિ થાય; તેમ તો છે નહિ માટે આત્માનો આનંદ “સહજ” છે. આ ઉપરાંત શુદ્ધાત્મા “અનંતજ્ઞાની”, “અનંતદર્શી” અને “મૈલોક્યપ્રકાશક” છે. દરેક મનુષ્યમાં અને અન્ય જીવોમાં કોઈ અને કોઈ પ્રકારની જાણકારી – જ્ઞાન હોય છે. “જ્ઞાન” એ આત્માનો મૂળભૂત ગુણમાંનો એક ગુણ છે. જો જ્ઞાનનો સંપૂર્ણપણે અભાવ હોય તો તે “જડ” થઈ જાય – ચેતન અને જ્ઞાન એકબીજા સાથે અવિનાભાવી સંબંધથી જોડાયેલા છે. સામાન્ય રીતે જીવને જે જે જાણકારી હોય છે તેનાથી અનંતગણી જાણકારી શ્રી પ્રભુને છે. તેમનું જ્ઞાન એટલું વિશાળ છે કે તેમાં પ્રત્યેક જીવ તથા પ્રત્યેક ૧૦૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પદાર્થની ત્રણે કાળની સમય સમયની જાણકારી સમાવેશ પામે છે. એક પણ જ્ઞાન એવું સંભવી શકતું નથી જે શ્રી સર્વજ્ઞ પ્રભુને ન હોય, તેથી પ્રભુ “અનંતજ્ઞાની” તરીકે ઓળખાય છે. ચક્ષુ ઇન્દ્રિય પ્રાપ્ત કર્યા પછી બધા જીવ પોતપોતાની મર્યાદા અનુસાર આ જગતમાં કંઈ ને કંઇ જોતા હોય છે. તેમની દૃષ્ટિ ગમે તેટલી તેજસ્વી હોય તો પણ જગતના પ્રત્યેક પદાર્થને તેઓ જોઈ શકતા નથી ... એક સાથે બધા જ તત્ત્વોને જોવા તે તેમની સીમાની બહાર છે. એની સામે શ્રી પ્રભુની દર્શનશક્તિ એટલી વિશાળ છે કે તેઓ સમસ્ત જગતના પ્રત્યેક જીવો અને પ્રત્યેક પદાર્થોનું સમય સમયનું ત્રિકાલિક દર્શન એકી સાથે કરી શકે છે. એક પણ પદાર્થ કે તત્ત્વ એવું અસ્તિત્વ ધરાવતા નથી કે જે પ્રભુના દર્શનગુણમાં સમાવેશ પામ્યા ન હોય. આ “દર્શનગુણ” આત્માનો એક વિશિષ્ટ ગુણ છે. અને તેની પૂર્ણતાને કારણે શ્રી ભગવાન “અનંતદશ” તરીકે આ જગતમાં ઓળખાય છે. શુદ્ધાત્માને લોકાલોકના પ્રત્યેક તત્ત્વનું, ત્રણે કાળનું, સમય સમયનું જ્ઞાન તથા દર્શન વર્તે છે તે તેના “અનંતજ્ઞાની” તથા “અનંતદર્શી” ગુણથી સમજાય છે. એ શુદ્ધાત્મા લોકાલોકના પ્રત્યેક પદાર્થને જાણીને જણાવવાની શક્તિ ધરાવે છે. આથી તેઓ ત્રણે લોકના પદાર્થને પ્રકાશિત કરે છે – જણાવી શકે છે એ અપેક્ષાએ “રૈલોક્યપ્રકાશક છે. આત્માના આ બધા અદ્ભુત વિશિષ્ટ ગુણો, જીવને અમુક પ્રમાણમાં વિશુદ્ધિ પ્રાપ્ત થાય તે પછી જ અંશે અનુભવગમ્ય થાય છે. તે વખતે જીવનું લક્ષ પૂર્ણતાએ બાહ્યથી ખસી આંતર તરફ વળી જાય છે. તે અંતરંગમાં લીન થવા સહજપણે ઝંખે છે. અને આ ઝંખના તો જ પૂરી થાય જો તેમાં આડાં આવતાં અંતરાયો તૂટી જાય. આ અંતરાયો તોડવાનો એક માત્ર રસ્તો છે સપુરુષનાં શરણે રહી પાપની આલોચનાક્ષમાપના કરવી. તેમાં જ તેનું હિત-કલ્યાણ સમાયેલું છે. તેથી તે કહે છે, “હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું.” ૧૬ Page #128 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના શુદ્ધાત્માના આંતરગુણોનો પૂર્ણ લક્ષ અને આંશિક અનુભવ થતાં જીવની લૌકિક સુખબુદ્ધિ તૂટી જાય છે, તેથી જે કંઈ ધર્મક્રિયા કે આચરણ ન થાય અથવા તો તે બંને ખામીભરેલાં થાય તે માટે તે સહૃદયતાથી ક્ષમા માગતો રહે છે. તેને પોતાનું હિત-કલ્યાણ કરવાના ભાવ એટલા પ્રબળ બને છે કે પોતાની નાની સરખી ભૂલ પણ ચલાવી લેવાના ભાવ તેના અંતરમાં રહેતા નથી. આથી તે પોતાની નાની મોટી પ્રત્યેક ભૂલ માટે નીરાગી પરમાત્માની સાક્ષીએ ક્ષમા માગતો રહે છે કે જેથી કોઈ દોષ ટકી શકે નહિ અથવા તો રહી જાય નહિ. આ પ્રમાણે ધર્મ આરાધન કરતાં કરતાં રહીસહી લૌકિક ભાવનાનો ક્ષય થઈ જાય તે હેતુથી જીવ પ્રભુ પાસે માગણી કરે છે કે, “એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ.” સમજણ પામ્યા પછી, પોતાનો આત્મા પ્રભુના માર્ગનું આરાધન કરતાં કરતાં, એક પળ માટે પણ મંદતા કે શિથિલતા સેવે નહિ, પ્રમાદનો ભોગ થાય નહિ, તેવી ભાવનાને આ વચન દ્વારા દઢ કરી છે. જેમ જેમ આત્મશુદ્ધિના માર્ગમાં વિકાસ થતો જાય તેમ તેમ જીવે પોતાના પુરુષાર્થની બાબતમાં પ્રમાદને ઘટાડતા જવાનો છે, તે એટલે સુધી કે છેવટના પુરુષાર્થમાં, શ્રેણિ માંડ્યા પછી એક સમય જેટલા નાના કાળ માટે પણ આત્મા પ્રમાદનું સેવન કરે નહિ. આ અંતિમ પુરુષાર્થ સુધી વિના પ્રમાદ પહોંચવાની ભાવના અહીં સેવાઈ છે તે સકારણ છે. માર્ગપ્રાપ્તિના આરંભના કાળમાં જીવ અતિ અલ્પતાએ ધર્મનું આરાધન કરતો હોય છે, કારણ કે તે બાબતની વૃત્તિ અને સુવિધાઓ ઘણાં ઓછાં હોય છે; આવા અસુવિધાના કાળમાં થોડા ધર્મારાધનનું વિશેષ ફળ મળે છે. પછી ધીમે ધીમે જેમ જીવની પાત્રતા વધતી જાય છે, અનુકૂળતા વધતી જાય છે તેમ ફળપ્રાપ્તિ તે પ્રમાણમાં હોય છે. યોગ્યતા, સાનુકૂળતા વધે ત્યારે, અસુવિધાના કાળમાં કરેલા ધર્મારાધનનું જે ફળ હોય છે તેના પ્રમાણમાં નાનું ફળ જીવને મળે છે. અને જ્યારે અંતિમ શ્રેણિનો પુરુષાર્થ કરવાનો હોય છે ત્યારે તો એક સમય જેટલા નાના કાળ માટેનો પ્રમાદ પણ જીવને પતનની ૧૦૭ Page #129 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ખાઈમાં ધકેલી દે છે. જીવ અગ્યારમે ગુણસ્થાનેથી પાછો વળી નીચલા ગુણસ્થાને આવી જાય છે. પ્રમાદમાં રહેલા આવા મોટા ભયસ્થાનનો લક્ષ કરાવવા માટે શ્રી મહાવીર ભગવાને પોતાના પટ્ટશિષ્ય શ્રી ગૌતમ સ્વામીને વારંવાર બોધ આપ્યો છે કે, “હે ગૌતમ! એક સમય માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ.” કેવળજ્ઞાન પહેલાં કોઈ પણ જીવને એક સમયનું જ્ઞાન સંભવતું નથી, અસંખ્યાત સમય વીતે ત્યારે તેનું જ્ઞાન જીવને થાય છે. આ અવસ્થામાં જીવ એક સમયના નહિ પણ અસંખ્યાત સમયના પ્રમાદમાં પડયો હોય છે. શ્રેણિમાં જીવની સમજણ સૂક્ષ્મ થતાં એક સમય માટે પણ પ્રમાદસેવન પાલવતું નથી, છતાં કોઈ જીવ એક સમય પણ સપ્રમાદ કાઢે તો તે જીવ નિયમપૂર્વક અગ્યારમાં ગુણસ્થાને જઈ નીચે ઉતરે છે, અને તેમાંથી કોઈ જીવ છદ્દે, કોઈ ચોથે અને કોઈક પહેલા ગુણસ્થાને અટકે છે. તે જીવ જ્યાં અટકયો ત્યાંથી આગળ વધવા ફરીથી બધો પુરુષાર્થ કરવો પડે છે. આમ શ્રેણિમાં એક સમયનો પણ પ્રમાદ કરવાથી જીવનો સંસાર વધી જાય છે. જ્યાં જે યોગ્ય નથી ત્યાં તે કરવાથી વિષમ ફળ ભોગવવું પડે છે. જીવ જ્યારે સતત પ્રમાદી અવસ્થામાં રહેતો હતો ત્યારે તેને અનંત સંસારનું પરિભ્રમણ હતું. તેવા સંજોગોમાં તે જીવ પુરુષાર્થી થઈ એક સમય માટે અપ્રમાદી બને છે ત્યારે તેનાં ફળ રૂપે તેનું અભવીપણું ટળી જાય છે અને તેને ભવીપણું પ્રાપ્ત થાય છે, એટલે કે ભવિષ્યમાં તે જીવ કોઈ અને કોઈ કાળે મોક્ષપ્રાપ્તિ કરશે એવું નિશ્ચિત થાય છે. શરૂઆતમાં અપ્રમાદના આધારે તે જીવ પુરુષાર્થ કરી, પ્રમાદ ઘટાડતો જાય છે, અને સ્વઉપયોગ વધારતો જાય છે. આમ કરતાં કરતાં સ્વઉપયોગમાં જ રહેવા જેવો સમય આવે છે. આ પ્રસંગે જો જીવ એકાદ સમયનો પણ પ્રમાદ કરે તો આત્મદશામાં નીચે ઉતરી જાય છે. આ પરથી શ્રી આત્મસિદ્ધિની નીચેની ગાથાનું સ્પષ્ટપણું થશે. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” – શ્રીમદ્ રાજચંદ્ર. (આત્મસિદ્ધિ ગાથા ૮) ૧૦૮ Page #130 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના વ્યવહારમાં આપણે આ જ નિયમથી વર્તીએ છીએ. બે વર્ષનું અણસમજુ બાળક કોઈ ભૂલ કે ખોટું વર્તન કરે તો આપણે તેને ત્વરાથી માફ કરીએ છીએ, પણ એવો જ દોષ જો કોઈ બાવીસ વર્ષનો યુવાન કે યુવતી કરે તો તેને મોટી શિક્ષા કરીએ છીએ. પરમાર્થમાં પણ એમ જ બને છે. જેમ જેમ જીવની સમજણ વધતી જાય, આત્મદશા ઉચ્ચ થતી જાય તેમ તેમ દોષો કરવાનો પરવાનો લુપ્ત થતો જાય છે, અને છતાં ઉચ્ચ અવસ્થાએ જો કોઈ પ્રમાદવશ બની દોષ કરે તો તેનો મોટો દંડ તેણે ભોગવવો પડે છે. આવી ભૂલ થાય નહિ તેની પૂર્વ તૈયારી રૂપે તે શ્રી પ્રભુને વિનંતિ કરે છે કે, “એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું; એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ.” શ્રી પ્રભુએ જે માર્ગ આત્મશુદ્ધિ અર્થે બતાવ્યો છે, તે માર્ગે ચાલવામાં એક પળ માટે પણ અધૂરાપણું ન લાગે, પ્રમાદ ન આવે એવી મારી વર્તન કરાવજો એમ જીવ વિનંતિ કરે છે. પ્રભુના દાખવેલા માર્ગે, પળનો પણ પ્રમાદ કર્યા વિના સતત ચાલી શકાય એવી કૃપા કરવા પ્રભુને વિનવે છે. આમ પોતાને સદ્વર્તન કરતો રાખવાની જવાબદારી જીવ વિવેકપૂર્વક પ્રભુને સોંપી, પોતાનું રહ્યું હું અહંપણું અને મમપણું મૂકવાની તૈયારી કરી લે છે. સાથે સાથે સમર્થ અને અનુભવી પ્રભુનું માર્ગદર્શન તથા રક્ષણ મળતું હોવાથી ભૂલો થવાનો અવકાશ નહિવત્ થતો જાય છે. સન્માર્ગે ત્વરાથી આગળ વધવાની એક અદ્ભુત ચાવી આપણને અહીં મળી રહે છે. પ્રભુની બિનશરતી શરણાગતિ સ્વીકારવાથી ઘણા ઘણા દોષોથી બચી જવાય છે. પ્રભુ આપણી ઘણી ઘણી રીતે કાળજી રાખે છે, અને ઊંચી પાયરીએ ચડાવવામાં મદદરૂપ થાય છે. બાળક જ્યારે જન્મ લે છે ત્યારે તે તેની માતા પાસે પૂરેપૂરી શરણાગતિ સ્વીકારીને રહે છે; માતા જે પીવડાવે તે પીએ, જે ખવડાવે તે ખાય, જે પહેરાવે તે પહેરે, જ્યાં સૂવડાવે ત્યાં સૂએ વગેરે. એ સંજોગોમાં માતા તેની ઘણી કાળજી કરે છે. તેના ખાવાના, પીવાના, સૂવાના વગેરે સમય સચવાય તેની કાળજી માતા રાખતી રહે છે. બાળકને વધુમાં વધુ શાતા મળે તેવી રીતે માતા પોતાના ૧૦૯ Page #131 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ બાળક સાથે વર્તે છે. બાળક જેમ જેમ મોટું થતું જાય છે તેમ તેમ તે સ્વતંત્ર થતું જાય છે, તેની શરણાગતિ શિથિલ થતી જાય છે. બાળકની સ્વતંત્રતા વધવા સાથે માતાની કાળજીમાં ફેરફાર થતો જાય છે. બાળક જેટલું પોતાની મેળે કરી શકે તેટલું તેની પાસે માતા કરાવે છે, અને તેનું પોતાને આધીનપણું ઘટાડતી જાય છે. પ્રભુ પણ એ જ રીતે વર્તે છે. આપણે જ્યારે પ્રભુને સર્વસ્વ સોંપીને આજ્ઞાધીનપણે વર્તન કરીએ છીએ ત્યારે પ્રભુ આપણી વિશેષતાએ કાળજી લઈ આપણને ખૂબ ખૂબ સહાય કરતા રહે છે. આપણે સન્માર્ગ ચૂકી ન જઈએ તે માટે પ્રભુજી આપણને સતત માર્ગદર્શન આપતા રહે છે; જો આપણે એ પ્રકારની ઇચ્છા સેવી હોય તો તેઓ ધીમે ધીમે આત્માનુભવના ઊંડાણમાં આપણને લઈ જઈ અમુક પ્રકારની સ્વતંત્રતાનો અનુભવ પણ આપણને કરાવે છે. આ રીતે વર્તતાં જીવ વિશેષતાએ અંતર્મુખ થાય છે. તે વખતે જીવને પ્રભુના ઉત્તમોત્તમ ગુણોનો પરિચય થાય છે, અને પ્રભુને “સર્વજ્ઞા ભગવાન” તરીકે સંબોધી વિનવે છે કે – “હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહ્યું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું.” ૐ શાંતિઃ પ્રભુને કરેલા આ સંબોધન પરથી સમજાય છે કે જીવને પ્રભુના બાહ્ય તેમજ આંતર વૈભવનો સાચો ખ્યાલ આવી ગયો છે. સર્વજ્ઞ એટલે બધાના જાણનાર, અને ભગવાન એટલે ઐશ્વર્યવાન. સર્વ પ્રકારના ઐશ્વર્ય સહિત જે લોકાલોકને જાણનાર છે તે સર્વજ્ઞ ભગવાન છે. આ સર્વજ્ઞપણાનું લક્ષ થતાં જીવ પૂછી બેસે છે કે, “તમને હું વિશેષ શું કહું ?” તમે તો બધું જ જાણો છો તેથી તમને કહેવા જેવું પણ શું રહે છે ? અત્યાર સુધી તમને જે કંઈ જણાવ્યું તે તમારી જાણકારી માટે હતું તેમ નથી, જે કંઈ જણાવ્યું તે મારા ભાવોને વ્યક્ત કરવા માટે, અને મારી ભૂલોનો એકરાર કરી મારા પાપનો ભાર હળવો કરવા માટે જણાવ્યું છે. તમારા માટે વર્તતો મારો અહોભાવ અંદરમાં સમાઈ ન રહેતાં, બહાર પ્રગટ થયો છે અને તેને લીધે આ વિનંતિ આપને થઈ છે. વળી મને એવો દઢ વિશ્વાસ છે કે તમારી – સર્વજ્ઞ પ્રભુની સાક્ષીએ મારા બધા પાપોની પશ્ચાત્તાપ સહિત ક્ષમા માગવાથી મારી ઇચ્છલી આત્માની શુદ્ધતા ૧૧૦ Page #132 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના પ્રગટશે. અને શુદ્ધભાવથી કરેલી ક્ષમાયાચના અને પુરુષાર્થના ફળ રૂપે મને તમારા જેવી જ અદ્ભુત શાંતિની પ્રાપ્તિ થશે. શાંતિની પ્રાપ્તિ બાબતનું નિઃશંકપણું “ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” એ શબ્દોથી અનુભવાય છે. મન, વચન તથા કાયાથી સાચો પુરુષાર્થ કરી જ્ઞાન, દર્શન અને ચારિત્રની ખીલવણી કરી પૂર્ણ શાંતસ્વરૂપને પ્રાપ્ત કરવું છે એ સૂચવવા ત્રણ વખત શાંતિ શબ્દ, પંચપરમેષ્ટિ ભગવંતના પ્રતિકરૂપ ૐ સાથે અહીં મૂકાયેલાં જણાય છે. આ ર્દષ્ટિકોણથી આખી ક્ષમાપના વિચારતાં મોક્ષનો અદ્ભુત માર્ગ તેમાં નિરુપાયેલો જોવા મળે છે. સમગ્ર સંસારથી છૂટવાની ભાવના થતાં સન્માર્ગ પ્રાપ્ત કરવાની મહેચ્છા થવી તે મોક્ષમાર્ગનું પહેલું પગથિયું છે. આ જાતની મુક્ત થવાની ભાવના જાગ્યા પછી; તે ભાવના અત્યાર સુધી કેમ નહોતી થઈ તેનો ખેદ તથા પશ્ચાત્તાપ થાય તે બીજું પગથિયું છે. તેના અનુસંધાનમાં માર્ગના પરિચયની શરૂઆત થતાં ૫૨ના જ દોષો જોવાની વૃત્તિ ટાળતા જવી અને નિષ્પક્ષપાત બુદ્ધિથી સ્વદોષદર્શન કરવાની ટેવ કેળવવી એ ત્રીજું પગથિયું છે. સ્વદોષદર્શન કરતાં શીખ્યા પછી, તે દોષથી છૂટવાનો ઉપાય વિચા૨વો તથા સમજવો તે ચોથું પગથિયું છે. છૂટવાનો ઉપાય વિચારતાં, અત્યાર સુધી સેવેલું પોતાનું મૂઢપણું, નિરાશ્રિતપણું તથા અનાથપણું જીવને સ્પષ્ટ થાય છે. તે અશરણપણું ટાળવા માટે પ્રભુનું, પ્રભુ પ્રણીત ધર્મનું તથા તે ધર્મને આચરનાર મુનિનું શરણ લેવું એ જ સાચો ઉપાય છે, તેમ સમજવું તે પાંચમું પગથિયું છે. જેમ જેમ આ ત્રણે ઉત્તમ તત્ત્વો પ્રતિ બિનશરતી શરણાગતિ વધતી જાય છે તેમ તેમ જીવ શુદ્ધ આત્માને વિશેષતાએ સમજી શકે છે, અનુભવી શકે છે, આ જ વિકાસ દર્શક છઠ્ઠું પગથિયું છે. શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાતાં, તે સ્વરૂપ પામવા માટે જોઇતા પ્રમાદરહિત પુરુષાર્થની ખામી માટેનો ઉગ્ર પશ્ચાત્તાપ છેવટનું પરિપૂર્ણ પ્રકાશવા માટે ખૂબ સહાયરૂપ થાય છે, તે સાતમું પગથિયું છે. અત્યંત વીર્ય પ્રગટાવી, તેનો ઉપયોગ કરી, પ્રમાદરહિત બની, પોતાના પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપને અનાવરિત કરવું તે છેલ્લું અને આઠમું પગથિયું ગણી શકાય. ૧૧૧ Page #133 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આ પ્રમાણે આત્માનું છઠ્ઠું પદઃ “મોક્ષનો ઉપાય છે” તે આ ક્ષમાપનામાં સમાય છે એ વિધાનનો વિચાર કરતાં, સહજતાએ જીવનો વિકાસક્રમ અને મોક્ષમાર્ગની સમજણ એ બંને આ ક્ષમાપનામાં સહજતાથી ગૂંથાયેલા જોવા અને સમજવા મળે છે; ક્ષમાપનાના આ પાઠથી શ્રીમદ્ રાજચંદ્રની લઘુવયની કૃતિનું અદ્ભુતપણું આપણી સમક્ષ પ્રત્યક્ષ થાય છે. ક્ષમાપનામાં નવ તત્ત્વનો સમાવેશ આત્માની જાણકારી મેળવવા માટે શ્રી તીર્થંકર ભગવાને નવ તત્ત્વની જાણકારીને મહત્ત્વની કહી છે. એ નવ તત્ત્વનાં શ્રદ્ધાન તથા જાણકારીનો શુભારંભ સમકિતથી થાય છે, અને તેની પૂર્ણતા કેવળજ્ઞાનમાં પરિણમે છે. એટલે કે આ નવે તત્ત્વોની યથાર્થ જાણકારી જેમ જેમ વધતી જાય છે તેમ તેમ જીવ આત્મવિશુદ્ધિ પ્રતિ એક પછી એક ડગ ભરતો જાય છે. શ્રી ભગવાને તે નવ તત્ત્વો આ પ્રમાણે જણાવ્યાં છે : જીવ, અજીવ, પાપ, પુણ્ય, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. આમાંથી સર્વ તત્ત્વ જ્ઞેય છે, કેટલાંક હેય છે અને કેટલાંક ઉપાદેય છે. શેય એટલે જાણવા યોગ્ય, હેય તે જાણીને છોડી દેવાં યોગ્ય અને ઉપાદેય તે જાણી ને આરાધવા યોગ્ય આમ કરવાથી નવે તત્ત્વની યથાર્થ જાણકારી જીવને આવતી જાય છે. તેની મદદથી જીવ પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ મેળવવા ભાગ્યશાળી થાય છે. આ નવ તત્ત્વોની સિદ્ધિ શ્રીમદ્ રાજચંદ્ર રચિત મોક્ષમાળાના ૫૬મા “ક્ષમાપના”ના પાઠમાં કરી શકાય છે. અને તે તેમની રચયિતા તરીકેની સિદ્ધિ છે એમ કહી શકાય. - જીવ એ પહેલું તત્ત્વ છે. જીવ એટલે કર્મ સહિતનો આત્મા. આત્માનાં છ પદમાં પહેલું પદ “આત્મા છે” એ પદની સિદ્ધિ એ જ જીવ તત્ત્વ વિશે લઈ શકાય. સ્વસ્વરૂપની ઓળખાણ કરવાથી પોતાના અસ્તિત્વનો સ્વીકાર થાય છે; એ જ જીવતત્ત્વની સિદ્ધિ છે. તે જ્ઞેય છે. ૧૧૨ Page #134 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના અજીવ એ બીજું તત્ત્વ છે. આત્મા જીવસ્વરૂપ શાથી બન્યો? જીવસ્વરૂપ થવાનું કારણ છે આત્માના પ્રદેશે પ્રદેશે લાગેલી કર્મની વર્ગણાઓ. આ કર્મ વર્ગણા શેની બનેલી છે ? કર્મ વર્ગણા જડ પુદ્ગલ પરમાણુઓની બનેલી છે. આ જડ પુદ્ગલ પરમાણુ એ જ અજીવ. “હું કર્મરજથી કરીને મલિન છું.” આ વચનથી સમજાય છે કે આત્માને કર્મ રૂપી રજ લાગી હોવાથી તે મલિન થયો છે. આ કર્મ ૨જ “અજીવ તત્ત્વનું” પ્રતિનિધિત્વ કરે છે. તે જ્ઞેય છે. આ ઉપરાંત ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ તથા કાળ દ્રવ્ય પણ અજીવ તથા જ્ઞેય તત્ત્વ છે. આત્માને વ્યાપતા વિભાવને કા૨ણે કર્મપુદ્ગલરૂપી જડ તત્ત્વ તેના પર ચીટકી શાતા અશાતાના વેદનમાં ડૂબાડી, સંસાર પરિભ્રમણ કરવા તેને મજબૂર કરે છે. આ કર્મના ભોગવટા માટે જીવે લોકના અનેક સ્થળોએ ગમન કરવું પડે છે, આ ગતિને સહાય કરનાર ધર્માસ્તિકાય દ્રવ્ય છે. એક જગ્યાએ રહી ભોગવટો કરવાની જરૂર હોય છે ત્યારે અધર્માસ્તિકાય સહાય કરી જીવને અને તેના ભાવાનુસાર પુદ્ગલને સ્થિરતા આપે છે. આમ ધર્માસ્તિકાય ગતિ અને અધર્માસ્તિકાય સ્થિતિ આપે છે. જીવાજીવ સર્વ દ્રવ્યને રહેવાની જગ્યા આપવાનું કાર્ય આકાશ કરે છે, એટલે કે તે દ્રવ્ય અવગાહના આપે છે. અને સર્વ દ્રવ્યમાં થતાં પરિવર્તનનો લક્ષ કાળ દ્રવ્ય આપે છે. આ છએ દ્રવ્યો, જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ જ્ઞેય છે. તેમાંથી જીવ ચેતન અને અન્ય પાંચે અજીવ તત્ત્વમાં સમાય છે. આ સર્વ અજીવ દ્રવ્યની જાણકારી તથા કાર્યની સમજણ લેતાં જવાથી આત્માને અન્ય દ્રવ્યના આકર્ષણ અને જોડાણથી જુદો પાડવા માટે નિમિત્ત મળતું જાય છે. શ્રી પ્રભુએ વર્ણવેલું ત્રીજું તત્ત્વ તે “પાપ” તત્ત્વ છે. આત્મા વિભાવભાવ કરે છે ત્યારે તેના પ્રભાવથી આકર્ષાઈને જડ પુદ્ગલ પરમાણુઓ કર્મસ્વરૂપે આત્માના પ્રદેશો પર ચીટકી જાય છે. અને અમુક કાળ પછી તેના પરિણામરૂપ વેદનમાંથી જીવ પસાર થાય છે. જે કર્મનાં પરમાણુઓ ભોગવટો કરતી વખતે જીવને અશાતારૂપ નીવડે છે તે પરમાણુઓ “પાપ” તત્ત્વ બતાવે છે. એટલે કે જે પ્રકારના ભાવ કરવાથી અશાતાનો ઉદય વેદવો પડે, તે પ્રકારના ભાવ તથા કાર્ય “પાપ” તત્ત્વ સૂચવે છે. આવા પાપ ૧૧૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તત્ત્વને સૂચવનારા અનેક ભાવો જીવે ભૂતકાળમાં કર્યા છે, અને કાર્યો પણ જીવે કર્યા છે...તેની નોંધ આ ક્ષમાપનામાં જોવા મળે છે. “હું બહુ ભૂલી ગયો. મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહિ. તમારા કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહિ. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહિ. હું ભૂલ્યો, આથડયો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબણામાં પડયો છું. હું પાપી છું, હું બહુ મદોન્મત્ત અને કમરજથી કરીને મલિન છું.....હું સર્વ પાપથી મુક્ત થઉં.” વગેરે વચનો “પાપ” તત્ત્વનું અસ્તિત્વ બતાવી જાય છે. તે જોય તથા હેય તત્ત્વ છે. આ પછીનું ચોથું તત્ત્વ તે “પુણ્ય” તત્ત્વ. જે કર્મના પરમાણુઓ ભોગવટો કરતી વખતે શાતા આપનાર નીવડે, તેવા પરમાણુઓ હવા તે “પુણ્ય” તત્ત્વ. જે ભાવ કરવાથી “પાપ”રૂપ કર્મ બંધાય તેનાથી વિરુદ્ધ પ્રકારના ભાવ કરવાથી “પુણ્ય”કર્મ બંધાય. બીજાને અશાતા થાય તેવા કાર્ય કે ભાવથી “પાપ” બંધાય છે. બીજાને શાતા થાય તેવા કાર્ય કે ભાવથી “પુણ્ય” બંધાય છે. આ પરથી જે બધું નથી કર્યું, તે બધું કર્યું હોત તો પુણ્યપ્રાપ્તિ થાય તે સહેલાઈથી સમજાય તેવી વાત છે. નીરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ રહું છું. મારા અપરાધ ક્ષય થઈ, હું તે સર્વ પાપથી મુક્ત થવું એ જ મારી અભિલાષા છે..એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ” વગેરે વચનો એવાં છે કે જેમાં મુખ્યતાએ પોતાની અને ગૌણતાએ અન્યની કલ્યાણભાવના સમાયેલ છે. તે ભાવના ભાવવાથી જીવને પુણ્યબંધ થાય છે. આથી આ વચનો “પુણ્ય” તત્ત્વનું અસ્તિત્વ બતાવે છે. શુદ્ધતાની અપેક્ષાએ આ શેય તથા હેય તત્ત્વ છે, કારણ કે પુણ્ય ભોગવવા માટે પણ સંસારમાં જ રહેવું પડે છે જે મોક્ષથી દૂર રાખે છે. પરંતુ “પાપ” તત્ત્વ કરતાં “પુણ્ય” તત્ત્વ ઉપાદેય છે. પાપ તત્ત્વથી જીવની અધોગતિ થાય છે ત્યારે પુણ્ય તત્ત્વથી શુભનો ઉદય થતો હોવાથી કલ્યાણ તરફ જવાનો અવકાશ વધે છે. આમ “પુણ્ય” તત્ત્વ જોય તો છે જ પણ અપેક્ષાએ હેય અને અપેક્ષાએ ઉપાદેય છે. ૧૧૪ Page #136 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના પાંચમું તત્ત્વ છે “આશ્રવ”. પાપ અથવા પુણ્ય સૂચવતા કર્મપરમાણુઓ આત્માના પ્રદેશ પર સ્વીકારવા તે “આશ્રવ” તત્ત્વ છે. જીવ સારા અથવા નરસા ભાવ તથા ક્રિયા કરી શુભ અથવા અશુભ કર્મપરમાણુઓ ગ્રહણ કરતો રહે છે – આ પ્રક્રિયા તે “આશ્રવ”. અહીં ક્ષમાપનાનાં “હું કર્મરજથી કરીને મલિન છું”, “હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું”, “હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું” ..વગેરે વચનો જીવે કરેલી શુભાશુભ પ્રવૃત્તિનાં અને જીવે ભાવેલા શુભાશુભ ભાવના દર્શક છે. આ વચનોથી સમજાય છે કે વિભાવ ભાવ કરીને જીવ સતત કર્મનાં પરમાણુઓ ગ્રહણ કરતો જ રહ્યો છે, એટલે કે જીવને સતત “આશ્રવ” ચાલુ છે. આ આશ્રવ તત્ત્વ શેય છે પણ સદાકાળને માટે હેય છે. નવ તત્ત્વમાં છવું તત્ત્વ છે “સંવર”. પાપ અથવા પુણ્ય કર્મને આત્માના પ્રદેશો પર આવતાં રોકવા તે “સંવર” તત્ત્વ છે. જીવે ભૂતકાળમાં બાંધેલાં કર્મમાં વધારો થવા દેવો ન હોય તો “સંવર” તત્ત્વને આરાધવું જોઈએ. નવાં કર્મોને આત્મામાં પ્રવેશવાં દેવાં ન હોય તો, તેને વધારનાર સ્વચ્છંદ, રાગ, દ્વેષ, અજ્ઞાનાદિ ટાળવા ઘટે. અજ્ઞાન નાશ પામતાં જીવને રાગ, દ્વેષ તથા સ્વચ્છંદ ત્યાગવાની મતિ ઉપજે છે. અને એ સર્વને ટાળવા માટે શ્રી પ્રભુનાં શરણમાં રહેવા જેવું બીજું કોઈ અમોઘ સાધન નથી. પ્રભુનાં શરણે રહી, તેમની આજ્ઞાએ ચાલવાથી જીવ અવળી રીતે ચાલી શકતો નથી. પ્રભુ આજ્ઞાએ વર્તવાથી કર્મો વધી શકતાં નથી, કારણ કે કર્મથી સર્વથા મૂકાએલા શ્રી પ્રભુ કર્મબંધન થાય તેવી આજ્ઞા આપે જ નહિ, તેમ જ કર્મબંધનના માર્ગે જતા જીવને પાછો વાળી લે. આથી “નીરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું... એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ.” આ વચનોમાં “સંવર” તત્ત્વ ફુટ થતું જોઈ શકાય છે. છૂટવા માટે સદેવ “સંવર” ને આરાધ્યા કરવો જોઈએ. આ તત્ત્વ જોય છે અને સદાકાળ ઉપાદેય છે. સંવર પછી આવતું સાતમું તત્ત્વ છે “નિર્જરા” તત્ત્વ. ભૂતકાળમાં અવળી મતિએ ચાલી જીવે અનંતાનંત કર્મનાં પરમાણુઓ આત્માના પ્રદેશો પર એકઠાં કર્યાં છે. ૧૧૫. Page #137 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તે મતિ સવળી થતાં, જીવ પ્રભુનાં શરણમાં જઈ, તેમની આજ્ઞાએ ચાલી, નવાં આવતાં કર્મોને રોકે છે અર્થાત્ “સંવર” કરે છે. નવો જમાવ થતો અટકાવવાથી જૂનો એકઠો કરેલો કર્મસમૂહ ખરી જતો નથી. વળી, જ્યાં સુધી જીવ સર્વ કર્મોથી મુક્ત ન થાય ત્યાં સુધી તે પૂરો સુખી થઈ શકતો નથી. તેથી પૂર્વે ગ્રહણ કરેલાં સર્વ કર્મો આત્માના પ્રદેશ પરથી, ખૂબ સુખ મેળવવા માટે ખેરવવા અત્યંત આવશ્યક છે. આ કર્મોને ખપાવવાની પ્રવૃત્તિ તે “નિર્જરા”. નિર્જરા બે પ્રકારે છેઃ અકામ ને સકામ. જેમ જેમ કર્મનો ઉદય આવે તેમ તેમ ભોગવીને તેને નિવૃત્ત કરવા તે અકામ નિર્જરા. અકામ નિર્જરા કરતી વખતે જીવ વિભાવમાં રહેતો હોવાથી નવાં અનેક કર્મો બંધાય છે, પરિણામે સંસાર લંબાય છે. “હું ભૂલ્યો, આથયો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબણામાં પડ્યો છું.” આ અને આવાં વચનોથી અકામ નિર્જરા તથા તેનાં ફળની સમજણ મળે છે. બીજો પ્રકાર છે સકામ નિર્જરા. પૂર્વે બાંધેલા કર્મને શુદ્ધભાવથી પશ્ચાત્તાપ, ચિંતન અને ધ્યાન દ્વારા ખેરવી નાખવાં તે સકામ નિર્જરા. સકામ નિર્જરામાં કર્મ ખેરવવા માટે જીવની ઇચ્છા અગ્રસ્થાને રહે છે. પશ્ચાત્તાપ તથા ચિંતનમાં જીવનું શુદ્ધ થવાના વિચારનું એકાગ્રપણું હોય છે તેથી તેમાં નવાં કર્મો અતિ અલ્પતાએ વધે છે; તથા ખરે છે અનંતગમે. આ ઉપરાંત ધ્યાનમાં આ એકાગ્રતા ઘણી વધારે હોવાથી કર્મબંધન તેનાથી પણ અલ્પ તથા શુભ થાય અને નિર્જરા ઘણી વિશેષ થાય. આથી સકામ નિર્જરા સદાય ઉપાદેય છે, અકામ નિર્જરા જોય છે. “આગળ કરેલાં પાપોનો હું પશ્ચાત્તાપ કરું છું...માત્ર પશ્ચાત્તાપથી કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું.” વગેરે ક્ષમાપનાનાં વચનોમાં સકામ નિર્જરા દૃષ્ટિગોચર થાય છે. સંવર તથા નિર્જરાના અનુસંધાનમાં વર્ણવેલું આઠમું તત્ત્વ છે “બંધ". સંવર તથા સકામ નિર્જરાનો આશ્રય ન હોય ત્યારે જીવને પાપ અથવા પુણ્યનો આશ્રવ ચાલુ જ રહે છે. આશ્રવને કારણે કર્મનાં પરમાણુઓ આત્માને ચીટકી જાય છે. કર્મ પરમાણુઓ ચીટકવાને કારણે આત્માના ગુણો અવરાઈ જાય છે, અને તે ગુણહીન સ્થિતિમાં આવી પડે છે. આ દશામાં જીવ પોતાની રીતે સ્વતંત્રતાથી વતી શકતો નથી, તેને કર્મ દોરે ૧૧૬ Page #138 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના તેમ, તેનો ભોગવટો કરવા દોરાવું પડે છે. સ્વવશ ન રહી શકતાં કર્મને વશ રહી વર્તવું પડે તે “બંધ” અવસ્થા છે. કર્મનાં પરમાણુઓ જીવની જે પરવશ અવસ્થા કરે છે તે “બંધ” તત્ત્વ છે. આ આખી ક્ષમાપનામાં બંધ અવસ્થાની સ્થિતિ જોવા મળે છે. “હું બહુ ભૂલી ગયો... અનંત સંસારની વિટંબણામાં પડયો છું... હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું. કમરજથી કરીને મલિન છું. હું સર્વ પાપથી મુક્ત થાઉં” વગેરે વચનો આત્માની બંધન અવસ્થા બતાવી “બંધ” તત્ત્વની સમજ આપે છે. આ તત્ત્વ શેય તથા હેય ગણી શકાય. આ બંધ અવસ્થાથી પર આત્માની નિબંધ સ્થિતિ તે નવમું અને છેલ્લું “મોક્ષ” તત્ત્વ છે. મોક્ષસ્થિતિમાં આત્મા પોતાનાં શુદ્ધ, નિર્વિકારી, અડોલ સ્વરૂપને પ્રગટ કરે છે. તે સ્વરૂપનો લક્ષ “તમે નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્યપ્રકાશક છો” એ વચનથી આવે છે. આ સદેવ ઉપાદેય તત્ત્વ છે. આમ પ્રભુએ વર્ણવેલાં નવ તત્ત્વનાં બીજ આપણને આ ક્ષમાપનામાં જોવા મળે છે. તે નવે તત્ત્વો જોય તો છે જ, પણ કેટલાંક હેય, કેટલાંક ઉપાદેય છે, તે આપણે જોયું. જેમ જેમ આ તત્ત્વો વિશેનું શેયપણું વધતું જાય છે અર્થાત્ તેને લગતી વિચારણા વિસ્તૃત તથા ઊંડાણવાળી થતી જાય છે તેમ તેમ તે તત્ત્વો વિશેષતાએ સમજાય છે અને શેય, હેય, ઉપાદેયના વિવેકને અનુસરી તે તત્ત્વોની સમજ પૂર્ણતાએ ખીલતાં જીવ નવમા “મોક્ષતત્ત્વ”ને મેળવવા ભાગ્યશાળી થાય છે. તેથી આ ક્ષમાપના જો કોઈ જીવ પૂર્ણ શ્રદ્ધાથી તથા હ્રદયનાં ઊંડાણથી કરે તો, વારંવાર ક્ષમાપના કરે તો તે છે પદમાં શ્રદ્ધાવાન થઈ, નવ તત્ત્વને સમજી, આત્મવિશુદ્ધિ પ્રગટ કરી શકે, તેવી ઉત્તમ ક્ષમતા આ ક્ષમાપનામાં સમાયેલી જોવા મળે છે. ક્ષમાપનામાં ચોદ ગુણસ્થાનનો સમાવેશ અનંત પ્રકારના ગુણોને રહેવાનું સ્થાન, ગુણોનું ઘર આત્મા છે. જેમ જેમ અવરાયેલા ગુણો પટાંતર પામી ખીલતા જાય છે, તેમ તેમ આત્માની વિશુદ્ધિ વધતી જાય છે. ૧૧૭ Page #139 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જેટલા પ્રમાણમાં ગુણો ખીલ્યા હોય તેટલી વિશુદ્ધિ દર્શાવવા, આત્માના પૂર્ણ અજ્ઞાનતાથી શરૂ કરી, પૂર્ણ વિશુદ્ધિ સુધીના ચૌદ વિભાગ શ્રી વીતરાગ ભગવાને જણાવ્યા છે. અને તે પ્રત્યેક વિભાગને ગુણસ્થાન એવી સંજ્ઞા આપી છે. ગુણસ્થાન એટલે ગુણોના સમૂહને રહેવાની જગ્યા. આત્મામાં જેટલા વધારે ગુણોની ખીલવણી થાય તેટલા ઊંચા ગુણસ્થાને તે રહ્યો કહેવાય. મોહનીય કર્મની તરતમતાને આધારે જીવમાં ગુણોની ખીલવણી થાય છે, તેથી જેટલા પ્રમાણમાં મોહનીય કર્મનો ક્ષયોપશમ વધારે તેટલું ઉચ્ચ ગુણસ્થાન તેને પ્રાપ્ત થાય. મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે અન્ય ત્રણે ઘાતકર્મોનો પણ ક્ષય થાય છે તેથી તે સ્થાન ગુણ અપેક્ષાએ સર્વોચ્ચ ગણાયું છે. પ્રભુએ વર્ણવેલા ચૌદ ગુણસ્થાનના નામ આ પ્રમાણે છે – ૧. મિથ્યાત્વ ગુણસ્થાન. ૨. સાસ્વાદન ગુણસ્થાન. ૩. મિશ્ર ગુણસ્થાન. ૪. અવિરતિ સમ્યક્દષ્ટિ ગુણસ્થાન. ૫. દેશવિરતિ સમ્યક્દષ્ટિ ગુણસ્થાન. ૬. સર્વવિરતિ સમ્યદૃષ્ટિ ગુણસ્થાન. ૭. અપ્રમત્તસંયત ગુણસ્થાન. ૮. નિવૃત્તિનાદર (અપૂર્વકરણ) ગુણસ્થાન. ૯. અનિવૃત્તિનાદર ગુણસ્થાન. ૧૦. સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન. ૧૧. ઉપશાંત મોહ ગુણસ્થાન. ૧૨. ક્ષીણમોહ ગુણસ્થાન. ૧૩. સયોગી કેવળી ગુણસ્થાન. ૧૪. અયોગી કેવળી ગુણસ્થાન. પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન મિથ્યા એટલે ખોટું. ખોટાને રહેવાના સ્થાનને મિથ્યાત્વ ગુણસ્થાન કહે છે, આ ગુણસ્થાને જીવને જગતમાં પ્રવર્તતી સત્ય બાબતો વિપરીત રૂપે જણાય છે, અને અસત્યનો સત્યરૂપે સ્વીકાર થાય છે. તેથી જીવમાં લોકમાં રહેલાં જીવાજીવ વિશે ખોટી કે વિપરીત માન્યતા ગાઢપણે વર્તે છે. તેથી તેવા જીવો જેનું અસ્તિત્વ છે તેનો નકાર વેદે છે, અને એ તત્ત્વો જે રીતે છે તેનાથી જુદી જ રીતે તેનો સ્વીકાર ૧૧૮ Page #140 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના કરે છે. તે જીવ દેહાદિ પુગલ પદાર્થોમાં ગાઢપણે સ્વપણાની લાગણી વેદે છે, અને જે પોતાનું છે તેને પરપણે અનુભવે છે. આવી આવી અનેક રીતે જીવ ઘણી ઘણી મિથ્થામાન્યતાઓ બળવાનપણે સ્વીકારી લે છે, અને પરિણામે પોતાના લગભગ બધા જ ગુણો આવરિત કરી નાખે છે. આવી અનિચ્છનીય સ્થિતિમાં મૂકાવું પડે તેવાં કર્મપરમાણુઓ જીવ ગ્રહણ કરે છે તે પરમાણુઓ મિથ્યાત્વ અથવા દર્શનમોહ તરીકે ઓળખાય છે. પહેલા ગુણસ્થાને વર્તતાં ચારે ગતિના જીવોનું મિથ્યાત્વ બળવાનપણે ઉદયમાં રહેતું હોય છે, તેમ છતાં તેઓને મિથ્યાત્વનું અમુક માત્રામાં તરતમપણું જરૂર સંભવે છે. પહેલા ગુણસ્થાને એકેંદ્રિયથી સંજ્ઞીપંચેન્દ્રિય સુધીના અને કોઈ પણ ગતિના જીવ હોઈ શકે છે. દેવ, મનુષ્ય તથા નારકી સંજ્ઞીપંચેન્દ્રિય જીવો જ હોય છે, ત્યારે તિર્યંચ ગતિમાં એકથી સંજ્ઞીપંચેન્દ્રિય સુધીના જીવો હોય છે. આમાં સર્વ અસંજ્ઞી જીવો નિયમથી પહેલા ગુણસ્થાને જ હોય છે, અને તેમને મિથ્યાત્વનું ઘણું જોર હોય છે, તેનાં પરિણામે અશુભ નામકર્મના ઉદયથી ઇન્દ્રિયોનો પણ ઘાત હોય છે. અને સંજ્ઞા તથા ઇન્દ્રિયના અભાવમાં તેઓ આગળ વધી શકતા નથી. તેઓએ આગળ વધતાં પહેલાં પરવશપણે આ સર્વ કર્મો ભોગવીને શ્રી સત્પરુષના આશ્રયથી સંજ્ઞી પંચેન્દ્રિયપણા સુધી વિકાસ કરવો પડે છે. અને તે પછીથી જ તેઓ ચારે ગતિમાં જવાની પાત્રતા મેળવે છે. અસંજ્ઞીપણામાં તેઓ માત્ર એક તિર્યંચ ગતિમાં જ જન્મમરણ કર્યા કરે છે. ચારે ગતિના સંજ્ઞીપંચેન્દ્રિય જીવોમાં મિથ્યાત્વના ઉદય, સત્તા તથા બંધનમાં તરતમપણું રહેલું હોય છે. પરંતુ તેમાનાં મોટાભાગનાં જીવો પહેલા ગુણસ્થાને જ હોય છે, ઘણી અલ્પસંખ્યાના જીવો તેનાથી ઉપરના ગુણસ્થાને હોય છે. મિથ્યાત્વ ગુણસ્થાને આત્માદિ વિશેની મિથ્યા માન્યતા, અને મિથ્યાત્વ ખૂબ નિબિડ હોય છે. આમાંના કેટલાંક જીવોને તો અનંતકાળ સુધી પરિભ્રમણ કરવું પડે તેવો રંગ મિથ્યાત્વના ઉદયમાં મિથ્યાત્વ બંધાતા રચાય છે. જ્યાં સુધી જીવને શ્રી તીર્થંકર પ્રભુનાં નિમિત્તથી અંતવૃત્તિસ્પર્શ ન થાય ત્યાં સુધી તે જીવ અભવી કહેવાય છે. અને અંતવૃત્તિસ્પર્શ થવાથી ૧૧૯ Page #141 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જીવના અભવિપણાનો અંત આવે છે અને ભવિપણું પ્રાપ્ત થાય છે. તે પછીથી જ જીવને ઉપરના ગુણસ્થાને ચડવાની પાત્રતા આવે છે. અને જ્યારે જીવનું મિથ્યાત્વ પાંચ ક્રોડાક્રોડી સાગરોપમથી નાનું થાય છે ત્યારે તે જીવને પ્રગટપણે છૂટવાના ભાવ થવાની સંભાવના આવે છે. અને તે પોતાના ગુણો વધારવા, ગુણસ્થાન ચડવા માટેનું સાચું આરાધન કરવા પાત્રતા મેળવે છે. આ ગુણસ્થાને જીવ અનંતકાળ સુધી રહી શકે છે. બીજું સાસ્વાદન્ ગુણસ્થાન જીવ જ્યારે પોતાના ગુણો ખીલવતા ખીલવતા આગળ વધે છે ત્યારે તે પહેલા ગુણસ્થાનેથી કુદકો મારી સીધો ત્રીજા ગુણસ્થાને આવે છે, ચડતી વખતે તે બીજા ગુણસ્થાનને સ્પર્શતો નથી. આ વિકાસ સંજ્ઞીપંચેન્દ્રિય સિવાય બીજું કોઈ કરી શકતું નથી. ત્રીજા ગુણસ્થાનેથી આગળ વધી જીવ ચોથા, છઠ્ઠા કે અગ્યારમા ગુણસ્થાન સુધી પહોંચે છે, અને જે સ્થાને જે ન ઘટે તેવો દોષ કરે છે ત્યારે તે ત્યાંથી નીચે ઊતરી જાય છે; અને કેટલીક વખત તો છેક નીચેના ગુણસ્થાન, પહેલા ગુણસ્થાન સુધી આવી જાય છે. આવી પડવાઈ વખતે જીવ જ્યારે ચોથું ગુણસ્થાન છોડે છે ત્યારે તેને જો અનંતાનુબંધી કર્મનો ઉદય આવે છે તો તે જીવ ચોથાથી ત્રીજા ગુણસ્થાને થઈ બીજા ગુણસ્થાનનો સ્પર્શ કરે છે. અહીં બીજા ગુણસ્થાને એક સમયથી છ આવલિકા જેટલા સમય માટે ટકે છે, અને તે કાળમાં આત્માનુભૂતિનો અંતિમ આસ્વાદ લે છે; તે વખતે તે ફરીથી મૂળભૂત આત્મશાંતિનો અનુભવ પામે છે, જે ત્રીજા ગુણસ્થાને હોતો નથી. બીજા ગુણસ્થાને આત્માને છેલ્લો છેલ્લો પોતાના ગુણોનો આસ્વાદ મળતો હોવાથી, તે ગુણસ્થાન સાસ્વાદન ગુણસ્થાન કહેવાય છે. એ આસ્વાદ છૂટી જતાં તે મિથ્યાત્વને ગ્રહણ કરી પહેલા ગુણસ્થાને આવી જાય છે. ચોથા ગુણસ્થાનથી નીચે ઉતરતી વખતે જે જીવને મિથ્યાત્વનો ઉદય આવે છે તે જીવ બીજા ગુણસ્થાનનો સ્પર્શ કરતો નથી, પણ ત્રીજા ગુણસ્થાનેથી સીધો પહેલા ગુણસ્થાને આવી જાય છે. આમ સાસ્વાદન ગુણસ્થાનનો અનુભવ જીવને માત્ર ચોથા ૧૨૦ Page #142 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ગુણસ્થાનથી થતી પડવાઈ વખતે જો અનંતાનુબંધી કર્મનો ઉદય આવે તો જ થાય છે. નહિતર આ ગુણસ્થાન જીવને માટે અસ્પૃશ્ય જ છે. એટલે શાસ્ત્રમાં તેનું મહત્ત્વ ખૂબ જણાવ્યું નથી. ત્રીજું મિશ્ર ગુણસ્થાન પહેલા ગુણસ્થાનેથી વિકાસ કરી જીવ જ્યારે આગળ વધે છે ત્યારે તે બીજા ગુણસ્થાનને સ્પર્યા વિના જ સીધો ત્રીજા ગુણસ્થાને પહોંચે છે. આ ગુણસ્થાને તેની સ્થિતિ ખૂબ ડામાડોળ હોય છે. પહેલા ગુણસ્થાને જીવને આત્માનાં અસ્તિત્વ આદિનો સ્પષ્ટ નકાર વર્તતો હોય છે, તેનો અહીં અભાવ કે મંદતા થાય છે. અને તેને સ્થાને કદાચ આત્માનું અસ્તિત્વ હોઈ શકે એવો ભાવ ઊંડે ઊંડે જાગવા લાગે છે, તેમ છતાં તેનામાં આત્માનાં અસ્તિત્વનો સ્પષ્ટ હકાર પણ આવતો નથી. આ ગુણસ્થાને જીવને “આત્મા નથી જ' અથવા તો “આત્મા છે જ' એવી સ્પષ્ટતા થતી નથી, પરંતુ આમ પણ હોય અથવા આમ પણ હોય એવી દ્વિધાવાળી અનુભૂતિ તેને રહ્યા કરે છે. આવી દ્વિધાવાળી સ્થિતિ તે ત્રીજું મિશ્ર ગુણસ્થાન છે. આવી સ્થિતિમાં જો મિથ્યાત્વનું જોર વધે તો તે સીધો પહેલા ગુણસ્થાને આવી જાય છે અને ફરી પાછી આત્માની અનુભૂતિની સંભાવના થતાં તે ત્રીજા ગુણસ્થાને ચડે છે. આ રીતે જીવ ત્રીજા ગુણસ્થાન સુધી અનંતવાર ચડઉતર કરે છે. તેનું મુખ્ય કારણ મિથ્યાત્વ-મોહ અને અંતરાય કર્મના આવતાં જોરદાર ઉદયો છે. ત્રીજા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ માત્ર અંતમુહૂર્ત કાળ છે. જીવ વધુમાં વધુ અંતમુહૂર્ત કાળ માટે જ ત્રીજા ગુણસ્થાને ટકી શકે છે. તે પછી મોટાભાગે પહેલા ગુણસ્થાને ઊતરી આવે છે, આવી ચડઉતરમાં કેટલીકવાર જીવનો અનંતકાળ વ્યતીત થઈ જાય છે. પણ જ્યારે કાળલબ્ધિ પાકે, કરણલબ્ધિ પ્રગટ થાય છે, ત્યારે તે જીવ સદગુરુના આશ્રયે ખૂબ પુરુષાર્થ કરી, વીર્ય પ્રગટાવી થોડા કાળ માટે ચોથા ગુણસ્થાને આવે છે. તે વખતે તેને આત્માનાં અસ્તિત્વ આદિનો અનુભવાત્મક નિર્ધાર થાય છે, અને પ્રારંભમાં ઉપશમ સમકિત મેળવે છે, જે ક્રમે કરી ક્ષયોપશમ સમકિતમાં પલટાય છે. ૧૨૧ Page #143 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ચોથું અવિરતિ સમ્યક્દષ્ટિ ગુણસ્થાન દેહ, ઇન્દ્રિય આદિ સર્વ પરપદાર્થોથી આત્માની સ્પષ્ટ ભિન્નતાની અનુભૂતિને શ્રી ભગવાને સમ્યક્દર્શન કર્યું છે. પહેલા ગુણસ્થાને જે મિથ્થામાન્યતા પ્રવર્તતી હતી, તેનું સમ્યમાન્યતામાં પલટાવાપણું આવે છે. આત્માનાં અસ્તિત્વ, નિત્યત્વ, કર્તૃત્વ, ભોકતૃત્ત્વ આદિ પદો અનુભવપૂર્વક સમજાય છે, અને એની સ્પષ્ટતા એવી હોય છે કે સામાન્ય રીતે તે અનુભવનાં શ્રદ્ધાનમાં ફેરફાર થતો નથી. દર્શન એટલે શ્રદ્ધાન, સમ્યક્દર્શન એટલે આત્મા સંબંધી સાચું શ્રદ્ધાન. સમ્યકજ્ઞાન એટલે તત્ સંબંધી સાચી સમજણ, કે જ્ઞાન. જીવ જ્યારે દેહ તથા ઇન્દ્રિયો સાથેનું એકપણું ત્યાગી પોતામાં એકાકાર – એકરૂપ થાય છે ત્યારે તે શૂન્યતામાં છે એમ કહેવાય છે. પુરુષાર્થ કરતાં, આવો ઇન્દ્રિયો અને દેહથી પર થઈ સ્વાનુભવમાં રહેવાનો અવસર થોડીક ક્ષણો કે મિનિટ માટે જ જીવને રહે છે, અને કર્મોદયના પ્રભાવથી તે જીવ પાછો દેહ અને ઇન્દ્રિયો સાથે એકરૂપ થઈ, વ્યવહાર પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે, જીવની સ્વમાં એકાકારતાવાળી પાંચ મિનિટથી વધારે સમયની શૂન્યતા તે ઉપશમ સમ્યક્ત્વ છે. તેનાથી ઓછા કાળની શૂન્યતા તે નિશ્ચયથી વ્યવહાર સમકિત છે. આ બંને સમકિતની ખાસિયત એ છે કે જીવ શૂન્યતામાંથી બહાર નીકળે છે તે જ ક્ષણે તે ચોથા ગુણસ્થાનથી ઊતરી પહેલા ગુણસ્થાને આવી જાય છે. જેટલા કાળ માટે તે શૂન્ય રહે તેટલા કાળ માટે જ તેનું ચોથું ગુણસ્થાન રહે છે, તે પછી તેનું ચોથું ગુણસ્થાન છૂટી જાય છે. આવી પાંચ મિનિટથી વધારે અને અડતાલીસ મિનિટથી ઓછા કાળ માટે રહેતી શૂન્યતા ઉપશમ સમકિત કહેવાય છે. ઉપશમ સમકિતમાં જીવ પોતાનાં મોહનીય કર્મને સર્વથા ઉપશમાવી આત્મશાંતિનો અનુભવ કરે છે. કર્મને દબાવી સત્તાગત રાખવાનું કાર્ય અંતમુહૂર્તથી વધારે કાળ માટે જીવ કરી શકતો નથી. અંતમુહૂર્તકાળ વીતતાં કોઈને કોઈ કર્મનો ઉદય આવે જ છે અને જીવ સમાધિમાંથી બહાર નીકળી ત્રીજા ગુણસ્થાને થઈ પહેલા ગુણસ્થાને આવે છે. આમ જીવને જ્યાં સુધી ઉપશમ ૧૨૨ Page #144 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના સમકિત હોય છે ત્યાં સુધી તે પહેલા, બીજા, ત્રીજા અને ચોથા ગુણસ્થાન વચ્ચે રમ્યા કરે છે. ત્રીજા ગુણસ્થાને યથાપ્રવૃત્તિકરણ કરી, સર્વ કર્મોને એક ક્રોડાક્રોડી સાગરોપમકાળથી ન્યૂન કરી તે જીવ ચોથા ગુણસ્થાને આવે છે. આવી ક્રિયા અનેકવાર જીવ કરતો રહે છે. પ્રત્યેક જીવને ત્રીજા ગુણસ્થાન સુધી મોહનીય કર્મ બહુ બળવાન હોય છે. જીવ પોતે બાંધેલાં મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને ઘટાડતાં ઘટાડતાં, જ્યારે પોતાનાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા તથા લોભની સ્થિતિને એક ક્રોડાક્રોડી સાગરોપમ જેટલી નાની કરે છે, ત્યારે તેનામાં દેહેંદ્રિયથી પર બની શૂન્યાવસ્થામાં જવાની શક્તિ પ્રાપ્ત થાય છે. આ શક્તિનો લાભ લઈ જીવ શૂન્યતામાં જાય છે, એટલે કે ઇન્દ્રિયાદિ સાથેનું જોડાણ ત્યાગી સ્વસ્વરૂપમાં તે એકાકાર બને છે. આ શૂન્યાવસ્થામાં તે અનંતાનુબંધી કર્મની સ્થિતિ ટૂંકાવવા પ્રયત્નવાન રહે છે. આ કર્મ તોડતાં તોડતાં, કોઈ કષાયનો કે દર્શનમોહની કોઈ પ્રકૃતિનો કે અંતરાય કર્મનો ઉદય તેને આવે તો તેની શૂન્યતા છૂટી જાય છે. શૂન્યતા છૂટતાં તેનાં વિભાવો જોર કરે છે અને ઘટાડેલી કર્મસ્થિતિ પાછી વધે છે. આ પ્રકારે કર્મસ્થિતિમાં સતત હાનિવૃદ્ધિ થયા કરે છે. પ્રભુકૃપાથી તેમ જ ગુરુકૃપાથી એ જીવ વિશેષ પુરુષાર્થી બની અનંતાનુબંધી ચોકડી અને દર્શનમોહની ત્રિપુટિના પચાસ ટકાથી વધારે કર્મોનો નાશ કરવા ભાગ્યશાળી બને છે ત્યારે તે જીવ પહેલવહેલી વખત શૂન્યતાની અડતાલીસ મિનિટ પૂરી કરી શકે છે. અને ત્યારથી તેને ત્રીજા ગુણસ્થાને ઉતરવાનું રહેતું નથી. મોહનીય કર્મના ચારિત્રમોહની અનંતાનુબંધી ચોકડી અને દર્શનમોહની ત્રિપુટીના મુખ્યતાએ ક્ષયવાળી સ્થિતિને ‘ક્ષયોપશમ સમકિત’ એવી સંજ્ઞા શ્રી પ્રભુએ આપી છે. કારણ કે પ૦ લાખ સાગરોપમથી ઓછા કાળનાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ તથા મિશ્ર, મિથ્યાત્વ કે સમ્યકત્વ મોહનીય તે જીવને ઉપશમ રૂપે રહ્યાં હોય છે અને બાકીનાનો - તેથી વધારાના કર્મોનો ક્ષય તેણે કર્યો હોય છે. આમ અમુક ક્ષય અને અમુક ઉપશમ વાળી સ્થિતિ આ અવસ્થાએ રહેતી હોવાથી તે ક્ષયોપશમ સમકિત તરીકે ઓળખાય છે. સત્તાગત કર્મો – અનંતાનુબંધી ચોકડી કે દર્શનમોહની મિથ્યાત્વ ૧૨૩ Page #145 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પ્રકૃતિ – નો ઉદય થવાનો યોગ આવે ત્યાં જ તેનો નાશ જીવ કરી નાખે છે, તેને ઉદિત થવા દેતો નથી, અને પોતાનું સમકિત ટકાવી રાખે છે. જો જીવ ગાફેલ રહે અને કદાચિત એમાનાં કોઈ કર્મનો ઉદય થઈ જાય તો તે જીવનું જ્ઞાન માઈ જાય છે, એટલે કે એ ઉદયમાં ભાન ભૂલી જીવ એ કર્મોની સ્થિતિ એક ક્રોડાક્રોડી સાગરોપમથી વિશેષ કરી નાખે છે. તેનાં ફળ રૂપે તે જીવનું સંસાર પરિભ્રમણ ખૂબ વધી જાય છે. ઉત્કૃષ્ટતાએ આ કાળ અર્ધપુદ્ગલ પરાવર્તનનો કહ્યો છે. અપવાદરૂપે બનતા આ કાર્ય વિશે સાવચેત રહેવું આવશ્યક છે. એક વખત સમકિત પામ્યા પછી જીવ, તેના શુભ ભાવો અને શુભ પ્રવૃત્તિ વધારતો જાય છે. તેથી તે વારંવાર થોડા થોડા કાળ માટે શૂન્યતાનો અનુભવ કરી શકે છે. આ શૂન્યાવસ્થામાં જીવ પોતાના ભાવોને આધારે, પોતાને સતાવતા બળવાન કર્મોનો નાશ કરવા પ્રવૃત્તિ કરે છે. તેથી પ્રત્યેક શૂન્યતા વખતે એનાં કર્મોની સ્થિતિ નાની થતી જાય છે. અને શૂન્યાવસ્થામાંથી નીકળી પરભાવમાં પ્રવર્તે ત્યારે તે કર્મ સ્થિતિ વર્ધમાન થતી જાય છે. આમ ચારિત્રમોહ તથા દર્શનમોહની પ્રકૃતિની હાનિવૃદ્ધિ ક્ષયોપશમ સમકિતમાં થયા જ કરે છે. આ સામે શ્રી પ્રભુનું વચન છે કે એક વખત સમકિત પ્રાપ્ત કર્યા પછી, મોક્ષ પ્રાપ્ત કરવામાં વધુમાં વધુ પંદર ભવ જીવને લાગે છે. જ્ઞાન વસ્યું ન હોય તો કોઈને પણ સોળ ભવ થાય નહિ. આને આધારે આપણે કહી શકીએ કે જ્ઞાન લીધા પછી જીવને કર્મવૃદ્ધિ કરતાં કર્મક્ષય વધારે થતો હોય છે. જો અપરાધ કરીને જીવ જ્ઞાન વમી નાખે તો પણ તેને અધપુદ્ગલ પરાવર્તન કાળથી વિશેષ પરિભ્રમણ હોઈ શકતું નથી. આવો અદ્ભુત મહિમા સમકિતનો છે. વારંવાર શૂન્યતાનો અનુભવ કરી કર્મહાનિ કરતાં રહેતાં જીવને એવી સ્થિતિ આવે છે કે ચારિત્રમોહનીયની અનંતાનુબંધી ચોકડી અને દર્શનમોહની ત્રણે પ્રકૃતિ - એમ સાતે પ્રકૃતિનો પૂર્ણતાએ ક્ષય થઈ જાય. આ સ્થિતિએ પહોંચતા પહેલાં જીવને સંસારનો ખૂબ નકાર આવે છે, આત્મરુચિ અત્યંત બળવાન થાય છે. અમુક કાળ સુધી આત્મા સિવાયની કોઈ પણ વસ્તુમાં રુચિ કે રસ રહેતાં નથી. આ બળવાનપણાને ૧૨૪ Page #146 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના લીધે જીવ બે ઘડીમાં સાતે પ્રકૃતિનો ક્ષય કરી, “ક્ષાયિક સમકિત'ની પ્રાપ્તિ કરે છે. આ સમકિતનો એવો મહિમા છે કે તેની પ્રાપ્તિ પછી જીવને મોક્ષ મેળવવા માટે વધુમાં વધુ ત્રણ ભવ થાય છે. ચોથા, પાંચમા કે છઠ્ઠા ગુણસ્થાને જીવ ક્ષાયિક સમકિત લઈ શકે છે, તે પહેલાં કે પછીના ગુણસ્થાને ક્ષાયિક લેવાતું નથી. ચોથા ગુણસ્થાને આત્માના અનંત ગુણોમાના પ્રત્યેક ગુણના અંશનો અનુભવ થાય છે. આત્માનો એક પણ ગુણ એવો નથી કે જેનો આંશિક અનુભવ જીવને ચોથા ગુણસ્થાને થયો ન હોય (સર્વગુણાંશ તે સમ્યત્વ). આ અંશે મળેલા ગુણોનો જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ જીવ ગુણસ્થાન ચડતો જાય છે. સ્વચ્છેદે પરભાવમાં રાચતો જીવ, સ્વચ્છંદનો ત્યાગ કરી, સ્વમાં જોડાય છે, સ્વમાં રમે છે – એ આ ગુણસ્થાનની લાક્ષણિકતા છે. આ ગુણસ્થાને જીવ જાણે છે કે વ્રત, નિયમ, સંયમ એ સ્વકલ્યાણાર્થે ખૂબ ઉપકારી છે, તેમ છતાં તેનું તે પાલન કરી શકતો નથી. તેથી આ ગુણસ્થાન “અવિરતિ” – જ્યાં ત્યાગ નથી તેવા ગુણસ્થાન તરીકે ઓળખાય છે. પાંચમું દેશવિરતિ સમ્યક્દષ્ટિ ગુણસ્થાન આ ગુણસ્થાન દેશવિરતિ સમ્યક્દષ્ટિ ગુણસ્થાન કહેવાય છે. એટલે કે ચોથા ગુણસ્થાને સમ્યક્દર્શન મેળવ્યા પછી જ વિકાસ કરીને જીવ આ ગુણસ્થાને આવી શકે છે. ચોથા ગુણસ્થાને આવેલી અનુભવ સહિતની સાચી સમજણને વિશેષ વિશુદ્ધ કરી જીવ પોતાના ગુણોનો વિકાસ સાધે છે. એમ કરવા માટે તે પોતાને વર્તતા સ્વચ્છંદનો સંયમ વધારે છે. જે પ્રવૃત્તિથી વિશેષ નુકશાન થાય તેવી રીતે તે પોતાનાં મનને વર્તવા દેતો નથી. અંતમાં દુઃખ તરફ ઘસડી જતાં અને આરંભમાં પ્રિય લાગતાં એવા કેટલાયે કાર્યોનો તથા ભાવોનો નકાર તેને અંતરથી વર્તે છે. આ અંતરંગ નકાર તેનાં બાહ્ય જીવનમાં પણ ડોકિયાં કરી જાય છે. પોતાનાં સુખ માટે તે અમુક નિયમોનું પાલન કરવાનું શરૂ કરે છે, તેથી બાહ્યમાં પણ કેટલાંક દ્રવ્યોનો ત્યાગ તેના જીવનમાં જોવા મળે છે. એમ કરવામાં તે ગુરુની આજ્ઞાનું પાલન અમુક અંશે સહૃદયતાથી ૧૨૫ Page #147 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ કરે છે. અર્થાતુ ગુરુની આજ્ઞાનાં અવલંબને અમુક દ્રવ્યોનો ત્યાગ તે સેવે છે. આ જાતનો આંતરબાહ્ય આંશિક સંયમ શરૂ થાય ત્યારથી જીવનું પાંચમું ગુણસ્થાન શરૂ થાય છે, અને પૂર્ણ સંયમની પહેલાંની અવસ્થા સુધી તે ગુણસ્થાન વર્તે છે. આ ગુણસ્થાને જીવનો મન, વચન તથા કાયા સાથેનો મારાપણાનો ભાવ મોળો પડતો જાય છે, એટલે કે તે મન, વચન તથા કાયા સાથે ગાઢ રીતે એકપણું અનુભવતો નથી. તે આત્માનાં સુખને વિશેષ મહત્ત્વ આપતો થાય છે, તેથી સ્વચ્છંદના સંયમ અર્થે તે બાહ્યથી પણ નિયમપાલન અમુક અંશે કરવા લાગે છે. આમ આંતરબાહ્યનો ત્યાગ અમુક માત્રામાં અને સમ્યકત્વ સહિત હોવાથી દેશવિરતિ સમ્યક્દષ્ટિ ગુણસ્થાન” કહેવાય છે. દેશ” એટલે પૂર્ણનો અમુક વિભાગ અને વિરતિ એટલે રતિથી(આસક્તિથી) વિરમવું – છૂટવું. ‘દેશવિરતિ' એટલે અમુક પ્રમાણમાં સંસારી પદાર્થોની આસક્તિનો ત્યાગ. થોડાં વતપાલનથી શરૂ કરી, સર્વવિરતિમાં અંશે ઉણા વ્રતપાલન સુધી આ ગુણસ્થાન વર્તે છે. આ જાતનું વ્રતપાલન, સમ્યત્વ સહિત ન હોય તો તે જીવ ભાવથી પાંચમા ગુણસ્થાને વર્તે છે એમ કહી શકાય નહિ. તે જીવ દ્રવ્યથી પાંચમે ગુણસ્થાને હોવા છતાં ભાવથી તેનાથી નીચા ગુણસ્થાને સંભવે છે. સમ્યગ્દર્શન સહિત દ્રવ્યથી ભાવપૂર્વક આરાધેલા વ્રતનિયમો પાંચમું ગુણસ્થાન દર્શાવે છે. પણ સમ્યક્ત્વ રહિતનાં એ જ પ્રકારનાં વ્રતનિયમોનું આરાધન આત્માર્થે બહુ ઉપકારી ન હોવાથી પાંચમું ગુણસ્થાન દર્શાવી શકતાં નથી. છ સર્વવિરતિ સમ્યદૃષ્ટિ ગુણસ્થાન પાંચમા ગુણસ્થાને શરૂ થયેલો મન, વચન તથા કાયાનો સંયમ પ્રગટપણે વ્યવસ્થિત વિકાસ આરાધી પૂર્ણતાએ પહોંચે ત્યારે છેલ્લું ગુણસ્થાન આવે છે. તે વખતે અંતરંગથી સ્વછંદનો રોધ થઈ મન, વચન તથા કાયા પ્રભુને સોંપાય છે. પ્રભુની આજ્ઞા અનુસાર ચાલવાનો નિયમ જીવ ભાવથી સ્વીકારે છે. અને સંસાર ભોગવવાની વૃત્તિ ક્ષીણ થાય છે ત્યારે છઠ્ઠ ગુણસ્થાન પ્રગટે છે. સંસારનાં સુખો ભોગવવાની વૃત્તિ અહીં છૂટતી હોવાથી, અને ગુરુ આજ્ઞાએ ચાલવાની વૃત્તિ દઢ થઈ હોવાથી, આ ગુણસ્થાને જીવ ૧૨૬ Page #148 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના સંસારી ગૃહસ્થાવસ્થા ત્યાગી મુનિ અવસ્થા સ્વીકારે છે. તે અવસ્થામાં જીવ સંસારનાં કુટુંબનો, ધનનો, વૈભવનો તથા સર્વ પરિગ્રહનો ત્યાગ કરી, માત્ર આત્મારાધનમાં રત રહેવામાં ઉપકારી એવાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતને ધારણ કરે છે. અને તેનું ચુસ્તપણે પાલન કરવામાં વ્યસ્ત રહે છે. શ્રી પ્રભુની આજ્ઞાનુસાર જીવ મુનિજીવનમાં અનિવાર્ય એવાં અત્યંત અલ્પ ઉપકરણો જ રાખે છે, અને ખપ પૂરતો જ, અત્યંત શુદ્ધ નિર્દોષ આહાર મળે તો જ સ્વીકારે છે, અશુદ્ધ કે દોષિત આહાર કોઈ પણ સંજોગોમાં સ્વીકારતા નથી. દિવસો સુધી નિર્દોષ આહાર પાણી ન મળે તો ઉપશમભાવ રાખી ચલાવે છે, પણ આત્મશુદ્ધિમાં લાગી પડેલા મુનિ સદોષ આહાર કે પાણી સ્વીકારતા નથી. આત્મા સિવાયના સર્વ પદાર્થમાંથી મમબુદ્ધિ ખેંચી લીધી હોવાથી આ પ્રકારે મુનિ વર્તી શકે છે. આ ગુણસ્થાનથી દેહ તથા ઇન્દ્રિયોનો ઉપયોગ પણ આત્મશુદ્ધિનાં સાધન તરીકે જ મુનિ કરે છે, કોઈ પ્રકારના રાગભાવથી કે આસક્તિના પોષણ માટે દેહ કે ઇન્દ્રિયોનો ઉપયોગ મુનિ કરતા નથી. આમ ખીલેલો આંતર સંયમ પૂર્ણતાએ બાહ્યથી સ્વીકારાય ત્યારે બાહ્યાંતર નિર્ગથપણું પ્રગટ થાય છે. અંતરથી મિથ્યાત્વની ગાંઠ તૂટે; મન, વચન તથા કાયા સાથેનું મમપણું તૂટે; અને તેના અનુસંધાનમાં બાહ્યથી કુટુંબ, પરિગ્રહ, સત્તા, વગેરે સાથેનું જોડાણ તૂટી ત્યાગભાવ આવે ત્યારે જીવ સર્વવિરતિ સમ્યદૃષ્ટિ નામક છઠ્ઠી ગુણસ્થાને પહોંચ્યો કહેવાય. આ સંસારમાં ઘણી વખત એવું જોવામાં આવે છે કે જીવની મિથ્યાત્વની ગાંઠ તૂટી ન હોય, સમ્યક્દર્શન પ્રાપ્ત કર્યું ન હોય છતાં સંસારનાં દુ:ખથી પીડાઈને, કોઈના વિયોગથી અકળાઈને અથવા કોઈ ભાવાવેશને કારણે જીવે બાહ્યથી સંસારત્યાગ કરી મુનિ અવસ્થા સ્વીકારી હોય. આવો જીવ દ્રવ્યથી છઠ્ઠા અને ભાવથી પહેલા(મિથ્યાત્વ) ગુણસ્થાને કહેવાય. તે જીવ કદાચિત્ આત્મવિકાસ કરી સમ્યક્દર્શન મેળવે તો દ્રવ્યથી છઠ્ઠી અને ભાવથી ચોથા ગુણસ્થાને આવ્યો કહેવાય. વળી પુરુષાર્થ કરી મન, વચન, કાયામાંનું મમપણે ત્યાગી તેની સોંપણી ગુરુને કરે તો તે ભાવથી પણ છઠ્ઠા ગુણસ્થાને આવ્યો કહેવાય. તે વખતે દ્રવ્ય તથા ભાવથી તે છઠ્ઠા ગુણસ્થાને રહ્યો કહેવાય. ૧૨૭ Page #149 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આનાથી ઉલટું કેટલીક વાર એમ બને છે કે આત્માની વિશુદ્ધિ કરવાનો અંતરંગ પુરુષાર્થ બળવાન હોવાને કારણે કોઈ જીવ ભાવથી છઠ્ઠા ગુણસ્થાને પહોંચી જાય છે (મન, વચન તથા કાયાનું મમપણું ત્યાગી તેની સોંપણી આપ્તપુરુષને કરે છે, પરંતુ બાહ્યથી તે ગૃહસ્થ વેશે જ હોય છે. તેને એક પછી એક એવાં કર્મનાં ઉદયો સતાવતા હોય છે કે ઇચ્છા હોવા છતાં સર્વસંગપરિત્યાગી થઈ શકે નહિ. સર્વસંગપરિત્યાગ કરવા જતાં અન્ય કેટલાય એવા અપરાધમાં તે જઈ પડે કે ઘણાં નવાં બંધ તેને વધી જાય, એટલે ફરજની બજવણી કરવા માટે તેને ગૃહસ્થ વેશને ભજવો પડે. એ કક્ષાએ તે જીવ ભાવથી છઠ્ઠા અને દ્રવ્યથી ચોથા કે પાંચમા ગુણસ્થાને વર્તે છે. તે કર્મભાર હળવો થતાં તે જીવ સર્વસંગ પરિત્યાગ કરી દ્રવ્યથી પણ છઠ્ઠ ગુણસ્થાન મેળવે છે. જીવ દ્રવ્ય અને ભાવ એમ બંને રીતે છઠ્ઠા ગુણસ્થાને હોય તે ઉત્તમ અવસ્થા છે. પરંતુ એકથી છઠું અને બીજાથી ચોથું કે અન્ય કોઈ ગુણસ્થાન જીવને હોય તો અંતર બાહ્ય ભિન્નતાનો સંઘર્ષ તે જીવને વેદવો પડે છે. જીવ દ્રવ્યથી છઠ્ઠા ગુણસ્થાને અને ભાવથી તેનાથી નીચલી કક્ષાના ગુણસ્થાને હોય છે ત્યારે તેના મનમાં સંસારસુખની વૃત્તિઓ રમ્યા કરે છે, અને બાહ્યથી સંસાર સુખનો ત્યાગ હોવાથી અંતરંગમાં તે વૃત્તિઓને કારણે મંથન ચાલે છે. અને પરિણામે ખેદ વેદે છે. જીવ ભાવથી છઠ્ઠા ગુણસ્થાને હોય અને દ્રવ્યથી તેનાથી નીચેની કક્ષાએ હોય તેને પણ અંતરંગમાં સંઘર્ષ વેદી ખેદ ભોગવવો પડે છે, કારણ કે સંસાર પ્રવૃત્તિઓનો તેને મનથી ત્યાગ હોય છે છતાં બાહ્યથી ભરપૂર સંસારપ્રવૃત્તિ તેને કરવી પડે છે. આમ આંતર બાહ્ય કક્ષામાં જ્યારે અંતર વર્તે છે ત્યારે જીવને કઠણાઈમાંથી પસાર થવું પડે છે. એથી પુરુષાર્થથી તે બંને સ્થિતિ એકરૂપ ન થાય ત્યાં સુધી આ જાતની કઠણાઈનો અંત આવી શકતો નથી. આંતર અને બાહ્યસંયમ બંને એકસાથે આવે એવું તો ભાગ્યે જ બને, તો બંનેમાં પહેલા કયા સંયમને ઇચ્છવો? જે જીવને પહેલા આંતરસંયમ આવે છે તેને દ્રવ્યથી સંયમ પ્રગટતા લાંબો કાળ વ્યતીત થતો નથી, જે જીવને બાહ્યસંયમ પહેલા આવે છે ૧૨૮ Page #150 -------------------------------------------------------------------------- ________________ તેને આંતરસંયમ આવે વા ન પણ આવે. દ્રવ્યસંયમને કારણે બાહ્યત્યાગ હોય છે, પરંતુ આંતરસંયમ ન હોવાથી સંસારસુખની અભિપ્સા મનમાંથી જતી નથી. તે પરપદાર્થના વિચારોમાં જીવને રોકી રાખે છે અને નવીન કર્મબંધ કરાવી સંસારવૃદ્ધિમાં ખેંચી જાય છે. બીજી બાજુ જેને આંતરસંયમ આવ્યો હોય છે તેની સંસારસુખની અભિપ્સા મનથી છૂટી ગઈ હોય છે તેથી ભોગસામગ્રી પ્રત્યક્ષ હોવા છતાં તેનું મન ચવિચળ થતું નથી, સ્થિર રહે છે. તેથી તેનો ઉપભોગ પણ કર્મનિવૃત્તિરૂપ બને છે. એટલે તો શ્રી પ્રભુએ જણાવ્યું છે કે અનંતવાર દ્રવ્યચારિત્ર ગ્રહણ કર્યા પછી પણ જીવને અનંત જન્મમરણ બાકી હોઈ શકે છે, ત્યારે આંતરચારિત્ર સાથેનું એક જ વખતનું ઉત્તમ બાહ્યચારિત્ર મુક્તિ માટે પૂરતું થાય છે. તે પરથી સમજાય છે કે બેમાં આંતરસંયમ વિશેષતાએ લાભરૂપ અને મોક્ષનાં કારણરૂપ છે. ક્ષમાપના સાતમું અપ્રમત્તસંયત ગુણસ્થાન શ્રી તીર્થંકર ભગવાન જણાવે છે કે જીવ આત્માસંબંધી અજાગૃત અવસ્થામાં રહી, પ્રમાદવશ સંસારમાં પરિભ્રમણ કરે છે. ચોથા ગુણસ્થાને જીવને આત્માનુભવ થતો હોવાથી તેનો પ્રમાદ ઘટે છે. છઠ્ઠા ગુણસ્થાને મન, વચન તથા કાયાનું મારાપણું તૂટતાં તે પ્રમાદ અલ્પ થાય છે. તેમ છતાં એ ગુણસ્થાને ભક્ત અને ભગવાન વચ્ચે ભેદરેખા પ્રવર્તે છે, તેમાં બંનેનું એકત્વ થયું હોતું નથી. તે અલ્પપ્રમાદ સાતમા ગુણસ્થાને ચાલ્યો જાય છે. તેથી આ ગુણસ્થાન ‘અપ્રમત્ત’ પ્રમાદ રહિત ગુણસ્થાન કહેવાય છે. - ચોથા ગુણસ્થાને જીવને ઇન્દ્રિયાતીતપણાનો સ્વાનુભવ થાય છે, તે વખતે તે બાહ્યથી વિચારરહિત સ્થિતિમાં જણાય છે. પરંતુ શ્રી કેવળીપ્રભુનાં જ્ઞાન પ્રમાણે તે જીવને સૂક્ષ્મ શુભ વિચારો પ્રવર્તતા હોય છે. આ શુભ વિચારના પ્રમાણમાં તેને પ્રમાદ હોય છે. પાંચમા ગુણસ્થાને આ કેવળીગમ્ય સૂક્ષ્મ વિચારો વિશેષ સૂક્ષ્મતા ધારણ કરે છે અને એ પ્રમાણમાં જીવની શૂન્યતા ગાઢી થાય છે. જેટલી શૂન્યતા ગાઢી તેટલા પ્રમાણમાં કર્મ નિર્જરા ઝડપી હોય છે. છઠ્ઠા ગુણસ્થાને આ કેવળીગમ્ય વિચારો અતિસૂક્ષ્મરૂપ ધારણ કરે છે, સ્વચ્છંદ મહદ્ અંશે તૂટયો હોવાથી શૂન્યતા ૧૨૯ Page #151 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ઘણી ગાઢી થાય છે અને કર્મ નિર્જરા ઘણી ઝડપથી થાય છે. તેમ છતાં એમ કહી શકાય કે ચાર, પાંચ અને છઠ્ઠા ગુણસ્થાને જીવને પૂર્ણ નિર્વિકલ્પપણું નથી, અને શૂન્યતાની બહાર નીકળતાંની સાથે જ પ્રગટ વિકલ્પ સાથે જીવનું અનુસંધાન થઈ જાય છે. જીવ જ્યારે આ સૂક્ષ્મ પ્રકારના શુભ વિચારથી પણ અમુક સમય માટે મુક્ત થાય છે ત્યારે તે સાતમાં ગુણસ્થાનનો અનુભવ કરે છે. જેટલા સમય માટે જીવ નિર્વિકલ્પ રહે તેટલા સમય માટે તે સાતમા અપ્રમત્ત ગુણસ્થાને છે એમ કહી શકાય. વિકલ્પ સાથેનું જીવનું જોડાણ તેના પ્રમાદને કારણે છે, તે પ્રમાદ જતાં જીવને અપ્રમત્ત અવસ્થા પ્રાપ્ત થાય છે. સાતમા ગુણસ્થાને જીવને ઘાતકર્મો પ્રગટપણે ઉદયમાં હોતા નથી. આ સમય દરમ્યાન જે જે ઘાતકર્મો ઉદયમાં આવે તેમ હોય તે બધાં ખરી જાય છે, અને જીવને તેનું વેદવાપણું અનુભવાતું નથી. જ્યાં સુધી જીવનું વીર્ય કામ કરે છે ત્યાં સુધી તેનાં કર્મો દબાયેલાં રહે છે, ઉદયમાં આવી શકતાં નથી. આવી કર્મની સ્થિતિ અંતમુહૂર્ત માટે ટકે છે. ઘાતી કર્મોનો પૂર્ણક્ષય થાય નહિ ત્યાં સુધી જીવનું વીર્ય અંતર્મુહૂર્તથી વધારે સમય માટે કર્મોના ઉદયને રોકી શકતું નથી. અંતર્મુહૂર્તકાળ પછી કોઈ અને કોઈ ઘાતકર્મનો ઉદય થાય છે અને જીવ સવિકલ્પ અવસ્થામાં આવી જાય છે. તે વખતે જીવ સાતમા ગુણસ્થાનથી ચુત થઈ છઠ્ઠા ગુણસ્થાને આવી જાય છે. ફરીથી પુરુષાર્થ કરી જીવ સાતમા ગુણસ્થાને જાય છે. આમ આગળ વધતાં પ્રત્યેક જીવ અમુક કાળ માટે છઠ્ઠા સાતમાં ગુણસ્થાન વચ્ચે રમ્યા કરે છે. જીવ જ્યારે સાતમા ગુણસ્થાને અપ્રમત્ત અવસ્થા માણે છે ત્યારે કેવળીપ્રભુને રહેતા આત્માનુભવનું વદન તે કરે છે. ફરક એ કે કેવળીપ્રભુને ઘાતી કર્મોનો પૂર્ણ ક્ષય હોય છે ત્યારે સાતમાં ગુણસ્થાનવર્તીને ઘાતકર્મો સત્તાગત હોય છે, ઉદયમાં હોતા નથી. આ ગુણસ્થાનની બીજી વિશેષતા એ છે કે જીવ જેટલા સમય માટે સાતમા ગુણસ્થાને એક વખત ટકે છે, તેટલા જ કાળ માટે કે તેથી વધારે કાળ માટે તે સાતમા ગુણસ્થાનને બીજી વાર સ્પર્શે ત્યારે ટકે છે. કોઈ જીવ વિકાસ કરી પાંચ મિનિટ માટે સાતમા ગુણસ્થાને રહ્યો હોય તો, તે પછી જ્યારે પણ સાતમા ગુણસ્થાનનો સ્પર્શ કરે ૧૩) Page #152 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ત્યારે તે પાંચ મિનિટ કે તેથી વધારે સમય માટે ત્યાં ટકે. આ સાતમા ગુણસ્થાનની વિશેષતા કહી શકાય. આ ધ્યાનને શુક્લધ્યાન કહે છે. તે પહેલાના ગુણસ્થાને વર્તતાં ધ્યાનને ધર્મધ્યાન કહેવામાં આવે છે. ધર્મધ્યાનમાં સ્થિર રહેવાનો સમય નિયત નથી. એક જીવ ધર્મધ્યાનમાં બે મિનિટ, બાર મિનિટ, અડતાલીસ મિનિટ, દશ મિનિટ એમ અનિયત કાળસ્થિતિએ ટકે છે. ત્યારે શુક્લધ્યાનમાં તે સ્થિતિ નિયત છે. કાં જીવ એક દશાએ ટકે અથવા આગળ વધે. ચોથાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી જીવને ધર્મધ્યાન વર્તે છે, સાતમાથી ચૌદમા ગુણસ્થાન સુધી જીવને શુક્લધ્યાન વર્તે છે. તેમાં પણ તરતમપણું હોય છે. આ ગુણસ્થાને પુરુષાર્થ કરી જીવ શ્રેણિ માંડવાની તૈયારી કરી શકે છે, જેમાં આત્માની ઘણી વિશુદ્ધિ પ્રવર્તતી હોય છે. આઠમું નિવૃત્તિબાદર ગુણસ્થાન (અપૂર્વકરણ) આ ગુણસ્થાનથી શ્રેણી શરૂ થાય છે. આઠમાથી તેરમા ગુણસ્થાન સુધીનો વિકાસ જીવ માત્ર બે ઘડીમાં કરી શકે છે તેથી તે શ્રેણી કહેવાય છે. આઠમાથી બારમા ગુણસ્થાન સુધીનાં દરેક સ્થાને જીવ વધુમાં વધુ અંતર્મુહૂર્તકાળ સુધી રહે છે અને ઓછામાં ઓછો એક સમય ટકે છે. જીવ પહેલા ગુણસ્થાને અનંતકાળ સુધી પણ રહી શકે છે. બીજા, ત્રીજા ગુણસ્થાને અંતર્મુહૂર્તકાળ રહે છે. ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાને અંતર્મુહૂર્તથી ઘણો વિશેષ કાળ જીવ રહે છે. તેમા ગુણસ્થાને આયુષ્યના અંત સુધી રહે છે. શ્રેણી બે પ્રકારે કહી છે: ઉપશમ અને ક્ષપક. જે જીવ કર્મનાં દળનો પૂર્ણ ક્ષય ન કરતાં, અમુક અંશે દબાવતો આઠમા ગુણસ્થાનથી આગળ વધે છે, તે જીવ ઉપશમ શ્રેણીએ ચઢે છે તેમ કહેવાય. ઉપશમ કરવું એટલે શાંત કરવું. કર્મને સત્તામાં દબાવી રાખવા અને ઉદયમાં ન આવવા દેવા તે કર્મ ઉપશમ કર્યાં કહેવાય. આમ ઉપશમ શ્રેણીએ ચઢતો જીવ આઠ, નવ, દશ ૧૩૧ Page #153 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ગુણસ્થાનથી આગળ વધી અગ્યારમા ગુણસ્થાને આવે છે. એ ગુણસ્થાને બધાં કર્મને ઉપશમાવી જીવ પ્રબળ શાતાનું વેદન કરે છે. અંતમુહૂર્તકાળમાં ઉપશાંત થયેલાં કર્મોમાંથી કોઈકનો ઉદય આવે છે અને તે જીવ વિચાર સ્થિતિ મેળવી ક્રમથી નીચે ઉતરી જાય છે. અગ્યારમેથી લથડેલો જીવ વહેલામાં વહેલો છઠ્ઠા ગુણસ્થાને અટકે છે. ત્યાં ન અટકે તો ચોથે અથવા ઠેઠ પહેલા ગુણસ્થાને આવે છે. આમ થતાં તેનું ભવભ્રમણ વધી જાય છે. ક્ષાયિક સમકિત લીધા પછી જે જીવ ઉપશમ શ્રેણીમાં ચઢે છે તે અગ્યારમેથી લથડી છઠ્ઠા સુધી જ નીચે આવે છે. તેથી નીચેના ગુણસ્થાને જતો નથી. કોઈ પણ જીવ વધુમાં વધુ એક ભવમાં ત્રણ વખત શ્રેણી માંડી શકે છે. નહીં તો પછીના ભાવમાં શ્રેણી માંડવાનો પ્રસંગ આવે; જો ત્રણે વખત તે જીવે ઉપશમ શ્રેણી માંડી હોય તો. ક્ષયોપશમ સમકિતવાળો જીવ ઉપશમ શ્રેણીમાંથી લથડી મિથ્યાત્વમાં જાય તો ઘણું કરીને ત્રણથી પંદર ભવ તેને મુક્તિ મેળવતાં થાય છે. જે જીવ ક્ષપક શ્રેણીએ આગળ વધે છે, તે જીવ ઉદિત થતાં અને ઉદિત થવાનાં સર્વ કર્મનો ક્ષય કરતો કરતો પ્રગતિ કરે છે; તે અપ્રમાદી રહી આઠ, નવ, દશ ગુણસ્થાને આવી, બારમા ગુણસ્થાને કૂદકો મારે છે. બારમાના અંતે ઘાતકર્મોનો પૂર્ણ ક્ષય કરી તેમાં ગુણસ્થાને આવે છે. આ શ્રેણીમાં કોઈ પણ કર્મને દબાવવાનો અવકાશ જ નથી, માત્ર ક્ષય કરવો જ અનિવાર્ય છે. ક્ષાયિક સમકિત લીધા પછી જ જીવ ક્ષપક શ્રેણિમાં જઈ શકે છે. ક્ષયોપશમ સમકિતી, ક્ષપકશ્રેણિમાં અનંતાનુબંધી કષાયનો ક્ષય થઈ શકતો ન હોવાથી, ક્ષપક શ્રેણિ માંડી શકતો નથી. આ ગુણસ્થાન ‘નિવૃત્તિ બાદર’ ગુણસ્થાન તરીકે ઓળખાય છે. બાદર એટલે મોટું. મોટા કર્મનાં ઉદય જ્યાં સંભવી શકતાં નથી એટલે કે જીવ જ્યાં તેનાથી નિવૃત્ત થયો છે, તે ‘નિવૃત્તિ બાદર’ ગુણસ્થાન તરીકે ઓળખાય છે. આ ગુણસ્થાનને “અપૂર્વ કરણ” ગુણસ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે. પૂર્વે પ્રાપ્ત થયાં નહોતાં તેવાં શુદ્ધ આત્મપરિણામ આ ગુણસ્થાને જીવને મળે છે તેથી ૧૩૨ Page #154 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના તે અપૂર્વકરણ તરીકે ઓળખાય છે. એ જ રીતે પૂર્વે નહિ થયેલા એવા સ્થિતિઘાત, રસઘાત, ગુણ શ્રેણિ, ગુણ સંક્રમણ અને અપૂર્વ સ્થિતિબંધ એ પાંચ ક્રિયા થતી હોવાથી “અપૂર્વ કરણ” કહેવાય છે. આ ગુણસ્થાનથી જીવ, આત્માના પ્રદેશો પર ચીટકી રહેલાં અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની તથા સંજ્વલન મોહનીય કર્મનાં પરમાણુઓને તથા અન્ય ઘાતી કર્મોનાં પરમાણુઓને નિર્જરાવવાનો જબરો પુરુષાર્થ કરે છે. નવમું અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાન સંપરાય એટલે કષાય. અને બાદર એટલે ધૂળ અથવા મોટા. જે કષાયોનો પૂર્ણ નાશ કરવાનો પુરુષાર્થ જીવે આઠમા ગુણસ્થાને ઉપાડ્યો હતો, તેમાં ઘણી સફળતા મળી હોવા છતાં પૂર્ણતાની પ્રાપ્તિ થઈ નથી, અને તે પ્રાપ્તિ માટે આગળ વધવાનું છે તે સૂચવવા આ ગુણસ્થાનને ‘અનિવૃત્તિ બાદર સંપરાય” ગુણસ્થાન તરીકે ઓળખાવ્યું છે. આઠમા ગુણસ્થાનથી જીવ ઘાતી કર્મોનો સંહાર જે રીતે કરે છે તે રીતે પ્રત્યેક ક્ષણે તેની વિશુદ્ધિ ઘણી વધતી જાય છે. આવી વિશુદ્ધિ વધારતો જીવ ક્ષપક શ્રેણિએ આગળ વધે છે, તેને આત્માના પ્રત્યેક પ્રદેશનાં દર્શન સ્પષ્ટ થતાં જાય છે, તેથી તે પર ચીટકેલાં ઘાતી કર્મનાં પ્રત્યેક પરમાણુઓને ખેરવવાનો અવકાશ તેને મળે છે. પરંતુ ઉપશમ શ્રેણિએ જતા જીવને આવો પ્રત્યક્ષ પ્રદેશ દર્શનનો અભાવ હોવાથી, આત્મપ્રદેશો જથ્થા રૂપે જણાતા હોવાથી કોઈ કોઈ કર્મપરમાણુઓ આત્મપ્રદેશ પર ચીટકેલાં રહી જાય છે, જે અગ્યારમાં ગુણસ્થાને ઉદયમાં આવી જીવને પતિત કરે છે. નિવૃત્તિ એટલે ભિન્નતા અને બાદર એટલે સ્થૂળ. સ્થૂળ કષાયની તરતમતાને આધારે જ્યારે જીવોની ભિન્નતા સ્પષ્ટપણે કરી શકાય તે અવસ્થા નિવૃત્તિનાદર (આઠમું) ગુણસ્થાન. અને જે અવસ્થામાં સ્થૂળ કષાયને આધારે જીવોની ભિન્નતા કરી ન શકાય તે અનિવૃત્તિનાદર ગુણસ્થાન (નવમું). આ ગુણસ્થાને કષાયની અત્યંત ૧૩૩ Page #155 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ મંદતા હોવાથી અધ્યવસાયના સ્થાનો ઓછાં થતાં જાય છે અને વિશુદ્ધિ વધતી જાય છે. તેથી કષાયની તરતમતાને આધારે ભિન્નતા કરી શકાતી નથી. દશમું સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન કષાયોમાં સહુથી સૂક્ષ્મ પ્રકાર તે સંજ્વલન છે. શ્રેણિના આ ગુણસ્થાને બધા બાદર - સ્થૂળ કષાયોનો નાશ કરવા જીવ ભાગ્યશાળી થાય છે, અને તેના સૂક્ષ્મ સંજ્વલન કષાયો પણ નાશ પામતા જાય છે. આ કષાયો નાશ પામવાનો ક્રમ ક્રોધ, માન, માયા અને લોભ છે. પહેલાં ક્રોધ, પછી માન, તે પછી માયા અને અંતમાં લોભ કષાય ક્ષીણ થાય છે. આ પ્રકારે ક્ષેપક શ્રેણિમાં સૂમમાં સૂક્ષ્મ કષાય પણ હણાતા હોવાથી તેને સૂક્ષ્મ સંપરાય (કષાય) ગુણસ્થાન કહે છે. જ્યાં સુધી આ કર્મો પૂર્ણતાએ ક્ષય થતાં નથી, ત્યાં સુધી કષાયના અતિ સૂક્ષ્મ બંધ આત્માને આ ગુણસ્થાને પડે છે, અને અંતમાં બધાંનો ક્ષય આત્મા કરે છે, તે સૂચવે છે કે દશમા ગુણસ્થાને પ્રત્યેક આત્માને આશ્રવ કરતાં નિર્જરા ઘણી વધારે થાય છે. જે આત્મા ઉપશમ શ્રેણિએ આગળ વધે છે તે પણ પ્રત્યેક સમયે આશ્રવ કરતાં નિર્જરા ઘણી વધારે કરતો હોય છે. તેમ છતાં કોઇક અપવાદરૂપ કષાય ક્ષીણ થવાને બદલે ઉપશમ પામે છે. અને દશમા ગુણસ્થાનને અંતે તે આત્મા એક સૂમ કષાયને પોતાના વીર્યથી દબાવી અગ્યારમા ઉપશાંત મોહ ગુણસ્થાને પ્રસ્થાન કરે છે. આ દબાયેલો કષાય જીવને પ્રમાદવશ બનાવી અગ્યારમા ગુણસ્થાને જીવના વીર્યને મંદ કરી ઉદિત થઈ જાય છે. અગ્યારમું ઉપશાંતમોહ ગુણસ્થાન ઉપશમ શ્રેણિવાળો જીવ દશમાં ગુણસ્થાનથી આગળ વધી અગ્યારમા ઉપશાંત મોહ ગુણસ્થાને આવે છે. અહીં મોહનીય કર્મની કોઈ પણ પ્રકૃતિનો નવીન બંધ પડતો નથી. વીતરાગભાવને લીધે મોહનીય કર્મનાં પરમાણુઓ શાંત થઈ ગયા હોય છે. પૂર્વે બાંધેલાં અને ઉદયમાં ન આવવા દીધેલાં મોહનીય કર્મનો ઉદય, જીવનું વીર્ય ૧૩૪ Page #156 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના સ્કુરાયમાન થઈ કામ કરતું હોય ત્યાં સુધી થતો નથી, પરંતુ અંતમુહૂર્તકાળમાં જ તેના ઉદયનો એવો બળવાન ધક્કો જીવને લાગે છે કે તે પ્રબળ શાતાના ઉદયથી ગ્રુત થઈ, કેવળી સમાન વીતરાગતાના અનુભવને ત્યાગી અગ્યારમા ગુણસ્થાનથી નીચે ઊતરવા લાગે છે. અને ઊતરતાં ઊતરતાં પ્રત્યેક ગુણસ્થાને નવાં કર્મબંધ કરતો જાય છે. પ્રત્યેક સમયે તેનું સરાગપણું વધતું જાય છે. તેણે કરેલા પ્રમાદના પ્રમાણમાં તે છટ્ટા, ચોથા અથવા પહેલા ગુણસ્થાન સુધી નીચે આવે છે. જ્યાં અટકે ત્યાંથી ફરી ચડવાનો પુરુષાર્થ તેણે કરવાનો રહે છે. ક્ષેપક શ્રેણીએ આગળ વધતો જીવ આ ગુણસ્થાનને સ્પર્શતો નથી. ઉદિત થયેલ કષાય જીવને નવા કષાયરૂપ કર્મબંધમાં ખેંચી જાય છે, અને તેને પ્રમાદમાં ડૂબાડી ત્વરાથી ગુણસ્થાન ઊતારે છે. આવો જીવ ઊતરતી વખતે પ્રત્યેક સમયે કર્મનો જથ્થો ઘણી ઝડપથી વધારે છે. બારમું ક્ષીણમોહ ગુણસ્થાન ક્ષપક શ્રેણિના દશમા ગુણસ્થાને ક્રોધ, માન, માયા અને લોભનો નાશ કરતાં કરતાં, દશમા ગુણસ્થાનના અંત ભાગમાં શેષ રહેલા લોભના અતિ અલ્પ પરમાણુને જ્ઞાનાવરણમાં રૂપાંતરિત કરી, દશમા ગુણસ્થાનથી આગળ વધી બારમા ક્ષીણમોહ ગુણસ્થાને આવે છે. આ ગુણસ્થાને મોહનીય કર્મનાં સૂક્ષ્માતિસૂમ કર્મો પણ ક્ષીણ થયા હોવાથી અન્ય ઘાતકર્મો પણ આ ગુણસ્થાને નાશ પામે છે. મોહને કારણે જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાય કર્મ બંધાય છે, તેથી જ્યાં સુધી મોહનું અસ્તિત્વ છે ત્યાં સુધી અન્ય ઘાતકર્મોના બંધ જીવને પડયા કરે છે. આથી શ્રેણિમાં દશમાં ગુણસ્થાન સુધી ઘાતકર્મોનો અત્યંત બળવાન ક્ષય થાય છે અને તેની સામે ઘાતકર્મોનો અત્યંત સૂક્ષ્મ નવો બંધ પણ જીવને થાય છે. બારમા ગુણસ્થાને મોહનો ક્ષય હોવાથી અન્ય સર્વ ઘાતકર્મો પણ ક્ષય થાય છે. આમ ચારે પ્રકારનાં ઘાતકર્મોનો આત્યંતિક નાશ કરી, ભવનાં બીજનો નાશ કરી, બારમાના અંતે આત્મા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. તેના બીજા જ સમયે કેવળદર્શન પણ મેળવે છે. ૧૩૫ Page #157 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તેરમું સયોગી કેવળી ગુણસ્થાન બારમા ગુણસ્થાનના અંતે ચારે પ્રકારનાં ઘાતીકર્મોનો ક્ષય થતાં આત્મા તેરમું સયોગી કેવળી ગુણસ્થાન પ્રાપ્ત કરે છે. તે વખતે આત્માને સંપૂર્ણ અવ્યાબાધ જ્ઞાન તથા દર્શન પ્રગટ થાય છે. તેનાથી એક પ્રદેશ, એક પરમાણુ અને એક સમયનું ત્રિકાલિક જ્ઞાન તેને ઉદ્ભવે છે. આત્માના અનંતે અનંત ગુણો અહીં પૂર્ણતાએ પ્રકાશે છે. છતાં ચાર અઘાતી કર્મોનો ભોગવટો તે શુદ્ધાત્માએ કરવાનો બાકી હોય છે, જે દેહના આયુષ્યની પૂર્ણતા વખતે પૂરો થાય છે. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી કેવળી ભગવંતને મન, વચન તથા કાયાનો યોગ રહે છે. તે પ્રત્યેક સાથે એક એક સમય માટે જોડાણ થાય છે. તે જોડાણને કારણે કોઈ જાતના ઘાતીકર્મનો બંધ સંભવતો નથી, જે કંઈ બંધ થાય છે તે મુખ્યતાએ શાતાવેદનીયનો હોય છે. તેઓ પહેલા સમયે તે બંધ બાંધે છે, બીજા સમયે તે બંધ વેદે છે અને ત્રીજા સમયે તે બંધની નિર્જરા કરે છે. આ ગુણસ્થાને આત્મા કેવળી પર્યાય વેદતો હોવાથી અને મન, વચન તથા કાયાના યોગ રહેતા હોવાથી, આ સ્થાન ‘સયોગી કેવળી ગુણસ્થાન' કહેવાય છે. ચૌદમું અયોગી કેવળી ગુણસ્થાન શ્રી કેવળી પ્રભુને આયુષ્યના છેલ્લા આઠ સમય બાકી રહે ત્યારે બીજા ત્રણ અઘાતીકર્મો નામ, ગોત્ર અને શાતા વેદનીયને એકસાથે ભોગવી લેવા ઉપરાંત આત્મા મન, વચન અને કાયાના યોગને રૂંધી નાખે છે. મન, વચન તથા કાયાના યોગ આ છેલ્લા અને ચૌદમા ગુણસ્થાને રુંધાતા હોવાથી આ અયોગી કેવળી ગુણસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાનના છેલ્લા સમયે આત્મા દેહવિસર્જન કરી માત્ર એક જ સમયમાં સિદ્ધભૂમિ પહોંચી ત્યાં સ્થિર થઈ જાય છે. તે જગ્યાએ અનંતકાળ સુધી અડોલ અને અકંપ સ્થિતિમાં આત્મા અનંતજ્ઞાન તથા અનંતદર્શન સહિત વસે છે. જ્યાં સુધી ગુણનો વિકાસ સંભવે ત્યાં સુધી જ ગુણસ્થાનક સંભવે ગુણોની પૂર્ણતા આવતાં ગુણસ્થાનકની આવશ્યકતા રહેતી નથી. સંપૂર્ણપણે ગુણો ખીલ્યા પછી જ ૧૩૬ Page #158 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના આત્મા સિદ્ધભૂમિમાં જાય છે તેથી તે દશા ગુણસ્થાનથી પર છે. સિદ્ધ ભગવાનને ગુણસ્થાન નથી. આ પ્રમાણે શ્રી પ્રભુએ ગુણોને રહેવા માટેના, તરતમતાવાળા ચૌદ સ્થાનક આત્માની ભિન્ન ભિન્ન દશા જણાવવા માટે બતાવ્યા છે. આ સ્થાનોનું લક્ષ આપણને શ્રી રાયચંદભાઈ રચિત ક્ષમાપનામાં પણ આવે છે. ક્ષમાપનાનો પહેલો ફકરો છે કે, “હે ભગવાન! હું બહુ ભૂલી ગયો. મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહિ. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહો. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહિ. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહિ.” આ વચનો વાંચતા સમજાય છે કે જીવે, પોતે ભૂતકાળમાં ભૂલની પરંપરા જ સેવી છે તથા આત્માની ઓળખ માટે કોઈ પ્રયત્ન કર્યો નથી, તેની હવે જાણકારી આવી છે, એટલું જ નહિ તે અસદ્વર્તનનો પશ્ચાત્તાપ શરૂ થયો છે. આ ભૂતકાળ વિશેનું જીવનું જે કથન છે તે પહેલા ગુણસ્થાને વર્તતો જીવ જ આચરી શકે. અને કરેલા દુષ્કૃત્યોનો પસ્તાવો તે એ ગુણસ્થાનથી આગળ વધવાની જે તૈયારી શરૂ થઈ છે તેની સાબિતીરૂપ છે. તે પછીનાં વચનો છે કે, “હે ભગવન્! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબણામાં પડ્યો છું. હું પાપી છું, હું બહુ મદોન્મત્ત અને કમરજથી કરીને મલિન છું.” આ વચનોથી જીવની દ્વિધાવાળી સ્થિતિ સ્પષ્ટ સમજાય છે. પોતે ખોટું કર્યું, તેનાં ફળરૂપે પોતે આખા સંસારમાં ભમતો રહ્યો તે એક બાજુથી સમજાય છે અને છતાં મોહનું એટલું જોર છે કે પરિભ્રમણથી છૂટવાનાં પ્રયત્નો થતાં નથી, કર્મો વધતાં જાય એવું વર્તન થયા કરે છે, “વિટંબણામાં પડયો છું” એ શબ્દો આ સમજાવી જાય છે. આ દ્વિધાવાળી સ્થિતિ ત્રીજા ગુણસ્થાનની હાલકડોલક સ્થિતિ બતાવે છે. આ અવસ્થામાંથી થોડો વખત પસાર થયા પછી, અને પશ્ચાત્તાપની ઉગ્રતા વેદ્યા પછી જીવને નિર્ણયાત્મક સ્થિતિ આવે છે. તેનામાં શ્રી ગુરુની સહાયથી સ્થિરતા ૧૩૭ Page #159 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પ્રગટ થાય છે. તેથી તે પ્રભુને કહે છે કે, “હે પરમાત્મા! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડયો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી, અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું.” જીવને નિર્ણય આવી ગયો છે કે પ્રભુએ જે માર્ગ બતાવ્યો છે તે માર્ગને અનુસર્યા વિના સંપૂર્ણ સિદ્ધિ કોઈ કાળે સંભવી શકતી નથી. આ શ્રદ્ધાન દૃઢ થતાં જીવને આત્માનુભવ થાય છે. તેના અનુસંધાનમાં જીવનું સ્વદોષદર્શન વિશદ થાય છે. એટલું જ નહિ પણ અત્યાર સુધીની પોતાની પામર અવસ્થાનું સ્પષ્ટ ભાન તેને થાય છે. તેથી જ તે એકરાર કરે છે કે પોતે અજ્ઞાનથી અંધ થયો છે, વિવેકહીન બન્યો છે અને એનાં ફળરૂપે મૂઢતા, નિરાશ્રિતપણું તથા અનાથપણું તેને અનુભવવાં પડે છે. સંસાર પરિભ્રમણમાં જે મૂઢતા, નિરાશ્રિતપણું અને અનાથપણું રહેલાં છે તેની અનુભૂતિ જીવને સમ્યકુદર્શન થયા પછી જ આવી શકે છે. તે પહેલાં તે અજ્ઞાનની બળવત્તરતાને કારણે આ જાતની સમજણ જીવ લઈ જ શકતો નથી. તેથી આપણે કહી શકીએ કે ચોથા ગુણસ્થાનવત જીવ જ આ પ્રકારે હૃદયપૂર્વક પશ્ચાત્તાપનાં વચનો કાઢી શકે. જીવ જ્યારે સંસારમાં બળવાનપણે અનાથપણું તથા નિરાશ્રિતપણું અનુભવે છે ત્યારે તેને ટાળવા માટે પ્રયત્નશીલ થાય છે. સન્માર્ગ મેળવી તેનું આરાધન કરી છૂટવાની તાલાવેલી લાગે છે. અને પોતાના હેતુની સફળતા માટે પુરુષ – સગુનાં શરણે જઈ, સર્વસ્વ સોંપી તે પાપક્ષયના માર્ગે આગળ વધવા ઇચ્છે છે. સગુરુનાં યથાતથ્ય સમર્પણવાળા શરણની ઝંખનાથી શ્રી પ્રભુને કહે છે કે, “નીરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ રહું છું. મારા અપરાધ ક્ષય થઈ, હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું.” જે સ્વચ્છંદને કારણે અનાદિકાળથી જીવ પરિભ્રમણ કરતો આવ્યો છે તે સ્વચ્છંદને ટાળવા જીવ શ્રી પ્રભુનાં શરણે જાય છે. તેમની આજ્ઞામાં રહેવાથી નવાં થતાં પાપો ઘટતાં જાય છે, સાથે સાથે પ્રભુ પ્રણીત ધર્મનું શરણું લેવાથી એટલે કે માર્ગનું પાલન કરવાથી દોષ બંધન તૂટતાં જાય છે. તેમાંય પ્રભુના માર્ગે ચાલતા મુનિનું શરણ લેવાથી તેમના તરફથી પ્રત્યક્ષ ૧૩૮ Page #160 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના માર્ગદર્શનનો યોગ જીવને મળે છે. મુનિ છદ્મસ્થ અવસ્થામાં હોય છે ત્યારે તેઓ કેવી વર્તન કરી આત્મવિકાસ કરે છે તેનો પ્રત્યક્ષ અનુભવ જોવા મળે છે. તે પરથી તે જીવને વિકાસાત્મક વર્તન કરવા માટે બળ અને પ્રેરણા સતત મળતાં રહે છે. આમ પ્રભુનું, તેમના ધર્મનું અને તેમના મુનિનું સમજણ સહિત શરણું લેવાથી નવાં આવતાં કર્મોને રોકી શકાય છે. તે સાથે પોતામાં વર્તતા દોષોનો નાશ કરવાની પ્રાર્થના કરવાથી સંયમનું દઢત્વ અને કર્મોનાં સંવર તથા નિર્જરા વધારી શકાય છે. આવી સ્થિતિ પાચમા – છઠ્ઠા ગુણસ્થાને શક્ય બને છે. આત્માનુભવ વિના પ્રભુની ઓળખ અથવા તેમનું શ્રદ્ધાન ન થાય તેથી ચોથા ગુણસ્થાન પહેલાં તો આ સ્થિતિ શક્ય નથી. વળી પ્રભુના શરણે જવાના, તેમની આજ્ઞાએ રહેવાના ભાવમાં જીવનો અર્પણભાવ પ્રગટ થાય છે. આ જાતનો મન, વચન તથા કાયાથી અર્પણભાવ છઠ્ઠા ગુણસ્થાને શક્ય છે, તે પૂર્વની સ્થિતિમાં સ્વચ્છેદ ગમે ત્યાંથી ડોકિયાં કરી જાય છે. મુનિનાં શરણે જઈ, મુનિના આચાર પાળવાના અભિલાષ પણ દ્રવ્યસંયમ સૂચવે છે. સર્વસંગપરિત્યાગવાળી મુનિ અવસ્થામાં નિવૃત્તિ વિશેષ મળે છે, એ વખતે પૂર્વ કૃત્યો પ્રત્યેનો નવો અભિગમ સાધક માટે ખુલ્લો થાય છે. તે કહે છે “આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂમ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારાં તત્ત્વના ચમત્કારો મારાં સ્વરૂપનો પ્રકાશ કરે છે.” પોતાને હવે શું કરવું છે તેની વિચારણા કરતાં કરતાં પોતે જે કર્યું નથી તેનો પશ્ચાત્તાપ જીવમાં બળવાન થાય છે. પશ્ચાત્તાપ એ પૂર્વકૃત પાપોને ધોવા માટેનું બળવાન સાધન છે. જે પાપ ભાવિમાં ભોગવીને દુ:ખી થવાનું છે તેને વર્તમાનમાં પશ્ચાત્તાપ દ્વારા વેદી જીવ હળવાશ અનુભવે છે. સકામ કર્મનિર્જરા કરી હોવાથી જીવ હળવાશ વેદે છે. તે હળવાશની સ્થિતિમાં, છૂટવાની તીવ્ર તાલાવેલીથી જીવ સ્થૂળતામાંથી સૂક્ષ્મતા તરફ પ્રયાણ આદરે છે. સૂક્ષ્મતા પ્રતિના ગમનથી આત્માનાં ઊંડાણનો, રહસ્યનો પરિચય જીવને થાય છે. તેમાં જીવ આત્માનાં શુદ્ધ રૂપનો અર્થાત્ પ્રભુનાં સ્વરૂપનો પરિચય પામે છે. પોતાને લાધેલાં તત્ત્વના આધારે જીવ જેમ જેમ ઊંડાણવાળી શૂન્યતામાં જાય છે તેમ તેમ તેને શુદ્ધ રૂપનો, નિર્વિકલ્પ ૧૩૯ Page #161 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સ્થિતિનો અનુભવ થાય છે. આ સ્થિતિ સાતમા ગુણસ્થાને આવે છે, તે પૂર્વે નહિ. સાતમા ગુણસ્થાને થતા આત્મા પરમાત્માના એકપણાનો નિર્દેશ “જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારાં તત્ત્વનાં ચમત્કારો મારાં સ્વરૂપનો પ્રકાશ કરે છે” એ વચનમાં જોઈ શકાય છે. આ પ્રભુ સાથેના એકપણાના અનુભવના આધારે જીવ વિકાસ કરી બધા જ ગુણો પૂર્ણતાએ ખીલવવાનો પુરુષાર્થ કરે છે. તે પુરુષાર્થ આઠથી બાર-તેર ગુણસ્થાન સુધી શ્રેણીરૂપે ઓળખાય છે. તે વખતે આત્માનાં સ્વરૂપનો સ્પષ્ટ-પ્રત્યક્ષ અનુભવ પ્રગટ થાય છે. તે રૂપ પ્રગટ કરનાર એ પછીનાં વચનો છે કે, “તમે નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ.” આ વચનો વિશે વિચારતાં સમજાય છે કે તેમાં શ્રેણીનું પ્રતિનિધિત્વ સમાયેલું છે. પૂર્ણાત્માના ગુણો બતાવી, દોષોની ક્ષમા યાચી તે માર્ગનું સતત આરાધન કરવાથી તે શુદ્ધ સ્થિતિએ પહોંચાય છે તેવું શ્રદ્ધાન આ વચનો આપે છે. અહોરાત્ર માર્ગમાં રહેવાની ભાવનાથી એ સૂચવાય છે કે જીવ પ્રમાદરહિત પુરુષાર્થ ઇચ્છે છે જેથી અગ્યારમું ગુણસ્થાન વટાવી બારમાના અંતે આવી જાય. આમ અહીં ગર્ભિત રીતે ઉપશમ શ્રેણીનો નકાર અને ક્ષપક શ્રેણીનું બહુમાન કરેલું છે. અંતમાં, “હે સર્વજ્ઞ ભગવાન! તમને વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ચાહું છું” એ વચનો મૂકી ૧૩ ગુણસ્થાન વર્તી સયોગી કેવળી દશા સ્પષ્ટ કરી છે. સર્વજ્ઞ સિવાય સર્વને કોઈ ને કોઈ તત્ત્વનું જાણપણું નથી. માત્ર સર્વજ્ઞ પ્રભુને જ સર્વ પ્રકારનું જાણપણું છે. આ કથન જ ૧૩મું ગુણસ્થાન બતાવે છે. જે આત્મા તેરમા ગુણસ્થાને આવે તે નિયમપૂર્વક મન, વચન તથા કાયાના યોગને ત્યાગી; જ્ઞાન, દર્શન તથા ચારિત્રની એકતાવાળી અખંડિત સ્થિતિમાં સિદ્ધભૂમિમાં ૧૪૦ Page #162 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના વિરાજે છે. ચૌદમા ગુણસ્થાને મન, વચન તથા કાયાના યોગને છોડી સિદ્ધભૂમિમાં જીવ વિરાજે છે તે “ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ' એ શબ્દોથી સમજાય છે. ૐ પંચપરમેષ્ટિ ભગવંતનું પ્રતિક છે. જ્યારે જીવ સિદ્ધભૂમિમાં જવાની તૈયારી કરે છે ત્યારે તે જગતના જીવ પર બળવાન ઉપકાર કરે છે. એક જીવ સિદ્ધ થાય ત્યારે એક જીવ તેના પ્રભાવથી નિત્યનિગોદમાંથી બહાર નીકળે છે – આ પ્રક્રિયાનું સૂચન “ૐ” માંથી લઈ શકાય. પરમેષ્ટિ ભગવંતનું એ ઉત્તમ પરોપકારનું કાર્ય છે. તે પછી તે આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતાવાળી સ્થિતિમાં સ્થિર થઈ જાય છે તેનું દર્શન આપણે ત્રણ વખત મૂકાયેલા “શાંતિઃ” શબ્દથી કરી શકીએ છીએ. જીવ ગુણાતીત બની સિદ્ધપદ ધારણ કરે છે, ત્યાં વિકાસક્રમની છેવટની હદ આવી જાય છે. આમ આ નાનકડી ક્ષમાપનામાં એક થી ચૌદ ગુણસ્થાન સુધીનો વ્યવસ્થિત સમાવેશ જોઈ શકાય છે. ક્ષમાપનામાં જ આવશ્યકનો સમાવેશ જીવને પોતાનું કલ્યાણ કરવા માટે, પરમ નિષ્કારણ કરુણા કરી શ્રી પ્રભુએ મોક્ષમાર્ગ પ્રકાશિત કર્યો છે. એ માર્ગનું આરાધન કરવા માટે શ્રી પ્રભુએ છે આવશ્યક અંગો જણાવ્યાં છે. આ છ એ આવશ્યકનું નિયમિત આરાધન કરવાની શ્રી પ્રભુએ ભલામણ કરી છે. આ છ આવશ્યક આ પ્રમાણે છે – ૧. પ્રતિક્રમણ ૪. લોગસ્સ ૨. સામાયિક ૫. કાયોત્સર્ગ ૩. વંદન ૬. ચૌવિહાર ૧. પ્રતિક્રમણ પૂર્વે કરેલી ભૂલોનો પશ્ચાત્તાપ કરી તેનાથી નિવૃત્તિ ઇચ્છવી તે પ્રતિક્રમણ. પ્રતિક્રમણ એટલે સામા પૂરે તરવું. સામાન્યપણે જે દિશામાં જીવો ગતિ કરે છે તેનાથી વિરુદ્ધ પ્રકારની દિશામાં ગતિ કરવી – સામાન્ય રીતે જીવો કર્મબંધન થાય એ પ્રકારે ૧૪૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અનેકવિધ કષાયો કરી પોતાનું પરિભ્રમણ વધારતાં જતાં હોય છે. તેનાથી વિરુદ્ધ દિશામાં તરવું એટલે કર્મવર્ધક કષાયો પર સંયમ વધારતા જઈ, પૂર્વે કરેલા કષાયોની ક્ષમાપના કરવી એટલે કે કર્મનિવૃત્તિ કરવી, આ કાર્યને શ્રી પ્રભુએ પ્રતિક્રમણ કહ્યું છે. દિવસભર કરેલા પાપની ક્ષમાયાચના રાત્રે સૂતી વખતે અને રાત્રે થયેલા દોષોની ક્ષમાપના પ્રભાતે ઊઠીને કરવાની આજ્ઞા શ્રી પ્રભુએ કરી છે. આ અપેક્ષાએ વિચારતાં ક્ષમાપનાનો આખો પાઠ પ્રતિક્રમણરૂપ છે. તેમાં મુખ્યતાએ જે દોષો થયા છે તેનો પશ્ચાત્તાપ, તેનાથી નિવૃત્તિ અને વિશુદ્ધિ મેળવવાનો ઉપાય જોવા મળે છે. આમ પ્રતિક્રમણની નાની આવૃત્તિરૂપ આ ક્ષમાપનાને ગણી શકાય. ૨. સામાયિક સમ + આય + ઇક. બે ઘડી સુધી આત્માને સ્થિર પરિણામી કરવો; આ પ્રવૃત્તિને શ્રી પ્રભુએ સામાયિક કહેલ છે. જીવ જ્યારે સમ્યક્દર્શન પ્રાપ્ત કરી અનંતસંસારનું પરિભ્રમણ માત્ર પંદર ભવ પૂરતું મર્યાદિત કરે છે ત્યારે તે જીવ બે ઘડી સુધી ધર્મધ્યાનમાં સ્થિર થાય છે. એ જ પ્રમાણે જીવ ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરતી વખતે પણ બે ઘડી સુધી ઊંડા ધર્મધ્યાનમાં સ્થિર થાય છે. વળી, કેવળજ્ઞાન લેતી વખતે જીવ લગભગ બે ઘડી સુધી શુક્લધ્યાનમાં સ્થિર થાય છે. આમ બે ઘડીનાં સ્થિર પરિણામનું અદ્ભુત મહાત્મ્ય હોવાથી, તેનો મહાવરો કરવા માટે શ્રી પ્રભુએ રોજ સામાયિક કરવાની, આત્માનાં પરિણામ સ્થિર કરવાનો રોજ પ્રયત્ન કરવાની આજ્ઞા આપી છે. તે મહાવરાનાં ફળરૂપે જીવ સ્થિર થતાં શીખે છે અને આત્મશુદ્ધિના વિકાસનાં પગથિયાં ચડતો જાય છે. આ આત્મશુદ્ધિનો વિકાસ કરવા માટે સ્થિર થવાના પ્રયત્નો આપણને ક્ષમાપનામાં જોવા મળે છે, “જેમ જેમ હું સૂક્ષ્મ વિચા૨થી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારાં તત્ત્વના ચમત્કારો મારાં સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી....” આ અને આવાં બીજાં વચનો બતાવે છે કે આત્માનાં પરિણામ સ્થિર થતાં, જીવ સૂક્ષ્મ વિચારમાં ઊંડો ઉતરે છે, સ્વસ્વરૂપની અનુભૂતિ કરે છે અને આગળ પ્રગતિ કરવામાં ઉત્સાહિત થાય છે. આમ સામાયિક તત્ત્વ અહીં ક્ષમાપનામાં ગૂંથાયેલું ગણી શકાય. ૧૪૨ Page #164 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ૩. વંદન શુદ્ધતા ઇચ્છતા જીવ માટે શ્રી પ્રભુએ, વિનયયુક્ત થઈ સદેવ, સદ્ધર્મ અને સત્પુરુષને વંદન કરવાની વિધિ જણાવી છે. વંદન કરવાથી જીવનો માનભાવ ઓગળે છે, કષાયો પર સંયમ લેવાની ભાવના દેઢ થાય છે, તથા પ્રભુના ગુણોની સ્મૃતિ અતિ બળવાન થાય છે. સર્વજ્ઞ પ્રભુ, સત્પુરુષ, જ્ઞાનીપુરુષ, સદ્ગુરુ વગેરે મહત્ પુરુષોએ કરેલા ઉપકારના ઋણનો સ્વીકાર તથા વિશેષ ઉપકાર તેઓ કરે તે માટેની વિનંતિ એટલે વંદન. તેમના પ્રતિનો વિનયભાવ એ જ વંદન. આ ક્ષમાપના વાંચતા તથા બોલતાં પ્રભુ પ્રતિનો ક્ષણે ક્ષણે વધતો અહોભાવ અનુભવાય છે. વિશુદ્ધિ પ્રાપ્ત કરવાની વૃત્તિઓ વધારે ને વધારે જોરદાર થતી દેખાય છે. તેથી જીવ પ્રભુનો ઉપકાર મેળવવા સહજતાએ તેમને નમી પડે તે સમજાય તેવું છે. “હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું.” આ વચનમાં પૂર્ણ અર્પણભાવ સાથેના વંદન અનુભવાય છે. જીવ જેનાં શરણમાં જાય, તેને નમ્યા વગર તેનું શરણ ગ્રહી શકે નહિ. તેથી જ્યારે જીવ પ્રભુનું, પ્રભુ પ્રણિત ધર્મનું અને મુનિનું શરણ ગ્રહે છે ત્યારે તેઓ માટે પૂજ્યભાવ સેવી ત્રણેને વંદન કરતો ધ્વનિત થાય છે. આ પ્રમાણે ‘ક્ષમાપના’માં ‘વંદન’ આવશ્યક ખૂબીથી વણાઈ ગયેલું જોવાય છે. ૪. લોગસ્સ લોકોમાં ઉત્તમ અને તીર્થ પ્રવર્તાવનાર ચોવીશ તીર્થંકર ભગવાન આ ભરતક્ષેત્રમાં થયા છે. તેમના ગુણોની સ્તુતિ તથા તેમની પ્રસન્નતા પોતા પર હો એવી જીવની માગણી જે કથાનકમાં કરવામાં આવી છે તે ‘લોગસ્સ’ નામથી પ્રસિદ્ધ છે. આ સ્તુતિમાં સર્વ તીર્થંકર ભગવાન મારા પર પ્રસન્ન થાઓ, અને તેમની કૃપાથી મને આત્મવિશુદ્ધિની પ્રાપ્તિ થાઓ એવી ભાવના વણાયેલી છે. આ જ પ્રકારની ભાવના ક્ષમાપનામાં પણ પથરાયેલી જોવા મળે છે. લોગસ્સમાં તીર્થંકર પ્રભુનાં નામ ગૂંથાયેલા છે ત્યારે આ ક્ષમાપનામાં સર્વજ્ઞ પ્રભુની અવસ્થા દર્શાવતા વિવિધ સંબોધનો જેવાં કે “હે ભગવાન! હે પરમાત્મા! નીરાગી પરમાત્મા! હે સર્વજ્ઞ ભગવાન!” વગેરે ૧૪૩ Page #165 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ એક એકથી ચડિયાતી દશા સૂચક સંબોધનો જોવા મળે છે. પ્રભુ પ્રતિની સ્તુતિની જેમ જેમ પરાકાષ્ટા આવતી જાય છે તેમ તેમ વિશેષ ચડિયાતા સંબોધનો આ ક્ષમાપનામાં જોવા મળે છે. એ દ્વારા, સ્પષ્ટ નિર્દેશ વિના શ્રી તીર્થકર પ્રભુની સ્તુતિ માણી શકાય છે. આ આખી ક્ષમાપના શ્રી સર્વજ્ઞ પ્રભુને સંબોધીને થયેલી હોવાથી, તેમાં લોગસ્સનો ભાવ ગૂંથાયેલો મળી રહે છે. ૫. કાયોત્સર્ગ કાયાનો ઉત્સર્ગ કરવો એટલે કાયાને હલનચલનથી નિવૃત્ત કરી, મનને સ્થિર કરી, આત્માને સ્વરૂપમાં રમમાણ કરવો. જ્યાં સુધી પૂર્ણ વિશુદ્ધિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કાયોત્સર્ગનો અભ્યાસ કરવાની ભલામણ પ્રભુએ કરી છે. કાયોત્સર્ગથી કાયા માટેનું અહંપણું તથા મમપણું ઘટે છે. કાયોત્સર્ગ કરતી વખતે મંત્રસ્મરણ અથવા લોગસ્સનું રટણ કરી મનને વશ કરવાની ચાવી પ્રભુએ આપણને આપી છે. આ ક્ષમાપનામાં, “નીરાગી પરમાત્મા! હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થાય....જેમ જેમ સૂમ વિચારથી હું ઊંડો ઉતરું છું તેમ તેમ તમારાં તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે...એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ...” વગેરે વચનો કાયોત્સર્ગનો અભ્યાસ કરવાની વૃત્તિને સમર્થન આપતાં જણાય છે. આમ કાયાનો ઉપયોગ ઇન્દ્રિયસુખો ભોગવવા માટે નહિ પણ આત્માને ચોખ્ખો કરવાના સાધનરૂપે કરવાનો છે. ૬. ચૌવિહાર ચૌવિહાર એટલે ચારે પ્રકારના આહારનો ત્યાગ. અન્ન, જળ, મુખવાસ આદિ ચારે જાતના આહાર અમુક સમય માટે ગ્રહણ ન કરવાનો નિયમ કરવામાં આવે તો તેટલા સમય માટે ચૌવિહાર રાખ્યો કહેવાય. આ ત્યાગ કરવાથી જીવનો બાહ્યસંયમ કેળવાય છે. શરીરની આસનાવાસના કરવાની વૃત્તિ ઘટે છે અને તેથી જીવની બાહ્યપ્રવૃત્તિ ઘણી ૧૪૪ Page #166 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ઓછી થઈ જાય છે. ફાજલ પડેલો આ સમય જીવ આત્મપ્રવૃત્તિ કરવામાં ફાળવી શકે છે. ચૌવિહાર કરવાથી, આહાર ગ્રહણમાં થતો કર્માશ્રવ અટકે છે, તે માટેના આરંભ સમારંભથી જીવ છૂટે છે અને તે સમય આત્મપ્રવૃત્તિ કરી કર્મનિર્જરા કરવામાં વપરાય છે; આમ વિવિધ લાભ જીવ મેળવી શકે છે. છદ્મસ્થ જીવ લાંબા ગાળા માટે ચૌવિહાર રાખી શકતો નથી કારણ કે કર્મોદયને લીધે તેને કાયા તથા વૃત્તિઓ તેમ કરવામાં સાથ આપતા નથી. તેથી અમુક સમય આહારાદિ પ્રવૃત્તિ માટે નિશ્ચિત કરી બાકીના સમયમાં ચૌવિહાર રાખવાથી જીવની ભમતી વૃત્તિઓ અંકુશમાં આવતી જાય છે, અને કાયાને યોગ્ય પોષણ મળી રહેવાથી તે પણ ધર્મધ્યાન વધારવામાં મદદરૂપ થાય છે. આથી સામાન્યપણે સાધકોમાં એવી પ્રથા રહે છે કે સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી ચૌવિહાર પાળવો, ઉપરાંત બપોરના બારથી ચાર ચૌવિહાર પાળવો. જો શક્ય હોય તો અઠવાડિયે કે પખવાડિયે એક વખત ચોવિહારો ઉપવાસ કરવો...અર્થાત્ જેનાથી જેટલું શક્ય હોય તેટલું ચૌવિહાર સંબંધી પાલન કરવું એવું વ્રત પ્રભુએ જણાવ્યું છે. પહેલા પાંચ આવશ્યક આંતર શુદ્ધિ વધારનાર છે ત્યારે આ છઠું આવશ્યક આંતરશુદ્ધિને પોષણ આપનાર બાહ્યસંયમ દર્શાવનાર છે. શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત ક્ષમાપનામાં સંયમવૃદ્ધિ દર્શાવતી ભાવના સારી રીતે ગૂંથાયેલી જોવા મળે છે. “તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ”. આ વચનમાં શ્રી પ્રભુએ જે જે માર્ગદર્શન આપ્યું છે તેનું પાલન કરવાની વૃત્તિ ભાવેલી જોવામાં આવે છે. અને તે દ્વારા આ છઠ્ઠા આવશ્યકનો સમાવેશ પણ તેમાં થયેલો છે તેમ ગણી શકાય. શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત “મોક્ષમાળા”ના છપ્પનમાં પાઠમાં જે પ્રકારની નમૂનારૂપ ક્ષમાપનાની રચના થયેલી છે તે વિશે વિચારતાં તેની અદ્ભુતતાની આપણને સમજણ પડે છે. એમાં મોક્ષમાર્ગની સમજણ મળવા સાથે આત્માનાં છ પદ, નવ તત્ત્વ અને ચૌદ ગુણસ્થાન તથા છ આવશ્યક પણ સારી રીતે ગૂંથાયેલા જોવા મળે છે. તે સર્વ આ ક્ષમાપનાની મહત્તા કેટલી છે તે આપણને સમજાવે છે. અને ક્ષમાપનાનું આરાધન કરવાથી આત્મશુદ્ધિના માર્ગે આગળ વધવું કેટલું સહજ થતું જાય છે તેનો લક્ષ પણ આવી શકે છે. ૧૪૫. Page #167 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અહીં મળેલી ક્ષમાપનાને લગતી સર્વ સમજણના અનુસંધાનમાં શ્રી પ્રભુને ક્ષમાપના સહિત પ્રાર્થના કરું છું કે – “હે દેવાધિદેવ! જે મહાસમર્થ સર્વજ્ઞ પ્રભુના નિમિત્તથી મારો આત્મા નિત્યનિગોદમાંથી નીકળી ઈતર નિગોદમાં આવવા ભાગ્યશાળી થયો, તે પ્રભુનો ખૂબ ખૂબ ઉપકાર માનું છું. સર્વજ્ઞ પ્રભુની કૃપાથી આઠ રુચક પ્રદેશનો સથવારો લઈ પૃથ્વીકાય બની સંસારનો આરંભ કર્યો, અને પ્રત્યેક વિકાસનાં પગલે શ્રી પુરુષે નિમિત્ત આપી અને ઇન્દ્રિયની પ્રાપ્તિ કરાવી. આમ અનેક સપુરુષોની કૃપાથી મારો આત્મા અન્ય વેર નિમિત્તથી છૂટી આજની સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યપણાની ભૂમિકા સુધી પહોંચ્યો છે, એટલું જ નહિ તેઓના ઉપકારને લીધે આજની ભૌતિક સુવિધાવાળી સ્થિતિને પણ પામ્યો છે. તે સર્વ ઉપકાર કરવા બદલ હું તેઓનું ઋણ સ્વીકારું છું અને ખરા અંત:કરણથી તેમનો આભાર માનું છું.' “સર્વ સમર્થ મહાજ્ઞાનીઓએ નિષ્કારણ કરુણા કરી, મારા પર કૃપા વરસાવી છે. તે કૃપાના ફળ રૂપે મને આત્મવિશુદ્ધિનો માર્ગ મળ્યો છે, મનને શાંત કરી પ્રભુમાં લીન કરવાનો ઉપાય મળ્યો છે, પરમપદ ભણી પ્રગતિ કરવા અવકાશ મળ્યો છે. આ સર્વ ઉપકાર કરવા બદલ ખૂબ ખૂબ અહોભાવથી આભાર માનું છું. આ અણમોલ ઘડી સાર્થક કરવાનું ન ચૂકાય તે જ અભિલાષ હું રાખું છું. પ્રભુ! સંસાર ભજવાના આરંભકાળથી કષાયવશ બની જે જે જીવોની દૂભવણી કરી છે, તેનું ફળ પણ નરકાદિ દુર્ગતિમાં ભોગવાઈ ગયું છે, તેવાં સર્વ અશુભ ભાવો અને કૃત્યોનું કર્તાપણું છોડી, વિદ્યમાન શ્રી અરિહંત પ્રભુ! આપની સાક્ષીએ પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માગું છું. મારા આત્મામાં ઉહાપોહ ચાલે છે કે ભૂતકાળમાં મેં આટલી મૂઢતા કેમ કરી? સન્મતિથી કેમ વેગળો રહ્યો! જિનદેવ! થયું તે થયું. હવે આવો દોષ ફરીથી, ભાવિમાં કદિ પણ ન કરું તે માટે બળ માગું છું. તમે તો સર્વજ્ઞ છો. મારા થકી જે જે જીવોની દૂભવણી થયેલી, તમારા જ્ઞાનમાં જણાતી હોય તે ૧૪૬ Page #168 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના સર્વ જીવોની આપની સાક્ષીએ, મારા આત્માના સર્વ પ્રદેશ સંમત થઈ ક્ષમા માગું છું, અને તે પાપ નિષ્ફળ કરવા પ્રાયશ્ચિત માગું છું. એ પ્રાયશ્ચિતના સહારે સમસ્ત જીવો સાથેના વેરભાવથી છૂટી નિર્વેરી બનવું છે.' “હે જિનદેવ! તમારી છાયામાં મારી આત્મશુદ્ધિ ક્ષણે ક્ષણે થયા કરજો. અને મને એવી પ્રબળ વિશુદ્ધ વર્તના આપજો કે મારા નિમિત્તે કોઈ પણ જીવ પરમાર્થે અંતરાય બાંધે નહિ. મારી શિથિલ વર્તનને કારણે કોઈ જીવ ધર્મ સંબંધી આશંકિત થાય તેવું પાપકર્મ મને નથી જોઈતું. વળી જીવ સમસ્ત માટે મને એવો નિઃસ્વાર્થ પ્રેમ આપજો કે તેના પ્રભાવથી કોઈ પણ જીવ મારો વૈરી ન બનતાં, મિત્રમાં પલટાઈ જાય. સહુ જીવોને આપની કૃપાથી પરમ પ્રેમથી આવકારી તમારા શરણમાં લાવી શકું એવું સામર્થ્ય હે તરણતારણ દેવ! મને આપશો. મારાં નિમિત્તે કોઈ પણ આત્મા કર્મબંધન કરે નહિ એ જ ભાવના હોજો. મને એવી વર્તના મળજો કે મારા સંપર્કમાં આવનાર સહુ જીવો આપ દીધી શાતા વેદ અને ઉદ્વેગ, અરેરાટીથી મુક્ત થઈ નિર્ભયતા પામે. આ અવસ્થા સુધી પહોંચવા મને ઉગ્ર પુરુષાર્થ આપશો. હું તારા શરણે છું. જે સમસ્ત જીવોને તારવાના ભાવ તમે કર્યા છે તેને તમારા શરણ સુધી પહોંચાડવા માટે પુરુષાર્થ કરવા મને શક્તિ આપજો. અહો દયાનિધિ, તમારાં વીતરાગપણાને મેળવવા માટેની પાત્રતા માગું છું. અને ત્રિકાળમાં જે જે જીવોની દૂભવણીનું હું નિમિત્ત બનેલ છું તે સર્વ જીવોની સમસ્ત શ્રી સિદ્ધ પરમાત્મા, શ્રી વિહરમાન તીર્થંકર પ્રભુ, તથા સમગ્ર કેવળી પ્રભુની સાક્ષીએ ક્ષમા માગી સવિનય વંદન કરું છું.” 3ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૪૭ Page #169 -------------------------------------------------------------------------- ________________ મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષો મોક્ષરૂપ પરમ-શાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા સત્પુરુષો એક જ માર્ગથી પામ્યા છે, વર્તમાનકાળે પણ તેથી જ પામે છે, ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસ૨ળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદાભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિમાર્ગ છે, તથા તે સ્થિર માર્ગ છે, અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વ કાળે તે માર્ગનું હોવાપણું છે, જે માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી, અને ભવિષ્યકાળે પામશે નહિ. શ્રી જિને સહસ્રગમે ક્રિયાઓ અને સહસ્રગમે ઉપદેશો એ એક જ માર્ગ આપવા માટે કહ્યાં છે, અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે અને એ માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સૌ નિષ્ફળ છે. - શ્રીમદ્ રાજચંદ્ર (આંક ૫૪) Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મંત્રસ્મરણ જે જીવને ચતુર્ગતિમય સંસારનાં દુઃખ અને સુખથી પર એવાં મોક્ષનાં અવ્યાબાધ સુખને મેળવવાની અંતરંગ ઝંખના જાગે છે, તે જીવમાં મહાઉપકારી શ્રી જિનેશ્વરદેવ પ્રણીત મોક્ષમાર્ગનું આરાધન કરવાની ભાવના ઉલસે છે. સંસાર સમુદ્રને તરી, મોક્ષભૂમિમાં સ્થાયી વસવાટ કરવાનો ઉલ્લાસ, મોક્ષમાર્ગના પ્રણેતા શ્રી અરિહંત પ્રભુના આરાધક બની આત્મશુદ્ધિ માટે સતત કાર્યરત રહેતા શ્રી સત્પુરુષરૂપ સદ્ગુરુનાં શરણમાં સહજતાએ દોરી જાય છે. શ્રી સદ્ગુરુની આજ્ઞાએ પ્રવર્તી, કર્મક્ષય કરતાં કરતાં તે જીવ ધારેલી સિદ્ધિ મેળવવા ભાગ્યશાળી થાય છે. આ અહોભાગ્ય પ્રાપ્ત કરવામાં સહાયરૂપ થનારા ત્રણ અંગો છે: પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ. અનાદિકાળથી ચાલ્યા આવતા જીવનાં પરિભ્રમણનો અંત વર્તમાનકાળ સુધી આવ્યો નથી, તે એ સૂચવે છે કે આ જીવથી કોઈક એવી ભૂલ વારંવાર થયા કરી છે કે જેને કારણે તેને સંસારનો ભોગવટો સિમિત થયો નથી. એ વારંવાર પુનરાવર્તન પામતી ભૂલને કારણે શાશ્વત સુખ મેળવવાની ઇચ્છા પૂર્ણ થવામાં વિઘ્નોની પરંપરા અર્થાત્ અંતરાયો વર્ત્યા કરે છે. જ્યાં સુધી વર્તતી અંતરાયો ક્ષય કરવામાં ન આવે ત્યાં સુધી શાશ્વત સુખનો લાભ મળે જ નહિ તે દેખીતું છે. આવા સંજોગોમાં એ સ્પષ્ટ થાય છે કે ગમે તેમ કરીને પરંપરાએ થતી ભૂલોને અટકાવવી જોઈએ. એક વખત ભૂલની પરંપરાને તોડી અટકાવવામાં આવે તો પછી ભૂતકાળની ભૂલોનો જથ્થો કાઢવાનો ઉપાય હસ્તગત થાય અને સફળતા મળે. સ્વેચ્છાએ વર્તી, સ્વચ્છંદે પોતાનું વર્તન કરતાં કરતાં આ ભૂલોની હારમાળા સર્જાય છે, કારણ કે પ્રત્યેક જીવ પોતાની મેળે સારાસાર વિવેક પ્રગટાવી શકતો ૧૪૯ Page #171 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ નથી. આથી જે આત્માએ આ નિજ છંદને છોડી, પર્વત જેવડી ભૂલોને સ્વસુધારણાથી રાઈ જેવડી કરી છે, અને તે ભૂલોને નામશેષ કરવાના ઉપાયમાં લાગી પડ્યા છે તેવા સફળ આરાધકના માર્ગદર્શન નીચે સ્વચ્છંદને ત્યાગી, આજ્ઞાધીનપણું પ્રગટાવવું એ ઇચ્છા પરિપૂર્ણ કરવા માટે અવશ્યનું છે. આ પ્રક્રિયાને બીજી રીતે, “સગુરુના શરણે જઈ મોક્ષમાર્ગનું આરાધન કરવું એ પ્રમાણે ઓળખાવી શકાય. તેથી જ કહેવાયું છે કે – સદ્ગુરુ શરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહિ રે.” ઉત્તમ સદ્ગરનાં શરણે જતાં અનેકવિધ લાભ થાય છે. તેમાં સૌથી મોટો અને વિશેષ લાભ એ થાય છે કે ભૂતકાળથી સતત ચાલી આવતી ભૂલોને અટકાવવાનો ઉપાય સહજતાએ મળે છે અને આત્મસાધક એ ઉપાય આત્મકલ્યાણાર્થે સારી રીતે અજમાવી શકે છે. જ્યારે પુરુષરૂપ સદ્ગુરુનો પરિચય જીવને થાય છે ત્યારે તેનાથી તે અત્યંત પ્રભાવિત થાય છે; કારણ કે જે આત્મશાંતિ અને આત્મસુખ મેળવવાની ઝંખના જીવમાં પ્રગટી છે તેનો આવિષ્કાર તે સગુરુમાં અનુભવે છે. તેને અંતરંગમાં એવો હકાર આવે છે, એવું શ્રદ્ધાન પ્રગટે છે કે મારે જે જોઈએ છે તે અહીંથી મળશે. આમ થવાનું કારણ એ છે કે જીવની ઝંખનારૂપી સત્પાત્રતાને સગુરુના આત્મજ્ઞાન, કલ્યાણભાવ, સમદર્શીપણું, અપૂર્વવાણી, નિર્મોહપણું, નિસ્પૃહપણું, આત્મશાંતિ વગેરે ગુણોનો સ્પર્શ થતાં તેની પાત્રતા હવે શુદ્ધતા ધારણ કરે છે. પાત્રતાનું આ વિશુદ્ધિકરણ તેને અંતરંગ ખાતરી આપી, તેનાં સંગુરુ પ્રતિનાં પ્રેમ, શ્રદ્ધા અને અપર્ણતા ખીલવવામાં સહાયરૂપ થાય છે. તેથી તો શ્રી કૃપાળુદેવે લખ્યું છે કે, “મુમુક્ષુનાં નેત્રો સપુરુષને ઓળખી લે છે. આમ ગુરુ તથા શિષ્યનો અવિનાભાવી સંબંધ બંધાય છે. આવો ઉભય ઉપકારી સંબંધ બંધાતાં, ગુરુ સૌ પ્રથમ નવીન ધરખમ કર્મોની વૃદ્ધિ અટકાવવા શિષ્યને ઉત્સાહિત કરે છે. નવી ભૂલો થતાં અટકે તો નવાં કર્મબંધન અટકે, અને તેમ થાય તો જૂનાં સંચિત કર્મોની નિવૃત્તિ માટે પ્રવૃત્તિ કરી શકાય. ૧૫૦ Page #172 -------------------------------------------------------------------------- ________________ મંત્રસ્મરણ નવાં વધતાં કર્મોને અટકાવવામાં ન આવે તો જૂનાં કર્મો ભોગવાઈને ખરતાં જાય અને તેનાં સ્થાને નવાં કર્મો સતત વધતાં જાય; એટલે કે ‘આંધળો વર્ણ અને વાછડો ચાવે' તેના જેવું થાય. આ પ્રમાણે તો અનાદિકાળથી જીવ સંબંધી બનતું જ આવ્યું છે. તેનાથી છૂટવા માટે, નવીન કર્મો વધવા દેવામાં ન આવે અને સાથે સાથે જૂનાં કર્મો ઝડપથી ખેરવવામાં આવે તો જ કોઇક કાળ એવો આવે કે જ્યારે જીવ કર્મોથી સંપૂર્ણ મુક્ત થઈ પૂર્ણ વિશુદ્ધિ માણી શકે. આવતાં નવીન કર્મો રોકવાં એટલે કર્મોનો સંવર કરવો. આ સંવર કરવા માટે ‘પ્રાર્થના' એ ઉત્તમ સાધન છે. જે સાચા અને ઉત્તમ ભોમિયા મળ્યા છે તેમના સમક્ષ, પોતાને જેની જરૂરિયાત છે તેની સવિનય વિનંતિ સહિત માગણી કરવી એ જ પ્રાર્થના. સદ્ગુરુ સમક્ષ અથવા તો સદ્ગુરુ જેમની આજ્ઞાએ પ્રવર્તે છે તે શ્રી અરિહંતપ્રભુ સમક્ષ પ્રાર્થના કરવાથી જીવ અનેકવિધ નવીન કર્મબંધનથી બચી જાય છે. પ્રાર્થના કરતી વખતે જે અશુભ કર્મના કે શુભ કર્મના ઉદય ચાલતા હોય છે તેનાથી અલિપ્તપણું અનુભવાતું હોવાથી નવીન બંધો અત્યંત અલ્પ થાય છે. વળી, પ્રાર્થનાનાં ફળરૂપે મતિ સવળી બનતી હોવાથી સર્તનની પ્રાપ્તિ થાય છે; તેનાથી ભાવિનાં અનેકવિધ કર્મો ટાળી શકાય છે. શ્રી પ્રભુને અથવા શ્રી સદ્ગુરુને વિનંતિ કરતા રહેવાથી તથા તેમની આજ્ઞાએ ચાલવાની વૃત્તિ કેળવતા જવાથી જીવના મોટામાં મોટા શત્રુ ‘સ્વચ્છંદ’ને મહાત કરી શકાય છે. પ્રાર્થના દ્વારા પ્રભુનો જે સાથ મળે છે, તેના આધારે અનેક પાપકર્મોનો રોધ સહેલાઈથી કરી શકાય છે. આમ હ્રદયપૂર્વક પ્રાર્થના કરી, જીવ સંવર તત્ત્વનું આરાધન કરી આત્માનુભવી થવાની પોતાની પાત્રતા તૈયા૨ ક૨ે છે. શ્રી પ્રભુ તથા શ્રી સદ્ગુરુ સમક્ષ પોતાને જે ઇષ્ટ છે અને જેનાથી છૂટવું છે તેનાં નિવેદનરૂપ પ્રાર્થના વિનયભક્તિ સહિત કરવાથી કર્મનો સંવર થાય છે તે ખરું; પણ તેનાથી, જે જીવને જૂનાં કર્મથી જલદીથી નિવૃત્ત થવું છે તે હેતુ બર આવતો નથી. કારણ કે જો એક પછી એક ઉદયમાં આવતાં કર્મ ખાલી કરવામાં આવે તો ઘણો લાંબો ગાળો તેમાં પસાર કરવો પડે છે. તેથી એક સાથે જૂનાં કર્મોનો ખે બોલી જાય ૧૫૧ Page #173 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તેવા ઉપાયની અત્યંત જરૂરિયાત રહે છે. શ્રી પ્રભુની કૃપાથી શ્રી સદ્ગુરુ એ ઉપાય સૂચવી શકે છે, અને તે છે પૂર્વે કરેલી ભૂલોની શ્રી પ્રભુની સાક્ષીએ પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માગવી અને અન્ય જીવોને તેમની ભૂલોની ઉદારતાપૂર્વક ક્ષમા આપવી. ઉદયમાં આવી ખરતાં કર્મો સાથે ક્ષમા માંગવાથી અને આપવાથી સત્તાગત કર્મો ઘણી વિશેષ ઝડપે ખરે છે. વળી, ક્ષમા માગવાના અવસરે નવાં કર્મબંધ અત્યંત અલ્પ થાય છે. આથી ક્ષમાપનાના સાધનની સહાયથી જીવ બળવાન ‘સકામ નિર્જરા” કરી શકે છે. નિર્જરા એટલે પૂર્વે બાંધેલાં કર્મો ખેરવવાં, ઉદયમાં આવેલા કર્મોને ભોગવી નિવૃત્ત કરવાં તે અકામ નિર્જરા. અને ઇચ્છાપૂર્વક સત્તાગત કર્મોને ઉદિત કર્મોની સાથે ખેરવી નાખવાં તે સકામ નિર્જરા. અકામ નિર્જરા કરતાં નવા બંધ વિશેષ થાય છે, સકામ નિર્જરા કરવાથી નવા બંધ અલ્પ થાય છે. તેથી મુક્તિ ઇચ્છતા જીવે સકામ નિર્જરા કરવી આવશ્યક છે. સકામ સંવર તથા સકામ નિર્જરા જીવ એકસાથે ઊંડા ધર્મધ્યાન તથા શુધ્યાનમાં કરી શકે છે. ધર્મધ્યાનમાં લીન થવાથી જીવ દેહ, ઇન્દ્રિય, ભોગપભોગની સામગ્રીથી અલગ થઈ, સ્વરૂપમાં લીન થાય છે, અર્થાત્ આત્માનો અનુભવ કરવામાં એકાગ્ર થાય છે. તે વખતે તેનામાં અવ્યક્ત એવા શુભ વિચારો ચાલતા હોય છે. જીવને પોતાને તે શુભ વિચારોનો લક્ષ રહેતો નથી, પણ શ્રી પ્રભુના જ્ઞાન પ્રમાણે શુભ વિચારો તેને વર્તે છે. ત્યારે શુક્લધ્યાનમાં તેના શુભવિચારો અતિશુભ બનવા સાથે અતિ સૂક્ષ્મ પણ થઈ જાય છે. ધ્યાનની સહાયથી જીવ સ્વરૂપાનુસંધાન કરે છે ત્યારે તે સકામ સંવર મોટા પ્રમાણમાં કરી શકે છે. જેટલા પ્રમાણમાં તે સ્વરૂપમાં લીન થાય છે તેટલા પ્રમાણમાં નવાં કર્મો આવતાં અટકી જાય છે. એટલે કે ત્યાં સકામ સંવર થાય છે. વળી, જીવ જ્યાં વિકલ્પમાં જાય એવી સ્થિતિ હોય ત્યાં સમપરિણામ રાખી, સ્વરૂપના આનંદમાં જીવ એકાગ્ર થાય છે. તેથી તેની પૂર્વકર્મની નિર્જરા અસંખ્યગણી થઈ જાય છે. એટલે કે સામાન્ય સ્થિતિ કરતાં અસંખ્યગણી નિર્જરા જીવ ધાનાવસ્થામાં કરી શકે છે. નિર્જરાની માત્રા ધ્યાનના ઊંડાણને આધારે નક્કી થાય છે. આ રીતે ધ્યાન સકામ સંવર અને સકામ નિર્જરા એકસાથે કરવા માટે ઉત્તમ ૧૫૨ Page #174 -------------------------------------------------------------------------- ________________ મંત્રસ્મરણ નિમિત્ત છે. અને ધ્યાનમાં જવા માટેનું મૂળ કારણ છે ગુરુદત્ત મંત્રનું ઇચ્છાપૂર્વક તથા ભાવપૂર્વકનું સતત રટણ. આથી આપણે અપેક્ષાએ કહી શકીએ કે મંત્રસ્મરણ એ પ્રાર્થના તથા ક્ષમાપનાનો સરવાળો છે. અલબત્ત, મંત્રસ્મરણ કરી ધ્યાનમાં જવા માટેની પાત્રતા કેળવવા માટે જીવે પ્રાર્થના તથા ક્ષમાપના કરતા રહી પોતાના વૈયક્તિક ધ્યેયને દૃઢ કરતા રહેવું જોઈએ; તે વિસરવા યોગ્ય નથી. પ્રાર્થના તથા ક્ષમાપનાની સહાયથી પાત્રતા કેળવ્યા પછી, આત્માનુભવમાં જવા માટે અને ટકવા માટે, અને તે પણ વારંવાર કરવા માટે “મંત્રસ્મરણ” જીવને ખૂબ જ મદદગાર થાય છે. આ અંગે વિશુદ્ધિકરણની ક્રિયા માટે ઘણું અગત્યનું છે. ‘મંત્ર' એટલે સૂત્રાત્મક વચન, જેમાં ઇચ્છિત સ્થિતિને મેળવવાની ચાવી કોઇકરૂપે ગૂંથાયેલી હોય છે; અર્થાત્ ઇચ્છિત દશા મેળવવાનું ભાવાત્મક ગૂંથન તેમાં હોય છે. મુખ્યતાએ જીવની આત્મવિશુદ્ધિ અર્થે અને ક્યારેક દુ:ખક્ષયના આશયથી સૂત્રાત્મક વચનનું રટણ કરવામાં આવે છે તેને “મંત્રસ્મરણ” કર્યું એમ કહેવામાં આવે છે. સામાન્યપણે જેને અમુક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય છે; તે બીજા કોઈ જીવને એ પ્રકારની સિદ્ધિ મેળવવા માટેની ચાવીરૂપ માર્ગદર્શન રૂપે સૂત્રાત્મક વચન રટણ કરવા આપે તેવી પધ્ધતિ જોવામાં આવે છે. મૂળ આશય એ છે કે જેની પ્રાપ્તિ કરી સિદ્ધિ પામવી છે તેનું ટૂંકાણમાં માર્ગદર્શન મેળવી, અલ્પ પ્રયત્ન બહુલતાવાળું ફળ મેળવી લાભ લેવો. શ્રી ગુરુ પોતાના શિષ્યને આરાધનાથે મંત્ર આપતા હોય છે. તે મંત્રના ફળવાનો આધાર ગુરુની સત્પાત્રતા, શિષ્યની સત્પાત્રતા તથા શિષ્યની આરાધના એમ વિવિધ અંગો ઉપર નિર્ભર રહે છે. એકાદ અંગ નબળું હોય તો ધારી સિદ્ધિ મેળવી શકાતી નથી, મળતી નથી. અહીં આત્મશુદ્ધિ અર્થે કરવામાં આવતાં મંત્રસ્મરણની મુખ્યતાએ વિચારણા કરી છે, અન્ય લબ્ધિ, સિદ્ધિ પ્રગટાવવા માટે, દુ:ખક્ષયના હેતુથી તથા ભૌતિક પદાર્થોની પ્રાપ્તિના લાભાર્થે પણ મંત્રસ્મરણનું અનુષ્ઠાન કરવામાં આવે છે તેની ગણતરી કરી નથી. એ મંત્રસ્મરણમાં હેતુ ભિન્ન હોવાથી, ફળ ભિન્ન આવે છે, પરંતુ ક્રિયા લગભગ સરખી રહે છે. ૧૫૩ Page #175 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જે કાર્યસિદ્ધિ કરવી છે તેની પૂર્તિરૂપ તે કાર્યને સફળ કરનાર પ્રક્રિયાનું સૂત્રાત્મક ગૂંથન “મંત્ર'માં હોવું જરૂરી છે, કારણ કે જે ઇચ્છા છે તેને સફળ કરનાર સાધનો તથા રીતનો સમાવેશ તેમાં ન હોય તો કાર્યસિદ્ધિ થવી સુલભ ન થાય. આત્મશુદ્ધિ કરવાના મંત્રમાં ધનપ્રાપ્તિની ઇચ્છા પૂરી ન થાય તે સમજી શકાય એવી બાબત છે. અર્થાત્ આત્મશુદ્ધિ કરવા માટે ઉપયોગમાં આવતા મંત્રમાં આત્માના ગુણનો તથા વિશુદ્ધિની પ્રક્રિયાનો સમાવેશ જોઇએ. મંત્ર કરવાથી થતા ફાયદા આત્મશુદ્ધિ અર્થે કરાતા મંત્રમાં આત્માના કોઈ ગુણનો તથા તે પ્રાપ્તિ માટેની પ્રક્રિયાનો સમાવેશ થયો હોય છે, તે જોયું. જ્યારે આવા મંત્રનું અમુક કાળ સુધી સતત રટણ કરવામાં આવે છે ત્યારે આત્માના તે ગુણનું તથા તે રીતનું રટણ તેને સહજપણે થાય છે. એકના એક ભાવ અમુક સમય સુધી સતત કરવાનો મહાવરો જીવને થાય છે. એ ગુણની યાદી વારંવાર જીવને મળતી હોવાથી તે ગુણને ગ્રહણ કરવાનો બોધ જીવને સહેજે દૃઢ થાય છે. અને પોતામાં અવરાઈને પડેલા તે ગુણને ત્વરાથી ખીલવવાની તક તેને સાંપડે છે. સામાન્ય રીતે જીવ કોઈ ને કોઈ વિચાર કે ઇચ્છાના સાતત્યમાં સપડાયેલો જ હોય છે. એક વિચાર આવ્યો કે તરત જ તેના અનુસંધાનમાં બીજો વિચાર તેને આવે છે, તેમાંથી ત્રીજા વિચારની ઉત્પત્તિ થાય છે, તેમાંથી ચોથા વિચારમાં જીવ સરકી જાય છે. આમ સંજ્ઞી પંચેન્દ્રિય જીવને સતત વિચારધારા ચાલ્યા જ કરે છે. આ વિચારધારા તોડવા કે છોડવા જીવ પ્રયત્ન કરે છે ત્યારે તેને સમજાય છે કે એમ બનવું સહેલું નથી, અત્યંત કઠણ છે. વળી આ વિચારના વમળો જીવની શાંતિને તેમજ સ્થિરતાને સતત હણતા રહે છે. તેથી આ વિચારના વમળોથી મુક્ત થવું, એ આત્મશાંતિ તથા આત્મશુદ્ધિ મેળવવા માટે અનિવાર્ય બની રહે છે. વિચારધારાથી પર સ્થિતિમાં આત્માનુભવ સમાયેલો છે. આત્માનુભવમાં જવા માટે, લીન થવા માટે શ્રી સદ્ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલા મંત્રનું રટણ ખૂબ સહાયરૂપ થાય છે. એક મંત્રમાં ભાવથી ૧૫૪ Page #176 -------------------------------------------------------------------------- ________________ મંત્રસ્મરણ એકરૂપ થઈ તેનું રટણ કરવામાં આવે છે ત્યારે બીજા બધા વિચારો આપોઆપ અટકી જાય છે, અને જેની પ્રાપ્તિ કરવી છે તે એક વિચારનું પ્રાધાન્ય થઈ જાય છે. વળી મંત્રસ્મરણના પ્રાધાન્યના કારણે, સદ્ગુરુની કૃપાથી તે સ્મરણથી પણ અલિપ્ત બની, તે જીવ આત્માનુભૂતિમાં એકાગ્ર થઈ જાય છે. આત્માનુભવ કરતાં કરતાં જીવ બળવાન સકામ સંવર તથા નિર્જરા કરી શકે છે. સ્વાનુભવમાં લીન થતાં પહેલાં ત્વરાથી આત્મશુદ્ધિ પામવાના ભાવ જીવને રહે છે, તે ભાવમાં રહીને મંત્રસ્મરણ કરે છે. તે મંત્રસ્મરણના પ્રભાવથી જીવ પરમશાંત ભાવની અનુભૂતિમાં જાય છે, એટલે કે તેને સ્વભાવનું સ્થિરપણું એટલા કાળ માટે આવે છે. આ સ્થિરપણાનો પ્રભાવ એવો પડે છે કે તે કાળ દરમ્યાન, બીજા સામાન્ય કાળ કરતાં અનેકગણાં કર્મોની નિર્જરા થાય છે. લીનતામાં જતાં પહેલાં જે પ્રકારનાં ભાવ જીવને વર્તતા હોય તેને સંબોધિત અનેકાનેક કર્મો ખરી જાય છે, અને જીવ બળવાન સકામ નિર્જરા કરી હળવો થાય છે. આત્મગુણના રટણરૂપ મંત્રસ્મરણ કરતી વખતે આત્મા અન્ય વિકલ્પો અને સંકલ્પોથી છૂટતો જાય છે, અને આત્મગુણમાં વિશેષ એકાગ્ર થતો જાય છે. વિવિધ વિકલ્પો અને વિચારોથી છૂટી જવાને કારણે આત્મામાં પ્રવર્તતા કષાયો મંદ કે મંદતર થઈ જાય છે. અને તે વખતે અત્યંત મંદ કર્મબંધ થાય છે. કોઈ પણ પ્રકારનાં તીવ્ર કષાયથી પર હોવાને કારણે જીવને બળવાન કર્મોનું અશુભ બંધન સંભવી શકતું નથી. જીવ જે કોઈ વિચા૨, વિકલ્પ કે સંકલ્પ કરે તેના અનુસંધાનમાં તેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર કર્મબંધ થાય છે. એકના એક વિચાર, વિકલ્પ કે સંકલ્પ જીવ વારંવા૨ ક૨ે તો, દરેક વખતે તે જ પ્રકારનો નવો બંધ થઈ મૂળ કર્મબંધને ઘટ્ટ કરે છે. એ કર્મ આયુષ્ય વર્જિત જ્ઞાનાવરણાદિ સાત કર્મપ્રકૃતિમાં વહેંચાઈ જાય છે. કોઈક પળે કર્મ આઠ કર્મપ્રકૃતિમાં વિભાજિત થાય છે. એક જ પ્રકારનો વિચાર જીવ વારંવા૨, લાંબા કાળ સુધી કરતો રહે તો અમુક કાળ પછી જીવનો તે કર્મબંધ નિકાચિત થઈ જાય છે. કર્મબંધ નિકાચિત થાય પછી તેનું પૂર્ણપણે રૂપાંતર થઈ શકતું નથી. એ કર્મ ભોગવીને જ નિવૃત્ત કરવું પડે છે. બળવાન પુરુષાર્થ કરવામાં આવે તો પણ તીવ્રતા અને કાળમાં અમુક ફેરફાર કરી શકાય છે, પણ બાહ્ય ભોગવટા વિના પૂર્ણતાએ ૧૫૫ Page #177 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ નિવૃત્ત કરી શકાતું નથી. ઉદા. ત. શ્રેણિક રાજાનું નરકનું આયુષ્ય. સાતમી નરકની વેદનાને પહેલી નરકની વેદનામાં પલટાવી શક્યા, પણ નરકાયુ તોડી શકાયું નહિ. તીર્થકર પ્રભુનું તીર્થકર નામકર્મ' એ પણ નિકાચિત કર્મ છે, પૂર્ણ વીતરાગ થયા પછી પણ તે ભોગવવું પડે છે. આમ અશુભ કે શુભ બંને પ્રકારનાં નિકાચિત કર્મ ભોગવીને – અમુક અંશે ભોગવીને નિવૃત્ત કરી શકાય છે. આ સિદ્ધાંત અનુસાર, નિરંતર મંત્રસ્મરણ કરવાથી આત્માની શુદ્ધિ તથા ગુણ ખીલવવાના ભાવ જીવ વારંવાર કરતો રહે છે, તેથી તે પ્રકારનાં કર્મબંધ જીવને વારંવાર થયા કરે છે. તે અમુક કાળ પછી નિકાચિત સ્વરૂપ પામે છે. આ નિકાચિત બનેલા કર્મનો ઉદય આવે ત્યારે તેનાં ફળરૂપે આત્મશુદ્ધિ, આત્મશાંતિ તથા આત્મગુણની પ્રાપ્તિ તેને સહજપણે થાય છે. આ પરથી સમજાશે કે જેટલું રટણ વધારે અને શુદ્ધિ મેળવવાની તાલાવેલી જેટલી વધારે તેટલી ત્વરાથી આત્મવિશુદ્ધિ આદિ મેળવવામાં જીવને સફળતા મળે છે. આ સમજીને, મુમુક્ષુ જીવ પોતાનો નિવૃત્તિનો સમય ફાલતુ વિચારો કે વિકલ્પોમાં ગાળવાને બદલે મંત્ર સ્મરણ કરવામાં, પ્રાર્થના તથા ક્ષમાપના કરવામાં વાપરે તો તેને ઘણા મોટા પ્રમાણમાં ફાયદો થાય છે. આટલું જાણ્યા પછી એ સ્પષ્ટ થશે કે મંત્રસ્મરણ કરતી વખતે જીવ અંતરંગ શુભ ભાવોમાં રહેતો હોવાથી, સહજાનંદ માણવાની સાથે સાથે તે આત્મશાંતિ તેમજ આત્મસ્થિરતામાં સરી પડે છે. આત્માનુભવવાળી નિમગ્નતામાં તે જીવની સકામ નિર્જરા સામાન્ય સ્થિતિ કરતાં અસંખ્યગણી થઈ જાય છે. અને તે જીવ કલ્પનાતીત નિર્જરા કરવાનો લાભ પણ પામે છે. એ વખતનો શુભભાવ જીવને પુણ્યાનુબંધી પુણ્યનો લાભ પણ આપી જાય છે. આમ આનંદ સહિત કરેલા મંત્રસ્મરણથી અનેક વિશિષ્ટ લાભ થાય છે. જીવ જ્યારે પ્રાર્થના, ક્ષમાપના કે મંત્રસ્મરણ જેવી શુભક્રિયામાં એકરૂપ હોતો નથી, અથવા એવી શુભ ક્રિયા આચરતો નથી હોતો, ત્યારે તે સાંસારિક અથવા ભૌતિક પદાર્થોના વિચારવમળમાં ગૂંચવાયા કરે છે. જ્યાં સુધી તેને નિર્વિકલ્પ અવસ્થા પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી તેનું મન અશુભ અથવા તો શુભમાં પ્રવર્તી કરે છે અને ૧પ૬ Page #178 -------------------------------------------------------------------------- ________________ મંત્રસ્મરણ તેને અનુરૂપ કર્મબંધ સેવા કરે છે. આ પર પદાર્થોના વિચારોની વણઝાર જીવની શાંતિ ઝૂંટવી લે છે, એટલું જ નહિ પણ જીવને તે પદાર્થને લગતા ખેદ અને ગ્લાનિની ખાઈમાં ધકેલી દે છે. આ બધા ઉદયો વચ્ચે, જીવ સતત અશાંતિ વેદતો હોવા છતાં બીજી કોઈ રીતે ફેરફાર કરવા તે શક્તિમાન થતો નથી. આવા અશાતાના સમયે જીવ જો પ્રયત્નપૂર્વક મંત્રસ્મરણ તરફ વળે તો વર્તતાં ખેદ અને ગ્લાનિથી છૂટવાનું તેને નિમિત્ત મળે. સાથે સાથે ખીલતાં આત્મગુણોનો આનંદ પણ તે માણી શકે. હૃદયપૂર્વકનું અર્થાત્ અંતરંગ લીનતા સાથેનું મંત્રસ્મરણ ચાલતું હોય છે ત્યારે જે જે કર્મ ઉદયમાં આવે તે તે સર્વ પૂરા પ્રભાવથી ફળ આપી શકતાં નથી; કારણ કે જે સપુરુષના આશ્રયે મંત્રસ્મરણ થતું હોય છે તે સત્પરુષની કૃપા કર્મના અશુભ ફળના વેદનને નિવારતી રહે છે. એ વખતે જીવનું આપ્તપુરુષ સાથે અનુસંધાન થતું હોવાથી, જેના પર કર્મનો પ્રભાવ દેખાય છે તેવા દેહાદિ પદાર્થોથી તેને અલિપ્તપણું સંભવે છે તેથી તેનું કર્મફળ વેદન અતિમંદ થઈ જાય છે. (તે પદાર્થોમાં પોતાપણું રહ્યું ન હોવાથી વેદનાદિ જીવને સ્પર્શી શકતાં નથી.) બીજી રીતે કહીએ તો, મંત્રસ્મરણમાં જ્યારે જીવ લીન થાય છે ત્યારે ઉદયમાં આવતાં અશુભ કર્મો અધૂરાં ફળ આપી પૂરાં ખરી જાય છે, એવો શ્રી વીતરાગ ભગવંતના નામસ્મરણનો અદ્ભુત કહી શકાય તેવો મહિમા છે. એટલે કે જેટલી તીવ્રતાથી અને જેટલા કાળ માટે કર્મનું વેદવું સર્જાયું હોય તેના કરતાં ઘણી મંદતાથી અને ઘણા ટૂંકા ગાળા માટે વેદવું રહે તેવો મંત્રસ્મરણનો પ્રભાવ જીવ ધારે ત્યારે અનુભવી શકે છે. મંત્રસ્મરણનો સૌથી વિશેષ પ્રભાવક ફાયદો એ છે કે તેના આરાધનથી જીવ સહેલાઇથી અને સહજતાથી આત્મવિકાસનાં સોપાન સર કરતો રહે છે. જેમ જેમ મંત્રારાધન વિશેષ વિશેષ સચ્ચાઈથી થતું જાય છે તેમ તેમ સમાધિ અથવા ધ્યાન વિશેષ ઊંડાણવાળાં થતાં જાય છે. અને જેમ જેમ સમાધિ કે ધ્યાનનું ઊંડાણ વિશેષ તેમ તેમ તેની સકામ નિર્જરા અસંખ્યાતગણી થતી જાય છે. એટલું જ નહિ પણ નવાં થતાં કર્મબંધનો અસંખ્યાતમાં ભાગનાં થતાં જાય છે. આમ આત્મપ્રદેશો પર નવીન કર્મો અત્યંત નાની સંખ્યામાં આવે, તથા જૂનાં કર્મો અસંખ્યની ૧૫૭ Page #179 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ માત્રામાં ખપે .... પરિણામે હરણફાળે જીવની વિશુદ્ધિ વધતી જાય. ટૂંકાણમાં કહી શકાય કે સ્મરણમંત્રની આરાધનથી જીવ સહેલાઇથી સ્વરૂપાનુસંધાન કરે છે. એ શૂન્યાવસ્થાના કાળમાં પૂર્વે કરેલી પ્રાર્થનાના આધારથી સત્તાગત ઘાતકર્મોનો અનંતગમે નાશ કરી, નવીન કર્મોને પ્રવેશવા માટેનું દ્વાર લગભગ બંધ કરે છે. અને થોડા કાળમાં એટલે કે એક, બે, ચાર, છે કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે સંપૂર્ણ શુદ્ધિ જીવ પ્રાપ્ત કરી લે છે. નિષ્કારણ કરુણા કરી, યથાર્થતાએ મંત્રનો અભુત પ્રભાવ દર્શાવનાર શ્રી સત્પરુષ તથા આપ્તપુરુષને સવિનય ભક્તિએ વંદન હો. જેમ મંત્રસ્મરણમાં રત રહી, સમભાવ કેળવી, જીવ અગણિત કર્મો ખપાવી નાખે છે, તેમ વિભાવભાવમાં રાચી, રાગ અને દ્વેષની પરિણતિમાં એકરૂપ બની જીવ અગણિત કર્મો વધારી પણ શકે છે. આ હકીકત વિસરવા યોગ્ય નથી. અમુક કલાકો સુધી ધર્મ આરાધન કરનાર, ટૂંકા ગાળા માટે પણ અયોગ્ય તીવ્ર પરિણામ કરે તો તે મહાનુકશાન પામે છે. કારણ કે તીવ્ર પરિણામથી તીવ્ર કર્મબંધ થાય છે, તીવ્ર કર્મબંધ અનંત સંસાર પણ વધારી શકે છે. તેથી ધર્મપ્રવૃત્તિ વધારનારે પ્રયત્નસાધ્ય ચારિત્રની ખીલવણી સતત કરતા રહેવું જોઇએ એવો બોધ શ્રી પ્રભુનો છે. મંત્રદાન તથા મંત્રગ્રહણ માટેની પાત્રતા જે જીવને આત્મવિશુદ્ધિ અર્થે આરાધના કરવાની ભાવના છે, તે જીવે એ ભાવના દઢ અને બળવત્તર કરવી પડે છે. વળી, જેમની પાસેથી કલ્યાણકારણ મંત્રની પ્રાપ્તિ થાય તેવા સગુરુની પ્રાપ્તિ હોવી એ ખૂબ જ અગત્યનું છે. આ પાત્રતા યથાયોગ્ય પ્રાર્થના તથા ક્ષમાપનાની સહાયતાથી જીવ કેળવી શકે છે તે જોયું. યોગ્ય પાત્રતા આવ્યા પછી મંત્રગ્રહણ કરવામાં આવે તો ઉત્તમ ફળ તેમાંથી મેળવી શકાય છે. સાથે સાથે ભૌતિક સુખોની તથા સાંસારિક પદાર્થોના ભોગવટાની લાલસા જીવે તોડતા રહેવી જરૂરી છે, કારણ કે અસ્તિત્વ ધરાવતી એ લાલસા જીવને ધર્મારાધનમાંથી શ્રુત કરી, રાગદ્વેષવાળી પરિણતિમાં ડૂબાડી, ભવભ્રમણની જાળમાં સપડાવે છે. આ લાલસા જો મૃત:પ્રાય થઈ ગઈ હોય તો ધર્મારાધન કરવા માટે જીવને પૂરતો અવકાશ ૧૫૮ Page #180 -------------------------------------------------------------------------- ________________ મંત્રસ્મરણ રહે છે. આ જાતની આંતરિક તૈયારીઓ જ્યાં સુધી જીવ કરતો નથી ત્યાં સુધી કાં તો સત્મત્ર મળતો નથી, અથવા મળે તો તે યોગ્ય રીતે ફળતો નથી. ટૂંકમાં કહીએ તો જીવે આત્મકલ્યાણ કરવાની ભાવનાને અત્યંત બળવાન બનાવવારૂપ સત્પાત્રતા કેળવવી યોગ્ય છે. તે પાત્રતાને કેળવવામાં સહાયરૂપ થનારા ગુણો છે – વિશાળ બુદ્ધિ, સરળપણું, મધ્યસ્થતા, જિતેંદ્રિયપણું, દયા, શાંતિ, સમતા, ક્ષમા વગેરે. જેમ જેમ આ ગુણો જીવમાં ખીલતા જાય છે તેમ તેમ જીવનું આરાધકપણું સ્પષ્ટ અને પ્રગટપણે ખીલતું જાય છે. આ પાત્રતા વિના મળેલા સુયોગો નિષ્ફળ જાય છે, અને તે આરાધન માત્ર પુણ્યોપાર્જન કરાવી દેવગતિ સુધી જવામાં સાથ આપે છે, પરંતુ પૂર્ણ શુદ્ધતા – સિદ્ધગતિ સુધી જવામાં સાથરૂપ બની શકતું નથી. આત્મકલ્યાણ માટે જેમ ઉપાદાનની તૈયારી રૂપે શિષ્યની સત્પાત્રતા અગત્યની છે, તે જ પ્રમાણે નિમિત્તની તૈયારી રૂપે શ્રી સદ્ગુરુની સત્પાત્રતાની પણ અગત્ય છે. જે ગુરુ માર્ગદર્શન આપે છે તેમનામાં પણ તે અવસ્થા યોગ્ય ગુણો હોવા જરૂરી છે. જો કોઈ જીવને અસગુરુ ગુરુરૂપે ભેટી જાય તો તે તેનું બળવાન કમભાગ્ય કહી શકાય. જે પોતે તરી કે તારી શકવા સમર્થ નથી, છતાં તે શિષ્યની લાલસાને કારણે ગુરુપદે રહે છે તે જીવ અસગુરુ છે. પૂ. શ્રી કૃપાળુદેવે સદ્ગુરુનાં લક્ષણો દર્શાવતો દોહરો “આત્મસિદ્ધિ શાસ્ત્ર” માં રચ્યો છે કે – “આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વવાણી, પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.” આ દોહરામાં જણાવેલા ગુણો જે આત્મામાં વિશાળતાએ ખીલ્યા હોય તે ઉત્તમ ગુરુ. એ અપેક્ષાએ શ્રી અરિહંત પ્રભુ ઉત્તમ ગુરુ છે. તે પછી ગણધરાદિ સાધુજનો ગુરુપદે રહેવાને યોગ્ય છે. તેમનામાં આ ગુણો વિશાળ પાયા પર ખીલેલા હોય છે. જેટલા પ્રમાણમાં આ ગુણોની ખીલવણીમાં કચાશ તેટલું લઘુત્વ એ ગુરુનું ગણી શકાય. આ પ્રકારના ગુણોથી વંચિત જે જીવો રહે, અને ગુરુપદ મેળવવા તડપતા રહે તેઓ તો અસદ્ગુરુનું બિરુદ પામે, કારણ કે જેમને આત્મજ્ઞાન ન હોય તેઓ બીજા જીવોને ૧૫૯ Page #181 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આત્મશુદ્ધિ મેળવવા માટેનો માર્ગ કેવી રીતે બતાવી શકે? મોક્ષમાર્ગમાં સમકિત એ મૂળ પાયો છે, તેના વિના વિશુદ્ધિનું ચણતર કેવી રીતે સંભવી શકે? કદાચિત્ એ જીવે સમ્યક્દર્શન પ્રાપ્ત કર્યું હોય, આત્માનુભવ કર્યો હોય પરંતુ રાગદ્વેષનું મંદપણું આવ્યું ન હોય અર્થાત્ રાગદ્વેષની તરતમતાને કારણે સમદર્શીપણું ખીલ્યું ન હોય તો તે પોતાના શિષ્યને ઉત્તમ માર્ગદર્શન આપી શકતા નથી. સર્વ જીવો પ્રતિ એક સરખા કલ્યાણના ભાવ સેવવા એ સમદર્શીપણું છે. આવા ભાવ જીવ તો જ સેવી શકે જો જગતના પદાર્થો પ્રતિની મોહાસક્તિ તૂટી હોય, ગુણ અવગુણનું જાણપણું હોવા છતાં તેમાં રાગદ્વેષ થતાં ન હોય વગેરે. જ્યાં સુધી આ સમદર્શીપણું આવતું નથી ત્યાં સુધી ગુરુ પોતે જ રાગ તથા દ્વેષની પરિણતિમાં અટવાયેલા રહેતા હોવાથી શિષ્યને બરાબર નાણી શકે નહિ અને યોગ્ય દોરવણી આપી શકે નહિ. પરિણામે ગુરુશિષ્ય બંને કલ્યાણવિમુખ બની જાય. કદાપિ ગુરુમાં સમદર્શીપણું અમુક અંશે ખીલ્યું હોય પરંતુ જે જે કર્મના ઉદયો આવે તેને નિસ્પૃહભાવે સ્વીકારવા જેટલી ક્ષમતા ગુરુમાં આવી ન હોય તો તે ગુરુ ઉદયકર્મના વમળમાં અટવાઈને એવી રાગદ્વેષની પરિણતિમાં ભ્રમિત થઈ જાય કે જેને લીધે ગુરુ શિષ્ય બંનેનું આત્મારાધન જોખમાઈ જાય. કોઈ કર્મનો ઉદય આવતાં તેની આળપંપાળમાં જો જીવ પડી જાય તો બધું આરાધન એકબાજુ પડી રહે, તેથી “વિચરે ઉદય પ્રયોગ” એટલે કે જે ઉદય આવે તે પ્રમાણે જ નિસ્પૃહતાથી ગુરુ વર્તે, તે ગુણ ગુરુ માટે અનિવાર્ય છે. આમ હોય તો જ ગુરુ ઉદયકર્મને ગૌણ કરી, યથાર્થ આત્મપ્રવૃત્તિમાં ગૂંથાઈ શકે અને શિષ્યને તે પ્રમાણે કરવા સાચી પ્રેરણા આપી શકે. કોઈ પ્રસંગમાં આ ત્રણે ગુણો ગુરુમાં વિકસ્યા હોય, પરંતુ જે યથાર્થ વાણીયોગ તેમનામાં જોઇએ તેનો અભાવ હોય તો પણ ખરા કલ્યાણમાં ખામી આવે. ગુરુ શિષ્યને માર્ગદર્શન આપે છે તે મુખ્યતાએ વાણી દ્વારા હોય છે. ગુરુને થયેલાં કે થતાં અનુભવોનું વર્ણન, શિષ્યને જિજ્ઞાસાર્થે ઉપજતાં પ્રશ્નોનું સમાધાન, બોધ પ્રાપ્તિ વગેરે ૧૬૦ Page #182 -------------------------------------------------------------------------- ________________ મંત્રસ્મરણ માટે ગુરુને બળવાન વાણી યોગની જરૂર પડે છે. જો રહસ્યસ્ફોટક વાણીયોગ ગુરુને હોય નહિ તો ગુરુદ્વારા અપાતું માર્ગદર્શન અત્યંત ખામીભરેલું બને છે. તેથી જેનું “અપૂર્વવાણી” રૂપ અંગ નબળું હોય તે ઉત્તમ ગુરુ થઈ શકે નહિ. આ “અપૂર્વવાણી”ને જાળવી રાખવા માટે “પરમશ્રુત” પણું આવશ્યક છે. પરમશ્રુતપણું એટલે જ્ઞાનની બહુલતા, જેને જે કંઈ સંભવિત પ્રશ્ન હોય તેના યથાર્થ ઉત્તર આપવાની શક્તિ તે પરમશ્રુતપણું. અનેકાનેક શાસ્ત્રગ્રંથો રહસ્યજ્ઞાન સાથે સમજાયા હોય, આત્માનુભવની ઊંડી અનુભૂતિઓ, યથાર્થ રહસ્યની સમજ સાથે સ્મૃતિમાં હોય ત્યારે જીવમાં પરમશ્રુતપણું સંભવી શકે છે. વિવિધ આત્માઓના વિવિધ કર્મો વિવિધ પ્રકારનું સમાધાન માગે છે. તેથી શિષ્યની બહુલતામાં પ્રત્યેકને સંતોષ આપી સત્ય માર્ગદર્શન આપતા રહેવા માટે ‘પરમશ્રુતપણું' એ બળવાન લક્ષણ સદ્ગુરુ માટે ગણી શકાય. આત્મસિદ્ધિના આ દોહરા વિશે ઊંડાણથી વિચારતાં સમજાય છે કે તેમાં જણાવેલા ગુણો શ્રી સદ્ગુરુની પાત્રતા પૂરવાર કરવા અગત્યના છે. આ સદ્ગુણોથી રહિત કોઈ પણ ગુરુ તેના શિષ્યોની સત્પાત્રતાને બહાલી આપી શકે નહિ. તેથી જે અસદ્ગુરુ છે તે પોતાનું અને શિષ્યનું અકલ્યાણ કરવામાં અગ્રસ્થાને રહી શકે છે. સંસા૨ક્ષયનું ઇચ્છિત ફળ શિષ્ય, અસદ્ગુરુ આશ્રયે કદાપિ પ્રાપ્ત કરી શકતો નથી. આમ હોવાથી શિષ્યે પોતાના ગુરુમાં આ ગુણોનો આવિર્ભાવ થયો છે તેની ખાતરી કરવી જરૂરી છે. આ સદ્ગુણોથી સુશોભિત ગુરુનાં શરણમાં જઈ, તેમની આજ્ઞાનુસાર વર્તવાથી જીવની ઇચ્છિત આત્મશુદ્ધિ થાય છે. જે ગુરુમાં અમુક પ્રમાણમાં આત્મવિશુદ્ધિ પ્રગટી હોય છે તેમનામાં આ ગુણો ખીલે છે; એટલે કે આ ગુણોની ખીલવણીના પાયામાં આત્મશુદ્ધિ રહેલી છે. આ ગુણો જ્યારે વિશાળતાએ જીવમાં ખીલે છે ત્યારે તેનામાં અન્ય જીવોને માર્ગદર્શન આપવાની, તેની આંતરસ્થિતિ તથા અનુભવોને અર્થ સહિત જાણવાની શક્તિ પ્રગટ થાય છે. વળી તેનામાં મોક્ષમાર્ગની યથાર્થ સમજણ પણ હોય છે અને તેને સર્વજ્ઞ પ્રભુ તરફથી યોગ્ય દોરવણી પણ મળ્યા કરે છે. તેના આધારે તે સદ્ગુરુ પોતાના ૧૬૧ Page #183 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ શિષ્યોને મુખ્ય ધોરી માર્ગે આત્મશ્રેણિમાં વિકસીત કરે છે. પરિણામે ગુરુ તથા શિષ્ય બંને પૂર્ણતા પ્રતિ એકધારી પ્રગતિ કરી શકે છે. શ્રી સદ્ગુરુ, પોતાના શિષ્યની પાત્રતા તથા આજ્ઞાધીનતા જોઈ, તેના કર્મનાશ અર્થે પોતાને સિદ્ધ થયેલો મંત્ર કરવા સૂચવે છે. શ્રી ગુરુને “આત્માના કોઈ ગુણનું મંત્રરૂપ રટણ કરવા આપવાથી તે મંત્ર ફળીભૂત થશે’ એ પ્રકારની બાંહેધરી તેમના ગુરુ કે તેમના પરમાર્થ વડીલ તરફથી મળી હોય ત્યારે તેમને તે મંત્ર સિદ્ધ થયો કહેવાય. બધા આરાધક જીવોને આવી મંત્રસિદ્ધિ આવતી નથી. અન્ય ગુણો પ્રગટયા હોય પણ મંત્રસિદ્ધિ થઈ ન હોય તો આત્મકલ્યાણનું મુખ્યાંગ ખૂટયું કહેવાય. મંત્રસિદ્ધિ તે કલ્યાણની ઝડપ કરવા માટે ખૂબ ઉપકારી છે. જે જીવે અન્ય જીવોના કલ્યાણ માટે વિશેષતાએ બહુલતાથી તથા ઊંડાણથી, લાંબા ગાળા સુધી ભાવો કર્યા હોય; તે જીવને તેના ભાવની સફળતા અર્થે શ્રી પ્રભુ તરફથી મંત્રની સિદ્ધિ મળે છે. જેને મંત્ર સિદ્ધ થયો છે એવા આપ્તપુરુષ જે જે જીવોને તેમની પાત્રતા અનુસાર મંત્રરટણ કરવા કહે છે, તેને તેને તે જીવોના પુરુષાર્થના પ્રમાણમાં ફળવાન થાય છે. આવા સમર્થ ગુરુનું સાનિધ્ય શિષ્યને કલ્યાણમાર્ગે ત્વરાથી આગળ વધારે છે. અન્ય સગુણી આત્માનો આશ્રય શિષ્યની પાત્રતાને બળવાન કરે છે, તથા ઉત્તમગુરુની પ્રાપ્તિ કરવાના ઉપાદાનને તૈયાર કરવામાં મદદરૂપ થાય છે. મંત્રોનું વૈવિધ્ય તથા સફળપણું જે જીવે જગતજીવોના કલ્યાણના ભાવ વિશેષતાએ કર્યા હોય છે તેને તેના ભાવની પૂર્ણતા અર્થે તેનાં પોતાનાં કર્મ અનુસાર મંત્ર સિદ્ધ થાય છે. આવા કલ્યાણના ભાવો કરી, તેમાં પોતાનું પુણ્ય વાપરનાર અનેક જીવો આ જગતમાં છે. તે સર્વને પોતપોતાના કર્મો ભિન્નતાવાળા હોય છે, વળી દરેકની, જીવના કલ્યાણ માટેની ભાવના તરતમતાવાળી તથા વિવિધતાવાળી હોય છે; આથી તેઓને સિદ્ધ થતા મંત્રો એવી જ વિવિધતાવાળા હોય તે સ્વાભાવિક છે. તેમને પોતાને જે જાતના કર્મો હોય, જે જાતના જીવો સાથે કલ્યાણ માટેના ઋણાનુબંધ હોય તે જાતના મંત્રની સિદ્ધિ ૧૬૨ Page #184 -------------------------------------------------------------------------- ________________ મંત્રસ્મરણ શ્રી પ્રભુ તરફથી આવે છે. આત્મશુદ્ધિ માટેનાં જ મંત્રોમાં પણ આ કારણે અનેક પ્રકારનું વૈવિધ્ય અનુભવવામાં આવે છે. એથી કેટલીક વખત અણસમજુ જીવ આ ભિન્નતા જોઈ વિકલ્પમાં પડી કોઈને કોઈ સન્માર્ગ જીવની અશાતના કરી બેસે છે, અને પોતાનો કર્મબંધ વધારી મૂકે છે. આ કસોટી અનુસાર શ્રી કૃપાળુદેવનો વિચાર કરીએ તો સમજાય છે કે તેમને શ્રી મહાવીર પ્રભુની કૃપાથકી “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એ મંત્ર સિદ્ધ થયો હતો. તેમની વિશાળ કલ્યાણભાવના અને બળવાન પુરુષાર્થને કારણે તેમને જોકે બીજા પણ મંત્રો સિદ્ધ થયા હતા, તે સહુમાં આ મંત્ર અગ્રસ્થાને હોવાથી તેની વિચારણા કરી છે. આ મંત્ર તેમને વિશુદ્ધિ અર્થે ઉપકારી થાય તે સ્વાભાવિક છે, તે ઉપરાંત આ મંત્રનું રટણ કરવા તેઓ જે પાત્ર જીવને સૂચવે તેને પણ આ મંત્ર લાભકારી થાય. આ મહામંત્રનો વિચાર કરીએ તો આત્માનાં કેટલાક ગુણોનો તથા મોક્ષમાર્ગનો સમાવેશ તેમાં થયેલો જોવા મળે છે. આત્માનું સહજ સ્વાભાવિક રૂપ એ તેનું શુદ્ધ રૂપ છે. આ શુદ્ધરૂપ એ પ્રત્યેક જીવને માટે પરમગુરુ, મહાનગુરુ સમાન ઉપકારી છે. આત્માનું સહજરૂપ એટલે તેનું શુદ્ધરૂપ, સર્વ પ્રકારના કર્મમલથી રહિત એવું રૂપ. આ શુદ્ધ સ્વરૂપનો અંશ પ્રત્યેક જીવને સંસા૨પરિભ્રમણના પ્રારંભિક કાળથી મળેલ હોય છે. પ્રત્યેક જીવને આત્માના અસંખ્ય પ્રદેશમાંથી આઠ પ્રદેશ સંપૂર્ણ નિરાવરણ અર્થાત્ શ્રી સિદ્ધભગવાનના આત્મપ્રદેશ સમાન પૂર્ણ શુદ્ધ હોય છે, તેમાં કોઈ પણ પ્રકારના કર્મનું એક પણ પ૨માણુ લાગેલું હોતું નથી, આ પ્રદેશો આઠ રુચક પ્રદેશ તરીકે ઓળખાય છે. આ આઠ શુદ્ધ પ્રદેશો બળ આપી જીવને આત્મમાર્ગે રુચિ કરાવનાર થાય છે અર્થાત્ આ આઠ પ્રદેશો બાકીના અશુદ્ધ પ્રદેશોને શુદ્ધ થવા માટે ઉત્તમ પ્રેરણા પૂરી પાડે છે, એમ નિશ્ચયથી સમજાય છે. આત્માના આ આઠ શુદ્ધ નિરાવરણ પ્રદેશો પર પ્રત્યેક ગુણના અંશો પ્રગટેલા હોય છે, બાકી બધા પ્રદેશો ૫૨ કર્મની વર્ગણાને કારણે એ ગુણો અવરાયેલા હોય છે. જ્યારે જીવને છૂટવાની ભાવના પ્રબળ બને છે ત્યારે શુદ્ધ રુચક પ્રદેશો કાર્યકારી બની, સાથેના અશુદ્ધ પ્રદેશોને માર્ગદર્શન આપી પ્રત્યક્ષ સદ્ગુરુના સાનિધ્યમાં લઈ જાય છે. ૧૬૩ Page #185 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞાએ વર્તી વિશુદ્ધિમાં પ્રગતિ કરવાની પ્રેરણા તથા સમજણ પણ આ રુચક પ્રદેશો અશુદ્ધ પ્રદેશોને આપે છે અને કર્તવ્યપરાયણ બને છે. જ્યારે વિવેકથી અને ઊંડાણથી આ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રનો વિચાર કરવામાં આવે છે ત્યારે સમજાય છે કે આત્માના શુદ્ધ પ્રદેશો, અશુદ્ધ પ્રદેશો માટે પરમ ઉપકારી સદ્ગુરુ છે, અર્થાત્ પોતે જ પોતાનો ગુરુ બની સર્વ વિશુદ્ધિ પ્રાપ્ત કરી શકે તેમ છે. આ પ્રકારે આ મંત્રમાં મોક્ષમાર્ગ સમાયેલો છે. તે ઉપરાંત આત્માનું સહજ સ્વરૂપ વિચારતાં વર્તમાન સ્થિતિ એ આત્માની પર્યાય સ્થિતિ છે સહજ સદાકાળ રહેવાવાળી સ્થિતિ નથી. સહજ સ્થિતિ તેનાથી જુદા રૂપવાળી હોવી જોઈએ તેવો અણસાર પણ આ મંત્રથી મળે છે. તે સહજ સ્થિતિનું ધ્યાન જીવને પરમ ઉપકારક છે તેવો લક્ષ “પરમગુરુ” શબ્દમાંથી મળી આવે છે. આ પ્રકારે “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રમાં આત્માનાં સ્વરૂપનો, તેની વર્તમાન સ્થિતિનો, તેની સહજ સ્થિતિ પ્રાપ્ત કરવાના માર્ગનો લક્ષ સમાયેલો જોઈ શકાય છે. — આત્મમાર્ગી શ્રી કૃપાળુદેવને આ મંત્ર ખૂબ જ ઉપકા૨ી થયો હોવો જોઈએ. તેઓ એવા એકાકી કાળ તથા પ્રસંગોમાંથી પસાર થયા હતા કે તેમને પ્રત્યક્ષ સદ્ગુરુના યોગનું તથા સત્સંગનું સુલભપણું નહોતું. એ બંનેની પ્રાપ્તિ માટે તેમને સખત અને સતત ઝૂરણા વર્તતી હતી. એમના અનેક પત્રોમાં આ ઝૂરણા વિશદતાથી વ્યક્ત થયેલી જોવા મળે છે. સાથે સાથે તેમનામાં બળવાન પાત્રતા પણ હતી. આવા સંજોગોમાં તેમનું કલ્યાણ અટકે નહિ અને પ્રત્યક્ષ સદ્ગુરુપ્રાપ્તિનું સફળપણું આપનાર કર્મનું ફળવાનપણું રહે એવો વચલો માર્ગ તેમના માર્ગદર્શક શ્રી મહાવીર પ્રભુએ ગ્રહ્યો હોય એમ જણાય છે. બાહ્યથી શ્રી કૃપાળુદેવને પ્રત્યક્ષ સદ્ગુરુયોગનો અભાવ રહ્યો, પરંતુ બળવાન યોગ્યતા પાત્રતાને કારણે તેમને અંતરંગમાં આવશ્યક એવું માર્ગદર્શન વારંવાર મળતું રહ્યું. શ્રી મહાવીર પ્રભુએ કૃપાળુદેવને એ પ્રકારની સમજણ આપી હોવી જોઈએ કે, ‘તારા આત્માના આઠે રુચક પ્રદેશો મારા પ્રત્યેક આત્મપ્રદેશ સમાન શુદ્ધ છે. તે પ્રદેશોનો આશ્રય કરી આરાધન કરીશ તો મારા તરફ્થી યોગ્ય માર્ગદર્શન સતત મળ્યા જ કરશે. આના પરિણામે તારું જ્ઞાન ખીલશે, તારો મોહ — ૧૬૪ Page #186 -------------------------------------------------------------------------- ________________ મંત્રસ્મરણ તૂટશે અને આત્મમાર્ગ અત્યંત પ્રત્યક્ષ અનુભવાશે.' આવી સમજણને આધારે તેમનું આરાધન અંતરંગથી વધતું ગયું. જેમ જેમ આ મંત્રનું રટણ વધતું ગયું તેમ તેમ તેમને આત્મગુણોની સમજણ તથા પ્રાપ્તિ શ્રી કૃપાળુ મહાવીર પ્રભુની કૃપાથી મળતાં ગયાં. આ મંત્રના રટણ દ્વારા તેમણે ઘણા પ્રકારે ઘાતી કર્મોનો ક્ષય કરવાનો અનેરો લાભ મેળવ્યો. તે ઉપરાંત પોતાની યોગ્યતાને કારણે, જેને જેને એ મંત્રનું રટણ કરવા તેઓ કહે તેને તેને તે મંત્ર કર્મક્ષયાર્થે અવશ્ય ફળે, જો યથાયોગ્ય આરાધન કરવામાં આવે તો. એવી મંત્રસિદ્ધિ પણ તેમને પ્રાપ્ત થઈ હતી. જેના પરિણામે પ્રભુશ્રી આદિ અનેક મુમુક્ષુ જનોને તે મંત્રનું લાભકારક ફળવાનપણું થયું હતું તે સુવિદિત છે. પોતાની સિદ્ધિ કાર્યરત થયા પછી, આરાધન વિશદ બનવાથી, સાધકમાં એવી શક્તિ આવે છે કે, તેઓ જે યોગ્ય પાત્રને મંત્રદાન કરે તે પાત્રને તે મંત્ર સિદ્ધ થાય છે. અર્થાત્ તે પાત્ર જીવ બીજાને મંત્રદાન કરી કલ્યાણદાન કરવામાં સહભાગી થઈ શકે છે. ઉદા. ત. શ્રી મહાવીર પ્રભુએ કૃપાળુદેવને યોગ્ય જાણી ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ’ એ મંત્રનું દાન કર્યું. જ્યારે તેમની યોગ્યતા વિશેષ થઈ ત્યારે બીજા પાત્ર જીવને મહાવીર પ્રભુની આજ્ઞાથી મંત્રદાન કરે તો તે જીવને મંત્ર આત્માથે ફળવાન થાય એવી સિદ્ધિ આવી. એનાથી પણ વિશેષ આરાધનની શુદ્ધિ થાય ત્યારે કૃપાળુદેવમાં એ વિશેષતા આવે કે તેઓ અન્ય પાત્ર જીવને મંત્રસિદ્ધિ આપી શકે. એટલે કે તે જીવ બીજાને મંત્રદાન કરવા જેટલો ભાગ્યશાળી બની શકે. આમ જીવનું આરાધન વધતાં વધતાં મંત્રસિદ્ધિની વિશાળતામાં બધાને સમાવી લેવા જેટલી શક્તિ પ્રાપ્ત કરી શકે છે. આખા જગતનાં જીવોને મંત્રદાન કરી કલ્યાણદાન કરી શકવાની શક્તિ જે આત્મામાં આવે છે તે તીર્થંકરપદ શોભાવે છે. પોતાના ગુરુની આજ્ઞા સાથે બીજાને મંત્ર આપવાથી તે મંત્ર અવશ્ય ફળવાન થાય છે .. તેમાં આજ્ઞાનું મહાભ્ય જોઈ શકાય છે. પરંતુ જો કોઈ મંત્રસિદ્ધિ પામેલી વ્યક્તિ પોતાના ગુરુની આજ્ઞા વિના કોઈ જીવને મંત્રદાન કરે તો તે મંત્ર એ જીવને પાત્ર હોવા છતાં આત્માર્થે ઉપકારી થતો નથી. આજ્ઞા મળ્યા વિના કરેલું કાર્ય ધર્મવિરુધ્ધ છે કારણ કે તેમાં સ્વછંદ છે, ૧૬૫ Page #187 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અનંત જ્ઞાની પરમાત્માનો અવિનય છે. તેથી પોતાના સદ્ગુરુની આજ્ઞા અનુસાર જ વર્તવું એવો બોધ આપતાં શ્રી મહાવીર પ્રભુએ સૂત્રાત્મક શૈલીમાં કહ્યું છે કે ‘આણાએ ધમ્મો – આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે. આવું શુભ કાર્ય કરવા માટે પોતાના ગુરુની – પુરુષની આજ્ઞા મેળવવી અનિવાર્ય છે. એમની આજ્ઞા મળતાં તે સૂત્ર કે વચનમાં સજીવન પ્રાણ પૂરાય છે, અને તેથી તેને તે મંત્ર ફળે છે. શ્રી સદ્ગુરુની – સપુરુષની મંત્રદાન કરવા માટે આજ્ઞા મળવી એ જ મંત્રસિદ્ધિ છે. કદાચિત્ એવું બને કે જેને મંત્રસિદ્ધિ થઈ હોય તેવા પુરુષનો પ્રત્યક્ષ યોગ ન હોય, જે દ્વારા મંત્રદાન ગ્રહણ કરી શકાય, અને મંત્રની જાણકારી હોય, તો તેને પ્રસંગે જો જીવ મંત્રસિદ્ધિવાળા આત્માની આજ્ઞા લઈ આત્મોન્નતિ અર્થે એ મંત્ર ગ્રહણ કરે તો તેના પ્રભાવથી પુણ્યબંધ તથા ભાવિમાં પ્રત્યક્ષ સગુરુ પ્રાપ્તિનો યોગ મેળવી શકે (જીવ મંત્રસિદ્ધિ સહિતના પુરુષનું મનથી ચિંતવન કરે, તેમના ગુણની સ્તવના કરે અને પોતાના કલ્યાણાર્થે મંત્રદાન આપવાની કૃપા કરવા વિનંતિ કરે, અને પછી તેની નિયમિત રટના કરે .. આ રીતે કરવાથી મંત્ર ગ્રહણ કરવાની આજ્ઞા લીધી કહેવાય.). આ અપેક્ષાએ સિદ્ધ ન થયેલા મંત્રનું ગ્રહવું પણ અમુક અંશે ઉપકારી થાય છે, તેનું કારણ સમજાય તેવું છે. આત્માની ઉન્નતિના ભાવથી જીવ પરપદાર્થોના વિચારો ત્યાગી આત્મગુણનું રટણ કરે છે, તેના ફળરૂપે જે પુણ્યબંધ થાય છે તે પુણ્યબંધ ભાવિમાં પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ અને માર્ગદર્શન પ્રાપ્ત કરાવે છે. શ્રી કૃપાળુદેવને ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ'નો મંત્ર મોહનીય કર્મના ક્ષયાર્થે સિદ્ધ થયો હતો. એ જ રીતે બીજા ઘાતી કર્મોનો નાશ કરવા માટે અન્ય મંત્રો સાંપડ્યા જ હોય, જેનું આરાધન કરવાથી સર્વ જીવનાં કલ્યાણની ભાવના સફળ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. પાત્ર તથા ગુણી આત્માને જુદી જુદી અવસ્થાએ ઉપકારી એવા અનેક મંત્રો સિદ્ધ થાય છે. જે મંત્રોનો યથા અવસરે ઉપયોગ કરી તેઓ સ્વપર કલ્યાણ કરવામાં અપૂર્વ ફાળો નોંધાવે છે. ૧૬૬ Page #188 -------------------------------------------------------------------------- ________________ મંત્રસ્મરણ જેમ શ્રી કૃપાળુદેવને, તેમ સ્વપર કલ્યાણમાં રાચનારા બીજા સમર્થ આત્માઓને તેમના સદ્ગુરુની કૃપાથી આત્મારાધક તથા કર્મનાશ સૂચક જાતજાતના મંત્ર સિદ્ધ થયા હોય છે. જે પ્રકારની જરૂરત હોય તે પ્રકારના ગુણસૂચક આ મંત્ર સંભવે છે. ઉદા. શ્રી જ્ઞાનભૂષણ ભટ્ટારકને “હું શુદ્ધ ચિદ્રુપ છું” એ મંત્રની સિદ્ધિ આવી હતી. આત્માના ચેતનગુણના લક્ષના રટણથી તેમની વિશુદ્ધિ વર્ધમાન થઈ હતી. જીવે પોતાનું શુદ્ધ સ્વરૂપ બળવાન કરવાનું છે, પ્રગટાવવાનું છે એ લક્ષને મજબૂત કરવા માટે એ મંત્રમાં ‘શુદ્ધ’ શબ્દ વણાયેલો જોવા મળે છે. તે પરથી સમજાય છે કે શ્રી જ્ઞાનભૂષણજીને પોતાની આત્મદશા વર્ધમાન કરવામાં આત્માનું ચૈતન્યરૂપ (ચિદ્ રૂપ – ચિદ્રુપ) શુદ્ધતાએ પ્રગટાવવાનું રટણ ઉપકારી થયું હતું. વળી તેમના દ્વારા આ મંત્ર જેને જેને અપાયો હોય તેને તેને શુભ ઋણાનુબંધને કારણે એવો જ ઉપકારક નીવડે. પરંતુ જો કોઈ જીવ પોતાની મતિકલ્પનાએ, સ્વચ્છંદથી આ મંત્રનું રટણ કરે તો તેને તે સ્વરૂપે ળવાન થાય નહિ. બીજી એક વાત પણ અહીં સમજવી ઘટે છે. આત્માને જે મંત્રની સિદ્ધિ થઈ હોય તેનું મંત્રદાન કરવામાં આવે તો જ ઇચ્છિત સફળતા મળે છે. અસિદ્ધ મંત્રનું દાન કરવામાં આવે તો તે મંત્રથી ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય નહિ. જેમકે જે મંત્ર શ્રી જ્ઞાનભૂષણ ભટ્ટારકને સિદ્ધ થયો છે તે મંત્ર શ્રી કૃપાળુદેવ આપે અથવા જે મંત્ર શ્રી કૃપાળુદેવને સિદ્ધ થયો છે તે અન્ય કોઈ જીવ બીજાને કરવા કહે તો તે મંત્ર આત્માર્થે ફળવાન થાય નહિ. કેમકે એમ કરવાથી મંત્રદાતા પોતાના સદ્ગુરુ તેમજ સર્વજ્ઞપ્રભુની આજ્ઞાવિરુદ્ધ વર્તે છે એમ કહી શકાય. આ પ્રક્રિયા સમજાતાં એ સ્પષ્ટ થયું હશે કે સર્વ સમર્થ પુરુષોને અલગ અલગ મંત્રસિદ્ધિ કેમ હોય છે! પ્રબળ કલ્યાણભાવ કરનાર સમર્થ આત્માઓના કર્મો ભિન્ન ભિન્ન હોય છે. તથા તેમના ઋણાનુબંધીની જરૂરિયાત પણ ભિન્ન ભિન્ન હોય છે. તે સર્વને અનુરૂપ અને સર્વને યોગ્ય અલગ અલગ મંત્રો પ્રગટ થતા રહે છે, આરાધન થતું રહે છે અને કલ્યાણમાર્ગ પ્રવાહની માફક વહેતો રહે છે. તેથી ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ’, ‘હું શુદ્ધ ચિદ્રુપ છું’, ‘હું જ્ઞાનસ્વરૂપ ૧૬૭ Page #189 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આત્મા છું, “પરમાનંદમય આત્મા છું', 'હું સિદ્ધસદશ આત્મા છું', હું શુદ્ધ આત્મા છું, ‘હું અવિનાશી ચૈતન્યમય આત્મા છું', ‘ૐ’, ‘ૐ શાંતિઃ', “શ્રી”, “અહંત', “મહાવીર', ‘શ્રી સર્વજ્ઞાય નમઃ', ‘શ્રી કૃષ્ણ શરણં મમ”, “રામ”, “સોહમ', “ૐ તત્ સતુ”, “પ્રભુ કૃપાથી મારું જ્ઞાનાવરણ નાશ થાઓ', 'પ્રભુકૃપાથી મારું દર્શનાવરણ નાશ પામો', “પ્રભુકૃપાથી મારી અંતરાય ભસ્મ થાઓ', વગેરે વગેરે ભિન્ન ભિન્ન કર્મોનો નાશ સૂચવતા અનેક મંત્રો અત્યારે પ્રસિદ્ધ છે. તેના પ્રત્યક્ષ દાતાના અભાવમાં મંત્રનું ગ્રહણ કેવી રીતે કરવું? આ સમજણ મેળવ્યા પછી, ઊંડી વિચારણામાં જતાં જીવને એ પ્રશ્ન મુંઝવતો રહે છે કે જ્યાં સુધી જીવને પ્રત્યક્ષ સગુનો યોગ થાય નહિ, મંત્રપ્રાપ્તિ થાય નહિ ત્યાં સુધી શું તેનો આત્મવિકાસ સંભવી શકે નહિ? આવી સ્થિતિમાં પ્રાર્થના અને ક્ષમાપનાના સહારાથી જીવ સદ્ગુરુ પ્રાપ્તિ માટેની પોતાની પાત્રતા બળવાન કરી શકે છે. અને સાથે સાથે શ્રી તીર્થકર પ્રભુએ પ્રગટ કરેલા અનાદિ સિદ્ધ એવા નમસ્કાર મહામંત્રના આરાધનથી આત્મવિકાસ પણ સાધી શકે છે. આ મહામંત્રના પ્રભાવથી આત્મશુદ્ધિ, સદ્ગુરુ, સન્માર્ગ આદિની પ્રાપ્તિ તથા આરાધન સુલભ થાય છે. નમસ્કાર મહામંત્ર णमो अरिहंताणं । णमो सिद्धाणं । णमो आयरियाणं । णमो उवज्झायाणं । णमो लोए सव्वसाहूणं । एसो पंच नमुक्कारो । सव्व पाव पणासणो । मंगलाणं च सव्वेसिं । पढमं हवइ मंगलं || ૧૬૮ Page #190 -------------------------------------------------------------------------- ________________ મંત્રસ્મરણ જ્યારે પ્રત્યક્ષ સદ્ગુરુ કે તેમના દ્વારા મળતા સિદ્ધ મંત્રની પ્રાપ્તિની સંભાવના ન હોય ત્યારે મોક્ષમાર્ગ બંધ ન થઈ જાય તેવા અત્યંત બળવાન શુભ હેતુથી આ મંત્રનું પ્રગટીકરણ શ્રી તીર્થકર ભગવાને કર્યું છે. વર્તમાન શાસન શ્રી મહાવીર પ્રભુનું હોવાથી આપણે કહી શકીએ કે શ્રી મહાવીરદેવે જનકલ્યાણાર્થે આ મંત્ર આપ્યો છે. પરંતુ શુદ્ધભાવથી વિચારતાં જણાય છે કે પ્રત્યેક તીર્થંકર પ્રભુ લોક કલ્યાણાર્થે આ મંત્ર પ્રગટ કરતા આવ્યા છે, જેનું આરાધન પ્રત્યક્ષ ગુરુના અભાવમાં પણ ઉત્તમ ફળ આપે છે. સર્વજ્ઞ શ્રી તીર્થંકર પ્રભુની સ્મૃતિ લઈ, મનથી તેમની આજ્ઞા લઈ, જે કોઈ જીવ આ મંત્રનું ભાવપૂર્વક આરાધન કરે તેને આ મંત્ર સહજતાએ ફળે છે. પ્રત્યેક તીર્થકર પ્રભુ પોતાની જીવ સમસ્તનું કલ્યાણ કરવાની ભાવના એમાં રેડી પ્રાણ પૂરતા આવ્યા છે. આથી આ મંત્ર અનાદિ સિદ્ધ છે. અનાદિકાળ પહેલાં શરૂ થયેલો આ મંત્ર અનંતકાળ પછી પણ રહેવાનો છે તે કારણે શ્રી સર્વજ્ઞ પ્રભુએ આ મંત્રને ‘શાશ્વતો કહ્યો છે. કોઈ પણ કાળે અને કોઈ પણ ક્ષેત્રે આ મંત્રનો પ્રભાવ રહેતો હોવાથી તે યથાર્થતાએ “મહામંત્ર” તરીકે ઓળખાય છે. અન્ય સર્વ મંત્રો આત્માના અમુક વિશિષ્ટ ગુણને કે સ્થિતિને લક્ષમાં લઈને રચાયા હોય છે, કારણ કે જે જીવે એનું રટણ કરવાનું હોય છે તેને તે ગુણો વિકસાવવા સત્તાગત કર્મોનો નાશ કરવા જરૂરી હોય છે. આમ એ મંત્ર મર્યાદિત જનસમૂહને ઉપકારી થાય છે, પરંતુ તે મંત્ર તે સમૂહને વિશેષતાએ અને ત્વરાથી ફળવાન થાય છે કારણ કે તેમના કર્મક્ષયના ઉદ્દેશથી એની રચના થઈ હોય છે. એ જ પ્રમાણે નમસ્કાર મહામંત્ર સમસ્ત જનકલ્યાણાર્થે રચાયેલો હોવાથી આત્માના સર્વ ગુણોને આવરી લે એ પ્રકારે રચાયો જણાય છે. આ મહામંત્રમાં મોક્ષમાર્ગના પ્રણેતા તેમજ મોક્ષમાર્ગને યથાર્થ અનુસરનાર સર્વનો સમાવેશ જોઈ શકાય છે, સાથે સાથે તે સર્વને તેમાં ભાવપૂર્વક વંદન કરાયેલા છે. આ વંદન કરવાથી જીવને ઘણો વિશેષ લાભ થાય છે. મોક્ષમાર્ગમાં યથાર્થતાએ ચાલતા આત્માઓને જીવ જ્યારે ભાવપૂર્વક વંદન કરે છે ત્યારે તે તે આત્માઓ સમક્ષ મંત્રરટનારનું લઘુત્વ સ્વીકારાય છે. આ લઘુત્વના સ્વીકાર સાથે મનુષ્યગતિના સૌથી ૧૬૯ Page #191 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ મોટા કષાય “માન” ભાવનું નિરસન શરૂ થાય છે. જેમ જેમ આ મંત્ર રટાય છે તેમ તેમ જીવનો માનભાવ ઓગળતો જાય છે અને સ્વચ્છંદ કાબૂમાં આવતો જાય છે. જે જે મહર્ધિકને અહીં વંદન થાય છે, તેમની સામે જીવનું પોતાનું અલ્પત્વ સમજાતાં તેનો માનભાવ પીગળે છે. સાથે સાથે તેમના જેવી આત્મિક ઋદ્ધિ મેળવવાની ભાવનાથી તેમનાં શરણમાં રહેવાના ભાવ જેમ જેમ બળવાન થતા જાય છે તેમ તેમ તેનો સ્વચ્છંદ નષ્ટપ્રાયઃ થતો જાય છે. જેવી ઋદ્ધિ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતને મળી છે તેવી ઋદ્ધિ મેળવવી હોય તો શ્રી અરિહંત પ્રભુ, શ્રી સિદ્ધ પરમાત્મા, શ્રી આચાર્યજી, શ્રી ઉપાધ્યાયજી તથા શ્રી સાધુસાધ્વીજી ને વંદન કરી, તેમની આજ્ઞાએ ચાલવાથી થાય છે, તેનું દઢત્વ જીવને થાય છે. નમસ્કાર મહામંત્રનું પહેલું પદ છે “નમો અરિહંતાણં”. જેનો અર્થ થાય છે, ‘હું અરિહંત ભગવાનને વંદન કરું છું.' આ પહેલા પદમાં શ્રી તીર્થંકર પ્રભુને નમસ્કાર કર્યા છે. શ્રી તીર્થંકર પ્રભુ એટલે મોક્ષમાર્ગના પ્રણેતા. ‘સર્વ જીવો કરું શાસનરિસ' એ ભાવનાની પૂર્તિ અર્થે જે મહાકલ્યાણનું ભાવન તેમનાથી થાય છે તેના ફળ રૂપે પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કર્યા પછી તેઓ તીર્થંકર પદ શોભાવે છે. તેઓ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, તેમના સમક્ષ પૂર્ણ શુધ્ધ થવા માટેનો મહામાર્ગ – મોક્ષમાર્ગ યથાર્થતાએ પ્રગટ કરે છે, જે માર્ગ તેમણે અનુભવ્યો છે. તીર્થની સ્થાપના કરવાનું મહાકાર્ય તેઓ કરતા હોવાથી શ્રી તીર્થંકર – તીર્થના કરનાર તરીકે દેવો, માનવો વગેરે જીવાત્માઓથી પૂજાય છે. છદ્મસ્થ અવસ્થામાં સર્વ જીવનું કલ્યાણ થાય એ પ્રકારના ભાવ તેમના આત્મામાં વારંવાર લાંબા ગાળા સુધી ઘૂંટાયા હોય છે, તેથી જે કર્મબંધ થાય તેના ફળરૂપે તેમનાથી અનેકાનેક જીવોનું કલ્યાણ થાય છે, મોક્ષમાર્ગની સ્થાપના થાય છે, તે માર્ગ જયવંત રહે છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક જીવો તેમના સમાન સર્વજ્ઞપણું પ્રગટાવે છે. આવી નિષ્કારણ કરુણાના કરનાર શ્રી તીર્થંકર પ્રભુ આ મહામંત્રમાં અગ્રસ્થાને હોય જ. શ્રી તીર્થંકર પ્રભુનો આત્મા સર્વ ઘાતીકર્મોથી મુક્ત હોવાથી અત્યંત શુદ્ધ છે. તે આત્મામાં અનંત ગુણો તથા શક્તિઓ છે. તે બધામાં શ્રી તીર્થંકર પ્રભુના બાર ૧૭૦ Page #192 -------------------------------------------------------------------------- ________________ મંત્રસ્મરણ ગુણો સુપ્રસિદ્ધ ગણાયા છે. ચાર ઘાતકર્મોનો ક્ષય, ચાર અઘાતી કર્મોનો શુભ પ્રકારે ભોગવટો, તેમાં ૩૪ પ્રકારનાં અતિશય, ૩૫ પ્રકારનાં સત્યવચન વાણી તથા બાર ગુણોનો સમાવેશ થાય છે. શ્રી તીર્થકર ભગવાનના બાર ગુણો આ પ્રમાણે ગણાય છે: આઠ પ્રતિહાર્ય અને ચાર અતિશય. સુર પુષ્પવૃષ્ટિ (૧), દેવ દુંદુભિ (૨), અશોકવૃક્ષ (૩), સિંહાસન (૪), ભામંડળ (પ), ત્રણ છત્ર (૬), ચામર (૭) તથા દિવ્યધ્વનિ (૮). એ આઠ પ્રતિહાર્ય ગણાય છે અને અપાયાપગમાતિશય (૧), જ્ઞાનાતિશય (૨), પૂજાતિશય (૩) તથા વચનાતિશય (૪) એ ચાર અતિશય છે. અપાયાપગમાતિશય એટલે રોગ ઉપદ્રવ તથા અઢાર દૂષણોનો નાશ. જ્ઞાનાતિશય તેમનું સર્વજ્ઞપણું સૂચવે છે. પૂજાતિશયને કારણે સહુ તેમને પૂજે છે. તથા વચનાતિશયને લીધે સહુ જીવો પોતપોતાની ભાષામાં પ્રભુનો ઉપદેશ માણે છે. શ્રી તીર્થંકર પ્રભુના અનંત ગુણોમાંથી આ બાર ગુણોને શા માટે પ્રાધાન્ય આપ્યું છે તેનો વિચાર કરતાં સમજાય છે કે તેમની નિષ્કારણ કરુણાબુદ્ધિનો આવિષ્કાર થતાં, દેવો તથા સમર્થ આત્માઓ પર તેમનો જે પ્રભાવ પડ્યો છે તેનું વિસ્ફોટન કરનારા જે તત્ત્વો છે તેનો સમાવેશ શ્રી અરિહંત પ્રભુના બાર ગુણોમાં કરવામાં આવ્યો દેખાય છે. સર્વજ્ઞપણું પ્રગટાવ્યા પછી જીવ સમસ્તના કલ્યાણ અર્થે જે ઉત્તમબોધ પૂર્ણ વીતરાગભાવથી શ્રી અરિહંત પ્રભુ પ્રકાશિત કરે છે, તે દેશના સમયનું અદ્ભુત ચિત્ર હૃદયમાં કોતરાઈ જાય તેવું છે. પોતે મેળવેલા ઉત્તમ તત્ત્વને સાધ્ય કરવાનો મહામાર્ગ પ્રકાશિત કરવાના શુભ ભાવ શ્રી પ્રભુએ કર્યા જ ન હોત તો? કેટકેટલા જીવોનું કલ્યાણ અટકી પડત? પૂર્ણ વીતરાગ અવસ્થામાં, પૂર્વ ભાવોની પૂર્ણતા અર્થે શ્રી પ્રભુ જે ઉત્તમ બોધદાનનું કાર્ય કરે છે તે જગત જીવોને માટે કેટલું ઉપકારક છે? પ્રભુના એ ઉપકારનો વિચાર કરતાં સહુ પાત્ર જીવોનાં મસ્તક તેમનાં ચરણારવિંદમાં નમી પડે છે. શ્રી પ્રભુના આ અદ્વિતિય ઉપકારને લક્ષમાં લઇ વૈમાનિક દેવો તેમનું બહુમાન કરે છે. જે તત્ત્વ દ્વારા એ દેવો બહુમાન કરે છે તે તત્ત્વો પ્રભુનાં આઠ પ્રતિહાર્ય - ચોકીદાર તરીકે ઓળખાય છે. ૧૭૧ Page #193 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ શ્રી પ્રભુને દેશના પ્રકાશવાનો ઉદય આવે છે, તે પહેલાં બે ઘડીએ વૈમાનિક દેવોને તેનો લક્ષ થાય છે. અને આ ઉત્તમ કાર્યને બિરદાવવા તથા સફળતાની ટોચે પહોંચાડવા કેટલાક દેવો પ્રવૃત્તિશીલ બની જાય છે. જે સ્થળે પ્રભુની દેશના પ્રકાશાવાની હોય તે સ્થળને કેટલાક દેવો શણગારે છે. એ પવિત્ર ભૂમિ પર દેવો અચેત સુગંધી પુષ્પોની વૃષ્ટિ કરી એ સ્થળને રંગબેરંગી અને આકર્ષક બનાવે છે. દેવો દ્વારા થતી આ ચેષ્ટા સુરપુષ્પવૃષ્ટિ કહેવાય છે (૧). પ્રભુની દેશના પ્રકાશવાની છે તેનો લક્ષ થતાં કેટલાક દેવો અતિ ઉત્સાહિત થઈ લોકોને જાણ કરવા નીકળી પડે છે. તેઓ પોતાનાં વિશિષ્ટ વાદ્ય દુંદુભિ' વગાડી લોકોને જણાવે છે કે હવે શ્રી પ્રભુની દેશના પ્રગટ થવાની છે; જે જાણીને ભાગ્યવાન જીવો પોતાની રોજિંદી પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ પ્રભુની ઉત્તમ દેશનાનો સુંદર લાભ લઈ શકે છે. દેવો દ્વારા થતી આ ક્રિયા પ્રભુના પ્રતિહાર્ય “દેવદુંદુભિ” તરીકે ઓળખાય છે (૨). શ્રી પ્રભુના દેશનાના પ્રકાશન કાળ પહેલાં બે ઘડીએ કેટલાક દેવો પ્રભુને બિરાજવાના સ્થળે, અહોભાવપૂર્વક વ્યાસપીઠની રચના કરવામાં ગૂંથાઈ જાય છે. પ્રભુ ક્યા સ્થળે દેશના પ્રકાશવાના છે તેની જાણકારી માટે દેવો એક ખૂબ ઊંચા વૃક્ષની રચના કરે છે. તે વૃક્ષ અશોકવૃક્ષ તરીકે ઓળખાય છે. આ વૃક્ષનો પ્રભાવ એવો હોય છે કે તેનાં દર્શન થતાં જ જીવનાં મનમાં રહેલાં ખેદ, ગ્લાનિ કે શોક લુપ્ત થઈ જાય છે અને તેના સ્થાને સાત્ત્વિક આનંદ આવી બેસે છે. તેવી શાંત સાત્ત્વિક ચિત્ત સ્થિતિમાં સાંભળેલો બોધ વિશેષ પરિણમે છે તે સહુના અનુભવની વાત છે. પ્રભુના અત્યુત્તમ બોધનો વિશેષતાએ લાભ સહુ જગતજીવોને મળે એવા શુભ હેતુથી લોકોનાં ખેદ, ગ્લાનિ કે શોકને દૂર કરવા માટે દેવો આ રીતે નિમિત્તરૂપ અને સહાયરૂપ થાય છે; બીજી બાજુ એ જ કાર્યથી દેવોનો પ્રભુ પ્રતિનો પ્રેમભર્યો અહોભાવ પ્રગટ થાય છે. આમ આ શોકને દૂર કરી કલ્યાણનાં નિમિત્તરૂપ થનાર અશોકવૃક્ષ એક વિશિષ્ટ પ્રતિહાર્ય છે (૩). અશોકવૃક્ષની શોભામાં અભિવૃદ્ધિ કરનાર અને પ્રભુના મહાભ્યને બિરદાવનાર સિંહાસનની રચના વૈમાનિક દેવો જ કરે છે. વિવિધ પ્રકારનાં રત્નોથી જડાયેલ એક ભવ્ય સિંહાસનની રચના ઊંચા વ્યાસપીઠ પર, અને અશોક વૃક્ષની નીચે એ જ દેવો કરે છે. દેશના આપતી વખતે ૧૭૨ Page #194 -------------------------------------------------------------------------- ________________ મંત્રસ્મરણ શ્રી તીર્થંકર પ્રભુ આ સિંહાસન પર બિરાજે છે. તે સિંહાસનની ભવ્યતા અબુધ જીવોને પ્રભુનાં ઐશ્વર્યનો બાહ્યથી આછો ખ્યાલ આપે છે જે ભાવિમાં તેમને પ્રભુની આંતરિક પ્રતિભા પ્રતિ ખેંચી જાય છે. આ અતિભવ્ય સિંહાસનની રચના એવી હોય છે કે વર્તુળાકારમાં બિરાજેલા સહુ જીવને શ્રી પ્રભુ પોતાની સન્મુખ જ જણાય છે. કોઈને પણ પ્રભુની પીઠ જોવાનો સમય આવતો નથી. આ મહત્તા જીવને કલ્યાણ કાર્યમાં ખૂબ સાથ આપે છે (૪). અશોકવૃક્ષની નીચે, ઉત્તમ સિંહાસન પર બિરાજિત શ્રી તીર્થંકર પ્રભુની આત્માની પવિત્રતા સૂચક એક ઉત્તમ ભામંડળ તેમના મસ્તક પાછળ રહેલું હોય છે. તે ભામંડળની આભા સહુ જીવોનાં લક્ષમાં આવતી નથી, પાત્રતાવાળા ઉત્તમ જીવો જ ભામંડળનું દર્શન પામી શકે છે. જે જીવો આ લાભથી વંચિત રહે, તેમના લાભાર્થે વૈમાનિક દેવો તે ભામંડળને દેવલોકના ઉત્તમ રત્નોથી શણગારે છે. અને એ રત્નોના પ્રભાવથી પ્રભુનાં ભામંડળના તેજનો સમવસરણ સ્થિત સહુ જીવોને લક્ષ થાય છે. એટલું જ નહિ, એ દર્શનથી સહુને પોતાના કોઈ ને કોઈ પૂર્વજન્મનું ભાન થાય છે; જે ભાન તે જીવને આત્મકલ્યાણ પ્રતિ દોરી જાય છે. પ્રભુનો આવો ઉત્તમ પ્રભાવ પ્રગટ કરનાર ‘ભામંડળ’ નામનું પ્રતિહાર્ય છે (૫). પ્રભુ સિંહાસન પર બિરાજમાન હોય કે અન્ય સ્થિતિમાં હોય, પ્રત્યેક અવસ્થામાં દેવલોકના ઉત્તમ તારથી ગૂંથાયેલાં અને ઉત્તમ મોતીઓથી સુશોભિત કરાયેલાં ત્રણ છત્રો તેમના મસ્તક પર, થોડા ઊંચે રહ્યા કરે છે. જેમ જેમ પ્રભુ વિહાર કરે તેમ તેમ તે છત્રો તેમની સાથે જ ચાલ્યા કરે. આ છત્રો જગતના જીવોને એવું સૂચવન કરે છે કે પ્રભુ સર્વ પ્રકારની અશાંતિથી પર છે તે દર્શાવવા માટે, તેમના ગુણોને વશ થઈને અમે, તેમની સાથમાં રહેવા, તેમનાં મસ્તકે શોભીએ છીએ. તમે જો પ્રભુનાં શરણે રહેશો તો તમોને પણ અદ્ભુત ઉજ્જવલતા મળવા સાથે શાંતિપ્રેરક છાયા મળશે. અમે પ્રભુને સતત છાયા આપીએ છીએ તે જ એમનું અમારા પરનું આધિપત્ય સૂચવે છે. જગતનાં કોઈ દૂષણો, દુ:ખ કે દુઃખની છાયા પણ તેમને સ્પર્શી શકે નહિ તેની તકેદારી રાખતાં અમે તેનાં પ્રતિહાર્ય છીએ (૬). ૧૭૩ Page #195 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આ બધામાં શ્રી તીર્થંકર પ્રભુના મહિમાને વિશેષતાએ પ્રગટાવતું તત્ત્વ છે “ચામર'. દેવલોકના ઉત્તમ તાંતણાથી ચામરની ગૂંથણી દેવો કરે છે. અને જ્યારે પ્રભુની દેશના ચાલતી હોય ત્યારે ખાસ કરીને દેવો પ્રભુની સેવામાં રહી તેમને ચામર ઢોળે છે. તેનો અર્થ એ કરી શકાય કે સર્વ પ્રકારનું શુભ તથા કલ્યાણ પ્રભુનાં ચરણમાં વસે છે. તેથી પ્રભુનાં ચરણમાં જે જીવ પ્રેમથી નમે છે તે નિયમપૂર્વક ઉત્તમ સ્થિતિને પ્રાપ્ત થાય છે. સાથે સાથે પ્રભુનાં ચરણમાં રહેનારને કોઈ પણ અશુભ તત્ત્વ પીડા આપી શકતું નથી. પ્રભુનાં શરણે રહેવાથી જે લાભ થાય છે તે તેમનો ઉત્તમ ગુણ કહી શકાય. આ રીતે ચામર પ્રભુનાં રક્ષણના ગુણને પ્રકાશિત કરે છે (૭). આ સાતે પ્રતિહાર્યનો આપણે સમગ્રપણે વિચાર કરીએ છીએ ત્યારે શ્રી પ્રભુનું એક અતિ આકર્ષક ચિત્ર આપણી સમક્ષ ખડું થાય છે. રંગબેરંગી પુષ્પોથી સુશોભિત કરાયેલી પવિત્ર ધરતી પર, સમગ્ર શોકને હરનાર અશોકવૃક્ષ નીચે ભવ્ય સિંહાસન પર શ્રી પ્રભુ ધ્યાનસ્થ છે. તેમના માથે મોતીથી સુશોભિત કરાયેલાં ત્રણ છત્રો શોભે છે, તેમનાં મસ્તક પાછળ ઝળહળતું છતાં શાંતિદાયક ભવ્ય ભામંડળ છે. તે સમયે દેવો લોકોને દેશનાકાળની જાણ દેવદુંદુભિ વગાડતાં કરે છે અને પ્રભુને ચામર ઢોળી તેમનો મહિમા લોકોને પ્રત્યક્ષ કરાવે છે. આવા પવિત્ર વાતાવરણમાં શ્રી પ્રભુ આત્માને વિશુદ્ધ કરવાનો મહામાર્ગ દિવ્ય ધ્વનિથી ઘોષિત કરે છે. આ ધ્વનિનો પ્રભાવ એવો છે કે આખા સમવસરણમાં એક સરખા લય અને નાદથી પ્રભુની દેશના જીવ સાંભળી શકે છે. તેમ થવામાં દેવોની ધ્વનિગૂંથણી ખૂબ મદદરૂપ થાય છે. દેવો એવા પ્રકારની રચના કરે છે કે એ ધ્વનિ પરમાણુઓ એક સરખી ગતિથી અને વિના વિને, મધુર લય સાથે આખા સમવસરણમાં બેઠેલા શ્રોતાગણને તેમના અંતરંગમાં પ્રવેશી ઉત્તમ લાભ આપે છે. આ પણ દેવોની લીલાથી અનુભવાતું શ્રી પ્રભુનું અદ્ભુત મહાસ્ય છે. (૮) આ ધ્વનિને આખા સમવસરણમાં ફેલાવવાની ગૂંથણી દેવો કરે છે, પરંતુ તેનો જે પ્રભાવ છે તે શ્રી પ્રભુનો આગવો છે. એવું અનન્યપણું સૂચવતા ચાર અતિશયો પ્રભુના ગુણરૂપે અહીં સમાવાયા છે. એમાંના કેટલાંક અપેક્ષાએ દિવ્યધ્વનિના ભાગરૂપ છે. ૧૭૪ Page #196 -------------------------------------------------------------------------- ________________ મંત્રસ્મરણ શ્રી તીર્થકર પ્રભુને વચનાતિશય પ્રગટયો હોય છે. તેમણે સર્વ જીવના કલ્યાણના ભાવ અતિ બળવાનપણે ભાવ્યા હોય છે, તેના ફળરૂપે તેમને એવી વિશિષ્ટ વાણી પ્રાપ્ત થાય છે કે પ્રભુના આખા દેહમાંથી ‘ૐ’ ધ્વનિ પ્રગટ થતો હોવા છતાં સહુ જીવો – દેવો, દાનવો, માનવો, તિર્યંચો સહુ પોતપોતાની ભાષામાં અને પોતાની આત્મદશા અનુસાર બોધ તેમાંથી ગ્રહણ કરે છે. આ વાણી ૩૫ પ્રકારનાં સત્યવચન ગુણે કરી સહિત હોય છે, તે બધાને સમજાય તેવી, યોજન પ્રમાણ સંભળાય, મેઘ જેવી ગંભીર, સ્પષ્ટ સંતોષકારક, સહુને થાય કે મને ઉદ્દેશીને છે, પૂર્વાપર અવિરોધ, મહાપુરુષને યોગ્ય, દૂષણરહિત અર્થવાળી, કઠણ વિષયને સહેલો કરે તેવી, મધુર, ધર્મઅર્થ પ્રતિબદ્ધ, પરનિંદા સ્વવખાણ વગરની, વ્યાકરણની શુદ્ધિવાળી, આશ્ચર્યકારી, વકતાનું સંપૂર્ણપણે જણાય તેવી, ભ્રાંતિરહિત, વિલંબરહિત, ધર્યવાળી, શિષ્ટ બુદ્ધિ ઉપજાવે તેવી, સ્યાદવાદ શૈલીવાળી, પુનરુક્તિ દોષ વગરની, વગેરે ગુણોની ભરેલી હોય છે. (૧) આવી પૂર્ણવાણી પ્રકાશિત થવાનું કારણ શ્રી પ્રભુનો જ્ઞાનાતિશય છે. પ્રભુનું સર્વશપણું એ એમનો અતિશય છે. પ્રભુને એક પ્રદેશ, એક પરમાણુ અને એક સમયનું સૂક્ષ્મ જ્ઞાન હોવાને લીધે તેમને પ્રત્યેક પદાર્થનું અને આત્માનું સમય સમયનું ત્રિકાલિક જ્ઞાન સંભવે છે. આ અતિશયના ફળરૂપે સર્વ જીવ પોતાના પ્રશ્નોનું, જિજ્ઞાસાઓનું સમાધાન મેળવી શકે છે. (૨) તેમની આ સમર્થતાના કારણે સહુ જીવો તેમને પૂજે છે. પ્રભુને પૂજ્યસ્થાને રાખી તેમની સ્તુતિ કરે છે. અને આ સ્તુતિ તથા ભક્તિ જીવો પ્રેમથી કરે છે, ભયના કારણે કરતા નથી. આ તેમનો પૂજાતિશય છે. આ અતિશયના ફળરૂપે તેમની સ્તુતિ તથા ભક્તિ કરનાર જીવ શાતા તથા શાંતિ વિના વિવાદે મેળવી શકે છે. આ લોકોપકારક ગુણ હોવાથી મુખ્ય ગુણ તરીકે સમાવેશ પામ્યો છે. (૩) આ બધા ગુણોમાં ભાત પાડે તેવો તથા બાહ્યથી તેમની આંતરિક સમર્થતાનો ખ્યાલ આપે તેવો, તેમણે સેવેલા કલ્યાણભાવની સાખ પૂરે તેવો જે ગુણ છે તે અપાયાપગમાતિશય. આ અતિશયને લીધે, શ્રી પ્રભુ જ્યાં બિરાજમાન હોય છે તેની આસપાસના એક જોજન વિસ્તારમાં સર્વ પ્રકારના ઉપદ્રવનો નાશ થાય છે. ૧૭૫ Page #197 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સર્વ પ્રકારનાં રોગ, દુર્ભિક્ષ તથા અઢાર પ્રકારનાં દૂષણો એ વર્તુળમાં પ્રવેશી શકતાં નથી. એટલે કે એ વિસ્તારમાં જીવો ચોતરફથી અશુભનો નાશ અને શુભનો તથા શાતાનો ઉદય વેદે છે. આ શાતા અને સુવિધાની ફેલણી જીવને પ્રભુપ્રતિના અહોભાવ તરફ ખેંચી જાય છે. સહુ જીવોના કલ્યાણના ભાવ શ્રી પ્રભુએ પૂર્વે બળવાનપણે કર્યા હોવાથી તેમના સાનિધ્યના વર્તુળમાં જાણ્યું કે અજાણ્યે રહેનાર જીવને શાતાનું વેદન વિશેષતાએ થાય છે. સહુ જીવોને આકર્ષી જાય એવો આ પ્રભુનો અતિશય કે ગુણ છે. તો પછી જે જીવ સમજણ પૂર્વક શ્રી પ્રભુનાં શરણમાં રહેવા પ્રવૃત્ત થાય તેને મળતાં શાતા કે શાંતિનું તો પૂછવું જ શું? આ પ્રકારે લોકોને મહા ઉપકારી થાય તેવા બાર ગુણ પ્રસિદ્ધ છે. તેમ છતાં, અહીં વર્ણવાયેલા શ્રી પ્રભુનાં બાર ગુણોમાંના કોઈ ગુણને આગળ ધરીને પ્રથમ પદમાં શ્રી તીર્થંકર પ્રભુને વાંદ્યા નથી. તે પદમાં તો તેમની ‘અરિહંત’ દશાને લક્ષમાં લઈને વાંદ્યા છે. એ સૂચવે છે કે તેમની અરિહંત સ્થિતિ આ બધા કરતાં વિશેષ ઉપકારક હોવી જોઇએ. અિર એટલે શત્રુ. હંત એટલે જેનો નાશ થયો છે તે. અરિહંત એટલે જેમના તમામે તમામ શત્રુઓનો નાશ થયો છે તે, અર્થાત્ જેમને કોઈ જ શત્રુ નથી તે. આવી દશા ક્યારે મળે ? આ જગતમાં પરિભ્રમણ કરતાં એક થી પાંચ ઇન્દ્રિયો સુધીના જીવોનો વિચાર કરીએ છીએ ત્યારે સમજાય છે કે તે સહુ જીવો કોઈ ને કોઈ પ્રકારે દુ:ખ તથા અશાતાનું વેદન કરતા જ હોય છે. સતત સુખ અને શાતા વેદતા રહે તેવો કાળ સમગ્ર પરિભ્રમણ દરમ્યાન કોઈ પણ જીવ માટે જોવા મળતો નથી. આનું કારણ વિચારીએ તો પકડાય છે કે જ્યાં સુધી વૈરી છે, દુશ્મન છે ત્યાં સુધી તેમના તરફથી દુઃખ અથવા અશાતાનું વેદન વૈર નિવૃત્તિ અર્થે કરવું પડે છે. આથી એક પણ વૈરી કે દુશ્મનનું અસ્તિત્ત્વ હોય ત્યાં સુધી પૂર્ણ સુખ સંભવી શકે નહિ. બીજી રીતે કહીએ તો પૂર્ણ સુખ પૂર્ણ નિર્વેરતામાં રહેલું છે. આ સમજ્યા પછી જગતજીવોની સ્થિતિ વિચારીએ તો ખબર પડે છે કે મોટાભાગના જીવોને મિત્રો કરતાં શત્રુની સંખ્યા વિશેષ હોય છે, અને તે સ્થિતિમાં તે જીવોની અશુભ વર્તનાને કા૨ણે વધારો થતો રહે છે. પૂર્વ વેનો ભોગવટો કરવા દુ:ખ વેદી તે જીવ તેનાથી નિવૃત્ત થાય છે, પણ અશુભ ભાવ, ૧૭૬ Page #198 -------------------------------------------------------------------------- ________________ મંત્રસ્મરણ અશુભ વર્તન, વૈષ આદિનો આશ્રય કરી અનેક નવાં વેર વધારી દે છે. આ રીતે જીવ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ આદિના આશ્રયે એકથી પાંચ ઇન્દ્રિયોના જીવો સાથે શત્રુતા વધારે છે. પરિણામે પ્રત્યેક જીવ થોડી શાતા અને ઘણી અશાતા વેદે છે. શ્રી પ્રભુનો આત્મા આવી જ ઘેરાયેલી સ્થિતિમાં પોતાના શુભ ભાવોને સતત વધારતો રહે છે, સહુ સાથેની મિત્રતામાં સતત વૃદ્ધિ કરતો રહે છે અને છેવટે પૂર્ણ નિર્વેર સ્થિતિ સુધી તે પહોંચે છે. આ પ્રભુએ કરેલા મહાનકાર્યની સ્મૃતિ આપણને તેમના અરિહંતપણામાં જાગે છે. એ જ પ્રમાણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર સર્વ આત્મા પોતા તરફથી જીવ સમસ્ત પ્રતિ નિર્વેર બને છે. તેથી કેવળી બન્યા પછી તેઓને એક સમય માટે પણ અશાતા વેદવાનો પ્રસંગ આવતો નથી. શ્રી તીર્થકર પ્રભુની મહાનતા અહીં અટકતી નથી, તેઓ તેનાથી એક ડગ આગળ વધે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે તેઓ જીવ સમસ્ત પ્રતિ સદાકાળ માટે નિર્વેરી બને છે, એટલું જ નહિ પણ સર્વ જીવો તે સમયે વેર ત્યાગી શાતાના અનુભવમાં એક સમય માટે પ્રવર્તે છે, વળી તેમની છમસ્થાવસ્થામાં એવા એક એક સમય પણ આવે છે જ્યારે એમની નિર્વેરબુદ્ધિ એવી ટોચે પહોંચે છે કે સમસ્ત જીવરાશિ પણ વેરબુદ્ધિ ત્યાગી એક સમય માટે શાતાનો અનુભવ કરે છે. આપણને સહુને વિદિત છે કે શ્રી તીર્થંકર પ્રભુનો આત્મા જે સમયે ગર્ભમાં પ્રવેશે છે, જે સમયે ચરમદેહ ધારણ કરે છે, જે સમયે દીક્ષા ગ્રહણ કરે છે, જે સમયે કેવળજ્ઞાન ઉત્પન્ન કરે છે અને જે સમયે નિર્વાણ પ્રાપ્ત કરે છે ... એ પ્રત્યેક સમયે જીવ સમસ્ત એક સમય માટે શાતાનું વેદન કરે છે. જીવ શાતા ક્યારે વેદે? જ્યારે કોઈ સાથે વેરનો ઉદય ન હોય ત્યારે. તો જે જીવની નિર્વેરબુદ્ધિના બળવાનપણાને લીધે એક થી પાંચ ઇન્દ્રિય સુધીના તમામે તમામ જીવો એ સમયે અન્યોન્ય વેરબુદ્ધિ ત્યાગી શાતાનું વેદન કરે તે સમયની એ જીવની મહાનતા કેટલી હોવી જોઈએ? એમાં પણ પહેલા ત્રણ પ્રસંગે તો શ્રી પ્રભુનો આત્મા છમસ્થ હોય છે – અર્થાતુ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હોતું નથી, તે વખતે પણ તેમના અરિહંતપણાના ભાવ કેટલા બળવાન હોય છે તે વિચારવા યોગ્ય છે. આ શ્રી તીર્થંકર પ્રભુની એક અને અનન્ય લાક્ષણિકતા અરિહંતપણા'ને અનુલક્ષીને નમસ્કાર મંત્રનું પ્રથમ પદ રચાયું જણાય છે. શ્રી તીર્થકર ૧૭૭ Page #199 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પ્રભુની બળવાન નિર્વેરબુદ્ધિના પ્રભાવની જાણકારી અર્થે શ્રી શકેંદ્ર પ્રમુખ દેવો શ્રી પ્રભુના પાંચ કલ્યાણક ઉજવે છે તે અહીં સમજાય છે. નમસ્કાર મંત્રના પહેલા ચરણથી આપણને બળવાન બોધ એ મળે છે કે જો સુખ જોઇતું હોય તો વૈરીને મિત્રમાં પલટાવવાનો પુરુષાર્થ, સમજણ મળી ત્યારથી જ શરૂ કરવો જોઇએ. જ્યારે પૂર્ણતાએ નિર્વેરી થવાશે ત્યારે અવ્યાબાધ શાશ્વત નિજસુખ તન સમીપ વસી જશે. જે મહામંત્રનો આદિ આટલો સબળ હોય તે મંત્રનો પ્રભાવ અભુત હોય જ તે વિશે આશંકા આવી શકે ખરી? છતાં ય જો આશંકા સેવવામાં આવે તો તે સેવનારના કેવા હાલ થાય? આ મંત્રનું બીજું ચરણ છે: “મો સિદ્ધાપ” – હું શ્રી સિદ્ધ ભગવાનને વંદન કરું છું. પ્રત્યક્ષ કરેલા મોક્ષમાર્ગનું સ્થાપન કરી, આઠે કર્મનો પૂર્ણક્ષય જ્યારે શ્રી તીર્થકર ભગવાન કરે છે ત્યારે તેઓ કર્મક્ષેત્ર ત્યાગી મોક્ષભૂમિમાં વસવાટ કરે છે. સિદ્ધભૂમિ પર તેઓ અનંતકાળ સુધી ‘સિદ્ધ પરમાત્મા સ્વરૂપે વસે છે. તેમની સાથમાં શ્રી કેવળી ભગવંત પણ આઠે કર્મથી મુક્ત થઈ સિદ્ધ પરમાત્મા સ્વરૂપે રહે છે. સર્વ પ્રકારનાં કર્મોથી પૂર્ણતાએ મુક્ત થવા રૂપ મહાસિદ્ધિ તેમણે મેળવી છે – તે કૃતકૃત્યપણું દર્શાવવા તેઓ “શ્રી સિદ્ધ ભગવાન” તરીકે ઓળખાય છે. શ્રી અરિહંત પ્રભુએ પ્રત્યક્ષ કરાવેલા મોક્ષમાર્ગનું આરાધન કરી સિદ્ધ પરમાત્મા થવાનું લક્ષ ચૂકાય નહિ તે અર્થે મહામંત્રમાં સિદ્ધ પ્રભુને દ્વિતીય સ્થાન અપાયું જણાય છે. વળી, એ શુદ્ધાત્માને પ્રાપ્ત કરવા જેવું બીજું કંઈ પણ બાકી નથી, તે અનુપમ સિદ્ધિનું મહાભ્ય અહીં સ્પષ્ટ જણાઈ આવે છે. શ્રી સિદ્ધ ભગવાનના આઠ ગુણો સુપ્રસિદ્ધ છે. ઘાતી-અઘાતી કર્મો મળી, આઠે કર્મોનો સંપૂર્ણતયા ક્ષય થવાથી શુદ્ધાત્મામાં આઠ ગુણો પૂર્ણતાએ ખીલે છે તે આઠ ગુણો આ પ્રમાણે લઈ શકાય. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થવાથી અનંતજ્ઞાન પ્રગટ થાય છે તે પહેલો ગુણ. આ જ્ઞાનમાં એક પ્રદેશ, એક પરમાણુ અને એક સમય જેટલું સૂકમજ્ઞાન સંભવે છે. તેને ૧૭૮ Page #200 -------------------------------------------------------------------------- ________________ મંત્રસ્મરણ લીધે પ્રત્યેક જીવનું, પ્રત્યેક પદાર્થનું સમય સમયનું ત્રિકાલિક જ્ઞાન આત્મામાં ઝળકે છે. દર્શનાવરણીય કર્મનો ક્ષય થવાથી અનંતદર્શન પ્રગટ થાય છે તે સિદ્ધાત્માનો બીજો ગુણ છે. આ દર્શનના પ્રભાવથી આત્મામાં પ્રત્યેક જીવનું, પ્રત્યેક પદાર્થનું સમય સમયનું ત્રિકાલિક જોવાપણું સિદ્ધ થાય છે; આટલી સૂક્ષ્મતાથી આત્મા પદાર્થને અવલોકી શકે છે. મોહનીય કર્મનો ક્ષય થવાથી આત્માનું અનંત ચારિત્ર ખીલે છે તે ત્રીજો ગુણ છે. અનંત ચારિત્રના પ્રભાવથી સદાકાળ માટે આત્મા અડોલ સ્વરૂપમય સ્થિતિ માણે છે. અંતરાય કર્મનો ક્ષય થવાથી આત્માનું અનંત વીર્ય બહાર આવે છે તે ચોથો ગુણ છે. આ વીર્યના પ્રભાવથી સર્વ પ્રકારની શક્તિનો આવિર્ભાવ આત્મામાં સ્ફુરાયમાન થાય છે. આયુકર્મનો ક્ષય થતાં આત્માને અક્ષય સ્થિતિ આવે છે તે સિદ્ધાત્માનો પાંચમો ગુણ છે. આ ગુણના પ્રભાવથી આત્મા સદાકાળ માટે સિદ્ધભૂમિમાં સ્થિર થાય છે. નામકર્મનો ક્ષય થતાં આત્માનું અરૂપીપણું પ્રગટ થાય છે તે છઠ્ઠો ગુણ છે. સકર્મ સ્થિતિમાં તે દેહધારી રૂપ પ્રગટપણું ધરાવતો હતો તેનાથી છૂટી તે અરૂપી બને છે. ગોત્રકર્મનો ક્ષય થવાથી આત્માનું અગુરુલઘુત્વ પ્રકાશમાં આવે છે તે સિદ્ધાત્માનો સાતમો ગુણ છે. આ ગુણના પ્રભાવથી તે આત્મા ભારે નહિ, હળવો નહિ એવો બની રહે છે. વેદનીય કર્મનો નાશ થવાથી આત્મા અવ્યાબાધ સુખ પ્રત્યક્ષ અનુભવે છે તે આઠમો ગુણ છે. આ ગુણના પ્રભાવથી સિદ્ધાત્મા લૌકિક સુખદુઃખની પકડમાંથી છૂટી સહજ અવ્યાબાધ પારલૌકિક આત્મિક સુખમાં નિમગ્ન થાય છે. સંપૂર્ણતાએ કર્મનો ક્ષય થવાથી સિદ્ધાત્મા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યનો ભોક્તા બની, અરૂપીપણે અગુરુલઘુ ગુણને અવધારી અનંતકાળ સુધી અવ્યાબાધ આત્મિક સુખને માણતા રહે છે. આમ નમસ્કારમંત્રના બીજા પદમાં જે શાશ્વત સ્થિતિ શુદ્ધાત્માને અનુભવગમ્ય થાય છે તે સ્થિતિનો લક્ષ જીવાત્માને આપી, તે દશા મેળવવા ઉત્સુક કર્યા છે. શ્રી તીર્થંકર પ્રભુ કે સિદ્ધ પ્રભુને પૂર્ણતા પ્રાપ્ત થઈ હોવાથી, તેમણે ભૂતકાળમાં કરેલું મોક્ષમાર્ગનું આચરણ જીવાત્માને વર્તમાનકાળમાં પ્રત્યક્ષપણે જોવાતું નથી. અને તેના પ્રત્યક્ષપણા વિના જીવાત્માને એ માર્ગનું આરાધન કરવાનો ઉત્સાહ આવતો ૧૭૯ Page #201 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ નથી. મોક્ષમાર્ગનું પ્રત્યક્ષ આચરણ અને આરાધન જીવને જોવા મળે છે શ્રી ગણધરજી અને શ્રી આચાર્યજી પાસેથી. મોક્ષની પ્રાપ્તિ અર્થે જે ઉત્તમ આચારસંહિતા શ્રી પ્રભુએ દર્શાવી છે તેનું યથાર્થ પાલન કરે છે આચાર્યજી. આચાર્યોમાં શ્રેષ્ઠ તે શ્રી ગણધર. શ્રી ગણધર શ્રી તીર્થંકર પ્રભુના મુખ્ય શિષ્ય હોય છે. અને તેમની અવસ્થા આચાર્યોમાં ઉત્તમ ગણાય છે. તેઓ યથાર્થતાએ પ્રભુનો બોધ અવધારી ઉત્તમ આજ્ઞાપાલન સાથે મોક્ષમાર્ગ આરાધે છે. સાથે સાથે અન્ય મુમુક્ષુઓને સાથ આપી મોક્ષમાર્ગમાં આગળ વધારે છે. તેઓ શ્રી પ્રભુ પ્રણીત બોધનો અને માર્ગનો ફેલાવો સર્વ ભવ્ય જીવો સમક્ષ અવિરતપણે કરતા રહે છે. આમ તેઓ લોકસમુદાય (ભવ્ય જીવો) તથા શ્રી સર્વજ્ઞપ્રભુને જોડનાર અતૂટ કડી સમાન છે. ધન્ય છે તેમની પરોપકારિતાને! છદ્મસ્થ સાધકોમાં સર્વોત્તમ કલ્યાણ કરનાર જો કોઈ હોય તો તે શ્રી ગણધરજી પ્રમુખ આચાર્યજી છે. તેમની પરોપકાર વૃત્તિને તથા સ્વગુણોના પ્રગટ કરનાર તરીકે આ નમસ્કાર મંત્રમાં ત્રીજું ચીરસ્મરણીય સ્થાન અપાયું છે. તેમને વંદન કરવાથી, “મો માયરિયા ” કહેવાથી તેમના ગુણો તથા ઉપકારને સ્મૃતિમાં રાખી, તે અવસ્થા સુધી, ગુણ પ્રાપ્તિના ધ્યેયને સ્વીકારી સવિનય વંદન કરાયા છે. શ્રી આચાર્યજી છદ્મસ્થ અવસ્થાના છત્રીશ ગુણધારી ધર્મનાયક ગણાય છે. તેઓ ધારતા અને પાળતા છત્રીશ ગુણો આ પ્રમાણે છે: પાંચ ઇન્દ્રિયના પાંચ વિષયમાં રાગદ્વેષ કરે નહિ, તે પાંચ ગુણ. નવવાડ વિશુદ્ધિથી બહ્મચર્ય પાળે – શિયળ પાળે તે નવ ગુણ. (સ્ત્રી, પશુ, નપુંસક જ્યાં ન હોય ત્યાં વસે; સ્ત્રી સાથે રાગથી વાત કરે નહિ; સ્ત્રી બેઠી હોય તે સ્થાને બે ઘડી સુધી બેસે નહિ; સ્ત્રીનાં અંગોપાંગ રાગથી જુએ નહિ; જ્યાં કામવાર્તા થતી હોય ત્યાં ભીંતના આંતરે પણ રહે નહિ; અગાઉ ભોગવેલા વિષયાદિ સંભારે નહિ; નીરસ એવો આહાર પણ અધિક કરે નહિ; સ્નિગ્ધ આહાર કરે નહિ; શરીરની શોભા કરે નહિ; ટૂંકમાં કહીએ કે કાયિક, માનસિક કે વાચિક ચલિતપણું આપે એવા એકપણ નિમિત્તમાં તેઓ જાય નહિ); ક્રોધ, માન, માયા કે લોભ એ ચાર કષાય કરે નહિ તે ચાર ગુણ; અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતનું સૂક્ષ્મતાએ પાલન કરે તે પાંચ ૧૮૦ Page #202 -------------------------------------------------------------------------- ________________ મંત્રસ્મરણ ગુણ; જ્ઞાનાચાર (જ્ઞાન ભણે, ભણાવે તથા ભણનારને સહાય કરે), દર્શનાચાર (શુદ્ધ સમ્યકત્વ પાળે, પળાવે, સમકિતથી પડતાને સમજાવી સ્થિર કરે), ચારિત્રાચાર (શુદ્ધ ચારિત્ર પાળે, પળાવે, અનુમોદ), તપાચાર (છ બાહ્ય તપ: અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસ પરિત્યાગ, કાયક્લેશ અને સંલીનતા, છ અત્યંતર તપ: પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન અને કાયોત્સર્ગ એ કરે, કરાવે, અનુમોદ), વર્યાચાર (ધર્માચાર કરવામાં પોતાની બધી શક્તિ ખીલવે) આ પાંચ આચાર પાળે તે પાંચ ગુણ; ઈય સમિતિ (ઉપયોગ પૂર્વક ચાલવું), ભાષા સમિતિ (ઉપયોગ પૂર્વક બોલવું), એષણા સમિતિ (ઉપયોગ પૂર્વક અપ્રાસુક આહાર તથા પાણી વહોરવા નહિ), આદાન નિક્ષેપણ સમિતિ (વસ્ત્ર કે પાત્ર અણપૂંજી ભૂમિ પર લેવું કે મૂકવું નહિ), પરિસ્થાપન નિકાસ સમિતિ (મળમૂત્ર અણપૂંજી જીવાકૂલ ભૂમિએ પરઠાવવું નહિ), એ પાંચ સમિતિ પાળે તે પાંચ ગુણ; મનોગુપ્તિ (આર્ત રોદ્ર ધ્યાન ધ્યાવે નહિ), વચનગુપ્તિ (નિરવ વચન પણ કારણ વગર બોલે નહિ), કાયગુપ્તિ (જરૂર વગર શરીરને હલાવે નહિ), આ ત્રણ ગુપ્તિ પાળે તે ત્રણ ગુણ. આ બધા ગુણોનો સરવાળો છત્રીશ થાય છે. જે ગુણપાલન સહિત આચાર્યજી વર્તે છે તેની વિચારણા કરીએ તો સમજાય છે કે તેઓ ક્ષણે ક્ષણે મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે. તેમની વર્તના તથા ભાવના એવાં રહે છે કે પ્રત્યેક સમયે કર્મબંધ કરતાં કર્મનિર્જરા અસંખ્યગણી હોય છે. ટૂંકમાં કહીએ તો છબસ્થમાં સંભવિત ઉત્તમોત્તમ ચારિત્ર તેઓ પાળે છે. આવા આદર્શ ચારિત્રના પાળનાર શ્રી આચાર્યજી પ્રત્યક્ષ કલ્યાણ કરનાર ઉપકારક આત્મા તરીકે ચીરસ્મરણીય સ્થાને મહામંત્રમાં રહે તે સહજ છે. તેઓ પોતાની આત્મશુદ્ધિ વધારતાં વધારતાં અન્ય પાત્ર જીવોને ખૂબ જ મદદકર્તા થાય છે. શ્રી આચાર્યજીએ ઉપાડેલા સ્વાર કલ્યાણના ભવ્ય પુરુષાર્થમાં સતત સહાયરૂપ થનાર, શુદ્ધિના માર્ગે પળનાર શ્રી ઉપાધ્યાયજીનું સ્થાન તેમના પછી તરત જ આવે છે. શ્રી પ્રભુના બોધને સર્વાગે અવધારી, એ બોધને આચાર્યજી ગ્રંથસ્થ કરે છે તથા ભવ્ય જીવોને તેનો ઉપદેશ કરે છે; આ ગ્રંથોનો તથા ઉપદેશનો સતત અભ્યાસ કરી, આચાર્યજી પ્રણીત શાસ્ત્રો તથા સૂત્રોનાં રહસ્યને સમજી અન્યને સમજાવવામાં ૧૮૧ Page #203 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ રત રહેનાર, જ્ઞાનદાન કરવામાં જન્મ સાફલ્ય માનનાર શ્રી ઉપાધ્યાયજીનો ઉપકાર કદી વિસરી શકાય તેમ નથી. તેમનું શુદ્ધ ચારિત્ર અને જ્ઞાનદાન કરવાની તેમની તમન્ના સામાન્ય જનમાં મોક્ષાભિલાષા જાગૃત કરવામાં બળવાન નિમિત્ત બને છે. આમ જનસામાન્ય અને આચાર્યજીની વચ્ચેની કડી તે શ્રી ઉપાધ્યાયજી છે. તેથી, નમસ્કારમંત્રમાં તેમના ઉપકારને અનુલક્ષીને “ગમો સવન્નાયાળું” કહી સવિનય વંદન કરાયા છે. શ્રી ઉપાધ્યાયજીના પચ્ચીશ ગુણો પ્રસિદ્ધ છે. ચારિત્ર પાલન કરવાની માનસિક તૈયારી કરવાનું અને કરાવવાનું કાર્ય શ્રી ઉપાધ્યાયજી શાસ્ત્રાધ્યયન દ્વારા કરે છે. તેથી તેમના ગુણોમાં એ અંગને પ્રાધાન્ય આપેલું છે. શ્રી ઉપાધ્યાયજી અગ્યાર અંગ તથા બાર ઉપાંગોમાં શ્રી પ્રભુ દ્વારા જણાવાયેલા સિદ્ધાંતો ભણે છે અને ભણાવે છે, તેના આશ્રયે તેઓ આચાર્યજી જેવું ઉત્તમ ચારિત્ર ખીલવવા માટે પાત્રતા કેળવે છે અને કેળવાવે છે. અગ્યાર અંગ (આચારાંગ, સૂત્રકૃતાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથાંગ, ઉપાસક દશાંગ, અંતઃગત, અનુત્તરોવવાઈ, પ્રશ્ન વ્યાકરણ તથા વિપાક સૂત્ર) ભણે તથા ભણાવે એ અગ્યાર ગુણ. બાર ઉપાંગ (ઉવવાઈ, રાયપસેણી, જીવાભિગમ, પન્નવણા, જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ, ચંદપન્નતિ, સૂર પન્નતિ, કપ્પિયા, કાવ્પવડંસિયા, પુંકિયા, પુચુલિયા, હિનદશાંગ) ભણે તથા ભણાવે એ બાર ગુણ. ચરણ સિત્તરી તથા કરણ સિત્તરી પાળે તે બે ગુણ. સામાન્ય સંજોગોમાં ઉપાધ્યાયજી જે આચાર પાળે તે ચરણ સિત્તરી કહેવાય છે, અને વિશેષ સંજોગોમાં ઉપાધ્યાયજી જે આચાર પાળે તે કરણ સિત્તરી કહેવાય છે. ચરણ સિત્તરીમાં ૫ મહાવ્રત, ૧૦ યતિધર્મ, ૧૭ ભેદે સંયમ, ૧૦ વૈયાવચ્ચ, ૯ બ્રહ્મચર્યની ગુપ્તિ, ૩ રત્ન (રત્નત્રય), બાર પ્રકારમાં તપ, ચાર કષાયનો નિગ્રહ મળી કુલ ૭૦ આચાર થાય છે. કરણ સિત્તરીમાં ૪ પિંડવિશુદ્ધિ, ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૧૨ ભાવના, ૧૨ સાધુની પ્રતિમા, ૫ ઇન્દ્રિય નિગ્રહ, ૨૫ પ્રકારે પ્રતિલેખના, અને ૪ અભિગ્રહ મળી ૭૦ આચાર આવે છે, આમ બધા મળી પચ્ચીશ ગુણ થયા. આ પરથી સમજાય છે કે શ્રી ઉપાધ્યાયજીને જ્ઞાનાવરણનો બળવાન ક્ષયોપશમ હોવો જરૂરી છે. સાથે ૧૮૨ Page #204 -------------------------------------------------------------------------- ________________ સાથે અવિરોધ વાણીયોગ પણ જરૂરી છે, તે વિના શાસ્ત્રો ભણાવવાનું કઠિન કાર્ય થઈ શકે નહિ. મંત્રસ્મરણ મોક્ષમાર્ગને અનુભવી પ્રકાશિત કરનાર શ્રી તીર્થંકર પ્રભુ, તેમની જાણકારી ઝીલી તેને સફળતાપૂર્વક આચરનાર શ્રી આચાર્યજી; તેની મહત્તા જનસમાજને દૃઢ કરાવના૨ શ્રી ઉપાધ્યાયજી આ ત્રણેની કાર્યશક્તિ તો જ કાર્યવંત બને, જો તે સર્વને યથાર્થ ઝીલી, તે માર્ગે ચાલવાની બળવાન વૃત્તિ સેવનાર વિદ્યાર્થીગણનો તેમને સાથ સાંપડે. ઉત્તમ વિદ્યાર્થીગણ વિના શિક્ષકગણની બધી મહેનત વ્યર્થ જાય છે. આ દૃષ્ટિએ જોઇએ તો મોક્ષમાર્ગ સ્થાપના૨, મોક્ષમાર્ગ આચરનાર, તથા મોક્ષમાર્ગ સમજાવનારની બાજુમાં જ મોક્ષમાર્ગને ઝીલનારનું સ્થાન સંભવે છે. આવા ઉત્તમ આત્માઓનો ઉત્તમ બોધ ઝીલવા માટે કેવા પાત્ર શિષ્યો જોઇએ તેની સમજ આ મહામંત્રના પાંચમા પદ “નમો તોપુ સવ્વ સાહૂળ”માં દર્શાવી છે. એ પદમાં આખા લોકમાં જ્યાં જ્યાં પ્રભુ પ્રણીત મોક્ષમાર્ગને ગ્રહણ કરવા આતુર સાધુ સાધ્વીઓ વિચરે છે તેને સવિનય વંદન કર્યા છે. તેઓ સંસાર સંબંધી વૃત્તિઓને સંક્ષેપી આત્મવૃત્તિમાં એકાકાર થવા મથતા જીવો છે. તેમના સત્તાવીશ ગુણો પ્રસિદ્ધ છે. આ ગુણો જેટલી વિશેષતાએ ખીલે તેટલા પ્રમાણમાં શિષ્ય તરીકેનું ઉત્તમપણું પ્રાપ્ત થાય છે. અને તેમાંથી વિકાસ કરતાં કરતાં કેટલાય જીવો ઉપાધ્યાય, આચાર્ય કે અરિહંત પદ સુધીનો વિકાસ સાધે છે. આ લક્ષ પાંચ પદના ક્રમથી ધ્વનિત થાય છે. શ્રી સાધુના સત્તાવીશ ગુણો આ પ્રમાણે છે. પાંચ મહાવ્રતનું પાલન તે પાંચ ગુણ; રાત્રિભોજન ત્યાગ તે એક ગુણ; પાંચ પ્રકારનાં એકેંદ્રિય તથા ત્રસ એ છ કાયનું રક્ષણ કરવું તે છ ગુણ; પાંચ ઇન્દ્રિયના પાંચ વિષયને રોકવાં તે પાંચ ગુણ; લોભનો નિગ્રહ કરવો; ક્ષમા ધા૨વી; ચિત્ત નિર્મળ રાખવું; વસ્ત્રની વિશુદ્ધ પ્રતિલેખના કરવી; સંયમ યોગમાં પ્રવર્તવું; મનનો રોધ કરવો; અકુશળ વચનનો રોધ કરવો, અકુશળ કાયાનો રોધ કરવો, પરિષહ સહન કરવા; ઉપસર્ગ સહન કરવા આ બધા મળી સાધુના સત્તાવીશ ગુણો થાય છે. આ ગુણોનો વિચાર કરીએ ત્યારે સમજાય છે કે સંસારસુખની લાલસા છોડવામાં જે જે નીતિનિયમો સહાયરૂપ થાય તેનું કડકપણે પાલન કરતાં ૧૮૩ — Page #205 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જવું, સંસારી સર્વ પ્રવૃત્તિનો ત્યાગ કરી મળતી નિવૃત્તિનો ઉપયોગ આત્મશોધનાર્થે કરતા જવો એ મુખ્ય ગુણ - મુખ્ય સ્વભાવ શિષ્યગણે ખીલવવા યોગ્ય છે. જ્યાં જ્યાં આત્માને બંધન થાય તેવી પ્રવૃત્તિ હોય તેનો ત્યાગ કરવાનો છે. એટલે કે કર્મનો સંવર વધારી સાથે સાથે કર્મની નિર્જરા પણ વેગવતી કરવાની છે. શ્રી વીતરાગ ભગવંતના માર્ગમાં આવો ઉત્તમ પુરુષાર્થ કરનાર જે મોક્ષાભિલાષી વિદ્યાર્થીગણ છે તે સર્વ જિજ્ઞાસુ જીવોને વંદનીય કેમ ન હોય? સામાન્ય જનને આદર્શ વિદ્યાર્થીગણનું આ ચારિત્ર પણ અત્યંત ઉપકારી છે. શ્રી પ્રભુની પરમાર્થ પાઠશાળાનાં પાંચ ઉત્તમ અંગોનો આપણે લક્ષ કર્યો. શ્રી અરિહંત ભગવાન, શ્રી સિદ્ધ પરમાત્મા, શ્રી આચાર્યજી, શ્રી ઉપાધ્યાયજી, અને શ્રી સાધુ સાધ્વીરૂપ વિદ્યાર્થીગણ એ પાંચ અંગ ગુણસમૂહથી વિભૂષિત છે. તે પ્રત્યેકના ગુણોનો પરિચય સામાન્ય જીવને જ્યારે થાય છે ત્યારે તેમના માટેનું આકર્ષણ સહજપણે વધી જાય છે. આ પંચાંગમાં પોતે સમાવેશ પામી સ્વકલ્યાણની પ્રવૃત્તિ બળવત્તર કરવા જીવો ઉત્સાહીત થાય છે. એ પ્રસંગે આ પાંચ ઉત્તમાંગો સ્વવિકાસમાં કેટલા ઉપકારી છે તેનો લક્ષ જીવને આવે છે. વળી પોતાને ચડતા ક્રમમાં આ ગુણોની સિદ્ધિ મળતી જાય તેવી ભાવનાના વિશેષપણામાં તે જીવ આ પાંચે પરમઉપકારી ભગવંતને સહજતાએ નમી પડે છે, તેથી માનાદિ કષાયનો પરાભવ કરવા ભાગ્યશાળી થાય છે. આત્મશુદ્ધિની પ્રક્રિયામાંથી પસાર થનાર સર્વ જીવ પર જે કોઈ ઉપકાર કરે છે તે અવશ્ય આ પાંચમાંથી કોઈ પણ એક પદમાં સમાવેશ પામે છે. જે જીવ આત્મશાંતિ મેળવવાના ભાવથી ધર્મારાધન કરવા પ્રવૃત્ત થાય છે, તે જીવને શ્રી સાધુ સાધ્વીજીના શુભ ચારિત્રનો પ્રભાવ ઉત્તમ વિદ્યાર્થી બનવા પ્રેરે છે. જે જીવ એટલી વિશુદ્ધિ સુધી પહોંચે છે તેને ઉપાધ્યાયજીનો જ્ઞાનપ્રભાવ વિકાસાર્થે બળવાન પ્રેરણા આપી જાય છે. એ જીવ ઉપાધ્યાયજીની કક્ષા સુધી પહોંચે છે ત્યારે તેને શ્રી આચાર્યજીનું આત્મચારિત્ર બળવાનપણે પ્રેરણા આપી જાય છે. અને આચાર્યજીની કક્ષાએ વિરાજમાન આત્માને પૂર્ણ નિર્વેરપણા સિવાયનું કોઈ લક્ષસ્થાન રહી શકતું નથી. આમ પરમાર્થે વિકસનાર ૧૮૪ Page #206 -------------------------------------------------------------------------- ________________ અને ઉપકાર કરનાર સર્વ જીવ કોઈ ને કોઈ પદમાં સહેજે સમાવેશ પામે છે. આ દૃષ્ટિથી નમસ્કાર મહામંત્રને વિચારીએ તો જણાય છે કે આ મંત્રનું રટણ કરવાથી જગતના તમામે તમામ ઉત્તમ આત્માર્થીઓનું રટણ થાય છે અને તેમને વિનયભાવથી વંદન કરવા દ્વારા તેમના આશીર્વાદ ગ્રહણ થાય છે. આ પાંચ પરમેષ્ટિ ભગવંતના ગુણોનો સરવાળો કરીએ તો તે એકસો આઠ થાય છે, (૧૨+૮+૩૬+૨૫+૨૭=૧૦૮). તેમાં આત્માના અનંતે અનંત ગુણો કોઈ ને કોઈ રૂપે સમાય છે. આ કારણે, મંત્રસ્મરણ દ્વા૨ા એ ગુણોનો વિકાસ કરવા માટે તેઓનો અનુગ્રહ અને કૃપા પ્રાપ્ત થાય છે. તેથી નમસ્કાર મંત્ર પરમ ઉપકારક છે. પંચપરમેષ્ટિ ભગવંતના ગુણોનો લક્ષ કરવાથી આત્માના અનંત ગુણોનું આરાધન થાય છે, જીવમાં માર્ગનું જાણપણું ક્રમે ક્રમે આવતું જાય છે. આ આરાધનના ફળરૂપે પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ મેળવી, તેમના અનુગ્રહે સિદ્ધાવસ્થા સુધીનો વિકાસ તે જીવ કરી લે છે. આ પ્રકારે વિચારતાં જગતના સર્વ શ્રેષ્ઠ સત્પુરુષો અને તેમના ગુણોનો સમાવેશ આ મહામંત્રમાં જોઈ શકાય છે. પરિણામે જગતના સર્વ મંત્રો – જે અમુક ગુણ કે અમુક સ્થિતિને અનુલક્ષીને રચાયા હોય છે તે સર્વ આ મહામંત્રમાં સમાઈ જાય છે તેમ કહી શકાય. બીજી રીતે કહીએ તો કહી શકાય કે આ મહામંત્રમાં વર્ણવાયેલા પાંચે ઈષ્ટદેવતાને ભાવપૂર્વક વંદન કરવાથી જગતના તમામ આત્માર્થી જીવોને વંદન થઈ જાય છે, અને એના ઈષ્ટ ફળ તરીકે તેમના સાક્ષાત્ ગુણો જીવમાં ગૂંથાઈ જાય છે. મંત્રસ્મરણ આવા મહામંત્રનો મહિમા અદ્ભુત હોય તે સાવ સ્વાભાવિક છે. તેનો મહિમા પછીના ચાર પદમાં વર્ણવાયો છે. “સો પંવ નમુક્કારો' આ પાંચ નમન, 'सव्व पाव पणासणो' સર્વ પાપનો નાશ કરનાર છે, મંાતાળું ચ સવ્વેસિ' · બધામાં મંગલરૂપ છે, ‘પઢમં હવદ્ મંત્રં' – સૌ પ્રથમ મંગલરૂપ છે. શ્રી પંચ પરમેષ્ટિ ભગવંતને યથાયોગ્ય ભાવથી વિનમ્રતાએ વારંવાર વંદન કરવાથી ક્યા — — ૧૮૫ ફળની પ્રાપ્તિ થાય છે તે આ ચાર પદમાં બતાવી જીવને કલ્યાણસન્મુખ થવા ઉદ્બોધન કર્યું છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ શુભભાવથી શુદ્ધાત્મા તથા શુદ્ધ થતા આત્માઓને તેમના ગુણોની સ્મૃતિ સાથે સવિનય વંદન થાય એટલા કાળ માટે મંત્રરટણ કરનાર અશુભભાવ તથા અશુભ પ્રવૃત્તિથી છૂટી જાય છે. તેથી તે સમયમાં નવાં કર્મબંધ તેને ઘણા ઓછા થાય છે. સાથે સાથે એ સમયે જે જે અશુભ કર્મના ઉદયો આવે છે તે સહેલાઈથી ક્ષય થઈ જાય છે, અને બીજાં પણ ઘણાં અશુભ કર્મો આ મંત્રારાધનથી ટળી જાય છે. તેથી મંત્રરટણ એ સર્વ પ્રકારનાં પાપનો નાશ કરનાર થાય છે તે સ્પષ્ટ થાય છે. વળી મંત્ર રટતી વખતે તે મંત્રદાતા કે શુદ્ધાત્મા સાથે તેનું અનુસંધાન થાય છે, અને તેમના આશીર્વાદનું સાંધણ થવાથી અંતરંગમાં શુભ ભાવો પ્રગટે છે, જે મંત્રરટનાર માટે કલ્યાણકારી નીવડે છે. સામાન્ય રીતે જીવ પોતાની રીતે શુભભાવમાં સ્થિર રહી શકતો નથી, પરંતુ જ્યારે તે મંત્ર દ્વારા તેના પ્રણેતા સાથે અનુસંધાન પામે છે ત્યારે તે સત્પરુષના પ્રભાવથી તે મંત્રની સહાયથી લાંબા ગાળા સુધી શુભભાવમાં ટકી શકે છે. આત્માર્થે સેવેલા આ શુભભાવો મંગલમય નીવડે તે સમજાય તેમ છે. વળી જેમ જેમ આરાધન વધતું જાય તેમ તેમ જીવની સિદ્ધિ વધતી જાય છે, તે એટલે સુધી કે જીવાત્મા પરમાત્મા બની જાય છે. આ પ્રકારનું કલ્યાણ એ સૌથી ઉત્તમ કલ્યાણ છે એ નિર્વિવાદ છે. તેથી છેલ્લા પદમાં ‘પઢમં હવે મંત્તિ' દ્વારા આ કલ્યાણ દર્શાવી આપ્યું છે. આ ચારે પદથી જીવને પહેલા પાંચ પદના રટણની ફલશ્રુતિ શું થાય છે તેનું ભાન આવે છે અને એ જીવ ઉત્સાહિત બની આરાધન કરવા પ્રવૃત્ત થાય છે. જો શ્રી પ્રભુએ આ નમસ્કાર મંત્રની ફલશ્રુતિ જણાવી ન હોત તો જનસામાન્યને એનો લક્ષ ન થાત, આ મંત્રનું આકર્ષણ ન થાત અને આરાધન મંદ થાત. કદાચિત્ આ અનાદિસિદ્ધ મંત્ર લુપ્તપ્રાયઃ બની જાત. તેમાં જણાવેલી ફલશ્રુતિને કારણે જુદા જુદા હેતુએ તે મંત્રનું આરાધન થતું રહ્યું છે. અને તેના ઉત્તમ ફળને અનેકાનેક જીવોએ અનુભવ્યું છે. એ દ્વારા તેમાં સપુરુષો તરફથી પ્રાણ પૂરાતો રહ્યો છે. જે લશ્રુતિ આ મહામંત્ર માટે જણાવવામાં આવી છે, તે જ લશ્રુતિ સપુરુષ દત્ત મંત્રારાધન કરવામાં પણ મળે છે તે ભૂલવા યોગ્ય નથી. નમસ્કાર મંત્ર કરતાં કરતાં જ્યારે કોઈ વિશિષ્ટ કર્મ જીવને વિકાસમાં અંતરાયરૂપ નીવડે છે ત્યારે તે કર્મને નિવૃત્ત કરવામાં સહાયરૂપ થાય તેવો બળવાન મંત્ર ૧૮૬ Page #208 -------------------------------------------------------------------------- ________________ મંત્રસ્મરણ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની કૃપાથી શ્રી સદ્ગુરુ પાસેથી પ્રાપ્ત થાય છે. તેનો લાભ લઈ જીવ અવિરતપણે વિકાસ સાધી શકે છે. આમ કોઈ વિશિષ્ટ મંત્ર લેવાની જરૂરિયાત હોય ત્યારે તે અપ્રાપ્તિના પ્રસંગમાં નમસ્કાર મહામંત્ર તે ખામી દૂર કરી જીવને પરમપદ સુધી પહોંચાડે છે. અહીં કરેલાં વિવરણ પરથી સમજી શકાય છે કે મંત્રસ્મરણ એ કર્મક્ષય માટે અતિ બળવાન સાધન છે. જો યોગ્ય રીતે આ મંત્રસ્મરણ કરવામાં આવે તો તે જલદીથી શુભ ફળ આપનાર બને છે. મંત્રસ્મરણની વિધિ પોતાના સદ્ગુરુ અથવા શ્રી અરિહંત પ્રભુના ચિત્રપટ સમક્ષ વિનયભાવે વંદન કરી શાંત ચિત્તથી બેસવું. એ સમયે અન્ય કોઈ પ્રવૃત્તિ કરવાનો બોજ મન પર ન હોય તે ખાસ જોવું કારણ કે જો તેવો બોજો હોય તો જીવથી સ્મરણમાં એકાગ્રતા કેળવી શકાતી નથી, ચિત્ત એ બાજુ ખેંચાઈ જાય છે અને વિવિધ વિચારણા કરવામાં તે સરી પડે છે. તે મંત્રસ્મરણના લાભને લુપ્ત કરી નાખે છે. શાંત થઈને બેઠા પછી પોતાને જે આત્મશુદ્ધિ તથા આત્મશાંતિ જોઈએ છે તેની પ્રાપ્તિ માટે તથા તેમાં વિઘ્ન કરનારાં કર્મોની નિવૃત્તિ અર્થે થોડીવાર પ્રાર્થના કરવી. તે પછી વિશુદ્ધિ અટકાવનારા તથા શાંતિભંગ કરનારા જે જે કર્મો પૂર્વે બાંધ્યા હોય તેની પશ્ચાત્તાપપૂર્વક શ્રી પ્રભુની સાક્ષીએ ક્ષમા માગવી. આમ કરવાથી જીવ હળવાશ અનુભવે છે અને અન્ય વિચારોથી અલિપ્ત થવા પાત્રતા કેળવે છે. પૂર્વભૂમિકા તૈયાર કર્યા પછી, પ્રભુ કૃપા કરવાના જ છે, તેમના તરફથી બળ મળવાનું જ છે તેવી શ્રદ્ધા આત્મામાં કેળવી મંત્રનું રટણ પંદર વીસ મિનિટ સુધી કરવું. તે દરમ્યાન અન્ય કોઈ વિચારમાં સરી ન પડાય તેની કાળજી કરવી. કદાચિત્ અન્ય વિચારમાં ચાલી જવાય તો તરત જ તેનાથી છૂટી મૂળ મંત્ર સાથે અનુસંધાન કરી લેવું. આમ કરવાથી આત્મામાં શાંતિ અનુભવાય છે અને મંત્ર સાથે એકાકાર બની જવાય છે. આવી સ્થિતિ થોડા દિવસ રહે, તે પછીથી જીવને એવી સ્થિતિ પ્રાપ્ત થાય છે કે ૧૮૭ Page #209 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ થોડા કાળ માટે ઇન્દ્રિય સાથેનું અનુસંધાન પણ આત્મા છોડી દે છે, નિર્વિકલ્પતાવાળી શુન્યાવસ્થામાં તે જાય છે અને એટલા કાળ માટે તે જીવ આત્માનુભવ પામે છે. સ્વાનુભવમાં રહેલો આત્મા શાતા તથા આનંદ વેદવા સાથે અનંતગમે કર્મની સકામ નિર્જરા કરે છે. આવો અનુભવ વારંવાર થાય તો આત્મશુદ્ધિ જલદીથી થાય છે. આત્મશુદ્ધિ જલદી કરવામાં મંત્રસ્મરણ મૂળ કામ કરે છે. આ સ્મરણકાળ તથા સ્મરણસ્થળ બને ત્યાં સુધી એક જ રાખવાં, જેથી જીવને સ્વનું અનુસંધાન ત્વરાથી થાય છે અને સહેલાઈથી સ્વાનુભવમાં રમી રહે છે. જ્યારે સ્વાનુભવ કરવાની શક્તિ વિશેષતાએ ખીલે છે ત્યારે સ્થળ, કાળના બંધનની મર્યાદા ત્યાગી દેવી યોગ્ય છે. આ શક્તિ ખીલી ન હોય ત્યાં સુધી સ્થળ તથા કાળની એકતા રાખવી હિતાવહ છે. જેમ જેમ જીવનું સ્વરૂપનું અનુસંધાન વધતું જાય છે તેમ તેમ તેની આત્મશુદ્ધિ વધતી જાય છે, અને વેદેલી શાંતિનો પ્રભાવ તે પછીના સમયમાં પણ પથરાયેલો રહે છે. બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરવાની હોય તો તેમાં પણ અંતરંગ પરિણામ શાંત ને શાંત રહે છે. પરિણામ મંદ હોય તો નવાં કર્મબંધ ઘણાં મંદ થાય, અને તે કર્મબંધ છોડવા ધ્યાન, મનન, ચિંતન ઘણાં મદદરૂપ થાય છે. આથી યોગ્ય રીતે અને યોગ્ય કાળે સ્મરણમંત્ર કરવા ચૂકવું નહિ એવો બોધ આપણને શ્રી આપ્તપુરુષ તરફથી વારંવાર મળ્યા કરે છે તે યથાર્થ જણાય છે. મુખ્યતાએ મોહનીય કર્મનો ક્ષય કરવા પુરુષાર્થ થવું એ જરૂરી છે. તેનો નાશ થવાથી જીવનો ચારિત્રગુણ ખીલતો જાય છે – સદાચારાદિ વધતાં જાય છે તેને વિશેષતાએ દીપાવવા માટે જ્ઞાન તથા દર્શનનાં આવરણ તોડવા પ્રયત્ન કરવો ઘટે છે. કારણ કે જ્ઞાન અને દર્શન જેમ જેમ ખીલતાં જાય છે તેમ તેમ જીવને લક્ષ વધે છે કે મોહ તેને ક્યાં અને કઈ રીતે પીડા પહોંચાડી રહ્યો છે. એ સમજણનો લાભ લઈ મોહ તોડી જીવ પોતાની વિશુદ્ધિ પૂર્ણતા સુધી લઈ જઈ શકે છે. આથી આત્માને પૂર્ણ શુદ્ધ કરવો હોય તો પ્રાર્થના ક્ષમાપનાના સાથથી જીવની પાત્રતા ૧૮૮ Page #210 -------------------------------------------------------------------------- ________________ મંત્રસ્મરણ તૈયાર થાય છે અને મંત્રસ્મરણના આરાધનથી સાક્ષાત્ શુદ્ધિ – જ્ઞાતાદ્રષ્ટાપણું પ્રગટાવી શકાય છે. અહીં આપણે પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણના પ્રભાવને એક એક પ્રકારે વિચાર્યો. તે ત્રણેનું યથાયોગ્ય મિશ્રણ સાથે આરાધના કરવામાં આવે તો જીવ ટૂંકા ગાળામાં મોટી સિદ્ધિ – “આત્મશુદ્ધિ” – ને પ્રાપ્ત કરી શકે છે. પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણનો ત્રિવેણીસંગમ એ હકીકતમાં સાચો મોક્ષમાર્ગ છે, એમ કહી શકાય. શાસ્ત્રીય પરિભાષાથી વિચારીએ તો શ્રી તીર્થંકર પ્રભુએ સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્મચારિત્રના આરાધનને મોક્ષમાર્ગ કહ્યો છે. “સચવનજ્ઞાનવારિત્રાળ મોક્ષમાપ:' આવું વિધાન શ્રી ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્રમાં રજૂ કરી, પ્રભુનો જણાવેલો મોક્ષમાર્ગ આ છે એમ સમજાવ્યું છે. મોક્ષમાર્ગ એટલે આત્માપર લાગેલા મેલનો નાશ કરતા જઈ, પૂર્ણતાએ આત્મશુદ્ધિ પ્રગટાવવાનો રસ્તો. જે તત્ત્વ, જે સમજણ સ્વીકારવાથી, જેનું પાલન કરવાથી આત્માની શુદ્ધિ થતી જાય, તે તત્ત્વ તથા સમજણનો સ્વીકાર કરતા જઈ, તેનું પાલન કરતા જવું તે મોક્ષમાર્ગ છે. અહીં શ્રી ભગવાને સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્રનું આરાધન કરવા જણાવ્યું છે. આરાધન કરવું એટલે શું? “આરાધન કરવું એટલે જે મેળવવું હોય તેની પ્રાપ્તિના પુરુષાર્થમાં, તેની સિદ્ધિ ન થાય ત્યાં સુધી, બીજી વૃત્તિઓનો ત્યાગ કરી લાગી રહેવું. આવી લગની દર્શન, જ્ઞાન તથા ચારિત્રની શુદ્ધિ કરવા માટે જાળવવી તે સાચો મોક્ષમાર્ગ છે. તો સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન તથા સમ્યક્યારિત્રનું આરાધન કઈ રીતે થઈ શકે? દેહાદિ સર્વ પદાર્થોથી આત્મા ભિન્ન છે, જુદો છે તેવું દૃઢ, અનુભવ સહિતનું શ્રદ્ધાન એ સમ્યક્દર્શન છે. પાંચ ઇન્દ્રિય તથા મનથી થતી પહેલા સમયની જાણકારી તે દર્શન. આ જાણકારી શુધ્ધ હોય તો તે પછીના સમયથી આવતી જાણકારી – જ્ઞાન શુધ્ધ આવે. જો પહેલા સમયની જાણકારી જ અસ્પષ્ટ કે અશુધ્ધ હોય તો પછીના ૧૮૯ Page #211 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સમયોમાં તે અશુદ્ધિ વધે છે. આથી શ્રી પ્રભુએ પહેલા સમયની શુધ્ધ જાણકારીને મહત્ત્વ આપ્યું છે. વળી, આ જાણકારીની વિશુદ્ધિ મોહનીય કર્મના ક્ષયોપશમથી આવે છે. જેમ જેમ જીવનો મોહ ક્ષીણ થતો જાય છે તેમ તેમ તેનાં દર્શન અને જ્ઞાનની વિશુદ્ધિ કરવી સહેલી થતી જાય છે. આથી શ્રી પ્રભુએ સમ્યક્દર્શનના આરાધનને પ્રથમ મૂક્યું જણાય છે. જીવ પોતાને દેહ અને ઇન્દ્રિયથી પર જુએ છે, અનુભવે છે ત્યાંથી સમ્મદર્શનની શરૂઆત થાય છે. અને પોતાના આત્માને સદાકાળને માટે સર્વ પદાર્થોથી ભિન્ન જુએ છે તથા અનુભવે છે ત્યારે તેનાં દર્શનાવરણનો સંપૂર્ણ ક્ષય થવાથી તે આત્મા કેવળદર્શન પ્રગટાવી વિકાસ પૂર્ણ કરે છે. દેહ, ઇન્દ્રિય આદિ સર્વ પદાર્થોથી આત્મા જુદો છે એવી, ચલિત ન થાય તેવી અનુભવ સહિતની જાણકારી અથવા તો સમજણ તે સમ્યજ્ઞાન છે. ઇન્દ્રિય તથા મન દ્વારા દ્વિતીય સમયથી જીવને મળતી સમજણ તે જ્ઞાન કહેવાય છે. પહેલા સમયમાં જીવને આવતી જાણકારી જો સમ્યક્ હોય તો તેના પ્રભાવથી ઇતર સમયની જાણકારી પણ સમ્યક થતી જાય છે. આથી દર્શન સમ્યક્ થયા વિના જ્ઞાન સમ્યક્ થતું નથી. જેમ જેમ જીવનું દર્શન શુધ્ધ થતું જાય છે તેમ તેમ તે જીવ જ્ઞાનની વિશુદ્ધિ પણ સહેલાઈથી કરી શકે છે. જ્ઞાન વિશુધ્ધ થાય, તેના પ્રભાવથી જીવ પોતાના મોહનીય કર્મને જલદીથી ક્ષીણ કરી શકે છે, અને પરિણામે તેની દર્શન વિશુદ્ધિ વધતી જાય છે. સમ્યક્ જ્ઞાનથી જીવની જાણકારી શુધ્ધ થતાં, પવિત્ર થવા માટેના સાચા ઉપાય જીવ યોજી શકે છે, તે ઉપાયને આધારે મોહને તોડતાં તોડતાં સમ્યક્ ચારિત્ર પણ તે ખીલવતો જાય છે. આ પ્રમાણે સમ્યકુશાનના આધારે પોતાની સમજણને વિશેષ વિશેષ વિશુધ્ધ કરી, સદાકાળને માટે આત્માને અન્ય સર્વ પદાર્થોથી પૂર્ણતાએ ભિન્ન જાણે છે, ત્યાં જ્ઞાનાવરણનો સંપૂર્ણ ક્ષય થાય છે અને આત્મા તેનું કેવળજ્ઞાન પ્રગટાવવા સુધીનો વિકાસ કરે છે. જીવ પોતાનાં સમ્યકુદર્શન તથા સમ્યકુશાનનો આધાર લઈ, દેહાદિથી ભિન્ન થઈ સ્વરૂપમાં લીન થાય છે તે સમ્યકૂચારિત્ર છે. શરૂઆતમાં જીવ પોતાના મોહને દબાવી સ્વરૂપાનુસંધાનમાં જાય છે, અને ક્રમે ક્રમે વિકાસ કરી મોહને વધુ ને વધુ ક્ષીણ ૧૯૦ Page #212 -------------------------------------------------------------------------- ________________ મંત્રસ્મરણ કરી પોતાનાં ધ્યાનને ઊંડું તથા શુદ્ધ કરતો જાય છે. અને થોડા કાળ માટે રહેતો આ અનુભવ, મોહનીય કર્મનો પૂર્ણ ક્ષય થવા સાથે સર્વકાળના અનુભવમાં પલટાઈ જાય છે, અને તેના અનુસંધાનમાં બાકીના ત્રણ ઘાતી કર્મો ક્ષય થઈ આત્મા યથાખ્યાતચારિત્ર પ્રગટાવે છે. આ ક્ષણે આત્માનાં સમ્યકજ્ઞાન, સમ્યદર્શન અને સમ્યકૂચારિત્ર પૂર્ણ શુધ્ધ થઈ એકરૂપતા પામે છે. અને તેમના વચ્ચેની આરંભમાં જણાતી ભિન્નતા લુપ્ત થઈ જાય છે. પરિણામે શુદ્ધાત્માને એક પ્રદેશ, એક સમય અને એક પરમાણુનાં ત્રિકાલિક જ્ઞાનદર્શનની પ્રાપ્તિ થાય છે. એ વખતે જ્ઞાન, દર્શન તથા ચારિત્રની એકરૂપતા એટલી બળવાન હોય છે કે કોઈ પણ પ્રકારની ભિન્નતાનો અવકાશ રહેતો નથી. જે પ્રવૃત્તિ કરવાથી સમ્યકદર્શન, જ્ઞાન તથા ચારિત્રની વિશુદ્ધિ વધતી જાય છે, અને છેવટે તે ત્રણે એકરૂપ થઈ જાય છે તેવી પ્રવૃત્તિ કરતાં રહેવું એ મોક્ષમાર્ગનું આરાધન છે એમ કહી શકાય. આવી પ્રવૃત્તિ કરવા માટે પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણ એ ત્રણે ખૂબ ઉપયોગી સાધન છે. આત્માની શુદ્ધિ કરવા માટે પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણ ઉપયોગી થાય છે તે આપણે જોયું, હવે તે ત્રણે જ્ઞાન, દર્શન તથા ચારિત્રની શુદ્ધિ કરવામાં કેવી રીતે સહાયકારી થાય છે તે વિચારીએ. પ્રાર્થનાને સમ્યક્દર્શન સાથે, તો ક્ષમાપનાને સમ્યક્જ્ઞાન સાથે અને મંત્રસ્મરણને સમ્યકુચારિત્ર સાથે કેવી રીતે અનુસંધાન તથા સુમેળ થાય છે તે સમજવા પ્રયત્ન કરીએ. જીવ શ્રી સર્વજ્ઞપ્રભુ અથવા તો શ્રી સદ્ગુરુ સમક્ષ પ્રાર્થના કરે છે ત્યારે તે જીવનું ઈષ્ટદેવ પ્રતિનું શ્રદ્ધાન વિશાળ તથા ઊંડું થતું જાય છે, સાથે સાથે પ્રભુ મારા કરતાં ઘણા શક્તિશાળી છે, મને જે જોઇએ છે તે આપવા સમર્થ છે, અને તેમના થકી જ હું કષ્ટોથી છૂટી, આત્મભાવમાં રહેવા ભાગ્યશાળી બની શકીશ એવી શ્રદ્ધા બળવાન થતી જાય છે. શ્રી સર્વજ્ઞ પ્રભુ તો કેવળજ્ઞાન તથા કેવળદર્શનના ધરનાર હોવાથી, તેમના તરફથી જે કલ્યાણભાવ વહે છે અને તે કલ્યાણના પરમાણુઓ જીવ ગ્રહણ કરે છે, તેના પ્રભાવથી જીવની દર્શન વિશુદ્ધિ થતી જાય છે. પ્રાર્થના દ્વારા જીવ પદાર્થનું દર્શન પોતાની મતિકલ્પનાથી નહિ પણ પ્રભુની દિવ્યદૃષ્ટિના માર્ગદર્શનથી કરતો ૧૯૧ Page #213 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ થાય છે, તેથી તેની દૃષ્ટિ પ્રમાણમાં વધારે ને વધારે ચોખ્ખી થતી જાય છે. તેની દૃષ્ટિમાં એ નક્કી થતું જાય છે કે આત્મા એ જગતના સર્વ પદાર્થોથી અલગ છે, હું આત્મા છું, અને અન્ય કોઈ પણ પદાર્થો મારાં નથી. માત્ર આત્મા એક જ મારો છે, તેની વિશુદ્ધિ એ મારું સ્વરૂપ છે. પ્રાર્થનાથી થતાં પ્રભઆશ્રયને કારણે આ જાતની સમ્યદૃષ્ટિ કેળવાય છે. અને પ્રભુ તથા સગુરુ એ જ સાચા કલ્યાણદાતા છે તેવો નિર્ણય તેના હ્રદયમાં રમતો હોવાથી તેઓ બંનેના સદ્ભાવના કારણે જીવ પોતાને સર્વ અન્ય પદાર્થોથી અલગ નિહાળતા શીખતો જાય છે. આમ શ્રી પ્રભુ પ્રત્યેના પ્રેમભાવથી, તેનામાં શ્રદ્ધા કેળવી તથા અર્પણભાવ વધારીને જીવ પોતાની દૃષ્ટિ સમ્યપણે સ્વચ્છ કરતો જાય છે, જે દર્શનની વિશુદ્ધિ કહી શકાય. આ રીતે વર્તતાં વર્તતાં જીવ છેક પૂર્ણ શુદ્ધ થાય ત્યાં સુધી સમ્યક્દર્શનનું આરાધન કરી કેવળજ્ઞાનમાં દર્શનને વિલિન કરે છે. પ્રાર્થના કરતાં રહેવાથી કર્મનો સંવર થયા કરે છે, સંવર થતાં જીવ પરનો કર્મભાર હળવો થતો જાય છે, અને આત્મવિશુદ્ધિ સાથે દર્શનવિશુદ્ધિ કદમ મિલાવી જીવને શિવ થવા પ્રતિ દોરી જાય છે. દર્શનવિશુદ્ધિથી કર્મભાર હળવો થતાં, જે સમ્યક્દષ્ટિ ખીલી છે તેના કારણે જીવને પોતે કરેલી ભૂલો યથાર્થતાએ સમજાતી જાય છે. આ ભૂલોના કારણે પોતાને ઘણાં ઘણાં દુ:ખમાંથી અને કષ્ટમાંથી પસાર થવું પડ્યું છે તેવી સમજણ લાધતાં તેણે કરેલી ભૂલો માટે અંતરમાં પશ્ચાત્તાપ વેદાય છે. અને તે વેદનનું જોર વધે ત્યારે તે શ્રી સર્વજ્ઞ પ્રભુની સાક્ષીએ પૂર્વકૃત સર્વ દુષ્કત માટે પશ્ચાત્તાપ કરી ક્ષમા માગે છે, સાથે સાથે આ દુષ્કતથી જે જે જીવોને દૂભવ્યા હોય તેમની પણ ક્ષમા માગી, તેમનું કલ્યાણ થાય, દુઃખનિવૃત્તિ થાય એવી ભાવના ભાવતો થાય છે. આ રીતે પોતે પૂર્વે કરેલાં સર્વ પાપો ક્ષય ન થાય ત્યાં સુધી ક્ષમા માગતા જ રહેવું એમ તેને જણાય છે. ઇચ્છાપૂર્વક પશ્ચાત્તાપ સાથે કરેલા દુષ્કૃતની સર્વ જીવ સાથે ક્ષમાપના કરવાથી ઉદયગત કર્મોની નિર્જરા કરવા સાથે તે જીવ ભાવિમાં ઉદયમાં આવે તેવા કર્મોની ઉણા કરી તેની પણ પ્રદેશોદયથી નિર્જરા કરી શકે છે. આમ બેવડી રીતે કર્મ નિર્જરા કરવાથી આત્મવિશુદ્ધિ સહેલાઈથી વર્ધમાન થાય છે; અને સાથે સાથે ૧૯૨ Page #214 -------------------------------------------------------------------------- ________________ મંત્રસ્મરણ વેદાતી હળવાશની પળોમાં જીવને સમજાય છે, સમજાતું જાય છે કે ક્યા દોષથી કેવી મુશ્કેલી વેઠવી પડે છે, કઈ ભૂલો કરવા યોગ્ય નથી, કેવી રીતે રહેવું યોગ્ય છે, ક્યા ગુણો ખીલવવા યોગ્ય છે, ક્યા દોષથી નિવૃત્ત થવા યોગ્ય છે, વગેરે વગેરે. જીવને પોતાને જે કલ્યાણરૂપ હોય, આત્માની વિશુદ્ધિ વધારનાર હોય તેવાં તત્ત્વની, તેવાં વર્તનની જાણકારી વધારતાં જવી, અને તે પ્રકારે વર્તતાં શીખતાં જવું એ સમ્યક્ત્તાનનું આરાધન કહી શકાય. જ્ઞાન એટલે સમજણ અથવા તો જાણકારી. સમ્યક્દાન એટલે આત્માને વિશુદ્ધિ કરવા માટે ઉપકારી થાય એ માટેની સમજણ અગર જાણકારી. જીવ જ્યારે પૂર્વે સ્વીકારેલા કર્મોની નિર્જરા કરવા પશ્ચાત્તાપ કરે છે ત્યારે આ કર્મનાં બંધનો કેવી મુશ્કેલી કરનારાં છે તેની સમજણ તેને હોય છે. આથી જેમ જેમ તેનો પશ્ચાત્તાપ વિશાળ તથા ઊંડો થતો જાય છે તેમ તેમ વિશેષ કર્મનિર્જરા થતી હોવાથી તેને, આત્મા સર્વથી જુદો છે, તે સુખસ્વરૂપ છે એવી સાનુભવ સમજણ પણ વિશદ થતી જાય છે. સાચી સમજણ હોય ત્યારે જ જીવ ઇચ્છાનુસાર કર્મ ખેરવી શકે છે. તે પરથી આપણે કહી શકીએ કે પશ્ચાત્તાપપૂર્વકની ક્ષમાપના કરવી એ સમ્યજ્ઞાનની આરાધના કરવા બરાબર છે. અને આ આરાધન જીવે પૂર્ણ શુધ્ધ થવા સુધી કરતા રહેવાનું છે, કારણકે જ્યાં સુધી ઘાતી કર્મ છે, ત્યાં સુધી જીવને અજ્ઞાન છે, અને અજ્ઞાન છે ત્યાં સંસાર છે. પ્રાર્થના તથા ક્ષમાપના કરી હળવો થયા પછી, જીવ જ્યારે મંત્રસ્મરણ કરતાં કરતાં પરપદાર્થોથી વિરક્ત થઈ સ્વાનુભવમાં સરકે છે ત્યારે તે સમ્યક્ચારિત્રનું આરાધન કરે છે એમ કહી શકાય. પ્રાર્થના તથા ક્ષમાપના કરતી વખતે જીવ વ્યવસ્થાપૂર્વક વિચાર કરે છે, અને વિપરીત રીતે વર્તતા ભાવની સુધારણા કરે છે, ત્યારે મંત્રસ્મરણ કરતી વખતે જીવ અન્ય સર્વ વિચારોથી છૂટી, માત્ર મંત્રમાં ફ્રૂટ થતા એક આત્મગુણમાં તેનું ધ્યાન કેંદ્રિત કરે છે, અને છેવટે તેનાથી પણ છૂટી જઈ સ્વરૂપમાં લીન થવાનો પુરુષાર્થ તે જીવ કરે છે. મંત્રસ્મરણ કરવામાં શરૂઆતમાં એક આત્મગુણનો વિચાર હોય છે, અને સ્મરણનું બળવાનપણું જેમ જેમ થતું જાય છે તેમ તેમ તે જીવ જલદીથી સ્વરૂપનું અનુસંધાન કરી શકે છે, અને તેનું ધ્યાન લાંબા ગાળાનું તથા વિશેષ ઊંડું થતું જાય છે. ૧૯૩ Page #215 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આત્મા સર્વ પ્રકારના વિભાવભાવોથી મુક્ત બની, જેટલા કાળ માટે પોતાના સ્વરૂપમાં એકાકાર થાય છે તે કાળે તે આત્મચારિત્રમાં છે અથવા તો સમ્યકૂચરિત્રના પાલનમાં છે, એમ શ્રી જિનદેવે હ્યું છે. આ પ્રકારની લીનતામાં જવું એ મંત્રસ્મરણની સહાયથી જીવને સુલભ થતું જાય છે, મંત્રસ્મરણ કરવાથી, આત્માના ગુણોને વારંવાર રટવાથી, જીવ પોતાને વર્તતા વિભાવો સહેલાઈથી છોડી શકે છે. અને તેને માટે સ્વાનુભવમાં જવાના પ્રસંગો વધતા જાય છે. અને છેવટે જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ખીલવણીને ઉત્કૃષ્ટતાએ પહોંચાડી યથાખ્યાતચારિત્રનો સ્વામી થાય છે. પ્રત્યેક આત્મસાધક માટે સદાકાળ માટે આત્મનિમગ્નતા પામવી એ ધ્યેય હોય છે. અને તે ધ્યેયની પૂર્તિ માટે મંત્રનું સ્મરણ કરતાં રહેવું એ મુખ્ય નિમિત્ત છે. આથી આપણે તારવણી કરી શકીએ કે યોગ્ય વ્યક્તિ તરફથી ધ્યેયને અનુરૂપ મળેલો મંત્ર સમ્યક્રચારિત્રના આરાધન માટે ખૂબ ખૂબ ઉપકારી છે. આ સર્વ વિચારણાના દોહનરૂપે આપણે નિર્ણય કરી શકીએ કે પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણના ત્રિવેણી સંગમનું આરાધન એ જ પરમાર્થે સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યકચારિત્રનું આરાધન છે, અને એ જ મોક્ષમાર્ગ છે. અહીં આપણે જાણ્યું કે સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રનું આરાધન એ મોક્ષમાર્ગ છે, ત્યારે કેટલાક જ્ઞાની મહાત્માઓએ સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્રને મોક્ષમાર્ગના આરાધનનો ક્રમ જણાવ્યો છે. આ બંને ક્રમ પ્રમાણે “જ્ઞાન, દર્શન’ કે ‘દર્શન, જ્ઞાન” પછી જ ચારિત્ર આવે છે તેથી તેમાં સંવાદિતા છે. પરંતુ સામાન્યજન દર્શન પહેલાં કે જ્ઞાન પહેલાં એ બાબત ગુંચવાડામાં પડી જાય, કેમકે પહેલાં જ્ઞાનનું આરાધન કરવું કે પહેલાં દર્શનનું આરાધન કરવું તે માટે તેઓ ચોક્કસ નિર્ણય કરી શકે નહિ. વિચારતાં લાગે છે કે ‘દર્શન’ શબ્દના બે ભિન્ન અર્થને કારણે ક્રમની ભિન્નતા સર્જાઈ હોવી જોઇએ. જ્યારે ‘દર્શન’ શબ્દને આપણે “મન તથા ઇન્દ્રિય દ્વારા પહેલા સમયે થતો પદાર્થનો બોધ' એ અર્થમાં સમજીએ ત્યારે એ સ્પષ્ટ થાય છે કે દર્શન ૧૯૪ Page #216 -------------------------------------------------------------------------- ________________ મંત્રસ્મરણ શુધ્ધ થયા વિના જ્ઞાન શુધ્ધ થઈ શકે નહિ. આ અપેક્ષાએ સમ્યદર્શન પછી સમ્યકુશાનનું આરાધન આવે. અહીં દર્શન શબ્દ દર્શનાવરણ કર્મ તોડવાના અનુસંધાનમાં લેવાયો છે. અને જ્યારે આપણે આ શબ્દને ‘દર્શનમોહ કર્મ તોડવા માટે શ્રદ્ધાન અર્થમાં લઇએ ત્યારે સમ્યકજ્ઞાન પછી સમ્યક્દર્શન આવે એ ક્રમ સુયોગ્ય લાગે છે. જ્યાં સુધી જીવ આત્માને દેહાદિ સર્વ પદાર્થોથી ભિન્ન છે, ઉપયોગ લક્ષણવાળો અવિનાશી આત્મા છે, એમ સગુરુના ઉપદેશથી જાણે નહિ ત્યાં સુધી તે લક્ષણનું શ્રદ્ધાન કરી શકે નહિ. કોઈ પદાર્થ વિશેની જાણકારી તે જ્ઞાન અને તે તેમ જ છે એવું શ્રદ્ધાન તે દર્શન, એ અપેક્ષાએ જ્ઞાનનાં અનુસંધાનમાં દર્શને આવે છે. વળી, જે જ્ઞાનના આધારે આત્માનું સ્વરૂપ જાણ્યું, તે જ્ઞાનની અનુભવરૂપ પ્રતીતિ આવે તે ‘સમ્યક્દર્શન ભગવાને કહ્યું છે. આમ સમ્યક્દર્શન અને સમ્યકજ્ઞાન એકબીજા સાથે ખૂબ સંકળાયેલા છે. તેથી જે પ્રકારે જીવને આત્માની પ્રતીતિ આવી, આત્માને સર્વથી ભિન્ન અને અસંગ જામ્યો, એવો જ સ્થિર સ્વભાવરૂપ જ્યારે જીવ થાય છે ત્યારે તે સમ્યકુચારિત્ર આરાધે છે. જીવ જ્યારે મોક્ષમાર્ગની આરાધના શરૂ કરે છે ત્યારે ગુરુકૃપાથી આત્માનાં સ્વરૂપની જાણકારી મેળવી, તેને અનુભવરૂપ કરી દર્શન વિશુદ્ધ કરે છે, અને એ અનુભૂતિથી મેળવેલી જાણકારીને સમ્યકુ કરે છે. અને એ બંનેના આધારે પોતાનું સમ્યકુચારિત્ર ખીલવતો જાય છે. પછીના વિકાસમાં તે જ્ઞાનના આધારે દર્શન અને દર્શનના આધારે જ્ઞાન વિશુધ્ધ કરતો રહી ચારિત્રને વધારે શુધ્ધ કરતો જાય છે. અને ક્ષપકશ્રેણિના અંતે જ્ઞાનાવરણનાં આવરણ જે સમયે ક્ષય કરે છે, તેના બીજા જ સમયે દર્શનાવરણ કર્મનાં આવરણ પૂર્ણ ક્ષય કરી કેવળજ્ઞાની તથા કેવળદર્શી બને છે. પ્રગટતી વખતે આત્માને પહેલા સમયે કેવળજ્ઞાન પ્રગટે છે અને બીજા સમયે કેવળદર્શન પ્રગટે છે, અને ત્યારથી તે બંને એક સાથે રહે છે. એકબીજાનું અનુસંધાન નીકળી જાય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૯૫ Page #217 -------------------------------------------------------------------------- ________________ તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી, અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી, સત્ સત્ નિરુપમ, સર્વોત્તમ, શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન, સમ્યક્ જ્યોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સસ્વરૂપદર્શિતાની બલિહારી છે. જ્યાં મતભેદ નથી; જ્યાં શંકા, કંખા, વિતિગિચ્છા, મૂઢદૃષ્ટિ એમાંનું કાંઈ નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી. – શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત (આંક ૯૧) Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ આત્માનો અપૂર્વ સ્વભાવ ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં જીવ પુણ્યયોગે સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યપણું પ્રાપ્ત કરે છે, ત્યારે તેનાં વિચારશક્તિ તથા સારાસાર વિવેક ખીલે છે. તેથી મનુષ્યને સંસારમાં અનુભવવાં પડતાં અનેક દુઃખો, કષ્ટો, અશાતા આદિનો સ્પષ્ટ પરિચય થાય છે, સાથે સાથે અન્ય મનુષ્યો પણ જે અશાંતિ વેદે છે તેનો પણ અછડતો લક્ષ તેને આવતો જાય છે. આમ મનુષ્યજીવનમાં અનુભવવી પડતી અનેક પ્રકારની લીલીસૂકી વેદતાં વેદતાં તેનો જીવ મુંઝાય છે. તેને જે દેહ અત્યંત પ્રિય છે, તેમાં થતી રોગોત્પત્તિ તેને અસહ્ય પીડા આપે છે, વળી એવા દેહને પરવશપણે છોડતાં સ્વજનોની હાલત જોઈ ખૂબ મુંઝાય છે, અને પોતાને પણ એક કાળે આવી જ રીતે અવર્ણનીય વેદના વેદતાં વેદતાં આ દેહ ત્યાગવાનો છે તેનું સભાનપણું અને ભય તેને ખૂબ જ લાચાર સ્થિતિમાં ખેંચી જાય છે. આવો વિવશ બનેલો જીવ, આવા પોતાની ઇચ્છા વિરુધ્ધના બનાવો પોતાનાં જીવનમાં શા માટે સતત બન્યા કરે છે, એ પ્રશ્નનું સમાધાન મેળવવા માટે તે જ્યારે ચરમાવર્તમાં આવે છે ત્યારે ગૂંથાઈ જાય છે, અથવા તો તેમાં ગરક થઈ જાય છે. તે વિચારે છે કે જે દેહ તેને અત્યંત પ્રિય છે, જે દેહનાં દુઃખે દુઃખી અને સુખે સુખી થયા કરે છે, તે દેહમાં રોગ, પીડા આદિ કષ્ટ પોતાની ઇચ્છા વિરુધ્ધ ઉત્પન્ન થયા કરે છે, અશાતા વેદવી પડે છે અને અકાળે કે કાળે અત્યંત કષ્ટ સાથે તે દેહનો ત્યાગ પણ સ્વીકારવો પડે છે; ઉપરાંત આ જ પ્રકારની સ્થિતિનો અનુભવ તે પોતાના સ્વજનો, કુટુંબીઓ અને મિત્રને કરતાં જુએ છે, કેટલાય આસપાસના તિર્યંચોને પણ આવા અનુભવમાંથી પસાર થતાં જુએ છે ત્યારે તેની વિવેકશક્તિ તેને એ જાતના અનુમાન કરવા પ્રતિ દોરી જાય છે કે, ૧૯૭ Page #219 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ દેહમાં રહેનાર, દેહનું સંચાલન કરનાર કોઈક તત્ત્વ છે, અને આ તત્ત્વને નિયમનમાં રાખનાર, શાતા અશાતાનો અનુભવ કરાવનાર કોઈ અન્ય તત્ત્વ પણ છે. આ તત્ત્વ શું છે? તે ક્યાંથી આવ્યું, ક્યાં જવાનું, તેનાં લક્ષણો શું એ પ્રશ્નોના સમાધાન મેળવવા તેની જિજ્ઞાસા જોર કરે છે. સાથે સાથે આ મૂળ તત્ત્વને સુખદુઃખની ખીણમાં રાખી ભમાવનાર કોણ છે? આ બધા પ્રશ્નોનું નિરાકરણ પામવા તે ઊંડી વિચારણા કરવા પ્રેરાય છે. તે વિચારણાનો સાચો તાગ મેળવવા માટે તેને કોઈ સહાયક આત્માની જરૂરિયાત અગ્રસ્થાને અનુભવાય છે ત્યારે તેનાથી આવા સત્પાત્રની ખોજ કરવા માટેનો અવિરત પુરુષાર્થ શરૂ થાય છે. વર્તતી ઝંખનાનાં પરિણામે અંતરાય કર્મ તૂટતાં તેને સફળતા પણ મળે છે. છેલ્લા આવર્તનમાં જીવ નિકટભવી બને ત્યારે આ સંસારના વિવિધ વિવિધ પ્રકારના અનુભવોના ચકરાવામાં તેને મહત્ મહત્ પુણ્યના યોગથી, પ્રેમાળ સહાયક અને મદદકર્તા એવા પુણ્યશ્લોકી શ્રી સદ્ગુરુની પ્રાપ્તિ થાય છે. એ સદ્ગુરુ માટે તેને જેમ જેમ પ્રેમ વધતો જાય છે તેમ તેમ તેના માર્ગદર્શનની સચ્ચાઈ માટે તેની શ્રદ્ધા પણ વધતી જ જાય છે, અને શ્રદ્ધા વધતાં શ્રી ગુરુ પ્રતિનો તેનો અર્પણભાવ અર્થાત્ તેમની આજ્ઞા અનુસાર કે ઇચ્છા અનુસાર વર્તન કરવાની ભાવના પણ દેઢ થતી જાય છે. જેમ જેમ આવા પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણભાવનો સુમેળ જામતો જાય છે તેમ તેમ તેને મુંઝવતા અનેક પ્રશ્નોનું સમાધાન મળતું જાય છે, તે જીવ દેહલક્ષીને બદલે આત્મલક્ષી થતો જાય છે, એટલે કે તેના જીવનનું ધ્યેય સંસારની સંપત્તિ તથા સત્તા પરથી ખસી, આત્માની શુદ્ધિ તથા સંપત્તિ મેળવવા પ્રતિ કેંદ્રિત થતું જાય છે, પરિણામે તે જીવ પોતાપ્રતિ લક્ષવાન બની, સત્ની પ્રાપ્તિ જલદીથી કરવા તત્પર થાય છે. આમ પુણ્યયોગે સદ્ગુરુનો સંપર્ક થતાં જીવનાં જીવનનો આખો વળાંક જ બદલાઈ જાય છે. ઉત્તમ સદ્ગુરુની પ્રાપ્તિ થતાં જીવનું જીવનધ્યેય જ બદલાઈ જાય છે. અને તે જીવને સદ્ગુરુમાં અનેક અદ્ભુત ગુણો દૃષ્ટિગોચર થાય છે. સાથે સાથે તેને એવું સભાનપણું આવે છે કે સદ્ગુરુમાં અનુભવાતા અપૂર્વ ગુણો શ્રી તીર્થંકર પ્રભુના આપેલા છે. તેમની કૃપા અને કરુણા વિના કોઈ પણ જીવ આવા ગુણોનું સ્વામીત્વ ૧૯૮ Page #220 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ પામી શકતો નથી. આથી સદ્ગુરુને તેનું યથાર્થ સ્વરૂપ પ્રગટ કરાવનાર શ્રી તીર્થંકર પ્રભુ માટે પણ એવા અહોભાવભર્યા પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતા પ્રગટ થઈ વિસ્તરતા જાય છે. તે જીવને શ્રી સદ્ગુરુના સોધથી સમજાય છે કે શ્રી તીર્થંકર પ્રભુએ તીર્થની સ્થાપના કરી, મોક્ષમાર્ગ પ્રગટ કર્યો અને સર્વ જીવનું આત્માર્થે કલ્યાણ વાંછી અનેક જીવોને કલ્યાણ સન્મુખ કર્યો છે. શ્રી પ્રભુના કલ્યાણભાવનો સ્વીકાર કરી, તેઓ(સદ્ગુરુ) પણ મોક્ષમાર્ગમાં વિકાસ કરી કલ્યાણ સન્મુખ થયા છે અને તે ઉપરાંત તેઓ સ્વપર કલ્યાણની પ્રવૃત્તિમાં એકાગ્ર થયા છે, અને હજુ વિશેષ આ કલ્યાણકાર્યમાં શ્રી પ્રભુની કૃપાથી પ્રવૃત્ત થતા જવાના છે. આવું શ્રીગુરુનું મહાત્મ્ય ઉત્તમતાએ જાણી, વેદી, ઉત્તમમાં એકરૂપ થવાના ભાવના પ્રભાવથી જીવ આત્માનાં અસ્તિત્વ, નિત્યત્વ, કર્તૃત્વ, ભોક્તત્વ આદિ છએ પદનો યથાર્થતાએ સ્વીકાર કરતો જાય છે, અને પોતાના આત્માનાં મૂળભૂત સ્વરૂપને પ્રગટ કરવાનું લક્ષ બાંધી શકે છે. આ લક્ષ બંધાયા પછી જીવ મોક્ષમાર્ગ પામવાની ચાવી શ્રી ગુરુ પાસેથી ક્રમથી મેળવતો જાય છે. આત્માનાં છએ પદનો સમજીને સ્વીકાર કરવાથી, ‘મોક્ષનો ઉપાય છે' એ પદની આરાધના કરવા માટે, સર્વાંગી સુખને મેળવવાં તથા અનુભવવાં માટે સમ્યક્દર્શન, સભ્યજ્ઞાન તથા સમ્યક્ચારિત્રનું આરાધન કરી, તેનું શુદ્ધિકરણ કરવું કેટલું જરૂરી છે તેનું મહાત્મ્ય તેને ગુરુની કૃપાથી બરાબર સમજાય છે. આથી તે જીવ સમ્યક્દર્શન પ્રાપ્ત કરી, તેનું શુદ્ધિકરણ કરવાનું પરાક્રમ કરવા માટે ખૂબ ઉત્સાહીત થાય છે. આ પરાક્રમ કરવામાં જીવને કેવાં અને કેટલાં વીર્યની જરૂર પડે છે તેની સમજણ તેને ગુરુગમથી આવે છે. વળી, ગુરુનાં શરણમાં અનન્ય ભાવથી રહેવાથી સ્વરૂપ પ્રાપ્તિમાં નડતી અંતરાયો ક્ષીણ થતી હોવાની સમજ તે જીવને ગુરુનાં શરણમાં રહી આરાધન કરતા રહેવાની પ્રેરણા પૂરી પાડે છે. જીવ જ્યારે સદ્ગુરુનાં શરણમાં રહી આ આરાધના શરૂ કરે છે ત્યારે જ તેને અનુભવાય છે કે સમકિતના સ્વામી થવામાં જ્ઞાનાવરણાદિ ચારે ઘાતિ કર્મો મુખ્યતાએ વિઘ્ન કરે છે અને ગૌણતાએ ચારે અઘાતી કર્મો પણ વિઘ્ન કરે છે. પરિણામે આ વિઘ્નોના નાશનો ઉપાય કરવા જીવ શ્રી ગુરુ પાસેથી મૂળ આઠ કર્મપ્રકૃતિ અને તેની ૧૯૯ Page #221 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ૧૫૮ ઉત્તર પ્રકૃતિ વિશે જાણકારી મેળવવા પ્રવૃત્ત થાય છે. આ અભ્યાસ જીવને સતત ચેતવણી આપતો રહે છે કે કર્મના આવા ફંદામાં જરાય ફસાવા જેવું નથી. કર્મની ઘાતી કે અઘાતી કોઈ પણ પ્રકૃતિ નવાં કર્મબંધમાં જીવને ખેંચી જઈ શકે છે, અને તેનાં સમ્યકત્વને મેળવવામાં કે વિશુદ્ધ કરવાની પ્રક્રિયા કરવામાં ગમે ત્યારે વિપ્ન નાખી શકે છે. ઉદિત થતા કર્મો જીવને કષાય કરાવી અઢાર પ્રકારનાં પાપસ્થાનકમાં ખેંચી જઈ, બળવાન કર્મબંધનમાં નાંખે છે. અઢારે પાપસ્થાનક જીવને અનંતકાળ સુધી સંસારમાં ભમાવી શકે છે. આ બધી જાણકારી જીવને અષ્ટકર્મ તથા અઢાર પાપસ્થાનકનો અભ્યાસ કરવાથી ગુરુકૃપાએ આવતી જાય છે. અને તે જીવને કર્મના પ્રભાવથી જે બંધન અનુભવવું પડે છે તેનો પ્રત્યક્ષ પરિચય થતો જાય છે. આ બંધનથી છૂટવા અને સાચું સુખ મેળવવા તે જીવ વધારે ને વધારે આતુર થતો જાય છે. શ્રી સદ્ગુરુની કૃપાથી અને સમજાવટથી મોક્ષમાર્ગના નિચોડરૂપ સમ્યક્દર્શન, સમ્યકૂજ્ઞાન અને સમ્યકુચારિત્રનાં આરાધન માટે પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ જીવને કેટલાં ઉપકારી થાય છે તેનો ખ્યાલ આવતાં, તે જીવ શ્રી સદ્ગુરુનાં ચરણમાં તન, મન અને ધનથી આજ્ઞાધીન થવા ઉત્સુક થઈ પ્રાર્થનાદિના ત્રિવેણી સંગમમાં સતત રહેવા પ્રયત્ની થાય છે. જેમ જેમ તેનું પ્રાર્થના આદિનું આરાધન વધતું જાય છે, તેમ તેમ શ્રી સદ્ગુરુએ કરેલા ઉપકાર તેને સમજાતા જાય છે, તેમનામાં પ્રગટેલા ગુણોની વિશેષતા તેને લક્ષગત થતી જાય છે, અને તેની ફલશ્રુતિ રૂપે શ્રી પ્રભુ જેવો જ શુદ્ધ સ્વરૂપી પોતાનો આત્મા છે એવો નિશ્ચય થવાથી, આત્મા કેવા કેવા અપૂર્વ ગુણોનો ધારક છે એ સ્પષ્ટતાએ નિર્ણિત થઈ દુષ્યમાન થતું જાય છે. જ્યારે જીવને શ્રી સદ્ગુરુએ પોતા પર કરેલા ઉપકારનો અને તેમનામાં ખીલેલા ગુણોનો સ્પષ્ટ અનુભવ થાય છે, ત્યારે તેને સદ્ગુરુ અને પુરુષ પ્રતિ ખૂબ ખૂબ અહોભાવ આવે છે. સંસારમાં અનુભવવા પડતાં ભયંકર દુઃખોથી પોતાને બચાવી, સુખશૈયામાં રહેવા માટેની પ્રવૃત્તિમાં નિષ્કારણ કરુણાબુદ્ધિથી ઓતપ્રોત કરનાર શ્રી ગુરુદેવ માટે તેને ખૂબ જ પ્રેમભાવ, પૂજ્યભાવ તથા અહોભાવનું વદન થાય છે. આ વેદનનાં અનુસંધાનમાં તે જીવ પોતામાં પણ એવા અપૂર્વ તથા અવર્ણનીય ગુણોનો આવિર્ભાવ કરવા ઉત્સુક ૨૦) Page #222 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ થાય છે. આવા પ્રેમસભર ગુણોનું અદમ્ય આકર્ષણ વેદનાર જીવનો મૂળભૂત અપૂર્વ સ્વભાવ કેવો છે, અને એ સ્વભાવ પ્રગટ કરવામાં શ્રી સત્પુરુષ તથા સદ્ગુરુ જીવને કેવી રીતે સહાય કરે છે તેનું આલેખન શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતના આંક ૮૭૫ માં અતિ સંક્ષેપે જોવા મળે છે. તેની વિચારણા કરવાથી જીવાત્માના મૂળભૂત ગુણોનો લક્ષ આપણને આવે છે. અહો ! સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્તમાગમ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત; છેલ્લે અયોગીસ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તો. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: અહો ! સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ ! સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ પ્રાણી જીવનમાં કેવા કેવા ચમત્કાર, આશ્ચર્ય ઉપજાવી શકે છે તેની જાણકારી આવતાં, શ્રી સત્પુરુષ તરફથી જીવ પર થતાં અગણિત ઉપકારનો ખ્યાલ આવતાં, તેમના પ્રતિ બહુમાન તથા અહોભાવથી સન્મતિવાળો જીવ “અહો!” ઉદ્ગાર સહેજે જ કાઢે છે. સત્પુરુષની ઓળખ થઈ, તેની શ્રદ્ધા થતાં તથા તેની આજ્ઞાએ વર્તવાથી જીવમાં આત્માના ગુણો કેવી અદ્ભુત રીતે ખીલતાં જાય છે, તથા તેમના સંપર્કથી જેના ગુણો સાવ અવરાયેલા છે તેવા જીવમાં પણ આત્માના અપૂર્વ ગુણો કેવી રીતે પ્રગટ થતાં જાય છે તેનું દશ્ય મનમાં ખડું થવાથી થતા આશ્ચર્યને અહીં “અહો!” શબ્દ દ્વારા વ્યક્ત કર્યું છે. ૨૦૧ Page #223 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જગતમાં આપણે અનેક જીવોના સંપર્કમાં આવીએ છીએ, તેમાંથી ભાગ્યેજ આવી અદ્ભુત અસર થતી જોવામાં આવે છે; મોટે ભાગે તો પૂર્વના ઋણને સંસારાર્થે ભોગવી, નવાં ઋણાનુબંધન બાંધી તેના પરાવર્તનના ચક્રમાં જ જીવ ફરતો રહે છે. તે બધામાં વિશેષ અસર કરનાર કોણ છે કે જેના પ્રતિ આવો ઉત્તમ અહોભાવ જીવ વેદી શકે છે! તે છે સત્પુરુષ. સત્પુરુષ એટલે કોણ ? વ્યવહારની પરિભાષામાં સત્પુરુષ એટલે જે સદાચારી છે, જે બીજાનું ભલું કરવા માટે તત્પર છે, અને જેના ગુણોની સુવાસ અન્ય જીવોને સ્વાભાવિકપણે પહોંચ્યા કરે છે તેવો પવિત્ર આત્મા. પરંતુ પરમાર્થે સત્પુરુષની વ્યાખ્યા વિશેષપણે ક૨વામાં આવે છે. જે જીવે સમ્યક્દર્શન મેળવ્યું છે, તે સમ્યક્ત્વની શુદ્ધિ કરતાં કરતાં સાતમા ગુણસ્થાનમાં આગળ વધ્યા છે, પોતે આત્માની જેવી શુદ્ધિ અને શાંતિનું વેદન કરે છે તેવી શુદ્ધિ અને શાંતિ સહુને પ્રાપ્ત થાય એવી ભાવના તેમના હ્રદયમાં રમ્યા કરે છે, આવી શુદ્ધિ તથા શાંતિ કેવી રીતે મેળવાય તે માર્ગની જાણકારી હ્રદયમાં સ્પષ્ટ થઈ હોય છે, અને સામા જીવને પ્રેમપૂર્વક આ માર્ગની સમજણ આપી એ માર્ગમાં ચાલવા ઉત્સાહીત કરે એવો અપૂર્વ વાણીવૈભવ પ્રગટયો હોય છે, વગેરે વગેરે ગુણોના ધારક એ સત્પુરુષ હોય છે. આવા સત્પુરુષ એ ઉત્તમ પ્રકારના સદ્ગુરુ થઈ શકે છે. આ સત્પુરુષના ગુણોનો અભ્યાસ કરીએ ત્યારે આપણને સમજાય છે કે તેમનાં બધાં લક્ષણો ઓછી વધતી માત્રામાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતમાં આપણને જોવા મળે છે. જે જીવ દ્રવ્ય તથા ભાવથી છઠ્ઠા તથા સાતમા ગુણસ્થાને વર્તતાં હોય છે, અને જીવ સમસ્ત માટેના કલ્યાણભાવ વેદતાં હોય છે તે જીવો જ પંચપરમેષ્ટિ પદમાં સ્થાન પામે છે. અને જે પ્રકાર તથા જે માત્રામાં આ કલ્યાણભાવ વેદાય છે તેને આધારે તેમનું પદ કયું છે તે નક્કી થાય છે. સિદ્ધાત્મા પૂર્ણ શુધ્ધ થઈ સિદ્ધભૂમિમાં બિરાજે છે, અને તેઓ બાકીના ચાર પરમેષ્ટિમાંથી એક કે વધારે પદમાંથી પસાર થયા હોય છે, અથવા તો ક્ષપકશ્રેણિમાં આ ભાવ વેદી સિદ્ધપદ પામતી વખતે પંચપરમેષ્ટિ પદમાં સ્થાન પામ્યા હોય છે. તે સિવાયનાં પરમેષ્ટિ પદ છે – અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુસાધ્વીજી. સામાન્યપણે આ ચારે પદવીધારીઓ ઉપર જોયાં તે સર્વ લક્ષણો ૨૦૨ Page #224 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ ઉત્કૃષ્ટથી મધ્યમ પ્રકારે ધરાવતાં હોય છે. અને તેનો પ્રભાવ સર્વ સામાન્ય જન ઝીલી મોક્ષમાર્ગે આગળ વધી શકે છે. છદ્મસ્થરૂપે પંચપરમેષ્ટિ પદમાં સ્થાન પામ્યા ન હોય, છતાં અમુક કાળ માટે આવું કલ્યાણકાર્ય કરનારા પુરુષો પણ હોય છે. સપુરુષોનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ કેવું અદ્ભુત કલ્યાણકાર્ય કરી આશ્ચર્ય ઉપજાવે છે તે સમજવા યોગ્ય છે. તે વિશે વિચારીએ. પ્રારંભિક અવસ્થામાં જીવ સામાન્યપણે સત્પરુષની અસર નીચે તેમનાં વચનો દ્વારા આવે છે. ઉત્તમ પુરુષોએ જે કલ્યાણકારી બોધ આપ્યો હોય, તેના સારરૂપ વચનોમાં પોતાના સંસારના અનુભવનો નિચોડ ઉમેરી, સપુરુષ જીવને સંસારનાં બંધનોથી છૂટવા કલ્યાણ બાજુ કેવી રીતે સરતા જવું તે બાબતનું માર્ગદર્શન પરમ પ્રેમથી, સ્નેહાળ વચનોથી આપતાં હોય છે, આવા નિર્મળ પ્રેમથી ભરેલાં તથા અનુભવમૂલક માર્ગદર્શન આપનારાં વચનો સંસારમાં ધક્કા ખાતા જીવને વિચાર કરતા કરી મૂકે છે કે પોતે જે ધ્યેયહીન રઝળપાટ કરે છે તે કેટલી યોગ્ય છે! જ્યાં સુધી સત્પરુષનાં વચનોરૂપ લાકડીનો પ્રહાર કર્મ પર થતો નથી, ત્યાં સુધી કર્મનું જોર તૂટતું નથી, અને આમ થવાથી જીવનાં જીવતરને મળતો સાચો વળાંક પણ રુંધાય છે. આમ જે શાસ્તા પુરુષો છે તેમનાં બોધવચનો દ્વારા જીવને સપુરુષનો સૌ પ્રથમ-પ્રાથમિક પરિચય મળે છે. અને જીવ વર્તમાનમાં પોતાને વર્તતી દેહાત્મબુદ્ધિરૂપ વિચારસરણીને આત્મબુદ્ધિ તરફની વિચારસરણીમાં રૂપાંતરિત કરવાનો લાભ પામે છે. અને તે જીવનાં જીવનનું ધ્યેય સંસારલક્ષી મટી આત્મલક્ષી થતું જાય છે. આવી છે સપુરુષોનાં વચનની અસર! સપુરુષનાં હૃદયમાં રમતો સર્વ જીવો પ્રત્યેનો કલ્યાણભાવ, કરુણાભાવ અને મૈત્રીભાવ તેમનાં વચનોમાં અંકિત થતો હોવાથી એ વચનો જીવ પર અમૃત જેવી અસર ઉપજાવે છે. અમૃત જીવને વ્યવહારથી દીર્ધાયુષી બનાવે છે એટલે કે અપેક્ષાએ અમરતા આપે છે, અને સાથે સાથે પોતામાં રહેલી મીઠાશને દેહવ્યાપી બનાવે છે. આવી જ અમૃતમયી અસર સપુરુષનાં વચનો નીપજાવે છે. તેમનાં અનુભવમૂલક અને સત્યથી ઉભરાતાં વચનો અશાતાથી ભરેલા જીવને ખૂબ શાંતિ તથા ઠંડકનો અનુભવ કરાવે છે. જે જીવ એમનાં વચનો સાંભળે છે તે જીવને બળબળતા સંસારના તાપમાં ૨૦૩ Page #225 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ શીતળતા અનુભવાય છે, એટલે કે વર્તતી અશાંતિમાં ખૂબ જ મીઠું આશ્વાસન મળે છે અને સંસારના પરિતાપોથી છૂટવા માટે માર્ગ મળ્યો હોય તેવી લાગણી બળવાન થવાથી જીવનનું ધ્યેય સ્પષ્ટ થતું જણાવાથી તેને ખૂબ આનંદની અનુભૂતિ જાગતી જાય છે. આ વાણીની અસરનું વર્ણન આ રીતે થઈ શકે... શાતા થોડી, અશાતા ઘણેરી, એવો છે આ સંસાર, જીવનમાં જ્યારે ઝાળ લાગે ને અંગે ઊઠે અંગાર, છાંટે ત્યારે શીતળ પાણી, એવી ગુરુરાજની વાણી. સપુરુષની વાણી જીવનાં જીવનના ઘા રુઝાવવાનું કામ કરે છે. શ્રી સત્પરુષનાં વચનોની આવી મીઠાશ અને તેનાથી નીપજતી મીઠાશને માણનાર જીવને તેમનાં દર્શન કરવાની અભિલાષા જાગે છે. પ્રારંભમાં મોટેભાગે જીવ સત્પરુષોનાં વચનો જેમાં સંગ્રહાયેલા હોય તેવા ગ્રંથ દ્વારા – તે ગ્રંથના અભ્યાસ દ્વારા કે તે ગ્રંથના શ્રવણ દ્વારા બોધ ગ્રહણ કરે છે. એ બોધ જ્યારે જીવમાં પરિણમે છે ત્યારે તેનું પુણ્ય એકત્રિત થવાથી તેને આવા ઉત્તમ બોધદાતા પુરુષનાં દર્શન કરવાની જિજ્ઞાસા પ્રગટે છે. આ જિજ્ઞાસા કાળે કરીને ઝંખનામાં પલટાય છે. અને મહતું પુણ્યના યોગથી, મન વચન તથા કાયાની એકતામાં પ્રવર્તતા સપુરુષરૂપ ગુરુની પ્રાપ્તિ કરી તેમની મુખમુદ્રાનાં દર્શન કરવા જીવ ભાગ્યશાળી થાય છે. સાચા સપુરુષની ઓળખ થતાં તેની સગુરુનાં દર્શન કરવાની અભિસા પૂરી થાય છે. એમની વીતરાગતાથી સુશોભિત મુદ્રા જીવને શાંતિ, સમતા, ધીરજ અને મૈત્રીનો સંદેશો મૌનતાથી, વચનની સહાય લીધા વિના જ આપે છે. એ સંગુરુનાં હૃદયમાં સહુના કલ્યાણ માટેના ભાવ સતત રમતા હોય છે, તેમણે પ્રાપ્ત કરેલી આત્મશુદ્ધિથી પ્રગટ થતું તેજ તેમના આખા દેહમાંથી અને મુખ્યતાએ વદનમાંથી નીકળી ચોતરફ પ્રસરતું હોય છે, આત્માની શુદ્ધિ થતાં જે સહજાનંદ તેમને વેદાય છે તે પ્રસન્નતા તેમના મુખ પર છવાયેલી હોય છે, અને શ્રી પ્રભુમાં તેમણે કરેલી અતૂટ શ્રદ્ધાથી પ્રગટતી શાંતિ તથા નિરાકૂળતા એ સદ્ગુરુની આભાને ખૂબ ખૂબ પ્રતિભાસંપન્ન બનાવતી જુએ છે ૨૦૪ Page #226 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ ત્યારે તે ભયકલાંત જીવ ખૂબ જ પ્રભાવિત થઈ, ગુરુનાં ચરણમાં બીનશરતીપણે નમી પડે છે. એમની શાંતિ, શીતળતા અને સહજાનંદથી ભરેલી મુદ્રા જીવને માટે ખૂબ આકર્ષણનું કારણ થઈ પડે છે, કારણ કે આવી શાંતિ, શીતળતા કે સહજાનંદનો અંશ પણ તેને સંસારમાં અનુભવવા મળ્યો હોતો નથી. વળી, સદ્ગુરુની મુખમુદ્રાનાં દર્શન કરવાથી જીવને અંતરંગમાં ખૂબ જ શાંતિનો અને શીતળતાનો અનુભવ થાય છે. મનમાં ઘણો આરામ વેદાય છે, અને પોતાનાં મનમાં ચાલતી વિચારની હારમાળા સહજપણે મંદ થતી અનુભવાય છે. જે વિકલ્પોની વણઝાર તેને સતત પીડા આપતી હોય છે તે સહજતાએ અલ્પ થતી અનુભવાતાં તે જીવ સ્વાભાવિકપણે શાંતિનું વેદન કરે છે અને તે શાંતિ પામવાના નિમિત્તરૂપ ગુરુમુખનું આકર્ષણ વર્ધમાન થાય છે. સત્પુરુષોનાં બોધવચનોને વધારે અસરકારક બનાવવામાં તેમની મુખમુદ્રા ઘણો નોંધનીય ફાળો આપે છે, કારણ કે તેમની વાણીની સાથોસાથ તેમનાં નયનો, કપાળ અને અન્ય અંગો કલ્યાણભાવ પ્રસરાવવામાં ખૂબ જ સક્રિય રહેતાં હોય છે. જીવ સત્પુરુષનાં વચનનો અને મુદ્રાનો આવો અલૌકિક અનુભવ કરે છે, ત્યારે તેને સહજતાએ સત્પુરુષના યોગમાં રહેવાના ભાવ જાગે છે. થોડાક સમય માટે સંપર્કમાં રહેવાથી જે આત્માની આવી સુંદર અસર થાય છે, તેના યોગમાં વિશેષ રહેવાનું નિમિત્ત મળે તો કેટલો બધો લાભ થાય! આ ગણિત તેના મનમાં ચાલે છે. જે આત્માનું થોડાકાળનું સાનિધ્ય પણ અપૂર્વ શાંતિનું વેદન કરાવે છે, વિકલ્પોની વણઝારથી રક્ષણ કરે છે અને પરમ મિત્રતાનો અનુભવ કરાવે છે, તે સાનિધ્ય લાંબા કાળનું બને તો તેમની રોજિંદી રહેણીકરણીનો પરિચય કેવું ફળ આપે તેવી જિજ્ઞાસા તે જીવમાં બળવાન થાય છે. આ ઉત્તમ પુરુષ પોતાનાં રોજિંદા જીવનમાં કર્મના ઝપાટાને કેવી રીતે નમાવે છે, કર્મોનાં બળવાનપણા વખતે પોતાનું વીર્ય વધારે સક્રિય કેવી રીતે કરી જીત મેળવે છે, પ્રબળ શાતાના ઉદયમાં પોતાનાં વીર્યને કેવી રીતે ફોરવી સંસારની લાલચમાં કે લબ્ધિસદ્ધિના મોહમાં પોતાને ફસાતો અટકાવી અણનમ રહે છે એ વગેરે વિશેની તેની જિજ્ઞાસા બળવાન થાય છે. તેની સામે પોતાની વીર્યહીનતા, પામ૨૫ણું વગેરે પ્રત્યક્ષ થતાં પોતાનું ઉજ્જવળપણું ૨૦૫ Page #227 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ શ્રી સદ્ગુરુના સમાગમમાં કેવી રીતે કરવું તેની ચાવી મેળવવા તે જીવ ઉત્સુક થાય છે. પરિણામે આવા ભાવના બળવાનપણાથી તેને સત્પષના સમાગમનો સહજ યોગ થાય છે, તેમની સાથે રહી તેમનું જીવન અવલોકવાનો અવકાશ મળે છે ત્યારે તેને સપુરુષ પ્રતિના અભાવને કારણે અનેકવિધ લાભ થાય છે, તે જીવને પોતાના જીવનની સુધારણા કરવાની અમૂલ્ય તક મળે છે. વિવિધ પ્રકારના ઉદયોની વચ્ચે રહેતા સત્પરુષ પોતાના જીવનનું સમતોલન કેવી રીતે જાળવે છે, સબળા કે નબળા કર્મના ઉદયમાં પોતાની આત્મસ્થિરતા કેવી રીતે ટકાવે છે, અને તેમનો આત્મા ક્યા દૃષ્ટિકોણથી કેવા કર્મને હલ કરે છે એ સઘળું નજીકથી અવલોકવાનો સુઅવસર જીવને પુરુષના સમાગમ વખતે પ્રાપ્ત થાય છે. આ અવલોકનનો પૂર્ણ લાભ લઈ તે જીવ પોતાનાં જીવનની સુધારણા ત્વરાથી કરી શકે છે. કારણ કે જે તર્ક, દલીલ કે બોધથી ગ્રહણ થઈ શકતું નથી તે પુરુષના સહજ વર્તનના અવલોકનથી ગ્રહણ કરી શકાય છે. શ્રાવ્ય કરતાં દશ્યનું મહત્ત્વ હંમેશા રહેલું જ છે. આ ઉપરાંત જીવને પોતાની જે જે ભૂલો સમજાતી નથી, તેવી કેટલીયે ભૂલો સપુરુષના સમાગમમાં તેમને પ્રત્યક્ષ થાય છે, અને તેઓ પરમ કરુણા તથા કલ્યાણભાવથી જીવને તે ભૂલનું પ્રત્યક્ષપણું કરાવી, જીવને એ થતી ભૂલથી બચાવી લે છે. અને જીવને તેની ભૂલોથી છૂટવા માટે પુરુષ બળવાન નિમિત્ત સાબિત થાય છે. આ પ્રમાણે જેમણે જીવ સમસ્ત માટેનો ઊંડો કલ્યાણભાવ વેદ્યો છે, એવાં સપુરુષનાં વચનો, મુદ્રા અને સત્સમાગમનો ત્રિવેણી સંગમ જીવમાં આમૂલ પરિવર્તન લાવે છે. સંસારમાં પરવશપણે રખડતો, રગડાતો, દાઝતો જીવ સંસારની અદમ્ય આસક્તિથી છૂટતો જાય છે. અજ્ઞાનવશ કર્મવૃદ્ધિની પ્રવૃત્તિમાં રાચતો જીવ કર્મક્ષય કરવાની ઉત્તમ પ્રવૃત્તિમાં ઓતપ્રોત થતો જાય છે, અને તેનાં ફળરૂપે અનંત સંસારી જીવ શ્રી સત્પરુષરૂપ સગુરુનાં સાનિધ્યમાં આવી પરિતસંસારી થઈ મોક્ષના અલભ્ય લાભને લાભનાર બને છે. અલબત્ત, આ કાર્યસિદ્ધિ માટે જીવની છૂટવાની ઇચ્છા, અને સપુરુષરૂપ સદ્ગુરુ માટે પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતાની જરૂરિયાત રહેલી છે તે ભૂલવા યોગ્ય નથી. જીવની પાત્રતા અને સત્પરુષનું નિમિત્ત યોગ્યતાએ મળવાથી આ પ્રક્રિયાની શરૂઆત થાય છે. ૨૦૬ Page #228 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ તે પ્રક્રિયા રાતોરાત પૂર્ણ થતી નથી, પણ તે ક્રિયા ક્રમથી જીવમાં આમૂલ પરિવર્તન કરાવતાં કરાવતાં પૂર્ણ સિદ્ધિ આપવા સુધીનો વિકાસ કરાવે છે. સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર શ્રી પુરુષરૂપ સદ્ગુરુનો યોગ જીવને પાત્રતા આવ્યા પછી થાય છે, ત્યારે તે જીવ ગુરુ માટે યોગ્ય આકર્ષણ વેદે છે, તેને ગુરુ માટે અંતરંગથી પ્રેમનો ઊભરો અનુભવાય છે. તેમનાં વચનો પોતાનાં જીવનને સુધારવા માટે ખૂબ ઉપકારી છે એવી લાગણી વેદાય છે. તેના અનુસંધાનમાં તેમની શાંત મુદ્રાનું આકર્ષણ બળવાન થતું જાય છે, અને આ સત્પરુષ પોતાને માટે સ્વજન તથા આધારયોગ્ય વ્યક્તિ છે એ ભાવ દઢ થતો જાય છે. તે દઢતા વધતાં તેમણે જે માર્ગદર્શન આપ્યું છે, તે જ રીતે વર્તવાના તેના ભાવ સબળ થતા જાય છે. જીવમાં આવી શુભ ભાવનાઓ જન્મ પામી વર્ધમાન થવા માંડે છે ત્યારથી એ સત્પરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ જીવ પર આશ્ચર્યકારક અસર કરવા માંડે છે. જીવનાં જીવનમાં ઉત્તરોત્તર સારો પ્રભાવ તેના થકી નિર્માણ થતો જાય છે. સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમની અદ્ભુત અસર જીવને સંજ્ઞી પંચેન્દ્રિયપણામાં થાય છે, પરંતુ તે પહેલાં પણ સત્પષની અસર જીવ પર થતી હોય છે. અસંજ્ઞીપણામાં પણ જીવ પુરુષની ઉત્થાનક અસર પામે છે. આ અસર છે “સુષુપ્ત ચેતનને જાગૃત કરવાની. અનાદિકાળથી જીવ ચતુર્ગતિરૂપ આ સંસારમાં એકેંદ્રિયથી સંજ્ઞીપંચેન્દ્રિય સુધીની જાતિમાં સતત જન્મમરણ કર્યા જ કરે છે. જ્યાં સુધી જીવ અસંજ્ઞી હોય છે ત્યાં સુધી તેનામાં કોઈ પણ સ્વતંત્ર ભાવ કરવાની શક્તિ હોતી નથી, બલ્ક જે પ્રકારના શુભાશુભ સંજ્ઞી પંચેન્દ્રિયના સંપર્કમાં આવે, સમાગમમાં આવે તે જીવના આધારે શુભાશુભ ભાવ તેને થાય છે. પરિણામે તે અસંજ્ઞી સદ્ભાવી – સગુણી સંજ્ઞી પંચેન્દ્રિયના સંપર્કમાં રહી શુભભાવી બની વિકાસ કરે છે, અને અસગુણી – અશુભભાવી સંજ્ઞી પંચેન્દ્રિયના સંપર્કમાં રહી અશુભભાવી થઈ પીછેહઠ કરે છે. એટલે કે સત્પરુષના સમાગમથી અસંજ્ઞી જીવ સ્વાભાવિક રીતે શુભ પરિણતિ પામી પોતાપર ૨૦૭ Page #229 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ખડકાયેલા કર્મના ગંજને ઘટાડે છે, અને દુર્જનના સમાગમથી અસંજ્ઞી અશુભ પરિણતિ સેવી પોતા પરનો કર્યબોજ વધારી નાખે છે. અસંજ્ઞીપણામાં પુરુષની અસર માત્ર સમાગમથી જ થાય છે, જો સંપર્ક ન હોય તો સપુરુષના સભાવની અસર તેના પર થતી નથી, કારણ કે અસંજ્ઞાને કારણે જીવમાં સારાસાર વિવેક કે વિચારણા ન હોવાથી વચનામૃત તથા મુદ્રાની અસર સંભવતી નથી, ચૌરેંદ્રિય સુધીના જીવ તો શ્રવણંદ્રિયનો ઘાત હોવાથી વચનામૃત સાંભળી જ શકાતા નથી, તો પરિણમન તો ક્યાંથી સંભવે? મુદ્રાની અસર મેળવવા જીવને ચક્ષુઇન્દ્રિયની જરૂર ઉપરાંત સંજ્ઞાની જરૂર રહે છે તેથી ત્રણ ઇન્દ્રિય અસંજ્ઞી વચનામૃત તથા મુદ્રાનો લાભ પામી શકતો નથી, ચૌરેંદ્રિય સપુરુષની મુદ્રા જુએ છે ખરો, પણ તેનું મહાભ્ય સમજી ન શકવાને કારણે તેનો લાભ થતો નથી. આમ અસંજ્ઞીપણામાં જીવને માત્ર તેના સમાગમના આધારે જ લાભ થાય છે, સપુરુષનાં વચનામૃત તથા મુદ્રાની સુંદર અસર માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય જીવ જ લઈ શકે છે એ સમજવા યોગ્ય બાબત છે. અસંજ્ઞીપણામાં જ્યારે પૃથ્વીકાય જીવ સત્પષના સમાગમમાં આવે છે અને તેના નિમિત્તે શુભપરિણામી થઈ દેહત્યાગ કરે છે, ત્યારે તે અપકાયરૂપે દેહ ધારણ કરે છે. સપુરુષનો સમાગમી અપકાય જીવ એ જ રીતે શુભ પરિણામી થઈ તેઉકાય બને છે, એ જ રીતે તેઉકાય વાયુકામાં આવે છે, વાયુકાય વનસ્પતિકાયના દેહ ધારણ કરે છે. વનસ્પતિકાય જીવો સપુરુષના શુભ સમાગમથી બેઈન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે, એટલે કે સ્થાવરકાય છોડી તે જીવ ત્રસકાયના દેહ ધારણ કરે છે. એ જ રીતે સપુરુષના સમાગમથી જીવ બે માંથી ત્રણ, ત્રણમાંથી ચાર, ચારમાંથી પાંચ અને છેવટે સંજ્ઞીપંચેન્દ્રિયપણું મેળવે છે. અસંજ્ઞીમાંથી સંજ્ઞી થતા સુધીના વિકાસ માટે સત્પરુષનો સમાગમ જ કાર્યકારી થાય છે, પણ સંજ્ઞા આવ્યા પછી જીવ વિચારશક્તિ આવતાં પોતાનો ગમો અણગમો જાણી શકે છે તેમજ વ્યક્ત પણ કરી શકે છે. આમ જીવ પોતાનો ગમો-અણગમો, રુચિ-અરુચિ, લાભ-ગેરલાભ નક્કી કરે છે તે સંજ્ઞાપ્રાપ્તિનું ફળ છે. આવી સંજ્ઞા મળ્યા પહેલાં જીવ મુચ્છિત રૂપે વર્તે છે, સ્વ જેવી કોઈ સભાનતા તેને હોતી નથી. તેને જો સપુરુષનો સમાગમ અને અસર મળે તો જ તે જીવ ૨૦૮ Page #230 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ એકેંદ્રિયપણાથી સંજ્ઞીપંચેન્દ્રિયપણા સુધીનો વિકાસ કરી શકે છે. પરંતુ તે જીવને કમનસીબે જો અશુભભાવી અધમ આત્માનો સમાગમ થાય તો તે જીવ તેની અસરના કારણે સંજ્ઞા તથા એક પછી એક ઇન્દ્રિય ગુમાવતો જાય છે, અને છેવટે પૃથ્વીકાયરૂપે એકેંદ્રિયપણા સુધી નીચે ઊતરી જાય છે. અને ત્યાંથી વિકાસ કરવા માટે ફરીથી સપુરુષનો સમાગમ થાય ત્યાં સુધી તેને રાહ જોવી પડે છે. જીવને જ્યારે પુરુષનો સમાગમ અને શુભભાવનો સંયોગ મળે છે ત્યારે તેનો વિકાસ થાય છે, તેનાં ચેતનનાં જે મૂળભૂત જ્ઞાન તથા દર્શન ગુણ છે તેમાં વૃદ્ધિ કરવાનો અવકાશ તેને મળે છે. અને તે જીવ વિપરીત પુરુષના યોગમાં આવે છે ત્યારે તેનો વિકાસ રુંધાય છે, કેટલીકવાર અધોગતિ પણ થાય છે. આવી ચડ ઊતર અસંજ્ઞીપણામાં જીવ અસંખ્યવાર કરતો રહે છે; તે જેવા યોગમાં આવે તેવા પ્રકારનું ફળ પ્રાપ્ત કરે છે. આ અસરનું પૃથક્કરણ કરીએ તો આપણને સમજાય છે કે પુરુષના શુભ ભાવની અસરથી જીવનું સુષુપ્ત ચેતન જાગૃત થતું જાય છે. સુષુપ્ત ચેતન એટલે સૂતેલું અથવા અજાગૃત ચેતન. જીવનું ચેતન ઉત્કૃષ્ટતાએ અજાગૃત હોય ત્યારે તે પૃથ્વીકાયરૂપે હોય છે. પુરુષની અસરથી જેમ જેમ જાગૃતિ વધતી જાય છે તેમ તેમ તે જીવ અપકાય, તેઉકાય, વાયુકાય, અને વનસ્પતિકાય થાય છે. તેનાથી વિશેષ જાગૃત થાય છે ત્યારે તે જીવ એક પછી એક ઇન્દ્રિય મેળવતો જાય છે, અને સત્પરુષની કૃપાથી સંજ્ઞીપંચેન્દ્રિયપણું મેળવી સ્વાયત્ત થાય છે. આમ થવામાં હકીકત એમ બને છે કે પુરુષના સંપર્કથી ચેતનનાં જ્ઞાન તથા દર્શનનો ક્ષયોપશમ વધતો જાય છે, અને આવરણો ઘટતાં જતાં હોવાથી તેની ઇન્દ્રિયોની સંખ્યા તથા શક્તિ પણ વધતાં જાય છે. બીજી રીતે સમજીએ તો કહી શકાય કે અસંજ્ઞીપણામાં જીવ પોતાની મેળે કંઈ પણ કરવા સમર્થ ન હતો, તે પુરુષના યોગમાં આવી, તે યોગનો સવળો ઉપયોગ કરી વિકાસ કરી શકે છે, એ સૂચવે છે કે જીવનાં અસંજ્ઞીપણામાં પણ સપુરુષનો આત્મા તેનાં સુષુપ્ત ચેતનને જાગૃત કરી શકે છે. જીવમાં સજાગપણું કે સભાનપણું પણ નથી એવા કાળે પણ સત્પરુષની આવી ઊંડી અને ઉત્તમ અસર આપણને જોવા મળે છે, તો પછી, સમજપૂર્વક સભાનતા સાથે સંજ્ઞી પંચેન્દ્રિયપણામાં જીવ જો સપુરુષનો આશ્રય સ્વીકારે તો તેના પર કેવી અદ્ભુત તથા અકલ્પનીય અસર થાય! એ અસરનો અંદાજ લગાવવો પણ અશક્ય લાગે છે. ૨૦૯ Page #231 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જીવ જ્યારે સંજ્ઞીપંચેન્દ્રિયપણું મેળવે છે ત્યારે તેનું સૂતેલું ચેતન વ્યવહાર દૃષ્ટિથી બરાબર જાગૃત થયું ગણાય છે કારણ કે તે પોતે સ્વતંત્ર રીતે ભાવ કરી શકે છે, ભાવ વ્યક્ત પણ કરી શકે છે અને પોતે પોતાની લાગણીઓનો માલિક બનીને જીવે છે. પરંતુ આ અવસ્થામાં પણ પરમાર્થિક દૃષ્ટિએ તેનું ચેતન સુષુપ્ત – સૂતેલું જ હોય છે. તે જીવ ચારે ગતિમાં મોહને આધીન થઈને જ વર્તતો હોય છે, તેને પોતાના દેહમાં અત્યંત મારાપણું વેદાતું હોય છે, સાથે સાથે તે દેહાશ્રિત જે કોઈ ચેતન કે જડ સાથેના સંબંધ હોય તેમાં પણ તેની મોહબુદ્ધિ અગ્રસ્થાને રહી તેને કર્મના પાશમાં બાંધતી જ રહે છે. આ દશામાં તે જીવને શું પોતાનું છે, શું પોતાનું નથી, શું પોતે ઇચ્છવા યોગ્ય છે, શું પોતે ઇચ્છવા યોગ્ય નથી, વગેરે બાબતનાં સત્યસ્વરૂપનું ભાન તેને હોતું નથી, એટલે કે પોતાને કલ્યાણરૂપ શું છે અને અકલ્યાણરૂપ શું છે તે બાબતનો સારાસાર વિવેક પ્રવૃત્તિ કરતાં હોતો નથી. તે જીવ સુખની શોધમાં ઝાંવાં નાખ્યા જ કરે છે, પણ સાચું સુખ શું છે અને તે ક્યાં છે તથા તે કેવી રીતે મળે તેની કોઈ ગતાગમ તેને હોતી નથી. તે તો ક્ષણિક એવા શારીરિક અને ભૌતિક સુખો મેળવવાની દોડધામમાં સતત લાગ્યો રહે છે. તેથી તે જીવ પરવશપણે કર્મના ઉદયને વશ થઈ અનેકવિધ કષાયોની જાળમાં ફસાઈ એવાં નિબિડ કર્મો બાંધે છે કે અમુક કાળ પછી તે જીવને પાછા નીચે ઉતરવાનો, અસંશી થવાનો પ્રસંગ આવે છે. આ રીતે દેહ તથા દેહાશ્રિત પદાર્થોના મોહપાશમાં રહી, જીવ ચડ ઊતર કરતાં કરતાં સંસારમાં ભ્રમણ કરતો જ રહે છે. ભૌતિક પદાર્થોની પાછળ ખુવાર થતી વખતે તે જીવને લક્ષ રહેતો નથી કે પોતે કોની અસર સ્વીકારવી, અને કોની અસર ન સ્વીકારવી તે બાબતમાં સ્વતંત્ર છે, પોતાને શું કલ્યાણરૂપ છે અને શું કલ્યાણરૂપ નથી તેની જાણકારી લઈ મળેલી સ્વતંત્રતાનો ઉપયોગ તેણે કરવો જોઇએ. તેને બદલે તે તો જેવા જેવા નિમિત્ત પામે, તેને આધીન થઈ આકરા કષાયાદિ કરી કર્મબંધ કરે છે, અને પોતાને મળેલી સ્વતંત્રતાને તે સ્વચ્છંદમાં ફેરવી નાખે છે. પોતાને વળગેલી અહમ્ તથા મમ્ની જાળમાં ગૂંચવાઈ, તે જે કંઈ નિમિત્તાધીન કષાય અનુભવે છે, તેની યોગ્યતા કે અયોગ્યતા વિચાર્યા વિના જ પોતાના દુરાગ્રહ તથા મતાગ્રહમાં પ્રવર્તી સ્વચ્છંદને જ પોષણ આપતો રહે છે. આ રીતે નવાં કર્મના ખડકલાને પોતા ૫૨ જમા થવા આમંત્રણ આપ્યા કરતો હોય છે. ૨૧૦ Page #232 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ આમ તે જીવ અત્યંત સ્વચ્છંદે વર્તી માત્ર ભૌતિક સુખોની પ્રાપ્તિ મેળવવા પોતાની પાંચે ઇન્દ્રિયો તથા મનને કામે લગાડી, એ સુખ માટે ઝાંવાં નાખતાં નાખતાં સંજ્ઞા અને ઇન્દ્રિયો ગુમાવવી પડે તેવી કક્ષામાં આવી જાય છે. આવા કટોકટીના સમયે જો તે જીવને ભાગ્યયોગે સત્પુરુષ સદ્ગુરુનો મેળાપ થાય છે અને તે પવિત્ર આત્મા માટે તેને પ્રેમભાવ તથા પૂજ્યભાવ જાગે છે, તો તેને અપૂર્વ લાભ થાય છે. અત્યાર સુધી પરમાર્થે સુષુપ્ત રહેલાં ચેતનને જાગૃત કરવાનું કાર્ય સત્પુરુષ કરે છે. સત્પુરુષ તેને પોતાના કલ્યાણ તથા અકલ્યાણ બાબતનો યોગ્ય નિર્ણય કરવા પ્રતિ દોરી જાય છે. સત્પુરુષનાં સાનિધ્યમાં આવતાં તેને કોઈ વિશેષ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે. જે સુખની કલ્પનાથી તે જીવ અત્યાર સુધી જગતમાં દોડધામ કરતો હતો, તે સુખ કરતાં કોઈ જુદા જ પ્રકારના સુખની અનુભૂતિ થવાની શક્યતાનો વિચાર, આ સત્પુરુષનાં વચનો સાંભળતાં તેમની મુદ્રાનાં દર્શન કરતાં અને તેમના સંપર્કમાં રહેતી વખતે તેનામાં ઉદિત થાય છે. તેને સત્પુરુષની મુખાકૃતિમાં જે શાંતિ દેખાય છે, તેમના સાનિધ્યમાં શાંતિની જે લહેરનો અનુભવ થાય છે, તે શાંતિ તેને વિચાર કરતો કરી મૂકે છે કે, જગતના પદાર્થોથી મળતી શાતા અને સત્પુરુષથી મળતી શાતામાં આટલો ફરક કેમ છે? બંનેમાંથી નીપજતી શાતાથી જુદી જુદી લાગણી વેદાય છે, આમ કેમ થાય છે! આ બે પ્રકારમાં સાચું સુખ ક્યું? કઈ શાતા વધારે ઉપકારી છે? આવી અંતરમાં વેદાતી દ્વિધા માટે કંઈક નિર્ણય પર આવવા માટે તે સત્પુરુષોનાં અમૃત વચનોનું પાન કરવા વિશેષ ખેંચાય છે. અને તે વખતે તેને સત્પુરુષ તરફથી સંસારની અનિત્યતા જણાવતાં વચનો, સંસારમાં રહેલી અશરણતાને તાદશ કરતાં વચનો તથા દેહમાં અને તેના ઉપયોગ વખતે અનુભવાતી અશુચિ બતાવતા વચનો સંસારની અસારતા જાણવા માટે અને સાચું સુખ ક્યાં છે અને કેટલું છે તેનો નિર્ણય ક૨વા માટે ખૂબ ઉપકારી થાય છે. અનિત્ય ભાવના, અશરણ ભાવના તથા અશુચિ ભાવનાને ભરપૂર કલ્યાણભાવથી જ્યારે તેના નિકટવર્તી સત્પુરુષ વ્યક્ત કરે છે ત્યારે તે જીવના સંસારથી છૂટવાના અને શાશ્વત સુખ મેળવવાના ભાવ દેઢ થાય છે. ૨૧૧ Page #233 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સંસારની ક્ષણિક શાતાથી આકર્ષાઈને તેની પાછળ દોટ મૂકતાં સંસારી જીવને એ પદાર્થોની આસક્તિ તોડાવવા માટે શ્રી પ્રભુની પ્રેરણાથી પ્રભાવિત થયેલા સપુરુષ, પોતાનાં અંતરમાં સહુ જીવો માટેનો કલ્યાણભાવ ઘૂંટી ઘૂંટીને સંસારની અનિત્યતા સમજાવતાં વચનો, સંસારના સર્વ પદાર્થો કેવા ક્ષણિક છે, અને તેની પાછળ ઘસડાઈને જીવ કેવી કેવી અશાંતિ ભોગવે છે તેનું વર્ણન કરતાં વચનો ખૂબ જ પ્રેમાળ તથા અસરકારક વાણીથી વિવિધ પ્રકારે વ્યક્ત કરે છે, જે સાંભળતાં જીવને પોતાના પ્રશ્નોનું સમાધાન મળતું જાય છે. સર્વ મહત્ મહર્ષિ તથા ઉત્તમ આત્માઓએ જગતનાં પદાર્થોનું અનિત્યપણું અને આત્માનું નિત્યપણું અનુભવ્યું હોય છે, તેઓ થયેલા અનુભવથી ચેતી જઇને જગતજીવોને આ ક્ષણિકતાથી છૂટી આત્માના શાશ્વત ગુણો તરફ નજર કરવા બોધ આપે છે, તેમાં તેઓની ઘણી વિવિધતા હોય છે. દરેકની આ અનિત્યતા સમજાવવાની શૈલી જુદી જુદી હોય છે. અનિત્ય ભાવના વિદ્યુત લક્ષ્મી, પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. (ભાવના બોધ, શ્રીમદ્ રાજચંદ્ર) આ સંસારમાં જીવ લક્ષ્મી મેળવવા દોડધામ કરે છે, પણ તે લક્ષ્મી તો વિજળી જેવી ચંચળ છે. કઈ ક્ષણે જીવને હાથતાળી આપી છટકી જશે તેનો કોઈ અંદાજ જીવને આવી શકતો નથી. એ પ્રમાણે પ્રભુતા - સત્તા એ પતંગ જેવી છે. પતંગના વૃક્ષનો રંગ એટલો કાચો હોય છે કે તે તરત જ ઊતરી જાય છે, એ જ રીતે સત્તાનું સામ્રાજ્ય છિન્નભિન્ન થતાં જરાય વાર લાગતી નથી. શાંત સરોવરનાં જળમાં કાંકરી નાખવામાં આવે તો તેનાથી તરંગો – મોજાં પાણીમાં ઉત્પન્ન થઈને તરત જ વિલિન ૨૧૨ Page #234 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ થઈ જાય છે, આવી જ ક્ષણભંગુરતા જીવને આયુષ્ય સંબંધી જોવા મળે છે. જીવનને માણ્યું ન માણ્યું ત્યાં તો તે પૂરું થઈ જાય છે, અને જીવને અન્ય દેહમાં પ્રયાણ કરવાનો પ્રસંગ આવે છે. આ ક્ષણભંગુર જીવનમાં જીવને જે કામભોગની અતિ લાલસા રહે છે તે કામભોગો ઇન્દ્રધનુષ જેવા ક્ષણજીવી જ છે, મેઘધનુષ જેમ વર્ષાકાળમાં થોડીક જ ક્ષણો માટે તેની સુંદરતાને આકર્ષક રૂપે આકાશમાં સુશોભન કરે છે, તેમ ક્ષણજીવી કામભોગો પણ આયુષ્યનાં યૌવનકાળના થોડા જ કાળ માટે જીવને ભોગવટા માટે પાત્ર રહેવા દે છે, આયુષ્યના શેષકાળમાં એ જ કામભોગો તે જીવને સતત તડપાવતા જ રહે છે, જરાપણ મચક આપતાં નથી. આ રીતે જીવને સંસારમાં જેની જેની ખૂબ આસક્તિ છે એવાં ધન, સત્તા, કીર્તિ તથા કામભોગો સતત આકર્ષણનું નિમિત્ત બને છે, તેમ છતાં તેઓ કોઈ સંતોષ જીવને પામવા દેતા નથી, આવા ક્ષણિક રંગરાગ બતાવતા તત્ત્વો વિશે શા માટે રમમાણ રહેવું ઘટે? જીવનમાં મળતા પદાર્થોથી અનુભવાતી આવી અનિત્યતા પ્રત્યક્ષ કરાવી, જીવે વૈરાગ્ય ધારણ કરી, આ પદાર્થોની આસક્તિ છોડવી ઘટે છે, એવો બોધ અનિત્યભાવના રજુ કરે છે. जन्म मरणेन समं सम्पद्यते यौवनं जरासहितं । लक्ष्मी विनाशसहिता इति सर्वं भंगुरं जानीत ॥ ( ५ ) હે ભવ્ય! આ જન્મ છે તે તો મરણસહિત છે, યૌવન છે તે વૃદ્ધાવસ્થા સહિત ઉપજે છે, લક્ષ્મી વિનાશસહિત ઉપજે છે, એ પ્રમાણે સર્વવસ્તુને ક્ષણભંગુર જાણ. (સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા, અનિત્યભાવના – ૫) જે કોઈની ઉત્પત્તિ છે તે નાશ સહિત જ છે એમ સમજાવી જગતના પદાર્થોનું અનિત્યપણું અહીં સ્પષ્ટ કર્યું છે. જન્મ સાથે મરણ જોડાયેલું છે, યૌવન સાથે વૃદ્ધાવસ્થા જોડાયેલી છે, લક્ષ્મીનો યોગ વિયોગના નિર્માણ સાથે જ થાય છે, આમ સર્વ પદાર્થો આ જગતમાં અનિત્યતાથી ઘેરાયેલા છે, તેથી તેનો મોહ છોડવાનો બોધ અહીં મળે છે. वरभव जाणवाहणसयणासण देवणुवरायाणं । मादुपिदुसजाणभिच्चसंबंधिणो य पिदिवियाणिच्चा || ૨૧૩ Page #235 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ઇન્દ્ર અને ચક્રવર્તઓના મોટા મોટા મહેલો, સવારી, પાલખી, શય્યા, આસન અને માતા પિતા, સજ્જન, સેવક આદિ સર્વ સંબંધો અસ્થિર છે. (કુંદકુંદાચાર્ય -દ્વાદશાનુપ્રેક્ષા). દ્વાદશાનુપ્રેક્ષામાં અનિત્યભાવના સમજાવતી વખતે શ્રી કુંદકુંદાચાર્યે મનુષ્યને અતિ આકર્ષક છે તેવા દેવલોકના અને મનુષ્યલોકના ઉત્તમોત્તમ ગણાતા શાતાનાં સાધનો કેવાં અસ્થિર છે તેનું પ્રત્યક્ષપણું કરાવી તે આકર્ષણથી બચવા માટેનો બોધ પંક્તિદ્વયથી આપ્યો છે. આ સંસારમાં આકર્ષણનું નિમિત્ત થતાં સુખ મેળવવા પાછળ જીવ દોડે છે. તેને મેળવવા અને માણવા અનેક પ્રકારનાં કષ્ટ ઉઠાવે છે, તે સર્વ સુખો ક્ષણિક છે, નાશવંત છે એવો સપુરુષનો પ્રેમાળ બોધ જીવને પોતાની ખોટી દોડનું ભાન કરાવે છે. એ અનિત્યભાવનાના બોધથી જીવને ભાન આવે છે કે પોતે જે જે સુખ મેળવવા અઢળક પ્રયત્નો કર્યા છે, જેને જેને સુખનાં નિમિત્ત માની પકડવા પ્રયત્નો કર્યા છે તે સર્વ પદાર્થો અનિત્ય છે, ટકાઉ નથી, ક્ષણમાં વણસી જાય તેવાં તે સહુ પદાર્થોને નજર સામે જ નાશ પામતા જુએ છે ત્યારે તેને પોતાની દોડ માટે આશંકા થાય છે કે હું કરું છું તે યોગ્ય છે ખરું? જરૂર સંભવિત છે કે કદી નાશ ન પામે એવા સુખનું અસ્તિત્વ હોવું ઘટે, આમ નાશ ન પામે તેવાં સુખની સંભાવના હોવાની પ્રાથમિક શ્રદ્ધા તેનામાં પ્રગટે છે. તેમાંથી દેહ, લક્ષ્મી, પરિગ્રહ, સત્તા, કીર્તિ, કુટુંબ, આદિમાં પોતાપણું કરી સુખ માન્યું તે ઠગારું નીવડતા, શાશ્વત સુખ એટલે શું એ માટેની તેને વિચારણા પ્રગટે છે. અને આ વિચારણા તેને સત્પરુષ માટે વધારે શ્રદ્ધા કરવા પ્રતિ દોરી જાય છે. પરિણામે જેટલી માત્રામાં આ જગતની અનિત્યતા તેને સપુરુષના બોધથી સમજાય છે અને અનુભવાય છે, તેટલી માત્રામાં તેનું સુષુપ્ત રહેલું ચેતન જાગૃત થાય છે, અને તે જીવ આત્માથે મેળવવાનો ઝોક પામે છે. અશરણભાવના સપુરુષનાં વચનામૃતનાં પાનથી જીવનું ચેતન જાગવા લાગે છે ત્યારે તેને વિશેષ જાગૃતિ અર્પવામાં શ્રી પ્રભુ બોધિત અશરણભાવના ખૂબ સહાયકારી થાય છે. જીવને ૨૧૪ Page #236 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ પૂર્વનાં અશુભ કર્મના ઉદયથી જ્યારે રોગ, જરાવસ્થા, કે અન્ય કષ્ટનો પ્રબળ ઉદય થાય છે ત્યારે કોઈ પણ સંસારી પદાર્થ તેનાથી મુક્ત થવા માટે તેને સહાય કરી શકતા નથી. કષ્ટના ઉદય સાથે સાથે જો અન્ય પ્રકારે પુણ્યનો ઉદય ન હોય તો જીવ કષ્ટથી છૂટવા માટે કોઇની પણ મદદ મેળવી શકતો નથી, તે સર્વ દુ:ખ તેણે પરવશતાથી ભોગવવાં જ પડે છે, એવા કાળે પુણ્યના અભાવમાં, જે જે પદાર્થોને તેણે પોતાનાં માની ખૂબ રાગ કર્યો છે તેવાં માતા, પિતા, પત્ની, પતિ, સંતાન, સ્વજન, પરિગ્રહ, ધન, સત્તા, કીર્તિ આદિ કોઈ પણ લેશ માત્ર સહાય કરી શકતાં નથી. ઉદિત થયેલું દુઃખ તેણે વિવશપણે ભોગવવું જ પડે છે. આવા અશરણપણાથી બચવા સત્કર્મ એ એક જ ઉત્તમ શરણરૂપ છે એવો બોધ આ ભાવના દ્વારા જીવને મળે છે. અને પોતે અત્યાર સુધી કરેલી ભૂલની સુધારણા કરવા જીવ તૈયાર થાય છે, તે તેનાં સુષુપ્ત ચેતનનું જાગવાપણું છે. સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ આરાધ પ્રભાવ આણી, અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સ્વાશે. (ભાવના બોધ, શ્રીમદ્ રાજચંદ્ર). જગતમાં અનુભવવાં પડતાં દુ:ખના અનેક પ્રસંગોમાં કોઈ તરફથી પુણ્ય વિના સહાય મળતી નથી, એ અનુભવ જીવને પોતાનું અનાથપણું પ્રત્યક્ષ કરાવે છે. ધર્મનું શરણ લઈ પુણ્ય ઉપાર્જન કરવાથી, એ પુણ્યના પ્રભાવથી જીવને અનેક પ્રકારની સહાયતા કષ્ટમાં રક્ષણકર્તા બને છે. માટે સર્વજ્ઞ પ્રભુના ધર્મને સાચા શરણરૂપ ગણીને આરાધવાથી જીવનું અનાથપણું ટળી જાય છે, સનાથપણું પ્રગટ થાય છે. આવતી આ સનાથતાને કારણે જીવ દુઃખના અનુભવમાંથી નીકળી સુખનાં વેદનમાં સ્થાપિત થાય છે. આમ જગતમાં અનુભવવી પડતી અશરણતા શ્રી સત્પષના બોધથી જીવને યથાર્થપણે સમજાય છે, અને જીવ અત્યાર સુધી જગતના પદાર્થો પાસેથી સુખની યાચના કરતો હતો તે છોડી પ્રભુનાં તથા સત્પરુષનાં શરણની અગત્ય સમજવા જેટલો વિકાસ કરી, તેમની પાસે સુખની યાચના કરતો થાય છે. ૨૧૫ Page #237 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ सिंहस्स कमे पडिदं सारंग जह ण रक्खदे को वि । तह मिच्चणा य गहियं जीवं पि ण रफखदे को पि || જેમ જંગલમાં સિંહના પગતળે પડેલા હરણને કોઈ પણ રક્ષણ કરવાવાળું નથી, તેમ આ સંસારમાં કાળવડે ગ્રહાયેલા પ્રાણીને કોઈ પણ રક્ષણ આપી શકતું નથી. (સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા – અશરણભાવના. ૨૪) બળવાન સિંહ પાસે નિર્બળ હરણ કે અન્ય કોઈનું કંઈ ચાલતું નથી, કોઈ તેને સિંહના પંજામાંથી છોડાવી જીવનદાન આપી શકતું નથી કારણ કે સિંહથી બળવાન હોય તે જ હરણને સિંહ પાસેથી બચાવી શકે. પણ સિંહ મહાબળવાન પ્રાણી હોવાથી હરણને લાચારીથી મરણને શરણ થઈ સિંહનો ખોરાક થવું પડે છે. એ જ રીતે કાળ પણ ખૂબ બળવાન છે, તેના પંજામાંથી કોઈ પણ જીવ બચી શકતો નથી, સહુએ કોઈ ને કોઈ કાળે મરણને શરણ થવું જ પડે છે. આ જીવની કર્મ સામેની તથા કાળ સામેની લાચારી જ છે. પરંતુ શ્રી પુરુષના જણાવ્યા પ્રમાણે કાળ કરતાં પણ બળવાન તત્ત્વ તે ધર્મ છે. જો ધર્મનાં શરણમાં જવામાં આવે તો તે કાળના પંજામાંથી ક્રમે કરીને છૂટી શકે છે, એવું માર્ગદર્શન જીવને અશરણ ભાવનામાંથી મળે છે. तत्थ जरामरणभयं दुक्खं पियविप्पयोग बीहणयं । अप्पियसंजोगं वि य रोगमहावेट्णाओ य ॥१६॥ આ સંસારમાં વૃદ્ધાવસ્થા, મૃત્યુભય, દુ:ખ, ભયાનક ઇષ્ટવિયોગ, અનિષ્ટ સંયોગ, રોગ આદિ મહાવેદનાઓ આ જીવ સહન કર્યા કરે છે. વટ્ટકેર સ્વામી – મૂલાચાર, (સહજસુખ સાધન – પૃ ૨૬) જીવ જ્યારે આ સંસારમાં વૃદ્ધાવસ્થા, મૃત્યુભય, રોગ, દુઃખ, ઇષ્ટવિયોગ, અનિષ્ટયોગ આદિ પ્રતિકૂળ સંજોગોથી ઉત્પન્ન થતી વેદના વેદે છે, ત્યારે તેનાથી છૂટવાનો માર્ગ શોધવા પ્રયત્નવાન થાય છે. આ શોધખોળમાં તેને જગતના પદાર્થોનું અનિત્યપણું વિશેષતાએ સમજાય છે. આમ બે બાજુથી આવતા ભીંસામાં ભીંસાઈ તે ખૂબ મુંઝવણ અનુભવે છે કે હવે કરવાયોગ્ય શું છે! જગતમાં અનુભવાતાં કષ્ટોથી ૨૧૬ Page #238 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ તે જેમ જેમ છૂટવા પ્રયત્નવાન થતો જાય છે તેમ તેમ તે વધુ ને વધુ ગૂંચવાતો જાય છે. આવી તેની મુશ્કેલીભરી દશામાં શ્રી સત્પરુષ તેની મદદે આવે છે. શ્રી સદ્ગુરુ તેને ખૂબ પ્રેમભાવથી સમજાવે છે કે આ જગતમાં જે દુઃખો વેઠવા પડે છે, તેમાંથી બચાવનાર કોઈ નથી. જીવ પર નિષ્કારણ કરુણા આણી આ દુ:ખથી બચવાનો માર્ગ તેને બતાવતાં સમજાવે છે કે એક ધર્મ જ એવું તત્ત્વ છે કે જે જીવને પતિત થતાં અટકાવી ધરી રાખે છે. આથી આવતાં કષ્ટોની નિવૃત્તિ, કષ્ટ આવવાનાં કારણોની નિવૃત્તિ પ્રભુનાં શરણે રહી ધર્મ આરાધન કરવાથી થાય છે. જ્યારે જીવને આ વાત સમજાય છે ત્યારે તેને સત્પરુષની કરુણા સ્પર્શી જાય છે અને તેમના પ્રતિના પ્રેમભાવમાં ઠીક ઠીક વધારો થાય છે. જીવને લાગે છે કે મારે ધર્મનાં શરણે જવું યોગ્ય છે, સંસારમાં અનુભવવી પડતી તકલીફોથી છૂટવા દેવ, ગુરુ, ધર્મ એ ઉત્તમ શરણ છે. આમ જીવમાં આવતી આવી સભાનતાને લીધે તેનું સુષુપ્ત ચેતન જાગૃત થતું જાય છે. ચેતન જાગતાં તેને નિશ્ચય થાય છે કે અત્યાર સુધી સ્વચ્છંદથી કરેલી બધી માન્યતાઓ ખોટી હતી, અને હવે તે છોડી દેવી છે. દુરાગ્રહથી બાંધેલી માન્યતા ઢીલી પાડવામાં અશુચિ ભાવના જીવને મદદ કરે છે. અશુચિ ભાવના જીવ જ્યારે અનિત્ય તથા અશરણ ભાવનાનો વિવેકપૂર્વક વિચાર કરે છે, ત્યારે તેનો સંસારી પદાર્થો માટેનો મોહ તૂટવા માંડે છે. અને આ મોહમાં ગાબડું પાડે છે શ્રી પ્રભુ બોધિત અને તેમની આજ્ઞાએ સપુરુષથી પ્રસારિત થયેલી અશુચિ ભાવના. આ અશુચિ ભાવનાના માધ્યમથી જીવને સંસારની ખરી વાસ્તવિકતા જોવા તથા અનુભવવા મળે છે. જીવને કર્મોદયને કારણે જે દેહમાં રહેવાનો યોગ થયો હોય છે તે દેહ માટે અતિ અતિ આસક્તિ વર્તતી હોય છે. તેને મળેલો દેહ ગમે તેવો કાળો, કૂબડો, રોગથી ભરેલો, ખોડખાંપણવાળો કે અનિષ્ટ તત્ત્વોથી ભરેલો હોય તો પણ તે દેહ માટે તેને જરાય ઈતરાજી થતી નથી. તે દેહ પ્રતિ દુગંછા કરવાને બદલે તેને શણગારવાની, સુગંધી કરવાની, વસ્ત્રાભૂષણથી સજાવવાની વિવિધ પ્રવૃત્તિમાં ૨૧૭. Page #239 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તે રાચે છે. દેહનાં પ્રત્યેક છિદ્રમાંથી જે ગંદકી વહે છે. જેમકે મળ, મૂત્ર, પસીનો, શ્લેખ, ચીપડા, કાનનો મેલ, થૂક આદિ વિશે તેને આવરિત કરવાની વૃત્તિ રહે છે. દેહમાંથી દુર્ગધ છૂટે છે તેને છૂપાવવા સુગંધી દ્રવ્યનું લેપન કરે છે, સ્વાદિષ્ટ ખોરાક ખાધા પછી તેનું મળ અને મૂત્રમાં રૂપાંતર થાય છે તે વિશે આંખ આડા કાન કરે છે. પ્રત્યેક સંસારી જીવથી થતી આ પ્રવૃત્તિ સ્પષ્ટ કરે છે કે આવા જીવની દેહાસક્તિ ખૂબ જ બળવાન હોય છે, અને તેને દેહમાં જ આત્મબુદ્ધિ વર્તે છે. જ્યાં સુધી જીવ દેહમાં જ સર્વસ્વ સમજીને વર્તે છે ત્યાં સુધી તેને આત્મસ્વરૂપનો લક્ષ થવો સંભવતો નથી. આવી પ્રબળ દેહાત્મબુદ્ધિને મંદ કરવા “અશુચિભાવના” ઉપયોગી થાય છે, અને આ ભાવના જીવનમાં સુષુપ્ત ચેતનને જાગૃત કરવામાં મદદ કરે છે. જે દેહમાં કર્મ ભોગવવાં અર્થે જીવ વસે છે તે દેહ માંસ, પરુ, રુધિર, હાડકું, મજ્જા આદિ સાત ધાતુઓનો બનેલો છે. ચામડીનું આવરણ કાઢી લઈ આ તત્ત્વો જોવામાં આવે તો તે નજરને જુગુપ્સા કરાવનાર લાગે છે, વળી ચામડીથી ઢંકાયેલા આ બધાં તત્ત્વ દેહમાં રહ્યા રહ્યા ગમે ત્યારે વિણસી કષ્ટદાતા થઈ જાય છે. જે દેહનું સતત પાલનપોષણ કરવામાં આવે છે, જેને વિવિધ પ્રકારે શણગારી શોભાયમાન દેખાડવામાં આવે છે, તે દેહ ગમે ત્યારે દુર્ગધમય, અશુચિમય બની જીવને ઘણો ત્રાસ આપે છે. દેહને અનેક પ્રકારે સ્વચ્છ કરવામાં આવે તો પણ તેનાં છિદ્રોમાંથી અશુચિ પ્રગટ થયા જ કરે છે. ગમે તેવાં સુગંધી કે મિષ્ટ પદાર્થો દેહને ખવડાવવામાં આવે, લેપન કરવામાં આવે, તો પણ થોડા જ કાળમાં ખાધેલાં પદાર્થો દુર્ગધી મળમૂત્રમાં જ પરિણમે છે અને લેપન કરેલા સુગંધી પદાર્થો દેહના પ્રભાવથી દુર્ગધ મારતા બની જાય છે. સ્વચ્છ સાફસૂતરા વસ્ત્રો દેહના સંસર્ગમાં આવી પસીનાની વાસથી ભરપૂર બની જાય છે. આમ શરીરના સંપર્કમાં જે કોઈ પદાર્થ આવે તે શરીરની અસરથી અશુચિમય થઈ જાય છે. દેહની અશુચિ એટલી બળવાન છે કે તે કોઈ પણ પદાર્થને મલિન કર્યા વિના છોડતી નથી. તો આવા મલિન દેહમાં જો આત્મા આસક્તિપૂર્વક વસે તો તેની મલિનતા કેટલી વધી જાય! આ વિશે તો કલ્પના જ કરવી ઘટે. ૨૧૮ Page #240 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ सयलकुहियाणं पिंडे किमिकुलकालयं अउव्वदुग्गंधं । मलमुत्ताणां गेहं देहं जाणेहि असुइमयं || ८३ ॥ હે ભવ્ય! તું આ દેહને અશુચિમય, અપવિત્ર જાણ. કેવો છે આ દેહ? સઘળી કુત્સિત અર્થાત્ નિંદનીય વસ્તુઓના પિંડ સમાન છે, કૃમિ અર્થાત્ ઉદરના જીવ જે કીડા તથા નિગોદિયા જીવોથી ભરેલો છે, અત્યંત દુર્ગધમય છે તથા મળ અને મૂત્રનું ઘર છે. – સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા, અશુચિ ૮૩ સંજ્ઞી પંચેન્દ્રિય આત્માનું શરીર છદ્મસ્થ અવસ્થામાં ઘણું અશુચિમય છે એનું કારણ સમજાવતાં કહે છે કે તેમાં અનંત એકેંદ્રિય જીવો વસે છે, આ જીવોની અશુચિ પંચેન્દ્રિય જીવનાં શરીરમાં ઠલવાય છે, અને તે શરીરને વધારે અશુચિમય બનાવે છે. જીવનાં કર્મ જેમ જેમ ભારે તેમ તેમ તે અશુભ પુગલો વધારે ગ્રહણ કરે છે, અને અશુભ પુદ્ગલો ગંદકી વધારે સર્જે તે સમજાય તેવી બાબત છે. વળી, એકેંદ્રિય જીવોની પરિણતિ સંજ્ઞી પંચેન્દ્રિય જીવની વૃત્તિ અનુસાર ચાલતી હોવાને લીધે, આડકતરી રીતે દેહની અશુચિની માત્રાની તરતમાતા સંજ્ઞીપંચેન્દ્રિય જીવનાં ભાવાનુસાર સર્જાય છે. તેથી સંજ્ઞીપંચેન્દ્રિય જીવ દેહની અશુચિને અને તેની નશ્વરતાને બરાબર ઓળખે તો તે દેહની આસક્તિથી છૂટતો જઈ શકે છે. सट्ठ पवित्तं दव्वं सरससुगंधं मणोहरं जं पि । देहणिहित्तं जायदि धिणावणं सुट्ठदग्गंधं ॥ રૂડા, પવિત્ર, સરસ અને મનને હરણ કરવાવાળા સુગંધિત દ્રવ્યો છે તે પણ આ દેહમાં નાખતાંની સાથે જ ધૃણાત્મક અને અત્યંત દુર્ગધમય બની જાય છે. - સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા અશુચિ – ૮૪ દેહની અપવિત્રતા કેટલી બળવાન છે તેનું ચિત્ર આપણને આ શ્લોકમાં જોવા મળે છે. બહારથી જે દ્રવ્યો સુગંધી છે, મનોરમ્ય છે તે પણ શરીરમાં જતાં અન્ય ૨૧૯ Page #241 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ એકેંદ્રિયની અસરથી તથા સંજ્ઞી પંચેન્દ્રિયના ભાવની અસરથી અપવિત્ર થઈ જાય છે, તેનું રૂપ અશોભનીય થઈ જાય છે. અને તેમાંથી સુવાસને બદલે દુર્ગધ નીકળતી જોવા મળે છે. દેહની આવી અપવિત્રતા હોવાને કારણે તેની આસક્તિ છોડવાનું જીવને નિમિત્ત મળે છે. एक्केकंगुलिवाही छण्णंवदी होति जाणमणुयाणं । વિલેજો ૨ સરીરે રોયા મા વિત્તિયાં ભાિયા || (રૂ ) ||. આ મનુષ્યદેહમાં એક એક આંગળી જેટલી જગામાં છ— — રોગ હોય છે, તો સર્વ શરીરમાં કેટલા રોગ હશે? (૩૭) હે ભવ્ય! પૂર્વભવોમાં પરવશતાએ આ રોગોને સહ્યા છે, એવા ફરી સહન કરવા પડશે, વધારે શું કહીએ? (૩૮) | હે જીવ! તું એવા મહા અપવિત્ર ઉદરમાં નવદશ માસ વસ્યો છે કે જે ઉદર પિત્ત અને આંતરડાથી વીંટળાયેલ છે. જ્યાં મૂત્ર, ફેફસાં, કલેજું, રુધિર, લીંટ, અને અનેક કીડાઓ હોય છે. (૩૯) – શ્રી કુંદકુંદાચાર્ય – ભાવપાહુડ મનુષ્ય જીવનમાં જીવ શરીર બાંધવાની જ્યાં શરૂઆત કરે છે તે ગર્ભાશય અશુચિથી ભરેલું છે, દેહમાં પણ સાતે ધાતુ અશુચિમય છે, અને જીવ અપવિત્ર કે અશુભ ભાવ કરે તો તે દેહની અશુચિ – અપવિત્રતા ઘણી વધી જાય છે. આમ ઘણી ઘણી રીતે જીવને જ્યારે શરીરની અશુચિ સમજાય છે તથા અનુભવાય છે ત્યારે તેની દેહાસક્તિ ધીમે ધીમે ઓગળવા માંડે છે, અને જીવનું આત્માનું લક્ષ બંધાવાનું શરૂ થાય છે. ખોટા માર્ગે પ્રવર્તતા જીવને સાચી સમજણ આપી, સન્માર્ગે લઈ જવાનું પુણ્યકાર્ય શ્રી સત્પરુષ દ્વારા થાય છે તેની ઝાંખી સમજ તેને આવે છે. પરિણામે સપુરુષ પ્રતિ તેની પ્રેમભાવના જાગતી જાય છે અને વધતી જાય છે. આ ત્રણે પ્રકારની ભાવનાના પ્રભાવથી સન્દુરુષ પોતે સુખી છે અને મને સુખી કરવા માટે મદદરૂપ થવા તેઓ પ્રયત્નવાન છે એવી જાણકારીનો પ્રથમ પાયો તેના મનમાં રોપાય ૨૨૦ Page #242 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ છે, પરિણામે સત્પુરુષ યોગ્ય તથા આરાધવા યોગ્ય આત્મા છે એવો નિર્ણય થવાની શરૂઆત તેના મનમાં થાય છે. અને આ નિર્ણયનાં અનુસંધાનમાં તેનું સુષુપ્ત ચેતન જાગૃત થવા લાગે છે. સંસારી વલણ આત્મપ્રત્યયી બને છે. તેમ થતાં આત્મામાં પરકલ્યાણ કરવાનો, પરગજુ બનવાનો સ્વભાવ છે તે સત્પુરુષના પરિચયથી પકડાતો જાય છે. પડતી વૃત્તિને સ્થિર રાખનાર આપણે જોયું તે પ્રમાણે જીવમાં સત્પુરુષ પ્રતિના પ્રેમનાં બીજ રોપાય છે, તેમનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ ઉપકારી બની, શ્રી સત્પુરુષ સાચા છે, મારે માન્ય કરવા યોગ્ય છે એવી શ્રદ્ધાનો પ્રાથમિક પાયો શરૂ થાય છે. તેને સત્પુરુષનો બોધ સાંભળવાની રુચિ થાય છે, તેમનાં સાનિધ્યમાં રહી શાંતિનું વેદન કરવાની ભાવના ઉદિત થાય છે અર્થાત્ તેનાં હૈયામાં સત્પુરુષનું આકર્ષણ એકઠું થવા લાગે છે. પરંતુ તેની આવી સ્થિતિ લાંબો સમય ટકતી નથી. તે જીવ સત્પુરુષની છાયામાંથી બહાર આવે છે, તેમની પ્રત્યક્ષ અસરથી દૂર થાય છે કે તરત જ તેનો અનાદિનો સંસારીભાવ તેના પર સવાર થઈ જાય છે. તેને નબળા થતા મોહથી દૂર ધકેલી, મોહનું બળવાનપણું કરવામાં પાછો ખેંચી જાય છે. સત્પુરુષની અસરથી કરેલા પુણ્યબંધનો ઉદય થતાં તેને સંસારી શાતા મળવા લાગે છે, અને તે શાતા તે જીવને માટે બળવાન આકર્ષણનું નિમિત્ત થાય છે. આ સંસારી શાતાના લોભમાં ખેંચાઈ તે જીવ સત્પુરુષે જણાવેલા આત્મલક્ષને ગૌણ કરી નાખે છે. આમ આ જીવ મૂળમાર્ગનો પાકો અનુભવી ન હોવાને કા૨ણે સંસારી પ્રવાહમાં તણાઈ, જાગવા લાગેલા તેનાં સુષુપ્ત ચેતનને ફરીથી સુષુપ્ત થાય તેવી પ્રવૃત્તિમાં જવા દે છે. અને આવી ચડઊતરવાળી દશામાં સર્વ જીવો ચારે ગતિમાં ભમ્યા કરે છે. મોટાભાગના જગતજીવો ગાડરિયા પ્રવાહની જેમ સંસારસુખની તલપમાં જ જીવન વ્યતીત કરતા રહે છે, એ બધાને સંસારનાં પ્રત્યક્ષ જણાતાં શાતાનાં નિમિત્તો ખૂબ આકર્ષક લાગે છે, અને તેથી ધન, કુટુંબ, સત્તા, કીર્તિ, પરિગ્રહ, વૈભવ આદિની ૨૨૧ Page #243 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પ્રાપ્તિ કરવામાં અને તેમાં જ સુખ માનવામાં તેની બુદ્ધિની પરિસમાપ્તિ થાય છે. પરંતુ આ બધાની પાછળ દુ:ખ ડોકાઈ રહ્યું છે, તે જ તત્ત્વો દુઃખનું અનુસંધાન કરનારા છે તેવી બુદ્ધિ ઉદિત થતી નથી, આમાંથી કોઇક જ જીવ સત્પુરુષના યોગમાં આવી, પુણ્ય પ્રભાવથી સત્પુરુષમાં પ્રીતિ કરી, પોતાનાં લક્ષમાં ફેરફાર અનુભવે છે. તેમ છતાં તેનો અનાદિકાળનો અભ્યાસ તેને પાછો મોહબુદ્ધિ વધારવા બાજુ ખેંચી જઈ, ફરીથી સંસારવૃદ્ધિ કરવામાં ડૂબાડે છે. આમ જીવનું જાગવા લાગેલું ચેતન ફરીથી સુષુપ્ત અવસ્થામાં જવા લાગે છે. તેની જે વૃત્તિઓ ઉર્ધ્વગામી થવા લાગી હતી તે પરિણામ ફરતાં અધોગામી થવા માંડે છે. અને આવી પડવાઈની સ્થિતિમાં જો તેને સત્પુરુષનો સંપર્ક મળે, સંપર્ક રહે તો શ્રી સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ ફરીથી વિશેષતાએ પડતો અટકાવી, ફરીથી ઉર્ધ્વગામી ક૨વામાં મોટો ભાગ ભજવે છે. સત્પુરુષના સંપર્કથી તે જીવ ફરીથી સત્ય વિચારણાના માર્ગે ચાલી, જગતનું આકર્ષણ તોડવા પ્રયત્નવાન થાય છે. ઘણીવાર આસપાસમાં પ્રવર્તતા નિમિત્તો તથા પૂર્વે નિબંધન કરેલાં કર્મોના પ્રભાવથી જીવ નિર્બળ બની સંસારની મોહિનીમાં ખેંચાવા લાગે છે, અને તેનું આત્મા પ્રતિનું સભાનપણું ઘટે છે. આવા સંજોગોમાં તેણે પૂર્વકાળમાં સાંભળેલા કે વાંચેલા શ્રી સત્પુરુષનાં અમૃતવચનો સ્મૃતિમાં આવી, વેદાતા સંસારી આકર્ષણને તોડવા મદદરૂપ થાય છે. સંસારની આસક્તિ ભૂતકાળમાં તેને કેવી દુઃખરૂપ થઈ હતી, તેની સ્મૃતિ જીવને વધતી આસક્તિથી બચાવે છે. સત્પુરુષનાં સત્ય અનુભવથી ભરેલાં વચનો સંસારની ભયંકર લાલચમાં પડતાં તેને બચાવી લે છે. સંસારસમુદ્રમાં ડોલાં ખાતી તેની જીવન નૌકા સત્પુરુષનાં વચનોનો સધિયારો મેળવી સ્થિર થાય છે. અને પોતે જોયેલી તથા અનુભવેલી સત્પુરુષની શાંત મુખમુદ્રા તેને ફરીથી એ શાંતિ મેળવવા માટે ઉત્સાહિત કરે છે. તેણે જોયેલું સત્પુરુષનું પરમ શાંતિ પ્રસરાવતું મુખારવિંદ એવી શાંતિ મેળવવા માટે જીવને પ્રેરણા આપે છે. અને તેમના સાનિધ્યમાં રહેતી વખતે જે વિચારોના ઘમસાણથી છુટકારો અનુભવ્યો હતો તેની સ્મૃતિ, સંસારથી જાગતા આકર્ષણને કારણે વધતા વિચાર વિકલ્પને તોડવા માર્ગદર્શન આપે છે. આ રીતે ૨૨૨ Page #244 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્ સમાગમની સુખદ સ્મૃતિ જીવને સંસારીભાવમાં લસરતો અટકાવી, અસ્થિર થતી તેની વૃત્તિઓને ફરીથી સ્થિર કરવામાં ખૂબ સહાયક થાય છે. અને જીવની ચલાયમાન સ્થિતિમાં જીવને પ્રત્યક્ષપણે વચનામૃત, મુદ્રા, અને સત્સમાગમ મળે છે તો તે આનાથી પણ અનેકગણો ઉપકાર કરી શકે તે સ્વાભાવિક છે એવો અનુભવ થતાં જીવનો નિશ્ચય દેઢ થાય છે કે સંસારની ડોલાયમાન સ્થિતિમાં જીવને સ્થિરતામાં લઈ જનાર જો કોઈ હોય તો તે એક સપુરુષ જ છે. માટે સત્પરુષ એ સેવ્ય અને આરાધ્ય આત્મા છે. સંસારમાં જીવ જ્યારે આવી ડામાડોળ સ્થિતિનો અનુભવ કરે છે ત્યારે તેને સ્થિર કરવા માટે સત્પરુષ શ્રી પ્રભુપ્રણીત સંસાર ભાવના તથા અન્યત્વ ભાવના સમજાવે છે. અને તેની પડતી વૃત્તિને, પોતાનો કલ્યાણભાવ પ્રસરાવી સ્થિર કરતા જાય છે. સંસારભાવના જીવનું એક પછી એક દેહમાં સંસરણ અર્થાત્ ભમણ એ સંસાર છે. આ જાતનાં ભ્રમણમાં જીવ સંજ્ઞી પંચેન્દ્રિય સ્વરૂપે, અને તેમાંય મનુષ્યપણે, કહેવાતા શાતાના પ્રસંગો જેમકે ધન, વૈભવ, પરિગ્રહ, કુટુંબ, સત્તા, કીર્તિ આદિ વિશે ખૂબ જ આકર્ષણ વેદે છે. અન્ય ગતિઓમાં પણ આ આકર્ષણની માત્રા સારી એવી મજબૂત હોય છે. આથી સંજ્ઞી જીવો સતત એવી વૃત્તિ સેવ્યા કરતા હોય છે કે તેઓ એક પછી એક શાતાના જ ઉદયો મેળવ્યા કરે, ખૂબ ખૂબ શાતા ભોગવે. પણ તેમની આ ભાવના સંસારમાં પૂરી થતી નથી, જીવ શાતાના નિમિત્તો કરતાં અશાતાના જ નિમિત્તો વધારે ભોગવતો હોય છે, પરિણામે વધારે કષાયી થઈ વધારાની અશાતાને નિમંત્રણ આપતો રહે છે. પરમાંથી જ સુખ મેળવવાની સતત ચાલતી વૃત્તિથી બચાવી, સ્વસુખ તરફ દોરવાનો પ્રયત્ન શ્રી પુરુષ સંસારભાવના દ્વારા કરે છે. શ્રી સત્પરુષ જીવને સંસારભાવના પ્રત્યક્ષ કરાવી સમજાવે છે કે હે જીવ! આ સંસારમાં તે શાતા કરતાં અનેકગણી અશાતા જ ભોગવી છે. તેનો તો વિચાર કર! ૨૨૩ Page #245 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અનંત સૌખ્ય નામ દુ:ખ, ત્યાં રહી ન મિત્રતા! અનંત દુઃખ નામ સૌખ્ય, પ્રેમ ત્યાં વિચિત્રતા! ઉઘાડ ન્યાયનેત્રને, નિહાળ રે! નિહાળ તું; નિવૃત્તિ શિધ્રમેવ ધારી, તે પ્રવૃત્તિ બાળ તું. (ભાવના બોધ, શ્રીમદ્ રાજચંદ્ર), જીવને સપુરુષ સંબોધે છે કે હે ભવ્ય! જ્યાંથી અનંત સુખ પ્રાપ્ત થાય છે, અને જ્યાં નામનું પણ દુઃખ નથી એવા દેવ, ગુરુ, ધર્મ પ્રતિ તને પ્રીતિ થતી નથી, અને જ્યાં અનંત દુ:ખ ઉભરાય છે, અને નામનું સુખ પણ મળતું નથી એવા સંસારમાં સતત પ્રીતિ વેદે છે! તારી વિવેકશક્તિને જાગૃત કરી, ન્યાયનેત્રથી આ સ્થિતિનો વિચાર તો કર! સાચું સમજી, પ્રીતિના સાચા સ્થાનક માટે પ્રીતિ કરવા તું આ સંસારથી ત્વરાથી નિવૃત્તિ મેળવ એ જ અમારી ભલામણ છે. આવી ભલામણનું પ્રમાણિક કારણ સમજાવવાં શ્રી પુરુષ જીવને સાચી હકીકતનું ભાન કરાવે છે. તેઓ મનુષ્યાદિને સમજાવે છે કે હે જીવ! આ સંસારભ્રમણનો મોટામાં મોટો કાળ તેં અસંજ્ઞીપણામાં અને તેમાંય એકેંદ્રિયપણામાં વ્યતીત કર્યો છે. આ કાળમાં તને શાતા મેળવવાનો કોઈ અવકાશ જ ન હતો. અસંજ્ઞીપણામાં ‘શાતા મેળવવી છે' એવી ઇચ્છાનું સભાનપણું જ ન હોવાથી, તે મેળવવા માટેનો કોઈ જ પ્રયત્ન જીવથી થઈ શકતો નથી. એકેંદ્રિયપણામાં જીવ અનંતકાળ પસાર કરે છે. તેને માત્ર એક સ્પર્શેન્દ્રિય જ હોય છે, અને આયુષ્ય અલ્પ હોવાથી વારંવાર તે જીવને જન્મ તથા મરણનાં અકથ્ય દુ:ખમાંથી પસાર થવું પડે છે. તે જીવ જ્યારે સપુરુષના કલ્યાણભાવનો સ્પર્શ પામી, તેમના યોગે ત્રસકાયપણું પ્રાપ્ત કરે છે ત્યારે તે સ્વથી હલનચલન કરી શકે તેવી બે થી પાંચ ઇન્દ્રિય સુધીનો વિકાસ કરે છે. આવા ત્રસકાયસ્વરૂપે જીવ ઉત્કૃષ્ટતાએ ૨૦૦૦ સાગરોપમ કાળ સુધી ટકી શકે છે. તે ગાળા દરમ્યાન જો તે સિદ્ધ અવસ્થા મેળવી ન શકે તો તે જીવ ફરીથી એકેંદ્રિય થઈ અનંતકાળ તેમાં જ વીતાવે એવું પણ બને છે. ૨૨૪ Page #246 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ બે, ત્રણ તથા ચાર ઇન્દ્રિયપણે તે જીવ અનેક પ્રકારનાં કષ્ટ ભોગવે છે, છતાં સંજ્ઞાના અભાવને કારણે તે દુ:ખ અન્યને જણાવી શકતો નથી. અને પોતાની શાતાને મેળવવા માટે સંસી જીવો અસંજ્ઞી જીવોને કચડતા જ રહે છે, જે વેદનાનું વર્ણન શ્રી સર્વજ્ઞ ભગવાન સિવાય કોઈ કરી શકતું નથી. આ ત્રસકાય અસંજ્ઞી જીવો જન્મ તથા મૃત્યુનાં અસહ્ય દુ:ખ ઉપરાંત આવાં અનેક પ્રકારનાં દુઃખ ભોગવી અશાતા વેદતા રહે છે, તે આપણે જોઈ તથા જાણી શકીએ છીએ. આવા જીવો મહાબળવાન પુણ્યયોગે સંજ્ઞી પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે ત્યારે તેઓ સંજ્ઞીપણે વધુમાં વધુ નવસો ભવ સુધી રહી શકે છે. આ નવસો ભવનો ગાળો ૨000 સાગરમાં અંતર્ગત થાય છે, એટલે કે જીવ પોતે પોતાની ઇચ્છા પ્રમાણે અમુક અંશે વર્તી શકે, સમજી શકે આદિ સંજ્ઞા સહિત થઈ શકે એવી પ્રવૃત્તિ તો અનંતકાળમાં માત્ર ૯૦) ભવ માટે જ કરી શકે છે. આથી સ્પષ્ટ થાય છે કે અનંતકાળ સુધી અનંત પ્રકારે દુ:ખો વેદ્યા પછી જીવને સાચું આરાધન કરવા માટે માત્ર ૯૦૦ ભવ જ મળે છે. આ ૯૦૦ ભવનો કાળ અન્ય કાળને હિસાબે ઘણો ઘણો નાનો કાળ કહી શકાય. આ નવસો ભવની ગણતરીમાં ચારે ગતિનાં આયુષ્ય સમાવેશ પામે છે. તેમાંથી અડધાથી વધારે સંખ્યાના ભવો જીવને તિર્યંચ ગતિમાં જ પસાર થાય છે. આ ગતિનાં સર્વ દુ:ખો મનુષ્યને પ્રત્યક્ષપણે જોવા મળે છે. બળવાન તિર્યંચ કે મનુષ્ય અન્ય તિર્યંચોને જે રીતે પરેશાન કરે છે, દુ:ખ આપે છે તે કોઈથી અજાણ્યું નથી. તિર્યંચ ગતિથી ઓછી સંખ્યાના ભવો જીવને દેવ તથા નરકગતિમાં મળે છે. અને સૌથી ઓછી સંખ્યાના ભવો જીવને મનુષ્ય ગતિનાં આવે છે. તેમાં પણ કર્મભૂમિના મનુષ્ય થવાનું સુભાગ્ય તો એથી પણ નાની સંખ્યાનું જીવન હોય છે. તેમાંય જન્મથી હણાય, ગર્ભમાંથી હણાય વગેરે જન્મોની ગણતરી પણ મનુષ્ય જીવનની સંખ્યામાં ગણાઈ જાય છે. આ પરથી કર્મભૂમિનું સુવિધાવાળું મનુષ્ય જીવન કેટકેટલું દુર્લભ છે તેની તારવણી કરવી આપણે માટે કઠિન નથી. આ ઉપરાંત, નરકગતિનાં દુઃખો તો અવર્ણનીય છે એવો અભિપ્રાય સર્વ જ્ઞાનીપુરુષોનો છે. તે ગતિમાં અંશમાત્ર શાતાનો અનુભવ જીવને મળતો નથી. દેવગતિમાં શાતા જોવા મળે છે; અન્ય ગતિ કરતાં દેવોને શાતાના ઉદયો વિશેષ ૨૨૫. Page #247 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ રહે છે, તેમ છતાં ત્યાં પણ દેવો અન્ય દેવોની વિશેષ ઋદ્ધિ જોઈ માનસિક પરિતાપ વેદે છે. દેવોને દેવીનો વિયોગ પણ પીડા પહોંચાડતો હોય છે. આમ દેવોને પણ દુ:ખરૂપ સામગ્રીનો અનુભવ વારંવાર કરવો પડે છે. મનુષ્યગતિમાં આપણે બધાં જીવીએ છીએ, આપણાં દુઃખો તો આપણને પ્રત્યક્ષ જ છે. અનિયમિત આયુષ્ય, રોગના ઉપદ્રવ, શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક, રાજકીય, સામાજિક આદિ સમસ્યાઓનો સામનો કરવો મનુષ્યને દુ:ખદાયી જ નીવડે છે. આમ વિવિધ રીતે વિશદતાથી શ્રી સત્પરુષ જીવને સંસારનું અશાતામય સ્વરૂપ સમજાવે છે. તે પર વિચાર કરતા જીવને સમજાય છે કે જે સુખ મેળવવા પોતે વલખાં મારે છે, તે સુખ તો અનંતકાળમાં માત્ર સંખ્યાતકાળ માટે જ મળે છે, અને તે પણ અનેક પ્રકારનાં અન્ય કષ્ટોથી વીંટળાયેલું હોય છે, એટલું જ નહિ પણ, તે સુખના ભોગવટામાં કરેલા કષાયનાં પરિણામરૂપે પાછું અનંતકાળનું દુઃખપ્રધાન પરિભ્રમણ કરવું પડે છે. સંસારભાવનાની આ રીતે અપાયેલી સમજણથી જીવ તેની પડતી વૃત્તિથી બચી જાય છે, અને ફરીથી સન્માર્ગમાં સ્થિર થવા ભાગ્યશાળી થાય છે. દુ:ખનાં દરિયામાં, સુખનું બિંદુ જ જીવને આ સંસારમાં પ્રાપ્ત થાય છે, એવી સમજણ જીવની સંસારની આકર્ષણની દિવાલમાં તિરાડ પાડે છે, અને તેની ડામાડોળ થયેલી વૃત્તિ સ્વસ્વરૂપ સમજવાની તથા મેળવવાની દિશામાં ફરીથી સ્થિર થાય છે. તેને પડતો બચાવી સુખ તરફ લઈ જનાર સત્પરુષ માટે પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાનો વધારો થાય છે. અન્યત્વ ભાવના સંસારભાવનાની સાથોસાથ કાર્યકારી બની જીવને અધોગતિમાં જતો અટકાવે અને સપુરુષનાં મહાભ્યનો પરિચય કરાવે તે છે અન્યત્વ ભાવના. જીવ અનાદિકાળથી સર્વ અવસ્થામાં દેહ, કુટુંબ, પરિગ્રહ આદિમાં સતત મારાપણું વેદતો આવ્યો છે. અને તે બધાનાં નિમિત્તથી દુ:ખ ભોગવ્યાં કર્યું છે. આવા દુ:ખમાં સાંત્વન મળે એવી મિષ્ટ અને ઈષ્ટ ભાષાથી શ્રી પુરુષ જીવને સમજાવે છે કે “જે બધાં પદાર્થોમાં તું ત્રણે કાળમાં મારાપણું કરતો આવ્યો છે તે કોઈ તારાં થયાં નથી, થતાં નથી ૨૨૬ Page #248 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ અને થવાનાં પણ નથી, એ હકીકત સમજવાનો પ્રયત્ન કર. તે સર્વ પદાર્થો પર છે. તે તારાં નથી. તેમાં તું તારાપણું અનુભવી નાહકનો દુ:ખી થયા કરે છે. તો આ ખોટી સમજ છોડી, સત્યના માર્ગે જા, તો તને અનંત અપાર શાંતિનો અનુભવ મળશે.” ના મારાં તન રૂપ કાંતિ યુવતિ, ના પુત્ર કે ભાત ના, ના મારાં ભૂત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતિ ના, ના મારાં ધનધામ યૌવનધરા, એ મોહ અજ્ઞાત્વનાં, રે! રે! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના. (ભાવના બોધ, શ્રીમદ્ રાજચંદ્ર). શરીર, દેખાવ, સ્ત્રી, પુત્ર, ભાઈ એ મારાં નથી, વળી પૈસો, જગ્યા, યુવાની એ બધાં માટેનો મોહ એ અજ્ઞાનની જ નિશાની છે. હે જીવ! આ પ્રકારે સર્વ પદાર્થનું અન્યપણું તું વિચાર, જે બધાંને તે પોતાનાં માન્યાં છે, તે પોતાનાં નથી, આ અનુભવની જેમ જેમ તને સ્પષ્ટતા થતી જશે, તેમ તેમ તે પરપદાર્થોનું તારું આકર્ષણ ઘટતું જશે, તારી બીજા પાછળની દોટ નબળી થશે, અને તને સ્વનો વિચાર કરવાનો અવકાશ મળશે, આમ થવાથી તારી વૃત્તિઓની મોહને કારણે જે પડવાઈ થતી હતી, તે અટકી જઈ, સ્થિરતામાં તું પ્રવેશી શકીશ, માટે તું અન્યત્વ ભાવના ભાવ. अण्णं देहं गिण्हदि जणणीअण्णा य हीदि कम्मदो । अण्णं होदि कलत्तं अण्णो वि य जायदे पुत्तो || આ જીવ સંસારમાં જે દેહ ધારણ કરે છે તે પોતાનાથી અન્ય છે, માતા છે તે પણ અન્ય છે, સ્ત્રી છે તે પણ અન્ય છે, તથા પુત્ર છે તે પણ અન્ય ઉપજે છે. આ સર્વ કર્મસંયોગથી આવી મળે છે. – સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા – અન્યત્વ ભાવના (૮૦) ૨૨૭ Page #249 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જે દેહમાં જીવ આયુષ્ય પર્યત રહી મારાપણું કરે છે, તે દેહ પણ જીવનો થયો નથી, તો બીજું કોણ તેનું થાય? સ્ત્રી, પુત્ર, કુટુંબ આદિ સર્વ જ્યાં સુધી શુભાશુભ લેણદેણ છે ત્યાં સુધી તેમની રીતે રહી, લેણ દેણ પૂરાં થતાં રસ્તે પડે છે. કર્મના સંયોગથી જ જીવને શાતા અશાતા મળતાં રહે છે, પણ કર્મને કારણે જીવ અહ તથા મમપણું કરતો હોવાથી શાતા અશાતાના વેદનથી છૂટી શકતો નથી, સુખી થઈ શકતો નથી. एवं बाहिरदव् जाणदि रुवा हु अप्पणो भिण्णं । जाणं तो यि हु जीवो तत्थेवं च रच्चदे मूढः || આ પ્રમાણે પૂર્વોક્ત પ્રમાણથી સર્વ બાહ્યવસ્તુઓને આત્માનાં સ્વરૂપથી ન્યારી (ભિન્ન) જાણવા છતાં, પ્રગટપણે જાણવાં છતાં પણ આ મૂઢ મોહી જીવ તે પર દ્રવ્યમાં જ રાગ કરે છે. પરંતુ તે મોટી મૂર્ખતા છે. – સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા – અન્યત્વ ભાવના (૮૧) જે પોતાની નથી એવી બાહ્યવસ્તુઓમાં રાગ કરી જીવ મોટી મૂર્ખાઈનું આચરણ કરે છે તેવી સમજણ જીવને અન્યત્વ ભાવનાથી આવે છે. તે સમજણના આધારથી જીવ સંસારી પદાર્થોનાં આકર્ષણનાં વેદનમાં પીછેહઠ કરે છે. આ પરવસ્તુનાં આકર્ષણમાં તેને જેટલા પ્રમાણમાં ઓટ આવે છે, તેટલા પ્રમાણમાં તેને પુરુષનાં વચનોમાં રહેલી સચ્ચાઈની ખાતરી થતી જાય છે. એમનાં વચનો કેટલાં અનુભવમૂલક છે તેની પ્રતીતિ તેને આવતી જાય છે. તેને લીધે સપુરુષની મુદ્રામાં રહેલી નિર્વિકારતા તેના પર વિશેષ પ્રભાવ પાડે છે. આ પ્રભાવથી જીવની ગુણગ્રાહી શક્તિ થોડી ખીલે છે. અને તેમના સમાગમ વખતે સત્પરુષની નિસ્પૃહતાની, નીરાગીપણાની તથા કલ્યાણભાવની અનુભૂતિ જીવને શુદ્ધ સ્વરૂપે સમજાવા માંડે છે. આ આત્મા સંસારી જીવોથી ઘણા જુદા પ્રકારનો છે તેવી અનુભૂતિ સ્પષ્ટ થતી જાય છે. એમના સાનિધ્યમાં તેને શાતા વળતી હોય, ઉગ તૂટતો હોય, કષાયો નબળા થતા હોય, વૃત્તિઓ શાંત થતી જતી હોય, તેવા અનુભવની માત્રા ક્રમથી વધતી જણાય છે. ૨૨૮ Page #250 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ આવી અનુભૂતિનાં પરિણામે જીવને અંતરંગ સુખના નિમિત્તરૂપ શ્રી પુરુષની સાચી ઓળખ થતી જતી હોવાથી, તેમના પ્રતિના પ્રેમમાં વૃદ્ધિ થાય છે, અમુક અંશે તેમના પ્રતિનું નિશ્રાપણું આવે છે, અને આ પુરુષ સાચા છે એ વધતાં શ્રદ્ધાનના પ્રતિભાવમાં તેનું સંસારી પદાર્થોના આકર્ષણનું પ્રમાણ સત્પરુષના આકર્ષણ કરતાં ઘટતું જાય છે, અર્થાત્ વારંવાર એવા સંજોગ રચાય છે કે જ્યારે તેને સંસારી પદાર્થ કરતાં સપુરુષનાં આકર્ષણનું જોર વિશેષ હોય; સપુરુષનું આવું આકર્ષણ અને ધર્મવૃત્તિ સંસારની અધોગતિમાં પડતા તેને બચાવે છે. અને સુષુપ્ત થવા લાગેલું ચેતન વિશેષ જાગૃત થઈ પ્રગતિ જારી કરે છે. એકબાજુ સંસારી પદાર્થો જીવને લલચાવી પોતા તરફ ખેંચે છે, ત્યારે બીજી બાજુ સંસાર ભાવનાની સમજણ તે જીવને એ લાલચથી પાછો હઠાવે છે. સંસારનું સુખ ક્ષણિક છે, પરવસ્તુ પર અવલંબિત છે, અને અનંતકાળ સુધી દુ:ખ ભોગવ્યા પછી માત્ર થોડા કાળ માટે જ જીવ શાતા વેદવા ભાગ્યશાળી બને છે. એ પૂરું થાય ન થાય ત્યાં તો તે જીવ અનંત દુ:ખના દરિયામાં પાછો ધકેલાઈ જાય છે. આવી સભાનતા જીવને સંસારી લાલચમાં જતો રોકી રાખે છે. સાથે સાથે સંસારી કોઈ પણ પદાર્થ મારાં નથી, અને હું કોઈ પદાર્થનો નથી એવી અન્યત્વ ભાવના જીવનાં સંસારી પદાર્થના આકર્ષણના સ્થંભના પાયામાં કુઠારવાત કરી, જીવને સ્વસ્વરૂપ પ્રતિ દોરવા સફળ થાય છે. આમ વિચારતાં અનિત્ય, અશરણ અને અશુચિ ભાવના જીવનમાં સુષુપ્ત ચેતનને જાગૃત કરવામાં નિમિત્ત થાય છે, એ જ રીતે સંસાર અને અન્યત્વ ભાવના જીવની પડતી વૃત્તિને સ્થિર કરવામાં સહાયરૂપ થાય છે. દર્શન માત્રથી પણ નિર્દોષ સુષુપ્ત ચેતન જાગૃત થાય, પડતી વૃત્તિ સ્થિર થાય એવી દશાએ જ્યારે જીવ પહોંચે છે ત્યારે તેના પર સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમની અસર વિશેષ સઘન થાય છે. આ ત્રણે તત્ત્વ દર્શન માત્રથી પણ નિર્દોષ છે. એ ૨૨૯ Page #251 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ત્રણેની અસર એવા પ્રકારની છે કે તે જીવને દોષથી છોડાવતી જાય છે. તે ત્રણેના પરિચયથી જીવ સન્માર્ગે આવે છે અને દોષથી મુક્ત થતો જાય છે. અનાદિકાળથી સંસારમાં રખડતો જીવ પોતે પોતાને જ ભૂલી ગયો છે, તે પોતાનાં સ્વરૂપને ઓળખતો નથી, તેથી તે અનેક પ્રકારની અસુવિધા તથા ભૂલભૂલામણીમાંથી પસાર થયા કરે છે. આવું પોતાને ભૂલી જવા રૂપ અજ્ઞાન જ્ઞાનીપુરુષ તથા સપુરુષના આશ્રયથી નાશ પામે છે. પુરુષનો પ્રભાવ એવો છે કે જીવ દોષ ટાળી નિર્દોષ થતો જાય છે. અને જો સપુરુષ નિર્દોષ ન હોય તો બીજાના દોષ કેવી રીતે ટાળી શકે ? સત્પરુષનાં વચનામૃત, મુદ્રા તથા સમાગમનું આ કાર્ય જણાવવા ઉપરનો “દર્શન માત્રથી નિર્દોષ” શબ્દપ્રયોગ થયો હોય એમ જણાય છે. એ પરથી આત્માના અપૂર્વ સ્વભાવની જાણકારી મેળવવા તરફ થતી જીવની પ્રગતિ દેખાય છે. “જીવ પોતાને ભૂલી ગયો છે, અને તેથી સત્સુખનો તેને વિયોગ છે; એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે. પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિઃશંક માનવું. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઇએ; એ સ્વાભાવિક સમજાય છે. છતાં જીવ લોકલજ્જાદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું, એમ જિનાગમ આદિ સર્વ શાસ્ત્ર કહે છે. પોતાની ઇચ્છાએ પ્રવર્તતાં અનાદિકાળથી રખડ્યો. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહિ વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે જ કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. જો કે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી, અને મનના નિદિધ્યાસનનો હેતુ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે, એમ સપુરુષોએ કહ્યું છે.” – શ્રી. રા. વચનામૃત આંક ૨૦૦ ૨૩) Page #252 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ જીવ જ્યારે યોગ્ય સમજણ પ્રાપ્ત કરી, સપુરુષના આશ્રયે જાય છે, તે વખતે તેને સપુરુષ પ્રતિ પ્રેમ, શ્રદ્ધા વધવા સાથે અર્પણભાવ પણ વધે છે અને સપુરુષની આજ્ઞાએ વર્તવાનો નિશ્ચય તેનામાં આવતો જાય છે, આ સાથે તેનામાં આત્મસ્વરૂપની ઓળખ શરૂ થાય છે, આત્માના અપૂર્વ સ્વભાવનો અને લક્ષણોનો પરિચય આરંભાય છે અને તેનું પરિભ્રમણ પરિમિત થતું જાય છે. આમ તેને આત્માના સ્વભાવનું અપૂર્વપણું પ્રગટપણે સમજાવું શરૂ થાય છે. આવી પ્રગટતા થવામાં શ્રી સત્પરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ મુખ્ય પ્રેરણાદાતા થાય છે. જીવને વિશેષ પ્રકારે આત્માની ઓળખ શરૂ થાય છે. સપુરુષનાં વચનામૃત, મુદ્રા તથા સત્સમાગમને દર્શનમાત્રથી પણ નિર્દોષ ગણ્યાં છે, તેનો અર્થ આપણે આ રીતે વિચારી શકીએ. સંસારનાં પરિભ્રમણ દરમ્યાન જીવ ઘણા ઘણા પ્રકારના દોષ કરતો જ રહે છે, અને બંધન બાંધતો જ જતો હોય છે. આવા બંધનકર્તા દોષોથી છોડાવવાનું કામ, જીવને દોષો કરતાં અટકાવવાનું કામ શ્રી સપુરુષ કરે છે. તેમનાં દર્શન કરવાથી જીવને તેમના તરફથી એવી પ્રેરણા મળે છે કે જીવનું સદોષપણું ઘટતું જાય છે, અને તેનું નિર્દોષપણું – દોષરહિતપણું વધતું જાય છે. આપણે જોયું કે સત્પરુષના સંપર્કથી જીવ દોષ ઘટાડતાં ઘટાડતાં એકેંદ્રિયપણામાંથી વિકાસ કરી ઠેઠ સંજ્ઞીપંચેન્દ્રિયપણા સુધી પહોંચે છે. આ પરથી આપણને સમજાય છે કે જીવના દોષો સપુરુષના યોગથી જ ઘટતા જાય છે, પરિણામે બંધન પણ ઘટતાં જાય છે. આવરણકર્તા બંધન જવાથી જીવને એક પછી એક ઇન્દ્રિયની વિશેષતા થતી જાય છે, સાથે સાથે જીવ જેમ જેમ સમ્પરુષનાં સમાગમથી દોષો ઘટાડતો જાય છે, પોતાની નિર્દોષતા વધારતો જાય છે તેમ તેમ તે સંસારની સુવિધા તથા શાતા એ જ સત્પરુષની કૃપાથી પામતો જાય છે. આ હકીકત વિચારતાં આપણને સ્પષ્ટ થાય છે કે જીવે પોતાના દોષો ઘટાડવા માટે સત્પરુષના નિષ્કારણ ઉપકારને સારી રીતે સ્વીકારવો જોઇએ. જીવ જો સપુરુષનાં વચનામૃત, મૃદ્રા અને સત્સમાગમને યોગ્ય પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતાપૂર્વક માન્ય કરે તો તે સર્વ જીવને માટે એકાંતે કલ્યાણરૂપ નીવડે છે. તેને આત્માના સ્વભાવનો, લક્ષણનો પરિચય શરૂ થાય છે. તેનું પરિભ્રમણ ૨૩૧ Page #253 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પરિમિત થતું જાય છે અને આ જાણકારી કે પરિચય તેને આત્માના અપૂર્વ સ્વભાવની પ્રતીતિ આપે છે. જીવ અસંજ્ઞીપણામાં પરતંત્ર હોવાથી મુક્ત થવાનો પુરુષાર્થ કે ઉપાય યોજી શકતો નથી, તે જીવ પરવશપણે જે સંજ્ઞી જીવના સંપર્કમાં રહે તેના શુભ કે અશુભભાવ અનુસાર વિભાવ પામી પ્રગતિ કે અધોગતિ કર્યા કરે છે. આમ અસંજ્ઞીપણામાં થતું જીવનું પરિભ્રમણ આત્માર્થે નિરર્થક કે અનુપયોગી બને છે. પરંતુ સંજ્ઞીપંચેન્દ્રિયપણું આવતાં તેની મતિનો વિકાસ થવાથી તેની વિચારશક્તિ ખીલે છે. અને મળેલી મતિનો સદુપયોગ કે દુરુપયોગ કરવા માટે તે જીવ સ્વતંત્ર થાય છે. જો યોગ્ય વિવેક સાથે સપુરુષના આશ્રયે જઈ મતિનો સદુપયોગ કરે તો તે સ્વતંત્રતા કહેવાય છે, અને મતિનો દુરુપયોગ કરી તે જીવ સપુરુષની કૃપાનો ઉત્થાપક બને તો તે સ્વચ્છંદ કહેવાય છે. જીવ જો સન્મતિ રાખી સપુરુષની કૃપાનો ઇચ્છુક બને છે તો તેનામાં ઘણું મોટું પરિવર્તન આવે છે, અને તેને બહુબધો લાભ થાય છે. તે જીવ કૃતજ્ઞ બની સપુરુષની કરુણાનો લાભ લેવા ઇચ્છે છે તો તેના ઘટવા માંડેલા દોષો વિશેષતાએ નિવૃત્ત થતા જાય છે, પરિણામે તેને તેના આત્માનાં સાચા સ્વરૂપનો અને સાચા સ્વભાવનો પરિચય થવાની શરૂઆતનો અમૂલ્ય લાભ મળે છે. પરંતુ તે જીવ જો કૃતઘ્ની બની સપુરુષની નિંદા આદિ પ્રવૃત્તિમાં પડી તેમના ઉપકારનો ઓળવનાર બને છે તો મળેલું સંજ્ઞીપણું થોડા કાળમાં ગુમાવી, ફરીથી એકેંદ્રિયપણા સુધીની અધોગતિ કરે છે. આ પરથી એકાંત હિતકારી સપુરુષનાં વચનામૃત આદિ કેવી રીતે દર્શન માત્રથી પણ નિર્દોષ છે તે સમજાય છે. સંસારમાં ભમતા આત્માનું રૂપ અને શુદ્ધાત્માના સ્વરૂપમાં ઘણો ભેદ જોવા મળે છે. આ શુધ્ધાત્માના સ્વભાવનો લક્ષ કરાવનાર, તેની સાચી ઓળખ આપનાર એક સપુરુષ જ છે, માટે જ્ઞાની પુરુષોએ સપુરુષ “અપૂર્વ સ્વભાવના પ્રેરક છે – આત્માના અપૂર્વ સ્વભાવની પ્રેરણા કરનાર છે એમ કહ્યું છે. ૨૩૨ Page #254 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ અપૂર્વ સ્વભાવને પ્રેરક સમગ્ર લોકમાં – વિશ્વમાં છ પ્રકારનાં દ્રવ્યો વ્યાપેલાં છે, એમ શ્રી તીર્થકર પ્રભુએ જણાવ્યું છે. એટલે કે આ વિશ્વ છ દ્રવ્યો જ ધરાવે છે, તેથી એક પણ નવું દ્રવ્ય તેમાં ફેલાયેલું નથી. આ છ દ્રવ્યમાં મુખ્ય બે ભાગ છેઃ જીવ અને અજીવ. જીવત્વવાળો – ચેતનવાળો, જ્ઞાન તથા દર્શન ઉપયોગવાળો, પ્રભુ, કર્તા, ભોક્તા, દેહપ્રમાણ, સુખસ્વરૂપ, કર્માવસ્થામાં મૂર્ત અને શુદ્ધાવસ્થામાં અમૂર્ત એવો જીવ છે. ત્યારે પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ પાંચ દ્રવ્ય અજીવ કહ્યાં છે. જે વર્ણ(રૂપ), રસ, ગંધ અને સ્પર્શ એ ચાર ગુણોથી યુક્ત છે તે પુગલ છે. પુગલમાં મળવાનો અને વિખરાવાનો ગુણ સ્વાભાવિકપણે રહેલો છે. પુગલનું આ એકઠા થવાનું કે વિખરાવાનું કાર્ય જીવનાં ભાવમાં નિમિત્તથી થયા કરે છે. જીવ તથા પુગલને ગતિ કરવામાં જે તત્ત્વ સહાયરૂપ કે નિમિત્તરૂપ થાય છે તે ધર્માસ્તિકાય દ્રવ્ય કહેવાય છે, અને જીવ તથા પુદ્ગલને સ્થિતિ કરવામાં જે તત્ત્વ સહાયરૂપ કે નિમિત્તરૂપ થાય છે તે અધર્માસ્તિકાય દ્રવ્ય કહેવાય છે. જીવ તથા અજીવ દ્રવ્ય સહિત સર્વ દ્રવ્યોને જે પોતામાં સમાવે છે, પોતામાં રહેવાની અવગાહના કે સુવિધા આપે છે તે આકાશ દ્રવ્ય છે. અને જીવ તથા પુદ્ગલમાં થતા ફેરફારની નોંધણી જેનાં કારણે થઈ શકે છે, એટલે કે જે જીવ તથા પુદ્ગલનાં પર્યાય બતાવે છે તે કાળદ્રવ્ય છે. આમ આ છએ દ્રવ્યની લાક્ષણિક વર્તનાને કારણે આખા વિશ્વનું સંચાલન થયા કરે છે. સર્વ દ્રવ્યોમાં સૌથી મુખ્ય કે પ્રધાન કહી શકાય એવું દ્રવ્ય તે જીવ દ્રવ્ય છે, એમ શ્રી ભગવાને જણાવ્યું છે. જીવ દ્રવ્યમાં પોતાને જાણવાની, બીજાને જાણવાની, બીજાથી જણાવાની, વિચાર કરી શકવાની એવી અનેક શક્તિઓ ભરેલી પડી છે. અને જીવમાં રહેલા ચેતનત્વ ગુણને કારણે આખું જગત સચેતન અનુભવાય છે. જો આ જગતમાંથી ચેતન દ્રવ્યને ખેંચી લેવામાં આવે તો આખું જગત જડવતુ-ક્રિયાશૂન્ય થઈ જાય. આવા અદ્ભુત ગુણો ધરાવનાર શ્રી પ્રભુનું અને સર્વ જીવોનું મૂળભૂત સ્વરૂપ છે તેથી જીવ તત્ત્વને જગતમાં સહુથી વિશેષ પ્રધાનતા આપવામાં આવી છે. વળી, ચેતન ૨૩૩ Page #255 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સિવાય કોઈ પણ દ્રવ્યમાં જોવાની, જાણવાની કે અનુભવ કરવાની શક્તિ ન હોવાને કારણે તેના સ્વરૂપની ઊંડાણભરી સમજ આપીને સ્વસ્વરૂપ પ્રગટાવવા માટે જીવને બળવાન નિમિત્ત આપવાનો પુરુષાર્થ શ્રી પ્રભુ કરતા રહે છે. આમ શ્રી પ્રભુ આત્માનાં લક્ષણોની અપૂર્વતા જણાવી તે રૂપ પ્રગટાવવા બળવાનપણે પ્રેરણા કરતા રહ્યા છે, જે પ્રેરણા ઝીલી સપુરુષ પ્રગટપણે આત્માના અપૂર્વ સ્વભાવને પ્રગટ કરવાની ચાવી અંગતજીવોને બતાવતા રહે છે, તે તેમનો કદી ન વિસરી શકાય એવો મહાન ઉપકાર છે. શ્રી પ્રભુએ આત્માની – ચેતન દ્રવ્યની બે અવસ્થાઓ બતાવી છે. એક ચેતનની અશુધ્ધ અવસ્થા અને બીજી ચેતનની શુદ્ધ અવસ્થા. જે અવસ્થામાં ચેતન જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય આદિ આઠે કર્મોથી વીંટળાયેલો રહે છે, તે આઠે કર્મના ઉદયથી ચારે ગતિમાં એકથી પંચેન્દ્રિય સ્વરૂપે પોતાનું મૂળ સ્વરૂપ આવરી પરિભ્રમણ કરે છે તે અશુધ્ધ ચેતનની અવસ્થામાં છે, તેમાં તેના મોટાભાગના ગુણો અપ્રગટ જેવા રહ્યા હોય છે. કર્મથી લેપાયેલ આ અશુધ્ધ ચેતન જીવ' તરીકે ઓળખાય છે. જીવ એટલે કર્મથી અવરાયેલો આત્મા. આ કર્મબંધનથી છૂટેલો, ચાર ઘાતકર્મોથી મુક્ત થયેલો આત્મા શુધ્ધાત્મા થાય છે, અને જ્યારે તે બાકીનાં ચાર અઘાતી કર્મથી છૂટે છે, અર્થાત્ આઠે કર્મથી પૂર્ણતાએ છૂટી, પોતાનાં આઠ પ્રકારના ઉત્તમ ગુણોરૂપ સ્વભાવનો ભોક્તા થઈ સિધ્ધભૂમિમાં અનંતકાળ માટે બિરાજમાન થાય છે ત્યારે તે ‘પૂર્ણ શુધ્ધાત્મા' બને છે. તે શુદ્ધ ચેતન રૂપે પણ ઓળખાય છે. આવી અશુધ્ધ કે શુધ્ધ એ બંને અવસ્થામાં આત્મા પોતાનું અન્ય દ્રવ્યથી ન્યારાપણું – અલગપણું જાળવી રાખે છે તે તેનો અપૂર્વ સ્વભાવ છે. આ સ્વભાવનું જાણપણું કરાવનાર છે શ્રી પુરુષ. તેથી શ્રી સત્પરુષ અપૂર્વ સ્વભાવના પ્રેરક બને છે. આત્મા તેની અશુધ્ધ અવસ્થામાં મૂળ આઠ કર્મથી તરતમતા સાથે અવરાયેલો, લેપાયેલો રહે છે, જ્ઞાનદર્શનને આવરનાર બે આવરણીય કર્મો, ચારિત્રને સંધનાર મોહનીય કર્મ, સ્વરૂપથી ચલિત કરી વીર્યહીન કરનાર અંતરાય કર્મ, આત્માને રૂપી સ્વરૂપમાં ધકેલનાર નામકર્મ, ઉચ્ચ નીચ સ્થિતિ આપનાર ગોત્ર કર્મ, શાતા અશાતાનું ૨૩૪ Page #256 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ વેદન કરાવનાર વેદનીય અને જન્મ મૃત્યુનાં દુ:ખમાંથી પસાર કરાવનાર આયુષ્ય કર્મની જાળમાં જીવ ફ્લાયેલો છે. આ પ્રકારે કર્મોથી લેપાયેલો આત્મા કર્મની તરતમતા પ્રમાણે એકેંદ્રિયથી સંજ્ઞીપંચેન્દ્રિયની સ્થિતિ પામે છે. તેને જીવવા માટે દશ પ્રાણનો આધાર મળે છે. મનોબળ, વચનબળ, કાયબળ, એક થી પાંચ ઇન્દ્રિય એ પાંચ પ્રાણ, આયુષ્ય અને શ્વાસોશ્વાસ મળી કુલ દશ પ્રાણ કહેવાય છે. પ્રાણના સંયોગથી જીવ ઉપજે છે અને વિયોગથી જીવ મરે છે. આ પ્રાણ વડે જે જીવતો હતો, જીવે છે અને જીવશે તે “જીવ’ કહેવાય છે. એકેંદ્રિય જીવને ચાર પ્રાણ હોય છે : કાયબળ, સ્પર્શેન્દ્રિય, આયુષ્ય અને શ્વાસોશ્વાસ. બેઇન્દ્રિય જીવને છે પ્રાણ હોય છે કે તેને વચનબળ અને રસના ઇન્દ્રિય એ બે પ્રાણ વધે છે. ત્રણ ઇન્દ્રિય જીવને સાત પ્રાણ હોય છે. તેને ધ્રાણેન્દ્રિય પ્રાણ વધે છે. ચોરેંદ્રિય જીવને આઠ પ્રાણ હોય છે. તેને ચક્ષુ ઇન્દ્રિય પ્રાણ વધે છે. પંચેન્દ્રિય જીવને નવ પ્રાણ હોય છે તેને શ્રવણેન્દ્રિય પ્રાણ વધે છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવને દશ પ્રાણ હોય છે તેને સંજ્ઞારૂપ મનોબળ પ્રાણ વધે છે. કર્મની બળવત્તરતાનાં અનુસંધાનમાં જીવનાં પ્રાણની સંખ્યા અને તેજસ્વીતા તથા તીક્ષ્ણતાની નિશ્ચિતતા નક્કી થાય છે. પ્રાણ વડે જીવતા જીવનાં લક્ષણો શ્રી જ્ઞાની ભગવંતોએ આ પ્રમાણે વર્ણવ્યા છે. શ્રી સમયસાર નાટકમાં શ્રી બનારસીદાસજી જીવનાં લક્ષણો ટાંકતા લખે છે કે – “સમતા, રમતા, ઉરધતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.” જીવના સ્વભાવની મોટામાં મોટી અપૂર્વતા એ છે કે કર્મોની ગમે તેવી બળવત્તર સ્થિતિમાં પણ તે પોતાના આ મૂળભૂત ગુણોનો આત્યંતિક ત્યાગ કરતો નથી, સ્થાવર ૨૩૫ Page #257 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ એકેંદ્રિયની સ્થિતિમાં પણ આત્માના આ ગુણો અતિ અતિ અલ્પ માત્રામાં પણ અનુભવગોચર થાય છે. તો પછી તેનાથી ચડિયાતી દશામાં આ ગુણોનો વિશેષતાએ પ્રકાશ હોય, તેમાં શું નવાઈ ? અને જ્યારે જીવ પૂર્ણ શુધ્ધ થઈ પોતાનું આત્મસ્વરૂપ ધારણ કરે ત્યારે આ સર્વ ગુણો ઉત્કૃષ્ટતાએ પ્રગટે તે સહેજે સમજી શકાય તેવી બાબત છે. અને આ અપૂર્વતા પ્રતિ જીવને દોરી જનાર છે શ્રી સત્પરુષ, એની જાણકારી અને અનુભવ જ્યારે જીવને થાય છે ત્યારે તેમના પ્રતિ માનથી અને અહોભાવથી જીવનું મસ્તક ઝૂકી પડે છે. “શ્રી તીર્થકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કહ્યો હોય તે પ્રકાર તેની સ્થિતિમાં હો, તેને વિશે અમારું ઉદાસીનપણું છે. જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે, તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે. જે લક્ષણે કહ્યો છે, તે સર્વ પ્રકારના બાધે કરી રહિત એવો કહ્યો છે. અમે તે આત્મા એવો જાણ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે, પ્રગટ તે જ આત્મા છીએ. તે આત્મા ‘સમતા' નામને લક્ષણે યુક્ત છે. વર્તમાન સમયે જે અસંખ્યાત પ્રદેશાત્મક ચૈતન્ય સ્થિતિ તે આત્માની છે તે, તે પહેલાંના એક, બે, ત્રણ, ચાર, દશ, સંખ્યાત, અસંખ્યાત, અનંત સમયે હતી, વર્તમાને છે, હવે પછીના કાળને વિશે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. કોઈ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણું એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી; એવું જે સમપણું, સમતા તે જેનામાં લક્ષણ છે તે જીવ છે.” – શ્રી. રા.વચનામૃત આંક ૪૩૮. નિત્યનિગોદમાં રહેલા જીવથી શરૂ કરી, સિધ્ધભૂમિમાં બિરાજમાન થયેલા આત્મા સુધીના કોઈ પણ જીવના આત્મપ્રદેશોની સંખ્યામાં કોઈ પણ કાળે, કોઈ પણ સ્થળે કોઈ પણ સંજોગમાં એક પણ પ્રદેશની હાનિ કે વૃદ્ધિ થતી નથી, તે તો સર્વ કાળે સમ જ રહે છે. સર્વ અવસ્થામાં અને સર્વ કાળે જીવ અસંખ્યાત પ્રદેશી જ રહે છે. સાથે ૨૩૬ Page #258 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ સાથે કર્મની અતિ ઉગ્ર બળવાન સ્થિતિમાં પણ જીવના ચેતનપણાનું અસ્તિત્વ રહે છે, એ ચેતનત્વ કોઈ ને કોઈ પ્રકારે જરૂરથી અનુભવી શકાય છે. વળી, તેનાં જ્ઞાન તથા દર્શનગુણ કદી પણ સંપૂર્ણપણે અવરાયેલા થતા નથી, તે ઓછામાં ઓછા અક્ષરના અનંતમા ભાગે વ્યક્તરૂપે હોય જ છે, ઉત્કૃષ્ટપણું આવે તો સંપૂર્ણ નિરાવરણ થતાં કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટે છે. વળી, આત્મા કોઈ પણ અવસ્થામાં કે સંજોગોમાં પોતાના મૂળભૂત ગુણોથી સંપૂર્ણ જુદો થતો જ નથી, તેનું અસ્તિત્વ અનાદિકાળથી છે અને અનંતકાળ રહેવાનું છે. તેની એક અવસ્થાનો નાશ થાય તો બીજી અવસ્થાની ઉત્પત્તિ થાય જ છે. આમ તેની અવસ્થાઓ ફર્યા કરે છે, છતાં દ્રવ્ય રૂપે તેનો તે જ આત્મા સર્વ અવસ્થામાં ટકી રહે છે. એટલે કે તેને પર્યાયની અપેક્ષાએ ઉત્પત્તિ, સ્થિતિ અને લય હોવા છતાં તે ત્રણે અવસ્થામાં દ્રવ્ય રૂપે આત્મા સ્થિર રહે છે. આત્માનું આવું સમપણું એ તેનો વિશિષ્ટ સ્વભાવ છે. આ ઉપરાંત પોતે કષાયોથી ઉપરામ થઈ સમતા જાળવવી એ પણ આત્માનું એક પ્રકારનું સમપણું છે, જ્યાં સુધી જીવ કર્મથી બંધાયેલો છે ત્યાં સુધી તે અશુદ્ધ છે, પણ સમપણાના આ વિશિષ્ટ સ્વભાવને લીધે તે બળ કરી, પુરુષાર્થ કરી, પૂર્ણ શુધ્ધ થવાની ચાવી મેળવી શકે છે અને પોતાના અપૂર્વ સ્વભાવને પૂર્ણતાએ જાગૃત કરે છે. “પશુ, પક્ષી, મનુષ્યાદિ દેહને વિશે, વૃક્ષાદિને વિશે જે કંઈ રમણીયપણું જણાય છે અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્ફૂર્તિવાળાં જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, તે ૨મતા, રમણીયપણું છે લક્ષણ જેનું તે જીવ નામનો પદાર્થ છે. જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્યવત્ સંભવે છે, એવું રમ્યપણું જેને વિશે છે, તે લક્ષણ જેને વિશે ઘટે તે જીવ છે.” – શ્રી. રા.વચનામૃત આંક ૪૩૮. પૃથ્વી, પાણી, તેજ, વાયુ, વનસ્પતિ એ એકેંદ્રિય જીવો છે, તેમાં જે સુંદરતા રહી છે, જેને આપણે કુદરતી સૌંદર્યરૂપે ઓળખીએ છીએ તેનું કારણ છે આત્મામાં રહેલો સુંદરતા આપવાનો ગુણ. એ જ રીતે બેથી સંક્ષીપંચેન્દ્રિય જીવોના દેહમાં ૨૩૭ Page #259 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પણ જે સુંદરતા જણાય છે તેનું કારણ પણ આત્માનો રમણીયપણાનો ગુણ છે. જેની સાથે જીવનો યોગ થાય તેની સાથે સુંદરતા વણાઈ જતી દેખાય છે. જ્યારે ત્યાંથી જીવ વિદાય લે છે ત્યારે દેહની રમણીયતા નાશ પામી જાય છે. આવા અનુભવથી જીવની રમણીયતા આપવાની શક્તિનો આપણને પ્રત્યક્ષ અનુભવ થાય છે. અત્યંત અશુભ કર્મથી લેપાયેલા જીવમાં પણ જડને સુંદરતા આપવાની શક્તિ છે, તે દેખાય છે, તો પછી કર્મથી પૂર્ણ મુક્ત આત્માનું રમણીયપણું કેવું અભુત હોવું જોઇએ? કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે, અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગાદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં, તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય, તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. તેને ગૌણ કરીને એટલે તેના વિના કોઈ કંઈ પણ જાણવા ઇચ્છે તો તે બનવા યોગ્ય નથી, માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કંઈ જાણી શકાય એવો એ પ્રગટ ‘ઉર્ધ્વતાધિર્મ” તે જેને વિશે છે, તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે.” “પ્રગટ એવા જડ પદાર્થો અને જીવ, તે જે કારણે કરી ભિન્ન પડે છે, તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. કોઈ પણ સમયે જ્ઞાયકરહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહિં, અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિશે જ્ઞાયકપણું સંભવી શકે નહિં, એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા તે લક્ષણ જેમાં છે તે પદાર્થ, તીર્થકરે જીવ કહ્યો છે.” - શ્રી. રા.વચનામૃત આંક ૪૩૮ આત્મા એ જ્ઞાયક – જાણનાર છે. જે જ્ઞાયક હોય તે પોતાનાં અસ્તિત્વ વિના બીજા પદાર્થોને જાણી શકે નહિ. કોઈ પણ પદાર્થના પ્રહણ, ત્યાગ કે તે પ્રતિ ૨૩૮ Page #260 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ ઉદાસીન થવામાં પોતે જ કારણ છે. આમ પોતાના જ્ઞાયકગુણને લઈને જીવ સર્વ દ્રવ્યોમાં અગ્રેસર થઈને રહે છે. સહુ પ્રથમ તે પોતાને સ્થાપે છે. આવો અગ્રેસર રહેવાનો તેનો સ્વભાવ અપૂર્વ છે. આ સ્વભાવને કારણે તે પોતાને જાણે છે, પરને જાણે છે અને પર દ્વારા જણાઈ પણ શકે છે. અર્થાત્ જીવનો શાયકગુણ એવો છે કે તે પોતાના સ્વરૂપને જાણે છે, બીજા આત્માના સ્વરૂપને જાણે છે, સાથે અન્ય દ્રવ્યો જેવાં કે પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ જેમનામાં બીજા દ્વારા જણાવાની શક્તિ છે પણ પોતે પોતાને જાણી શકતાં નથી, તેને પણ જાણે છે, અને બીજા આત્માઓ દ્વારા તે પોતાના સ્વરૂપથી જણાઈ પણ શકે છે, આમ આ ચેતનમય આત્માનું જ્ઞાનરૂપ વિશેષ પ્રકારથી છે. તે સ્વને જાણે છે, પ૨ને જાણે છે, ૫ર દ્વારા જણાય છે. અને વળી, જ્ઞાયકતાની બાબતમાં અગ્રેસર રહે છે, તે આત્મસ્વભાવનું અપૂર્વપણું છે. બીજાં કોઈ પણ દ્રવ્ય આ પ્રકારની અગ્રેસરતા પામી શકતા નથી. આ અગ્રેસ૨ ૨હેવાના ગુણથી જીવ પૂર્ણ શુદ્ધ થવા માટે ઉચ્ચતાથી પુરુષાર્થ કરી શકે છે, તે પણ જીવના સ્વભાવનું અપૂર્વપણું છે. અગ્રતાની સાથે સાથે રહેલો જ્ઞાયકગુણ એટલો વિશેષ છે કે કર્મોની ગમે તેવી બળવત્તરતાવાળી સ્થિતિમાં પણ તે પોતાની મૂળભૂત શક્તિને છોડી દેતો નથી. સ્થાવર એકેંદ્રિયની સ્થિતિમાં પણ તેનાં જ્ઞાન અને દર્શનગુણ સંપૂર્ણપણે અવરાતાં નથી, બલ્કે અક્ષરના અનંતમા ભાગ પ્રમાણ જ્ઞાનદર્શનનો તેને ક્ષયોપશમ હોય છે. અતિ અલ્પાંશે તેને પદાર્થનો સામાન્ય બોધ (દર્શન) અને વિશેષ બોધ (જ્ઞાન) રહે છે, તેનાં જ્ઞાનદર્શન ક્યારેય પૂર્ણતાએ અવરાતા નથી. આ જ જીવના સ્વભાવનું અપૂર્વપણું છે કે જગતની કોઈ પણ તાકાત તેનાં જ્ઞાન દર્શનના ગુણને કચડી શકતી નથી. એટલું જ નહિ, પણ સમય આવ્યે એ જ જીવ શાનદર્શનનો આધાર લઈ, સર્વ કર્મોને ફગાવી પૂર્ણ શુધ્ધ થાય છે. “શબ્દાદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં જે સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતાં માત્ર છેવટે તે સર્વને વિશે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે, તે સુખભાસ ૨૩૯ Page #261 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ નામનું લક્ષણ, માટે તીર્થંકરે જીવનું કહ્યું છે; અને વ્યવહાર દષ્ટાંતે નિદ્રાથી તે પ્રગટ જણાય છે. જે નિદ્રાને વિશે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે, તે બાકી વધ્યો એવો જે જીવ પદાર્થ તેનું છે; બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી, અને સુખનું ભાસવાપણું તો અત્યંત સ્પષ્ટ છે; તે જેનાથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી.” “આ મોળું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે, હું આ સ્થિતિમાં છું, ટાઢે ઠરું છું, તાપ પડે છે, દુઃખી છું, દુઃખ અનુભવું છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદનજ્ઞાન, અનુભવજ્ઞાન, અનુભવપણું તે જો કોઈમાં પણ હોય તો તે આ જીવ પદને વિશે છે, અથવા તે જેનું લક્ષણ હોય છે તે પદાર્થ જીવ હોય છે, એ જ તીર્થંકરાદિનો અનુભવ છે.” શ્રી. રા. વચનામૃત આંક ૪૩૮ જીવનો આવો બીજો અગત્યનો સ્વભાવ છે તે તેનું વેદકપણું. જીવ પોતે સુખ અનુભવે છે, દુ:ખ અનુભવે છે, સુખની પ્રાપ્તિ કે દુ:ખના વિયોગની ઇચ્છા કરી શકે છે, ઇન્દ્રિયો દ્વારા મૃદુ કે રુક્ષ સ્પર્શ, ખારો, ખાટો, તીખો, તૂરો કે કડવો સ્વાદ; સુગંધ કે દુર્ગંધ, પદાર્થની રમણીયતા કે કુરુપતા, સુસ્વર કે દુસ્વરની પરખ કરી તે અનુભવના આધારે જીવ ઈષ્ટની પ્રાપ્તિની ભાવના અને અનિષ્ટના વિયોગની ભાવના કરી શકે છે. આવી ઇચ્છાશક્તિ જીવના વેદકતાના ગુણના સાથમાં ઉપકારી બને છે. આ વેદકતાનો ગુણ જીવની કોઈ પણ અવસ્થામાં પૂર્ણપણે દબાતો ન હોવાથી પોતાના પૂર્ણ શુધ્ધ સ્વરૂપને પ્રગટ કરવામાં ખૂબ મદદરૂપ તથા ઉપયોગી થાય છે. ઈષ્ટના વેદનની ઇચ્છા તેને ક્રમે કરીને અવ્યાબાધ આત્મિક સુખનાં વેદન સુધી પહોંચાડે છે. પૂર્વમાં જે જે ઇચ્છાઓ જીવે કરી હોય છે, તેની સ્મૃતિ તેને આવી શકે છે. અને તેનાં કારણમાં તેનાં જ્ઞાનગુણ તથા ઇચ્છાશક્તિ જણાય છે. તેના વેદકતાના ગુણને મદદરૂપ થતો એવો બીજો આત્માનો ગુણ છે તેની સુખ અનુભવવાની શક્તિ. વેદન શાતા કે અશાતા રૂપ - ૨૪૦ Page #262 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ હોઈ શકે છે; તેમાંથી શાતાની ઇચ્છા કરવી, શાતા જણાય ત્યાં એકરૂપ થવું અને શાતા મેળવવા પ્રયત્નવાન રહેવું એ જીવનો ઉત્તમ કહેવાય તેવો સ્વભાવ છે. આ સ્વભાવને કારણે જીવ અન્ય પદાર્થોથી ન્યારો થઈ સ્વગુણ નિર્ભર નિરાકૂળ સુખની અનુભૂતિ સુધી પહોંચી શકે છે. આ ગુણ જીવ સિવાય અન્ય કોઈ પણ દ્રવ્યમાં રહેલો જોવા મળતો નથી. જીવ સિવાયના કોઈ પણ પદાર્થમાં વેદન કરવાની શક્તિ નથી, સુખ અનુભવવાની શક્તિ નથી; આથી બીજા પાંચે દ્રવ્યથી જીવ અલગ થાય છે. “સ્પષ્ટ પ્રકાશપણું, અનંત અનંત કોટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત્ તે સર્વ પોતે પોતાને જણાવા અથવા જાણવા યોગ્ય નથી. જે પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થ જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. અર્થાત્ તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન, અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય, તે જીવનું તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતાં પ્રગટ દેખાય છે.” આ જે લક્ષણો કહ્યાં તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાણ્યો જાય છે, એ જાણવાથી જીવ જામ્યો છે તે લક્ષણો એ પ્રકારે શ્રી તીર્થકરાદિએ કહ્યાં છે.” - શ્રી. રા.વચનામૃત આંક ૪૩૮. આત્મામાં રહેલા આ ચેતનગુણને કારણે જ પદાર્થોનું જાણપણું પ્રગટ થાય છે, તથા જગત તરવરાટવાળું અનુભવાય છે. આવું ચેતનત્વ અન્ય પદાર્થોમાં નથી રહેતું. આમ આત્માની સમપણે ટકી રહેવાની શક્તિ, રમણીયપણું અર્પવાની ટેવ, સર્વમાં અગ્રેસર રહેવાની ખાસિયત, સ્વપરની જાણકારી સહિત સુખનું વેદન કરવાની શક્તિ, શાતા અશાતાનું વિશ્લેષણ કરવાનું સામર્થ્ય, પોતાનું ચેતનપણું સદેવ જાગૃત રાખી શકવું – આ બધી લાક્ષણિકતાઓ આત્માના અપૂર્વ સ્વભાવ પ્રતિ આપણને દોરી ૨૪૧ Page #263 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જાય છે. આ લાક્ષણિકતાઓનું પ્રગટીકરણ ઓછી અદકી માત્રામાં જીવની અશુધ્ધ કે શુધ્ધ દશામાં જોવા મળે છે. જેમ અશુદ્ધિ ઓછી તેમ આ લક્ષણો વિશેષ પ્રગટતાએ જોવા મળે છે. આત્માના અપૂર્વ સ્વભાવને સૂચવનારા આ લક્ષણો જીવને પોતાને અસંજ્ઞીપણામાં લેશમાત્ર પણ લક્ષગત થતા નથી. સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં ધીમે ધીમે આ લક્ષણો ફૂટ થવા લાગે છે; અને એ લક્ષણોનો સર્વાગી વિકાસ ત્યારે થવા માંડે છે જ્યારે તેને મનુષ્ય ગતિમાં સન્દુરુષનો યોગ મળે છે. એટલે કે જ્યારે તેને સત્પરુષનાં વચનો સાંભળવા મળે છે, તેની નિર્વિકાર મુદ્રામાં દર્શન થાય છે અને તેના સત્સમાગમમાં રહેવાનો સુયોગ આવે છે; એ યોગ સાથે તે પુરુષ પ્રતિ પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા આવતાં જાય તો સોનામાં સુગંધ ભળવા જેવું કાર્ય થાય છે. વળી, તે જીવમાં સંસારથી છૂટવાની ભાવના, સ્વરૂપને મેળવવાની ભાવના સ્પષ્ટ આકાર ધારણ કરતી જાય તો સપુરુષનો મળેલો યોગ તેનામાં અકથ્ય પરિવર્તન લાવે છે. દર્શનમાત્રથી પણ નિર્દોષ પુરુષ તેને તેના સ્વભાવને પૂર્ણતાએ પ્રકાશવા માટે પ્રેરક બને છે, અને જીવનું આમૂલ પરિવર્તન થવું શરૂ થાય છે. આવું પરિવર્તન પામવાની ક્ષમતા તે પણ આત્માના અપૂર્વ સ્વભાવની સૂચક છે, સત્પરુષની કૃપા ઝીલવાથી તેની આત્મદ્રષ્ટિ ખીલે છે, અને આત્મા સંબંધી સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સંજ્ઞીપંચેન્દ્રિય જીવને જડપદાર્થમાં જે મારાપણું અનુભવાતું હોય છે તે શ્રી સત્પરુષની પ્રેરણાથી તૂટવા લાગે છે. સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ ગુણો ચેતનનાં નહિ પણ જડનાં છે તેનો લક્ષ આવવા લાગે છે. જડ તથા ચેતન તે બંને ભિન્ન પદાર્થો છે તે સમજાતું જાય છે. પરિણામે દેહ તથા પરિગ્રહમાં જે અત્યંત મારાપણું અનુભવાતું હતું તે મંદ થવા લાગે છે. જીવને સમજમાં આવે છે કે જડ એવો દેહ પૂર્વની કોઈ ક્રિયાને યાદ કરી શકતો નથી, એ દેહ જીવની પ્રેરણા વિના પ્રવર્તી શકતો નથી, તેની સામે જીવ જન્મથી શરૂ કરી વર્તમાન ક્ષણ સુધીના બધાં સુખ, દુ:ખ, સંકલ્પ કે વિકલ્પ અનુભવ્યાં છે તેને યાદ કરી શકે છે, તેની સ્મૃતિ લઈ ૨૪૨ Page #264 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ શકે છે અને બીજા પાસે તેનું વર્ણન પણ કરી શકે છે. આ સમજણથી તેને જે દેહાદિમાં મારાપણું રાખ્યું છે તેની જડતાનો તથા પોતાના ચેતનગુણનો તથા જ્ઞાનગુણનો લક્ષ આવવા લાગે છે. તેની સાથે જીવનો સ્વભાવ સુખમય છે, સાત્વિક આનંદથી પરિપૂર્ણ છે તેની પ્રતીતિ પણ તેને આવતી જાય છે. જીવ માત્ર સુખની શોધમાં પ્રવર્તે છે. સુખની પ્રાપ્તિ કરવા સહુ પ્રયત્નવાન હોય છે. તેમ છતાં સુખ મેળવવામાં બધા સફળ થતા નથી. પરંતુ જે જીવો સપુરુષનાં શરણે રહી આત્મસ્વરૂપને પામવાનો પુરુષાર્થ કરે છે તેઓ ક્રમે ક્રમે સ્વગુણ નિર્ભર નિરાકુળ સુખની ઝાંખી પામે છે અને છેવટે એ સુખની પ્રાપ્તિ કરે છે. જગતનાં કહેવાતાં સર્વ સુખો પરાવલંબી અને ક્ષણિક છે. ત્યારે આત્મામાંથી નિષ્પન્ન થતું સુખ નિજગુણનો અનુભવ કરાવનાર, આકુળતા વગરનું અને સદાકાળ રહેવાવાળું છે તે સમજ જીવને આવતી જાય છે. આ સમજણનાં અનુસંધાનમાં તેને સ્પષ્ટ થાય છે કે મારો આત્મા સમસ્ત શરીર, તેના વિકાર કે ફેરફારોથી અને કર્મકૃત વિક્રિયાઓથી જુદો છે. આમ શરીર આત્માથી ભિન્ન છે તેની સ્પષ્ટતા તેને આવતી જાય છે. તેથી, આત્મા શરીરમાં રહેતો હોવા છતાં શરીરથી ન્યારો છે એ અનુભવ કરવાની વૃત્તિ જાગે છે. અત્યાર સુધી તે આત્માને ઓળખવા કે જાણવા માટે તે મન તથા ઇન્દ્રિય પર આધાર રાખતો હતો, અને જેટલું અને જે કંઈ મન તથા ઇન્દ્રિય દ્વારા જાણી શકાય કે સમજી શકાય તેટલું જ તે માન્ય રાખતો હતો, તે દેહમાં જ એકરૂપ બની ઇન્દ્રિયોની મર્યાદામાં જ વર્તતો હતો, તેની માન્યતાની આ સ્થિતિમાં પરિવર્તન આવવું શરૂ થાય છે. દેહનું સંચાલન કરનાર, ઇન્દ્રિયોનું નિયમન કરનાર, તેને જોનાર તથા જાણનાર એ દેહથી ભિન્ન તત્ત્વ છે તેવી સમજણ સ્પષ્ટ થવા લાગે છે. એટલે કે પુરુષના સાથથી તેની દેહાત્મબુદ્ધિ અલ્પ થવા લાગે છે અને તે સમજે છે કે આત્મા એ ઇન્દ્રિયગ્રાહ્ય નહિ પણ અનુભવગ્રાહ્ય છે. સપુરુષ જીવને દેહાત્મબુદ્ધિથી છોડાવી સ્વાત્મબુદ્ધિમાં જોડે છે. અને તેમ કરવામાં તેઓ બોધિદુર્લભ તથા ધર્મદુર્લભ ભાવનાનો સાથ લે છે. ૨૪૩ Page #265 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ બોધિદુર્લભ ભાવના આ સંસારમાં ઉત્તરોત્તર સારી સ્થિતિ મેળવવી દુર્લભ દુર્લભ છે, તેની સમજણ બોધિદુર્લભ ભાવનાથી પ્રાપ્ત થાય છે. જીવ નિત્યનિગોદમાં અનંતકાળ સુધી પડ્યો રહે છે. ત્યાં એક શરીરમાં અનંત જીવોના આહાર, શ્વાસોશ્વાસ, જીવન મરણ સમાન છે, એક શ્વાસના અઢારમા ભાગ જેટલું આયુષ્ય છે. ત્યાંથી નીકળી જીવ પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિકાયની પર્યાય પામે છે. આ પર્યાય પામવી દુર્લભ છે. આ સૂક્ષ્મ બાદર પર્યાયથી નીકળી જીવ ત્રપણું પામે છે, તે પામવું ઘણું દુર્લભ છે. સ્થાવરમાંથી નીકળી ત્રસ થાય ત્યાં બે, ત્રણ, ચાર ઈન્દ્રિયરૂપ વિકલત્રયપણાને પામે છે. ત્યાં તે કરોડ પૂર્વ જેટલો કાળ વ્યતીત કરે છે. ત્યાંથી નીકળી પંચેન્દ્રિયપણું પામવું મહાકષ્ટથી પણ દુર્લભ છે. વિકલત્રયથી નીકળે ત્યારે તે જીવ પહેલા અસંજ્ઞી પંચેન્દ્રિય થાય છે. ત્યાં જીવ સ્વપરનો ભેદ જાણતો નથી. કદાચિત તે મનસહિત સંજ્ઞી થાય તો તે તિર્યંચ થાય છે. મોટેભાગે શરૂઆતમાં તે ક્રૂર તિર્યંચ થાય છે. ક્રૂર તિર્યંચ તીવ્ર અશુભભાવ કરી નરકમાં જાય છે. નરક જીવને માટે મહાદુઃખદાયી અને ભયાનક છે. આવી નરકમાંથી નીકળી તિર્યંચ થાય તો તે જીવ ખૂબ દુ:ખ પામે છે. તેમાંથી મનુષ્યપણું મળવું મહાદુર્લભ છે. મનુષ્યરૂપે જીવ મિથ્યાત્વી બની મહાપાપ કરે છે. આથી મનુષ્યપણામાં આર્યખંડ, ઉત્તમકુળ, જીવનની સુવિધાઓ, ઇન્દ્રિયોની પૂર્ણતા, પૂર્ણ આયુષ્ય, સરળ સ્વભાવ, ધર્મ, ધર્મની રુચિ, સમ્યકત્વ આદિ પામવા ઉત્તરોત્તર કઠણ થતા જાય છે. આ શ્રેષ્ઠ વસ્તુઓની પ્રાપ્તિની દુર્લભતાની સમજ જીવને મળેલી તક સાર્થક કરવા પ્રેરે છે. ધર્મદુર્લભ ભાવના બોધિદુર્લભ ભાવના સમજ્યા પછી, મળેલા મનુષ્ય જન્મ અને સાથે રહેલી સુવિધાઓને સાર્થક કરવા ધર્મભાવનાની જાણકારી ખૂબ ઉપકારક બને છે. આ ભાવનામાં સમ્યકત્વ, સત્સંવ, સન્ધર્મ અને સપુરુષનું શરણું, સમ્યક્દર્શનનાં લક્ષણો, સમ્યકુદર્શન, સમ્યHજ્ઞાન અને સમ્યકૂચારિત્રનું આરાધન આદિની પ્રાપ્તિની દુર્લભતા સમજાય છે, અને પ્રત્યેક ૨૪૪ Page #266 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ અંગની ઊંડાણભરી સમજ પણ મળે છે. ટૂંકામાં આખા મોક્ષમાર્ગનું નિરૂપણ આ ધર્મભાવના દ્વારા થાય છે. વર્તમાનમાં મળેલી સુવિધાઓનું કેવું દુર્લભપણું છે તેની સમજણ જીવને સુવિધાઓનો સદુપયોગ કરવા પ્રેરે છે. અને પુરુષના આશ્રયે જીવ ધર્મભાવના આચરી આત્મશુદ્ધિ કરવા કટિબધ્ધ થાય છે. ધર્મભાવનાની સમજણ સાથે જીવને સત્યેવ, સદ્ગુરુ અને સન્શાસ્ત્રની જરૂરિયાત અનુભવાય છે. તેમણે પોતા પર કરેલા નિષ્કારણ ઉપકારની ઝાંખી આવવા લાગે છે. તેને લીધે કરુણાસભર બની, આ સર્વ જાણકારી આપનાર શ્રી પુરુષ તથા સગુરુ પ્રતિ પ્રેમ અનુભવે છે, તે પ્રેમ સમય વહેતાં વધતો જાય છે. પુરુષ પર સહજ પ્રેમ વધતાં તેમનાં વાણી, તથા વર્તનનું અવલોકન કરવા તે સહેજે પ્રેરાય છે. જગતના સામાન્ય જીવો કરતાં પુરુષનું અલગપણું તેના લક્ષમાં આવતું જાય છે. જગતના જીવો રાજકથા, સ્ત્રીકથા, ભત્તકથા, દેશકથા એ ચાર વિકથામાં, ઇન્દ્રિય વિષયોની પ્રિયતા કરવામાં, ધન, કીર્તિ, સત્તા તથા કુટુંબાદિની પ્રાપ્તિની ચિંતામાં, પરિગ્રહ વધારવાની પ્રવૃત્તિમાં સમયનો વ્યર્થ વ્યય કરતાં તેને જણાય છે. તેની સરખામણીમાં મહાભાગી પુરુષો તેને તે સર્વથી અલગ થઈ સ્વસ્વરૂપની પ્રાપ્તિના પુરુષાર્થમાં મગ્ન રહેતા જણાય છે. વળી, જીવને અનુભવ થાય છે કે સત્પરુષાદિ તેને જે સમજ આપે છે, તે સમજ આપવા પાછળ તેમની કાંઈ દુન્યવી સ્વાર્થવૃત્તિ નથી, બલ્ક જગતજીવો સુખી થાય એવી નિષ્કારણ કરુણા રહેલી છે. આ પ્રકારનો સપુરુષનો પરિચય જીવમાં સપુરુષ સાચા છે, એવો શ્રદ્ધાભાવ જગાડે છે અને વધારે છે. તેથી દુન્યવી મતલબ પાછળની પોતાની દોટ ખોટી હતી તેવી પ્રતીતિ તેને આવતી જાય છે. પરિણામે જગતજીવો સાથેના મતલબી અને તકલાદી સંબંધોનું પોકળપણું તેને સ્પષ્ટ થતું જાય છે. વળી, દુન્યવી ભૌતિક પદાર્થોનું અનિત્યપણું, ક્ષણિકપણું, અશરણપણું અનુભવાતું હોવાથી, તેને તે પદાર્થો પ્રાપ્ત કરવાની, ભોગવવાની વૃત્તિ ઓછી થતી જાય છે. તેને શુધ્ધ આત્મસ્વરૂપની નિત્યતા, ધર્મનાં શરણની નિત્યતા અને આત્મસુખની શાશ્વતતા, દુન્યવી પદાર્થો કરતાં અનેકગણાં ઉત્તમ જણાય છે, તેથી તે ઉત્તમની પ્રાપ્તિ કરવાના પુરુષાર્થ તરફ વળતો જાય છે, જીવને ક્ષણિક સંસારીસુખો ૨૪૫. Page #267 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ત્યાં સુધી જ આકર્ષક લાગે છે કે જ્યાં સુધી તેનાથી અનેક પ્રકારે ચડિયાતાં આત્મસુખની જાણકારી અને અનુભૂતિ નથી, અથવા તો તે મેળવવાનાં સાધનો તેને પ્રાપ્ત થયાં નથી. ઉત્તમની પ્રાપ્તિ થતાંની સાથે જીવ નબળાંનો ત્યાગ કરતો જાય છે, કારણ કે ઊંચાની અભિપ્સા રાખવી તે ઉર્ધ્વગામીપણું તેના મૂળભૂત ગુણોમાંનો એક છે. અત્યાર સુધી જીવ સંસારની શાતામાં સુખ તથા આનંદ માનતો હતો, પણ સાથે સાથે એ ભય પણ વેદતો હતો કે આ સુખ અને આનંદ મારાથી અલગ થઈ જશે તો? ચાલ્યા જશે તો? આવા ભયને કારણે તે મળેલી શાતાનો ઉપભોગ ક્યારેય પૂરી રીતે કરી શક્યો નહોતો. પરંતુ પુરુષમાં શ્રદ્ધાન જાગવાથી, તેમનું કહ્યું સાચું લાગવાથી, તેમના આશ્રયે રહી તેમનું કહ્યું કરવાની ઇચ્છા, તેમની આજ્ઞાનુસાર વર્તવાની વૃત્તિ ઉત્પન્ન થતી જાય છે. પોતાની અંતરંગ માન્યતાને તિલાંજલિ આપી, કલ્પનાને એકબાજુ કરી, સપુરુષ કહે તેમ અને રાખે તેમ રહેવું છે એવો ભાવ તે જીવના અંતરંગમાં રમવા લાગે છે. આ જાતની ભાવના કે વૃત્તિ સેવવી તે જીવનો સપુરુષ પ્રતિનો અર્પણભાવ છે. જીવનો પુરુષ પ્રત્યેનો આવો અર્પણભાવ શ્રદ્ધા બળવાન થવાથી આવે છે. તે વખતે તેને નિશ્ચય થાય છે કે આત્માનાં સુખમાં ભય નથી. બધું જ પોતાનું છે. અને જે પોતાનું છે તેને ત્યાગવાની જરૂર રહેતી નથી, પરિણામે તે આત્મસુખને વારંવાર માણી પણ શકે છે, વધારી પણ શકે છે. આ સાથે તેને એ પણ અનુભવ થાય છે કે સાંસારિક સુખ મેળવવામાં અને ભોગવવામાં તેને અનેક પ્રકારે પરાવલંબીપણું વેઠવું પડે છે, કેમકે તેમાં બાહ્ય પુદ્ગલના સહારાની તેને જરૂર પડે છે, તેના વિના ભૌતિક સુખ માણી શકાતું નથી. તેની સામે આત્મિક સુખ સ્વાયત્ત છે, તે સુખ માણવા માટે કોઈ પણ બાહ્ય પદાર્થની જરૂર રહેતી નથી, આથી જીવ ધારે ત્યારે સુખમાં નિમગ્ન થઈ શકે છે. સાંસારિક સુખમાં પરતંત્રતા છે, અને પરતંત્રતા છે ત્યાં ભય છે, આત્મિક સુખમાં સ્વતંત્રતા છે અને સ્વતંત્રતામાં અભય છે. આ હકીકતનો જીવને પહેલાં અણસાર આવે છે અને ક્રમે કરી તે અનુભવમાં પલટાય છે. ૨૪૬ Page #268 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ આ રીતે સત્પરુષની ઓળખાણ વધતાં જીવને તેમના પ્રતિ પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતા પ્રગટે છે. આવાં પ્રગટીકરણ માટે જીવમાં અમુક પાત્રતા હોવી જરૂરી છે. માત્ર પુરુષનો યોગ, પાત્રતા વિના જીવને મુક્ત કરવા સમર્થ થતો નથી. આમ થવાનું કારણ એ છે કે સત્પરુષ જીવની ઇચ્છા વિના તેને દાનરૂપે કંઈ જ આપતા નથી, એટલે કે જીવને માર્ગદર્શન મેળવવાની જો યોગ્ય ઇચ્છા જાગે તો જ સત્પરુષ માર્ગદર્શન આપે છે. માગણી વિના, ઇચ્છા વિના જીવને ઉત્તમ વસ્તુ પ્રાપ્ત થાય તો પણ તેને તેની કોઈ કિંમત રહેતી નથી, એટલે એ દાનનું સલ્ફળ આવતું નથી. પરિણામે સપુરુષ પણ અપાત્રે દાન કર્યાના દોષમાં પડે છે, એક લૌકિક ઉક્તિ છે કે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ નવ સરે, મસ્યભોગી બગલો, મુક્તાફળ દેખી ચંચુ ના ભરે. બીજી બાજુ જગતજીવોની અસર સ્વીકારવી કે સત્પરુષની અસર સ્વીકારવી તેનો નિર્ણય કરવામાં જીવ સ્વતંત્ર છે. જીવ જો સપુરુષની અસર સ્વીકારવાનો નિર્ણય કરે તો જ પુરુષના બોધની અને માર્ગદર્શનની ધારી અસર થાય, નહિતર તે જીવનો અંતરંગ સૂક્ષ્મ નકાર સપુરુષની ઉત્તમ અસરને ધોઈ નાખે છે. તેથી સત્પરુષ કોઈ પણ જીવની સ્વતંત્રતા પર કાપ મૂકતા નથી, દબાણ લાવતા નથી કે અપાત્રે દાન કરતા નથી. આમ જીવમાં છૂટવાની ભાવના હોય, તથા તેમનું કહ્યું કરવાની વૃત્તિ હોય તો જ તે સાચી પ્રવૃત્તિ કરી શકે. આવા ભાવ કે વૃત્તિ સંજ્ઞીપંચેન્દ્રિયપણા વિના કોઈ પણ જીવ કરી શકતો નથી, માટે સંક્ષીપંચેન્દ્રિયપણું હોવું તથા સંસારથી છૂટી આત્મસુખ મેળવવાના ભાવ એ જીવને માટે પાત્રતા કેળવવાનાં મુખ્ય કારણો છે. આ બે કારણો વિધેયાત્મક હોય અને તેને સત્પષનો યોગ થાય તો તે જીવને શિવ થવા માટેનો અપૂર્વ યોગ થયો કહેવાય. જીવ તેનાં સુંદર અવર્ણનીય ફળને મેળવે છે. જીવ સંસારથી છૂટી મોક્ષમાં જવાના ભાવ નિર્ણયાત્મક રીતે કરે છે અને તેને સપુરુષનો યોગ થાય છે ત્યારે તેનાં સંસારપરિભ્રમણમાં પરિમિતતા આવી જાય છે. સપુરુષની આજ્ઞાએ ચાલનારો જીવ મોક્ષમાર્ગમાં કદમ બઢાવતો જાય છે, અને તેનો અપૂર્વ સ્વભાવ જે કર્મના ભાર નીચે દબાઈ ગયો હતો તે કર્મ જેમ જેમ હટતાં ૨૪૭ Page #269 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જાય છે તેમ તેમ ખીલતો જાય છે. અપૂર્વ સ્વભાવને ખીલવવા માટે તેને ત્રણ તત્ત્વો ખૂબ ઉપકારી થાય છેઃ પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણ. પોતાને જે જોઇએ છે, અને જેનાથી છૂટવું છે તેના માટે તે સત્પુરુષની સાક્ષીએ શ્રી પ્રભુને પ્રાર્થના કરે છે. નાથ! મને તારો, હો નાથ મને તારો, કેમ ના સહેવાય આ જગ ખારો, હું તો ડૂબી તારા સ્મરણમાં સર્વ જગત લાગે ભરમમાં મને આશરો છે એક તારો, હો નાથ! મને તારો. પ્રાર્થના કરતાં તેનામાં સમ્યક્ શ્રદ્ધાન ઉત્પન્ન થાય છે કે આવી પ્રાર્થના કરવાથી મારું કલ્યાણ જ થવાનું છે. મારા આત્માની શુદ્ધિ થવાની જ છે. જેમ જેમ જીવનું પ્રાર્થનાનું બળ વધતું જાય છે તેમ તેમ તેને સફળતા પણ મળતી જાય છે, અને શ્રદ્ધાનું દેઢત્વ પણ થતું જાય છે. આ પ્રકારે તેનું સમ્યક્દર્શનનું આરાધન શુદ્ધ થતું જાય છે; કેમકે દેહાદિ સર્વ પદાર્થોથી આત્મા ભિન્ન છે એવો સમ્યક્ અનુભવ એ સમ્યક્દર્શન છે. જે શ્રદ્ધાનો પાયો મજબૂત થતાં જીવમાં આવે છે. ભાવસભર, ઊંડાણભરી પ્રાર્થના કરવાથી જીવ પોતામાં એકાગ્ર થાય છે અને તેથી તે વખતે તેનાં ઘાતી કર્મના આશ્રવમાં મોટી ઓટ આવે છે. આમ અમુક માત્રામાં સહજતાએ કર્મનો સંવર થાય છે, અને આત્મા ઉપરનો કર્મભાર ક્રમથી ઘટવા લાગે છે. નવાં કર્મોને આવતાં અટકાવવાથી જીવનું કાર્ય પૂરું થઈ જતું નથી, કેમકે અણસમજણની દશામાં અનંતાનંત ગંભી૨ કર્મોનો બોજ જીવે પોતાના આત્મા પર ખડકી દીધો છે, અને એ કર્મો જેમ જેમ ઉદયમાં આવે તેમે તેમ ભોગવીને નિવૃત્ત કરતા જવામાં તો અનંતકાળ વહી જાય, એટલું જ નહિ પણ, એ કર્મો ભોગવતાં ભોગવતાં જ્યારે જ્યારે જીવની સ્થિરતા ઘટી જાય કે તૂટી જાય ત્યારે ત્યારે નવાં ૨૪૮ Page #270 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ કર્મોનો આશ્રવ પણ ઘણો વધી જાય, જે જીવનું સંસારભ્રમણ વિસ્તૃત કરી નાખે. આવા સંજોગોમાં પૂર્વે એકત્રિત કરેલાં કર્મો ત્વરાથી ખેરવી શકાય એવો માર્ગ શ્રી પ્રભુએ બતાવ્યો છે. પૂર્વે પોતે જે જે ભૂલો કરી છે, જેની જાણકારી હોય કે ન હોય તે સર્વની સમજણપૂર્વક ક્ષમા માગવી, ભૂલો માટે પશ્ચાત્તાપી થવું, જરૂર પડયે તે ભૂલોનું પ્રાયશ્ચિત લેવું અને જગતના સહુ જીવો પ્રતિ મૈત્રીભાવ કેળવતા જવો. આમ હૈયાના ઊંડાણમાંથી ક્ષમા માગતાં જવાથી જીવને આવરણ હટતાં, સમજાતું જાય છે કે કેવા દોષો ક૨વાથી તેને કેવાં પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડી છે, દોષથી છૂટતા જવા શું કરવું જરૂરી છે, દોષોનું ત્વરાથી નિરસન કરવા કેવા ભાવ કરવા જોઇએ, ક્યા ક્યા ગુણો પ્રેમપૂર્વક ખીલવતા જવા જોઇએ વગેરે વગેરે. આ સર્વ કાર્ય કરવાં એ અપેક્ષાએ સમ્યક્ત્તાનનું જ આરાધન છે. આ બધી સમજણ જીવને સત્પુરુષ પાસેથી મળતી હોવાને કારણે તેને તેમના માટે અને તેમના જ્ઞાન માટે અર્થાત્ જ્ઞાની તથા જ્ઞાન માટે અહોભાવ વધતો જાય છે. જે જ્ઞાન અને જ્ઞાનીની અશાતનાથી જીવને બંધાયેલા જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. આમ પશ્ચાત્તાપ તથા પ્રાયશ્ચિત સાથે ક્ષમા માગવી એટલે તત્ત્વાર્થે સમ્યક્ત્તાનનું આરાધન કહી શકાય. આવો પશ્ચાત્તાપ કરવાથી જીવનાં કર્મો ત્વરિત ગતિએ ખરવાં લાગે છે, કારણ કે અશુભ કર્મનું ફળ છે – દુઃખ અથવા વેદના આપવાં. પશ્ચાત્તાપ તથા પ્રાયશ્ચિત દ્વારા જીવ દુઃખનું વેદન સ્વેચ્છાએ કરી લે છે, અને પશ્ચાત્તાપનું જેટલું બળવાનપણું તેટલું વિશેષ કર્મ નિર્જરે છે. આમ હોવાથી જીવને કર્મનો ઉદય આવે ત્યાં સુધી કર્મથી નિવૃત્ત થવા માટે રાહ જોવી પડતી નથી, અને જીવ સત્તાગત કર્મો પણ પશ્ચાત્તાપ કરી આ રીતે ખેરવી નાખે છે. સાથે સાથે પશ્ચાત્તાપ કરતી વખતે જીવ પરના દોષ પર દૃષ્ટિ ન કરતાં સ્વદોષદર્શન કરી વર્તતો હોવાથી આશ્રવ પણ તોડે છે. આ પ્રકારની નિર્જરાને જ્ઞાનીઓ ‘સકામ નિર્જરા’ – ઇચ્છાપૂર્વકની નિર્જરા કહે છે. આ સિવાયની નિર્જરા તે ‘અકામ નિર્જરા' જેમાં યોગ્ય કાળે કર્મ ઉદયમાં આવી, ભોગવાઈને ખરે છે. આવી અકામ નિર્જરા પ્રત્યેક જીવ સતત કરતો રહે છે, સાથે નવાં કર્મબંધ વધારતો રહે છે. પરંતુ જે જીવ સમ્યક્ત્તાનનું આરાધન કરે છે તેને સકામ નિર્જરા મદદમાં આવી, તેની નિર્જરા કરવાની ઝડપ અસંખ્યગણી ૨૪૯ Page #271 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પણ કરી શકે છે. આમ ક્ષમાપના નિર્જરાને વેગ આપે છે અને પ્રાર્થના આશ્રવને નિર્બળ કરે છે. પ્રાર્થના તથા ક્ષમાપનાના અનુસંધાનમાં મંત્રસ્મરણ કરતાં કરતાં જીવ જ્યારે સ્વાનુભવમાં સરકે છે ત્યારે તે સમ્યકુચારિત્રનું આરાધન કરે છે, એમ કહી શકાય. પ્રાર્થના તથા ક્ષમાપના કરતી વખતે જીવ વ્યવસ્થાપૂર્વક વિચાર કરે છે, ત્યારે મંત્રસ્મરણ કરતી વખતે તે જીવ બધા વિચારોથી છૂટી જઈ સ્વરૂપમાં લીન થવાનો પુરુષાર્થ કરે છે. લીનતા આવવા લાગે ત્યારે તે ધ્યાનનો અનુભવ કરે છે. મંત્રસ્મરણમાં જેમ જેમ તેની લીનતા વધતી જાય છે, તેમ તેમ તેનું ધ્યાન લાંબા ગાળાનું અને ઊંડું થતું જાય છે. જીવ વિભાવથી છૂટી સ્વભાવમાં લીન થતો જાય છે, સ્વભાવની સ્થિરતા એ જ સમ્યકુચારિત્ર. આત્મગુણના રટણરૂપ મંત્રસ્મરણ જીવને સ્વરૂપમાં સ્થિર થવા માટે મદદરૂપ થાય છે, અને આત્મા સ્વભાવમાં જેટલા પ્રમાણમાં સ્થિર થાય છે તેટલા પ્રમાણમાં તેનો કર્મઆશ્રવ ઓછો થાય છે, અનેકગણી નિર્જરા થાય છે. ટૂંકામાં તારવી શકીએ કે પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણનું આરાધન એ જ પરમાર્થથી સમ્યક્દર્શન, જ્ઞાન અને ચારિત્રનું આરાધન છે. શ્રી સત્પરુષની કૃપાથી જીવ આવી સમજણ મેળવે છે. જે સત્પરુષે આત્માના સ્વભાવ પ્રતિનો અંગુલિ નિર્દેશ કર્યો હતો, તેનો સાક્ષાત્કાર કરવાનો યોગ તેને એ જ સપુરુષના સાનિધ્યમાં પ્રાપ્ત થાય છે. જ્ઞાન, દર્શન તથા ચારિત્રના આધારથી જીવને સ્વરૂપની પ્રતીતિ આવે છે. સ્વરૂપ પ્રતીતિ શ્રી સત્પરુષના પ્રત્યક્ષ પરિચયમાં આવ્યા પછી, સન્માર્ગી જીવને તેમના પ્રતિના પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાનો વધારો સતત થતો હોય એવો અનુભવ થાય છે, કારણ કે તે જીવને સપુરુષમાં સામાન્ય જીવ કરતાં અમુક પ્રકારે જુદાપણું જોવાય છે. સત્પરુષનાં પ્રેમાળ કલ્યાણકારી સર્વચનો, તેમની શાંત મુદ્રા અને સર્વને શાતા મળે એ પ્રકારની તેમની વર્તના જીવને લક્ષ કરાવે છે કે આ આત્મા મારા માટે ખૂબ ૨૫O Page #272 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ ઉપકારી છે. તેમના સંપર્કમાં આવ્યા પછી મને સુખ તથા શાતાનો અનુભવ વધતો જાય છે, આથી તેમના સાનિધ્યમાં આવ્યા પહેલાંની મારી વૃત્તિ અને વર્તના મારાં અહિતનું કારણ બનતી હતી, તેનો હવે મારા કલ્યાણ અર્થે મારે ત્યાગ કરવો યોગ્ય છે. જીવની આ સમજણને વિશેષતાએ દઢ કરવા શ્રી પ્રભુએ આશ્રવ ભાવના વર્ણવી છે. આશ્રવ એટલે કર્મનું આવવું. તે વિશેની સમજણ જીવને વિકાસ કરવામાં ખૂબ સાથ આપી શકે છે. આશ્રવ ભાવના કર્મનાં સૂક્ષ્મ પુદ્ગલ પરમાણુઓને આત્માના પ્રદેશ પર કર્મરૂપે સ્વીકારવા તેનું નામ આશ્રવ. મન, વચન તથા કાયાના યોગથી આશ્રવ સક્રિય બને છે. મન, વચન કે કાયાનો યોગ પામી, જીવના આત્મપ્રદેશોનું ચલાયમાન થવું સંભવે છે. આત્મપ્રદેશો કંપિત થવાથી કર્મનાં પુગલ પરમાણુઓ ખેંચાઈને આત્મા પાસે આવી, કર્મરૂપે પરિણમી આત્માને ચીટકી જાય છે. જીવમાં જ્યાં સુધી મોહનો ઉદય વર્તે છે, ત્યાં સુધી આત્મામાંથી ચીકાશ ઝરે છે, અને તે ચીકાશની તરતમતા પ્રમાણે કર્મનું સબળાપણું કે નબળાપણું નક્કી થાય છે. મોહની જેટલી તીવ્રતા વધારે તેટલી ચીકાશ વધારે અને જેટલી મંદતા વધારે તેટલી ચીકાશ ઓછી કરે છે.આ પ્રકારના કષાયના ઉદયને કારણે જે કર્મો આવે છે તે સાંપરાયિક આશ્રવ કહેવાય છે. આવો આશ્રવ દશમાં ગુણસ્થાન સુધી જીવને સંભવે છે. તે પછી અગ્યારમા ગુણસ્થાનથી જીવને મોહનો ઉદય હોતો નથી, તેથી મોહના ઉદયરહિત જે યોગ છે તેને કારણે જે કર્મો આવે છે તે ઇર્યાપથ આશ્રવ કહેવાય છે. ઇર્યાપથ આશ્રવમાં માત્ર એક શાતાવેદનીય કર્મનો જ બંધ થાય છે. જે પુગલ વર્ગણાઓ કર્મરૂપે પરિણમે છે તે દ્રવ્યાશ્રવ કહેવાય છે, અને જે ભાવથી જીવના પ્રદેશો ચંચળ થાય છે તે ભાવાશ્રવ કહેવાય છે. પ્રત્યેક જીવ સરાગ અવસ્થામાં મોહના ઉદય સહિત હોય છે. તે વખતે તેને પાંચ કારણથી કર્મનો આશ્રવ થાય છે. એ પાંચ કારણો તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અને યોગ છે. તેમાં સ્થિતિ અને અનુભાગરૂપ બંધના પહેલાં ચાર ૨૫૧ Page #273 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ કારણો છે; અને તેનો આધાર મોહનીય કર્મના તરતમ ઉદય પર રહેલો છે. પ્રકૃતિ અને પ્રદેશબંધનું કારણ યોગ છે, તે સમયનો બંધ કરે છે, પણ તે સ્થિતિ કે અનુભાગનો બંધ કરતો નથી. તેથી યોગ બંધના કારણોમાં મુખ્ય નથી. આમ મોહની બળવત્તરતાના પ્રમાણમાં કર્મનું ઘટ્ટપણું કે પાતળાપણું થાય છે. વળી, આ આશ્રવ પુણ્ય તથા પાપના ભેદથી બે પ્રકારનો સંભવે છે. કર્મ પુણ્યરૂપ તથા પાપરૂપ એમ બે પ્રકારે છે. તે પ્રત્યેકના પણ બે વિભાગ થાય છે – તીવ્ર અને મંદ. જ્યાં મંદકષાયરૂપ પરિણામ હોય છે ત્યાં પ્રશસ્ત એટલે શુભબંધ થાય છે, અને તીવ્ર કષાયરૂપ પરિણામ છે ત્યાં અપ્રશસ્ત એટલે કે અશુભબંધ થાય છે. શુભ બંધના તીવ્ર તથા મંદ પ્રકાર અને અશુભ બંધના તીવ્ર તથા મંદ પ્રકાર મળી કુલ ચાર પ્રકારે કર્માશ્રવ થાય છે. શાતાવેદનીય, શુભ આયુ, ઉચ્ચ ગોત્ર, શુભ નામકર્મની કુલ બેતાલીસ પુણ્ય પ્રકૃતિ છે; અને ચાર ઘાતકર્મો, અશાતાવેદનીય, નરકાયુ, નીચ ગોત્ર, અશુભનામકર્મની સર્વ મળીને બાંસી પાપપ્રકૃતિઓ છે. સહુને પ્રિય તથા હિતવચનો બોલવા, દુર્વચનો સાંભળી ક્ષમાભાવ રાખી સહુનું કલ્યાણ ચિંતવવું, દોષદૃષ્ટિ ત્યાગી ગુણગ્રાહી થવું એ વગેરે પુણ્ય પ્રકૃતિ બંધાવનાર મંદ કષાયનાં ઉદાહરણો છે. જેમ જેમ ક્રોધ, માન, માયા તથા લોભ મોળા પડતા જાય તેમ તેમ પુણ્યપ્રકૃતિનાં બંધ વધતાં જાય છે. પુરુષોના અવર્ણવાદ બોલવા, તેમની અશાતના કરવી, આત્મશ્લાધામાં રાચવું, અન્ય જીવો સામે ઘણા કાળ સુધી વેરભાવના વધારવી, દોષદૃષ્ટિમાં જ રહેવું, એ વગેરે પાપ પ્રકૃતિ બંધાવનાર તીવ્ર કષાયનાં ચિહ્નો છે. કેવા પ્રકારના ભાવ કરવાથી જીવ શાતા તથા સુખ પામે છે, કેવા પ્રકારના ભાવ કરવાથી જીવ અશાતા અને દુઃખ પ્રતિ ઘસડાય છે તેની જાણકારી જીવને આશ્રવ ભાવનાનો વિચાર કરવાથી આવે છે. તે પરથી તેને લક્ષ આવે છે કે અત્યાર સુધી તે જે રીતે વર્યો છે તે પોતાને અહિતકારી થાય તેવી રીત હતી. અન્ય જીવ કંઈ ખોટી કે નુકશાનકારક પ્રવૃત્તિ કરે તો તરત જ પોતે ઉગ્ન કષાયી થઈ એવી રીતે વર્યો છે કે પોતાને જ ઘણું નુકશાન થાય. બીજા જીવ ખોટું કરે તો તે નિમિત્તને આધીન થઈ, પોતે કષાયી બની, પોતાની શાંતિનો ત્યાગ કરી, પોતાના આત્માનું અશુભ ૨૫૨ Page #274 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ પરિભ્રમણ વધારવારૂપ દંડ તે પોતાના આત્માને કરતો હતો. આશ્રવ ભાવનાનો વિચાર કરતાં તેને આ સમજણ લાધે છે, તેથી તે જીવ નક્કી કરે છે કે હવે મારે આવી કોઈ વિપરીત આચરણા કરવી નથી. જે રીતે મારું કલ્યાણ થાય તથા મારી શુદ્ધિ વધતી જાય એ જ રીતે મારે વર્તવું છે, એટલે કે મારે હવે શ્રી પ્રભુ અને ગુરુની આજ્ઞા અનુસાર વર્તવું છે. આ નિર્ણય કરતાંની સાથે તેને અનુભવ થાય છે કે પોતાને ઇચ્છિત વર્તન તે કરી શકતો નથી, અને વારંવાર થતા આવા અનુભવને કારણે પોતાની નિર્બળતા અને અસહાયતાનું સભાનપણે દુઃખી કરે છે. અને આ દુઃખદાયી સ્થિતિમાંથી બહાર નીકળવા તે જીવ, જે સત્પરુષે તેને સન્માર્ગ સમજાવ્યો, આચરવા ઉત્સાહીત કર્યો, તેની જ સહાય લેવા પ્રવૃત્ત થાય છે. તેના હૃદયમાંથી પોતાને જે કરવું છે, જે મિથ્યા સમજણનો નાશ કરવો છે તેને માટે પ્રાર્થના થાય છે. તેનાથી વારંવાર જે ચૂક થાય છે તે ન થવા દેવા માટે પ્રભુ પાસે તે જીવ બળ માગે છે, પોતે કોઈ ખોટી વિચારણામાં ચડી ન જાય, લોકપ્રવાહમાં દોરવાઈ ન જાય તે માટે ખૂબ સહાય માગે છે. અંતરનાં ઊંડાણથી થતી આવી પ્રાર્થના તેના સમ્યક્દર્શનને શુદ્ધ કરવામાં મદદ કરે છે. તેમ છતાં પણ પૂર્વ કર્મના ઉદય તથા વર્તતી નિર્બળતાને કારણે જીવથી ભૂલ થઈ જાય છે, તેને માટે તે પશ્ચાત્તાપી થઈ ક્ષમાયાચના કરે છે. આમ કરવાથી કર્મનિર્જરા સકામ સ્વરૂપ ધારણ કરી બેવડાય છે. આ કારણે વિકાસની પ્રારંભિક દશામાં પ્રાર્થનાનું બળવાનપણું વિશેષ જરૂરી છે. જેમ જેમ પ્રભુને તથા ગુરુને પ્રાર્થના વિશેષ થતી જાય છે, તેમ તેમ જીવની અંતરાયો તૂટે છે, અને સ્વરૂપ પ્રગટ કરવાની શક્તિ વધતી જતી હોવાથી, પ્રભુ પ્રતિનું શ્રદ્ધાન પણ વધતું જ જાય છે. તેને લાગે છે કે પ્રભુને ભજતાં કાર્યશક્તિ વધતી જાય છે, એટલે તે વધારે શ્રદ્ધાથી પ્રાર્થના કરી શકે છે. પરિણામે આગળ વધતાં વધતાં તે જીવ પોતાનાં સ્વરૂપની અનુભૂતિ પામવા જેટલો વિકાસ કરી શકે છે. જીવને સહુ પ્રથમ સ્વરૂપની પ્રતીતિ ચોથા ગુણસ્થાને આવે છે. તે વખતે તેને પ્રત્યેક ગુણાંશોનો સ્પષ્ટ અનુભવ થાય છે. આ સર્વ ગુણોના અંશોનો અનુભવ કરવા માટે જીવે દેહાદિ પ્રત્યેક પદાર્થોથી આત્માનું સ્પષ્ટ ભિનપણું અનુભવવું જરૂરી છે. ૨૫૩ Page #275 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તે અનુભવ કરવા માટે જીવમાં આસન ભવ્યપણું આવવું જોઇએ, એકાંતવાસનું સેવન હોવું જોઇએ, ચિંતા માત્રનો તે ત્યાગી થાય અને ભેદવિજ્ઞાન કરે એ જરૂરી છે. આસન ભવ્યપણું એટલે સમીપ મુક્તિગામીપણું; સંસારથી છૂટવાની જોરદાર ઇચ્છા, સંસારનાં ભ્રમણથી છૂટવાની બળવાન ભાવના. આ ભાવનાને સફળ કરવા દુન્યવી જીવો અને પદાર્થોના સંગનો ત્યાગ કરવો, જે સંગ જીવને સંસારી લાલચોમાં ખેંચી જાય અને સન્માર્ગથી પાછા પાડે એવા સંગથી દૂર રહી, પોતે જેને ઈષ્ટ જાણ્યું છે તેની પ્રાપ્તિનો યોગ્ય પુરુષાર્થ એ એકાંતવાસ છે. સંગથી જીવને વિકલ્પરૂપ વાદળો ઉત્પન્ન થાય છે, અને આ વિકલ્પો આત્મધ્યાનરૂપ એકાગ્રતામાં વિઘ્ન કરે છે, ધ્યાનને મલિન કરે છે, તે કારણથી આત્મલક્ષથી ટ્યુત કરાવે તેવા સંગની નિવૃત્તિ કરવી જરૂરી છે. આવા સંગને છોડીને એકાંતમાં રહી આત્માનું ચિંતન તથા આરાધન કરનાર જીવમાં આત્માને દેહથી ભિન્નપણે અનુભવવાની યોગ્યતા આવે છે. જીવને ઘણીવાર ઘણાં ઘણાં પ્રકારની ચિંતા સતાવતી હોય છે. હવે શું થશે, ક્યારે ધારેલી ઇચ્છા પાર પાડશે, મળેલો ઈષ્ટનો યોગ ટકશે કે નહિ, ન ગમતો અનિષ્ટનો યોગ થશે તો શું કરવું, માંદગી, મૃત્યુ આદિ અનિષ્ટ આવી જાય તો શું થશે, જીવનની સફળતા, લગ્નપ્રસંગ, ઉત્સવ આદિ ધારેલી રીતે નહિ ઉજવાય તો શું કરવું વગેરે વગેરે પ્રકારના જાતજાતના અને ભાતભાતના વિચારોમાં ગરક થવું તે આર્તધ્યાન કે ચિંતા છે. આ પ્રકારની ચિંતા આત્માની સ્થિરતાને તોડવા માટે વજ સમાન છે. એક વખત જો ચિંતા જીવમાં પ્રવેશી ગઈ તો તેનાથી છૂટકારો મેળવવો જીવને ખૂબ જ કઠણ પડે છે. પરંતુ જો પ્રભુને અને સત્પરુષોને આવા પ્રસંગો સંભાળી લેવા માટે હૃદયથી પ્રાર્થના કરવામાં આવે છે, પ્રભુની કરુણાના ગુણગાન અંતરંગથી કરવામાં આવે છે તો સહેલાઈથી જીવ ચિંતામુક્ત થઈ શકે છે, અને અશુભ કર્મને નિર્જરાવવામાં સારી રીતે સફળ થઈ શકે છે. નરસિંહ મહેતા, મીરાંબાઈ, માનતુંગાચાર્ય, સિદ્ધસેન દિવાકર આદિ આનાં સફળ ઉદાહરણો છે. આમ થવાનું કારણ એ છે કે જીવને શ્રદ્ધાન રહે છે કે પ્રભુ તથા સપુરુષ તેને આ જવાબદારી કે ચિંતામાંથી જરૂર મુક્ત કરશે, અને તેનું કાર્ય ઉત્તમતાએ પાર પાડશે. આ રીતે જીવમાં હળવાશ આવતી હોવાથી તેનાં ૨૫૪ Page #276 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ આર્ત પરિણામ તૂટી જાય છે અને આશ્રવ ઘટી ભૂળ કર્મને જાડું થતું અટકાવે છે. વળી આ હળવાશવાળી પળોમાં તે જીવ એટલી સારી રીતે આરાધના કરી શકે છે કે તેનાં અશુભકર્મો લગભગ તૂટી જાય છે, અને જીવ પ્રભુકૃપાથી પાર ઊતરી શક્યો તેનો આનંદ માણી શકે છે. કદાચિત તેને વર્તતી ચિંતા જો પોકળ હોય તો તે ચિંતાના વ્યર્થ બોજાથી છૂટી જાય છે, અને તે જીવ સાચી રીતે આરાધન કરતો હોવાથી નવાં શુભ કર્મનાં બંધન કરતો જાય છે. સાથે સાથે અનેક જૂનાં કર્મથી નિવૃત્ત થતો જાય છે. જીવને જેમ જેમ આત્માનો રંગ ચડતો જાય છે, તેમ તેમ તેનું સંસારી પદાર્થોનું આકર્ષણ ઘટતું જાય છે, તેને દુન્યવી ભૌતિક પદાર્થો તુચ્છ લાગવા માંડે છે, અને એ પદાર્થો પ્રતિ અનુભવાતું નિર્મમત્વ તેને દેહથી ભિન્નપણે આત્માને અનુભવવામાં યોગ્ય નિમિત્ત પૂરું પાડે છે. આમ સત્સંવ, સગુરુ અને સત્કર્મ માટે પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણભાવ જાગવાં તથા વધવાં, આસન ભવ્યપણું પ્રગટવું, આરાધન કરવા એકાંતવાસ સેવવો, ભૌતિક કે આત્મિક સ્થિતિ વિશે વર્તતી ચિંતાનો અભાવ કરવો, કુમાર્ગે દોરનાર પ્રત્યેક સંગથી છૂટા થઈ જવું, ભૌતિક પદાર્થો વિશેની પોતાની નિર્મમતા વધારતા જવી, આ વગેરે આત્માને દેહથી છૂટો પાડવા માટે એટલે કે ભેદવિજ્ઞાન કરવા માટેના બાહ્યના ઉત્તમ નિમિત્તો છે. અંતરંગ નિમિત્તમાં કાર્યસિદ્ધિ કરવાની બળવાન ભાવના એ મુખ્ય નિમિત્ત ગણી શકાય. આત્માને દેહથી છૂટો પાડવો એટલે ભેદવિજ્ઞાન કરવું. વિજ્ઞાન એટલે વિશેષ જાણકારી. અને ભેદ એટલે દેહ તથા આત્માનું છૂટાપણું. આવા છૂટાપણાનો નિયત કાળ માટેનો સ્પષ્ટ અનુભવ એટલે સમ્યગ્દર્શન. સમ્યક્દર્શનનો અનુભવ, એ મોક્ષમાર્ગનો પાયો છે, અને આ સ્થિતિ ચોથા ગુણસ્થાને આવે છે. ચોથું ગુણસ્થાન એટલે સ્વરૂપ પ્રતીતિનું પહેલું પગથિયું. આ સ્થાને જીવને આત્માના પ્રત્યેક ગુણોના અંશોનો અનુભવ થાય છે. તેનાં લક્ષણો છે કષાયો શાંત થવા(અમ), મોક્ષમાં જવાની ઇચ્છા વધવી (સંવેગ), સંસારના પરિભ્રમણનો અંત લાવવાની ઇચ્છાને કારણે સંસાર ભોગવવાની ઇચ્છા મંદ થવી (નિર્વેદ), સપુરુષના આશ્રયે જ આ કાર્યસિદ્ધિ થઈ શકે તેમ છે તેવી શ્રદ્ધા થવી(આસ્થા) અને ૨૫૫. Page #277 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સહુ જીવ કલ્યાણ પામી દુઃખથી મુક્ત થાય એવી ભાવના જાગવી(અનુકંપા). જીવનો આત્માર્થે જેમ જેમ વિકાસ થાય છે તેમ તેમ આ લક્ષણો વધારે વિકસતાં જાય છે. જીવને એક વખત ભેદવિજ્ઞાન થાય, સમકિતની પ્રાપ્તિ થાય તે પછીથી એને દેહાત્માની ભિન્નતા વારંવાર અનુભવવાની ઇચ્છા વધતી જાય છે. તે ભેદજ્ઞાનનો વારંવાર અનુભવ કરવા શ્રી પ્રભુને પ્રાર્થના કરે છે. સ્થિરતામાં જતાં પહેલાં પૂર્વકર્મનાં જોરને કારણે જીવને વારંવાર વિનોનો અનુભવ કરવો પડે છે, અને તે અનુભવ જીવને પીડાનું કારણ થાય છે. આ પીડા પોતાની પૂર્વની ભૂલનું જ કારણ છે તેમ તે સહજતાએ સમજી શકે છે. આવા વારંવાર આવતાં વિપ્નોને તોડવા તે પ્રાર્થનાની સાથે ક્ષમાપનાનો આશ્રય લેવા માંડે છે. ક્ષમાપનાનું બળ વધતાં, પશ્ચાત્તાપપૂર્વક પૂર્વ કર્મોની ક્ષમા માગતા રહેવાથી આ વિદ્ગો ઘટતાં જાય છે. એટલે તે જીવ વધારે સ્વરૂપાનુસંધાન કરવા સમર્થ થાય છે. સ્વરૂપનું અનુસંધાન કરવા માટે તથા ભેદવિજ્ઞાન કરવા માટે સત્પરુષનો આશ્રય કરવો તે મુખ્ય બળ છે. આથી જીવને પ્રાથમિક અવસ્થામાં પ્રાર્થના કરવી એ મુખ્ય સાધન છે. પણ તેનાથી આગળની અવસ્થાએ જવા માટે, પાંચમા તથા છઠ્ઠા ગુણસ્થાને ચડવા માટે, સ્વરૂપની વિશેષ પ્રતીતિ મેળવવા માટે “ક્ષમાપના કરવાનું વિશેષ ઉપયોગી થાય છે. ક્ષમાપના કરતી વખતે જીવને પૂર્વ કર્મના દોષથી છૂટવાના ધ્યેય ઉપરાંત આત્મદશામાં આગળ વધવાનું લક્ષ પણ કેંદ્રમાં હોય છે. અત્યાર સુધી પોતે શુધ્ધનું રટણ કરવાનું રાખ્યું ન હતું તેથી પરિભ્રમણ ચાલુ રહ્યું એવી સમજ સ્પષ્ટ થવાથી હવે શુદ્ધિ મેળવવાના ભાવમાં વિશેષતાએ રહેવું છે એવો નિર્ણય જીવને થાય છે. શુદ્ધ થવાના રટણથી શુદ્ધ થવાય છે, તેની જાણકારીથી તે એ રટણ વધારે છે, અશુધ્ધથી બચવા પ્રયત્ન કરે છે, અત્યાર સુધી તે અશુદ્ધિમાં રાચતો હતો તે માટે પશ્ચાત્તાપી થઈ, શુદ્ધમાં રમમાણ થવાનો પુરુષાર્થ કરવા આતુર થાય છે. આ રીતે સત્પરુષના આશ્રયે કાર્ય કરતાં રહેવાથી જીવ બળવાન થતો જાય છે, વીર્ય ખીલતું જાય છે અને તેનો ઉપયોગ કરી જીવ પોતાની શુધ્ધતા વધારતો જાય છે. પોતાનાં મન, વચન તથા કાયાને પોતાની ઇચ્છા પ્રમાણે અત્યાર સુધી સ્વચ્છેદે વર્તવા દેતો હતો, તેને સપુરુષની ૨૫૬ Page #278 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ આજ્ઞાએ વર્તાવવાનો નિર્ણય કરી સ્વચ્છંદને દબાવતો થાય છે. મળેલી સ્વતંત્રતાનો સદુપયોગ કરી, સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમનું અવલંબન લઈ, પોતાનાં મન, વચન તથા કાયાને તે શ્રી પુરુષનાં ચરણમાં સમર્પિત કરે છે. અને એકાંતે હિતકારી સપુરુષનાં દર્શાવેલા આચરણને સેવવા પ્રવૃત્ત થાય છે. જેમ પિતા વિના પુત્રની ઉત્પત્તિ થતી નથી, તેમ ભેદજ્ઞાન વિના સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેથી ભેદવિજ્ઞાન પામવા સપુરુષનો આશ્રય અતિ અતિ આવશ્યક છે. સપુરુષની સહાયથી ભેદવિજ્ઞાન પામ્યા પછી જીવ સંસારી પદાર્થોની આસક્તિનો આંતરબાહ્ય ત્યાગી થવા પુરુષાર્થ થાય છે, એટલે કે તે સંગત્યાગી થવા પ્રયત્ની થાય છે. સંગત્યાગી થઈ અંતર્મુખ થવાથી જીવને પોતાનાં સ્વરૂપની યથાર્થ પ્રતીતિ આવતી જાય છે. જીવની અશુદ્ધ રૂપની સ્થિતિ તથા શુદ્ધ સ્વરૂપની સ્થિતિ કેવી છે તેનાં રહસ્યો તેને જણાય છે. સાથે સાથે સત્પરુષનાં યોગ્ય માર્ગદર્શનને કારણે અશુદ્ધિને શુદ્ધિમાં કેમ ફેરવવી, પોતાની વિશુદ્ધિ કેવી રીતે વધારી શકાય તેની જાણકારી પણ તેનામાં યથાર્થતાએ વધતી જાય છે. આ દશા થઈ છઠ્ઠા ગુણસ્થાનની, જ્યાં માર્ગનાં ભેદરહસ્યો જીવ પામતો જાય છે. ચોથા ગુણસ્થાનથી શરૂ કરી છઠ્ઠા ગુણસ્થાન સુધીની જીવની દશા તે “સ્વરૂપ પ્રતીતિ” રૂપ છે. આ દશામાં જીવને પોતાનાં શુધ્ધ સ્વરૂપનો લક્ષ સ્પષ્ટતાએ આવે છે, એટલું જ નહિ એ સ્વરૂપમાં રહેવા તે વિશેષ વિશેષ પ્રયત્નવાન બને છે. આ છઠ્ઠા ગુણસ્થાનવર્તી જીવની દશા શ્રીમદ્ રાજચંદ્ર આત્મસિદ્ધિમાં આ પ્રમાણે વર્ણવી છે – વર્ત નિજ સ્વભાવનો, અનુભવ, લક્ષ, પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત. છઠ્ઠા ગુણસ્થાને જીવ આવે છે ત્યારે અંતરંગથી તે પોતાનો સ્વછંદ ત્યાગી, પોતાનાં મન, વચન તથા કાયાને શ્રી પ્રભુને સોંપે છે. આ સોંપણી કરતી વખતે પ્રભુ આજ્ઞાએ વર્તવાની તેની ભાવના ઘણી બળવાન હોય છે. એ સમયે મન, વચન તથા કાયાનો સ્વછંદ છૂટવાથી જીવને પોતાના આત્માની અનુભૂતિ બળવાનપણે વર્તતી ૨૫૭ Page #279 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ હોય છે. આ અનુભવમાં રહેવાનો તેનો પુરુષાર્થ રહેતો હોવાથી, નિજ સ્વભાવનો અનુભવ કરવો એ તેનું મુખ્ય કાર્ય બને છે. આત્માનુભવની મજા માણતાં માણતાં મુનિને, પૂર્વકર્મનો ઉદય વેદતી વખતે ઘણી વાર આત્માનુભવમાં સ્થિરતા રહી શકતી નથી. તેઓ અનુભવની બહાર નીકળી સંસારીભાવમાં સરી પડે છે, અને મુનિને સ્વરૂપની અનુભૂતિમાંથી શ્રુત કરે છે. એવા પ્રસંગે મુનિ કર્મની સામે હાર સ્વીકારતા નથી. તેઓ પ્રત્યેક પ્રવૃત્તિ કરતાં સ્વરૂપમાં ફરીથી સ્થિર થવાનું લક્ષ ચૂકતા નથી. આત્માને વધુ ને વધુ શુદ્ધ કરવાનું લક્ષ બળવાન કરી, સપુરુષનું અવલંબન લઈ, એ આત્માનુભવમાં ફરીથી એકાગ્ર થવા પુરુષાર્થી થાય છે. તેમ છતાં, જ્યારે પૂર્વકર્મનું અત્યંત બળવાનપણું હોય, કર્મનો અતિ ઉઝ ઉદય હોય ત્યારે સ્વરૂપસ્થિતિ સંભવતી નથી, એટલું જ નહિ પણ જીવનું સ્વરૂપમાં જવાનું લક્ષ પણ મંદ થઈ જાય છે, પ્રમાદ વેદવો પડે છે. આવી સ્થિતિમાં પણ એક શુધ્ધ આત્મસ્વરૂપમાં રહેવું એ જ કલ્યાણરૂપ છે, તેવી પ્રતીતિ મુનિના અંતરંગમાં નિરંતર વર્યા કરે છે. ગમે તેવાં બળવાન કર્મો પણ તેમને આ શ્રદ્ધાનથી લેશ પણ ચલિત કરી શકતાં નથી. શ્રી સત્પરુષનું અનન્ય શરણ મુનિને જે આજ્ઞાકવચ આપે છે તેના કારણે તેમની આત્મપ્રતીતિ વિલાતી નથી, કે ઝંખવાતી નથી. અંતરંગની આત્માની અચલિત પ્રતીતિ છઠ્ઠા ગુણસ્થાનવર્તી જીવને સતત રહેતી હોવાથી ક્રમે ક્રમે કર્મો નિર્બળ બનતાં જાય છે, આત્મા ત્વરિત ગતિથી પુરુષાર્થી થઈ પોતાનાં લક્ષને આંબી, ફરીથી આત્માનુભવમાં જવા સફળ થાય છે. જેનું સમકિત પરમાર્ગે વળ્યું હોય તે પરમાર્થીની વર્તન છે. પરમાર્થી એટલે જેનું જીવન માત્ર પરમની પ્રાપ્તિ અર્થે – ઉત્તમ માટે – માત્ર કલ્યાણાર્થે નિર્માયું છે; જેના જીવનમાંથી સંસારાર્થ – સંસારની અભિસા નીકળી ગયેલ છે, સ્વછંદ તૂટી ગયો છે તેવા છઠ્ઠા ગુણસ્થાનવર્તી જીવનું આ વર્ણન છે. જીવ સમ્યકત્વની પ્રાપ્તિ કરે છે ત્યારથી તેનો સ્વચ્છેદ દબાવા લાગે છે. પોતાની કલ્પનાએ ત્રણે યોગને પ્રવર્તાવતો જીવ સ્વછંદ ત્યાગી સગુરુ કે સત્પરુષની આજ્ઞાએ ૨૫૮ Page #280 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ વર્તતાં શીખતો જાય છે. જેમ જેમ તેમ કરવામાં તે સફળ થાય છે તેમ તેમ તેનો સ્વચ્છંદ નાશ પામી પરમાર્થ પ્રકાશિત થતો જાય છે. અને ત્રણે યોગ પ્રભુનાં શરણમાં સમર્પિત થાય ત્યારથી તેનું જીવન પરમાર્થમય બને છે. જીવનું સમકિત તેને નિજ સ્વભાવનાં અનુભવ, લક્ષ અને પ્રતીતિ સાથે જીવતાં શીખડાવે છે. જેને આત્માનુભવ થાય છે, ભેદવિજ્ઞાન થાય છે તે જીવ સંસારને નાટક માની રહે છે. સંસારમાં તેઓ એકરૂપ થતા નથી. ભેદવિજ્ઞાન થયા પ્રથમ અનેકાનેક સંસારી પદાર્થો તેને આકર્ષક અને પોતારૂપ લાગતાં હતાં, પરંતુ ભેદવિજ્ઞાનના પ્રભાવથી સંસારી પદાર્થોનું તેનું આકર્ષણ ક્રમથી ક્ષીણ થતું જાય છે. તેમની સાથેનું પૂર્વનું એકપણું ભિન્નપણામાં પરિણમે છે. અને આત્માનુભૂતિ માણતાં માણતાં તે જીવની એક કાળે એવી સ્થિતિ આવે છે કે સંસારી પદાર્થોનો ભોગવટો કે સંપર્ક તેને કેદ જેવો લાગે છે. આખો સંસાર કેદ સમાન અકળાવનારો તેને લાગે છે. સંસારની સર્વોત્કૃષ્ટ સંપત્તિ પણ તેને આકર્ષણનું નિમિત્ત થઈ શકતી નથી. ચક્રવર્તી તથા ઈન્દ્રની સર્વોત્તમ સંપત્તિ પણ તેને અનાકર્ષક ભાસે છે. અને પોતાના સ્વરૂપની ૨મણતા તેને ખૂબ જ આકર્ષક જણાય છે. પરિણામે તે જીવની એવી દશા પ્રવર્તે છે કે કોઈ પણ કાર્ય કરતાં, આહાર, વિહાર, નિહાર કરતાં, ઇન્દ્રિય તથા માનનો જય કરતાં, નિદ્રા, મૌન, શીલ, તપ, વ્રત, સંયમ, દાન, સ્તુતિ આદિ કોઈ પણ પ્રવૃત્તિ કરતાં આત્મસ્વરૂપની રમણતામાં રહેવું છે એવા ભાવ રહ્યા કરે છે. આ બધી ક્રિયા મારે કર્મવશાત્ કરવી પડે છે, પણ હું તેનાથી ૫૨ છું એ સ્મરણ તેને સતત વર્તતું હોય છે. આથી વિશેષતાએ કર્મ નિર્જરા કરી આત્મસ્મરણ ત્વરાથી વધે તેવી રીતે તેઓ રહે છે. આવો આત્માર્થી ગમે તે ધર્મ સાધનમાં પ્રવર્તતાં કે અન્ય સાધનમાં પ્રવર્તતી વખતે પણ એક આત્માર્થના લક્ષથી જ પ્રવર્તન કરે છે. ટૂંકાણમાં ‘સ્વરૂપ પ્રતીતિ'ને સમજવા માટે એમ કહી શકાય કે પૂર્વકાળમાં જીવનું વર્તન સંસારની શાતા મેળવવા અને તેમાં રાચવા માટે જ હતું. તે લક્ષથી છૂટી, તે જીવ આત્મલક્ષે જે કંઈ કર્માધીન ઉદયાધીન પ્રવૃત્તિ કરવી પડે તે કરે છે. પૂર્વે પ્રવર્તતાં રાગદ્વેષ, જેનું નામ પ્રવૃત્તિ છે તેનો તે નિરોધ કરે છે. રાગદ્વેષનો નિરોધ — ૨૫૯ Page #281 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ કરવો એ નિવૃત્તિ છે. આ નિવૃત્તિમાં વર્તનાર જીવ સ્વરૂપની શાંતિને માણે છે. અને સર્વ બાહ્ય પદાર્થોનો સમ્યપ્રકારે ત્યાગ સેવી રાગદ્વેષથી નિવૃત્ત થતો જાય છે. રાગ તથા દ્વેષ બાહ્ય પદાર્થોના સંબંધને કારણે થાય છે. તે બાહ્ય સંબંધનો ત્યાગ થવાથી જીવ રાગદ્વેષથી છૂટી સ્વરૂપમાં સ્થિર થાય છે. આ સ્વરૂપના પરિચયને કારણે ‘સ્વરૂપ પ્રતીતિ’ સતત રહી શકે એવી કક્ષાએ જવા તે પુરુષાથી થાય છે. અપ્રમત્ત સંયમ શ્રી સત્પરુષનો યોગ થવાથી, સંસારી પ્રવૃત્તિઓમાં જ રચ્યોપચ્યો અને એકાકાર રહેતો જીવ સાચી સમજણ મળવાને લીધે પોતાની વૃત્તિઓમાં ફેરફાર કરતાં શીખતો જાય છે. આપણે જોયું તેમ શાસ્તા પુરુષોનો સંપર્ક જીવનાં સુષુપ્ત ચેતનને જાગૃત કરે છે, પડતી વૃત્તિને સ્થિર રાખે છે, આત્માના અપૂર્વ સ્વભાવને પ્રાપ્ત કરવા પ્રેરણા આપે છે. આમ સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે શ્રી સત્પરુષનો ફાળો અનન્ય ગણી શકાય, એમની પુરુષાર્થની સક્રિયતા જીવને શિવ બનાવે છે. જેમ જેમ જીવ સપુરુષમાં પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતા વધારતો જાય છે તેમ તેમ તેને પોતાનાં આત્મસ્વરૂપનો પરિચય વધતો જાય છે. અને તેને આત્મસ્વભાવની અપૂર્વતા લક્ષગત થતી જાય છે. સાથે સાથે તેનામાં જેમ જેમ આત્માના ગુણો પ્રગટ થતાં જાય છે, તેમ તેમ આત્માને પૂર્ણ શુદ્ધ કરવાની તાલાવેલી પણ તેને વધતી જાય છે. આ કારણે તેને સંસારના પદાર્થો અજાણ્યા જેવા, સાવ પરના, ઉદાસીન જેવા, અરમણીય, અમોહકર અને રસરહિત સ્વાભાવિકપણે જ લાગે છે, અને જ્ઞાની પુરુષોનો તથા સપુરુષોનો સત્સંગ તેને જાણીતો, પોતાનો, પ્રીતિકર, સુંદર, આકર્ષનાર અને રસસ્વરૂપ લાગે છે. તેથી તેનો સંયમ વધારવાનો અને સત્સંગમાં રહેવાનો પુરુષાર્થ ખૂબ જોર કરવા લાગે છે. પરિણામે આવતાં કર્મોને રોકવાનો તેનો પુરુષાર્થ પ્રબળ બનતો જાય છે. કર્માશ્રવના જે જે દ્વારો છે તેને એક પછી એક ત્વરાથી બંધ કરવામાં જીવને સફળતા મળતી જાય છે. ક્યાંય પણ પ્રમાદ સેવ્યા વિના આશ્રવ દ્વારોને બંધ કરતાં જવાં તેનું નામ ‘અપ્રમત્ત સંયમ'. આ સંયમના આરાધન માટે “સંવર ભાવના” તથા “નિર્જરા ભાવના”નું અનુપ્રેક્ષણ જીવને ખૂબ ઉપકારી થાય છે. ૨૬૦ Page #282 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ સંવર ભાવના પુરુષાર્થ કરી કર્મના આશ્રવને રોકવો તે સંવર. આત્મપ્રદેશ પર જુદી જુદી રીતે જમાવ થતાં કર્મોને કેવી રીતે આવતાં અટકાવવા, તે માટે શું શું પુરુષાર્થ કર્તવ્ય છે તેની વિચારણા કરવી તે સંવર ભાવના. જીવની જેમ જેમ આત્માર્થે પ્રગતિ થતી જાય છે, તેમ તેમ તેને પાપને પ્રવેશ ક૨વાના સૂક્ષ્મથી સૂક્ષ્મ છિદ્રોની સમજણ મળતી જાય છે અને તે દ્વારેથી કર્મને આવતાં રોકી દેવા તે સંવર કરવાનો યોગ્ય પુરુષાર્થ છે. મુખ્યતાએ કર્મનો આશ્રવ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના કારણથી થતો હોય છે. એ આશ્રવને રોકવા સમ્યક્દર્શન, દેશવ્રત, મહાવ્રત, કષાય જય અને યોગનો અભાવ ઉપકારી થઈ સંવ૨ ક૨વામાં જીવને સાચો સાથ આપે છે. જીવ સમ્યક્દર્શન મેળવી મિથ્યાત્વને કારણે થતા આશ્રવને રોકી શકે છે. દેશવ્રતનું આરાધન કરી જીવ અવિરતિને કારણે થતા આશ્રવને ઘણો મંદ કરે છે, જેનાં ફળરૂપે તે જીવ મહાવ્રતનું આરાધન તથા પાલન કરી અવિરતિથી થતા આશ્રવને તોડી નાખે છે. મહાવ્રતનાં પાલનથી પ્રમાદનો જય કરવાની રીત તેને સમજાય છે. અને તેનામાં અપ્રમત્ત સંયમ આવતાં પ્રમાદને કારણે થતા આશ્રવનો સંવર શરૂ થાય છે. આ રીતે જીવ અપ્રમત્ત સંયમી બની આત્મપ્રદેશ પર ચીટકતાં ઘણાં ઘણાં કર્મોને રોકી આત્માને ક્ષપક શ્રેણિએ ચડવા તૈયાર કરતો જાય છે. ક્ષપક શ્રેણિમાં તે આત્મા કષાય જય કરી સર્વ ઘાતીકર્મોનો સંપૂર્ણ નાશ કરી સર્વજ્ઞપણું પ્રગટાવે છે. અને ત્યારથી એક યોગના કારણે જ માત્ર શાતાવેદનીય કર્મનો બંધ સ્વીકારે છે, અન્ય સર્વ કર્મને પ્રવેશવાનાં છિદ્રો બંધ થઈ જાય છે, અર્થાત્ કર્મની બાકીની ૧૫૭ પ્રકૃતિનો સંવર થઈ જાય છે. ચૌદમા ગુણસ્થાને આત્મા યોગને રુંધી છેલ્લા આશ્રવદ્વારનો પણ સંવર કરે છે, તથા અયોગી કેવળી બની આઠે કર્મથી મુક્ત થઈ, એક જ સમયમાં સિદ્ધભૂમિમાં સદાકાળ માટે સ્થાયી થઈ જાય છે. જીવને મિથ્યાત્વના અભાવની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે. ચોથા ગુણસ્થાનથી મિથ્યાત્વ ઉદયમાં ન રહેતાં સત્તાગત રહે છે અને જ્યારે મિથ્યાત્વનો ૨૬૧ Page #283 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સંપૂર્ણ નાશ થાય છે ત્યારે તે ક્ષાયિક સમકિતી બને છે. જીવ ક્ષાયિક સમકિત ચોથાથી સાતમા ગુણસ્થાન સુધીની કોઈ પણ દશાએ પામી શકે છે, ચોથા ગુણસ્થાનથી મિથ્યાત્વનો સંવર શરૂ થાય છે, અને ક્ષાયિક સમકિત પ્રગટતાં કર્માશ્રવનું એ દ્વાર બંધ થાય છે, અર્થાત્ તેનો પૂર્ણ સંવર થાય છે. અવિરતિનો અભાવ પાંચમા દેશવિરતિ નામના ગુણસ્થાનથી શરૂ થાય છે, અને સર્વવિરતિ નામક છઠ્ઠા ગુણસ્થાને જીવ પહોંચે છે ત્યારે તે આશ્રવ દ્વાર બંધ થઈ, સંવર પૂર્ણ થાય છે. સાતમા અપ્રમત્ત ગુણસ્થાને જીવને પ્રમાદનો જય થાય છે અર્થાત્ પ્રમાદનો સંવર શરૂ થાય છે, અને તે સંવર ક્ષપકશ્રેણિમાં વિશેષ વિશેષ સૂક્ષ્મ થઈ દશમાં ગુણસ્થાને પૂર્ણતા પામે છે. તે સાથે આઠમા અપૂર્વકરણ નામના ગુણસ્થાનથી ક્ષપકશ્રેણિનો કષાય જય શરૂ થાય છે, અને દશમાં સૂમ સંપાય નામના ગુણસ્થાને કષાયનું આશ્રવદ્વાર પૂર્ણતાએ બંધ થતાં, બારમા ક્ષીણમોહ ગુણસ્થાને આત્મા આવે છે, ત્યાં બાકીનાં ત્રણ ઘાતકર્મોનો ક્ષય કરી એ આત્મા કષાયથી છૂટી જાય છે. તે પછી ચૌદમા અયોગી કેવળી નામક ગુણસ્થાને આત્મા યોગને રુંધી, છેલ્લા આશ્રવ દ્વારનો પણ સંવર કરી સિદ્ધ થાય છે. આ પ્રકારે આત્માનો સંવર વધારવાનો ક્રમ પ્રત્યેક જીવ માટે શ્રી પ્રભુએ સમજાવ્યો છે. | મિથ્યાત્વનો રોધ કરવા માટે પુરુષનો બોધ, તથા સંસારનાં વાસ્તવિક સ્વરૂપની જાણકારી ખૂબ ઉપકારી થાય છે. અવિરતિ તથા પ્રમાદનો જય કરવા માટે સત્સંગ ઉપકારી છે; અને પુરુષની આજ્ઞાએ ચાલી પાંચ મહાવ્રતનું પાલન; ઇર્ષા, ભાષા, એષણા, આદાનનિક્ષેપણ તથા પ્રતિષ્ઠાપના એ પાંચ સમિતિ પાળવી; મન, વચન તથા કાયાની ત્રણ ગુપ્તિ ધારવી; આર્જવ, માર્દવ આદિ દસલક્ષણી ધર્મનું પાલન કરવું; અનિત્ય, અશરણ, અશુચિ, એકત્વ આદિ બાર ભાવનાઓનું અનુપ્રેક્ષણ કરવું; બાવીસ પ્રકારના પરિષહનો જય કરવો; ચાર પ્રકારના ઉપસર્ગને સમભાવથી સેવવા; સામાયિક આદિ પાંચ પ્રકારનાં ચારિત્રનું યથાર્થ પાલન કરવું એ સર્વ વિશેષતાએ સંવરનાં કારણો છે. પ્રમાદ છોડી યત્નાપૂર્વક પ્રવર્તવું તે સમિતિ, યોગનો નિરોધ કરવો તે ગુપ્તિ; દયા, ક્ષમાની પ્રધાનતા રાખવી તે ધર્મ, જીવાદિ તત્ત્વ તથા નિજસ્વરૂપનું ચિંતવન તે ૨૬૨ Page #284 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ અનુપ્રેક્ષા છે. રૌદ્ર, ભયાનક સુધાદિ પીડાને ઉપશમભાવવડે – વીતરાગભાવથી સહન કરવી તે પરિષહ જય છે, અને ઇરાદાપૂર્વક ભયાનક પીડા ઉપજાવનાર જીવો પ્રતિ ક્ષમાભાવથી વર્તવું તે ઉપસર્ગ જય છે. આત્મસ્વરૂપમાં રાગાદિ દોષરહિત ધર્મધ્યાન તથા શુક્લધ્યાનપૂર્વક લીન થવું તે ચારિત્ર છે. આ બધાનું પાલન કરવાથી કર્મને પ્રવેશ કરવાનાં છિદ્રો બંધ થતાં જાય છે, બંધ થઈ જાય છે, અને જીવ તેની સહાયથી અપ્રમત્ત સંયમી બને છે. સંવરભાવનાના આરાધનથી નવાં આવતાં કર્મોને રોકવા જીવ સમર્થ થતો જાય છે. નવાં આવતાં કર્મો રોકાય એટલે જીવને કર્મ ઉપર અડધો વિજય તો મળી જ જાય છે. પરંતુ પૂર્વકાળમાં જ્યારે જીવને અસંયમ હતો, આશ્રવ ઘણો બળવાન હતો, તેના લીધે જીવના આત્મપ્રદેશો ઉપર કર્મનો જમાવ એટલો ઘટ્ટ અને વિશાળ થઈ ગયો હોય છે કે સંગ્રહિત કર્મોથી નિવૃત્ત થવું જીવને માટે ખૂબ કઠણ થઈ જાય છે. બાંધેલાં શુભાશુભ અગણિત કર્મો જો જીવને એકસાથે ઉદયમાં આવે તો તે વખતે સ્થિરતાને જાળવવી જીવને માટે ખૂબ મુશ્કેલ બાબત બની જાય છે. એ ભોગવટો કરતાં કરતાં જીવથી નાની મોટી ભૂલો થઈ જ જાય છે અને જીવ નવાં કર્મોને આશ્રવી બેસે છે. આમ જૂનાં કર્મોથી છૂટવા જતાં નવાં કર્મો પ્રવેશી જાય છે. આવી કષ્ટકારી સ્થિતિથી બચવાના ઉપાય આપણને શ્રી પ્રભુએ જણાવ્યો છે, અને તેનું પાલન કેમ કરવું તેની જાણકારી આપણને શ્રી સત્પરુષ પાસેથી મળતી જાય છે. તે છે નિર્જરાભાવનાનું સેવન. નિર્જરા ભાવના બાંધેલાં કર્મોને નિવૃત્ત કરવાં તેનું નામ નિર્જરા છે. જીવને કર્મની નિર્જરા બે પ્રકારે થાય છે: સવિપાક અને અવિપાક, બાંધેલાં કર્મોનો અબાધાકાળ પૂરો થવાથી, વિપાક પામી કર્મ ઉદયમાં આવે, તે ભોગવાઈને ખરી જાય તે સવિપાક નિર્જરા છે. તેમાં જીવ કર્મનો રસ ભોગવી, તેની સાથે જોડાઈને કર્મ ખેરવે છે. અહીં કર્મના રસ સાથે જીવનું જોડાણ થતું હોવાથી નવાં કર્મો ઊભા થાય છે. આ પ્રકારની નિર્જરા સઘળા ૨૬૩ Page #285 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જીવોને થયા જ કરે છે, અને ઇરાદાપૂર્વક કર્મની ઉદ્દીરણા કરી, પરિપક્વ થયા પહેલાં જ કર્મને ખેંચીને ભોગવી લેવાં, અર્થાત્ અપૂર્ણ સ્થિતિએ કર્મને પરિપક્વ બનાવી, ભોગવીને ખેરવી નાખવાં તે અવિપાક નિર્જરા છે. આવી અવિપાક નિર્જરા વ્રતધારીને થાય છે. સાધકને જેમ જેમ ઉપશમભાવ તથા તપની વૃદ્ધિ થાય છે તેમ તેમ નિર્જરાની પણ વૃદ્ધિ થતી જાય છે, અને તેમાંય ધર્મધ્યાન તથા શુક્લધ્યાનના આરાધનથી તેથી પણ વિશેષ નિર્જરા થાય છે. સાધક બાર પ્રકારે તપ આચરી શકે છે તેમાં છ બાહ્યતપ છે, અને છ આંતરતપ છે. અનશન, ઉણોદરી, રસ પરિત્યાગ, વૃત્તિસંક્ષેપ, કાયક્લેશ અને સંલીનતા એ છ બાહ્યતપ છે, ત્યારે પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ અને ધ્યાન એ છ આંતરતપ છે. આ બધામાં પ્રાયશ્ચિત તથા ધ્યાનના સેવનથી વિશેષ નિર્જરા થઈ શકે છે. જે જે ભૂલો કરીને જીવે ભૂતકાળમાં કર્મનો જમાવ કર્યો હતો, તે તે ભૂલો માટે પશ્ચાત્તાપી થઈ પ્રાયશ્ચિત લઈને, તેમ કરવામાં અંતરંગથી દુઃખનું વેદન કરીને જીવ કેટલેક અંશે ભાવિનું કર્મ વર્તમાનમાં ભોગવી લે છે, અને તેટલા પ્રમાણમાં એ કર્મની નિર્જરા કરી, તેનાં ચડતાં વ્યાજથી બચી જાય છે. આમ ભૂલનો પરિપાક થઈ કર્મનો ઉદય આવે ત્યારે તે અશાતા વેદતાં વેદતાં જીવ કરેલી ભૂલની હ્રદયથી ક્ષમા માગી, પશ્ચાત્તાપ કરી પ્રાયશ્ચિત સ્વીકારતો જાય તો સવિપાક નિર્જરા સાથે સાથે અવિપાક નિર્જરા પણ કરી શકે છે, અને એ પ્રકારે તે કર્મની નિર્જરાની ઝડપ અસંખ્યગણી પણ કરી શકે છે. આ ઉપરાંત, જીવને ક્ષમા માગતી વખતે હ્રદયમાં પશ્ચાત્તાપ વહેતો હોવાથી નવાં કર્મબંધનાં કારણો પણ શિથિલ થઈ જાય છે. પરિણામે નવાં કર્મોનો આશ્રવ પણ એ સમયે અસંખ્યાતમા ભાગનો પણ થઈ શકે છે. એક કવિએ કહ્યું છે કે - ૨૬૪ - “હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે, રાજ્યોથી કે જુલમવતી કે દંડથી ના બને જે, તે પસ્તાવો સહજ વહતાં કાર્ય સાધી શકે છે.” Page #286 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ આ રીતે નિર્જરાને અસંખ્યાતગણી અને આશ્રવને અસંખ્યાતમા ભાગનો કરવા માટે પશ્ચાત્તાપ આદિ આંતરતા ખૂબ જ મહત્ત્વનો ફાળો આપે છે. સર્વ પ્રકારનાં આંતરડામાં સૌથી વિશેષ અગત્યનું આંતરતપ છે ધ્યાન. ધ્યાનથી સર્વોત્તમ નિર્જરા થાય છે. પરંતુ ધ્યાનની સ્થિર અવસ્થાએ પહોંચવા માટે પ્રથમના પાંચ આંતરતા ખૂબ ઉપકારી થાય છે. શ્રી પ્રભુએ ધ્યાનથી થતી નિર્જરાની માત્રા સુંદર રીતે સમજાવી છે. પ્રથમ ઉપશમ સમ્યત્વની ઉત્પત્તિ વખતે, અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ ત્રણ કરણવતી વિશુધ્ધ પરિણામ સહિત મિથ્યાષ્ટિને જે નિર્જરા થાય છે, તેનાથી અસંખ્યગણી નિર્જરા અસંયત સમ્યક્દષ્ટિને થાય છે. અસંયત સમ્યક્દૃષ્ટિ કરતાં દેશવ્રતી શ્રાવકને અસંખ્યગણી નિર્જરા થાય છે, મહાવતી મુનિને દેશવતી શ્રાવક કરતાં અસંખ્યગણી નિર્જરા થતી હોય છે. મહાવ્રતી મુનિ કરતાં અનંતાનુબંધી કષાયનું વિસંયોજન કરવાવાળાને અસંખ્યાતગણી નિર્જરા થાય છે. તેના કરતા દર્શનમોહનો ક્ષય કરવાવાળાને અસંખ્યાતગણી નિર્જરા થાય છે. દર્શનમોહનો ક્ષય કરવાવાળા કરતાં અસંખ્યાતગણી નિર્જરા ઉપશમશ્રેણિવાળા ત્રણ ગુણસ્થાનવર્તાને થાય છે. તેનાથી અસંખ્યાતગણી નિર્જરા અગ્યારમા ઉપશાંતમોહ ગુણસ્થાનવાળાને થાય છે. ક્ષપકશ્રેણિના પહેલા ત્રણ ગુણસ્થાને અગ્યારમાં ઉપશાંતમોહ ગુણસ્થાન કરતાં અસંખ્યગણી નિર્જરા થાય છે. બારમા ક્ષીણમોલ ગુણસ્થાને તેનાં કરતાં પણ અસંખ્યગણી નિર્જરા થાય છે. સયોગી કેવળીને તેનાથી પણ અસંખ્યાતગણી નિર્જરા થાય છે, અને અયોગી કેવળીને સયોગી કેવળી કરતાં પણ અસંખ્યાતગણી નિર્જરા થાય છે. આ પ્રમાણે અસંખ્યાતગણી થતી નિર્જરાને ગુણશ્રેણિ નિર્જરા પણ કહેવામાં આવે છે. ગુણશ્રેણિ નિર્જરા થતી ન હોય તેવા સમયે પણ અશુભના ઉદયમાં જીવ જો ઉપશમભાવ જાળવે તો પણ તેને વિપુલ નિર્જરા કરવાનો લાભ મળે છે. દુર્વચન સહન કરવાં, અનાદરને શાંતભાવથી સહન કરવો, ઉપસર્ગનો જય કરવો, અને એ સર્વ રીતે કષાય જય કરવાથી વિપુલ તથા વિસ્તરીત નિર્જરા જીવને થાય છે. શરીરનાં મોહ મમત્વનો ત્યાગ કરી, પોતાનાં સ્વરૂપમાં તત્પર બની, પોતે કરેલાં દુષ્કતોની ૨૬૫ Page #287 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જીવ નિંદા કરે, ગુણવાન પુરુષોનો પ્રત્યક્ષ કે પરોક્ષ ઘણો આદર કરે, ઇન્દ્રિય અને મનને વશમાં રાખે તેને ઘણી ઘણી નિર્જરા થાય છે. આમ સન્દુરુષનો આશ્રય કરી, સમર્થ થઇ જીવ પૂર્વસંચિત કર્મોની તપ સંયમથી ઘણી નિર્જરા કરી શકે છે. આ રીતે સંવર તથા નિર્જરા ભાવનાને યથાર્થ રીતે સમજી, જીવ તેનું આરાધન કરે છે ત્યારે તે ધર્મ તથા શુક્લધ્યાન સારી રીતે આરાધી શકે છે, અને સાથે સાથે તે સવિપાક તથા અવિપાક નિર્જરા પણ અસંખ્યગણી કરી શકે છે. નિર્જરા વધારવા માટે જેમ પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત ખૂબ ઉપકારી છે, તેમ ઉપશાંતભાવ નિર્જરા તથા સંવર બંને માટે એટલાં જ ઉપકારી છે. ઉપશાંત ભાવ કરવા માટે તથા પ્રમાદનો જય કરવા માટે ધ્યાન ખૂબ ઉપકારી છે. અને ધ્યાનમાં એકાગ્ર થવા માટે આત્મગુણના રટણરૂપ મંત્રસ્મરણ ઉપકારી છે. ભેદવિજ્ઞાનની જેમ જેમ વર્ધમાનતા થતી જાય છે તેમ તેમ આશ્રવ તૂટતો જાય છે, અને સંવર તથા નિર્જરા વધતાં જાય છે. આથી જેમ જેમ ધ્યાનમાં જવાની, નિમગ્ન થવાની જીવની શક્તિ વધતી જાય છે, તેમ તેમ પ્રાર્થના તથા ક્ષમાપના કરવાની જીવની જરૂરિયાત પણ ઓછી થતી જાય છે. જીવ જેમ જેમ ગુણો વધારી ગુણસ્થાન ચડતો જાય છે, તેમ તેમ તેની ભૂલોનું પ્રમાણ ઓછું થતું જાય છે, સાથે સાથે કર્મનો થયેલો જમાવ પણ અલ્પ થતો જાય છે, તેથી તેને માટે પ્રાર્થના તથા ક્ષમાપના અનિવાર્ય ન રહેતાં, મંત્રસ્મરણની જરૂરિયાત સ્વરૂપલીનતાની પ્રાપ્તિ વધારવા, વધતી જાય છે. અને સ્વરૂપનાં ધ્યાનમાં અનંતગમે શેષ રહેલાં કર્મો બળીને ભસ્મ થતાં જાય છે. જીવ અપ્રમાદી બની સંવર ભાવનાની આરાધના કરે છે, ત્યારે તે સાધક પુરુષ થવાની પાત્રતા પામે છે. સપુરુષ થયા પછી જીવને આત્માના અપૂર્વ સ્વભાવનો પરિચય રહ્યા કરે છે, અને તેની અન્ય જીવોને યોગ્ય રીતે સહાય કરવાની પાત્રતા ખીલતી જાય છે. પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણનાં આરાધન દ્વારા સમ્યકજ્ઞાન, દર્શન તથા ચારિત્રનું આરાધન થાય છે, અને એ આરાધનના પ્રભાવથી સૂક્ષ્મ વિભાવથી પણ છૂટી, સ્વભાવમાં મુખ્યતાએ એકાકાર થાય છે. તે વખતે વિભાવ અતિ સૂક્ષ્મરૂપ ધારણ કરે છે અને તે જીવનાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની એકતા થાય છે, ૨૬૬ Page #288 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ સ્વચ્છંદનો મહદ્ મહદ્ અંશે ક્ષય થાય છે. જ્ઞાનથી જે જાણ્યું હતું, દર્શનથી જે જોયું હતું, તેના જ અનુભવમાં આત્મા સ્થિર થઈ જાય છે. એટલે જીવનાં જ્ઞાન, દર્શન તથા ચારિત્ર વચ્ચેની ભેદરેખા આત્માનુભવ કરતી વખતે ભૂંસાઈ જાય છે. અને આ દશા જીવને સર્વ જીવનું કલ્યાણ કરી શકવાની ક્ષમતા સુધી પહોંચાડે છે. તે આત્મા સત્પુરુષ થઈ, અપૂર્વ આરાધન કરી, અપૂર્વ સ્વભાવને પ્રગટ કરવા માટે અન્ય જીવોને પ્રેરણાદાતા બનતો જાય છે. પોતે જે માર્ગે વિકાસ કર્યો છે, તે માર્ગનું તેને એવું સ્પષ્ટ જાણપણું આવે છે કે તેઓ અન્ય જીવોને ઉત્તમતાએ માર્ગદર્શન આપી શકે છે. માર્ગનાં ભેદરહસ્યોની જાણકારી તેને સત્પુરુષ પાસેથી મળે છે. તેના આધારે પોતાના ગુણોને ખીલવે છે, અને પોતે સત્પુરુષરૂપ થઈ ગુણોને આત્મસાત્ કરી, માત્ર નિષ્કારણ કરુણાથી અન્ય જીવોને સહજતાએ સહાયરૂપ થાય છે. આવો નિર્વ્યાજપણે નિષ્કારણ કરુણા ક૨વાનો જીવનો ખીલતો સ્વભાવ તે તેના સ્વભાવની અપૂર્વતાનું અપૂર્વપણું છે. આવું અપૂર્વપણું જીવમાં સાતમા ગુણસ્થાન સુધી વિકાસ કર્યા પછી પ્રગટ થાય છે. સાતમા ગુણસ્થાને અપ્રમત્ત સંયમ હોય છે. તે વખતે જીવનો એવો પુરુષાર્થ હોય છે કે તેનામાં પ્રમાદ રહેતો નથી. વિકલ્પ કે વિચારનું અસ્તિત્વ એ પ્રમાદ છે, અને સ્વરૂપસ્થિરતા એ અપ્રમાદ છે. સંકલ્પ, વિકલ્પ અને વિચાર રહિત સ્થિતિમાં, આત્માને સ્વરૂપમાં નિમગ્ન રાખવો એ અપ્રમત્ત દશા છે. સાતમા ગુણસ્થાને જીવની એવી સ્થિતિ હોય છે કે સામાન્ય જીવની અપેક્ષાએ અને ધર્મધ્યાનની અપેક્ષાએ સંકલ્પ વિકલ્પ હોતા નથી, મુખ્યતાએ નિર્વિચારપણું પણ રહે છે, પરંતુ શ્રી કેવળીપ્રભુની અપેક્ષાએ સંકલ્પ વિકલ્પ તો હોતા નથી, પરંતુ સૂક્ષ્મતાએ સવિચા૨૫ણું રહેતું હોય છે. જ્યાં સુધી જીવ ઘાતી કર્મોથી પૂર્ણતાએ છૂટે નહિ ત્યાં સુધી આવી નિર્વિકલ્પ સ્થિતિમાં જીવ અંતર્મુહૂર્તથી વધારે કાળ માટે રહી શકતો નથી, એથી નાના કાળ માટે આવી સ્વરૂપ નિમગ્નતા માણે છે, અને કોઈને કોઈ પ્રકારના મોહનો ઉદય આવતાં તે વિકલ્પમાં સરી પડે છે. એ વખતે જે અતિસૂક્ષ્મ વિચારો વર્તે છે, તે બળવાન શુભ પ્રકારના જ હોય છે, તેથી તે વખતે જીવને શુભ કર્મોનો આશ્રવ થાય છે. અશુભ કર્મોનો આશ્રવ નહિવત્ સંજ્વલન કષાય પૂરતો મર્યાદિત જ હોય છે. મોહનીયનો ૨૬૭ Page #289 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ઉદય આવતાં જીવ સાતમા ગુણસ્થાનથી શ્રુત થઈ છઠ્ઠા પ્રમત્ત સંયત ગુણસ્થાને આવે છે. જ્યાં સુધી જીવ અવિકલ્પ રહે છે ત્યાં સુધી તે શુક્લધ્યાનનો અનુભવ કરે છે; એમ કહી શકાય. તેમાંથી નીકળી સવિકલ્પ દશા આવતાં જીવ ધર્મધ્યાનમાં પ્રવર્તે છે, જો તે શુભ કલ્યાણભાવમાં પ્રવર્તતો હોય તો. અને જો તે જીવ વિશેષ પ્રમાદી થઈ સંસારીભાવમાં સરી પડે તો તે આર્તધ્યાન કરતો થઈ જાય છે. આ સ્થિતિમાં ન જવું પડે તેની સાવચેતી જીવે રાખવી ઘટે છે, કારણ કે આત્મદશામાં આગળ વધ્યા પછી જે કંઈ દોષ જીવથી કરવામાં આવે છે તેનો મોટો દંડ તેણે ભોગવવો પડે છે. માટે અપ્રમત્તસંયમ સુધી પહોંચેલા જીવે સતત એ લક્ષ રાખવો ઘટે કે આર્ત કે રૌદ્ર પરિણામ તેને થાય જ નહિ. માત્ર ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં જ રહેવાનું બને એવા પરિણામ તે જીવ સેવે તે યોગ્ય છે. મોટે ભાગે આવા જીવો અપ્રમત્ત સંયમથી છૂટી પ્રમત્ત દશામાં આવે તો પણ તે ફરીથી અપ્રમત્તદશા મેળવવા પુરુષાર્થી રહે છે. તેથી તેઓ જે જે સાધનોની સહાયથી નિર્વિકલ્પ થઈ શકે તેની સહાય લઈ, વારંવાર અપ્રમત્ત દશા માણવાનો પુરુષાર્થ કર્યા જ કરે છે. આવો સપુરુષાર્થ કરવા માટે તેને સૌથી વિશેષ સહાય શ્રી સત્પરુષ તરફથી જ મળે છે. સપુરુષને નિર્વિકલ્પ દશાનો ઘણો અનુભવ હોય છે, તેમને જે સંસારથી અલિપ્તપણું વેદાય છે તે તેમનાં વચનામૃત, મુદ્રા અને સમાગમમાં ટપકતું રહે છે, અને બીજી બાજુ સાધક પોતે પણ આ દશાના અનુભવી થવાથી, શુદ્ધાત્મા થવાનો અભિલાષી બની સપુરુષ સાથે ઐક્ય અનુભવતો હોવાથી પોતાની સમજણને બરાબર વિશદ કરી શકે છે, સાથે સાથે નિર્વિકલ્પ દશાના વારંવારના અનુભવ માટે પ્રયત્ની રહ્યા કરે છે. શ્રી પુરુષનાં સાનિધ્યનાં કારણે આ પ્રકારનું આચરણ તેને સહજ થતું જાય છે. અર્થાત્ સાધક જીવ ધર્મધ્યાન તથા શુક્લધ્યાનની વચ્ચે રમતો રહી, રત્નત્રયની આરાધનાનું ઉત્તમપણું મેળવતો જાય છે. પરિણામે તે સાધક પોતાના અપૂર્વ આત્મ સ્વભાવને પ્રગટ કરવા ઉપરાંત બીજા સાધક જીવોને પણ આત્માના અપૂર્વ સ્વભાવની પ્રતીતિ આપવામાં સહાયક થતો જાય છે. આમ અન્યને તેમના સ્વભાવની અપૂર્વતા ચરિતાર્થ કરવા માટે પણ પ્રેરણારૂપ બને છે. ૨૬૮ Page #290 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ શુક્લધ્યાનથી છૂટી તે સાધક જીવ ધર્મધ્યાનમાં સ્થિર થાય છે ત્યારે તે અન્ય સાધક જીવોનાં કલ્યાણની પ્રવૃત્તિમાં મગ્ન બને છે. તેમ કરતાં તેમણે પોતાના સ્વભાવની અપૂર્વતા ઘણા અંશે પ્રગટ કરી હોવાથી બીજા સુપાત્ર સાધકોને માટે તે આદર્શરૂપ અને ઉપકારી નીવડે છે. આમ પૂરોગામી સપુરુષો પાસેથી ઋણ લઈ, પોતે સત્પરુષ બની, અન્ય અનુગામીને આત્મવિકાસ કરવામાં સહાયક બની, રહેલા ઋણથી મુક્ત થવાનો ભવ્ય પુરુષાર્થ તે સાધક શરૂ કરે છે. આ રીતે પૂરોગામી પાસેથી ઋણનો સ્વીકાર કરવો, તે ઋણનો ઉપયોગ કરી આત્મવિકાસ સાધવો, અને પાત્ર થતાંની સાથે લીધેલા ઋણથી મુક્ત થવા અનુગામીને સહાય કરી ઋણ આપવું, આવો ક્રમ સત્કર્મમાં ચાલ્યા કરે છે. અને આ રીતે કલ્યાણચક્રનું નિર્માણ થાય છે. જે પુરુષ પૂર્ણ થઈ સિદ્ધ થાય છે તે આ કલ્યાણચક્રની બહાર નીકળે છે, અને તેની જગ્યાએ નવા સપુરુષ ઉમેરાઇ કલ્યાણકાર્ય ચાલુ રાખે છે. શ્રી સત્પષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમનો આધાર લઈ જીવ પોતાનાં સુષુપ્ત ચેતનને જાગૃત કરી સમ્યક્દર્શન મેળવે છે. વિશેષતાએ વિશુદ્ધિ અને વિકાસ કરવા તે જીવ પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણની સહાય લઈ સમ્યકજ્ઞાન, દર્શન તથા ચારિત્રનું આરાધન કરે છે. આ આરાધનનાં ફળરૂપે શ્રી સત્પરુષની સહાયથી તે જીવને પોતાનાં આત્માના સ્વભાવનું અપૂર્વપણું જાણવામાં આવે છે. તે જાણકારી આવતાં અપૂર્વ સ્વભાવનું પ્રગટીકરણ કરવા માટે તે જીવ પ્રવૃત્ત થાય છે અને સમ્યકુપ્રકારની રત્નત્રયની આરાધના તેને પુરુષની મંગલમય કક્ષા સુધી લઈ જાય છે. આ વખતે એક બાજુ વિશેષ શુદ્ધ થવાની તેની સાધના ચાલે છે અને બીજી બાજુ તે અન્ય પાત્ર જીવોના સુષુપ્ત ચેતનને જાગૃત કરવાનું, પડતી વૃત્તિને સ્થિર રાખવાનું, અપૂર્વ સ્વભાવને પ્રગટ કરવાની પ્રેરણા કરવાનું કાર્ય કરતો રહી, પૂર્વે સ્વીકારેલા સત્પરુષનાં ઋણની ચૂકવણી કરવાનું કાર્ય પણ કરતો જાય છે. આ નિઃસ્વાર્થ અને નિર્ચાજ પ્રવૃત્તિ કરવાથી જે પુણ્ય જન્મે છે તે પુણ્ય પુરુષને શુક્લધ્યાનના અંતમુહૂર્તના અનુભવીમાંથી સર્વકાળના અનુભવી બનાવે છે. સર્વજ્ઞ થઈ એ આત્મા જ્યારે સિદ્ધ થાય છે ત્યારે તે કેવળીપ્રભુ આ કલ્યાણચક્રની બહાર નીકળી જાય છે, ૨૬૯ Page #291 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અને તેની જગ્યાએ અન્ય પુરુષ કલ્યાણચક્રમાં પ્રવેશી તેની ગતિ ચલાવવામાં ભળે છે. પૂર્વના સપુરુષો પૂર્ણ થઈ સિધ્ધ થતી વખતે કલ્યાણચક્રની બહાર જાય છે, અને નવા સાધક સત્પરુષો આ કલ્યાણચક્રમાં ભળી તેનું સંચાલન કરવા પ્રવૃત્ત થાય છે. આમ સન્દુરુષો દ્વારા સતત કલ્યાણકાર્ય ચાલ્યા જ કરે છે. આ રીતે કલ્યાણકાર્ય સતત ચાલુ રાખવું તે આત્માનો વિશિષ્ટ અપૂર્વ આત્મસ્વભાવ છે. પૂર્ણ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત જીવ સાધના કરતાં કરતાં અપ્રમત્ત સંયમી બને છે ત્યારે તે કર્મબંધના ત્રણ કારણો મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદથી છૂટી ગયો હોય છે. તે પ્રમાદરહિત સંયમ કેળવી, સપુરુષમાં પોતાનું એકપણું અનુભવી બાકી રહેલાં કર્મબંધના બે કારણો કષાય તથા યોગથી મુક્ત થવાની પ્રવૃત્તિ શરૂ કરે છે. તે માટે તે સ્વરૂપસ્મરણનો સહારો વધારે સ્વીકારે છે. પ્રભુ સાથેની એકતા થોડા કાળ માટે તે માણે છે, તે એકતા સર્વકાળમાં પલટાય તે માટેનો પુરુષાર્થ વધારવા ઇચ્છે છે. એટલે કે થોડા કાળનું તેને અનુભવાતું નિર્વિકલ્પપણું વધતું જાય, તેની પૂર્ણતા થાય અને ફરીથી સવિકલ્પ થવું જ ન પડે એવી દશાની પ્રાપ્તિ માટે ઝંખતો થાય છે. જેના અનુસંધાનમાં તે પૂર્ણતાએ નિર્વિચાર થઈ જાય છે. પૂર્ણ નિર્વિકલ્પપણું એ આત્માનો અભૂતપૂર્વ સ્વભાવ છે. અનાદિકાળથી સવિકલ્પપણાને ભજતો આત્મા જ્યારે નિર્વિકલ્પપણાની અભુતતા માણે છે ત્યારે તેને સદાકાળ એ રૂપે રહેવાની તાલાવેલી લાગે છે, પણ કર્મના પ્રભાવથી તે જીવ અવિકલ્પમાંથી સવિકલ્પ થઈ જાય છે, ફરીથી પુરુષાર્થ કરી નિર્વિકલ્પ થાય છે, અને પાછો સવિકલ્પ બને છે. પણ નિર્વિકલ્પતાના અનુભવની એક ખાસિયતનો તેને અનુભવ થાય છે. તે જીવ જેટલા કાળ માટે નિર્વિકલ્પપણું અનુભવે છે, તે કાળના પછીના સમયમાં કોઈ પણ અન્ય-નિર્વિકલ્પપણાના અનુભવમાં ઘટાડો થતો નથી. ઉદા. ત. એક જીવ જો ત્રણ મિનિટ માટે નિર્વિકલ્પ થયો હોય તો તે જીવ જ્યારે બીજી વખત નિર્વિકલ્પ થાય ત્યારે તેનો સમય ત્રણ મિનિટથી જરા પણ ૨૭) Page #292 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ ઓછો હોતો નથી. બીજી વખત નિર્વિકલ્પતામાં જતી વખતે જો તેની તાલાવેલી વધારે હોય અને પુરુષાર્થ પણ વિશેષ હોય તો તેના નિર્વિકલ્પતાના કાળમાં વધારો થાય છે, અથવા તો તે જીવ નાના કાળે પોતાનું નિર્વિકલ્પપણું અનુભવી શકે છે. અને જો તેના પુરુષાર્થમાં મંદતા હોય તો તે લાંબા ગાળા પછી શુક્લધ્યાનમાં જાય છે, પરંતુ શુક્લધ્યાનનો સમય ક્યારેય ઘટતો નથી. શુક્લધ્યાન એટલે આત્માની નિર્વિકલ્પ અવસ્થા. શુક્લધ્યાનની આ ખાસિયત એ પણ આત્માનો અપૂર્વ સ્વભાવ છે. એક વખત ઉત્તમની પ્રાપ્તિ કર્યા પછી તેમાં હાનિ ન થવા દેવી એ શુદ્ધિ તરફ જતા આત્માનું લક્ષણ દેખાય છે. આ નિર્વિકલ્પપણું ઉત્કૃષ્ટતાએ પહોંચી પૂર્ણતા પામી, આત્માને નિર્વિચારી બનાવે છે. પૂર્ણ નિર્વિકલ્પપણાની સમાધિ પ્રગટયા પછી તે સમાધિ અનંતાનંતકાળ માટે ટકી રહે છે. જે સ્થિતિ અનાદિકાળથી પ્રાપ્ત થઈ ન હતી, તે પ્રાપ્ત કરી અનંતકાળ માટે તેને ટકાવી રાખવી એ કલ્પી ન શકાય તેવી જીવની સિદ્ધિ છે. જે આત્માના સ્વભાવનું અપૂર્વપણું છે. આ સિદ્ધિ મેળવવામાં શ્રી સત્પષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ સહુથી વિશેષ ઉપકારી છે. જે કક્ષાએ તે જીવ પહોંચ્યો છે, તે કક્ષાએ તેને સપુરુષ સાથે અભિનપણું વેદાય છે, અને આવું અભિન્નપણે વધારવા તે મથતો રહે છે. કોઈ પણ જીવ, જેણે ઘાતકર્મોનો સંપૂર્ણ ઘાત કરવો હોય તેણે આવી ઉત્તમ કક્ષાએ બિરાજતા સપુરુષનો આશ્રય કરવો અનિવાર્ય છે. તેમની આજ્ઞા વિના સ્વચ્છંદનો પૂર્ણતાએ રોધ થઈ શકતો ન હોવાથી, આજ્ઞા મેળવવા માટે પૂર્ણ શુધ્ધ થયેલા આત્માના શરણમાં રહેવું જરૂરી બને છે. આ કારણે ઉત્તમ સપુરુષ એ પૂર્ણ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત છે. પુરુષનાં આવા અનન્ય શરણને મેળવવા માટે એકત્વ અને લોકસ્વરૂપ ભાવના ખૂબ મદદરૂપ થાય છે. એકત્વ ભાવના સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં જીવ પરપદાર્થમાં ઘણી ઘણી રીતે પોતાપણું અનુભવે છે. જે દેહમાં વસે છે તે મારો છે, કુટુંબ, દાસ, અનુચર, મિત્ર, ધન, ૨૭૧ Page #293 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ વૈભવ આદિ મારાં છે, આવી લાગણી તે સતત વેદતો રહે છે. આ પોતાપણાના રાગને જ્યાં સુધી પોષણ મળે છે ત્યાં સુધી તે ખુશ રહે છે, પણ જ્યારે તેમાં કોઈ તરફથી વિઘ્ન આવે છે ત્યારે તે જીવ માટે કષાયી થઈ જાય છે. અને તે જીવને જ પોતાને કષ્ટ આપનાર કારણ માની તેની સાથે વેરવૃત્તિ સેવે છે. આમ અન્ય જીવ તથા પુદ્ગલોમાં પોતાપણું ભાવી રાગદ્વેષ વેદી કર્માશ્રવ કરતો જ રહે છે. પરંતુ સત્પુરુષના આશ્રયમાં આવ્યા પછીથી તેને સાચી સમજ આવવા લાગે છે. આપણે જોયું તેમ અનિત્ય, અશરણ અને અશ્િચ ભાવનાના અનુપ્રેક્ષણથી જીવનું સુષુપ્ત ચેતન જાગૃત થાય છે; અન્યત્વ અને સંસાર ભાવનાની મદદથી તેની વૃત્તિઓ શિથિલ બનતી અટકે છે, અને થતું પતન નિવારી શકાય છે; બોદુર્લભ તથા ધર્મદુર્લભ ભાવનાના સથવારાથી તેને સત્પુરુષનું નિર્દોષપણું પ્રત્યક્ષ થાય છે, અને તેઓ જ આત્માના અપૂર્વ સ્વભાવની જાણકારી આપનાર તથા એ સ્વભાવને પ્રગટ કરવામાં મુખ્ય નિમિત્ત કારણ છે, સ્વસ્વભાવના પ્રેરણાદાતા છે એવી પ્રતીતિ આવતી જાય છે. સત્પુરુષની નિષ્કારણ કરુણાનો જીવને આ રીતે પરિચય થાય છે, અને પોતાના પ્રારંભિક પુરુષાર્થરૂપે જીવ સ્વસ્વરૂપને પ્રગટ કરવા આશ્રવ ભાવનાનો ઉપયોગ કરી કર્માશ્રવ તોડવા મહેનત શરૂ કરે છે. પ્રગટવા લાગેલા સ્વસ્વરૂપને વિશેષતાએ શુધ્ધ કરવા જીવ સંવરભાવનાનું આરાધન અપ્રમત્તસંયમી બનીને કરે છે; સાથે સાથે એ અપ્રમત્તસંયમને ટકાવી રાખવા શીઘ્રતાએ કર્મોની નિર્જરા કરવા માટે નિર્જરાભાવનાની પકડ ખૂબ મજબૂતાઈથી કરે છે. આ બધી ભાવનાના આશ્રયથી સાધક સત્પુરુષની અવસ્થા સુધી પહોંચી જાય છે. પણ તેને પોતાનું જે પૂર્ણ શુધ્ધ સ્વરૂપ પ્રગટાવવું છે, સર્વથી ભિન્નપણું મેળવવું છે, તેને માટે ક્ષપક શ્રેણિએ ચડવા માટેનો છેલ્લો પુરુષાર્થ આદરવા એકત્વ ભાવના તથા લોકસ્વરૂપ ભાવનાનું અનુપ્રેક્ષણ ખૂબ ઉપકારી છે. એકત્વભાવના ભાવવાથી સંસારી પદાર્થોમાં જે સરાગ અવસ્થા છે તે તોડવાનો અવકાશ મળે છે. જીવ એકલો જન્મે છે, એકલો મરે છે, એકલો વૃધ્ધ થાય છે, તે બાળક થાય છે, યુવાન થાય છે ત્યાં પણ એકાકી છે, એટલે કે એક જ જીવ જુદી જુદી અવસ્થાઓ કર્મવશ ધારણ કરે છે. એ જ જીવ રોગી થાય છે, તેને જ શોક ૨૭૨ Page #294 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ ઉદ્ભવે છે, તે જ માનસિક દુ:ખ ભોગવે છે, તે એકલો જ અન્ય ગતિમાં મરણ પછી જાય છે, નરકનાં દુ:ખો પણ એકલો જ ભોગવે છે, જેને તે પોતાનાં માને છે તે કોઈ તેને સાથ આપી શકતાં નથી. જીવ જો પુણ્યોપાર્જન કરે તો દેવગતિનાં સુખ ભોગવે છે, અને બળવાનપણે કર્મની નિર્જરા કરે તો અદ્વિતીય એવું મોક્ષપદ પણ પ્રાપ્ત કરી શકે છે. પોતાનાં ગણાતાં સ્વજનો, કુટુંબીઓ, મિત્રો આદિમાંથી કોઈ પણ, જીવને દુઃખ આવતાં, તેને જોવાં છતાં, તે દુ:ખને લેશ પણ ગ્રહણ ક૨વા સમર્થ થતાં નથી. પોતાને થતાં દુઃખ કે સુખનું વેદન જીવ એકલો જ કરે છે. તે દુ:ખ કે સુખ વહેંચીને ભોગવી શકાતાં નથી. આખા જગતમાં અનંતાનંત જીવો હોવા છતાં સહુ પોતપોતાનાં કર્મોનું પરિણામ એકલા જ ભોગવે છે. આ હકીકતનો સ્વીકાર કર્યા પછી જીવ પુરુષાર્થી થઈ પોતાની જાતને અન્ય પદાર્થો કે જીવો પ્રતિ ખેંચાતો અટકાવે છે, તે તટસ્થ થતો જાય છે. આ પ્રમાણે પોતે એકત્વની સિદ્ધિ કરી શ્રેણિ માંડવા માટેની પાત્રતા કેળવતો જાય છે. જ્યાં સુધી જીવને એકત્વભાવના સિદ્ધ થતી નથી ત્યાં સુધી તેને કોઈ ને કોઈ પદાર્થ અથવા તત્ત્વનું આકર્ષણ થાય જ છે, અને આવું આકર્ષણ તેને નવીન બંધ કરવા તરફ ખેંચી જાય છે. તેનાથી બચવા એકત્વભાવના સિદ્ધ થવી જરૂરી છે. લોકસ્વરૂપ ભાવના જીવને એકત્વ ભાવના સિદ્ધ કરવામાં લોકસ્વરૂપ ભાવના ખૂબ મદદરૂપ થાય છે. આ ભાવનામાં જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ છ દ્રવ્યનું નિરૂપણ થયેલું છે. એક થી સંશી પંચેન્દ્રિય સુધીના જીવોના ભેદ, સ્વરૂપ, તેનું રહેઠાણ, આયુષ્ય, કર્મસ્થિતિ આદિ અનેકવિધ પરિસ્થિતિનો વિચાર આ ભાવનામાં કરવામાં આવ્યો છે. સાથે સાથે બાકીનાં પાંચ દ્રવ્યનું સૂક્ષ્મતાએ વર્ણન આ ભાવનામાં સમાવવામાં આવ્યું છે. આ બધાં દ્રવ્યોની ઊંડાણથી સમજ મળવાથી, નિશ્ચયનયથી દ્રવ્યનાં સ્વરૂપની ઓળખ થવાથી આત્માનાં એકત્વપણાની પ્રત્યક્ષતા જીવને આવે છે. ૨૭૩ Page #295 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આ લોક પુરુષાકારે છે. તેમાં સહુથી નીચેના ભાગમાં નિત્યનિગોદ છે. જ્યાં સાધારણ કાયમાં જીવી રહ્યા છે, અને તેઓ ત્યાંથી કદી બહાર નીકળ્યા નથી. એક કાયમાં અનંત જીવો રહી, સાથે ઉપજે, મરે, આહાર કરે ઇત્યાદિ સરખાપણું હોય તે સાધારણકાય જીવો છે. આ અનાદિકાલીન સાધારણ જીવો છે. ત્યાંથી નીકળ્યા પછી જીવ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય રૂપે લોકમાં રહે છે. તેનાં બે પ્રકાર છે. જે આધાર સહિત છે અને પૃથ્વી, જળ, અગ્નિ તથા પવનથી રોકાઈ શકે છે તે બાદર, અને જે આધાર રહિત લોકાકાશમાં વર્તે છે અને પૃથ્વી આદિથી રોકાઈ શકતા નથી તે સૂક્ષ્મ જીવો છે. પહેલા ચાર એકેંદ્રિયમાં સૂક્ષ્મ અને સ્થૂળ એમ બંને પ્રકાર છે, ત્યારે વનસ્પતિકાયમાં પ્રત્યેક અને સાધારણ એમ બે પ્રકાર છે. એક શરીરમાં એક આત્મા હોય તે પ્રત્યેકકાય અને એક શરીરમાં અનંત આત્મા હોય તે સાધારણ કાય. આખો લોક આ પાંચ પ્રકારના એકેંદ્રિયોથી ભરેલો છે,અને સહુથી મોટી સંખ્યા એકેંદ્રિય જીવોની છે. એકથી વધારે ઇન્દ્રિયોવાળા જીવો ત્રસકાય કહેવાય છે, કેમકે તેમનામાં હલનચલન કરવાની શક્તિ રહેલી છે. બેથી પાંચ ઇન્દ્રિયવાળા ત્રસકાય જીવો ત્રસનાડીની અંદર જ હોય છે, બહાર હોતા નથી. બે, ત્રણ, ચાર ઇન્દ્રિયવાળા જીવો વિકલત્રય કહેવાય છે. તેઓ નિયમથી કર્મભૂમિમાં, અંતના અડધા દ્વીપમાં અને અંતના આખા સમુદ્રમાં હોય છે – સ્વયંભૂરમણ સમુદ્રમાં હોય છે. એ સિવાયના લોકના ભાગમાં વિકલત્રય જીવો નથી. લોકના નીચેના ભાગમાં સાત નરક છે, ત્યાં જીવને અસહ્ય દુઃખ વેદવાં પડે છે. મધ્યના નીચેના ભાગમાં ભુવનપતિ આદિ દેવો વસે છે, મધ્યલોકમાં કર્મભૂમિ આવેલી છે, ત્યાં મનુષ્યો અને તિર્યંચ વસે છે. અને ઉપરના ભાગમાં જ્યોતિષિક, વૈમાનિક, ગ્રેવેયિક અને અનુત્તર વિમાનના દેવો રહે છે. સહુથી ઉપરના ભાગમાં સિધ્ધભૂમિ આવેલી છે જ્યાં પૂર્ણ શુદ્ધ આત્મા પરમ પરમ સુખ માણતા રહે છે. આ લોકમાં અનંતાનંત જીવો પરિભ્રમણ કરે છે. તેમાં સિધ્ધ થયેલા આત્માઓ અનંત છે, અને તેનાથી અનંતાનંતગણા આત્મા લોકમાં એક થી પાંચ ઇન્દ્રિયો ૨૭૪ Page #296 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ ધારણ કરી પરિભ્રમણ કરે છે. તેમાં સહુથી ઓછા ગર્ભજ મનુષ્યો છે, તે નિયમથી સંખ્યાતા જ રહે છે. મનુષ્યો કરતાં નારકી અસંખ્યાતગણા છે, નારકીઓથી બધા દેવો અસંખ્યાતગણી છે, અને દેવોથી પ્રત્યેક વનસ્પતિ જીવ અસંખ્યગણા છે. પંચેન્દ્રિય જીવોથી ચોરેંદ્રિય, ચૌરેંદ્રિયથી ત્રણ ઇન્દ્રિયવાળા, ત્રણ ઇન્દ્રિયવાળાથી બે ઇન્દ્રિયવાળા લબ્ધ પર્યાપ્તકજીવો સંખ્યા પ્રમાણે અનુક્રમે વિશેષ અધિક છે. એ જ રીતે પર્યાપ્તિ સહિતના પંચેન્દ્રિય, ચોરેંદ્રિય, તેરેન્દ્રિય અને બેઇન્દ્રિય જીવો અનુક્રમથી અધિક અધિક છે. અનુત્તર વિમાનના દેવો સહુથી ઓછા છે, પણ તેથી નીચેના આનતસ્વર્ગપટલ સુધીના દેવો સંખ્યાતગણી છે અને તે પછીના સૌધર્મસ્વર્ગ સુધીના દેવો અસંખ્યાતગણા છે. કલ્પવાસી દેવોથી ભવનવાસી દેવો અને વ્યંતરદેવો અસંખ્યગણા છે, ત્યારે જ્યોતિષિક દેવો વ્યંતરદેવોથી સંખ્યાતગણી છે. તે જ પ્રમાણે સાતમી નરકમાં નારકી સહુથી ઓછા છે, અને તેનાથી ઉપર ઉપરની નરકના નારકીઓ અસંખ્યગણા થતા જાય છે. આ બધી ગતિઓમાં જીવ જઘન્યથી ઉત્કૃષ્ટ આયુ સુધીના પ્રત્યેક આયુ સહિત, પ્રત્યેક ક્ષેત્રમાં જન્મમરણ કરી ચૂક્યો છે. લોકસ્વરૂપભાવનાથી સમજાતી પરિભ્રમણ સ્થિતિ જીવને સંસારથી છૂટવા તમન્ના આપે છે. વળી પુદ્ગલના દેહ સાથે એકરૂપ થઈ દેહને પોતારૂપ માની તીવ્ર કે મંદકષાયી થાય છે. તીવ્ર કષાયમાં જીવ પાપાનુબંધી થાય છે અને મંદકષાયમાં જીવ પુણ્યાનુબંધી થાય છે. આ જીવ ચોથા ગુણસ્થાન પહેલાં બહિરાત્મા છે, ચોથા ગુણસ્થાને જઘન્ય અંતરાત્મા છે, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાને મધ્યમ અંતરાત્મા છે, અને સાતમાથી બારમા ગુણસ્થાન સુધીના સાધકો ઉત્કૃષ્ટ અંતરાત્મા છે. ત્યારે તેમાં અને ચૌદમા ગુણસ્થાનવર્તી અહત શરીર સહિતના પરમાત્મા છે. છ એ દ્રવ્યોમાં જીવ ઉત્તમ દ્રવ્ય છે, કારણ કે તે અંતરતત્ત્વ છે અને બાકીનાં પાંચે દ્રવ્યો બાહ્ય તત્ત્વ છે, તેઓ જ્ઞાનાદિથી રહિત છે. આ આત્મદ્રવ્ય પુદ્ગલ દ્રવ્ય સાથે અનાદિકાળથી જોડાયેલ છે. આખો લોક સૂક્ષ્મ-બાદર પુદ્ગલ દ્રવ્યથી ભરેલો છે, અને સંખ્યામાં જીવ-સંખ્યા કરતાં અનંતગણો છે. પુદ્ગલ દ્રવ્ય રૂપ, રસ, ગંધ, ૨૭૫ Page #297 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સ્પર્ધાદિ પરિણામ સ્વરૂપથી ઇન્દ્રિયોને ગ્રહણ કરવા યોગ્ય છે. અને તે દ્રવ્ય જીવ પર ઘણા પ્રકારે ઉપકાર પણ કરે છે, તેનાથી દેહ, ઇન્દ્રિય, મન, વચન, ઉશ્વાસ, નિશ્ચાસ બંધાય છે, અને તે વડે જીવનું જીવિતવ્ય થાય છે. વળી, જીવ પુદ્ગલને કારણે મોહ, મમત્વ આદિ વિભાવ કરે છે, અને કર્મબંધ તથા કર્મનિવૃત્તિની પ્રવૃત્તિ કરી શકે છે. આ પુગલની શક્તિ અચિંત્ય છે, તેની શક્તિના કારણે જીવનો કેવળજ્ઞાનનો સ્વભાવ પણ વિણશી જાય છે. તેમ છતાં પુગલ કરતાં આત્માની શક્તિ અનંતગણી છે અને તે શક્તિના આધારે જીવ એકેંદ્રિયથી વિકાસ કરી સિદ્ધભૂમિનાં શાશ્વત સુખનો અધિકારી થાય છે. આવા એકમેકમાં રાચતાં જીવ તથા પુગલને લોકમાં ગમન કરવા માટે ધર્મદ્રવ્ય સહકારી થાય છે. અને સ્થિતિ કરવા માટે અધર્મદ્રવ્ય સહકારી થાય છે. તે બંને દ્રવ્યો આખા લોકમાં પથરાયેલાં છે; તેઓ પોતે ગતિ કે સ્થિતિ કરતાં નથી, પણ જીવ તથા પુદ્ગલને ગતિ તથા સ્થિતિ કરવા માટે સહાય કરે છે. અને તેમ થવામાં જીવની પ્રેરણા કારણભૂત હોય છે. આ બંને દ્રવ્યો લોકની બહાર પથરાયેલાં નથી તેથી ત્યાં કોઈની ગતિ થઈ શકતી નથી. આવાં સમસ્ત દ્રવ્યોને અવકાશ આપવા સમર્થ છે તે આકાશ દ્રવ્ય છે. તે લોક તથા અલોક એવા ભેદથી બે પ્રકારે છે. લોકમાં પોતા સહિત બીજા પાંચ દ્રવ્યોને રહેવાની જગ્યા આપે છે તે લોકાકાશ કહેવાય છે, અને જ્યાં આકાશ સિવાય એક પણ દ્રવ્ય નથી તે અલોકાકાશ છે. આવી જાતની અવગાહના દેવાની શક્તિ આકાશ સિવાયના અન્ય દ્રવ્યોમાં પણ છે, જેમ પાત્રમાં જળ ભરી તેમાં ભસ્મ નાખીએ તો સમાઈ જાય છે, સાકર નાખીએ તો તે પણ સમાઈ જાય છે અને સોય ખોસીએ તો તે પણ સમાઈ જાય છે. આમ છતાં સર્વ કરતાં આકાશની અવગાહના શક્તિ સહુથી વિશેષ હોવાથી બધાં જ દ્રવ્યો તેમાં સમાય છે, એટલે આકાશની શક્તિને વિશેષ ગણી છે. આકાશના એક પ્રદેશમાં પુદ્ગલનાં અનંત પરમાણુ, એક જીવનો પ્રદેશ, એક ધર્મદ્રવ્યનો પ્રદેશ, અધર્મદ્રવ્યનો એક પ્રદેશ અને એક કાલાણુ સમાય છે. આ આકાશદ્રવ્યની અવગાહના શક્તિની વિશેષતા છે. ૨૭૬ Page #298 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ સર્વ દ્રવ્યોની સમય સમયની પર્યાય ઉપજે છે, અને વિણસે છે. આવા પરિણમનને નિમિત્તમાત્ર કાલદ્રવ્ય છે. લોકાકાશના એક એક પ્રદેશ પર એકએક કાલાણુ રહે છે તે નિશ્ચયકાળ છે. જેમ ઘટાદિને માટી ઉપાદાનકારણ છે અને ચાક દંડાદિ નિમિત્તકારણ છે તેમ સર્વ દ્રવ્યો પોતપોતાનાં પરિણામનાં ઉપાદાનકારણ છે અને કાળદ્રવ્ય નિમિત્તકારણ છે. જીવ અને પુદ્ગલના સૂક્ષ્મ કે સ્થળ પર્યાય છે તે ભૂતકાળમાં થઈ ગયા છે તેને અતીત કહ્યા, ભવિષ્યકાળમાં થશે તેને અનાગત નામથી કહ્યા અને અત્યારે જે વર્તે છે તેને વર્તમાન નામથી હ્યા છે. તેને જેટલી વાર લાગે છે તેને જ વ્યવહારકાળ કહ્યો છે. આવી પર્યાયની સ્થિતિ જઘન્યપણે એક સમય માત્ર છે, અને મધ્યમ તથા ઉત્કૃષ્ટના અનેક પ્રકાર છે. ત્યાં આકાશના એક પ્રદેશ પરથી નીકળી બીજા પ્રદેશ સુધી એક પુદ્ગલપરમાણુને મંદગતિએ જતાં જે કાળ જાય, તે કાળને એક સમય કહ્યો છે. તેના પછી આવલી, ઉશ્વાસ, સ્તોક, લવ, ઘડી, મુહૂર્ત, રાત્રિદિવસ, માસ, વર્ષ, આદિ રૂપે વ્યવહારકાલની ગણતરી કરવામાં આવે છે. અહીં સંક્ષેપમાં વિચારેલી લોકસ્વરૂપ ભાવનાને જીવ જ્યારે વિસ્તારથી વિચારે છે ત્યારે છએ દ્રવ્યનાં સ્વરૂપની સમજણ નિશ્ચયથી મેળવે છે, અને તેના આધારે તેની એકત્વ ભાવના ખૂબ ઊંડી અને નિશ્ચળ બને છે. આ પ્રકારનો દ્રવ્યાનુયોગનો વિસ્તાર જીવને પ્રાથમિક કે મધ્ય કક્ષાએ યથાર્થ રીતે લક્ષમાં આવી શકે તેવો નથી. પરંતુ જ્યારે તે શ્રેણિ માંડવાની પાત્રતા વધારે, સ્વરૂપમાં સ્થિર રહેવા શ્રુતકેવળીપણું પ્રગટાવી ઉત્કૃષ્ટતા તરફ લઈ જાય, ત્યારે તેનામાં આ બધું સમજવાની તથા અનુભવવાની ક્ષમતા આવે છે. તે પરપદાર્થોના સ્વરૂપને જાણી, સમજી તેનાથી હઠી જઈ સ્વસ્વરૂપમાં એકાગ તેમજ નિમગ્ન થવાનો સાચો અને યોગ્ય પુરુષાર્થ ઉપાડી શકે છે. એકત્વભાવનાનાં ઘૂંટણથી જીવ પોતાને અન્ય પદાર્થોથી અલિપ્ત કરી શકે છે, અને લોકસ્વરૂપભાવનાનાં બળથી તે અન્ય કોઈ પણ પદાર્થ પ્રત્યેના પોતાના ખેંચાણને રોકી દે છે. આમ આ બે ભાવનાના સહારાથી તે વીતરાગ થઈ, શેષ કર્મોનો ક્ષય ૨૭૭ Page #299 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ કરવામાં નિઃસરણીરૂપ ક્ષપકશ્રેણિ આરાધી શકે છે. તે વખતે તેને વિશેષતાએ એવા ભાવ વર્તે છે કે “હે જીવ! તું મોહ ન કર, રાગ ન કર, દ્વેષ ન કર. પ્રમાદથી મુક્ત થઈ તું સ્વરૂપમાં લીન થા. તું સમાધિમાં રહે. તારાં સમપરિણામ તને શાંતિ આપશે. તારું કોઈ જ નથી. તું એકલો જ છે. એક સદ્ધર્મ અને શ્રી પ્રભુ તારા છે. તું તારામાં નિમગ્ન થા.” આવા ભાવ કરતાં કરતાં જીવ શ્રી પ્રભુને પ્રાર્થે છે કે, “હે પ્રભુ! હું એકાકી છું. મારું કોઈ નથી, માત્ર એક તમે જ મારા સાથીદાર છો. હું મારા આત્મામાં સ્થિર થાઉં છું. અને એ દ્વારા હું તમારામાં એકરૂપ થાઉં છું. હે શુધ્ધસ્વરૂપના સ્વામી! મને તમે સતત પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતાનો ઉત્તમ ત્રિવેણીસંગમ આપો કે જેથી હું રાગદ્વેષ તથા મોહના પાશમાં ફસાઉં નહિ." આ પ્રકારના ભાવો જીવને વૈરાગ્યમાંથી વીતરાગતા તરફ લઈ જાય છે. અને વીતરાગતાની શીતળતા છેલ્લે ઘાતીકર્મોની પીસ્તાલીસ પ્રકૃતિનો ક્ષય કરાવી આત્માના પરમ વિશુદ્ધ પદની પ્રાપ્તિ કરાવે છે. આત્મા કેવળજ્ઞાન કેવળદર્શનને પ્રગટાવી પોતાના પૂર્ણ નિર્વિકલ્પ સ્વભાવને પ્રગટ કરે છે. આત્માર્થે આગળ વધતા જીવના બે પ્રકાર જોવા મળે છે. કેટલાક જીવો કર્મનો નાશ કરી આત્માની શુદ્ધિ વધારવાનો દૃષ્ટિકોણ ધરાવતા હોય છે. તેવા જીવો એવી વિચારણા રાખતા હોય છે કે મારા પુરુષાર્થની એટલી બધી વૃદ્ધિ થાઓ કે જેથી હું કર્મોને જલદી જલદી તોડી કર્મથી રહિત થવાનો પુરુષાર્થ સતત કરતો રહી આગળ વધી જાઉં, એટલે કે એ જીવોનું ધ્યેય અથવા લક્ષ મુખ્યતાએ કર્મનો નાશ કરી વિકાસ કરતા જવાનું રહે છે. આમ તેનાં ધ્યેયનાં કેંદ્રસ્થાને કર્મ રહે છે. કેટલાં કર્મ ગયાં તેનું ગણિત મુખ્ય સ્થાન મેળવે છે, અને કર્મ જવાથી કેટલી શાંતિ વધી તેનું ગણિત થોડું ગૌણ બને છે. બીજા પ્રકારના ૨૭૮ Page #300 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ પુરુષાર્થી જીવનો દૃષ્ટિકોણ થોડો જૂદો હોય છે. તે એ પ્રકારની વિચારણા કરતા હોય છે કે મારે મારી આત્મશાંતિ વધારવા માટે પુરુષાર્થ કરવો છે. તેવા જીવ કર્મ ક્ષય કરવા પર ધ્યાન કેંદ્રિત કરતા નથી, પણ આત્માની શાંતિ તથા સ્થિરતા વધારવા માટે આરાધન કરતા હોય છે, એટલે તેમનાં કેંદ્રસ્થાને આત્મશાંતિ તથા આત્મસ્થિરતાની અનુભૂતિ રહે છે. તેઓ કેટલાં કર્મ ગયાં તેનાં ગણિતને બદલે કેટલી આત્મશાંતિ વધી તેનું ગણિત વધારે કરતા રહે છે. અલબત્ત, કર્મ તોડે છે તેની શાંતિ વધે છે અને શાંતિ વધારે છે તેનાં કર્મ જાય છે એ હકીકત છે. પરંતુ આ બે જુદા દૃષ્ટિકોણથી વર્તતાં જીવોના લાંબાગાળાનાં પરિણામમાં ઘણો ફરક જોવા મળે છે, તે વિચારણીય છે. કર્મક્ષય ક૨વાના હેતુથી પુરુષાર્થ કરનાર અને આત્મશાંતિ વધારવાના હેતુથી પુરુષાર્થ કરનાર જીવો આત્મદશામાં આગળ તો વધે જ છે, પણ મોટેભાગે તેનું પરિણામ જુદું જોવા મળે છે. કર્મક્ષયના હેતુથી પુરુષાર્થ કરનારને અમુક સમય પછી થાકનો અનુભવ આવે છે, તેનાં કેંદ્રસ્થાને કર્મ હોવાથી તેમનાં લક્ષમાં, ક્યારેક ક્યારેક ખાલીપો અનુભવાય છે. ખાસ કરીને જ્યારે કર્મનું બળવાનપણું હોય ત્યારે ‘આ ક્યારે પૂરું થશે?' એવી લાગણી તેને નાસીપાસીમાં ખેંચી જઈ પ્રમાદી બનાવે છે. અને એ પ્રમાદ આગળ વધે તો જીવને ઉપશમ શ્રેણિમાં પણ ખેંચી જાય છે. બીજી બાજુ આત્મશાંતિ માણવાના હેતુથી પુરુષાર્થ કરનાર જીવનાં દષ્ટિકેંદ્રમાં સુખ, શાંતિ અને સહજાનંદ રહેલાં હોવાથી તે જીવ થાક્યા વિના વાયુવેગે કર્મક્ષય કરી શકે છે. શાંતિ, સુખ તથા આનંદ એ પોતાનાં જ હોવાથી, પરનું અવલંબન તેમાં ન હોવાથી તેને થાક લાગતો નથી, અને તે કારણે તેને પ્રમાદ આવતો નથી. અપ્રમાદીપણે પુરુષાર્થ કરતા રહેવાથી તે જીવ સહજતાએ ક્ષપકશ્રેણિનું આરાધન કરી શકે છે. કર્મ એ પુદ્ગલરૂપ પ૨પદાર્થ છે, તેનાં લક્ષથી વર્તવાથી જીવ થાકે છે, પ્રમાદી થાય છે; ત્યારે સુખ, શાંતિ અને સહજાનંદ એ નિજસ્વરૂપ છે તેનાં લક્ષથી પુરુષાર્થ કરતાં જીવને થાક અનુભવવો પડતો નથી, પરિણામે તે અપ્રમાદી રહી શકે છે અને એ જીવ ક્ષપકશ્રેણિમાં જઈ ચારે ઘાતીકર્મોનો સંપૂર્ણ ક્ષય કરી નાંખે છે. ૨૭૯ Page #301 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જે જીવ કર્મકટિના લક્ષથી પુરુષાર્થ કરે છે, તે ઘણેભાગે ઉપશમ શ્રેણિમાં જઈ અગ્યારમાં ગુણસ્થાનથી પાછો ઊતરે છે, તેણે કરેલા પ્રમાદની માત્રાના પ્રમાણમાં તે જીવ છકે, ચોથે કે પહેલા ગુણસ્થાને અટકે છે. જે ગુણસ્થાને તેનું અટકવાનું થાય, ત્યાંથી ફરી પાછો પુરુષાર્થ કરી ચડવાનું રહે છે. પહેલા ગુણસ્થાનથી આગળ વધવા ઘણો શ્રમ જીવને પડે છે, તેનાથી ઓછો શ્રમ ચોથા ગુણસ્થાને અટકનાર જીવને પડે છે, અને છકી ગુણસ્થાને અટકનાર જીવ તેના કરતાં પણ અલ્પ શ્રમથી વિકાસ સાધી શકે છે. જે જીવ આત્મશાંતિ તથા આત્મશુદ્ધિ વધારવાના લક્ષથી પુરુષાર્થ કરે છે તે ઘણેભાગે ક્ષપકશ્રેણિએ જઈ, અગ્યારમું ઉપશાંતમોહ ગુણસ્થાન વટાવી, બારમા ક્ષીણમોહ ગુણસ્થાને સર્વ ઘાતકર્મોનો નાશ કરી આત્મશાંતિ અને આત્મશુદ્ધિના સર્વોચ્ચ શિખરે પહોંચે છે, જ્યાંથી તે કદી પણ પાછો ફરતો નથી. જીવ જ્યારે ચારે ઘાતકર્મોથી મુક્ત થાય છે ત્યારે તે પૂર્ણતાએ નિર્વિકલ્પ તથા નિર્વિચાર થાય છે. અને તે આત્માને ચાર અપૂર્વ ગુણો પૂર્ણતાએ પ્રકાશે છે. આ ગુણો છે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય. વળી તેને જીવરૂપે જે અઢાર પાપથાનકનો સંપર્ક હોવાથી કર્માશ્રવ થતો હતો તે સર્વ દૂષણોથી મુક્ત થતાં ઘાતકર્મનો આશ્રવ પૂર્ણતયા મટી જાય છે, અને અઘાતી કર્મોમાં એક માત્ર શતાવેદનીય કર્મનો બંધ જ તેમને સંભવે છે. આઠમા ગુણસ્થાનથી જીવ ક્ષપક શ્રેણિ શરૂ કરે છે, ત્યારથી તેનાં બાકી રહેલાં ઘાતકર્મો ક્ષય પામવા લાગે છે. સૌ પહેલાં તેનાં સત્તાગત રહેલાં અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ નાશ પામવા લાગે છે, સાથે સાથે ઉદયગત સંજ્વલન કષાયો પણ ક્ષીણ થતા જાય છે. જેમ જેમ મોહનો નાશ થતો જાય છે, તેમ તેમ તેના અનુસંધાનમાં બંધાતાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાયના બંધન ઓછાં થતાં જાય છે. દશમા ગુણસ્થાનના અંતભાગમાં મોહનું બંધન જીવ અટકાવે છે, એટલે બાકીનાં ત્રણ ઘાતકર્મોનાં નવાં બંધન થતાં નથી, અને બારમા ગુણસ્થાને તે ત્રણે ઘાતકર્મોનો નાશ કરી, ચારે ઘાતકર્મોથી મુક્ત થઈ પૂર્ણ શુધ્ધાવસ્થા પ્રગટ કરે છે. બારમા ગુણસ્થાનના અંતભાગ સુધી આત્માને જ્ઞાનીપુરુષના – પુરુષના ૨૮૦ Page #302 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ અવલંબનની અને માર્ગદર્શનની જરૂરત રહે છે, તેમના માર્ગદર્શન અનુસાર વર્તી જીવ છેવટની પૂર્ણશુદ્ધ અવસ્થાને પામે છે. તેથી આપણે કહી શકીએ કે શ્રી સત્પુરુષ એ પૂર્ણ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત છે – જીવને પૂર્ણતા પ્રગટ કરવા માટે મુખ્ય સાધનરૂપ અને નિમિત્તરૂપ છે. આત્મા જ્યારે ઘાતકર્મોથી મુક્ત થાય છે ત્યારે તેનું જ્ઞાનાવરણ કર્મ સંપૂર્ણ નાશ પામે છે અને એ આત્માને કેવળજ્ઞાન – સંપૂર્ણજ્ઞાન – અનંતજ્ઞાન પ્રગટ થાય છે. આ અનંતજ્ઞાન એટલે સંપૂર્ણ લોકાલોકનું પ્રત્યેક પદાર્થનું ત્રણે કાળનું સમય સમયનું જ્ઞાન. શ્રી સર્વજ્ઞ ભગવાનને જ્ઞાનની પૂર્ણતા પ્રગટવાથી એક પ્રદેશ, એક પરમાણુ અને એક સમયનું જ્ઞાન પ્રગટે છે. આત્માને અસંખ્ય પ્રદેશ છે, તેનો નાનામાં નાનો ભાગ એટલે એક પ્રદેશ. આત્માના સામુહિક જ્ઞાનની જગ્યાએ પ્રત્યેક પ્રદેશનું જ્ઞાન તેમને થાય છે. એ જ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને લોકાકાશના અસંખ્ય પ્રદેશમાંના પ્રત્યેક પ્રદેશનું જ્ઞાન તેમને વર્તે છે. પરમાણુ એટલે પુદ્ગલ પદાર્થનો નાનામાં નાનો અવિભાજ્ય ભાગ – તે ભાગ એટલો સૂક્ષ્મ છે કે એવા અનંત પરમાણુઓનો સ્કંધ હોય તો પણ તે સંજ્ઞી પંચેન્દ્રિય જીવની દૃષ્ટિમાં આવી શકતો નથી. આવા એક પરમાણુના ગુણધર્મો અને પર્યાયોનું જ્ઞાન શ્રી કેવળ પ્રભુને થાય છે, આવી તેમનાં જ્ઞાનની સૂક્ષ્મતા છે. એ જ રીતે કાળનો નાનામાં નાનો ભાગ એટલે સમય. એક સમયમાં જીવ અને પુદ્ગલની જે જે પર્યાયો સંભવે છે તેનું જ્ઞાન પણ શ્રી પ્રભુ ધરાવે છે. સામાન્યપણે સંજ્ઞીપંચેન્દ્રિય જીવનું જ્ઞાન અસંખ્ય સમયવર્તી છે, ત્યારે શ્રી પ્રભુનું જ્ઞાન એક સમયવર્તીની સૂક્ષમતા સુધી પહોંચ્યું હોય છે. બીજી રીતે કહીએ તો તેમનાં જ્ઞાનની એટલી વિશાળતા અને સાથે સૂક્ષ્મતા છે કે પ્રત્યેક પદાર્થની અને પ્રત્યેક દ્રવ્યની સંપૂર્ણ જાણકારી તેમાં સમાવેશ પામે છે. આવી જ રીતે તેમનાં દર્શનાવરણનો સંપૂર્ણ ક્ષય થવાથી તેમને સંપૂર્ણ દર્શન – કેવળદર્શન પ્રગટ થાય છે. એમાં અનંતદર્શન સમાય છે, આ અનંતદર્શન એટલે લોકાલોકનું ત્રણે કાળનું સમગ્ર પદાર્થોનું સમય સમયનું જોવાપણું. શ્રી સર્વદર્શી ૨૮૧ Page #303 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પ્રભુને દર્શનની પૂર્ણતા આવવાથી એક પ્રદેશ, એક પરમાણુ અને પ્રત્યેક સમયનું દર્શન થાય છે. સામાન્ય રીતે સંજ્ઞીપંચેન્દ્રિય જીવને અસંખ્યપ્રદેશ, અનંતપરમાણુ અને અસંખ્યસમયનું દર્શન થાય છે, અને તે પણ યથાતથ્યતાથી નહિ, તેમાં પણ અપૂર્ણતા હોય છે, કેટલાય ભાગોનું દર્શન ન થાય એમ બને છે. અને અસંજ્ઞી જીવોનું દર્શન તો આનાથી પણ ઘણી ઘણી નાની માત્રાનું હોય છે. આ સમજણથી શ્રી સર્વદર્શી પ્રભુનાં દર્શનની વિશાળતા, ઊંડાણ અને સૂક્ષ્મતાનો આપણને ખ્યાલ આવે છે. છએ દ્રવ્યની આખા લોકાલોકમાં પ્રવર્તતી સમય સમયની પર્યાયને શ્રી પ્રભુ જોઈ શકે છે. આમ એક પણ દશ્ય દ્રવ્યની પર્યાય શ્રી પ્રભુનાં દર્શનમાં ન હોય તેમ બની શકતું નથી. કેવળજ્ઞાન તથા કેવળદર્શન એ આત્માનો અપૂર્વ સ્વભાવ છે. આ જ્ઞાન તથા દર્શન અલ્પાતિઅલ્પ પ્રમાણમાં જીવની કોઈ પણ અવસ્થામાં ખુલ્લાં રહેલાં જ હોય છે, ક્યારેય આ બે પૂર્ણતાએ અવરાતાં નથી. પરંતુ જેમ જેમ જીવનાં જ્ઞાન તથા દર્શનનાં આવરણ ઘટતાં જાય છે તેમ તેમ ક્ષયોપશમ વધતો હોવાથી જીવનાં જ્ઞાન તથા દર્શન ગુણોનો ઊઘાડ થતો જાય છે. આનાથી છદ્મસ્થ અવસ્થામાં મતિ, શ્રુત, અવિધ અને મન:પર્યવ એ ચાર જ્ઞાન ઉત્કૃષ્ટતા સુધી ખીલે છે અને પૂર્ણતા આવતાં આ ચારે જ્ઞાન કેવળજ્ઞાનમાં સમાઈ જાય છે. એ જ રીતે છદ્મસ્થ અવસ્થામાં ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન તેની ઉત્કૃષ્ટતા સુધી ખીલે છે. અને શ્રુતકેવળીપણું તથા પરમાધિ પ્રગટ થયા પછી કેવળદર્શન મેળવવા જીવ ક્ષપકશ્રેણિ માંડી જ્ઞાન તથા દર્શનનાં આવરણોનો પૂર્ણ ક્ષય કરી ત્રણે દર્શનોનો કેવળદર્શનમાં સમાવેશ કરી દે છે. જીવ જ્યાં સુધી છદ્મસ્થ હોય છે ત્યાં સુધી તેનો જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ ફર્યા કરે છે, બંને ઉપયોગ એક સાથે વર્તી શકતા નથી, પણ એક પછી એકના ઉપયોગે જીવ જ્ઞાન તથા દર્શન મેળવે છે. પરંતુ ઘાતીકર્મોનો ક્ષય થતાંની સાથે જ આ ભિન્નતા ટળી જાય છે, જ્ઞાન તથા દર્શન યુગપદ્ થઈ જાય છે અર્થાત્ જ્ઞાન તથા દર્શન બંને ઉપયોગ આત્માને એકસાથે પ્રવર્તે છે. આ ઉપરાંત આત્મા સ્વરૂપાનુસંધાન પણ તૂટવા દેતો નથી, એ આત્માના સ્વભાવનું અપૂર્વપણું છે. જ્ઞાન દર્શનની એક ૨૮૨ Page #304 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ જ સમયની અનુભૂતિ સાથે આત્માનો અખંડ ઉપયોગ સાચવવો એ આત્મસ્વભાવની અપૂર્વતા સામાન્ય જીવથી સમજી પણ ન શકાય એવી હકીકત છે. આત્માએ કેવળજ્ઞાન, કેવળદર્શન પામતાં પહેલાં વર્તતા મોહનો સંપૂર્ણ ક્ષય કરવો અનિવાર્ય છે. ક્ષપકશ્રેણિના દેશમાં ગુણસ્થાનના અંતભાગમાં સંજ્વલન લોભ પણ નાશ પામી જાય છે. અને એ આત્મા બારમા ગુણસ્થાને બાકીનાં ત્રણ ઘાતી કર્મોનો નાશ કરી સ્વસ્વરૂપમાં લીન થઈ જાય છે, એકાકાર થઈ જાય છે. અને તેઓ અનંત ચતુષ્ટયના સ્વામી થાય છે. છદ્મસ્થ અવસ્થામાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની જે ભિન્નતા હતી, તેમની વચ્ચે જે ભેદરેખા પ્રવર્તતી હતી તે કર્મનાં ક્ષીણપણાં સાથે ભૂંસાતી જાય છે અને બારમા ગુણસ્થાનના અંતે તે ભેદરેખા નાશ પામી ત્રણે એકરૂપતા ધારણ કરે છે. એક જ સમયે જ્ઞાન, દર્શન અને યથાખ્યાત ચારિત્ર એકરૂપ થઈ પ્રવર્તે એટલું જ નહિ પણ એ એકરૂપપણું અનંતકાળ સુધી ટકે એ આત્માએ પૂર્વે કદી ન અનુભવેલો એવો અપૂર્વ સ્વભાવ આત્માને તેરમા ગુણસ્થાને પ્રગટે છે. અનાદિકાળથી કર્મપ્રભાવનાં કારણે જીવનાં જ્ઞાન, દર્શન તથા ચારિત્ર ભિન્નતાએ વર્તતાં હતાં, તેને સ્વપુરુષાર્થના જોરથી અને સત્પરુષના આશ્રયથી એકરૂપ કરી અનંતકાળ સુધી પોતામાં એકરૂપ કરી યુગપ પ્રવર્તાવવા એ આત્માનો અપૂર્વ સ્વભાવ છે. અન્ય દ્રવ્યો બીજાં દ્રવ્ય સાથે મળ્યા પછી છૂટા પડી અનંતકાળમાં પણ અન્ય દ્રવ્ય તરફ આકર્ષાય નહિ એમ બનતું નથી. પુદ્ગલ એક જીવ નહિ તો બીજા જીવ સાથે બંધનમાં બંધાય જ છે. તે અનંતકાળ સુધી શુધ્ધ રહે એમ ક્યારેય બનતું નથી, તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને અકાશાસ્તિકાય સદાય સ્વદ્રવ્યરૂપે જ પરિણામીને રહે છે, ક્યારેય બીજામાં ભળતાં નથી. કાળ દ્રવ્ય પણ એ પ્રમાણે બીજા કોઈ દ્રવ્યમાં એકરૂપ થતું નતી. આમ આત્મદ્રવ્ય એક જ એવું છે કે તે અનાદિકાળથી પુદ્ગલ સાથે ભળેલું હોવા છતાં, અનંતકાળ સુધી તેની સાથે એકરૂપપણે રહ્યું હોવા છતાં, એક વખત મુક્ત થયા પછી ભાવિના અનંતકાળમાં પણ ફરીથી પુદ્ગલ સાથે એકપણું કરતું નથી. આ વિશેષતા આત્મદ્રવ્યનો અપૂર્વ સ્વભાવ છે, તે વખતે તેનાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એકરૂપ થઈ પ્રત્યેક સમયે આત્માને સ્વભાવમાં સ્થિર રાખી અનંતકાળ વ્યતીત કરી શકે છે. ૨૮૩ Page #305 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જ્ઞાન, દર્શન તથા ચારિત્રને પ્રગટ થઈ એકરૂપ થતાં અટકાવનાર એવું ચોથું ઘાતીકર્મ છે અંતરાય. અંતરાય બે પ્રકારે છે: વ્યવહારથી અને પરમાર્થથી. જીવને સંસારના ઇચ્છિત પદાર્થોની પ્રાપ્તિ થવા ન દે, તે પદાર્થોની પ્રાપ્તિથી વંચિત રાખે તે વ્યવહાર અંતરાય. અને આત્માનાં મૂળભૂત જ્ઞાન, દર્શન તથા ચારિત્રને ખીલવાં ન દે તે પરમાર્થ અંતરાય. અંતરાય કર્મના જોરથી જીવનું વીર્ય નબળું થઈ જાય છે, પુરુષાર્થ કરવાની શક્તિ તેનામાં યોગ્ય રૂપે રહી શકતી નથી, એટલે કે તેની કાર્યશક્તિ ભાંગી જાય છે. પણ જેમ જેમ તે સત્પુરુષનો આશ્રય દૃઢતાથી ગ્રહણ કરતો જાય છે, તેમ તેમ તે શુભભાવી બની પોતાની પરમાર્થની અંતરાય તોડે છે; તેનું વીર્ય ખીલે છે અને જેમ જેમ તેનું વીર્ય ખીલતું જાય છે તેમ તેમ તે પરમાર્થની અંતરાય તોડવા સાથે વ્યવહારની અંતરાયો પણ તોડતો જાય છે. તે ૫રમાર્થે જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ખીલવણી ક૨વા ભાગ્યશાળી થાય છે, સાથે સાથે સંસારના શાતાકારી પદાર્થો યોગ્ય સ્વરૂપે મેળવવા સદ્ભાગી બને છે. સામાન્યપણે જીવ જ્યારે સંસારી પદાર્થો માટે મોહ તથા સુખબુદ્ધિનું વેદન કરે છે ત્યારે તે વેદન વખતે પોતાનાં શુધ્ધ સ્વરૂપથી જૂદો પડે છે, અને એ અનુભવાતું અંતર અંતરાય કર્મ બંધાવાનું નિમિત્ત થઈ જાય છે. આમ મોહ પરમાર્થ અંતરાય બંધાવાનું એક કારણ બને છે. મળેલી સમજણના આધારે ક્ષપક શ્રેણિમાં જીવ મોહનો ક્ષય કરે છે અને ત્યારથી નવાં અંતરાય કર્મ બંધાતા નથી. બારમા ગુણસ્થાને ૫રમાર્થ અંતરાયનો પૂરો ક્ષય થાય છે અને કેવળજ્ઞાન કેવળદર્શનને લગતી તેની અંતરાય ક્ષય થતાં આત્મા પૂર્ણતાએ જ્ઞાન તથા દર્શન મેળવે છે; તે સાથે અનંતવીર્ય પણ તેને મળે છે. આ રીતે જોઈએ તો ચારે પ્રકારનાં ઘાતીકર્મનાં બંધનનું મૂળ મોહમાં તથા ૫૨૫દાર્થ માટેની સુખબુદ્ધિમાં રહેલું દેખાય છે. જેમ જેમ જીવનો મોહ ઘટતો જાય છે – દર્શનમોહ ગયા પછી ચારિત્રમોહરૂપ ચાર કષાય અને નવ નોકષાય નીકળતાં જાય છે તેમ તેમ અન્ય બંધન પણ અલ્પ થતાં જાય છે. મોહના ઉદયને કારણે જીવને સંકલ્પ તથા વિકલ્પ થાય છે. સંકલ્પ એટલે અમુક પ્રકારે વર્તવાનો કે ન ૨૮૪ Page #306 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ વર્તવાનો નિશ્ચય, અને વિકલ્પ એટલે ધૂળ કે સૂક્ષ્મ વિચારરૂપ દ્વિધા. પ્રત્યેક જીવને સંકલ્પ પહેલાં છૂટે છે અને શ્રેણિમાં વિકલ્પ છૂટતાં જાય છે. મોહ સંપૂર્ણતાએ જાય ત્યારે આત્મા પૂર્ણતાએ નિર્વિકલ્પ થાય છે, ત્યાર પહેલાં વિકલ્પનું સંભવપણું રહે છે. આ વિકલ્પ રહિત સ્થિતિએ પહોંચવા માટે જીવને પોતાના સપુરુષાર્થ ઉપરાંત સપુરુષના સાથની ઘણી જરૂરિયાત રહે છે. માટે તેઓ પૂર્ણ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત છે એમ શ્રી જ્ઞાની ભગવંતોએ યથાર્થ રીતે કહ્યું છે. છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી, અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર આત્માનાં ચાર ઘાતી કર્મોનો ક્ષય થયા પછી, તે આત્મા બાકીનાં ચાર અઘાતી કર્મો - આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય ભોગવતાં ભોગવતાં પણ સ્વરૂપસ્થિતિમાં વર્તી બાકીનો કાળ નિર્ગમન કરે છે. આ ચારે અઘાતી કર્મોની સ્થિતિ બળેલી સીંદરી જેવી થઈ જાય છે. સીંદરીનો આકાર દેખાય પણ તેનામાં બીજાને બંધન કરવાની શક્તિનો હ્રાસ થઈ ગયો હોય છે. રાપરૂપ થયેલી સીંદરીથી કોઈને બાંધી શકાતું નથી. તે જ રીતે આ ચારેને કર્મરૂપે ભોગવવા પડતાં હોવા છતાં તે આત્માને નવીન બંધનું કારણ થઈ શક્તાં નથી. પૂર્વે નિબંધન કરેલાં ચારે અઘાતી કર્મો જેમ જેમ ઉદયમાં આવે તેમ તેમ વીતરાગભાવથી વેદીને કેવળીપ્રભુ નિવૃત્ત કરતા જાય છે. - શ્રી પ્રભુને કેવળી પર્યાયમાં મન, વચન તથા કાયાના યોગ પ્રવર્તતાં હોવાથી અને તેમનું વીર્ય પૂર્ણતાએ ખીલ્યું હોવાથી, તે યોગની શક્તિથી કર્મ પરમાણુઓનો ઘણો મોટો જથ્થો તે શુધ્ધાત્મા પ્રતિ આવે છે. કર્મનાં પરમાણુના જથ્થાનો આધાર યોગની બળવત્તરતાનાં પ્રમાણમાં રહેતો હોવાથી શ્રી કેવળી પ્રભુ પાસે પરમાણુઓનો સૌથી મોટો જથ્થો આવે તે સ્વાભાવિક છે. પરંતુ યોગના જોડાણ વખતે કષાયનો અંશ પણ રહેલો ન હોવાથી તે આત્મામાંથી કોઇ પણ પ્રકારની લેશ માત્ર ચીકાશ ઝરતી નથી. આથી આવેલો પરમાણુઓનો વિશાળ જથ્થો આત્મપ્રદેશ પર એક સમયથી વધારે ૨૮૫ Page #307 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સમય માટે ચીટકી શકતો નથી. મોટી સ્થિતિ અથવા તીવ્ર રસબંધનું કારણ કષાય અને તેને લીધે આત્મામાંથી ઝરતી ચીકાશ છે. આ કષાય તથા ચીકાશનો અભાવ હોવાથી રસરહિતતાને કારણે એ જથ્થો એક સમય કરતાં વધારે સમય માટે આત્મા પર રહી શકતો નથી. તે જથ્થો પહેલા સમયે આવે છે, બીજા સમયે ભોગવાય છે અને ત્રીજા સમયે તે જથ્થો આત્મપ્રદેશ પરથી ખરી જાય છે. આમ માત્ર બે સમય માટે જ કેવળીપ્રભુનો આત્મા બંધન વેઠે છે. વળી, કર્મપ્રકૃતિ યોગના કારણથી નક્કી થાય છે. કષાયનો તેમને અભાવ હોવાથી તે કર્મ પરમાણુઓ તેમને માત્ર શાતાવેદનીયરૂપે જ પરિણમે છે. બાકીની કર્મની ૧૫૭ ઉત્તર પ્રકૃતિનો તેમને બંધ થતો જ નથી. આ બધી કર્મપ્રકૃતિના બંધ માટે કષાયનું અસ્તિત્વ જરૂરી છે. કષાયના પૂર્ણ અભાવને કારણે, બળવાન યોગના પ્રભાવથી આવતો સહુથી ઉત્કૃષ્ટ કર્મ ૫૨મણુઓનો જથ્થો પણ માત્ર શાતાવેદનીયરૂપે બંધાઈ બે સમયની અવિધમાં ખરી જાય છે, અને તેની સાથે છદ્મસ્થ અવસ્થામાં ગ્રહાયેલા નામ, ગોત્ર, આયુષ્ય તથા વેદનીયના કર્મ પરમાણુઓ ઉદય પ્રમાણે ભોગવાઇને ખરી જાય છે. આમ પૂર્વબધ્ધ આ ચાર કર્મો પણ ક્ષીણ થતાં જાય છે. જ્યારે આયુષ્ય કર્મનો છેલ્લો અંતર્મુહૂર્ત કાળ બાકી રહે છે ત્યારે બાકીના ત્રણ અઘાતી કર્મની પુણ્યપ્રકૃતિને સમકાળની કરવા માટે શ્રી કેવળીપ્રભુ કેવળી સમુદ્દાત કરે છે. કેવળી સમુદ્દાતમાં પહેલા ચાર સમયમાં આત્માના પ્રદેશો આખા લોકમાં ફેલાય છે. આત્માના અસંખ્ય પ્રદેશો લોકના અસંખ્ય પ્રદેશો પર પથરાય છે. એટલે એ આત્મા વિસ્તૃત સ્વરૂપ ધારણ કરી લોક જેટલો મોટો થઈ જાય છે. એ ચાર સમયમાં આયુષ્યકાળ જેટલા કાળના અન્ય કર્મો બાકી રાખી, બાકીનાં સર્વ કર્મો આત્મા પ્રદેશોદયથી વેદી લોકમાં ખેરવી નાખે છે. અને તે પછીના ચાર સમયમાં એ આત્મપ્રદેશો સંકોચાઈને પોતાના શરીરમાં સમાઈ જાય છે. તે પછીથી આત્મા પોતાનાં અનંતવીર્યનો પ્રબળ ઉપયોગ કરી મન, વચન તથા કાયાના યોગને રુંધવા ચૌદમા અયોગી ગુણસ્થાને આવે છે. અંતર્મુહૂર્ત કાળમાં પહેલાં મનોયોગ, પછી વચનયોગ અને છેવટે કાયયોગને રુંધી પાંચ લઘુસ્વરના ઉચ્ચાર જેટલા નાના કાળમાં ૨૮૬ Page #308 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ શેષ સર્વ કર્મપરમાણુઓનો ક્ષય કરી, એક જ સમયમાં કર્મભૂમિથી સિધ્ધભૂમિમાં પહોંચી જાય છે. અને તે પછીના સર્વકાળને માટે સિધ્ધભૂમિમાં રહી આત્માના સહજાનંદમાં એકરૂપ થઈ જાય છે. કેવળી સમુદ્દાત વખતે પરોપકારનું એક અતિ અતિ ઉત્તમ કાર્ય તે કેવળીપ્રભુથી – ઉત્તમ સત્પુરુષથી થાય છે. પ્રબળ પાપના ઉદયના કારણે અનંત સૂક્ષ્મ નિગોદિયા જીવો ત્રસ નાડીની બહાર ફેંકાઈ જાય છે. ત્રસ નાડીની બહારના લોકમાં આ જીવો એક શ્વાસના અઢારમા ભાગ જેટલા અલ્પ આયુષે સતત જન્મમરણ કરતા જ રહે છે, અને અનંત દુ:ખ ભોગવતાં જ રહે છે, તેમને વિકાસ કરવા માટે કોઈ યોગ મળતો નથી. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે પ્રત્યેક વિકાસનાં પગલે જીવને શ્રી સત્પુરુષના યોગની અને સાથની જરૂરત રહે છે. ત્રસનાડીની બહાર જ્યાં ત્રસકાય જીવોનું અસ્તિત્વ પણ નથી, ત્યાં સત્પુરુષનો યોગ તો સંભવે જ ક્યાંથી? સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય રૂપ સત્પુરુષનો યોગ ત્રસનાડીમાં પણ ઘણો ઘણો દુર્લભ શ્રી ભગવાને કહ્યો છે, તો પછી જ્યાં ત્રસકાય જીવોનો પણ સંભવ નથી એવા ક્ષેત્રમાં સત્પુરુષનો યોગ કેવી રીતે શક્ય બને? તો આ રીતે ત્રસનાડીની બહાર ફેંકાયેલા જીવોને ત્રસનાડીમાં પ્રવેશવા અવકાશ ક્યારે મળે? આવા જીવોને ત્રસનાડીમાં પાછો પ્રવેશ કરવા માટે એક અવકાશ રહેલો છે, અને તે છે કેવળી સમુદ્દાત. શ્રી કેવળીપ્રભુ જ્યારે સમુદ્દાત કરે છે ત્યારે તેમનો આત્મા આખા લોકમાં ફેલાય છે, અને એ વખતે એમના શુધ્ધ પ્રદેશો ત્રસનાડીની બહાર જ્યાં માત્ર સૂક્ષ્મ એકેંદ્રિય જીવ જ વસે છે ત્યાં પણ જાય છે. જ્યારે પ્રભુના શુધ્ધ પ્રદેશો વધારાના અઘાતી કર્મ પરમાણુને ખેરવી પાછા ફરે છે ત્યારે તે પ્રદેશોનું જે અવલંબન અમુક એકેંદ્રિય જીવ સ્વીકારે છે, તે જીવો પુણ્યપ્રભાવથી એ પ્રદેશને ચીટકી, તેની સાથે ખેંચાઈને ત્રસ નાડીમાં પ્રવેશ પામી જાય છે. તે પછીથી તેમનો વિકાસ શરૂ થાય છે. આમ કેવળી સમુદ્દાત વખતે કેવળીપ્રભુ અનેક જીવો પર ખૂબ ખૂબ ઉપકાર કરી આત્માના અપૂર્વ સ્વભાવનો પરિચય અન્ય જીવોને કરાવતા રહે છે. ૨૮૭ Page #309 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ બીજી તરફ આઠે કર્મથી મુક્ત થઈ એક શુધ્ધાત્મા જ્યારે સિદ્ધ થાય છે, ત્યારે તેમના કલ્યાણભાવના પ્રભાવથી નિત્યનિગોદનો એક જીવ આઠમો રુચક પ્રદેશ મેળવી, ત્યાંથી ખેંચાઈને બહાર નીકળી, પૃથ્વીકાયરૂપે જન્મ ધારણ કરી પોતાનું સંસારનું પરિભ્રમણ શરૂ કરે છે. અને તે જીવ ક્રમે ક્રમે સપુરુષના પ્રભાવથી વિકાસ કરતો જાય છે. વળી, શુદ્ધાત્માએ સિદ્ધ થતી વખતે જે ઉત્તમકલ્યાણના પરમાણુઓ અન્ય જીવોને પૂર્ણ થવા ઉપકારી થાય તેમ હતા, તે જગતમાં વેરીને ઉપકારનું સર્વોત્તમ કાર્ય કર્યું હોય છે. કેમકે એ પરમાણુઓ સિધ્ધ થવાની સિદ્ધિ મેળવવા ખૂબ લાભકારી થતાં હોય છે. આમ અનંત અવ્યાબાધ સુખમાં બિરાજવા જતો આત્મા છેલ્લે છેલ્લે પણ એક આત્માને નિત્યનિગોદની કેદમાંથી છોડાવવાનું પુણ્યકાર્ય કરવાની સાથે સાથે કેવળીપ્રભુને સિદ્ધ થવા માર્ગદર્શનરૂપ થાય એવા કલ્યાણના પરમાણુની ઉત્તમ ભેટ આપતો જાય છે. આમ કોઈ પણ દશાએ વર્તતા આત્માને ઉપકારી થવું એવા આત્માના અપૂર્વ સ્વભાવનો પરિચય જગતના જીવોને પુરુષ તરફથી સતત મળતો જ રહે છે. સૂક્ષ્મતાએ જો વિચારીએ તો જણાય છે કે અન્યને સહાય કરવી, મદદરૂપ થવું, ઉપકારી થવું એ આત્માનો મૂળભૂત નજરે તરી આવે એવો અપૂર્વ સ્વભાવ છે. અત્યાર સુધીની આપણી વિચારણાથી એ સિધ્ધ થયું છે કે જીવ સન્માર્ગે આગળ વધે ત્યાર પછીથી તે અન્ય આત્માઓને સહાય કરી તેમના ઉપર ઉપકાર કરવાની શરૂઆત કરે છે. અન્ય જીવોને શાશ્વત સુખ મેળવવા માટે નિમિત્ત બનતો રહે છે. એટલે કે આ પ્રકારનું પુણ્યકાર્ય કરવા માટે અમુક માત્રાની આત્મશુદ્ધિ કરવાની ઉપકાર કરવા માટે જીવને જરૂરત રહે છે. આત્માર્થનો વિચાર કરીએ તો આ વાત સત્ય છે, કેમકે પોતાની પાસે જ ન હોય તો તે બીજાને આપવા કેવી રીતે સમર્થ થાય? પરંતુ જીવના આ સ્વભાવનો આપણે ઊંડાણથી વિચાર કરીએ તો સમજાય છે કે જીવની બીજાને સહાય કરવાની વૃત્તિનો પડઘો તેના એકેંદ્રિયપણામાં પણ જોવા મળે છે. આત્માનો આ પરોપકારીપણાનો ગુણ એકેંદ્રિયમાં પણ આવિર્ભાવ પામતો હોય છે. ૨૮૮ Page #310 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ પૃથ્વીકાયરૂપે જીવો અન્ય જીવોને હલનચલન કરવા માટે, બેસવા તથા સૂવા માટે ત્રસકાય જીવોને આધાર આપે છે. ત્રસકાય જીવો દ્વારા દબાઈ કે કચડાઈને પણ તે જ જીવોને સાથ આપે છે. સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યાદિને ઘર, રાચરચીલું, સાધનસામગ્રી રૂપે પરિણમી મદદ કરતા રહે છે. વળી પહાડ, ડુંગર, સપાટ મેદાન આદિ સ્વરૂપે સૌંદર્યનાં નિમિત્ત બની સંજ્ઞી જીવોને શાતાનું કારણ આપતાં રહે છે. અપકાયરૂપે અર્થાતુ પાણીને શરીર બનાવી જીવનાર એકેંદ્રિય જીવ ત્રસકાય જીવોની તૃષા છીપાવે છે. શરીરનું સંચાલન કરવામાં મદદરૂપ થાય છે. મનુષ્ય આદિને સાફાઈ કરવાની પ્રવૃત્તિમાં સાથ આપે છે, અને જીવનમાં આધારરૂપ થાય છે. નદી, તળાવ, સમુદ્ર રૂપે સૌંદર્યનું પાન કરાવી અપકાય જીવો અન્ય અનેક જીવોને શાતાનું કારણ પણ થાય છે. અગ્નિકાયરૂપ એકેંદ્રિય જીવો અન્ય ચક્ષુઇન્દ્રિયવાળાને અન્ય પદાર્થો જોવા માટે પ્રકાશ પૂરો પાડે છે. તેજસકાય જીવોના પ્રભાવથી મનુષ્યાદિ ચક્ષુઇન્દ્રિયવાળાને ભૌતિક પદાર્થો દૃષ્ટિગોચર થાય છે. એ જ રીતે રસોઈ આદિ બનાવવામાં તેઓ અગ્નિસ્વરૂપે નિમિત્ત થઈ જીવોને સાતાનું નિમિત્ત પૂરું પાડે છે. મનુષ્યો આ જીવોની સહાયથી રોશની આદિ સૌંદર્ય કરી ઉત્સવો ઉજવી શકે છે. વાયુકાયરૂપે એકેંદ્રિય જીવો સર્વને શ્વાસોશ્વાસનું નિમિત્ત બની જીવાદોરી જાળવવામાં મદદરૂપ થાય છે. આ જીવો વાયરો બની અગ્નિના તાપને, ઉકળાટને હળવો કરી જીવોને શાતા આપે છે. અને શાંતિનું વાતાવરણ સર્જી અન્ય જીવો પર ઉપકાર કરતા રહે છે. વનસ્પતિકાયરૂપે એકેંદ્રિય જીવો અન્ય ત્રસકાય જીવોનો આહાર બની, તેમને શક્તિ, સ્વાદ, વગેરે પૂરાં પાડે છે. વૃક્ષ, વેલી, લત્તા રૂપે પથરાઈ બાગ, બગીચા કે વનરાઈ બની જીવોને સૌંદર્ય અને શાતા પ્રદાન કરે છે. આમ વનસ્પતિકાય જીવો ત્રસકાયજીવો પર અનેકવિધ ઉપકાર કરતા જ રહે છે. ૨૮૯ Page #311 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અને જ્યારે આ પાંચ પ્રકારના એકેંદ્રિય જીવો એકબીજા સાથેના સુમેળથી એકઠા મળે છે ત્યારે સંજ્ઞીપંચેન્દ્રિય જીવો માટે સૌંદર્યની ચરમ સીમા સર્જી ખૂબ શાતા આપે છે. પર્વત માળામાંથી નીકળી નદી વહેતી હોય, આસપાસમાં ફળફૂલથી લચેલાં વૃક્ષોની હાર હોય, મંદ આહલાદક પવન વાતો હોય, અને બે પર્વતના મધ્ય ભાગમાંથી ઊગતા સૂર્યનાં કિરણો તેજ પાથરી બધા પદાર્થોને દૃશ્યમાન કરતા હોય તે વખતનું સૌંદર્ય અનેક ચિત્રકાર તથા કવિને માટે ખૂબ પ્રેરણાદાયી છે તે આપણને ખબર છે. આ પરથી જીવનો અન્યને શાતારૂપ થવાનો સ્વભાવ એકેંદ્રિયપણાથી અછાનો નથી તેની પિછાન થાય છે. અને આ પ્રકૃતિની વિશેષ વિચારણા કરતાં આપણને સ્પષ્ટ થાય છે કે ત્રસકાયપણામાં જીવનો આ સ્વભાવ વિશેષ પ્રગટ થાય છે, અને સંજ્ઞીપંચેન્દ્રિય મનુષ્યપણામાં આત્માર્થ જાગ્યા પછી તેની ચરમસીમા સુધી વિકસે છે. અસંજ્ઞીપણામાં જીવો જ્યારે અન્ય જીવોને શાતાકારી અને ઉપકારી થાય છે ત્યારે તેમને પુણ્યબંધ થાય છે, આ પુણ્યના પ્રભાવથી તેઓ શ્રી પુરુષના યોગમાં આવે છે અને તેમના થકી એકેંદ્રિયપણામાંથી સંજ્ઞી પંચેન્દ્રિયપણા સુધીનો વિકાસ સાધે છે. સંજ્ઞીપંચેન્દ્રિય થયા પછી જીવ સમજપૂર્વક અને ઇચ્છાપૂર્વક અન્ય જીવોને સહાય કરવાનું કાર્ય કરી શકે છે. પુણ્યકાર્ય કરવામાં જ્યારે ઇચ્છા અને સમજ ભળે છે ત્યારે પુણ્યબંધની વિશેષતા થાય છે, અને તે જીવ પોતાની ઇચ્છા પ્રમાણે પુણ્યનો સદુપયોગ કે દુરુપયોગ કરવા સ્વતંત્ર થાય છે. જીવ જ્યાં સુધી અન્ય જીવનું નિસ્વાર્થપણે શુભ કરવામાં પ્રવર્તે છે ત્યાં સુધી તેનો વિકાસ થયા કરે છે, જ્યાં સુધી તે જીવ પુરુષની આજ્ઞાએ અને ઇચ્છાએ ચાલે છે ત્યાં સુધી તેને ક્યાંય પાછા પડવાપણું રહેતું નથી. પણ જ્યારે તે જીવ પુરુષની ઇચ્છાનો અનાદર કરી, અવળો ચાલી સ્વાર્થની દુનિયામાં જઈ અન્યને કષ્ટ આપવાની પ્રવૃત્તિમાં જોડાય છે ત્યારથી તેની અધોગતિ શરૂ થાય છે. કારણ કે જીવ પોતાના આત્માના મૂળ સ્વભાવથી વિરુધ્ધ પ્રકારે વર્તન કરે છે. પુરુષની ભાવના તો એ છે કે પ્રત્યેક જીવે પોતાના આ સ્વભાવનું અપૂર્વપણું સૂક્ષ્મ એકેંદ્રિયપણાથી શરૂ કરી ઠેઠ સિદ્ધિ થતાં સુધી જાળવતાં રહી તેની ઉત્કૃષ્ટતા સુધી પહોંચાડવું જોઇએ. ૨૯૦ Page #312 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ અસંજ્ઞીપણામાં અન્યને સહાય કરી ઉપકારક થવાનો જીવનો સ્વભાવ પ્રછન્નપણે કામ કરે છે; અને જ્યારે જીવને સંજ્ઞા મળે છે ત્યારે આ સ્વભાવ જીવને પોતાને પણ લક્ષગત થાય એટલો ફ્રૂટ થઈ શકે છે. જ્યાં સુધી જીવને સમકિત પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી તેનું ઉપકાર કાર્ય મતિકલ્પનાની મેળવણીને લીધે લૌકિકરૂપે પરિણમે છે. ભૌતિક રીતે સાથ સહકાર આપી અન્ય જીવો પર ઉપકાર કરી તે જીવ પુણ્યબંધ કરી વ્યવહા૨ે શાતાના ઉદયો જેવાં કે સારું શરી૨, શાતાના નિમિત્તો આદિ મેળવે છે. પણ જીવને જ્યારે સત્પુરુષનો યોગ થાય છે, સમકિતની પ્રાપ્તિ થાય છે ત્યારથી તેની સહાયક બનવાની ભાવના અલૌકિકરૂપ ધારણ કરતી જાય છે. તેની મદદ કરવાની ભાવના માત્ર ક્ષણિક શાતા માટે ન રહેતાં શાશ્વત અવ્યાબાધ સુખની પ્રાપ્તિ કરવા અને કરાવવા માટે કાર્યરત થાય છે. સ્વભાવની આવી અપૂર્વતા જીવ દ્રવ્ય સિવાયનાં અન્ય કોઈ પણ દ્રવ્યમાં પ્રગટતી જોવા મળતી નથી. આ લોકમાં અન્યને સહાય કરવાનું ઉત્તમ કાર્ય જો કોઈ આત્મા ઉત્કૃષ્ટતાએ કરતો હોય તો તે આત્મા છે “શ્રી તીર્થંકર ભગવાન”. તેઓ જીવ સમસ્તનું કલ્યાણ થાય એવા ભાવ કેટલાય ભવ સુધી કરતા રહે છે, અને સહુને આત્માના સ્વભાવનું અપૂર્વપણું પ્રાપ્ત થાય તે માટે શક્તિ ગ્રહણ કરી, પુરુષાર્થ કર્યા કરે છે. સંસારી જીવો આ પુરુષાર્થનું શુભ ફળ મેળવે પણ છે. ઘણા ઘણા આત્માઓ શ્રી પ્રભુનાં માર્ગદર્શનને પામી કલ્યાણ સન્મુખ થાય છે; અને પોતે પણ કલ્યાણભાવ કરતા શીખતા જાય છે. સાથે સાથે શ્રી પ્રભુએ પોતા પર જે અવર્ણનીય ઉપકાર કર્યા છે તેની સમજણ આવવાથી, ઉપકાર કરવા માટે પ્રભુનો આભાર માનવાનું લેશ પણ ચૂકતા નથી. બીજાએ પોતા પર કરેલા ઉપકારનો આભાર માનવો અને પોતે અપેક્ષા રાખ્યા વિના અન્ય જીવો પર ઉપકાર કરતા રહેવો એવી જીવના સ્વભાવની અપૂર્વતાને કારણે તો આખી સૃષ્ટિનું વ્યવસ્થિત સંચાલન થયા કરે છે. આત્માનું આવું અપૂર્વપણું જો ન હોય તો આખી સૃષ્ટિ અવ્યવસ્થિત અને અંધાધૂંધીવાળી બની જાય, વિચારતાં આ વિધાનની સત્યતા સમજાશે. જીવે પોતાના આ સ્વભાવને અગ્રસ્થાને રાખવો યોગ્ય છે તેનો લક્ષ રહે એ હેતુથી જે ૨૯૧ Page #313 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જે જીવો આનાથી વિપરીત પણે વર્તે છે તેને તેને શાતા મેળવવાની ઇચ્છા હોવા છતાં અશાતા જ મળતી અનુભવાય છે. અને જે જે જીવો અન્યનું શુભ કરવામાં વર્તે છે તેને શુભની પ્રાપ્તિ થયા કરતી હોય છે. મૂળ સ્વભાવથી વિપરીતપણે ન પ્રવર્તવામાં જીવ ઘણું ઘણું મેળવતો હોય છે. આ પ્રકારે પોતાના સ્વભાવનું અપૂર્વપણું ખીલવતાં ખીલવતાં આત્મા ચાર ઘાતકર્મોથી છૂટ્યા પછી બાકીનાં ચાર અઘાતી કર્મોથી પણ છૂટી જાય છે. મોહનો નાશ થતાં શતાવેદનીય સિવાયની કોઈ પણ કર્મપ્રકૃતિ કેવળી પ્રભુને બંધાતી નથી. બાકીનાં ચારે અઘાતી કર્મો અયોગી ગુણસ્થાને પૂર્ણતાએ નિર્જરી જવાથી એ કર્મને લગતું આત્માનું અપૂર્વપણું સંપૂર્ણ પ્રગટ થાય છે. આયુષ્ય કર્મના ભોગવટા માટે તે કર્મના પ્રભાવથી જીવને પ્રાપ્ત થયેલા દેહમાં અમુક કાળ સુધી રહેવું પડે છે. દેહની ઉત્પત્તિ સાથે જીવનો જન્મ થયો કહેવાય છે અને દેહનો ત્યાગ થતાં જીવનું મૃત્યુ થયું એમ કહેવાય છે. જેટલા કાળ માટે એક દેહમાં જીવ રહે તેટલા કાળનું તે જીવનું આયુષ્ય ગણાય છે. વાસ્તવિક રીતે આત્મા જન્મતો પણ નથી અને મરતો પણ નથી. આત્મા સદાકાળ રહેનારો છે અર્થાત્ નિત્ય છે. પરંતુ નિત્ય એવા આત્માને ક્ષણિક એવા દેહના સંયોગમાં ઉત્પત્તિ તથા લયની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોવાથી બાહ્ય દૃષ્ટિએ તેનું સર્વને ક્ષણિકપણું જણાય છે. અને તે દેહમાં જીવે પોતાપણું અને મારાપણું કરી મૂક્યું હોવાથી પોતે પોતાને અનિત્ય માનવાની ભૂલ પણ કરતો રહે છે. તે જીવ પરિભ્રમણકાળ દરમ્યાન ક્યારેય નાશ પામતો નથી, પણ તેને વેદાતી એકરૂપતાની ભ્રમણાને કારણે પોતાને ક્ષણિક સમજી વર્તન કરતો જાય છે. અને કર્મપાશમાં સતત બંધાતો રહે છે. જ્યારે તેની આ ભ્રમણા ભાંગે છે, અને દેહના મમત્વપણાના મોહનો સંપૂર્ણ ક્ષય થાય છે ત્યારે તે દેહ શુધ્ધાત્મા માટે ચરમ દેહ બની રહે છે. આ ચરમદેહને ત્યાગી આત્મા સિધ્ધભૂમિમાં જાય છે ત્યારથી તે અશરીરી બની અનંતકાળ સુધી ત્યાં જ વસે છે, કદી પણ પરિભ્રમણ અર્થે નીચે ઉતરતો નથી એટલે કે તે પોતાની અક્ષય સ્થિતિને પામે છે. દેહનાં બંધન છૂટવા સાથે તેના ઉત્પત્તિ તથા લયના બંધનથી પણ મુક્ત બની, ૨૯૨ Page #314 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ આત્મા પોતાની અક્ષય સ્થિતિને સિધ્ધ કરે છે. પોતાના અવિનાશી ગુણને સંપૂર્ણતયા પ્રગટાવે છે. નામકર્મના પ્રભાવથી આત્માનો અરૂપીપણાનો ગુણ અવરાય છે, અને તે રૂપીપણાને ધારણ કરે છે. રૂપ એટલે આકારનો ગુણરૂપી એટલે જેનામાં જુદાં જુદાં રૂપ-આકાર ધારણ કરવાની શક્તિ છે તે. આવી જુદાં જુદાં રૂપ ધારણ કરવાની શક્તિ પુગલમાં ઘણા મોટા પ્રમણામાં છે. મળવા તથા વિખરાવાના ગુણને કારણે પુગલ અનેકરૂપ ધારણ કરે છે અને તેથી રૂપી કહેવાય છે. આવાં રૂપી પુગલો કર્મના પ્રભાવથી દેહાદિરૂપે આત્મા સાથે જોડાય છે. આત્મા કર્મબંધના કારણે દેહપ્રમાણ બની દેહમાં વ્યાપીને રહેતો હોવાથી તેને દેહનો જે આકાર મળ્યો હોય તે આકાર ધારણ કરે છે. આમ ચોરાશી લાખ જિવાયોનિમાં ભમતો જીવ પ્રત્યેક દેહને અનુરૂપ આકૃતિઓ ધારણ કરતો રહે છે, આથી સકર્માવસ્થામાં તેનું રૂપીપણું સહુને પ્રત્યક્ષપણે અનુભવાય છે. દેહ, તેનું બંધારણ, તેનાં અંગો અને ઉપાંગો, તેનું સંઘાતન (દેહનાં પુદ્ગલ પરમાણુઓને આત્મા સુધી ખેંચવા), તેનું સંવનન (હાડકાનું બંધારણ), ઇન્દ્રિય, નરકાદિ ગતિ વગેરે વગેરે નામકર્મમાં સમાતા હોવાથી, નામકર્મને કારણે જીવને રૂપીપણું આવે છે એમ કહેવાય છે. વાસ્તવિકતામાં આત્મા અરૂપી છે. અરૂપી એટલે જુદા જુદા આકાર ધારણ કરવાના ગુણનો અભાવ. આત્મા પોતાની રીતે કોઈ પણ આકાર ધારણ કરતો નથી. અરૂપી એટલે એકરૂપી, જે રૂપ કે આકારમાં ફેરફાર થતો નથી તે. આત્મા આવો અરૂપી છે, આકારનાં ફેરફાર વગરનો છે. એ જ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ પણ અરૂપી છે. તે ત્રણે દ્રવ્ય સદાકાળ માટે લોકાકાશના આકારે જ રહે છે, ક્યારેય અન્યરૂપ થતાં નથી. આત્મા જ્યારે નામકર્મથી અને તેની ૧૦૩ પ્રકૃતિથી મુક્ત થઈ, દેહથી ભિન્ન થઈ સિદ્ધભૂમિમાં જાય છે ત્યારે તે પોતાનાં અરૂપીપણાને ધારણ કરે છે. ચરમ માનવદેહની સિધ્ધ થતી વખતે જે આકૃતિ હોય છે તેનાં ૨/૩ કદની આકૃતિમાં એ આત્મા ચિરકાળ માટે સિધ્ધભૂમિમાં સ્થાન ગ્રહણ કરે છે, એ આકારમાં અનંતકાળ પછી પણ કોઈ જ ફેરફાર થતો નથી. આવો સ્થાયી આકારમાં રહેવાનો ગુણ તે આત્માના ‘અરૂપીપણાને લીધે છે. તેમાં ૨૯૩ Page #315 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સદસતા નથી અર્થાત્ પરિણામમાં ફેરફાર નથી. ધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં પણ આ જ અપેક્ષાથી અરૂપીપણું સમજવા યોગ્ય છે. જીવનાં ગોત્રકર્મનો જ્યારે ક્ષય થાય છે ત્યારે તેનો અગુરુલઘુ ગુણ ઉત્તમતાએ પ્રકાશે છે. ગોત્રકર્મના કારણથી આત્માનો અગુરુલઘુ ગુણ અવરાય છે. ગુરુ એટલે ભારે અને લઘુ એટલે હળવો. અગુરુલઘુ એટલે ભારે પણ નહિ અને હળવો પણ નહિ એવો. ગુરુત્વ અને લઘુત્વ એ રૂપી પદાર્થનું લક્ષણ છે, અગુરુલઘુપણું એ અરૂપી પદાર્થનું લક્ષણ છે. પુદ્ગલ એક પરમાણુની અપેક્ષાએ ફેરફાર પામતું નથી તેથી તેનામાં અગુરુલઘુ ગુણ છે, પણ અનેક પરમાણુનાં સંયોજન તથા વિસંયોજનની અપેક્ષાએ તેના આકારમાં ઘણા ઘણા ફેરફાર થયા કરે છે તેથી તેનામાં લઘુત્વ તથા ગુરુત્વનો ગુણ ઉભરાય છે. બીજી અપેક્ષાએ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવાની શક્તિ એટલે અગુરુલઘુ ગુણ. છએ દ્રવ્યો પોતપોતાનું અસ્તિત્વ સદાકાળ માટે જાળવી રાખે છે એ અપેક્ષાએ સર્વ દ્રવ્યો અગુરુલઘુ ગુણ ધરાવે છે. એમાં પુદ્ગલની વિપરીત અસર આત્મા પર થતી હોવાથી, આત્મા તથા પુદ્ગલનું સંયોજન થાય ત્યારે તે લઘુગુરુરૂપ થઈ જાય છે. કર્મ વર્ગણાઓ આત્માને ચીટકવાથી તેનો અગુરુલઘુગુણ અવરાઈ જાય છે, તે કર્મના ભારથી ભારે અને હળવાશથી હળવો થાય છે. કર્મ વર્ગણાઓ પૂર્ણતાએ નીકળી જતાં આત્માનો મૂળભૂત અગુરુલઘુ ગુણ ખીલી ઊઠે છે. પુદ્ગલના અગુરુલઘુ ગુણ કરતાં આત્માનો અગુરુલઘુ ગુણ વિશેષ બળવાન છે, કારણ કે આત્મા ક્યારે પણ કર્મથી પૂરેપૂરો અવરાઈ જતો નથી; અક્ષરના અનંતમા ભાગે તેનાં જ્ઞાન, દર્શન તથા ચારિત્ર ખુલ્લાં જ રહે છે. ગોત્રકર્મ જીવનું ભારેપણું તથા હળવાપણું બતાવે છે. કર્મ પરમાણુઓ ચીટકવાને કારણે આત્મામાં જે ગુરુત્વ કે લઘુત્વ દેખાય છે તેને આધારે જીવનું ઉચ્ચ ગોત્ર છે કે નીચ ગોત્ર છે તે નક્કી થાય છે. આ પરથી ગોત્રકર્મ આત્માને કેવી રીતે છાવરે છે તે આપણને સમજાય છે. વેદનીય કર્મ આત્માનાં અનંત અવ્યાબાધ સુખના અનુભવને રોકે છે. આત્માનો મૂળભૂત સ્વભાવ છે કોઈની પણ રોકટોક કે અટકાયત વિના અનંત સુખનો ભોગવટો ૨૯૪ Page #316 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ કરવાનો. આત્માને અવ્યાબાધ સુખનો ભોગવટો કરતાં અટકાવે છે વેદનીય કર્મ. વેદનીય કર્મનાં પરમાણુઓ આત્માને ચીટકી જઈ, તેને શાતા અશાતારૂપ પોગલિક વેદનમાં ખેંચી જઈ અવ્યાબાધ સુખથી વંચિત કરે છે. જીવ કર્મના ઉદય પ્રમાણે આઠેકમનું શાતા કે અશાતારૂપે વેદન કરે છે. કેવળી પર્યાય પામ્યા પછી આત્મા પોતાનાં અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વીર્યને ભોગવવા સાથે સાથે ચાર અઘાતી કર્મનું પણ વેદન કરે છે. અને જ્યારે આત્મા અઘાતી કર્મનો પણ ક્ષય કરે છે ત્યારે તે પોતાની અક્ષય સ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુત્વ ગુણ અને આવ્યાબાધ સુખનો ભોગવટો કરવામાં સ્થિર થાય છે. આ સર્વ ગુણોનું વેદન તેને અનંતાઅનંત કાળ પર્યત રહે છે. આ સ્થિતિના વેદનમાં તેમને જગતની કોઈ પણ શક્તિ બાધા કરી શકતી નથી. અયોગી ગુણસ્થાને આવ્યા પછી યોગ સંધી આત્મા શાતાવેદનીય કર્મનો બંધ કરતાં પણ અટકી જાય છે, સાથે સાથે ચારે અઘાતી કર્મનો પૂર્ણ ક્ષય થાય છે. અને આત્માનો અયોગી સ્વભાવ પ્રગટ થાય છે. સ્વભાવથી અયોગીપણું આત્માએ આ પૂર્વે કદી માર્યું ન હતું, ૧૪માં ગુણસ્થાને આત્માને પહેલી જ વાર તેની અનુભૂતિ આવે છે. આ સ્થિતિએ પહોંચવામાં પ્રેરણા કરનાર તથા માર્ગદર્શન આપનાર છે ઉત્તમ દશાના સપુરુષ. તેમની દોરવણી નીચે જ આત્માની કલ્યાણયાત્રા પૂરી થઈ શકે છે. કેવળીપર્યાયમાં આત્મા, સિદ્ધ થવાની પ્રેરણા કરનાર સિદ્ધ પ્રભુનાં કલ્યાણ પરમાણુઓ ઉત્તમતાએ સ્વીકારે છે અને તેનો ઉત્તમતાએ ઉપયોગ કરી આત્મા સિદ્ધ થવાની ચાવી મેળવી, અંતિમ ધ્યેય સિધ્ધ કરવામાં સફળ થાય છે. આમ નિત્યનિગોદથી શરૂ કરી પ્રત્યેક પ્રગતિના સ્થાને નિસ્પૃહભાવથી ઉપકાર કરનાર સપુરુષ સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ સુધી મદદકર્તા બની રહે છે, એ સપુરુષનાં ઉપકારનું અને આત્માના સ્વભાવનું અપૂર્વપણું છે. શ્રી સત્પરુષે આવું કલ્યાણ ઉદારદિલથી જગતજીવોને આપ્યું તે તેમનો અવર્ણનીય ઉપકાર છે. જો આવું કલ્યાણકાર્ય તેમણે કર્યું ન હોત તો કોઈ પણ જીવ સ્વરૂપપ્રાપ્તિ કરવાનો પુરુષાર્થ કરવા ઉદ્યમી થાત નહિ. તેમણે કરેલાં આપણા પરના ઉપકારનો ૨૯૫. Page #317 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ વિચાર કરતાં સમજાય છે કે નિત્યનિગોદમાંથી બહાર કાઢી, એકથી પાંચ ઇન્દ્રિય અને સંજ્ઞાનો મેળાપ કરવા સુધી પ્રગતિ કરાવી, સ્વસ્વરૂપની ઝાંખી કરાવી, પૂર્ણ મુક્ત થવા સુધીની પ્રેરણા તથા સથવારો આપનાર સમસ્ત સત્પુરુષોના ઉપકારનો આભાર ક્યા શબ્દોમાં માનવો? જીવનની પ્રત્યેક અવસ્થાએ સત્પુરુષનું સાનિધ્ય કેટલું ઉપકારી છે અને સુખકારી છે તેનો અંદાજ આવવો જીવને માટે ઘણો કઠણ છે. તેમ છતાં જીવને જેમ જેમ વિશુદ્ધિ આવતી જાય છે, સત્પુરુષનો અનુભવ થતો જાય છે તેમ તેમ તેનાં હૈયામાંથી એક અવિરત ધ્વનિ ઊઠે છે કે “તે સત્પુરુષ ત્રિકાળ જયવંત વર્તો”. ત્રિકાળ જયવંત વર્તો! જે સત્પુરુષોએ આત્માના અપૂર્વ સ્વભાવને પ્રગટ કરનાર મહામહા કલ્યાણમાર્ગ વહેતો રાખ્યો છે, તે સત્પુરુષ સદાય આ જગતમાં રહો. ક્યારેય આ જગત સત્પુરુષરહિત ન બનો, ત્રિકાળ એટલે ત્રણે કાળમાં, ભૂતકાળમાં આવા સત્પુરુષોએ માર્ગની રક્ષા કરી જગતજીવોને શુદ્ધિ મેળવવામાં મદદ કરી છે, વર્તમાનમાં એ કોટિના સત્પુરુષો જગતજીવોને સ્વરૂપ પ્રાપ્તિ કરવામાં સતત ઉપકારી થઈ રહ્યા છે, અને ભાવિમાં પણ આવા સત્પુરુષોની ઓછપ થાય તેવું બને નહિ એવી કૃપા ઇચ્છી છે. ત્રણે કાળમાં આવા સત્પુરુષોની શુભ અસર જગતના જીવો સ્વીકારતા રહે એ આશય “જયવંત રહો” એ શબ્દોમાં જોવા મળે છે. સત્પુરુષ ‘સર્વ જીવનું કલ્યાણ હો’ એ ભાવના ભાવે છે, જે જે જીવો આ ભાવનાનો સ્વીકાર કરે છે તે સર્વ કલ્યાણ સન્મુખ થાય છે. કલ્યાણ સન્મુખ થનારા જીવો પણ સત્પુરુષની પદવીએ પહોંચી કલ્યાણમાર્ગને વિશેષતાએ પ્રકાશે; અને આમ કલ્યાણની શુભ ભાવના તથા કલ્યાણ કાર્ય અવિરતપણે ચાલ્યા કરે એવા ઉદ્દેશથી “ત્રિકાળ જયવંત વર્તો!” એવા ઉદ્ગાર સહજતાએ નીકળી ગયા છે. સત્પુરુષના સાનિધ્યનું સાતત્ય જીવોને મળતું રહે, તેમની અસ૨ જગજીવો સ્વીકારતા રહે તો તે સત્પુરુષ કર્મ સામે જયવંત થાય છે, જીવોને કર્મ સામેની ૨૯૬ Page #318 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ લડાઈમાં વિજય અપાવે છે એ ભાવના ભાવી છે. અને આ ભાવનાનું ફળ છે ‘ૐ શાંતિ: શાંતિ: શાંતિ:'. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ૐ એ પ્રણવ મંત્ર પંચપરમેષ્ટિ ભગવંતનો પ્રતિનિધિ છે. પંચપરમેષ્ટિ એ જીવ સમસ્તનું કલ્યાણ ઇચ્છનાર સત્પુરુષરૂપ આત્માઓ છે. તેમની કૃપાથી અને સહાયથી જીવને ‘શાંતિ પદની’ પ્રાપ્તિ થાય છે. શાંતિ એ આત્માનું પરમ પદ છે. સંસારમાં જીવ મન, વચન અને કાયાના યોગથી કષાયયુક્ત બની કર્મની જાળમાં સતત બંધાયેલો રહે છે. આ બંધન તોડી યોગને છોડી પરમ શાંતિમાં આત્મા વસે એ માટે ત્રણે યોગની સમાપ્તિ સૂચવવા ત્રણ વખત ‘શાંતિઃ’ શબ્દ પ્રયોજાયેલો જણાય છે. અને એ માટેનું નિમિત્ત કારણ ‘ૐૐ’ છે. આમ આત્મા પંચપરમેષ્ટિ ભગવંતની સહાયથી સર્વ કર્મથી મુક્ત થઈ પરમ શાંતિ પામે અર્થાત્ સિદ્ધાવસ્થા મેળવે એમ જણાવી આખા મોક્ષમાર્ગનાં રહસ્યને ગૂંથી લીધું છે. આત્માના ‘અપૂર્વ સ્વભાવ’નો ઊંડાણથી વિચાર કરીએ ત્યારે આપણને ‘સાગરમાં બિંદુ અને બિંદુમાં સાગર' સમાયો છે તે ઉક્તિની જાણકારી આવે છે. ચારે ઘાતીકર્મની અપેક્ષાએ આ ઉક્તિની સાર્થકતા આપણને સમજાય છે. જ્ઞાન એ સાગર જેટલું વિશાળ છે, અગાધ છે. જ્ઞાનમાં અનેકાનેક અપેક્ષાએ સર્વ પદાર્થોની વિસ્તૃત સમજણ સમાયેલી જોવા મળે છે, તેનાં કારણે જ્ઞાનસાગર કહેવાય છે, જ્ઞાનને સાગરની ઉપમા આપવામાં આવે છે. જગતના સર્વ પદાર્થો સંબંધીનાં જ્ઞાનમાં એક આત્મા સંબંધીનું જ્ઞાન મેળવવું અનિવાર્ય છે. પણ જીવ જ્યારે આત્મા સંબંધી જ્ઞાન મેળવવાનો પુરુષાર્થ કરે છે ત્યારે આત્મા સંબંધી યથાર્થ જ્ઞાન મેળવવા માટે અન્ય સર્વ પદાર્થો સંબંધીનું વિશદ જ્ઞાન લેવું જરૂરી થાય છે, કારણ કે એ જ્ઞાન થકી જ આત્મા આ છે કે આ નથી એમ નક્કી થઈ શકે છે. એટલે કે ને પુ ં નાળરૂ તે સર્વાં બાળકૢ તથા ને સર્વાં બાળકૢ તે ાં નાળડ્ અર્થાત્ જેણે એક આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું અને જેણે સર્વ જાણ્યું છે તેણે એક આત્મા જાણ્યો છે, એમ કહી ૨૯૭ Page #319 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ શકાય. બીજી અપેક્ષાએ વિચારીએ તો અનંતાનંત જીવો તથા અનંતાનંત પુગલોથી ખીચોખીચ ભરેલા આ જગતમાં એક આત્મા એ ભર્યા સાગરનાં એક બિંદુ સમાન જ છે. આવો બિંદુ સમાન આત્મા શુધ્ધ થાય ત્યારે પોતામાં સમસ્ત લોકાલોકના પ્રત્યેક પદાર્થનું ત્રણે કાળનું સમય સમયનું જ્ઞાન સમાવે છે. જે જ્ઞાન વિશાળ સમુદ્ર જેટલું વિસ્તરિત છે. આ વાત સ્પષ્ટતાએ સમજીએ ત્યારે આપણે કહી શકીએ કે ‘સાગરમાં બિંદુ અને બિંદુમાં સાગર’ સમાયેલો છે. દર્શનની અપેક્ષાએ પણ આ કથન સત્ય ભાસે છે. જગતમાં પ્રવર્તતાં પ્રત્યેક પદાર્થને જોવા, એ અનંતાનંત પદાર્થોની પર્યાયો જોવી, એનો વિચાર કરીએ તો તેની વિશાળતા જ્ઞાન જેટલી જ સાબિત થઈ જાય. તે સર્વમાં ઉત્તમ આત્મદર્શનને કહી શકાય. એક શુધ્ધાત્માનું પૂર્ણતાએ દર્શન કરવાથી જગતના તમામે તમામ પદાર્થની પર્યાયો જોવાની શક્તિ એ શુદ્ધાત્મામાં પ્રગટ થાય છે. ત્રણે કાળના સમસ્ત પદાર્થોની પર્યાય શુધ્ધાત્મા જોઈ શકે છે. અને એ આત્મા અનંતાનંત જીવો તથા અનંતાનંત પુદ્ગલો વચ્ચે સાગરમાંનાં એક બિંદુ જેટલું મહત્ત્વ ધરાવે છે. અને આ આત્મારૂપ બિંદુમાં સમસ્ત લોક તથા અલોકનું દર્શન સમાઈ જાય છે. એ અપેક્ષાએ આપણને ‘સાગરમાં બિંદુ અને બિંદુમાં સાગર’ સમાયો છે તેનું સાર્થકપણું જણાય છે. આત્માનાં વીર્યની અપેક્ષાએ પણ “સાગરમાં બિંદુ અને બિંદુમાં સાગર’ સમાયો છે એ વચન સત્ય ભાસ્યા વિના રહેતું નથી. અનાદિકાળથી નિત્ય નિગોદમાં રહેલો આત્મા સૌથી હીનવીર્ય તથા નબળો છે. તે એટલો બધો નબળો છે કે તેના પર બધાની સત્તા ચાલે છે. સૂક્ષ્મબાદર એકેંદ્રિયપણામાં પણ એ જીવ પર ત્રસકાય માત્રની સત્તા ચાલે છે. જગતની વિશાળતા અને શક્તિની અપેક્ષાએ આ રીતે દબાતા જીવની શક્તિ સાગરમાં બિંદુ સમાન જ છે. તેનામાં પોતાનું કલ્યાણ કરવા માટે અંશ માત્ર શક્તિ પણ ફૂટ થઈ હોતી નથી, આવી હીનવીર્ય સ્થિતિમાં રહેલો જીવ શ્રી સત્પરુષના આશ્રયથી પોતામાં ભંડારાયેલી શક્તિને ખીલવતાં ખીલવતાં સંજ્ઞી પંચેન્દ્રિય જીવની દશા સુધી પહોંચે છે. અને ત્યાર પછી પણ શક્તિના પ્રણેતા પુરુષના આશ્રયે ૨૯૮ Page #320 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અપૂર્વ સ્વભાવ રહી તે જીવ જગત આખાનું સંચાલન કરી શકવા જેટલી શક્તિ મેળવે છે. અને છેવટે અંતરાય કર્મનો પૂરો ક્ષય કરી અનંતવીર્ય પ્રગટાવી જગતનો નાથ પણ તે થાય છે. આ રીતે વિચારતાં જણાય છે કે શક્તિ અર્થાત્ વીર્યની અપેક્ષાએ આત્મા માટે સાગરમાં બિંદુ અને બિંદુમાં સાગર’ સમાયો છે એમ કહી શકાય. એ જ રીતે મોહનીય કર્મની અપેક્ષાએ પણ આ કથન સત્ય છે એમ અનુભવાય છે. જીવને જ્યારે મોહ ઉત્કૃષ્ટતાએ વર્તતો હોય છે કે તેનાં જ્ઞાન, દર્શન તથા વીર્ય અતિ અતિ અલ્પ માત્રામાં જ ફૂટ થયાં હોય છે, આવી દશામાં તે જીવ આ જગતમાં આખા સાગરના એક બિંદુ જેટલું મહત્ત્વ પણ મેળવી શકતો નથી. પરંતુ પુરુષના આશ્રયમાં રહીને તે જીવ ક્રમે કરીને મોહને ક્ષીણ કરતાં કરતાં તેનાં જ્ઞાન, દર્શન, વીર્ય તથા ચારિત્રની ખીલવણી કરતો જાય છે. અને એ ચારેની પૂર્ણતાએ ખીલવણી કર્યા પછી તે આત્મા આખા જગતને પૂજનીય, વંદનીય, અર્ચનીય અને સન્માનનીય બની જાય છે. અર્થાત્ એક બિંદુ જેવો આત્મા સમગ્ર સાગર કરતાં પણ વિશેષ મહત્ત્વનો થઈ જાય છે. જે મોહના કારણે જીવની અત્યંત પાયમાલી થઈ હતી, તે મોહ અને તેનાં આનુષંગિક ઘાતકર્મોનો ક્ષય કરવાનો ઉપાય જીવને માત્ર એક સપુરુષ પાસેથી જ મળે છે. અને તેથી શ્રી પુરુષ આશ્રિત જીવોને માટે સદાકાળ અત્યંત ઉપકારી જ સાબિત થાય છે. આ રીતે સન્દુરુષ સાગરમાં બિંદુ સમાન જીવને પોતાના કલ્યાણભાવના સહારાથી બિંદુમાં સાગરને સમાવે એવો ઉત્તમ બનાવે છે. જીવનમાં અદ્ભુત સામર્થ્યને અક્રિય કરનારા ઘાતકર્મોનો ઘાત કરતાં પુરુષ જ શીખવે છે, અને તેઓ જ આત્માના અપૂર્વ સ્વભાવને પ્રગટ કરવા દોરવણી આપે છે. આવા મહા મહા ઉપકારી અને સામર્થ્યવાન સપુરુષો ત્રિકાળ – સદાકાળ જયવંત રહો! જીવની અચેત સમાન થયેલી શક્તિને પુનર્જિવિત કરનાર તથા ઉત્કૃષ્ટતાની ટોચે પહોંચાડનાર શ્રી પુરુષોને કોટિ કોટિ વંદન હો, વંદન હો, વંદન હો ! 3 શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૯૯ Page #321 -------------------------------------------------------------------------- ________________ આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી, સદેવ સપુરુષનાં ચરણકમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય. અનંતકાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો પુરુષ (જેમાં સદ્ગુરુત્વ, સત્સંગ અને સત્કથા એ રહ્યાં છે) મળ્યા નથી, નહીં તો નિશ્ચય છે, કે મોક્ષ હથેળીમાં છે, ઈષપ્રાભરા એટલે સિદ્ધ-પૃથ્વી પર ત્યાર પછી છે, એને સર્વ શાસ્ત્ર પણ સંમત છે. અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે. – શ્રીમદ્ રાજચંદ્ર (આંક પ૫) Page #322 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ આત્માનો અપૂર્વ સ્વભાવ પ્રગટ કરવામાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ આત્મામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય રહેલાં છે. તે સાથે બીજા અનંત ગુણો પણ તેનામાં રહેલાં છે. આમ છતાં તેનો સાચો લક્ષ જીવોમાં આવ્યો ન હોવાને કારણે મોહથી અંધ બની અનંતાનંત જીવો અનાદિકાળથી તેના ગુલામ થઈ વર્તી રહ્યા છે, અને પોતાના અગણિત ગુણોથી વંચિત થઈ સંસારમાં પરિભ્રમણ કરતા રહ્યા છે. આ રીતે મોહમાં અટવાયેલા અને પરિભ્રમણમાં ડૂબેલા જીવોને જ્યારે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની કલ્યાણભાવનાનો મેળાપ થાય છે, ત્યારે તેના પ્રભાવથી તે જીવોને સંસારનાં સતત ચાલતા ચક્રમાંથી બહાર નીકળવાના ભાવ થાય છે. આવા પરિભ્રમણથી છૂટવા મથતા જીવોને શ્રી પ્રભુ યોગ્ય બોધ તથા ઉપદેશ આપી, વૈરાગ્યમાં તરબોળ કરી, માર્ગ પમાડી, મોક્ષમાર્ગમાં સતત આગળ વધવાનું વીર્ય જગાવવામાં સહાય કરે છે. જાગૃત થયેલા વીર્યની સહાયથી અલ્પકાળમાં અનાદિકાળની લીલાને સંકેલી લઈ, જીવો પૂર્ણતાએ પહોંચી શકે તેવો પ્રબળ અને આશ્ચર્યકારક પુરુષાર્થ કરવામાં સફળ થાય છે. શ્રી પ્રભુના આશ્રયે તથા આજ્ઞાએ ચાલી જે જીવ મળેલા વીર્યનો સદુપયોગ કરે છે, તે જીવ આ વીર્યને માણે છે, તેમાં મહાલે છે અને પૂર્ણતા પામે છે. આવી ત્વરાથી આગળ વધતા જીવોને સન્દુરુષ તરીકેનું કર્તવ્ય સમજાવતાં શ્રી પ્રભુ બોધે છે કે, “હે આત્મા! તું તારું હવેનું જીવન એવી રીતે પસાર કર કે તારાથી કલ્યાણમૂર્તિ થઈ શકાય. આ કાળના જીવો કઠોર, કાચા ગીસોડા ૩૦૧ Page #323 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જેવા છે. તેઓ કડકાઈ અને કઠિનાઈ સહન કરી શકે તેવા નથી, માટે તું તારા દેહસંબંધને ભૂલી જા, તું દેહનો સ્વામી છે એ ભાવને ગૌણ કરી જીવોને છોડાવવા માટે આત્માને વિશે તે જાગૃત થા, જાગૃત થા. તું સમય માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ. તું આ પંચમકાળમાં લઘુતાધારી કલ્યાણમૂર્તિ થા. તારા ભાગ્યમાં જેટલા જીવોનું કલ્યાણ કરવાનું સૂજિત હોય તેટલાનું કલ્યાણ કરવા જલદીથી તૈયારી કર. ઋણથી મુક્ત થવા કટિબધ્ધ બન.” “તે માટે હે આત્મનુ! તારી સંસારમાં ગમે તે સ્થિતિ હો, છતાં સર્વ પુગલોને ત્વરાથી છોડી દેવાની તૈયારી કર, અન્ય જીવોનો અલ્પ પણ ઉપકાર ગ્રહણ કરવો નથી એવો પ્રબળ નિશ્ચય કર, અને આજના પવિત્ર દિવસથી આત્મવિકાસ કરવા ત્વરા કર, ત્વરા કર. ઉદયગત મોહનીય કર્મને રણની રેતી જેવું ગણી, તે મોહરૂપી ગરમ રેતીનો અલ્પકાળમાં ત્યાગ કરી, આ ભવસમુદ્રને તરી, અન્યને તારી જલદીથી ઋણમુક્તિ પામ, અને સહુનાં કલ્યાણમાં સહભાગી બન.” “અહો સમ્યદૃષ્ટિ! વિષમ, દુર્ગમ, બળતા, અંધકારથી આંધળા એવા કાળ સામે પડી, તું પ્રકાશથી ઝળહળતા જ્ઞાન પાછળ દોટ મૂક. અને શૂન્ય મનથી ઉદાસીનવૃત્તિ સેવી આ સંસારના વિષમ ઉદયકાળને સમ ગણી, ત્વરાથી સમભાવ સેવી, આ જીવનમાં જ આત્મકલ્યાણ કરવા અને કરાવવા ત્વરા કર, ત્વરા કર.” અહો શાંતસ્વરૂપી જીવ! સમર્થ ધણીનું શરણું માથું રાખી, સંસારની ભરપૂર પ્રવૃત્તિઓથી અલિપ્ત રહેવાનો પુરુષાર્થ કરવાની સાથે અન્યને પરમ શાંતિ લાગે તેવી વર્તન કરવામાં તારું કલ્યાણ છે. માટે તું જ્ઞાતાદ્રષ્ટા થઈને વર્ત, જ્ઞાતાદૃષ્ટા થા. જે કર્મો ઉદયમાં આવવાના છે તે તો આવવાનાં જ છે, તે માટે તું વિચારણા ન કર, તે સમયને બચાવી લઈ તેનો અપૂર્વ એવો લાભ લઈ પરમ સમાધિદશાને પામ, એ જ તારું કર્તવ્ય છે. ૩૦૨ Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ આ દેહને સમાધિદશા પામવા માટે જ સાચવ. તો જ આ દેહનો લાભ છે. કલ્યાણમૂર્તિ થઇ વર્તમાન દેહને સાર્થક કર.” “કોઈ જીવ સમય માત્ર માટે પણ તારાથી પીડા ન પામે, મન વચન કે કાયાથી તારાથી દુભાય નહિ એ માટે પ્રબળ પરમ પવિત્ર નિશ્ચય કરી, આ જીવનમાં આત્માની સિદ્ધિ અર્થે વણથંભ્યો પૂર ઝપાટે દોટ મૂક. કાળ તો હવે નહિવત્ શેષ છે. કાર્ય ઘણું છે. તો તું સંસારના સમસ્ત જીવો પ્રતિ પરમ ઉદાસીનભાવ રાખી આ જીવનને મંગળ, પવિત્ર તથા ધન્ય કરતો જા. વળી, પરમ વીતરાગદશા પામી, દેહનું ભાન છોડી, ભવોભવના જીવનને મંગળરૂપ કરી તું આ ક્ષેત્રની વિદાય લેજે.” “હે આત્મા! તું આ ક્ષેત્રે અલ્પકાળનો રહેવાસી છે. છતાં અનંતકાળ સુધી ચાલે એવું કાર્ય કરી લે. જે જીવો માનસિક, વાચિક તથા કાયિક પીડાઓ અનંત પ્રકારે ભોગવતા ફરે છે તેમને પરમ પવિત્ર માર્ગ બતાવી, સનું લક્ષ કરાવી તું ઋણથી મુક્તિ પામતો જા. તારા જીવનની પ્રત્યેક પળને હવેથી તું પર્યુષણ પર્વ જેવી મુલ્યવાન ગણી લેજે. પ્રત્યેક સમયનો ઝબકારો તને સૂચવે છે કે, “આત્મનું! તું ત્વરા કર.' સંસારી ભાવોનો સમર્થતાથી ત્યાગ કર, ત્યાગ કર. તે ત્યાગમાં જ પરમસુખ સમાયેલું છે. સંસારીભાવના ત્યાગમાં પરમપવિત્ર એવું સમ્યકજ્ઞાન રહેલું છે, એ જ્ઞાન એ જ કેવળજ્ઞાનની પવિત્ર શ્રેણિનું પ્રથમ પગથિયું છે. માટે તું ત્યાગ કર, ત્યાગ કર. કાળ તને ચાબખા મારે છે. તું સર્વથી પર બની, આત્માના ગુણોનું સંપૂર્ણ ભાન કર. હજુ વિશેષ જ્ઞાન અને શુદ્ધિ મેળવવા ખૂબ ખૂબ પુરુષાર્થ આદર. તારા ગુરુજી તારા અને અન્ય જીવોનાં લ્યાણાર્થે બધુંજ લુંટાવી દેશે. તેમની કરુણા અપરંપાર છે.” શ્રી પ્રભુના આ બોધની મધુરતા સહુ કોઈને માટે ઉપકારી છે, અને માણવા જેવી પણ છે. પ્રભુનાં આ વચનો હૃદયગત કરી, હૃદયનાં તાણાવાણામાં ફેલાવી ૩૦૩ Page #325 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ દેવા જેવાં છે. આ પ્રકારના આરાધનથી ઘણાં ઘણાં કર્મોની બેડી છિન્નભિન્ન થઈ જાય અને પ્રભુ આજ્ઞાએ કરેલા સદ્વર્તનથી જ્ઞાનના ભેદો તથા રહસ્યો પ્રકાશિત થતાં જાય. આ કારણથી શ્રી પ્રભુના આશ્રયે અને આજ્ઞાએ શ્રી પુરુષો આવા વિષમ સંસારમાં દુઃખાર્ત અને શોકાર્ત સ્વરૂપને અનુભવ્યા કરતાં છતાં સમપરિણામ રાખી, જીવોને કર્મ સામે વીરતાથી લડવાનો બોધ આપી, આશ્ચર્યકારક મોક્ષમાર્ગનો અનુભવ કરાવી, જીવો પર અનંત ઉપકાર તથા નિષ્કારણ કરુણાનો ધોધ વરસાવી, તેમને સાંત્વન આપી આ સંસારનાં ભ્રમણથી પોતે છૂટતા જઈ, છોડાવતા પણ જાય છે. આ સમજણ મળવાથી શ્રી વીતરાગ ભગવંતને હૃદયથી વિનંતિ થાય છે કે, “પરમ કરુણાવંત શ્રી વીતરાગ પ્રભુ! આપની અનન્ય કૃપાને કારણે આ જન્મમાં અમને પાંચ ઇન્દ્રિય, સંજ્ઞા તથા અન્ય સુવિધાઓ સાથેનો દુર્લભ ગણાય તેવો મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે, એ અમારું પરમ સૌભાગ્ય છે. પ્રાપ્ત થયેલાં આ અહોભાગ્યનો લાભ લઈ અમે આ જન્મ સાર્થક તથા કૃતાર્થ કરવા ઇચ્છીએ છીએ. અમે જન્મ, જરા, રોગ, મૃત્યુ આદિના બળવાન કષ્ટથી આત્યંતિક છૂટવા માંગીએ છીએ. આ કાર્ય કરવા માટેનો યોગ્ય પુરુષાર્થ કરવાની પ્રેરણા તથા બળ આપના ઉત્તમ સંદેશાથી અમારામાં પ્રગટ થાય છે. આજની આ સુલભતાવાળી પરિસ્થિતિએ અમે કઈ રીતે પહોંચ્યા તેની સમજણ મળવાથી અને વિચારણા કરવાથી અમારા હૃદયમાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંત અને સર્વ જ્ઞાની પુરુષોએ અમારા પર કરેલા અગણિત ઉપકારની સભાનતા છવાઈ ગઈ છે. તેથી પરમ ભક્તિભાવથી અને હૃદયના ઉલ્લાસથી અમે સર્વ જ્ઞાનીપુરુષોનાં ચરણકમળમાં મસ્તક ઝુકાવી અહોભાવ સાથે દંડવત્ પ્રણામ કરીએ છીએ. તે સાથે તેમણે અમને આપેલા સાથની વિશેષ ઊંડી સમજણ પામવા માટેના અધિકારી થવાનો પુરુષાર્થ માગીએ છીએ. અમારા પર એવી કૃપા વરસાવો કે અમે સદાય તમારી કૃપાના પાત્ર રહીએ.” ૩૦૪ Page #326 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ નિત્યનિગોદમાં અનંતાનંત જીવો કર્મથી અવરાઈને પડ્યા છે. તેઓ અત્યાર સુધીમાં ક્યારેય ત્યાંથી બહાર નીળ્યા નથી. જ્યારે એક કેવળ પ્રભુ આઠે કર્મોનો ક્ષય કરી સિદ્ધ થાય છે, ત્યારે તેમની કૃપાથી અને તેમના પ્રભાવથી એક જીવ નિત્યનિગોદમાંથી બહાર નીકળી, ઈતર નિગોદમાં પૃથ્વીકાયરૂપે એક સ્પર્શેન્દ્રિયવાળો દેહ ધારણ કરે છે. જ્યાં સુધી જીવને સિદ્ધ થતા પ્રભુનું નિમિત્ત મળતું નથી, ત્યાં સુધી તે નિત્યનિગોદની બહાર નીકળી શકતો નથી. એક શુધ્ધાત્મા સંસારનું પરિભ્રમણ પૂર્ણ કરી સિદ્ધ થાય છે, ત્યારે જ એમની કૃપાનું નિમિત્ત મેળવી એક જીવ પૃથ્વીકાયરૂપથી સંસારનું પરિભ્રમણ શરૂ કરે છે. આમ સંસારમાં પરિભ્રમણ કરતા જીવોની સંખ્યા સદાકાળ માટે એક સરખી જ રહે છે, ક્યારેય વધઘટ થતી નથી. પરિભ્રમણની શરૂઆત કરનાર જીવ નિયમપૂર્વક માટી, પત્થર, પૃથ્વી આદિ પૃથ્વીકાયનું રૂપ ધારણ કરે છે. અને એ સ્થિતિમાં ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષ અને જઘન્ય અંતમુહૂર્ત કાળના આંતરે સતત જન્મમરણ કરતો રહે છે. શ્રી પ્રભુના જણાવ્યા પ્રમાણે અનંતાનંત જીવો નિત્યનિગોદમાં તેમના ગુપ્ત ભાવ અનુસાર ગતિ આગતિ કર્યા કરે છે. જેમ અતિ ઉષ્ણતા રહી પાણી ઉકળે છે તેવી રીતે અતિ બળવાન કષાયભાવ ગુપ્તતાએ વેદી, તેના ઉકળાટથી આ જીવો નિત્યનિગોદમાં ખદબદતા રહે છે. તેમને અત્યંત સૂકમપણે ભાવો વર્તતા હોય છે. તેમ છતાં તેને પણ સજ્જન દુર્જનના ભાવોની અસર થતી હોય છે. જેમ સપુરુષના યોગમાં આવી જીવ સારા ભાવવાળો બને છે, ઉત્તમ મનુષ્ય ગતિ પામીને છૂટવાના દ્વાર સુધી તે પહોંચી શકે છે, અને દુર્જનના સંપર્કમાં આવી અશુભભાવવાળો બને છે અને માઠી નરક કે તિર્યંચ ગતિમાં પહોંચી જાય છે, તેમ જ શ્રી પ્રભુનાં કેવળી સમુદ્યાત વખતે પ્રભુનાં અતિશુભભાવવાળા પ્રદેશો નિત્યનિગોદમાં જાય છે ત્યારે તેનો સંપર્ક પામનાર જીવનાં અતિ અલ્પ માત્રમાં શુભભાવ થાય છે. આ રીતે વારંવાર કેવળી સમુઘાતનો લાભ નિત્યનિગોદના જીવને મળે છે ત્યારે તે જીવો નિત્યનિગોદની ઉપરની સપાટીએ આવે છે. આમ અંશે હળવા બની, નિગોદની ઉપરની સપાટી સુધી આવનાર જીવો શ્રી તીર્થંકર પ્રભુનાં કલ્યાણકોનું નિમિત્ત પામી, તેમનાં સાત પ્રદેશ શુદ્ધ કરે છે. ૩૦૫ Page #327 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અને સિધ્ધ થતા પ્રભુનાં નિમિત્તથી તે જીવનો આઠમો પ્રદેશ શુદ્ધ થવાથી તે જીવ નિત્યનિગોદની બહાર નીકળી જાય છે. જેના આઠ આત્મપ્રદેશો શુધ્ધ થયા ન હોય તેવો કોઇ પણ જીવ નિત્યનિગોદમાંથી બહાર નીકળવાની પાત્રતા ધરાવતો નથી. આમ નિત્યનિગોદમાંથી બહાર નીકળતા પહેલાં જીવે કેટલાય તીર્થકર પ્રભુ તથા કેવળી પ્રભુનો સાથ મેળવવો જરૂરી બને છે. પ્રત્યેક કેવળી પ્રભુના સમુદ્યત વખતે તેમના આત્મપ્રદેશોનો સંપર્ક પામનાર જીવોના ભાવ અંશે અંશે શુભ થાય છે. આ રીતે અમુક માત્રામાં શુભ ભાવની પ્રાપ્તિ કર્યા પછી શ્રી તીર્થંકર પ્રભુનાં કલ્યાણક વખતે જે જીવો તેમના શુભ સંપર્કમાં આવે છે, તેમના એક પછી એક એમ સાત આત્મપ્રદેશો તેમના કલ્યાણકનું નિમિત્ત પામી નિરાવરણ થાય છે. એમાંથી એક જીવ એવો હોય છે, કે તેની શુભભાવના અન્ય જીવો કરતાં અમુક અંશે વિશેષ હોય છે. આ જીવ શ્રી તીર્થકર પ્રભુનાં નિમિત્તથી જ નિત્યનિગોદની બહાર નીકળે છે. તે જીવનો સાતમો અને આઠમો બે પ્રદેશ એક સાથે શુદ્ધ થાય છે. પરિણામે તે જીવને શ્રી તીર્થકર પ્રભુનું વીર્યબળ બીજા જીવો કરતાં ઘણું વિશેષ મળે છે. અને તેનું ફળ એ છે કે એ જીવ ભાવિમાં જ્યારે સિદ્ધ થાય ત્યાર પહેલાં તીર્થકર પદ શોભાવે છે. અર્થાત્ તીર્થકર પ્રભુનાં નિમિત્તથી બહાર નીકળનાર જીવ ભાવિમાં તીર્થકર થાય છે. આ જ પ્રમાણે શ્રી ગણધરની બાબતમાં બને છે. તેમણે પૂર્વમાં સહુ જીવ માટે એવી પ્રબળ કલ્યાણભાવના સેવી હોય છે કે તેમનાં નિમિત્તથી બહાર નીકળનાર જીવ ભાવિમાં ગણધર જ થાય છે. આ પણ પંચપરમેષ્ટિ ભગવંતનો આત્માનો અપૂર્વ સ્વભાવ પ્રગટ કરવા માટેનો અમૂલ્ય સાથ ગણી શકાય. ઈતર નિગોદમાં આવ્યા પછી જીવની પર્યાય ફરી જાય છે. તેથી તેને પૃથ્વીકાયરૂપે જન્મ મરણ કરતાં કરતાં ઘણો કાળ વ્યતીત થઈ જાય છે. શ્રી તીર્થકર પ્રભુનાં નિમિત્તથી જે જીવ બહાર નીકળે છે તે પહેલી યોનિમાં બીજા જીવોના પ્રમાણમાં અલ્પકાળ રહે છે, અને અન્ય જીવોની અપેક્ષાએ ટૂંકા ગાળામાં તે બીજી યોનિ પ્રાપ્ત કરે છે. ૩૦૬ Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ પૃથ્વીકાયરૂપે તે જીવ ઘણા લાંબા સમય સુધી જન્મમરણ કર્યા કરે છે. આ જન્મમરણની પ્રક્રિયાના કોઈક પ્રસંગે તે જીવ જ્ઞાનીપુરુષ કે સત્પરુષના સંપર્કમાં આવે છે, આ સંપર્કના કાળે જ્ઞાનીપુરુષનાં અંતરંગમાં સહુ જીવો માટેનો કલ્યાણભાવ પ્રવર્તતો હોય અને તેના નિમિત્તથી આવો પૃથ્વીકાય જીવ શુભભાવી બની પોતાનું આયુષ્ય પુરું કરે તો તે જીવ પૃથ્વીકાયપણું ત્યાગી અપકાય બની પોતાનાં જન્મમરણ કરે છે. અપ એટલે પાણી. પાણીનું સૂક્ષ્મ રૂપ આ જીવનું દેહબંધારણ થાય છે. આવા અસંખ્ય જીવો એકઠા મળે ત્યારે પાણીનું એક ટીપું બંઘાય છે. અને આવા અનંત ટીપાં ટીપાંથી નદી, સરોવર, સમુદ્ર આદિ પાણીકાય – અપકાય જીવોની બહુલતાવાળા સ્થળો બંધાય છે. આમ પૃથ્વીકાયમાંથી ઉત્કર્ષ પામવા માટે જીવને સપુરુષના કલ્યાણભાવની, તેનાથી પોતાના અવ્યક્ત પણ શુભભાવની અને આયુષ્યની પૂર્ણતાના સમયની જરૂર રહે છે. આ યોગ ન થાય ત્યાં સુધી જીવ પૃથ્વીકાયપણું ત્યાગી શકતો નથી. આ લોકમાં અસંખ્ય દ્વિપ તથા સમુદ્રો છે તેથી અપકાય જીવોની સંખ્યા નક્કી કરવી ઘણી ઘણી દુર્લભ છે. અપકાય જીવોને એક સ્પર્શેન્દ્રિય જ છે, તેનું જઘન્ય આયુષ્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ આયુષ્ય સાત હજાર વર્ષનું હોય છે, તે શ્રી કેવળીપ્રભુએ સમજાવ્યું છે. અપકાયના જીવસ્વરૂપે તે અનંત જન્મમરણમાંથી પસાર થાય છે, મુખ્યતાએ કર્મ ભોગવતાં ભોગવતાં અમુક માત્રામાં તે જીવ હળવો થાય અને કોઈક દેહત્યાગના પ્રસંગે તેને કોઈ પુરુષ અથવા જ્ઞાનીપુરુષના પ્રબળ કલ્યાણભાવનું નિમિત્ત મળી જાય અને તેને પ્રવર્તતા ભાવો સૂક્ષ્મતાએ પણ શુભમાં પલટાય તો જ્ઞાનીપુરુષના કલ્યાણભાવના પ્રભાવથી તે જીવ અપકાયપણું ત્યાગી તેજસકાય જીવ બનવા ભાગ્યશાળી થાય છે. તેજસકાય એટલે તેજ અથવા અગ્નિનાં પરમાણુ જેની કાયા છે તેવો જીવ. તેજસકાય કે તેઉકાય થયેલો જીવ પણ માત્ર સ્પર્શેન્દ્રિય જ ધરાવે છે. આવા અનંત જીવોના સમૂહથી દીવાની એક જ્યોત અથવા તો અગ્નિની એક શિખા બને છે. આ પરથી સમજાય છે કે અનંતાઅનંત જીવો તેઉકાય રૂપે પરિભ્રમણ કરતાં કરતાં લાંબા ગાળા સુધી જન્મમરણ કરતા જ રહે છે. તેજસકાય જીવોનું જઘન્ય ૩૦૭ Page #329 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આયુષ્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ અહોરાત્ર જેટલું હોય છે. આમ એકેંદ્રિયપણામાં પણ આગળ વધવા જીવને પરમેષ્ટિનો સાથ જરૂરી છે. તેઉકાયરૂપે અનંત જન્મમરણની જાળમાંથી પસાર થતાં થતાં, કોઈક દેહનો ત્યાગ કરતી વખતે જીવને જ્ઞાનીભગવંત કે સત્પુરુષના પ્રબળ કલ્યાણભાવનો સ્પર્શ પામવાનું સુભાગ્ય મળે તો, તે નિમિત્તથી શુભભાવી બનવાથી તે તેઉકાય જીવ વાયુકાયનો દેહ ધારણ કરવા સદ્ભાગી થાય છે, અને તે જીવ વિકાસનું એક કદમ આગળ વધે છે. હવાનાં પરમાણુ એ વાયુકાયના દેહ બને છે, તે ચારે બાજુ ફરતા ૨હે છે. વાયરાના જીવ રૂપે તેઓ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષનું આયુ ભોગવી શકે છે. ફરીથી જ્ઞાનીપુરુષના ઉત્કૃષ્ટ કલ્યાણભાવનો સંપર્ક પામે ત્યાં સુધી તે જીવો વાયુકાયમાં જ જન્મમરણ કરતા રહે છે. વાયુકાયમાં પરિભ્રમણ કરતાં કરતાં કોઇક દેહત્યાગના પ્રસંગે તે જીવને જો જ્ઞાનીપુરુષ કે સત્પુરુષના બળવાન કલ્યાણભાવનો યોગ થાય અને તેની આત્મપરિણતિ સહજતાએ શુભ પ્રતિ વળે તો તે વિકાસનું એક પગથિયું આગળ વધે છે. તે જીવ એકેંદ્રિયપણામાં ઉત્તમ ગણાતી વનસ્પતિકાયને મેળવવા ભાગ્યશાળી થાય છે. વનસ્પતિના એકેંદ્રિય જીવ બે પ્રકારે છેઃ એક કાય અને અનંત કાય. એક શરીરમાં એક જ આત્મા રહે, અને એવા અનંત જીવોના સમુહથી એક છોડ, ઝાડની એક ડાળી કે એક વૃક્ષ બને તે એક કાય વનસ્પતિ કહેવાય છે. અને એક જ શરીરમાં અનેકથી અનંત આત્મા રહે અને એક સાથે જન્મ, આહાર, મરણ ઇત્યાદિ કરે તે કંદમૂળ, વગેરે રૂપ વનસ્પતિ થાય છે તે, અનંતકાય વનસ્પતિ કહેવાય છે. ઝાડ, વૃક્ષ કે છોડ એકકાય હોય પણ તેનાં મૂળ અનંતકાય હોય છે. મૂળ ઉપરાંત કાંદા, લસણ, સૂરણ, બીટ, આદુ આદિ આવી અનંતકાય વનસ્પતિ છે. આ બંને પ્રકારની વનસ્પતિકાયમાં જીવ અનંત જન્મમરણ કરે છે. વનસ્પતિકાય જીવનું જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષનું હોય છે. વનસ્પતિકાયમાં રહેતાં રહેતાં જીવ જો સત્પુરુષ કે જ્ઞાનીપુરુષના બળવાન કલ્યાણભાવનું નિમિત્ત પામી, શુભ પરિણતિએ દેહત્યાગ કરી શકે તો તે જીવ તેના ૩૦૮ Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ પ્રભાવથી એકેંદ્રિયપણું છોડી બે ઇન્દ્રિયપણામાં જાય છે. તે વખતે જીવને સ્પર્શેન્દ્રિય સાથે રસના – જીભની પ્રાપ્તિ થાય છે, તથા હલનચલન કરવાની શક્તિ આવે છે અને સ્થાવરપણાનો ત્યાગ થાય છે. જીભ મળવાથી જીવને કાયયોગ ઉપરાંત વચનયોગની સિદ્ધિ આવે છે. સ્થૂળ પુગલનો આહાર કરવાની શક્તિ આવે છે અને સ્વયં હલચલી શકવાની સિદ્ધિ મળતાં તેને ત્રસકાયપણાનો અનુભવ શરૂ થાય છે. આ શક્તિ જીવને બેથી સંજ્ઞીપંચેન્દ્રિયપણા સુધી ઉત્તરોત્તર વધતી જાય છે, અને તે બધા જીવો ત્રસકાય જીવો કહેવાય છે. જીવમાં હલનલન કરવાની શક્તિ આવવાથી અમુક અંશે તેઓ પોતાના ભાવો દેહ દ્વારા વ્યક્ત કરી શકે છે. જળો, કીડા, પોરા, કરમિયા, અળસીયા, વાંતરી, શંખ, છીપ, કોડા, ઇયળ વગેરે જીવો બેઇન્દ્રિય છે. શંખ, છીપ અને કોડા આપણે જોઈએ છીએ તે તેમના શરીરનો બાહ્યભાગ છે, તેની અંદર બે ઇન્દ્રિય જીવો વસે છે. આ સર્વ બે ઇન્દ્રિયવાળા જીવોનું જઘન્ય આયુષ્ય અંતમુહૂર્તનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય બાર વર્ષનું હોય છે. જ્યાં સુધી ફરીથી સત્પરુષના કલ્યાણભાવના ઉત્તમ યોગમાં, પોતાની અપેક્ષાએ શુભ પરિણતિ સાથે મરણ પામે નહિ ત્યાં સુધી તે જીવ બે ઇન્દ્રિયની જુદી જુદી જાતિમાં જન્મમરણ કર્યા જ કરે છે, પરંતુ અહીં જણાવેલો શુભ યોગ પ્રાપ્ત થતાં તે જીવ શુભભાવ અનુભવી, શાતા વેદી તે ત્રણ ઇન્દ્રિયવાળો થવા ભાગ્યશાળી થાય છે. સ્પર્શેન્દ્રિય અને રસનાની સાથે તેને ધ્રાણેન્દ્રિય મળે છે. નાસિકા મળવાથી સુગંધ તથા દુર્ગધ માટે આકર્ષણ કે અપાકર્ષણ વેદવાની શક્તિ આવે છે. વળી, પહેલી બે ઇન્દ્રિયોની શક્તિ પણ થોડી માત્રામાં વર્ધમાન થાય છે. ધ્રાણેદ્રિય આવતાં અનુકૂળ સુગંધના આકર્ષણથી તે દિશામાં જવાની વૃતિ જન્મે છે, અને ત્રસકાયપણાને લીધે તે જીવ તે બાજુ દોરાય છે, અને એ જ રીતે પ્રતિકૂળ વાસથી જુદી દિશામાં જવાનું વલણ લઈ તે તેનાથી દૂર જવાની પ્રવૃત્તિ પણ કરી શકે છે. આવી વૃત્તિ આપણે કીડી, મંકોડા, જૂ, ચાંચડ, માંકડ, કંથવા, ધનેડા, ઇતડી, ગીંગોડા, કાનખજૂરા, ઉધઈ ઇત્યાદિ ત્રણ ઇન્દ્રિયવાળા જીવોમાં અવલોકી શકીએ છીએ. ત્રણ ઇન્દ્રિયવાળા જીવોનું જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૪૯ દિવસનું ગણાય ૩૦૯ Page #331 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ છે. અને ફરીથી પુરુષના ઉત્તમ યોગમાં જીવ આવે નહિ ત્યાં સુધી જીવ ત્રણ ઇન્દ્રિયની અનેક યોનિમાં લાંબા કાળ પર્યત જન્મમરણનાં દુઃખ સતત વેદ્યા કરે છે. આ પરથી જીવને વિકાસ કરવા માટે ઉત્તમ ભાવનાએ વર્તતાં પરમેષ્ટિ ભગવંતનાં સાનિધ્યની કેટલી બળવાન જરૂરિયાત છે તે સમજાય છે. એનાથી વિરુધ્ધ જીવ જો અસદ્ભાવી સંજ્ઞી પંચેન્દ્રિયના વિભાવમાં સલવાઈ જઈ અશુભ ભાવનામાં ચાલ્યો જાય તો મળેલી ઇન્દ્રિયો ગુમાવવાનો પ્રસંગ પણ તેને આવે છે. ત્રણ ઇન્દ્રિયમાં સંજ્ઞારહિતપણે જીવ ભ્રમણ કરતો હોય છે ત્યારે તેનામાં હિતાહિતની જાણકારી હોતી જ નથી, તે તો જેવા જીવના સંપર્કમાં આવે તેના જેવા ભાવ વેદી પૂર્વ કર્મની નિર્જરા કરતાં કરતાં, અને અલ્પ શક્તિ હોવાથી અલ્પ કર્માશ્રાવ થતો હોવાથી, ક્રમે કરી શુભ વ્યક્તિના યોગમાં કર્મભારથી થોડો હળવો થતો જાય છે. જ્યારે શુભભાવી જીવોના સંર્પકમાં જીવ આવે છે ત્યારે તે શુભ પરિણતિ વેદી પોતાનો કર્મભાર હળવો કરવા શક્તિમાન થાય છે. આવી હળવી ક્ષણોમાં કોઈ સુભગ પળે એ જીવને સપુરુષ કે જ્ઞાનીપુરુષના યોગમાં આવી પોતાની શુભપરિણતિ સાથે દેહત્યાગ કરવાનો અવસર આવે છે ત્યારે તેને વિકાસનું એક ડગલું આગળ ભરવા માટે યોગ્ય નિમિત્ત મળે છે. એ જીવ ત્રણ ઇન્દ્રિયવાળી ગતિ ત્યાગી ચાર ઇન્દ્રિયવાળી ગતિ મેળવે છે. તે જીવને ચોથી ચક્ષુ ઇન્દ્રિય મળે છે. આંખ આવવાથી બાહ્ય પદાર્થો જોવાનો, દર્શન કરવાનો લાભ તેને મળે છે. માખી, ડાંસ, મચ્છર, ભમરા, તીડ, પતંગિયા, કરોળિયા, કંસારી, વીંછી, ખડમાંકડી, બગા, જુદા વગેરે ચાર ઇન્દ્રિયવાળા જીવો છે. તેઓ ચારે ઇન્દ્રિયનો ઉપયોગ કરી દેહ અને અન્ય પદાર્થો પ્રતિનો લોભ વેદના થાય છે. આવા જીવોનું જઘન્ય આયુષ્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ આયુષ્ય છે માસનું શ્રી પ્રભુએ જણાવ્યું છે. ચાર ઇન્દ્રિયપણે પરિભ્રમણ કરતાં કરતાં અમુક કાળ વ્યતીત થાય, જીવને કર્મોની વિશેષ નિર્જરા થાય, ત્યાર પછીની કોઈક શુભ ક્ષણે તેને સપુરુષ અથવા જ્ઞાનીપુરુષના કલ્યાણભાવના યોગમાં પોતાના શુભભાવ સહિત દેહત્યાગ કરવાનો પ્રસંગ આવે છે. આવો યોગ સફળ થતાં જીવ શાતા વેદી, ચાર ઇન્દ્રિયપણામાંથી ૩૧૦ Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ વિકાસ કરી પંચેન્દ્રિયપણું મેળવે છે. પાંચમી ઇન્દ્રિય તે “કાન’ – જીવની શ્રવણશક્તિ. પાંચ ઇન્દ્રિયની પ્રાપ્તિ હોય અને સંજ્ઞા ન હોય તેવા અતિ અતિ અલ્પ જીવો હોય છે. એમ કહેવાય છે કે અંતના સ્વયંભૂરમણ સમુદ્રમાં પાંચ ઇન્દ્રિયવાળા છતાં અસંજ્ઞી સર્પો જન્મે છે, અને મારે છે. પણ આપણે અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો વિશે ભાગ્યે જ કંઈ જાણીએ છીએ. આવા અસંજ્ઞી પંચેન્દ્રિયને કોઈ પ્રકારની વિચારશક્તિ કે વિવેકજ્ઞાન હોતું નથી. આપણે જે અસંજ્ઞી પંચેન્દ્રિયને જાણીએ છીએ તે સંમુછિમ જીવો વિશે છે. આ સંમુઈિમ જીવોનું આયુષ્ય જઘન્ય કે ઉત્કૃષ્ટપણે માત્ર અંતમુહૂર્ત કાળ જ હોય છે. તેઓ જન્મ સાથે પાંચ ઇન્દ્રિયો બાંધવાની શરૂઆત તો કરે છે, પણ તે પાંચ ઇન્દ્રિયો પૂરી બંધાઇ રહે તે પહેલાં જ તેનું આયુષ્ય પૂરું થઈ જાય છે. વળી આ જીવોના દેહ આપણી નજરે પણ ન ચડે તેટલા સૂમ હોય છે. આથી આવા જીવોનો આપણને ખાસ કોઇ પરિચય રહેતો નથી, તેની આપણને ખાસ જાણકારી પણ આવતી નથી. પણ શ્રી કેવળીપ્રભુના જણાવ્યા પ્રમાણે આવા સંમુછિમ જીવો લીંટ, બળખા, લાળ, મળ, મૂત્ર, ખાળ વગેરે મળી ચૌદ અશુભ જગ્યામાં ઉત્પન્ન થાય છે, અને મરે છે. તેમ કરતાં તેઓ કોઈ શુભ યોગે અસંજ્ઞીપણું ત્યાગી સંજ્ઞા અને પાંચ ઇન્દ્રિય સાથે જન્મી સંજ્ઞી પંચેન્દ્રિયની દશા મેળવે છે. સંજ્ઞી પંચેન્દ્રિયપણામાં જીવ પાંચમી શ્રવણશક્તિ – કાન મેળવવાની સાથે સંજ્ઞા અર્થાત્ સારાસાર વિવેક કરવાની શક્તિ મેળવે છે, અને તે ઉપરાંત જીવ પોતે પ્રગટપણે ઈચ્છા કરી શકે છે, તે ઈચ્છાને વ્યક્ત પણ કરી શકે છે. આ સર્વ તેને આવેલી સંજ્ઞાને આભારી છે. સંજ્ઞા આવતાં જીવ પાંચ ઇન્દ્રિય તથા મનનો શુભાશુભ ઉપયોગ કરવાનો વિવેક મેળવે છે. પોતાને શું ગમે છે, અને શું નથી ગમતું તેની જાણકારી તેનામાં ઊગવા લાગે છે. સંજ્ઞાને લીધે તે કોની અસર રહવી અને કોની અસર ન લેવી તેનો નિર્ણય કરવામાં સ્વતંત્ર બને છે. અને પોતાની ઈચ્છાનુસાર વર્તવામાં સફળ પણ થાય છે. પરંતુ અસંજ્ઞીપણામાં અને અપર્યાપ્ત સ્થિતિમાં જીવ ઘણો ઘણો પરાધીન હોય છે. જીવ ઇન્દ્રિયાદિ બાંધવાનું શરૂ કરે પણ પૂર્ણ બંધાઇ ન રહે ત્યાં સુધી તે ૩૧૧ Page #333 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અપર્યાપ્ત કહેવાય છે. આ સ્થિતિમાં જીવની શક્તિઓ રુંધાયેલી રહે છે. ઇન્દ્રિય તથા મન પૂરાં બંધાઇ રહે ત્યાર પછી જ તેનો ઉપયોગ જીવ યથાર્થ રીતે કરી શકે છે. અને અસંજ્ઞીપણામાં તો સંજ્ઞાના અભાવમાં તેની ઇન્દ્રિયો પૂરી બંધાઇ ચૂકી હોવા છતાં તેનો યથાર્થ ઉપયોગ તે જીવ કરી નથી શકતો, તેનું પરાધીનપણું ચાલુ જ રહે છે. જેવાં જેવાં નિમિત્તોની વચ્ચે તે આવે છે, તેવાં તેવાં નિમિત્તો અનુરૂપ ભાવો વેદી તે જીવ પ્રગતિ અથવા અધોગતિ સ્વીકારે છે. આપણે આગળ જોયું તે પ્રમાણે અસંશી જીવજો ઉત્તમ પુરુષના સંસર્ગમાં આવે છે તો તે પ્રગતિ કરી ઇન્દ્રિયની સંખ્યાને વધારે છે, અને તેનાથી વિપરીત એવા બળવાન અશુભભાવી સંજ્ઞીપંચેન્દ્રિય જીવના સંપર્કમાં તે અસંજ્ઞી રહે છે તો તેના નિમિત્તથી પોતાના અશુભભાવને વધારી ઇન્દ્રિયના વિશેષ ઘાતવાળી અધોગતિમાં જાય છે. અસંશી જીવ શુભભાવી આત્માના સંગમાં શુભલેશ્યાવાળો અને અશુભભાવી સંજ્ઞી જીવના સંગમાં અશુભલેશ્યાવાળો થઇ કર્મની હાનિવૃધ્ધિ કરતો રહે છે. સામાન્ય રીતે અસંજ્ઞી જીવ બીજા સંજ્ઞી જીવો પર ખાસ અસર કરી શકતો નથી પણ પોતાનાથી નીચી કક્ષાવાળા અસંજ્ઞી જીવો પર પોતાના શુભાશુભ ભાવોની અસર પહોંચાડતો હોય છે. એની પાછળ એ નિયમ કાર્યકારી થાય છે કે સબળાની અસર નબળા પર વધારે પડે છે. આ પ્રક્રિયાનો વિચાર કરીએ તો આપણને સમજાય છે કે એક બળવાન શુભ કલ્યાણભાવ વેદતા સત્પુરુષ પોતાના શુભભાવ પરંપરાએ સર્વ અસંજ્ઞી જીવોને પહોંચાડી શકે છે, અને કલ્યાણની પરંપરા સર્જી શકે છે, ત્યારે બળવાન અશુભભાવી જીવ પોતાના અશુભભાવને પરંપરાએ સર્વ અસંજ્ઞી જીવોને પહોંચાડી પાપકર્મનો પોટલો ઘણો મોટો કરી શકે છે. અસંજ્ઞી જીવની ઈચ્છાશક્તિ અવરાયેલી હોવાથી તેની નિર્બળતા તેને સંશીની ફરજીયાત અસર નીચે લાવે છે. અને સંશી જીવની ઈચ્છાશક્તિ વિશેષતાએ ખીલી હોવાથી તે પોતાની ઈચ્છાનુસાર બીજાની અસર લેવા બાબત સ્વતંત્ર થાય છે. એટલું જ નહિ પણ જે અસંજ્ઞી જીવો તેના સંપર્કમાં આવે છે તેના પર પોતાના સારાનરસા ભાવોની અસર તે પાડયા જ કરે છે. સત્પુરુષ કે જ્ઞાનીપુરુષ જેવી શુભ બળવાન ઈચ્છાશક્તિ જેની હોય તેનું નિમિત્ત પામી અસંશી જીવો ઇન્દ્રિય વિકાસ ૩૧૨ Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ કરે છે અને સંજ્ઞીપંચેન્દ્રિયપણા સુધી પહોંચે છે, તેની સામે ક્રૂર ઘાતકી જીવો જેવી જેની ઈચ્છાશક્તિ બળવાનપણે અશુભ હોય તો તેવા જીવોનું નિમિત્ત પામી અસંજ્ઞી જીવો ઇન્દ્રિયઘાત કરવા તરફ વળતા જાય છે. અને અસંજ્ઞી જીવો પોતાથી નબળાને એના શુભાશુભ ભાવો પસાર કરે છે. આમ ઉત્તમ આત્માઓના નિમિત્તમાં અસંશી જીવો શુભલેશ્યાવાન થઈ પોતે વિકાસ કરી પરંપરાએ શુભ વધારે છે અને નિકૃષ્ટ જીવોનાં નિમિત્તમાં આવી અસંજ્ઞી જીવો અશુભ લેશ્યાવાન થઇ અધોગતિ કરે છે, અને પરંપરાએ પોતાનાથી નબળા જીવોને અશુભ ભાવ કરવાનું નિમિત્ત આપી અશુભ ભાવોની પરંપરા સર્જે છે. આ રીતે અસંજ્ઞી જીવ શુભાશુભ લેશ્યાવાળા જીવોના સંપર્કને કારણે પ્રગતિ તથા અધોગતિ વચ્ચે ઝોલાં ખાધાં કરે છે. આમ કરતાં કરતાં આત્માર્થે ઉપકારી પુરુષની કૃપા થકી જીવ સંજ્ઞી પંચેન્દ્રિય તો થાય જ છે, અને સંજ્ઞાનો સદુપયોગ કરવાથી તે જીવ ઉપકારી પુરુષના ઉપકારને સ્વીકારી આત્માર્થે પ્રગતિ સાધે છે. આવો ઉપકાર ઉત્તમ રીતે કરવા માટે આ જગતમાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંત સદાકાળ માટે પ્રસિધ્ધ છે. પરંતુ આવા બળવાન ક્ષયોપશમી પુરુષો સદાકાળ માટે દુર્લભ પણ છે. સંસારનાં પરિભ્રમણમાં અટવાયેલા જીવોમાં સૌથી મોટી સંખ્યા એક ઇન્દ્રિયવાળા જીવોની છે. તેનાથી ઓછી સંખ્યા બેથી ચાર ઇન્દ્રિયવાળા વિકલેન્દ્રિયની છે. અને સહુથી નાની સંખ્યા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોની છે. અસંજ્ઞી જીવોની માત્ર તિર્યંચ ગતિ જ હોય છે, તેઓ અન્ય કોઈ ગતિ પામી શકતા નથી. ત્યારે સંજ્ઞી પંચેન્દ્રિય જીવોની ચાર ગતિ છે – ૧. તિર્યંચ ગતિઃ તેમાં પશુપંખી આવે છે. ગાય, ભેંસ, ઘોડા, કૂતરા, બિલાડી, સિંહ, વાઘ, વરુ, શિયાળ, માછલી, મગર, કબૂતર, મેના, પોપટ, મોર, હંસ, કાગડા વગેરે વગેરે. આ જીવોના ત્રણ પ્રકાર મુખ્યતાએ છે, ખેચર, જળચર અને સ્થળચર. ૨. નરક ગતિ: આ ગતિમાં સાત નરકમાં વસતા વૈક્રિય શરીરધારી નારકીઓ આવે છે. ૩. દેવ ગતિઃ વૈક્રિય શરીરધારી શુભ ગતિવાળા દેવો ચાર પ્રકારે છે – વાણ વ્યંતર, ભવનપતિ, જ્યોતિષી અને વૈમાનિક દેવો. ૪. મનુષ્ય ગતિઃ ઔદારિક ૩૧૩ Page #335 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ શરીરધારી મનુષ્યો કર્મભૂમિનાં, અકર્મભૂમિનાં, આંતરદ્વીપનાં વગેરે પ્રકારે જુદા જુદા હોય છે. અસંશીપણું છોડયા પછી પ્રગતિ કરવા માટે જીવને સંશીપણાના ૯૦૦ ભવ મળે છે. ત્રસકાયરૂપે જીવ વધુમાં વધુ ૨૦૦૦ સાગરોપમ કાળ રહી શકે છે, અને પૂર્ણ શુદ્ધિ મેળવી ન લે તો ફરીથી તે સ્થાવરકાય થાય છે. આ ૨૦૦૦ સાગરના કાળમાં સંજ્ઞીપણાના ૯૦૦ ભવોનો સમાવેશ થઈ જાય છે. સંજ્ઞીપણામાં અન્ય જીવોના ભાવો ગ્રહણ કરવા કે ન કરવાની બાબતમાં સ્વતંત્ર થઇ સ્વઈચ્છાએ વર્તી શકે છે. આ સ્વઇચ્છા સવળી બાજુની હોય તો તે સ્વતંત્રતા કહેવાય છે અને અવળી બાજુની હોય તો તે સ્વચ્છંદ કહેવાય છે. જીવ મળેલી સ્વતંત્રતાનો સદુપયોગ કરે તો તે સદાકાળ ઉપકારી એવા શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ લઈ, ઉત્તમ આત્માઓનો આશ્રય કરી ૯૦૦ ભવમાં સિદ્ધ થવાની સિદ્ધિને વરે છે, અને જો તે સ્વચ્છંદે ચાલી સંસારના પદાર્થોના અતિ મોહમાં ગરક થઈ, પંચપરમેષ્ટિ ભગવંતની સદામાટેની ઉપકારી શિખામણ અવગણી, તેમની અશાતના કરી વર્તે તો મળેલા ૯૦૦ ભવને અશુભ પ્રકારે વીતાવી ફરીથી અસંશીપણામાં સરકે છે, અને પોતાનું પૂર્વવત્ પરાધીનપણું પ્રગટ કરી, ફરીથી સત્પુરુષો, પંચપરમેષ્ટિના સાથથી આગળ વધવા રાહ જોતા થઈ જાય છે. સંશીપંચેન્દ્રિય તરીકેની જીવની આ સ્વતંત્રતા નરકગતિ તેમજ દેવગતિમાં પ્રમાણમાં ઓછી છે, આ બંને ગતિ કરતાં તિર્યંચગતિમાં આ સ્વતંત્રતા પ્રમાણમાં વધારે છે, અને સૌથી વધારે સ્વતંત્રતા જીવને સંક્ષીપંચેન્દ્રિય મનુષ્યપણામાં મળે છે, અને તેમાંય કર્મભૂમિના મનુષ્યો તેનું ઉત્કૃષ્ટપણું અનુભવે છે. સંક્ષીપંચેન્દ્રિયપણાની ચારે ગતિમાં સમ્યક્દર્શન મેળવવા પૂરતો પુરુષાર્થ જીવ કરી શકે છે, કર્મભૂમિના સંજ્ઞીપંચેન્દ્રિય તિર્યંચો પાંચમા ગુણસ્થાન સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે, અને કર્મભૂમિના સંજ્ઞીપંચેન્દ્રિય મનુષ્યો પોતાને મળેલી સ્વતંત્રતાનો સદુપયોગ કરી ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાને પહોંચી સર્વ કર્મથી મુક્ત થઇ, શુધ્ધ, બુધ્ધ, ચૈતન્યઘન થવા સુધીનો પુરુષાર્થ કરી, સિધ્ધભૂમિમાં ચિરકાળ સિધ્ધ દશામાં અચળ ૩૧૪ Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ રહેવાનું સૌભાગ્ય પામી શકે છે. આટલી આત્માની સ્વતંત્રતા કર્મભૂમિના મનુષ્યોને મળેલી છે. કર્મભૂમિનાં સંજ્ઞીપંચેન્દ્રિય મનુષ્યપણામાં જીવ જો સ્વછંદે ચાલે, પોતાની દુવૃત્તિઓને ઉત્કૃષ્ટતાએ લઈ જાય તો તેની સ્વતંત્રતા બહુલતાએ છીનવાઈ જાય અને એકેંદ્રિયપણા સુધી નીચે આવી જાય એવા કુકર્મ પણ કરી નાખે છે. આવું ભારે કર્મ તે જીવ મનુષ્યગતિમાં બાંધી, એક પછી એક અશુભ નિમિત્તોમાં સરતા સરતા ઠેઠ નીચે આવી જાય છે. અને બીજી બાજુ સ્વતંત્રતાના સદુપયોગના યોગે પૂર્ણ શુધ્ધ પણ થઈ શકે છે. આથી જે જીવને સંજ્ઞીપંચેન્દ્રિયપણું મળ્યા પછી ફરીથી અસંજ્ઞી થવું ન હોય તેણે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની સાચી ઓળખ કરી, તેમના આશ્રયે પ્રબળ પુરુષાર્થ કરી, (સમજણ આવે ત્યારથી) આત્મસાધન કરી લેવું ઘટે. કારણ કે સામાન્યપણે જીવને મળેલા સંજ્ઞીપણાના ૯૦૦ ભવમાંથી અડધાથી વધારેના ભવો માત્ર તિર્યંચગતિમાં જ પસાર થતા હોય છે, કેટલાક ભવો નરક તથા દેવગતિમાં પસાર થતા હોય છે અને માત્ર ગણતરીના જ ભવો કર્મભૂમિના મનુષ્ય રૂપે મળી શકે છે. મનુષ્યભવની દુર્લભતા સદાકાળ માટે શ્રી પ્રભુએ બતાવી છે. આ ચારે ગતિમાં આત્મકલ્યાણ કરવા માટે લઘુતમ સુવિધા જીવને નરકગતિમાં મળે છે. સાતે નરકમાં જીવને પોતાનાં પૂર્વનાં પાપકર્મો ભોગવવા માટે ઉત્તરોત્તર વિશેષ ભયંકર અશાતાના વેદનમાંથી પસાર થવું પડતું હોય છે. શરીરની કાપાકાપી, અંગના છેદનભેદન, અનેક મહારોગના ઉપદ્રવ, ઉત્કૃષ્ટ ગરમી, ઉત્કૃષ્ટ ઠંડી તથા નરકભૂમિગત અનેક પ્રકારની અસુવિધા તથા અશાંતિ જીવને પરવશપણે ભોગવવાં પડે છે. પહેલી ત્રણ નરકમાં પરમાધામી દેવો પૂર્વનાં વેરને કારણે નારકીઓને ભયંકર દુઃખ પહોંચાડતા હોય છે. તેમને તેમનાં જ શરીરનું લોહી પીવડાવે, તેમનાં જ શરીરનું માંસ કાપી ખવડાવે, માર મારે, લાલ ચોળ થાંબલાઓને આલિંગન કરાવે ઇત્યાદિ દુષ્કત દ્વારા તેમને ત્રાસ પમાડી પોતે આનંદ માને અને રાજી થતા જાય એમ બને છે. પરંતુ ચોથીથી સાતમી નરકોમાં શીતતા, ઉષ્ણતા અને બીજા સંયોગો ૩૧૫ Page #337 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ એટલા ભયંકર હોય છે કે એ દેવો ત્યાં જઈ અન્ય નારકીઓને ઉપદ્રવ કરવાની હિંમત કરી શકતા નથી. માટે એ નરકોમાં પરમાધામી દેવોથી થતો ઉપદ્રવ નથી, તેમ છતાં સર્વ નારકીઓ એકબીજાને કારણે તેમજ ત્યાંની અશુભ ભૂમિરચનાને કારણે એક એકથી ચડિયાતા દુઃખોનો ભોગવટો સતત કરતા જ રહે છે. આવી સતત દુઃખની પરંપરાવાળી સ્થિતિમાં આત્મકલ્યાણ કરવાની ભાવના જાગવી અથવા તો તે ભાવના કરવા સાનુકૂળ સંજોગો મળવા અત્યંત દુર્લભ છે. આવી અનુકૂળતા બે રીતે અપવાદરૂપ સંજોગોમાં નારકીને મળે છે. (૧) પૂર્વનાં શુભ ઋણાનુંબંધી જીવ જો દેવગતિમાં હોય અને તે કલ્યાણમાર્ગમાં પ્રવેશેલા હોય, અને તે દેવ સાથે નારકીના જીવને એ શુભ ઋણાનુબંધ ઉદયમાં આવે તો તે દેવ આ નારકીને દેવલોકમાં રહ્યા રહ્યા પ્રતિબોધે છે. અને એ દેવના આશ્રયે બળવાન પુણ્યોદયે નારકી સમતાભાવથી વેદના સહન કરી આત્મજ્ઞાન લેવા સદ્ભાગી થાય છે. આમ બનવું સામાન્યપણે ઘણું ઘણું કઠણ છે. (૨) પૂર્વે નરકનો બંધ બાંધ્યા પછી કોઈ જીવ મનુષ્ય કે તિર્યંચ ગતિમાં સમ્યકજ્ઞાન કે તેથી વિશેષતાવાળી અવસ્થા મેળવવા ભાગ્યશાળી બને તો તેવા જીવને આત્મશાંતિ પ્રાપ્ત થઈ હોય છે. પણ નિકાચિત ગતિબંધને કારણે પૂર્વ પાપોને ભોગવીને નિર્જરા કરવા માટે નરકમાં જવું પડે છે. આવા જીવો બીજા નારકીઓ કરતાં વિશેષ સમતાભાવથી દુ:ખનું વેદન કરતાં હોય છે તેથી તેમને વિશેષ નિર્જરા થાય છે. વળી, આ નારકીઓ બીજા નારકીઓને સખત વેદના આપવાનું અશુભ કાર્ય પૂર્વના સંસ્કારને કારણે કરતા હોતા નથી, તેથી તેમને નવો કર્માશ્રવ પ્રમાણમાં ઓછો થાય છે. આ પ્રકારે બીજાથી જુદી પડતી વર્તના જોઈ, તેનાથી પ્રભાવિત થઈ, કોઈક નારકી પૂર્વના શુભકૃત્યના પુણ્યના ઉદયથી પ્રથમ નારકીના આશ્રયે તે સમ્યક્ માર્ગમાં પ્રગતિ કરે છે. આ પ્રકારની પ્રક્રિયા પણ અપવાદરૂપે જ થાય છે; કારણ કે નરકમાં ભયંકર દુઃખોની પરંપરા એટલી બધી જોરદાર હોય છે કે જીવને સત્ની સૂઝ આવવી લગભગ અસંભવિત થઈ જાય છે. વળી, સમ્યક્દષ્ટિ જીવો ત્રીજી નરકથી નીચે ઉત્પન્ન થતા નથી, આથી નીચલી નરકોમાં સન્માર્ગ પામવાની સંભાવના નહિવતું થઈ જાય છે. ૩૧૬ Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ સન્માર્ગ મેળવવાની સુવિધા નારકીઓ કરતાં તિર્યંચ ગતિમાં વિશેષ રહેલી છે. તેમાં પણ જે સંજ્ઞીપંચેન્દ્રિય તિર્યંચ નિહિંસક છે તેમને કલ્યાણ બાજુ વળવાનો અવકાશ વધારે રહે છે. આત્માની ઉચ્ચ અવસ્થાને પામેલા મુનિજનો પોતાનાં આરાધન અર્થે વસ્તીનો ત્યાગ કરી જંગલમાં એકાંતમાં વસે છે. આવા રૂડા આત્માઓનું સાનિધ્ય પામી, તેમની કલ્યાણભાવનાનો સ્પર્શ પામી તિર્યંચ પોતાનું ભવકટિનું કાર્ય આરંભી શકે છે. અથવા તો વસ્તીમાં રહેતાં નિહિંસક પશુપંખીઓ સુશ્રાવકો તથા મુનિના સંપર્કમાં આવી અત્મકલ્યાણનું કાર્ય કરી શકે છે. હિંસક પ્રાણીઓ તથા પંખીઓને કલ્યાણ કરવાનો અવકાશ ઓછો થઈ જાય છે કારણ કે એમનાં જીવનમાં રહેલી પરપીડન વૃતિ પાપની બહુલતા આપી કલ્યાણકાર્યથી તેમને વિમુખ રાખે છે. જે પશુસૃષ્ટિને આત્મવાદી મનુષ્યોના સંપર્કનો અવકાશ નથી તેમને તો નારકીની જેમ અપવાદવાળી સ્થિતિમાં જ આત્મકલ્યાણ કરવાનો સંભવ થાય છે. તેમ છતાં અસંભવ તો નથી જ. શ્રી મહાવીર પ્રભુના આત્માએ સિંહના ભવમાં સમ્યક્દર્શન પ્રગટાવ્યું હતું તે સુવિદિત છે. આ ઉપરાંત, પશુપંખીની સૃષ્ટિને પોતાના નિર્વાહ અર્થે, સ્વસંરક્ષણ માટે મોટાભાગનો સમય વ્યતીત કરવો પડતો હોય છે, એટલું જ નહિ તેમને દુઃખનું પણ બાહુલ્ય રહેતું હોવાથી કલ્યાણના અવકાશની માત્રા ઘણા મોટા પ્રમાણમાં તૂટી જાય છે. આમ હોવાથી સંજ્ઞીપંચેન્દ્રિય તિર્યંચના મોટાભાગના ભવો આત્માર્થે અકલ્યાણમય બની વ્યતીત થતા હોય છે. આમ છતાં તિર્યંચ ગતિમાં જીવ પાંચમાં ગુણસ્થાન સુધીનો વિકાસ કરી શકે છે તે નોંધનીય બીના છે. નારકી તેમજ તિર્યંચ કરતાં આત્મકલ્યાણ કરવા માટેની સુવિધા દેવોને થોડી વિશેષ મળે છે. પૂર્વકૃત પુણ્યના પ્રભાવથી જીવને દેવગતિ લાભે છે, અને ત્યાં અન્ય સર્વ ગતિઓ કરતાં શાતા વેદનીયરૂપ ભૌતિક સુખોનું પ્રમાણ સવિશેષ હોય છે. તેમને શાતા મેળવવા ઝાઝી મહેનત કરવી પડતી નથી. દેવલોકમાં જાતજાતનાં અને ભાતભાતનાં કલ્પવૃક્ષો રહેલાં છે, તે કલ્પવૃક્ષો પાસે ઇચ્છિતની માગણી કરવાથી તેમની ઈચ્છા સહજતાએ અને આસાનીથી પૂરી થતી જાય છે. દેવોને જીવનની બધી જરૂરિયાતો આ કલ્પવૃક્ષો પૂરી પાડે છે. વળી દેવોને નીરોગીપણું હોય છે, રોગની ૩૧૭ Page #339 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ વેદનાના ઉપદ્રવ તેમને પીડતા નથી. આ ઉપરાંત દેવોને પોતાનું શરીર વિક્ર્વવાની શક્તિ, પોતાનું ક્ષેત્ર ત્યાગી અન્ય ઇચ્છિત ક્ષેત્રે જવાની શક્તિ, અને બીજી કેટલીયે ઋદ્ધિઓ વરેલી હોય છે. વળી આ દેવો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવની અવધિ અનુસારની જાણકારી પણ ધરાવતા હોય છે. આવી અનેક પ્રકારની સુવિધાની શાતા દેવોને રહ્યા જ કરે છે. આ સુવિધાઓ અને શક્તિઓના કારણે દેવોને જ્ઞાનીપુરુષ ક્યાં બિરાજે છે, તેની દશા કેટલી વર્ધમાન થયેલી છે, તેમનો ઉપકાર કેટલો મોટો છે તે સર્વ વિશેની જાણકારી તેઓ લઈ શકે છે. એ ઉપરાંત તેઓ શ્રી તીર્થંકર પ્રભુ કયાં બિરાજે છે, તેમની દેશના કયારે છૂટવાની છે, તેની માહિતી પણ તેમને થયેલાં અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાનની સહાયથી મળ્યા કરે છે. આવા દેશના પ્રકાશવાના કલ્યાણકારી પ્રસંગે સમવસરણની રચના કરવી, દેશના માટેની ભૂમિ રંગબેરંગી અચેત ફૂલોથી સુશોભિત કરવી, દેવદુંદુભિ વગાડી જગતના જીવોને શુભ કાર્યની જાણ કરાવવી વગેરે શુભ પ્રવૃતિ દ્વારા આત્મકલ્યાણનાં દ્વારો ખોલવાનો તેમને અવકાશ મળે છે. શ્રી પ્રભુ જેવા ઉત્તમોત્તમ અત્માઓ જયાં વસતા હોય ત્યાં તેઓ સહેલાઈથી જવાની શક્તિ ધરાવતા હોવાને કારણે તેઓ રૂડા આત્માની સેવા કરવાનો લાભ તથા એવા પ્રભુની કૃપા મેળવવાનો લાભ પણ આ દેવો લઈ શકે છે. આવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા દેવો આત્મકલ્યાણનું પ્રથમ સોપાન ચઢી શકે છે. આ રીતે દેવોને મળતી અનેકવિધ સુવિધાઓનો વિચાર કરીએ તો આપણને સમજાય છે કે નારકી અને તિર્યંચ ગતિના જીવો કરતાં દેવોને આત્મકલ્યાણ સાધવાનો ઘણો ઘણો વિશેષ સંભવ રહેલો છે. તેમ છતાં એટલા બધા દેવો આત્મપ્રગતિ કરતા હોય તેવું જણાતું નથી. તેમ થવાનાં કારણો વિચારતાં લક્ષગત થાય છે કે તેમની આત્માર્થે પ્રગતિને સંધનારા કેટલાંક બળવાન તત્ત્વો પણ આ ક્ષેત્રમાં રહેલાં છે. આ બધામાં અગ્રસ્થાને આવે છે તેમને મળતી ભૌતિક સુવિધાઓ. જો જીવ યથાર્થપણે સમજે નહિ તો બળવાન શાતાના નિમિત્તો જ દેવોને શાશ્વત સુખથી વંચિત કરતાં જાય છે. દેવોને ભૌતિક સુવિધાઓનો ભોગવટો લાંબા ગાળા સુધી એકધારો મળતો રહેતો હોવાથી, “સંસાર દુઃખમય છે', ‘શાતાનાં નિમિત્તો ૩૧૮ Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ ક્ષણિક છે', “પ્રત્યેક શાતા પાછળ દુ:ખ ડોકાઈ રહ્યું છે', “સંસારની શાતાથી છૂટી આત્માની શાશ્વત શાંતિ માટે પુરુષાર્થ થવું યોગ્ય છે,’ વગેરે પ્રકારની હકીકતનું ભાન જ તેમને આવતું નથી, અને કદાચિત પુણ્યયોગે પ્રભુની કે મહામુનિની દેશના સાંભળતી વખતે આવું સભાનપણું આવે તો તે ટકતું નથી. ત્યાંથી નીકળ્યા પછી પોતાને મળેલી સુવિધા માણવામાં એ દેવો એવા ગરક થઈ જાય છે કે તેમણે સાંભળેલો શ્રી પ્રભુનો બોધ નિષ્ફળ જાય છે. ભૌતિક સુખના ભોગવટામાં એકાકાર થઈ “આત્મિક સુખ મેળવવાનો લક્ષ' તેઓ બાંધી શકતા નથી. કદાચિત પુણ્યયોગે આ લક્ષ બંધાય તો પણ તે લક્ષ જાળવી, આત્મસુખ માટે પુરુષાર્થ કરી શકતા નથી. આમ છતાં પૂર્વની મનુષ્ય ગતિમાં જે જીવોએ આત્માર્થે વિકાસ કર્યો હોય છે, તેવા દેવો મુખ્યતાએ ધર્મારાધનમાં કાળ વ્યતીત કરી શકતા હોય છે. આવા પુણ્યશાળી આત્માઓના સંપર્કમાં રહેનારા દેવો, કર્મભૂમિમાં વિકાસ સાધતા આત્માઓ વિશે શુભભાવ સેવી ‘સમકિત’ પામવા જેટલી પાત્રતા કેળવી શકે છે. દેવભૂમિમાં ભૌતિક સુખોનો હલ્લો એટલો બળવાન હોય છે કે તે દેવો ક્યારે પણ યથાર્થ ચારિત્રપાલન કરી શકતા નથી, આત્મવિશુદ્ધિ વધારી શકતા નથી. પૂર્વના મનુષ્ય જન્મમાં સાધેલી આત્મવિશુદ્ધિને એક પગલા જેટલું પણ ઊંચી કરી શકતા નથી. આ દેવો વધુમાં વધુ મિથ્યાત્વ દબાવી ક્ષયોપશમ સમકિત લેવા જેટલો જ પુરુષાર્થ કરી શકે છે. તેથી તો મનુષ્ય જીવનમાં સાતમા ગુણસ્થાન સુધીનું ચારિત્રપાલન કરનાર દેવ રૂપે ચોથા ગુણસ્થાને આવી જાય છે. તેનાથી ઉપરના ગુણસ્થાને તેઓ ટકી શકતા નથી, આવી શકતા નથી. દેવોને આમ આત્મવિકાસ કરવા માટે ઘણી સુવિધાઓ મળતી હોવા છતાં, વર્તમાન હસુખના ભોગવટાની લાલસા, અને લીનતાને કારણે સુવિધાઓનો તેઓ પૂરતો લાભ લઈ શકતા નથી. બીજી રીતે કહીએ તો દેવલોકમાં જીવને મોહનીયનું પ્રાબલ્ય એટલું બધું હોય છે કે તેઓ મોહને સહેલાઇથી ક્ષીણ કરી શકતા નથી. આમ છતાં દેવો જો યોગ્ય ભાવ તથા પુરુષાર્થ કરે તો જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મનો ક્ષયોપશમ વધારી શકે છે, જે તેમને ભાવિના મનુષ્યજન્મમાં ઉપકારી થાય છે. તેમ છતાં વર્તતી સુખબુદ્ધિને કારણે જ્ઞાનાવરણ બંધાતું રહેતું ૩૧૯ Page #341 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ હોવાથી તે તોડવાનો પુરુષાર્થ ખૂબ જરૂરી રહે છે. જો કે એમાં સત્પુરુષનો બોધ દેવોને સહાયકારી થતો હોય છે. આ બધી વિચારણા પરથી આપણને સમજાય છે કે નક, તિર્યંચ અને દેવ એ ત્રણ ગતિ સંજ્ઞીપંચેન્દ્રિય જીવો માટે એવી છે કે જેમાં જીવ ચોથા પાંચમા ગુણસ્થાનથી આગળ વધી શકતો નથી. અર્થાત્ મોહનીય કર્મનો બળવાન ક્ષયોપશમ કરી શકતો નથી. આ કર્મનો વિશેષતાએ ક્ષય કરવા માટે, આગળની ભૂમિકાએ જવા માટે કર્મભૂમિના મનુષ્ય થવું જીવને માટે આવશ્યક છે. અકર્મભૂમિ (ભોગભૂમિ કે મરુભૂમિ) અથવા તો આંતરદ્વિપના મનુષ્યોને પણ આત્મવિકાસની સુવિધા મળતી નથી. પાંચ મહાવિદેહ, પાંચ ભરત અને પાંચ ઐરાવતની પંદર કર્મભૂમિનાં ક્ષેત્રો એવાં છે કે જ્યાં જીવ સમજીને પંચપરમેષ્ટિ ભગવંતના સાથથી આરાધન કરે તો સમ્યક્ત્વ પછીનાં સોપાનો ક્રમથી ચડી પૂર્ણ આત્મશુદ્ધિ મેળવવા સુભાગી થાય. આમ સમકિતની પ્રાપ્તિ માટે કોઈ પણ ક્ષેત્ર તથા કોઈ પણ કાળ સંજ્ઞીપંચેન્દ્રિય જીવને માટે અનુકૂળ છે, જો તેને પરમેષ્ટિ ભગવંતનો સહજ સંયોગ મળે તો. પરંતુ તે પછીનાં સોપાનો ચડવાં માટે કર્મભૂમિના મનુષ્ય થઈ જીવે આરાધન કરવું જરૂરી છે. એ વિકાસની નિસઃ૨ણી ચડવા માટે શ્રી અરિહંતપ્રભુ, શ્રી કેવળીપ્રભુ, આચાર્યજી, ઉપાધ્યાયજી અને સાધુ સાધ્વીજી આદિ પંચપરમેષ્ટિ ભગવંત સ્વરૂપ જ્ઞાનીપુરુષોનો સાથ અગત્યનો તથા અનિવાર્ય છે. જેમ સંજ્ઞીપંચેન્દ્રિયપણા સુધી પહોંચવા માટે પંચપરમેષ્ટિ ભગવંતનો નિષ્કારણ કરુણાસભર સાથ જરૂરી છે, તે જ પ્રમાણે આત્મશુદ્ધિની પ્રગતિ કરવા માટે એ મહત્ પુરુષોનો નિષ્કારણ કરુણાભરિત સાથ એથી પણ વિશેષ અગત્યનો છે, ફરક માત્ર એટલો જ છે કે અસંજ્ઞીપણામાં જીવની પ્રગટ ઈચ્છાની જરૂરત નથી, ત્યારે સંજ્ઞીપણામાં જીવની છૂટવાની ઈચ્છાની એટલી જ જિરૂરયાત રહેલી છે. સંજ્ઞા આવતાં જીવ સ્વતંત્ર થતો હોવાથી સત્પુરુષો અને પંચપરમેષ્ટિ ભગવંતના આશ્રયે રહેવું કે નહિ તે નક્કી કરવામાં તેની સ્વતંત્રતા રહેલી છે. કોઈ પણ પરમેષ્ટિ ભગવંત આ સ્વતંત્રતા પર લેશ પણ કાપ મૂકતા નથી. જો જીવ ઈચ્છા ૩૨૦ Page #342 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ કરે તો પરમેષ્ટિ ભગવંત એવી જ નિષ્કારણ કરુણા અને પ્રેમથી જીવને વિકાસ કરવા સહાય કરે છે, અને જો તે જીવની ઈચ્છા ન હોય તો ઈષ્ટ ભગવંત કરુણાભાવ સેવી નિસ્પૃહ બની દૂર ખસી જાય છે. સંસારનાં ક્ષણિક સુખનાં મોહમાં પડી જીવ સર્વોત્તમ સાથ આપનાર પરમેષ્ટિના આશ્રયનો ત્યાગ કરે છે, તો તે જીવ સ્વછંદી બની અનેક પ્રકારના તીવ્ર કષાયોના વમળમાં ફસાઈ પાપપ્રવૃત્તિમાં પડી પોતાનું અનેકવિધ અહિત કરે છે. થોડી ક્ષણોનાં ગણાતા સુખ માટે અનંતકાળનું દુઃખ પહોંચે એવી સ્થિતિમાં પણ મૂકાઈ જાય છે, અને મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ થયો હોવાથી સંજ્ઞા પણ ગુમાઈ જાય છે. ત્યારે જે જીવો સંજ્ઞા મેળવ્યા પછી, એ સ્થિતિ સુધી પહોંચાડનારા શ્રી પંચપરમેષ્ટિ ભગવંતે કરેલા ઉપકારને જાણી, સમજી, તે ઉપકારને ઓળવતા નથી, તેની સામે જે જીવો વિશેષ સમજણપૂર્વક અને વિવેકપૂર્વક સંજ્ઞાનો સદુપયોગ કરી પરમેષ્ટિ ભગવંતનો આશ્રય લઈ તેનું દઢત્વ વિશેષ વિશેષ કરતા જાય છે, પોતામાં રહેલાં સ્વચ્છંદ અને માનભાવને ઓગાળતા જાય છે, એટલે કે સ્વીકારેલા આશ્રયને બળવાન કરતા જાય છે તેઓ આત્મવિકાસનાં પગથિયાં એક પછી એક ક્રમથી ચડતાં જાય છે, અને આત્મામાંથી નીપજતા સ્વસુખને વધારે ને વધારે માણતા જાય છે. અને અંતમાં તેમણે જે પરમેષ્ટિ ભગવંતનો આશ્રય સ્વીકાર્યો છે તેની જેમ શુધ્ધ, બુધ્ધ અને મુક્ત થઈ શાશ્વત સુખના અધિકારી થઈ જાય છે. નિત્યનિગોદથી છૂટી સંજ્ઞીપંચેન્દ્રિયપણું પામવા સુધીનો જીવનો વ્યવહારથી વિકાસ કરવા માટે તથા સંજ્ઞા આવ્યા પછી અંતવૃત્તિસ્પર્શથી શરૂ કરી સિદ્ધભૂમિમાં જવાનો, પરમાર્થથી વિકાસ કરવા માટે કેટકેટલા ભવોનું આરાધન તથા કેટકેટલા મહા ઉત્તમ પુરુષોનો ઉપકાર સમાયેલો છે તેની જાણકારી આ બધી વિચારણા કરતાં જીવમાં આવતી જાય છે. શ્રી તીર્થંકર પ્રભુએ આપણને જણાવ્યું છે કે આ જગતમાં ચાર તત્વો, મનુષ્યત્વ, સદ્ધર્મનું શ્રવણ, સદ્ધર્મની શ્રદ્ધા અને સધર્મનું આરાધન ઉત્તરોત્તર દુર્લભ છે, અને તે મેળવવા માટે મહત્ મત પુણ્યના ઉદયની જરૂરત છે. પ્રભુના આ વિધાનની યથાર્થતા આપણને વ્યવહાર અને પરમાર્થે થતા જીવના ૩૨૧ Page #343 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ વિકાસના ક્રમને સમજવાથી સમજાતી જાય છે. આપણે જોયું કે સંજ્ઞીપંચેન્દ્રિય મનુષ્યપણું મેળવવું જીવને માટે કેટલું દુર્લભ છે, અને તે મેળવવા માટે જ્ઞાનીભગવંતનો કેટલો ઉપકાર સમાયેલો છે. મનુષ્ય જન્મ આવવાની સાથે આત્મવિકાસનું કાર્ય સહેલાઈથી થતું નથી, તેમાં ઘણાં ઘણાં વિઘ્નો પૂર્વ પાપપ્રવૃત્તિને કારણે જીવને ભોગવવાં પડે છે. મનુષ્ય ઘણી વાર ગર્ભમાંથી જ હણાય છે, ઘણીવાર જન્મતાં જ હણાય છે, કેટલીયે વખત બાલ્યકાળમાં જ આયુષ્ય પૂરું થઈ જાય છે, ઘણા પ્રસંગે ભર યૌવનમાં આયુષ્યનો કષ્ટભર્યો અંત આવે છે, ઈત્યાદિ સંજોગોમાં જીવને આત્મકલ્યાણની સુવિધા મળતી નથી અને તે સર્વ મનુષ્ય જન્મો આત્મકલ્યાણની અપેક્ષાએ નિષ્ફળ થાય છે. ઘણીવાર મનુષ્ય જીવનમાં મોહનીય કર્મનો પ્રબળ ઉદય આવવાથી આંખ, કાન, વાચા આદિ કોઈ ઇન્દ્રિયનો સંપૂર્ણ ઘાત જોવા મળે છે, તો તે સ્થિતિ પણ આત્મશુદ્ધિ વધારવા માટે નિષ્ફળ ઠરે છે કારણ કે પાંચ ઇન્દ્રિય તથા સંજ્ઞાની હાજરી વિકાસ કરવા અનિવાર્ય છે. ઈન્દ્રિય નબળી હોય તો વિકાસ કરી શકાય, પણ તેનો સંપૂર્ણ ઘાત હોય તો વિકાસ થઈ શકતો નથી. અલબત્ત, ભાવિમાં વિકાસ કરવા માટેની પૂર્વ તૈયારી જરૂર થઈ શકે છે. કેટલીક વખત મનુષ્ય અનાર્ય ક્ષેત્રમાં અને હલકા કુળમાં જન્મીને, અયોગ્ય સંજોગોમાં વસીને મનુષ્યત્વની નિષ્ફળતા પામતો હોય છે, તેથી તેવા મનુષ્યજન્મો નિરર્થક થાય છે. ઘણી વખત આવા વિપ્નો ન હોય પણ સંસારી પ્રસંગોના અવિરત ઉપાધિયોગમાં સાચું કાર્ય કરવાનો અવકાશ રહેતો ન હોવાથી મળેલું મનુષ્યપણું વ્યર્થ જતું જણાય છે. આમ આવાં વિનો રહિત અને સંસારી સુવિધા સહિત મનુષ્ય જન્મની પ્રાપ્તિ કરવા માટે મહતુ મહતું પુણ્યનો ઉદય જીવને જોઈએ છે. પાંચ ઇન્દ્રિય, મન, તંદુરસ્ત દેહ, જીવનની સુવિધાઓ, આર્ય ક્ષેત્ર, આદિ સહિતનો મનુષ્ય જન્મ મળ્યો હોય તેમ છતાં દુર્ભાગ્યને કારણે શ્રી સત્પરુષ પાસેથી સત્કર્મનું શ્રવણ કરવાનો યોગ ન મળે તો પણ તે જન્મ સફળ થઈ શકતો નથી. મનુષ્ય જીવનની અગત્ય શું છે, તેનો સદુપયોગ કેમ કરવો, તેનાથી જીવને શું લાભ ૩૨૨ Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ થાય છે, ઈત્યાદિ વિશે જીવને પરમેષ્ટિ ભગવંત પાસેથી જ જાણકારી આવે છે. જ્યાં સુધી સાચા માર્ગનાં મહત્ત્વનું શ્રવણ જીવને મળતું નથી ત્યાં સુધી તે જીવ મળેલી સાંસારિક સુવિધાઓનો દુરુપયોગ કરી આવેલી કલ્યાણકારી તક ગુમાવી બેસે છે અને પરિણામે દુ:ખી થાય છે. કદાચિત મનુષ્યને ભાગ્યયોગે સત્કર્મનું શ્રવણ કરવાનો લાભ મળે, અને વિકાસ કરવાની અમૂલ્ય તક સાંપડે, પણ જો સંસારી સુવિધાઓનું અને તેનો ભોગવટો કરવાનું અદમ્ય આકર્ષણ તેને વેદાતું હોય અર્થાત્ મોહનીય કર્મનો જોરદાર ઉદય હોય તો તે જીવ જે કંઈ પરમેષ્ટિ ભગવંત પાસેથી સાંભળે છે કે જાણે છે તેને ગૌણ કરી નાખે છે. અને એવા ભાવમાં ચાલ્યો જાય છે કે અત્યારે તો આ બધાં સુખ માણી લઉં, પછીથી ધર્મનો વિચાર કરીશ. પણ સદા યૌવનવંત સંસાર ભોગવવાની તૃષ્ણા એટલી વધતી જાય છે કે જીવનના અંતકાળ સુધી તેને ધર્મનું યોગ્ય શ્રદ્ધાન થતું નથી. તેને તે વખતે આત્મસુખ કરતાં સંસારસુખ કે સંસારની શાતાનું મહત્ત્વ ઘણા વધારે પ્રમાણમાં અનુભવાય છે. અને તે મનુષ્ય સંસારની મોહજાળમાં અટવાઈ જઈ મળેલા મનુષ્ય જન્મને નિરર્થક કરી નાખે છે. ઘણીવાર ભાગ્યોદયે મનુષ્ય આ વિનને પણ પાર કરે છે. સત્કર્મનું શ્રવણ થતાં પરમેષ્ટિ ભગવંતનો ઉપકાર ઝીલી, સંજ્ઞાનો સદુપયોગ કરી તે જીવ સાચા ધર્મનું શ્રદ્ધાન પણ કરી શકે છે. આમ સત્કર્મનું શ્રવણ અને સદાશ્રય તેને મહતું પુણ્યના યોગથી અને જ્ઞાનીપુરુષની કૃપાથી પ્રાપ્ત થાય છે, તે વખતે સંચિત કરેલો પુણ્યોદય થતાં જીવનમાં શાતાના ઉદયો તેને આવે છે અને અનાદિકાળથી સંસારની શાતા વેદવાની ઝંખનાની સફળતા જોઈ તે જીવ પૂર્વ અભ્યાસને કારણે શાતાના ઉદયોમાં અટવાઈ જાય છે. પરમેષ્ટિ ભગવંતે કરેલા ઉપકારના આભારભાવને ગૌણ કરી તે જીવ સંસારની શાતા મેળવવા અને ભોગવવામાં લપટાઈ જાય છે. પરિણામે તે જીવ મળેલી સર્વ સુવિધાઓનો આત્મકલ્યાણ માટે સદુપોગ ન કરતાં, સંસારની મોહજાળમાં ફસી વિપરીતપણે વર્તી મનુષ્ય જન્મને નિરર્થક કરી નાખે છે. જ્યાં સુધી જીવ સધર્મનું આરાધન યથાયોગ્યપણે કરતો નથી ત્યાં સુધી મનુષ્ય જીવનનું સાચું સફળપણું સંભવતું ૩૨૩ Page #345 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ નથી. કારણકે પૂર્ણ શુદ્ધિ પામ્યા પહેલાં પ્રત્યેક જીવને માટે પ્રમાદમાં જાય તો સંસારનું લંબાણ થઈ જાય છે. આવો પ્રમાદ ન આવવા દેવા માટે જીવને શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના સતત સાથની સદાય જરૂરત રહે છે. આ અપેક્ષાનો વિચાર કરીએ તો જીવને મળતી મેષોન્મેષથી શરૂ કરી શૈલેશી અવસ્થા પર્વતની શાતાનું કારણ પંચપરમેષ્ટિ પદમાં બિરાજતા એક માત્ર પુરુષ જ છે. પંચપરમેષ્ટિમાં સમાવેશ પામનાર પ્રત્યેક સપુરુષ મનુષ્ય દેહમાં જ હોય છે, અને તે દેહથી જ સ્વપરનું યથાર્થ કલ્યાણ કરવા માટે જીવ શક્તિમાન થાય છે. સ્વપર કલ્યાણ કરી શકવાની આવી અદ્ભુત શક્તિ મનુષ્યને શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના કયા પ્રકારના સાથથી આવે છે, તેની વિચારણા કરવી એ આપણા મનુષ્યદેહને સફળ કરવા માટે ચાવી રૂપ બની રહેશે. સંસારનું પરિભ્રમણ શરૂ કરવા માટે તથા એકેંદ્રિયપણાથી સંજ્ઞી પંચેન્દ્રિયપણા સુધી વિકાસ કરવા માટે શ્રી જ્ઞાનીપુરુષે ભાવેલો અને સેવેલો કલ્યાણભાવ ઉત્તમ કાર્ય કરે છે. આવા જ્ઞાની પુરુષો તેમણે પ્રાપ્ત કરેલી આત્માની શુદ્ધિ તથા સેવેલા કલ્યાણભાવના પ્રમાણમાં તરતમતાવાળા ઈષ્ટપદની પ્રાપ્તિ કરે છે. અમુક જ જીવોનું કલ્યાણ કરવાની ભાવના ધરાવે તે ઈષ્ટદેવ કહેવાય અને જીવ સમસ્તના કલ્યાણ કરવાના ભાવની ઉત્તમતાએ ક્ષમતા પામે તે “પરમ ઈષ્ટ” કહેવાય છે. પ્રાપ્ત કરેલી શુદ્ધિ અને શક્તિના પ્રમાણમાં તે આત્મા પરમેષ્ટિપદના પાંચ પ્રકારમાંથી કોઈ એક પ્રકારમાં ગણના પામે છે. જેમ શુદ્ધિ તથા કલ્યાણ કરવાની શક્તિની માત્રા વધારે તેમ પરમેષ્ટિપદ ઊંચું અને જેમ તે બંનેનું બળવાનપણું ઓછું તેમ પરમેષ્ટિપદ નીચું હોય છે. અલબત્ત, પ્રત્યેક પરમેષ્ટિને ઓછામાં ઓછી અમુક માત્રામાં શુદ્ધિ તથા કલ્યાણ કરવાની શક્તિ જરૂરી છે, તે કક્ષાની શુદ્ધિ અને શક્તિ પામ્યા પછી જ તે આત્મા “પરમ ઈષ્ટ” ની પદવી મેળવે છે. આવી પદવી પામેલા જુદી જુદી કક્ષાના જીવો માટે આપણે શ્રી સત્પરુષ અથવા જ્ઞાની પુરુષ શબ્દ પ્રયોજીએ છીએ કારણ કે તેમના માટે આ કક્ષાએ પહોંચવું અનિવાર્ય છે. પુરુષની દશા પામ્યા પહેલાં જીવ પંચપરમેષ્ટિ પદનો ઉદય મેળવતો નથી. ૩૨૪ Page #346 -------------------------------------------------------------------------- ________________ સત્પુરુષ અથવા જ્ઞાની ભગવંતના પાંચ પરમ ઈષ્ટ સ્વરૂપ આ ક્રમમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સાધ્વી. જીવ સમસ્તનાં કલ્યાણના ભાવ વેદનાર જીવ આમાંની કોઈ પણ પદવી તેની સત્પાત્રતા અનુસાર મેળવે છે. છે — શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ જે જીવે અનેક ભવો સુધી ચડતા ક્રમમાં જીવ સમસ્તનાં કલ્યાણના ભાવ ભાવ્યા હોય, વળી જેમ જેમ તેમના આત્માની શુદ્ધિ વધતી જાય તેમ તેમ તેમની કલ્યાણભાવના પણ બળવાન થતી જાય અને એક મનુષ્ય જન્મમાં એ ભાવના ઉત્કૃષ્ટતાએ પહોંચી તેમનું કલ્યાણકાર્યનું કર્મ નિકાચીત થાય ત્યારે તે જીવને “તીર્થંકર નામકર્મ” બંધાય છે. જેમણે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું હોય છે તેઓ તે પછીના મનુષ્ય જન્મમાં ક્ષપક શ્રેણિએ ચડી પૂર્ણ શુધ્ધ થઈ અર્થાત્ સર્વ ઘાતી કર્મોથી પૂરા નિવૃત્ત થઈ તીર્થંક સ્વરૂપે સાધુ,સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ધર્મ પ્રવર્તન કરે છે. જગતના સમસ્ત જીવોમાં શ્રી તીર્થંકર પ્રભુની કલ્યાણભાવના સૌથી બળવાન અને સૌથી વિસ્તૃત હોય છે. તેઓ તીર્થંકર નામકર્મ બાંધે છે ત્યારથી તેમની કલ્યાણભાવના ઘણી સબળ હોવા છતાં છદ્મસ્થ અવસ્થામાં તેઓ મુખ્યતાએ મૌનપણે જ વિચરતા હોય છે કારણ કે તેમના અંતરમાં એવો ભાવ વર્તતો હોય છે કે પૂર્ણતા મેળવ્યા વિના ધર્મપ્રભાવના મારે કરવી નથી. જેટલી અપૂર્ણતા હોય તેટલી અપૂર્ણતા અપાતા બોધમાં પણ આવે. અને અધૂરો બોધ જીવને પૂર્ણ હિતકારી ન થાય. માટે પૂર્ણ હિતકારી બોધ જગતજીવો પામે એ હેતુથી તેઓ સર્વજ્ઞપણું આવ્યા પહેલાં દેશના આપતા નથી, અને પૂરા સંયમી રહે છે. એ કાળ દરમ્યાન સહુ જીવો સાથેનો મૈત્રીભાવ તેઓ સતત વધારતા જાય છે. તેમનો જગતજીવો સાથેનો મૈત્રીભાવ અને કલ્યાણભાવ અમુક સમયે ઉત્કૃષટતાએ પહોંચે છે, અને તે સમયે તમામ જીવો એકબીજા સાથેના વેરનો ત્યાગ કરી એક સમય માટેની શાતાનું વેદન કરે છે. શ્રી તીર્થંકર પ્રભુના ગર્ભપ્રવેશ સમયે, જન્મ સમયે, દીક્ષા કાળે, કેવળજ્ઞાન પ્રગટાવે ત્યારે અને તેઓ નિર્વાણ પામે ત્યારે – એ પાંચ સમયે એમના ઉત્કૃષ્ટ ભાવના પ્રભાવથી સમસ્ત જીવો તેમની સાથે વેર ત્યાગે છે ૩૨૫ Page #347 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ એટલું જ નહિ પણ તેઓ એકબીજા સાથેના વેરનો ત્યાગ કરી એક સમયની શાતાનું વેદન કરે છે. શ્રી તીર્થકર પ્રભુના ઉત્તમોત્તમ કલ્યાણભાવનો આ એક અને અનન્ય સબળ પુરાવો છે કે જેમાં સર્વ જીવ પ્રભુના સર્વોત્તમ મૈત્રીભાવને લીધે એકબીજા સાથે પણ એક સમય માટે નિર્વેરી થઈ જાય છે. આવો પ્રભાવ બીજા કોઈ પણ આત્માનો પડતો નથી, કે જેને લીધે જીવ સમસ્ત એકી સાથે નિર્વેરી થઈ જાય. આ કારણથી શ્રી તીર્થંકર પ્રભુ માટે “અરિહંત' શબ્દ પ્રયોજાય છે. અરિ એટલે શત્રુ અને હંત એટલે હણાયા છે તે. આમ અરિહંત એટલે જેમના સર્વ શત્રુઓ હણાઈ ગયા છે તેઓ. અર્થાત્ જેમણે જગતના તમામે તમામ જીવોને પોતાના મિત્ર બનાવ્યા છે, અને તેમનામાં રહેલા શત્રુભાવને હણી નાખ્યો છે તેઓ. શ્રી કેવળ પ્રભુ શક્તિ અને જ્ઞાનદર્શનની અપેક્ષાએ શ્રી તીર્થંકર પ્રભુ સમાન જ છે, પરંતુ છદ્મસ્થ અવસ્થામાં સેવેલા કલ્યાણભાવમાં બંને વચ્ચે ખાસી તરતમતા હોવાને કારણે કેવળ પ્રભુના નિમિત્તથી જીવો એવા નિર્વેરી બની શકતા નથી, જેવા શ્રી તીર્થંકર પ્રભુના નિમિત્તથી નિર્વેરી થાય છે. શ્રી કેવળીપ્રભુની બાબતમાં સમસ્ત જીવો પ્રભુ પ્રતિ નિર્વેરી થાય છે, પણ તેઓ એકબીજા સાથે વેરથી વિરમતા નથી, પરિણામે જગતજીવો સમગ્રપણે શાતાનું વેદન કરી શકતા નથી. આ કારણથી શ્રી કેવળ પ્રભુ “અરિહંત પ્રભુ” તરીકે ઓળખાતા નથી, માત્ર તીર્થકર જ અરિહંત કહેવાય છે. શ્રી અરિહંત ભગવાન બાર ગુણો ધરાવે છે. ૮ પ્રતિહાર્ય: અશોકવૃક્ષ, સુર પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડળ, દેવદુંદુભિ અને છત્ર, ચાર અતિશયો. ૧. અપાયાપગમ અતિશય એટલે ઉપદ્રવનો, રોગનો તથા અઢાર દૂષણોનો નાશ. ૨. જ્ઞાનાતિશય – સર્વજ્ઞપણું. ૩. પૂજાતિશય એટલે કે તેઓ સહુને પૂજનીય બને છે. ૪. વચનાતિશય – એમની વાણીને સહુ જીવો પોતપોતાની ભાષામાં સમજી શકે છે. શ્રી કેવળી ભગવંતને આ અતિશયો હોતા નથી. - શ્રી અરિહંત ભગવાન જ્યારે દેશના આપે છે ત્યારે દેવો અચેત પુષ્પોની વૃષ્ટિ કરી જમીનને સમથલ કરે છે, ત્યાં સહુ બેસી શકે એવા સમવસરણની રચના કરે છે, તેના મધ્યભાગમાં વ્યાસપીઠની રચના કરી અશોકવૃક્ષ વિદુર્વે છે, પ્રભુની ૩૨૬ Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ દેશના પ્રકાશવાની છે તેની ઉદ્ઘોષણા દેવદુંદુભિ દ્વારા કરે છે, પ્રભુ માટે બેસવાના સિંહાસનની રચના કરે છે, પ્રભુ ઉપર સતત દેવકૃત ત્રણ છત્ર છાયા કરે છે, અને પ્રભુનાં આત્મતેજને બિરદાવતા ભામંડળનાં દર્શન સહુને થાય એવી પ્રભા અર્પે છે, આવી ભવ્ય સ્થિતિમાં પ્રભુ દેશના પ્રકાશે છે ત્યારે તેમનો ધ્વનિ સહુ જીવો પોતપોતાની ભાષામાં સમજી અર્થગ્રહણ કરે છે અને દેવો પ્રભુનો મહિમા બતાવવા તથા તેમના પ્રતિનો પૂજ્યભાવ પ્રગટ કરવા પ્રભુને ચામર વીંઝે છે. આ આઠ અતિશયો પ્રભુનાં પ્રતિહારી ગણાય છે, કારણ કે તેનાથી પ્રભુના આગમનની જાણકારી જીવોને મળે છે. તે ઉપરાંત બીજા ચાર અતિશયો પણ પ્રભુના ગુણ તરીકે સ્વીકારાયા છે. શ્રી પ્રભુ સમવસરણમાં અશોકવૃક્ષ નીચે બેસીને દેશના આપે છે. દેવો આ વૃક્ષ વિદુર્વે છે, તે વૃક્ષ ભગવાનના કદ કરતાં બાર ગણું ઊંચુ હોય છે, અને અચેત હોય છે. આ વૃક્ષને મુખ્યતાએ પાંચ શાખા અને ગૌણતાએ અનેક શાખાઓ હોય છે. બધી શાખાઓ અચેત પર્ણોથી ભરચક હોય છે. તેમાં વચલી શાખા સીધી ઊંચી હોય છે અને બાકીની ચાર શાખાઓ ચાર બાજુ વળેલી હોય છે. વૃક્ષના ઉપરના પાંચ ભાગમાં ડાળીઓ, પાન, ફૂલ આદિ વૃક્ષને ભરપૂર શોભા આપે છે અને નીચેના સાત ભાગમાં થડ હોય છે. એ દ્વારા સૂચવાય છે કે સાતમાં ગુણસ્થાને પહોંચ્યા પછી જીવ સાચા ઉપદેશક થવાની પાત્રતા મેળવે છે, અને ચોતરફ ધર્મપ્રવર્તન કરી જીવોને આત્માના ગુણોથી સમૃધ્ધ થવામાં ખૂબ સહાયરૂપ થાય છે. પાંચ મુખ્ય ડાળીઓ એ સમજાવે છે કે પાંચ પ્રકારના જ્ઞાન વિકસાવવામાં શ્રી સત્પરુષનો ફાળો અતિ અતિ મહત્વનો છે. વચલી ડાળી શ્રેણીના પાંચ ગુણસ્થાન ૮, ૯, ૧૦, ૧૨ અને ૧૩ નું સૂચવન કરે છે. ટોચ પર પહોંચતા કેવળજ્ઞાન પ્રકાશિત થાય છે. બાકીની ચાર શાખાઓ પ્રથમના ચાર જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરી તે જ્ઞાનનો વિકાસ થાય છે તે સમજાવે છે. સાથે સાથે ચારે ગતિના જીવો શ્રી પ્રભુની કૃપાથી વિકાસ સાધી પંચમ ગતિ મોક્ષ મેળવવા ભાગ્યશાળી થાય છે. આવા પવિત્ર અને શુભફળ આપનાર અશોકવૃક્ષના જેને દર્શન થાય છે તેમનું મન શોકરહિત થઈ જાય છે, અશોકવૃક્ષ નજીક આવતાં હૃદયમાં ૩૨૭ Page #349 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ રહેલો ઉગ શમી જાય છે. આમ પ્રભુના શરણમાં આવતાં જીવ શોકરહિત – અશોક બની પ્રસન્નતા વેદે છે એવી ભાવના અશોકવૃક્ષ જીવોને પ્રદાન કરે છે. અશોકવૃક્ષની રચના કરવા સાથે દેવો, પ્રભુ જે જગ્યાએ વિહાર કરીને જવાના હોય તે જગ્યાએ તથા જે જગ્યાએ પ્રભુ દેશના આપવાના હોય તે જગ્યાની ખાડાટેકરાવાળી અસપાટ જમીનને સપાટ – સમથલ કરે છે, અને તે જગ્યા પર રંગબેરંગી અચેત પુષ્પોની વૃષ્ટિ કરી તે સ્થળને સુશોભિત કરે છે. આવી સુર પુષ્પવૃષ્ટિ એ પ્રભુનાં આગમનને સૂચવનાર બીજો પ્રતિહાર – છડીદાર છે. સુર પુષ્પવૃષ્ટિ થતાં લોકોને પ્રભુના આવવાની તથા દેશના પ્રકાશવાની જાણકારી અગાઉથી આવી જાય છે, અને ભવ્ય જીવો પ્રભુની કૃપાનો લહાવો લેવાની સુંદર તક મેળવી લે છે. વળી અચેત ફૂલો વ્યવસ્થિત રીતે પાથરીને દેવો તે જગ્યાને પવિત્ર બનાવે છે, તેના પર ચાલનાર અચેત પદાર્થ પર ચાલતા હોવાથી નવી હિંસા કરતાં બચી જાય છે. સાથે સાથે રંગબેરંગી અચેત ફૂલો સુર દ્વારા – દેવો મારફત વરસતાં જોઈ લોકોને તેનું આકર્ષણ થાય છે અને તેમના પુણ્યોદયથી આ આકર્ષણને વશ થઈ ખેંચાઈને સમવસરણમાં પહોંચે છે. આ પ્રકારે આ અતિશય દ્વારા દેવો પ્રભુ પ્રતિનો અહોભાવ વ્યકત કરવાની સાથે સાથે લોકો પર નિર્ચાજ ઉપકાર પણ કરે છે. દેશના આપવાના સ્થળને સમથલ કરી, અચેત પુષ્પોની વૃષ્ટિ કરી સમવસરણની જગ્યાને દેવો શોભાયમાન કરે છે. સાથે સાથે અશોકવૃક્ષ વિકર્વી પ્રભુની કક્ષાને અનુરૂપ અદ્વિતીય સિંહાસનની રચના કરે છે. વૃક્ષના નીચેના ભાગમાં ફરતી વ્યાસપીઠની રચના હોય છે, અને તેના પર પ્રભુને બેસવા માટે સિંહાસન રચાય છે. આ સિંહાસન સુવર્ણનું બનેલું હોય છે, અને તેમાં અનેક મૂલ્યવાન રત્નો જડેલાં હોય છે, જે સિંહાસનને ખૂબ તેજસ્વી તથા શોભાયમાન બનાવે છે. સિંહાસન પર આરૂઢ થતી વખતે પ્રભુ પૂર્વાભિમુખ બેસે છે. તેમ છતાં બાકીની ત્રણે દિશાઓમાં બેઠેલા જીવોને પ્રભુ પોતાની સન્મુખ જ છે એવી લાગણી આપવા તે તે દિશઓમાં શ્રી પ્રભુના મુખને વિદુર્વે છે. આમ થવાથી સહુ જીવોને પ્રભુ પોતાની સન્મુખ છે એવું વિદુર્વેલા પ્રભુના બિંબના સહારાથી જણાય છે. ૩૨૮ Page #350 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ પ્રભુની દેશના પ્રકાશવાની છે એવી જાણકારી જ્યારે અવધિજ્ઞાની દેવોને આવે છે ત્યારે તે દેવો ઉત્સાહિત બની, હર્ષોન્મત્ત થઈ દેવલોકના દુંદુભિને વગાડે છે અને લોકોને જાણ કરે છે કે હવે થોડા કાળમાં જ પ્રભુની પરમ કલ્યાણકારી દેશના પ્રગટ થવાની છે. આ દુંદુભિ સાંભળીને તેના મંજુલ સ્વરથી આકર્ષાઈને ભવ્ય જીવો સમવસરણમાં જવા પ્રેરાય છે. આમ દેવદુંદુભિનો નાદ પ્રભુના પ્રતિહારીનું કામ કરી લોકોને પ્રભુના બોધનો લાભ લેવા પ્રેરણા કરે છે. પ્રભુનાં આવાં કલ્યાણકાર્યની છડી પોકારનાર અન્ય તત્ત્વ છે ત્રણ છત્રો. પ્રભુજીને કેવળજ્ઞાન પ્રગટ થઈ તીર્થકરપદ ઉદયમાં આવે છે ત્યારથી દેવો તેમના શિર પર ત્રણ છત્રોની રચના કરે છે. તેમાં સૌથી નીચેનું છત્ર સહુથી મોટું, મધ્યનું છત્ર મધ્યમ મોટું અને ઉપરનું છત્ર સહુથી નાનું હોય છે. આ ત્રણે છત્રો શ્વેત હોય છે અને નીચેના ભાગમાં દિવ્ય મોતી લટકતાં હોય છે. ત્રણે છત્રોમાં વિવિધ પ્રકારનાં રત્નો જડેલો હોય છે. વ્યવહારથી આ છત્રો પ્રભુનાં મસ્તક પર છાયા કરતાં દેખાય છે, પણ ઊંડાણથી જોતાં એ પ્રભુને પ્રાપ્ત થયેલ ત્રણ ઉત્તમ રત્નો જ્ઞાન, દર્શન તથા ચારિત્ર દ્વારા શુદ્ધાત્માનું રક્ષણ થાય છે એ સ્પષ્ટ કરે છે. સાથે સાથે ત્રણે લોક પરનું પ્રભુનું આધિપત્ય સૂચવે છે. ત્રણે લોકના જીવોને આત્માર્થે આગળ વધારવા આ પ્રભુ સમર્થ થયા છે એવો સંદેશો ત્રણે છત્રો જીવોને પહોંચાડે છે. સિંહાસન પર બેસી પ્રભુ જ્યારે દેશના આપે છે ત્યારે તેમને પૂર્ણતાએ જ્ઞાન તથા દર્શન પ્રગટયાં હોય છે. કેવળજ્ઞાન તથા કેવળદર્શનથી વિભૂષિત થયેલા પ્રભુનાં આત્માનું તેજ તેમનાં મસ્તકની આસપાસ ખૂબ ફેલાય છે. અને પ્રભુનાં મસ્તકની પાછળના ભાગમાં અદ્ભુત તેજનું વર્તુળ રચાય છે. આ તેજવર્તુળ પ્રભુનાં ભામંડળ તરીકે ઓળખાય છે. પરંતુ સામાન્ય જીવોને આ ભામંડળના દર્શન સામાન્યપણે થતાં નથી, માત્ર ઉચ્ચ દશાવાન જીવો મૂળ ભામંડળના દર્શન કરી શકે છે. આવા અમૂલ્ય ભામંડળના દર્શન સહુ જીવોને સુલભ કરાવવા દેવો તેમાં અનેક તેજસ્વી રત્નો જડે છે. આ પુગલમય રત્નોના તેજથી આકર્ષાઈ જીવો પ્રભુના મુખ પર ધ્યાન કેંદ્રિત કરવા પ્રેરાય છે. અને જ્યારે તેઓ પ્રભુનાં મુખ પર એકાગ્ર થાય છે ત્યારે મૂળ ૩૨૯ Page #351 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ભામંડળના દર્શન પામી પોતાના પૂર્વના સાત જન્મનું જાતિસ્મૃતિજ્ઞાન પામે છે. જે જ્ઞાન તે જીવને ભાવિમાં સમ્યકુદર્શન મેળવવા સુભાગી બનાવે છે, અને અન્ય જીવોને દશા વર્ધમાન કરવા સદ્ભાગી કરે છે. જાતિસ્મૃતિજ્ઞાન થવાથી જીવનો વૈરાગ્ય વધે છે અને આત્માર્થ વધારવાની પાત્રતા પ્રગટે છે, ક્રમે કરીને પાત્રતા વધતી પણ જાય છે. આવો છે ભામંડળનો પ્રભાવ. શ્રી અરિહંત પ્રભુને તીર્થકરપદ ઉદિત થાય ત્યારથી તેઓ નિર્વાણ પામે ત્યાં સુધી તેની પાસે દેવો ચામર વીંઝતા રહે છે. દેવો દેવલોકના ઉત્તમ તારથી ચામર ગૂંથે છે, અને આત્માની શીતળતા વધારવામાં બધાયને સહાયકારી થાય છે. તેઓ નીચા નમી ઊંચા જાય છે ત્યારે જગતજીવોને સૂચવે છે કે અમારી જેમ જેઓ પ્રભુ પાસે પ્રેમથી નમશે તેઓ અવશ્ય ઊંચી ગતિને પામશે. આમ માન તોડી શ્રી પ્રભુને શરણે જવાનો બોધ જીવોને સતત આપતા રહે છે. આ સાત પ્રતિહારી સાથે આઠમો દિવ્યધ્વનિ નામનો પ્રતિહાર જગતજીવો પર એવો જ ઉપકાર કરે છે. પ્રભુનું સમવસરણ એક જોજનના વિસ્તારવાળું દેવો રચે છે. અને તેમણે પ્રસારિત કરેલા બોધને આખા સમવસરણમાં એક સરખી રીતે સાંભળી શકાય તેવી રચના દેવો કરે છે. વ્યાસપીઠની નજીકમાં બેઠેલા જીવો મોટો અવાજ સાંભળે અને બહારના છેવાડા પાસે બેઠેલા જીવો મંદ અવાજ સાંભળે એવું બનતું નથી. સમવસરણમાં કોઈ પણ જગ્યાએ બેઠેલા જીવો એક સરખી સ્વરમાત્રાથી બોધ સાંભળતા હોય છે. પ્રભુનાં ધ્વનિને આવું દિવ્યરૂપ આપવું તે દેવોની એક ઉત્તમ કળા છે. અને એથી દિવ્યધ્વનિ એ પ્રતિહાર ગણાય છે. - આ આઠ પ્રતિહારરૂપ ગુણો શ્રી તીર્થંકર પ્રભુને હોય છે, તે અન્ય કેવળીપ્રભુને કે કોઈ છદ્મસ્થ જીવને હોતા નથી. આ ઉપરાંતના ચાર અતિશય શ્રી પ્રભુને સ્વયં પ્રગટે છે, અને તેનું કારણ છે તેમનો ઉત્તમોત્તમ કલ્યાણભાવ તથા મૈત્રીભાવ. એ ચારમાં પહેલો અતિશય છે અપાયાપગમ અતિશય - આના કારણે શ્રી પ્રભુ જ્યાં બિરાજમાન હોય તેની આસપાસના એક જોજનના વિસ્તારમાં કોઈ ઉપદ્રવ, ૩૩) Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ રોગ, દુર્ભિક્ષ રહી શકતાં નથી, તેનો અઢાર દૂષણોની જેમ પ્રભુના સાનિધ્યમાં નાશ જ હોય છે. પ્રભુ હોય ત્યાં અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, વાવાઝોડાં, મહામરકી આદિ રહી શકતાં નથી. જે જીવોને આવા ઉપદ્રવ નિકાચીતપણે સહન કરવાનો યોગ હોય તેઓ કોઈ ને કોઈ કારણસર પ્રભુનાં સાનિધ્યથી દૂર થઈ જાય છે. અને જેને શાતાનો ઉદય આવવાનો હોય તેઓ સહજપણે પ્રભુનાં સાનિધ્યમાં આવી જાય છે. પરંતુ એવું ક્યારેય બનતું નથી કે પ્રભુનાં શરણમાં રહી જીવ અશાતારૂપ દુઃખ વેદતો હોય. આ તીર્થંકર પ્રભુનો કલ્યાણકારી અતિશય છે. આવો બીજો અતિશય છે જ્ઞાનાતિશય. જ્ઞાનાવરણનો પૂર્ણપણે નાશ થવાથી શ્રી પ્રભુને સર્વજ્ઞપણું પ્રગટયું હોય છે. પણ તે જ્ઞાન સતત સ્વપર પરોપકાર કરનાર રહે છે. પોતાના જ્ઞાનનો લાભ જગતના સહુ જીવો પામે એ પૂર્વ આશયના ફળરૂપે કેવળજ્ઞાન થયા પછી તેઓ દેશના દ્વારા જીવોને પરમ ઉપકારી થાય એવો બોધ આપે છે. શ્રી અરિહંત પ્રભુ પૂર્ણતા પામ્યા પછી જગતજીવો પર જે ઉપકાર કરે છે, કરી શકે છે તેવો ઉપકાર બીજા કોઈ પણ કેવળી ભગવાન કે છદ્મસ્થ જીવ કરી શકતા નથી. આ તેમના જ્ઞાનનો મહિમા હોવાથી તે જ્ઞાનાતિશય તરીકે ઓળખાય છે. જ્ઞાનાતિશય જેવોજ મહિમા તેમના પૂજાતિશયનો છે. તેમના થકી સમજુ જીવોને અકથ્ય લાભ થાય છે, અને તેમના માટે શ્રી પ્રભુ સદા માટે પૂજનીય બની જાય છે. આમ કરતાં કરતાં તેમણે જગતના તમામ જીવો માટે એક સરખો કલ્યાણભાવ વેદ્યો હોવાથી તેઓ જગત આખાને માટે સદાયના પૂજનીય બની પૂજાતિશય પામવાના અધિકારી થાય છે. પ્રભુ પોતે માનથી સર્વથા મુક્ત થયા હોવાથી તેમને માન કે પૂજા પામવાનો લોભ એક અંશ માત્ર હોતો નથી, તેમ છતાં જીવોને તેમના બોધ થકી અવર્ણનીય લાભ થતો હોવાથી તેઓ સહજપણે પૂજ્યભાવથી તથા પ્રેમભાવથી પ્રભુને પૂજતા થઈ જાય છે. એ જ તેમનો અવર્ણનીય પૂજાતિશય છે. શ્રી અરિહંત પ્રભુ જ્યારે દેશના આપે છે ત્યારે તેમનો કલ્યાણભાવ એટલો બધો છૂટતો હોય છે કે તેમને મુખ દ્વારા બોલવાની જરૂર જ પડતી નથી. તેમને વેદાતો કલ્યાણભાવ સહજપણે તેમના આખા દેહમાંથી ધ્વનિ રૂપે પ્રસર્યા કરે છે. અને ૩૩૧ Page #353 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ દેવોની ગૂંથણીને કારણે આખા સમવસરણમાં એક સરખી રીતે ફેલાયા કરે છે, કોઈને એ ધ્વનિ ઊંચી કે નીચી માત્રામાં સંભળાતો નથી, પણ એક સરખી મધ્યમ માત્રાએ સંભળાતો રહે છે. ધ્વનિનાં આ પરમાણુઓ પૃથકત્વ-પામી શ્રોતા સુધી પહોંચે છે, ને સર્વ શ્રોતા પોતપોતાની ભાષામાં, પોતાની દશા અનુસાર અને પોતાના મનમાં રહેલાં પ્રશ્નના સમાધાનરૂપે તેને સ્વીકારતા જાય છે, પ્રમોદભાવ તથા પ્રસન્નતા મેળવી પોતાની દશા વર્ધમાન કરવા માટે નિમિત્ત મેળવતા જાય છે. પ્રભુની આ વાણીમાં ૩૫ પ્રકારના ગુણો હોય છે. તે વાણી સત્ય હોય છે, સહુને હિતકારી હોય છે, તે વાણી મધુર હોય છે, સાંભળનાર સહુને લાગે કે એ વાણીને સાંભળ્યા જ કરીએ, તે વાણી સંસ્કારી જીવને કલ્યાણ કરવાની પ્રેરણા આપનારી, માર્ગબોધ કરનારી ઈત્યાદિ પાંત્રીશ પ્રકારના ગુણોથી ભરેલી હોય છે. આમ સ્વપર કલ્યાણ કરનાર શ્રી અરિહંત પ્રભુ આ બાર ગુણોથી વિભુષિત થઈ ધરતી પર વિચરે છે. અને આયુષ્ય પૂરું થતાં શુધ્ધ, બુધ્ધ અને મુક્ત થઈ સિદ્ધભૂમિ પર ચેતનઘન થવા પાદાર્પણ કરે છે. આપણે જાણીએ છીએ કે જગતજીવો પર પરમ ઉપકાર કરનાર શ્રી અરિહંત પ્રભુ પંચ પરમેષ્ટિપદમાં અગ્રસ્થાને અર્થાત્ સર્વોત્તમ પદવીએ સ્થાપિત થયા છે. પરમેષ્ટિ ભગવંતમાં બીજા સ્થાને આવે છે શ્રી સિદ્ધ ભગવાન. જે આત્મા કેવળજ્ઞાન લીધા પછી, બાકીનાં ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી, પૂર્ણ વિશુધ્ધ થઈ સિધ્ધભૂમિમાં ચેતનઘન સ્વરૂપે સ્થિર થયા છે તે સિધ્ધ ભગવાન કહેવાય છે. જે આત્માઓએ જીવ સમસ્ત માટે છબસ્થાવસ્થામાં કલ્યાણભાવ વેદ્યા છે તેઓ તેમના કલ્યાણભાવની કક્ષા પ્રમાણે અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુસાધ્વીની પદવી પામે છે. પરંતુ છદ્મસ્થ અવસ્થામાં જીવ સમસ્તને બદલે તેના અમુક વિભાગ માટે જ કલ્યાણ ભાવ વેદે છે તેને ચારમાંથી કોઈ પણ છદ્મસ્થ-અવસ્થાની પરમેષ્ટિ પદની સિદ્ધિ થતી નથી. તેવા જીવ ક્ષેપક શ્રેણિ પૂરી કરતાં પહેલાં ક્યારેક ને ક્યારેક જીવ સમસ્ત માટેના કલ્યાણભાવ વેદે છે, અને આ ભાવના કારણે તેઓ સિધ્ધ થાય છે ત્યારે એ બીજું સિધ્ધપદનું પરમેષ્ટિપણું પ્રાપ્ત કરે છે. જે જીવો અન્ય પરમેષ્ટિ પદને ૩૩૨ Page #354 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ પણ સ્પર્યા હોય તેઓ સિધ્ધ થતાં સિધ્ધપદની પણ પ્રાપ્તિ કરે છે. આમ તેઓ એક કે એકથી વધારે એવાં પરમેષ્ટિ પદનો સ્પર્શ પામે છે. સિધ્ધાત્માને આઠે કર્મો છૂટી ગયા હોવાથી આત્માના મુખ્ય આઠ ગુણ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય, અક્ષયસ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુપણું તથા અવ્યાબાધ સુખ પ્રગટ થાય છે. શ્રી સિધ્ધભગવાનના કલ્યાણભાવ જીવ પર પરોક્ષ ઉપકાર કરે છે, અને શ્રી અરિહંત પ્રભુનો કલ્યાણભાવ જીવો પર પ્રત્યક્ષ ઉપકાર કરે છે માટે શ્રી સિધ્ધપ્રભુ વિશુદ્ધિની દૃષ્ટિએ વિશેષ શુધ્ધ હોવા છતાં પરમેષ્ટિ પદના ક્રમમાં શ્રી અરિહંત પ્રભુ પછીના ક્રમિક સ્થાને આવે છે. આ ભેદનું કારણ વિચારવા યોગ્ય છે. પંચપરમેષ્ટિ પદમાં શ્રી સિધ્ધ ભગવાન પછીના સ્થાને આવે છે શ્રી આચાર્યજી. પહેલા બે પરમેષ્ટિ ઘાતકર્મોથી મુક્ત છે, ત્યારે બાકીનાં ત્રણ પરમેષ્ટિ ઘાતકર્મોથી યુક્ત છે, પણ મુક્ત થવાના કામી તથા પુરુષાર્થ છે. આચાર્યજી શ્રી અરિહંત ભગવાને પ્રકાશિત કરેલા મોક્ષમાર્ગને ગ્રહણ કરી યથાર્થતાએ તેનું પાલન કરવાની સમર્થતા વધારતા જાય છે, સાથે સાથે પોતાના આચારની વિશુદ્ધિના પ્રભાવને આદર્શરૂપ કરી લોકસમૂહને પોતાના આચારથી જ કલ્યાણમાર્ગમાં વિકાસ કરવા પ્રેરણા આપે છે. તેઓ કલ્યાણ કરવા માટે અન્ય સાધનો કરતાં પોતાનાં શુદ્ધ ચારિત્રને મુખ્ય સાધન બનાવે છે. આચાર્યજીના ૩૬ ગુણો શાસ્ત્રોમાં પ્રસિધ્ધ છે. પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં રાગદ્વેષ ન કરતાં સમભાવ સેવે તે પાંચ ગુણ, નવ વાડ વિશુદ્ધિથી બહ્મચર્ય પાળે તે નવ ગુણ, ચાર કષાયનો ત્યાગ કરે તે ચાર ગુણ, પાંચ મહાવ્રતનું પાલન કરે તે પાંચ ગુણ, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચ પ્રકારે આચાર પાળે તે પાંચ ગુણ, ઇર્યા, ભાષા, એષણા, આદાનનિક્ષેપણ અને પરિષ્ઠાપનિકાસ એ પાંચ સમિતિ પાળે તે પાંચ ગુણ, મન વચન તથા કાયાની ગુપ્તિ જાળવે તે ત્રણ ગુણ મળી કુલ છત્રીસ ગુણ થાય છે. આ બધા આચારો તેઓ એવી શુધ્ધતાથી પાળે છે તથા પળાવે છે કે તેઓ ધર્મના નાયક કહેવાય છે. સર્વ આચાર્યમાં શ્રેષ્ઠ આચાર્ય તે શ્રી ગણધર છે. તેઓ શ્રી તીર્થંકર પ્રભુના મુખ્ય શિષ્ય થઈ, અનેક શિષ્યોની જવાબદારી લઈ અર્થાત્ ગણ (સમૂહ) ના ધારક ૩૩૩ Page #355 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ બની ગણધર રૂપે પ્રભુના બોધેલા માર્ગને ઉત્તમતાએ અવધારી, તે માર્ગની પ્રભાવના જગતજીવો માટે કરે છે. તેમણે પણ પૂર્વકાળમાં જીવ સમસ્તના કલ્યાણના ભાવ અનેક ભવો સુધી સેવ્યા હોય છે. ઉપરાંત તેમનો જીવ શ્રી તીર્થકર પ્રભુના આત્મા સાથે અનેક ભવથી શુભ સંબંધમાં રહ્યો હોય છે. અર્થાત્ શ્રી તીર્થકર અને ગણધરના આત્મા વચ્ચે અનેક ભવનો શુભ સંબંધ બંધાયેલો હોય છે. જેના કારણે ગણધરનો જીવ શ્રી તીર્થકર પ્રભુના આત્મા પાસેથી કલ્યાણભાવની પ્રેરણા લઈ જીવ સમસ્તના કલ્યાણની ભાવના કરતો થાય છે. શ્રી તીર્થંકર પ્રભુની કલ્યાણભાવના એવી હોય છે કે જીવ સમસ્તનું કલ્યાણ થાઓ, તેમાં કોઈ પણ નિમિત્ત બને. પોતા થકી જ કલ્યાણ થાય એવી કર્તાપણાની ભાવના શ્રી પ્રભુના આત્મામાં જન્મ પામતી નથી. ત્યારે શ્રી ગણધરને જીવ સમસ્તના કલ્યાણભાવની ભાવનામાં પોતાને નિમિત્ત થવાની ઈચ્છા પાયારૂપ હોય છે. આમ ગણધરને થતી કલ્યાણભાવનામાં પોતાનો કર્તાપણાનો ભાવ જોડાયેલો હોય છે, ત્યારે શ્રી તીર્થકરની કલ્યાણભાવના આવા કર્તાપણાના ભાવથી રહિત હોય છે. પરિણામે શ્રી તીર્થકર તથા ગણધરના કલ્યાણકાર્યમાં અમુક ફેરફાર રહે છે. શ્રી તીર્થંકર પ્રભુ અકર્તા રહી કલ્યાણભાવ સેવતા હોવાથી તેમનું કલ્યાણકાર્ય સર્વજ્ઞ થયા પછી શરૂ થાય છે, તે પહેલાં તેઓ મુખ્યતાએ સ્વકલ્યાણમાં જ પ્રવર્તતા હોય છે. ત્યારે શ્રી ગણધરનું કલ્યાણકાર્ય શ્રી તીર્થંકર પ્રભુનાં કેવળજ્ઞાન પછી અને પોતાનાં કેવળજ્ઞાન પહેલાં એટલે કે તીર્થકર પ્રભુના શિષ્ય થયા પછી શરૂ થાય છે. એ વખતે તેઓ પ્રથમના ચાર જ્ઞાનના ધારક અને પંચમ જ્ઞાનના ઉપાસક બની ગણધર પદને શોભાવે છે. તેમનું આવું કલ્યાણકાર્ય કેવળજ્ઞાન થતા ઘણું ઓછું થઈ જાય છે, અને કેવળીપ્રભુ જેવી સ્થિતિમાં આવી જાય છે. તેમ છતાં અન્ય કેવળીપ્રભુ કરતાં તેઓ વિશેષે કલ્યાણકાર્ય કરતાં હોય છે. પરંતુ ગણધર પદનાં ઉદય સાથે તેઓ જગતજીવોને બોધે છે, આત્માર્થે સહાય કરે છે ત્યારે તેમની સક્રિયતા ઘણી વધારે હોય છે. આચાર્ય પદવીમાં શ્રી ગણધરપ્રભુ પછી અન્ય પદવીધારી આચાર્યો આવે છે. જેમ જેમ બીજા જીવોનાં કલ્યાણકાર્યમાં મદદરૂપ થવાની ભાવના ઉન્નત તેમ તેમ ૩૩૪ Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ તેમનાં જ્ઞાન તથા દર્શનનાં આવરણો અલ્પ થતાં જતાં હોવાથી તેઓ પદવીધારી બને છે. અને પોતે સેવેલા કલ્યાણભાવને કારણે અનેક જીવોને સક્રિય રીતે મદદરૂપ થાય છે. તેઓ પણ ચારિત્રપાલનમાં ખૂબ એકાગ્ર અને નિયમિતતા સેવે છે. શ્રી આચાર્યજી પછીની પદવીએ શ્રી ઉપાધ્યાયજી ઇષ્ટ પદમાં આવે છે. તેઓ પ્રભુએ બોધેલા અને આચાર્યજીએ આચરેલા આત્મા વિશેના સિધ્ધાંતો ભણે છે અને ભણાવે છે. ઉપાધ્યાયજી મુખ્યતાએ પઠન પાઠનનું કામ કરે છે. ઉપાધ્યાયજી ૨૫ ગુણોના ધારક છે. તેઓ અગ્યાર અંગ અને બાર ઉપગનું અધ્યયન કરે છે અને કરાવે છે. આ ૨૩ ગુણ થયા. ઉપરાંત ચરણ સિત્તરી અને કરણ સિત્તરીનું પાલન એ બીજા બે ગુણ મળી કુલ ૨૫ ગુણ થાય. સામાન્ય સંજોગમાં તેઓ જે આચાર પાળે તે ચરણ સિત્તરી અને વિશેષ સંજોગમાં જે આચારનું પાલન કરે છે તે કરણ સિત્તરી. શ્રી આચાર્યજી કરતાં તેમના આચારપાલન તથા ક્ષયોપશમ થોડા ઓછા હોય છે, પરંતુ તેમનું મુખ્ય કાર્ય જીવોને ધર્મ સન્મુખ કરવાનું અને સહુ જીવોને પ્રભુનો માર્ગબોધ જણાવવાનું રહે છે. તેમને આ કાર્ય કરવામાં ઘણો ઉત્સાહ રહેતો હોવાથી અન્ય આગળ વધતા જીવોને તેઓ ઘણા ઉપકારી થઈ શકે છે. શ્રી તીર્થકર તથા આચાર્ય કરતાં તેમની કલ્યાણભાવના વિશેષ સ્પ્રહાવાળી હોવાથી પ્રાથમિક અવસ્થાથી બહાર આવતા જીવો માટે તેઓ વિશેષ સાથ આપી શકે છે, અને શિષ્યોને ઓછા પુરુષાર્થે પણ સાથ આપે છે. આચાર્યજીમાં નિસ્પૃહપણું વધુ હોય છે. તેથી યોગ્ય ઉત્તમ પુરુષાર્થી શિષ્યો તેમની પાસેથી ઘણું મેળવી શકે છે, પણ મંદ પુરુષાથી શિષ્યો પોતાની મંદતાને કારણે ઉત્તમની પ્રાપ્તિ સહેલાઈથી કરી શકતા નથી. એવી સ્થિતિમાં ઉપાધ્યાયજી શિષ્યની વિશેષ કાળજી કરી તેને આગળ વધારવાની મહેનત કરે છે. પંચપરમેષ્ટિ પદના અંતિમ તબક્કામાં આવે છે. શ્રી સાધુસાધ્વીજી. તેઓ સર્વસંગ પરિત્યાગ કરી, પોતાના ગુરુની આજ્ઞાએ વર્તા, પોતાનું જ કલ્યાણ કરવામાં વિશેષ વ્યસ્ત રહે છે. તેઓ પરમ વિનય કેળવી પ્રભુના બોધેલા માર્ગમાં ચાલવાનો ભવ્ય પુરુષાર્થ આદરે છે. તેમના ૨૭ ગુણો છે. પાંચ મહાવ્રતનું પાલન તે પાંચ ગુણ, ૩૩૫ Page #357 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ રાત્રભિોજન ત્યાગ તે એક ગુણ, છ કાય જીવની રક્ષા તે છ ગુણ, પાંચ ઈન્દ્રિયના વિષયોને રોકવા તે પાંચ ગુણ, લોભનો નિગ્રહ કરવો, ક્ષમા ધારવી, ચિત્તને નિર્મળ રાખવું, વસ્ત્રની વિશુધ્ધ પ્રતિલેખના કરવી, સંયમ યોગમાં પ્રવર્તવું, મન વચન કાયાને અકુશળતાથી પ્રવર્તતા રોકવા તે ત્રણ ગુણ, પરિષહ તથા ઉપસર્ગ સહન કરવા તે બે ગુણ મળી કુલ સત્તાવીશ ગુણ થાય છે. તેઓ જગતનાં સુખના લોભનો ત્યાગ કરી આત્મસુખ મેળવવાના પુરુષાર્થમાં પ્રવર્તે છે. તેઓ મુખ્યતાએ વસ્તીમાં રહેવા છતાં અલગ રહેતાં હોવાથી જનસમુદાયને સન્માર્ગનું આચરણ અને બોધ પોતાનાં દશા, કલ્યાણભાવ તથા ક્ષયોપશમ અનુસાર આપતા રહે છે. આમ આ પાંચ પરમેષ્ટિ ભગવંત જગત જીવોના કલ્યાણકાર્યમાં પોતપોતાની રીતે અમૂલ્ય ફાળો નોંધાવતા રહે છે. તેઓ સહુને પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ આદિનું પાલન હોય છે, પણ સહુની કક્ષા અનુસાર તેમાં ઘણી તરતમતા પ્રવર્તતી હોય છે. અને તેનું કારણ તેમનો દશાભેદ છે. આમ અરિહંતના ૧૨ ગુણ, સિધ્ધના ૮ ગુણ, આચાર્યના ૩૬ ગુણ, ઉપાધ્યાયના ૨૫ ગુણ અને સાધુસાધ્વીના ૨૭ ગુણ મળી કુલ ૧૦૮ ગુણ થાય છે. જેની પ્રાપ્તિ કરવાના શુભ હેતુથી જીવો ૧૦૮ પારાની માળા ફેરવતા રહે છે. અને પાંચ પરમેષ્ટિ પ્રભુની કૃપા મેળવવા ઘણા જીવ તત્પર બને છે. આવા બળવાન, શુભ કલ્યાણકારી પંચ પરમેષ્ટિ ભગવંતની અસીમ કૃપા તથા સહાય મેળવીને જીવ નિત્યનિગોદથી વિકાસ કરી સંજ્ઞી પંચેન્દ્રિય થવા સુધી વિકસે છે. ત્યાં તે જીવની વિકાસયાત્રા પૂરી થતી નથી, સંસારી વિકાસ પૂરો થતાં આત્મવિકાસનો આરંભ તે જીવે કરવાનો રહે છે. તે માટે કોઈ મહાભાગ્યવાન સંજ્ઞીપંચેન્દ્રિયપણાના ભવમાં તે જીવને શ્રી તીર્થંકર પ્રભુની દેશના સાંભળવાનો સુયોગ સાંપડે છે. અને તેમાંથી કોઈ વિશિષ્ટ ભાગ્યની પળે શ્રી પ્રભુ સાચા છે એ ભાવનો પડઘો તેનાં અંતરમાં પડે છે, એટલું જ નહિ પણ પ્રભુનાં ઉત્તમોત્તમ કલ્યાણભાવની અસર સ્વીકારી તે જીવ એક સમય માટે તેના દેહથી ભિન્નપણાનો અનુભવ કરે છે. એટલે કે તે જીવ અંતરવૃત્તિસ્પર્શ પામે છે. આત્માની સ્વાનુભૂતિના ૩૩૬ Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ આ પહેલા સમયે જીવ પોતાનું અભવિપણું ત્યાગી ‘ભવિ જીવ’ બને છે. એટલે કે તે ભવિષ્યમાં ક્યારેક ને ક્યારેક સિદ્ધ થશે તેવી બાંહેધારી તેને મળે છે. અંતવૃત્તિનો સ્પર્શ કરાવવાનું કાર્ય શ્રી તીર્થકર પ્રભુ સિવાય અન્ય કોઈ આત્મા કરી શકતો નથી. આ પ્રથમ સમયની અનુભૂતિ કરાવવાનું કામ, જેમણે ઉત્તમમાં ઉત્તમ કલ્યાણભાવ સેવ્યો હોય તેવા શ્રી તીર્થંકર પ્રભુ જ કરી શકે છે. આમ પરમાર્થના સૌ પ્રથમ પગથિયે ચડવા માટે શ્રી તીર્થંકર પ્રભુનો સાથ જીવને માટે અનિવાર્ય છે. શ્રી કેવળીપ્રભુ જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વીર્યની અપેક્ષાએ શ્રી તીર્થકર સમાન જ છે, પણ છબસ્થ અવસ્થાના આરાધન, ભાવના તથા કલ્યાણભાવના ફલકના ફરકના હિસાબે તેઓ આવો ઉત્તમ ઉપકાર જગતજીવો પર પ્રારંભિક સ્થિતિમાં કરી શકતાં નથી. વળી એક સમયનું જ્ઞાન શ્રી કેવળીપ્રભુ સિવાય અન્ય કોઈ પણ છદ્મસ્થ આત્માને સંભવતુ ન હોવાથી કેવળી અવસ્થાની નીચેની અવસ્થાએ આ કાર્ય કરવા કોઈ પણ જીવ સમર્થ થઈ શકતો નથી. અલબત્ત, પરમાર્થનું પ્રથમ પગથિયું ચડવા માટે જેમ શ્રી તીર્થંકર પ્રભુ જેવા ઉત્તમોત્તમ આત્માની સહાયની જરૂરત છે તેમ જ જીવને એ કૃપા તથા કરુણા ઝીલવાની પાત્રતા હોવી એવી જ અનિવાર્ય છે. જો જીવનું ઉપાદાન કે પાત્રતા તૈયાર ન હોય તો શ્રી અરિહંત પ્રભુનું નિમિત્ત પણ નિષ્ફળ જાય છે. અંતરવૃત્તિસ્પર્શ પામ્યા પછી, એ દેહ તથા આત્માની ભિન્નતા અનુભવવા માટેનો સમય વધારવાનો રહે છે. શરૂઆતની આ વર્ધમાનતા માટે શ્રી અરિહંત પ્રભુનો સાથ કલ્યાણકારી તેમજ અનિવાર્ય છે. શ્રી અરિહંત પ્રભુના યોગની સહાયથી સંજ્ઞીપણે અવ્યક્ત પુરુષાર્થ કરતો કરતો જીવ એક સમયની અનુભવેલી દેહાત્માની ભિન્નતાને આઠ સમયના ગાળા સુધી લઈ જાય છે, આ દશાને નિશ્ચયથી વ્યવહાર સમકિત કહેવામાં આવે છે. એકથી આઠ સમય સુધી ભિન્નતાનો ગાળો વધારવામાં અન્ય કોઈ જીવ કે શુધ્ધાત્મા ઉપકાર કરી શકતા નથી, માત્ર તે કાર્ય કરવા શ્રી અરિહંત પ્રભુનો કલ્યાણભાવ જ સમર્થતા ધરાવે છે. જીવ જ્યારે જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિયપણે વાસ્તવિકતામાં અરિહંત પ્રભુના યોગમાં આવે છે ત્યારે જ તેનો આત્માર્થે વિકાસ થાય ૩૩૭ Page #359 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ છે, જીવને જો અંતવૃત્તિસ્પર્શ પછી અસંજ્ઞીપણું આવ્યું હોય તો ફરીથી સંજ્ઞી પંચેન્દ્રિય થાય તે પછીથી જ આત્માર્થે વિકાસ થાય છે. તેથી જીવને કેટલીક વાર એકથી આઠ સમયની ભિન્નતા સુધી પહોંચવામાં સંજ્ઞી અસંજ્ઞીની ચડઉતર વચમાં આવી જાય છે. શ્રી અરિહંત પ્રભુનો નિશ્ચયથી વ્યવહાર સમકિત સુધી જીવને પહોંચાડવાનો ઉપકાર સદાકાળ માટે અવર્ણનીય છે. નિશ્ચયથી વ્યવહાર સમકિત લીધા પછી આગળ વધવા માટે એટલે કે આઠ સમયની ભિન્નતાથી આગળ વધી અસંખ્ય સમય સુધીની ભિન્નતા અનુભવવા સુધી પહોંચવામાં જીવને શ્રી તીર્થંકર પ્રભુ ઉપરાંત શ્રી કેવળી પ્રભુનો સાથ પણ મળે છે. સંજ્ઞી છદ્મસ્થ જીવની જાણકારી અસંખ્યાત સમયવર્તી હોય છે. તેનાથી નાના ગાળાની પ્રક્રિયા જીવથી અજાણ રહે છે, માટે અસંખ્યાત સમયની ભિન્નતા અનુભવવા સુધીનો વિકાસ કરવા માટે જીવને શ્રી સર્વજ્ઞપ્રભુની સહાય જરૂરી છે, કેમકે તેમને સમય સમયનું જ્ઞાન વર્તે છે. કોઈ છદ્મસ્થ જીવ, પોતે જ સંખ્યાત સમયના જ્ઞાનથી અજાણ હોવાને કારણે આ વિકાસ કરાવી શકતો નથી. વળી આ વિકાસ જીવ પોતે સભાનપણે કરી શકતો નથી, કેમકે તેને સંખ્યાત સમયનું જ્ઞાન સંભવતું નથી. તેથી જ્યારે તે જીવ શ્રી તીર્થંકર પ્રભુ કે કેવળીપ્રભુ રૂપ સર્વજ્ઞ વીતરાગના સંપર્કમાં આવે છે ત્યારે તેમના સાનિધ્યમાં શુભભાવે પ્રવર્તી તે દેહાત્માની ભિન્નતાનો સમય વધારી શકે છે. વિકાસ કરનાર કે કરાવનાર બંને છમસ્થ હોય તો તેનાં કારણે અસંખ્યાત સમયથી નાના ગાળાનો વિકાસ થઈ શકતો નથી. જ્યારે શ્રી તીર્થકર પ્રભુ જીવને વિકાસ કરવા માટે નિમિત્તરૂપ હોય તો તેમના બળવાન કલ્યાણભાવના આધારે જીવ ઓછા પુરુષાર્થથી, ઓછા શુભભાવથી પણ વિકાસ સાધી શકે છે; એટલે કે જીવને બળવાન શુભ ભાવનો ઉદય આવશ્યક રહેતો નથી. પરંતુ જો કેવળી પ્રભુ તેના વિકાસ માટે નિમિત્તરૂપ હોય તો, તેમના કલ્યાણભાવ શ્રી તીર્થંકર પ્રભુ જેટલા બળવાન ન હોવાને લીધે જીવના વિશેષ શુભભાવના ઉદયની જરૂરત રહે છે. બંને પ્રકારના સર્વજ્ઞપ્રભુ ચારે ગતિના સંજ્ઞી જીવો પર ઉપકાર કરે છે. તેમના સર્વજ્ઞપણાના પ્રભાવથી કોઈ પણ સંજ્ઞી પંચેન્દ્રિય જીવ આત્મવિકાસ સાધી શકે છે. ૩૩૮ Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ એટલે કે દેહ અને આત્માની ભિન્નતાના સમયની સંખ્યા કોઈ પણ ગતિમાં જીવ વધારી શકે છે. અસંખ્યાત સમય સુધી દેહ તથા આત્માની ભિન્નતાને અનુભવવા જ્યારે જીવ શક્તિશાળી થાય છે, ત્યારે તેના સ્વતંત્ર પુરુષાર્થની શરૂઆત થાય છે. અસંખ્યાત સમયની ભિન્નતાથી વધારે કાળ માટે જીવને આત્માનુભવ થાય છે ત્યારે તે જીવને પોતાને પોતાનાં કાર્યની ઝાંખી આવી શકે છે. એટલે કે તે જીવને સભાનતાથી પુરુષાર્થ કરવાની આવડત આવતી જાય છે. પરિણામે પહેલા કરતાં થોડી ઓછી સહાયના કાળમાં પણ તે જીવ પોતાની સ્વઇચ્છાના પુરુષાર્થથી પણ વિકાસ સાધી શકે છે. આમ આ વિકાસમાં દ્વિપક્ષીય પુરુષાર્થ કામ કરે છે. શ્રી સર્વજ્ઞ પ્રભુના કલ્યાણભાવની અસરથી જીવની ભાવ પરિણતિ સહજપણે શુભ થતી જાય છે, જેથી છૂટવાના તેના ભાવ અવ્યક્તપણે વધતા જાય છે. બીજી બાજુ અમુક અંશે તેની સમજદારી વધી હોવાથી તે સમજણપૂર્વક છૂટવાના ભાવ સાથે ઇચ્છાપૂર્વક છૂટવાનો પુરુષાર્થ પણ શરૂ કરે છે. આવી કક્ષાએ જીવને પ્રભુ માટેના પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતા હોવાનું મહાભ્ય સમજવાની શરૂઆત થાય છે. અને તેની ફલશ્રુતી રૂપે તે જીવને વિકાસ કરવા માટે શ્રી સર્વજ્ઞ પ્રભુ ઉપરાંત શ્રી આચાર્યના કલ્યાણભાવની સહાયતા મળતી થાય છે. આચાર્યજી શ્રી પ્રભુની અને સદ્ગુરુની આજ્ઞાએ ચાલી પોતાનો કલ્યાણભાવ બળવત્તર કરવામાં અને કર્મકટિ કરવામાં વ્યસ્ત રહે છે, તેથી તેમની વધતી આત્મદશા અને આત્મશુદ્ધિનાં પ્રમાણમાં કલ્યાણભાવ પણ વધતો જતો હોય છે. આવા આચાર્યના સંપર્કમાં વિકાસ ઇચ્છતો જીવ આવે છે ત્યારે તેને તેમનો જ કલ્યાણભાવ સ્પર્શે છે, અને તેનો સ્વકલ્યાણ કરવાનો ઉત્સાહ તથા ભાવના વધતાં જાય છે. સદગુરુ આશ્રયે તે જીવ પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણથી થતાં લાભ જાણતો જાય છે, અને તે ત્રણેનું આરાધન કરી જ્ઞાન, દર્શન તથા ચારિત્રની વિશુદ્ધિ કરવાની પ્રેરણા લઈ કલ્યાણ કરવા તે જીવ સભાનપણે પ્રવૃત્ત થાય છે. બીજી બાજુ તેને મિથ્યાત્વનો ઉદય વર્તતો હોવાને લીધે સંસારના શાતાના ઉદયોમાં જ સુખ તથા આનંદ અનુભવાતો હોય છે. સંસારની અનિત્યતા, ૩૩૯ Page #361 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અશરણતા, અશુચિ આદિ ગૌણ બની જાય છે, અને ક્ષણિક સુખોના આકર્ષણનો જમાવ ખૂબ બળવાન થયો હોય છે. પરંતુ જ્યારે મહા પુણ્યોદયના યોગથી તેને સદ્ગુરુનો મેળાપ થાય છે, તેમની સાથેનો શુભ ઋણાનુબંધ ઉદયમાં આવવાથી તેમના પ્રતિ જીવને અપૂર્વ એવો અસંસારી પ્રેમ જાગે છે અને સંસારનાં સમસ્ત દુ:ખોથી મુક્ત થવાની તેની ઇચ્છાપૂર્તિ માટે આ પવિત્ર આત્માની મદદ અનન્ય રીતે કલ્યાણકારી છે તેવું શ્રદ્ધાન ઉત્પન્ન થઈ દઢ થતું જાય છે. આ શ્રદ્ધાનનાં કારણથી તેને શ્રી સદગુરુએ બોધેલા માર્ગે ચાલવાની આકાંક્ષા અને અભિલાષા જાગૃત થઈ વધતાં જાય છે. પરિણામે તેનું સંસારી સુખનું આકર્ષણ અને તેનો મોહ હીન થતો જાય છે. શ્રી ગુરુની આજ્ઞાએ વર્તવાનો નિર્ણય થતાં તે જીવ શા માટે શ્રી ગુરુનાં શરણે આવ્યો છે તેનો નિશ્ચય કરે છે. સંસારના સર્વ પ્રકારનાં હારબંધ દુ:ખોથી છૂટવાની ઈચ્છા શ્રી તીર્થકર તથા શ્રી કેવળીપ્રભુના યોગથી જન્મ પામી હતી, તે ઈચ્છાનું પોતાની જાણકારી રહે તેટલું પ્રાબલ્ય થવાથી તે સગુરુ અને આચાર્ય રૂપે વિચરતા સપુરુષ માટે તેઓ જ યથાર્થ માર્ગદર્શક છે એવો ભાવ વેદે છે. અને આ વેદનમાં તે પુરુષાર્થી અને કલ્યાણદાતા આત્મા માટે જાગતા શ્રદ્ધાનના ભાવને વાચા આપવા તે પ્રાર્થનાનો આશ્રય ગ્રહણ કરે છે. પોતાના જે જે અભિલાષા છે, જે જે શુભ તત્ત્વો મેળવવાની તમન્ના છે, જે જે દોષોથી પોતાને છૂટકારો જોઈએ છે તે તે સર્વ શ્રી સદ્ગુરુ પાસે વ્યક્ત કરી માર્ગદર્શન લઈ તે પ્રમાણે વર્તન કરવાનું શીખતો જાય છે. પરિણામે તે સગુરુના કલ્યાણભાવનો પોતાને ઉત્તમતાએ લાભ મળે એવા અવ્યક્ત હેતુ સાથે હૃદયના ઊંડાણથી પ્રાર્થના કરવાની પાત્રતા કેળવતો જાય છે. આવી વિવિધ ઈચ્છાઓ વ્યક્ત કરતી પ્રાર્થના કરતાં કરતાં તેને સહજતાએ તથા કેટલીકવાર શ્રી ગુરુના યોગ્ય માર્ગદર્શનને કારણે સમજાય છે કે પોતે અત્યાર સુધી જે રીતે સંસારમાં વર્તન કર્યું છે તે સત્ય માર્ગથી સાવ વિપરીત હતું, તે વર્તન સ્વચ્છંદી હતું, અને ખૂબ દોષોથી ભરેલું હતું. આવા દોષો કરવાનું જ્યાં સુધી ૩૪૦ Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ ટળે નહિ ત્યાં સુધી પોતે કરેલી પ્રાર્થના કેવી રીતે સફળ થઈ શકે? આ પ્રશ્ન તેને મુંઝવણ આપે છે. અને તેનાં સમાધાન રૂપે પોતામાં રહેલા દોષોની નિવૃત્તિ કરવા અને ગુણોનો વિકાસ કરવા તેનો આત્મા તલસવા માંડે છે. પ્રાર્થનાથી આ દોષો વધતા અટકાવવા તે પ્રયત્ની થાય છે. પણ પૂર્વે કરેલી ભૂલોનું નિરાકરણ ન થાય ત્યાં સુધી તેને તેનો આત્મા ડંખ્યા કરતો હોવાથી, પોતે સેવેલા અગણિત દોષો માટે તેનાં હૃદયમાં શુધ્ધ પશ્ચાત્તાપ પ્રગટે છે, અને જેમ જેમ સમજણ વધે છે તેમ તેમ તે પશ્ચાત્તાપ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો જાય છે. આ ઉગ્ર પશ્ચાત્તાપની ભઠ્ઠીમાં તવાઈને તેનો આત્મા નવાં તથા જૂનાં પાપથી છૂટતો જઈ શુદ્ધિ તરફનું પ્રયાણ આરંભે છે. આવો પશ્ચાત્તાપ કરતી વખતે તે જીવને મળતું શ્રી પ્રભુના કલ્યાણભાવનું વર્તુળ તેને આત્માનાં શાંતિ તથા સમતાના ગુણની અનુભૂતિ આપે છે, જેથી તે જીવ અંતરંગ હળવાશ અનુભવતો થાય છે. આવી હળવાશની પળોમાં તેને આત્માના અપૂર્વ સ્વભાવની તથા ગુણોની થોડી થોડી સભાનતા આવતી થાય છે, અને આવા ગુણો પોતામાં જલદીથી પ્રગટ થાય એવી મનીષા તેને તે ગુણોનું રટણ કરવા પ્રેરે છે. આ રટણ કરવા માટે શ્રી સદ્ગ તરફથી તેને મંત્રની ભેટ મળે છે, અને એ રીતે સદ્ગુરુનો સાથ મેળવી તે સપ્રવૃત્તિ માટે તૈયાર થતો જાય છે. તેને મંત્રના રટણનું મહાભ્ય સમજાતું જાય છે. મંત્રસ્મરણમાં તે પ્રભુકૃપાથી અને ગુરુની કૃપાથી જ્યારે એકાગ્ર થાય છે ત્યારે સંસારી અભિલાષા તથા સંસારી ભાવોથી સ્પષ્ટપણે જુદાપણું અનુભવે છે. આમ થતાં તેને નિર્ણય થાય છે કે સંસારક્ષય કરવા માટે મંત્રસ્મરણ કરવું એ અતિ આવશ્યક અંગ છે. જે સગુરુની કૃપાથી આવા આત્મબોધક મંત્રની પ્રાપ્તિ થાય છે, તે ગુરુના ઉત્તમ કલ્યાણભાવથી ભરેલો હોય છે, એટલે મંત્ર રટતાં તેમનો કલ્યાણભાવ ઝહાતો હોવાથી શિષ્યને તેના થકી ખૂબ ખૂબ લાભ થાય છે. આ રીતે અનુભવાતા આચાર્યજીના ઉપકારને કારણે જીવને સગુની પ્રાપ્તિની આવશ્યકતા સમજાય છે, ગુરુના શરણે જવાની મહત્તા તેના અંતરમાં સ્પષ્ટ થાય છે, પરિણામે સગુરુનાં અનન્ય શરણમાં રહી આત્માનું આરાધન કરવાની તેની ૩૪૧ Page #363 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ તાલાવેલી જન્મ પામી વધતી જાય છે. સંસારી ભાવોથી મુક્ત થઈ આત્મશાંતિ મેળવવાની અને વધારવાની મહત્તા તેને પ્રત્યક્ષ થતી જાય છે. આવી સમજણ આવ્યા પહેલાંનો તેનો વિકાસ પ્રયત્નપૂર્વકના વાસ્તવિક આરાધન વિના થયો હતો, અર્થાત્ તે વિકાસ પ્રભુના સમર્થ કલ્યાણભાવની અસર નીચે થયો હતો, થતો હતો. તે કારણે તેના વિકાસમાં સ્વના પુરુષાર્થ કરતાં મહાસમર્થ આત્માઓની સહાય વિશેષ કાર્યકારી હતી. પરંતુ જીવથી સદ્ગુરુનાં શરણમાં જઈ સભાનપણે સ્વપુરુષાર્થ જાગૃત થઈ શકે તો થોડા નબળા નિમિત્તમાં પણ સ્વપુરુષાર્થની સહાયથી વિકાસ સાધી શકાય છે એવી જાણકારી આવતાં તે જીવ પોતાનો પુરુષાર્થ વધારવા મહેનત કરે છે. આવી મહેનત તે જીવ અસંખ્યાત સમયની દેહ-આત્માની ભિન્નતા અનુભવે તે ગાળામાં વહેલામાં વહેલી કરી શકે છે, તે પહેલાં જીવનું જ્ઞાન પ્રવર્તતું ન હોવાથી સભાનપણે મહેનત કરવી શકય થતી નથી. સ્વપુરુષાર્થને મૂર્ત રૂપ આપવામાં સૌથી મોટો ફાળો શ્રી આચાર્યજીનો છે. આ જીવ મુખ્યતાએ સંસારીભાવમાં પડ્યો રહેતો હોવાથી પૂર્ણ વીતરાગ પ્રભુ સાથે અનુસંધાન કરતાં તેને આવડતું હોતું નથી. આથી પૂર્ણ વીતરાગ પ્રભુ સાથે પોતા જેવા જીવનું અનુસંધાન કરાવી શકે એવા કડીરૂપ આત્માની સહાયની તેને જરૂર પડે છે. શ્રી આચાર્યજી આત્માની ઉચ્ચ દશાએ બિરાજતા હોવાથી શ્રી વીતરાગ પ્રભુની દશાને યથાર્થતાએ સમજી શકે છે, અને પોતે સરાગ અવસ્થામાં હોવાથી પ્રારંભિક સાધક જીવની જરૂરિયાત અને ઈચ્છા પણ સમજી શકે છે, તેથી પૂર્ણ વીતરાગ અને સંસારી જીવને જોડતી કડી આચાર્યજી સફળતાપૂર્વક થઈ શકે છે, તેઓ પોતાના કલ્યાણભાવની સહાયથી પ્રારંભિક સાધકને આશ્રય આપી વિકાસ કરવા નિમિત્ત આપતા રહે છે. પ્રારંભિક સાધક વીતરાગતાથી સાવ અજાણ હોવાથી તેને પૂર્ણ વીતરાગનો વ્યવહાર સમજાતો નથી, તે પોતાના ગજથી જ વીતરાગને માપતો હોવાથી વીતરાગના શુધ્ધ સ્વરૂપની પ્રતીતિ તેને આવી શકતી નથી. માટે સાચી સમજણના અભાવમાં તે વીતરાગની તદ્દન નજીક આવી શકતો નથી. આ સંજોગોમાં તેને અચાર્યજીની મદદ ખૂબ જ ઉપકારી નીવડે છે. ૩૪૨ Page #364 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ તેઓ વીતરાગ પ્રભુની વીતરાગતાના અંશે અનુભવી હોવાથી તેમની વીતરાગતાને યથાર્થતાએ સમજી શકે છે, અને બીજી બાજુ સરાગી જીવોના સતત સંપર્કને કારણે તથા પોતાની અમુક અંશે સરાગાવસ્થા હોવાથી તેની કક્ષા અને અભિલાષાને પણ સમજી શકે છે. તેથી તેઓ બંને વચ્ચેની સમાધાન રૂપ કડી થઈ જાય છે. સરાગી પાસે વીતરાગ પ્રભુના કલ્યાણભાવ વર્ણવી, તેની મુક્તિની અભિલાષાને બિરદાવી તે જીવને સભાનતાપૂર્વક કલ્યાણસન્મુખ કરતા જાય છે. આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુસાધ્વી રૂપે રહેલાં સગુરુનું આ કાર્ય જીવનમાં પરિભ્રમણના ઈતિહાસમાં ઉત્તમોત્તમ ગણાય છે. જે શિષ્યના સંસારને પંદર ભવ જેટલો સિમિત કરી નાખે છે. સમર્થ સદ્ગુરુનાં સાનિધ્યમાં સભાનતાપૂર્વક આરાધન કરી જીવ સમ્યક્દર્શન પ્રાપ્ત કરી ચોથા ગુણસ્થાને આવે છે. આમ થવામાં સદ્ગુરુની સમર્થતા જેટલી વધારે તથા શિષ્યનો પુરુષાર્થ જેટલો ઉત્તમ તેટલું ઉત્તમ ફળ જીવને પ્રાપ્ત થાય છે. આવા સંજોગમાં શિષ્યના વિકાસની ગુણવત્તા અને ઝડપ બંને મોટી માત્રામાં વધી જાય છે. એકથી ચાર ગુણસ્થાન સુધીનો વિકાસ મિથ્યાત્વ એટલે આત્મા સંબંધીનું જીવનું વિપરીત શ્રદ્ધાન. જ્યાં સુધી જીવને આત્માનાં અસ્તિત્વ, નિત્યત્વ આદિની શક્યતા અનુભવાતી નથી અને મિથ્યાત્વના ઉદયને કારણે સંસારી પ્રવૃત્તિમાં જ તે ઈતિ સિધ્ધમ્ કરે છે ત્યાં સુધી તે જીવ પહેલા ગુણસ્થાને જ રહે છે. તેમાંથી બહાર નીકળી તે જીવ જ્યારે આત્મા સંબંધી તંદ્ર વેદે છે, એટલે કે આત્મા હોવો જોઇએ એમ લાગવા છતાં આત્મા એટલે કોણ તે તેનાથી નક્કી થઈ શકતું નથી ત્યારે તે દ્વિધાવાળા મિશ્રગુણસ્થાન રૂપ ત્રીજા ગુણસ્થાને આવે છે. આવી મિશ્ર સ્થિતિ તેને અંતમુહૂર્ત કાળથી વિશેષ કાળ માટે ટકી શકતી નથી. તે વિકાસ કરી આત્માનુભૂતિવાળી દશામાં જાય છે, અથવા તો મિથ્યાત્વના ઉદયવાળા પહેલા ગુણસ્થાને આવી જાય છે. ૩૪૩ Page #365 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આત્માનુભવવાળી અવસ્થા તે ચોથું સમ્યક્ત્વ ગુણસ્થાન. શરૂઆતમાં સાધક જીવ થોડા કાળ માટે, પાંચ મિનિટથી વધારે સમય માટે ચોથા ગુણસ્થાને રહે છે ત્યારે તેનું સમિકત ઉપશમ સમિત કહેવાય છે. એ વખતે જીવ બળવાન બની મિથ્યાત્વના અને અનંતાનુબંધી કષાયના ઉદયને ટાળે છે, એટલે કે એ પ્રકૃતિઓનો ઉપશમ કરી સ્વનો આસ્વાદ લઈ કૃતાર્થતા અનુભવે છે. આવી સ્થિતિ જીવને વધુમાં વધુ અંતર્મુહૂર્ત કાળ સુધી ટકે છે. એ કાળે તે ચોથા ગુણસ્થાને રહે છે. અંતર્મુહૂર્ત કાળ પછી મિથ્યાત્વ કે અનંતાનુબંધી કષાયનો ઉદય થતાં સ્વરૂપની અનુભૂતિ ત્યાગી તે જીવ પહેલા ગુણસ્થાને ઉતરી આવે છે. આમ થવામાં પણ માત્ર અંતર્મુહૂર્ત કાળ જ પસાર થાય છે. આમ કરતાં કરતાં ઘણીવાર ચડઊતર કર્યા પછી એક વખત સદ્ગુરુ આશ્રયે બળવાન બની બેઘડી સુધી આત્માનુભવમાં રહે છે, અને ત્યારથી તે એવો સમર્થ થાય છે કે મિથ્યાત્વ કે અનંતાનુબંધી કષાયને સત્તામાં જ રાખે છે, ઉદિત થવા દેતો નથી. માત્ર દર્શનમોહની સમ્યક્ત્વ મોહનીય પ્રકૃતિજ ઉદયમાં આવી શકે છે જે સમ્યક્ત્વને દૂષિત કરે છે પણ વમાવી શકતી નથી. આવી આત્માનુભવની દશા ક્ષયોપશમ સમિત થતાં જીવને આવે છે. તે પછીથી જીવનું ચોથું ગુણસ્થાન છૂટતું નથી. આ વિશેની વિશેષ સમજણ “ચૌદ ગુણસ્થાન”ની સમજણ ‘ક્ષમાપના’ની વિચારણા કરતી વખતે લીધી હતી, ત્યાંથી ગ્રહણ કરી લેવી. અહીં ક્ષયોપશમ સમિત મેળવવા માટે શ્રી પંચપરમેષ્ટિ ભગવંત કેવી રીતે ઉપકારી થાય છે તે આપણે સમજવાનું છે. જો જીવને પંચપરમેષ્ટિ પદમાં સ્થાન પામનાર હોય તેવા સત્પુરુષ સદ્ગુરુરૂપે મળે તો તેને વિશેષ લાભ થાય છે, કારણ કે તેમણે કરેલા જીવ સમસ્તના કલ્યાણના ભાવમાં આ જીવનો પણ સમાવેશ થઈ ગયો હોય છે. આમ ગુરુ શિષ્ય વચ્ચેનાં શુભ ઋણાનુબંધનો નાતો સહજતાએ બંધાઈ ગયો હોવાથી કલ્યાણભાવની આપલે ખૂબ સહજતાથી થતી જાય છે. જીવને સમ્યક્દર્શનની પ્રાપ્તિ થાય છે ત્યારે તેનાં સર્વ ઘાતી કર્મો પચાસ લાખ કરોડ સાગરોપમ કરતાં નાનાં થઈ ગયા હોય છે. અને એ વખતે તે જીવ તેના સદ્ગુરુના આત્મા સાથે એવું અનુસંધાન કરે છે કે તે કાળ ૩૪૪ Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ માટે ખૂબ મોટા પ્રમાણમાં તેમણે વરસાવેલા કલ્યાણના પરમાણુઓ તે ગ્રહણ કરી શકે છે, જેટલા વિશેષ પ્રમાણમાં કલ્યાણનાં પરમાણુઓ ગ્રહણ થાય તેટલા ઓછા પ્રમાણમાં ઘાતકર્મો તથા અશુભ અઘાતી કર્મોનો આશ્રવ થાય છે. પરિણામે તે જીવ સમ્યક્દર્શન ગ્રહણ કરી આત્માનુભવમાંથી બહાર નીકળે છે ત્યારે તેનાં મિથ્યાત્વનાં ત્રણ વિભાગમાંથી મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય સત્તાગત રહે છે, એક માત્ર સમ્યકત્વ મોહનીય ઉદયમાં આવે છે જે તેના સમ્યક્દર્શનને વમાવી શકતું નથી, માત્ર અલ્પાંશે દૂષિત કરે છે. ચારિત્રમોહની અનંતાનુબંધી ચોકડી પણ સત્તાગત થઈ જાય છે, આને કારણે જીવ સદ્ગના કલ્યાણભાવનો સથવારો મેળવી વારંવાર આત્માનુભૂતિ પામવા સમર્થ થતો જાય છે. આત્માનુભવ કરવાની જીવની સમર્થતા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ તે પોતાના પુરુષાર્થથી સન્દુરુષના ભાવો ઉત્તમતાએ ગ્રહણ કરવા સમર્થ થતો જાય છે, અને પોતાનાં કેવળજ્ઞાનને વધારે નજીક ને નજીક લાવવા ભાગ્યશાળી બનતો જાય છે. તેના પુરુષાર્થના પ્રમાણમાં તે કેવળજ્ઞાનને પંદર ભવની મર્યાદાની અંદર લાવી, માત્ર એક ભવમાં જ કેવળજ્ઞાન લઈ શકે, એવો સમર્થ પણ થઈ શકે છે. આમ થવા માટે તેના ઉત્તમ પુરુષાર્થને એવો જ ઉત્તમ સગુનો સાથ મળવો જરૂરી છે. આ કાર્ય શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની સહાયથી થાય છે. કરેલી વિચારણાનું વિહંગાવલોકન કરતાં સમજાય છે કે નિશ્ચયથી વ્યવહાર સમકિતથી પ્રગતિ કરી ઉપશમ સમકિત સુધી વિકાસ કરવામાં શ્રી સર્વજ્ઞ પ્રભુનો સાથ મુખ્યતાએ હોય છે. અસંખ્ય સમય સુધીની ભિન્નતા પામવા માટે માત્ર સર્વજ્ઞા પ્રભુની સહાય જ ઉપકારી છે, કારણકે કોઈ છમસ્થ જીવને અસંખ્ય સમયથી નાના કાળનું પ્રત્યક્ષ જ્ઞાન સંભવતું નથી. પરંતુ તેથી આગળના વિકાસ માટે ગુરુની સહાય ઘણી ઉપકારી થાય છે. એક બાજુ શિષ્ય સભાન પુરુષાર્થ આદરે છે અને બીજી બાજુ શ્રી સદગુરુની સરાગી અવસ્થા શિષ્ય માટે રાગભાવ વેદાવી આત્માર્થે આગળ વધારવા ઉત્સાહિત કરે છે. ગુરુ તથા શિષ્ય બંને પક્ષનો ઉત્તમ પુરુષાર્થ આત્મવિકાસની ઝડપ અનેકગણી વધારી શકે છે. શ્રી ગુરુની આત્મદશા જેટલી ઊંચી અને કલ્યાણભાવ જેટલો બળવાન અને તેના સાથમાં જ્ઞાનનાં આવરણનો ક્ષયોપશમ ૩૪૫ Page #367 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જેટલો વિશેષ હોય તેટલો વિશેષ લાભ શિષ્યને થાય છે. તેની સાથે શિષ્યની ઉત્તમ પાત્રતા એટલો જ બળવાન સાથ આપે છે. દાતા અને લેનારની પાત્રતા જેમ વિશેષ તેમ પ્રગતિ ઝડપી થાય છે, અને આપનાર તથા લેનારની પાત્રતાની જેમ મંદતા વધારે તેમ પ્રગતિ પણ ઘણી ધીમી થાય છે. આથી આપણે ટૂંકાણમાં કહી શકીએ કે અસંખ્યાત સમયથી વધારે કાળની ભિન્નતા વધારવામાં સદ્ગુરુના કલ્યાણભાવ અને ક્ષયોપશમ ઉપરાંત શિષ્યનો સભાન પુરુષાર્થ પણ એટલો જ ઉપકારી થાય છે. આ પરથી આત્માર્થે સતત વિકસવા અર્થે ગુરુની આજ્ઞામાં રહી વર્તવું કેટલું મહત્વનું છે તે સમજાય છે. તે જીવને તેના સદ્ગુરુ માટે જેમ જેમ પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતા વધતાં જાય છે તેમ તેમ શ્રી ગુરુના પ્રબળ કલ્યાણભાવને ખેંચવાની જીવની શક્તિ પણ વધતી જાય છે. પરિણામે વિશેષ સંખ્યાનાં અને વિશિષ્ટ પ્રકારનાં કલ્યાણનાં પરમાણુઓ મેળવી જીવ પોતાની આત્મસ્થિરતા વધારી કર્મની બળવાન નિર્જરા કરી શકે છે. નિર્જરા વધતાં આત્મશુદ્ધિ પણ વધતી જાય છે. અને તેનાં ફળરૂપે આગળ વધતાં અનેક સત્પુરુષ તરફથી પ્રસરતા કલ્યાણભાવ ગ્રહણ કરવાનું સામર્થ્ય પણ તેનામાં પ્રગટ થતું જાય છે. જીવ જ્યારે ક્ષયોપશમ સમકિતની અવસ્થા સુધી વિકાસ કરે છે, ત્યારે શ્રી સદ્ગુરુ સાથે તેનો નાતો બંધાઈ ગયો હોય છે. એ આત્મા સાથે શિષ્યને શુભ ઋણાનુબંધનો ઉદય થયો હોવાથી તેને શ્રી ગુરુ માટે શુભ પ્રેમભાવ જાગૃત થાય છે, અને ગુરુ જ પોતાના સાચા તારણહાર છે, સાચા કલ્યાણદાતા છે એવી લાગણી તેને સ્પષ્ટ થતી જાય છે, વધતી જાય છે. આમ તેને ગુરુની સાચી ઓળખ મળે છે અને તેમના માટેનો શ્રધ્ધાભાવ વધતો જાય છે. તેથી જીવની પુરુષાર્થ કરવાની શક્તિ જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ આત્મવિકાસ કરવામાં ગુરુનો ફાળો ઘટતો જાય છે અને શિષ્યનો ફાળો વધતો જાય છે. ક્ષયોપશમ સમિત લીધા પછી જીવમાં શ્રી ગુરુ કહે તેમ કરવાના ભાવ તથા તેમની આજ્ઞાએ ચાલવાના ભાવમાં સુધારો થતો જાય છે. પરિણામે ગુરુની સમર્થતા શિષ્યના પુરુષાર્થને ઘણો વેગ આપી શકે છે. ૩૪૬ Page #368 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ યોગ્ય ગુરુની પરખ કરવા માટે, ગુરુની સમર્થતા સમજવા માટે શિષ્ય આટલા અંગો વિચારવા જોઈએ. (૧) સદ્ગુરુએ પ્રાપ્ત કરેલી આત્મશુદ્ધિની માત્રા. (૨) સદ્ગુરુએ કરેલો જ્ઞાનાવરણ તથા દર્શનાવરણનો ક્ષયોપશમ. અને (૩) શ્રી સદ્ગુરુએ સેવેલા જગતજીવો પ્રત્યેના કલ્યાણભાવની માત્રા. આત્મશુદ્ધિની માત્રા એટલે મોહનીય કર્મનો ક્ષયોપશમ. જેમ જેમ મોહનીય કર્મનો ક્ષયોપશમ વધતો જાય છે તેમ તેમ જીવનું નિસ્પૃહપણું પણ વિશેષ થતું જાય છે, એટલે કે જીવ જગતનાં શાતાના ઉદયો મેળવવા તથા ભોગવવા બાબત નિસ્પૃહ થતો જાય છે. તેને જગતની સુવિધાઓ વિશેષ હો, અલ્પ હો કે ન હો તે માટેની નિરાસક્તિ ચડતા ક્રમમાં વધતી જાય છે. જીવને જગત સંબંધી જેમ જેમ નિરાસક્તિ વધે તેમ તેમ આત્મશુદ્ધિ કરવાની લગની પણ વધે છે, અને તેમાંથી નિષ્પન્ન થતાં સુખની અનુભૂતિને કારણે સર્વ જીવો આવા સુખને પામે એવી કલ્યાણભાવના પણ જન્મ પામી વિસ્તૃત તથા ઊંડી થતી જાય છે. આ રીતે જગત સંબંધી નિરાસક્તિ વધતી જાય તેમ તે જીવ સ્વકેંદ્રથી છૂટી સમષ્ટિનાં કલ્યાણની પ્રવૃત્તિ વિશેષ સમર્થતાથી કરી શકે છે. આ કારણથી શ્રી ગુરુની આત્મદશા જેટલી ઊંચી હોય, તેટલી તેમની નિસ્પૃહતા વધારે રહેતી હોવાથી શિષ્યનું કલ્યાણ કરવાની શક્તિ પણ વધી જાય છે. શ્રી ગુરુએ મેળવેલી આત્મશુદ્ધિ સાથે તેમણે કરેલો જ્ઞાનાવરણ તથા દર્શનાવરણનો ક્ષયોપશમ પણ એટલો જ ઉપકારી છે. કારણ કે જ્ઞાનાવરણના ક્ષયોપશમથી જીવને માર્ગની આંતરબાહ્ય જાણકારી આવે છે. જેમ જેમ આવરણ તૂટતાં જાય તેમ તેમ આગળ વધવા શું કરવું તેની ભેદ રહસ્ય સાથેની જાણકારી જીવને મળતી જાય છે. અને દર્શનાવરણ કર્મના ક્ષયોપશમથી દૃષ્ટિ વિશુદ્ધ થતી હોવાથી જે જોયું છે તેની સ્પષ્ટતા જીવને આવતી જાય છે. જ્યારે આત્મશુદ્ધિ સાથે જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મનો ક્ષયોપશમ વધે છે ત્યારે જીવને સામા જીવની આત્મસ્થિતિનો ખ્યાલ આવે છે, તેને વિકાસ પામવા શું કરવું જરૂરી છે તેની જાણકારી મળતી જાય છે, અને તેના જગત પ્રતિના મોહને તોડવા ક્યાં પગલાં લેવાં ૩૪૭ Page #369 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ઘટે તે સ્પષ્ટપણે સમજાતું જાય છે. આમ શ્રી ગુરુનો આ બંને કર્મનો ક્ષયોપશમ વિશેષ હોય તો તેમને માર્ગની યથાર્થ જાણકારી અને શિષ્યની જરૂરિયાતનો યથાર્થ લક્ષ આવતો હોવાથી, તેઓ શિષ્યને સ્પષ્ટતા તથા સચોટતાથી માર્ગદર્શન આપી આગળ વધવામાં ખૂબ સહાય કરી શકે છે. જો ગુરુની સમજણમાં કે સ્પષ્ટતામાં ખામી હોય તો શિષ્યને મળતાં માર્ગદર્શનમાં પણ એ ખામી પ્રતિબિંબિત થયા વિના રહેતી નથી. અને એટલી માત્રામાં શિષ્યનો પુરુષાર્થ ઉત્તમ હોય તો પણ રુકાવટ થાય છે. વળી, માર્ગની સમજ લેવા માટે જેટલા ક્ષયોપશમની જરૂર છે તેનાં કરતાં વિશેષ ક્ષયોપશમની જરૂરિયાત માર્ગની સમજ આપવા માટે રહે છે, આ સહુ કોઈ અનુભવી શકે એવી વાત છે. તેથી શ્રી ગુરુનો જેટલો બળવાન ક્ષયોપશમ તેટલો વિશેષ લાભ શિષ્યને થાય છે. શ્રેષ્ઠ આત્મદશા અને ઉત્તમ જ્ઞાન દર્શનના ઉઘાડની સાથે શ્રી ગુરુએ અન્ય જીવો માટે સેવેલો કલ્યાણભાવ પણ એટલો જ ઉપકારી છે. જો ગુરુએ અન્ય જીવો માટે કલ્યાણભાવ સેવ્યો ન હોય તો તેઓ સાથે તેમને સાથ આપી શકે એવો શુભ સંબંધ સ્થપાઈ શકતો નથી. જેટલા જીવો માટે કલ્યાણભાવનું વેદન કર્યું હોય તે વર્તુળના જીવો જ તેમની પાસેથી પોતપોતાની પાત્રતા અનુસાર યોગ્ય માર્ગદર્શન મેળવવા ભાગ્યશાળી થાય છે, એ વર્તુળ બહારના જીવો યોગ્ય સાથ પામી શકતા નથી. આથી શ્રી ગુરુના કલ્યાણભાવનું ફલક જેટલું વધારે વિસ્તૃત હોય અને ઉત્કૃષ્ટ માત્રામાં હોય તેટલા વિશેષ જીવો તેમની ઉચ્ચ આત્મદશા અને બળવાન જ્ઞાનાવરણ દર્શનાવરણ કર્મના ક્ષયોપશમનો લાભ લઈ શકે છે. કારણ કે ગુરુ સાથે જેટલી વધુ વ્યક્તિને શુભ ઋણાનુબંધ હોય તેટલી વધારે વ્યક્તિ તેમનામાં પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા કેળવી આત્મવિકાસ સાધી શકે છે; કલ્યાણ પામી શકે છે. આ હેતુથી જેમણે જગતના તમામે તમામ જીવો માટે કલ્યાણ ભાવ સેવ્યા છે તેવા શ્રી અરિહંત પ્રભુ અને ગણધર પ્રભુ ઉત્તમ ગુરુ થવાને શક્તિમાન છે. શ્રી તીર્થકર પ્રભુની સરખામણીમાં શ્રી કેવળી પ્રભુએ અલ્પ સંખ્યાના જીવો માટે અને ઊતરતી માત્રામાં લ્યાણના ભાવ કર્યા હોય છે, તેથી અરિહંત અને કેવળી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યની અપેક્ષાએ સમાન ૩૪૮ Page #370 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ હોવા છતાં છદ્મસ્થ દશાના ભાવફેરને કારણે તેમનાથી કલ્યાણ પામતા જીવોની સંખ્યામાં ઘણો મોટો તફાવત રહેલો જોવા મળે છે. તેથી આગળ વધતો જીવ કેટલા જીવો માટે ઉત્તમ કલ્યાણભાવ એવી શકે છે તેના આધારે તેનાથી વિકાસ પામતા જીવોની સંખ્યા તરતમતાવાળી થાય છે એ સમજાશે. આમ અન્ય જીવોને વિકાસ કરવામાં સહાયરૂપ થવા માટે ઉચ્ચ આત્મદશા, જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મનો બળવાન ક્ષયોપશમ અને જીવો માટે બળવાન કલ્યાણભાવની સેવના એ ત્રણ ઘણાં ઉપયોગી લક્ષણો છે. આ તત્ત્વની વિચારણા કરતાં એક બીજો સિધ્ધાંત પણ સમજાય છે કે જે આત્માએ સહુ જીવો માટે કલ્યાણભાવ વિશેષતાએ સેવ્યો હોય છે તેમને જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મનો ક્ષયોપશમ વિશેષતાએ અને ત્વરાથી પ્રાપ્ત થાય છે. કલ્યાણભાવના કરતી વખતે જીવ સંસારસુખની ભાવના કરતો અટકી જઈ, નિસ્પૃહતા કેળવી અન્ય જીવોના કલ્યાણની ભાવના કરે છે. આમ કરવાથી તેને સંસારસુખનો મોહ અને સંસારની સુખબુદ્ધિ તે સમયે વર્તતી નથી, અથવા તો તેની માત્રા ઘણી અલ્પ થઈ જાય છે; પરિણામે તેને જ્ઞાનાવરણનાં નવાં બંધ ઘણા ઓછાં થઈ જાય છે. આ ઉપરાંત જે જીવો માટે તે આત્મકલ્યાણ કરે એવી ભાવના ભાવે છે તેમની સાથેના શુભ ઋણાનુબંધ બંધાય છે અને પૂર્વકૃત જો અશુભ બંધ હોય તો તેનો નાશ કે તેની અલ્પતા થઈ જાય છે. તેથી આત્મભાવક જીવનાં નિમિત્તથી અન્ય જીવનું કલ્યાણ થાય એવા નવીન કર્મબંધ બંધાય છે. પરિણામે કલ્યાણકારક કર્મનો ઉદય થાય ત્યારે તે કલ્યાણકાર્ય કરવા પ્રવૃત્ત થાય. એ વખતે ઉપદેશકને જ્ઞાનાવરણનો યોગ્ય ક્ષયોપશમ હોય તો જ તે શિષ્યને યથાર્થ માર્ગદર્શન આપી શકે. આ ક્ષયોપશમ જીવને સંસારસુખનાં નિસ્પૃહપણાથી અથવા તો સંસાર સુખબુદ્ધિના નાશથી પ્રગટતો જાય છે, અને તેના આધારથી માર્ગદર્શક ગુરુ યથાર્થ માર્ગદર્શન આપી શકે છે. આ રીતે વર્તવાથી ગુરુ કલ્યાણ કરવા દ્વારા પૂર્વે નિબંધન કરેલાં કલ્યાણકાર્ય કરવાના કર્મની નિર્જરા પણ કરતા જાય છે. અને ગુરુ તથા શિષ્ય બંને આત્મદશામાં આગળ વધવા માટેનાં નિમિત્તો મેળવી, તેનો સદુપયોગ કરી માનવજીવનને ૩૪૯ Page #371 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સફળ કરતાં જાય છે. આ પરથી ગુરુને માટે આત્મશુદ્ધિ, જ્ઞાનાવરણ દર્શનાવરણની ક્ષીણતા તથા કલ્યાણભાવનું સમર્થપણું હોવાં એ કેટલાં જરૂરી છે તે સમજાય છે. આ સર્વની જેટલા પ્રમાણમાં ઉત્કૃષ્ટતા તેટલા પ્રમાણમાં સદ્ગુરુ અન્યનું કલ્યાણ કરી શકે છે. | સર્વજ્ઞ પ્રભુના સંબંધમાં પણ પૂર્વના કલ્યાણભાવના ફેરને કારણે, તેમના દ્વારા થતા કલ્યાણકાર્યમાં તફાવત જોવા મળે છે. ઉદા. સામાન્ય કેવળી પ્રભુ કરતાં શ્રી અરિહંત પ્રભુથી અનેક ગણા જીવોનું કલ્યાણ થતું જોવામાં આવે છે. જે આત્માએ ઉત્કૃષ્ટતાએ જીવ સમસ્ત માટે કલ્યાણભાવ વેદ્યો છે, જ્ઞાન દર્શન તથા ચારિત્રની વિશુદ્ધિ કરવા બળવાન પુરુષાર્થ કર્યો છે તે આત્મા તીર્થંકરપદ પ્રાપ્ત કરીને ઘણી મોટી સંખ્યાના જીવોનું કલ્યાણ કરે છે. જીવના અભવિપણાને ભવિપણામાં પલટાવવાનું સર્વોત્તમ કાર્ય માત્ર અરિહંત પ્રભુ જ કરી શકે છે; એ જીવને નિશ્ચયથી વ્યવહાર સમકિત સુધી દોરી જવાનું શ્રેષ્ઠ કૃત્ય પણ તેમના વિના કોઈ કરી શકતું નથી. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તથા વીર્યની અપેક્ષાએ શ્રી કેવળીપ્રભુ તેમની સમાન કક્ષાએ વિરાજતા હોવા છતાં પૂર્વના ન્યૂન કલ્યાણભાવને કારણે આ કાર્ય કરતા નથી, પરંતુ તે પછીના સર્વ વિકાસ માટે જીવને એવો જ સાથ આપી સમૃદ્ધ કરી શકે છે. નિશ્ચયથી વ્યવહાર સમકિત પામ્યા પછીના સર્વ વિકાસમાં જીવને જ્યાં જ્યાં શ્રી તીર્થંકર પ્રભુ, ભાવિ તીર્થકર (જેણે તીર્થકર નામકર્મ બાંધ્યું હોય પણ તે કર્મ ઉદયમાં ન આવ્યું હોય તેવા બળવાન ક્ષયોપશમી પુરુષ) કે કેવળીપ્રભુ નિમિત્ત બને ત્યાં ત્યાં જીવનો વિકાસ ઝડપથી અને ઉત્તમ પ્રકારે થાય છે. બીજી બાજુ છદ્મસ્થ અવસ્થામાં જીવને આત્મશુદ્ધિની સાથોસાથ જેટલો બળવાન કલ્યાણભાવ ગૂંથાયો હોય તેટલી બળવાન સહાય તે અન્ય જીવોને આગળ વધવા માટે કરી શકે છે. આ રીતે કોઈ ઉત્તમ આત્મા પાસેથી યોગ્ય પ્રેરણા લઈ અનેક ભવ સુધી જીવ સમસ્તના કલ્યાણની ભાવના કરે છે, તે જીવ વેદેલા ઉત્તમ ભાવને કારણે ભાવિમાં ગણધરપદ ધારણ કરવા સુધી જાય છે. આમ જીવ સમસ્ત માટે અનેક ભવ સુધી કલ્યાણના ભાવ વેદનારમાંથી કોઈક તીર્થકર થાય છે અને કોઈક ગણધર થાય ૩૫૦ Page #372 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ છે. આ જગ્યાએ આપણને જરૂર એવો પ્રશ્ન સંભવે કે જીવના કલ્યાણભાવમાં એવો તે કયો ફેરફાર રહેલો છે કે જેને લીધે એક જીવ તીર્થકર થાય છે અને બીજો જીવ ગણધર થાય છે! બંનેને કલ્યાણભાવનું ઉત્કૃષ્ટપણું તો છે જ. તીર્થકર અને ગણધર જેવો પદવીભેદ થવાનું રહસ્ય બંનેના કલ્યાણભાવના પ્રકારમાં રહેલું જોવા મળે છે. બંનેના કલ્યાણભાવના પ્રકારમાં ફરક રહેવાનું મૂળ રહસ્ય તેઓ કોના નિમિત્તે નિત્યનિગોદમાંથી બહાર નીકળ્યા છે તેમાં જોવા મળે છે. સિદ્ધ થતા તીર્થંકર પ્રભુનાં નિમિત્તથી નિત્યનોગોદમાંથી બહાર નીકળનાર જીવ ભાવિમાં તીર્થકર થાય છે, અને ગણધરનાં નિમિત્તથી બહાર નીકળનાર જીવ ભાવિમાં ગણધર થાય છે. તેઓ બંનેને સિદ્ધ થતા આત્માથી જે વીર્યનું દાન મળે છે, તેના અનુસંધાનમાં તેના ભાવિના ભાવોનું ઘડતર થાય છે. અને ભાવોનો ભેદ બંનેના છેલ્લા આવર્તનમાં સ્પષ્ટ બને છે. છેલ્લા આવર્તનમાં શ્રી તીર્થંકર પ્રભુનો જીવ લગભગ અંતિમ ૨૫૦ ભવમાં જીવ સમસ્તના કલ્યાણના ભાવ શરૂ કરી ઉત્કૃષ્ટતા સુધી લઈ જાય છે. આ ભાવ તેમને સ્વયં જ પ્રગટયા હોય છે, તેમાં સહજતાએ જીવો પ્રતિનો મૈત્રીભાવ વિકસતો જાય છે, વેરભાવ તૂટતો જાય છે. અને કલ્યાણભાવ વેદવામાં તે જીવમાં કર્તાપણાનો માનભાવ હોતો નથી. સહુ જીવનું ત્વરાથી કલ્યાણ થાય એ ભાવ સ્પષ્ટ થતો જાય છે, પણ કલ્યાણમાં પોતે નિમિત્ત બને કે પોતાના થકી જીવોનું કલ્યાણ થાય એવા ભાવનો અભાવ હોય છે. કોઈ પણ સમર્થ આત્મા સર્વ જીવોનું કલ્યાણ કરો એવી નિસ્પૃહવૃત્તિ તેમના આત્મામાં પ્રવર્તતી હોય છે. આવો કર્તુત્વપણાના ભાવ રહિતનો કલ્યાણભાવ જીવને તીર્થકર નામકર્મ બાંધવા પ્રતિ દોરી જાય છે. તીર્થકર પ્રભુને નામકર્મ બાંધ્યા પછી કલ્યાણભાવ ધુવબંધી થઈ જાય છે. અને તેનાં ફળ રૂપે તેમના દ્વારા થતી કલ્યાણકાર્યની પ્રવૃત્તિ ભાવથી સંપૂર્ણપણે અકર્તા થયા પછીથી જ, એટલે કે સર્વજ્ઞ થયા પછી જ ઉદયમાં આવે છે. આના પડછામાં જે આત્મા આવા ભાવિ તીર્થંકર પાસેથી પ્રેરણા લઈ, જીવ સમસ્તનું કલ્યાણ થાય એવા ભાવ કરતાં શીખે છે, અને તેને ઉત્કૃષ્ટતા સુધી લઈ ૩પ૧ Page #373 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જવાનો પુરુષાર્થ કરે છે, તેની કલ્યાણભાવનામાં ગુપ્તપણે કર્તાપણું સમાયેલું હોવાથી તે જીવ ગણધર નામકર્મ બાંધે છે. તે જીવમાં કલ્યાણકાર્ય કરવામાં પોતાનો ફાળો મહત્ત્વનો હોય એવી ભાવના સુષુપ્તપણે પડેલી જ હોય છે, અને કલ્યાણભાવનું જોર વધવા સાથે તેનું પ્રગટપણું પણ ધીમે ધીમે થતું જાય છે. વળી ગણધરના જીવને તીર્થકરના જીવ સાથે ૧૫૦ થી ૨૦૦ ભવ સુધીનો શુભ સંબંધ રહેતો હોવાથી તેમની અસર નીચે ગણધરનો જીવ સહુ જીવ માટેનો કલ્યાણભાવ વેદતો રહે છે. અને આ કલ્યાણ જલદીથી થાય તો સારું એવી થોડી અધીરજ પણ તેનામાં વેદાતી હોય છે. આથી, ગણધરના ભાવમાં કર્તાપણાનો સૂમતાએ રહેલો ભાવ તથા છદ્મસ્થ અવસ્થાની સૂક્ષ્મ અધીરજ તે જીવને ગણધર નામકર્મનાં બંધન પ્રતિ દોરી જાય છે. આ બંને કારણોને લીધે તેઓ ઈચ્છેલું કલ્યાણકાર્ય છબસ્થ અવસ્થામાં જ, પૂર્ણ થયા પહેલાં શ્રી તીર્થકર પ્રભુનું માર્ગદર્શન લઈ શરૂ કરે છે. શ્રી પ્રભુ સાથેના ભવોભવના શુભ સંબંધને કારણે તેઓનું પૂર્ણપણે જોઈ, ગણધર પ્રભુ તીર્થંકર પ્રભુની પૂર્ણ આજ્ઞામાં રહી વર્તે છે, અને ગણધર પદનો ઉદય થતાં, પ્રભુની નિશ્રામાં સર્વસ્વ સોંપી, કલ્યાણ કાર્યના અકર્તા થઈ, આજ્ઞાધીનપણે પ્રવૃત્તિ આદરે છે. ગણધર પદ નિકાચીત થયા પછી તે પદનો જ્યારથી ઉદય થાય છે ત્યારથી તેમનો કલ્યાણભાવ ધુવબંધી થાય છે. તે પહેલાં તેમના કલ્યાણભાવમાં ઘણું તરતમપણું પ્રવર્તતું હોય છે. ગણધરપદ ધારણ કરી જ્યારે જીવ શ્રી તીર્થકર પ્રભુનો શિષ્ય થાય છે ત્યારે તેને મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ એ ચાર જ્ઞાન, ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું, ચૌદ પૂર્વધારીપણું, અને અનેક લબ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થઈ વધતાં જાય છે. આ સર્વ જ્ઞાન તથા આત્મદશાનો સદુપયોગ, શ્રી પ્રભુની આજ્ઞામાં રહી ગણધરપ્રભુ જીવોનું કલ્યાણ કરવામાં કરે છે. જ્યારે તેઓ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે છે ત્યારે તેમને આ પદનો ઉદય પૂરો થઈ જાય છે, અને તેઓ કેવળ પ્રભુ થઈ પર્ષદામાં બિરાજે છે. આમ છતાં અન્ય સામાન્ય કેવળીપ્રભુ કરતાં ઘણું વિશેષ કલ્યાણકાર્ય ગણધર કેવળી કરતા હોય છે. તેમનામાં માત્ર છમસ્થ દશાની અપેક્ષાએ કલ્યાણકાર્યની અલ્પતા જોવા મળે છે. ૩૫૨ Page #374 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ શ્રી તીર્થકર કે ગણધર પ્રભુની સરખામણીમાં ઓછો અને અન્ય સામાન્ય જીવોના પ્રમાણમાં ઘણો વધારે કહી શકાય એવો કલ્યાણભાવ જે આત્માઓએ વેદ્યો હોય તેઓ શ્રુતકેવળી, ચૌદ પૂર્વધારી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચર્ચાવાદી વિજય આદિ પદવીના ધારક બની પંચપરમેષ્ટિ પદમાં સમાવેશ પામે છે. તેમનો જે પ્રકારનો અને જે પ્રમાણનો કલ્યાણભાવ હોય તેને અનુરૂપ પરમાર્થ પદવીની તેમને પ્રાપ્તિ થાય છે. આવી પદવીઓની પ્રાપ્તિ કરવા માટે તેમણે સેવેલા કલ્યાણભાવ ઉપરાંત તેમણે કરેલા પુરુષાર્થની શ્રેષ્ઠતા એટલી જ અગત્યની છે. તેઓ જેવા સમર્થ ગુરુની નિશ્રામાં આરાધન કરે છે, તેવી સમર્થતા પુરુષાર્થ કરવા માટે કેળવી શકે છે. જેમકે ઉત્તમોત્તમ પુરુષાર્થી જીવના સાનિધ્યમાં જે જીવ પુરુષાર્થ કરે છે તે જીવ ધારે તો ઉત્તમોત્તમ પુરુષાર્થી થઈ શકે, એ જ રીતે મધ્યમ પુરુષાર્થી જીવના સાનિધ્યમાં આરાધન કરનાર સામાન્યપણે મધ્યમ પુરુષાર્થ થાય છે, પરંતુ અતિ પરિશ્રમ કરી ઉત્તમ પુરુષાર્થી થઈ શકે ખરો; એવા સંજોગોમાં તેને ગુરુના ગુરુ જે ઉત્તમ પુરુષાર્થી હોય તેમની સહાય મળતી હોય છે. અને મંદ પુરુષાર્થીના નિકટવર્તી મંદ પુરુષાર્થી થાય છે. આ રીતે ગુરુના ઉગ્ર મંદ પુરુષાર્થની અસર શિષ્ય પર પડે છે, અને તેમાં શિષ્ય પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કે દુરુપયોગ કરી પોતાના પુરુષાર્થને વધુ ઉગ્ર કે વધુ મંદ કરી શકે છે. છદ્મસ્થ પંચપરમેષ્ટિમાં શ્રી ગણધર પ્રભુ સર્વોત્તમ પુરુષાર્થી હોય છે. તેઓ સતત સ્વાર કલ્યાણમાં રત બની કર્મ સામેની લડાઈમાં સતત જય મેળવતા રહે છે. તેઓ આચાર્યના ૩૬ ગુણો ઉત્તમતાએ ધરાવે છે, અને સહજતાએ પોતાનાં ચારિત્રને અણિશુદ્ધ બનાવતા જાય છે. તેમના પછીના ક્રમમાં અન્ય પદવીધારી આચાર્ય બળવાન ઉપકારક તરીકેનું કાર્ય કરે છે. તેઓ જગતના ઇચ્છુક જીવોને પોતાના આચાર, ક્ષયોપશમ, કલ્યાણભાવ અને અપૂર્વ વાણીથી ઘણો ઘણો લાભ આપતા રહે છે. જગતજીવો પર ઉપકાર કરવાના ક્રમમાં આચાર્યજી પછી ઉપાધ્યાયજી આવે છે. તેઓ શ્રી સર્વજ્ઞ પ્રભુનો જે બોધ ગ્રંથસ્થ થયો હોય છે તે શાસ્ત્રોનો અભ્યાસ કરે ૩૫૩ Page #375 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ છે અને કરાવે છે. તેઓ છઠ્ઠા તથા સાતમા ગુણસ્થાનની વચ્ચે મુનિ અવસ્થામાં ઝૂલતા હોય છે. તેમની કલ્યાણભાવના શ્રી આચાર્યજી કરતાં કંઈ અંશે મંદ કહી શકાય, પરંતુ તેઓ પરકલ્યાણ કરવાની પ્રવૃત્તિમાં આચાર્યજી કરતાં વિશેષ સરાગી હોવાથી તેઓ ચોથા પાંચમા ગુણસ્થાને વર્તતા શ્રાવક શ્રાવિકાને તથા છઠ્ઠા ગુણસ્થાને રહેલા સાધુસાધ્વીજીને ચારિત્ર પાલન કરવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. ઘણીવાર પરકલ્યાણની ભાવનાને તેઓ વિશેષ મહત્ત્વ આપી સ્વકલ્યાણને ગૌણ પણ કરતા હોય છે. આથી તેમનાં નિમિત્તે માર્ગાનુસારી જીવો માર્ગ પામવાની પાત્રતાને જલદીથી ખીલવવા ભાગ્યશાળી બને છે. છેવટમાં સહુ જીવનું કલ્યાણ ઇચ્છનારા સાધુસાધ્વીજી અનેક અજ્ઞાની મનુષ્યોને તથા શ્રાવક શ્રાવિકાને સન્માર્ગે આગળ વધવામાં માર્ગદર્શક બની સહાય કરે છે, અને સહુ જીવોને સન્માર્ગે પાત્રતા વધારવા તેઓ પોતાના સરાગીપણાનો સદુપયોગ કરતા રહે છે. તેઓ શ્રી આચાર્યાદિ સફળ ઉત્તમ સાધકો પાસેથી માર્ગદર્શન મેળવી જગતના સામાન્ય જીવોને વૈરાગ્યાદિ કેળવવામાં ઘેરો સાથ આપી ધર્મસન્મુખ કરવામાં અગત્યનો ફાળો આપે છે, અને પોતા સમાન ધર્મી બનાવવા પ્રયત્નવાન રહે છે. આ વિકાસ કરાવવામાં તેમનો ફાળો પ્રત્યક્ષ તથા નોંધનીય બની રહે છે. આ રીતે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો જગતજીવોને આગળ વધારવામાં જે નોંધનીય ફાળો છે તેનું પૃથક્કરણ કરીએ તો આપણને સમજાય છે કે તેઓ સર્વ જીવોની સાથેના પૂર્વ સંબંધોને ગૌણ કરી સહુ માટે શુભ કલ્યાણભાવ વેદીને પંચપરમેષ્ટિ પદમાં સ્થાન પામ્યા છે. આમ હોવાથી ધર્મવિમુખ જીવોને વૈરાગ્યાદિ ઉત્પન્ન કરવામાં સાથ આપી શ્રી સાધુસાધ્વીજી સામાન્ય જનને ધર્મસન્મુખ કરી પાત્રતા કેળવવાનું ઉત્તમ નિમિત્ત આપી પોતાનું કર્તવ્ય બજાવે છે, અને તેમ કરવામાં તેમની સાથેના પૂર્વના અશુભ કે શુભ સંબંધ હોય તેની વિચારણા છોડી દઈ સમાન કલ્યાણભાવ વેદનાનો સ્તુત્ય પ્રયત્ન કરતા હોય છે. અને સામાન્ય જન સાચા શ્રાવક શ્રાવિકા કે સાધુસાધ્વી થઈ ઉપાધ્યાયજીનો સાથ મેળવવા ભાગ્યશાળી થાય છે, તેમને માટે ૩૫૪ Page #376 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ શ્રી ઉપાધ્યાયજી પરકલ્યાણને મહત્ત્વ આપી શ્રી પ્રભુના બોધેલા માર્ગનો અભ્યાસ કરવા તથા કરાવવા શાસ્ત્રાભ્યાસમાં ગૂંથાઈ શકે તેવી પાત્રતા આપી પોતાનાં કર્તવ્યને પૂર્ણ કરે છે. અને તેમ કરવામાં તેઓ તેમની સાથેના અંગત અશુભ સંબંધનો પણ લક્ષ રાખતાં નથી, સહુ સાથે શુભ સંબંધ કેળવાતો જાય એવી વર્તના તેઓ સ્વીકારતા જાય છે. આમ થવાથી શ્રી ઉપાધ્યાયજી તેમજ અન્ય જીવોની મોક્ષમાર્ગના આરાધન માટેની પાત્રતા ખીલતી જાય છે. આ રીતે આચાર વિચારની શુદ્ધિ દ્વારા પાત્રતા વધારી આરાધક શ્રી આચાર્યના સાથને સ્વીકારવા જેટલો સમર્થ થાય છે, અને આચાર્યજીના ઉત્તમ આચારવિચારને પાળી તેમની નિશ્રાનો સદુપયોગ કરી જીવ આત્મશાંતિ તથા આત્મશુદ્ધિ વધારી શકે છે. આચાર્યજી પોતાનો સર્વ જીવ સાથેનો સદ્ભાવ મુખ્યતાએ વર્તન દ્વારા પ્રગટ કરતા હોય છે, પરિણામે પ્રત્યક્ષ અનુભવનાં જ્ઞાનનો લાભ લઈ જીવ વિકાસ વધારે છે. તે જીવની પાત્રતા વધતાં યોગ્ય કાળે તે જીવ ઉત્તમ આચાર્ય કે શ્રી ગણધરના ઉત્તમ કલ્યાણભાવ સ્વીકારી શકે અને તેમની છાયામાં વીતરાગતા વધારી શકે એવો સમર્થ થાય છે. ગણધરના આવા કલ્યાણભાવ શ્રી તીર્થંકર પ્રભુ પાસેથી આવેલા હોય છે, અને તે દ્વારા સાધક જીવ પોતાના અન્ય જીવો માટેના કલ્યાણભાવને ઉત્કૃષ્ટતાએ પહોંચાડવાની ભાવના તથા સામર્થ્ય જલદીથી મેળવી શકે છે. આ સામર્થ્ય તથા મળેલી વીતરાગતાનાં ફળરૂપ તે આરાધક જીવ શ્રી તીર્થકર પ્રભુનાં કલ્યાણનાં સજીવ પરમાણુઓ મેળવવાનો યોગ મળે તો જીવંત રસથી ભરપૂર પરમાણુઓ રહી શકે છે, અને એવો યોગ ન હોય તો શ્રી તીર્થકર પ્રભુએ પૂર્વકાળમાં છોડેલા અને વર્તમાનમાં સુષુપ્ત બનેલા કલ્યાણનાં પરમાણુઓને સજીવન કરવાનું સામર્થ્ય મેળવી, તે પરમાણુઓને સક્રિય કરી પોતાના વિકાસ માટે સતત ઉપયોગ કરી શકે છે. આ કલ્યાણનાં પરમાણુઓ રહી સાધક જીવ ક્ષપક શ્રેણિએ જવાની પૂર્વ તૈયારી ત્વરાથી આરંભે છે. તે પરમાણુઓ જેમ જેમ સાધક પાસે એકઠા થતા જાય છે તેમ તેમ તેને સિધ્ધના પૂર્ણતાથી ભરેલા યોગ્ય કલ્યાણનાં પરમાણુની અગત્ય સમજાય છે, અને તેવાં પરમાણુ હવાની ક્ષમતા તે સાધક છઠ્ઠી સાતમાં ગુણસ્થાનથી પામતો જાય છે. આમ પ્રત્યેક આત્માના ૩૫૫ Page #377 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ વિકાસ ક્રમમાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો અમૂલ્ય ફાળો રહેલો છે. આ વિશે જરા ઊંડાણથી અને વિશદતાથી વિચાર કરીએ તો આત્માના અપૂર્વ સ્વભાવને જાગૃત કરવામાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો ફાળો કેટલો અમૂલ્ય છે તે સમજાય છે. અને આ લક્ષ આવવાથી સાધકનું મસ્તક તેમનાં ચરણોમાં સહજતાએ નમી પડે તે સાવ સ્વાભાવિક જણાય છે. ક્ષયોપશમ સમકિત લઈ ચોથા ગુણસ્થાને આવ્યા પછી જીવનો સ્વતંત્ર પુરુષાર્થ વેગ પકડે છે. તેને ગુરુ પાસેથી જે માર્ગદર્શન મળ્યું હોય છે તેના અનુસાર તે આરાધન કરે છે. અને પોતાનો વિકાસ જારી રાખે છે. આ દશાએ તેને શ્રી ગુરુનું મહાભ્ય અને ઉપકાર વિશેષતાએ સમજાય છે. તેથી શ્રી ગુરુ પ્રત્યેના તેનાં પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતામાં વધારો નોંધાય છે. ગુરુ પાસેથી તેને પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણની જાણકારી વધારે ઊંડાણથી સમજવા મળે છે; અને તે સર્વનું મહાભ્ય સારી રીતે સમજાતું જાય છે. આ જાણકારીનો સદુપયોગ કરી તે પોતાના વિભાવને ઘટાડતો જાય છે, અને સ્થિરતા તથા શાંતિ વધારતો જાય છે. આ પુરુષાર્થ કરતાં કરતાં તેને પોતાના આત્મામાંથી નિષ્પન્ન થતાં સુખની અનુભૂતિ આવતી જાય છે. પરિણામે તે આવું સુખ વારંવાર મેળવવા ઉત્સુક થતો જાય છે. તેના લીધે તે સ્વાભાવિકપણે તે મેળવવા પ્રાર્થના કરે છે. વળી અત્યાર સુધીના કાળમાં આ પ્રકારના શુભભાવમાં તેણે સમય ગાળ્યો ન હતો અને તેના બદલે વિપરીતપણે વિભાવભાવમાં જ તે ભૂતકાળમાં ભમતો રહ્યો હતો તે ભૂલની સમજણ આવતાં તેના પસ્તાવાનો પાર રહેતો નથી, પસ્તાવાના એ કાળમાં પોતાની ભૂલોની ક્ષમાયાચના કરી એ ભૂલો ફરીથી ન કરવાનો નિર્ણય કરી, તેનાથી છૂટવા પ્રયત્નવાન થાય છે. આ રીતે પ્રાર્થના તથા ક્ષમાપનાનાં સાધનનો સદુપયોગ કરી, તેની સહાય લઈ પોતાનાં મનનો ભાર હળવો કરવામાં સફળ થતો જાય છે. આવી હળવાશની પળોમાં પોતાના આત્માના ગુણોનાં સ્મરણરૂપ મંત્રોનું રટણ કરી તે સ્વરૂપમાં લીન થવાનો પ્રયત્ન કરે છે. ધારી સ્થિરતા મેળવી તેના આનંદમાં નિમગ્ન થવા તે સદ્ભાગી થાય છે. ૩૫૬ Page #378 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ તે જીવને જ્યારે જ્યારે આવી ઇચ્છિત સ્થિરતા આવે છે ત્યારે ત્યારે તેનાં ઘાતી કર્મોની નિર્જરા વધી જાય છે. પરિણામે એ ઘાતકર્મોનો સત્તાગત સંચય નાનો અને નાનો થતો જાય છે. આમ થવાથી તે જીવની આત્મશુદ્ધિમાં વધારો થતો જાય છે, જેનાં ફળરૂપે તેણે સેવેલા શ્રી ગુરુ તથા શ્રી પ્રભુ પ્રત્યેના પ્રેમભાવ, શ્રદ્ધાભાવ તથા અર્પણભાવમાં નોંધનીય પ્રમાણમાં વધારો થતો જાય છે. આ અનુભવના આધારથી તે જીવ પોતાના આત્મવિકાસમાં વિઘ્નરૂપ થાય તેવી પ્રવૃત્તિનો તથા ભાવનો ત્યાગ કરતાં શીખે છે. શ્રી પ્રભુ તથા શ્રી ગુરુના માર્ગદર્શનથી આ રીતે વર્તતાં વર્તતાં તે જીવ પોતાનાં મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કષાયોને ક્ષીણ કરતો જાય છે, અર્થાત્ તે કર્મોની સત્તાગત સ્થિતિ નાની અને નાની થતી જાય છે. અને તેમાંથી એક વખત શ્રી ગુરુની સહાયથી ખૂબ ઉગ્ર પુરુષાર્થ કરી, સંસારી ભાવોને અમુક કલાકો સુધી સાવ દેશવટો આપી, આત્માની લગનીમાં એકરૂપ થઈ તે જીવ ચારિત્રમોહની અનંતાનુબંધી ચોકડી અને દર્શનમોહની ત્રણે પ્રકૃતિનો પૂર્ણ ક્ષય કરવામાં સફળ થાય છે. આ સાતે પ્રકૃતિનો પૂર્ણ ક્ષય થતાં તે ક્ષાયિક સમકિતી થાય છે. જેનું ફળ નિશ્ચયે ત્રણ ભવમાં મુક્તિ કહયું છે. ક્ષયોપશમ સમકિત મેળવવા માટે ચારે ગતિના સંજ્ઞીપંચેન્દ્રિય જીવો અધિકારી છે. પણ ક્ષાયિક સમકિત મેળવવા માટે માત્ર કર્મભૂમિના સંજ્ઞીપંચેન્દ્રિય મનુષ્યો જ અધિકારી છે. મિથ્યાત્વનો પૂર્ણ ક્ષય કરવા માટે જીવને ઘણો ઉઝ પુરુષાર્થ કરવો પડે છે, અને સાથે સાથે તેને ઉત્તમ અધિકારી ગુરુના સાથની પણ એટલી જ જરૂરત રહે છે, જે સુમેળ કર્મભૂમિના સંજ્ઞીપંચેન્દ્રિય મનુષ્ય સિવાય અન્ય કોઈને પણ મળી શકતો નથી. કર્મભૂમિના જે મનુષ્યને ક્ષયોપશમ સમકિત મેળવ્યા પછી ઉત્તમ અધિકારી ગુરુનો સાથ અને માર્ગદર્શન મળે છે તે મનુષ્ય વિશેષ સરળતાથી અનંતાનુબંધી કષાયની ચોકડી અને મિથ્યાત્વનો ક્ષય કરવા માટેનો ઉગ્ર પુરુષાર્થ પ્રગટાવી શકે છે. આ કર્મોનો ક્ષય કરવા માટે આત્મામાં બળવાન અને તીવ્ર છતાં ઉષ્ણ ઉગતાની જરૂર પડે છે. પણ આત્મા જેમ જેમ વિકાસ કરી ૩૫૭ Page #379 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ગુણસ્થાન ચડતો જાય છે તેમ તેમ તેની મૂળભૂત શીતળતા પ્રગટ થતી જાય છે. એટલે ઉપરનાં ગુણસ્થાને ચડતા આત્મામાં સહજતાએ શીતળતાનો ફેલાવો થતો રહે છે આ પ્રકારે શીતળ થયેલા આત્મા માટે, સત્તાગત અનંતાનુબંધી અને મિથ્યાત્વનો નાશ કરવા માટે જોઇતી ઉગ્ર ઉષ્ણતા પ્રગટાવવી કઠણ કઠણ થતી જાય છે. તે કારણે છઠ્ઠી કે સાતમા ગુણસ્થાને પહોંચેલા શીતળ થયેલા જીવ કરતાં ચોથા ગુણસ્થાનવર્તી જીવ માટે ક્ષાયિક સમકિત લેવું વધારે સરળ તથા સુલભ રહે છે. આથી ઇચ્છનીય તો એ છે કે જીવની શીતળતા બળવાન થયા પહેલાં જ, ચોથા જ ગુણસ્થાને ઉગ્રતા કેળવી ક્ષાયિક સમકિત મેળવી લેવું. ચોથા કરતાં પાંચમે, તેના કરતાં છકે તેના કરતાં સાતમે ગુણસ્થાને શીતળતાનો પ્રવાહ જીવને ઉત્તરોત્તર વધતા પ્રમાણમાં અનુભવવામાં આવે છે, તેથી જેટલી શીતળતા વધારે તેટલી ઉષ્ણતા પ્રગટાવવી કઠણ, એ સમજાય તેવું છે. અને એથી ઉત્તરોત્તર ઊંચા ગુણસ્થાને ક્ષાયિક પ્રગટાવવું દુર્લભ થતું જાય છે. વળી, શ્રેણિમાં તો જીવ આ શીતળતામાં એવો તરબોળ થયો હોય છે કે ઉષ્ણ ઉગ્રતા કેળવી ક્ષાયિક સમકિત લેવું અસંભવિત બની જાય છે. આમ વિચારતાં ચોથા ગુણસ્થાને જ્યારે શીતળતાનો ફેલાવો બહુ હોતો નથી ત્યારે ક્ષાયિક સમક્તિનો પુરુષાર્થ કરી, તેને પ્રગટાવવું એ શ્રેય તેમજ પ્રેય થાય છે. આ પરથી કર્મની બીજી લાક્ષણિકતાનો આપણને લક્ષ થાય છે. જે કર્મો આત્માને સંસારની આસક્તિમાં બળવાનપણે ખેંચી રાખનાર છે તેને ખેરવવા માટે ઉગ્ર ઉષ્ણ પુરુષાર્થની જરૂર પડે છે. અર્થાત્ જે કર્મો પહેલાં કાઢવા જરૂરી છે તે કર્મોનો ક્ષય માટે ઉગ્ર પુરુષાર્થ જરૂરી થાય છે, અને જે કર્મો પછીથી કાઢતા જવાના છે તે કર્મો કાઢવા માટે આત્માની શીતળતા વધારે અસરકારક થાય છે. છઠ્ઠા ગુણસ્થાને પહોંચ્યા પછીના સર્વ કર્મો માટે આત્માની સહજ શીતળતા ઉપકારી છે. અને તે પહેલાનાં કર્મો માટે ઉષ્ણ ઉગતા અસરકારક થાય છે. સાતમા ગુણસ્થાનથી આત્મા પ્રત્યેક કર્મો પોતાની શીતળતાથી બાળે છે. અને ક્ષપક શ્રેણિમાં તો માત્ર આત્માની અદ્ભુત ઠંડકથી જ બધાં ઘાતી કર્મો ક્ષય થતાં જાય છે. જેમ જેમ ઘાતી ૩૫૮ Page #380 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ કર્મો ઘટતાં જાય તેમ તેમ આત્માની શીતળતા વધતી જાય છે, અને એ શીતળતાથી શેષ કર્મો નાશ પામતાં જાય છે. આ આશ્ચર્યકારક બીના છે. અજ્ઞાન અવસ્થામાં જીવનો દેહાધ્યાસ ખૂબ બળવાન હોય છે. તે જીવના પ્રત્યેક પ્રદેશો તેના દેહના સ્થળ પુદ્ગલ પરમાણુ સાથે સ્વપણાના સંબંધથી ગાઢપણે જોડાયેલા હોય છે. અને આત્મપ્રદેશ તથા દેહનાં પરમાણુ વચ્ચે એવી એકતા બંધાયેલી હોય છે કે તે સિવાયની અવસ્થા હોઈ શકે એવો લક્ષ જીવને પ્રત્યક્ષ કે પરોક્ષપણે પણ આવી શકતો નથી. આમાં આઠ રુચક પ્રદેશ અપવાદરૂપ છે. તે પ્રદેશો સિદ્ધપ્રભુ સમાન શુદ્ધ હોવાથી તેનું અનુસંધાન કોઈ પણ પુદ્ગલ પરમાણુ સાથે સંભવતું નથી. તે ઉપરાંત જીવે નિશ્ચયથી વ્યવહાર સમકિત મેળવ્યા પછી જે આઠ કેવળીગમ્ય પ્રદેશોની પ્રાપ્તિ કરી હોય છે, તે પ્રદેશો પણ પુદ્ગલ પરમાણુ સાથેના એકતાભાવથી અલગ રહે છે. કેવળીગમ્ય પ્રદેશ એટલે કેવળીપ્રભુ જેવા શુદ્ધ પ્રદેશો જેમાં માત્ર શુભ અઘાતી કર્મો જ હોય છે, એક પણ ઘાતી કર્મ કે અશુભ અઘાતી કર્મનું પરમાણુ તેના પર ચીટકી શકતું નથી. આમ અસંખ્યમાંથી માત્ર સોળ જ પ્રદેશો પુગલ સાથેના સનાતન ઐક્યભાવથી છૂટા રહી શકે છે. બાકીના સર્વ પ્રદેશો દેહના ધૂળ અને સૂક્ષ્મ પરમાણુ સાથે અવિનાભાવી એકતા અનુભવતા હોય તેવા જણાય છે. આ રીતે જીવનાં અસંખ્ય પ્રદેશમાંથી માત્ર સોળ પ્રદેશો જ વીર્યવાન બની તેને મુક્તિના માર્ગમાં દોરી જવાનો પ્રયત્ન કરતા હોય છે. આઠ રુચક પ્રદેશ અને આઠ કેવળીગમ્ય પ્રદેશોમાં જીવનું વીર્ય ફેલાયેલું હોય છે, જીવ તે પ્રગટેલા વીર્યનો સદુપયોગ કરી, શ્રી પ્રભુનાં અને ગુરુના સાથથી તથા નિમિત્તથી અન્ય પ્રદેશોનું સ્થળ પુદ્ગલ પરમાણુઓ સાથેનું એક્ત તોડવાનો પ્રયત્ન કરતો રહે છે. સનિમિત્તના સાથથી જ્યારે તે શુભ નિમિત્તમાં રહે છે ત્યારે અન્ય કેટલાક પ્રદેશોનું પુદ્ગલ સાથેનું એકપણું અમુક માત્રામાં ઘટાડી નાખે છે, અમુક અંશે તોડી પણ નાખે છે. પરંતુ પાછો નિમિત્તને વશ થઈ વિભાવમાં જઈ અશુભ સંસર્ગોને ફળવાન થવા દે છે, ત્યારે તે પ્રગતિથી પાછો ફરી ત્યાગેલા પુદ્ગલ સાથેના એકત્વને ફરીથી દૃઢ કરે છે. આ રીતે ફરીથી બંધાયેલું એકત્વ મૂળ કરતાં ઓછું ઘટ્ટ હોય છે, ૩પ૯ Page #381 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અર્થાત્ એ એકત્વ પહેલાં કરતાં ઓછા પુરુષાર્થથી તોડી શકાય તેવું હોય છે. જ્યારે તે જીવ અમુક પ્રદેશોનું પુદ્ગલ સાથેનું એકત્વ તોડે છે ત્યારે તે થોડી ક્ષણો માટે આત્માનુભવ કરવા સમર્થ થાય છે. ફરીથી એકત્વ બંધાતા અનુભૂતિ ચાલી જાય છે, પણ સ્મૃતિ તેને રહી જાય છે. આમ વારંવાર પુરુષાર્થી બની, અનુભૂતિમાં જતાં જતાં તેનું સ્થળ પુદ્ગલ પરમાણુ સાથેનું અનુસંધાન તથા જોડાણ નબળું ને નબળું થતું જાય છે. આમ કરતાં કરતાં જ્યારે તે ખૂબ બળવાન થઈ ક્ષયોપથમિક સમ્યકત્વ ગ્રહણ કરે છે ત્યારે તેના અડધાથી વધારે આત્મપ્રદેશો પુદ્ગલ સાથેનું સ્થૂળ અનુસંધાન તોડી નાખે છે. અને અડધાથી ઓછા આત્મપ્રદેશો સ્થૂળ અનુસંધાનથી જોડાયેલા રહે છે. આવું અનુસંધાન જેટલા પ્રમાણમાં તૂટયું હોય તેટલા પ્રમાણમાં તે જીવ આત્મપ્રતીતિ જાળવી શકે છે. ક્ષયોપશમ સમકિત મેળવ્યા પછી પણ આત્માનુભૂતિ મેળવવાના પુરુષાર્થમાં જીવના આત્મપ્રદેશોનું પુદ્ગલ પરમાણુ સાથેનું એકત્વ શિથિલ થતું જાય છે. અને તેનાથી વિપરીત પરિસ્થિતિમાં આ એકત્વ દઢ પણ થાય છે, વિશેષ પ્રદેશો એકત્વ ધારણ કરે તેમ પણ બની શકે છે. આમ ચડઉતર કરતાં કરતાં જ્યારે જીવ પ્રબળ પુરુષાર્થી બની તેના સર્વ પ્રદેશોનું પુદ્ગલ સાથેનું અનુસંધાન તોડી નાખે છે, આત્મપ્રદેશોને શરીરનાં પુદ્ગલથી છૂટા પાડી દે છે ત્યારે તે ક્ષાયિક સમકિત મેળવે છે. આ રીતે દેહ સાથેના ઘટ્ટ બંધનનો અંત આવે છે. ત્યારથી તે જીવને આત્માનાં અસ્તિત્વની પ્રતીતિ સતત રહે છે. આ પ્રતીતિ જીવને આત્મમાર્ગે વર્તવા માટે એટલું બધું બળ પૂરું પાડે છે કે તે જીવ ક્ષાયિક સમકિત લીધા પછી વધુમાં વધુ ત્રણ ભવમાં મોક્ષમાં જાય છે. એક વખત આત્મપ્રદેશો દેહથી પૂર્ણતાએ છૂટા થાય છે, એટલે કે એક આત્મપ્રદેશ પણ દેહ સાથેના ઘટ્ટ બંધનથી જોડાયેલો રહેતો નથી, તે પછીથી ક્યારેય આવું એકત્વવાળું અનુસંધાન આત્મપ્રદેશોને થતું નથી. સમકિતથી શરૂ થતી આ પ્રક્રિયા ક્ષાયિક સમકિત મેળવતી વખતે નિશ્ચિત રૂપ ધારણ કરે છે. અને પછીથી જેમ જેમ જીવની દશા વર્ધમાન થતી જાય છે તેમ તેમ આત્મપ્રદેશો અને સ્થૂળ પુદ્ગલ પરમાણુ વચ્ચેનું અંતર નિશદિન વધતું જ જાય છે. જેમ જેમ આવું છૂટાપણું વધતું જાય તેમ તેમ ધારણ કરેલા દેહને ત્યાગતી વખતે જીવને ૩૬૦ Page #382 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ પીડા અલ્પ અનુભવાય છે. આથી તો કહેવાય છે કે શ્રી જ્ઞાનીપ્રભુનો આત્મા નાળિયેરના કોચલામાં નાળિયેરનો ગોળો જેમ છૂટો રહે છે તેમ દેહથી અખંડપણે ભિન્ન રહે છે. જે જીવના સર્વ આત્મપ્રદેશો દેહનાં સ્થળ પરમાણુઓ સાથે સંકળાયેલા અને જકડાયેલા હોય છે તેને દેહ ત્યાગતી વખતે સમાધિ રહેવી અત્યંત મુશ્કેલ હોય છે; અર્થાત્ તેનું સમાધિમરણ થવું ઘણું કઠિન થઈ જાય છે; કારણ કે તેને સ્થૂળ પરમાણુઓમાં તીવ્રપણે મારાપણું વેદાતું હોય છે. ક્ષયોપશમ સમકિતીને અડધાથી વધારે ભાગના આત્મપ્રદેશો દેહનાં ધૂળ પરમાણુથી અલગ થઈ ગયા હોય છે તેથી એ દેહ ત્યાગતી વખતે જીવને સહજપણે અમૂક પ્રમાણમાં સમાધિ આવી જાય છે. ક્ષાયિક સમકિતીને સર્વ આત્મપ્રદેશો દેહના સ્થૂળ સંપર્કથી અલિપ્ત થયા હોવાથી દેહ ત્યાગતી વખતે સહજ સમાધિ રહે છે, વળી ક્ષાયિક સમકિત લીધાં પછી જીવ જેમ જેમ ઊંચા ગુણસ્થાને ચડતો જાય છે તેમ તેમ પુદ્ગલ પરમાણુ અને આત્મપ્રદેશોનું અંતર વધતું જાય છે તેથી તે જીવનું સમાધિનું ઊંડાણ પણ વધતું જાય છે; સાથે સાથે તેની કર્મ નિર્જરાનું પ્રમાણ પણ ઘણું વધતું જાય છે. કર્મનિર્જરા વધવાથી અને આશ્રવ તૂટવાથી જીવની આત્મશુદ્ધિ વધે છે, આત્મશુદ્ધિ વધતાં પુદ્ગલ તથા આત્મપ્રદેશ વચ્ચેનું અંતર વધે છે, અને જીવ ઊંચા ગુણસ્થાને ચડે છે; પરિણામે સમાધિ ઘેરી તથા ઊંડી થતી જાય છે. આમ અરસપરસ ઉત્તમ વિકાસ ચક્ર ચાલતું રહે છે. કર્મનિર્જરાથી આત્મપ્રદેશ વધુ છૂટા પડે છે, વધેલા અંતરથી કર્મનિર્જરા વધે છે ... આમ ક્રમ ચાલ્યા કરે છે. ક્ષયોપશમ સમકિત લીધા પછી, ક્ષાયિક સમકિત લીધા વગર જીવ જો ગુણસ્થાનમાં આગળ વધે છે તો તેના આત્મપ્રદેશની પ્રક્રિયા થોડી જુદી થાય છે. જીવના જે આત્મપ્રદેશો દેહનાં સ્થૂળ પુદ્ગલ પરમાણુઓ સાથે જોડાયેલા હોય છે તેનું જોડાણ ગુણસ્થાન ચડતાં તૂટતું નથી, એમનું એમ જ રહે છે; પરંતુ જે પ્રદેશો દેહના પુદ્ગલથી છૂટા થઈ ગયા છે તેનું આત્મપ્રદેશો સાથેનું અંતર ગુણસ્થાનના ચડાણ સાથે વધતું જાય છે. એટલે કે તે જીવના અમુક પ્રદેશો દેહનાં પરમાણુ સાથે ૩૬૧ Page #383 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જોડાયેલા અને બાકીના પ્રદેશો દેહનાં પરમાણુ સાથે વિશેષ અંતરવાળા થાય તેવી અસમાન પરિસ્થિતિ સર્જાય છે. આવા સંજોગોમાં જીવને દેહત્યાગની પરિસ્થિતિમાં રહેતી સમાધિનો આધાર તે વખતના પુરુષાર્થ પર વિશેષ અવલંબે છે. જેમ જેમ એકબાજુ આત્મપ્રદેશોનું દેહનાં પુદ્ગલ પરમાણુ સાથેનું જોડાણ યથાવતું હોય છે અને બીજી બાજુ અન્ય આત્મપ્રદેશોનું દેહના પુદ્ગલ પરમાણુ સાથેનું અંતર વધતું જાય તેમ તેમ તે જીવને તેમાં સમાનતા લાવી ક્ષાયિક સમતિ લેવું કઠણ થતું જાય તે સ્વાભાવિક રીતે જ સમજાય તેવી હકીકત છે. ક્ષયોપશમ સમકિત લીધા પછી કે ક્ષાયિક સમકિત પછી ચોથા ગુણસ્થાને જ્યારે જ્યારે જીવની સ્થિરતા વધે છે ત્યારે ત્યારે તેનાં ઘાતી કર્મોની નિર્જરા પણ વધે છે, અને તે કર્મોની સત્તાગત સ્થિતિ ઘટે છે. આમ થવાના પરિણામે તે જીવનો તેના સગુરુ પ્રતિનો અને શ્રી પ્રભુ પ્રતિનો અર્પણભાવ વધે છે. આને લીધે આત્મવિકાસમાં અડચણરૂપ થાય કે વિનરૂપ થાય તેવી પ્રવૃત્તિનો અને તેવા ભાવોનો ત્યાગ કરતાં શીખે છે, જે તે જીવની ગુરુ સાથેની અમુક અંશે એકતા વધારે છે, અર્થાત્ ગુરુની જેમ આજ્ઞાધીન રહેવાનો તેનો પુરુષાર્થ શરૂ થાય છે. તે પોતાના મન, વચન તથા કાયાનો સ્વછંદ અમુક માત્રામાં ક્ષીણ કરી, બાહ્યથી અંશે વ્રતનિયમ પાલન કરવાનો ધર્મ સ્વીકારે છે અને વધારે છે. આ સ્થિતિ તે જીવનું પાંચમું ગુણસ્થાન. આ દશાએ સંસારમાં બે અવસ્થા જોવા મળે છે. મન, વચન તથા કાયાને ગુરુઆજ્ઞાએ પ્રવર્તાવવાનો પુરુષાર્થ કરવો તે આંતરશૈલી, અને તે દશાને અનુરૂપ બાહ્યથી વતનિયમ ગ્રહણ કરવા તે બાહ્યશૈલી, કેટલાંક જીવોને બાહ્ય તથા આંતર શૈલી સંમાતરે ચાલે છે, એટલે કે બંને શૈલી એકબીજાની સ્થિતિને અનુરૂપ રહે છે, અને કેટલાંક જીવોને આ બંને શૈલી અસમાંતરપણે વહે છે. એટલે કે બાહ્યથી એક ગુણસ્થાનને અનુરૂપ વર્તન હોય અને અંતરંગથી બીજા ગુણસ્થાનને યોગ્ય ભાવના રહેતી હોય એવું થાય છે. આ રીતે અસમાંતરપણે બંને શૈલી વહે છે ત્યારે જીવના અંદરમાં સંઘર્ષ ઉત્પન્ન થાય છે. ૩૬૨ Page #384 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ મન, વચન તથા કાયા જેટલી માત્રામાં ગુરુ આજ્ઞાએ પ્રવર્તતાં હોય, જે માત્રામાં તેની સોંપણી ગુરુને થઈ હોય, તેટલા પ્રમાણમાં જીવને બાહ્યથી વ્રત તથા નિયમો ગ્રહણ થયા હોય તો તે જીવની આંતરબાહ્ય શૈલી સમાંતરે ચાલે છે એમ કહી શકાય. અને જ્યાં આ બંને શૈલી વચ્ચેનું પ્રમાણભાન અસમતોલ હોય એટલે કે મન, વચન તથા કાયાની અર્પણતા જેટલા પ્રમાણમાં હોય તેના વિષમ પ્રમાણમાં બાહ્ય વ્રતનિયમો હોય તો તે બંને વચ્ચે સુમેળ થતો નથી. અંતરંગથી સમકિત પ્રાપ્ત કર્યા પછી અમુક અંશે યોગની અર્પણતા થઈ હોય પણ બાહ્યથી એકપણ વ્રત નિયમ ન હોય, અથવા તો સમ્યક્તની પ્રાપ્તિ વિના જ અગર યોગની આંશિક અર્પણતા વિના જ બાહ્યથી વ્રતનિયમ ધારણ કરવામાં આવ્યા હોય તો સર્જાતી અસમતોલ સ્થિતિને કારણે જીવને મનથી સંઘર્ષ વેદવો પડે છે. ભાવથી આત્મા આજ્ઞાધીન થાય અને બાહ્યથી સ્વચ્છેદે પ્રવૃત્તિ કર્યા કરે તો તે પ્રવૃત્તિ કરતાં આત્મા જીવને ડંખે છે, અથવા તો આત્મા ભાવથી સ્વચ્છેદે વત બાહ્યથી વ્રતનિયમો આરાધે તો તેનું નિરંકુશ મન સંસારી ભાવમાં રાચી વ્રતનિયમમાં ઘણી અડચણ ઊભી કરે છે. આમ બે શૈલી વચ્ચેની અસમાંતરતા જીવમાં ઘર્ષણ ઉત્પન્ન કરે છે. સ્વછંદી મન સંસારમાં અમુક વસ્તુઓ કરવા જીવને લલચાવે છે, અને લીધેલાં વ્રતનિયમો તેને એ પ્રવૃત્તિ કરતાં અટકાવે છે. આને કારણે જીવ વ્યથાનું વેદન કરે છે. અન્ય સંજોગોમાં મનથી સંયમ આવ્યો હોય, મન અંકુશમાં વર્તવા તલસતું હોય અને કર્મોદય એવા હોય કે બાહ્યથી સંયમનું પાલન થઈ શકતું ન હોય; આવા સંજોગોમાં આ અસમાનતાને કારણે તે જીવ મુંઝવણ વેદે છે. આથી જીવની આંતરબાહ્ય શૈલી સમાંતર રહે તે સ્થિતિ આદર્શરૂપ છે. તેમ છતાં આવી વિષમ સ્થિતિને સમભાવે વેદી કર્મ નિર્જરા કરવા માટે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ ઘણો ઘણો ઉપકારી થાય છે. શ્રી પ્રભુનો વહેતો કલ્યાણભાવ જીવને સમતા ધારણ કરાવી વિકાસ કરવામાં ખૂબ સહાય કરે છે. આ પ્રકારનો કલ્યાણભાવ જો જીવને મળતો ન રહે તો તે જીવ સ્વચ્છંદમાં પડી, ઘર્ષણથી તારાજ થઈ પોતાની અધોગતિને નોતરી લે છે. બીજી રીતે સમજાવવું હોય તો કહી શકાય કે જ્યાં જ્યાં ૩૬૩ Page #385 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ કઠણાઈ ઉત્પન્ન થાય છે, ત્યાં ત્યાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના કલ્યાણભાવનો સાથ ખૂબ જ વિશિષ્ટ રીતે આવેલી આપત્તિમાં ટકી રહેવા માટે, વિભાવમાં ન જવા દેવા માટે ઉપકારી થાય છે. એમાં પણ શ્રીગુરુ જો ઉત્તમ અવસ્થાએ હોય તો તેમના પ્રસરતા કલ્યાણભાવને કારણે શિષ્યને અત્યંત અલ્પ પુરુષાર્થ સિદ્ધિ મેળવવા માટે કરવો પડે છે. ઉદા.ત. સર્વોત્તમ કલ્યાણભાવ શ્રી તીર્થંકર પ્રભુનો છે, તેમનાં નિમિત્તે જે જીવ પુરુષાર્થ કરે તેને પોતાની દેહાસક્તિ તોડવા માટે અલ્પ પુરુષાર્થ કરવો પડે છે. શ્રી કેવળીપ્રભુનાં નિમિત્તથી જે જીવ વિકાસ કરે છે તેને દેહાસક્તિ તોડવા માટે થોડા વિશેષ પુરુષાર્થની જરૂર પડે છે. ચાર જ્ઞાનના ધર્તા શ્રી ગુરુની આજ્ઞાએ વર્તતા જીવને એટલી જ સિદ્ધિ મેળવવા માટે એનાથી વિશેષ પુરુષાર્થની જરૂર પડે છે, અને સામાન્ય ગુરુની આજ્ઞાએ ચાલતા જીવને એટલીજ સિદ્ધિ મેળવવા માટે એથી પણ વિશેષ પુરુષાર્થ કરવો પડે છે. આમ શ્રી સદ્ગુરુનો કલ્યાણભાવ જેટલો બળવાન હોય, તેની સાથે જગતના સુખની જેટલી વિશેષ નિસ્પૃહતા હોય તેટલો વિશેષ લાભ તેની આજ્ઞાએ રહેતા શિષ્યને મળે છે. બીજી બાજુ શિષ્યનો પુરુષાર્થ પણ એટલો જ અગત્યનો ભાગ ભજવે છે. એક શિષ્ય શ્રી તીર્થકર પ્રભુનાં નિમિત્તે આગળ વધતો હોય પણ તે મંદ પુરુષાર્થી હોય તો તેને સામાન્ય લાભ જ મળે છે, અને તેનો વિશેષ પુરુષાર્થ હોય તો તેને વિશેષ લાભ થાય છે. શ્રી તીર્થંકર પ્રભુનાં નિમિત્તે આગળ વધતો બળવાન પુરુષાર્થી જીવ તે જ જન્મમાં સમકિતથી શરૂ કરી કેવળજ્ઞાન પામવા સુધીનો વિકાસ પણ કરી શકે છે. જેમ એક ઉત્તમ શિક્ષક પોતાના અનેક શિષ્યોને એકસરખું જ માર્ગદર્શન આપતા હોય છે, પણ સહુ શિષ્યો પોતપોતાની પાત્રતા અને પુરુષાર્થને આધારે ઉત્તમ, મધ્યમ કે કનિષ્ઠ શિષ્ય થાય છે, તેવું જ પરમાર્થ વિકાસમાં પણ થાય છે. શ્રી તીર્થકર કરતાં નબળા નિમિત્તે આગળ વધતાં જીવને એટલી જ સિદ્ધિ મેળવવા વિશેષ ઉગ્ર પુરુષાર્થની જરૂર પડે છે. જો કોઈ પ્રસંગમાં છદ્મસ્થ ગુરુના પુરુષાર્થ કરતાં શિષ્યનો પુરુષાર્થ વિશેષ બળવાન હોય તો તે શિષ્ય ગુરુની આત્મદશા સુધી વિકાસ કર્યા ૩૬૪ Page #386 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ પછી વિકાસ કરતાં અટકી જતો નથી. એના વિકાસની જવાબદારી તેના ગુરુના ગુરુ વ્યક્ત કે અવ્યક્તપણે સ્વીકારી લેતા હોય છે. ગુરુના ગુરુની પણ મર્યાદા આવી જાય તો તેના વિકાસને તેમના ગુરુ સંભાળી લે છે. કારણ કે પરમાર્થ માર્ગમાં શિષ્ય આદરેલો સાચો પુરુષાર્થ ક્યારે પણ પરના કા૨ણે રુંધાતો નથી, એવો નિયમ છે. આથી શિષ્યની સંભાળ ગુરુ, તેના ગુરુ, તેના ગુરુ એમ એ પેઢી શ્રી તીર્થંકર પ્રભુ સુધી લંબાય છે. અને શ્રી તીર્થંકર પ્રભુ સર્વોત્તમ ગુરુ હોવાથી પૂર્ણતા પામવા સુધીનો લાભ પુરુષાર્થી શિષ્યને મળ્યા જ કરે છે. શ્રી તીર્થંકર પ્રભુ પૂર્ણ વીતરાગી, ચાર ઘાતીકર્મ રહિત, અને જીવ સમસ્તનાં કલ્યાણનાં ઇચ્છુક છે તેથી ગમે તેટલી પેઢીની સંખ્યા થઈ હોય તો પણ કોઈ પણ જીવને તેમની પાસેથી પ્રેરણાનાં પિયુષ તો મળ્યા જ કરે છે. અહીં એક લક્ષ રાખવું જરૂરી છે કે ગુરુ શિષ્યની પેઢી જેટલી લાંબી થાય, તેટલી કલ્યાણ કરવાની સમર્થતા ઓછી થતી જાય છે, આથી વિકાસ કરવા માટે વધારે ને વધારે પુરુષાર્થ કરવાની જરૂરિયાત ઊભી થતી જાય છે. આમ થવાનું કારણ સમજવા યોગ્ય છે. શ્રી તીર્થંકરપ્રભુ સર્વજ્ઞ, સર્વદર્શી, અનંતવીર્ય તથા અનંતચારિત્રના ધારક હોવા સાથે સર્વોત્તમ કલ્યાણભાવ જીવ સમસ્ત માટે વેદનારા છે. તેમનું ભાવનું અને અનુભવનું જેટલું ઉત્કૃષ્ટપણું છે, તે સર્વ તેઓ વાણીની મર્યાદાને કારણે સંપૂર્ણપણે વ્યક્ત કરી શકતા નથી. છતાં પણ શ્રી અરિહંતપ્રભુ પોતાનું વક્તવ્ય જેટલી ઉત્કૃષ્ટતાથી સમજાવી શકે છે, તે જ માત્રામાં તેમના ઉત્તમોત્તમ શિષ્ય શ્રી ગણધર પ્રભુ ગ્રહણ કરી શકતા નથી. અન્ય જીવો કરતાં તેઓ ઘણી વિશેષતાએ ગ્રહણ કરી શકે છે, એ હકીકત હોવા છતાં તેઓ અરિહંત પ્રભુના ઉપદેશને પૂર્ણપણે ગ્રહી શકતા નથી. વળી, શ્રી ગણધરજી જેટલું ગ્રહણ કરે છે તેનાથી કંઇક ન્યૂનપણે અન્યને જણાવી શકે છે. શ્રી ગણધર જેટલી ઉત્તમતાએ વ્યક્ત કરી શકે છે, તેટલું તેમના શિષ્યો ગ્રહણ કરી શકતા નથી, તેમાં અમુક અંશે ન્યૂનપણું રહે જ છે. અને આમ પેઢી દર પેઢી બોધની ન્યૂનતા થતી જાય છે. અને બોધમાં જેટલી ન્યૂનતા વધારે તેટલો આત્મશુદ્ધિ કરવા માટે વિશેષ પુરુષાર્થ જોઈએ છે. આમ શ્રી અરિહંત પ્રભુની પેઢી સુધી પહોંચવામાં વચમાના ગુરુની સંખ્યા જેટલી ૩૬૫ Page #387 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અલ્પ તેટલો વિશેષ લાભ શિષ્યને મળે છે. માટે શ્રી તીર્થંકર પ્રભુ કે ગણધર પ્રભુના શિષ્યો પુરુષાર્થના આધારે જે ઝડપથી આત્મવિકાસ કરી શકે છે તેવી ઝડપથી એવોજ પુરુષાર્થ કરવા છતાં અન્ય આચાર્યોના શિષ્યો વિકાસ સાધી શકતા નથી. બીજી તરફ જીવના પુરુષાર્થની પ્રબળતા જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ તેનો વિકાસ જલદીથી થતો જાય છે. તેને વિકાસનાં પ્રત્યેક પગલે કોઈના ને કોઈના યથાર્થ કલ્યાણભાવના સથવારાની જરૂરિયાત તો રહે જ છે, એ હકીકત ભૂલવા જેવી નથી. કલ્યાણભાવ સેવનારાઓની જુદી જુદી પાંચ અવસ્થા શ્રી જિને આપણને બતાવી છે. શ્રી અરિહંત પ્રભુથી સાધુસાધ્વીજી સુધીની. તે માટે શ્રી જિનનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે. શ્રી સદ્ગુરુના આશ્રયે આરાધન કરતો જીવ આગળ વધ્યા પછી, પોતાનાં મન, વચન, કાયાથી અલિપ્તપણે વેદી તે ત્રણેની સોંપણી શ્રી ગુરુને કરી, સ્વચ્છંદનો ત્યાગ કરે છે. અને સદાકાળ માટે શ્રી ગુરુની આજ્ઞાએ વર્તવાના ભાવ રાખે છે. વર્તતા ભાવને અનુરૂપ થવા તે જીવ સંસારની મોહમાયાથી છૂટી, સર્વસંગનો ત્યાગ કરી સાચા મુનિત્વને ધારણ કરે છે. આવો આંતરબાહ્ય સર્વસંગ પરિત્યાગ તે જીવનું છછું ગુણસ્થાન છે. અહીં સુધી પહોંચ્યા પછી જીવ આત્મશુદ્ધિના જ લક્ષથી વર્તન કરતો થઈ શકે છે. તેની સાથે તે શ્રી ગુરુના સાનિધ્યમાં રહી તેમની સાથેની એકતા વધારવાનો પુરુષાર્થ શરૂ કરી, જારી રાખવા માટે પ્રયત્નવાન થાય છે. અને પોતાના પ્રત્યેક વ્યવહારિક વર્તનમાં આશ્રવ ઘટાડવો અને નિર્જરા વધારવી એવો મુખ્ય હેતુ જાળવે છે. આ માટે શક્ય તેટલી કષાયની મંદતા કરવા તે પ્રયત્નવાન રહે છે. આંતર તથા બાહ્યશૈલીનો જેવો ભેદ પાંચમા ગુણસ્થાને શક્ય છે, તેવો ભેદ છઠ્ઠા ગુણસ્થાને પણ સંભવી શકે છે. જીવ આંતરશૈલીથી છઠ્ઠા ગુણસ્થાને પહોંચ્યો હોય અને તેનું બાહ્યથી ગૃહસ્થજીવન હોય તો તેને જે વ્યવહારકાર્ય અને વ્યવહારની જવાબદારીમાંથી પસાર થવું પડે છે તે તેની રુચિથી વિરુધ્ધ હોવાથી, તેને સંઘર્ષરૂપ લાગે છે. બીજી તરફ આંતરદશા આવ્યા વિના જેણે સર્વસંગ પરિત્યાગ કરી મુનિદશા ૩૬૬ Page #388 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ સ્વીકારી હોય તો, તેનું મન બાહ્ય સ્થિતિને અનુકૂળ થાય એટલા પ્રમાણમાં નિસ્પૃહ થયું ન હોવાને કારણે, કાળે કાળે તેને સંસારસુખની ઇચ્છાઓ જાગતી રહે છે, અને એ ઇચ્છાપૂર્તિ બાહ્યથી ત્યાગાવસ્થાને કારણે નિષિધ્ધ હોય છે, પરિણામે તે જીવ મનથી રાગ અને ત્યાગ વચ્ચે ઝોલાં ખાતાં ખાતાં ઘર્ષણ વેદે છે. આવા ઘર્ષણોના પ્રસંગોમાં જીવને સમર્થ ગુરુનું શરણ હોય તો તે ગુરુની કૃપાથી અને તેમનાં માર્ગદર્શનથી સમભાવ રાખી શકે છે, નિસ્પૃહતા કેળવી કસોટીમાંથી પાર ઉતરે છે. અને બંને પ્રકારની શૈલીના અસમતોલનથી સર્જાયેલી વિષમતાને સમતામાં પલટાવી શકે છે, આવી દ્વિધાકારક સ્થિતિમાં શ્રી પંચપરમેષ્ટિનો સાથ ખૂબ જ ઉપકારી થાય છે. ગુરુજી જેટલા વધુ સામર્થ્યવાન હોય અને શિષ્યની છૂટવાની તમન્ના જેટલી વિશેષ હોય તેટલા ઓછા સંઘર્ષે સર્જાયેલી અસમાનતા દૂર થઈ જાય છે, આંતરબાહ્ય શૈલી તથા શ્રેણિની સમાનતા પ્રગટ થાય છે. જે બાજુનો વિકાસ બાકી હોય તે બાજુનો વિકાસ શિષ્ય ગુરુ આજ્ઞાએ કરી લે છે; બંને પ્રકારની શૈલીની એકતા સધાય છે. આવી એકતા લાવવામાં શિષ્યનો પુરુષાર્થ તથા ગુરુના કલ્યાણભાવ સમાન રીતે ઉપકારી થાય છે. ચોથા ગુણસ્થાને જીવને ઇન્દ્રિયાતીતપણાનો અમુક અંશે અનુભવ થાય છે, તે વખતે જીવ બાહ્યથી ઇન્દ્રિયોનો સંપર્ક છોડતો જણાય છે, એટલે એમ લાગે કે તે જીવને વિચાર આવતા નથી, પરંતુ શ્રી કેવળીપ્રભુનાં જ્ઞાન પ્રમાણે તે જીવને સૂક્ષ્મપણે શુભ વિચારો પ્રવર્તતા હોય છે. આ શુભ વિચારો રહેવા તે પ્રભુની અપેક્ષાએ પ્રમાદ છે. પાંચમા ગુણસ્થાને જીવ આવે છે ત્યારે તેને ઇન્દ્રિયાતીતપણાના અનુભવ વખતે અર્થાત્ શૂન્યતાના કાળમાં આ વિચારો સૂક્ષ્મરૂપ ધારણ કરે છે; અને તેટલા પ્રમાણમાં જીવની શૂન્યતા ગાઢી અથવા ઘેરી થાય છે. શૂન્યતા જેટલી ગાઢી આવે તેટલી કર્મનિર્જરા જીવને વધારે થાય છે. છઠ્ઠા ગુણસ્થાને આ કેવળીગમ્ય વિચારો અતિ સૂક્ષ્મરૂપ ધારણ કરે છે. સ્વચ્છંદ મહદ્ અંશે તૂટયો હોવાથી તેની શૂન્યતા ઘણી ગાઢી થાય છે અને કર્મનિર્જરા મોટા પ્રમાણમાં થાય છે. આમ છતાં કહી શકાય કે ચોથા, પાંચમા કે છઠ્ઠા ગુણસ્થાને જીવને પૂર્ણ નિર્વિકલ્પતા કે નિર્વિચારપણું આવ્યાં હોતાં ૩૬૭ Page #389 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ નથી, પરિણામે તેમને શૂન્યતામાંથી બહાર આવતાંની સાથે જ પ્રગટ વિચારો સાથે તાદાભ્યપણું સંધાઈ જતું હોય છે. જીવ જ્યારે આ સૂક્ષ્મ પ્રકારનાં શુભ પરિણામને પણ અમુક સમય માટે વિશેષ સૂક્ષ્મ કરી, પોતાનાં મન, વચન તથા કાયાને સતત આજ્ઞાધીન રાખવામાં સફળ થાય છે, ત્યારે તે સાતમા અપ્રમત્ત ગુણસ્થાનનો અનુભવ કરે છે. આવી દશામાં જેટલા કાળ માટે જીવ સ્થિર રહે તેટલા કાળ માટે તેને સાતમું ગુણસ્થાન ટકે છે. સાતમા ગુણસ્થાને જીવને ઘાતકર્મો પ્રગટપણે ઉદયમાં રહેતાં નથી. આ સમય દરમ્યાન જે જે ઘાતકર્મો ઉદયમાં આવે તેમ હોય તે તે કર્મો પ્રદેશોદયથી ભોગવાઇને ખરતાં જાય છે, તેથી જીવને તેનું પ્રગટપણે વેદવું થતું નથી. જ્યાં સુધી જીવનું વીર્ય સક્રિય કાર્ય કરે છે ત્યાં સુધી તેને આ પ્રક્રિયા ચાલે છે. આવી સ્થિતિ વધુમાં વધુ અંતર્મુહૂર્તકાળ માટે ટકી શકે છે. જ્યાં સુધી જીવનાં ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય ન થાય ત્યાં સુધી જીવનું વીર્ય અંતમુહૂર્ત કાળથી વધારે કાળ માટે કર્મો પર સત્તા ચલાવી શકતું નથી, આથી એટલા કાળ પછી કોઈ ને કોઈ ઘાતકર્મનો ઉદય થાય છે, અને તેના થકી જીવ સવિકલ્પ દશામાં આવી જાય છે. તે વખતે જીવ સાતમા ગુણસ્થાનથી નીચે ઊતરી છઠ્ઠા ગુણસ્થાને આવી જાય છે. ફરીથી યોગ્ય પુરુષાર્થ કરી જીવ સાતમા ગુણસ્થાનનો સ્પર્શ કરે છે. આમ આગળ વધ્યા પછી પ્રત્યેક જીવ અમુક કાળ સુધી છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાને ચડઊતર કર્યા કરે છે. સાતમા ગુણસ્થાને જીવ જ્યારે આવી અપ્રમત્તદશાનો અનુભવ કરે છે ત્યારે તેને કેવળી પ્રભુને થતા આત્માનુભવના વેદન સમાન આત્મવેદન થાય છે. ફરક એટલો છે કે કેવળ પ્રભુને ઘાતકર્મોનો પૂર્ણતાએ ક્ષય હોય છે, ત્યારે સાતમા ગુણસ્થાનવર્તી જીવને ઘાતકર્મો મુખ્યતાએ સત્તાગત હોય છે. આ ગુણસ્થાનની બીજી વિશેષતા એ છે કે જીવ જેટલા સમય માટે સાતમા ગુણસ્થાને ટકે છે; તેટલા જ કાળ માટે કે તેથી વધારે કાળ માટે તે જ્યારે બીજી વખત સાતમા ગુણસ્થાનનો સ્પર્શ કરે છે ત્યારે રહે છે. ઉદા. કોઈ જીવ વિકાસ કરી સાતમા ગુણસ્થાને પાંચ મિનિટ સુધી રહ્યો હોય, તો ૩૬૮ Page #390 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ તે પછી જ્યારે તે ફરીવાર સાતમા ગુણસ્થાનનો સ્પર્શ કરે છે ત્યારે તે પાંચ મિનિટ કે તેથી થોડા વધારે કાળ માટે ટકી શકે છે, પણ પાંચ મિનિટથી ઓછા કાળમાં તે જીવનું ધ્યાન છૂટી જતું નથી. આ ગાઢા ધ્યાનને શુકુલધ્યાન કહે છે, અને તે પહેલાંનાં ધ્યાનને ધર્મધ્યાન તરીકે ઓળખવામાં આવે છે. ધર્મધ્યાનની સ્થિરતાનો સમય નિયત હોતો નથી, તેમાં જીવના પુરુષાર્થ અનુસાર સતત વધઘટ થયા કરતી હોય છે. જીવ એક વખત દશમિનિટ શૂન્યતામાં હોય અને બીજી વખત માત્ર બે મિનિટ કે બાવિસ મિનિટ માટે પણ શૂન્યતામાં રહે એવું તેના પુરુષાર્થ અનુસાર બનતું હોય છે. પણ શુક્લધ્યાનની સ્થિરતા નિયતકાળ કે તેથી વધારે કાળ માટે હોય છે, તેની કાળસ્થિતિમાં ઘટાડો થતો નથી. પ્રત્યેક જીવને ચોથાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી ધર્મધ્યાન અને સાતમાથી ચૌદમા ગુણસ્થાન સુધી શુકુલધ્યાન સંભવે છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાને આગળ વધવા માટે જીવને તે તે ગુણસ્થાનવર્તી અથવા તો કેવળી ભગવંતની સહાય અને તેમનું માર્ગદર્શન ઉપકારી થાય છે. તેનાથી નીચેની અવસ્થાવાળા જીવો નવો વિકાસ કરવા માટે બિનઅનુભવી હોવાથી ઉપકાર કરી શકતા નથી, આ ગુણસ્થાનના અનુભવી પ્રત્યેક આત્મા તેને સહાય કરી શકે છે; કારણકે તેમાં સાધકનો પુરુષાર્થ મુખ્યપણું ધરાવે છે. અહીં સાધક અન્યની સહાય પર ઓછો મદાર રાખે છે અને પોતાના પુરુષાર્થ પર ઘણો વિશેષ ભાર મૂકે છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાનની આ વિશેષ પ્રકારની ખાસિયત ગણી શકાય. સાતમાં ગુણસ્થાનથી વિશેષ આગળ વધવા માટે, એટલે કે શ્રેણિ માંડવા માટે જીવને શ્રી તીર્થકર ભગવાન અથવા શ્રી કેવળીભગવાનના આશ્રયની અને આજ્ઞાની જરૂરત રહે છે. સ્વચ્છેદે શ્રેણિ માંડવાથી જીવને લાભને બદલે નુકશાન થાય છે. આઠમાથી બારમા ગુણસ્થાન સુધીના પ્રત્યેક ગુણસ્થાન અંતમુહૂર્તકાળ વત છે, અને બધાનો એકત્રિત સમય પણ અંતમુહૂર્તકાળ છે. સાતમાથી આઠમા ગુણસ્થાને આવતાં જીવે ક્ષપકશ્રેણિ શરૂ કરી હોય તો તે નવ, દશ; બાર ગુણસ્થાને ૩૬૯ Page #391 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આવી કેવળજ્ઞાન કેવળદર્શન સહિતનું તેરમું ગુણસ્થાન મેળવે છે, અને જો તેણે ઉપશમશ્રેણિ શરૂ કરી હોય તો તે નવ, દશ, અને અગ્યારમા ગુણસ્થાને આવી નીચે ઊતરે છે, તે ક્યારેક છઠ્ઠી, ક્યારેક ચોથા તો ક્યારેક પહેલા ગુણસ્થાને આવીને અટકે છે. આ બધા ગુણસ્થાનો અત્યંત અલ્પકાળનાં હોવાથી વચ્ચેનાં ગુણસ્થાનવતી જીવ પ્રગટ સહાય કરવા સમર્થ થતા નથી. આથી કાં સાતમા ગુણસ્થાનવર્તી અથવા તો તેરમા ગુણસ્થાનવર્તી આત્માની જ સહાય મળી શકે. સાતમાં ગુણસ્થાનથી આગળ વધવા માટે સાતમાં ગુણસ્થાનવતી આત્માની સહાય માર્ગદર્શક બની શકે નહિ એથી પ્રત્યેક જીવને સામાન્યપણે શ્રી કેવળ પ્રભુ કે તીર્થંકર પ્રભુની સહાય જરૂરી રહે છે. આમ જોઇએ તો, વિચારતાં સમજાય છે કે આત્મવિકાસના આરંભમાં તથા અંતમાં પૂર્ણજ્ઞાનીની સહાય મળવી જરૂરી છે. ત્યારે વચમાના ગાળામાં છઠ્ઠા સાતમા ગુણસ્થાનવર્તી જીવોની સહાય પૂરતી થઈ પડે છે. આ વિકાસનો વિચાર કરીએ તો સમજાય છે કે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની સહાયની આકૃતિ માળા જેવી થાય છે. પહેલા સાત ગુણસ્થાન સુધી વિકસવામાં પંચપરમેષ્ટિની સહાય પ્રત્યક્ષ દેખાય છે, અને બાકીનાં સાત ગુણસ્થાનના વિકાસમાં એ સહાય પરોક્ષરૂપ ધારણ કરે છે, તે કઈ રીતે તે આપણે વિચારીએ. શરૂઆતમાં આત્મશુદ્ધિ કરવાના * કાર્યમાં મુખ્ય ફાળો શ્રી તીર્થંકર પ્રભુ તથા શ્રી કેવળીપ્રભુ આપે છે. જીવને તો પોતાના વિકાસનો પ્રત્યક્ષ ખ્યાલ પણ હોતો નથી, છતાં પ્રભુ જીવને એક સમયથી શરૂ કરી અસંખ્યાત સમયની ભિન્નતા સુધી પહોંચાડે છે. જીવની સ્વરૂપ સ્થિરતા અસંખ્યાત સમયથી વધારે સમય સુધી ટકવા માંડે છે ત્યારે એ જીવ પ્રત્યક્ષ ૩૭) Page #392 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ સદ્ગુરુના યોગથી બધી સમજણ અને પાત્રતા કેળવી સમકિત, ક્ષાયિક સમકિત, પાંચમું, છછું અને સાતમું ગુણસ્થાન પણ મેળવે છે. આ પ્રત્યેક વિકાસ વખતે તે જીવ પ્રભુની અથવા સગુરુની હાજરીનો પ્રત્યક્ષ લાભ લે છે. દરેકે દરેક ગુણસ્થાને ચડવા માટે તે સહાય મેળવતો જાય છે. પોતાને મળતી સહાય માટે તે પ્રભુનો ઉપકાર માને છે, એટલું જ નહિ પણ આવી સહાય મળતી રહે તથા વધતી રહે તે માટે પ્રાર્થના કરતો રહી સદ્ગુરુની સાચી નિકટતા કેળવતો જાય છે. આ રીતે સાત ગુણસ્થાન સુધી વિકાસ કર્યા પછીનો વિકાસ કરવાનો પ્રસંગ આવે છે ત્યારે તેને ક્રમથી છતાં એકસાથે વિકાસ કરવાનો રહે છે. આઠમાથી બારમા સુધીના પ્રત્યેક ગુણસ્થાને જીવ અંતમુહૂર્તથી વધારે કાળ માટે રહેતો નથી, એટલે એ વિકાસ કરવા માટે વચ્ચેની કોઈ પણ અવસ્થાએ તેને સદ્ગુરુનું પ્રત્યક્ષ માર્ગદર્શન મેળવવાનું સદ્ભાગ્ય સાંપડી શકતું નથી. તેણે જે કંઈ માર્ગદર્શન મેળવવાનું છે તે આઠમાં ગુણસ્થાને પહોંચ્યા પહેલાં જ લઈ લેવું જરૂરી બને છે. વળી, આ માર્ગદર્શનને તેણે એટલું બધું આત્મસાત કરવાનું છે કે જેથી તે સમય માત્રની પણ ભૂલ કર્યા વિના સીધે સીધો આઠમાથી બારમા ગુણસ્થાને ચડી, તેરમા સયોગી ગુણસ્થાને પહોંચી જાય. આ ગુણસ્થાનોએ વર્તતાં આજ્ઞાપાલનમાં તેની જો એક સમય જેટલી પણ ભૂલ થઈ જાય તો તે જીવ અગ્યારમાં ઉપશાંત મોહ નામના ગુણસ્થાને જઈ નિયમપૂર્વક નીચેના ગુણસ્થાને ઊતરી આવે છે. જેવડી ભૂલ હોય, તેના પ્રમાણમાં તે જીવને નવાં કર્મનાં બંધ થાય છે; અને તેટલી માત્રામાં નીચે આવવું પડે છે. છઠ્ઠા, ચોથા કે પહેલા મિથ્યાત્વ ગુણસ્થાને અટકે ત્યારે જ્યાં અટક્યા હોય ત્યાં સુધીની દશા રહે છે, અને તે પછીનો સર્વ વિકાસ કરવા માટે તેને નવેસરથી પુરુષાર્થ કરવાનો આવે છે. તેમાં પણ પ્રત્યક્ષ સગુનો સાથ લઈ આત્મશુદ્ધિ કરી આગળ વધાય છે. મોટે ભાગે ઊતરતી વખતે જે જીવ છઠ્ઠા ગુણસ્થાને અટકે છે તેઓ તે જ ભવમાં ક્ષપક શ્રેણિએ ચડી ઘાતકર્મોનો અંત લાવી શકે છે. નહિ તો તેઓ તે પછીના ભાવમાં સંસારનો પાર પામે છે. જેઓ ચોથા ગુણસ્થાને અટકે છે તેઓ પણ તે ભવમાં કે પછીના એકબે ભવમાં કર્મનો અંત લાવે છે, પરંતુ પહેલા ગુણસ્થાને આવી ગયેલ જીવ તે જ ૩૭૧ Page #393 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ભવમાં ફરીથી ચડી શકતો નથી, તેને પછડાટ એટલી મોટી લાગી હોય છે કે ફરીથી ચડવા માટે તેને ઓછામાં ઓછા ત્રણથી પંદર ભવના આરાધનની જરૂરીઆત રહે છે. જીવ એક જ ભવમાં વધુમાં વધુ ત્રણ વખત શ્રેણિ માંડી શકે છે. જીવ જ્યારે સાતમા ગુણસ્થાનથી આગળ વધી ક્ષપકશ્રેણિ શરૂ કરે છે ત્યારથી કર્મકટિ કરવાનો તેનો પુરુષાર્થ ખૂબ બળવાન હોય છે. પ્રત્યેક સમયે તેની કર્મનિર્જરા અસંખ્યગણી થતી જાય છે, અને કર્માશ્રવ અસંખ્યાતમા ભાગનો થતો જાય છે. આ રીતે આઠમા ગુણસ્થાને આવતાં પહેલાં જીવ સાતમા ગુણસ્થાને યથાપ્રવૃત્તિકરણ કરે છે. ત્યાં પ્રતિ સમયે અનંતગુણ વધતી વિશુદ્ધિએ તે પ્રવેશે છે, અને આગળ વધવા માટે આયુષ્ય સિવાયની સાતે કર્મની સ્થિતિ એકસરખી નાની કરે છે. એ વખતે તેને શુભ પ્રકૃતિના બંધાદિ થાય છે, પણ તેનાં સ્થિતિઘાત રસઘાત આદિ તે કરતો નથી. આ ઉપરાંત તેને પ્રત્યેક સમયે અધ્યવસાય સ્થાનો અધિક અધિક થતાં જાય છે, અને આ પ્રમાણે યથાપ્રવૃત્તિકરણના ચરમ(છેલ્લા) સમય સુધી થાય છે. (અધ્યવસાય એટલે આત્માનાં પરિણામ), તેને લીધે આત્માની વિશુદ્ધિ પ્રતિ સમયે અનંતગણી થતી જાય છે. સાતમા ગુણસ્થાને યથાપ્રવૃત્તિકરણ કર્યા પછી જીવ આઠમા અપૂર્વકરણ ગુણસ્થાને આવે છે. ક્ષપકશ્રેણિના આઠમાં ગુણસ્થાને જીવ પૂર્વે કદી કરી નથી એવી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે છે. પ્રતિસમયે વધતી અનંતગુણી વિશુદ્ધિ તેને અપૂર્વકરણના છેલ્લા સમય સુધી પ્રવર્તે છે. આ સ્થાને આત્માને સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને અપૂર્વ સ્થિતિબંધ એ પાંચ પદાર્થ સમકાળે પ્રવર્તે છે. ૧. સ્થિતિઘાત : જીવ આઠમા ગુણસ્થાને પૂર્વકર્મની જે સ્થિતિ પ્રથમ સમયે હોય તેને પ્રત્યેક સમયે ઉત્તરોત્તર ઘટાડતો જાય છે, અર્થાતુ અપૂર્વકરણના પ્રથમ સમયે જેટલી સ્થિતિનું કર્મ હોય તે તેના ચરમ સમયે સંખ્યાતગુણ હીન થાય. ૨. રસઘાત: પૂર્વકર્મને રસ (અનુભાગ)ને પ્રત્યેક સમયે ઘટાડતા જઈ, તેના ચરમ સમયે તેનો ઘણો ઘાત કરે. ૩૭૨ Page #394 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ ૩. ગુણશ્રેણિ : પ્રત્યેક સમયે અસંખ્યાતગણા પ્રમાણ સહિત કર્મ નિર્જરવા યોગ્ય કરે, તેવી ગુણશ્રેણિ નિર્જરા કરે. તેને કર્મની નિર્જરા પ્રત્યેક સમયે અસંખ્યાત ગણી થતી જાય. ૪. ગુણસંક્રમ : અપૂર્વકરણના પ્રથમ સમયે અશુભ પ્રકૃતિનું દળિયું અપર પ્રકૃતિને વિશે જે સંક્રમે તે સ્તોક (સૌથી અલ્પ) હોય, તે પછીના પ્રત્યેક સમયે તે સંક્રમણ અસંખ્યાતગણું હોય. ૫. સ્થિતિબંધ : અપૂર્વકરણના પ્રથમ સમયે અન્ય નવો સ્તોક સ્થિતિબંધ આરંભે, સ્થિતિબંધ અને સ્થિતિઘાત સમકાળે પ્રારંભે અને સમકાળે પૂરા કરે. આ પાંચે પદાર્થ અપૂર્વકરણ ગુણસ્થાને પ્રવર્તે છે. આ ગુણસ્થાને જીવ અપ્રત્યાખ્યાન ચતુષ્ક અને પ્રત્યાખ્યાન ચતુષ્ક એ આઠ કષાય ઝડપથી ખપાવવા માંડે છે અને તેનો ઘણો મોટો ભાગ ક્ષીણ કરી નાખે છે. આઠમા ગુણસ્થાને શ્રેણિ માંડનાર પ્રત્યેક જીવની શુદ્ધિનું પ્રમાણ જુદું જુદું હોય છે, તેથી આ ગુણસ્થાનને નિવૃત્તિનાદર ગુણસ્થાન પણ કહે છે. નિવૃત્તિ એટલે ફેરફાર. આઠમા ગુણસ્થાને પહેલાં સમયની વિશુદ્ધિ બધાની જુદી જુદી હોય છે. અર્થાત્ એક જીવને આઠમા ગુણસ્થાને પહેલા સમયે જેટલી વિશુદ્ધિ હોય તેટલી વિશુદ્ધિ બીજા જીવને ચોથા પાંચમા કે તે પછીના સમયે હોઈ શકે છે, અથવા કોઈ જીવને દશમા સમયે જેટલી વિશુદ્ધિ હોય તેટલી વિશુદ્ધિ અન્ય જીવને પહેલા જ સમયે હોઈ શકે છે. આ પ્રમાણે સંભવતા ફેરફારને કારણે આઠમા ગુણસ્થાનને ‘અપૂર્વકરણ” ઉપરાંત ‘નિવૃત્તિબાદર’ ગુણસ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આઠમેથી વિકાસ કરી જીવ નવમા “અનિવૃત્તિબાદર' ગુણસ્થાને આવે છે. આ ગુણસ્થાને જીવની વિશુદ્ધિની માત્રા અસંખ્યાતગણી થઈ જાય છે, પરંતુ શ્રેણિ ચડનાર સર્વ જીવની વિશુદ્ધિ સરખી રહે છે. પ્રત્યેક સમયે દરેક જીવની વિશુદ્ધિ સરખી માત્રામાં વધતી જાય છે. એટલે કે એક જીવ પહેલા સમયથી બીજા સમયની વિશુદ્ધિ ૩૭૩ Page #395 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જેટલા ગણી કરે તેટલા જ ગણી વિશુદ્ધિ તે પછીના પ્રત્યેક સમયે કરતો રહે છે, આ વિશુદ્ધિની માત્રામાં ફેરફાર થતો નથી. એ જ રીતે અન્ય જીવ જે માત્રાથી વિશુદ્ધિ વધારે તેને માટે તે જ માત્રા તે પછીના કાળમાં હોય છે, તેમાં ફેરફાર થતો નથી, તેથી આ ગુણસ્થાન અનિવૃત્તિ (ફેરફાર વગરનું) બાદર ગુણસ્થાન કહેવાય છે. આઠમા ગુણસ્થાને આવો ફેરફાર સંભવિત છે, એક વખતે અસંખ્યગણી વિશુદ્ધિ થાય તો બીજી વખતે તે અસંખ્યાતગણીની સંખ્યામાં ફેરફાર થતો રહે છે તેથી તે નિવૃત્તિબાદ૨ ગુણસ્થાન કહેવાય છે. આવો ફેરફાર થવો નીકળી જાય છે ત્યારે તે અનિવૃત્તિબાદ૨ ગુણસ્થાન થાય છે. આ ગુણસ્થાને જીવ કર્મોનું અનિવૃત્તિકરણ કરે છે. તેમાં પ્રત્યેક સમયની વિશુદ્ધિ નિશ્ચિત હોય છે. આ ગુણસ્થાનના પ્રથમ સમયે અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાની આઠ કષાયો પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિના થાય છે. તેના પછી નામકર્મની ૧૩ પ્રકૃતિ અને થિણદ્વિત્રિક (દર્શનાવરણની ત્રણ પ્રકૃતિ) મળી સોળ પ્રકૃતિનો ક્ષય થાય છે. તેના પછી અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની આઠ કષાયો હણાય છે. તે પછીના અંતર્મુહૂર્ત કાળમાં નવ નોકષાય તથા ચાર સંજ્વલન કષાયનું અંતરકરણ થાય છે. આટલું કર્યા પછી જીવ નપુંસકવેદનો ક્ષય કરવા લાગે છે, તેનો ક્ષય કર્યા પછીથી સ્ત્રીવેદનો જીવ ક્ષય કરે છે, અને તેના પછી છ નોકષાય સમકાળે ક્ષય કરવા શરૂ કરે છે. જે સમયે આ છ નોકષાયનો ક્ષય કરે તે સમયે જીવ પુરુષવેદના બંધ, ઉદય અને ઉદ્દીરણાનો છેદ કરે; તે પછી પુરુષવેદ તથા હાસ્યષટકનો સમકાળે ક્ષય કરે. આટલું કાર્ય પૂરું થતાં જીવ દશમા ગુણસ્થાને આવતાં પુરુષવેદનાં શેષ કર્મ ૫૨માણુઓને સંજ્વલન ક્રોધમાં સંક્રમાવે, સંજ્વલન ક્રોધને સંજ્વલન માનમાં સંક્રમાવે, શેષ રહેલા માનને સંજ્વલન માયામાં સંક્રમાવે, શેષ માયાને સંજ્વલન લોભમાં સંક્રમાવે. તે પછી જે અતિ અતિ સૂક્ષ્મ લોભ સત્તાગત રહ્યો હોય તેને પણ હણે, સત્તાથી ટાળે. છતાં અતિ અલ્પ લોભના પરમાણુઓ બચ્યાં હોય તેને જ્ઞાનાવરણમાં પરિણમાવી સૂક્ષ્મસંપ૨ાય ગુણસ્થાનને અંતે મોહનીયને મૂળથી ટાળે છે. ૩૭૪ Page #396 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ આ રીતે ક્ષીણકષાયી થયેલો આત્મા બારમા ગુણસ્થાને આવી, શેષ કર્મોના સ્થિતિઘાત આદિ કરી છેલ્લો સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે તે આત્મા પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, પાંચ અંતરાયાદિ ચૌદ પ્રકૃતિનો અને અન્ય કર્મોનો દ્વિચરમ સમયે ક્ષય કરી, ચરમ સમયે કેવળજ્ઞાન કેવળદર્શન મેળવે છે. આઠમાથી બારમા ગુણસ્થાન સુધીનો સમઝકાળ ઉત્કૃષ્ટ અંતમુહૂર્તનો છે, અગર બેઘડીનો છે. અને પ્રત્યેક ગુણસ્થાને આત્મા અંતમુહૂર્તથી વધારે કાળ માટે રહેતો નથી. તેથી વચગાળાના ગુણસ્થાનોએ સદ્ગુરુનું પ્રત્યક્ષ માર્ગદર્શન તેને મળી શકે નહિ. માટે શ્રેણિની સફળતા માટે જે કંઈ સમજણ અને પૂર્વ પુરુષાર્થની તેણે તૈયારી કરવાની છે તે તેણે આઠમા ગુણસ્થાન પહેલાં જ કરી લેવી જોઈએ. આ અપેક્ષાએ આઠમાથી તેરમા ગુણસ્થાન સુધીની શ્રી પંચપરમેષ્ટિની સહાય પરોક્ષ રહે છે. આઠમાથી તેરમા ગુણસ્થાન સુધીનો વિકાસ આત્માએ એક જ બેઠક કરી લેવાનો હોય છે, અર્થાત્ તેને સર્વ ઘાતી કર્મોનો અંતિમ ક્ષય કરવા શક્ય તેટલા ઓછા સમયનો વપરાશ કરવાનો હોય છે. તે માટે તેણે ખૂબ જ પૂર્વ તૈયારી કરવી જરૂરી છે.શ્રેણિમાં જીવની આત્મદશા ઘણી શુધ્ધ હોય છે, અને તે વખતે પૂર્ણ શુધ્ધ થવા માટે તે પ્રયત્નવાન હોય છે, તેથી તે આત્માનાં શાંતિ તથા શુદ્ધિ પ્રત્યેક સમયે સંખ્યાત તથા અસંખ્યાતગણા વધતાં જતાં હોય છે. આવી વધતી અદ્ભુત શાંતિનું વેદન કરવામાં જીવ લિપ્ત બની, પ્રમાદી થઈ એક સમય માટે પણ તેમાં અટવાય, કર્મક્ષય કરવાની પ્રવૃત્તિમાં એક સમય માટે પણ શિથિલતા આવે તો તે જીવ નિયમપૂર્વક શ્રેણિથી પતિત થઈ નીચે ઊતરે છે. જો આવી પડવાઈમાં જવું ન હોય તો જીવે ઘણી બળવાન પૂર્વ તૈયારી કરવી જરૂરી છે, કારણ કે શ્રેણિમાં એક વખત કાર્ય શરૂ થયા પછી એ કાર્યને અધવચ્ચે અટકાવવા કે ફેરવવા કોઈ સમર્થ થતું નથી, એટલે કે ભૂલ થાય તો પણ તે જીવને સગુરુ, કેવળીપ્રભુ કે તીર્થંકરપ્રભુની ભૂલ સુધારવા માટે સહાય મળી શકતી નથી. શ્રેણિમાં જીવ આસપાસના સર્વ સંજોગોથી અલિપ્ત બની સ્વની એકાગ્રતા પ્રત્યેક સમયે વધારતો જતો હોવાથી કોઈ પણ બાહ્ય નિમિત્તની ૩૭૫ Page #397 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અસર તેના પર પડતી નથી તેમજ કોઈનું પણ સાનિધ્ય તેને તે વખતે ઉપકારી થઈ શકતું નથી. સામાન્ય સમજણથી પણ તારણ કાઢી શકાય છે કે શ્રેણિ સફળતાથી ચડવાનું કાર્ય કરવા યથાર્થ માર્ગદર્શન મળે નહિ અગર યોગ્ય પુરુષાર્થ થાય નહિ તો કાર્યની સિદ્ધિ આવી શકે નહિ. જે દશાએ જીવે સ્વચ્છંદને પૂર્ણતાએ યથાર્થ રીતે નાથવાનો છે તે દશાએ જીવે કરેલો એક સમયનો પ્રમાદ પણ તેનું પરિભ્રમણ વધારવા સમર્થ થઈ જાય છે. આ સ્વચ્છંદના નિરોધ માટે યોગ્ય માર્ગદર્શન તો જેમણે આત્માને પૂર્ણતાએ શુધ્ધ કર્યો છે તેવા શ્રી કેવળીપ્રભુ પાસેથી જ મળી શકે; કારણ કે સર્વ છદ્મસ્થ જીવોને તો પૂર્વાત્માની અપેક્ષાએ સ્વચ્છંદ પ્રવર્તે જ છે. અને જેને સ્વચ્છંદ પ્રવર્તતો હોય તે અન્યને સ્વચ્છંદ રહિત કેવી રીતે બનાવી શકે? તેથી શ્રેણિની પૂર્વ તૈયારી કરવા માટે શ્રી અરિહંત પ્રભુ કે કેવળીપ્રભુની સહાય અવશ્યની છે, એ સિવાય જીવ શ્રેણિ ઉપાડવા માટેનું સાચું બળ મેળવી શકતો નથી. શ્રી પ્રભુનો કલ્યાણભાવ પ્રત્યક્ષપણે વહેતો હોય ત્યારે તેમાંથી પ્રેરણા લઈ, એ ભાવ ગ્રહણ કરી જીવ પોતાનો પુરુષાર્થ ઉપાડી કર્મક્ષયની છેલ્લી ઉત્તમ પ્રક્રિયા કરી શકે છે, અને તેમ કરવામાં આવે ત્યારે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની સહાય કરાગત નીવડે છે. આ પ્રક્રિયા કરનારાઓમાં એક અપવાદ છે, અને તે છે શ્રી તીર્થંકર ભગવાન. શ્રી તીર્થંકર ભગવાનના આત્માએ જીવ સમસ્તના કલ્યાણના ભાવ એટલા પ્રબળપણે ભાવ્યા હોય છે કે તેમને શ્રેણિ માંડતી વખતે અન્ય પૂર્ણ આત્માની પ્રત્યક્ષ હાજરીની કે સહાયની જરૂર પડતી નથી, તેઓ જ્યાં અન્ય તીર્થંકર ભગવાન બિરાજતા હોય (મહાવિદેહમાં સતત ઓછામાં ઓછા વીશ તીર્થંકર પ્રભુ બિરાજતા હોય છે), ત્યાં આહારક દેહે જઈ, આજ્ઞા લઈ આવે છે અને પછી સ્વયં પુરુષાર્થ ઉપાડી, સ્વયંબુધ્ધ બની, ક્ષપકશ્રેણીએ ચડી કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટાવી લે છે. જીવ સમસ્ત માટે સેવેલા ઉત્કૃષ્ટ કલ્યાણભાવને કારણે એમનું વીર્ય એટલું બધું પ્રકાશિત થયું હોય છે કે છેલ્લા પુરુષાર્થ વખતે તેમને અન્ય બાહ્ય સહાયની જરૂર રહેતી નથી, વળી, તેઓ સદ્ધર્મના પ્રભાવક હોવાથી ભરત કે ઐરાવત ૩૭૬ Page #398 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ ક્ષેત્રમાં તેમને સહાયક થાય એવા સમર્થ આત્માઓ ન પણ હોય એવું બને, પરંતુ શ્રી અરિહંત પ્રભુ સિવાયના સર્વ જીવો શ્રી સર્વજ્ઞ વીતરાગ પ્રભુનાં સાનિધ્યમાં જ શ્રેણિ માંડતા હોય છે. ક્ષપક શ્રેણિનો આરંભ કરતા પહેલાં જીવનાં મનમાં એકત્વભાવના ખૂબ ઘૂંટાય છે. આ સંસારમાં પોતે એકલો છે, એકલાએ જ શાતા અશાતા વેદવાના છે, અને શાશ્વત સુખના ભોકતા પણ એકલાએ જ થવાનું છે. આમ સંસારના અનેકવિધ સ્વરૂપના પરચામાંથી સાર ગ્રહણ કરી એકત્વભાવનાને ખૂબ બળવાન કરી, અન્ય સંયોગની અસરથી મુક્ત થવાનો પુરુષાર્થ તે આત્મા કરે છે. આ એકત્વ ભાવનામાં બીજી બધી ભાવનાઓ એક યા બીજા સ્વરૂપે ગૂંથાઈ જાય છે. સાથે સાથે પાંચ પરમ ઈષ્ટ તત્વો તેનાં અંતરંગમાં પ્રકાશ પાથરે છે, પંચપરમેષ્ટિનો સામાન્ય અર્થ છે શ્રી અરિહંત પ્રભુથી શરૂ કરી સાધુસાધ્વીજી સુધીના જગતના સમસ્ત જીવોના કલ્યાણના વાંછનારા ઉત્તમ આત્માઓ. પરંતુ આત્મા જ્યારે શ્રેણિ માટેની પાત્રતા તૈયાર કરે છે, અને પંચપરમેષ્ટિએ કરેલા અનંત ઉપકારની સમજણ પામે છે ત્યારે “પંચપરમેષ્ટિ”નો ગૂઢ અને અતિગૂઢ અર્થ પણ તેનાં હ્રદયમાં પ્રકાશિત થાય છે. શ્રી પંચપરમેષ્ટિ ભગવંત જગતજીવો માટે કલ્યાણભાવ વેદે છે, અને એ ભાવને ઉત્કૃષ્ટતાએ પહોંચાડવા તથા સ્વકર્મનો ક્ષય કરવા તેઓ પાંચ મહાવ્રતને ઉત્તરોત્તર ઉત્તમતાએ પાળતા જાય છે. આ પાંચે મહાવ્રતોનું ઊંડાણ તેમના આત્મામાં એવી રીતે પ્રગટ થાય છે કે એ પાંચ મહાવ્રત જ તેને માટે પરમ ઈષ્ટ બની જાય છે. આ પરમેષ્ટિનો સાથ શ્રેણિમાં આગળ વધતા આત્મા માટે મુખ્ય અવલંબન બને છે. સાધકને પાંચે વ્રતોનું પાલન હોય છે, તેમ છતાં પ્રત્યેક ગુણસ્થાને આત્મા એક મહાવ્રતને વિશેષે આરાધતો હોય છે. શ્રેણિ માંડતા પહેલાં આત્મા સાતમા ગુણસ્થાને યથાપ્રવૃત્તિકરણ કરે છે, અર્થાત્ સર્વ ઘાતીકર્મોની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી નાની કરી નાખે છે. આ કાર્ય કરવામાં તેને અપરિગ્રહવ્રત ખૂબ ઉપકારી થાય છે. સંસારમાંથી કર્મરૂપ ૩૦૭ Page #399 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પરમાણુઓ ગ્રહણ કરવા એ પરિગ્રહ છે આવા પરમાણુઓ ગ્રહણ ન કરવા તે સાધક માટે મુખ્ય પુરુષાર્થ છે. આ પુરુષાર્થ સફળતાથી કરવામાં આવે તો તેની નિર્જરા વધે છે અને આશ્રવ તૂટે છે. અપરિગ્રહવ્રતને સૂક્ષ્માતિસૂક્ષ્મ રીતે પાળે છે ત્યારે તે આત્મા આઠમા અપૂર્વ ગુણસ્થાને આવે છે. જે ગુણસ્થાને પ્રત્યેક સમયે આત્માની વિશુદ્ધિ અસંખ્યગણી થતી જાય છે. આઠમા ગુણસ્થાને શુદ્ધિ વધતાં તેનો પુરુષાર્થ વેગ પકડે છે, અને તેને સફળતા અપાવવામાં પૂર્વે આરાધેલું બ્રહ્મચર્ય વ્રત સહાયે આવે છે. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મમાં ચરવું સ્વમાં એકરૂપ થઈ જવું. આવી સ્વરૂપસ્થિતિ નિર્મળ બનતાં આત્મા પોતાની શુદ્ધિ વધારે છે. અપરિગ્રહ વ્રતના પાલનમાં બ્રહ્મચર્ય વ્રતનું બળવાનપણું ઉમેરાવાથી પ્રતિ સમય જીવની વિશુદ્ધિ અસંખ્યગણી થતી જાય છે. આઠમા ગુણસ્થાનના અંત ભાગમાં શ્રેણિમાં રહેલા જીવોની વિશુદ્ધિ નોંધનીય થતી જાય છે. — ત્યાંથી વિકાસ કરી આત્મા નવમા અનિવૃત્તિબાદર ગુણસ્થાને આવે છે ત્યારે આત્માની વિશુદ્ધિ એક સરખા પ્રમાણમાં વધતી જાય છે. આ ગુણસ્થાને આત્મા અસ્તેયવ્રત ઉત્કૃષ્ટતાથી ધારણ કરે છે. સ્તેય એટલે ચોરી. અસ્તેય એટલે અચૌર્ય, સૂક્ષ્મ કર્મ પરમાણુઓ ગ્રહવા એ જગતના પદાર્થોની ચોરી જ છે. જેનાથી કર્મગ્રહણ થાય એવા કષાયભાવ આ ગુણસ્થાને સૂક્ષ્માતિસૂક્ષ્મ થતા જાય છે. અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની કષાયો હણાય છે, નવ નોકષાયનું અંતરકરણ થાય છે, અને નવમા ગુણસ્થાનને અંતે તે નવે નોકષાય હણાય છે, પરિણામે નવોકર્મબંધ નહિવત્ થઈ જાય છે. આ આત્મા વિકાસ કરી દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાને આવે છે, આ ગુણસ્થાનની શરૂઆતમાં સંજ્વલન કષાયો હોય છે. તે સત્તાગત કર્મોનો ક્ષય કરવા માટે આત્મા સત્યવ્રતનો આધાર સ્વીકારે છે. સત્ય એટલે જે ત્રણે કાળ રહેવાની ક્ષમતા ધરાવે છે તે. દશમા ગુણસ્થાને આત્મા સત્યવ્રતનું પાલન એટલી સૂક્ષ્મતાથી કરે છે કે તેના અંતભાગમાં મોહનીય કર્મ મૂળથી જ છેદાઈ જાય છે. જ્યાં સુધી ૩૭૮ Page #400 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ કષાય છે ત્યાં સુધી બંધન છે. સત્યવ્રતના પાલનથી આત્મા કષાયોને આમૂલ છેદી, ભવ્ય પુરુષાથી બની બારમા ક્ષીણમોહ ગુણસ્થાને પહોંચે છે. સત્યવ્રતનું પાલન થવાથી આત્માને સંસારપારની દશા મળે છે. બારમા ક્ષીણમોહ ગુણસ્થાને મોહનીય સિવાયના ત્રણ ઘાતકર્મો કે જે પૂર્વના મોહના કારણે બંધાયા છે તેને છેદવા ઉત્તમોત્તમ પુરુષાર્થ આત્મા આદરે છે. એ ત્રણ ઘાતી કર્મોનો ઘાત કરવા ચાર મહાવ્રતના સથવારામાં અહિંસાવતને ઉત્તમતાએ ધારણ કરે છે. મોહનો ક્ષય હોવાથી અહિંસા તેની ચરમ સીમાએ પહોંચે છે, પરિણામે એકપણ નવું ઘાતકર્મ ઉમેરાતું નથી, પણ રહ્યાસહ્યા પૂર્વકૃત ઘાતકર્મો ક્ષીણ થઈ જાય છે. કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રકાશિત થાય છે. આમ સહુથી આધારભૂત અહિંસા વ્રત છે, તે એક વ્રતમાં બાકીનાં સર્વ વ્રત સમાઈ જાય છે. તેથી આ મૂળવતનાં પાલનની ઉત્કૃષ્ટતાના પ્રમાણમાં અન્ય સર્વ વ્રતોનું પાલન આપોઆપ થતું જાય છે, તેથી તો પ્રભુનું વચન છે કે “અહિંસા પરમો ધર્મ.” પાંચે વ્રતને ઉત્તમતાએ પાળી શ્રી અરિહંત પ્રભુ આદિ પંચપરમેષ્ટિ ભગવંત જ્યારે સિધ્ધ થાય છે ત્યારે તેમણે ભાવેલા સર્વ જીવના કલ્યાણના ભાવ પૂરા થયા હોતા નથી. તેથી તે જીવો માટેના કલ્યાણભાવના પરમાણુઓ જગતમાં વેરતા જાય છે. જ્યારે જીવને પોતાનું કલ્યાણ કરવાના ભાવ જાગે ત્યારે પંચપરમેષ્ટિએ વેરેલા કલ્યાણનાં પરમાણુઓ ગ્રહણ કરી તે જીવ પોતાની પાત્રતા વધારી કલ્યાણ સન્મુખ થાય છે. એમાં પણ જે જીવ સ્વપર બંનેના કલ્યાણના ભાવ વિશેષતાએ ભાવે છે તે જીવ આવા કલ્યાણના પરમાણુઓ ઘણી મોટી સંખ્યામાં ગ્રહણ કરી શકે છે. અને એ ઉત્તમ પરમાણુઓનો યોગ્ય લાભ લઈ પોતાની પાત્રતા વધારે છે, સાથે સાથે પોતાની યોગ્યતાના પ્રમાણમાં અન્ય જીવોને પણ સ્વકલ્યાણ કરવા પ્રેરણા આપતા રહે છે. અને એમાંના કેટલાંક જીવો સ્વાર કલ્યાણના ભાવ જીવ સમસ્તને સ્પર્શ એટલા વિસ્તૃત કરે છે ત્યારે તેઓ ભાવિના પંચપરમેષ્ટિ પદમાં સમાવિષ્ટ થાય છે. આ રીતે પંચપરમેષ્ટિ ભગવંતનો સ્વાર કલ્યાણ કરવામાં અનન્ય ફાળો જોવા મળે છે. જે જીવોએ છદ્મસ્થ અવસ્થામાં જગતસ્પર્શી કલ્યાણભાવ વેદ્યા હોતા ૩૭૯ Page #401 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ નથી, તેઓ ક્ષપકશ્રેણિમાં તે ભાવ અવશ્ય વેઠે છે. અને તેના આધારે તેઓ સિદ્ધપદમાં સમાવેશ પામી પોતે ભાવેલા કલ્યાણભાવના પરમાણુઓની સિદ્ધ થતી વખતે જગતને અમૂલ્ય ભેટ આપી જાય છે. આવા આત્માઓ પંચપરમેષ્ટિના એક પદમાં આવે છે, અને છદ્મસ્થ અવસ્થામાં જગતસ્પર્શી કલ્યાણભાવ કરનારા ઓછામાં ઓછા પાંચમાંથી બે પદને પામે છે. આવો અમૂલ્ય લાભ લઈ અન્યને લાભ અપાવનાર છે પંચપરમેષ્ટિ ભગવંત. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ૩૮૦ Page #402 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ પારિભાષિક શબ્દોનો કોષ અકામ નિર્જરા - જેમ જેમ કર્મનો ઉદય આવે તેમ તેમ ભોગવીને તેને નિવૃત્ત કરવા તે અકામ નિર્જરા. અકામ નિર્જરા કરતી વખતે જીવ વિભાવમાં રહેતો હોવાથી તેને નવાં અનેક કર્મો બંધાય છે, પરિણામે તેનો સંસાર લંબાય છે. અગુરુલઘુપણું - ગુરુ એટલે ભારે અને લઘુ એટલે હલકું. અગુરુલઘુ એટલે ભારે પણ નહિ, હલકું પણ નહિ તેવું. આત્મા પૂર્ણ શુદ્ધ થાય છે ત્યારે અગુરુલઘુ ગુણ પ્રગટે છે. અગ્યારમું ઉપશાંતમોહ ગુણસ્થાન ઉપશમ શ્રેણિ માંડેલા જીવ માટે જ આ ગુણસ્થાન છે. મોહનીયની બાકી રહેલી સંજ્વલન પ્રકૃતિ અહીં ઉપશાંત થાય છે અને તેનો ઉદય થવાથી જીવનું અવશ્ય પતન થાય છે અને નીચેના ગુણસ્થાને ઊતરી જાય છે. અઘાતીકર્મ - જે કર્મ આત્માના મૂળભૂત ગુણનો ઘાત નથી કરતાં, અને દેહથી ભોગવાય છે તે અઘાતી કર્મ છે. અઘાતી કર્મો ચાર છે - આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય. અચક્ષુદર્શન - આંખ સિવાયની ઇન્દ્રિયોથી એટલે કે ત્વચા, રસના, નાક, કાન કે મન દ્વારા વસ્તુનું દર્શન થવું તેને અચક્ષુદર્શન કહેવામાં આવે છે. ૩૮૧ અચૌર્ય વ્રત - સ્થૂળથી સૂક્ષ્મ પ્રકારની ચોરી ન કરવી તે અચૌર્ય વ્રત. અજીવ - ચેતનરહિત દ્રવ્ય અથવા જડ પુદ્ગલ પરમાણુને અજીવ કહે છે. - અણુવ્રત – મુનિ જે પાંચ મહાવ્રતનું પાલન કરે છે તેનું નાનાં સ્વરૂપનું પાલન શ્રાવક કરે છે તેથી તે અણુવ્રત કહેવાય છે. પાંચ અણુવ્રત - અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. અતિશય (તીર્થંકર પ્રભુના) - કેવળજ્ઞાન પ્રગટયા પછી તીર્થંકર પ્રભુને જે વિશેષ પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તે અતિશય કહેવાય છે. અતિશય ૩૪ પ્રકારના છે. અધઃકરણ - અધઃકરણમાં સત્તાગત અશુભ કર્મોની સ્થિતિ તથા રસ એક એક અંતર્મુહૂર્તથી ઘટતાં જાય છે, અને આત્મવિશુદ્ધિ સમયે સમયે વધતી જાય છે, તે સાથે પ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગબંધ ઘટે છે. અધર્માસ્તિકાય જીવ અને તેના ભાવાનુસાર પુદ્ગલને સ્થિરતા આપનાર દ્રવ્ય તે અધર્માસ્તિકાય છે. = અર્ધપુદ્ગલ પરાવર્તન લોકના તમામે તમામ પુદ્ગલને ભોગવતાં જે કાળ લાગે છે તેને - Page #403 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પુદ્ગલ પરાવર્તન કહે છે. તેનાથી અડધા કાળને અનંતજ્ઞાન - સમસ્ત જગતના પ્રત્યેક જીવો અને અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ કહે છે. પ્રત્યેક પદાર્થનું, ત્રણે કાળનું સમય સમયનું જાણપણું ને અનંતજ્ઞાન કહેવાય છે. શુદ્ધ અન્યત્વભાવના - આ સંસારમાં કોઈ કોઈનું નથી, અવસ્થામાં આત્મા અનંતજ્ઞાનનો ધણી છે. સર્વ પર છે, એમ વિચારવું તે અન્યત્વભાવના. અનંતાનુબંધી કષાય (ચોકડી) - જે કષાય જીવનો અનિત્યભાવના - શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ અનંત સંસાર વધારવા સમર્થ છે તે અનંતાનુબંધી પરિવારાદિક સર્વ વિનાશી છે, જીવનો મૂળ ધર્મ કષાય છે. આ કષાયો જીવનાં સમ્યક્દર્શનને અવિનાશી છે એમ ચિંતવવું તે અનિત્યભાવના. પ્રગટ થવા દેતા નથી. તે ચાર છે – ક્રોધ, માન, અનિવૃત્તિકરણ - કરણલબ્ધિ પ્રગટ થાય તેને અધઃ માયા અને લોભ. કરણ અને અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ અપકાય – અપ એટલે પાણી. પાણીનું સૂક્ષ્મ રૂપ આવે છે. તેમાં જીવની આત્મવિશુદ્ધિ સમયે જીવનું દેહબંઘારણ થાય છે તે અપકાય. આવા સમયે અનંતગણી થાય છે. અને પ્રથમ સમયથી અસંખ્ય જીવો એકઠા મળે ત્યારે પાણીનું એક જ જીવને સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ટીપું બંધાય છે. ગુણસંક્રમણ અને અપૂર્વસ્થિતિબંધ સમકાળે પ્રવર્તે છે, જે આ કરણના ચરમ સમય સુધી અપરિગ્રહવ્રત - કોઈ પણ પરિગ્રહ (સંસારી પદાર્થ) રહે છે. ગ્રહણ ન કરવાનો નિયમ તે અપરિગ્રહવ્રત. અનુકંપા - સહ જીવો કલ્યાણ પામી દ:ખથી મક્ત અર્પણતા – પોતાની અંતરંગ માન્યતાને તિલાંજલિ થાય એવી ભાવના જાગવી તે અનુકંપા. આપી, કલ્પનાને એકબાજુ કરી, સત્પરુષ કહે તેમ અને રાખે તેમ રહેવું છે એવી ભાવના અનંત ચતુષ્ટય - અનંતજ્ઞાન, અનંતદર્શન, કે વૃત્તિ સેવવી તે જીવનો પુરુષ પ્રતિનો અનંત ચારિત્ર તથા અનંત વીર્યના સમૂહને અર્પણભાવ છે. અનંત ચતુષ્ટય કહે છે. અપવર્તન – જીવ કર્મ બાંધે છે ત્યારે તેના પ્રદેશ, અનંતચારિત્ર - મોહના અંશરહિત આત્માની અનુભાગ, સ્થિતિ અને પ્રકૃતિ નક્કી થાય છે. શુદ્ધ સ્થિતિ તે અનંતચારિત્ર અથવા યથાખ્યાત તે પછી તેની પ્રવૃત્તિ અને પુરુષાર્થ અનુસાર ચારિત્ર. આ કર્મમાં ફેરફાર થયા કરતો હોય છે. જ્યારે અનંતદર્શન - સમસ્ત જગતના પ્રત્યેક જીવો અને જીવનાં કાર્યોથી બાંધેલા કર્મનાં સ્થિતિબંધ અને પ્રત્યેક પદાર્થોનું સમય સમયનું ત્રિકાલિક અનુભાગ બંધમાં ઘટાડો થાય છે ત્યારે તેના દર્શન કરવું, તેને અનંતદર્શન કહે છે. શુદ્ધાત્મા કર્મનું અપવર્તન થયું એમ કહેવાય છે. અનંતદર્શનનો ધણી છે. અપર્યાપ્ત - જીવ ઇન્દ્રિયાદિ બાંધવાનું શરૂ કરે અનંતવીર્ય - વીર્ય ઉત્કૃષ્ટ પ્રગટપણું તે પણ પૂર્ણ બંધાઈ ન રહે ત્યાં સુધી તે અપર્યાપ્ત અનંતવીર્ય. કહેવાય છે. ૩૮૨ Page #404 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ અપૂર્વકરણ - જે કરણમાં પહેલાં અને પાછલાં સમયોના પરિણામ સમાન ન હોય, અપૂર્વ જ હોય, તે અપૂર્વકરણ છે. તે કરણમાં પરિણામ જેવા પ્રથમ સમયમાં હોય તેવા પરિણામ દ્વિતીયાદિ સમયમાં કોઈ પણ જીવને ન હોય, તે પરિણામ વધતાં જ હોય. કહેવાય. અવધિજ્ઞાનવાળો જીવ એ રૂપી દ્રવ્યોને પોતાની મર્યાદાના પ્રમાણમાં, સૂક્ષ્મદર્શક યંત્ર કે ટેલિસ્કોપ કે આંખ આદિ ઇન્દ્રિયની સહાય વગર સીધેસીધા જાણી તથા જોઈ શકે છે. અપ્રમત્ત સંયમ - ક્યાંય પણ પ્રમાદ સેવ્યા વિના આશ્રવ દ્વારોને બંધ કરતા જવા તે અપ્રમત્ત સંયમ. અવિરતિ – થતા દોષોથી પાછા હઠવું તે વિરતિ. દોષની સમજણ હોય કે ન હોય, પણ પૂર્વ ઉપાર્જિત કર્મના જોરને કારણે કે અજ્ઞાનને કારણે થતા દોષ ન અટકાવવા કે ચલાવી લેવા તેનું નામ અવિરતિ. અભવીપણું – જે જીવને મોક્ષમાં જવાનું થતું નથી, તે અભવી છે. અંતવૃત્તિસ્પર્શ પહેલાં સહુ જીવ અભવી ગણાય છે. અવ્યાબાધ સુખ - જે સુખને કોઈ બાધી શકે નહિ, તોડી શકે નહિ તે અવ્યાબાધ સુખ. તે આત્માનો મૂળભૂત સ્વભાવ છે. અરતિ નોકષાય - ઇન્દ્રિયોને પ્રતિકૂળ વિષયોમાં મનનો અણગમો થવો તે અરતિ નામનો નોકષાય છે. સકારણ કે અકારણ અણગમો તે અરતિ. અશરણભાવના - સંસારમાં મરણસમયે જીવને શરણ આપનાર કોઈ નથી. માત્ર એક શુભ ધર્મનું શરણ સત્ય છે એમ વિચારવું તે અશરણભાવના. અરિહંત પ્રભુ - અરિ એટલે શત્રુ. હંત એટલે જેનો નાશ થયો છે તે. અરિહંત એટલે જેમના તમામે તમામ શત્રુઓનો નાશ થયો છે તે. તીર્થકર પ્રભુને અરિહંત કહેવાય છે કેમકે તેમના સર્વ શત્રુઓ મિત્ર થઈ ગયા છે. અશાતાવેદનીય - અશાતા વેદનીય કર્મના ઉદયથી જીવ દુઃખનો અનુભવ કરે છે. શરીરમાં રોગ થાય, અશાંતિ અનુભવાય, શરીરમાં દુ:ખાવો થાય, શરીરનાં કરવા ધારેલાં હલનચલનમાં અડચણો ઊભી થાય, મગજમાં ઉકળાટ થયા કરે અર્થાત્ પ્રતિકૂળ સંજોગોથી વેદાતી અસુવિધા તે અશાતા વેદનીય છે. અરૂપીપણું - અરૂપી એટલે જુદા જુદા આકાર ધારણ કરવાના ગુણનો અભાવ અથવા એકરૂપી, જે રૂપ કે આકારમાં ફેરફાર થતો નથી તે. શુદ્ધ આત્મા આવો અરૂપી છે. અશુચિભાવના - આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રોગ જરાદિનું ધામ છે. આ શરીરથી હું ન્યારો છું એમ ભાવવું તે અશુચિભાવના. અવધિદર્શન - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદામાં રૂપી દ્રવ્યોનો સામાન્ય અવબોધ તે અવધિદર્શન. અવધિજ્ઞાન - અવધિજ્ઞાનનો વિષય રૂપી દ્રવ્ય છે. જે દ્રવ્યને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તે રૂપી દ્રવ્ય અસત્ય – અસત્ય એટલે જે વસ્તુ કે વાત જે પ્રકારે છે તેને તેનાથી વિપરીતપણે જાણવી કે જણાવવી, બોલવી કે બોલાવવી, કરવી કે કરાવવી, અથવા તે સર્વની અનુમોદના કરવી. ૩૮૩ Page #405 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અસ્તેયવ્રત સ્તેય એટલે ચોરી. અસ્તેય એટલે અચૌર્ય. સૂક્ષ્મ કે સ્થૂળ પ્રકારની ચોરી ન કરવી તે અસ્તેયવ્રત. - અહિંસાવ્રત - અન્ય જીવને દૂભવવાથી શરૂ કરી પ્રાણહરણ પર્યંતનાં દુ:ખ આપતાં અટકવું તે અહિંસાવ્રત. અહોભાવ કોઈ ઉત્તમ આત્મા કે ગુણ માટે આદરભાવ, પૂજ્યભાવ આદિ વેદવા તે. અર્હત શરીર - અરિહંત પ્રભુનું શરીર. અક્ષય સ્થિતિ - જે સ્થિતિનો કદી નાશ થવાનો નથી તે સ્થિતિ. આત્મા સિદ્ધભૂમિમાં જાય છે ત્યારથી અશરીર બની અનંતકાળ સુધી ત્યાં જ વસે છે, કદી પણ પરિભ્રમણ અર્થે નીચે ઊતરતો નથી એટલે કે તે પોતાની અક્ષય સ્થિતિને પામે છે. અજ્ઞાન - જ્યાં સુધી જીવને સમ્યક્ત્તાનની પ્રાપ્તિ થઈ હોતી નથી ત્યાં સુધીનું તેનું સર્વજ્ઞાન અને તેની બધી જ સમજણ અજ્ઞાનરૂપ હોય છે, એટલે કે જૈન પરિભાષામાં અજ્ઞાન એટલે જ્ઞાનરહિત સ્થિતિ નહિ; પરંતુ અસમ્યક્ જ્ઞાન એવો અર્થ થાય છે. આકાશ - જીવ તથા અજીવ દ્રવ્ય સહિત સર્વ દ્રવ્યોને જે પોતામાં સમાવે છે, પોતામાં રહેવાની જગ્યા કે સુવિધા આપે છે તે આકાશ દ્રવ્ય છે. આચાર્યજી - શ્રી પ્રભુએ જણાવેલા મુનિ જીવનના આચારને યથાર્થતાએ પાળી, પોતાના આચારથી જ અન્ય જીવોને ધર્મસન્મુખ કરે છે તે આચાર્યજી. આચાર્યોમાં શ્રેષ્ઠ તે શ્રી ગણધર. આઠમું નિવૃત્તિબાદર ગુણસ્થાન (અપૂર્વકરણ) - બાદર એટલે મોટું. મોટા કર્મનાં ઉદય જ્યાં સંભવી શકતાં નથી એટલે કે જીવ જ્યાં તેનાથી નિવૃત્ત થયો છે, તે ‘નિવૃત્તિ બાદર’ ગુણસ્થાન તરીકે ઓળખાય છે. આ ગુણસ્થાનથી શ્રેણી શરૂ થાય છે. આર્તધ્યાન - મનનાં ચિંતાત્મક પરિણામ. આત્મા - ચેતન તત્ત્વનું શુદ્ધ સ્વરૂપ અથવા કર્મરહિત જીવ. આપ્ત પુરુષ - જેણે આત્માની એટલી શુદ્ધિ મેળવી છે કે તે અન્ય જીવને આત્માર્થે પુરુષાર્થ કરવામાં મદદ કરી શકે તે આપ્ત પુરુષ. આયુષ્ય કર્મ - આયુષ્ય કર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થયેલા દેહમાં અમુક કાળ સુધી રહેવું પડે છે. જેટલા કાળ માટે એક દેહમાં જીવ રહે તેટલા કાળનું તે જીવનું આયુષ્ય ગણાય અને જ્યારે કર્મોદય પૂરો થાય ત્યારે તે નિયમા મૃત્યુ પામે. આરાધન - આરાધન કરવું એટલે જે મેળવવું હોય તેની પ્રાપ્તિના પુરુષાર્થમાં, તેની સિદ્ધિ ન થાય ત્યાં સુધી, બીજી વૃત્તિઓનો ત્યાગ કરી લાગી રહેવું. સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્રનું આરાધન તે મોક્ષમાર્ગ છે. કાળના નાના ભાગને આવલિકા આવલિકા કહે છે. - આવશ્યક (છ) - આવશ્યક એટલે જરૂરથી ક૨વા યોગ્ય. પ્રભુજીએ બતાવેલા છ આવશ્યક એટલે પ્રતિક્રમણ, સામાયિક, વંદના, લોગસ્સ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન(ચૌવિહાર). આસ્થા - જે માર્ગે મોક્ષની પ્રાપ્તિ થાય તે માર્ગનું શ્રધ્ધાન થવું, તથા સત્પુરુષના આશ્રયે જ આ કાર્યસિદ્ધિ થઈ શકે તેમ છે તેવી શ્રદ્ધા થવી તે આસ્થા. ૩૮૪ Page #406 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ આશ્રવ (તત્ત્વ) - જીવ સારા અથવા નરસા ભાવ તથા ક્રિયા કરી શુભ અથવા અશુભ કર્મપરમાણુઓ ગ્રહણ કરતો રહે છે. આ પ્રક્રિયાને આશ્રવ કહેવાય છે. આશ્રવભાવના - રાગ, દ્વેષ, અજ્ઞાન આદિથી કર્મ આત્મા પર આવે છે, એમ સમજવું તે આશ્રવ ભાવના. આહારક શરીર – ઉચ્ચ આત્મદશાવાન જ્ઞાનીને કંઇ જાણવાની ઇચ્છા થાય તેનું સમાધાન કરવા માટે અથવા તીર્થંકર પ્રભુની ઋદ્ધિનાં દર્શન કરવા માટે પોતાના આત્મપ્રદેશને લંબાવી, એક હાથનું અતિ પવિત્ર સુધારસથી બનાવેલું શરીર યોજી, ત્યાં જાય તે શરીરને આહારક શરીર કહેવામાં આવે છે. આજ્ઞા - આત્મિક વિકાસ કરવા માટે સમર્થ પુરુષની શિખામણ ગ્રહણ કરવી તે. ઈતરનિગોદ - નિત્યનિગોદમાંથી બહાર નીકળ્યા પછી સૂમ એકેંદ્રિયરૂપે જીવ રહે તે ઈતરનિગોદ કહેવાય છે. ઉચ્ચ ગોત્રકર્મ - જે કર્મના ઉદયથી જીવ રાજકુળમાં, શ્રેષ્ઠી કુળમાં, વૈભવી કુળમાં ઉત્પન્ન થાય તે ઉચ્ચ ગોત્રકર્મ. ઉચ્ચગોત્રમાં જીવનની ઘણી સુવિધાઓ અને વિશિષ્ઠ લાભો મળે છે. જીવનાં કાર્યોથી બાંધેલાં કર્મનાં સ્થિતિબંધ અને અનુભાગ બંધમાં વધારો થાય છે ત્યારે તેનાં કર્મનું ઉદ્વર્તન થયું એમ કહેવાય છે. ઉદાસીનતા - ઉર્દુ એટલે ઊંચે. અસીનતા એટલે રહેવાપણું. ઉદાસીનતા એટલે કષાયથી ઊંચે, આત્મા સમીપ રહેવાપણું અર્થાત્ નિસ્પૃહપણું વેદવું. ઉદ્દીરણા - કર્મને બાંધ્યા પછી, ભાવિમાં ઉદયમાં આવે એવા સત્તાગત કર્મોને વર્તમાનમાં ખેંચી લાવી ભોગવી લેવાં તે ઉરિણા કરી કહેવાય છે. આ કર્મોને તપ, ધ્યાન આદિ વિશેષ પુરુષાર્થથી ખેંચવામાં આવે છે. ઉપશમ - કર્મો શાંત થઈ જવા, ઉદય રહિત કર્મ થવું તે કર્મનો ઉપશમ કહેવાય છે. ખાસ કરીને મોહનીય કર્મની બાબતમાં આમ થાય છે. મોહનીય કર્મના સર્વથા અનુદાય વખતે સત્તામાં રહેલા મોહનીય કર્મને ઉપશમન કહે છે. ઉપશમ સમકિત - જીવ જ્યારે પાંચ મિનિટ કે તેથી વધારે સમય માટે અનંતાનુબંધી ચોકડી અને દર્શનમોહની ત્રિક ઉપશમાવી શકે છે, ત્યારે તે ઉપશમ સમકિત પામ્યો કહેવાય છે. ઉત્સર્પિણી કાળ - જે કાળમાં દુ:ખની હાનિ અને સુખની વૃદ્ધિ થતી જાય તે ઉત્સર્પિણી કાળ ગણાય છે. ઉદ્વર્તન - જીવ કર્મ બાંધે છે ત્યારે તેના પ્રદેશ, અનુભાગ, સ્થિતિ અને પ્રકૃતિ નક્કી થાય છે. તે પછી તેની પ્રવૃત્તિ અને પુરુષાર્થ અનુસાર આ કર્મમાં ફેરફાર થયા કરતો હોય છે. જ્યારે ઉપશમ શ્રેણિ - ઉપશમ કરવું એટલે શાંત કરવું. કર્મને સત્તામાં દબાવી રાખવા અને ઉદયમાં ન આવવા દેવા તે કર્મ ઉપશમ કર્યા કહેવાય. જે જીવ કર્મનાં દળનો પૂર્ણ ક્ષય ન કરતાં, અમુક અંશે દબાવતો આઠમા ગુણસ્થાનથી આગળ વધે છે, તે જીવ ઉપશમ શ્રેણીએ ચઢે છે તેમ કહેવાય. ઉપસર્ગ - અન્ય કોઈ જીવ તરફથી મુનિને ઇરાદાપૂર્વક અપાયેલું દુઃખ તે ઉપસર્ગ છે. ૩૮૫ Page #407 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ઉપાદાન - જીવની પાત્રતા. ઉપાધ્યાયજી - ઉત્તમ આચાર્યના પગલે ચાલી, તેમની પાસેથી સ્વાર કલ્યાણના માર્ગનો ઉત્સાહથી ફેલાવો કરવાની પ્રેરણા લઈ સહુને માર્ગદર્શનરૂપ શિક્ષણ આપનારને ઉપાધ્યાયજી કહેવાય છે. એકેંદ્રિય - માત્ર સ્પર્શેન્દ્રિય ધરાવનાર જીવ એકેંદ્રિય કહેવાય છે. આવા જીવને ચાર પ્રાણ હોય છે: કાર્યબળ, સ્પર્શેન્દ્રિય, આયુષ્ય અને શ્વાસોશ્વાસ. એકત્વભાવના - મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, અને એકલો જવાનો છે, આમ અંત: કરણથી ચિંતવવું તે એકત્વભાવના. ઔદારિક શરીર - ઉદાર એટલે શૂળ, તે પરથી દારિક શબ્દ આવ્યો છે. જે સ્થૂળ પુદ્ગલ પરમાણુનું બનેલું શરીર હોય તે દારિક શરીર કહેવાય છે. અંતર્મુહૂર્ત - આઠ સમયથી વધારે અને ૪૮ મિનિટથી ઓછા કાળને અંતમુહૂર્ત કાળ કહે છે. અંતરકરણ - જીવ અનિવૃત્તિકરણના કાળ પછી, ઉદય આવવા યોગ્ય એવાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કર્મનાં નિષેકોનો અંતરમુહૂર્ત માત્ર અભાવ કરે છે, અને તે પરમાણુને અન્ય સ્થિતિરૂપ પરિણમાવે છે, જેથી તેનો ઉદય થાય નહિ. આ પ્રક્રિયાને અંતરકરણ કહેવામાં આવે છે. અંતરાય - કોઈપણ પ્રકારનું સુખ મેળવવાની ઇચ્છા પૂર્ણ થવામાં નડતા વિનો તે અંતરાય. અંતરાય કર્મ - જે કર્મ આત્માનાં વીર્યબળને - શક્તિને રોકે કે અવરોધે છે તે અંતરાય કર્મ છે. આ કર્મના જોરથી જીવનું વીર્ય નબળું થઈ જાય છે, પુરુષાર્થ કરવાની શક્તિ તેનામાં યોગ્ય રૂપે રહી શકતી નથી. અંતવૃત્તિસ્પર્શ - શ્રી તીર્થંકર પ્રભુનાં સાનિધ્યમાં એક સમય માટે જીવ દેહથી ભિન્નપણાનો અનુભવ કરે છે, એટલે કે એક સમય માટે તે જીવ મિથ્યાત્વના ઉદયને તથા બંધને ટાળે છે. આ એક સમયના સ્વાત્માના એકરૂપપણાના અનુભવને અંતવૃત્તિસ્પર્શ કહેવામાં આવે છે. કર્તાભાવ/કર્તાપણું - જીવના જીવનમાં જે કાંઈ થાય છે તે હું કરું છું કે મારાથી થાય છે એવા ભાવ સહિતના વર્તનને કર્તાભાવ કહે છે. કર્મ - કર્મ એ સૂક્ષ્મ પુદ્ગલ વર્ગણા છે. આવી સૂક્ષ્મ પુદ્ગલ વર્ગણાથી આખો લોક ભરેલો છે. સકર્મ આત્મા અર્થાત્ જીવ જ્યારે ભાવ કે ક્રિયા કરે છે ત્યારે કર્મવર્ગણાનો આત્મા સાથે સંબંધ થઈ જાય છે. આ વર્ગણામાં ઘણી શક્તિ હોવાને કારણે જ્યાં સુધી તેનું ફળ આત્માને આપે નહિ ત્યાં સુધી તે ખરી જતી નથી. કર્મ અનુભાગ/રસ - રસ એટલે જે કર્મ પ્રહણ થયું છે તેનો પરિપાક થતાં તેની તીવ્રતા કે મંદતા કેટલા પ્રમાણમાં હશે તેનું માપ. ફળ આપતી વખતે તે કર્મ આકરાં, સાદાં કે મધ્યમ પરિણામ આપે તે રસબંધ. રસબંધને “અનુભાગ' પણ કહેવામાં આવે છે. કર્મ ઉદય – બાંધેલા કર્મો અમુક કાળ વીત્યા પછી ભોગવવા માટે ઉદયમાં આવે છે. સંસારી સ્થિતિમાં ઉદય બે પ્રકારે અનુભવાય છે - પ્રદેશોદય અને વિપાકોદય. કર્મ પ્રકૃતિ - પ્રકૃત્તિ એટલે સ્વભાવ. પ્રત્યેક ગ્રહણ કરેલા કર્મનો સ્વભાવ કેવી જાતનો થવાનો છે 3८६ Page #408 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ તેનો નિર્ણય બંધ વખતે થાય છે. કોઈ કર્મ જ્ઞાનને કર્મભૂમિ - એવી ભૂમિ કે જ્યાં જીવે કાંઈ પણ પ્રાપ્ત આવરે છે, કોઈ કર્મ તંદુરસ્તી કે રોગ આપે છે, કરવા માટે પોતે પુરુષાર્થ કરવો પડે તે કર્મભૂમિ કોઈ કર્મ ખ્યાતિ કે અપયશ આપે છે, વગેરે. કહેવાય છે. આ પ્રમાણે કર્મની અસરની રીતભાતને કર્મ કરુણાભાવ - દુ:ખી જીવ દુ:ખથી મુક્ત થાય તો પ્રકૃતિ કહેવાય છે. કર્મની મુખ્ય આઠ પ્રકૃતિ છે: સારું એવી ભાવના ભાવવી તે કરુણાભાવ છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય, મોહનીય, કલ્યાણ - જે વડે સંસારથી મુક્તિ થાય, આત્મા આયુષ્ય, નામ, ગોત્ર, વેદનીય. પમાય તે કલ્યાણ. કર્મ પ્રદેશ બંધ- પ્રદેશ એટલે કર્મવર્ગણાનાં દળિયાંનો કલ્યાણક (તીર્થકરના) - શ્રી તીર્થંકર પ્રભુનો આત્મા જથ્થો. આ કર્મ કેટલાં કર્મ પરમાણુનું બનેલું છે, જે સમયે ગર્ભમાં પ્રવેશે છે, જે સમયે ચરમદેહ અને આત્માના કેટલા પ્રદેશો પર છવાયેલું છે તે ધારણ કરે છે, જે સમયે દીક્ષા ગ્રહણ કરે છે, જે પ્રદેશ બંધમાં નક્કી થાય છે. સમયે કેવળજ્ઞાન ઉત્પન્ન કરે છે અને જે સમયે કર્મ વર્ગણા - આ કર્મ વર્ગણાઓ સ્થૂળ પુદ્ગલની નિર્વાણ પ્રાપ્ત કરે છે ત્યારે શ્રી તીર્થંકર પ્રભુની બનેલી છે, અવકાશમાં પથરાયેલી છે. તેને બળવાન નિર્વેરબુદ્ધિના પ્રભાવની જાણકારી અર્થે જીવ પોતાના ભાવથી આકર્ષાને પોતાના દેવો શ્રી પ્રભુના પાંચ કલ્યાણક ઉજવે છે. આત્મા સાથે એકમેક કરી નાખે છે ત્યારે તે કલ્યાણભાવ - સહુને સુખ મળે અને સહુ સંસારથી કર્મ કહેવાય છે. મુક્તિ પામે એ પ્રકારની ભાવના ને કલ્યાણભાવ કહેવાય. કર્મ સત્તા - આત્મા સાથે કામણ વર્ગણા જોડાઈ ન હોય ત્યારે તે વર્ગણા રૂપે ઓળખાય છે. કષાય - કર્યુ એટલે સંસાર અને આય એટલે લાભ. જોડાણના સમયથી તેનું કર્મ એવું નામ શરૂ થાય જે ભાવ કરવાથી જીવનો સંસાર વધતો જાય તે છે. અને જ્યારથી તેનું કર્મ તરીકેનું સ્વરૂપ શરૂ કષાય. કષાય ચાર છે - ક્રોધ, માન, માયા અને થાય છે ત્યારથી જ્યાં સુધી તેની આત્મા સાથેની લોભ. વિદ્યમાનતા રહે છે ત્યાં સુધી તે કર્મની સત્તા કાયોત્સર્ગ - કાયોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ ગણાય છે. કરવો. અર્થાત્ કાયાને હલનચનથી નિવૃત્ત કરી, મંત્રસ્મરણ અથવા લોગસ્સનાં રટણ થકી મનને કર્મ સ્થિતિ - સ્થતિ એટલે બાંધેલું કર્મ કેટલો સ્થિર કરી, આત્માને સ્વરૂપમાં રમમાણ કરવો. કાળ ઉદયમાં રહેશે, તે ક્યારે ફળ આપવાનું શરૂ કરશે, અને કેટલા કાળ માટે ફળ આપશે કાળ - સર્વ દ્રવ્યમાં થતા પરિવર્તનની નોંધણી જેના એ વિશે ‘કર્મ સ્થિતિ' વિભાગમાં નક્કી થાય કારણે થઈ શકે છે, એટલે કે જીવ તથા પુગલની છે. આ સમયગાળો અંતમુહૂર્તથી શરૂ કરી પર્યાય બતાવે છે તે કાળ દ્રવ્ય છે. ઉત્કૃષ્ટપણે ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમ સુધીની કેવળજ્ઞાન - ત્રણે લોકનું, ત્રણે કાળનું, પ્રત્યેક તરતમતાવાળો સંભવે છે. પદાર્થનું સર્વ પ્રકારનું સમય સમયનું જ્ઞાન તે ૩૮૭ Page #409 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ કેવળજ્ઞાન. પ્રત્યેક કેવળજ્ઞાનીને એક પ્રદેશ, એક પરમાણુ અને એક સમયનું જ્ઞાન પ્રવર્તે છે. ચારે ઘાતી કર્મોનો પૂર્ણ નાશ થાય ત્યારે જ આ જ્ઞાન પ્રગટે છે. કેવળદર્શન-ત્રણે લોકનું, ત્રણે કાળનું, પ્રત્યેક પદાર્થનું સમય સમયનું જોવાપણું તે કેવળદર્શન. કેવળીગમ્ય પ્રદેશ - કેવળીગમ્ય પ્રદેશ એટલે કેવળીપ્રભુ જેવા શુદ્ધ પ્રદેશો જેમાં માત્ર શુભ અઘાતી કર્મો જ હોય છે, એક પણ ઘાતી કર્મ કે અશુભ અઘાતી કર્મનું પરમાણુ તેના પર ચીટકી શકતું નથી. આવા આઠ પ્રદેશ થાય છે. કેવળીપર્યાય - કેવળજ્ઞાન સહિતની અવસ્થા. કેવળીપ્રભુ - જેમણે સર્વ જીવ માટે કલ્યાણના ભાવ ન કરતાં, અમુક જીવો માટે જ કલ્યાણભાવ વેદી, કેવળજ્ઞાન લીધું છે તે કેવળીપ્રભુ. કેવળીપ્રભુ છદ્મસ્થ અવસ્થામાં પંચપરમેષ્ટિની પદવી સ્પર્શતા નથી પણ સિદ્ધ થયા પછી પંચપરમેષ્ટિના બીજા પદ(સિધ્ધપદ)માં સ્થાન પામે છે. ક્રોડાકોડી સાગરોપમ - એક કરોડ X એક કરોડ = ક્રોડાક્રોડી સાગરોપમ એટલે એક જોજન વ્યાસવાળો અને એક જોજન ઊંડો ખાડો ખોદવામાં આવે, અને તે ખાડો તાજા જન્મેલાં ઘેટાંના બચ્ચાનાં સૂક્ષ્મવાળથી ખીચોખીચ ભરવામાં આવે, તે પછી પ્રત્યેક સો વરસે એક વાળ કાઢતા રહેવાથી એ ખાડો સંપૂર્ણ ખાલી થઈ જાય ત્યારે તેમાં જે સમય જાય તેને પલ્યોપમ કાળ કહે છે. અસંખ્ય પલ્યોપમ વીતવાથી એક સાગરોપમ થાય છે. ક્રોધ કષાય - ક્રોધ એટલે અન્ય પદાર્થ કે જીવ પ્રતિ જે અણગમાની લાગણી થાય છે, તેનું વેદન કરવું, તે લાગણી પ્રગટ કરવી, અણગમતી વસ્તુ ન હોય તો સારું એવા ભાવમાં વર્તવું. આ લાગણીમાં આવેશ, તિરસ્કાર, અપમાન આદિ સમાવેશ પામી ક્રોધની લાગણીને તીવ્ર કરે છે. ગણધરજી - ગણ એટલે શિષ્ય સમૂહ. ગણના ધરનારને ગણધર કહે છે. ગણધર એટલે તીર્થકર ભગવાનના મૂળ શિષ્ય. તેમની અવસ્થા આચાર્યોમાં ઉત્તમ ગણાય છે. તેઓ યથાર્થતાએ પ્રભુનો બોધ અવધારી ઉત્તમ આજ્ઞાપાલન સાથે મોક્ષમાર્ગ આરાધે છે, તે બોધનો અને માર્ગનો ફેલાવો અન્ય ભવ્ય જીવો સમક્ષ કરે છે અને મુમુક્ષુઓને સાથ આપી મોક્ષમાર્ગમાં આગળ વધારે છે. ગુણસ્થાન ગુણસ્થાનક - ગુણસ્થાન એટલે ગુણોના સમૂહને રહેવાની જગ્યા. જેટલા પ્રમાણમાં ગુણો ખીલ્યા હોય તેટલી વિશુદ્ધિ દર્શાવવા, આત્માના પૂર્ણ અજ્ઞાનતાથી શરૂ કરી, પૂર્ણ વિશુદ્ધિ સુધીના ચૌદ વિભાગ શ્રી વીતરાગ ભગવાને જણાવ્યા છે. અને તે પ્રત્યેક વિભાગને ગુણસ્થાન એવી સંજ્ઞા આપી છે. આત્મામાં જેટલા વધારે ગુણોની ખીલવણી થાય તેટલા ઊંચા ગુણસ્થાને તે રહ્યો કહેવાય. મોહનીય કર્મની તરતમતાને આધારે જીવમાં ગુણોની ખીલવણી થાય છે, તેથી જેટલા પ્રમાણમાં મોહનીય કર્મનો ક્ષયોપશમ વધારે તેટલું ઉચ્ચ ગુણસ્થાન તેને પ્રાપ્ત થાય. ગુણશ્રેણિ - પ્રત્યેક સમયે આત્માનાં ગુણો વધતા જાય, આ વિકાસ જ્યાં સુધી અટકે નહિ ત્યાં સુધી ગુણશ્રેણિ કહેવાય છે. ગુપ્તિ - ગુપ્તિ એટલે મન, વચન અને કાયાનાં યોગનો વિરોધ કરવો કે જેથી અલ્પાતિઅલ્પ કર્મબંધ થાય અને બળવાન નિર્જરા થાય. ગુપ્તિ ૩૮૮ Page #410 -------------------------------------------------------------------------- ________________ ત્રણ છેઃ મનોગુપ્તિ(આતરૌદ્ર ધ્યાન ધ્યાવવું નહિ), વચનગુપ્તિ (નિરવદ્ય વચન પણ કારણ વગર બોલવું નહિ), અને કાયગુપ્તિ(જરૂર વગર શરીર હલાવું નહિ). ગોત્ર કર્મ - જે કર્મના ઉદયથી જીવ રાજકુળમાં, શ્રેષ્ઠી કુળમાં, વૈભવી કુળમાં ઉત્પન્ન થાય તે ઉચ્ચ ગોત્રકર્મ અને જે કર્મના ઉદયથી જીવ હલકા ભિક્ષુક કુળમાં, અસુવિધાવાળા કુળમાં જન્મે તે નીચગોત્રકર્મ. ઉચ્ચગોત્રમાં જીવનની ઘણી સુવિધાઓ અને વિશિષ્ઠ લાભો મળે છે. ઘાતીકર્મ - જે કર્મ આત્માના મૂળભૂત ગુણનો ઘાત કરે છે, વિકળ કરે છે તે ઘાતી કર્મ કહેવાય છે. ઘાતી કર્મ ચાર છે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. ચતુર્વિધ સંધ શ્રી અરિહંત ભગવાન સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારના બનેલા સંઘની સ્થાપના કરે છે. તે સંઘ ચતુર્વિધ સંઘ કહેવાય છે. - - - ચરમાવર્ત જીવનું છેલ્લું આવર્તન ચરમાવર્ત કહેવાય છે. જીવ એકેંદ્રિયથી સંજ્ઞીપંચેન્દ્રિય થઈ, આત્મવિકાસ સાધી કેવળજ્ઞાન મેળવી સિદ્ધ થાય, તે છેલ્લી વખતનો વિકાસકાળ ચરમાવર્ત કહેવાય છે. ચક્ષુદર્શન – આંખની મારફત વસ્તુનું દર્શન થવું તેને ચક્ષુદર્શન કહેવામાં આવે છે. ચારિત્ર - આત્માનું મૂળ લક્ષણ એ સ્વરૂપમાં સ્થિર રહેવું તે છે, પોતાના સ્વરૂપમાં સ્થિરતા કે લીનતા માણવી એ આત્મ ચારિત્ર કહેવાય છે. ચારિત્રમોહ - આત્માને તેના સ્વરૂપાનુભવથી ચ્યુત કરાવે અથવા તો આત્મસ્વરૂપમાં સ્થિર ન થવા ૩૮૯ પરિશિષ્ટ ૧ દે તે ચારિત્રમોહ. ચારિત્રમોહમાં મુખ્ય ચાર કષાય ક્રોધ, માન, માયા, લોભ છે. તે પ્રત્યેકનાં ચાર પ્રકાર અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન ગણતાં સોળ ભાગ થાય. તેમાં નવ નોકષાય ભળી પચીસ પ્રકાર થાય છે. ચોથું અવિરિત સમ્યક્દષ્ટિ ગુણસ્થાન દેહ, ઇન્દ્રિય આદિ સર્વ પરપદાર્થોથી આત્માની સ્પષ્ટ ભિન્નતાની અનુભૂતિને શ્રી ભગવાને સમ્યક્દર્શન કહ્યું છે. જીવ ચોથા ગુણસ્થાને સમ્યક્દર્શન પામીને આત્માનાં અનંત ગુણોમાના પ્રત્યેક ગુણનો આંશિક અનુભવ કરે છે (સર્વગુણાંશ તે સમ્યક્ત્વ). આ ગુણસ્થાને ત્યાગ ન હોવાથી અવિરતિ ગુણસ્થાન કહેવાય છે. - ચોરી - જે વસ્તુ પોતાની નથી, તે કોઇના દીધા વિના ગ્રહણ કરવી, અથવા તો પોતાને જોઇતી ચીજ તેના માલિકને પૂછયા વિના લઈ લેવી, તે ચોરી. સ્થૂળ પૌદ્ગલિક વસ્તુ, માલિકની જાણબહાર ઉઠાવી જવી તે સ્થૂળ ચોરી, અને સૂક્ષ્મ ચોરી તે નાના પ્રકારનાં કર્તવ્યોમાં ઉપયોગ સહિતે કે ઉપયોગ રહિતે ચૂક કરતા જવી. ચૌદમું અયોગી કેવળી ગુણસ્થાન - શ્રી કેવળી પ્રભુને આયુષ્યનો છેલ્લો અંતર્મુહૂર્ત કાળ બાકી રહે ત્યારે બીજા ત્રણ અઘાતી-કર્મો નામ, ગોત્ર અને શાતા વેદનીયને એકસાથે ભોગવી લેવા આત્મા મન, વચન અને કાયાના યોગને રૂંધી નાખે છે. મન, વચન તથા કાયાના યોગ આ છેલ્લા અને ચૌદમા ગુણસ્થાને રુંધાતા હોવાથી આ અયોગી કેવળી ગુણસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાનના છેલ્લા સમયે આત્મા દેહવિસર્જન કરી માત્ર એક જ સમયમાં સિદ્ધભૂમિમાં પહોંચી ત્યાં સ્થિર થઈ Page #411 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ જાય છે. તે જગ્યાએ અનંતકાળ સુધી અડોલ જીવ - જ્યાં સુધી આત્મા કર્મ સહિત હોય ત્યાં સુધી અને અકંપ સ્થિતિમાં આત્મા અનંતજ્ઞાન તથા તે જીવ કહેવાય છે. અનંતદર્શન સહિત વસે છે. જુગુપ્સા નોકષાય - દુર્ગધી પદાર્થો પ્રત્યે નાક ચૌરેંદ્રિય - સ્પર્શ, રસ, ઘાણ અને ચક્ષુ એ ચાર મચકોડવું, કોઈ વિકૃત પદાર્થો જોઈ ચિતરી ઇન્દ્રિય પામનાર જીવ ચૌરેંદ્રિય કહેવાય છે. ચડાવવી વગેરે જુગુપ્સાના પ્રકાર છે. આવા જીવને આઠ પ્રાણ હોય છે: કાયબળ, તપ - સંસારની શારીરિક, માનસિક, આર્થિક વચનબળ, સ્પર્શેન્દ્રિય, રસઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, આદિ સર્વભૌતિક સુખોની ઇચ્છાનો ત્યાગ કરી, ચક્ષુઇન્દ્રિય, આયુષ્ય અને શ્વાસોશ્વાસ. કર્મની નિર્જરા કરવામાં એકાગ્ર થવું એ તપ છે. ચોવિહાર - ચૌવિહાર એટલે અન્ન, જળ, મુખવાસ તપ બાર પ્રકારે છે, છ બાહ્યત૫ (અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસ પરિત્યાગ, કાયક્લેશ, આદિ ચારે પ્રકારના આહારનો અમુક સમય સલીનતા) અને છ આંતરતપ(પ્રાયશ્ચિત્ત, વિનય, માટે ત્યાગ કરવો. વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન, કાયોત્સર્ગ) છે. છઠું સર્વવિરતિ સમ્યદૃષ્ટિ ગુણસ્થાન - પાંચમા તિર્યંચ - તિર્યંચગતિનાં જીવ તિર્યંચ તરીકે ઓળખાય ગુણસ્થાને શરૂ થયેલો મન, વચન તથા કાયાનો છે. તિર્યંચના પાંચ પ્રકાર છે. એકેંદ્રિય, બેઇન્દ્રિય, સંયમ પ્રગટપણે વ્યવસ્થિત વિકાસ સાધી ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિય. પૂર્ણતાએ પહોંચે ત્યારે છઠ્ઠ ગુણસ્થાન આવે છે. પંચેન્દ્રિયમાં અસંજ્ઞી અને સંજ્ઞી. સંજ્ઞી પંચેન્દ્રિય તે વખતે અંતરંગથી સ્વચ્છંદનો રોધ થઈ મન, જળચર, સ્થળચર અને ખેચર એમ ત્રણ પ્રકારમાં વચન તથા કાયા પ્રભુને સોંપાય છે. પ્રભુની વહેંચાય છે. પશુ, પંખી, આદિ તિર્યંચ કહેવાય. આજ્ઞા અનુસાર ચાલવાનો નિયમ જીવ ભાવથી તીર્થકર ભગવાન - સહુનાં કલ્યાણ અર્થે સાધુ, સ્વીકારે છે. અને સંસાર ભોગવવાની વૃત્તિ ક્ષીણ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની થાય છે ત્યારે છઠ્ઠ ગુણસ્થાન પ્રગટે છે. સ્થાપના કરી તીર્થ - કલ્યાણ પ્રવર્તાવે છે તે છદ્મસ્થ - કેવળજ્ઞાન લીધા પહેલાંની જીવની સ્થિતિ તીર્થકર ભગવાન કહેવાય છે. તેઓ ૐ ધ્વનિથી તે છદ્મસ્થ અવસ્થા. દેશના આપે છે, અને ૩૪ અતિશય સહિત બિરાજમાન હોય છે. છ પદ (આત્માનાં) - જીવને સમકિત અને તે પછીની અવસ્થાઓની પ્રાપ્તિ થવા માટે તેઈદ્રિય - સ્પર્શ, રસ અને ઘાણ એ ત્રણ ઇન્દ્રિય આત્માનાં છ પદનું યથાર્થ શ્રદ્ધાન થવું જોઈએ મેળવનાર જીવ તેઇન્દ્રિય તરીકે ઓળખાય છે. એમ શ્રી તીર્થકર ભગવાને બોધ્યું છે. આ છ પદ આવા જીવને સાત પ્રાણ હોય છે: કાયબળ, છે – ૧. આત્મા છે (અસ્તિત્વ). ૨. આત્મા નિત્ય વચનબળ, સ્પર્શેન્દ્રિય, રસઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, છે (નિત્યત્વ). ૩. આત્મા કર્તા છે (કર્તુત્વ). આયુષ્ય અને શ્વાસોશ્વાસ. ૪. આત્મા ભોક્તા છે (ભોકતૃત્વ). ૫. મોક્ષ છે. તેઉકાય - અગ્નિ જે જીવોનું શરીર છે તે તેઉકાય ૬. મોક્ષનો ઉપાય છે. જીવ. તે એકેંદ્રિય છે. ૩૯) Page #412 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ તેરમું સયોગી કેવળી ગુણસ્થાન - આ ગુણસ્થાને ચાર ઘાતી કર્મો – મોહનીય, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો ક્ષય થઈ સર્વજ્ઞપણું પ્રગટે છે. કેવળજ્ઞાન લીધા પછી જેમને મન, વચન અને કાયાના યોગ પ્રવર્તે છે તે સયોગી કેવળી અને એ દશા તે સયોગી કેવળી ગુણસ્થાન. ત્યાગ ગુણ | ત્યાગભાવ – આત્માના અનુભવને અવરોધ કરનાર પદાર્થને છોડતા જવા તે ત્યાગ. ભાવ એ સૂક્ષ્મ દયા છે, અને હિંસાદિ પ્રવૃત્તિનો ત્યાગ એ સ્થૂળ દયા છે. દશમું સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન - કષાયોમાં સહુથી સૂક્ષ્મ પ્રકાર તે સંજ્વલન છે. શ્રેણિના આ ગુણસ્થાને બધા બાદર – ધૂળ કષાયોનો નાશ કરવા જીવ ભાગ્યશાળી થાય છે, અને તેના સૂક્ષ્મ સંજ્વલન કષાયો પણ નાશ પામતા જાય છે. આ પ્રકારે આ ગુણસ્થાને શ્રેણિમાં સૂક્ષ્મમાં સૂમ કષાય પણ હણાતા હોવાથી તેને સૂમ સંપરાય (કષાય) ગુણસ્થાન કહે છે. દર્શન - પ્રત્યેક પદાર્થની પાંચ ઇન્દ્રિય કે મનથી. પહેલા સમયની સામાન્ય જાણકારી આત્મા ગ્રહણ કરે છે તેને દર્શન કહેવાય છે. ત્રસકાય - જે જીવ પોતાના શરીરને હલાવી ચલાવી શકે તે ત્રસકાય જીવ કહેવાય છે. બેથી પાંચ ઇન્દ્રિયવાળા જીવો ત્રસકાય છે. એકેંદ્રિય સ્થાવરકાય છે. ત્રસનાડી – લોકનો મધ્યનો ઊભો પટ્ટો ત્રસ નાડી દર્શનમોહ - જે કર્મ આત્માનાં અસ્તિત્વ, નિત્યત્વ કહેવાય છે, કેમકે સમસ્ત ત્રસકાય જીવો, આ આદિ શ્રદ્ધાનને આવરી જીવને પોતાના સ્વરૂપનું ત્રસ નાડીમાં વસે છે. ત્રસ નાડીની બહારના યથાર્થ ભાન થવા ન દે તે દર્શનમોહ કહેવાય છે. લોકના ભાગમાં માત્ર સૂમ એકેંદ્રિય જ તેની ત્રણ પ્રકૃતિ છેઃ મિથ્યાત્વ મોહનીય, મિશ્ર વસે છે. મોહનીય અને સભ્યત્વ મોહનીય. ત્રીજું મિશ્ર ગુણસ્થાન - પહેલા (મિથ્યાત્વ) દર્શનાવરણ કર્મ - પાંચ ઇન્દ્રિય અને છઠું મન ગુણસ્થાનમાંથી નીકળી સમ્યક્દર્શન પામતાં એમાંના કોઈ એક કે અનેક સાધનોથી થતું પહેલાં મોનમંથન વાળી ભૂમિકા જીવને પ્રાપ્ત પદાર્થનું પ્રથમ સમયનું સામાન્ય જાણપણું ને થાય છે. ત્યારે જીવને “આત્મા નથી જ' અથવા દર્શન કહેવાય છે. જે કર્મ આત્માના દર્શનગુણ આત્મા છે જ' એવી સ્પષ્ટતા થતી નથી, આવી પર છવાઈ જઈ દર્શનને પ્રગટવા દેતું નથી તેને દ્વિધાવાળી સ્થિતિ તે ત્રીજું મિશ્ર ગુણસ્થાન છે. દર્શનાવરણ કર્મ કહેવાય છે. તેનો કાળ અંતમુહૂર્તનો છે. દેવ - દેવગતિમાં જીવ દેવ તરીકે ઓળખાય છે. દયા - ‘દયા’ એટલે અનુકંપા, દુ:ખથી છૂટે એવી દેવલોક - દેવો જ્યાં રહે તે જગ્યા ને દેવલોક લાગણી. સંસારનાં પરિભ્રમણથી પોતાના જીવને છોડાવવાની ભાવના એટલે સ્વદયા. બીજાનું કહેવાય છે. ભલું થાય, બીજાઓ દુ:ખથી મુક્ત થાય એવી દેશવ્રત - નાનાં વ્રતોને દેશવ્રત કહે છે. પૂર્ણ નહિ ભાવના તે પરદયા. જીવને સંસારથી છોડાવવાના પણ અમુક અંશે પળાતું વ્રત દેશવ્રત કહેવાય. ૩૯૧ Page #413 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ દેહાત્મબુદ્ધિ - દેહમાં આત્મબુદ્ધિ કરવી, અર્થાત્ દેહ નપુંસકવેદ નોકષાય - આ વેદના ઉદયથી જીવને તે હું છું એવા ભાવમાં રહેવું તે દેહાત્મબુદ્ધિ છે. સ્ત્રી તથા પુરુષ બંનેને ભોગવવાની ઇચ્છા દ્રવ્ય - દ્રવ્ય એટલે પદાર્થ કે વસ્તુ. સમગ્ર લોક(વિશ્વ) સતત રહ્યા કરે. માત્ર છ પ્રકારનાં દ્રવ્ય ધરાવે છે. તે છે – જીવ, નરક - નરક સાત છે, અને તે લોકના નીચેના પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ ભાગમાં આવેલ છે. ત્યાં ઉત્કૃષ્ટ આય તેંત્રીસ અને કાળ. સાગરોપમનું અને જઘન્ય આયુ દશ હજાર વર્ષનું દ્રવ્યાનુયોગ - જે શાસ્ત્રમાં મુખ્યરૂપે જીવાદિ છ છે. આ ગતિમાં જીવને ઘણું ઘણું દુઃખ ભોગવવું દ્રવ્યની સમજણ હોય તે. પડે છે. દ્વેષ - દ્વેષ એ ક્રોધ અને માનનાં સંયોજનથી ઉત્પન નવ તત્ત્વ - આત્માની જાણકારી મેળવવા માટે થાય છે. દ્વેષ એટલે કોઈ જીવ કે પદાર્થ માટેનું શ્રી તીર્થકર ભગવાને નવ તત્ત્વ કહ્યાં છે. આ નવ અશુભ ચિંતવન. પોતાની ધારી ઇચ્છા પાર તત્ત્વ છે - જીવ, અજીવ, પાપ, પુણ્ય, આશ્રવ, પડે નહિ ત્યારે તેના માનભાવનો ભંગ થાય સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. છે, અને તેમાં નિમિત્તરૂપ બનનાર પદાર્થ માટે નવમું અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાન - જીવને અણગમાના અશુભ ભાવો અર્થાત્ વૈષ સંપરાય એટલે કષાય. અને બાદર એટલે સ્થૂળ વેદાય છે. અથવા મોટા. જે કષાયોનો પૂર્ણ નાશ કરવાનો ધર્મદુર્લભ ભાવના - ધર્મના ઉપદેશક તથા શુધ્ધ પુરુષાર્થ જીવે આઠમાં ગુણસ્થાને ઉપાડયો હતો, શાસ્ત્રના બોધક એવા ગુરુ મળવા અને તેમના તેમાં ઘણી સફળતા મળી હોવા છતાં પૂર્ણતાની વચનોનું શ્રવણ મળવું દુર્લભ છે એમ ચિંતવવું તે પ્રાપ્તિ થઈ નથી, અને તે પ્રાપ્તિ માટે આગળ ધર્મદુર્લભ ભાવના. વધવાનું છે તે સૂચવવા આ ગુણસ્થાનને અનિવૃત્તિ બાદર સંપરાય” ગુણસ્થાન તરીકે ધર્મધ્યાન - ધર્મધ્યાન કરવું એટલે દેહ, ઇન્દ્રિય, ઓળખાવ્યું છે. ભોગોપભોગની સામગ્રીથી અલગ થઈ, સ્વરૂપમાં લીન થવું અર્થાત્ આત્માનો અનુભવ નામ કર્મ - ચિતારો ચિત્ર ચિતરે, તેમાં વિવિધ કરવામાં એકાગ્ર થવું. તે વખતે તેનામાં રંગ પૂરે, તેમ પ્રાણીને પ્રાણ ધરાવી નવા અવ્યક્ત એવા શુભ વિચારો ચાલતા હોય છે. નવા આકારો, નામ, રૂપ અપાવે, ચિત્રવિચિત્ર જીવને ચોથાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી ધર્મધ્યાન સ્વર આપે, યશ અપયશ અપાવે વગેરે રૂપે સંભવે છે. અનેક બાહ્ય રૂપ ધારણ કરાવે તે નામકર્મ કહેવાય છે. ધર્માસ્તિકાય – જીવ તથા પુગલને ગતિ કરવામાં સહાય કરનાર ધર્માસ્તિકાય દ્રવ્ય છે. નારકી - નરક ગતિનો જીવ નારકી કહેવાય છે. ધુવબંધી - જે કર્મ પ્રકૃતિ જીવને સતત બંધાયા કરે નોકષાય - ચારિત્રમોહની સોળ પ્રકૃત્તિને સહાય તે ધુવબંધી પ્રકૃતિ કહેવાય. કરનાર, ઉદ્દીપ્ત કરનાર નવ નોકષાય છે. ૩૯૨ Page #414 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ નોકષાયની મદદથી મૂળ કષાય ઉગ્ન થાય છે. નિમિત્ત - જેના કારણે જીવને ભાવાભાવ થાય તે. આ કષાયો તે હાસ્ય, રતિ, અરતિ, ભય, નિર્વાણ - વાણ એટલે શરીર. નિર્વાણ એટલે શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને અશરીર. જીવ અનાદિકાળથી ચતુર્ગતિરૂપ નપુંસકવેદ છે. સંસારમાં અટવાયા કરતો હતો, તેમાંથી શુદ્ધ થઈ નિકાચીત - જીવ જ્યારે એકનો એક ભાવ અનેકવાર આ પરિભ્રમણથી છૂટી જાય છે – મુક્ત થાય છે કરી કર્મને એવું ઘટ્ટ અને ચીકણું બનાવે છે કે ત્યારે તેને સંસારમાં રખડવાપણું રહેતું નથી અને તેમાં ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ આદિ કંઈ આત્મા મુક્ત થાય છે, એટલે કે તે નિર્વાણ પામે પણ સામાન્ય રીતે થઈ શકે નહિ. તે નિકાચીત છે અને સિદ્ધભૂમિમાં ગમન કરે છે. કર્મ કહેવાય છે. આ કર્મના વિપાકને તે કર્મ જે નિર્વિકલ્પતા - વિકલ્પ એટલે અનિશ્ચિત વિચાર. પ્રકારે બાંધ્યું હોય તે પ્રકારે ભોગવવો પડે છે. આ કે તે' એવા ઠંદ્રભાવ વગરની સ્થિતિ એ શુભ અથવા અશુભ બંને પ્રકારનાં કર્મ નિકાચીત નિર્વકલ્પતા કહેવાય. હોઈ શકે છે. નિર્વિચારપણું - સૂક્ષ્માતિસૂમ વિચાર વગરની નિગ્રહ કરવો - તત્ સંબંધી રાગદ્વેષથી છૂટવું. સ્થિતિ. આ સ્થિતિ કેવળ પ્રભુને હોય છે. નિગ્રંથ - ગ્રંથિ એટલે ગાંઠ. નિર્ગથ એટલે ગાંઠ નિર્વેદ - સંસારના પરિભ્રમણનો અંત લાવવાની વગરનું. જેની કર્મની ગાંઠ નીકળી ગઈ છે તે ઇચ્છાને કારણે સંસાર ભોગવવાની ઇચ્છા મંદ નિર્ગથ મુનિ. થવી, તેને નિર્વેદ કહે છે. નિર્જરા - પૂર્વે ગ્રહણ કરેલા સર્વ કર્મો આત્માના નિશ્ચયથી વ્યવહાર સમકિત - જીવે અનુભવેલી એક પ્રદેશ પરથી ખપાવવાની પ્રવૃત્તિ તે નિર્જરા. સમય માટેની દેહથી ભિન્નતા (અંતવૃત્તિસ્પર્શ), નિર્જરા બે પ્રકારે છે: અકામ ને સકામ. શ્રી તીર્થકર પ્રભુની સહાયથી જ્યારે આઠ સમય સુધી વિસ્તૃત થાય છે, ત્યારે તે જીવ ‘નિશ્ચયથી નિર્જરાભાવના - જ્ઞાન અને તપ સહિત ક્રિયા વ્યવહાર સમકિત’ પામ્યો ગણાય છે. કરવાથી પૂર્વે બાંધેલા કર્મો જલદીથી ખરે છે તેમ ચિંતવવું તે નિર્જરાભાવના. નિશ્ચયનય - આત્માની શુદ્ધ સ્થિતિની અપેક્ષા. નિસ્પૃહતા - સ્પૃહા એટલે ઇચ્છા. નિસ્પૃહતા એટલે નિત્યનિગોદ - લોકના સહુથી નીચેના ભાગમાં ઇચ્છારહિતપણું. નિત્યનિગોદ છે જ્યાં સાધારણ કાયમાં જીવી રહ્યા છે, અને તેઓ કદિ ક્યારે પણ બહાર નીકળ્યા પર્યાપ્તિ - પર્યાપ્તિ એટલે પૂર્ણતા. ઇન્દ્રિયો નથી. એક કાયમાં અનંત જીવો રહી, સાથે પૂર્ણ બંધાય ત્યારે તે સંબંધી જીવની પર્યાપ્તિ ઉપજે, મરે, આહાર કરે ઇત્યાદિ સરખાપણું કહેવાય છે. હોય તે સાધારણકાય જીવો છે. એક વખત આ પરમાણુ – પુદ્ગલ એ છ દ્રવ્યમાંનું એક છે. તેનાં નિગોદમાંથી જીવ બહાર નીકળે ત્યાર પછી નાનામાં નાના અવિભાજ્ય અંગને પરમાણુ ક્યારેય એ જીવ આ નિગોદમાં જતો નથી. ૩૯૩ Page #415 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પરમાર્થ અંતરાય - આત્માનાં મૂળભૂત જ્ઞાન, છે. અને પરિણામે પોતાના લગભગ બધા જ દર્શન તથા ચારિત્રને ખીલવા ન દે તે પરમાર્થ ગુણો આવરિત કરી નાખે છે. અંતરાય. પાપ (તત્ત્વ) - જે કર્મનાં પરમાણુઓ ભોગવટો પરમાવધિ - જીવ જ્યારે શુક્લધ્યાનમાં પોતાની કરતી વખતે જીવને અશાતારૂપ નીવડે છે તે અસંખ્ય સમયની જાણકારી ઘટાડી ને ખૂબ નાની પરમાણુઓ ગ્રહણ કરવા તે પાપ બતાવે છે. કરે છે જેથી શ્રેણિમાં કર્મક્ષય કરવામાં સહાયતા એટલે કે જે પ્રકારના ભાવ કરવાથી અશાતાનો રહે તેને પરમાવધિ કહે છે. ઉદય વેદવો પડે, તે પ્રકારના ભાવ તથા કાર્ય પાપ તત્ત્વ સૂચવે છે. પરમેષ્ટિ - જીવ સમસ્તના કલ્યાણ કરવાના ભાવ ઉત્તમતાએ ભાવે તે પરમેષ્ટિ (પરમ ઇષ્ટ) પાપસ્થાનક - પાપસ્થાનક એટલે એવા પ્રકારની કહેવાય છે. અશુભ કષાયી પ્રવૃત્તિ કે જેના ફળરૂપે ઘાતકર્મો બળવાનપણે બંધાય છે, તે પ્રવૃત્તિ પરિગ્રહ - સંસારના પદાર્થોને ગ્રહણ કરવા તે જીવને શાતાના સ્થાનકોથી વિમુખ કરે છે અને પરિગ્રહ અને તેનો ભોગવટો કરવામાં મમત્વ અશાતાના ઉદયમાં સતત રહેવા માટે મજબૂર કરવું તે પરિગ્રહબુદ્ધિ. કરે છે. પાપસ્થાનક અઢાર છે : હિંસા, મૃષા, પરિભ્રમણ - સંસારની ચારે ગતિમાં જન્મવું અને ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, મરવું તે પરિભ્રમણ. લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, પરપરિવાદ, રતિ-અરતિ, માયામૃષાવાદ, અને પરિષહ - કર્મ ખપાવવા તથા માર્ગથી સ્મૃત ન થવા મિથ્યાદર્શનશલ્ય. માટે જે કંઈ સહન કરવું પડે તે પરિષહ કહેવાય છે. ઉદા. સુધા, તૃષા, શીત, ઉષ્ણ, રોગ વગેરે. પાપાનુબંધી - પાપનો અનુબંધ (બંધન) કરાવે તેવી પ્રવૃત્તિ. પશ્ચાત્તાપ - જે ભૂલો ભૂતકાળમાં થઈ છે તે બાબતનું દુઃખ જીવે અંતરંગમાં વેદવું તે પશ્ચાત્તાપ. પાંચમું દેશવિરતિ સમ્યક્દષ્ટિ ગુણસ્થાન - ‘દેશ' એટલે પૂર્ણનો અમુક વિભાગ અને વિરતિ પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક – મિથ્યા એટલે ખોટું. એટલે રતિથી (આસક્તિથી) વિરમવું – છૂટવું. ખોટાને રહેવાના સ્થાનને મિથ્યાત્વ ગુણસ્થાન ‘દેશવિરતિ' એટલે અમુક પ્રમાણમાં સંસારી કહે છે, આ ગુણસ્થાને જીવને જગતમાં પ્રવર્તતી પદાર્થોની આસક્તિનો ત્યાગ. સમ્યક્દર્શન સત્ય બાબતો વિપરીત રૂપે જણાય છે, અને સહિત દ્રવ્યથી ભાવપૂર્વક આરાધેલા વ્રતનિયમો અસત્યનો સત્યરૂપે સ્વીકાર થાય છે. તે જીવ દેહાદિ પુદગલ પદાર્થોમાં ગાઢપણે સ્વપણાની પાંચમું ગુણસ્થાન દર્શાવે છે. લાગણી વેદે છે, અને જે પોતાનું છે તેને પરપણે પુણ્ય (તત્ત્વ) - જે કર્મનાં પરમાણુઓ ભોગવટો કરતી અનુભવે છે. આવી આવી અનેક રીતે જીવ ઘણી વખતે શાતા આપનાર નીવડે, તેવા પરમાણુઓ ઘણી મિથ્થામાન્યતાઓ બળવાનપણે સ્વીકારી લે ગ્રહવા તે પુણ્ય. એટલે કે જે પ્રકારના ભાવ ૩૯૪ Page #416 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ કરવાથી શાતાનો ઉદય વેદવો પડે, તે પ્રકારના દુંદુભિ ૩.અશોકવૃક્ષ ૪.સિંહાસન પ.ભામંડળ ભાવ તથા કાર્ય પુણ્ય તત્ત્વ સૂચવે છે. ૬. ત્રણ છત્ર ૭. ચામર ૮. દિવ્યધ્વનિ. પુણ્યાનુબંધી - પુણ્યનો અનુબંધ (બંધન) કરાવે પ્રદેશ (આત્મ) - આત્માનાં અસંખ્ય પ્રદેશ છે, તેનો તેવી પ્રવૃત્તિ. નાનામાં નાનો ભાગ એટલે એક પ્રદેશ. પુદ્ગલ - જે વર્ણ(રૂપ), રસ, ગંધ અને સ્પર્શ એ પ્રદેશોદય - જે કર્મો જીવ આત્મપ્રદેશે ભોગવે છે. ચાર ગુણોથી યુક્ત છે તે પુદ્ગલ. પણ યોગમાં જોડાતો નથી, તેવા કર્મો કે જે નવાં પુરુષવેદ નોકષાય - આ વેદના ઉદયથી સ્ત્રીસેવનની કર્મ બાંધ્યા વિના ભોગવાઈને ખરી જાય તે કર્મો ઇચ્છા થાય, વિષય સેવન કરે, મનમાં સ્ત્રીને પ્રદેશોદયથી ભોગવ્યાં કહેવાય છે. ભોગવવાના વિચારો આકાર પામે, વગેરે પ્રમાદ – પ્રમાદનો અર્થ આત્મવિસ્મરણ, આત્માને પુરુષવેદ છે. લાભ કરનાર કુશળ કાર્યમાં આદરનો પંચ પરમેષ્ટિ - અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અભાવ તથા કર્તવ્ય - અકર્તવ્યના ભાનમાં અને સાધુસાધ્વી આ પાંચ ભગવંત પરમ ઇષ્ટ અસાવધાની છે. એટલે કલ્યાણ કરનાર હોવાથી પંચપરમેષ્ટિ પ્રાણ - જીવન જીવવા માટે દશ પ્રાણનો આધાર કહેવાય છે. જીવ સમસ્ત માટેના કલ્યાણભાવ વેદતાં હોય છે તે જીવો જ પંચપરમેષ્ટિ પદમાં મળે છે. પ્રાણના સંયોગથી જીવ ઉપજે છે અને વિયોગથી જીવ મરે છે. દશ પ્રાણ આ પ્રમાણે સ્થાન પામે છે. છે: મનોબળ, વચનબળ, કાયબળ, એક થી પંચેન્દ્રિય - સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રવણની પાંચ ઇન્દ્રિય એ પાંચ પ્રાણ, આયુષ્ય અને પ્રાપ્તિ ધરાવનાર જીવ પંચેન્દ્રિય કહેવાય છે. શ્વાસોશ્વાસ. આવા જીવને નવ પ્રાણ હોય છેઃ કાર્યબળ, વચનબળ, સ્પર્શેન્દ્રિય, રસઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, પ્રાર્થના - જીવ પાસે કોઈ પદાર્થ કે તત્ત્વ ન હોય શ્રવણેદ્રિય, આયુષ્ય અને શ્વાસોશ્વાસ. અને પોતાને તે મેળવવાની બળવાન ઇચ્છા હોય, તો તે મેળવવા માટે તેના ધારક સમક્ષ પ્રત્યાખ્યાન કષાય - જે કષાયને જીવ ધારે તો ઉત્તમ તેનું દાન કરવા વિનંતિ કરવાની ક્રિયાને પ્રાર્થના પ્રયત્નથી દાબી શકે તે પ્રત્યાખ્યાન કષાય છે. કહે છે. પ્રતિક્રમણ - પૂર્વે કરેલી ભૂલોનો પશ્ચાત્તાપ કરી પ્રાયશ્ચિત્ત - પ્રાયશ્ચિત્ત એ આંતરતપ છે. તે તપમાં તેનાથી નિવૃત્તિ ઇચ્છવી તે પ્રતિક્રમણ. જીવ પોતાથી થયેલા દોષનો મનથી ખૂબ પ્રતિહાર્ય - જે તત્ત્વ દ્વારા વૈમાનિક દેવો તીર્થકર પશ્ચાત્તાપ કરે છે, ખૂબ ખેદ વેદે છે અને પોતાનો પ્રભુના અદ્વિતીય ઉપકારનું બહુમાન કરે છે તે તે દોષ ગુરુજન પાસે વર્ણવી, તેનાથી નિવૃત્ત તત્ત્વો પ્રભુનાં આઠ પ્રતિહાર્ય (ચોકીદાર) તરીકે થવા દોષને અનુરૂપ શિક્ષા કરવાની વિનંતિ ઓળખાય છે. તે છે ૧. સુર પુષ્પવૃષ્ટિ ૨. દેવ કરે છે. ૩૯૫ Page #417 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પૃથ્વીકાય - જે જીવોનું શરીર પૃથ્વી એટલે કે માટી, બંધ (તત્ત્વ) - કર્મનાં પુદ્ગલ પરમાણુઓનો ચેતન પત્થર આદિ છે તે પૃથ્વીકાય જીવો છે. આત્મા સાથે એકમેક થઈ જવારૂપ સંબંધ થાય છે બાદર જીવ – બાદર એટલે ધૂળ. જે એકેંદ્રિય જીવો અને તે પરમાણુઓ જીવની જે પરવશ અવસ્થા આધાર સહિત છે અને પૃથ્વી, જળ, અગ્નિ તથા કરે છે તે બંધ તત્ત્વ છે. પવનથી રોકાઈ શકે છે તે બાદર. બ્રહ્મચર્ય વ્રત - બ્રહ્મમાં ચરવું એટલે બ્રહ્મચર્ય. બ્રહ્મ બાર ભાવના - અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, એટલે સ્વસ્વરૂપ, આ રૂપમાં એકાકારતા સાથે અશુચિ, સંસાર, આશ્રવ, સંવર, નિર્જરા, આત્માને જોડવો તથા રાખવો એ બ્રહ્મચર્યનો લોકસ્વરૂપ, બોધદુર્લભ અને ધર્મદુર્લભ. એ સૂક્ષ્મ અર્થ છે. અને વ્યવહારથી દેહસુખના બાર ભાવના પ્રભુએ વૈરાગ્યનો બોધ થવા માટે ભાવની નિવૃત્તિ કરવી તે બ્રહ્મચર્ય વ્રત છે. જણાવી છે. ભક્તિ - ઉત્તમ આત્મા પ્રત્યે, તેના ગુણો પ્રત્યે પૂજ્યભાવ, આદરભાવ, અહોભાવ અને બારમું ક્ષીણમોહ ગુણસ્થાન – અહીં દર્શનમોહનીય અને ચારિત્ર મોહનીયની કુલ ૨૮ પ્રકૃતિઓનો અર્પણભાવ વેદવા તેનું નામ ભક્તિ છે. સંપૂર્ણ ક્ષય થાય છે, તેથી તે ક્ષીણમોહ ગુણસ્થાન ભવીપણું - કોઇ ને કોઇ કાળે મોક્ષની કહેવાય છે. સિદ્ધિ મેળવવાનું અભયવચન ને ભવીપણું કહેવાય છે. બીજું સાસ્વાદન ગુણસ્થાન - સમ્યદર્શન પ્રાપ્ત કર્યા પછી પતન પામતો જીવ પહેલે ગુણસ્થાને ભય નોકષાય - સનિમિત્ત કે અનિમિત્ત ડર વેદવો તે જતાં પહેલાં અહીં જરા વાર અટકે છે, અને ભય નોકષાય છે. તત્ત્વરુચિના સ્વલ્પ આસ્વાદવાળી ભૂમિકા ભાવિનયગમ નય - ભવિષ્યમાં થનાર વસ્તુ માટે પ્રાપ્ત કરે છે, તે બીજું સાસ્વાદન ગુણસ્થાન છે. વર્તમાનમાં નય અપેક્ષાથી જણાવવું તે. ગુણસ્થાન ચડતી વખતે જીવ પહેલેથી કુદકો મારી સીધા ત્રીજા ગુણસ્થાને જાય છે, બીજા ભેદવિજ્ઞાન - વિજ્ઞાન એટલે વિશેષ જાણકારી. ગુણસ્થાનને સ્પર્શતો નથી. અને ભેદ એટલે દેહ તથા આત્માનું છૂટાપણું. ભેદવિજ્ઞાન એટલે આત્માને દેહથી છૂટો પાડવો, બેઈન્દ્રિય - સ્પર્શ અને રસ ઇન્દ્રિય ધરાવનાર જીવ બંને વચ્ચેની ભિન્નતા અનુભવવી. બેઇન્દ્રિય કહેવાય છે. આવા જીવને છ પ્રાણ હોય છેઃ કાયબળ, વચનબળ, સ્પર્શેન્દ્રિય, રસઇન્દ્રિય, ભોગભૂમિ - એવી ભૂમિ જ્યાં જીવને ઇચ્છા થતાં આયુષ્ય અને શ્વાસોશ્વાસ. કલ્પવૃક્ષ આદિ તરફથી ઇચ્છિતની પ્રાપ્તિ થાય તે ભોગભૂમિ. એ ભૂમિમાં જીવ મનુષ્ય દેહે દેવ બોધદુર્લભભાવના - સંસારમાં ભમતા આત્માને જેવાં સુખો ભોગવે છે. મનુષ્યત્વ, સત્કર્મનું શ્રવણ, તેની શ્રદ્ધા અને પુરુષાર્થ મળવાં ઉત્તરોત્તર દુર્લભ છે એમ મતિજ્ઞાન - મનન કરી ઇન્દ્રિય અથવા મન દ્વારા વિચારવું તે બોધદુર્લભભાવના. જાણવામાં આવે તે જ્ઞાનને મતિજ્ઞાન કહેવામાં ૩૯૬ Page #418 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ આવે છે. પાંચ ઇન્દ્રિય તથા છઠું મન એ છ પૈકી મિથ્યાત્વ મોહનીય - દર્શન મોહનીય કર્મના ઉદયથી કોઈ એક અથવા વધારેની મદદથી મતિજ્ઞાન જીવને પોતાનાં અસ્તિત્વનો જ બળવાન નકાર થાય છે. મતિજ્ઞાનનો વિષય જાણવાનો છે, તે આવે છે તે મિથ્યાત્વ મોહનીય કર્મ છે. વર્તમાનકાળ સૂચવે છે. મિશ્ર મોહનીય - જ્યારે મિથ્યાત્વ મોહનીય નબળું મન:પર્યવજ્ઞાન - અન્યના મનના ભાવો જીવ પડે છે ત્યારે તેના અમુક ભાગના કટકા થઈ મિશ્ર મન:પર્યવ જ્ઞાનથી જાણી શકે છે. મન:પર્યવજ્ઞાની મોહનીયમાં પલટાય છે. એ કર્મના પ્રભાવથી સંજ્ઞી પંચેન્દ્રિય જીવના મનના ભાવો જાણે છે. જીવનો આત્માસંબંધી નકાર હળવો થાય છે, જીવ વિચાર કરે ત્યારે મનોવર્ગણાના પરમાણુઓ આત્માનું અસ્તિત્ત્વ હોઈ શકે, એવી વિચારણાને અમુક આકાર ધારણ કરે છે, તેની જાણકારી અને તેના આત્મામાં સ્થાન મળે છે. વિશ્લેષણ કરવાની શક્તિથી મન:પર્યવજ્ઞાની મેષોન્મેષ - આંખના એક પલકારાને મેષોન્મેષ ભાવોની જાણકારી પામે છે. સામાન્યપણે આ કહે છે. જ્ઞાન સર્વસંગપરિત્યાગી મુનિને સંભવે છે. મોહબુદ્ધિ - જીવના અન્ય પદાર્થો તથા જીવો માટેના મનુષ્ય - મનુષ્ય ગતિમાં જીવ મનુષ્ય તરીકે મોહ અને મારાપણાના ભાવ તે મોહબુદ્ધિ. ઓળખાય છે. મોહનીય કર્મ - જે કર્મ આત્માના સ્વાનુભવને રોકે મહાવ્રત - જે વ્રત ઘાતકર્મનો પૂર્ણ ક્ષય કરવા છે, સ્વને ઓળખવાની શક્તિને મૂર્ષિત કરે છે સમર્થ બને તે મહાવ્રત. અહિંસા, સત્ય, અથવા તો વિકળ કરે છે કે મુંઝવે છે તે મોહનીય અસ્તેય(અચૌર્ય), બ્રહ્મચર્ય અને અપરિંગ્રહ વ્રત કર્મ છે. ઉત્કૃષ્ટતાએ પાળવાં તે મહાવ્રત. મોક્ષ - આત્માની નિબંધ સ્થિતિ તે મોક્ષ છે. માન કષાય: પોતે કંઇક છે, બીજા કરતાં પોતે વધારે મોક્ષસ્થિતિમાં આત્મા પોતાનાં શુદ્ધ, નિર્વિકારી, ઊંચો છે, બીજા પોતાના કરતાં તુચ્છ છે આવી અડોલ સ્વરૂપને પ્રગટ કરે છે. જાતની લાગણી અનુભવવી તે માન કષાય છે. મોક્ષમાર્ગ - આત્મા પર લાગેલા મેલનો નાશ માયા કષાય: માયા એટલે રાગભાવ અથવા છળ કરતા જઈ, પૂર્ણતાએ આત્મશુદ્ધિ થતી જાય, કપટ, જીવ સત્યને અસત્યરૂપે, અસત્યને તે સમજણનો સ્વીકાર કરતાં જઈ, તેનું પાલન સત્યરૂપે એમ અનેક પ્રકારે ઊંધુચનું જણાવી ધાર્યું કરતા જવું તે મોક્ષમાર્ગ છે. સમ્યક્ જ્ઞાન, દર્શન, કામ પાર પાડવા છેતરપીંડી તથા રાગભાવનું ચારિત્રનું આરાધન તે મોક્ષમાર્ગ છે. અવલંબન લઈ વર્તે છે તે માયા કષાય છે. મૈત્રીભાવ - સહુ સાથે મિત્રતા ઇચ્છવી, શુભ ભાવ મિથ્યાત્વ - જીવ પોતાના સ્વરૂપને યોગ્ય રીતે સમજી ભાવવા તે મૈત્રીભાવ છે. ન શકે, આત્મા સંબંધી વિપરીત શ્રદ્ધાનમાં પ્રવર્યા કરે, પોતાનાં અસ્તિત્વનો નકાર કરતાં મંત્રસ્મરણ - “મંત્ર' એટલે સૂત્રાત્મક વચન, પણ ન અચકાય તે મિથ્યાત્વ કહેવાય છે. જેમાં ઇચ્છિત સ્થિતિને મેળવવાની ચાવી ૩૯૭ Page #419 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ કોઇકરૂપે ગૂંથાયેલી હોય છે. મુખ્યતાએ જીવની પોતે કરે છે તેવી જ લાગણી સામો જીવ પણ વેદે આત્મવિશુદ્ધિ અર્થે અને ક્યારેક દુ:ખક્ષયના એવા પ્રતિભાવની અપેક્ષા પણ તેને રહે છે, તે આશયથી સૂત્રાત્મક વચનનું રટણ કરવામાં આવે જીવ પ્રતિ મારો અમુક હકભાવ યોગ્ય છે; આવી છે તેને મંત્રસ્મરણ કર્યું એમ કહેવામાં આવે છે. આવી લાગણી, જેમાં બદલાની તેને અપેક્ષા રહે છે તેને શ્રી પ્રભુ રાગભાવ તરીકે ઓળખાવે છે. યથાખ્યાત ચારિત્ર - જ્યારે મોહનો ઉદય ન હોય ત્યારે યથાખ્યાત ચારિત્ર કહેવાય. સુચક પ્રદેશ - આત્માના આઠ નિરાવરણ શુદ્ધ પ્રદેશોને રુચક પ્રદેશ કહેવાય છે. આ આઠ ચક યથાપ્રવૃત્તિકરણ - યથાપ્રવૃત્તિકરણ એટલે પ્રત્યેક પ્રદેશો પર કદી પણ કર્મનું આવરણ આવતું કર્મ(આઠે કર્મ) ની ઉત્કૃષ્ટ સ્થિતિ એક ક્રોડાક્રોડી નથી. સાગરોપમ કાળથી ન્યૂન કરવી. આ સ્થિતિએ જીવ આવે ત્યારે જ તે સમ્યક્ત પ્રાપ્ત કરવા રૌદ્રધ્યાન - કષાયનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ રૂપ તે માટે ધ્યાનમાં જઈ શકે છે. રૌદ્રધ્યાન. યોગ - મન, વચન અને કાયાની પ્રવૃત્તિ એટલે ઋણાનુબંધ - અન્ય જીવ સાથેનો સંબંધ તે યોગ. આત્માનું આ ત્રણમાંથી જેની સાથે જોડાણ ઋણાનુબંધ. તે શુભ કે અશુભ હોય છે. થાય તે તેનો યોગ થયો કહેવાય. લોકસ્વરૂપભાવના - ચૌદ રાજલોકમાં પથરાયેલા રસઘાત - જીવ સત્તામાં રહેલાં કર્મના રસ (રુચિ)ને જગતનું સ્વરૂપ વિચારવું તે લોકસ્વરૂપ ઘટાડે તે રસઘાત. ભાવના. રત્નત્રય - સમ્યકુદર્શન, સમ્યકૂજ્ઞાન અને લોગસ્સ - લોગસ્સ એટલે ચોવીશ તીર્થકર સમ્યકુચારિત્ર એ ત્રણને રત્નત્રય - ત્રણ રત્નો ભગવાનની સ્તુતિ. આ સ્તુતિમાં સર્વ તીર્થકર કહે છે. ભગવાન મારા પર પ્રસન્ન થાઓ, અને તેમની કૃપાથી મને આત્મવિશુદ્ધિની પ્રાપ્તિ થાઓ એવી રતિ નોકષાય - મનમાં મજા આવે, પૌદ્ગલિક ભાવના વણાયેલી છે. વસ્તુના સંયોગમાં મનમાં લુબ્ધતા થાય તે રતિ નામનો નોકષાય છે. નિમિત્તે કે વગર નિમિત્તે લોભ કષાય - જીવને પોતાને ગમતા પદાર્થો અકારણ સાંસારિક મજા આવે તે રતિનો પરિગ્રહરૂપે મળ્યા હોય છે તે હજુ વિશેષ વધે, પ્રકાર છે. તેમાં ક્યારેય હાનિ ન થાય એવા ભાવ જે વર્તતા. રહે છે તે લોભ કષાય છે. રાગ - રાગ એ માયા તથા લોભનું મિશ્રણ છે. જીવને વનસ્પતિકાય - વનસ્પતિ એટલે કે ફળ, ફૂલ, ઝાડ, કેટલાક સંસારી પદાર્થો માટે કે અન્ય જીવ માટે પાન વગેરે જે જીવોનો દેહ છે તે વનસ્પતિકાય. મારાપણાનો ભાવ થાય છે, તે પદાર્થ કે વ્યક્તિના સંયોગમાં તેને શાતાનું વદન થાય છે, વિયોગમાં વાયુકાય - હવાનાં પરમાણુ જે જીવોનો દેહ છે તે અશાતા વેદાય છે; વળી જેવી લાગણીનું વેદન વાયુકાય. ૩૯૮ Page #420 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ વિકલ્પ - વિકલ્પ એટલે અનિશ્ચિત વિચાર અથવા વીતરાગતા - વીતરાગતા એટલે પદાર્થ કે પ્રસંગ સ્થૂળ કે સૂક્ષ્મ વિચારરૂપ દ્વિધા. પ્રતિ રાગદ્વેષરહિતપણું. વીતરાગી આત્મા વિકલત્રય - બે, ત્રણ, ચાર ઇન્દ્રિય જીવો વિકલત્રય સંસારી પદાર્થોના ભોગવટાની રતિથી પર હોય કહેવાય છે. તેઓ નિયમથી કર્મભૂમિમાં, અંતના છે, તેને પાંચ ઇન્દ્રિયોના વિષયો આકર્ષી શકતા અડધા દ્વીપમાં અને અંતના આખા સમુદ્રમાં હોય નથી, શુભાશુભ કર્મના ઉદયમાં તેઓ નિસ્પૃહ અને રાગદ્વેષ રહિત હોય છે અને સર્વથી અલિપ્ત છે – સ્વયંભૂરમણ સમુદ્રમાં હોય છે. એ સિવાયના રહી આત્મા આત્મરસમાં રમમાણ રહે છે. લોકના ભાગમાં વિકલત્રય જીવો નથી. વિપાકોદય - વિપાકોદય એ સંસારી સ્થિતિમાં કર્મના વીર્ય - વીર્ય એટલે શક્તિ. વીર્યનું કામ પ્રવર્તવાનું ઉદયને ભોગવવાનો પ્રકાર છે. વિપાકોદય એટલે છે. આત્મામાં અનંત વીર્ય છે. સર્વનું દાન કર્મનો પરિપાક થયે ઉદયમાં આવી આત્માથી દેવાની, ત્યાગ કરવાની શક્તિ આત્મામાં છે. ભોગવાઈને ખરે છે. તેમાં નવાં કર્મબંધન સર્વ મેળવવાની શક્તિ પણ આત્મામાં છે. થાય છે. વેદનીય કર્મ - વેદનીય કર્મ બે પ્રકારે છે. શાતા વિભાવ - આત્મા સિવાયના, પરપદાર્થ વિશેના વેદનીય અને અશાતા વેદનીય. શાતાવેદનીય ભાવમાં રહેવું તે વિભાવ. કર્મના ઉદયથી જીવ સુખનો અનુભવ કરે છે અને વિશુદ્ધિ - વિશુદ્ધિ એટલે પવિત્રતા. જેમ જેમ કષાયો અશાતા વેદનીય કર્મના ઉદયથી જીવ દુ:ખનો મંદ થતા જાય છે તેમ તેમ આશ્રવ ઘટતો જાય અનુભવ કરે છે. વેદનીય કર્મથી અનુભવાતી છે, અને નિર્જરા વધતી જાય છે. આથી જ્યારે શાતા કે અશાતા દુન્યવી સુવિધા કે અસુવિધાને આત્મા કષાયનો સંપૂર્ણ ત્યાગ કરે છે, ત્યારે કારણે સર્જાય છે. ઘાતકર્મનો આશ્રવ તેને થતો નથી, એટલું જ વેક્રિય શરીર - વિક્રિયા એટલે ફેરફાર. દેવો તથા નહિ પણ પૂર્વસંચિત ઘાતકર્મો સર્વથા નિર્જરી નારકીને વૈક્રિય શરીર હોય છે. તેમને શરીરમાં જાય છે. આમ સંવર અને નિર્જરા જેમ જેમ વિક્રિયા કરવાની શક્તિ હોવાને લીધે વૈક્રિય વધતાં જાય છે તેમ તેમ આત્માની વિશુદ્ધિ પણ કહેવાય છે. તેઓ પોતાના શરીરને નાનું મોટું વધતી જાય છે. કરી શકે છે, સુરૂપ કે કુરૂપ બનાવી શકે છે, વિષય(વિષયસુખ) – વિષય એટલે ઇન્દ્રિયનું સુખ, ખેચર, ભૂચરમાં ફેરવી શકે છે, આમ ફેરફાર ઇન્દ્રિયોને જેનાથી શાતા લાગે તે વિષયસુખ કરવાની વિવિધતાભરી શક્તિ તેમનામાં હોવાથી કહેવાય છે. તેમનાં શરીર વૈક્રિય કહેવાય છે. તેમનાં શરીરમાં હાડકાં હોતાં નથી. વિસંયોજન - જે ત્રણ કરણ વડે અનંતાનુબંધીના પરમાણુઓને ચારિત્રમોહની અન્ય પ્રકૃતિરૂપ વૈરાગ્ય - વૈરાગ્ય એટલે સંસારથી છૂટવાની ભાવના, પરિણાવી અનંતાનુબંધીની સત્તાનો નાશ સંસારના ભોગઉપભોગમાં જવાના ભાવની કરવામાં આવે તેનું નામ વિસંયોજન છે. મંદતા. ૩૯૯ Page #421 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ વંદન - શુદ્ધતા ઇચ્છતો જીવ જ્યારે વિનયભાવ સહિત સદેવ, સત્કર્મ અને સત્પુરુષોએ કરેલા ઉપકારના ઋણનો સ્વીકાર કરે છે તથા વિશેષ ઉપકાર કરે તે માટેની વિનંતિ કરે એ વિધિને વંદન કહે છે. વ્યવહાર અંતરાય – સંસારના ઇચ્છિત પદાર્થોની પ્રાપ્તિ થવા ન દે, તે પ્રાપ્તિથી વંચિત રાખે તે વ્યવહાર અંતરાય. વ્યવહા૨નય - રોજિંદા જીવનની પ્રવૃત્તિની અપેક્ષા અનુસાર કર્તવ્ય અકર્તવ્યનો નિર્ણય કરવો તે. શમ - ઉદયમાં આવેલા અને આવવાના કષાયોને શાંત કરવા તે શમ. શરણ – પોતાથી ઉચ્ચ આત્માની ઇચ્છાનુસાર પોતાનું વર્તન કરવાની ભાવના તે શરણ. શાતાવેદનીય - શાતાવેદનીય કર્મના ઉદયથી જીવ સુખનો અનુભવ કરે છે. આ સુખમાં પાંચ ઇન્દ્રિય અને મનથી અનુભવતા પૌલિક સુખોની ગણતરી કરવામાં આવી છે. જીવની સુખની માન્યતા પ્રમાણે સુખ આપે, જે સાનુકૂળ સંજોગ તે શાતા વેદનીય. શાંતિ (આત્મશાંતિ) - શાંતિ એટલે શાંત થવું, શાંત રહેવું. શાંતિ આત્માનો મૂળભૂત ગુણ છે. જે પદાર્થ પોતાનાં નથી તેની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં સુખદુ:ખ કલ્પી જીવ શાંતિથી વંચિત થાય છે. જેમ જેમ કલ્પિત સુખબુદ્ધિ ટળતી જાય છે તેમ તેમ સ્વમાં એકાકારતા પ્રગટતી જાય છે. એ એકાકારતાના પ્રમાણમાં જીવની શાંતિ વધતી જાય છે. શુક્લધ્યાન - શુક્લધ્યાન એટલે આત્માની નિર્વિકલ્પ સ્થિતિ. શુદ્ધિ (આત્મશુદ્ધિ) - : - આત્માના પ્રદેશો પરથી જેટલા કર્મ ઓછાં થાય છે તેટલી તેની આત્મશુદ્ધિ વધે છે. ૪૦૦ શૂન્યતા - જીવ જ્યારે દેહ તથા ઇન્દ્રિયો સાથેનું એકપણું ત્યાગી પોતામાં એકાકાર - એકરૂપ થાય છે ત્યારે તે શૂન્યતામાં છે એમ કહેવાય છે. શૈલેશી અવસ્થા એટલે પર્વત) નિશ્ચળ દશા તે. આત્માની પર્વત જેવી (શૈલ - શોક નોકષાય - ૨ડવું, દિલગીર થવું, ગમગીની લાગવી, આદિ ક્રિયા અમુક નિમિત્તે થાય છે, અને તે શોક કહેવાય છે. શોકનું મુખ્ય કારણ ઇષ્ટ વિયોગ હોય છે, કોઈક વેળા વગર કારણે પણ સંભવે છે. શ્રાવક - ચોથા પાંચમા ગુણસ્થાને વર્તતા ગૃહસ્થને શ્રાવક કહે છે. શ્રાવિકા - ચોથા પાંચમા ગુણસ્થાને વર્તતી ગૃહિણીને શ્રાવિકા કહે છે. શ્રુતકેવળીપણું - સમ્યજ્ઞાન કેમ મેળવાય ત્યાંથી શરૂ કરી, શ્રેણિ માંડી કેવળજ્ઞાન કઇ રીતે લઇ શકાય તેની યથાર્થ જાણકારી આત્માર્થે આવે ત્યારે જઘન્ય શ્રુતકેવળીપણું આવે છે. આ જાણકારીમાં સૃષ્ટિરચનાની સમગ્ર જાણકારી ભળે ત્યારે ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું પ્રગટે છે. બીજી રીતે કહીએ તો શ્રી કેવળીપ્રભુને વર્તે છે એટલું જ જ્ઞાન શ્રુત અથવા અનુભવ રૂપે મળે ત્યારે ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું કહેવાય છે. શ્રેણિ - આઠમાથી તેરમા ગુણસ્થાન સુધીનો વિકાસ જીવ માત્ર બે ઘડીમાં કરી શકે છે તેથી તે શ્રેણિ કહેવાય છે. શ્રેણિ બે પ્રકારે કહી છે: ઉપશમ અને ક્ષપક. Page #422 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ સકામ નિર્જરા - પૂર્વે બાંધેલા કર્મને શુદ્ધભાવથી સમવસરણ - જ્યારે જ્યારે તીર્થંકર પ્રભુની પશ્ચાત્તાપ, ચિંતન અને ધ્યાન આદિ દ્વારા દેશના પ્રકાશ પામવાની હોય ત્યારે ત્યારે દેવો ઇચ્છાપૂર્વક ખેરવી નાખવાં તે સકામ નિર્જરા. અષ્ટપ્રતિહાર્ય સહિતના ૩૪ અતિશયો સહિત મહામંગળમય એવા સમવસરણની રચના કરે સકામ સંવર - આવતાં કર્મોને ઇચ્છાપૂર્વક રોકવા છે. આ સમવસરણમાં ચતુર્વિધ સંઘ પ્રભુની તે સકામ સંવર. દેશના સાંભળી આત્મમાર્ગે વિકાસ કરે છે. સત્તાગત કર્મો - કર્મ બાંધ્યા પછી જે પરમાણુઓ સમાધિમરણ - દેહભાવથી અલિપ્ત બની, કર્મનાં સ્વરૂપે જેટલા કાળ માટે આત્મપ્રદેશ પર નિષ્ક્રિયપણે રહે, તે કાળને જૈન પરિભાષામાં આત્મભાવમાં રહી દેહત્યાગ કરવો તે. અબાધાકાળ કહે છે, અને તે કર્મોને સત્તાગત સમિતિ - પ્રમાદ છોડી યત્નાપૂર્વક પ્રવર્તવું તે કર્મો કહે છે. સમિતિ. સમિતિ પાંચ પ્રકારે છે. ઈર્યા(ઉપયોગ પૂર્વક ચાલવું), ભાષા (ઉપયોગપૂર્વક બોલવું), સત્યવ્રત - સત્ય એટલે ત્રણ કાળ રહેવાની ક્ષમતા એષણા (ઉપયોગપૂર્વક અમાસુક આહાર તથા ધરાવે છે. તે ક્ષમતાની પ્રાપ્તિનો પુરુષાર્થ તે પાણી વહોરવા નહિ), આદાન નિક્ષેપણ (વસ્ત્ર સત્યવ્રત. કે પાત્ર અણપૂંજી ભૂમિ પર લેવું કે મૂકવું નહિ), સત્સંગ - સત્સંગનો એટલે ઉત્તમનો સહવાસ. પ્રતિષ્ઠાપન (મળમૂત્ર અણપૂંજી જીવાકૂલ સપુરુષોનો સમાગમ, ઉત્તમ શાસ્ત્રોનાં ભૂમિએ પરઠાવવું નહિ). અધ્યયનમાં એકાગ્ર રહેવું એ સત્સંગનાં સમુઘાત - વિશેષ કર્મોની નિર્જરા કરવા જીવ સાધનો છે. આત્મપ્રદેશોને શરીરની બહાર પ્રવર્તાવી, સદ્ગુરુ - જીવને સાચા મોક્ષના માર્ગે દોરે તે પ્રદેશોદયથી કર્મને ખેરવે તે સમુદુધાત કહેવાય સદ્ગુરુ. છે. સમુદ્ધાત આઠ પ્રકારના છે. તેમાં કેવળીપ્રભુ ચૌદમા ગુણસ્થાને જતા પહેલા ચારે સમકિત - સમકિત એટલે દેહ, ઇન્દ્રિયાદિ સર્વ અઘાતી કર્મોની સ્થિતિ સમ કરવા પોતાના પદાર્થોથી આત્મા ભિન્ન છે, જુદો છે તેવું દઢ, આત્મપ્રદેશોને આખા લોકમાં ફેલાવી, વધારાનાં અનુભવસહિતનું શ્રદ્ધાન. સર્વ કર્મોને પ્રદેશોદયથી ભોગવી ખેરવી નાખે સમદર્શીપણું - સર્વ જીવો પ્રતિ એક સરખા કલ્યાણના છે તે કેવળી સમુદુધાત છે. અન્ય સમુદ્યાતોમાં ભાવ સેવવા એ સમદશીપણું છે. મરણ સમુદ્યાત, વેદના સમુદ્યાત આદિ આવે છે. સમય - કાળનું નાનામાં નાનું અવિભાજ્ય માપ તે સમય. આકાશના એક પ્રદેશથી નીકળી બીજા સમ્યક્દર્શન/સમ્યકત્વ - દર્શન એટલે શ્રદ્ધાન. પ્રદેશ સુધી એક પુદ્ગલપરમાણુને મંદગતિએ સમ્યક્દર્શન એટલે દેહ, ઇન્દ્રિયાદિ સર્વ જતાં જે કાળ જાય, તે કાળને એક સમય પદાર્થોથી આત્મા ભિન્ન છે, જુદો છે તેવું દૃઢ, કહ્યો છે. અનુભવસહિતનું શ્રદ્ધાન. ૪૦૧ Page #423 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ સમ્યક્ત્વ મોહનીય - સમ્યક્ત્વ મોહનીય એ સામાયિક - સમ આય ઇક, ઓછામાં ઓછું બે દર્શનમોહનો સહુથી નબળો પ્રકાર છે. એના ઘડી એટલે ૪૮ મિનિટ સુધી આત્માને સ્થિર ઉદયમાં જીવને દેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્રનું પરિણામી કરવો એ સામાયિક. શ્રદ્ધાન વર્તે છે, સાથે સાથે દેહથી ભિન્ન એવા સ્થિતિઘાત - જેટલા કાળનું કર્મ બાંધ્યું હોય તે કાળની આત્માનો અનુભવ પણ અમુક અમુક કાળના સ્થિતિ પુરુષાર્થ કરી ઘટાડવી તે સ્થિતિઘાત. અંતરે થયા કરે છે. તે કર્મથી સમ્યત્વ હણાતું નથી પણ દુષિત થાય છે. સિદ્ધભૂમિ - જ્યાં અશરીરી અર્થાત્ સંસાર સમ્યક્રચારિત્ર – જે પ્રકારે જીવને આત્માની પ્રતીતિ પરિભ્રમણથી મુક્ત થઈ નિર્વાણ પામેલા આવી, આત્માને સર્વથી ભિન્ન અને અસંગ આત્માઓ વસે છે તે ભૂમિને સિદ્ધભૂમિ કહે છે. જાગ્યો. એવો જ સ્થિર સ્વભાવરૂપ જ્યારે જીવ સિદ્ધ ભગવાન/પરમાત્મા - જે આત્મા કેવળજ્ઞાન થાય છે ત્યારે તે સમ્યકુચારિત્ર આરાધે છે. લીધા પછી, બાકીનાં ચાર અઘાતી કર્મોનો ક્ષય સમ્યજ્ઞાન - દેહ, ઇન્દ્રિય આદિ સર્વ પદાર્થોથી કરી, પૂર્ણ વિશુધ્ધ થઈ સિદ્ધભૂમિમાં ચેતનઘન આત્મા જુદો છે એવી, ચલિત ન થાય તેવી સ્વરૂપે સ્થિર થયા છે તે સિધ્ધ ભગવાન આત્માની અનુભૂતિ સાથેની સ્વરૂપની જાણકારી કહેવાય છે. અથવા તો સમજણ તે સમ્યકજ્ઞાન છે. સુખબુદ્ધિ - સુખબુદ્ધિ એટલે ક્ષણિક પદાર્થોની સર્વસંગ પરિત્યાગ - આત્માના કલ્યાણાર્થે સંસારનો આસક્તિ. આત્મા સિવાયના સર્વ પ્રકારના ત્યાગ કરવો એટલે મુનિવેશ ધારણ કરવો તે પદાર્થો મેળવવામાં તથા ભોગવવામાં સુખ રહેલું સર્વસંગ પરિત્યાગ. છે એવી માન્યતા ને સુખબુદ્ધિ કહેવાય છે. સ્થાવરકાય - સ્થાવર એટલે સ્થિર. જેની કાયા સૂક્ષ્મ જીવ - જે એકેંદ્રિય જીવોનું શરીર અત્યંત સ્થિરતાવાળી હોય તે સ્થાવરકાય. પાંચ પ્રકારના સૂક્ષ્મ એટલે કે આંખોથી જોઈ ન શકાય તેવું એકેંદ્રિય જીવો પોતાની કાયા જાતે હલાવી શકતા હોય, જે આધાર રહિત લોકાકાશમાં વર્તે છે અને નથી તેથી તે સ્થાવરકાય કહેવાય છે. પૃથ્વી, જળ, આદિથી રોકાઈ શકતા નથી તે સ્વચ્છંદ - પોતાની કલ્પના અને ઇચ્છાનુસાર સૂક્ષ્મ જીવ. ગમે તે પ્રકારે, અહિતકારી વર્તન કરવું તે સંકલ્પ - સંકલ્પ એટલે અમુક પ્રકારે વર્તવાનો કે ન સ્વછંદ છે. વર્તવાનો નિશ્ચય. સાતમું અપ્રમત્તસંયત ગુણસ્થાન - મન, વચન તથા સંક્રમણ - એક કર્મની પ્રકૃત્તિ જે સત્તામાં પડી છે, કાયાના યોગને સતત આજ્ઞાધીન રાખે તે કાળની તેને જીવે પરિણામ વિશેષથી તેની સજાતીય અપ્રમાદી સ્થિતિ. અન્ય પ્રકૃતિનાં રૂપમાં ફેરવવાની ક્રિયાને સાધુ સાધ્વીજી - સર્વ જીવનું કલ્યાણ ઇચ્છતા, સંક્રમણ કહેવામાં આવે છે. ઉદા. શાતા વેદનીય ગુરુજનોની આજ્ઞાએ ચાલતા મુનિ જનો. કર્મ અશાતા વેદનીયમાં ફેરવાય કે અશાતા ૪૦૨ Page #424 -------------------------------------------------------------------------- ________________ વેદનીય શાતા વેદનીયમાં પરિણમે તે સંક્રમણ છે. સંજ્વલન જે કષાયને દાબવામાં જીવને ઝાઝો પરિશ્રમ પડે નહિ તે સંજ્વલન કષાય કહેવાય છે. સંયમ - વિષયોની આસક્તિમાં જતી ઇન્દ્રિયોને રોકવી, તેને ધર્મમાર્ગમાં રહેવા સ્થિર કરવી એ સંયમ છે. જે પ્રવૃત્તિમાં મન, વચન, કાયા પ્રવર્તાવવાથી કષાયો વધે, કર્મનો આશ્રવ વધે તેવી પ્રવૃત્તિ કરતાં રોકાઈ જવું, અટકી જવું એ સંયમ છે. - સંવર - પાપ અથવા પુણ્ય કર્મને આત્માના પ્રદેશો પર આવતાં રોકવાં તે સંવર તત્ત્વ છે. સંવરભાવના - જ્ઞાન, ધ્યાનાદિમાં પ્રવર્તી જીવ કર્મને આવતાં રોકે તે સંવરભાવના. સંવેગ સંવેગ. - સંસારીભાવ સંસારી શાતાનાં સાધનો જેવાં કે ધન, કુટુંબ, સત્તા, વૈભવ, પરિગ્રહ આદિની પ્રાપ્તિ તથા ભોગવટામાં જ સુખ માનવાથી, તે શાતા જીવને માટે બળવાન આકર્ષણનું નિમિત્ત બને છે. આ સંસારી શાતાનો લોભ સંસારીભાવ છે અને તેનાં કારણે જીવ સત્પુરુષે જણાવેલાં આત્મલક્ષને ગૌણ કરી નાખે છે. - સંસારભાવના - જીવ આ સંસારમાં અનંતકાળથી રખડયો છે, આ સંસાર મારો નથી. તેનાથી હું ક્યારે છૂટીશ એમ ચિંતવવું તે સંસારભાવના. સંજ્ઞા - જીવની વિચારશક્તિ અને વિવેકશક્તિ તે સંજ્ઞા છે. તેના આધારે જીવ ભૂત, વર્તમાન તથા ભાવિના વિચાર કરે છે. ૪૦૩ સંક્ષીપંચેન્દ્રિય - પાંચ ઇન્દ્રિય તથા સંજ્ઞા(સારાસાર વિવેક) સહિતનો જીવ. આવા જીવને દશ પ્રાણ હોય છેઃ પાંચ ઇન્દ્રિય, મનોબળ, વચનબળ, કાયબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. હિંસા મોક્ષમાં જવાની અભિલાષા સેવવી તે સ્ત્રીવેદ નોકષાય - પુરુષને ભોગવવાની ઇચ્છા તે થાય, પુરુષ સાથે સંયોગ કરવાનું મન થાય, ભાવ સાકાર થાય તે સર્વ સ્ત્રીવેદ નોકષાયના વિભાગમાં આવે. હાસ્ય નોકષાય કારણ વગર, મશ્કરી રૂપે, તુચ્છકારથી કે અન્ય કોઈ કારણથી જ્યારે હસવાનું થાય છે ત્યારે હાસ્ય નોકષાય ઉદિત થાય છે. પરિશિષ્ટ ૧ હાસ્ય ષટક્ હાસ્ય, રતિ, અતિ, ભય, શોક, જુગુપ્સા એ છ નોકષાય ને હાસ્યષટક્ કહેવાય છે. - - - સ્થૂળ હિંસા એટલે એક જીવને તેનાં શરીરથી છૂટો પાડી દેવો, અર્થાત્ જીવને જે અતિપ્રિય છે તેવા દેહનો વિયોગ કરાવી, તેને ખૂબ જ દુ:ખ પહોંચાડવું. હિંસાનું સૂક્ષ્મ સ્વરૂપ એટલે એક જીવ દ્વારા બીજા જીવની સૂક્ષ્મ પણ દૂભવણી કરવી. ટૂંકામાં અન્ય જીવને દૂભવવો એ હિંસાનું કાર્ય છે. ક્ષપકશ્રેણિ - જે જીવ ક્ષપક શ્રેણીએ આગળ વધે છે, તે જીવ ઉદિત થતાં અને ઉદિત થવાનાં સર્વ કર્મનો ક્ષય કરતો કરતો પ્રગતિ કરે છે; તે અપ્રમાદી રહી આઠ, નવ, દશ ગુણસ્થાને આવી, બારમા ગુણસ્થાને કૂદકો મારે છે. બારમાના અંતે ઘાતીકર્મોનો પૂર્ણ ક્ષય કરી તેરમા ગુણસ્થાને આવે છે. આ શ્રેણીમાં કોઈ પણ કર્મને દબાવવાનો અવકાશ જ નથી, માત્ર ક્ષય કરવો જ અનિવાર્ય છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ક્ષાયિક સમકિત - દર્શનમોહની ત્રણે પ્રકૃતિ તથા ચારિત્રમોહની અનંતાનુબંધી ચોકડીના સર્વ નિષેકોનો સર્વથા નાશ થવાથી, જે અત્યંત નિર્મળ તત્વાર્થ શ્રદ્ધાન થાય છે તે ક્ષાયિક સમ્યકત્વ છે. ક્ષાયિક સમ્યકત્વ ચોથાથી સાતમા ગુણસ્થાન સુધીમાંના કોઈ પણ ગુણસ્થાને થઈ શકે છે. ક્ષમા – ક્ષમા કરવી એટલે જતું કરવું. પોતે બીજા કોઈનો અપરાધ કર્યો હોય તો પશ્ચાત્તાપ સહિત ક્ષમા માગવી એ એક; અને બીજા જીવે પોતાનો અપરાધ કર્યો હોય તેવા પ્રસંગે તે જીવ પ્રતિ બદલો લેવાની વૃત્તિ ન કરવી, તેના પ્રતિ કષાય ન કરવા, હિંસાદિ પ્રવૃત્તિ ન કરવી અને ક્ષમા આપવી આ બીજી; એમ બંને અપેક્ષાએ ક્ષમા'નો ગુણ સમજવાનો છે. ક્ષમાપના - ક્ષમાપના કરવી એટલે સર્વ અન્ય જીવો પ્રતિના જે જે દોષભાવ પોતાનાં મનમાં વસ્યા હોય તેને અંતરંગથી છોડી દેવા, અને તે પછી અન્ય સર્વને પોતા માટે થયેલા વિષમભાવ ત્યાગી દેવા વિનમ્ર બની વિનંતિ કરવી. ક્ષયોપશમ સમકિત - આ સમકિતમાં દર્શનમોહની ત્રણ પ્રકૃતિ અને ચારિત્રમોહના અનંતાનુબંધી કષાયનો ક્ષયોપશમ થાય છે. અર્થાતુ મોટાભાગના અનંતાનુબંધી કષાયો તથા મિથ્યાત્વનો ક્ષય અને નાનાભાગનો ઉપશમ હોય છે. જ્ઞાન – જેના દ્વારા વસ્તુને જાણીએ, જેનાથી વસ્તુ વિશેના ધર્મની જાણકારી આવે તે “જ્ઞાન” છે. કોઈ પણ પદાર્થનો જ્યારે વિશેષ બોધ જીવને થાય છે ત્યારે તે જ્ઞાન કહેવાય છે. જ્ઞાનાવરણ કર્મ - કોઈ પણ પદાર્થની જ્યારે વિશેષ જાણકારી જીવને થાય છે ત્યારે તે જ્ઞાન કહેવાય છે. આત્માનાં અનંત જ્ઞાન પર કર્મ પુદ્ગલો આવરણ કરી જ્ઞાનને મંદ કરતા જાય તે કર્મ પુગલો જ્ઞાનાવરણ કર્મ તરીકે ઓળખાય છે. અર્થાત્ તે કર્મ આત્માના જ્ઞાનને પ્રગટ રહેવા દેતું નથી. ૪૦૪ Page #426 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ આરાધક માટે વિષયવાર સુચિ આ સૂચિમાં વિષયોની પસંદગી માત્ર આત્મવિકાસ માટે આરાધનમાં સહાયક થાય એ દૃષ્ટિથી કરેલ છે. જે વિષયો અનુક્રમણિકામાં સહેલાઈથી મળી શકે છે તેની અલગ નોંધ નથી મૂકી.જો કોઈ શબ્દોની પરિભાષા સમજવી હોય તો તેના માટે ‘પારિભાષિક શબ્દોનો કોષ’ વાપરવો. વિષયને ઊંડાણથી સમજવા માટે સૂચિ વાપરવી. થોડાક વિષયોના પેટા વિભાગને કક્કાવાર નહિ પણ તાર્કિક ક્રમ માં મૂક્યા છે. ૐ, તીર્થકર ભગવાનનો ધ્વનિ, ૯૫, ૧૭૫, ૩૩૧; પંચપરમેષ્ટિ ભગવંતનું પ્રતિક, ૧૧૧, ૧૪૧, ૨૯૭ એ અગુરુલઘુ, ગોત્રકર્મના ક્ષય થી પ્રગટે, ૧૭૯, ૨૯૪, ૩૩૩ અગ્યારમું ગુણસ્થાન, ઉપશાંતમોહ, ૧૩૪-૧૩૫; ઉપશમ શ્રેણીમાં પ્રમાદથી પતન, ૩૪, ૧૦૮, ૧૩૨, ૧૩૪, ૧૪૭, ૨૭૯-૨૮૦, ૩૭૦, ૩૭૧; થી પડવાઈ વખતે બીજા ગુણસ્થાનનો સ્પર્શ, ૧૨૦ અઘાતી કર્મો, ૨૮૫; અને ચૌદમું અયોગી કેવળી ગુણસ્થાન, ૧૩૬, ૨૯૫; અને કેવળીગમ્ય પ્રદેશો, ૩૫૯; નાં ક્ષયથી પૂર્ણ શુધ્ધાત્મા, ૨૩૪, ૨૯૨-૨૯૫; નાં ક્ષયથી પ્રગટતા ગુણો, ૨૯૫; ની પ્રકૃતિને સમકાળ કરવા કેવળી સમુઘાત, ૧૩૬, ૨૮૬; નો ક્ષય ઘાતકર્મના ક્ષય પછી, ૨૮૫, ૨૯૨; શુભભાવ થી શુભ પ્રકારનાં બંધાય, ૯ અધર્માસ્તિકાય (દ્રવ્ય), ૧૧૩, ૨૩૩, ૨૭૬; સદાય સ્વદ્રવ્યરૂપે પરિણમે, ૨૮૩; અરૂપી, ૨૯૩ અન્યત્વભાવના, ૨૨૬-૨૨૯; મોહબુદ્ધિ ઘટાડે, ૨૨૭; સપુરુષનું મહાસ્ય સમજાવે, ૨૨૮૨૨૯; સંસારભાવ ઘટાડે, ૨૨૦-૨૨૯ અનિત્યભાવના, ૨૧૨-૨૧૪; પરપદાર્થની સુખબુદ્ધિ ઘટાડે, ૨૧૪; સંસારભાવ ઘટાડે, ૨૧૧-૨૧૨, ૨૧૪; વૈરાગ્ય પ્રેરે, ૨૧૩ અનંતચારિત્ર, મોહનીયના ક્ષયથી પ્રગટે, ૧૭૯ અનંતદર્શન, ૧૦૬, ૨૮૧-૨૮૨; અને સિદ્ધભૂમિ, ૧૩૬; દર્શનાવરણ કર્મના ક્ષયથી પ્રગટે, ૧૭૯, ૨૮૧ અનંતવીર્ય, અંતરાય કર્મના ક્ષયથી પ્રગટે, ૧૭૯, ૨૮૪; મોક્ષમાર્ગનું અંતિમ સોપાન, ૧૧૧ અનંતજ્ઞાન, ૧૦૫-૧૦૬, ૨૮૧-૨૮૨; અને સિદ્ધભૂમિ, ૧૩૬; જ્ઞાનાવરણ કર્મના ક્ષયથી પ્રગટે, ૧૭૯, ૨૮૧ ૪૫ Page #427 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ અનંતાનુબંધી કષાય, અને ક્ષપક શ્રેણી, ૧૩૨; અને ક્ષયોપશમ સમકિત, ૧૨૩; અને ક્ષાયિક સમકિત, ૩૦, ૧૨૪; ચારિત્રમોહનો ભાગ, ૧૨૩; ની સ્થિતિ ઘટાડવા શૂન્યતા(સ્વરૂપલીનતા), ૧૨૩, ૩પ૬-૩પ૭; નું મૂળ અજ્ઞાનીનો આશ્રય, ૨૩૦; ક્ષય કરવા ઉગ્ર પુરુષાર્થ, ૩૫૭-૩૫૯; ચારિત્રમોહ પણ જોવું અક્ષયસ્થિતિ, આયુષ્ય કર્મના ક્ષયથી પ્રગટે, ૧૭૯, ૨૯૨ અહોભાવ (પ્રભુ પ્રત્યે), પ્રભુના ગુણો જોવાથી પ્રગટે, ૯૫, ૯૭, ૧૦૧, ૨૦૦; પ્રભુએ કરેલા ઉપકારના વિચારથી પ્રગટે, ૨૦૦; વંદનથી વધે, ૧૪૩; લોગસ્સથી વધે, ૧૪૩; સદ્દગુરુ પ્રત્યે, ૧૯૮-૧૯૯; વ્યક્ત કરવા પ્રાર્થના, ૩૦૪; વેદવાથી ગુણો વધે, ૨૦૦; જ્ઞાનની વિશુદ્ધિથી, ૨૪૯ અર્પણતા: આત્મસ્થિરતાથી વધે, ૩૬૨; આત્મવિકાસ માટે જરૂરી, ૨૦૬, ૨૩૧, ૨૬૦, ૩૪૮; વંદનથી ખીલે, ૧૪૩; સંસારભાવનાના અનુપ્રેક્ષણથી ખીલે, ૨૨૬; શ્રદ્ધા વધવાથી ખીલે, ૨૪૬; શરણું પણ જુઓ આ. આકાશ (દ્રવ્ય), ૧૧૩, ૨૩૩, ૨૭૬; અરૂપી, ૨૯૩; અવગાહના શક્તિ, ૨૭૬; લોકની અંદર તથા બહાર, ૨૭૬; સદાય સ્વદ્રવ્યરૂપે પરિણમે, ૨૮૩ અપ્રત્યાખ્યાન કષાય, ની નિર્જરા શ્રેણીમાં, ૧૩૩, ૨૮૦, ૩૭૩-૩૭૪, ૩૭૮; અભવીપણું: ટળવું, ૧૦૮, ૩૩૭, અંતરવૃત્તિસ્પર્શ ન થાય ત્યાં સુધી, ૧૧૯, ૩૩૬ અરિહંત ભગવાન, જુઓ તીર્થકર ભગવાન અરૂપીપણું, નામકર્મના ક્ષયથી પ્રગટે, ૧૭૯, ૨૯૩ અવિરતિ, કર્મ આશ્રવ(બંધ)નું કારણ, ૨૫૧, ૨૬૧; કર્મસ્થિતિ તથા અનુભાગ બંધનું કારણ, ૨૫૧; નો આશ્રવ મંદ કરવા દેશવ્રતનું આરાધન, ૨૬૧; નો સંવર કરવાના સાધનો, ૨૬૨ અવ્યાબાધ સુખ, વેદનીય કર્મના ક્ષયથી પ્રગટે, ૧૭૯, ૨૯૫ આચાર્ય. ૧૮૦-૧૮૧, ૩૩૩: કલ્યાણભાવને અનુરૂપ પદવી, ૩૫૩; નમસ્કાર મંત્રમાં ત્રીજું પદ, ૧૮૦; ના છત્રીશ ગુણો, ૧૮૦-૧૮૧, ૩૩૩; નો અન્ય જીવના આત્મવિકાસમાં ફાળો, ૩૩૯, ૩૪૨, ૩૫૫; નું ઉત્તમ ચારિત્ર, ૧૮૦, ૩૫૫; પંચપરમેષ્ટિમાં સ્થાન પામવા જીવ સમસ્ત માટે કલ્યાણભાવ, ૩૨૫, ૩૩૨; માં ઉત્તમ ગણધરજી, ૧૮૦; ગણધરજી પણ જુઓ આઠમું ગુણસ્થાન, નિવૃત્તિબાદર, ૧૩૧-૧૩૩; બ્રહ્મચર્યવ્રતનું પાલન, ૩૭૭; અપૂર્વકરણ, ૧૩૨-૧૩૩, ૩૭૩; પ્રત્યેક ક્ષણે વધતી વિશુદ્ધિ, ૧૩૩, ૩૭૨-૩૭૩, ૩૭૮; શ્રેણી ની શરૂઆત, ૧૩૧, ૨૬૨, ૨૮૦, ૩૬૯; પહેલા શ્રેણીની જાણકારી લેવી આવશ્યક, ૩૭૧, ૩૭૫ અશરણભાવના, ૨૧૪-૨૧૬ અશુચિભાવના, ૨૧૭-૨૨૧ ૪૦૬ Page #428 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ આર્તધ્યાન, ૨૫૪; છોડવું જરૂરી ભેદવિજ્ઞાન માટે, ૩૬૪-૩૬૬; પંચપરમેષ્ટિના કલ્યાણના ૨૫૪; છોડવા પ્રભુની ભક્તિ, ૨૫૪-૨૫૫; પરમાણુ ગ્રહવાથી, ૩૫૫-૩૫૬, ૩૭૯; માટે થી બચવા પ્રાર્થનાનું આરાધન, ૪૨, ૭૪-૭૫, પ્રેરણાદાયી નમસ્કારમંત્ર, ૧૮૪; માટે સુખના ૨૫૪ વેદનની ઇચ્છા, ૨૪૦; સંજ્ઞીપંચેન્દ્રિયની ચારે ગતિમાં, ૩૧૫-૩૨૦ આત્મા, અંતરાત્મા, ૨૭૫; ચેતન દ્રવ્યની શુધ્ધ અશુધ્ધ અવસ્થા, ૨૩૪; દ્રવ્યરૂપે સ્થિર, ૨૩૭; આત્મશાંતિ, અને શૂન્યતા, ૧૨૨, ૧૮૮; અજ્ઞાનથી નાં ગુણો સંપૂર્ણ અવરાય નહિ, ૨૩૬-૨૩૭, હણાય, ૯૮; ખીલવવાથી જ્ઞાનાવરણનો ક્ષય, ૨૩૯, ૨૯૫; નાં છ પદ, ૮૬-૮૮; ના પ્રદેશ ૯૨; ની સમજણ, ૯૧-૯૨; પરપદાર્થની સ્પષ્ટ જોવાં, ૧૩૩; નાં પ્રદેશની સંખ્યા વધઘટ સુખબુદ્ધિથી હણાય, ૯૧-૯૨; મંત્રસ્મરણથી ન થવી, ૨૩૬; ની જ્ઞાન,દર્શન,ચારિત્રની વધે, ૧૫૬, ૧૮૭-૧૮૮; વધારવાના હેતુથી એકતા, ૨૮૩; પરમાત્મા, ૨૭૫; બહિરાત્મા, ઉત્તમ આત્મવિકાસ, ર૭૯-૨૮૦; વિચારો ૨૭૫; જીવ પણ જુઓ થી હણાય, ૧૫૪, ૧૫૭; સદ્ગુરુ ના વચન તથા દર્શનથી મળે. ૨૦૪-૨૦૫: સદગુરુના આત્માનુભવ, અને ભેદવિજ્ઞાન, ૨૫૪-૨૫૭, સાનિધ્યમાં, ૨૧૧; ક્ષમાપનાથી વધે, ૩૪૧ ૨૬૬-૨૬૭; થી જ્ઞાન ,દર્શન,ચારિત્રની એકતા, ૨૬૭ થી આત્મા દેહના સ્થળ બંધનથી છટે આત્મજ્ઞાન, જુઓ સમ્યકજ્ઞાન, સમકિત ૩૬૦;માટે ધ્યાન, ૧૫-૧૫૩; માટે મંત્રસ્મરણ, આયુષ્ય કર્મ, ૨૯૨; ક્ષય થવાથી અક્ષયસ્થિતિ ગુણ ૧૫૪, ૧૮૮, ૧૯૪; પછી સંસારભાવ ઘટે, પ્રગટે, ૧૭૯, ૨૯૨ ૨૫૯; શૂન્યતા, ધ્યાન, ભેદવિજ્ઞાન પણ જુઓ આરાધન, ૧૮૯ આત્મવિકાસ, આત્મશાંતિના દૃષ્ટિકોણથી, આવશ્યક, છ, ૧૪૧-૧૪૫ ૨૭૮-૨૭૯; અંતવૃત્તિસ્પર્શ થી શરૂ થાય, આશ્રય, સપુરુષનો, જુઓ શરણું ૩૩૬, અંતવૃત્તિસ્પર્શ પણ જુઓ; કર્મક્ષયના દૃષ્ટિકોણથી, ૨૭૮-૨૭૯; ઝડપથી કરવા ઉત્તમ આશ્રવ (તત્ત્વ), ૧૧૫, ૨૫૦; ઇર્યાપથ આશ્રવ, ગુરુ તથા ઉત્તમ પુરુષાર્થનું મહાત્મ, ૩૪૫ ૨૫૧; કષાયથી સાંપરાયિક આશ્રવ, ૨૫૧, ૩૫૦; કરવા પંચપરમેષ્ટિભગવંતનો સાથ. ૨૬૧; દ્રવ્યાશ્રવ, ૨૫૧; ના કારણો (મિથ્યાત્વ, ૩૩૬-૩૪૩, ૩પ૪-૩૫૬; કરવા સુવિધાઓ અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ), ૨૫૧, મળવી દુર્લભ, ૩૨૦-૩૨૪; ચોથા ગુણસ્થાન ૨૬૧-૨૬૨; પાપનો, ૨પ૨; પુણ્યનો ૨૫૨; સુધી કોઈ પણ ક્ષેત્રે શક્ય, ૩૧૯-૩૨૦; ભાવાશ્રવ, ૨૫૧ તીર્થકર પ્રભુના નિમિત્તે ઓછા પુરુષાર્થથી થાય, આશ્રવ ભાવના, ૨૫૦-૨૫૩; આત્મશુદ્ધિ કરવા ૩૩૮, ૩૬૫; મંત્રસ્મરણથી ત્વરિત, ૧૫૭; પ્રેરણા આપે, ૨૫૩; આશ્રવનાં કારણો, ૨૫૧, નો ક્રમ, ૧૧૧; માટે પાત્રતા અને પુરુષાર્થ, ૨૬૧ ૪૦૭ Page #429 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ આજ્ઞા, આજ્ઞાધીનતા, થી મળતું પ્રભુનું માર્ગદર્શન, ૧૧૦; સ્વછંદ તૂટે, ૧૫૧, ૨૫૬-૨૫૭; પાલનથી ગુણો ખીલે, ૨૩૧ નો શાસ્ત્રાભ્યાસમાં ફાળો, ૧૮૧-૧૮૨, ૧૮૪, ૩૩૫, ૩૫૪-૩૫૫; નું ચારિત્ર, ૧૮૨, ૧૮૪, ૩૫૪; પંચપરમેષ્ટિમાં સ્થાન પામવા જીવ સમસ્ત માટે કલ્યાણભાવ, ૩૨૫, ૩૩૨ ઈ એકત્વભાવના, ૨૭૧-૨૭૩; સપુરુષનું અનન્ય શરણું લેવા, ૨૭૧; શ્રેણિ માંડતા પહેલા ઘૂંટવી, ૩૭૬ ઈન્દ્રિય, અશુભભાવી આત્માના યોગમાં ગુમાવવી, ૨૦૯, ૩૧૨; અને ત્રસકાય, ૨૭૪, ૨૮૭, ૨૯૮; અને પ્રાણ, ૨૩૫; એકેન્દ્રિય, ૨૦૭, ૨૦૯, ૨૧૯, ૨૨૪, ૨૩૭-૨૩૯, ૨૭૪, ૨૮૮-૨૯૦, ૩/૬-૩૦૯; ખોવી સ્વચ્છેદથી, ૩૧૪-૩૧૫; ચોરૅન્દ્રિય, ૨૦૮, ૨૭૫, ૩૧૦; તેઇન્દ્રિય, ૨૭૫, ૩૧૦; પંચેન્દ્રિય, ૩૧૧; બેઇન્દ્રિય, ૨૭૪, ૩૦૯-૩૧૦; સપુરુષના યોગમાં વિકાસ, ૨૦૭-૨૦૯, ૩૭૬-૩૧૧ ઈતરનિગોદ, ૧૪૬, ૩૦૫, ૩૦૬ એકેંદ્રિય જીવો, ૨૭૪; ના પ્રકાર, ૨૭૪ ઉપશમ શ્રેણી, ૧૩૧-૧૩૨, ૨૭૯-૨૮૦; અગ્યારમા ગુણસ્થાનનો સ્પર્શ, ૧૩૨, ૨૭૯; અને પ્રમાદ, ૨૭૯-૨૮૦; પતન નિશ્ચિત, ૧૩૨, ૨૭૯-૨૮૦; પ્રત્યેક આત્મપ્રદેશ દર્શનનો અભાવ, ૧૩૩ ઉપશમ સમકિત, ૧૨૧-૧૨૩, ૩૪૪; મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનું ઉપશમન, ૧૨૨, ૩૪૪; શૂન્યતા તૂટતા ચોથા ગુણસ્થાનથી નીચે ઊતરે, ૧૨૨, ૩૪૪; સમકિત પણ જુઓ ઉપાધ્યાયજી, ૧૮૧-૧૮૨, ૩૩૫, ૩૫૪; નમસ્કાર મંત્રમાં ચોથું પદ, ૧૮૨; ના ૨૫ ગુણો, ૧૮૨, ૩૩૪; નું ચારિત્ર, ૧૮૨, ૧૮૪, ૩૫૪; અં અંતરવૃત્તિસ્પર્શ, ૩૩૬-૩૩૭; એક સમયની દેહ-આત્મની ભિન્નતા, ૩૩૬; પ્રાપ્તિ પહેલા અભવીપણું, ૧૧૯, ૩૩૬; ભવીપણું પ્રાપ્ત થાય, ૩૩૭; મેળવવા તીર્થંકર પ્રભુની હાજરી અનિવાર્ય, ૩૩૭, ૩૫૦; મેળવવા પાત્રતા જરૂરી, ૩૩૭ અંતરાય કર્મ, તોડવાની અનિવાર્યતા, ૮૦, ૧૪૯; નાં કારણે વીર્ય નબળું થાય, ૨૮૪; પરમાર્થ અંતરાય, ૯૧, ૨૮૪; મોહના ક્ષયથી બંધાતુ અટકે, ૯, ૨૮૦, ૨૮૪; વ્યવહાર અંતરાય, ૨૮૪; ક્ષય થવાથી અનંતવીર્ય ગુણ પ્રગટે, ૧૭૯, ૨૮૪, ૨૯૯ તોડવાના ઉપાયો : પ્રાર્થના, ૭, ૨૨, ૨૩; પ્રભુનું શરણું, ૭, ૨૨, ૯૧, ૧૦૬, ૧૯૯, ૨૮૪; ક્ષમાપના(પશ્ચાત્તાપ), ૮૦, પ૯, ૯૧, ૧૦૬; દયા ગુણ ખીલવવો, ૯૧; સ્વપર કલ્યાણની ભાવના, ૯૧ ૪૦૮ Page #430 -------------------------------------------------------------------------- ________________ તૂટવાથી થતા લાભો: પુરુષાર્થ કરવાની પાત્રતા વધે, ૨૨, ૨૫૩; વીર્ય ખીલે, ૨૮૪; જ્ઞાનાવરણ નબળું થાય, ૯; બીજા ઘાતીકર્મોનો ક્ષય થાય, ૭, ૯, ૮૦ બંધાવાનું કારણ આર્તધ્યાન, ૧૯; સર્વજ્ઞપ્રભુ તથા સત્પુરુષની અશાતના, ૭, ૧૯, ૮૦, ૯૧; પ૨પદાર્થોની સુખબુદ્ધિ, ૨૮૪; મોહ, ૧૩૫, ૨૮૦, ૨૮૪; સંસારભાવ, ૩૯ ક કર્મ, આત્માને અશુદ્ધ કરનાર આઠ કર્મ, ૨૩૪૨૩૫; બંધન અને મોહબુદ્ધિ, ૯૩; ના ઉદયથી કષાયી થવું, ૨૦૦; નાં બંધનથી જીવનું પરિભ્રમણ, ૨૩૪; મોહની તીવ્રતાને આધારે બંધાય, ૨૫૧; ક્ષયના હેતુથી આત્મવિકાસમાં ભય, ૨૭૮-૨૮૦ કર્તાપણું, અને કલ્યાણભાવ, ૩૩૩, ૩૫૦-૩૫૩; થી સંસારવૃદ્ધિ, ૫૨; થી વધતું કર્મનું વ્યાજ, ૮૨-૮૩ કલ્યાણભાવ, આચાર્યનો, ૩૩૯; અંતરાય તૂટે, ૨૨, ૩૦૧; થી આત્મવિકાસ, ૩૦૧, ૩૨૩, ૩૬૪૩૬૬; થી રુચકપ્રદેશની પ્રાપ્તિ, ૨૮૭-૨૮૮; નું લક વિસ્તૃત થવું, ૩૪૮; ની વિશેષતા અને મંત્રસિદ્ધ થવો, ૧૬૨-૧૬૩; નો ફરક કેવળીપ્રભુ અને તીર્થંકર પ્રભુમાં, ૩૫૦-૩૫૧; જેટલો બળવાન તેટલો આત્મવિકાસ સુલભ, ૩૩૮, ૩૬૪-૩૬૫; ઉત્કૃષ્ટ તીર્થંકર ભગવાનનો, ૩૨૫, ૩૩૮, ૩૫૦; જીવ સમસ્ત માટે કરનાર પરિશિષ્ટ ૨ પંચપરમેષ્ટિ ભગવંત, ૨૦૨, ૨૯૭, ૩૨૪, ૩૬૫; તીર્થંકર પ્રભુ અને ગણધરના, ૩૩૩, ૩૫૧-૩૫૩; ના આધારે પંચ પરમેષ્ટિનું પદ નક્કી થાય, ૨૦૨, ૩૩૩-૩૩૪ ૪૦૯ કષાય, ઉદિત કર્મો કરાવે, ૨૦૦, ૨૧૦; કર્મ આશ્રવ(બંધ)નું કારણ, ૨૫૧, ૨૬૧; કર્મસ્થિતિ તથા અનુભાગ બંધનું કારણ, ૨૫૧, ૨૮૬૨૮૭; તીવ્રકષાયથી પાપબંધ, ૨૫૨; ના ઉદયથી સાંપરાયિક આશ્રવ, ૨૫૧; ને લીધે આત્મામાંથી ચીકાશ ઝરે, ૨૫૧, ૨૮૬-૨૮૭; નો જય આઠમા ગુણસ્થાનથી શરૂ, ૬૭, ૮૫, ૨૬૨; નો સંપૂર્ણ જય(સંવર) દશમા ગુણસ્થાને, ૧૩૪, ૨૬૨; મંદ કષાયથી પુણ્યબંધ, ૨૫૨; મંદ કરવા પ્રાર્થના, ૮; મંદ કરવા મંત્રસ્મરણ, ૧૫૫; ની ક્ષમા પ્રતિક્રમણમાં, ૧૪૨; શ્રેણિમાં ક્ષય કરવા પુરુષાર્થ, ૧૩૩, નવમાં ગુણસ્થાને અત્યંત મંદતા, ૧૩૪; નાશ થવાનો ક્રમ, ૧૩૪ કાયોત્સર્ગ, ૧૪૪; વખતે મંત્ર તથા લોગસ્સનું ૨ટણ, ૧૪૪; કાળ (દ્રવ્ય), ૧૧૩, ૨૩૩, ૨૭૭; પુદ્ગલનાં પર્યાય બતાવે, ૨૩૩ કેવળદર્શન,૨૮૧; અને બારમું ક્ષીણમોહ ગુણસ્થાન, ૧૩૪; અને તેરમું સયોગી કેવળી ગુણસ્થાન, ૧૩૬; કેવળજ્ઞાન પછી પ્રગટે, ૧૯૫; દર્શનાવરણના સંપૂર્ણ ક્ષયથી પ્રગટે, ૧૯૦, ૧૯૫, ૨૩૭; ની પ્રાપ્તિ પછી જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતા, ૨૮૨-૨૮૩ કેવળજ્ઞાન, ૨૮૧; અને બારમું ક્ષીણમોહ ગુણસ્થાન, ૧૩૪; અને તેરમું સયોગી કેવળી Page #431 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ગુણસ્થાન, ૧૩૬; કેવળદર્શનની પહેલા પ્રગટે, જીવને ભાવિમાં ગણધરપદ મળે, ૩૦૬; ૧૯૫; ની પ્રાપ્તિ પછી જ્ઞાન,દર્શન,ચારિત્રની સર્વોત્તમ છદ્મસ્થ પુરુષાર્થી ૩૫૩; આચાર્ય એકતા, ૨૮૨–૨૮૩; જ્ઞાનાવરણના સંપૂર્ણ પણ જુઓ ક્ષયથી પ્રગટે, ૧૯૦, ૧૯૫, ૨૩૭, ૨૮૧ ગોત્ર કર્મ, ૨૯૪; ક્ષય થવાથી અગુરુલઘુ ગુણ કેવળીગમ્ય પ્રદેશ, ૩૫૯ પ્રગટે, ૧૭૯, ૨૯૪ કેવળીપ્રભુ, અને તીર્થંકરપ્રભુના કલ્યાણભાવનો ગુણો, આત્માના, આચાર્યના છત્રીશ, ૧૮૦, ફરક, ૩૩૮-૩૩૯, ૩૫૦; અને તેરમું સયોગી ૩૩૩; અને સમકિત, ૧૨૫; ઉપાધ્યાયના કેવળી ગુણસ્થાન, ૧૩૬; અને અઘાતી કર્મો પચ્ચીશ, ૧૮૩, ૩૩૫; કેળવવા પ્રભુ પ્રત્યે હોવા, ૧૩૬; અને કેવળજ્ઞાન, કેવળદર્શન અહોભાવ વેદવો, ૨૦૦, ૨૦૧; તીર્થકર ૨૮૧-૨૮૨; અને ચૌદમા ગુણસ્થાને પ્રભુના બાર, ૧૭૧, ૩૨૬; પંચપરમેષ્ટિ યોગને રુંધવા, ૧૩૬, ૧૪૧, ૨૮૬, ૨૯૫; ભગવંતના ૧૦૮, ૩૩૬; મિથ્યાત્વથી ખૂબ આયુષ્યના અંતે સિદ્ધ થાય, ૨૮૬; ને યોગનું અવરાય, ૧૧૯; મંત્રસ્મરણથી ખીલે, ૧૫૫હોવું અને શાતાવેદનીયનો બંધ, ૧૩૬, ૨૫૧, ૧૫૬; વિકાસથી ગુણસ્થાન ચડે, ૧૨૫; સર્વ ૨૮૫-૨૮૬; ને ઇર્યાપથ આશ્રવ, ૨૫૧; ગુણો નમસ્કાર મંત્રમાં, ૧૬૯; સાધુ-સાધ્વીજીના નો સમુદ્યાત, ૨૮૬-૨૮૮, ૩૦૫-૩૦૬; સત્તાવીશ, ૧૮૩-૧૮૪, ૩૩૫-૩૩૬; નો નિત્યનિગોદના જીવ પર ઉપકાર, ૧૪૧, સિદ્ધપ્રભુના આઠ, ૧૭૮-૧૭૯, ૩૩૩; સંપૂર્ણ ૨૮૬-૨૮૮, ૩૦૫-૩૦૬; નો સાથ ક્યારેય ન અવરાય, ૨૩૬, ૨૩૭; શ્રેણીના અંતે આત્મવિકાસમાં, ૩૩૬, ૩૩૮; ને જ્ઞાન, પૂર્ણતાએ ખીલે, ૧૪૦ દર્શન, ચારિત્રની એકતા, ૨૮૩ ગુણસ્થાન, અને મોહનીયનો ક્ષયોપશમ, ૧૧૮, ગુણોની વિશુદ્ધિ દર્શાવે, ૧૧૭-૧૧૮, ૧૩૬; છેલ્લા સાતગુણસ્થાનમાં પ્રગતિ માટે ગણધરજી, ૧૮૦, ૩૩૩; અને ગણધરપદની પંચપરમેષ્ટિની પરોક્ષ સહાય, ૩૭૦-૩૭૨; ના પ્રાપ્તિ, ૩૫૨; અને તીર્થંકર પ્રભુનું શુભ નામ, ૧૧૮; દ્રવ્ય અને ભાવથી જુદા હોય તો ઋણ, ૩પ૧-૩૫૩; આચાર્યોમાં શ્રેષ્ઠ, સંઘર્ષ, ૧૨૭-૧૨૮; ની કાળઅવધિ, ૧૩૧; ૧૮૦, ૩૩૩; ઉત્તમ ગુરુ થવા યોગ્ય, પહેલા સાતમાં વિકાસ માટે પંચપરમેષ્ટિની ૩૫૦; કેવળજ્ઞાન પછી કલ્યાણકાર્ય બંધ કરે, પ્રત્યક્ષ સહાય, ૩૭૦-૩૭૧; સિદ્ધપ્રભુને હોય ૩૩૪, ૩૫૨; તીર્થંકર પ્રભુના મુખ્ય શિષ્ય, નહિ, ૧૩૬-૧૩૭ ૧૮૦, ૩૩૩; નો કલ્યાણભાવ, ૩પ૧- ગપ્તિત્રણ, ૧૮૧ ૩૫૩; ના કલ્યાણભાવમાં કર્તાપણું, ૩૩૩, ૩૫૧; ના નિમિત્તે નિત્યનિગોદથી નીકળનાર ગુરુ, જુઓ સદ્ગુરુ ૪૧૦ Page #432 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ ૨૮૬; માટે માર્ગદર્શન માટે સિદ્ધપ્રભુનાં કલ્યાણ પરમાણુ, ૨૯૫ ચૌવિહાર, ૧૪૪–૧૪૫ ઘાતી કર્મ, નબળાં પાડવા પ્રાર્થના, ૯; સાતમા ગુણસ્થાને અનુદય, ૧૩૦; બંધાવાનું મૂળ મોહ, ૨૮૪; ક્ષય કરવા અંતરાય કર્મનો ક્ષય અગત્ય, ૭, ૨૮૪; આઠમા ગુણસ્થાનથી સંહાર, ૧૩૩; ક્ષયથી શુધ્ધાત્મા, ૨૩૪; ક્ષય શ્રેણીના અંતે, ૨૮૦-૨૮૧; ક્ષયથી પૂર્ણ નિર્વિકલ્પતા, ૨૮૦; આ ક્ષય માટે ઉત્તમ સપુરુષનો આશ્રય, ૨૭૧; ક્ષયથી અપૂર્વ ગુણો પ્રગટે, ૨૮૦ છે ચારિત્ર (ગુણ), મોહનીયના નાશથી ખીલે, ૧૮૮; અનંતચારિત્ર પણ જુઓ ચારિત્રમોહ, અને સમકિત, ૧૨૩-૧૨૪; મોહનીય કર્મ પણ જુઓ ચોથું ગુણસ્થાન, અવિરતિ સમ્મષ્ટિ : ૧૨૨૧૨૫: ઉપશમ તથા વ્યવહાર સમકિતમાં શુન્યતા વખતે, ૧૨૨; અને સ્વરૂપ પ્રતીતિ, ૨૫૩-૨૫૯; વ્રતનું પાલન ન થાય, ૧૨૫; આત્માના સર્વ ગુણોનો આંશિક અનુભવ, ૧૨૫, ૨૫૩; દેહ-આત્માની ભિન્નતાનો અનુભવ, ૨૫૩; પ્રાર્થનાનું આરાધન મુખ્ય, ૨૫૬; ક્ષમાપનાના પાઠમાં, ૧૩૮; ક્ષયોપશમ સમકિત પછી છૂટે નહિ, ૩૪૪; સમકિત પણ જુઓ ચૌદમું ગુણસ્થાન, અયોગીકેવળી, ૧૩૬-૧૩૭; અને કેવળી સમુદ્યાત, ૨૮૬; અને સિદ્ધપદની પ્રાપ્તિ, ૧૩૬, ૨૮૬; અઘાતી કર્મોની નિર્જરા, ૧૩૬, ૨૮૬; અને યોગનું છૂટવું, ૧૩૬, ૨૮૫ છ પદ, આત્માનાં, અને સમતિ, ૮૫, ૧૯૯; આત્મા છે, ૮૬; આત્મા નિત્ય છે, ૮૬; આત્મા કર્તા છે, ૮૭; આત્મા ભોક્તા છે, ૮૭-૮૮; મોક્ષ છે, ૮૮; મોક્ષનો ઉપાય છે, ૮૮-૧૧૨, ૧૯૯; સમજણ, ૮૫ છઠ્ઠ ગુણસ્થાન, સર્વવિરતિ સમ્યક્રદૃષ્ટિ, ૧૨૬૧૨૮, ૩૬૬-૩૬૮; અને મુનિપણું, ૧૨૭, ૨૫૮, ૩૬૬; દ્રવ્ય અને ભાવથી ભેદથી સંઘર્ષ, ૧૨૭-૧૨૮, ૩૬૬-૩૬૭; નાં લક્ષણો, ૧૨૭; મેળવવા અવિરતિનો સંવર, ૨૬૧-૨૬૨ - મેળવવા પુરુષાર્થ: પ્રમાદની અલ્પતા, ૧૦૦-૧૦૮, ૨૯, ૨૫૮; પ્રાર્થના, ૩૧૩૨; મન,વચન, કાયાની સોંપણી, ૩૨, ૧૨૬-૧૨૭, ૨૫૭, ૩૬૬; સદ્ગુરુનું સંપૂર્ણ શરણું, ૩૨, ૧૩૮-૧૩૯, ૨૫૮; સ્વચ્છંદ નિરોધ, ૩૧-૩૨, ૧૨૬, ૧૩૯, ૨૫૭-૧૫૮, ૩૬૬; ક્ષમાપનાનું આરાધન વધુ ઉપયોગી, ૨૫૬ પ્રાપ્તિનું ફળ: આજ્ઞાધીનપણું વધે, ૩૨, ૧૨૬, ૨૫૮; ઘટતી મતિકલ્પના, ૩૨; મહાવ્રતનું પાલન, ૧૨૭; મોક્ષમાર્ગનાં રહસ્યો સમજાય, ૩૨, ૨૫૭; વિશેષ નિર્જરા થાય, ૩૨; શુદ્ધ ચારિત્ર ખીલે, ૩૨-૩૩; સંયમ વધે, ૧૨૬ ૪૧૧ Page #433 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ૧૨૮; સંસારભાવ ઘટે, ૧૨૬, ૨૫૮; તિર્યચ, અને લોકસ્વરૂપભાવના, ૨૭૪; સ્વરૂપલીનતા, ૨૫૮ અશુભભાવથી પ્રાપ્ત થાય, ૧,૩૦૫; એકેંદ્રિયથી સંજ્ઞીપંચેન્દ્રિય જીવો,૧૧૯; ગતિની સમજણ, છૂટવાની ભાવના, દયા ગુણથી વધે, ૯૧; થી રુચક ૧, ૨૨૫, ૩૧૩-૩૧૪; માં સમ્યક્દર્શન લેવું પ્રદેશો સક્રિય થાય, ૧૬૩; પરમાર્થ પ્રગતિ શક્ય, ૩૧૪, ૩૧૭; માં આત્મવિકાસ, ૩૧૪, અર્થ, ૪-૫, ૭૪-૭૫, ૨૪૨; ભેદવિજ્ઞાન ૩૧૭, ૩૨૦ કરવા માટે જરૂરી, ૨૫૪; મિથ્યાત્વ ઘટવાથી થાય, ૧૨૦; મોક્ષમાર્ગનું પહેલું પગથિયું, તીર્થકર ભગવાન, ૧૭૦-૧૭૪; ૩૨૫-૩૩૨; ૧૧૧; વધારવા લોકસ્વરૂપભાવના, ૨૭૩- અને નમસ્કારમંત્ર, ૧૬૯-૧૭૦; અને ૨૭૫; સમકિત માટે પાત્રતા ખીલવવા, ૯૪, અરિહંતપણું, ૧૭૬-૧૭૭, ૩૨૫-૩૨૬; ૧૩૮, ૨૪૭ અને અંતરુવૃત્તિસ્પર્શ, ૩૩૬-૩૩૭, ૩૫૦; અને કેવળીપ્રભુ વચ્ચે કલ્યાણની ક્ષમતામાં ભેદ, ૩૩૭, ૩૫૦; અને ગણધરપ્રભુનું કલ્યાણકાર્યનું ઋણ, ૩૫૧-૩૫૩; અને તીર્થકર નામકર્મ, જીવ, કર્મથી અવરાયેલ આત્મા, ૨૩૪; દ્રવ્ય, ૩૫૧; અને નિશ્ચયથી વ્યવહાર સમકિત, ૧૧૩, ૨૭૫; તત્ત્વ, ૧૧૫; નાં દશ પ્રાણ, ૩૩૮; ઉત્તમ ગુરુ થવા શક્તિમાન, ૩૫૦; ૨૩૫; નાં લક્ષણો, ૨૩૩-૨૩૪; નું સંસારમાં ચતુર્વિધ સંઘની સ્થાપના કરનાર, ૧૭૦, ૩૨૫; પરિભ્રમણ, ૨૪૪ કેવળજ્ઞાન પહેલા બોધ ન કરે, ૩૨૫, ૩૩૪; ના અતિશયો, ૧૭૧, ૧૭૪-૧૭૬, ૩૨૬, ૩૩૮૩૩૨; નો ઉત્તમ કલ્યાણભાવ જીવ સમસ્ત માટે, ૧૭૦, ૨૯૧, ૩૨૪; ના કલ્યાણભાવનાં તત્ત્વ, નવ, ૧૧૨-૧૧૭ લક્ષણો, ૩૩૩, ૩૫૧; નાં કલ્યાણકો, ૧૭૭, તપ, અત્યંતર(આંતર), ૧૮૧, ૨૬૪; થી નિર્જરા, ૩૨૫; નાં કલ્યાણકો વખતે નિત્યનિગોદના ૨૬૪; ધ્યાન અને પ્રાયશ્ચિતથી ઉત્તમ નિર્જરા, જીવો પર થતો ઉપકાર, ૩૦૫-૩૦૬; ના પ્રતિહાર્ય, ૧૭૧-૧૭૪, ૩૨૭-૩૩૦; ના બાર ૨૬૪; બાહ્ય, ૧૮૧, ૨૬૪ ગુણો, ૧૭૦, ૩૨૬; ના નિમિત્તે નિત્યનિગોદથી તેરમું ગુણસ્થાન, સયોગીકેવળી, ૧૩૬; ચાર ઘાતી બહાર નીકળનાર જીવ ભાવિમાં તીર્થકર થાય, કર્મનો ક્ષય,૩૪, ૧૩૨; અને કેવળજ્ઞાનની ૩૦૬; ની દેશના સમવસરણ, ૧૭૩-૧૭૪, પ્રાપ્તિ,૨૮૩; માત્ર શાતાવેદનીયનો બંધ, શ્રેણી ૩૨૬-૩૩૨; નો ઉત્તમ મૈત્રીભાવ, ૧૭૭, પૂર્ણ થાય, ૧૩૧, ૩૭૧; પર જીવનના અંત ૩૨૬; ક્ષપક શ્રેણી માંડવા પ્રત્યક્ષ સહાયની સુધી કેવળ પ્રભુ રહે, ૧૩૧; પર જ્ઞાન, દર્શન, જરૂર ન પડે, ૩૭૬; કેવળીપ્રભુ, સમુદ્યાત ચારિત્રની એકતા, ૨૮૩ પણ જુઓ ૪૧૨. Page #434 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ ત્રસકાય, ૨૭૪, ત્રસનાડીની અંદર, ૨૭૪, ૨૮૭ ક્ષીણ કરવાનો ઉપાય: અહિંસાપાલન, ત્રીજું ગુણસ્થાન, મિશ્ર, ૧૨૧; સુધી અનંતવાર ૯૩; પ્રાર્થના, ૧૯૧, ૨૪૮; મોહનો ત્યાગ, ૯૪; સત્સંગ, ૨૮-૨૯; સર્વ જીવ ચડઉતર, ૧૨૧; સુધી મોહનીય બળવાન, ૧૨૩; અને યથાપ્રવૃત્તિકરણ, ૧૨૩; ક્ષમાપનાના માટે કલ્યાણભાવ સેવવો, ૩૪૯; ક્ષમા ગુણ ખીલવવો, ૯૨-૯૩ પાઠમાં, ૧૩૭ દર્શનમોહ, અને સમ્યક્દર્શન, ૧૯૫; અને સમકિત, ૧૨૩-૧૨૪; ના ત્રણ ભાગ, ૧૨૩; ના ઉદયથી શૂન્યતા તૂટે, ૧૨૩; ના ક્ષય પછી દયા, પરદયા-સ્વદયા, ૯૧; ખીલવવાથી અંતરાય ચારિત્રમોહનો ક્ષય, ૨૮૪; નો ક્ષય અને ક્ષાયિક ક્ષય, ૯૧ સમકિત, ૧૨૪; મિથ્યાત્વ પણ જુઓ દશમું ગુણસ્થાન, સૂમ સંપરાય, ૧૩૪, ૩૭૪; દેવ, ગતિની સમજણ, ૨૨૫-૨૨૬, ૨૭૪-૨૭૫, આશ્રવ કરતાં નિર્જરા વધારે, ૧૩૪, ૨૬૨; ૩૧૩-૩૧૫: ચારિત્રપાલન ન થાય, ૩૧૯; અને શ્રેણી, ૧૩૪; ઘાતકર્મો બંધાતા અટકે, પુણ્યકર્મથી મળે, ૧, ૧૫૯, ૨૭૩; માં માત્ર ૨૮૦; ના અંતે મોહનું બંધન અટકે(કષાયનો સંજ્ઞીપંચેન્દ્રિય જીવો, ૧૧૯; માં આત્મવિકાસ, સંવર), ૧૩૪, ૧૩૫, ૨૬૨, ૨૮૦, ૩૭૪; ૩૧૭-૩૧૯, ૩૫૭; તીર્થંકર પ્રભુની સેવા કરે, સત્યવ્રતનું પાલન, ૩૭૮-૩૭૯ ૧૭૧-૧૭૬; ૩૧૮, ૩૨૬-૩૩૧ દર્શન, ધર્મ શ્રધ્ધાન, (ગુણ) ક્યારેય સંપૂર્ણ અવરાય દેહાત્મબુદ્ધિ, થી વધતું સંસારપરિભ્રમણ, ૮૯, નહિ, ૨૩૭, ૨૩૯, ૨૯૪; ગુણની સમજ, ૨૧૦; તોડવા અશુચિભાવના, ૨૧૭-૨૨૦; ૧૦૬, ૧૮૯-૧૯૦, ૨૯૮; ની વિશુદ્ધિ મોહ તોડવા કાયોત્સર્ગ, ૧૪૪; તોડવા સત્પરુષનો ક્ષીણ થવાથી, ૧૯૦; ની વિશુદ્ધિ માટે પ્રાર્થનાનું બોધ, ૨૦૩, ૨૪૨; તોડવા સ્વાત્મબુદ્ધિ, ૨૪૩; આરાધન, ૧૯૧, ૨૪૮; સમ્યક્દર્શન પણ નું કારણ મોહ, ૨૧૦ જુઓ દોષ, જીવના, દશા વધતાં મોટી સજા, ૧૦૯; થી - ખીલવવાનાં સાધનોઃ ક્ષમા ગુણ ખીલવવો, છૂટવા ક્ષમાપના, ૧૦૭; થી બચવા પ્રભુની ૯૩ શરણાગતિ, ૧૦૯; થી છૂટવા સપુરુષનાં દર્શન શબ્દના વિવિધ અર્થ, ૧૯૪-૧૯૫ વચન, મુદ્રા, સમાગમ, ૨૩) દર્શનાવરણ કર્મ, ૨૮; તોડવા અંતરાય ક્ષય જરૂરી, દ્રવ્ય, છ, ૧૧૩, ૨૩૩, ૨૭૩, ૨૭૬-૨૭૭; ૮૦; લય થવાથી અનતદીન ગુણ પ્રગટે, અને દ્રવ્યાનુયોગ, ૨૭૭; ની સમજણ શ્રેણી ૧૭૯ માંડવા જરૂરી, ૨૭૭; સર્વનું જ્ઞાન - બંધનનું કારણ : રાગભાવ, ૨૮; હિંસા, સર્વજ્ઞ ભગવાનને, ૨૮૧; સમજાવતી ૨૮ લોકસ્વરૂપભાવના, ૨૭૩-૨૭૬ ૪૧૩ Page #435 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ દ્વેષ, રાગના આધારે, ૧૦૪; ની નિવૃત્તિથી નરક, ગતિની સમજણ,૧, ૭૧-૭૨, ૧૫૬, આત્મશાંતિ, ૨૫૯-૨૬૦ ૨૨૫, ૩૧૩-૩૧૪; પાપકર્મથી મળે, ૧, ૨૪૪, ૨૫૨, ૩૦૫; માં આત્મવિકાસ, ૩૧૪૩૧૬; માં માત્ર સંજ્ઞીપંચેન્દ્રિયજીવો, ૧૧૯; અને લોકસ્વરૂપ, ૨૭૪, ૨૭૫ ધ્યાન. ઊંડ થવાથી નિર્જરા વધુ, ૧૫૭, ૨૬૬; નવ તત્ત્વ, જુઓ તત્ત્વ ઊંડું કરવા મોહ તોડવો, ૧૯૦-૧૯૧ થી આત્મગુણોનો પરિચય, ૧૦૪; થી કર્મની નવમું ગુણસ્થાન, અનિવૃત્તિનાદર સંપરાય, નિર્જરા, ૧૧૬, ૧૫૨, ૧૮૮, ૨૬૪-૨૬૫; ૧૩૩-૧૩૪, ૩૭૩-૩૭૪; અને કષાય ક્ષીણ થી આત્માનુભવ, ૧૫-૧૫૩, ૧૮૮; માં કરવા, ૧૩૩, ૩૭૪; આત્માના પ્રદેશ સ્પષ્ટ એકાગ્રતા માટે એકાંતવાસ, ૨૫૪; માં જવા દેખાવા, ૧૩૩; વિશુદ્ધિની માત્રા પ્રત્યેક સમયે માટે મંત્રસ્મરણ, ૧૫૩, ૧૯૩, ૨૫૦, ૨૬૬; સરખી, ૩૭૪ ધર્મધ્યાન, શૂન્યતા તથા શુક્લધ્યાન પણ જુઓ નામ કર્મ, ૨૯૩; ક્ષય થવાથી અરૂપીપણું ગુણ ધર્મદુર્લભભાવના, ૨૪૪-૨૪૬ પ્રગટે, ૧૭૯, ૨૯૩ નિગ્રંથપણું, અને છઠ્ઠ ગુણસ્થાન, ૧૨૭ ધર્મધ્યાન, અને આત્માનો અનુભવ, ૧૫૨; અને સામાયિક, ૧૪૨; નો સમય અનિયત, ૧૩૧, નિર્જરા, અકામ, ૧૧૬, ૧૫૨, ૨૪૯; અવિપાક, ૩૬૮; માં સકામ સંવર તથા સકામ નિર્જરા, ૨૬૪; કરવાનાં સાધનો, ૨૬૫-૨૬૬; ૧૫૨; સાતમા ગુણસ્થાન પહેલા, ૧૩૧; ગુણશ્રેણિ, ૨૬૫; તપથી, ર૬૪; તત્ત્વની શૂન્યતા પણ જુઓ સમજણ, ૧૧૫-૧૧૬; ધ્યાન અને પ્રાયશ્ચિતથી વિશેષ, ૨૬૪-૨૬૫; પશ્ચાતાપથી, ૭૭, ધર્માસ્તિકાય (દ્રવ્ય), ગતિમાં સહાયરૂપ, ૧૧૩, ૨૬૪; પ્રદેશોદયથી, ૧૯૨; મંત્રસ્મરણના ૨૩૩, ૨૭૬; સદાય સ્વદ્રવ્યરૂપે પરિણમે, આરાધનથી, ૧૫૪-૧૫૭; સકામ, ૧૧૬, ૨૮૩; અરૂપી, ૨૯૩ ૧૫૨, ૨૪૯; સવિપાક ૨૬૩; ક્ષમાપનાના આરાધનથી, ૧૫૧-૧૫૨, ૨૪૯ નિર્જરાભાવના, ૨૬૩-૨૬૬; સાતમાં ગુણસ્થાનના આરાધન માટે, ૨૬૬ નમસ્કાર મંત્ર, ૧૬૮; આરાધનનો મહિમા, ૧૬૯, ૧૮૫-૧૮૬; આત્મવિકાસમાં પ્રેરણા આપનાર, નિત્યનિગોદ, ૨૭૪; ના જીવની દશા, ૨૪૪, ૧૮૪-૧૮૫; માં આત્માના સર્વ ગુણો, ૨૭૪,૩૦૫; માંથી સિદ્ધ થતાં પ્રભુનાં નિમિત્તે ૧૬૯, ૧૮૫; શાશ્વતો મંત્ર, ૧૬૯; સમસ્ત બહાર નીકળે, ૧૪૧, ૨૮૮, ૩૦૫; ના જીવો જનકલ્યાણાર્થે, ૧૬૯ ને સાત ચક પ્રદેશો પ્રાપ્ત થવાં, ૩૦૫; ના ૪૧૪ Page #436 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ જીવો ને આઠમા રુચક પ્રદેશની પ્રાપ્તિ, ૨૮૮; આત્માનાં ગુણોને આવરે, ૯૩; નો જથ્થો યોગ ના જીવો માટે ઉપકારી કેવળી સમુદ્રઘાત, ૨૮૭- પર આધારિત, ૨૮૫; પશ્ચાત્તાપથી ખરવા, ૨૮૮, ૩૦૫-૩૦૬ ૭૭; શુભ-અશુભ ભાવના આધારે રહવા, ૧૭, ૧૧૩, ૧૧૪ નિર્વિકલ્પતા, અને શુક્લધ્યાન, ૨૬૮, ૨૭૧, ૩૬૯; અને સાતમું ગુણસ્થાન, ૨૬૭, ૩૬૮- પરમાણુ, કલ્યાણનાં, સર્વજ્ઞ પ્રભુનાં, ૨૨; ૩૬૯; એટલે પ્રમાદરહિતપણું, ૨૬૭; ન આવે પંચપરમેષ્ટિ ભગવંતનાં અને ક્રમિક ત્યાં સુધી વિચારવમળ, ૧૫૬-૧૫૭, ૨૬૭; નો આત્મવિકાસ, ૩૫૪-૩૫૬; પ્રાર્થનામાં કાળ નિયત અથવા સતત વધવો, ૨૭૦-૨૭૧, ભળી ફળ આપે, ૨૨, ૧૯૧; થી દર્શનની ૩૬૮-૩૬૯; પૂર્ણતાએ પ્રગટે ઘાતી કર્મોના વિશુદ્ધિ, ૧૯૧-૧૯૨; સિદ્ધ પ્રભુનાં, ક્ષયથી, ૨૭૧, ૨૮૦; માત્ર સંજ્વલન કષાયનો ૨૮૮, ૨૯૫, ૩૭૯; સદ્ગુરુનાં ગ્રહવાથી આશ્રયા, ૨૬૭; વધુમાં વધુ અંતમુહૂર્ત કાળ આત્મવિકાસ, ૩૪૫, ૩૪૬; સજીવ તથા સુષુપ્ત ટકે, ૨૬૭, ૩૬૭ પરમાણુ, ૩૫૫ નિર્વિકારીપણું (ગુણ), કર્મબંધથી મુક્ત રહેવા, પવિત્રતા (આત્માની), સમજણ, ૯૩; મોહબુદ્ધિથી ૧/૪ હણાય, ૯૩ નિશ્ચયથી વ્યવહાર સમકિત, ૧૨૨; એકથી પશ્ચાત્તાપ, અશુભ કર્મને સગવડતાએ ભોગવાય, આઠ સમયની દેહ-આત્માની ભિન્નતા, ૭૮, ૧૩૯; અને પ્રતિક્રમણ, ૧૪૧; ૩૩૭, ૩૩૮; મેળવવા તીર્થંકર પ્રભુનો કર્મવૃદ્ધિનાં વ્યાજથી બચાવે, ૭૮; સકામ સાથ અનિવાર્ય, ૩૩૭, ૩૩૮, ૩૫૦; નિર્જરા થાય, ૭૮, ૧૦૩, ૧૧૬, ૧૩૯, મેળવ્યા પછી આઠ કેવળીગમ્ય પ્રદેશની ૧૯૩, ૨૪૯; નું મહત્ત્વ, ૭૭; સમકિત પ્રાપ્તિ, ૩૫૯ માટે પાત્રતા કેળવે, ૯૪-૯૫, ૩૪૦-૩૪૧; નિસ્પૃહતા, ૧૬૦; મોહનીયના ક્ષયોપશમથી, સંસારથી છૂટવા, ૮૯-૯૦, ૧૧૧; સમ્યકજ્ઞાનનું આરાધન, ૨૪૯ ૩૪૭ નીરાગીપણું (ગુણ), ૧૦૪ પહેલું ગુણસ્થાન, મિથ્યાત્વ: ૧૧૮-૧૨૦; અંતવૃત્તિસ્પર્શ થી ભવીપણું, ૧૨૦; સર્વ અસંજ્ઞી જીવોને, ૧૧૯; ક્ષમાપનાના પાઠમાં, ૧૩૭ પદ, છ (આત્માનાં), જુઓ છ પદ પાપ, અને અશાતા, ૧૧૩-૧૧૪; કર્મથી અશુભ પરમાણુ, કર્મનાં, ૨૮૧-૨૮૨; અને નવ તત્ત્વ, ગતિ, ૧, ૨૪૪, ૨૫૨, ૩૦૫; તત્ત્વની ૧૧૩-૧૧૭, ૨૫૧; અને રુચક પ્રદેશ, ૧૬૩; સમજણ, ૧૧૩-૧૧૪; તીવ્ર કષાયથી બંધાય, ૪૧૫ Page #437 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ૨૫૨, ૨૭૫; નું મૂળ માન, ૯૬; બંધન નાં ૧૮૫, ૩૩૬; નો સાથ ક્રમિક આત્મવિકાસમાં, કારણો, ૨૫૨; વિભાવથી બંધાય, ૧૧૩ ૩૩૬-૩૪૩, ૩૫૪-૩૫૬; નું પ્રતિક હૈં, ૧૪૧; માં સ્થાન પામવા જીવ સમસ્ત માટે પાપDાનક, નું સેવન કષાયથી, ૨૦૦ કલ્યાણભાવ, ૨૦૨, ૨૯૭, ૩૨૪, ૩૩૨; પાંચમુ ગુણસ્થાન, દેશવિરતિ સમ્યદૃષ્ટિ, ૧૨૫ તીર્થકરપ્રભુ, સિદ્ધપ્રભુ, આચાર્ય, ઉપાધ્યાય, ૧૨૬, ૩૬૨-૩૬૪; પ્રાપ્તિ માટે પ્રાર્થના, ૩૧ સાધુ-સાધ્વી પણ જુઓ ૩૨; દ્રવ્ય(બાહ્ય) અને ભાવ(અંતર)થી, ૧૨૬, પ્રત્યાખ્યાન કષાય, ની નિર્જરા શ્રેણીમાં, ૧૩૩, ૩૬૨-૩૬૩; સમકિત વગર અનુપકારી, ૧૨૬; ૨૮૦. ૩૭૩-૩૭૪ ક્ષમાપનાનું આરાધન વધુ ઉપયોગી, ૨૫૬; મેળવવા અવિરતિનો સંવર, ૨૬૧-૨૬૨ પ્રતિક્રમણ, ૧૪૧-૧૪૨; અને ક્ષમાપના, ૮૧ ૮૩; વિવિધ પ્રકારનાં, ૮૧; સમજણ, ૮૧; - નાં લક્ષણો: આજ્ઞાપાલનની શરૂઆત, આવશ્યક પણ જુઓ ૧૨૫, ૩૬૨; વતનિયમનું આંશિક પાલન, ૧૨૫-૧૨૬, ૩૬૨-૩૬૩; સંયમની પ્રદેશ, આત્માના, આઠ પૂર્ણ શુદ્ધ રુચક, ૧૬૩, શરૂઆત, ૧૨૬, ૩૬૩; સ્વચ્છેદ ઘટે, ૩પ૯; અશુદ્ધ, ૧૬૩, ૩૫૯; આઠ કેવળીગમ્ય, ૧૨૬, ૩૬૩ ૩૫૯; કંપિત થવાથી કર્મ બંધાય, ૨૫૧; દેહથી છૂટા થવા આત્માનુભવ વખતે, ૩૬૦; દેહના પુણ્ય, કર્મથી શુભ ગતિ, ૧; તત્ત્વની સમજણ, સ્થૂળ બંધનથી મુક્ત ક્ષાયિક સમકિત પછી, ૧૧૪; પરમાર્થ વિઘ્નકર્તા, ૫૦-૫૧; પરમાર્થે ૩૬૦-૩૬૧; દેહથી છૂટવાથી સમાધિમૃત્યુ, વાપરવા પ્રાર્થના, પર-પ૩; પુણ્યાનુબંધી ૩૬૧-૩૬૨; ની સંખ્યા ક્યારેય ન બદલાય, પુણ્ય, ૪૩, ૧૨, ૧૫૬; બંધનાં કારણો, ૨૩૬; કર્મની નિર્જરાથી દેહથી છૂટા પડે, ૩૬૧; ૨૫૨, ૨૯૦-૨૦૧; મંદકષાયથી બંધાય, રુચક પ્રદેશ, કેવળીગમ્ય પ્રદેશ પણ જુઓ ૨૫૨,૨૭૫; સંસારભાવથી વેડફાઈ જાય. ૫૦-૫૧, ૧૦૨ પ્રદેશોદય, થી નિર્જરા ક્ષમાપના થકી, ૧૯૨ પુદ્ગલ દ્રવ્ય), ૧૧૩, ૨૩૩, ૨૭૫-૨૭૬; કર્મરૂપે પ્રમાદ, અને ભવીપણું, ૧૦૮; અને વિચાર કે આત્મા સાથે જોડાય, ૨૫૧, ૨૭૬, ૨૯૩; નો વિકલ્પ, ૧૨૯, ૨૬૭; અને સ્વરૂપસ્થિરતા, જીવ પર ઉપકાર, ૨૭૬ ૨૬૭; કર્મ આશ્રવ(બંધ)નું કારણ, ૨૫૧, ૨૬૧; કર્મસ્થિતિ તથા અનુભાગ બંધનું કારણ, પંચ પરમેષ્ઠિ ભગવંત, ૩૨૪-૩૨૫; એકથી વધુ ૨૫૧; છોડવા પ્રાર્થના, ૧૭૯; દશા વધવા સાથે પદમાં સ્થાન, ૨૦૨; કલ્યાણભાવના આધારે વધતો ભય, ૧૦૯; નો જય મોક્ષમાર્ગમાં પ્રગતિ પદ નકકી થવું, ૨૦૨, ૩૩૪, ૩૩૫, ૩૫૧- માટે, ૧૦૭, ૧૧૧; નો ભય શ્રેણિમાં, ૧૦૦૩૫૫; ના ૧૦૮ ગુણો નમસ્કાર મંત્રમાં, ૧૦૮, ૨૭૯-૨૮૦, ૩૭૫; નો સંવર કરવાનાં ૪૧૬ Page #438 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ સાધનો, ૨૬૧-૨૬૨; રહિતપણું સાતમા બ ગુણસ્થાને, ૧૨૯, ૨૬૧-૨૬૨, ૨૬૭ બારમું ગુણસ્થાન, ક્ષીણમોહ, ૧૩૫, ૩૭૫, ૩૭૯; પ્રાણ, દશ, ૨૩૫ ઘાતકર્મો નો નાશ, ૧૩૫, ૨૬૨, ૨૮૦, ૨૮૩, પ્રાર્થના, કરવાની રીત, ૧૭, ૩૮; જીવનમાં વણવી, ૩૭૫; ના અંતે કેવળજ્ઞાન તથા કેવળદર્શન, ૭૪ નું મહત્ત્વ, ૬; થકી કલ્યાણનાં પરમાણુ ૧૩૫, ૨૮૩, ૩૭૫; પરમાર્થ અંતરાયનો પૂરો ગ્રહવા, ૧૯૧; નું આરાધન સમ્યક્દર્શન ક્ષય, ૨૮૪; મહાવ્રતનું ઉત્કૃષ્ટતાએ પાલન, ખીલવવા, ૧૯૧-૧૯૨ ૩૭૯; મોહનીય (કષાય) નો ક્ષય, ૧૩૫, - લાભો : અશુભ કર્મોનો આશ્રવ ઘટે, ૩૭૯; સુધી સંગુરુનું અવલંબન જરૂરી, ૩૪, ૩૮, ૨૮૦ ૨૯, ૧૫૧; અશાંતિથી બચાવે, ૪૦; આત્મશાંતિ તથા આત્મશુદ્ધિ વધે ૧૨; બીજું ગુણસ્થાન, સાસ્વાદન, ૧૨૦-૧૨૧; પડવાઇ આર્ત-રૌદ્ર ધ્યાનથી બચાવે, ૪૦,૪૨; વખતે અનંતાનુબંધીના ઉદયથી જ સ્પર્શ, અંતરાયનો ક્ષય, ૭, ૨૫૩; કર્મનો સંવર, ૧૨૦; પડવાઈ વખતે મિથ્યાત્વના ઉદયથી ૪૦, ૧૯૨; કર્મના કાળ અને તીવ્રતાની અસ્પૃશ્ય, ૧૨૧ મંદતા, ૪૭-૪૮; કષાયની મંદતા, ૮; ગુણોની ખીલવણી, ૧૭, ૨૪; ઘાતકર્મ બોધિદુર્લભ ભાવના, ૨૪૪ નબળાં પડે, ૯; દર્શનની વિશુદ્ધિ, બંધ, તત્ત્વ, તત્ત્વની સમજણ, ૧૧૭ ૧૯૧-૧૯૨; દોષથી મુક્તિ, ૧૭; મોહ તૂટે, ૨૪; વિભાવથી બચાવે, ૭૪; વૈરાગ્ય કેળવે, ૪૦; શુભ અઘાતી કર્મ બંધાય. ૯; શ્રધ્ધા બળવાન થાય, ૨૫૩; ભતિ થી આજ્ઞાનું આરાધન, ૨૩૦ સંસારીભાવ ઘટે, ૧૦ સફળતા માટે જરૂરી તત્ત્વો : ઈષ્ટદેવ પ્રતિ ભવીપણું, ની અંતરવૃત્તિસ્પર્શથી પ્રાપ્તિ, ૧૨૦, ઉપકારભાવ, ૧૮; કોઇનું અકલ્યાણ ન ૩૩૭; ની પ્રાપ્તિ અપ્રમાદી થવાથી, ૧૦૮; ઇચ્છવું, ૧૬; તત્ત્વ મેળવવાની બળવાન અંતરુવૃત્તિસ્પર્શ પણ જુઓ તાલાવેલી, ૧૧; દોષની કબુલાત તથા ભેદવિજ્ઞાન, ૨૫૫; કરવા માટે બાહ્ય-અંતરંગ પશ્ચાત્તાપ, ૧૮; ધીરજ અને નિઃશંકતા, નિમિત્તો૨૫૪-૨૫૫; કર્યા પછી સંસારભાવ ૧૯; પ્રભુમાં અતૂટ શ્રદ્ધા, ૧૪; ભાવનું ઘટે, ૨૫૭, ૨૫૯; થી સમકિતની પ્રાપ્તિ, ઊંડાણપણું, ૧૭ ૨૫૬, ૨૫૭; વધારવા પ્રાર્થના, ક્ષમાપના, પ્રાયશ્ચિત, થી સમ્યકજ્ઞાનનું આરાધન, ૨૪૯; થી મંત્રસ્મરણનું આરાધન, ૨૫૬; વધવાથી સંવરઉત્તમ નિર્જરા, ૨૬૪ નિર્જરા વધે, ૨૬૬ ૪૧૭ Page #439 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ભાવના, બાર, અન્યત્વભાવના, ૨૨૬- ૨૨૯; અનિત્યભાવના, ૨૧૧-૨૧૪; અશરણભાવના, ૨૧૪-૨૧૬; અશુચિભાવના, ૨૧૭-૨૨૧; આશ્રવભાવના, ૨૫૦-૨૫૩; એકત્વભાવના, ૨૭૧-૨૭૩; નિર્જરાભાવના, ૨૬૩-૨૬૬; બોધિદુર્લભભાવના, ૨૪૪; ધર્મદુર્લભભાવના, ૨૪૪-૨૪૬; સંસારભાવના, ૨૨૩ ૨૨૬; સંવરભાવના, ૨૬૧-૨૬૩; અને લોકસ્વરૂપભાવના, ૨૭૪-૨૭૫ કારણ, ૨૫૧; ચોથા ગુણસ્થાને સત્તાગત, ૧૨૪, ૨૬૧, ૩૪૪; ના કારણે અનંતવાર ગુણસ્થાનની ચડઉતર, ૧૨૧, ૩૪૩; ના ત્રણ વિભાગ, ૩૪૫; નો સંવર સમકિતથી, ૨૬૧૨૬૨; પહેલા ગુણાસ્થાને ખૂબ બળવાન,૧૧૯, ૩૪૩; સંસાર શાતાની આસક્તિ કરાવે, ૧૧૯, ૩૩૯; ક્ષય કરવો અનિવાર્ય, ૧૨૭, ૧૩૨; ક્ષીણ કરવાનો પુરુષાર્થ, ર૬૨, ૩૫૭-૩૫૯; દર્શનમોહ પણ જુઓ મૈત્રીભાવ, કેળવવા પ્રાર્થના, ૪૨, ૧૪૭, ૩૦૩; આયુષ્યના અંતે, ૮૨; ઉત્તમતાએ અરિહંત(તીર્થકર) ભગવાનનો, ૧૭૬-૧૭૭, ૩૨૫-૩૨૬; નું મહત્ત્વ, ૧૭૭-૧૭૮; કેળવવા ક્ષમાપના, ૨૪૯ મનુષ્ય, જન્મ મળવો દુર્લભ, ૧, ૨૪૪; માત્ર સંજ્ઞીપંચેન્દ્રિય જીવો, ૧, ૧૧૯ મહાવ્રત, પાંચ, અને છઠ્ઠ ગુણસ્થાન, ૧૨૭; એ પરમ ઇષ્ટ, ૩૭૭; ના નામ, ૧૨૭; ના પાલનથી શ્રેણીમાં વિકાસ, ૩૭૭-૩૭૮; ના પાલનથી અવિરતિનો સંવર, ૨૬૧ મોહબુદ્ધિ, કર્મબંધનનું નિમિત્ત, ૯૩, ૨૧૦, ૨૮૪; ઘટવાથી આત્મશુદ્ધિ, ૯૩-૯૪; ઘટાડવા અનિત્યભાવના, ૨૧૩; ઘટાડવા અશુચિભાવના, ૨૧૭; ઘટાડવા અન્યત્વભાવના, ૨૨૭; ઘટાડવા સત્પરુષનો સાથ, ૨૨૨-૨૨૩; સંસારશાતાના આકર્ષણથી વધે. ૨૨૧-૨૨૨ માન, કાયોત્સર્ગથી ઘટે, ૧૪૪; તોડવા નમસ્કારમંત્રનું આરાધન, ૧૭૦; પાપનું મૂળ, ૯૬; પ્રાર્થનાથી હણાય, ૮; વંદનથી ઓગળે, ૧૪૩, ૧૭૦; સ્વચ્છેદથી પોષાય, ૯૬; સ્વદોષદર્શનથી દબાય, ૭૯-૮૦; ક્ષમાગુણથી હણાય, ૯૨; મિથ્યાત્વ(મિથ્યાત્વ મોહનીય), ૧૧૯, ૩૪૩; અને ઉપશમ સમકિત, ૧૨૨,૩૪૪; અને ક્ષયોપશમ સમકિત, ૧૨૩, ૩૪૪; અને ક્ષાયિક સમકિત, ૩૦, ૧૨૪-૧૨૫, ૨૬૧-૨૬૨, ૩૫૭-૩૫૮; કર્મ આશ્રવ(બંધ)નું કારણ, ૨૫૧, ૨૬૨; કર્મસ્થિતિ તથા અનુભાગ બંધનું મોહનીય કર્મ, અને આઠમું ગુણસ્થાન, ૧૩૩; અને બારમું ક્ષીણમોહ ગુણસ્થાન, ૧૩૫, ૩૭૯; અંતરાય તૂટે પછી જ ક્ષય થાય, ૮૦; ઘાતકર્મો ના બંધનનું કારણ, ૧૩૫, ૨૮૪; તોડવા મોહબુદ્ધિનો ત્યાગ, ૯૩-૯૪; ત્રીજા ગુણસ્થાન સુધી બળવાન, ૧૨૩; થી થતી દેહાત્મબુદ્ધિ, ૨૧૦; ના ઉદયથી આત્મામાંથી ચીકાશ ઝરે, ૨૫૧, ૨૮૫; ની તીવ્રતાના આધારે કર્મનું ઘટ્ટપણું, ૨૫૧-૨૫૨; સંકલ્પ-વિકલ્પનું ૪૧૮ Page #440 -------------------------------------------------------------------------- ________________ કારણ, પણ જુઓ = દેહાત્મબુદ્ધિ, મોહબુદ્ધિ ક્ષીણ થવાથી: નિસ્પૃહતા વધે, ૩૦, ૩૪૭; જ્ઞાન દર્શનનાં આવરણ તૂટે, ૯૪, ૧૯૦, ૨૮૩; ચારિત્ર ગુણ ખીલે, ૧૮૮, ૧૯૦; વૈરાગ્ય વધે, ૯૪ ૨૮૪; ક્ષય થવાથી અનંતચારિત્ર ગુણ પ્રગટે, ૧૭૯, ૨૮૩; સર્વ ઘાતી કર્મો ક્ષય થાય, ૧૯૧, ૨૩૮; પૂર્ણ નિર્વિકલ્પતા, ૨૮૪ ૨૮૫ મોક્ષ, તત્ત્વની સમજણ, ૧૧૭; નું વર્ણન, ૮૮; માર્ગ, ૧૮૯; માર્ગનો પાયો સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન, ૨૫૫ – મંત્ર, ૧૫૩; ઉત્તમ મંત્રનાં લક્ષણો, ૧૫૪; ઉત્તમ કલ્યાણભાવથી ભરેલો હોય, ૩૪૧; કર્મ અનુસાર મંત્રસિદ્ધિ, ૧૬૭; ગ્રહણ માટેની પાત્રતા, ૧૫૮-૧૫૯; દાન, ૧૬૨, ૧૬૫; સિદ્ધ થવો, ૧૬૨, ૧૯૬૫-૧૬૬; ફળવા માટેની શરતો, ૧૫૩, ૧૫૮,; ઉત્તમ નમસ્કાર મંત્ર, ૧૮૪-૧૮૬ મંત્રસ્મરણ, ફ્ળવા માટેની પાત્રતા, ૧૫૯; ની વિધિ, ૧૮૭; ની જરૂરિયાત ગુણસ્થાન વધતાં વધારે, ૨૬૬ લાભો: ગુણની ખીલવણી, ૧૫૪, ૩૪૧; આત્માનુભવમાં જવાય, ૧૫૪, ૧૮૮, ૨૬૬; સંકલ્પ વિકલ્પથી છૂટાય, ૧૫૫; કષાય મંદ થાય, ૧૫૫; સકામ સંવર તથા નિર્જરા, ૧૫૫, ૨૬૬; નિકાચીત કર્મબંધની તીવ્રતા ઘટે, ૧૫૫; ગુણો ખીલે, ય પરિશિષ્ટ ૨ યથાપ્રવૃત્તિકરણ, કરી ચોથા ગુણસ્થાનની પ્રાપ્તિ, ૧૨૩; શ્રેણી માંડતા પહેલા સાતમા ગુણસ્થાને, ૩૦૨, ૩૭૭ ૧૫૬; સમ્યક્ચારિત્રનું આરાધન, ૧૯૧, ૧૯૩, ૨૫૦ યોગ, થી કેવળીપ્રભુને શાતાવેદનીયનું બંધન, ૧૩૬, ૨૮૫; થી કર્મનો આશ્રવ, ૨૫૧, ૨૬૧; કર્મની પ્રકૃતિ અને પ્રદેશબંધનું કારણ, ૨૫૨, ૨૮૬; નો સંવર(રુંધાવુ) ચૌદમા ગુણસ્થાને ૨૬૨, ૨૮૬, ૨૯૫ ૪૧૯ ૨ રાગ, દ્વેષનું કારણ, ૧૦૪; છોડવા પ્રભુનું શરણું, ૧૦૧; તોડવા એકત્વભાવનાનું આરાધન, ૨૭૨-૨૭૩, ૨૭૮; તૂટવાથી સમદર્શીપણું, ૧૬૦; ની નિવૃત્તિથી આત્મશાંતિ, ૨૫૯-૨૬૦ રુચક પ્રદેશો, આઠ, ૧૬૩-૧૬૪;ની પ્રાપ્તિ, ૧૪૬, ૨૮૭-૨૮૮, ૩૦૫-૩૦૬; આત્મમાર્ગે રુચિ કરાવે, ૧૬૩, ૩૫૯; અશુદ્ધ પ્રદેશને માર્ગદર્શન આપે, ૧૬૩-૧૬૪; પ્રભુનું માર્ગદર્શન ગ્રહે, ૧૬૪; સિદ્ધાત્મા જેવા શુદ્ધ, ૧૬૩, ૧૬૪, ૩૦૬, ૩૫૯; નિત્યનિગોદ પણ જુઓ લ લોકસ્વરૂપભાવના, ૨૭૩-૨૭૬; માં છ દ્રવ્યનું નિરૂપણ, ૨૭૪ લોગસ્સ, ૧૪૩-૧૪૪ Page #441 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ કર્મથી નબળું થાય, ૧૯૯, ૨૮૪; ખીલવવાથી કર્મ સામે ટકાય, ૨૦૫; ખીલવવા સપુરુષનો વિકલત્રય, ૨૭૪ આશ્રય, ૧૯૯, ૨૫૬, ૨૮૪, ૨૯૮, વિકલ્પ, આત્મશાંતિ હણે, ૨૦૫; અને પ્રમાદ, ૩૦૧; ખીલવવા પ્રાર્થના, ૩૬-૩૭, ૩૦૨૨૬૭; અને વિચાર, ૨૬૭; અને સંકલ્પ, ૨૮૪ ૩૦૩; તીર્થંકર પ્રભુનું, ૩૦૬; અનંતવીર્ય ૨૮૫; નું અસ્તિત્વ ધર્મધ્યાનમાં, ૨૬૮; નું પણ જુઓ કારણ મોહ, ૨૮૪; નો અભાવ શુક્લધ્યાનમાં, વેદનીય કર્મ, ૨૯૪-૨૯૫; કેવળ પ્રભુને ૨૬૭-૨૬૮; સદ્ગુરુનાં દર્શનથી અલ્પ થવા, શાતાવેદનીય, ૧૩૬, ૨૮૬; ક્ષય ૨૦૫, ૨૨૨; સંગથી વધે, ૨૫૪; નિર્વિકલ્પતા થવાથી અવ્યાબાધ સુખ ગુણ પ્રગટે, પણ જુઓ ૧૭૯, ૨૯૫ વિનય, કેળવવા વંદન, ૧૪૩; ખીલવવા પ્રાર્થના, વૈરાગ્ય, અનિત્યભાવનાના આરાધનથી, ૨૧૩; ૮; થી અહોભાવ કેળવાય, ૧૪૩ આચાર્ય તથા સાધુસાધ્વીના સાથથી પ્રગટે, વિભાવ, થી છૂટવા શૂન્યતા, ૧૨૩, ૧૫૮; થી ૩૫૪; જાતિસ્મૃતિજ્ઞાનથી પ્રગટે, ૩૩૦; રાગ છુટવા મંત્રસ્મરણ, ૭૪, ૧૯૪, ૨૫૦, ૩૫૬; છૂટવાથી પ્રગટે, ૯૪; સત્સંગથી પ્રગટે, ૪, થી બચવા પ્રાર્થના, ૭૪, ૩૫૬; થી કર્મ ૩૦૧; છૂટવાની ભાવના પણ જુઓ બંધાય, ૧૧૩, ૧૧૫, ૧૧૬, ૨૭૬; થી છૂટવા વંદન, આવશ્યક તરીકે, ૧૪૩; માનભાવ કલ્યાણભાવ, ૩૬૪; સૂક્ષ્મ થવાથી જ્ઞાન, દર્શન, ઓગળે, ૧૪૩, ૧૬૯; અર્પણતા ખીલે, ૧૪૩; ચારિત્રની એકતા, ૨૬૬ ૨૬૭ અહોભાવ વધે, ૧૪૩; નમસ્કારમંત્રમાં, ૧૬૯; વિવેક(ગુણ), અને સંજ્ઞીપંચેન્દ્રિયપણું, ૩૧૧; શરણું ગ્રહણ કરાય, ૧૪૩ અજ્ઞાનથી હણાય, ૯૮-૯૯; મોહબુદ્ધિથી હણાય, ૨૧૦ વિષયો, પાંચ ઇન્દ્રિયના, મોક્ષમાર્ગમાં હાનિકારક, શરણ, સપુરુષ સદ્ગુરુ/પ્રભુનું અશાતાના ઉદયો વખતે, ૪૦, ૪૪, ૬૮; ઘાતકર્મનો પૂર્ણ વીતરાગતા, કેળવવા પ્રાર્થના, ૩૭; કેળવવા ક્ષય કરવા, ૨૭૧; ચોથે ગુણસ્થાને અગત્ય, એકત્વભાવના, લોકસ્વરૂપભાવના, ૨૭૭ ૨૫૬; છ ગુણસ્થાને, ૩૨; નું મહત્ત્વ સમજાવતી અશરણભાવના, ૨૧૪-૨૧૭; ૨૭૮ ની જરૂર સમજાવતી ધર્મભાવના, ૨૪૪વીર્ય, ૨૯૮-૨૯૯; આત્મા પુરુષાર્થ માટે ૨૪૬; બારમા ગુણસ્થાન સુધી જરૂરી, ૩૮; જરૂરી, ૧૩૦, ૩૦૧, ૩૫૯, ૩૬૮; અંતરાય મહત્તા, ૬-૭, ૯૯, ૧૩૮-૧૩૯; લેવા ૯૮ ૪૨) Page #442 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ એકત્વભાવના, ૨૭૧-૨૭૩; લેવા વંદનનું આરાધનથી, ૧૫૮; માં જવા માટેની વિધિ, આરાધન, ૧૪૩ ૧૮૭-૧૮૮; માં ટકવાનો સમય અનિયત, - લાભો: આજ્ઞાધીનતા વધે, ૧૧૦, ૨૭૧; ૩૬૯; સ્વછંદ તૂટવાથી ગાઢી થાય, ૧૨૯, આશ્રવ ઘટે, ૧૩૯; અંતરાયનો ક્ષય, ૩૬૭; ધર્મધ્યાન પણ જુઓ ૭,૨૨, ૯૧, ૧૯૯; દોષથી મુક્તિ, શ્રેણી, ૧૩૧-૧૩૨, ૩૭-૩૮૦; અને સત્પરુષનું ૧૦૯,૧૧૧, ૧૩૮, ૨૩૧; નીરાગી પરોક્ષ અવલંબન, ૩૮, ૩૬૯, ૩૭૫; અને થવાય, ૧૦૧-૧૦૨; પ્રભનું પ્રત્યક્ષ શુક્લધ્યાન, ૧૪૨; અંતમુહૂર્ત કાળમાં પૂર્ણ માર્ગદર્શન મળે, ૧૩૮-૧૩૯; પ્રાર્થનાની થાય, ૩૬૯, ૩૭૫; ઉપશમ તથા ક્ષપક ના સફળતા, ૧૪; સ્વછંદ ટળે, ૧૩૮, ૧૫૦, ભેદ, ૧૩૧-૧૩૪, ૧૪૭, ૨૭૯-૨૮૦, ૩૬૯૨૩૨, ૨૫૭, ૩૬૪; સંવર વધે, ૧૧૫; ૩૭); એક ભવમાં માત્ર ત્રણ વાર માંડી શકાય, વીર્ય ખીલે, ૨૫૬ ૧૩૨, ૩૭૨; ઉત્તમ શ્રેણિ માટે પુરુષાર્થ, ૩૪શાંતિ(ગુણ), આત્મશાંતિ જુઓ ૩૫, ૩૮, ૨૭૮-૨૮૦, ૩૭૫; ના અંતે બધા ગુણો પૂર્ણતાએ ખીલે, ૧૪૮, ૨૮૩; ના અંતે શાંતસ્વરૂપ (આત્માનું), સુખબુદ્ધિ તોડવાથી કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટે, ૨૮૩, ૩૭૫; પ્રગટે, ૯૨ પ્રકાર, ૧૩૧; માટે પાત્રતા કેળવવા ના સાધનો, શુક્લધ્યાન, અને નિર્વિકલ્પતા, ૨૬૮, ૨૭૦ ૨૭૩; માંડતા પહેલા માર્ગદર્શન લેવું આવશ્યક, ૨૭૧, ૨૭૧; અને સાતમું ગુણસ્થાન, ૧૩૧, ૩૭૧, ૩૭૫-૩૭૭; માં પ્રમાદથી પતન થાય, ૨૬૮; થી સકામ સંવર અને નિર્જરા, ૧૫૨, ૧૦૭-૧૦૮, ૩૭૫; માંડતા પહેલા સાતમા ૨૬૫-૨૬૬; નો સમય નિયત, ૧૩૧; શ્રેણી ગુણસ્થાને યથાપ્રવૃત્તિકરણ, ૩૭૭; માંડવા વખતે, ૧૪૨; સાતમાથી ચૌદમાં સુધી, ૧૩૧; માટે તીર્થકર અથવા કેવળ પ્રભુની આજ્ઞા, નિર્વિકલ્પતા, સાતમું ગુણસ્થાન પણ જુઓ ૩૬૯; ક્ષક શ્રેણી પણ જુઓ, ઉપશમ શ્રેણી પણ જુઓ શુદ્ધાત્મા, ના ગુણો, ૧૦૩-૧૦૫ શૂન્યતા, ૧૨૨, અને વિચારોનું અસ્તિત્વ, ૧૨૯૧૩૦, ૩૬૭; અને મોહનીયની સ્થિતિ, ૧૨૩; સદ્ગુરુ, અભાવથી જીવની દશા, ૬, ૧૯૮; અને સાતમું ગુણસ્થાન, ૧૩૦, ૧૩૯ -૧૪૦; ના કલ્યાણભાવથી અંતરાય ક્ષય, ૨૨; ના ઇન્દ્રિયાતીતપણું, ૩૬૭; અંતરાય કે કષાયના દર્શનથી શાંતિ, ૨૦૫ નાં લક્ષણો, ૧૫૦, ઉદયથી તૂટે, ૧૨૩; થી આત્માનુભવ, ૧૦૩, ૧૫૯-૧૬૧, ૩૪૭-૩૪૮; ની પાત્રતા ૧૨૨, ૩૫૭, ૩૬૭; થી કર્મની નિર્જરા, ના આધારે જીવનો વિકાસ, ૩૪૬-૩૪૯; ૧૨૯, ૧૫૮, ૩૬૭; થી અનંતાનુબંધીની પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા, અર્પણતા, ૧૯૮, ૨૨૮સ્થિતિ ઘટે, ૧૨૩, ૩૫૬-૩પ૭; મંત્રસ્મરણના ૨૨૯, ૨૩૧, ૨૪૫, ૨૫૫, ૩૪૬; મેળવવા ૪૨૧ Page #443 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ પ્રાર્થના, ૨૦-૨૧; શરણું અને અંતરાય ક્ષય, ૭; સન્દુરુષ પણ જુઓ સપુરુષ, અપાત્રે દાન ન કરે, ૨૪૭, ૩૨૦-૩૧; નાં લક્ષણો, ૨૦૨; ના કલ્યાણભાવની અસર, ૨૦૩, ૨૦૬, ૨૨૩; ના સાથથી પરમાર્થે વિકાસ, ૧૩, ૨૪૨; ૨૭૨, ૨૯૫-૨૯૯; ના સમાગમમાં સંજ્ઞીપંચેન્દ્રિયપણા સુધીનો વિકાસ, ૨૦૭-૨૧૦, ૩૭૬-૩૧૧; નાં સર્વ લક્ષણો પંચપરમેષ્ટિ ભગવંતમાં, ૨૦૨; નું મહાભ્ય સમજાવનાર અન્યત્વભાવના, ૨૨૮-૨૨૯; પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા, અર્પણતા, ૨૪૫, ૨૫૫; બનવાની પાત્રતા સાતમા ગુણસ્થાન પછી, ૨૬૬-૨૬૭; યોગની દુર્લભતા, ૧૩-૧૪, ૩૦૭; સદ્ગુરુ પણ જુઓ સત્સંગ, પ્રાપ્તિ માટે પ્રાર્થના, ૨૯ ૨૫૫; પૂર્વની ભૂલોનો પશ્ચાત્તાપ, ૯૪-૯૫, ૧૩૮; પ્રાર્થના, ૨૪૮, ૩૦૪, ૩૪૦; ક્ષમાપના, ૮૫, ૩૪૦-૩૪૧; મંત્રસ્મરણ, ૧૮૯, ૩૪૧; સ્વદોષદર્શન, ૮૦; સદ્ગુરુ પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા, અર્પણતા, ૧૫૦, ૨૦૬, ૨૨૮ ૨૨૯, ૨૪૫, ૨૩૧, ૨૫૫, ૩૨૩, ૩૩૯-૩૪); સદ્ગુરુનું શરણું, ૧૯૯; મેળવ્યા પછીઃ મિથ્યાત્વનો અનુદય, ૧૨૩૧૨૪, ૨૬૧-૨૬૨; વમી શકે, ૧૨૪, વધુમાં વધુ પંદર ભવે મોક્ષ, ૧૨૪ પ્રકાર: ઉપશમ સમકિત, જુઓ ઉપશમ સમકિત; ક્ષયોપશમ સમકિત (પરમાર્થ સમકિત), જુઓ ક્ષયોપશમ સમકિત; ક્ષાયિક સમકિત, જુઓ ક્ષાયિક સમકિત સમાધિમરણ, ૩૬૦-૩૬૧ સમિતિ, પાંચ, ૧૮૧, ૨૬૨, ૩૩૩ સમુઘાત, કેવળી, ૨૮૬-૨૮૮, ૩૦૫-૩૦૬; નિત્યનિગોદ પણ જુઓ સમકિત (સમ્યકત્વ), અને આત્માનાં છ પદનું શ્રદ્ધાન, ૮૫, ૧૨૨; અને આત્માના સર્વ ગુણોનો આંશિક અનુભવ, ૧૨૫, ૨૫૫; ઉપાદાન અને નિમિત્તની પાત્રતા, ૩૪૬૩૫૦, ૩૬૪-૩૬૬; ચારે ગતિમાં પ્રાપ્ત કરાય, ૩૧૫-૩૨૦; નાં લક્ષણો શમ સંવેગાદિ, ૨૫૫-૨૫૬; મહિમા, ૧૨૪; લેતી વખતે બે ઘડીનું ધર્મધ્યાન(સામાયિક), ૧૪૨; વમવું, ૧૨૪; ની વિશુદ્ધિ માટે વીર્યની જરૂર, ૧૯૯; ની પ્રાપ્તિ માટે પંચપરમેષ્ટિનો સાથ ૩૪૫૩૫૦; સંજ્ઞીપંચેન્દ્રિયપણું આવશ્યક, ૨૪૭, ૩૧૫, ૩૨૦ પાત્રતા કેળવવા: અંતરાય તોડવાની પ્રાર્થના, ૨૩-૨૪; છૂટવાના ભાવ, ૪-૫, ૮૯, ૯૪, ૧૩૮, ૨૪૭, ૨૫૪ સમ્યકુચારિત્ર, ૧૯૦-૧૯૧; ની વિશુદ્ધિ, ૧૯૧, ૧૯૩-૧૯૫, ૨૫૦; સ્વભાવની સ્થિરતા, ૨૫૦ સમ્યક્દર્શન, ૧૨૨, ૧૮૯-૧૯૦; અને સમ્યકજ્ઞાનનો સંબંધ, ૧૯૦, ૧૯૫; ચોથા ગુણસ્થાને, ૨૫૫; ની વિશુદ્ધિ માટે પ્રાર્થના, ૧૯૧-૧૯૨, ૨૪૮, ૨૫૩; ને વિશુદ્ધ કરવા વીર્યની જરૂર, ૧૯૯; મોક્ષમાર્ગનો પાયો, ૨૫૫; સમકિત પણ જુઓ ૪૨૨ Page #444 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ સમ્યકજ્ઞાન, ૧૯૦; ની વિશુદ્ધિ માટે ક્ષમાપના, ૨૭૩; કલ્યાણભાવ વિકસાવા પ્રાર્થના. ૧૯૧, ૧૯૩, ૨૪૯; અને સમ્યક્દર્શનનો ૩૭; લોકસ્વરૂપભાવનાનું આરાધન, સંબંધ, ૧૯૦, ૧૯૫ ૨૭૩-૨૭૭; વીતરાગતા કેળવવી, ૩૭; ક્ષપકશ્રેણિની તૈયારી, ૩૪-૩૬, ૩૮ સર્વસંગપરિત્યાગ, અને છઠ્ઠ ગુણસ્થાન, ૧૨૭૧૨૮ સાધુ-સાધ્વીજી, ૧૮૩-૧૮૪, ૩૩૫, ૩પ૩; આત્મવિકાસમાં સાથ, ૩૫૪-૩૫૫; નમસ્કાર સાતમું ગુણસ્થાન, અપ્રમત્તસંયત, ૧૨૯-૧૩૧, મંત્રમાં પાંચમું પદ, ૧૮૩; ના ૨૭ ગુણો, ૨૬૦-૨૭૦, ૩૬૮-૩૭૦; અને શુક્લધ્યાન, ૧૮૩-૧૮૪, ૩૩૫-૩૩૬; પંચપરમેષ્ટિ પદ ૧૩૦, ૨૬૮; કેવળ પ્રભુ જેવો આત્માનુભવ, પામવા જીવ સમસ્ત માટે કલ્યાણભાવ, ૩૨૫, ૧૩૦, ૧૩૯, ૩૬૮; ઘાતકર્મની નિર્જરા; ૩૩૨, ૩૫૪, ૩૭૭ ૧૩૦, ૩૬૮; ના અનુભવનું વર્ણન, ૧૩૯ સામાયિક, ૧૪૨ ૧૪૦; મેળવવા માટે સત્પરુષનો સાથ, ૨૬૮૨૬૯; વધુમાં વધુ અંતમુહૂર્તકાળ ટકે, ૧૩૦, સિદ્ધભૂમિ, અને કેવળ પ્રભુનું દેહવિસર્જન, ૧૩૬, ૨૬૭, ૩૬૮; પુરુષ થવાની પાત્રતા પ્રગટે, ૨૯૩; કેવળીપ્રભુ સમુદુધાતના અંતે પહોચે, ૨૬૭ ૨૮૬, ૨૮૬-૨૮૮ પાત્રતા કેળવવા પુરુષાર્થ: અહોભાવ વધારવો, ૩૩; આજ્ઞાધીનપણું. ૩૨; સિદ્ધપ્રભુ (ભગવાન), અને સિધ્ધભૂમિ, ૨૮૬; મેળવવા પ્રાર્થના, ૩૩; શુદ્ધાત્મા સાથે ગુણસ્થાન ન હોય, ૧૩૭; ના આઠ ગુણો, એકરૂપતાની ભાવના, ૩૨, ૨૬૦; ૧૭૮-૧૭૯; નમસ્કારમંત્રમાં બીજુ પદ, ૧૭૮; ના નિમિત્તે જીવ નિત્યનિગોદથી બહાર નીકળે, સત્સંગની ઇચ્છા, ર૬૦; સંવર ભાવનાનું ૩૦૫; નિર્વાણ પછી કદ-આકાર, ૨૯૩; આરાધન, ૨૬૧-૨૬૩ સિદ્ધપદ પામતી વખતે પંચપરમેષ્ટિમાં સ્થાન, પ્રાપ્તિ પછી જીવની દશાઃ ચારિત્ર ખીલે, ૨૦૨; સમુદ્યાત પણ જુઓ ૩૪; છઠ્ઠા-સાતમા ગુણસ્થાન વચ્ચે ઝૂલવું, ૧૩૦, ૨૯૭-૨૬૮, ૩૬૮; નિર્વિકલ્પતાનો સુખબુદ્ધિ, સંસારી પદાર્થોની આત્મશાંતિ હણે, વધતો અનુભવ, ૩૪, ૧૩૦-૧૩૧,૨૬૭- ૯૧, ૧૫૭; અને જ્ઞાનાવરણનું બંધન, ૨૫૨૬૮, ૩૬૮; પ્રમાદરહિતપણું, ૧૨૯, ૨૬, ૯૨; અંતરાય કર્મ બંધાવે, ૨૮૪; ૨૬૦, ૨૬૨, ૨૬૭; ઋણની ચૂકવણીની વિચારવમળમાં ફસાવે, ૧૫૭, ૨૫૪ ભાવના, ૩૬, ૨૬૭; સંસારરસ તૂટે, ૩૪, - તોડવાના ઉપાયો: અન્યત્વભાવના, ૨૬૦; સંયમ વધે, ર૬૦ ૨૨૮-૨૨૯; અનિત્યભાવના, ૨૧૧વધુ વિકાસ માટે પુરુષાર્થ: ૨૧૪; અશરણભાવના, ૨૧૪એકત્વભાવનાનું આરાધન, ૨૭૧ ૨૧૬; અશુચિભાવના, ૨૧૭-૨૨૧; ૪૨૩ Page #445 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ એકત્વભાવના, ૨૭૨-૨૭૩; આત્મસુખનો વિચાર, ૨૪૩, ૨૪૬; પ્રભુના વચનોનું આરાધન, ૯૨; પ્રભુસપુરુષના ગુણો તરફ દૃષ્ટિ, ૧૦૭, ૨૧૧, ૨૪૫, ૨૫૩-૨૫૪; પ્રાર્થનાનું આરાધન, પર; મંત્રસ્મરણનું આરાધન, ૧૫૭; મોહબુદ્ધિ ઘટાડવી, ૯ તૂટવાનું ફળ: સ્વાત્મામાં એકાકારતા, ૯૨, ૨૫૪; આત્મશાંતિ પ્રગટે, ૯૨; આત્મસ્થિરતા વધે, ૯૨; જ્ઞાનાવરણનો ક્ષય, ૯૨, ૩૪૯; મંત્રસ્મરણનું ફળ મળે, ૧૫૮ સંજ્વલન કષાય: અને શ્રેણી, ૧૩૪; ની નિર્જરા શ્રેણીમાં, ૧૩૩, ૨૮૦; કષાય પણ જુઓ સંયમ, આંતરસંયમ અને દ્રવ્યસંયમ, ૧૨૭ ૧૨૮, ૩૬૩-૩૬૪; આંતરસંયમની ઉત્તમતા, ૧૨૮; પાંચમાં ગુણસ્થાનથી શરૂ થાય, ૧૨૬; અને છઠ્ઠ ગુણસ્થાન, ૧૨૭; વધારવા છ આવશ્યકનું પાલન, ૧૪૫; વધારવા સંવર ભાવના, ૨૬૩ સંસાર, પરિભ્રમણનું કારણ દેહાત્મબુદ્ધિ, ૮૯, ૨૧૦; ની આસક્તિ તોડવા અનિત્યભાવના, ૨૧૪; શાતાની ક્ષણિકતા, ૨૪૩, ૨૪૬; શાતાનાં આકર્ષણથી મોહ વધે, ૨૨૧-૨૨૨, ૩૨૩, ૩૩૯ નું સ્વરૂપ, ૨૨૩-૨૨૬, ૨૪૪ સંસારભાવ, અને આર્તધ્યાન, ૩૯; અને પુણ્યનું વેડફાવું, ૫૦-૫૧, ૧૦૨; અને છઠ્ઠ ગુણસ્થાન, ૧૨૬-૧૨૭, ૨૫૯; અંતરાય બંધાવે, ૩૯, ૨૮૪; મોહ બળવાન કરે, ૨૧૦, ૨૨૧-૨૨૨, ૩૨૩ - ઘટાડવા નાં સાધનોઃ સપુરુષ તરફ અર્પણતા, ૨૪૬; પ્રાર્થના, ૧૦, ૬૯, ૩૦૩; અનિત્ય, અશરણ, અશુચિ ભાવના, ૨૧૧-૨૨૧; મંત્રસ્મરણ, ૩૪૧; સપુરુષનો સાથ, ૨૨૨-૨૨૩, ૨૪૩, ૩૪૧; સંસારભાવના, ૨૨૩-૨૨૬, ૨૨૯; ભેદવિજ્ઞાન, ૨૫૭, ૨૫૯; સંસારભાવના, ૨૨૩-૨૨૬; સ્વસુખ તરફ દોરે; ૨૨૩; સંસારનું સ્વરૂપ સમજાવે, ૨૨૫-૨૨૬; સંસારભાવ તોડાવે, ૨૨૬, ૨૨૯ સંજ્ઞીપંચેન્દ્રિયપણું, માં મતિના સદુપયોગથી સ્વતંત્રતા, ૨૩૨; અને જીવની ગતિ, ૧૧૯; પ્રાપ્ત કરવામાં સપુરુષનો ફાળો, ૨૦૭-૨૧૦, ૩૧૦-૩૧૨; પર્યાપ્તિની પ્રાપ્તિ, ૩૧૧; દશ પ્રાણની પ્રાપ્તિ, ૨૩૬; સમકિત લેવા માટે આવશ્યક, ૨૪૭; પરમાર્થ પ્રગતિ માટે મળતા ૯OO ભવ, ૩૧૪-૩૧૫ સ્વચ્છંદ, અને પ્રાર્થનાની અસફળતા, ૧૫; ચોથા ગુણસ્થાનથી તૂટવા માંડે, ૧૨૫; છોડવાનું ફળ, ૧૦૦; થી વિવેકશક્તિ હણાય, સંવર, ૧૧૫; અવિરતિનો, ૨૬૧-૨૬૨; તત્ત્વ, ૧૧૫; કરવાના સાધનો, ૨૬૨; કરવા પ્રાર્થના એ ઉત્તમ સાધન, ૭૭, ૧૫૧, ૧૯૨,૨૪૮; કષાયનો, ૨૬૧-૨૬૨; પ્રમાદનો, ૨૬૧-૨૬૨; મિથ્યાત્વનો, ૨૬૧-૨૬૨; વધારવા અજ્ઞાનનો ત્યાગ, ૧૧૫; યોગનો, ૨૬૧-૨૬૨ સંવરભાવના, ૨૬૧-૨૬૩; આવતાં કર્મો રોકાય, ૨૬૩; નું આરાધન સપુરુષ બનવાની પાત્રતા વધારે, ૨૬૬ ૪૨૪ Page #446 -------------------------------------------------------------------------- ________________ ૯૮-૯૯, ૧૪૯; થી થતું નુકશાન, ૩૧, ૯૬, ૨૧૧; માનકષાયને પોષે, ૯૬, ૨૧૦; થી સંજ્ઞીપંચેન્દ્રિયની સ્વતંત્રતા હણાય, ૨૧૦, ૨૩૨, ૩૧૪ તોડવાનાં સાધનોઃ પ્રાર્થના, ૩૧-૩૨; તોડવા પ્રભુનું શરણું, ૧૩૮-૧૩૯, ૧૫૦; નમસ્કારમંત્રનું આરાધન, ૧૭૦ સ્વદોષદર્શન, મહત્ત્વ, ૮૦; ક્ષમાપનાથી ખીલે, ૭૯; થી નિર્માનીપણું ખીલે, ૮૦; થી સન્માર્ગે પ્રગતિ, ૯૭, ૧૦૦, ૧૧૧; પશ્ચાત્તાપથી, ૨૪૯; ક્ષમાપનાના પાઠમાં, ૧૩૮ శ్రీ થી હિંસા, થી દર્શનાવરણનું બંધન, ૯૨-૯૩; બચવા ક્ષમા ગુણ વિકસાવવો, ૯૨-૯૩ ક્ષ ક્ષપક શ્રેણી, ૧૩૧-૧૩૨, ૨૭૮-૨૮૦, ૩૭૨૩૭૯; ની તૈયારી માટે તીર્થંકર પ્રભુનાં કલ્યાણનાં પરમાણુ, ૩૫૫; માં અગ્યારમું ગુણસ્થાન અસ્પર્શ; ૧૩૫; માં આત્માનાં પ્રદેશ સ્પષ્ટ જોવા, ૧૩૩; માં માત્ર કર્મનો ક્ષય, ૧૩૨; માં જીવ સમસ્ત માટે કલ્યાણભાવ વેદવો, ૩૮૦; માંડતા પહેલા એકત્વભાવના ઘૂંટાય, ૩૭૭; મેળવવા પ્રાર્થના, ૩૫; ક્ષાયિક સમિકતી જ માંડે, ૧૩૫; શ્રેણી પણ જુઓ ક્ષમા, સમજણ, ૯૨-૯૩; — ખીલવવાનો પ્રભાવઃ અહિંસાપાલન, ૯૩; દર્શન ગુણ ખીલે, ૯૩; દર્શનાવરણનો પરિશિષ્ટ ૨ ૪૨૫ ક્ષય, ૯૩; દોષથી મુક્તિ, ૧૦૭, ૨૪૯; માનભાવ તૂટે, ૯૨; જ્ઞાનની વિશુદ્ધિ, ૧૯૩, ૨૪૯ ક્ષમાપના, અને પશ્ચાત્તાપ, ૭૭-૭૮; મોક્ષમાળાનો પાઠ, ૮૩-૮૪; ના પાઠની સમજણ, ૮૯૧૧૨; ના પાઠમાં મોક્ષમાર્ગ, ૧૧૧; ના પાઠમાં ચૌદ ગુણસ્થાન, ૧૩૭-૧૪૧; થી સમ્યક્ત્તાનનું આરાધન, ૧૯૩૬ પાંચમું-છઠ્ઠું ગુણસ્થાન મેળવવા અગત્યની, ૨૫૬ લાભો - આત્મશાંતિ-સમતા ખીલે, ૩૪૧; અંતરાય તૂટે, ૮૦, ૨૫૩; કર્મનાં ચક્રવૃદ્ધિ વ્યાજથી બચાવે, ૭૭-૭૮; નવાં કર્મો બંધાતા અટકે, ૭૯; સકામ નિર્જરા થાય, ૭૯, ૯૬, ૧૫૨, ૧૯૨, ૨૫૩; લાંબુ કર્મ ટૂંકા ગાળામાં ભોગવાય, ૭૯; સ્વદોષદર્શન ખીલે, ૭૯; સંસાર પરિભ્રમણ ટૂંકાવે, ૭૯ ક્ષયોપશમ સમકિત, ૧૨૩-૧૨૪, ૩૪૪; ૩૫૬૩૫૮; અનંતાનુબંધી અને દર્શનમોહનો ક્ષયોપશમ, ૧૨૩, ૩૪૫; અને શૂન્યતા, ૧૨૩૧૨૪, ૩૪૫; અને શ્રેણીમાં ભય, ૧૩૨; ચારે ગતિના સંજ્ઞીપંચેન્દ્રિય મેળવી શકે, ૩૫૭; મેળવવા પંચપરમેષ્ટિમાં પદ પામનાર ગુરુનો સાથ ઉત્તમ, ૩૪૬-૩૫૧ પ્રાપ્તિ પછીઃ માત્ર સમ્યક્ત્વ મોહનીયનો ઉદય, ૧૨૩-૧૨૪, ૩૪૫; વધુમાં વધુ પંદર ભવે મુક્તિ, ૧૨૪, ૧૩૨, ૩૪૫; ચોથું ગુણસ્થાન છૂટે નહિ, ૧૨૩-૧૨૪; અડધાથી વધારે આત્મપ્રદેશ દેહથી છૂટા, ૩૬૦-૩૬૧; સ્વતંત્ર પુરુષાર્થ વધે, ૩૫૬; સમકિત પણ જુઓ Page #447 -------------------------------------------------------------------------- ________________ કેવળી પ્રભુનો સાથ ક્ષાયિક સમકિત, ૧૨૪-૧૨૫, ૩૫૬-૩૬૨; અને અનંતાનુબંધી કષાયનો ક્ષય, ૧૨૪, ૩૫૭; અને દર્શનમોહનો ક્ષય, ૧૨૫, ૩૫૭; અને શ્રેણી, ૧૩૨; ચોથા ગુણસ્થાને લેવું આવશ્યક, ૧૨૫, ૩૫૮; નાં આરાધનનાં સાધનો, ૩૦; મેળવવા પુરુષાર્થ, ૩૫૬-૩૬૧; મેળવવા મિથ્યાત્વનો સંવર, ૨૬૧-૨૬૨; મેળવવા પ્રાર્થના, ૩૦; મેળવવા પાત્રતા, ૩૦-૩૧, ૩૫૭; પ્રાપ્ત કરતી વખતે બે ઘડીનું ઊંડું ધર્મધ્યાન (સામાયિક), ૧૪૨; પ્રાપ્તિ પછી ત્રણ ભવમાં મોક્ષ, ૧૨૫, ૩૬૦; પ્રાપ્તિ પછી આત્મા દેહ સાથેના સ્થુળ બંધનથી મુક્ત થાય, ૩૬૦; પ્રાપ્તિ પછી આત્માની સતત પ્રતીતિ, ૩૬૦; પ્રાપ્તિ પછી સમાધિમરણ, ૩૬૧; સકિત પણ જુ શ જ્ઞાન (ગુણ): ૧૯૦, ૨૯૭; પૂર્ણ વિશુદ્ધિથી કેવળજ્ઞાન અનંતજ્ઞાન, ૧૦૫, ૧૭૯, ૨૮૧૨૮૨; અને જ્ઞાયકતા, ૨૩૯; ક્યારેય સંપૂર્ણ અવરાય નહિ, ૨૩૭, ૨૩૯, ૨૯૪; ૪૨૬ ખીલવવા પરપદાર્થની સુખબુદ્ધિ છોડવી, ૯૨; દર્શન, ચારિત્ર સાથે એકતા, ૨૮૨-૨૮૩; ના પ્રકાર, ૨૮૨; ની વિશુદ્ધિથી મોહનીય ક્ષીણ થાય, ૧૯૦; ની વિશુદ્ધિ માટે દર્શનની વિશુદ્ધિ જરૂરી, ૧૯૦; ની વિશુદ્ધિ માટે ક્ષમાપનાનું આરાધન, ૨૪૮; કેવળજ્ઞાન, સમ્યજ્ઞાન પણ જુઓ જ્ઞાનાવરણ કર્મ: નો પ્રભાવ, ૨૫; ક્ષય કરતાં પહેલા અંતરાય ક્ષય જરૂરી, ૮૦; ક્ષીણ થવાનું પરિણામ, ૨૭; ક્ષય થવાથી અનંતજ્ઞાન ગુણ પ્રગટે, ૧૦૫-૧૦૬, ૧૭૯; ક્ષયોપશમથી માર્ગનાં રહસ્યો સમજાય, ૩૪૭; બંધાવાનું કારણઃ પ૨પદાર્થની સુખબુદ્ધિ, ૨૫, ૨૬, ૯૨; જ્ઞાનીની અશાતના, ૨૬, ૨૪૯ ક્ષીણ ક૨વાના સાધનોઃ પ્રાર્થના, ૨૪-૨૭; નિસ્પૃહતા, ૩૪૯; પ૨પદાર્થની સુખબુદ્ધિનો ત્યાગ, ૯૨, ૩૪૯; મોહનો ત્યાગ, ૯૪; શાંતિ ગુણ ખીલવવો, ૯૧-૯૨; જ્ઞાનનું આરાધન, ૨૬; ક્ષમાપના, ૧૯૩; સહુ જીવો માટે કલ્યાણભાવ સેવવો, ૩૪૯ Page #448 -------------------------------------------------------------------------- _