________________
કેવળી પ્રભુનો સાથ
શિષ્યોને મુખ્ય ધોરી માર્ગે આત્મશ્રેણિમાં વિકસીત કરે છે. પરિણામે ગુરુ તથા શિષ્ય બંને પૂર્ણતા પ્રતિ એકધારી પ્રગતિ કરી શકે છે.
શ્રી સદ્ગુરુ, પોતાના શિષ્યની પાત્રતા તથા આજ્ઞાધીનતા જોઈ, તેના કર્મનાશ અર્થે પોતાને સિદ્ધ થયેલો મંત્ર કરવા સૂચવે છે. શ્રી ગુરુને “આત્માના કોઈ ગુણનું મંત્રરૂપ રટણ કરવા આપવાથી તે મંત્ર ફળીભૂત થશે’ એ પ્રકારની બાંહેધરી તેમના ગુરુ કે તેમના પરમાર્થ વડીલ તરફથી મળી હોય ત્યારે તેમને તે મંત્ર સિદ્ધ થયો કહેવાય. બધા આરાધક જીવોને આવી મંત્રસિદ્ધિ આવતી નથી. અન્ય ગુણો પ્રગટયા હોય પણ મંત્રસિદ્ધિ થઈ ન હોય તો આત્મકલ્યાણનું મુખ્યાંગ ખૂટયું કહેવાય. મંત્રસિદ્ધિ તે કલ્યાણની ઝડપ કરવા માટે ખૂબ ઉપકારી છે. જે જીવે અન્ય જીવોના કલ્યાણ માટે વિશેષતાએ બહુલતાથી તથા ઊંડાણથી, લાંબા ગાળા સુધી ભાવો કર્યા હોય; તે જીવને તેના ભાવની સફળતા અર્થે શ્રી પ્રભુ તરફથી મંત્રની સિદ્ધિ મળે છે. જેને મંત્ર સિદ્ધ થયો છે એવા આપ્તપુરુષ જે જે જીવોને તેમની પાત્રતા અનુસાર મંત્રરટણ કરવા કહે છે, તેને તેને તે જીવોના પુરુષાર્થના પ્રમાણમાં ફળવાન થાય છે. આવા સમર્થ ગુરુનું સાનિધ્ય શિષ્યને કલ્યાણમાર્ગે ત્વરાથી આગળ વધારે છે. અન્ય સગુણી આત્માનો આશ્રય શિષ્યની પાત્રતાને બળવાન કરે છે, તથા ઉત્તમગુરુની પ્રાપ્તિ કરવાના ઉપાદાનને તૈયાર કરવામાં મદદરૂપ થાય છે.
મંત્રોનું વૈવિધ્ય તથા સફળપણું જે જીવે જગતજીવોના કલ્યાણના ભાવ વિશેષતાએ કર્યા હોય છે તેને તેના ભાવની પૂર્ણતા અર્થે તેનાં પોતાનાં કર્મ અનુસાર મંત્ર સિદ્ધ થાય છે. આવા કલ્યાણના ભાવો કરી, તેમાં પોતાનું પુણ્ય વાપરનાર અનેક જીવો આ જગતમાં છે. તે સર્વને પોતપોતાના કર્મો ભિન્નતાવાળા હોય છે, વળી દરેકની, જીવના કલ્યાણ માટેની ભાવના તરતમતાવાળી તથા વિવિધતાવાળી હોય છે; આથી તેઓને સિદ્ધ થતા મંત્રો એવી જ વિવિધતાવાળા હોય તે સ્વાભાવિક છે. તેમને પોતાને જે જાતના કર્મો હોય, જે જાતના જીવો સાથે કલ્યાણ માટેના ઋણાનુબંધ હોય તે જાતના મંત્રની સિદ્ધિ
૧૬૨