________________
મંત્રસ્મરણ
શ્રી પ્રભુ તરફથી આવે છે. આત્મશુદ્ધિ માટેનાં જ મંત્રોમાં પણ આ કારણે અનેક પ્રકારનું વૈવિધ્ય અનુભવવામાં આવે છે. એથી કેટલીક વખત અણસમજુ જીવ આ ભિન્નતા જોઈ વિકલ્પમાં પડી કોઈને કોઈ સન્માર્ગ જીવની અશાતના કરી બેસે છે, અને પોતાનો કર્મબંધ વધારી મૂકે છે.
આ કસોટી અનુસાર શ્રી કૃપાળુદેવનો વિચાર કરીએ તો સમજાય છે કે તેમને શ્રી મહાવીર પ્રભુની કૃપાથકી “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એ મંત્ર સિદ્ધ થયો હતો. તેમની વિશાળ કલ્યાણભાવના અને બળવાન પુરુષાર્થને કારણે તેમને જોકે બીજા પણ મંત્રો સિદ્ધ થયા હતા, તે સહુમાં આ મંત્ર અગ્રસ્થાને હોવાથી તેની વિચારણા કરી છે. આ મંત્ર તેમને વિશુદ્ધિ અર્થે ઉપકારી થાય તે સ્વાભાવિક છે, તે ઉપરાંત આ મંત્રનું રટણ કરવા તેઓ જે પાત્ર જીવને સૂચવે તેને પણ આ મંત્ર લાભકારી થાય. આ મહામંત્રનો વિચાર કરીએ તો આત્માનાં કેટલાક ગુણોનો તથા મોક્ષમાર્ગનો સમાવેશ તેમાં થયેલો જોવા મળે છે. આત્માનું સહજ સ્વાભાવિક રૂપ એ તેનું શુદ્ધ રૂપ છે. આ શુદ્ધરૂપ એ પ્રત્યેક જીવને માટે પરમગુરુ, મહાનગુરુ સમાન ઉપકારી છે. આત્માનું સહજરૂપ એટલે તેનું શુદ્ધરૂપ, સર્વ પ્રકારના કર્મમલથી રહિત એવું રૂપ. આ શુદ્ધ સ્વરૂપનો અંશ પ્રત્યેક જીવને સંસા૨પરિભ્રમણના પ્રારંભિક કાળથી મળેલ હોય છે. પ્રત્યેક જીવને આત્માના અસંખ્ય પ્રદેશમાંથી આઠ પ્રદેશ સંપૂર્ણ નિરાવરણ અર્થાત્ શ્રી સિદ્ધભગવાનના આત્મપ્રદેશ સમાન પૂર્ણ શુદ્ધ હોય છે, તેમાં કોઈ પણ પ્રકારના કર્મનું એક પણ પ૨માણુ લાગેલું હોતું નથી, આ પ્રદેશો આઠ રુચક પ્રદેશ તરીકે ઓળખાય છે. આ આઠ શુદ્ધ પ્રદેશો બળ આપી જીવને આત્મમાર્ગે રુચિ કરાવનાર થાય છે અર્થાત્ આ આઠ પ્રદેશો બાકીના અશુદ્ધ પ્રદેશોને શુદ્ધ થવા માટે ઉત્તમ પ્રેરણા પૂરી પાડે છે, એમ નિશ્ચયથી સમજાય છે.
આત્માના આ આઠ શુદ્ધ નિરાવરણ પ્રદેશો પર પ્રત્યેક ગુણના અંશો પ્રગટેલા હોય છે, બાકી બધા પ્રદેશો ૫૨ કર્મની વર્ગણાને કારણે એ ગુણો અવરાયેલા હોય છે. જ્યારે જીવને છૂટવાની ભાવના પ્રબળ બને છે ત્યારે શુદ્ધ રુચક પ્રદેશો કાર્યકારી બની, સાથેના અશુદ્ધ પ્રદેશોને માર્ગદર્શન આપી પ્રત્યક્ષ સદ્ગુરુના સાનિધ્યમાં લઈ જાય છે.
૧૬૩