________________
કેવળી પ્રભુનો સાથ
પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞાએ વર્તી વિશુદ્ધિમાં પ્રગતિ કરવાની પ્રેરણા તથા સમજણ પણ આ રુચક પ્રદેશો અશુદ્ધ પ્રદેશોને આપે છે અને કર્તવ્યપરાયણ બને છે. જ્યારે વિવેકથી અને ઊંડાણથી આ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રનો વિચાર કરવામાં આવે છે ત્યારે સમજાય છે કે આત્માના શુદ્ધ પ્રદેશો, અશુદ્ધ પ્રદેશો માટે પરમ ઉપકારી સદ્ગુરુ છે, અર્થાત્ પોતે જ પોતાનો ગુરુ બની સર્વ વિશુદ્ધિ પ્રાપ્ત કરી શકે તેમ છે. આ પ્રકારે આ મંત્રમાં મોક્ષમાર્ગ સમાયેલો છે. તે ઉપરાંત આત્માનું સહજ સ્વરૂપ વિચારતાં વર્તમાન સ્થિતિ એ આત્માની પર્યાય સ્થિતિ છે સહજ સદાકાળ રહેવાવાળી સ્થિતિ નથી. સહજ સ્થિતિ તેનાથી જુદા રૂપવાળી હોવી જોઈએ તેવો અણસાર પણ આ મંત્રથી મળે છે. તે સહજ સ્થિતિનું ધ્યાન જીવને પરમ ઉપકારક છે તેવો લક્ષ “પરમગુરુ” શબ્દમાંથી મળી આવે છે. આ પ્રકારે “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રમાં આત્માનાં સ્વરૂપનો, તેની વર્તમાન સ્થિતિનો, તેની સહજ સ્થિતિ પ્રાપ્ત કરવાના માર્ગનો લક્ષ સમાયેલો જોઈ શકાય છે.
—
આત્મમાર્ગી શ્રી કૃપાળુદેવને આ મંત્ર ખૂબ જ ઉપકા૨ી થયો હોવો જોઈએ. તેઓ એવા એકાકી કાળ તથા પ્રસંગોમાંથી પસાર થયા હતા કે તેમને પ્રત્યક્ષ સદ્ગુરુના યોગનું તથા સત્સંગનું સુલભપણું નહોતું. એ બંનેની પ્રાપ્તિ માટે તેમને સખત અને સતત ઝૂરણા વર્તતી હતી. એમના અનેક પત્રોમાં આ ઝૂરણા વિશદતાથી વ્યક્ત થયેલી જોવા મળે છે. સાથે સાથે તેમનામાં બળવાન પાત્રતા પણ હતી. આવા સંજોગોમાં તેમનું કલ્યાણ અટકે નહિ અને પ્રત્યક્ષ સદ્ગુરુપ્રાપ્તિનું સફળપણું આપનાર કર્મનું ફળવાનપણું રહે એવો વચલો માર્ગ તેમના માર્ગદર્શક શ્રી મહાવીર પ્રભુએ ગ્રહ્યો હોય એમ જણાય છે. બાહ્યથી શ્રી કૃપાળુદેવને પ્રત્યક્ષ સદ્ગુરુયોગનો અભાવ રહ્યો, પરંતુ બળવાન યોગ્યતા પાત્રતાને કારણે તેમને અંતરંગમાં આવશ્યક એવું માર્ગદર્શન વારંવાર મળતું રહ્યું. શ્રી મહાવીર પ્રભુએ કૃપાળુદેવને એ પ્રકારની સમજણ આપી હોવી જોઈએ કે, ‘તારા આત્માના આઠે રુચક પ્રદેશો મારા પ્રત્યેક આત્મપ્રદેશ સમાન શુદ્ધ છે. તે પ્રદેશોનો આશ્રય કરી આરાધન કરીશ તો મારા તરફ્થી યોગ્ય માર્ગદર્શન સતત મળ્યા જ કરશે. આના પરિણામે તારું જ્ઞાન ખીલશે, તારો મોહ
—
૧૬૪