________________
મંત્રસ્મરણ
તૂટશે અને આત્મમાર્ગ અત્યંત પ્રત્યક્ષ અનુભવાશે.' આવી સમજણને આધારે તેમનું આરાધન અંતરંગથી વધતું ગયું. જેમ જેમ આ મંત્રનું રટણ વધતું ગયું તેમ તેમ તેમને આત્મગુણોની સમજણ તથા પ્રાપ્તિ શ્રી કૃપાળુ મહાવીર પ્રભુની કૃપાથી મળતાં ગયાં. આ મંત્રના રટણ દ્વારા તેમણે ઘણા પ્રકારે ઘાતી કર્મોનો ક્ષય કરવાનો અનેરો લાભ મેળવ્યો. તે ઉપરાંત પોતાની યોગ્યતાને કારણે, જેને જેને એ મંત્રનું રટણ કરવા તેઓ કહે તેને તેને તે મંત્ર કર્મક્ષયાર્થે અવશ્ય ફળે, જો યથાયોગ્ય આરાધન કરવામાં આવે તો. એવી મંત્રસિદ્ધિ પણ તેમને પ્રાપ્ત થઈ હતી. જેના પરિણામે પ્રભુશ્રી આદિ અનેક મુમુક્ષુ જનોને તે મંત્રનું લાભકારક ફળવાનપણું થયું હતું તે સુવિદિત છે.
પોતાની સિદ્ધિ કાર્યરત થયા પછી, આરાધન વિશદ બનવાથી, સાધકમાં એવી શક્તિ આવે છે કે, તેઓ જે યોગ્ય પાત્રને મંત્રદાન કરે તે પાત્રને તે મંત્ર સિદ્ધ થાય છે. અર્થાત્ તે પાત્ર જીવ બીજાને મંત્રદાન કરી કલ્યાણદાન કરવામાં સહભાગી થઈ શકે છે. ઉદા. ત. શ્રી મહાવીર પ્રભુએ કૃપાળુદેવને યોગ્ય જાણી ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ’ એ મંત્રનું દાન કર્યું. જ્યારે તેમની યોગ્યતા વિશેષ થઈ ત્યારે બીજા પાત્ર જીવને મહાવીર પ્રભુની આજ્ઞાથી મંત્રદાન કરે તો તે જીવને મંત્ર આત્માથે ફળવાન થાય એવી સિદ્ધિ આવી. એનાથી પણ વિશેષ આરાધનની શુદ્ધિ થાય ત્યારે કૃપાળુદેવમાં એ વિશેષતા આવે કે તેઓ અન્ય પાત્ર જીવને મંત્રસિદ્ધિ આપી શકે. એટલે કે તે જીવ બીજાને મંત્રદાન કરવા જેટલો ભાગ્યશાળી બની શકે. આમ જીવનું આરાધન વધતાં વધતાં મંત્રસિદ્ધિની વિશાળતામાં બધાને સમાવી લેવા જેટલી શક્તિ પ્રાપ્ત કરી શકે છે. આખા જગતનાં જીવોને મંત્રદાન કરી કલ્યાણદાન કરી શકવાની શક્તિ જે આત્મામાં આવે છે તે તીર્થંકરપદ શોભાવે છે. પોતાના ગુરુની આજ્ઞા સાથે બીજાને મંત્ર આપવાથી તે મંત્ર અવશ્ય ફળવાન થાય છે .. તેમાં આજ્ઞાનું મહાભ્ય જોઈ શકાય છે.
પરંતુ જો કોઈ મંત્રસિદ્ધિ પામેલી વ્યક્તિ પોતાના ગુરુની આજ્ઞા વિના કોઈ જીવને મંત્રદાન કરે તો તે મંત્ર એ જીવને પાત્ર હોવા છતાં આત્માર્થે ઉપકારી થતો નથી. આજ્ઞા મળ્યા વિના કરેલું કાર્ય ધર્મવિરુધ્ધ છે કારણ કે તેમાં સ્વછંદ છે,
૧૬૫