________________
કેવળી પ્રભુનો સાથ
અનંત જ્ઞાની પરમાત્માનો અવિનય છે. તેથી પોતાના સદ્ગુરુની આજ્ઞા અનુસાર જ વર્તવું એવો બોધ આપતાં શ્રી મહાવીર પ્રભુએ સૂત્રાત્મક શૈલીમાં કહ્યું છે કે ‘આણાએ ધમ્મો – આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે. આવું શુભ કાર્ય કરવા માટે પોતાના ગુરુની – પુરુષની આજ્ઞા મેળવવી અનિવાર્ય છે. એમની આજ્ઞા મળતાં તે સૂત્ર કે વચનમાં સજીવન પ્રાણ પૂરાય છે, અને તેથી તેને તે મંત્ર ફળે છે. શ્રી સદ્ગુરુની – સપુરુષની મંત્રદાન કરવા માટે આજ્ઞા મળવી એ જ મંત્રસિદ્ધિ છે.
કદાચિત્ એવું બને કે જેને મંત્રસિદ્ધિ થઈ હોય તેવા પુરુષનો પ્રત્યક્ષ યોગ ન હોય, જે દ્વારા મંત્રદાન ગ્રહણ કરી શકાય, અને મંત્રની જાણકારી હોય, તો તેને પ્રસંગે જો જીવ મંત્રસિદ્ધિવાળા આત્માની આજ્ઞા લઈ આત્મોન્નતિ અર્થે એ મંત્ર ગ્રહણ કરે તો તેના પ્રભાવથી પુણ્યબંધ તથા ભાવિમાં પ્રત્યક્ષ સગુરુ પ્રાપ્તિનો યોગ મેળવી શકે (જીવ મંત્રસિદ્ધિ સહિતના પુરુષનું મનથી ચિંતવન કરે, તેમના ગુણની સ્તવના કરે અને પોતાના કલ્યાણાર્થે મંત્રદાન આપવાની કૃપા કરવા વિનંતિ કરે, અને પછી તેની નિયમિત રટના કરે .. આ રીતે કરવાથી મંત્ર ગ્રહણ કરવાની આજ્ઞા લીધી કહેવાય.). આ અપેક્ષાએ સિદ્ધ ન થયેલા મંત્રનું ગ્રહવું પણ અમુક અંશે ઉપકારી થાય છે, તેનું કારણ સમજાય તેવું છે. આત્માની ઉન્નતિના ભાવથી જીવ પરપદાર્થોના વિચારો ત્યાગી આત્મગુણનું રટણ કરે છે, તેના ફળરૂપે જે પુણ્યબંધ થાય છે તે પુણ્યબંધ ભાવિમાં પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ અને માર્ગદર્શન પ્રાપ્ત કરાવે છે.
શ્રી કૃપાળુદેવને ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ'નો મંત્ર મોહનીય કર્મના ક્ષયાર્થે સિદ્ધ થયો હતો. એ જ રીતે બીજા ઘાતી કર્મોનો નાશ કરવા માટે અન્ય મંત્રો સાંપડ્યા જ હોય, જેનું આરાધન કરવાથી સર્વ જીવનાં કલ્યાણની ભાવના સફળ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. પાત્ર તથા ગુણી આત્માને જુદી જુદી અવસ્થાએ ઉપકારી એવા અનેક મંત્રો સિદ્ધ થાય છે. જે મંત્રોનો યથા અવસરે ઉપયોગ કરી તેઓ સ્વપર કલ્યાણ કરવામાં અપૂર્વ ફાળો નોંધાવે છે.
૧૬૬