________________
મંત્રસ્મરણ
જેમ શ્રી કૃપાળુદેવને, તેમ સ્વપર કલ્યાણમાં રાચનારા બીજા સમર્થ આત્માઓને તેમના સદ્ગુરુની કૃપાથી આત્મારાધક તથા કર્મનાશ સૂચક જાતજાતના મંત્ર સિદ્ધ થયા હોય છે. જે પ્રકારની જરૂરત હોય તે પ્રકારના ગુણસૂચક આ મંત્ર સંભવે છે. ઉદા. શ્રી જ્ઞાનભૂષણ ભટ્ટારકને “હું શુદ્ધ ચિદ્રુપ છું” એ મંત્રની સિદ્ધિ આવી હતી. આત્માના ચેતનગુણના લક્ષના રટણથી તેમની વિશુદ્ધિ વર્ધમાન થઈ હતી. જીવે પોતાનું શુદ્ધ સ્વરૂપ બળવાન કરવાનું છે, પ્રગટાવવાનું છે એ લક્ષને મજબૂત કરવા માટે એ મંત્રમાં ‘શુદ્ધ’ શબ્દ વણાયેલો જોવા મળે છે. તે પરથી સમજાય છે કે શ્રી જ્ઞાનભૂષણજીને પોતાની આત્મદશા વર્ધમાન કરવામાં આત્માનું ચૈતન્યરૂપ (ચિદ્ રૂપ – ચિદ્રુપ) શુદ્ધતાએ પ્રગટાવવાનું રટણ ઉપકારી થયું હતું. વળી તેમના દ્વારા આ મંત્ર જેને જેને અપાયો હોય તેને તેને શુભ ઋણાનુબંધને કારણે એવો જ ઉપકારક નીવડે. પરંતુ જો કોઈ જીવ પોતાની મતિકલ્પનાએ, સ્વચ્છંદથી આ મંત્રનું રટણ કરે તો તેને તે સ્વરૂપે ળવાન થાય નહિ.
બીજી એક વાત પણ અહીં સમજવી ઘટે છે. આત્માને જે મંત્રની સિદ્ધિ થઈ હોય તેનું મંત્રદાન કરવામાં આવે તો જ ઇચ્છિત સફળતા મળે છે. અસિદ્ધ મંત્રનું દાન કરવામાં આવે તો તે મંત્રથી ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય નહિ. જેમકે જે મંત્ર શ્રી જ્ઞાનભૂષણ ભટ્ટારકને સિદ્ધ થયો છે તે મંત્ર શ્રી કૃપાળુદેવ આપે અથવા જે મંત્ર શ્રી કૃપાળુદેવને સિદ્ધ થયો છે તે અન્ય કોઈ જીવ બીજાને કરવા કહે તો તે મંત્ર આત્માર્થે ફળવાન થાય નહિ. કેમકે એમ કરવાથી મંત્રદાતા પોતાના સદ્ગુરુ તેમજ સર્વજ્ઞપ્રભુની આજ્ઞાવિરુદ્ધ વર્તે છે એમ કહી શકાય.
આ પ્રક્રિયા સમજાતાં એ સ્પષ્ટ થયું હશે કે સર્વ સમર્થ પુરુષોને અલગ અલગ મંત્રસિદ્ધિ કેમ હોય છે! પ્રબળ કલ્યાણભાવ કરનાર સમર્થ આત્માઓના કર્મો ભિન્ન ભિન્ન હોય છે. તથા તેમના ઋણાનુબંધીની જરૂરિયાત પણ ભિન્ન ભિન્ન હોય છે. તે સર્વને અનુરૂપ અને સર્વને યોગ્ય અલગ અલગ મંત્રો પ્રગટ થતા રહે છે, આરાધન થતું રહે છે અને કલ્યાણમાર્ગ પ્રવાહની માફક વહેતો રહે છે. તેથી ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ’, ‘હું શુદ્ધ ચિદ્રુપ છું’, ‘હું જ્ઞાનસ્વરૂપ
૧૬૭