________________
કેવળી પ્રભુનો સાથ
આત્મા છું, “પરમાનંદમય આત્મા છું', 'હું સિદ્ધસદશ આત્મા છું', હું શુદ્ધ આત્મા છું, ‘હું અવિનાશી ચૈતન્યમય આત્મા છું', ‘ૐ’, ‘ૐ શાંતિઃ', “શ્રી”, “અહંત', “મહાવીર', ‘શ્રી સર્વજ્ઞાય નમઃ', ‘શ્રી કૃષ્ણ શરણં મમ”, “રામ”, “સોહમ', “ૐ તત્ સતુ”, “પ્રભુ કૃપાથી મારું જ્ઞાનાવરણ નાશ થાઓ', 'પ્રભુકૃપાથી મારું દર્શનાવરણ નાશ પામો', “પ્રભુકૃપાથી મારી અંતરાય ભસ્મ થાઓ', વગેરે વગેરે ભિન્ન ભિન્ન કર્મોનો નાશ સૂચવતા અનેક મંત્રો અત્યારે પ્રસિદ્ધ છે. તેના પ્રત્યક્ષ દાતાના અભાવમાં મંત્રનું ગ્રહણ કેવી રીતે કરવું?
આ સમજણ મેળવ્યા પછી, ઊંડી વિચારણામાં જતાં જીવને એ પ્રશ્ન મુંઝવતો રહે છે કે જ્યાં સુધી જીવને પ્રત્યક્ષ સગુનો યોગ થાય નહિ, મંત્રપ્રાપ્તિ થાય નહિ ત્યાં સુધી શું તેનો આત્મવિકાસ સંભવી શકે નહિ? આવી સ્થિતિમાં પ્રાર્થના અને ક્ષમાપનાના સહારાથી જીવ સદ્ગુરુ પ્રાપ્તિ માટેની પોતાની પાત્રતા બળવાન કરી શકે છે. અને સાથે સાથે શ્રી તીર્થકર પ્રભુએ પ્રગટ કરેલા અનાદિ સિદ્ધ એવા નમસ્કાર મહામંત્રના આરાધનથી આત્મવિકાસ પણ સાધી શકે છે. આ મહામંત્રના પ્રભાવથી આત્મશુદ્ધિ, સદ્ગુરુ, સન્માર્ગ આદિની પ્રાપ્તિ તથા આરાધન સુલભ થાય છે.
નમસ્કાર મહામંત્ર
णमो अरिहंताणं । णमो सिद्धाणं । णमो आयरियाणं । णमो उवज्झायाणं । णमो लोए सव्वसाहूणं । एसो पंच नमुक्कारो । सव्व पाव पणासणो । मंगलाणं च सव्वेसिं । पढमं हवइ मंगलं ||
૧૬૮