________________
મંત્રસ્મરણ
માટે ગુરુને બળવાન વાણી યોગની જરૂર પડે છે. જો રહસ્યસ્ફોટક વાણીયોગ ગુરુને હોય નહિ તો ગુરુદ્વારા અપાતું માર્ગદર્શન અત્યંત ખામીભરેલું બને છે. તેથી જેનું “અપૂર્વવાણી” રૂપ અંગ નબળું હોય તે ઉત્તમ ગુરુ થઈ શકે નહિ.
આ “અપૂર્વવાણી”ને જાળવી રાખવા માટે “પરમશ્રુત” પણું આવશ્યક છે. પરમશ્રુતપણું એટલે જ્ઞાનની બહુલતા, જેને જે કંઈ સંભવિત પ્રશ્ન હોય તેના યથાર્થ ઉત્તર આપવાની શક્તિ તે પરમશ્રુતપણું. અનેકાનેક શાસ્ત્રગ્રંથો રહસ્યજ્ઞાન સાથે સમજાયા હોય, આત્માનુભવની ઊંડી અનુભૂતિઓ, યથાર્થ રહસ્યની સમજ સાથે સ્મૃતિમાં હોય ત્યારે જીવમાં પરમશ્રુતપણું સંભવી શકે છે. વિવિધ આત્માઓના વિવિધ કર્મો વિવિધ પ્રકારનું સમાધાન માગે છે. તેથી શિષ્યની બહુલતામાં પ્રત્યેકને સંતોષ આપી સત્ય માર્ગદર્શન આપતા રહેવા માટે ‘પરમશ્રુતપણું' એ બળવાન લક્ષણ સદ્ગુરુ માટે ગણી શકાય.
આત્મસિદ્ધિના આ દોહરા વિશે ઊંડાણથી વિચારતાં સમજાય છે કે તેમાં જણાવેલા ગુણો શ્રી સદ્ગુરુની પાત્રતા પૂરવાર કરવા અગત્યના છે. આ સદ્ગુણોથી રહિત કોઈ પણ ગુરુ તેના શિષ્યોની સત્પાત્રતાને બહાલી આપી શકે નહિ. તેથી જે અસદ્ગુરુ છે તે પોતાનું અને શિષ્યનું અકલ્યાણ કરવામાં અગ્રસ્થાને રહી શકે છે. સંસા૨ક્ષયનું ઇચ્છિત ફળ શિષ્ય, અસદ્ગુરુ આશ્રયે કદાપિ પ્રાપ્ત કરી શકતો નથી. આમ હોવાથી શિષ્યે પોતાના ગુરુમાં આ ગુણોનો આવિર્ભાવ થયો છે તેની ખાતરી કરવી જરૂરી છે. આ સદ્ગુણોથી સુશોભિત ગુરુનાં શરણમાં જઈ, તેમની આજ્ઞાનુસાર વર્તવાથી જીવની ઇચ્છિત આત્મશુદ્ધિ થાય છે.
જે ગુરુમાં અમુક પ્રમાણમાં આત્મવિશુદ્ધિ પ્રગટી હોય છે તેમનામાં આ ગુણો ખીલે છે; એટલે કે આ ગુણોની ખીલવણીના પાયામાં આત્મશુદ્ધિ રહેલી છે. આ ગુણો જ્યારે વિશાળતાએ જીવમાં ખીલે છે ત્યારે તેનામાં અન્ય જીવોને માર્ગદર્શન આપવાની, તેની આંતરસ્થિતિ તથા અનુભવોને અર્થ સહિત જાણવાની શક્તિ પ્રગટ થાય છે. વળી તેનામાં મોક્ષમાર્ગની યથાર્થ સમજણ પણ હોય છે અને તેને સર્વજ્ઞ પ્રભુ તરફથી યોગ્ય દોરવણી પણ મળ્યા કરે છે. તેના આધારે તે સદ્ગુરુ પોતાના
૧૬૧