________________
કેવળી પ્રભુનો સાથ
અસ્તેયવ્રત સ્તેય એટલે ચોરી. અસ્તેય એટલે અચૌર્ય. સૂક્ષ્મ કે સ્થૂળ પ્રકારની ચોરી ન કરવી તે અસ્તેયવ્રત.
-
અહિંસાવ્રત - અન્ય જીવને દૂભવવાથી શરૂ કરી પ્રાણહરણ પર્યંતનાં દુ:ખ આપતાં અટકવું તે અહિંસાવ્રત.
અહોભાવ કોઈ ઉત્તમ આત્મા કે ગુણ માટે આદરભાવ, પૂજ્યભાવ આદિ વેદવા તે. અર્હત શરીર - અરિહંત પ્રભુનું શરીર.
અક્ષય સ્થિતિ - જે સ્થિતિનો કદી નાશ થવાનો નથી તે સ્થિતિ. આત્મા સિદ્ધભૂમિમાં જાય છે ત્યારથી અશરીર બની અનંતકાળ સુધી ત્યાં જ વસે છે, કદી પણ પરિભ્રમણ અર્થે નીચે ઊતરતો નથી એટલે કે તે પોતાની અક્ષય સ્થિતિને પામે છે. અજ્ઞાન - જ્યાં સુધી જીવને સમ્યક્ત્તાનની પ્રાપ્તિ
થઈ હોતી નથી ત્યાં સુધીનું તેનું સર્વજ્ઞાન અને તેની બધી જ સમજણ અજ્ઞાનરૂપ હોય છે, એટલે કે જૈન પરિભાષામાં અજ્ઞાન એટલે જ્ઞાનરહિત સ્થિતિ નહિ; પરંતુ અસમ્યક્ જ્ઞાન એવો અર્થ થાય છે.
આકાશ - જીવ તથા અજીવ દ્રવ્ય સહિત સર્વ દ્રવ્યોને જે પોતામાં સમાવે છે, પોતામાં રહેવાની જગ્યા કે સુવિધા આપે છે તે આકાશ દ્રવ્ય છે. આચાર્યજી - શ્રી પ્રભુએ જણાવેલા મુનિ જીવનના આચારને યથાર્થતાએ પાળી, પોતાના આચારથી જ અન્ય જીવોને ધર્મસન્મુખ કરે છે તે આચાર્યજી. આચાર્યોમાં શ્રેષ્ઠ તે શ્રી ગણધર.
આઠમું નિવૃત્તિબાદર ગુણસ્થાન (અપૂર્વકરણ) - બાદર એટલે મોટું. મોટા કર્મનાં ઉદય જ્યાં
સંભવી શકતાં નથી એટલે કે જીવ જ્યાં તેનાથી નિવૃત્ત થયો છે, તે ‘નિવૃત્તિ બાદર’ ગુણસ્થાન તરીકે ઓળખાય છે. આ ગુણસ્થાનથી શ્રેણી શરૂ થાય છે.
આર્તધ્યાન - મનનાં ચિંતાત્મક પરિણામ. આત્મા - ચેતન તત્ત્વનું શુદ્ધ સ્વરૂપ અથવા કર્મરહિત
જીવ.
આપ્ત પુરુષ - જેણે આત્માની એટલી શુદ્ધિ મેળવી છે કે તે અન્ય જીવને આત્માર્થે પુરુષાર્થ કરવામાં મદદ કરી શકે તે આપ્ત પુરુષ.
આયુષ્ય કર્મ - આયુષ્ય કર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થયેલા દેહમાં અમુક કાળ સુધી રહેવું પડે છે. જેટલા કાળ માટે એક દેહમાં જીવ રહે તેટલા કાળનું તે જીવનું આયુષ્ય ગણાય અને જ્યારે કર્મોદય પૂરો થાય ત્યારે તે નિયમા મૃત્યુ પામે. આરાધન - આરાધન કરવું એટલે જે મેળવવું હોય
તેની પ્રાપ્તિના પુરુષાર્થમાં, તેની સિદ્ધિ ન થાય ત્યાં સુધી, બીજી વૃત્તિઓનો ત્યાગ કરી લાગી રહેવું. સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્રનું આરાધન તે મોક્ષમાર્ગ છે.
કાળના નાના ભાગને આવલિકા
આવલિકા કહે છે.
-
આવશ્યક (છ) - આવશ્યક એટલે જરૂરથી ક૨વા યોગ્ય. પ્રભુજીએ બતાવેલા છ આવશ્યક એટલે પ્રતિક્રમણ, સામાયિક, વંદના, લોગસ્સ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન(ચૌવિહાર). આસ્થા - જે માર્ગે મોક્ષની પ્રાપ્તિ થાય તે માર્ગનું શ્રધ્ધાન થવું, તથા સત્પુરુષના આશ્રયે જ આ કાર્યસિદ્ધિ થઈ શકે તેમ છે તેવી શ્રદ્ધા થવી તે આસ્થા.
૩૮૪