________________
પરિશિષ્ટ ૧
આશ્રવ (તત્ત્વ) - જીવ સારા અથવા નરસા ભાવ
તથા ક્રિયા કરી શુભ અથવા અશુભ કર્મપરમાણુઓ ગ્રહણ કરતો રહે છે. આ
પ્રક્રિયાને આશ્રવ કહેવાય છે. આશ્રવભાવના - રાગ, દ્વેષ, અજ્ઞાન આદિથી કર્મ આત્મા પર આવે છે, એમ સમજવું તે આશ્રવ ભાવના.
આહારક શરીર – ઉચ્ચ આત્મદશાવાન જ્ઞાનીને કંઇ જાણવાની ઇચ્છા થાય તેનું સમાધાન કરવા માટે અથવા તીર્થંકર પ્રભુની ઋદ્ધિનાં દર્શન કરવા માટે પોતાના આત્મપ્રદેશને લંબાવી, એક હાથનું અતિ પવિત્ર સુધારસથી બનાવેલું શરીર યોજી, ત્યાં જાય તે શરીરને આહારક શરીર કહેવામાં આવે છે. આજ્ઞા - આત્મિક વિકાસ કરવા માટે સમર્થ પુરુષની
શિખામણ ગ્રહણ કરવી તે. ઈતરનિગોદ - નિત્યનિગોદમાંથી બહાર નીકળ્યા
પછી સૂમ એકેંદ્રિયરૂપે જીવ રહે તે ઈતરનિગોદ કહેવાય છે. ઉચ્ચ ગોત્રકર્મ - જે કર્મના ઉદયથી જીવ રાજકુળમાં,
શ્રેષ્ઠી કુળમાં, વૈભવી કુળમાં ઉત્પન્ન થાય તે ઉચ્ચ ગોત્રકર્મ. ઉચ્ચગોત્રમાં જીવનની ઘણી સુવિધાઓ અને વિશિષ્ઠ લાભો મળે છે.
જીવનાં કાર્યોથી બાંધેલાં કર્મનાં સ્થિતિબંધ અને અનુભાગ બંધમાં વધારો થાય છે ત્યારે તેનાં કર્મનું ઉદ્વર્તન થયું એમ કહેવાય છે. ઉદાસીનતા - ઉર્દુ એટલે ઊંચે. અસીનતા એટલે
રહેવાપણું. ઉદાસીનતા એટલે કષાયથી ઊંચે, આત્મા સમીપ રહેવાપણું અર્થાત્ નિસ્પૃહપણું વેદવું. ઉદ્દીરણા - કર્મને બાંધ્યા પછી, ભાવિમાં ઉદયમાં
આવે એવા સત્તાગત કર્મોને વર્તમાનમાં ખેંચી લાવી ભોગવી લેવાં તે ઉરિણા કરી કહેવાય છે. આ કર્મોને તપ, ધ્યાન આદિ વિશેષ પુરુષાર્થથી ખેંચવામાં આવે છે. ઉપશમ - કર્મો શાંત થઈ જવા, ઉદય રહિત કર્મ
થવું તે કર્મનો ઉપશમ કહેવાય છે. ખાસ કરીને મોહનીય કર્મની બાબતમાં આમ થાય છે. મોહનીય કર્મના સર્વથા અનુદાય વખતે સત્તામાં રહેલા મોહનીય કર્મને ઉપશમન કહે છે.
ઉપશમ સમકિત - જીવ જ્યારે પાંચ મિનિટ કે તેથી
વધારે સમય માટે અનંતાનુબંધી ચોકડી અને દર્શનમોહની ત્રિક ઉપશમાવી શકે છે, ત્યારે તે ઉપશમ સમકિત પામ્યો કહેવાય છે.
ઉત્સર્પિણી કાળ - જે કાળમાં દુ:ખની હાનિ અને
સુખની વૃદ્ધિ થતી જાય તે ઉત્સર્પિણી કાળ
ગણાય છે. ઉદ્વર્તન - જીવ કર્મ બાંધે છે ત્યારે તેના પ્રદેશ,
અનુભાગ, સ્થિતિ અને પ્રકૃતિ નક્કી થાય છે. તે પછી તેની પ્રવૃત્તિ અને પુરુષાર્થ અનુસાર આ કર્મમાં ફેરફાર થયા કરતો હોય છે. જ્યારે
ઉપશમ શ્રેણિ - ઉપશમ કરવું એટલે શાંત કરવું.
કર્મને સત્તામાં દબાવી રાખવા અને ઉદયમાં ન આવવા દેવા તે કર્મ ઉપશમ કર્યા કહેવાય. જે જીવ કર્મનાં દળનો પૂર્ણ ક્ષય ન કરતાં, અમુક અંશે દબાવતો આઠમા ગુણસ્થાનથી આગળ વધે છે, તે જીવ ઉપશમ શ્રેણીએ ચઢે છે તેમ
કહેવાય. ઉપસર્ગ - અન્ય કોઈ જીવ તરફથી મુનિને
ઇરાદાપૂર્વક અપાયેલું દુઃખ તે ઉપસર્ગ છે.
૩૮૫