________________
પ્રાર્થના
પરંતુ ગૃહસ્થાશ્રમના કર્તવ્યરૂપે વેપારાદિ પ્રવૃત્તિ અનિવાર્ય છે, તેથી તે પ્રવૃત્તિ કરતાં મારો જીવ કોઈ તીવ્ર બંધનમાં સપડાય નહિ એવી નિર્દોષ વર્તના મને આપો. દયાળુ દેવ! મને એવી સન્મતિ આપો કે મારું કાર્ય હું નીતિ તથા પ્રમાણિકતાથી કરું, અન્ય કોઈ સાથે વેરસંબંધમાં આવું તેવી પ્રવૃત્તિ મારાથી થાય નહિ, દ્રવ્યનું અયોગ્ય આકર્ષણ અને સંભવે નહિ, અને જે દ્રવ્યોપાર્જન થાય તેનો અમુક ભાગ બીજાની શાતા તથા સુખાકારી માટે હું વાપરી શકું. જે જે ગ્રાહકોના સંપર્કમાં મારે રહેવાનું થાય તેમની સાથે સદેવ શુભ ઉદયો રહે એ જ ઇચ્છું છું. તેમની સાથે અશુભના ઉદયો આવે તેવા જે કોઈ પાપકર્મ મેં ભૂતકાળમાં કર્યા હોય તેની આપની સાક્ષીએ ક્ષમા ચાહું છું. તે દુષ્કૃત્યો નિષ્ફળ કરવામાં મને સાથ આપો, જેથી ઉદિત થતાં પહેલાં જ તેનો ક્ષય કરી શકું. આપે અત્યાર સુધી અનેરો સાથ આપી મારું રક્ષણ કર્યું છે, તેવી રક્ષા ભાવિમાં પણ કરશો એ જ ભાવના સાથે, ઉપકાર માની વિનમ્રભાવે વંદન કરું છું.” ૐ શાંતિ. વ્યવસાયે ડોક્ટર હોય તે મનુષ્ય જન્મને સફળ કરવાના અભિલાષ સાથે શ્રી પ્રભુને પ્રાર્થના કરી શકે કે – “કર્મનાં સમસ્ત દળને પરાસ્ત કરવામાં અતિ ઉઝ પરાક્રમ દાખવી, આત્માની શ્રેષ્ઠતા પૂરવાર કરનાર હે પ્રભુ! આપ કર્મરૂપી મહારોગને મટાડનાર મહાન વૈદ્ય છો. સહુને કર્મરોગ ક્ષય કરવા માટે આપની સહાય નિરંતર મળતી રહો. દેવેશ્વર! મારાં ભાગ્યે દેહનાં દર્દમાં શાતા આપવાનો પ્રયત્ન કરનાર વેદ્ય થવાનું લખાયું છે. તો આપશ્રી મારા પર એવી કૃપા કરો કે હું શુભભાવ વધારતો રહી, દર્દીઓને રોગમુક્ત થવામાં મદદરૂપ થઈ શકું. જે જે રોગીઓ મારી પાસે શાતા મેળવવાના હેતુથી આવે તેઓ સંબંધી આપની કૃપાથી મને એવા ઉપાયો સૂઝતા રહો જેથી તેમને રોગમુક્ત થવાનો લાભ મળે. એમની સેવા હું નિઃસ્પૃહભાવથી કરી શકું એ જ માગું છું. એ સર્વ દર્દીઓ સંબંધી મારા આત્માએ જે કોઈ અશુભભાવો પૂર્વકાળમાં