________________
કેવળી પ્રભુનો સાથ
સેવ્યા હોય તેની આપની સાક્ષીએ ક્ષમા ચાહું છું. મારા પૂર્વના અશુભભાવો એ જીવને રોગમુક્ત થવામાં અંતરાયરૂપ ન નીવડે એ જ ભાવના છે. તે સહુ જીવો રોગમુક્તિ સાથે ભવમુક્તિ પણ પામી શકે એવી આદર્શ વર્તના મને આપશો. આપની અનંત કરુણામય કૃપા ઇચ્છી, ઉપકાર માની, ખૂબ ભાવથી વંદન કરું છું.” ૐ શાંતિ. દવાઓ બનાવનાર તથા વેચનાર આ પ્રકારના ભાવો કરી શકે – “શ્રી કુપાળુ ભગવંત! ભવરોગ ટાળવાની ઉત્તમ દવા આપનાર વિભુ! મને સદાય આપનું શરણું હોજો. જે જે નીતિ, નિયમો અને સિદ્ધાંતને આધારે આપ ભવરોગ ટાળવા માટે ઔષધિ આપો છો, તે તે નીતિ, નિયમો અને સિદ્ધાંતો હું સમજી શકું. એટલું જ નહિ, પણ એ અનુસાર દેહરોગ ટાળવા માટેની ઔષધિ હું બનાવી શકું એવો સેવાભાવ અને સદ્બુદ્ધિ અને આપજો. મારા થકી એવા પ્રકારની ઔષધિ નિર્માણ કરાવજો કે તે ગ્રહણ કરનાર વિપરીત અસર વેદ્યા વિના રોગમુક્ત થાય. જે જે રોગીઓ એ દવા લેવાના હોય તેમના સંબંધી મેં જો કોઈ પણ પ્રકારે પૂર્વે અપરાધ કર્યા હોય તો તેની આપની સાક્ષીએ પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા ચાહું છું. મારા તે અપરાધ ક્ષય થાઓ. હે વિશ્વસ્વામી! જે જે જીવોની મારાથી દુભવણી થઈ છે તે સહુને સંસારે શાતા તથા આત્માર્થે વિકાસ, મારા પાપનાં પ્રાયશ્ચિતરૂપે આપશો એ જ મારી વિનંતિ છે. આપને ખૂબ પ્રેમભાવથી વંદન કરું છું.” 3ૐ શાંતિ. ઇમારતોનું બાંધકામ કરનાર ઇજનેર આ જાતના ભાવો કરી શકે – “મહા વીર્યવાન પ્રભુ! સર્વ ભવ્ય જીવોને શાશ્વત ઘરની પ્રાપ્તિ કરવા માટે મહા કલ્યાણકારી માર્ગ આપે આપ્યો છે. સાથે સાથે શાશ્વત ઘરની પ્રાપ્તિ કરવા જતાં કોઈ નવીન બંધ વધે નહિ એવો નિર્દોષ પુરુષાર્થ પણ ચીંધ્યો છે. એ સામે મારા વ્યવસાયની તપાસણી કરતાં મારી પામરતા