________________
પ્રાર્થના
અનુભવાય છે. વ્યવહારે વસવાટયોગ્ય બાંધકામ કરવાનો મારો ઉદ્યોગ છે. તે કાર્ય કરવા જતાં મારો આત્મા પાંચ પ્રકારના એક ઇન્દ્રિય તથા અમુક ત્રસ જીવોના ઘાત કરવાના પાપમાં પડે છે. તે વિભુ! આ દોષો માટે હું ખૂબ પશ્ચાત્તાપી રહું છું. વિશ્વવિધાતા! મારા નિમિત્તે હણાયેલાં સહુ જીવોની આપની સાક્ષીએ ક્ષમા ચાહું છું, અને આપને વિનવું છું કે કૃપા કરી તેઓનું પરિભ્રમણ મર્યાદિત થાય તેવી સ્થિતિમાં તેમને લઈ જાઓ. વળી, જે જે જીવોને આ જગ્યામાં વસવાનો યોગ હોય તેમને આપની કૃપાથી વ્યવહારની તથા પરમાર્થની સુવિધા મળો અને નાશવંત ગૃહમાં વસી શાશ્વત ગૃહે જવાનો પુરુષાર્થ સાંપડો. મારી દોષમય દૃષ્ટિને વિશુદ્ધ કરવાના ભાવથી આપને અર્પણભાવથી વંદન કરું છું. મારા થકી કોઈ જીવ અશાંતિ પામે નહિ તેવા નિર્મળ ભાવ અને વર્તન કેળવવાની જિજ્ઞાસાથી વાંદુ છું.” ૐ શાંતિ. વકીલ હોય અથવા ન્યાયાલયને લગતા વ્યવસાયમાં ગૂંથાયેલા હોય તે શ્રી પ્રભુને આ રીતે પ્રાર્થના કરી શકે – “ઉત્તમોત્તમ ન્યાયમાર્ગનું ઉદ્દબોધન કરનાર પ્રભુ! સદાકાળ ન્યાયસંપન્ન પ્રવૃત્તિ કરવાનો બોધ આપે આપ્યો છે. કોઈને લેશમાત્ર અન્યાય કે દુઃખ પહોંચે નહિ તેની કાળજીવાળો બોધ આપે આપ્યો છે અને પાળ્યો પણ છે. આપના આ ગુણને તથા વર્તનને ખૂબ ભક્તિથી વંદન કરું છું. અને ઈચ્છે છું કે આપની કૃપાથી મારામાં પણ આ ગુણ તથા વર્તન સમાવેશ પામો. તેના આધારે મારા વ્યવસાયનો દુરુપયોગ કરતાં હું અટકી જાઉં. ભૌતિક સંપત્તિની લાલસાને કારણે જેમના જીવનમાં ક્લેશ વર્તે છે તેઓ સાંત્વાનાર્થે મારી પાસે આવે છે અને ન્યાયાલય સુધી લડવા વિચારે છે. પ્રભુ ! મારા પર એવી કૃપા કરો કે જેથી અસીલોએ મૂકેલા વિશ્વાસને અપાત્ર નીવડું નહિ. ન્યાયયુક્ત વર્તન કરી તેમના કષાયોને શાંત કરવા ભાગ્યશાળી બનું. આ પ્રકારનાં શુભ કાર્યો દ્વારા વિશ્વશાંતિ સ્થાપવાના શ્રી સત્પરુષોના પ્રયત્નોને