________________
કેવળી પ્રભુનો સાથ
હું અનુમોદી શકું એ જ મારી ભાવના છે. અસીલો તથા સહ વ્યવસાયીઓ સંબંધી મારા થકી જે જે પાપદોષ થયા હોય તે સર્વની આપની સાક્ષીએ હૃદયના ઊંડાણથી ક્ષમા માગું છું. તે સહુ સાથે એવા શુભ સંબંધો આપો કે ન્યાયમાર્ગના અટલ સિદ્ધાંતોને અનુસરી આપની કૃપાના સાથથી મુક્તિદ્વાર સુધી અમે જઈ શકીએ. સહુ જીવના કલ્યાણની ઉત્તમ ભાવનામાં રહેવાના આશયથી આપને પંચાગી નમસ્કાર કરું છું.” ૐ શાંતિ. શિક્ષણકાર્યમાં વ્યસ્ત રહેતા જીવાત્માઓ શ્રી પ્રભુને આમ પ્રાર્થે – “જ્ઞાનસમ્રાટ પ્રભુ! આપના અગાધ ગંભીર જ્ઞાનને વંદન હો. આપમાં ત્રણે લોકનું, ત્રણે કાળનું, સમય સમયનું જ્ઞાન પ્રકાશે છે, તે અદ્ભુત જ્ઞાનને સમય સમયના વંદન હો. કરુણાનિધિ! આપ અત્યંત કરુણા કરી સતત જ્ઞાનધારા વહાવી રહ્યા છો, તે ઝીલવાની મને પાત્રતા આપો. આપની જ્ઞાનધારા ઝીલી, જગતનાં કલાકૌશલ્યનું જ્ઞાન મેળવતાં મેળવતાં આત્મશુદ્ધિ વધારવાની મારી મહેચ્છા છે. આપનાં પ્રસાદથી એની પ્રાપ્તિ કરી, આપનાં શરણે રહી, એ જ્ઞાનની લહાણી સહુ જિજ્ઞાસુ જીવોમાં, કરવાની મારી નેમ છે. જે જે વિદ્યાર્થીઓ જ્ઞાનપિપાસા સાથે મારી પાસે આવે તેમને શુદ્ધ કલ્યાણબુદ્ધિથી વિશદ માર્ગદર્શન આપી શકું એવી કૃપા મારા પર કરશો. એ જ્ઞાન અવધારી તેઓ ઉત્તમ નાગરિક બની, જગતને આત્મકલ્યાણના માર્ગે આગળ વધારવામાં નોંધપાત્ર ફાળો આપી શકે, એવા ઉત્તમ કાર્ય બજાવવાની તક મને દેતા રહી, મારા જીવનની ઉજ્જવળતામાં વધારો કરવા વિનંતિ કરી, સવિનય દંડવત્ પ્રણામ કરું છું.” ૐ શાંતિ. કૃષિક્ષેત્રમાં જીવન વીતાવનાર પ્રભુને વિનવી શકે કે – જગતઆધાર જગસ્વામી! સવિનય પ્રણામ હો. આપ પ્રભુ આત્માને સબળ અને વીર્યવાન બનાવવા માર્ગદર્શન આપી રહ્યા છો તે ધન્ય છે. મારા જીવનમાં જીવના દેહને આધાર રૂપ થાય તેવું અન્ન ઉત્પાદન કરવાનું
૬૪