________________
પ્રાર્થના
કાર્ય મહત્ત્વનું થયું છે. આ અન્ન ઉત્પાદન કરવામાં કેટલાંયે કુદરતી તત્ત્વો પર આધાર રાખવો પડે છે. તે સહુ વેળા વેળાની છાયા આપ્યા કરે અને સાનુકૂળ સંજોગો મને મળતા રહે તો ધાન્યની ઉત્પત્તિ સુંદર રીતે કરી શકું. મારાં ભાવ તથા વર્તન આપની કૃપાથી એવાં રહેજો કે બાહ્યાંતર તત્ત્વોની સાનુકૂળતા મને મળતી રહે. વળી, જે ધાન્ય ઉત્પન્ન થાય તેને ખાનાર જીવાત્માઓની વૃત્તિ સદાચાર ભણી વળી, આત્મકલ્યાણને ભજતી થઈ જાય. ઉત્પન્ન થયેલું ધાન્ય જેના ઉદરમાં જાય તે દુષ્કૃત્ય તથા કુમતિ કરતાં અટકી જાય તેવી કૃપા હે પ્રભુ! આપ કરતા રહેશો. ધાજોત્પત્તિ માટે જે જે પ્રક્રિયા માટે કરવાની રહે છે તેમાં અઢળક એકેંદ્રિય જીવોની તથા સંખ્યાત ત્રસ જીવોની હિંસા થાય છે. તે સર્વ પાપકર્મ માટે ખૂબ જ પસ્તાવો મને થાય છે. પંચેન્દ્રિયની સેવા કરવા જતાં અન્યનો થતો ઘાત મને ખૂબ પીડા પહોંચાડે છે. તે વિધાતા! તે સહુ જીવોને શુભ ભાવોમાં લપેટી વિકાસ ક્રમમાં આગળ વધારશો, જેથી મારાથી પહોંચેલી પીડામાં તેમને રાહત મળે. સહુ જીવોનું કલ્યાણ માગવા આપના ચરણમાં નમું છું, નમું છું, નમું છું.” ૐ શાંતિ. ગૃહિણી અથવા ગૃહકાર્યમાં ગૂંથાયેલ જીવાત્મા ભાવી શકે કે – “હે નીરાગી મહાત્મા! સરાગી અવસ્થામાં પૂર્વકાળે સેવેલા ભાવોને લીધે વર્તમાનમાં ગૃહકાર્યની બજાવણી મને મળી છે. મારા આ કાર્યને હું ખૂબ ન્યાયપૂર્વક, પૂર્વકર્મની નિવૃત્તિ અર્થે તથા નવીન કર્મબંધ અતિ અલ્પતાએ થાય એ રીતે કરતી રહું એવી મારી ભાવના છે. રસોઈ બનાવી કુટુંબીજનોના ઉદરને પોષણ આપવું એ મારું કર્તવ્ય છે. તો એ કાર્યને વ્યવસ્થિત રીતે, ઓછામાં ઓછી હિંસા કરીને, બગાડ કર્યા વિના, કરવાની ભાવનાને પૂરી કરવા મને સાથરૂપ બનજો. મારી આ પ્રવૃત્તિ કોઈને પણ વિઘ્નરૂપ ન થાય તેવી કૃપા કરજો. મારાથી બનેલી રસોઈ સહુને સ્વાદિષ્ટ લાગે, જે જીવો તે રસોઈને ગ્રહણ કરે તેમને તે પ્રમાદરૂપ ન થાય, ભક્ત અન્ન સ્થૂળતા
૬૫.