________________
કેવળી પ્રભુનો સાથ
પરિણમાવે નહિ, ગ્રહણ કરેલા ખોરાકથી તેમને શાતા ઉપજે અને તેમાંથી લોહી તથા શક્તિ ઉત્પન્ન થાય તેવી અસર કૃપા કરી આપજો. જેથી રસોઈ ખાનાર સંબંધી અશુભ બંધ મને પડે નહિ. વળી, આ રસોઈ કરતાં પાંચે પ્રકારના એકેંદ્રિય જીવો તથા ક્યારેક અસંજ્ઞી ત્રસ જીવોની હિંસા મારાથી થઈ જાય છે તેનો મને ખૂબ જ પશ્ચાત્તાપ થાય છે. આપની સાક્ષીએ તે સહુ હણાયેલા જીવોની ક્ષમા માંગી આપને વિનંતિ કરું છું કે મારા તે દોષોને સર્વથા નિષ્ફળ કરવા તે જીવોનો વિકાસ કરો અને મારા પ્રતિની તેઓની વેરવૃત્તિનો તેમના વિકાસાર્થે ત્યાગ કરાવો. આ ભાવનાથી સર્વ કાર્યોનું કર્તુત્વ છોડી મારે અલિપ્તપણું સેવવું છે. જેથી મારા સંપર્કમાં આવનાર સહુ જીવો સન્માર્ગ સન્મુખ થવા ઉત્સુક થાય. ઘરની સાફસફાઈ કરતી વખતે મને ઉપયોગની એવી તીક્ષ્ણતા આપો કે મારા થકી ત્રસ કે સ્થાવર જીવો હણાય નહિ, તેમને મારા થકી અભયદાન મળતું રહે. કદાચિત કોઈ સૂક્ષ્મ જીવા હણાય તો તેમનો વિકાસ ઈચ્છી, તેમની ક્ષમા માગી, આપની આજ્ઞાએ વર્તવાના ભાવ કરી, આપને સવિનય વંદન કરું છું.” ૐ શાંતિ. નાના મોટા ઉદ્યોગોમાં વ્યસ્ત રહેતા જીવાત્મા પ્રાર્થી શકે કે – “હે દયાનિધિ ! આપની દયાનો અમને નિરંતર પરિચય મળતો રહો. લોકોને રોજિંદા જીવનમાં ઉપયોગી થાય તેવી વસ્તુઓનું ઉત્પાદન કરવાની પ્રવૃત્તિ મને મળી છે. પ્રભુ! મને એવી કૃપામાં રાખો કે એમાંથી જન્મતી આવડતનું મને અભિમાન આવે નહિ તથા તેનો દુરુપયોગ કરી દ્રવ્યોપાર્જન કરવાનું સ્વપ્નામાં પણ વિચારું નહિ. ઉત્પન્ન કરેલી વસ્તુઓ લોકોને શાતાનું નિમિત્ત થાય તેવી ભાવના મને સતત વર્તતી રહો. મારી જીવન જરૂરિયાત જેટલું જ ગ્રહણ કરી, વધારાની કમાણી હું સન્માર્ગે વાપરતો રહું એ ભાવના દઢ કરાવશો. મારામાં એવી કુમતિ ક્યારેય ન થવા દેશો કે લોકોની લાચારીનો લાભ લઈ, મારા સ્વાર્થે તેમને પરેશાની તથા અશાંતિમાં ધકેલી દઉં. તેમની સાથેની એવી વેરવૃત્તિમાં હું ક્યારેય ન જાઉં તેવી સન્મતિ આપશો.
૬૬